________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળ્યાં હતાં, પરંતુ સદ્ગુરુનો પરિચય નહોતો થયો. એ થવા માટે જે પુણ્યકર્મ જોઈએ તે એના આત્મામાં નહીં હોય..
પરિણામે તે ભૂલી ગયો. બહુ મોટી ભૂલ કરી નાંખી એણે! એણે નગરના ચોકમાંથી ધોબી-યુવાનોને સીધા જવા દીધા હોત તો આવું દુઃખમય... અંધકારમય ભવિષ્ય ન સર્જાઈ જાત... એણે ક્રોધ તો કર્યો જ, સાથે સાથે પોતાના ઉચ્ચ કુળનું અભિમાન કર્યું... નીચ કુળનો તિરસ્કાર કર્યો... એટલે પાપકર્મ નિકાચિત થઈ ગયું.
ઊષદત્ત ધોબીને ખુબ ગાળો દીધી, ખૂબ માર્યો.. જકડીને બાંધ્યો અને કારાવાસમાં પુરાવ્યો.. એ બધું કરીને જાણે કે એણે મોટો વિજય મેળવ્યો હોય, એમ પોતાની બહાદુરી ગાતો ફર્યો.... ગંભીર ભૂલ કરી એણે.
એ ઉપકારી મુનિવરો કહેતા હતા : કુમાર, ધર્મ થાય કે ન થાય, જીવનમાં પાપ ના થઈ જાય, એની પ્રતિ પળ જાગૃતિ રાખજે.” કેટલી સાચી વાત તેમણે મને કહી હતી! વિભાવસુએ પાપ કર્યું હતું... પરપીડનનું ઘોર પાપ કર્યું હતું... એનું ફળ આ કૂતરાના ભાવમાં ભોગવી રહ્યો છે... ને તે પછીના જન્મોમાં પણ ભોગવતો રહેશે. એને કોઈ બચાવી નહીં શકે. દુઃખોથી અને યાતનાઓથી પરવશતા અને પરાધીનતા બધા ભવ એને મળવાના...
એ કરુણાવંત મુનિવર કહેતા હતા : “કુમાર, આ જીવનલોક જ એવો છે... કે જ્યાં સર્વત્ર કષાયોની વિષ-વેલડીઓ પથરાયેલી છે. એમાંય ગૃહવાસમાં કષાયોનું જ સામ્રાજ્ય હોય છે... ડગલે ને પગલે જીવ કષાય કરે છે ને પાપકર્મ બાંધે છે. માટે ગૃહવાસ છોડવા જેવો છે, અમે એટલે જ ગૃહવાસ ત્યજીને આ અણગાર-જીવન સ્વીકાર્યું છે. તું જુએ છે. આ જીવનમાં કષાયોનું સામ્રાજ્ય નષ્ટ થઈ ગયું છે!
ગૃહવાસમાં કષાય થઈ જતાં વાર ન લાગે... ગઈ કાલે મારા મિત્રે કષાયપરવશ થઈ મોટી ભૂલ કરી, આવતી કાલે હું પણ આ ગૃહવાસમાં કષાયાધીન બની એવી કે બીજી મોટી ભૂલ કરી બેસું... તો? મારી પણ એ જ ગતિ થાય... એ જ દુર્ગતિ થાય.
જો કષાયો પર વિજય મેળવવો હોય તો મારે ગૃહવાસ છોડવો જોઈએ. અણગાર બની જ્ઞાન-ધ્યાનમાં લીન બનવું જોઈએ. ક્ષમા-નમ્રતા-સરળતા-નિર્લોભતા વગેરે દશ પ્રકારના સાધુધર્મનું પાલન કરવું જોઈએ. મેં એ ચાર મુનિવરોને ચાર મહિના... ક્ષમાશીલ જોયા છે... વિનમ્ર જોયા છે, સરળ જોયા છે. નિર્લોભી જોયા છે. મને એમનું ગુણમય જીવન ગમી ગયું હતું. અને એક દિવસ તે પૂજ્યોને કહ્યું પણ હતું : “મને આપનું જીવન ગમી ગયું છે. ત્યારે જ્યેષ્ઠ મુનિવરે કહ્યું હતું તો તને એક દિવસ આવું જીવન મળશે, કુમાર!' એ બોલતી વખતે એમની આંખોમાંથી કેવું
શ્રી સમરાદિત્ય મહાકથા
વરા
For Private And Personal Use Only