________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવેશ પણ નથી કર્યો..”
કુસુમ, માણસ ઘરમાં ઊંઘતો હોય... ઘસઘસાટ ઊંઘતો હોય... નિશ્ચિત બનીને ઊંઘતો હોય. અને જાગે ત્યારે ચારે બાજુ આગ લાગેલી જુએ. ત્યારે એ ઘરમાંથી બહાર નીકળી જવામાં વિલંબ કરે?'
ના કરે...!' આત્મા જ્યારે મોહનિદ્રામાંથી જાગે છે... તેને સંસાર દાવાનલ લાગે છે.. પછી એ વૃદ્ધાવસ્થાની રાહ જુએ ખરો?'
ના જુએ....”
બસ, એમ જ થયું છે. માતાજી અને પિતાજીનો આત્મા જાગી ગયો છે... તેઓ વિલંબ કર્યા વિના ગૃહત્યાગ કરીને સાધુધર્મ સ્વીકારવા ઇચ્છે છે... અને તેઓનો નિર્ણય ગમ્યો છે. પણ એમના વિયોગનું દુઃખ સહન કરવામાં હું કાયર છું... મારી કાયરતાને હું જાણું છું.
તું જાણે છે. હજારો વર્ષોથી તું જાણે છે કે માતાજી અને પિતાજી ઉપર મને કેવો અનુરાગ છે? એ અનુરાગ મને વિહ્વળ બનાવી રહ્યો છે. શું કરું?'
કુસુમાવલી પાસે સમાધાન ન હતું. એ પણ સાસુ-સસરા પ્રત્યે ખૂબ અનુરાગી હતી. આ મહેલમાં એ રાજા-રાણીની પુત્રવધૂ કરતાં પુત્રી તરીકેના અધિકારો વધારે ભોગવતી હતી. સાસુ-સસરાનું અપાર વાત્સલ્ય એના પર નિરંતર વરસતું રહ્યું હતું. કુસુમાવલીની આંખો ભીની થઈ ગઈ. એના મુખ પર ગ્લાનિ છવાઈ ગઈ.
નાથ, માતાજી વિના હું એકલી-અટૂલી થઈ જઈશ... નિરાધાર થઈ જઈશ... હું એમને ગૃહત્યાગ નહીં કરવા દઉં...” તેણે કુમારના ખોળામાં મસ્તક મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યું...
ત્યાં જ શયનખંડના ખુલ્લા દ્વારમાં મહારાણી શ્રીકાન્તા આવીને ઊભાં.. ધીર... ગંભીર અને મધુર સ્વરે બોલ્યાં :
મારી વહાલી પુત્રી...!”
એકસાથે કુમારે અને કુસુમાવલીએ શ્રીકાન્તા તરફ જોયું.. બંનેના મુખમાંથી એક સાથે શબ્દો સરી પડ્યો. “ઓહ... માતાજી!” કુસુમાવલી ઊભી થઈ. દોડી. શ્રીકાન્તાને વળગી પડી.. રાણીએ તેને પોતાના બાહુપાશમાં જકડી લીધી...
કુમાર દૂર ઊભો રહી ગયો. તેની દષ્ટિ જમીન ઉપર સ્થિર થઈ હતી. મહારાણીએ કુસુમાવલીની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું : “બેટી, સ્વસ્થ થા... જા, પાણીથી આંખો ધોઈ નાંખ... મને મહારાજાએ કહ્યું કે આપણો નિર્ણય મેં કુમારને કહી દીધો છે.” ને કુમાર એના મહેલમાં ગયો છે...” એટલે મેં કલ્પના કરી જ હતી કે કુમાર જરૂર કુસુમાવલીને જાણ કરશે. અને એ જાણશે એટલે...'મહારાણીનો સ્વર ભીનો થઈ ગયો... તેઓ પલંગ ઉપર બેસી ગયાં. રેશમી ઉત્તરીયથી કુમારે માતાની આંખો શ્રી સમરાદિત્ય મહાકથા
૨૮૩
For Private And Personal Use Only