________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંતકાલીન સુંદર પ્રભાત હતું. કૌશામ્બીના રાજમાર્ગો ૫૨ અગણિત મનુષ્યોની ભીડ હતી. પ્રત્યેક મનુષ્યના મોઢે શિખીકુમારની ચર્ચા હતી. કુમારના રથની પાછળ મંત્રીમંડળ ચાલતું હતું. રાજપુરુષો, નાગરિક-શ્રેષ્ઠીઓ... યુવાનો... તરુણો અને બાળકો ચાલી રહ્યા હતા. પાછળ એક સહસ્ર અશ્વારોહી સૈનિકો ચાલી રહ્યા હતા. નગરના રાજમાર્ગો પરથી દીક્ષા-યાત્રા ફરતી ફરતી અશોકવનમાં પ્રવેશી.
અશોકવન અતિ વિશાળ અને રમણીય હતું. તેમાં ચંપા, ચમેલી, અશોક, તાડ, તમાલ, નાગકેસર, અર્જુન, કદંબ, તિલક આદિ પુષ્પિત વૃક્ષ-લતાઓથી સુશોભિત હતું... બી ઋતુઓનાં પુષ્પ ખીલેલાં હતાં. કોયલ અને નાચી રહેલા મોર, તેમના મધુ સ્વરોથી ઉદ્યાનને ગુંજાયમાન કરી રહ્યા હતા. જુદી-જુદી જાતનાં પક્ષીઓનો કલરવથી એ ઉપવન, લોકોને આનંદિત કરતું હતું. મંદ-સુગંધ સમીર પ્રાણોને પુલિંકેત કરતો હતો.
જ્યાં આચાર્યશ્રી વિજયસિંહ અનેક સાધુ-શ્રમણો સાથે બિરાજમાન હતા, તે પરિસરમાં યાત્રા પૂરી થઈ. કુમાર ૨થમાંથી ઊતર્યો. મહામંત્રી બ્રહ્મદત્તે કુમારનો હાથ પકડ્યો. ધીમે પગલે કુમાર આચાર્યદેવ પાસે પહોંચ્યો. પ્રજાજનો ત્યાં વિશાળ મેદાનમાં ઉચિત જગાએ બેસી ગયા. આચાર્યદેવે કુમારને સાધુધર્મ આપવાનો શાસ્ત્રીય વિધિ શરૂ કર્યો.
સર્વપ્રથમ શિખી કુમારને આચાર્ય આવશ્યક-વિધિ કરાવ્યો. કુમારને ડાબી બાજુ ઊભો રાખી દેવવંદન-વિધિ કરાવ્યો. તે પછી કુમારે આચાર્યને દ્વાદશાવર્ત વંદન કર્યું, અને કહ્યું :
'इच्छाकारेण मम पव्वावेह!'
‘ઇચ્છો’ ગુરુએ કહ્યું, અને શ્રી નવકારમંત્ર બોલીને સાધુનું પ્રતીક રજોહરણ, શિખીકુમારને અર્પણ કર્યું. કુમારે બહુમાનપૂર્વક રજોહરણ ગ્રહણ કર્યું, અને કહ્યું :
'इच्छाकारेण मम मुंडावेह'
'ઇચ્છૌ' ગુરુએ કહ્યું. કહીને ગુરુદેવે નવકારમંત્ર ગણીને કુમારના કેશનું લુંચન કર્યું. તે પછી કુમારે ગુરુદેવને વંદના કરીને કહ્યું :
'इच्छाकारेण सामाइयं मे आरोवेह, '
‘ઇચ્છો!' ગુરુદેવે કહ્યું અને શિખીકુમારે તથા પોતે ત્યાં કાયોત્સર્ગ કર્યો. મનમાં તીર્થંકરોનું ધ્યાન કર્યું. કાર્યોત્સર્ગ પૂર્ણ કરી, નવકા૨મંત્ર બોલીને, કુમારને આજીવન સામયિક ચારિત્ર આપ્યું. ત્રણ વખત સામાયિકની પ્રતિજ્ઞા આપી. કુમારે પણ વૈરાગ્યવાસિત હૃદયથી ત્રણ વખત એ પ્રતિજ્ઞા ગ્રહણ કરી,
ત્યાર પછી ગુરુદેવે એના મસ્તક ઉપર વાસચૂર્ણનો નિક્ષેપ કર્યો. કુમારે ગુરુદેવને વંદન કરીને કહ્યું :
83Î
ભાગ-૧ ભવ ત્રીજો
For Private And Personal Use Only