________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામના આચાર્ય પધાર્યા. મને સમાચાર મળ્યા. તરત જ હું એ મહાત્માનાં દર્શનવંદન કરવા ઉદ્યાનમાં ગયો.
સૌમ્ય-શીતળ મુખાકૃતિવાળા એ જ્ઞાની પુરુષ પ્રત્યે મારા હૃદયમાં સભાવ પ્રગટ્યો. મેં ભાવપૂર્વક વંદના કરી. તેઓએ મને “ધર્મલાભ' નો આશીર્વાદ આપ્યો. હું વિનયપૂર્વક એમની પાસે બેઠો.
મેં પૂછ્યું : “ગુરુદેવ, સર્વ દુઃખોનો નાશ કરી નાંખે એવો ધર્મ સમજાવવાની કૃપા કરશો?’
ગુરુદેવે મને સમ્યક્ત ધર્મ સમજાવ્યો. તે પછી દેશવિરતિ ગૃહસ્થ ધર્મ સમજાવ્યો. અને ત્યાર બાદ સર્વ વિરતિમય ચારિત્રધર્મ સમજાવ્યો.
મારા મનમાં ગૃહસ્થધર્મ સ્વીકારવાની ઇચ્છા પ્રગટ થઈ. પરંતુ એ દિવસે, ઘર્મશ્રવણ કરીને હું મારા ઘરે ચાલ્યો ગયો.
મેં બધો જ વ્યાપાર છોડી દીધો હતો. વેપાર કરવાની મારે જરૂર પણ ન હતી. અઢળક સંપત્તિ હતી મારી પાસે.. હું ગૃહકૃત્યોથી નિવૃત્ત હતો. મારા મનમાં ગુરુદેવે બતાવેલા ગૃહસ્વધર્મનું અને સાધુ ધર્મનું ચિંતન ચાલતું રહ્યું.
પ્રતિદિન હું આચાર્યદેવ પાસે જવા લાગ્યો. જેમ જેમ ધર્મ શ્રવણ કરતો ગયો, તેમ તેમ મારો વૈરાગ્ય પણ વધતો ગયો. એક દિવસ... રાત્રિની નીરવ શાંતિમાં મારા મનમાં મનોરથ જાગ્યો. “ગૃહવાસમાં નથી રહેવું ગૃહવાસ અનેક લેશોથી ભરેલો છે... ચારિત્રધર્મ સ્વીકારી લઉં!' એ રાત મારી બસ, સાધુધર્મના ચિંતનમાં જ પસાર થઈ...' જ મારું ચારિત્રમોહનીય કર્મ તૂટી ગયું! આત્મવીર્ય ઉલ્લસિત થયું.
સર્વ વિરતિમય ચારિત્રધર્મ અંગીકાર કરવાની તીવ્ર ભાવના જાગી. હું ગુરુદેવ પાસે ગયો. મેં વિનંતી કરી.
આપે મારા પર અનંત ઉપકાર કર્યો છે. મારું મન આ ભવપ્રપંચથી વિરક્ત બન્યું છે. આપ આજ્ઞા કરો કે હવે હું શું કરું?”
જ્ઞાની ગુરુદેવે મને ચારિત્રધર્મ આપ્યો. આ વિધિપૂર્વક મેં ચારિત્રધર્મનું પાલન કર્યું.
આયુષ્ય પૂર્ણ થયું. કે બ્રહ્મ દેવલોકમાં દેવ થયો. જ યજ્ઞદત્ત મરીને “શર્કરામભા' નામની નારકીમાં પેદા થયો.
એક શક છે
શ્રી સમરાદિત્ય મહાકથા
30
For Private And Personal Use Only