________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીર તણાય. આંખના ડોળા બહાર આવી જાય... જમીન પર આળોટી પડે. અને ઘોર વેદના સહતો.. મરી જાય! બસ, પછી મને શાંતિ!
કોઈ ગામની બહાર... સ્મશાનમાં એ રાત્રિના સમયે કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો હોય. એ વખતે કોઈ પિશાચની એના પર નજર પડી જાય.... અને પિશાચ એના કોમળ શરીરને જોઈ. એનું ભક્ષણ કરવા. એને મારી નાંખે.. જીવતો ને જીવતો એને ખાઈ જાય.. બસ, આ પૃથ્વી પરથી એનું અસ્તિત્વ જ ઊઠી જાય. પછી મારે એનું મુખ ક્યારેય જોવાનું નહીં થાય..
કોઈ શૂન્ય ઘરમાં એ ઊભો હોય.. અને ત્યાં કોઈ ઝેરી કાળ સર્પ છુપાયેલો હોય... એની નજર શિખી પર પડે.ને એના પગ પર ડંખ મારી દે... તો બસ! કામ પતી જાય... મારે એને મારવો ના પડે!
એ એકલી એકલી હસવા લાગી.. જાણે કે અત્યારે જ શિખી મુનિને સર્પ કરડ્યો હોય.. ને એમના પ્રાણ જતા હોય!
એના ઓરડાનું બારણું ખૂલ્યું. સામે ઇન્દ્રશર્મા ઊભા હતા. જાલિની ઊભી થઈ ગઈ... જમીન પર દષ્ટિ સ્થિર રાખીને ઊભી રહી.
ઇન્દ્રશર્માએ કહ્યું : 'જેમ તું તારા ગુણિયલ પુત્રનું મુખ જોવા નહોતી ઇચ્છતી તેમ હું મારી દોષભરપૂર પુત્રીનું કાળું મુખ જોવા નથી ઇચ્છતો...” પણ હું ક્યાં જાઉં?”
જ્યાં જવું હોય ત્યાં...” જાલિની સ્તબ્ધ થઈ, પછી રડી પડી. અને છાતી ફૂટવા લાગી.
૦ ૦ ૦ બ્રહ્મદત્ત! રથમાં બેસાડીને, પિંગલ એમને હવેલીમાં લઈ આવ્યો. હવેલીમાં પ્રવેશ કરતાં જ બ્રહ્મદત્ત... બે હથેળીમાં મુખ છુપાવીને ફફક-ફફક રડી પડ્યા. પાસે પડેલા ભદ્રાસન પર બેસી ગયા. પિંગલ એમની પાસે બેસી ગયો.
“હવે આ હવેલીમાં નહીં રહી શકું પિંગલ.” પિંગલના ખભા પર બે હાથ ટેકવીને બ્રહ્મદત્ત ગદ્દગદ સ્વરે બોલ્યા.
‘મને હવેલીના એક એક ખંડમાં શિખી દેખાશે. એના વિનાનું મારું જીવન નકામું છે. વ્યર્થ છે... હવે હું શું કરું? રાજસભામાં નહીં જઈ શકું. પિંગલ, તું મહારાજને કહી આવજે કે બ્રહ્મદત્ત હવે રાજસભામાં નહીં આવે. આ એકલતા. આ નીરવતા.. મારાથી નહીં જીરવાય... મારો મોહ પ્રબળ છે પિંગલ... મારી આ મોહ મને ચેનથી જીવવા નહીં દે. શાન્તિથી ઊંઘવા નહીં દે.. ખરેખર પ્રિયજનનો શ્રી સમરાદિત્ય મહાકથા
83c
For Private And Personal Use Only