________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણી લીધો. મારું દુઃખ દૂર થઈ ગયું, મારી અશાંતિ ચાલી ગઈ.. આપનો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું.
મહાત્મનું, હવે આપ તપોવનમાં પધારો. હું તપોવનમાં આજે નહીં આવી શકું. કુલપતિને મારું મુખ દેખાડવા હું લાયક રહ્યો નથી. પ્રમાદથી સાચે જ, હું કલંકિત બન્યો છું. એ પૂજ્યને મારી વંદના કહેજો. હું જાઉં છું.'
રાજા મંત્રી વગેરે પરિવારની સાથે મહેલ તરફ ચાલ્યો. અગ્નિશર્મા ધીમે ધીમે તપોવન તરફ ચાલ્યો.
૦ ૦ ૦. રાજાએ મહેલના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ કર્યો. તે ઊભો રહી ગયો. “અહીં એ મહાતપસ્વી આવીને એકલો ઊભો હશે. એણે મને શોધ્યો હશે... કેમ એ તાપસભક્ત રાજા દેખાતો નથી? અને આટલા બધા હાથી-ઘોડા અને સૈનિકો કેમ ભેગા થયા છે?..' એ કૃશકાય મહાત્મા કેટલો ઊભો રહી શકે? પાછો ફરી ગયો. અને આજથી ત્રીજા મહિનાના ઉપવાસ શરૂ કરી દીધા.”
રાજપુહિત સોમદેવે આવીને રાજાને પ્રણામ કરી નિવેદન કર્યું : “મહારાજા, યુદ્ધયાત્રાનું બીજું મુહૂર્ત જોઈ લીધું છે. હવે લગ્નસમયને બહુ વાર નથી, પ્રશસ્ત લગ્ન સમયે પ્રયાણ કરવાનું છે.
સોમદેવ..” ગુણસેન ગંભીર સ્વરે કહ્યું : “હું યુદ્ધ માટે પ્રયાણ નહીં કરું. સેના સાથે સેનાપતિ પ્રયાણ કરશે. મહારાજા ગુણસેને રાજમહેલમાં પ્રવેશ કર્યો. સેનાપતિએ શુભ સમયે સેના સાથે પ્રયાણ કરી દીધું.
રાજા ગુણસેન સીધા રાણીવાસમાં વસંતસેના પાસે પહોંચ્યા. રાણીને આશ્ચર્ય થયું. મહારાજાને પાછા આવેલા જોઈને તેણે ઊભા થઈને મહારાજાનું અભિવાદન કર્યું. રાજાએ ભદ્રાસન ઉપર બેસતાં કહ્યું :
દેવી, ઘોર અનર્થ થઈ ગયો. પેલા મહાતપસ્વી અગ્નિશર્મા, મહેલના દ્વારે આવેલા, થોડી ક્ષણો ઊભા રહેલા... કોઈએ તેમને આવકાર્યા નહીં... હાથી... ઘોડાના ભયથી ત્રસ્ત થઈને પાછા ફરી ગયા...”
પાછા ફરી ગયા? ઓહો... બહુ જ ખોટું થયું. એમનું પારણું ના થયું. તેમણે તો આજથી ત્રીજા મહિનાના ઉપવાસ શરૂ કરી દીધા હશે..? હે નાથ, ચાલો આપણે તપોવનમાં જઈને એ મહાત્માને પ્રાર્થના કરીને કહીએ કે “મહાત્મનું, તમારી પ્રતિજ્ઞા સાચી, પરંતુ દરેક પ્રતિજ્ઞાને અપવાદ હોય છે. અપવાદ માર્ગ પણ આપ અમારા ઘેર પધારો.... પારણું કરીને.. અમારા સંતાપને દૂર કર...'
હું તેમને મળી આવ્યો...”
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only