________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તપોવનમાં જઈને આવ્યા?” “ના, નગરના દરવાજામાં જ તેઓ મળી ગયા.' “પછી?” “તપસ્વીજનો પ્રતિજ્ઞાપાલનમાં અતિ દૃઢ હોય છે દેવી, તેમણે પાછા ફરવાની તો સ્પષ્ટ ના પાડી, પરંતુ હવે પછી જ્યારે પારણાનો દિવસ આવશે ત્યારે તેઓ આપણા ઘરે આવીને આહાર ગ્રહણ કરશે.”
રાણી વસંતસેના સગર્ભા હતી. રાજાએ કહ્યું : “દેવી, તમે ચિંતા ના કરો. સંતાપ ના કરો. શું કરું? અચાનક જ સૈનિકોએ આવીને, રાજા માનભંગે આપણી સેનાના કરેલા સંહારના સમાચાર આપ્યા.. તે સાંભળીને હું એ મહાતપસ્વીના પારણાને જ ભૂલી ગયો... પુનઃ પ્રમાદ સેવાઈ ગયો...
નહીંતર વહેલી સવારે ઊઠીને પહેલું કામ એ તપસ્વીના પારણાની પૂર્વતૈયારી કરાવવાનું જ કર્યું હતું ને? પરંતુ જ્યારે અશુભ થવાનું હોય છે ત્યારે કર્મો જીવને ભાન ભુલાવે છે. દેવી, મને અશુભના ભણકારા સંભળાય છે...'
રાજાએ નિસાસો નાંખ્યો. રાણીની આંખોમાં આંખો મેળવીને રાજાએ દુઃખી સ્વરે કહ્યું : “એ મહાત્માએ તો મને ક્ષમા આપી દીધી. ઉદારતા બતાવીને ત્રણ મહિનાના ઉપવાસનું પારણું આપણા ઘરે કરવાની વિનંતી સ્વીકારી. પરંતુ એમને કેટલી દેહપીડા થતી હશે? આવી ઘોર પીડા આપનારા... એવા મારું શું થશે? ખરેખર, અક્ષમ્ય ભૂલ થઈ ગઈ. બીજી વાર ભૂલ થઈ ગઈ.. આપણી સેનાની હત્યાના સમાચારે મને તત્કાલ વિસ્વલ, ચંચળ અને ક્રોધી બનાવી દીધો... હું એ તપસ્વીને ભૂલી ગયો.'
નાથ, જે બનવાનું નિશ્ચિત હોય છે તે જ બને છે. આપ શોક ના કરો. આપણે હવે એક મહિના સુધી રોજ તપોવનમાં જઈશું અને એ માહાતપસ્વી સહિત સર્વે તાપસોની સેવા-ભક્તિ કરીશું. તેથી તેમનો આત્મા પ્રસન્નતા અનુભવશે અને આપણને પણ સંતોષ થશે..”
ઘણી જ સારી વાત કરી દેવી, સંતોની સેવાથી સંતાપ દૂર થાય જ છે. આપણે જઈશું રોજ તપોવનમાં! પરંતુ દેવી, હવે તમારે વધુ પરિશ્રમ ન લેવો જોઈએ. તમારા દિવસો પૂરા થાય છે. કુલમહત્તરા મને કહેતી હતી : “હવે મહારાણીએ મહેલની બહાર નહીં નીકળવું જોઈએ.”
હમણાં પાંચ-સાત દિવસ તો હું સાથે આવીશ. પછી આપ મંત્રીવર્ગની સાથે જજો.'
રાજાએ શરીર પરથી શસ્ત્રો ઉતારીને પરિચારિકાને આપ્યાં. વસ્ત્રપરિવર્તન કરી નાનાદિ નિત્યકર્મોમાં પ્રવૃત્ત થયા.
૦ ૦ ૦.
ભાગ-૧ % ભવ પહેલો
For Private And Personal Use Only