________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
||
9
H
‘મહાત્મન, એ મહાતપસ્વી કોણ છે અને ક્યાં છે?”
“રાજન, એ મહાતપસ્વીનું નામ અગ્નિશર્મા છે, અને જો, પેલા આમ્રવૃક્ષની નીચે બેસીને ઉત્તમ ધ્યાન કરી રહ્યો છે.”
કુલપતિએ દૂરથી અંગુલીનિર્દેશ કરીને આમ્રવૃક્ષ બતાવ્યું. રાજાએ કુલપતિને કહ્યું ; “મહાત્મન, હું એ ઉગ્ર તપસ્વીનાં દર્શન કરી મારા આત્માને નિષ્પાપ બનાવવા ઇચ્છું છું.'
રાજા ત્વરાથી આમ્રવૃક્ષની શ્રેણિ તરફ ચાલ્યા. મંત્રી પણ પાછળ પાછળ ચાલ્યા. બંને તે આમ્રવૃક્ષ નીચે આવ્યા, જ્યાં અગ્નિશર્મા બેઠો હતો.
ધ્યાનસ્થ, છે પદ્માસનસ્થ, ક પ્રશાન્તચિત્તસ્થ,
અગ્નિશમને જોતાં જ રાજા ગુણસેન હર્ષથી રોમાંચિત થઈ ગયા. તેમણે બે હાથ જોડી, મસ્તક નમાવી અગ્નિશર્માને પ્રણામ કર્યા.
અગ્નિશર્માએ આંખો ખોલી રાજાની સામે જોયું. તેના મુખમાંથી શબ્દો સર્યા : રવા+તું તે બેસો.
આમ્રવૃક્ષની છાયામાં, વિશુદ્ધ ભૂમિભાગ પર રાજા ગુણર્સન શાન્તિથી બેઠા. તેમણે વિનયથી અગ્નિશર્માને પૂછ્યું :
ભદંત, આવું તાપસ-વત અને આવી ઘોર તપશ્ચર્યા કરવામાં શું નિમિત્ત બન્યું હતું, તે જ યોગ્ય લાગે તો કહો.'
રાજન, એક નિમિત્ત નથી બન્યું. અનેક નિમિત્તે મળી આવ્યાં હતાં. તેમાં પહેલું નિમિત્ત હતું દરિદ્રતાનું. બીજું નિમિત્ત કદરૂપતા, ત્રીજું નિમિત્ત લોકો તરફથી પરાભવ અને ચોથું નિમિત્ત મા કલ્યાણમિત્ર મહારાજકુમાર ગુણસેન...
રાજા પોતાનું નામ સાંભળીને ચમકી ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ... તેના મુખ પર આશ્ચર્ય અને ખેદની મિશ્ર લાગણીઓ ઊપસી આવી. તેણે અગ્નિશર્માનું નામ કુલપતિ પાસે સાંભળ્યું હતું.. અને અગ્નિશર્મા પાસે બેસીને વાર્તાલાપ કરતો હતો. પરંતુ તે અગ્નિશર્માને ઓળખી શક્યો ન હતો. લાખો વર્ષ વીતી ગયાં હતાં. વિસ્મૃતિની ઊંડી ખીણમાં અગ્નિશર્મા દટાઈ ગયો હતો. એ અગ્નિશમ સ્મૃતિમાં ન હતો. પ્રત્યક્ષ સામે હતો!
૫૬
ભાગ-૧ ( ભવ પહેલો
For Private And Personal Use Only