Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત
શાળાસાર
વિવેચનકાર : આચાર્યશ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sાવા જાય
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી
વિવેચનકાર
આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુનઃ સંપાદન જ્ઞાનતીર્થ - કોબા
છઠ્ઠી આવૃત્તિ
જેઠ વદ-૨, વિ.સં. ૨૦૭૪, ૨૨ મે ૨૦૦૮
મૂલ્ય
પાકું પૂંઠું : રૂ. ૨૨૦૦૦ / કાચું પૂંઠું : રૂ. ૧૧૫.૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર્થિક સૌજન્ય
શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર
પ્રકાધક
શ્રી મહાવીજૈન આશધના કેન્દ્ર આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબા, તા.જિ.ગાંધીનગર ૩૮૨૦૦૦ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૩૨૭૬૨૫૨ ernail : gyamandir@kobatirth.org website : www.kobatirth.org
ચિત્ર સૌજન્ય શ્રી પ્રેમ રાવળ
મુક
શ્રી બીજલ ગ્રાફિક્સ, અમદાવાદ ફોન નં. ૯૩૭૬૧૨૫૭૫૭, ૯૩૨૭૦૧૪૬૧૯
૦૭૯ ૨૨૧૧૨૩૯૨
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूज्य आचार्य भगवंत श्री विजयभद्रगुप्तसूरीश्वरजी श्रावण शुक्ला १२, वि.सं. १९८९ के दिन पुदगाम महेसाणा (गुजरात) में मणीभाई एवं हीराबहन के कुलदीपक के रूप में जन्मे मूलचन्दभाई, जुही की कली की भांति खिलतीखुलती जवानी में १८ बरस की उम्र में वि.सं. २००७, महावद ५ के दिन राणपुर (सौराष्ट्र) में आचार्य श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के करमकमलों द्वारा दीक्षित होकर पू. भुवनभानुसूरीश्वरजी के शिष्य बने. मुनि श्री भद्रगुप्तविजयजी की दीक्षाजीवन के प्रारंभ काल से ही अध्ययन अध्यापन की सुदीर्घ यात्रा प्रारंभ हो चुकी थी.४५ आगमों के सटीक अध्ययनोपरांत दार्शनिक, भारतीय एवं पाश्चात्य तत्वज्ञान, काव्य-साहित्य वगैरह के 'मिलस्टोन' पार करती हुई वह यात्रा सर्जनात्मक क्षितिज की तरफ मुड़ गई. 'महापंथनो यात्री' से २० साल की उम्र में शुरु हुई लेखनयात्रा अंत समय तक अथक एवं अनवरत चली. तरह-तरह का मौलिक साहित्य, तत्वज्ञान, विवेचना, दीर्घ कथाएँ, लघु कथाएँ, काव्यगीत, पत्रों के जरिये स्वच्छ व स्वस्थ मार्गदर्शन परक साहित्य सर्जन द्वारा उनका जीवन सफर दिन-ब-दिन भरापूरा बना रहता था. प्रेमभरा हँसमुख स्वभाव, प्रसन्न व मृदु आंतर-बाह्य व्यक्तित्व एवं बहुजन-हिताय बहुजन-सुखाय प्रवृत्तियाँ उनके जीवन के महत्त्वपूर्ण अंगरूप थी. संघ-शासन विशेष करके युवा पीढ़ी, तरुण पीढ़ी एवं शिशु-संसार के जीवन निर्माण की प्रकिया में उन्हें रूचि थी... और इसी से उन्हें संतुष्टि मिलती थी. प्रवचन, वार्तालाप, संस्कार शिबिर, जाप-ध्यान, अनुष्ठान एवं परमात्म भक्ति के विशिष्ट आयोजनों के माध्यम से उनका सहिष्णु व्यक्तित्व भी उतना ही उन्नत एवं उज्ज्वल बना रहा. पूज्यश्री जानने योग्य व्यक्तित्व व महसूस करने योग्य अस्तित्व से सराबोर थे. कोल्हापुर में ता. ४-५-१९८७ के दिन गुरुदेव ने उन्हें आचार्य पद से विभूषित किया.जीवन के अंत समय में लम्बे अरसे तक वे अनेक व्याधियों का सामना करते हुए और ऐसे में भी सतत साहित्य सर्जन करते हुए दिनांक १९-११-१९९९ को श्यामल, अहमदाबाद में कालधर्म को प्राप्त हुए.
For Private And Personal use only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાશય - પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ (શ્રી પ્રિયદર્શન) દ્વારા લિખિત અને વિશ્વકલ્યાણ પ્રકાશન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જૈન સમાજમાં જ નહીં પરન્તુ જૈનેતર લોકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા સાથે વંચાત લોકપ્રિય સાહિત્ય છે.
પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુનઃપ્રકાશન બંધ કરવાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કઈક કરવું જોઈએ એ આશય સાથે વિશ્વકલ્યાણ પ્રકાશનના ટ્રસ્ટમંડળને આ વાત પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની મૈત્રી ઘનિષ્ઠ હતી. અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત આચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પૂજ્યશ્રીએ આ કાર્ય માટે વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપે આપી. તેઓશ્રીના આશીર્વાદ પામીને કોબાતીર્થના ટ્રસ્ટીઓએ આ કાર્યને આગળ ધપાવવા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો.
વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં લઈ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાતીર્થને પોતાના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુન:પ્રકાશનના બધાજ અધિકારો સહર્ષ સોંપી દીધા.
તે પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંસ્થાના કૃતસરિતા (જૈન બુકસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું.
શ્રીપ્રિયદર્શનના અનુપલબ્ધ સાહિત્યના પુનઃપ્રકાશન કરવાની શૃંખલામાં પ્રસ્તુત શ્રી જ્ઞાનસાર ગ્રંથનું પુનઃપ્રકાશિત કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. - આ તત્ત્વજ્ઞાનસભર કદમાં નાના પણ અર્થથી વિશાળ આ જ્ઞાનસાર પ્રકરણમાં પૂજ્ય ઉપા. શ્રી યશોવિજયજી મહારાજે આઠ-આઠ લોકોમાં એક એવા બત્રીસ વિષયોમાં જૈન ધર્મના હાર્દને ઠાલવી દીધું છે. દોરાથી યુક્ત સોય જેમ નષ્ટ નથી થતી, તેમ આ જ્ઞાનસારના મર્મથી યુક્ત આત્મા ક્યારેય સંસારમાં ડૂબી ન શકે તે વાત આ ગ્રંથના અધ્યયન-મનનથી અધ્યેતાઓ સ્વયં 4 અનુભવી શકશે.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનને સાગરની ઉપમા આપવામાં આવી છે. સાગર જેવા વિશાળ અને IA ગંભીર જ્ઞાનનો પાર પામવો અઘરો છે. પરન્તુ ઉપાધ્યાયજીએ તેનો સાર એટલે જ્ઞાનનો સાર ખૂબજ સંક્ષેપમાં આપીને આપણા ઉપર ઘણો ઉપકાર કર્યો છે. જેઓને આધિ-વ્યાધિને ઉપાધિથી મુક્ત થવાની ને અધ્યાત્મ પામવાની જિજ્ઞાસા છે તેઓને તો આ ગ્રંથ અમૃત સમાન છે. - શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ઋણી છીએ તથા તેઓની હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી તરફથી આવો જ ઉદાર સહયોગ મળતો રહેશે. - આ ગ્રંથના પુનઃ પ્રકાશનના અવસરે સંસ્થાના ટ્રસ્ટીશ્રી કિરીટભાઈના પ્રયાસોથી જ્ઞાનસાર ગ્રંથના દરેક અષ્ટકના મર્મને ઝીલતા પોતાના આગવા સર્જન સમા ચિત્રો એમને જ લખેલ પરિચય સાથે છાપવાની ઓદાર્થપૂર્ણ અનુમતિ આપવા બદલ સહૃદયી ચિત્રસર્જક શ્રી પ્રેમ રાવળનો આભાર માનીએ છીએ. આ આવૃત્તિનું પ્રૂફરિડીંગ કરી આપનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિ તથા ફાઈનલ મૂફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જેન, શ્રી આશિષભાઈ શાહ, શ્રી શૈલેષભાઈ મહેતાનો તથા આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ સંસ્થાના કયૂટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ તથા શ્રી સંજયભાઈ ગુર્જરનો અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ.
આપને અમારી નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કરો. શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડુ યોગદાન આપને લાભદાયક થશે.
અને, નવા ફલેવર તથા સા સાથેનું પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામનાઓ.
પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રીના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્. સુજ્ઞોને ધ્યાન આકૃષ્ટ કરવા વિનંતી. - તા. ૨૨ મે ૨૦૦૮
ટ્રસ્ટીગણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારું મનોમંથન (છઠ્ઠી આવૃત્તિ) સાહિત્ય બે પ્રકારનું છે. મનુષ્યની લાગણીઓને, ઇચ્છાઓને, વાસનાઓને ઉત્તેજનારું અને ઉપશમન કરનાર, લાગણીઓને ઉત્તેજનારું સાહિત્ય વાંચતી વેળા તો મીઠું અને રસભરપૂર લાગે છે, પરંતુ તે પછી મનુષ્ય અશાંતિ અને અજંપાથી ઘેરાઈ જાય છે. ઉત્તેજિત વાસનાઓની પૂર્તિ કરવા મનુષ્ય દુનિયાની અંધિયારી ગલીઓમાં ભટકતો થઈ જાય છે. જ્યારે એ વાસનાઓ, કામનાઓ સંતોષાતી નથી ત્યારે તેને દુઃખની સીમા રહેતી નથી. વાસનાઓ કદાચ ઘડીભર સંતોષાઈ જાય તો પણ અતૃપ્તિની આગ બુઝાતી નથી.
આજનો માનવી ખૂબ વાંચે છે! ખૂબ જુએ છે અને ખૂબ સાંભળે છે... પરંતુ એ વાંચન, દર્શન અને શ્રવણમાં એવો ઓતપ્રોત થઈ ગયો છે કે ચિંતન અને મનનની પગદંડીઓ જ ભૂલી ગયો છે. વાંચન, દર્શન અને શ્રવણ, ત્રણે માનવીના મનને ઉશ્કેરી રહ્યાં છે. ઉશ્કેરાયેલો માનવી દિશાશૂન્ય બની, બાવરો બની દોડી રહ્યો છે... આથડી રહ્યો છે... ને પટકાઈ રહ્યો છે. કેવી કરુણ સ્થિતિ સર્જાઈ છે મનુષ્યની! આવા કરોડો માનવીઓને માનવીય-નર્કમાંથી ઉગારવાનો ઉચ્ચતમ ભાવ કરુણાવંત જ્ઞાની પુરુષોના હૃદયમાં જાગે છે, તેમાંથી એવું સાહિત્ય સર્જાય છે કે જે માનવીની ઉત્તેજિત વાસનાઓને શાંત કરે, ઉત્કટ ઈચ્છાઓનું શમન કરે, જીવનનો સાચો માર્ગ બતાવે.
“જ્ઞાનસાર' આવી એક અસાધારણ રચના છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીની આ ઉત્તમ રચના છે. “જ્ઞાનસારનો એક એક શ્લોક માનવીના બળતા હૃદયને ઠારના શિતળ પાણી છે, ગશીર્ષ ચંદન છે. આ પ્રતિપાદન માત્ર ગ્રંથની પ્રશંસા કરવા માટે નથી કરી રહ્યો પરંતુ મારો પોતાનો એ અનુભવ છે. મેં મારા બળી રહેલા હૃદયને આ “જ્ઞાનસાર થી ઠાર્યું છે, શાંત કર્યું છે, શિતળ બનાવ્યું છે.
સંસારનાં અસંખ્ય પાપોથી મુક્ત જીવન જીવનારા મોક્ષમાર્ગના આરાધકો પણ જ્યારે વ્યવહારમૂઢ બને છે, માત્ર બાહ્ય ધર્મક્રિયાઓમાં રાચે છે, ત્યારે તેમનાં મન આર્તધ્યાનનો આર્તનાદ કરતાં હોય છે. “આટલી આટલી ધર્મક્રિયાઓ કરવા છતાં મનમાં શાંતિ, સમતા કે સમાધિ નથી આવતી, આવે છે તો ટકતી નથી.' આ શિકાયત ગૃહસ્થ વર્ગમાં અને ત્યાગી વર્ગમાં વ્યાપક બનતી જાય છે. પવિત્ર ધર્મક્રિયાઓ કરવા છતાં અશાંતિ ટળતી નથી! સમતા અને સમાધિ મળતાં નથી! એનું કારણ, એનું નિદાન શોધવું જ રહ્યું. માત્ર પાપ કર્મોનો ઉદય' કહીને હવે આ કેન્સર જેવા જીવલેણ રોગને વધવા ન દેવાય. આ રોગને રોકવો જ જોઈએ.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિદાન અને ઉપચાર બંનેના “જ્ઞાનસારમાંથી મળી રહે છે. નિશ્ચયનય અને વ્યવહારનયની સમતુલા જે આ ગ્રંથમાં જોવા મળે છે તે ભાગ્યે જ બીજા કોઈ ગ્રંથમાં જોવા મળે! કેવું વિશદ પ્રતિપાદન કરેલું છે! કેવી મર્મસ્પર્શી વાતો કહી છે! અશાંતિ, ક્લેશ કે સંતાપ, કંઈ જ ન ટકે! ખરેખર, ગ્રંથકાર મહાત્માએ પોતાનું શાસ્ત્રજ્ઞાન અને અનુભવજ્ઞાન નીચોવીને આપી દીધું છે. આ ગ્રંથમાં.
આત્મકલ્યાણ સાધવાની તમન્નાથી માર્ગ શોધતાં મુમુક્ષુસાધકને જ્યારે આચારાંગ કે સૂયગડાંગ સૂત્રનો શુદ્ધ મોક્ષમાર્ગ આકરો અને માત્ર આદર્શરૂપ લાગે છે અને બૃહત્કલ્પસૂત્ર વગેરે છેદ ગ્રંથોનો વ્યવહારમાર્ગ. અત્યારે અષ્ટાપદ તીર્થની જેમ અદશ્ય થયેલો સમજાય છે. ત્યારે તે માનસિક તાણ અનુભવે છે. તે તાણમાંથી સાધકને આ "જ્ઞાનસાર' ઉગારી લે છે. મેં એ તાણ પણ અનુભવી છે અને એમાંથી ઉગરવાનો આનંદ પણ અનુભવ્યો છે. એ પરમ ઉપકાર છે આ 'જ્ઞાનસાર” ગ્રંથનો! એ પરમ ઉપકારી ગુરુદેવ છે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી!
'જ્ઞાનસાર' ઉપર આ વિવેચન મેં લખવા ખાતર નથી લખ્યું પણ લખાઈ ગયું છે. લખતાં લખતાં મેં જે આનંદ.. આંતરઆનંદ અનુભવ્યો છે તે શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી, તે માટે શબ્દો જડતા નથી. એવો આંતરઆનંદ બીજા આત્માઓ પણ અનુભવે તે માટે આ વિવેચન છાપવામાં આવ્યું. સર્વપ્રથમ ચાર ભાગમાં પ્રકાશિત થયું, તે પછી બે ભાગમાં પ્રકાશિત થયું અને પછી એક જ ગ્રંથમાં સંપૂર્ણ વિવેચન પ્રગટ થયું. તેની આ નવી આવૃત્તિ પ્રકાશિત થઈ છે.
કેટલાક આત્માર્થી સાધકોએ ૨૧-૨૨ વાર આ વિવેચનગ્રંથનો સ્વાધ્યાય કર્યો છે અને હજુ પુનઃ પુનઃ કરી રહ્યા છે. એ દ્વારા મનની શાંતિ, ચિત્તની પ્રસન્નતા, આત્માની પવિત્રતા મેળવી રહ્યા છે. આ જાણીને મારું હૃદય તૃપ્તિ અનુભવે છે. સહુ માનવો આ રીતે શાંતિ, પ્રસન્નતા અને પવિત્રતા પ્રાપ્ત કરે એ જ મારી નિરંતર ભાવના છે.
પ્રાંતે, આ વિવેચનગ્રંથમાં જિનવચનવિરુદ્ધ પ્રમાદથી કે ક્ષયોપશમની મંદતાથી કંઈ પણ લખાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડ!
- વિજય ભદ્રગુપ્તસૂરિ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર”
ગ્રન્થના રચયિતા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રીમદ્દ થશોવિજયજી
ભારતીય સંસ્કૃતિ હંમેશાં ધર્મપ્રધાન રહી છે, કારણ કે ધર્મથી જ જીવમાત્રનું કલ્યાણ થઈ શકે છે. ધર્મથી જ જીવનમાં સાચી શાંતિ અને પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે. જીવોની જુદી જુદી ભૂમિકાઓને લક્ષ્યમાં રાખીને જ્ઞાની પુરુષોએ ધર્મનું પાલન કરવાના પણ અનેક પ્રકારો અને માર્ગો બતાવ્યા છે.
જગતના જીવોને એમની ભૂમિકા અનુસાર ધર્મમાર્ગ બતાવવાનું... એ ધર્મમાર્ગે ચાલવાની પ્રેરણા આપવાનું કાર્ય, પવિત્ર જીવન જીવતા સાધુપુરુષ પ્રાચીનકાળથી કરતા આવ્યા છે અને આજે પણ કરી રહ્યા છે. નિષ્પાપ જીવન જીવવું... આત્મસાધનામાં જાગ્રત રહેવું અને સાથે-સાથે કણા અને વાત્સલ્યથી પ્રેરાઈને જગતના કલ્યાણ માટે ધર્મનો ઉપદેશ આપવો, સુંદર ધર્મગ્રન્થોનું નિર્માણ કરવું, એ જ છે સાધુજીવનની મુખ્ય પ્રવૃત્તિ. એ જ છે એમની વિશ્વસેવા.
વિશ્વવત્સલ ભગવાન મહાવીરસ્વામીના ધર્મશાસનમાં છેલ્લા ૨૫૦૦ વર્ષના ઇતિહાસમાં એવા ધર્મપ્રભાવક અનેક મહાનું આચાર્યો અને સાધુપુરુષ થઈ ગયા છેઆજ સુધી થતા રહ્યા છે. પરંતુ એ બધામાં પણ પોતાની અસાધારણ પ્રતિભા, વિશિષ્ટ શાસનપ્રભાવના અને વિપુલ સાહિત્યસર્જન આદિને કારણે આગળ તરી આવતા, શ્રી ભદ્રબાહુસ્વામીજી, શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી હરિભદ્રસૂરિજી અને શ્રીમદ્ હેમચન્દ્રચાર્ય જેવા સમર્થ પુરુષોની પંક્તિમાં જેમનું શુભનામ આદરપૂર્વક લેવામાં આવે છે તે ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ, પ્રસ્તુત ગ્રંથરત્નના-જ્ઞાનસારના રચયિતા છે.
વિક્રમની ૧૭મી શતાબ્દીમાં થઈ ગયેલા પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના જીવન વિશે અનેક દંતકથાઓ અને કિંવદંતીઓ લોકજીભે રમતી રહી છે, પરંતુ ૧૭મી શતાબ્દીમાં જ રચાયેલા એક નાનકડા ગ્રન્થ “સુજશવેલી ભાસ'માં ઉપાધ્યાયજીનું યથાર્થ જીવનવૃત્તાન્ત સંક્ષેપમાં પ્રાપ્ત થાય છે. એતિહાસિક દૃષ્ટિએ સુજશવેલી ભાસ'ને જ પ્રમાણભૂત માની શકાય. અહીં એના આધારે ઉપાધ્યાયજીના જીવનપ્રસંગો સંક્ષેપમાં પ્રસ્તુત કર્યા છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઃ સંક્ષિપ્ત જીવન પરિચય : ઉત્તર ગુજરાતમાં પાટણની પાસે આવેલું “કનોડા ગામ આજે પણ હયાત છે. ત્યાં નારાયણ શ્રેષ્ઠી રહેતા હતા. શેઠના પત્નીનું નામ સૌભાગ્યદેવી, પતિ-પત્ની સદાચારી અને ધર્મનિષ્ઠ હતાં. એમને બે પુત્ર થયા. મોટાનું નામ જશવંત' અને નાનાનું નામ “પદ્મસિહ પાડ્યું.
જશવંતની બુદ્ધિ સૂક્ષ્મ હતી. બાળક હોવા છતાં ખૂબ સમજદાર હતો. નાનપણથી જ એનામાં અનેક ગુણો દેખાઈ આવતા. એ કાળના પ્રખર વિદ્વાન મુનિરાજ શ્રી નયવિજયજી વિહાર કરતા કરતા વિ. સં. ૧૯૮૮માં કનોડા ગામમાં પધાર્યા. કનોડાની જનતા શ્રી નયવિજયની જ્ઞાન-વૈરાગ્યભરી વાણી સાંભળીને મુગ્ધ બની ગઈ, નારાયણ શ્રેષ્ઠી પણ ઉપદેશ સાંભળવા પરિવાર સાથે ગયા. મુનિવરનો ઉપદેશ તો સહુએ સાંભળ્યો, પરંતુ બાળ જશવંતના મન પર મુનિવરની વાણીની જેવી ઘેરી અસર થઈ એવી બીજા કોઈ ઉપર ન થઈ. જશવંતના અંતરમાં પડેલા જન્મજન્માંતરના ત્યાગ-વૈરાગ્યના સંસ્કાર જાગ્રત થઈ ગયા. સંસારનો ત્યાગ કરી સાધુજીવન સ્વીકારવાની ભાવના એણે પોતાનાં માતા-પિતા પાસે વ્યક્ત કરી. શ્રી નયવિજયજીએ પણ જશવંતની બુદ્ધિપ્રતિભા અને સંસ્કારિતા જોઈને નારાયણ શ્રેષ્ઠિ અને સૌભાગ્યદેવીને કહ્યું : 'ભાગ્યશાળી! મહાન સદ્ભાગ્ય છે તમારું કે આવા પુત્રરત્નની તમને પ્રાપ્તિ થઈ છે. બાળક જશવંત ભલે ઉંમરમાં નાનો દેખાતો હોય, પરંતુ એનો આત્મા નાનો નથી, એનો આત્મા મહાન છે. જો તમે પુત્રમોહને દૂર કરી જશવંતને સાધનાના માર્ગે જવાની રજા આપશો તો આ તેજસ્વી બાળક ભવિષ્યમાં ભારતની ભવ્યવિભૂતિ બનશે. હજારો અને લાખ્ખો મનુષ્યોનો ઉદ્ધારક બની શકશે... એમ મારું અંતર કહે છે.”
ગુરુદેવની વાણી સાંભળીને નારાયણ અને સૌભાગ્યદેવીની આંખો ભીની થઈ ગઈ. એ આંસુ હર્ષનાં હતાં. અને શેકનાં પણ, પોતાનો પુત્ર મહાન સાધક બની અનેક જીવોનું કલ્યાણ કરે, ભગવાન મહાવીર સ્વામીના ધર્મશાસનને ઉજ્જવલ કરે, એ કલ્પના એમને હર્ષવિભોર બનાવતી હતી પરંતુ આવી વિનયી, હસમુખો ને બુદ્ધિમાનું પુત્ર ઘર છોડી, માતા-પિતા, સ્નેહી-સ્વજનો સહુને છોડીને ચાલ્યો જાય એ વિચારે એમને ઉદાસ પણ બનાવી દીધાં. એમનું મન દ્વિધામાં પડી ગયું.
શ્રી નવિજયજી તો ત્યાંથી વિહાર કરીને પાટણ પધાર્યા, તેમણે ચાતુર્માસ પાટણમાં કર્યું.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બાજુ કોડામાં જશવંતને ચેન નહોતું. ગુરુદેવની સૌમ્ય અને વાત્સલ્યભરી મૂર્તિ એની નજરમાંથી ખસતી નહોતી. એનું મન ગુરુદેવના સાન્નિધ્યમાં જવા માટે તલસી રહ્યું. ખાવા-પીવામાં કે ૨મત-ગમતમાંથી એનો રસ ઊડી ગયો. એનું હૃદય ઉદાસ બની ગયું. એની આંખો રડી રહી હતી. પોતાના પ્યારા પુત્રની આ ઉત્કટ ધર્મભાવના જોઈને માત-પિતાના હૃદયમાં પણ પરિવર્તન આવ્યું. જશવંતને લઈને તેઓ નવિજયજી પાસે પાટણ પહોંચ્યાં. અને થોડાક સમય બાદ પાટણમાં જશવંતની દીક્ષા થઈ. જશવંતનું નામ પાડ્યું ‘મુનિ યશોવિજયજી.’
નાનાભાઈ પદ્મસિંહે પણ મોટાભાઈનું અનુસરણ કર્યું. એણે પણ સંસારનો ત્યાગ કરી મુનિજીવન સ્વીકાર્યું. અને પદ્મવિજય બન્યા. રામ અને લક્ષ્મણની જેમ યશોવિજયની અને પદ્મવિજયની જોડી શોભી ઊઠી. દીક્ષા લઈને બન્ને ભાઈઓ ગુરુસેવા અને જ્ઞાનાભ્યાસમાં લીન બની ગયા. દિવસ ને રાત એમનો સાધનાનો યજ્ઞ ચાલતો રહ્યો.
વિ. સં. ૧૯૯૯માં તેઓ અમદાવાદ પધાર્યા. ત્યાં ગુરુઆજ્ઞાથી એમણે જાહેરમાં જનતાને અપૂર્વ સ્મરણશક્તિનો પરિચય કરાવતા અવધાનના પ્રયોગો કરી બતાવ્યા. યશોવિજયજીની તેજસ્વી પ્રતિભા જોઈને શ્રેષ્ઠિરત્ન ધનજી સૂરા અત્યંત પ્રભાવિત થયા. ગુરુદેવ શ્રી નયવિજયજી પાસે આવીને તેમણે વિનંતિ કરી : ‘ગુરૂદેવ! શ્રી યશોવિજયજી સુોગ્ય પાત્ર છે, બુદ્ધિમાન અને ગુણવાન છે, બીજા હેમચંદ્રસૂરિ થઈ શકે એવા છે. આપ એમને કાશી મોકલો અને ષડ્દર્શનનો અભ્યાસ કરાવો.’
‘ભાગ્યવંત! તમારી વાત તો સાચી છે. હું પણ ઇચ્છું છું કે યશોવિજયજી વિદ્યાધામ કાશીમાં જઈને વધુ અધ્યયન કરે તો સારું, પણ કાશીના ભટ્ટાચાર્યે પૈસા લીધા વિના ભણાવતા નથી એ તમને ખબર છે?’
‘ગુરુદેવ! આપ એની જરાયે ચિંતા ન કરો, યશોવિજયજીને કાશી મોકલવામાં અને અધ્યયન કરાવવામાં જે કાંઈ પણ ખર્ચ થાય તેનો લાભ કૃપા કરીને મને જ આપો, મારી સંપત્તિ લેખે લાગશે. આવો લાભ મને મળે ક્યાંથી?....' અને એક દિવસ યશોવિજયજીએ કાશી તરફ પ્રયાણ કર્યું. કાશી જઈને તેમણે ષડૂદર્શનના પ્રકાંડ વિદ્વાન ભટ્ટાચાર્ય પાસે અધ્યયન શરૂ કર્યું. એ ભટ્ટાચાર્ય પાસે બીજા ૭૦૦ શિષ્યો વિવિધ શાસ્ત્રોનો અને દર્શનોનો અભ્યાસ કરતા હતા. તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતા શ્રી યશોવિજયજીએ શીઘ્રગતિએ ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, મીમાંસા, વેદાંત અને બૌદ્ધદર્શન આદિનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. ‘ચિંતામણી’ જેવા ન્યાયશાસ્ત્રના મહાનગ્રન્થોનું પણ અગાવહન કર્યું. બીજી બાજુ જૈન દર્શનના
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાંતોનું પરિશીલન પણ ચાલુ જ હતું. સ્યાદ્વાદષ્ટિએ બધા દર્શનોનું તુલનાત્મક અધ્યયન પણ કરતા રહ્યા. કાશીના શ્રેષ્ઠ વિદ્વાનોમાં એમની ગણના થવા લાગી.
એ જમાનો વાદ-વિવાદનો હતો. એક વખત એક વિદ્વાન સંન્યાસીએ મોટા આડંબર સાથે કાશીમાં આવીને વિદ્વાનોને વાદ માટે પડકાર ફેંક્યો. કાશીમાંથી જ્યારે વાદ કરવા બીજા કોઈ તૈયાર ન થયા ત્યારે શ્રી યશોવિજયજીએ એ પડકાર ઝીલી લીધો. વાદ પ્રારંભ થયો અને અંતે યશોવિજયજીએ એ વાદકુશળ સંન્યાસીને પણ હરાવી વિદ્વત્સભાને વિસ્મિત કરી દીધી. કાશીના વિદ્વાનોએ અને જનતાએ મળીને એમની વિજયયાત્રા કાઢી અને ભારે સન્માનપૂર્વક એમને ન્યાય વિશારદ' ની ગૌરવપૂર્ણ ઉપાધિ પ્રદાન કરી. કારોના વિદ્વાનોએ જૈનમુનિનું સન્માન કર્યું હોય એવો આ પહેલો જ પ્રસંગ હતો.
કાશીમાં ત્રણ વર્ષ રહીને પછી તેઓ આગ્રા પધાર્યા. ત્યાં પણ એક સમર્થ વિદ્વાન હતા, તેમની પાસે ૪ વર્ષ રહીને યશોવિજયજીએ વિવિધ શાસ્ત્રોનો અને દર્શનોનો વધુ ઊંડો અભ્યાસ કર્યો. વધુ ને વધુ જ્ઞાન મેળવતા ગયા. આગ્રાથી વિહાર કરીને પછી ગુજરાતમાં પધાર્યા.
એમની ઉજ્જવલ યશગાથા સર્વત્ર પ્રસરવા લાગી. અનેક વિદ્વાનો, પંડિત, જિજ્ઞાસુઓ, વાદીઓ, ભોજકો અને યાચકો એમની પાસે આવવા લાગ્યા. એમનાં દર્શન કરી. એમનો સત્સંગ કરી ધન્યતા અનુભવી રહ્યા. અમદાવાદમાં યશોવિજયજીનું આગમન થયું અને નાગોરી ધર્મશાળા યશોવિજયજીના આગમનથી જાણે એક જીવંત તીર્થધામ સમી બની ગઈ.
ગુજરાતના મોગલ સુબા મોહબતખાને પણ યશોવિજયજીની પ્રશંસા સાંભળી અને એમના દર્શને ગયો. ખાનની પ્રાર્થનાથી યશોવિજયજીએ ૧૮ અદ્દભુત અવધાન પ્રયોગો કરી બતાવ્યા. સુબો ખૂબ જ પ્રસન્ન અને પ્રભાવિત બન્યો. જિનશાસનનો પ્રભાવ ખૂબ જ વિસ્તર્યો.
તે સમયે તપગચ્છાધિપતિ તરીકે આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી હતા. સંઘે પૂજ્ય આચાર્યશ્રીને વિનંતિ કરી કે “જ્ઞાનના સાગર અને મહાન પ્રભાવક એવા શ્રી. યશોવિજયજીને ઉપાધ્યાયપદે સ્થાપિત કરો, એમ સંઘ ઇચ્છે છે.' આચાર્યશ્રી એ પણ એમાં પોતાની સંમતિ આપી. શ્રી યશોવિજયજીએ જ્ઞાન-ધ્યાનની સાથે સાથે વીસ-સ્થાનક તપની પણ આરાધના કરી. સંયમશુદ્ધિ અને આત્મવિકાસને વેગવંતા બનાવ્યા. વિ. સં. ૧૭૧૮માં શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયપદથી અલંકૃત બન્યા.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષોની અખંડ જ્ઞાનસાધના અને જીવનના વિવિધ અનુભવોના પરિપાક રૂપે એક એકથી ચડિયાતા ગ્રંથરત્નોનું સર્જન તેઓ કરતા ગયા. એ ગ્રંથરત્નોનો પ્રકાશ અનેક જિજ્ઞાસુઓના અંતરને અજવાળવા લાગ્યો. અનેક મુમુક્ષુઓને સ્પષ્ટ માર્ગદર્શન કરાવતો રહ્યો. અખંડ જ્ઞાનોપાસના અને વિપુલ સાહિત્યસર્જનને કારણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી લોકોમાં “લઘુ હરિભદ્ર' તરીકે પ્રસિદ્ધ બન્યા, જીવનના અંત સુધી એમનું એ લોકકલ્યાણનું અને સાહિત્યસર્જનનું કાર્ય ચાલતું જ રહ્યું. લગભગ અઢી દાયકા સુધી ઉપાધ્યાયપદે રહીને તેઓએ જિનશાસનને શોભાવ્યું.
વિ. સં. ૧૭૪૩નું ચાતુર્માસ તેઓએ ડભોઈ (ગુજરાત) માં કર્યું અને ત્યાં તે અનશન કરીને સમાધિમૃત્યુને વર્યા. આજે પણ ડભોઈમાં શ્રીમદ્ યશોવિજયની સ્વર્ગવાસભૂમિ પર સૂપ (સમાધિમંદિર) વિદ્યમાન છે અને કહેવાય છે કે એમનો સ્વર્ગવાસ દિવસ આવે ત્યારે ઘણી વાર ત્યાં વાતાવરણમાંથી અદશ્ય રીતે ન્યાયનો ધ્વનિ પ્રગટ થતો સાંભળવામાં આવતો હતો.
આ તો થયું શ્રીમદ્ યશોવિજયજીના જીવનનું વિહંગાવલોકન. હવે એમના વિપુલ સાહિત્ય વિશે પણ થોડું જાણી લઈએ.
સાહિત્ય પરિચય શ્રીમદ્દ યશોવિજયજીએ સાહિત્યસર્જન ચાર ભાષામાં કર્યું છે : ૧. સંસ્કૃત, ૨. પ્રાકૃત, ૩. ગુજરાતી અને ૪. રાજસ્થાની. વિષયની દૃષ્ટિએ જોઈએ તો કાવ્ય, કથા, ચરિત્ર, આચાર, તત્ત્વજ્ઞાન, ન્યાયતક, દર્શનશાસ્ત્ર, યોગ, અધ્યાત્મ, વૈરાગ્ય વગેરે અનેક વિષયો ઉપર સફળતાપૂર્વક તેમની લેખિની ચાલી છે. એમણે જેમ વિદ્વાનોને પણ વિચાર કરતા કરી મૂકે એવા ગહન અને ગંભીર ગ્રંથો લખ્યા છે, તેમ સહુ કોઈ સરળતાથી સમજી શકે એવું લોકભોગ્ય સાહિત્ય પણ સર્યું છે. એમણે ગદ્યમાં પણ લખ્યું છે અને પદ્યમાં પણ લખ્યું છે. જેમ એમણે અનેક મૌલિક ગ્રંથો સર્યા છે, તેમ પ્રાચીન આચાયોના મહત્ત્વપૂર્ણ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ગ્રંથો ઉપર વિવેચનો અને ટીકાઓ પણ લખી છે.
તેઓ જૈનશાસ્ત્રોના પારંગત તો હતા જ, પરંતુ અન્ય ધર્મો અને દર્શનોના પણ ઊંડા અભ્યાસી હોવાથી એમના સાહિત્યમાં એમની એ વ્યાપક વિદ્વત્તા અને સમન્વયાત્મક ઉદાર દૃષ્ટિના સુભગ દર્શન થાય છે. તેઓ પ્રખર તાર્કિક હોવાથી સ્વસંપ્રદાય કે પરસંપ્રદાયમાં જ્યાં જ્યાં પણ એમને તર્કહીનતા કે સિદ્ધાંતોનો
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસંવાદ દેખાયો ત્યાં તેની નિર્ભયપણે સ્પષ્ટ સમાલોચના કરતા પણ તેઓ અચકાયા નથી. એમના એવા ગ્રંથોમાં અધ્યાત્મમતપરીક્ષા, દૈવધર્મપરીક્ષા, દિક્પટ ૮૪ બોલ, પ્રતિમાશતક, મહાવીર જિનસ્તવન વગેરે મુખ્ય છે.
એમણે લખેલા જૈનતર્કભાષા, સ્યાદ્વાદકલ્પલતા, જ્ઞાનબિંદુ, નયપ્રદીપ, નયરહસ્ય, નયામૃત તરંગિણી, નયોપદેશ, ન્યાયાલોક, ખંડનખંડ ખાદ્ય, અષ્ટસહસ્ત્રી વગેરે અનેક દાર્શનિક ગ્રંથો એમની વિલક્ષણ પ્રતિભાનો સુંદર પરિચય કરાવે છે. નવ્યન્યાયની તર્કપ્રચુર શૈલીમાં જૈનતત્ત્વજ્ઞાનને રજૂ કરવાનું ભગીરથ કાર્ય સર્વ પ્રથમ એમણે જ એકલે હાથે સફળતાપૂર્વક પાર પાડ્યું છે.
ગુજરાતી ભાષામાં એમણે રચેલા સવાસો, દોઢસો અને સાડી ત્રણસો ગાથાનાં સ્તવનો, યોગની આઠ દૃષ્ટિની સજ્ઝાયો અને દ્રવ્યગુણ પર્યાયનો રાસ જેવા ગંભીર ગ્રંથો પણ વારંવાર મનન કરવા જેવા છે.
અને એમની સમગ્ર સાહિત્યસાધનાના શિખરે સુવર્ણકળશ સમા શોભે છે યોગ અને અધ્યાત્મને લગતા એમના અનુભવપૂર્ણ શ્રેષ્ઠ ગ્રંથો જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્, પાતંજલયોગસૂત્રવૃત્તિ, યોગવિશિકાવૃત્તિ અને દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકામાંની યોગને લગતી પાંચ દ્વાત્રિંશિકાઓ વગેરે. ઉપાધ્યાયજીની નિર્મલ પ્રજ્ઞા અને આંતરવૈભવનો આહ્લાદક પરિચય પામવા એમના આ ગ્રંથરત્નોનું અવગાહન જિજ્ઞાસુઓએ શાંતચિત્તે અવશ્ય કરવા જેવું છે.
ઉપાધ્યાયજીના પ્રગટ-અપ્રગટ ગ્રંથોની યાદી તો ઘણી મોટી છે. એમના જીવનકવન વિષે વધુ જાણવા ઈચ્છનારાઓએ; શ્રી યશોવિજયજી સ્મૃતિગ્રંથ તથા 'યશોદોહન' વગેરે ગ્રંથો જોઈ લેવા જોઈએ.
આવા મહાન જ્ઞાની, ઉચ્ચ કોટીના આત્મસાધક, સંતપુરુષ અને સર્વાંગીણ પ્રતિભાશાળી ઉપા. શ્રી યશોવિજયજી મહારાજને એમના સમકાલીન વિદ્વાનોએ 'કલિકાલકેવલી' તરીકે પ્રશંસ્યા છે. આપણે પણ એ મહાન શ્રુતધર મહર્ષિને ભાવપૂર્ણ હૈયે વંદના કરી, એમણે વહાવેલી પવિત્ર જ્ઞાનગંગામાં સ્નાન કરી, નિર્મળ બનીએ... પવિત્ર બનીએ, અને જીવન સફળ કરીએ.
- ભદ્રગુપ્તસૂરિ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
धर्म व श्रुत-आराधना का आहलादक धाम
श्री महावीर जैन आराधना केन्द्र, कोबा तीर्थ अहमदाबाद-गांधीनगर राजमार्ग पर स्थित साबरमती नदी के समीप सुरम्य वृक्षों की छटाओं से घिरा हुआ यह कोबा तीर्थ प्राकृतिक शान्तिपूर्ण वातावरण का अनुभव कराता है. गच्छाधिपति, महान जैनाचार्य श्रीमत् कैलाससागरसूरीश्वरजी म. सा. की दिव्य कृपा व युगद्रष्टा राष्ट्रसंत आचार्य प्रवर श्रीमत् पद्मसागरसूरीश्वरजी के शुभाशीर्वाद से श्री महावीर जैन आराधना केन्द्र की स्थापना २६ दिसम्बर १९८० के दिन की गई थी. आचार्यश्री की यह इच्छा थी कि यहाँ पर धर्म, आराधना और ज्ञान-साधना की कोई एकाध प्रवृत्ति ही नहीं वरन् अनेकविध ज्ञान और धर्म-प्रवृत्तियों का महासंगम हो. एतदर्थ आचार्य श्री कैलाससागरसूरीश्वरजी की महान भावनारूप आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर का खास तौर पर निर्माण किया गया. __श्री महावीर जैन आराधना केन्द्र अनेकविध प्रवृत्तियों में अपनी निम्नलिखित शाखाओं के सत्प्रयासों के साथ धर्मशासन की सेवा में तत्पर है.
(१) महावीरालय : हृदय में अलौकिक धर्मोल्लास जगाने वाला चरम तीर्थंकर श्री महावीरस्वामी का शिल्पकला युक्त भव्य प्रासाद 'महावीरालय' दर्शनीय है. प्रथम तल पर गर्भगृह में मूलनायक महावीरस्वामी आदि १३ प्रतिमाओं के दर्शन अलग-अलग देरियों में होते हैं तथा भूमि तल पर आदीश्वर भगवान की भव्य प्रतिमा, माणिभद्रवीर तथा भगवती पद्मावती सहित पांच प्रतिमाओं के दर्शन होते हैं. सभी प्रतिमाएँ इतनी मोहक एवं चुम्बकीय आकर्षण रखती हैं कि लगता है सामने ही बैठे रहें.
मंदिर को परंपरागत शैली में शिल्पांकनों द्वारा रोचक पद्धति से अलंकृत किया गया है, जिससे सीढियों से लेकर शिखर के गुंबज तक तथा रंगमंडप से गर्भगृह का हर प्रदेश जैन शिल्प कला को आधुनिक युग में पुनः जागृत करता दृष्टिगोचर होता है. द्वारों पर उत्कीर्ण भगवान महावीर देव के प्रसंग २४ यक्ष, २४ यक्षिणियों, १६ महाविद्याओं, विविध स्वरूपों में अप्सरा, देव, किन्नर, पशु-पक्षी सहित वेलवल्लरी आदि इस मंदिर को जैन शिल्प एवं स्थापत्य के क्षेत्र में एक अप्रतिम उदाहरण के रूप में सफलतापूर्वक प्रस्तुत करते हैं. ___ महावीरालय की विशिष्टता यह है कि आचार्य श्री कैलाससागरसूरीश्वरजी म.सा. के अन्तिम संस्कार के समय प्रतिवर्ष २२ मई को दुपहर २ बजकर ७ मिनट पर महावीरालय के शिखर में से होकर सूर्य किरणें श्री महावीरस्वामी के
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ललाट को सूर्यतिलक से देदीप्यमान करे ऐसी अनुपम एवं अद्वितीय व्यवस्था की गई है. प्रति वर्ष इस आह्लादक घटना का दर्शन बड़ी संख्या में जनर्मदनी भावविभोर होकर करती है.
(२) आचार्य श्री कैलाससागरसूरि स्मृति मंदिर (गुरु मंदिर) : पूज्य गच्छाधिपति आचार्यदेव प्रशान्तमूर्ति श्रीमत् कैलाससागरसूरीश्वरजी म. के पुण्य देह के अन्तिम संस्कार स्थल पर पूज्यश्री की पुण्य-स्मृति में संगमरमर का कलात्मक गुरु मंदिर निर्मित किया गया है. स्फटिक रत्न से निर्मित अनन्तलब्धिनिधान श्री गौतमस्वामीजी की मनोहर मूर्ति तथा स्फटिक से ही निर्मित गुरु चरण-पादुका वास्तव में दर्शनीय
(३) आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमन्दिर (ज्ञानतीर्थ) : विश्व में जैनधर्म एवं भारतीय संस्कृति के विशालतम अद्यतन साधनों से सुसज्ज शोध संस्थान के रूप में अपना स्थान बना चुका यह ज्ञानतीर्थ श्री महावीर जैन आराधना केन्द्र की आत्मा है. ज्ञानतीर्थ स्वयं अपने आप में एक लब्धप्रतिष्ठ संस्था है. आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर के अन्तर्गत निम्नलिखित विभाग कार्यरत हैं : (१) देवर्द्धिगणि क्षमाश्रमण हस्तप्रत भांडागार (२) आर्य सुधर्मास्वामी श्रुतागार (मुद्रित पुस्तकों का ग्रंथालय) (३) आर्यरक्षितसूरि शोधसागर - कम्प्यूटर केन्द्र सहित (४) सम्राट सम्प्रति संग्रहालय : इस कलादीर्घा-म्यूजीयम में पुरातत्त्व-अध्येताओं और जिज्ञासु दर्शकों के लिए प्राचीन भारतीय शिल्प कला परम्परा के गौरवमय दर्शन इस स्थल पर होते हैं. पाषाण व धातु मूर्तियों, ताड़पत्र व कागज पर चित्रित पाण्डुलिपियों, लघुचित्र, पट्ट, विज्ञप्तिपत्र, काष्ठ तथा हस्तिदंत से बनी प्राचीन एवं अर्वाचीन अद्वितीय कलाकृतियों तथा अन्यान्य पुरावस्तुओं को बहुत ही आकर्षक एवं प्रभावोत्पादक ढंग से धार्मिक व सांस्कृतिक गौरव के अनुरूप प्रदर्शित की गई है. (५) शहर शाखा : पूज्य साधु-साध्वीजी भगवंत एवं श्रावकश्राविकाओं को स्वाध्याय, चिंतन और मनन हेतु जैनधर्म कि पुस्तकें नजदिक में ही उपलब्ध हो सके इसलिए बहुसंख्य जैन बस्तीवाले अहमदाबाद (पालडी-टोलकनगर) विस्तार में आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर की एक शहर शाखा का ई. सं. १९९९ में प्रारंभ किया गया था. जो आज चतुर्विध संघ के श्रुतज्ञान के अध्ययन हेतु निरंतर अपनी सेवाएं दे रही है.
(४) आराधना भवन : आराधक यहाँ धर्माराधना कर सकें इसके लिए आराधना भवन का निर्माण किया गया है. प्राकृतिक हवा एवं रोशनी से भरपूर इस आराधना भवन में मुनि भगवंत स्थिरता कर अपनी संयम आराधना के साथ-साथ विशिष्ट ज्ञानाभ्यास, ध्यान, स्वाध्याय आदि का योग प्राप्त करते हैं.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(५) अल्पाहार गृह : तीर्थ में पधारनेवाले श्रावकों, दर्शनार्थियों, मुमुक्षुओं, विद्वानों एवं यात्रियों की सुविधा हेतु जैन सिद्धान्तों के अनुरूप सात्त्विक उपहार उपलब्ध कराने की अल्पाहार गृह में सुन्दर व्यवस्था है.
(६) श्रुत सरिता : इस बुक स्टाल में उचित मूल्य पर उत्कृष्ट जैन साहित्य, आराधना सामग्री, धार्मिक उपकरण, कैसेट्स एवं सी.डी. आदि उपलब्ध किये जाते हैं. यहीं पर एस.टी.डी टेलीफोन बूथ भी है.
(७) नयी धर्मशाला व भोजनशाला : इस तीर्थ में आनेवाले यात्रियों एवं महेमानों को ठहरने के लिए आधुनिक सुविधा संपन्न यात्रिकभवन एवं अतिथिभवन का निर्माण किया गया है. धर्मशाला में वातानुकुलित एवं सामान्य मिलकर ४६ कमरे उपलब्ध है. सामूहिक संघ एवं यात्रियों के भोजन सुविधा हेतु सुविशाल व सुंदर भोजनशाला बनायी गई है. प्रकृति की गोद में शांत और सुरम्य वातावरण में इस तीर्थ का वर्ष भर में हजारों यात्री लाभ लेते हैं.
(८) विश्वमैत्री धाम - बोरीजतीर्थ, गांधीनगर : योगनिष्ठ आचार्य श्रीमद बुद्धिसागरसूरिजी महाराज की साधनास्थली बोरीजतीर्थ का पुनरुद्धार परम पूज्य आचार्यदेव श्री पद्मसागरसूरीश्वरजी म.सा. की प्रेरणा एवं शुभाशीर्वाद से श्री महावीर जैन आराधना केन्द्र संलग्न विश्वमैत्री धाम के तत्त्वावधान में नवनिर्मित १०८ फीट उँचे विशालतम महालय में ८१.२५ ईंच के पद्मासनस्थ श्री वर्द्धमान स्वामी प्रभु प्रतिष्ठित किये गये हैं. ज्ञातव्य हो कि वर्तमान मन्दिर में इसी स्थान पर जमीन में से निकली भगवान महावीरस्वामी आदि प्रतिमाओं की प्रतिष्ठा योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरजी महाराज द्वारा हुई थी. नवीन मन्दिर स्थापत्य एवं शिल्प दोनों ही दृष्टि से दर्शनीय है. यहाँ पर महिमापुर (पश्चिमबंगाल) में जगत्शेठ श्री माणिकचंदजी द्वारा १८वी सदी में कसौटी पथ्थर से निर्मित भव्य और ऐतिहासिक जिनालय का पुनरुद्धार किया गया है. वर्तमान में इसे जैनसंघ की ऐतिहासिक धरोहर माना जाता है. निस्संदेह इससे इस तीर्थ परिसर में पूर्व व पश्चिम भारत के जैनशिल्प का अभूतपूर्व संगम हुआ है.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
W
૧૬.
૧.
= *
2
વિષયાનુક્રમ વિષયાનુક્રમ મારું મનોમંથન શ્રીમદ્ યશોવિજયજી જ્ઞાનસાર અષ્ટક અષ્ટક : ક્રમ વિષય
પૂર્ણતા મગ્નતા ..
સ્થિરતા , ૪. અમોહ .....
જ્ઞાન............
શમ ........ ૭. ઈન્દ્રિયજય .... ૮. ત્યાગ.......
ક્રિયા ............. .. તૃપ્તિ ................... નિર્લેપતા................... નિઃસ્પૃહતા મૌન ..............
-
.............. ........... ...................
....... ...... ................
છે
જ
દ
..........
.........
થ
..................
૦
.........
૧
.
૧૧.
૦
szönvs getostneve.
..............
...............
–
૧૩.
૧૩)
૧૪.
વિદ્યા .....
....
૧૪૩
.............
.. ૧૫૭
A
૧૫. વિવેક ..... ૧૬. મધ્યસ્થતા ... ૧૭. નિર્ભયતા ..
અનાત્મશંસા તત્ત્વદૃષ્ટિ સર્વસમૃદ્ધિ ...............
૧૮.
૧૮૫ ૧૯૮ ૧૮)
૨ ૨.
,
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૧.
૨૨.
૨૩.
૨૪.
૨૫.
૨૬.
૨૭.
૨૮.
૨૯.
૩૦.
૩૧.
૩ર.
કર્મવિપાક-ચિંતન ..
ભોદ્વેગ
લોકસંજ્ઞાત્યાગ
શાસ્ત્ર
પરિગ્રહત્યાગ
અનુભવ
યોગ .
નિયાગ (યજ્ઞ)
ભાવપૂજા
ધ્યાન
તપ
********
www.kobatirth.org
સર્વનયાશ્રય
વિષયક્રમનિર્દેશ
ઉપસંહાર
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭
૨૫૧
૨૬૪
૨૮૦
૨૯૫
૩૧૧
૩૨૬
૩૪૧
૩૫૧
૩૬૪
૩૭૫
૩૮૮
૩૯૫
૪૦૨
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમર્પણ
શભાણજીuળના શૌશવકાળમાં જે પરમ ઘાસચિિધ
પરમ ગુરુદેવશ્રીના મુખે “જ્ઞાનસાર'ની સુત્રધાચના મળી હતી, તે પરમોપકારી સિક્કા સહોદધિ સા. આચાર્ય.
moin શ્રીમદ્ વિજય # સુરીશ્વરજી મહારાજાના પર પાબ આભાને... ભકિાજય હૈયે
}} } સગપણ કરું
- ભદ્રગુપ્તસૂરિ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૪ ૪૧૬
•••••••..........
૪૧૭ ૪૧૯
૪૩
૪૩૯
........
જ્ઞાનમાર-પરિશિષ્ટ ૧. કૃષણપક્ષ-શુક્લપક્ષ... ૨. તેજલેશ્યા ..........
... .... ૩. પાંચ આચાર .....................
.............. ૪, ગ્રંથિભેદ ................ .... ............................ ૫. અધ્યાત્માદિ પાંચયોગ ................. ....................... ૪૨૦ ૭. સમાધિ ............................ ................... ૪૨૫ ૭. ધર્મસંન્યાસ-યોગસંન્યાસ ..........
૪૨૬ ૮, આયોજિકાકરણ, સમુદ્રઘાત, યોગનિરોધ .................... ..... ૪૨૭ ૯. ચૌદ ગુણસ્થાનક ..
..... ૪૩૦ ૧૦. ચતુર્વિધ સદનુષ્ઠાન .............. ૧૧. શપરિજ્ઞા-પ્રત્યાખ્યાનપરિજ્ઞા. .......... ૧૨. પંચાસ્તિકાય.................
૪૪૦ ૧૩. કર્મસ્વરૂપ .............
૪૪૫ ૧૪. જિનકલ્પ-સ્થવિરકલ્પ...........
૪૪૭ ૧૫. પાંચશરીર ..
........... ૪૫૩ ૧૬. ઉપશમશ્રેણી ..
.................. ૪૫૫ ૧૩, ચૌદ પૂર્વ ......
४५० ૧૮. કારણવાદ.....
૪૬૧ ૧૯. પુદ્ગલપરાવર્તકાળ.....
....... ૪૬૩ ૨૦. ઉપસર્ગ-પરિસહ ..
૪૬૬ ૨૧. યતિધર્મ ..
.... ૪૬૮ ૨૨. સામાચારી
૪૬૯ ૨૩. ચૌદ રાજલોક ૨૪. ચાર અનુયોગ ...........
...... ૪૭૩ ૨૫. ચાર નિક્ષેપ..
......... .... ૪૭૪ ૨૬, ૪પ આગમ....
૪૭૭ ૨૭. ગોચરીના ૪૨ દોષ .....
...........
•... ૪૭૮ ૨૮. બ્રહ્મ અધ્યયન ..
.............
૪૮૧ ૨૯. ધ્યાન .......
૪૮૨ ૩૦. વીસસ્થાનક તપ ...................
.............. ૩૧. ન વિચાર, .................
............
...........
૪૭૧
.........
૪૯ ૨
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લા
www.kobatirth.org
For Private And Personal Use Only
લક્ષ વિનાની પ્રવૃત્તિનું કોઈ મૂલ્ય નહીં, કોઈ ફળ નહીં. એટલે પહેલા જ અષ્ટકમાં લક્ષ બતાવ્યું પૂર્ણતાનું; આત્મગુણોની પૂર્ણતાનું,
આ લક્ષ જે જીવનું બંધાય, "મારે આત્મગુણોની પૂર્ણતા મેળવવી જ છે.' આવો સંકલ્પ થાય, તો જ જીવ જ્ઞાનમાં મગ્ન બની શકે.
Shri Mahavir Jain Aradhana Kendra
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
qelal
=
ક
જીવ અપૂર્ણ છે, શિવ પૂર્ણ છે. અપૂર્ણતાના ઘોર અંધકારમાંથી પૂર્ણતાના ઉજ્વલ પ્રકાશ તરફ જ ઈએ. સમગ્ર ધર્મપુરુષાર્થનું ધ્યેય પૂર્ણતાની પ્રાપ્તિ છે. આત્માની એવી પૂર્ણતા મેળવીએ કે પછી ક્યારેય અપૂર્ણ બનવાનું ન રહે! મોહ અને અજ્ઞાનના ઓથાર નીચે અનંત અનંત જન્મોથી ભીંસાતી રહેલી ચેતનાને પૂર્ણતાની આ પગદંડી તીવ્રતાપૂર્વક આકર્ષે છે.
સંપૂર્ણ પૂર્ણતાત્તિ'
“અપૂર્ણ પૂર્ણતા પામે કેવી ગહન... ગંભીર છતાંય મધુર વાત કરી છે ગ્રન્થકાર મહાત્માએ! આત્માની પૂર્ણતા મેળવવા કર્મોથી અપૂર્ણ-ખાલી થઈ જઈએ.
-
--
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર ऐन्द्रश्रीसुखमग्नेन लीलालग्नमिवाखिलम् ।
सच्चिदानन्दपूर्णेन पूर्ण जगदवेक्ष्यते ।।१।। અર્થ : ઇન્ડસંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન થયેલા પુરુષ વડે જેમ સર્વ જગત સુખમાં મગ્ન થયેલું દેખાય છે, તેમ સત્-ચિતુ-આનંદથી પૂર્ણ યોગી વડે જ્ઞાન-દર્શનચારિત્રથી પૂર્ણ જગત દેખાય છે.
વિવેચન : સુખી જીવ જેમ બધાને સુખી જાણે છે તેમ પૂર્ણ આત્મા સહુને પૂર્ણ જાણે છે. સંત-તિ-આનં૦ થી પરિપૂર્ણ આત્મા વિશ્વના તમામ જીવોમાં પણ સ-ચિ-ગાનંદ્ર ની પૂર્ણતાનું દર્શન કરે છે.
આ સત્ય હકીકત પૂર્ણ સુખની પરિશોધ કરવા માટે પુરુષાર્થ કરતા આત્માને બે મહત્ત્વની વાતો સમજાવે છે : આ સમગ્ર ચેતનસુષ્ટિમાં સ-વિત-માનઃ ની પૂર્ણતાનું દર્શન કરવા દ્રષ્ટાએ
સ–વિ–આનં૮ ની પૂર્ણતા પ્રાપ્ત કરવી જોઈએ. આ સમગ્ર ચેતન સૃષ્ટિમાં જો રાગ-દ્વેષમય દર્શનનો અંત લાવવો હોય તો ચેતનસૃષ્ટિમાં પૂર્ણતાનું દર્શન કરવાનો પુરુષાર્થ આરંભવો જોઈએ.
જ્યાં સુધી જીવાત્મા અપૂર્ણ છે ત્યાં સુધી સકલ વિશ્વની ચેતન સૃષ્ટિમાં તે પૂર્ણતાનું દર્શન નહિ કરી શકે; પરંતુ એ દિશામાં પુરુષાર્થ જરૂર કરી શકે. અર્થાત્ પૂર્ણતાના અંશનું દર્શન તો જરૂર કરી શકે. પૂર્ણતાના અંશનું દર્શન એટલે ગુણનું દર્શન. દરેક જીવમાં કોઈને કોઈ ગુણનું દર્શન કરવું જોઈએ. દરેક જીવમાં અનંત અનંત ગુણો રહેલા છે. આપણી ગુણદૃષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ બનતી જશે તેમ તેમ તે ગુણો આપણને દેખાવા માંડશે. ગુણદૃષ્ટિ વિના ગુણ જોઈ શકાતા નથી. સ્વર્ગના ઐશ્વર્યમાં મસ્ત બનેલો દેવેન્દ્ર જેમ સકલ વિશ્વને સુખમાં ગરકાવ થયેલું સમજે છે, તેમ ગુણદષ્ટિવાળો આત્મા સકલ વિશ્વને ગુણમય સમજે છે.
જેમ જેમ ગુણદૃષ્ટિ વિકસે છે તેમ તેમ રાગદૃષ્ટિ અને દ્રષદૃષ્ટિ સંકોચાતી જાય છે, તેથી રાગટ્રષ્ટિ અને દ્વેષરષ્ટિમાંથી જાગતી અશાંતિ...ક્લેશ.. સંતાપો વિરામ પામતા જાય છે. એના સ્થાને ગુણદષ્ટિમાંથી શાંતિ-સ્વસ્થતા અને પ્રસન્નતાનો આવિર્ભાવ થાય છે.
पूर्णता या परोपाधेः सा याचितकमण्डनम् ।
या तु स्वाभाविकी सैव जात्यरत्नविभानिभा ।।२।। અર્થ: પરવસ્તુના નિમિત્તથી જે પૂર્ણતા છે તે માગી લાવેલાં ઘરેણાં સમાન છે;
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણતા સ્વાભાવિક પૂર્ણતા ઉત્તમ રત્નની કાન્તિ સમાન છે.
વિવેચન : તમારે ઘરે વિવાહનો પ્રસંગે ઉપસ્થિત થયો. તમારી પાસે આભૂષણ-અલંકારો નથી; તમે તમારા સ્નેહ-સંબંધી પાસેથી અલંકારો લઈ આવ્યા. અલંકારો તમારા ઘરમાં આવ્યા... તમે તેની શરીર પર સજાવટ પણ કરી.
કહો તો વારુ, તમારી આ શોભા કેવી છે? શું તમે એ શોભા પર રાજી થવાના? તમારું હૃદય તેમાં આનંદ માનવાનું? તમારા હૃદયમાં “આ અલંકારો તો અલ્પકાળ માટે છે, જ્યાં વિવાહનું કાર્ય પત્યું કે પાછા આપવાના છે...' આ વિચાર રહેલો હોય છે, તેથી ભાડૂતી માગી લાવેલા અલંકારો પર “હું શ્રીમંતા” એવી ખુશી થતી નથી.
એવી રીતે કર્મના ઉદયથી મળેલ ધન-ધાન્ય-૧ કીર્તિ-રૂપ-કલા-શાતા વગેરે ઋદ્ધિ-સમૃદ્ધિ પણ એવી છે! આ બધું અલ્પકાળ માટે છે. પુણ્યકર્મ પાસેથી માગી લાવેલું છે. પુણ્યકર્મ આ બધું પાછું લઈ લે એ પહેલાં જો સામે પગલે ચાલીને પાછું આપી દીધું તો તો ઇજ્જત રહે છે, પરંતુ જો સામે પગલે ચાલીને એનો ત્યાગ ન કર્યો તો તમને કોઈ શરમ નથી. એ ગમે ત્યાં અને ગમે તે કાળે છીનવી લેશે! એ એવો વિચાર નહિ કરે કે “આ કાળે ધનધાન્યાદિની જીવને જરૂર છે માટે ન લેવું. આ સ્થાને ન લેવું..” એ તો એની મુદત પૂરી થઈ કે પાછું લઈ જ લે છે. પછી તમે રુદન કરી કે કકળાટ કરો! માટે કર્મના ઉદયથી મળેલ ત્રદ્ધિ-સમૃદ્ધિમાં પૂર્ણતા ન માનો. એમાં આસક્તિ ન કરો.
આત્માની જે પોતાની સમૃદ્ધિ છે તે સાચી પૂર્ણતા છે. તે સ્વાભાવિક છે. તેને કોઈ પાછી માગનાર નથી! સાચા રત્નનો પ્રકાશ રત્નને છોડી જતો નથી.. એ પ્રકાશને કોઈ લઈ જઈ શકતું નથી.
જ્ઞાન-દર્શન-ચારિત્ર-ક્ષમા-નમ્રતા-સરળતા-નિલભતા... વગેરે ગુણો આત્માની સ્વાભાવિક સંપત્તિ છે. તેને પ્રાપ્ત કરવાનો અને પ્રાપ્ત કરેલી સંપત્તિનું જતન કરવાનો પુરુષાર્થ કરવાનો છે.
अवास्तवी विकल्पैःस्यात् पूर्णताब्धेरिवोर्मिभिः । पूर्णानन्दस्तु भगवान् स्तिमितोदधिसन्निभः ।।३।। અર્થ : તરંગો વડે સમુદ્રની પૂર્ણતા જેવી વિકલ્પો વડે (આત્માની) અવાસ્તવિક પૂર્ણતા હોય છે, જ્યારે પૂર્ણાનન્દસ્વરૂપ ભગવાન શિર-નિશ્ચળ સમુદ્ર જેવા હોય છે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર વિવેચન : તરંગો વડે જેવી સમુદ્રની પૂર્ણતા, વિકલ્પો વડે તેવી આત્માની પૂર્ણતા! બંનેની પૂર્ણતા અવાસ્તવિક! બંનેની પૂર્ણતા ક્ષણજીવી! બન્નેની પૂર્ણતા અપૂર્ણતામાં પરિણમનારી.
હું ધનવાન! હું કુલવાન! હું રૂપવાન! હું બલવાન! હું પ્રતિષ્ઠાવાના આ રીતે ધનથી, કળથી, રૂપથી, બળથી કે પ્રતિષ્ઠાથી પૂર્ણતા માનનાર જીવ બિચારો ભ્રમણામાં અટવાય છે. એને ક્યાં ભાન છે કે ધન-કુળ-રૂપ-બળપ્રતિષ્ઠા વગેરેના વિકલ્પો તો પાણીના તરંગો છે... એ તો અલ્પકાળ ઊછળે.... જોનારને અલ્પકાળ માટે આનંદ આપે... પછી વિરમી જાય.
શું સમુદ્રના તરંગોને તમે સદા ઊછળતા જોયા છે? તરંગ નામ જ એનું કે જે અલ્પકાળ માટે ટકે. પરંતુ તરંગો જ્યારે ઊછળતા હોય છે ત્યારે સમુદ્ર ખળભળેલો રહે છે...સમુદ્રનું પાણી મેલું દેખાય છે.
ધન-ધાન્યાદિમાં પૂર્ણતા પામવાના મનોરથો કરતાં મનુષ્યોની પણ શું આવી સ્થિતિ નથી? ઘડીકમાં તેઓ ઊછળતા દેખાય છે...ઘડીકમાં શાંત...વળી પાછા ઊછળતા! કારણ કે તેઓ વિકલ્પો કરી કરીને જ્યારે થાકી જાય છે ત્યારે શાંત પડી જાય છે... વળી પાછા ઊછળવા લાગે છે. જ્યારે મનુષ્યનાં ચિત્તમાં બાહ્ય પદાર્થો પ્રાપ્ત કરવાના, પ્રાપ્ત કરેલાનું રક્ષણ કરવાના મનોરથોવિકલ્પો ચાલતા હોય છે ત્યારે તેનો આત્મા ખળભળી ઊઠે છે.. અશાન્તિ....
લેશ, સંતાપનો ભયાનક ખળભળાટ સંભળાય છે! અને ત્યારે તેનામાં અન્યાય-અનીતિ વગેરે અનેક પ્રકારનો મેલ પણ દેખાય છે.
જ્યારે પૂર્ણાનન્દી આત્મા તો પ્રશાંત..સ્થિર મહોદધિ જેવો હોય છે... ન કોઈ વિકલ્પનો તરંગ! ન કોઈ અશાન્તિ, ક્લેશ કે સંતાપ! ન કોઈ અન્યાય, અનીતિ કે દુરાચારનો મેલ! પૂર્ણાનન્દીના આત્મસમુદ્રમાં તો જ્ઞાનાદિ ગુણરત્નોનો ભંડાર પડેલો હોય છે. તેમાં જ તે પોતાની પૂર્ણતા માને છે.
जागर्ति ज्ञानद्रष्टिश्चेत् तृष्णा-कृष्णाहिजाङ्गुली। पूर्णानन्दस्य तत् किं स्याद् दैन्यवृश्चिकवेदना? ।।४।। અર્થ : જો તૃષ્ણારૂપ કાળા સાપના ઝેરનો નાશ કરનાર ગારુડી મંત્ર સમાન જ્ઞાનદષ્ટિ ખૂલે છે, તો દીનતારૂપ વીંછીની પીડા કેમ હોય?
વિવેચન : તમારી પાસે હજારો-લાખો રૂપિયા નથી માટે રડો છો? તમારી પાસે રૂપ-સૌંદર્ય નથી માટે નિરાશ બની ગયા છો? તમારી પાસે સત્તા નથી માટે દીન બનીને લોકોના ઘેરઘેર ભટકો છો? તમારી પાસે સુંદર પત્ની નથી માટે લાલચુ બની નગરની શેરીએ શેરીએ ઘૂમો છો?
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણતા
શા માટે આટલી બધી દીનતા? દીન- ન બનો. જે જે પદાર્થોની સ્પૃહાતૃષ્ણા કરીને તે મેળવવા માટે બીજાઓની આગળ ભીખ માગો છો...ચાટુ કરો છો... તે પદાર્થો ત૨ફ તો તમે જુઓ. એ પદાર્થો મળવા છતાં તમારા ચિત્તમાં શાંતિ નહિ રહે, પ્રસન્નતા નહિ રહે... વળી એ પદાર્થો તમારી ઇચ્છાનુસાર તમારી પાસે પણ નહિ રહે... એમાં તમને સાચી પૂર્ણતા નહિ મળે .
‘મારે જગતના બાહ્ય-જડ પદાર્થોનું કોઈ પ્રયોજન નથી... એ તો મારા ભાગ્યાનુસાર મળવા હશે તો મળશે... એમાં હું પૂર્ણ બનનાર નથી... હું તો મારા આત્માના ક્ષમા... નમ્રતા... જ્ઞાન... દર્શન... ચારિત્ર વગેરે ગુણોથી પૂર્ણ છું... ગુણરત્નોથી જ મારી પૂર્ણતા છે...' આ જ્ઞાનદૃષ્ટિને ખોલો, ખુલ્લી રાખો. વારંવાર બંધ થઈ જાય તો વારંવાર ખોલો! આપણી આંખ વારંવાર બંધ થઈ જાય છે છતાં તેને વારંવાર ખોલીએ છીએ ને? તેમ.
પછી? પછી બાહ્યપદાર્થોની સ્પૃહામાંથી ઊઠતી વેદના... સંતાપ તમને પીડી નહિ શકે... કારણ કે તમારી પાસે જ્ઞાનવૃષ્ટિનો મહામંત્ર.. જાંગુલી મહામંત્ર આવી ગયો! તે તો કૃતાંતકાળ જેવા કાળા નાગને પણ વશ કરી શકે તેવો ચમત્કારિક છે. તેવા મંત્રની સામે એક ... બે વીંછીના ડંખ કઈ વિસાતમાં?
‘હું ગુણરત્નોથી પૂર્ણ છું...' આ દૃષ્ટિમાં એવી સ્ફોટક અણુશક્તિ છે કે તૃષ્ણાના મેરુપર્વતને પણ ચૂર્ણ કરી નાખતાં વાર નથી લાગતી, ચક્રવર્તીની તૃષ્ણાઓનો પણ નાશ કરી શકનાર જ્ઞાનવૃષ્ટિ, સામાન્ય મનુષ્યની તૃષ્ણાઓને તો આંખના પલકારામાં ખંડ-ખંડ કરી નાખે છે!
पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णता ।
पूर्णानन्दसुधास्निग्धा द्रष्टिरेषा मनीषिणाम् ॥१५॥
અર્થ : જે ધનધાન્યાદિ પરિગ્રહ વડે લોભી જીવો પુરાય છે, તેની ઉપેક્ષા, એ જ સ્વાભાવિક પૂર્ણતા છે. આ તત્ત્વજ્ઞાનીની તત્ત્વજ્ઞાનરૂપ-પૂર્ણાનરૂપ અમૃતથી ભીંજાયેલી દૃષ્ટિ છે.
વિવેચન : જ્યાં તમારી દૃષ્ટિ જગતનાં પૌલિક સુખો પરથી હટી અને આત્માના અનંત ગુણો તરફ વળી, એ ગુણોમાં આનંદનો અનુભવ થયો.. પછી તમારા જીવનવ્યવહારમાં એક મહાન પરિવર્તન આવશે.
પરંતુ તમારે અંતરાત્માના ગુણોમાં આનંદની અનુભૂતિ કરવી પડશે! એ વિના નહિ ચાલે. તમારા આત્મગુણોમાં આનંદનો અનુભવ પછી થશે,
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
પહેલાં તમારે બીજા આત્માના ગુણો જોઈ જોઈ. માત્ર ગુણો, દોષ એકેય નહિ, આનંદ માણવાનો પ્રયોગ શરૂ કરી દેવો પડશે.
જ્યાં બીજા જીવ તરફ દૃષ્ટિ જાય, ગુણ લીધા વિના પાછી ન વળવી જોઈએ! જે જે ગુણો જોઈને તમે રાજી થશો.. તે તે ગુણ તમારા આત્મામાં પણ પ્રગટ થશે... પછી એ ગુણોની પૂર્ણતાનો આનંદ તમે અનુભવી શકશો, કે જે અનંત કાળચક્રોમાં નહિ અનુભવ્યો હોય! તમારું ચિત્ત એ આનંદના અમૃતથી છલકાતું થઈ જશે. પછી તમારા જીવનમાં... જીવન-વ્યવહારમાં એક અજબ પરિવર્તન તમે જોઈ શકશો.
જગતના જીવો જે સુખ મેળવવા તનતોડ મહેનત... લખલૂટ પાપો કરે છે એ સુખો પ્રત્યે તમને કોઈ આકર્ષણ નહિ રહે! તમે એ સુખો મેળવવા તનતોડ મહેનત નહિ કરો. લખલૂટ પાપો પણ નહિ કરો. જ્યાં જગતપ્રિય સુખો પ્રત્યે તમારામાં ઉદાસીનતા આવી ગઈ, એ સુખમાંથી જ જ્યાં સુખની કલ્પના મરી પરવારી, પછી એના માટે મહેનત કે પાપ થાય જ કેવી રીતે? તમે તો એ સુખોનો... જગતના જીવોને પ્રિય સુખોનો ત્યાગ કરવાની વૃત્તિવાળા બની જવાના, કારણ કે એ સુખો તમને ગુણોની પૂર્ણતાના આનંદમાં વિક્ષેપ કરનારાં લાગશે.
આ પરિવર્તન ન આવે ત્યાં સુધી જંપીને બેસવાનું નહિ. ધર્મ-આરાધનામાં સંતોષ માનવાનો નહિ. ગુણદષ્ટિને વધુને વધુ વિકસ્વર બનાવતા રહેવાનું.
अपूर्णः पूर्णतामेति पूर्यमाणस्तु हीयते। पूर्णानन्दस्वभावोऽयं जगदद्भुतदायकः ।।६।। અર્થ : અપૂર્ણ પૂર્ણતા પામે છે અને પૂર્ણ થતા અપૂર્ણતા પામે છે! જગતને આશ્ચર્ય કરનારો, આ આનંદથી પરિપૂર્ણ આત્માનો સ્વભાવ છે.
વિવેચન “બાહ્ય ધન-ધાન્યાદિનો પણ સંગ રાખીએ, એમાં પૂર્ણતા મેળવવાનો પુરુષાર્થ કરીએ અને આંતર આત્મગુણોમાં...સ્વભાવદશામાં પણ પૂર્ણ બનીએ..” આ વિચાર કેટલો બધો અસંગત છે! શું બે પ્રતિપક્ષી ઈચ્છા.. ભાવના એક સ્થાને રહી શકે? વિભાવદશામાં રમતો રહે અને સ્વભાવદશામાં પણ આનંદ અનુભવતો રહે.. એ કેટલી બધી વિચિત્ર વાત છે? એક બાજુ એકસો ચાર ડિગ્રી (degree) તાવ હોય અને બીજી બાજુ મીઠાઈનો સ્વાદ અનુભવે... એ જેમ અસંભવ છે, તેમ બાહ્ય પૌલિક સુખોનો ઉપભોગ ચાલુ હોય, તૃષ્ણાઓ તૂટી ન હોય ત્યાં સુધી પૂર્ણાનન્દનો અનુભવ પણ અસંભવ છે.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણતા
જેમ જેમ ઇન્દ્રિયજન્ય સુખોની સ્પૃહા તૂટતી જાયઉપભોગ ઓછો થતો જાય તેમ તેમ આત્મગુણોની પૂર્ણતાનો આનંદ વધતો જાય છે. અર્થાત્ ઇન્દ્રિયજન્ય સુખોની અપૂર્ણતા આત્મગુણોની પૂર્ણતાનું કારણ છે. કારણ વિના કાર્ય ન બને, આત્મગુણોમાં પૂર્ણાનન્દ અનુભવવો છે તો ઇન્દ્રિયજન્ય સુખોનો ત્યાગ.. સ્પૃહાનો ત્યાગ કર્યો જ છૂટકો. મીઠાઈના સ્વાદનો આનંદ અનુભવવો છે તો તાવને દૂર કર્યો જ છૂટકો જીભ પર આવી ગયેલી કડવાશને દૂર કર્યે જ છૂટકો.
ગુણોના પૂર્ણાનન્દનો આ સ્વભાવ છે કે તે ઇન્દ્રિયજન્ય સુખોના આનંદ સાથે રહી શકતો નથી... ઇન્દ્રિયજન્ય સુખોના આનંદનો એવો સ્વભાવ છે કે તે ગુણોના પૂર્ણાનન્દ સાથે રહી શકતો નથી. કેવો આશ્ચર્યકારી સ્વભાવ!
બાહ્ય સુખોનો ત્યાગ કરીને ગુણોના પૂર્ણાનન્દની મસ્તીમાં જ્યારે આત્મા મહાલે છે, ત્યારે જગત દિંગ બની જાય છે. જે સુખો વિના જગતના જીવો ક્ષણ વાર પણ ચલાવી શકતા નથી તે સુખોનો ત્યાગ કરી મહાન... અપૂર્વ આનંદમાં ઝીલનાર પૂર્ણાની જગતને માટે એક “અદભુતતા” બની જાય છે... જગત એના સામે આંખો પહોળી કરી ટગર ટગર જોઈ રહે!
परस्वत्वकृतोन्माथा भूनाथा न्यूनतेक्षिणः ।
स्वस्वत्वसुखपूर्णस्य न्यूनता न हरेरपि ।।७।। અર્થ : જેઓએ પરવસ્તુમાં આત્મપણાની બુદ્ધિથી વ્યાકુળતા કરી છે એવા રાજાઓ અલ્પતાનો અનુભવ કરનારા છે, જ્યારે આત્મામાં જ આત્મપણાના સુખથી પૂર્ણ થયેલાને ઇન્દ્ર કરતાં પણ ન્યૂનતા નથી.
વિવેચન : બાહ્ય વિષયો તમને ગમે તેટલા મળશે છતાં પણ તમને સંતોષ નહિ થાય, તમને તે ઓછા લાગશે. કારણ?
જે પદાર્થો તમારા નથી.. તમારા આત્માના નથી, પર છે, કર્મના ઉદયથી મળેલા છે, તેમાં મનુષ્ય જ્યારે “આ પદાર્થો મારા. આ ઘર મારું...આ ધન મારું.. આ સત્તા મારી.. આ કુટુંબ મારું.. આ દેહ મારો...” એવી મમત્વબુદ્ધિ કરે છે ત્યારે તેના ચિત્તમાં એક પ્રકારની વિહ્વળતા પ્રગટ થાય છે.. એ વિહ્વળતા મનુષ્યની દૃષ્ટિમાં વિપર્યાસ ઉત્પન્ન કરે છે..વિપર્યસ્ત દષ્ટિ વડે મનુષ્ય જે કંઈ જુએ છે તે ઓછું લાગે છે! રહેવા એક ઘર હશે... ઓછું લાગશે, બીજા ઘરની સ્પૃહા જાગશે. ભોગવવા હજારો રૂપિયા હશે...
૧. અર્થાત્ ઇન્દ્રિયજન્ય સુખનાં સાધનો ઉપરના રાગનો ત્યાગ.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
જ્ઞાનસાર
ઓછા લાગશે, લાખો મેળવવાની તૃષ્ણા જાગશે. સમાજમાં...શહે૨માં સત્તા હશે, ઓછી લાગશે, દેશની સત્તા લેવાના કોડ જાગશે...! ટૂંકમાં કહીએ તો જે કંઈ મળશે, તેમાં સંતોષ...શાંતિ નહિ અનુભવે... નવું નવું મેળવવાની વિહ્વળતા વધતી જવાની. જીવન શોક-સંતાપ અને ચિંતાઓમાં પૂરું થઈ જવાનું. એ રીતે કોઈ રાજા-મહારાજાઓ અને શ્રીમંતોએ જીવન પૂરાં કર્યાં અને ભવની ભયાનક ખીણોમાં ફેંકાઈ ગયા.
જે આત્માનું છે... આપણે એટલે આત્મા, જે આપણું છે તેમાં જ આપણાપણાની બુદ્ધિ કરી જુઓ, ‘મારું જ્ઞાન છે...મારું ચરિત્ર છે...મારી શ્રદ્ધા છે...મારી ક્ષમા, નમ્રતા, સરળતા છે...' આ પ્રકારની મમત્વબુદ્ધિ ક૨વાથી તમારા ચિત્તમાં એક પ્રકારનો અપૂર્વ પૂર્ણાનન્દ તમારી દૃષ્ટિનું નવસર્જન ક૨શે... તમને કોઈ વાતે ન્યૂનતા નહિ લાગે! બાહ્ય પદાર્થો તમારી પાસે નહિ હોય તો પણ ન્યૂનતા નહિ લાગે. અરે, તમારી સામે રાજામહારાજા કે દેવલોકનો દેવેન્દ્ર પણ આવે, તમને તેના કરતાં કોઈ વાતે ઓછું નહિ લાગે... એને તમારો પૂર્ણાનન્દ જોઈ પોતાનામાં શૂન્યતા લાગે તો જુદી વાત!
कृष्ण पक्षे परिक्षीणे शुक्ले च समुदञ्चति ।
द्योतन्ते सकलाध्यक्षाः पूर्णानन्दविधोः कलाः ||८||
અર્થ : કૃષ્ણ પક્ષનો ક્ષય થાય છે ત્યારે અને શુક્લ પક્ષનો ઉદય થાય છે ત્યારે પૂર્ણાનન્દરૂપ ચન્દ્રની કળા, કે જે સર્વને પ્રત્યક્ષ છે, તે પ્રકાશમાન થાય છે.
વિવેચન : શુક્લ પક્ષનો... અજવાળી રજનીનો પ્રારંભ થતાં ચન્દ્રની કલા દિનપ્રતિદિન અધિકતર-અધિકતર વિકસિત થાય છે... પ્રકાશિત થાય છે, એ કોને અજાણ્યું છે? સમગ્ર સંસાર ચન્દ્રની સુશોભિત કલાનું દર્શન કરી આનંદિત થાય છે.
આત્મા જ્યારે શુક્લ પક્ષમાં પ્રવેશે છે... પૂર્ણાનન્દની કલા પ્રતિદિન વિશેષ ને વિશેષ ખીલતી જાય છે. મિથ્યાત્વનો રાહુ જેમ જેમ હટતો જાય છે. તેમ તેમ પૂર્ણાનન્દની કલા વિકસતી જાય છે.
કાળની દૃષ્ટિએ અહીં શુક્લ પક્ષ' અને કૃષ્ણ પક્ષની કલ્પના કરવામાં આવી છે. અનંત પુદ્ગલ પરાવર્તકાળથી સંસારમાં ભટકતા જીવને કૃષ્ણ પક્ષના ચન્દ્રની ઉપમા આપવામાં આવી છે... ભટકતો ભટકતો જીવ જ્યારે * જુઓ પરિશિષ્ટ ૧.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણતા સંસાર પરિભ્રમણનો અર્ધપુદ્ગલ પરાવર્તથી પણ ન્યૂનકાળ બાકી રાખે છે, ત્યારે તેને શુક્લ પક્ષનો ચન્દ્ર કહેવામાં આવે છે.
આત્માની ચૈતન્ય અવસ્થા પૂર્ણાનંદની કલાથી ત્યારે શોભે છે કે જ્યારે આત્મા શુક્લ પક્ષમાં પ્રવેશે છે. આપણો આત્મા શુક્લ પક્ષમાં પ્રવેશ્યો છે કે નહિ તે જાણવા માટે પાંચ લક્ષણો તપાસવાં જોઈએ : (૧) શ્રદ્ધા (૨) અનુકંપા (૩) નિર્વેદ (ભવવિરાગ) (૪) સંવેગ (મોક્ષપ્રીતિ) (૫) પ્રશમ, આ પાંચ લક્ષણો ઓછાવત્તા પ્રમાણમાં દેખાય તો તેના પરથી સમજી શકાય કે આપણે શુક્લ પક્ષમાં પ્રવેશ કર્યો છે.
શ્રી દશાશ્રુતસ્કંધ ચૂર્ણિમાં-સંસારપરિભ્રમણનો એક પુગલ પરાવર્તકાળ બાકી રહે ત્યારથી શુક્લ પક્ષ કહેવામાં આવ્યું છે. “જિરિયાવાડી fયના भव्वओ नियमा सुक्कपक्खिओ, अतो पुग्गलपरियट्टस्स नियमा सिज्झिहिति, સદા વા fમેરિડા વા રોન્ગો’ આ હિસાબે સમ્યક્ત ન હોય છતાં જો આત્મવાદી છે, તો તે શુક્લપક્ષમાં છે. અને તે એક પુદ્ગલ પરાવર્તકાળમાં અવશ્ય મોક્ષે જનાર છે. આત્માના અસ્તિત્વ પર શ્રદ્ધા વિના તો આત્મગુણોની પૂર્ણતાનો આનંદ જ ક્યાંથી અનુભવી શકાય?
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
:
--
મનતા
-
-
,
------
---
-----
-
,
જ્ઞાનમગ્નતા! પૂર્ણતાના શિખરે પહોંચવાનું પહેલું સોપાન છે જ્ઞાનમગ્નતા. વિષયમગ્નતા તો ઘણી અનુભવી; પરંતુ એના પરિણામે અશાન્તિ, સંતાપ અને ઉદ્વેગ જ મળ્યાં. જે મગ્નતાના પરિણામે પરમ આનંદનું પીન-પૉઈન્ટ” ખૂલી જાય, અક્ષય પ્રસન્નતાનો પાતાળકૂવો મળી જાય, દિવ્ય ચિંતનની પગદંડી લાધી જાય, તેવી મગ્નતા મેળવવા માટે આ અષ્ટકનું પુનઃ પુનઃ પરિશીલન કરવું પડશે. એક વાર તો વાંચન કરી જુઓ!
,
-
--
-
-
-
- -
--
-
-
-
- - -
- -
-
-
-
- -
-
૧
=
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
Peek
જ્ઞાનમાં મગ્ન પરબ્રહ્મમાં લીન, આત્મજ્ઞાનમાં જ મગ્નતા. આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ જીવની ચંચળતા દૂર થાય અને સ્થિર બને.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મગ્નતા,
प्रत्याहृत्येन्द्रियव्यूह समाधाय मनो निजम् ।
दधन्चिन्मात्रविश्रान्तिर्मग्न इत्यभिधीयते ।।१।।९।। અર્થ : ઇન્દ્રિયોના સમૂહને વિષયોથી નિવૃત્ત કરીને પોતાના મનને આત્મદ્રવ્યમાં એકાગ્ર કરીને, ચૈતન્યસ્વરૂપ આત્મામાં વિશ્રાન્તિ લેનાર આત્મા મગ્ન' કહેવાય છે.
વિવેચન : પૂર્ણતાના મેરુશિખર પર પહોંચવા માટે જ્ઞાનાનંદની તળેટીમાં જરા થોભો, આંખો બંધ કરો. તમારા ચૈતન્યને નિહાળો. બાહ્ય પદાર્થોમાં રમણ કરતી પ્રત્યેક ઇન્દ્રિયને પાછી ખેંચી લો... દરેક ઇન્દ્રિયની શક્તિને ચૈતન્યના દર્શનમાં લગાડી દો. પર-ભાવમાં પરિભ્રમણ કરતા મનને પાછું વાળો અને સ્વભાવમાં રમવાની આજ્ઞા કરો.
વિનાત્ર માં વિશ્રાન્તિ જ્ઞાનાનન્દમાં વિશ્રાન્તિ! કેવું અપૂર્વ વિશ્રામગૃહ..! અનંતકાળના ભવ-પરિભ્રમણમાં આવું વિશ્રામસ્થાન જોવા નથી મળ્યું. અનંતકાળની યાત્રામાં તો એવાં વિશ્રાન્તિગૃહ મળ્યાં કે જ્યાં નામ વિશ્રાન્તિગૃહનું હતું, પરંતુ મળતી હતી કેવળ અશાન્તિ! માત્ર ક્લેશ... થાક અને સંતાપ.
અત્યાર સુધી જીવે પરભાવને જગતના પૌગલિક વિષયોને વિશ્રાન્તિગૃહ માની લઈ તેમાં વારંવાર આશ્રય લીધો.. બાહ્ય રૂપ-રંગથી આખા જગતને આકર્ષતા આ વિશ્રાન્તિગૃહો, જીવો પર અજબ કામણ કરી રહ્યાં છે. એ વિશ્રાન્તિગૃહમાં જે જે જીવ આનંદથી પ્રવેશ કરે છે. તે કરુણ રુદન કરતો બહાર નીકળતો દેખાય છે. ત્યાં એનું સર્વસ્વ લૂંટી લેવામાં આવે છે અને પછી ધક્કો દઈ કાઢી મૂકવામાં આવે છે.
જ્ઞાનાનંદનું વિશ્રાન્તિગૃહ અપૂર્વ છે. અલબત્ત, તેમાં પ્રવેશ મેળવવા માટે મહાન પુરુષાર્થ કરવો પડે છે... તે માટે પૌગલિક વિષયોનાં વિશ્રાન્તિગૃહોનો ક્ષણભંગુર આનંદ ભૂલી જવો પડે છે. પરંતુ પ્રવેશ કર્યા પછી તો ત્યાં માત્ર આનંદ છે! શાન્તિ છે! સ્વસ્થતા છે. તેમાંથી બહાર નીકળવાનું મન નહિ માને...કદાચ નીકળવું પડે. પણ “કેમ જલદી પુનઃ એમાં ચાલ્યો જાઉં...' એવી લગન લાગી જાય છે. જ્ઞાનાનંદમાં જ તેને આરામ લાગે છે. પુદ્ગલાનંદમાં તો કેવળ વેઠ... મજૂરી લાગે છે! એને મગ્ન કહેવાય!
यस्य ज्ञानसुधासिन्धौ परब्रह्मणि मग्नता । विषयान्तरसंचारस्तस्य हालाहलोपमः ।।२।।१०।। અર્થ : જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર એવા પરમાત્મામાં જેની તલ્લીનતા છે તેને બીજા વિષયમાં પ્રવૃત્ત કરવી ઝેર જેવી લાગે છે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
alનસાર
૧૨
વિવેચન : તમે ક્યારેય જલક્રીડા કરવા માટે સાગરમાં ઝંપલાવ્યું છે? કોઈ નદીના જલપ્રવાહમાં ઊતર્યા છો? કોઈ રમણીય સરોવરમાં ઝીલ્યા છો? કોઈ “સ્વીમીંગ બાથ” (Swimming Bath)માં પ્રવેશ્યા છો? જલક્રીડાનો રસિક જીવ જ્યારે સાગર, નદી, સરોવર કે સ્વીમીંગ બાથમાં આનંદવિભોર બને છે ત્યારે કોઈ એને બોલાવવા આવે... કોઈ આવીને એની આનંદમસ્તીમાં વિઘ્ન નાખે ત્યારે તે એને ઝેર જેવો લાગે છે!
એવી રીતે આત્મા જ્યારે પોતાના સ્વાભાવિક જ્ઞાનાનંદના મહોદધિમાં આનંદમગ્ન બને છે. તેની સમગ્ર વૃત્તિઓ જ્ઞાનાનંદમાં લીન બની જાય છે. ત્યારે નથી ને કોઈ પૌદ્ગલિક વિષય ઘૂસી આવે છે. તો આત્માને તે હલાહલ ઝેર જેવો લાગે છે. પુદ્ગલનાં આકર્ષક રૂપ તેને આકર્ષી શકતાં નથી.... પુદ્ગલના મોહક રસ તેને લાલસાવશ કરી શકતા નથી... પુદ્ગલના મુલાયમ સ્પર્શ તેના આત્મપ્રદેશોમાં ઝણઝણાટી જન્માવી શકતા નથી.. પુદ્ગલની ભરપૂર સુગંધ તેને આનંદિત કરી શકતી નથી. પુદ્ગલના મધુર સૂર તેને હર્ષઘેલો બનાવી શકતા નથી. એ રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દનો એના આત્મઘરમાં પ્રવેશ થતાં જ ધ્રુજી ઊઠે છે... જેમ કોઈ ઝેરીલા સર્પને ઘરમાં પેસતાં જોઈ ધ્રુજી ઊઠે તેમ.
એવા સ્વાભાવિક જ્ઞાનાનંદમાં મગ્ન બનેલો આત્મા શું સામે પગલે ચાલીને પૌદૂગલિક સુખના બજારમાં વિષયનાં સુખો ખરીદવા નીકળે? વિષયનાં સુખોના અભાવમાં દીન... શોકાક્રાન્ત બને? વૈષયિક સખો મળતાં રાજી થાય? સમજવું જોઈએ કે જો આપણે પૌલિક સુખોની શોધ કરી રહ્યા છીએ, એ ન મળતાં શોક, આક્રંદ કરી રહ્યા છીએ, એ મળતાં રાજી-રાજી બની જઈએ છીએ.. તો આપણે આપણા સ્વાભાવિક જ્ઞાનાનંદમાં મગ્ન બન્યા નથી. પરમબ્રહ્મનો આનંદ અનુભવ્યો નથી.
स्वभावसुखमग्नस्य जगतत्त्वालोकिनः ।
कर्तृत्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते ।।३।।११।। અર્થ : સ્વાભાવિક આનંદમાં મગ્ન થયેલા અને જગતુ-તત્ત્વનું સ્યાદ્ વાદ વડે પરીક્ષણ કરીને અવલોકન કરનાર આત્માને અન્ય ભાવોનું કર્તાપણું હોતું નથી, પરંતુ સાક્ષીપણું બાકી રહે છે.
વિવેચન : કોઈ ભલો મનુષ્ય કેટલાક દુષ્ટ મનુષ્યોના હાથમાં ફસાઈ ગયો... દુષ્ટોએ તેના આચારવિચારમાં સદંતર પરિવર્તન કરી નાખ્યું. તેની
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનતા
૧૩ પાસે પોતાને ગમતાં અનેક કાર્યો કરાવ્યાં... વર્ષો વીત્યાં.
કોઈ ઉપકારી મહાપુરુષે તે મનુષ્યને દુષ્ટ મનુષ્યોની સાચી ઓળખ કરાવી તેને દુષ્ટોના હાથમાંથી છોડાવી સજ્જન પુરુષોના હાથમાં સોંપ્યો. હવે તે પોતાની પૂર્વાવસ્થાનાં કાર્યોને જુએ છે... “આ કાર્યોનો કર્તા ખરેખર હું નથી... હું એટલો સજ્જન છું... આવાં બૂરાં કાર્યોને હું કરું? ખરેખર તો એ બૂરાં કાર્યો એ દુષ્ટ પુરુષોનાં જ છે. મને તેમણે નિમિત્ત બનાવી દીધો....' એ બૂરાં કાર્યોમાં તે ક્યારેય “મેં તે કર્યા છે!' એવું અભિમાન નહિ કરે.
એમ આપણો આત્મા અનંતકાળથી કર્મોના હાથમાં ફસાયેલો છે. કર્મોએ આપણા આત્મામાં ગજબ પરિવર્તન કરેલું છે...સ્વભાવ ભુલાવી વિભાવદશામાં રમતો કરી દીધો છે. અને આત્મા પાસે અનેક કાર્યો કરાવ્યાં છે. એટલું જ નહિ, “એ કાર્યો મેં કર્યા છેએવું અભિમાન પણ આત્મામાં ભરી દીધું છે“મેં ઘર બંધાવ્યું.... હું ધન કમાયો..મેં ગ્રંથની રચના કરી...'
પરંતુ આજે અનંત ઉપકારી તીર્થકર ભગવંતના મહાન અનુગ્રહથી એ દુષ્ટ કર્મોની ઓળખ થઈ. તેઓએ આપણા આત્માને ચતુર્વિધ સંઘના હાથમાં સોંપ્યો. ગુરુદેવોની કૃપાથી સ્વભાવદશા...જ્ઞાન-દર્શન-ચારિત્રમય આત્મસ્વરૂપની પ્રતીતિ થઈ, તેમાં આનંદની અનુભૂતિ થઈ. પરમાત્મા તીર્થંકરદેવે બતાવેલી જગવ્યવસ્થા સમજાઈ ગઈ. હવે તે વિભાવદશામાં કરેલાં કાર્યો પ્રત્યે કઈ દષ્ટિથી જોશે? વર્તમાનમાં પણ ઘણી વાર વિભાવદશામાં જ કાર્યો કરવાં પડે છે, તે કાર્યોમાં શું તે પોતાનું કર્તુત્વ માનશે? ના. તે વિચારશે -- “હું તો મારા શુદ્ધ ગુણ પર્યાયનો કર્તા છું...પરપ્રદૂગલનો.. પરચૈતન્યના ગુણપર્યાયનો હું કર્તા નથી. તેમાં તો માત્ર હું નિમિત્ત છું.જ્ઞાતા અને દ્રષ્ટા છું, સાક્ષી માત્ર છું. સર્વ દ્રવ્યો સ્વપરિણામના કર્તા છે...પરપરિણામનો હું કર્તા નથી.”
परब्रह्मणि मग्नस्य श्लथा पौद्गलिकी कथा।
क्वामी चामीकरोन्मादाः स्फारा दारादराः क्व च ।।४ ।।१२।। અર્થ : પરમાત્મસ્વરૂપમાં મગ્ન થયેલા પુરુષને પુદ્ગલસંબંધી વાર્તા નીરસ લાગે છે; તો પછી તેને ધનના ઉન્માદ અને દેદીપ્યમાન એવા સ્ત્રીના આલિંગનાદિરૂપ આદર પણ ક્યાંથી હોય?
વિવેચન : પરમ આત્મસ્વરૂપમાં લીન બની ગયેલા આત્માની સ્થિતિ આ પાર્થિવ જગતના પ્રાકૃત જીવો કરતાં સાવ જુદી હોય છે. આત્માના અનંત
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
ગુણ-પ્રદેશ પર વિચરવાનું...એ અજબ-અભુત પ્રદેશ અંગેની વાતો સાંભળવાનું... એ અજાણ્યા પણ અનંત અજાયબીઓથી ભરેલા પ્રદેશનો અનંત કાળનો ઈતિહાસ જાણવાનું...પાર્થિવ જગતમાં ક્યાંય જોવા ન મળે તેવા હેરત પમાડનારા ખેલ-તમાશા જોવાનું, એ જીવને એટલું બધું ગમી ગયું હોય છે.. એ જોવા-જાણવા ને સાંભળવામાં એટલો બધો લીન થઈ ગયો હોય છે કે બાહ્ય જડ પુદ્ગલોના ઘોંઘાટ તેને અકળાવી દે છે. સંગીતના સરોદો તેને માત્ર હર્ષ-વિષાદના ઘોંઘાટ લાગે છે. રમણીઓનાં રૂપરંગ તેને વિષ્ટાની ગાડી પરના ચળકતા રંગ-રોગાન દેખાય છે. પુષ્પો અને અત્તરોની સોડમમાં અને સડી ગયેલા શ્વાન લેવરમાંથી ઊડતી બદબોમાં તેને કોઈ અંતર લાગતું નથી. રસપ્રચુર ભોજનના થાળ.. તેને “રીફાઈન' કરેલી વિષ્ટા જ દેખાય છે...રૂપરમણીઓના મુલાયમ સ્પર્શ અને જંગલી રીંછણના બરછટ વાળના સ્પર્શમાં તેને કોઈ અંતર દેખાતું નથી. આવો મનુષ્ય શું શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શની પ્રશંસા કરે? એની પ્રશંસા કરે નહિ અને સાંભળે નહિ... બંને તેને નીરસ લાગે.
તો પછી સોના-રૂપાના ઢગલા પર ચઢી તે નાચે ખરો? સોના-રૂપાના ચકળાટ તો તેને આકર્ષે... તેને નચાવે કે જે શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શનો લાલચું હોય. લંપટ હોય.
તો પછી રૂપસુંદરીઓને પોતાના બાહુપાશમાં સમાવી લેવાની.. તેમને આલિંગનોથી ભીંજવી દેવાની ચેષ્ટા તે દૂર રહી, તેવી કલ્પના પણ તેવા પરમ આત્મસ્વરૂપમાં લીન થયેલા આત્મામાં સંભવે?
કંચન અને કામિની પ્રત્યે નીરસતા એ બ્રહ્મમગ્ન આત્માનું લક્ષણ છે. કંચન અને કામિની પ્રત્યે નીરસતા એ બ્રહ્મમસ્તી માટેનું કારણ પણ છે.
तेजोलेस्या-विवृद्धिर्या साधोः पर्यायवृद्धितः ।
भाषिता भगवत्यादौ सेत्थंभूतस्य युज्यते ।।५।।१३।। અર્થ : ભગવતીસૂત્ર આદિ ગ્રંથોમાં સાધુને જે તેજોલેશ્યાની વૃદ્ધિ, માસાદિ ચારિત્રપર્યાયની વૃદ્ધિ થવાથી કહેલી છે, તે આવા પ્રકારના જ્ઞાનમગ્ન આત્મામાં ઘટે છે.
વિવેચન : જ્ઞાનમૂલક વૈરાગ્યથી વાસિત બની, સંસારવાસનો ત્યાગ કરી જે આત્મા સાધુ બન્યો, જ્ઞાન-દર્શન-ચારિત્રમાં જ સુખ માણવાનું જીવન સ્વીકાર્યું, જે દિવસે એ સાધુ બન્યો, જ્ઞાન-દર્શનચારિત્રની સૃષ્ટિમાં તેને
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
મગ્નતા અપૂર્વ આનંદ અનુભવવા મળે. બીજે દિવસે એ આનંદમાં વૃદ્ધિ થાય. ત્રીજે દિવસે એ આનંદ વિશેષ વૃદ્ધિ પામે.. એક મહિનો પૂર્ણ થતાં તેનો આનંદ, દૈવી સુખોમાં નિરંતર રમણ કરતા વ્યંતરદેવોના આનંદને વટાવી જાય! પછી મનુષ્યલોકનાં તુચ્છ અને ગંદાં સુખો તરફ તો એની દૃષ્ટિ જ ક્યાં રહી? એમ કરતાં કરતાં દિનપ્રતિદિન જ્ઞાન-દર્શન-ચારિત્રમાં પૂર્ણતાના આનંદમાં એ એટલો બધો મગ્ન બની જાય કે બાર મહિનાના અંતે તો અનુત્તરદેવનાં સુખો પણ તેને આકર્ષી શકતાં નથી! ચિત્તસુખને 'તેજોલેશ્યા” કહેવામાં આવે છે. એ ચિત્તનું સુખ બાર મહિનાના અંતે તો પરાકાષ્ઠાએ પહોંચે.
આત્માનંદની પૂર્ણાનન્દની આ ક્રમિક વૃદ્ધિ માત્ર સાધુ જ કરી શકે, એમ શ્રી ભગવતીસૂત્રમાં કહેવાયું છે. પરંતુ સાધુ કેવા પ્રકારની સાધના કરે તો પૂર્ણાનન્દની ક્રમિક વૃદ્ધિ કરી શકે, તે વાત અહીં પૂજનીય ઉપાધ્યાયજી સમજાવે છે.
ઇન્દ્રિયો અને મન, દર્શન-જ્ઞાન-ચારિત્રના વિશ્રાન્તિગૃહમાં છે? પૌલિક વિષયોને જોતાં...આસક્તિ થતાં... ઝેર પીધું' એમ લાગે છે? ક પર-ભાવોમાંથી કર્તુત્વનું અભિમાન દૂર થયું? જ ધનસંપત્તિનો ઉન્માદ અને રમણીઓ પરનો રાગ ઓસરી ગયો?
જે સાધક આ પ્રશ્નોના ઉત્તરમાં “હા !” કહે, તે સાધકમાં જ પૂર્ણાનન્દની ક્રમિક વૃદ્ધિ સંભવી શકે. પૂર્ણાનન્દની ક્રમિક વૃદ્ધિ માટે પણ ઉપરોક્ત ચાર વાતોને સિદ્ધ કરવા પુરુષાર્થ કરવો જોઈએ. આ ચાર વાતો સિદ્ધ થઈ, કે પૂર્ણાનન્દ વધવા માંડ્યો સમજો.
ज्ञानमग्नस्य यच्छर्म तद्वक्तुं नैव शक्यते ।
नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः ।।६।।१४ ।। અર્થ : જ્ઞાનમાં મગ્ન થયેલાને જે સુખ છે તે કહી શકાય તેવું નથી. તેમ તે સ્ત્રીના આલિંગનના સુખ સાથે કે બાવનાચંદનના વિલેપનની સાથે પણ સરખામણી કરવા યોગ્ય નથી.
વિવેચન : આકાશની કોઈ ઉપમા બતાવશો? સાગરની કોઈ ઉપમા આપશો? વિશ્વમાં જે એક અને અદ્વિતીય હોય તેની ઉપમા આપવા મહાકવિ પણ સમર્થ નથી બન્યા. જ્ઞાનમગ્નતામાંથી પ્રગટ થતું સુખ પણ તેવું એક અને અદ્વિતીય છે. * જુઓ પરિશિષ્ટ ૨.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર જ્ઞાનમાં મગ્ન બનેલા આત્માનું સુખ કેવું હોય?' આવું તમે પૂછો તો અમે એ સુખની કોઈ જ ઉપમા નહિ આપી શકીએ. તમે પૂછશો :
એ સુખ...જ્ઞાનમગ્નનું સુખ, રૂપસુંદરી સાથેના રમણમાંથી મળતા સુખ જેવું છે?
ઉત્તર : ના. એ સુખ, ચન્દનના વિલેપનમાંથી જન્મતા સુખ જેવું છે? ઉત્તર : ના. તો કેવું છે?
તે સમજાવવા માટે આ વિશ્વમાં કોઈ ઉપમા જડતી નથી. એ સુખને સમજાવવા માટે એને અનુભવ કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. બાહ્ય પદાર્થોમાંથી મળતાં તમામ સુખોથી વિલક્ષણ...જિંદગીમાં કદી ન અનુભવેલું એ જ્ઞાનમગ્નતાનું સુખ એકાદ વાર પણ અનુભવી લીધા પછી તમે વારંવાર એ સુખનો ‘ટેસ્ટ’–સ્વાદ લેવા માટે સ્વભાવદશા. ગુણસૃષ્ટિ આત્મસ્વરૂપની પાસે આવવાના.
જીવનો એ સ્વભાવ હોય છે કે એ એક વાર એક સુખને અનુભવે છે. તેને સુખ “અપૂર્વી રસભરપૂર!' લાગી જાય પછી વારંવાર એ સુખ મેળવવા તે વલખાં મારે છે. સંસારનાં પૌલિક સુખો તો જીવને સ્વાધીન ન હોવાથી, ઘણાં સુખો માટે માત્ર વલખાં જ મારવાના રહે છે. જ્યારે જ્ઞાનમગ્નતાનું સુખ તો સ્વાધીન છે. જ્યારે એ સુખની ભાવના જાગે ત્યારે ભાવના સફળ બનાવી શકાય તેમ છે.
વાત એ છે કે જ્ઞાનમગ્નતાનું સુખ શબ્દો સાંભળવાથી નહિ અનુભવાય. તે માટે તો અનુભવ સ્વયં કરવો પડે છે.
शमशैत्यपुषो यस्य विप्रुषोऽपि महाकथाः ।
किं स्तुमो ज्ञानपीयूषे तत्र सर्वांगमग्नता? ।।७।।१५।। અર્થ : જ્ઞાનામૃતના એક બિંદુની પણ ઉપશમરૂપ શીતળતાને પોષણ કરનારી પણ વાર્તાઓ છે, તો પછી જ્ઞાનામૃતમાં સર્વાગ મગ્નતાની તો શી રીતે સ્તુતિ કરીએ?
વિવેચન : માત્ર એક બિંદુ જ્ઞાનપીયૂષનું એક બિંદુ... તેના પણ શું પ્રભાવો વર્ણવીએ? એક-એક બિંદુ પાછળ ચિત્તને ઉપશમરસમાં તરબોળ કરી દે તેવી મહાકથાઓ...મહાકાવ્યો રચાયેલાં પડ્યાં છે. જ્ઞાનામૃતનું
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
મગ્નતા એક-એક બિંદુ ક્રોધ-માન-માયા અને લોભના ધખધખતા દાવાનલને બુઝાવી શકે છે. આહાર-ભય-મૈથુન અને પરિગ્રહની ભડભડતી આગોને બુઝાવી શકે છે.
રૂપરાણી કોશ્યાની કામોદ્દીપક ચિત્રશાલામાં ચાતુર્માસ રહી શ્રી સ્થૂલભદ્રજીએ કામવિજય કર્યો. સારી દુનિયાને હેરત પમાડી દીધી. તેની પાછળ કયું મહાન તત્ત્વ રહેલું હતું? જ્ઞાનપીયૂષનું એક બિંદુ પૂર્ણાનન્દનું એક બિંદુ
નિર્દોષ. નિષ્પાપ મદનબ્રહ્મ મુનિને પકડી, ખાડામાં ઉતારી, કૂર હૈયે રાજાએ તેમના ગળા પર તલવાર ચલાવી દઈ. લોહીથી ધરતીને રંગી...મુનિએ ક્રોધવિજય કરી આત્મસ્વરૂપની પૂર્ણતા પ્રાપ્ત કરી. તેની પાછળ કયું પરમ રહસ્ય કામ કરી ગયું હતું? જ્ઞાનામૃતનું એક બિંદુ પૂર્ણાનન્દનું એક બિંદુ
રાજઋદ્ધિ...રમણીઓનો ત્યાગ કરી રાજ કુમારમાંથી મુનિરાજ બનેલા લલિતાંગ મુનિના આહારના પાત્રમાં ચાર તપસ્વી મુનિઓ રોષથી થૂક્યા. છતાં લલિતાંગ મુનિના હૃદયમંદિરમાં ઉપશમરસની સુમધુર વાંસળી વાગતી જ રહી.. એ વાંસળીના સૂરોએ શિવસુંદરીને આકર્ષી લીધી... એ ઉપશમરસની વાંસળીનું વાદન કરનાર કોણ હતું? જ્ઞાનામૃતનું એક બિંદુ.. પૂર્ણાનન્દનું એક બિંદુ!
આવી તો સેંકડો મહાકથાઓનું સર્જન કરી, જ્ઞાનબિંદુઓએ અનંતકાળથી આ પૃથ્વી પર ઉપશમરસનું ઝરણું વહેતું રાખ્યું છે. તેમાં અનંત અનંત આત્માઓએ સ્નાન કરી પોતાના સંતપ્ત અંતરાત્માઓને પ્રશાંત કર્યા છે.
જ્ઞાનામૃતમાં સર્વાંગસંપૂર્ણ સ્નાન કરી રહેલા પરમ પુરુષોની કયા શબ્દોમાં સ્તુતિ કરવી? તેઓ શબ્દના વિષય નથી.... તેઓને તો, આંખો બંધ કરીને, ભાવપૂર્ણ અંતરથી જોયા જ કરીએ...જોયા જ કરીએ. એથી વિશેષ આપણે કંઈ જ કરી શકીએ એમ નથી...
यस्य दृष्टिः कृपावृष्टिर्गिरः शमसुधाकिरः ।
तस्मै नमः शुभज्ञानध्यानमग्नाय योगिने ।।८ ।।१६।। અર્થ : જેમની દૃષ્ટિ કૃપાની વૃષ્ટિ છે અને જેમની વાણી ઉપશમરૂપ અમૃતનો છંટકાવ કરનારી છે, તે પ્રશસ્ત જ્ઞાન-ધ્યાનમાં લીન થયેલા યોગીને નમસ્કાર હો!
વિવેચન : જુઓ, તેમની દૃષ્ટિમાંથી કરુણા વરસી રહી છે. કેવળ કરુણાસદેવ કરુણાસારાય વિશ્વ પર કરુણા વરસી રહી છે!. “સહુ જીવોનાં દુઃખ દૂર થાઓ, સહુ જીવોનો કર્મધેશ નાશ પામો...'
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૧૮
જાણો છો કયા વાદળમાંથી કરુણા વરસી રહી છે? જ્ઞાનધ્યાનની મગ્નતાનું એ વાદળ છે. એમાંથી કરુણાની વર્ષા થઈ છે. કેવું અપૂર્વ વાદળ! કેવી અનુપમ વર્ષા... જે કોઈ એ વર્ષોમાં સ્નાન કરે તેના તન-મનના ઉકળાટ શમી જાય...તન-મનના મેલ ધોવાઈ જાય.
તેમની વાણી પણ કેવી મધુર છે! જાણે અમૃત..જાણે મધુ. જે કોઈએ વાણીનું શ્રવણ કરે, એના ક્રોધ-માન-માયા અને લોભના ઉન્માદ શમી જાય, એના હૃદયમાં ઉપશમરસ રેલાઈ જાય. ક્યારેય એમની વાણીમાંથી રોષનો લાવારસ ન નીકળે, કે ક્યારેય રોગના પ્રલાપો ન સંભળાય. જ્યારે સાંભળો ત્યારે આતમના હિતની વાત...તે પણ મીઠી સાકર જેવી!
આવા મહાયોગીનાં ચરણોમાં આપણે નમસ્કાર કરીએ.. ભાવપૂર્વક વંદના કરીએ... એ માટે એમની સન્મુખ થઈએ. એમની કરુણાના પાત્ર બનીએ. એમની વાણીનું શ્રવણ કરવાની યોગ્યતાને પ્રાપ્ત કરીએ. “હે મહાયોગી! આપને અમારી વંદના હો.”
અહીં સાધક આત્માને બે મહત્ત્વની વાતો પ્રાપ્ત થાય છે. જેમ જેમ જ્ઞાન અને ધ્યાનમાં આત્માની મગ્નતા થતી જાય તેમ તેમ તેની દૃષ્ટિમાં અને તેની વાણીમાં પરિવર્તન થવું જોઈએ, વિશ્વનું અવલોકન કરુણાદષ્ટિથી કરવાનું અને વિશ્વના જીવો સાથે ઉપશમરસ-ભરપૂર વાણીથી વ્યવહાર કરવાનો. આ માટે જગતના જીવો પ્રત્યે જે દોષદૃષ્ટિ છે, તેના સ્થાને ગુણદૃષ્ટિનું સર્જન કરવાનું. જ્ઞાનધ્યાનની મગ્નતામાંથી ગુણદૃષ્ટિ પ્રગટે અને ગુણદૃષ્ટિમાંથી સકલ જીવો સાથેનો સંબંધ પ્રશસ્ત બને.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
સ્થિરતા
મન-વચન-કાયાની સ્થિરતા. મનની સ્થિરતા પ્રાપ્ત કરવાની. તો જ ક્રિયાઓનું ઔષધ કામ કરે. સ્થિરતાનો રત્નદીપક પ્રગટ કરવાનો, તો જ મોહ-વાસનાઓ મોળી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- -
સ્થિરતા
-
-
-
-
સ્થિર બનો.
જ્ઞાનમગ્ન બનવા માટે મનની સ્થિરતા જોઈએ જ. ચંચળતા, અસ્થિરતા અને વિક્ષિપ્તતા ન ચાલે.
મન સ્થિર રહેતું નથી આ ફરિયાદ જ કર્યા કરવી છે કે આ ફરિયાદનો ઉકેલ લાવવી છે? જો ઉકેલ લાવવો હોય તો આ અષ્ટકમાં ચીધેલો માર્ગ તમારે અપનાવવો જ પડશે.
સ્થિર બની શકાય છે” આ વિશ્વાસ પેદા કરો. સ્થિર બનવા માટેના ઉપાયોનો અમલ કરો. ‘સ્થિરતા” ના ૨નદીપકના અજવાળે આધ્યાત્મિક માર્ગે પ્રયાણ ચાલુ રાખો; પૂર્ણતાની મંજિલે તમે અવશ્ય પહોંચશો.
=
=
=
=
=
=
=
= =
=
=
=
•
=*
*
*
=
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
Sાનસાર
वत्स! कि चञ्चलस्वान्तो भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि?। निधिं स्वसन्निधावेव स्थिरता दर्शयिष्यति ।।१।।१७।। અર્થ : હે વત્સ, ચંચળ ચિત્તવાળો થઈ તું ભટકી ભટકીને કેમ ખેદ પામે છે? તારી પાસે જ રહેલા નિધાનને સ્થિરતા બતાવશે.
વિવેચન : તારું ચિત્ત ચંચળ બની ગયું છે? તારું ચિત્ત અસંખ્ય ચિંતાઓમાં ઘેરો સંતાપ અનુભવે છે, નહિ વા? તો પછી શા સારુ ગામેગામ ભટકે છે? શા માટે ઘેરઘેર ભટકતો ફરે છે? શા માટે પર્વતો-ગુફાઓ અને અટવીઓમાં ભમ્યા કરે છે? ત્યાંથી તને ખજાનો મળી જવાનો નથી..હજુ સુધી કોઈને મળ્યો નથી.. તારી સાથે ભટકી રહેલા અબજો જીવોને તું પૂછી જો. એ પણ તારા જેવા જ સંતપ્ત છે. હા, તને જે ખજાના જેવું લાગે છે, તે ખરેખર ખજાનો નથી. તેમાં સુખ અને શાંતિ આપનારી સંપત્તિ નથી.
અમારી તને મનાઈ નથી કે તું ખજાનો ન શોધ. પરંતુ ભલા! જ્યાં ખરેખર ખજાનો છે ત્યાં શોધ.. તું ચિંતા ન કર. અમે તને સ્થાન બતાવીએ છીએ. તું વિશ્વાસ રાખ...ધીરજ રાખ...સ્થિર બન, અને એ સ્થાને ખજાનો શોધવા પ્રયત્ન કર. તને તે ખજાનો મળશેએવો મળશે કે જે તારા હૃદયને આનંદથી ભરી દેશે. સંતાપોને શમાવી દેશે.
વાત એક છે : “સ્થિર બન. સ્થિર બનવું એટલે પૌદ્ગલિક પદાર્થોની સ્પૃહાને મનમાંથી હાંકી કાઢવી અને આત્માના જ્ઞાનાદિ ગુણો તરફ મીટ માંડવી. બાહ્ય ધન-સંપત્તિ-કીર્તિ.. વગેરેને મેળવવાની દોડધામમાં અંતે જીવના દુર્ભાગ્યમાં ક્લેશ અને ખેદ જ હોય છે. તે વ્યાકુળ બની જાય છે. ચિત્તની વ્યાકુળતા જીવને જ્ઞાનમાં... પરમબ્રહ્મમાં મગ્ન થવા દેતી નથી...તેથી જીવ પૂર્ણાનન્દના શિખર તરફ પ્રયાણ કરી શકતો નથી...કદાચ પ્રયાણ કરે છે તો વચ્ચે જ તે અટકી જાય છે, પાછો પડી જાય છે; માટે સ્થિર બન. સ્થિરતા તારી પાસે રહેલો મહાન ખજાનો બતાવશે.
બાહ્ય પૌદ્ગલિક પદાર્થો પાછળ મનને ભટકતું અટકાવો. મન અટક્યું એટલે વાણી અને કાયા તો અટકી જ જવાનાં છે. મનને અટકાવવા માટે તેને આત્માની સર્વોત્તમ...અક્ષય... અનંત સમૃદ્ધિ બતાવો.
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિરતા
ज्ञानदुग्धं विनश्येत लोभविक्षोभकूर्चकैः ।
अम्लद्रव्यादिवास्थैर्यादिति मत्या स्थिरो भव ।।२।।१८।। અર્થ : જ્ઞાનરૂપ દૂધ અસ્થિરતારૂપ ખાટા પદાર્થથી કૂચા થઈ જાય છે, (લોભના વિકારરૂપ કૂચાથી) બગડી જાય છે, એમ જાણીને સ્થિર થા.
વિવેચન : કોઈ ભલી-ભોળા જીવો એમ કહે છે-“અમે આત્મજ્ઞાન પણ મેળવીએ અને બાહ્ય પૌગલિક સુખો માટે પણ પુરુષાર્થ કરીએ...” આવા ભૂલા પડેલાં જીવોને પરમપૂજનીય યશોવિજયજી મહારાજ એ ભૂલભરેલા માર્ગમાં રહેલી ખરાબીનું ભાન કરાવે છે.
દૂધભરેલા ભાજનમાં ખાટો પદાર્થ નાખવામાં આવે તો દૂધના ફોદાં થઈ જાય છે...કૂચા થઈ જાય છે. પછી એ દૂધ એના મૂળ સ્વરૂપમાં રહી શકતું નથી. તેથી એનું પાન કરનાર પણ તુષ્ટિ...પુષ્ટિ. બળ મેળવી શકતો નથી. બલકે રોગનો ભોગ બને છે.
જ્ઞાનામૃતથી ભરેલા આત્મભાજનમાં પદ્ગલિક સુખોની સ્પૃહા આવી પડતાં જ્ઞાનામૃતની પણ તેવી જ દશા થાય છે. તે જ્ઞાન જ્ઞાનસ્વરૂપે નથી રહેતું. તેમાં વિકાર આવી જાય છે...પછી એ જ્ઞાન આત્માની ઉન્નતિ.. -આબાદી કે વિશુદ્ધિ કરી શકતું નથી...બલકે આત્માને ઊંધી-અવળી સમજ આપી અવનતિ...બિરબાદીના ખાડામાં ધકેલી દે છે.
ભાજનમાં ઘણું દૂધ હોય અને અલ્પ ખટાશ નાખવામાં આવે તો પણ એ દૂધ બગડી જાય છે...આપણી પાસે તો દૂધ થોડું છે ને ખટાશ ઘણી છે...પછી તો દૂધની દુર્દશા જ ને! જ્ઞાન થોડું છે અને પૌગલિક સુખોની સ્પૃહા પારાવાર છે. તો શું એ જ્ઞાન જ્ઞાનરૂપે રહી શકે? માટે જ્ઞાનામૃતને...આત્મજ્ઞાનને જો સુરક્ષિત રાખવું હોય, આત્મજ્ઞાનને આત્મજ્ઞાનના સ્વરૂપે રાખવું હોય તો પરપુદ્ગલની આસક્તિને છોડવી જ જોઈએ; ચંચળતા-અસ્થિરતાને છોડવી જોઈએ... એ ખાટા પદાર્થ જેવી છે.
મંગ આચાર્ય પાસે જ્ઞાનામૃતનો કુંભ ભરેલો હતો. પરંતુ રસનેન્દ્રિયના વિષયોની સ્પૃહારૂપી ખટાશ તેમાં પડી ગઈ.ચંચળતા...અસ્થિરતા આવી ગઈ...જ્ઞાન જ્ઞાનસ્વરૂપે ન રહ્યું. એ જ્ઞાન દ્વારા તેમના આત્માને આરોગ્ય ન મળ્યું....તુષ્ટિ.પુષ્ટિ ન થઈ, આત્મા, દેવની દુર્ગતિમાં પટકાઈ ગયો...માટે સ્થિર બનો.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
જ્ઞાનુસાર
अस्थिरे हृदये चित्रा वाङ्नेत्राकारगोपना।
पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता ।।३।।१९।। અર્થ : ચિત્ત સર્વત્ર ફરતું હોય તો વિચિત્ર વાણી, નેત્ર અને આકૃતિ...વેષાદિકને ગોપન કરવારૂપ ક્રિયા, કુલટા સ્ત્રીની પેઠે કલ્યાણ કરનાર કહી નથી.
વિવેચન : જે સ્ત્રી હૃદયમાં પરપુરુષ પ્રત્યે રાગ ધારણ કરે છે અને બહારથી પોતાના પતિ પ્રત્યે પ્રેમ બતાવે છે. મીઠાં શબ્દો બોલે છે અને સેવા પણ કરે છે. તે સ્ત્રીને કુલટા કહેવામાં આવે છે...અસતી કહેવામાં આવે છે...તેના મીઠાં શબ્દો કે સેવા, તેનું કલ્યાણ કરી શકતા નથી.
એ રીતે જે મનુષ્યના હૃદયમાં પરપુદ્ગલની...બાહ્ય પદાર્થોની આસક્તિ છે, આ લોક અને પરલોકનાં પૌગલિક સુખોની સ્પૃહા છે, તે મનુષ્ય વાણીથી કે કાયાથી ગમે તેટલી ધર્મક્રિયાઓ કરે, તે ધર્મક્રિયાઓ તેનું કલ્યાણ કરતી નથી. હૃદયમાં સંસારની વાસના અને આચરણમાં ધર્મ રાખનારો મનુષ્ય કુલટા સ્ત્રી જેવો છે.
આવો મનુષ્ય ધર્મક્રિયાઓ દ્વારા પોતાની પૌદ્ગલિક સુખોની વાસના સફળ કરવાની આશા સેવતો હોય છે. તેનું મૌન કે તેની કાયાનું યોગધ્યાનમાં સંગોપન...બધું જ તેના આત્માના વિશુદ્ધિકરણમાં નિષ્ફળ જાય છે. તેના માનસિક સંતાપો ને ક્લેશો વધતા જ જાય છે.
“અમે પરમાત્માની પૂજા કરીએ છીએ, અમે પ્રતિક્રમણ સામાયિકનાં અનુષ્ઠાન કરીએ છીએ. અમે માળાજાપ કરીએ છીએ. છતાં અમારાં ચિત્તની અશાન્તિ કેમ દૂર થતી નથી? આ પ્રશ્ન આજે મોટા ભાગના ધાર્મિક ગણાતા વર્ગમાં પુછાઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે, હૃદય પૌગલિક સુખોની આસક્તિ પાછળ ચંચળ બની ગયું છે. અસ્થિર બની ગયું છે. ધર્મ કરવો છે, પરંતુ પૌગલિક સુખોની આસક્તિ અલ્પ કરવી નથી.. આ પરિસ્થિતિમાં કરેલી ધર્મક્રિયાઓ કેવી રીતે કલ્યાણસાધક બની શકે? કેવી રીતે શુભ અધ્યવસાયો શુદ્ધ અધ્યવસાયો પ્રગટાવી શકે?
યાદ રાખો, જ્યાં સુધી ચિત્ત વિભાવદશામાં જ રમ્યા કરશે ત્યાં સુધી મહાન ધર્મક્રિયાઓ દ્વારા પણ આત્મસિદ્ધિ થવી અશક્ય છે અને આ રીતે ધર્મક્રિયાઓ કરવી તે કુલટા સ્ત્રીના આદરસત્કાર જેવી દંભક્રિયાઓ છે.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિરતા .
૨૩ अन्तर्गतं महाशल्यमस्थैर्य यदि नोट्टतम् । क्रियौषधस्य को दोषः तदागुणमयच्छतः ।।४ ।।२०।। અર્થ : જો હૃદયમાં રહેલ મહાશલ્યરૂપ અસ્થિરપણું દૂર કર્યું નથી તો પછી ગુણ નહિ કરનાર ક્રિયારૂપ ઔષધનો શું દોષ છે?
વિવેચન : જ્યાં સુધી પેટમાં બદી જામી ગઈ હોય ત્યાં સુધી, ધવંતરિ જેવા વૈદ્યની પણ દવા તાવ ન ઉતારી શકે, એ શું અજાણ્યું છે? તેમાં શું વૈદ્યની દવાનો દોષ છે? જ્યાં સુધી પેટની બદી દૂર કરવામાં ન આવે ત્યાં સુધી દવા કંઈ ન કરી શકે.
ભગવંત જિનેશ્વરદેવે બતાવેલી શ્રાવકધર્મ અને સાધુધર્મની અનેક પવિત્ર ક્રિયાઓ અણમોલ ઔષધ છે. ઔષધ દ્વારા અનંત અનંત આત્માઓએ મહાન આરોગ્ય પ્રાપ્ત કરેલું છે... પરંતુ જેમણે મહાન આરોગ્ય-આત્મવિશુદ્ધિ પ્રાપ્ત કરી તેમણે સાંસારિક ભૌતિક-પૌગલિક સુખોની સ્પૃહાઓને દૂર કરેલી હતી. પૌદ્ગલિક વિષયોની સ્પૃહા આત્મામાં જામી ગયેલી... અનંતકાળથી જામી ગયેલી બદી છે.... પેસી ગયેલું શલ્ય છે.
અહીં ચિત્તમાં એક પ્રશ્ન ઊઠે છે : “વીતરાગદેવે બતાવેલાં ધર્મક્રિયારૂપ ઔષધો શું પૌદ્ગલિક સુખોની સ્પૃહા દૂર ન કરી શકે?'
જરૂર કરી શકે, પરંતુ “મારે પૌગલિક સુખોની સ્મહા ત્યજવી છે...” આવો સંકલ્પ કરીને જો ધર્મક્રિયા કરવામાં આવે અને તે ધર્મક્રિયા પણ માત્ર વાણી તથા કાયાથી નહિ, પરંતુ મન પણ તેમાં શામિલ થાય તો જરૂર પૌગલિક સુખોની સ્પૃહા દૂર થાય. અને ક્રિયારૂપી ઔષધ આત્મ-આરોગ્યનું દાન કરે.
એટલે એક બાજુ જેમ ધર્મક્રિયાઓ કરવાની તેમ બીજી બાજુ એ લક્ષ રાખવાનું કે “મારી બાહ્ય, પૌદ્ગલિક સુખોની સ્પૃહા ઓછી થઈ?” ધર્મક્રિયાના કાળે તો મનમાં એ બાહ્ય સુખોનો એક પણ વિચાર ઘુસી ન જાય, તેની પૂર્ણ કાળજી રાખવાની. નહિતર એક બાજુ બદી દૂર કરવાની દવા ખાય અને બીજી બાજુ એની સાથે જ બદીવર્ધક કુપથ્યનું સેવન કરે, તેના જેવી મૂર્ખતા થશે.
ચિત્તને આ રીતે સ્થિર કર્યા વિના, કરવાની ઈચ્છા વિના, માત્ર ક્રિયા કરવાથી જો આત્મસુખનો લાભ ન દેખાતો હોય તો તેમાં યિાનો દોષ ન કાઢશો. દોષ જોજો તમારી વૈષયિક સુખોની સ્પૃહાનો (મનની અસ્થિરતાનો).
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
જ્ઞાનસાર
स्थिरता वाङ्मनाकायैर्येषामङ्गाङ्गितां गता।
योगिनः समशीलास्ते ग्रामेऽरण्ये दिवा निशि ।।५।।२१।। અર્થ : જે પુરુષોને સ્થિરતા, વાણી-મન અને કાયા વડે અંગાંગિપણાને-એકીભાવનેતન્મયપણાને પ્રાપ્ત થયેલી છે, તે યોગીઓ ગ્રામનગરમાં ને અરણ્યમાં, દિવસે અને રાત્રિએ સમસ્વભાવવાળા છે.
વિવેચન : તેઓ મનોહર નગરમાં રહે કે નિર્જન અરણ્યમાં રહે, નગરમાં તેમને રાગ નહિ, અરણ્યમાં તેમને ઉદ્વેગ નહિ. તેઓને સૂર્યના પ્રકાશથી ઝળહળતો દિવસ હો કે અમાસની ઘોર અંધારી રાત હો, દિવસ તેમને હર્યાન્વિત કરી શકતો નથી, રાત્રી તેમને શોકાતુર બનાવી શકતી નથી...કારણ કે તેમના મનમાં, વાણીમાં અને કાયામાં સ્થિરતા એકરસ બની ગઈ છે! મનમાં આત્મસ્વરૂપની પૂર્ણાનન્દની...જ્ઞાનામૃતની રમણતા...વાણીમાં પૂર્ણાનન્દની સ્વાદુતા અને કાયામાં પણ પૂર્ણાનન્દની પ્રભા.
બાહ્ય જગત સાથેનો સંબંધ તોડી આંતરજગત સાથે સંબંધ બાંધ્યા વિના મન, વચન, કાયામાં સ્થિરતા...સ્વભાવદશામાં સ્થિરતા પ્રાપ્ત થઈ શકતી નથી. જે મનુષ્ય પોતાના ઘરના જ મનુષ્યો સાથે સંબંધ રાખે છે, તેમની સાથે ગાઢ સંબંધ બાંધે છે, તેને આનંદ-સુખ ઘરમાંથી જ મળી રહે છે. આનંદ-સુખ લેવા માટે તે બહારના માણસો પાછળ ભટકતો નથી. સુખ લેવા માટે બીજાની ખુશી-નાખુશી પર તેની ખુશી-નાખુશી રહેતી નથી. બહારનાની તેને પરવા જ હોતી નથી! માળવાનો મદનવર્મા રાજા એવો હતો કે તેને બિહારના જગતની કોઈ તમાં ન હતી. તે પોતાના અંતઃપુરમાં...પોતાને મળેલી સમૃદ્ધિમાં જ એકરસ બની ગયો હતો... ન કોઈની સાથે તેણે યુદ્ધ કર્યું કે ન કોઈની સાથે ઝઘડો!
એવી રીતે કાકંદીના ધન્યકુમારે બત્રીસ ક્રોડ સુવર્ણમુદ્રા સાથે સંબંધ તોડી...બત્રીસ શશીવદના સુંદરીઓનો સંબંધ તોડી.આંતરજગત સાથે સંબંધ બાંધ્યો. તેમણે સ્વ-આત્મસ્વરૂપમાંથી આનંદસુખ મેળવવા માંડ્યું. તેમનાં મન-વચન અને કાયા પૂર્ણાનદમાં એકરસ બની ગયાં...લૂખો-સૂકો આહાર...વૈભારગિરિનું નિર્જન અરણ્ય. તેમના પર કોઈ અસર ન કરી શક્યું. સ્થિરતાએ એમને અપાર...અદ્ભુત સુખનો ખજાનો બતાવી દીધી. એ એમાં જ લયલીન બની ગયા... હવે તેમને બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર..કાળ કે ભાવ સાથે શા માટે ઝઘડવાનું? ધન્ય છે એવા મહાયોગી પુરુષોને.
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિરતા
૨૫ स्थैर्यरत्नप्रदीपश्चेद् दीप्रः संकल्पदीपजैः।
તવિકીરત્ન ઘર્મરત્ન પૂર્ણસ્તથા વૈ: Tીદ્દીરરા અર્થ : જો સ્થિરતારૂપ રત્નદીપક સદા દેદીપ્યમાન છે તો સંકલ્પરૂપ દીપથી ઉત્પન્ન થયેલા વિકલ્પરૂપ ધૂમનું શું કામ છે? તથા અત્યંત ધૂમ-મલીન એવા પ્રાણાતિપાતાદિક આસવોનું પણ શું કામ છે? વિવેચન : “હું શ્રીમંત બનું...” આ છે સંકલ્પનો દીવો. તે માટીનો બનેલો છે.
અમુક બજારમાં જાઉં... દુકાન કરું...કોઈ શ્રીમંતને ભાગીદાર બનાવું.. કાળજીપૂર્વક કુનેહથી ધંધો કરુ..ખૂબ ધન કમાઉં... પછી મોટો બંગલો બંધાવું..મોટર વસાવું...” આ છે વિકલ્પોનો ધુમાડો! સંકલ્પના દીવામાંથી આ વિકલ્પોનો ધુમાડો નીકળ્યા જ કરે છે! જ્યારે સંકલ્પ-દીપકનો પ્રકાશ તો ક્ષણ વાર રહીને બુઝાઈ જાય છે. મનઘર મલિન બની જાય છે.
એક શ્રીમંતાઈની ઈચ્છા જાગે છે, તેની પાછળ મનુષ્ય કેટલા હિંસાદિ આસવોના વિચાર કરે છે! પણ એ વિચારોનું પરિણામ શું? કેવળ થાક, ખેદ, ક્લેશ, કર્મબંધ!.. શ્રીમંતાઈની ઈચ્છા ક્ષણભર આવીને શમી જાય છે.. પછી એની પાછળ વિકલ્પો કરી કરીને મનુષ્ય પોતાના મનને આર્તધ્યાનરૌદ્રધ્યાન કરી કરીને બગાડી મૂકે છે...વિકલ્પોના ધુમાડામાં તે ગૂંગળાઈ જાય છે...હિંસાદિ આસવોમાં અટવાઈ જાય છે અને અંતે મોતને શરણે થઈ દુર્ગતિમાં પટકાઈ પડે છે.
શ્રીમંતાઈની ઈચ્છાની જેમ, કીર્તિની-સત્તાની ઈચ્છા.. હું પ્રધાન બનું...' આ સંકલ્પ જાગ્યો. તેની પાછળ વિકલ્પો કેટલા? ચૂંટણી લડું...પૈસા ખર્ચ..બીજા પક્ષના ઉમેદવારને હરાવવા અનેક યુક્તિ-પ્રયુક્તિ કરું.. લાગવગ વધારું...હિસા-જૂઠ...જે જે આસવોનો-પાપોનો આશ્રય લેવો પડે તે લઉં... આ વિકલ્પો કરવાથી શું મનુષ્ય પ્રધાન બની જાય છે? હા, પાગલ જરૂર બની જાય છે. અનેક પ્રકારનાં પાપોમાં જરૂર ફસાઈ જાય છે. સ્થિરતા છે રત્નનો દીપક, ઝળહળ પ્રકાશ અને ધુમાડાનું નામ નહિ!
હું મારા આત્મસ્વભાવમાં...આત્મગુણોમાં રમણ કરુ...આત્મગુણોનો સ્વામી બનું.” આ ભાવના છે રત્નદીપકના પ્રકાશમાં.
તે માટે હું પરપુદ્ગલની આસક્તિ દૂર કરું બાહ્ય જગતને જોવાનું, સાંભળવાનું કે અનુભવવાનું ત્યજી દઉં...દેવ-ગુરુ અને ધર્મની ઉપાસનામાં
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭
જ્ઞાનસાર
લીન બની જાઉં...' આ છે રત્નદીપકનો પ્રકાશ! આ પ્રકાશથી મનોમંદિર દેદીપ્યમાન બને છે!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उदीरयष्यसि स्वान्तादस्थैर्यं पवनं यदि ।
समाधेर्धर्ममेघस्य घटां विघटयिष्यसि ||७ ।। २३ ।।
અર્થ : જો અંતઃકરણથી અસ્થિરતારૂપ પવન શ્રેણીને વિખેરી નાખીશ.
ઉત્પન્ન કરીશ તો ધર્મમેઘ સમાધિની
વિવેચન : પવનના તીવ્ર સુસવાટા મેઘની ધનઘોર ઘટાને વિખેરી નાખે છે...તેવી રીતે ચિત્તની ચંચળતા પણ સમાધિરૂપ ધર્મમેઘની ધનધોર ઘટાને વેર-વિખેર કરી નાખે છે. આવતા કેવળજ્ઞાનને વેરવિખેર કરી નાખે છે. ‘ધર્મમેઘ’ સમાધિ એટલે આત્માની એવી ઉચ્ચતમ્ અવસ્થા છે કે જ્યાં ચિત્તની સમગ્ર વૃત્તિઓનો (ક્લિષ્ટ અને અક્લિષ્ટ) નિરોધ થઈ જાય છે...જ્યાં કોઈ શુભ વિચાર નહિ કે કોઈ અશુભ વિચાર નહિ... તેવી અવસ્થાને અસ્થિરતા આવવા દેતી નથી... કે જે અવસ્થા વિના કેવળજ્ઞાન પ્રગટી શકતું નથી...
અરે, ચિત્ત જ્યાં પૌદ્ગલિક પદાર્થોમાં ગયું કે આત્મસ્વરૂપનો શુદ્ધ વિચાર પણ ટકી શકતો નથી કે દાન, શીલ...૫રમાર્થ...પરોપકારનો શુભ વિચાર પણ ટકી શકતો નથી... કોઈ પણ શુભ વિચાર ચાલી રહ્યા હોય છે, ત્યાં પૌદ્ગલિક સુખની સ્પૃહા જો જાગી તો ખલાસ...શુભ વિચારમાંથી અને શુભ આચારમાંથી જેમનું જેમનું પતન થયું છે તેની પાછળ પૌદ્ગલિક સ્પૃહારૂપ અસ્થિરતા કામ કરી રહી હતી.
ગોચરી ગયેલા તરુણમુનિ અરણિકના ચિત્તમાં મધ્યાહ્નના તીવ્ર તાપે એક બાજુ અકળામણ ઊભી કરી અને બીજી બાજુ મહેલને ઝરૂખે ઊભેલી તરુણીના કટાક્ષે વિક્ષેપ નાખ્યો...સંયમસાધનાની-શુભ વિચારની ધારા છિન્નભિન્ન થઈ ગઈ... પુંડરિક રાજાની પૌષધશાળામાં ઔષધોપચાર માટે રહેલા કંડરિક મુનિના ચિત્તમાં રસનાના રસભરપૂર વિષયોની આંધી ઊઠી... સુસવાટા કરતો અસ્થિરતાનો વાયુ શરૂ થયો... સંયમયોગની મેઘઘટા વિખરાઈ ગઈ... મુનિનું પતન થયું.
આપણો પણ એવો અનુભવ નથી શું? પરમપિતા પરમાત્માની ભાવપૂર્ણ હૃદયથી સ્તવના ચાલી રહી હોય અને ત્યાં આંખ સામે કોઈ રૂપ૨મણી આવી... ચિત્ત એમાં પરોવાયું...અસ્થિરતા જન્મી... પરમાત્મભક્તિ નષ્ટ!
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિરતા
चारित्रं स्थिरतारूपमत: सिद्धेष्यपीष्यते ।
यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये ।। ८ ।। २४ ।। અર્થ : યોગની સ્થિરતારૂપ ચારિત્ર છે, એ હેતુથી સિદ્ધિને વિષે પણ કહ્યું છે, માટે હે યતિઓ! આ જ સ્થિરતાની પરિપૂર્ણ સિદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કર્યા.
વિવેચન : અસંખ્ય આત્મપ્રદેશોની સ્થિરતા.. સૂક્ષ્મ પણ સ્પંદન નહિ. આ છે સિદ્ધ ભગવંતોનું ચારિત્ર. સિદ્ધ ભગવંતોમાં ક્રિયારૂપ ચારિત્ર ન હોય. ક્રિયામાં આત્મપ્રદેશો અસ્થિર હોય છે... જ્યારે સિદ્ધ ભગવંતોનો એકેય આત્મપ્રદેશ અસ્થિર ન હોય... સંપૂર્ણ સ્થિર હોય.
જે સાધક આત્માનું અંતિમ લક્ષ્ય સિદ્ધ બનવાનું છે, એણે પોતાની સમગ્ર સાધનાના કેન્દ્રસ્થાને સ્થિરતા” ને રાખવી જોઈએ. તે માટે તેણે ત્રણેય યોગોને ક્રમશઃ સ્થિર કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. તેમાંય સર્વ પ્રથમ પાપપ્રવૃત્તિઓમાંથી કાયાને, વાણીને અને મનને પાછો ખેંચી લેવાં જોઈએ. પાપપ્રવૃત્તિમાં ચાલી રહેલી મન-વચન-કાયાની અસ્થિરતાને દૂર કરવા માટે પયપ્રવૃત્તિમાં મન, વચન અને કાયાને પ્રવૃત્તિશીલ બનાવવાં જોઈએ. અલબત્ત, પુણ્યપ્રવૃત્તિમાં પણ વાસ્તવિક આત્મસ્વરૂપની રમણતારૂપ સ્થિરતા નથી. ત્યાં પણ કાયાથી પુણ્યકાર્યો માટે દોડધામ, વાણીથી પુણ્યનો ઉપદેશ અને મનથી પુણ્યપ્રવૃત્તિના મનોરથો. યોજનાઓ.... આ બધું કરવું પડે છે. અંતે તેમાં પણ આત્મપ્રદેશો અસ્થિર બને છે, પરંતુ તે અનિવાર્ય છે. પાપપ્રવૃત્તિઓમાંથી મુક્ત થવા માટે પુણ્યપ્રવૃત્તિઓ સિવાય બીજો કોઈ માર્ગ નથી.. જેમ ફુગ્ગામાંથી વાયુ કાઢી નાખવા માટે પાણી ભરવું પડે છે તેમ.
‘પુણ્યપ્રવૃત્તિમાં પણ અસ્થિરતા છે, બાહ્યભાવ છે... માટે તે પણ વર્મ છે.” જો આમ માનીશું તો અનાદિકાલથી પાપપ્રવૃત્તિમાં ટેવાયેલો આત્મા એકદમ પાપપ્રવૃત્તિ છોડી શકશે? શું તે સીધો જ આત્મસ્વરૂપની રમણતામાં ચોવીસ કલાક વ્યતીત કરી શકશે? પરિણામ એ આવશે કે “પુણ્યપ્રવૃત્તિમાં અસ્થિરતા છે’ માટે પર્યાપ્રવૃત્તિ કરશે નહિ. શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરી શકશે નહિ.. કેવળ પાપપ્રવૃત્તિમાં રચ્યોપચ્યો રહેવાનો!
પાપપ્રવૃત્તિમાંથી મુક્ત થઈ પુણ્યપ્રવૃત્તિમાં પરોવાયેલા રહી.. વિશુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતારૂપ સ્થિરતાનું લક્ષ્ય રાખી સાધકે જીવન જીવ્યે જવાનું છે.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિંમોહો
તન અને મન સ્થિર બન્યાં, આત્મભાવમાં ઠર્યા... એટલે મોહ માર્યો સમજો.
મન-વચન-કાયાની સ્થિરતામાંથી અમાહ સ્વતઃ પ્રગટે છે. મોહનાં આક્રમણોની જરાય ચિંતા ન કરશો.
અમોહી-અમૂઢ બનવાનો અદ્ભુત ઉપાય તમને આ અષ્ટકમાંથી જડી જશે. તમે ખુશ થઈ જશો. અમૂઢ બની, માત્ર જ્ઞાતા અને દ્રા બનીને જીવન જીવવાનો અપૂર્વ આનંદ અનુભવવા માટે અદ્ભુત માર્ગદર્શન મળશે.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
અમોઈ
'અહં' અને 'મમ’ એ મોહરાજાનો મંત્ર છે. એ મંત્રથી ચઢેલાં મોહના ઝેર નારં’.' મમ' ના પ્રતિપક્ષી મંત્રથી ઉતારવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ રીતે મોહનું ઝેર ઊતરે તો જ જ્ઞાની બની શકાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમોહ
अहं-ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्ध्यकृत् ।
अयमेव हि नपूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ।।१।।२५।। અર્થ: “હું અને મારું' આ મોહરાજાનો મંત્ર છે, તે જગતને આંધળું કરનાર છે, અને નકારપૂર્વક આ જ વિધી મંત્ર પણ છે, તે મોહને જિતનાર છે.
વિવેચન : અંધ મનુષ્યને પથભ્રષ્ટ થતાં વાર ન લાગે તેમાં પણ બાહ્ય આંખો પર જેને અંધાપો હોય છે તે તો અભ્યાસ દ્વારા માર્ગ પર સીધો ચાલી શકે છે, પરંતુ આંતરચક્ષુ પર જેને અંધાપો આવી ગયો, તે તો કદાપિ સરળ અને સીધા સન્માર્ગ પર ચાલી શકતો નથી.
જીવની આંતરચક્ષુઓ એમ જ બિડાઈ ગઈ નથી. તેના પર મંત્રપ્રયોગ કરવામાં આવેલો છે. જીવ પોતે જ મંત્રપ્રયોગ કરે છે એની આંતરચક્ષુઓ પર. મોહરાજા પાસેથી તેને એ મંત્ર મળેલો છે. મોહરાજાએ જીવને સમજાવીને એ મંત્ર આપેલો છે : “જ્યાં સુધી આ મંત્ર તું ૨સ્યા કરીશ ત્યાં સુધી જગતનાં રમણીય સુખો તું મેળવી શકીશ...રાખી શકીશ...” બાહ્ય પૌદૂગલિક સુખોના લાલચુ જીવને વાત ગમી ગઈ... તેણે મંત્ર સ્વીકાર્યો - “સદં-મમ”. રાત અને દિવસ, ગામમાં ને વનમાં, ઘરમાં ને દુકાને...મંદિર ને ઉપાશ્રયમાં... સર્વત્ર તે આ મહામંત્રનું રટણ કરતો ભટકી રહ્યો છે. અનાદિ કાળથી ભટકી રહ્યો છે. આ મંત્રના પ્રભાવથી તેની દિવ્ય દૃષ્ટિ બિડાઈ ગઈ છે. તે મોક્ષમાર્ગ જોઈ શકતો નથી.
ભટકતો ભટકતો જીવ “ચારિત્રધર્મ રૂપ મહારાજાના દ્વારે જઈ ચઢે છે... પરમ કૃપાળુ ચારિત્રધર્મ-મહારાજા પાસે તે પોતાનાં તન-મનનાં દુ:ખો દૂર કરવા પ્રાર્થના કરે છે.
જીવ, તારે તન-મનનાં તમામ દુઃખો દૂર કરવાં હોય તો એક કામ કરવું પડશે.'
“શું પ્રભુ? “મોહનો આપેલો મંત્ર “-મમ” – “અને મારું.” ભૂલી જવો પડશે.' ‘પણ તેને હું અનંત કાળથી ગણતો આવ્યો છું...મારા પ્રદેશે... પ્રદેશ તેનો નાદ ઊઠી રહ્યો છે... અને હવે હું ભૂલી શકવા સમર્થ નથી..'
લે આ બીજ મંત્ર. તે જપવા માંડ. તું મહિનો મંત્ર ભૂલી જઈશ.” ચારિત્ર ધર્મ મહારાજાએ તેને મહામંત્ર આપ્યો : “નાÉ– મન્ન' “નથી... મારું નથી...”
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦.
જ્ઞાનસાર 'शुद्धात्मद्रव्यमेवाहं' 'शुद्धज्ञानं गुणो मम'।
'नान्योऽहं न ममान्ये' चेत्यदो मोहास्त्रमुल्वणम् ।।२।।२६।। અર્થ : “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. કેવળજ્ઞાન મારો ગુણ છે. તેથી હું ભિન્ન નથી અને બીજા પદાર્થ મારા નથી.” આ પ્રમાણે વિચારવું તે મોહને હણનારું તીવ્ર શસ્ત્ર છે.
વિવેચન : “હું શ્રીમંત નથી, રૂપવાન નથી, હું પિતા નથી, હું મનુષ્ય નથી, હું માતા નથી, હું ગુરુ નથી.. હું શરીર નથી. હું સત્તાધીશ નથીહું વકીલ નથી. હું ડૉક્ટર નથી.. તો હું કોણ? હું શુદ્ધ આત્મદ્રવ્ય છું.'
ધન મારું નથી, રૂપ મારું નથી, માતા મારી નથી, સત્તા મારી નથી, પત્ની મારી નથી. સ્વજનો મારા નથી...શરીર મારું નથી. મારું શું? શુદ્ધ જ્ઞાન-કેવળજ્ઞાન મારું છે. હું એનાથી જુદો નથી..અભિન્ન છું.”
આ ભાવના મોહને ભેદી નાખનારું તીવ્ર શસ્ત્ર છે.. મેગાટન' બોમ્બ છે. એનો અર્થ એ છે કે શુદ્ધ આત્મદ્રવ્ય પરની પ્રીતિ, આત્મદ્રવ્યથી ભિન્ન પુદગલાસ્તિકાય પરની પ્રીતિને તોડી શકવા સમર્થ છે. આત્મતત્ત્વ સાથે પ્રીતિ બાંધો. જ્યાં પુગલતત્ત્વ છે ત્યાંથી પ્રીતિ તોડો. જેમ જેમ આત્મતત્ત્વ પર પ્રીતિ બંધાતી જશે તેમ તેમ પુદ્ગલપ્રીતિ તૂટતી જશે... પરંતુ એ ધ્યાન રાખવું જોઈશે કે આત્મતત્ત્વ પર પ્રીતિ બાંધવા જતાં પુગલ પર કે પુદ્ગલના ગુણ પર પ્રીતિ ન થઈ જાય! શુદ્ધ આત્મદ્રવ્ય પર પ્રીતિ કરવાની છે. એટલે સર્વ પ્રથમ તો આપણા પોતાના શુદ્ધ આત્મદ્રવ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તે માટે હું શુદ્ધ આત્મદ્રવ્ય છું.' એને વારંવાર જાપ કરીને પરપર્યાયોમાં કરેલી “હું” પણાની બુદ્ધિને ભૂંસી નાખવાની છે, શરીર...શરીરનાં રૂપરંગ જોઈને રાચવાની વૃત્તિ નાબૂદ કરવાની છે.
મોહને પરાજિત કરવા પૂ. ઉપાધ્યાયજી મહારાજ આપણને શસ્ત્ર અને મંત્ર બંને આપે છે. આપણે તે બંનેને લઈ મોહ પર આક્રમણ કરવાનું છે, યુદ્ધ કરવાનું છે. હા, યુદ્ધ કરવાનું છે. યુદ્ધમાં તો શત્રુના પ્રહારો પણ સહેવા પડે. પણ તેથી કંઈ શત્રુની શરણાગતિ ન સ્વીકારી લેવાય.. એનો એક પ્રહાર ને આપણા વળતા દસ પ્રહારો! એક જ નિશ્ચય કરીને લડી લેવાનું છે-“અંતિમ વિજય અમારો છે.”
મનુષ્યજિંદગી યુદ્ધનું મેદાન છે. કે જે મેદાને અનેક નરવીરોને મોહ સામે વિજયી બનાવ્યા છે. મોહવિજયી મંત્ર ને શસ્ત્ર આપણી પાસે છે. હવે ડરવું શા માટે?
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
અમોહ
यो न मुह्यति लग्नेषु भावेष्वौदयिकादिषु ।
સાવાના પાન નાસી પાપન નિતે સારૂ ર૭I અર્થ : જે લાગેલા ઔદયિકાદિ ભાવોમાં મૂંઝાતો નથી તે જીવ, આકાશ જેમ કાદવથી લેપાતું નથી તેમ પાપથી લપાતો નથી.
વિવેચન : મોહની માયાનો પણ કોઈ પાર નથી.. મોહ સાથેના યુદ્ધના મેદાનમાં જેને મોહ પર વિજય મેળવવો છે તેણે મોહની એ માયાજાળનો પણ પૂરો ખ્યાલ મેળવી લેર્વા પડે છે. જેને મોહની માયાજાળનો પાકો ખ્યાલ આવી ગયો... પછી તેમાં તે ફસાવાનો નહિ... શત્રુની માયાજાળને માયાજાળ સમજી લીધા પછી એના પર મોહિત થવાય ખરું?
મોહે વિશ્વ પર ઔદયિકભાવની માયાજાળ આબાદ રીતે બિછાવેલી છે. અજ્ઞાન, અસંયમ, અસિદ્ધતા, છ વેશ્યાઓ, ચાર કષાયો, ત્રણ વેદ, ચાર ગતિ અને મિથ્યાત્વ. માયાજાળનાં આ એકવીસ મુખ્ય અંગો છે... એવી રીતે ક્ષાયોપશામિક ભાવનાં બધાં અંગો ફસાવનારાં નથી. હા, બેભાન રહે તો તો ત્યાં પણ ફસાવાનું જ છે. દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યની લબ્ધિઓ, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન...વગેરેમાં ફસાતાં વાર નહિ ,
આવા અશુભ ભાવોમાં જે જીવ ફસાતો નથી, મોહ તેને શુભ ભાવોમાં ફસાવવા પ્રયત્નો કરે છે. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન, દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમસમકિત-ચારિત્ર વગેરેમાં વસવા છતાં પણ જીવે જો આસક્તિ કરી, રાગ-દ્વેષ કર્યો, તો પણ મોહની જાળમાં ફસાયો સમજવો. તે જાળને ભેદવા માટે સૂક્ષ્મ મતિ અને મહાન યુદ્ધકુશળતા હોય તો જ તે ભેદાય.
વાત એક છે. મોહ ગમે તેવાં બાહ્ય-અત્યંત આકર્ષણો ઊભાં કરે, જીવે તેના પર મોહ નહિ કરવાનો...બસ, પછી મોહ કંઈ જ કરી શકતો નથી, જેમ કોઈ મનુષ્ય આકાશને મલિન કરવા કાદવ ઉછાળે... આકાશ મલિન થતું નથી, તેમ મોહ ગમે તેટલો કાદવ ઉછાળે, જે આત્મા રાગ-દ્વેષ કરતો નથી તેને કાદવ સ્પર્શ કરતો નથી. પાપથી તે લપાતો નથી.
અરાગ-અષના બખ્તરને મોહનાં તીવ્ર તીરો ભેદી શકતાં નથી.
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
જ્ઞાનસાર पश्यत्रेव परद्रव्यनाटकं प्रतिपाटकम् ।
મવપુરથરિ નમૂ4: રિવિતિ ||૪ ા૨૮/ અર્થ : અનાદિ અનન્ત કર્મ-પરિણામ રાજાની રાજધાની-સ્વરૂપ ભવચક્ર નામના નગરમાં રહેતાં છતાં પણ એકેન્દ્રિયાદિ નગરની પોળે પોળે પરદ્રવ્યનું જન્મ-જરા અને મરણાદિરૂપ નાટક જોતો, મોહરહિત આત્મા ખેદ પામતો નથી.
વિવેચન : “મોહરાજાએ ભાવનગરની ગલી-ગલીએ ઔદયિક વગેરે ભાવોની જાળ પાથરી દીધી છે.... અનંત અનંત જીવો, કે જે ભાવનગરની ગલીગલીમાં ભરચક રહેલા છે, મોહરાજાની જાળમાં ફસાઈને વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરી રહ્યા છે, બિચારાં તે જીવોને મોહરાજાની જાળનો ભેદ સમજાયો નથી.” જન્મ-યૌવન-જરા મૃત્યુમાં શોક-હર્ષ કરતા ભારે ખેદ-ક્લેશ અનુભવી રહ્યા છે.
ભાવનગરમાં ભવચક્રમાં રહેલો પણ આત્મા, જેની મૂઢતા ચાલી ગઈ છે, ઔદયિકાદિ ભાવો તરફ જે ઉદાસીન બન્યો છે; અલબત્ત, મોહની નાટ્યભૂમિ પર હજુ તેને પાત્ર બનીને રહેવું પડ્યું છે, છતાં હવે પોતાના અને બીજાના જીવનમાં બનતા પ્રસંગોને જોવાની દૃષ્ટિમાં આમૂલચૂલ પરિવર્તન આવી જવાથી તે સર્વ પ્રસંગોને “મોહપ્રેરિત નાટક' રૂપે જુએ છે. તેથી તે હર્ષવિષાદનો ક્લેશ અનુભવતો નથી.
સમગ્ર સંસારને નગરની ઉપમા આપવામાં આવી છે. નરકગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને દેવગતિ-આ ચાર ગતિ, સંસારનગરની ચાર મુખ્ય શેરીઓ છે. શેરીમાં પણ અવાંતર શેરીઓરૂપ ચાર ગતિના અવાંતર ભેદો છે..તે શેરીએ શેરીએ જે અનંત અસંખ્ય સંખ્યાત જીવો રહેલા છે, તે નાટકનાં પાત્રો છે... તેમની વિવિધ ચેષ્ટાઓ તે નાટકનો અભિનય છે. અભિનયનું સંચાલન મોહરાજા કરી રહેલ છે.
નાટકમાં જેમ જન્મનો પ્રસંગ દેખાડવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં જન્મ થતો હોતો નથી. મૃત્યુનો પ્રસંગ બતાવવામાં આવે છે, પણ વાસ્તવમાં મૃત્યુ થયું હોતું નથી... દ્રષ્ટા પણ આ હકીકત સમજતો હોવાથી જન્મ થતાં હર્ષ પામતો નથી. મૃત્યુ થતાં શોકરુદન કરતો નથી. તેમ સંસારના નાટકમાં પણ જીવનો જન્મ, જીવનું મૃત્યુ વગેરે પ્રસંગો દેખાય છે, પરંતુ જ્ઞાની દ્રષ્ટા સમજે છે કે વાસ્તવમાં આત્મા જન્મતો નથી કે મરતો નથી! પોતે પણ જન્મમરણનો અભિનય કરે છે... વાસ્તવમાં જન્મતો નથી કે મરતો નથી. પછી શા માટે હર્ષ કે શોક કરવાનો?
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમોહ
विकल्पचषकैरात्मा पीतमोहासवो ह्ययम् ।
भवोच्चातालमुत्तालप्रपञ्चमधितिष्ठति ।।५।।२९।। અર્થ : વિકલ્પરૂપ મદિરા-પાત્રો વડે મોહ-મદિરા પીનાર આ જીવ ખરેખર, જ્યાં હાથ ઊંચા કરી તાળીઓ આપવાની ચેષ્ટા કરવામાં આવે છે એવા સંસારરૂપ પીઠાનો આશ્રય કરે છે. વિવેચન : સંસાર એ મદિરા-પાનનું પઠું છે. મોહ એ માદક મદિરા છે. વિકલ્પ એ મદિરા-પાનનું પાત્ર છે.
અનંત અનંતકાળથી આપણો આત્મા સંસારમાં બૂરી હાલતે ભટકી રહ્યો છે...પગલિક સુખોના વિકલ્પો...મોહથી છલોછલ ભરેલા વિકલ્પો કરીકરીને તે ઉન્મત્ત બની ગયેલો છે. ઘડીકમાં તાળીઓ પાડતો નાચે છે...ઘડીકમાં છાતી ફૂટતો રુદન કરે છે...ઘડીકમાં સુંદર વસ્ત્રો પહેરી બજારમાં ફરે છે. તો ઘડીકમાં વસ્ત્રવિહીન બની ગટરમાં આળોટે છે.
ક્ષણ પહેલાં પિતા-પિતા' કરતો ગળે વળગી પ્રેમચેષ્ટા કરે છે. તો ક્ષણ પછી એના જ પર દંડો લઈને તૂટી પડે છે. ક્ષણ પહેલાં “મારો પુત્ર...મારો પુત્ર...” કરી સ્નેહથી તરબોળ બની જાય છે... ક્ષણ પછી એ જ સ્ત્રી વાઘણ બની પુત્રનાં ચામડાં ચીરી નાખે છે. સવારે “મારા પ્રાણપ્રિય નાથ..' કહીને ગાઢ આલિંગન આપે છે...બપોરે “દુષ્ટ..ચાંડાલ...' કહીને ગલીચ ગાળો સંભળાવે છે.
મોહ-મદિરાનો નશો.. વૈષયિક સુખોની તીવ્ર તમન્ના! તેમાં જીવ કેવો ઉન્મત્ત...વિવેકશૂન્ય...વ્યવહારભ્રષ્ટ બનીને સંસારમાં ભટકે છે, તે સ્વસ્થ ચિત્તે વિચારવાની જરૂર છે. જ્યાં સુધી મોહમદિરાનો ત્યાગ કરવામાં ન આવે, વિકલ્પનાં મદિરા-પાત્રોને ફેંકી દેવામાં ન આવે ત્યાં સુધી નિર્વિકાર જ્ઞાનાનંદમાં સ્થિરતા ન થઈ શકે. જ્યાં સુધી જ્ઞાનાનંદમાં સ્થિર ન બનાય ત્યાં સુધી પરબ્રહ્મમાં મગ્ન ન થઈ શકાય... અને પરબ્રહ્મની મગ્નતા વિના પૂર્ણતા.. આત્મસ્વરૂપની પૂર્ણતા... અનંત ગુણોની પૂર્ણતા હાંસલ ન કરી શકાય.
સ્થિરતાના પાત્રમાં જ્ઞાનામૃતનું પાન કરનાર આત્મા જ વિવેકી, વિશુદ્ધવ્યવહાર અને ધર્મપરાયણ બની શકે છે.
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
જ્ઞાનસાર निर्मलं स्फटिकस्यैव सहज रुपमात्मनः ।
अध्यस्तोपाधिसम्बन्धो जडस्तत्र विमुह्यति ।।६।।३०।। અર્થ : આત્માનું સ્વાભાવિક સિદ્ધસ્વરૂપ સ્ફટિક જેવું નિર્મળ છે, તેમાં ઉપાધિનો સંબંધ આરોપીને અવિવેકી જીવ એમાં મૂંઝાય છે.
વિવેચન : સ્ફટિકરનની પાછળ લાલ કાગળ રહેલો હોય, સ્ફટિકરત્ન લાલ દેખાતું હોય, તમને કોઈ પૂછે : “સ્ફટિક કેવું છે?' તો તમે શો જવાબ આપવાના?” “સ્ફટિક લાલ છે' એમ કહેવાના? કે “સ્ફટિક લાલ દેખાય છે, પરંતુ લાલાશ તો ઉપાધિ છે, મૂળરૂપે તો સ્ફટિક લાલ છે જ નહિ.'
ભલા, શું આત્મા એના મૂળ સ્વરૂપે એકેન્દ્રિય છે? બેઇન્દ્રિય છે?.પંચેન્દ્રિય છે? કાળાશ, પીળાશ, ગીરપણું શું આત્માનું મૂળ સ્વરૂપ છે? જાડાઈ, પાતળાઈ, ઊંચાઈ...પહોળાઈ... વગેરે શું આત્માનું અસલી સ્વરૂપ છે? શું આત્માના સ્વાભાવિક સ્વરૂપમાં હર્ષ-શોક, શાતા-અશાતા, ઉચ્ચ-નીચતા છે?
સ્ફટિકમાં લાલાશ.. પીળાશ વગેરે જોઈ સ્ફટિકને લાલ-પીળો માની લેનાર મનુષ્ય જેમ મૂર્ખ છે, તેમ આત્મામાં એકેન્દ્રિયપણું..પંચેન્દ્રિયપણું વગેરે જોઈ આત્માને એકેન્દ્રિય પંચેન્દ્રિય વગેરે માની લેનાર પણ મૂર્ખ છે. આત્મામાં કાળાશ, ગૌરપણું વગેરે જોઈ આત્માને કાળો ગોરો માની લેનાર પણ જડ છે.
આત્મામાં કાળું રૂપ...કદરૂપી આકૃતિ જોઈ એના પર અરુચિષ થાય છે. આત્મામાં ગૌરવર્ણ.. સુડોળ આકૃતિ જોઈ રાગ... રુચિ થાય છે, તે દ્રષ્ટાની જડતા છે. એ વિચારતો નથી કે આત્મા તો નિર્મલ સ્ફટિક રત્ન જેવો છે. એના સ્વરૂપમાં નથી કાળું-ગોરું રૂપ કે સુડોળ-બેડોળ આકૃતિ. એ બધું તો કર્મના ઘરનું છે. આત્મા પર કર્મની છાયા છે. આત્મામાં પડી રહેલાં કર્મનાં વિભિન્ન પ્રતિબિંબો છે.
મોહદષ્ટિને ફોડી નાખનારું આ ચિંતન...વિશુદ્ધ આત્મ-સ્વરૂપનું ચિંતન કેટલું બધું શક્તિશાળી છે! કેટલું પ્રભાવસંપન્ન છે... એ તો જ્યારે પ્રયોગ કરવામાં આવે ત્યારે જ સમજાય, આ બધી માત્ર વાતો કરવાની નથી, પરંતુ જીવનમાં રચનાત્મક રીતે પુરુષાર્થ કરવાનો છે. જે પરસ્વરૂપ છે તેને સ્વસ્વરૂપ માનવાની જડતા, તો જ દૂર થશે.
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ
અમોહ
अनारोपसुखं मोहत्यागादनुभवत्रपि।
आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् ।।७।।३१।। અર્થ : મોહના ત્યાગથી-ક્ષયોપશમથી આરોપરહિત સ્વભાવનું સુખ યોગી અનુભવતો હોવા છતાં, જૂઠું જેમને પ્રિય છે એવા લોકોને એ સુખાનુભવ કહેતાં આશ્ચર્યવાળો થાય છે.
વિવેચન : વિતરાગ-સર્વજ્ઞ ભગવંતે ઉપદેશેલા યોગમાર્ગ પર પ્રગતિ કરી રહેલો યોગી વીતરાગદેવની અનન્ય કપાથી જ્યારે મોહનો ક્ષય-ઉપશમ કરનારો બને છે, અર્થાતું ચારિત્રમોહનીયના પ્રભાવને ઝાંખો પાડી દે છે ત્યારે આત્માના સ્વાભાવિક... કર્મોદયથી અમિશ્રિત સુખનો રસાસ્વાદ અનુભવે છે.
એવા સ્વાભાવિક સુખના અનુભવી મહાત્મા સમક્ષ જ્યારે એવી પ્રજા ઉપસ્થિત થાય છે કે જે પ્રજા પર મોહનીય કર્મનો અસાધારણ પ્રભાવ હોય છે, ત્યારે તેની સમક્ષ શું બોલવું એ એક પ્રરન બની જાય છે! નથી તો એ સ્વયં સ્વાભાવિક સુખનો અનુભવ કરવા છતાં તે પ્રજાની સમક્ષ કહી શકતા કે નથી એ પ્રજા જેમાં સુખ માની રહી છે તેને સુખ’ કહી શકતા! તેમને આશ્ચર્ય થાય છે કે આ પ્રજાને શું કહેવું!'
જે લોકો માત્ર બાહ્ય પૌગલિક સુખોમાં જ રાચે છે તેમની સમક્ષ સ્વાભાવિક સુખના અનુભવની વાત હાસ્યાસ્પદ બની જાય છે... જ્યારે આત્મસુખનો અનુભવી પૌદ્ગલિક સુખોને સુખરૂપે વર્ણવી શકતો નથી! કારણ કે યોગીની દૃષ્ટિમાં પીગલિક સુખો-કર્મોદયના પ્રભાવથી ઉત્પન્ન થયેલાં સુખો કેવળ દુઃખ જ દેખાય છે. કેવળ ફ્લેશ..ખેદ..વેઠ અને પરિણામે દુર્ગતિ દેખાય છે.
અહીં આપણને કેટલુંક મહત્ત્વનું માર્ગદર્શન મળે છે. મોહનીય કર્મનો ક્ષયોપશમ કર્યા વિના આત્માનું સ્વાભાવિક સુખ અનુભવાય નહિ. એવા સ્વાભાવિક સુખનો અનુભવી વૈભાવિક સુખમાં દુઃખનું દર્શન કરતો હોય છે, તેને સુખ ન માને. છે આત્મસુખના અનુભવની વાત જગતનાં બાહ્ય સુખોમાં રાચતા જીવો ન
સમજે, તેમાં ખેદ ન પામવો પરંતુ કરુણા ભાવવી. * આત્મસુખના અનુભવી આત્માનો બાહ્ય સુખોમાં રાચતા જીવો સાથેનો સંબંધ ટકી શકતો નથી.
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
જ્ઞાનસાર
यश्चिद्दर्पणविन्यस्तसमस्ताचारचारुधी।
क्व नाम स परद्रव्येऽनुपयोगिनि मुह्यति ।।८।।३२ ।। અર્થ : જે જ્ઞાનરૂપી દર્પણમાં સ્થાપન કરેલ સમસ્ત જ્ઞાનાદિ પાંચ આચાર વડે સુંદર બુદ્ધિવાળો છે, તે યોગી અનુપયોગી એવા પર દ્રવ્યમાં શું મુંઝાય?
વિવેચન : પોતાના સમસ્ત અવયવોને દર્પણમાં જોઈ મનુષ્ય પોતાની સુંદરતાનો આનંદ અનુભવે છે અને એ સુંદરતા વધારવા...ટકાવવા... તથા સુંદરતા દ્વારા સુખનો અનુભવ કરવા તે બાહ્ય દુનિયામાં જાય છે. અને મોહિત થાય છે.
જે આત્મા પોતાના તમામ અત્યંતર અવયવોને જ્ઞાનના દર્પણમાં જોઈને પોતાની સુંદરતા સમજે છે, તે સુંદરતા વધારવા કે ટકાવવા તેને બાહ્ય દુનિયામાં જવું પડતું નથી... કારણકે એ સુંદરતા બાહ્ય-સાપેક્ષ નથી. એના સુખનો અનુભવ કરવા દુનિયાના બજારમાં ભટકવું પડતું નથી. પછી તે આત્મા શા માટે બાહ્ય પદાર્થોમાં મોહિત થાય?
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આ પાંચ આચાર આત્માના આત્યંતર રમણીય અવયવો છે. પોતાની રમણીયતા પોતે દર્પણના સહારા વિના જોઈ શકતો નથી. જ્ઞાન-આત્મસ્વરૂપ એ દર્પણ છે. એ દર્પણમાં જ્યારે જ્ઞાનાચાર વગેરે આચારોનું સૌન્દર્ય જોવાય છે ત્યારે હૃદય નાચી ઊઠે છે.. પરમ આનંદ અનુભવે છે. તેમાં તલ્લીન બની જાય છે. પછી તો તેને પરદ્રવ્યો ફિક્કાં.નિરુપયોગી અને તુચ્છ લાગે છે. જે દ્રવ્ય ફિક્યું, નિરુપયોગી અને તુચ્છ લાગ્યું તેમાં ચિત્ત મોહિત થાય ખરું? શા માટે મોહિત થાય?
પરદ્રવ્યો ત્યાં સુધી જ ચિત્તને મોહિત-મલિન બનાવી શકે, જ્યાં સુધી, કાચના દર્પણમાં મનુષ્ય પોતાના વ્યક્તિત્વને...પોતાની જાતને સુંદર જોવા પ્રયત્ન કરે છે. આત્મસ્વરૂપના દર્પણમાં જેમ જેમ પોતાના વ્યક્તિત્વને (જ્ઞાન...દર્શન...ચારિત્ર...વગેરેને) જોવા પ્રયત્ન કરે છે તેમ તેમ પરદ્રવ્યોમાંથી તેની આસક્તિ તૂટતી જાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાચાર વગેરે પાંચ આચારોની સમજણ અને આચરણ જેમ જેમ સુંદર બનતું જાય છે તેમ તેમ આત્મસ્વરૂપની રમણતા વધતી જવાથી પરદ્રવ્યોની આસક્તિ દૂર થાય છે.
* જુઓ પરિશિષ્ટ ૩.
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
ફોન
(RT[તdવસTળે
જ્ઞાનની પરિણતિ થવી જોઈએ. જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થવો જોઈએ. જ્ઞાનનું અમૃત, જ્ઞાનનું રસાયણ અને જ્ઞાનનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવું જોઈએ. તો જ શાંત બનાય, કષાયોનું શમન થાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જ્ઞાન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમોહી બન્યા એટલે જ્ઞાની બન્યા. આત્મા પરથી મોહનું આવરણ દૂર થાય એટલે જ્ઞાનનો પ્રકાશ પ્રગટે. અ-મોહીનું જ્ઞાન ભલે એક જ શાસ્ત્રનું હોય, એક જ શ્લોક કે એક જ શબ્દનું હોય, એ એને નિર્વાણ પમાડનારું બની જાય છે.
આત્મસ્વભાવ તરફ દૃષ્ટિ ખોલી આપે એ જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. વાદવિવાદ અને વિસંવાદ જગાડનારા જ્ઞાનને જ્ઞાન કહ્યું નથી. અમોહી આત્મા વાદવિવાદથી દૂર જ રહેતો હોય છે.
જો જો હો, થોડા પણ અ-મોહી બનીને આ અષ્ટક વાંચજો! તો જ આ રહસ્યજ્ઞાનનું રહસ્ય સમજાશે.
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
જ્ઞાનસાર
मज्जत्यज्ञ: किलाज्ञाने विष्टायामिव शूकर।
જ્ઞાની નિમન્નતિ જ્ઞાને મરાત્તિ માનસે ગુજારૂરૂ II અર્થ : જેમ ડક્કર વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની ખરેખર અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ હંસ માનસરોવરમાં નિમગ્ન થાય છે તેમ જ્ઞાની પુરુષ જ્ઞાનમાં નિમગ્ન થાય છે.
વિવેચન : મનુષ્ય વારંવાર ક્યાં જાય છે? પુનઃ પુનઃ તેને શું યાદ આવે છે? કોની સાથે તે બહુ સમય વ્યતીત કરે છે? કયા શબ્દો તે ભારપૂર્વક-રસપૂર્ણ બોલે છે? શું સાંભળવું તેને ઘણું પ્રિય છે? એટલા અવલોકન પરથી મનુષ્યનું આંતરિક આકર્ષણ પારખી શકાય છે, તેની આંતરરુચિ સમજી શકાય છે.
જ્યાં કેવળ ભૌતિક વિષયક સુખ-દુઃખની વાતો થતી હોય, પુદગલાનંદી જીવોનો જ સહવાસ પ્રિય હોય, જડ પદાર્થોની જ કથાઓ રસપૂર્વક કરતો હોય... ઇન્દ્રિયોને તૃપ્ત કરનારી જ વાતો સાંભળવી વહાલી હોયતો પારખી શકાય કે “આ મનુષ્યનું આકર્ષણ ભૌતિક પદાર્થો તરફ છે, તેની રુચિ વિષયસુખોમાં છે.. કે જે વાસ્તવમાં અજ્ઞાનતા છે; મોહાશ્વેતા છે. મળ-મૂત્રથી ભરેલી ગટરોમાં રાચતા ભૂંડ જેવી અવદશા છે.”
જે જ્ઞાની છે, વાસ્તવદર્શી છે... તે તો જ્યાં આત્મકલ્યાણની વાતો થતી હશે ત્યાં જ જવાનો. આત્મજ્ઞાની પુરુષોનો જ સતત સમાગમ કરવાનો. તેના ચિત્તમાં આત્મસ્વરૂપની અને આત્મસ્વરૂપને પામવાનાં સાધનોની જ રમણતા રહેવાની... તેના મુખમાંથી આત્મા-મહાત્મા ને પરમાત્માની જ શુભ કથાઓ વરસતી રહેવાની અને એવી જ કથાઓ સાંભળવામાં તે રસલીન બની જવાનો. માનસરોવરમાં ક્રીડા કરતા રાજહંસ જેવી એની ઉન્નત અવસ્થા દેખાવાની.
સાધક આત્માએ પોતાની જાતનું આ રીતે સુક્ષ્મ અવલોકન કરવું જોઈએ. હું જ્ઞાની છું કે અજ્ઞાની?' તેનો સ્વતઃ આત્મસાક્ષીએ નિર્ણય કરવો જોઈએ. પોતાની જાત તેમાં અજ્ઞાનતાથી ભરેલી લાગે તો જ્ઞાનદશાને વિકસાવવાનો પુરુષાર્થ વધારવો જોઈએ. જ્યાં સુધી કેવલજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી.
निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः।
तदेवज्ञानमुत्कृष्टं निर्बन्धो नास्ति भूयसा ।।२ ।।३४ ।। અર્થ : એક પણ મોક્ષ-સાધક-પદ વારંવાર વિચારાય છે તે જ જ્ઞાન શ્રેષ્ઠ છે. ઘણા જ્ઞાન માટે આગ્રહ નથી. અર્થાત્ ઘણું ભણવાનો આગ્રહ નથી.
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાન
૩૯ વિવેચન : અમારો આગ્રહ નથી કે તમે ઘણા ગ્રંથો ભણી લો. અમારો આગ્રહ નથી કે હકીકતોનું વિશાળ ભંડોળ ભેગું કરી લો. અમારો તો એક આગ્રહ છે : નિર્વાણ સાધક એક પણ પદ...એકાદ ગ્રંથ. એકાદ પ્રકરણનું ઊંડાણથી અધ્યયન કરો; તેમાં લયલીન બની જાઓ.... ચિત્તમાં વારંવાર તેનું જ ચિંતન કરો... મુક્તિ તરફ લઈ જનારું આવું એક પણ ચિંતન તમારા ચિત્તમાં રમી ગયું. એ જ સાચું જ્ઞાન છે, એ જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. જ્ઞાનને ઉત્કૃષ્ટ-શ્રેષ્ઠ બનાવવા નીચેના ચાર મુદ્દા મહત્ત્વના છે.
ગ્રંથ હાથમાંથી મૂકી દીધા પછી પણ ગ્રંથોક્ત તત્ત્વનું પરિશીલન ચિત્તમાં ચાલવું જોઈએ. જેમ જેમ એ તત્ત્વનું પરિશીલન થતું જાય તેમ તેમ તત્ત્વોપદેશક પરમકૃપાળુ વીતરાગ ભગવંત તરફ પ્રીતિભક્તિ, ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતાભાવ, તત્ત્વમાર્ગ તરફ અપૂર્વ આકર્ષણ... હૃદયમાં ઉલ્લસિત થવાં જોઈએ. જ તત્ત્વનું ભાવન શાસ્ત્રદર્શિત યુક્તિઓના સહારે કરવું જોઈએ. આગમોક્ત
શૈલી અનુસાર કરવું જોઈએ. અર્થાતુ યુક્તિવિરુદ્ધ કે આગમવિરુદ્ધ તત્ત્વભાવના કરવી જોઈએ નહીં . છે. જેમ જેમ તત્ત્વચિંતનની ચિત્તમાં રમણતા થતી જાય તેમ તેમ કષાયોના
ઘમઘમાટ શમવા લાગે, સંજ્ઞાઓની બૂરી આદત ઘટવા લાગે, ગારવોના ઉન્માદ મંદ થવા લાગે.
માષતષ મુનિને ગુરુમહારાજે નિર્વાણસાધક એક પદ આપ્યું : મા રુષ...મા તુષ' રાગ ન કરો. દ્વેષ ન કરો..” બસ બાર વર્ષ સુધી મહામુનિએ એક જ પદને વિચાર્યું - પરિશીલન કર્યું. ઉપરોક્ત ચારેય વાતોને ધ્યાનમાં રાખીને ખૂબ મંથન કર્યું. બાર વર્ષના અંતે કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું! એક પદના સતત પરિભાવનથી નિર્વાણની સિદ્ધિ કરી... “આ પ... મા તુષ” આ એક વાક્ય મહામુનિનું ઉત્કૃષ્ટ જ્ઞાન બની ગયું... કારણ કે તેના દ્વારા ઉત્કૃષ્ટ જ્ઞાન-કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. ચિત્તનું તત્ત્વચિંતનમાં વિલીનીકરણ કરવું તે ઉત્કૃષ્ટ જ્ઞાન છે.
स्वभावलाभसंस्कारकारणं ज्ञानमिष्यते।
ध्यान्ध्यमात्रमतस्त्वन्यत् तथा चोक्तं महात्मना ।।३।।३५।। અર્થ : આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું કારણભૂત જ્ઞાન ઈચ્છીએ છીએ. એ સિવાય બીજું જે અધિક ભણવું તે બુદ્ધિનું અંધપણું છે. આ જ પ્રમાણે મહાત્મા પતંજલિએ કહ્યું છે.
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
જ્ઞાનસાર વિવેચન : એનું નામ જ્ઞાન છે કે જે આત્માને સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે ઉશ્કેરે... સ્વરૂપની પ્રાપ્તિ કરવાની વાસના જાગ્રત કરી દે. વાસના એને કહેવાય કે જે વિષયની વાસના જાગી. તેના જ વિચારો અને તેને પ્રાપ્ત કરવાનો સખત પુરુષાર્થ જીવ કરતો રહે. જેને સ્ત્રીની. તરુણ સ્ત્રીની વાસના જાગી... તેના ચિત્તમાં એ તરુણીના જ વિચારો રમવાના અને એનો પુરુષાર્થ એ તરુણીને મેળવવાનો જ રહેવાનો. એવી વાસના જાગ્રત કોણે કરી? તરુણીના દર્શને... તરુણીવિષયક જ્ઞાને.
આત્મસ્વરૂપનું જ્ઞાન થયા પછી, એ જ્ઞાન જીવને આત્મસ્વરૂપના વિચારોમાં જ રમાડે અને આત્મસ્વરૂપને મેળવવાનો જ પુરુષાર્થ કરવા પ્રેરે... એવું જ જ્ઞાન અમારે જોઈએ છે. એવું જ્ઞાન અમારે નથી જોઈતું કે એક બાજુ અનેક ગ્રંથોનું અધ્યયન થતું જાય અને બીજી બાજુ પરપુગલની આસક્તિ વધતી જાય... વિષયવૃદ્ધિ અને કષાયવૃદ્ધિ થતી જાય, રસ-ઋદ્ધિ અને શાતાની લોલુપતા વધતી જાય.
ભગવાન સુધર્માસ્વામીજીએ જંબૂકુમારને જ્ઞાન આપ્યું... એ જ્ઞાને જંબૂકુમારમાં આત્મસ્વરૂપની પ્રાપ્તિની વાસના જગાવી દીધી! ખંધકસૂરિએ પાંચસો શિષ્યોને જ્ઞાન આપ્યું... એ જ્ઞાને પાંચસો શિષ્યોમાં આત્મસ્વરૂપ હાંસલ કરી લેવાની વાસના ઉત્તેજિત કરી દીધી.. કે જેની ખાતર પાંચસોએ ઘાણીમાં પિલાઈ જવાનું પસંદ કર્યું! વાસનાની પાછળ મનુષ્ય શું નથી કરતો? આત્મસ્વરૂપની વાસના જાગી ગયા પછી ઘાણીમાં પિલાઈ જવાનું દુષ્કર નથી, અગ્નિમાં સળગી જવાનું કઠિન નથી.. પર્વત પરથી ઝંપાપાત કરવાનું અઘરું નથી... શરીરના લોહીમાંસ સૂકવી નાખવાનું દુષ્કર નથી... શરીર પરથી ચામડી ચિરાવી નાખવાનું કઠિન નથી... વાસના જાગી જવી જોઈએ. એવી વાસનાને ઉત્તેજિત કરવા જ જ્ઞાનની જરૂર છે. એવું જ જ્ઞાન ઉપાદેય છે. એ સિવાયનું જ્ઞાન તો અંધાપો જ છે... અજ્ઞાન જ છે. મહાત્મા પતંજલિનું આ કથન છે, અને તે સર્વસંમત છે.
वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा।
तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गतौ ।।४।।३६ ।। અર્થ : અનિશ્ચિત અર્થવાળા વાદ (પૂર્વપક્ષ) અને પ્રતિવાદ (ઉત્તરપક્ષ) કરનારા જીવો ગમન કરવામાં ઘાંચીના બળદની જેમ તત્ત્વના પારને પામતા નથી જ. વિવેચન : જે શાસ્ત્રજ્ઞાન દ્વારા અંતરના રાગદ્વેષ પર વિજય મેળવવાનો
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
શાન છે.. બાહ્ય.... પાર્થિવ જગતમાંથી આંતર ચેતનામય સૃષ્ટિ તરફ વળવાનું છે. તે શાસ્ત્રજ્ઞાનથી, જીવ! તું વાદ-પ્રતિવાદ કરવા લાગી ગયો? વાદપ્રતિવાદ કરીને રાગદ્વેષના શરણે ગયો? બાહ્ય જગતના યશ-અપયશમાં રાચવા લાગ્યો?
ભલા, તું એ તો વિચાર, કે તારી પાસે જે શાસ્ત્રો છે. તેનો અર્થનિર્ણય તેં કરી લીધો છે? નથી આજે કેવળજ્ઞાની પરમપુરુષો, નથી આજે મન:પર્યવજ્ઞાની-અવધિજ્ઞાની કે શ્રુતકેવલી મહાત્માઓ. અનંતજ્ઞાનીઓએ રચેલાં શાસ્ત્રોને તે અલ્પમતિથી સમજવાનો દાવો રાખે છે? તેં કરેલો અર્થનિર્ણય જ સાચો માની લેવાની ધૃષ્ટતા કરે છે? બીજાના અર્થનિર્ણયોને અસત્ય ઠરાવવા તું વાદ-વિવાદ કરવાની ચેષ્ટા કરે છે? સમજી રાખ, કે તારી મતિ અલ્પ છે, શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ અતિ મંદ છે, એવી સ્થિતિમાં તારી પાસે શાસ્ત્રજ્ઞાન છે તે અનિશ્ચિત અર્થવાળું શાસ્ત્રજ્ઞાન છે. શાસ્ત્રજ્ઞાન વડે તું મહિનાઓ સુધી વાદ-પ્રતિવાદ કર્યા કરીશ તોપણ તત્ત્વના પારને નહિ પામી શકે.. પરિપૂર્ણ જ્ઞાનાનંદને નહિ અનુભવી શકે. હા, વાદ-પ્રતિવાદમાં તારો વિજય થશે તેનો તને આનંદ થશે. પરંતુ તે આનંદ સ્વાભાવિક આનંદ નથી... વૈભાવિક આનંદ છે, એ ન ભૂલીશ. - વાદ-વિવાદ કરીને તત્ત્વ-સાક્ષાત્કાર માટે દોડવું, તે તો ઘાંચીના બળદ જેવી દોટ છે. ઘાંચીનો બળદ સવારથી સાંજ સુધી દોડ્યા જ કરે. પરંતુ બાર કલાકના અંતે ઠેરની ઠેર! આત્મનું, યશની લાલસાના પાટા આંખે બાંધીને, વાદ-વિવાદ કરતો તું દોડી તો રહ્યો છે, પણ જરા થોભીને આંખ પરથી પાટા ખોલીને તો જો, કે આત્મસ્વરૂપની કેટલી નિકટતા તે કરી છે? કર્મ-ધાંચીએ તારા ગળા પર ધૂંસરી નાખી છે..યશલાલસાના આંખે પાટા બાંધ્યા છે...અને તે એક જ ચક્રમાં ભમી રહ્યો છે...?
વાદ-વિવાદથી પર બની, શાસ્ત્રજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપની તરફ વળવું હિતાવહ છે.
स्वद्रव्य-गुण-पर्यायचर्या वर्या पराऽन्यथा ।
इति दत्तात्मसंतुष्टिर्मुष्टिज्ञानस्थितिर्मुनेः ।।५।।३७ ।। અર્થ : પોતાના દ્રવ્ય-ગુણ અને પર્યાયમાં પરિણતિ શ્રેષ્ઠ છે. પરદ્રવ્ય-ગુણપર્યાયમાં પરિણતિ શ્રેષ્ઠ નથી. આ પ્રમાણે જેણે આત્માને સંતોષ આપ્યો છે એવી સંક્ષેપથી રહસ્યજ્ઞાનની મર્યાદા મુનિને હોય છે,
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
જ્ઞાનસાર વિવેચન : “હે મુનિ, તારા માટે તે સમસ્તજ્ઞાનનું રહસ્ય શું પ્રાપ્ત કર્યું? તારા આત્માને એ રહસ્યજ્ઞાન આપીને પરમ સંતુષ્ટ કર્યો?
પદ્રવ્ય, પરગુણ, પરપર્યાયમાં પરિભ્રમણ...અભિરમણ કરી કરીને તે પરિશ્રાંત બની ગયો છે, પરમાં કરેલા અનંતકાલના અભિરમણમાં તે સંતોષ પામ્યો નથી, તેનો અસંતોષ વધતો જ ગયો છે. હવે તેને સંતુષ્ટ કરવાની જરૂર છે. એ પણ ન ભૂલવું જોઈએ કે પરદ્રવ્ય-ગુણા-પર્યાયમાં હજુ અનંતકાળ સુધી રમણતા રહેશે તો પણ આત્માને સંતોષ થવાનો નથી. એનો અસંતોષ તીવ્ર બનતો જશે.
હે આત્મનું, તું તારામાં જ પરિણતિ કર. તું શુદ્ધ આત્મદ્રવ્ય છે. તેમાં જ તું રમણતા કર. તું તારા જ ગુણોમાં...જ્ઞાનદર્શનચારિત્રમાં લીન બની જા. તું તારો, વર્તમાન અવસ્થાનો અને ત્રણેય કાળની અવસ્થાઓનો દ્રષ્ટા બન. તારા સૈકાલિક પર્યાયો વિશુદ્ધ છે, તે વિશુદ્ધ પર્યાયોમાં પરિણત થઈ જા. એ જ પરિણતિ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે.
હે આત્મનું, પરદ્રવ્ય-ગુણ-પર્યાયમાં આસક્તિ મિથ્યા છે, તુચ્છ છે. માટે એ આસક્તિ ત્યજી દે. શરીરમાં ઘરમાં, ધનમાં, રૂપરસ-ગંધ-સ્પર્શ-શબ્દમાં હવે રાગ ન કર. શરીર, ઘર, ધન... વગેરે પરપદાર્થોની પરિવર્તનશીલ અવસ્થાઓમાં તુ રાગ-દ્વેષ ન કર.”
આ પ્રમાણે આત્માને સંતુષ્ટ કરવો...કરતા રહેવું તે મુનિનું રહસ્યજ્ઞાન છે! અર્થાત્ મુનિનું દર્શન-જ્ઞાન-ચારિત્રથી ભિન્ન અસ્તિત્વ જ નથી, એમ નિશ્ચય કરીને દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્મામાં જ મુનિએ લીનતા કરવી તે મુનિજીવનનું મુખ્ય કર્તવ્ય છે. તે માટે ઉપરોક્ત ભાવના, કે જે આત્માને સંબોધીને બતાવવામાં આવી છે, તેનું વારંવાર રટણ કરવું જરૂરી છે. જ્યાં કોઈ પરપુદ્ગલમાં ચિત્ત જવા જાય ત્યાં તુરત જ આ મુષ્ટિજ્ઞાન-સંક્ષિપ્ત રહસ્યજ્ઞાનથી આત્માને ખુશ કરીને રોકી દેવો. મોહને હણવા માટે આ રહસ્યજ્ઞાન પ્રબળ સાધન છે.
अस्ति चेद् ग्रन्थिभिज्ज्ञानं किं चित्रः तन्त्रयन्त्रणैः ।
પ્રવીવા: વાયુચનો તમો ની દ્રષ્ટિવ વેત્ Tદ્દા રૂ૮ || અર્થ : જો ગ્રંથિભેદથી થયેલું જ્ઞાન છે તો અનેક પ્રકારનાં શાસ્ત્રનાં બધૂનોનું શું કામ છે? જો અંધકારને હણનારી ચક્ષુ જ છે, તો દીપકો ક્યાંથી ઉપયોગી થાય?
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન
વિવેચન : જે મનુષ્યની આંખોમાં જ એવું તેજ છે કે જે અંધકારનો | વિનાશ કરી શકે છે, તેને દીપકમાળા શા ઉપયોગની? એમ જે આત્માને ગ્રંથિનો...મોહની ગ્રંથિનો ભેદ થઈ ગયો અને આત્મસ્વરૂપનું ભાન થઈ ગયું તેને વળી અનેક શાસ્ત્રોનું જ્ઞાન શા ઉપયોગનું?
ધન રાગ-દ્વેષની પરિણતિમય ગ્રંથિના ભેદથી આત્મામાં સમ્યક્તનો પ્રકાશ પથરાય છે, પરંતુ આ ગ્રંથિભેદ માટે કેટલીક શરતો છે : (૧) સંસાર-પરિભ્રમણનો કાળ માત્ર અર્ધપુગલ પરાવર્ત બાકી હોય, (૨) આત્મા ભવ્ય હોય, (૩) આત્મા પર્યાપ્ત સંણી-પંચેન્દ્રિયપણાની સ્થિતિમાં હોય, ત્યારે તે ગ્રંથિભેદ કરી શકવા શક્તિમાન છે. ગ્રંથિભેદ થયા પછી સમ્યત્ત્વની ભૂમિકા ઉપર રહેલા આત્મામાં વિષય-પ્રતિભાસજ્ઞાન ટકી શકતું નથી. અર્થાત્ આલોક-પરલોકના ભૌતિક પદાર્થોમાં હવે તે જ્યારે જ્યારે પ્રવૃત્ત થાય છે ત્યારે ત્યારે તાત્વિક દૃષ્ટિથી તે પદાર્થોને જુએ છે, પૂર્ણ જ્ઞાનીની દૃષ્ટિથી જુએ છે. એટલે કે “વાસ્તવમાં શું આત્મહિતકર છે અને શું અહિતકર છે તેનું તેને ભાન થાય છે. જ્યાં સુધી આલોક-પરલોકના વિષયોમાં આત્માને વાસ્તવિક હિતકારિતા-અહિતકારિતાનો પ્રતિભાસ ન થાય ત્યાં સુધી તેને ગ્રંથિભેદ નથી થયો, તે મિથ્યાત્વની ભૂમિકા પર છે તેમ સમજવું જોઈએ.
જગતનું કોઈ રૂપ, કોઈ રસ, કોઈ ગંધ, કોઈ સ્પર્શ કે કોઈ શબ્દ આપણી સામે આવે, અનુભવમાં આવે ત્યારે “આ મારા આત્માને હિતકારી છે કે અહિતકારી?' એવો વિવેક કરવાની કળા જો આપણને હસ્તગત થઈ ગઈ તો તો તત્ત્વપરિણતિ અને ભાવચારિત્રની પ્રાપ્તિ દૂર નથી. આત્મપરિણતિના વારંવાર અભ્યાસથી તત્ત્વપરિણતિવાળું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે જો આત્મપરિણતિ જ્ઞાન (ગ્રંથિભેદથી ઉત્પન્ન થયેલું જ્ઞાન) પ્રાપ્ત થઈ ગયું છે તો પછી વિવિધ પ્રકારનાં શાસ્ત્રોનાં બંધનનું શું પ્રયોજન છે? શાસ્ત્રોનું પરિશીલન ગ્રંથિભેદ કરવા માટે કરવાનું છે. ગ્રંથિભેદ થયા પછી જ્ઞાનપ્રકાશ આત્મામાંથી સહજપણે પ્રગટે છે.
मिथ्यात्वशैलपक्षच्छिद् ज्ञानदम्भोलिशोभितः।
निर्भयः शक्रवद् योगी नन्दत्यानन्दनन्दने ।।७।।३९ ।। અર્થ : મિથ્યાત્વરૂપ પર્વતની પાંખને છેદનાર અને જ્ઞાનરૂપ વજ વડે શોભાયમાન શક્રની જેમ નિર્ભય યોગી આનંદરૂપ નંદનવનમાં ક્રીડા કરે છે, સુખ અનુભવે છે. - જૂઓ પરિશિષ્ટ ૪.
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪
જ્ઞાનસાર
વિવેચન : ઇન્દ્રને ભય કોનો? જેની પાસે મોટા મોટા... આકાશને આંબી જનારા પર્વતરાજોનાં શિખરોને ક્ષણવારમાં ચૂર કરી નાખનારું વજ્ર છે તેને ભય કોનો? એ તો રમણીય સ્વર્ગનાં નન-કાનનમાં મસ્ત બનીને આનંદ લૂંટતો હોય છે. તેનું ચિત્ત નિર્ભય હોય છે, અભ્રાન્ત હોય છે.
યોગીને ભય કોનો? જેની પાસે વજ્ર જેવું કઠોર મિથ્યાત્વનાં...ધન રાગદ્વેષનાં હિમાલયનાં શિખરોને ધરાશાયી કરનારું ‘જ્ઞાન' છે!... જ્ઞાનવજ્ર છે, તેને ભય કોનો? એ તો સોહામણા આત્મપ્રદેશના સ્વર્ગમાં... આત્માનંદના નન્દનવનમાં નિર્ભય...નિર્ભ્રાન્ત ચિત્તે રમણ કરતો... અપૂર્વ સુખને અનુભવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં મુનિને દેવરાજ ઈન્દ્રની ઉપમા આપવામાં આવી છે. ઈન્દ્ર વજ્રને ક્ષણવાર પણ દૂર કરતો નથી, તેવી રીતે મુનિએ પણ આત્મપરિણતિરૂપ જ્ઞાનને ક્ષણવાર પણ દૂર ન કરવું જોઈએ, તેવો ગર્ભિત ઉપદેશ અહીં આપવામાં આવ્યો છે. પ્રતિસમય એ જ્ઞાનવજ મુનિની પાસે જ રહેવું જોઈએ, તો જ મુનિ નિર્ભય ચિત્તે આત્મસુખનો અનુભવ કરી શકે. ભગવંત મહાવીરદેવે ગૌતમને કહ્યું : ‘સમય ગોયન! મા પમાય.’ એનો રહસ્યસ્ફોટ અહીં થાય છે : ‘હે ગૌતમ! જ્ઞાનવજને એક સમય પણ દૂર કરવાની ગફલતમાં ન રહીશ.’ આમ કહીને ભગવંતે સર્વ મુનિવરોને આત્મપરિણતિરૂપ જ્ઞાનને પ્રતિસમય સંભાળવા સમજાવ્યું છે. જ્યાં આત્મપરિણતિને વિસારી, ત્યાં રાગદ્વેષ અને મોહરૂપી અસુરોનો હુમલો થયો સમજો. એ અસુરો મુનિને આત્માનંદના નંદનવનમાંથી બહાર કાઢી પુદ્ગલાનંદના નર્કાગારમાં ધક્કો દઈ દે છે. મુનિ પોતાના મુનિપણામાંથી ભ્રષ્ટ થાય છે...તેની ચારે કોર ભય, અશાંતિ, ક્લેશનું નર્કાગાર સર્જાઈ જાય છે.
જ્યાં સુધી મુનિ આત્મપરિણતિમાં રહે છે ત્યાં સુધી રાગદ્વેષ અને મોહ તેની પાસે આવી શકતા નથી. મુનિ નિર્ભયતાપૂર્વક આત્મસુખ અનુભવતો રહે છે. पीयूषमसमुद्रोत्थं रसायनमनौषधम् ।
अनन्यापेक्षमैश्चर्यं ज्ञान्माहुर्मनीषिणः ||८ ||४० ॥
અર્થ : જ્ઞાન અમૃત છે છતાં સમુદ્રમાંથી પેદા થયેલું નથી, રસાયણ છે છતાં ઔષધ નથી, ઐશ્વર્ય છે છતાં હાથી-ઘોડા વગેરેની અપેક્ષા નથી, એમ મોટા પંડિતો કહે છે.
વિવેચન : લોકો કહે છે કે 'અમૃત સમુદ્રના મંથનમાંથી પ્રગટયું છે.’
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાન
૪૫ રસાયણશાસ્ત્રીઓ કહે છે કે “રસાયણ ઔષધિ-જનિત હોય છે. રાજામહારાજાઓ માને છે કે “ઐશ્વર્ય હાથી-ઘોડા-સોનું ચાંદી વગેરેમાં સમાયેલું છે.'
જ્ઞાની મહાપુરુષોનું કથન છે કે “જ્ઞાન “અમૃત” હોવા છતાં તે સમુદ્રમાંથી પ્રગટેલું નથી! જ્ઞાન રસાયણ હોવા છતાં ઔષધિમાંથી બનેલું નથી! જ્ઞાનમાં ઐશ્વર્ય હોવા છતાં તેમાં હાથી, ઘોડા કે સોના-ચાંદીની અપેક્ષા નથી.'
સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું ‘અમૃત” મનુષ્યને મૃત્યુથી બચાવી શકતું નથી... જ્ઞાનામૃત મનુષ્યને અમર બનાવી શકે છે. ઔષધિજનિત રસાયણ મનુષ્યને વ્યાધિ અને વૃદ્ધાવસ્થાથી બચાવી શકતું નથી, જ્ઞાનરસાયણ જીવને અનંત યૌવન આપી શકે છે. હાથી, ઘોડા અને સોના-ચાંદીનું ઐશ્વર્ય જીવને નિર્ભય બનાવી શકતું નથી. જ્ઞાન-ઐશ્વર્ય જીવને સદૈવ... પ્રતિસમય નિર્ભયતા અર્પણ કરે છે.
તો પછી શા માટે ભૌતિક અમૃત, રસાયણ અને ઐશ્વર્યની સ્પૃહા કરવી? શા માટે એની પાછળ તન-મન-ધનની શક્તિઓને વેડફી નાખવી? શા માટે એની પાછળ ઈર્ષ્યા-રોષ-મત્સર-સ્નેહ-ગૃદ્ધિ-મૂચ્છ કરી પાપ ઉપાર્જન કરવું? શા માટે એની ખાતર અન્ય જીવો સાથે વેર બાંધવું? શા માટે મહામૂલ્યવંત માનવજીવનને બરબાદ કરી નાખવું? આ માનવજીવન તો જ્ઞાનામૃત, જ્ઞાનરસાયણ અને જ્ઞાનઐશ્વર્ય પ્રાપ્ત કરીને ઉન્નત બનાવવાનું છે, એની જ સ્પૃહા કરવાની છે. એ મેળવવા પાછળ જ તન-મન-ધનની શક્તિઓ ખર્ચી નાખવાની છે.
આવું જ્ઞાન પ્રગટે છે આત્મામાંથી, પ્રગટાવવાનાં સાધનો છે દેવ, ગુરુ અને ધર્મની સાધનાઓ. દેવ, ગુરુ અને ધર્મની ઉપાસના દ્વારા જ આત્મામાંથી જ્ઞાન-અમૃત, જ્ઞાન-રસાયણ અને જ્ઞાન-ઐશ્વર્ય પ્રગટે છે. તેનાથી આત્મા પરમ તૃપ્ત બને છે, પરમ આરોગ્યને પ્રાપ્ત કરે છે. પરમ શોભાને ધારણ કરે છે.
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િશ )
જ્ઞાનીને શાંતિ જ હોય.
અ-મોહી એવા જ્ઞાની આત્માને નથી હોતા વિકારો કે નથી હોતા વિકલ્પો. આત્માની સ્વભાવદશામાં જ ઝાઝો સમય લીન રહેનારા એ આત્માઓને જ્ઞાનનું સાચું ફળ મળી ગયું હોય છે.
કર્મજન્ય કોઈ વિષમતા જ્ઞાનીની નજરે ચઢે જ નહિ, સર્વ આત્માઓ બ્રહ્મરૂપે જ દેખાય. આવા આત્માઓ નિરંતર શમરસનાં અમૃતપાન કરી કૃતાર્થ બનતા હોય છે.
આવો, શમ અને પ્રશમનું સ્વરૂપ અને એના પ્રભાવો તો જાણો! જીવનની એક નવી દિશા ખુલ્લી થશે.
-
--
==
=
=
,
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ વિકલ્પ નહીં ને નિરંતર આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન! આવો આત્મા ઇન્દ્રિયો પર વિજય મેળવી
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શમ
विकल्पविषयोत्तीर्णः स्वभावालम्बनः सदा ।
ज्ञानस्य परिपाको यः स शमः परिकीर्तितः ।।१।४१।। અર્થ : વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ, નિરંતર આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન જેને છે એવો જે જ્ઞાનનો પરિણામ તે સમભાવ કહેવાય.
વિવેચન : કોઈ વિકલ્પ નહીં! જેવી રીતે અશુભ વિકલ્પ નહીં-હું શ્રીમંત બનું. સત્તાધીશ બનું..........આવા વિકલ્પો નહીં તેવી રીતે “હું દાન આપું, હું તપ કરું...” આવા વિકલ્પો પણ નહીં! હવે તો આત્માના અનંત વિશુદ્ધ સૌન્દર્યમાં જ રમણતા કરવાની પ્રતિપળ, પ્રતિદિન.
આ છે જ્ઞાનનો પરિપાક, આત્મપરિણતિરૂપ જ્ઞાનનો પરિપાક, આત્માના શુદ્ધ અનંતગુણમય સ્વરૂપનું જ એક માત્ર પરિણામ. આ નામ છે શમ; આનું નામ છે સમતાયોગ. આ શમ-સમતાની ભૂમિકાએ ત્યારે પહોંચી શકાય કે
જ્યારે અધ્યાત્મયોગ, ભાવનાયોગ અને ધ્યાનયોગની ભૂમિકાઓ પસાર કરી હોય, અર્થાત્ આત્મા ઉચિત વૃત્તિવાળો બની ચૂક્યો હોય, વ્રતધારી બની ગયો હોય, મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યચ્ય ભાવનાઓથી ભરપૂર તત્ત્વચિંતન, શાસ્ત્રપરિશીલનપૂર્વક કરી ગયો હોય; પ્રતિદિન ચિત્તવૃત્તિઓના નિરોધપૂર્વક અધ્યાત્મનો નિરંતર અભ્યાસ કરીને કોઈ એક પ્રશસ્ત વિષયમાં લીન, સ્થિર દીપકની જેમ નિશ્ચલ, ઉત્પાત-વ્યય-ધ્રોવ્યવિષયક સૂક્ષ્મ ઉપયોગવાળું ચિત્ત બનાવી શક્યો હોય, ત્યારે તે સમતાયોગની પ્રાપ્તિ કરી શકે છે.
સમતાયોગી શુભ વિષયમાં ઇષ્ટતાની બુદ્ધિ ન કરે, અશુભ વિષયમાં અનિષ્ટતાની બુદ્ધિ ન કરે. તેની દૃષ્ટિમાં તો શુભ અને અશુભ, બંને વિષયો સમાન ભાસે. “આ મને ઈષ્ટ છે, આ મને અનિષ્ટ છે' તેવો કોઈ વિકલ્પ નહીં. ‘આ પદાર્થ મારા આત્માને હિતકર છે, આ પદાર્થ અહિતકર છે..” તેવો પણ કોઈ વિચાર નહીં. તે તો આત્માના પરમ વિશુદ્ધ સ્વરૂપમાં જ પ્રતિસમય લીન હોય.
સમતાયોગી-શમપરાયણ આત્મા “આમર્ષોષધિ' વગેરેનો ઉપયોગ ન કરે, કેવળજ્ઞાનાવરણ વગેરે કર્મોનો ક્ષય કરે. અપેક્ષા-તંતુનો વિચ્છેદ કરે. અર્થાત્ બાહ્ય કોઈ પણ પદાર્થોની તેને અપેક્ષા ન રહે. બાહ્ય પદાર્થોની અપેક્ષા તો બંધનનું કારણ છે.
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
જ્ઞાનસાર अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत्।
आत्माभेदन यः पश्येदसौ मोक्षं गमी शमी ।।२।।४२।। અર્થ : કર્મથી કરેલા વિવિધ ભેદને નહીં ઈચ્છતો, બ્રહ્મના અંશ વડે એક સ્વરૂપવાળા જગતને આત્માથી અભિન્નપણે જે જુએ, એ ઉપશમવાળો આત્મા મોક્ષગામી હોય છે.
વિવેચન : “આ બ્રાહ્મણ છે, આ ક્ષુદ્ર છે... આ જૈન છે... આ વિદ્વાન છે... આ અભણ છે... આ કુરૂપ છે..' આવા ભેદ શમરસમાં સર્વાગીણ સ્નાન કરી રહેલા યોગીને દેખાતા નથી. એ તો સકલ વિશ્વને બ્રહ્મસ્વરૂપે જુએ છે... ચૈતન્યમાં અભેદભાવે જુએ છે.
સમરસલીન યોગી ચર્મચક્ષુથી જગતનું અવલોકન કરતો નથી. તેને જગતનું અવલોકન કરવાનું રહેતું પણ નથી. એ તો આત્માના શુદ્ધ સ્વરૂપમાં જ સારાય વિશ્વને નિહાળે છે! આત્મા સિવાય જુદું વિશ્વ તેને જોવાનું હોતું નથી.
બ્રહ્મના બે અંશ છે : એક છે દ્રવ્ય અને બીજો છે પર્યાય. યોગી બ્રહ્મના દ્રવ્યાંશને દૃષ્ટિમાં રાખીને તસ્વરૂપ સારાય વિશ્વને જુએ છે. આત્માની સંસારાકાલીન ભિન્ન ભિન્ન અવસ્થાઓ તે પર્યાયાંશ છે. મનુષ્યપણું, પશુપણું, દેવપણું, નરકપણું, શ્રીમંતાઈ, ગરીબાઈ. આ બધાં આત્માના પર્યાય છે. પર્યાયાંશમાં ભેદ છે. દ્રવ્યાંશમાં અભેદ છે. આ રીતે દ્રવ્યાસ્તિક નયથી કરાતા દર્શનમાં નથી હોતો રાગ કે નથી હોતો કેષ. રાગદ્વેષરહિત દર્શન કરતો શમરસભરપૂર યોગી અલ્પકાળમાં મોક્ષાવસ્થાને પ્રાપ્ત કરે છે. શ્રી ભગવદ્ગીતામાં પણ કહ્યું છે :
विद्याविवेकसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः । अ. ५ श्लो. १८ ।। સમદર્શી જ્ઞાની પુરુષો વિદ્યા વિવેકવાળા બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં અને ચંડાળમાં કોઈ ભેદ જોતા નથી... તે તો એ બધામાં સમાનપણે રહેલ વિશુદ્ધ આત્મદ્રવ્યને જુએ છે. નથી તેમને બ્રાહ્મણ પર રાગ થતો કે નથી કૂતરા પર તિરસ્કાર થતો.” જીવની દૃષ્ટિમાં જ્યાં પર્યાય' પ્રધાન બને છે ત્યાં વિષમદર્શિતા આવે છે. સાથે રાગ અને દ્વેષ લઈને આવે છે.
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શમ
૪૯ आरुरुक्षुर्मुनिर्योगं श्रयेद् बाह्यक्रियामपि। ચોપાઉ૮: શમાવેવ શુધ્યત્યન્તચિઃ Tરૂ સારૂ છે , અર્થ : સમાધિ ઉપર ચઢવાને ઈચ્છતો સાધુ બાહ્ય આચારને પણ સેવે. યોગ ઉપર ચઢેલો અભ્યત્તર ક્રિયાવાળો સાધુ સમભાવથી જ શુદ્ધ થાય છે.
વિવેચન : જે આત્માના હૃદયમાં સમાધિયોગને પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટ થઈ છે, તે આત્મા પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન અને વચનાનુષ્ઠાન દ્વારા અશુભ સંકલ્પોને દૂર કરી, શુભ સંકલ્પમય આરાધકભાવને સિદ્ધ કરે છે.
પરમાત્મભક્તિ, પ્રતિક્રમણ, શાસ્ત્રવચન, પ્રતિલેખના...વગેરે પરમાત્મ દર્શિત ક્રિયાઓમાં તે આત્માને કેટલો બધો આનંદ હોય! હિમગિરિના “એવરેસ્ટ' પર જવા ઉત્સુક બનેલા પર્વતારોહકોનો થનગનાટ, આરોહણ માટેની તૈયારીઓનો મહાન પ્રયત્ન... બીજું બધું ભૂલી જઈને એક માત્ર “એવરેસ્ટ’ પર પહોંચવાની જ પ્રવૃત્તિ! આ બધું શું નથી જોવા મળતું? સમાધિયોગના ઉત્તુંગ શિખરે પહોંચવા થનગની રહેલા સાધક આત્માનો ઉલ્લાસ, અનુષ્ઠાનોમાં પરમકીતિ અને ભક્તિ તથા બીજી પૌગલિક રમતો છોડીને એકમાત્ર સમાધિયોગ' ના શિખરે પહોંચવાની જ પ્રવૃત્તિ... ક્રિયા.. આ બધું સહજ હોય. વળી તેની સમગ્ર પ્રવૃત્તિ, શાસ્ત્રોએ બતાવેલા માર્ગને અનુસરનારી હોય, તે પણ સ્વાભાવિક છે. શ્રી યોગવિશિકા'માં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે વચનાનુષ્ઠાન'ની આ વ્યાખ્યા કરી છે : “શાસ્ત્રાર્થ ૩પ્રતિસંધાનપૂર્વ સીધો: સર્વત્રોધિતપ્રવૃત્તિ ', “એવરેસ્ટ શિખર પર આરોહણ કરનારાઓ “આરોહણગાઈડ'ને શું સંપૂર્ણ અનુસરતા નથી? ક્રિયાશીલ નથી હોતા? ક્રિયામાં આનંદિત નથી હોતા? ગિરિ-આરોહણની “ગાઈડ' આપનાર પ્રત્યે પ્રીતિસભર અને ભક્તિભીના નથી હોતા? “સમાધિશિખર' પર આરોહણ કરનાર માટે આ બધું જરૂરી છે.
સમાધિશિખર પર પહોંચ્યા પછી મુનિ અંતરંગ ક્રિયાવાળો બને છે. ત્યાં તે ઉપશમ દ્વારા જ વિશુદ્ધ બને છે. ત્યાં અસંગ અનુષ્ઠાનની ભૂમિકા તેને પ્રાપ્ત થાય છે. સાંખ્યદર્શન જેને પ્રશાન્તવાહિતા કહે છે, બૌદ્ધદર્શન જેને વિભાગપરિક્ષય કહે છે, શૈવદર્શન જેને શિવવર્મ કહે છે... તેને જૈનદર્શન અસંગ અનુષ્ઠાન કહે છે... આ અનુષ્ઠાન કરવા તેમને શાસ્ત્રનો વિચાર નથી આવતો, એ તો જેમ ચંદનમાં સુવાસ આત્મસાતુ હોય છે તેવી રીતે * જુઓ પરિશિષ્ટ ક.
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
જ્ઞાનસાર અનુષ્ઠાન તેમને આત્મસાતું હોય છે. આ અનુષ્ઠાન જિનકલ્પી મહાત્મા વગેરેમાં હોય.
ध्यानवृष्टेर्दयानद्याः शभपूरे प्रसर्पति। विकारतीरवृक्षाणां मूलादुन्मूलनं भवेत् ।।४।।४४ ।। અર્થ: ધ્યાનરૂપ વૃષ્ટિથી દયારૂપ નદીનું ઉપશમરૂપ પૂર વધે છે ત્યારે કાંઠાનાં વિકારરૂપ વૃક્ષો મૂળથી ઊખડી જાય છે.
વિવેચન : ગંગા-યમુના કે તાપી-નર્મદાનાં પ્રલયંકર પૂર તમે કદી જોયાં છે? કિનારા પર રહેલાં તોતિંગ વૃક્ષોને કડડડભૂસ કરતાં ભોંય ભેગાં થતાં જોયાં છે? દયા... કરુણાની સિંધુસદશ સરયૂમાં જ્યારે સમજલનું ધસમસતું પૂર આવે છે ત્યારે કિનારા પર રહેલાં. અનંતકાળથી ફાલેલાં-ફૂલેલાં ભૌતિક... પૌગલિક વાસનાઓનાં વૃક્ષો ભારે કડાકા સાથે આમૂલ ઊખડી પડે છે.
પરંતુ નદીનાં પૂર ક્યારે આવે? દીર્ઘકાળ સુધી મૂશળધાર વર્ષા થાય ત્યારે આત્મપ્રદેશ પર દવાની.. કણાની નદી વહી રહી હોય અને આત્મપ્રદેશ પર ધર્મધ્યાનની અવિરત વૃષ્ટિ થઈ રહી હોય ત્યારે શમરસનું પૂર ચઢી આવે છે... પૂરનો પ્રબળ પ્રવાહ વાસનાનાં વૃક્ષોને ઉખાડી ફેંકી દે છે.
કરુણાની... જીવદયાની નદીમાં સમરસનું પૂર આવે છે. એટલે, પહેલાં સર્વ જીવો પ્રત્યે “સલ્વે નીવા ન દંતધ્વા” જગતના સર્વ જીવોને નહિ મારવાની, પીડા નહિ આપવાની વૃત્તિરૂપ અને પ્રવૃત્તિરૂપ કરુણા જરૂરી છે. કરુણાની ધારા ચાલવી જોઈએ. અને બીજી વાત છે ધ્યાનની. ધર્મધ્યાનની અવિરત ધારા ચાલવી જોઈએ.
અર્થાત્ ત્રીજો યોગ છે ધ્યાનનો, “ધ્યાને સ્થિરોડથ્યવસાય: શ્રી ધ્યાનવિચારમાં સ્થિર અધ્યવસાયને ધ્યાન કહેવામાં આવ્યું છે. આર્ત-રૌદ્ર એ દ્રવ્યધ્યાન છે, આજ્ઞાવિચય-અપાયરિચય-વિપાકવિચય અને સંસ્થાનવિજયરૂપ ધર્મધ્યાન તે ભાવથ્થાન છે. “પૃથક્વવિતર્ક સવિચારરૂપ શુક્લધ્યાનનો પહેલો ભેદ “પરમધ્યાન' છે. શ્રી “આવશ્યકસૂત્ર'માં મલયગિરિ મહારાજે ધર્મધ્યાનીનાં લક્ષણ બતાવ્યાં છે :
सुविदियजगस्सभावो निस्सगो निभओ निरासो अ।
वेरागभावियमणो झाणमि सुनिश्चलो होइ ।। “જગસ્વભાવ જેને સુપરિચિત છે, જે નિસંગ છે, નિર્ભય છે. સ્પૃહારહિત
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
શમ છે અને વૈરાગ્યભાવનાથી ભાવિત મનમાળો છે, તે આત્મા ધ્યાનમાં નિશ્ચલ રહી શકે છે. આવો આત્મા જેમ જેમ ધર્મધ્યાન કરતો જાય તેમ તેમ તેના કરુણાસભર આત્મામાં શમરસ ઊભરાય છે અને વિકાર-ઉન્માદો નાશ પામે છે.
ज्ञान-ध्यान-तपशील-सम्यक्त्वसहितोऽप्यहो।
तं नाप्नोति गुणं साधुर्यमाप्नोति शमान्वितः ।।५।।४५ ।। અર્થ : જ્ઞાન-ધ્યાન-તપ-શીલ અને સમ્યક્તસહિત સાધુ પણ અહો! તે ગુણને પ્રાપ્ત કરતો નથી, જે ગુણને શમયુક્ત સાધુ પ્રાપ્ત કરે છે.
વિવેચન : નવ તત્ત્વોનો સર્વાંગીણ બોધ છે, કોઈ પણ એક પ્રશસ્ત વિષયમાં સજાતીય પરિણામની ધારા ચાલે છે, અનાદિકાલીન અપ્રશસ્તવાસનાઓના નિરોધરૂપ તપશ્ચર્યા છે. નવ પ્રકારના બ્રહ્મચર્યનું પાલન છે, જિનોક્ત તત્ત્વો પર હૃદયપૂર્વક શ્રદ્ધા છે... પરંતુ જો “શમ' નથી, સમતા' નથી, સમસ્ત વિશ્વને દ્રવ્યાસ્તિક નયથી રાગદ્વેષરહિતપણે પૂર્ણચૈતન્યસ્વરૂપે જોવાની કળા નથી.. તો આત્માનું શુદ્ધ અનંતજ્ઞાનમય સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય નહિ. શ્રી પ્રશમરતિ'માં ભગવાન ઉમાસ્વાતિ કહે છે :
सम्यग्दृष्टिानी विरतितपोबलयुतोऽप्यनुपशान्तः ।
तं न लभते गुणं यं प्रशमगुणमुपाश्रितो लभते ।।२४३ ।। સ્વયં સમકિતી હોવા છતાં બીજાઓને “મિથ્યાત્વી' તરીકે જે જુએ છે, સ્વયં જ્ઞાની હોવા છતાં બીજાઓને જે મૂર્ખ સમજે છે, સ્વયં શ્રાવક-સાધુ હોવા છતાં જે બીજાઓને મોહાંધ તરીકે જુએ છે, સ્વયં તપસ્વી હોવા છતાં બીજાઓ કે જે તપ નથી કરતા તેમના પ્રત્યે ધૃણાની દૃષ્ટિએ જુએ છે.... તેમનું ચિત્ત ક્રોધ-અભિમાનની અશાન્તિવાળું હોય છે. તેઓ કેવળજ્ઞાનથી સેંકડો માઈલ દૂર છે.
ચાર-ચાર મહિનાના ઉપવાસ હતા. પરંતુ સંવત્સરીના દિવસે ખાનાર કુરગડુ” મુનિ પ્રત્યે જો તેમણે ધૃણા કરી... અનુપ શાન્ત બન્યા... તો કેવળજ્ઞાન તેમનાથી દૂર રહ્યું. જ્યારે ઉપશમરસમાં તરબોળ કુરગડુમુનિ...સંવત્સરીના દિવસે ઘડો ભરીને ભાત ખાનારા.. તેમને કેવળજ્ઞાન ભેટી પડ્યું!
બાર મહિના સુધી અરણ્યમાં સર્વ કષ્ટોને સહન કરતા ઊભા રહેલા
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨
શાનુસાર બાહુબલીમાં શું જ્ઞાન ન હતું? ધ્યાન ન હતું? તપ કે શીલ ન હતાં? બધું જ હતું. એક માત્ર ઉપશમ ન હતો! કેવળજ્ઞાનનો ગુણ ન પ્રગટ્યો.. ઉપશમ આવતાં કેવળજ્ઞાન પ્રગટતાં વાર ન લાગી!
ઉપશમ આણો ઉપશમ આણો ઉપશમ-તપ માંહી રાણો રે.” વિણ ઉપશમ જિનધર્મ ન સોહે જિમ જગ નરવર કાણો રે.”
स्वयं भूरमणस्पद्धिवर्धिष्णुसमतारसः ।
मुनिर्येनोपमीयेत कोऽपि नासी चराचरे ।।६।।४६ ।। અર્થ : સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર અને વૃદ્ધિ પામતો સમતારસ જેનો છે, એવા મુનિને જેનાથી સરખાવાય એવો કોઈ પણ ચરાચર જગતમાં નથી.
વિવેચન : ચરાચર વિશ્વમાં એવો કોઈ જડ-ચેતન પદાર્થ નથી કે જેની ઉપમા સમતા યોગીને આપી શકાય.. યોગીના આત્મપ્રદેશ પર સમતારસનો જે મહોદધિ ઊછળી રહ્યો હોય છે. તે “સ્વયંભૂરમણ’ નામના અંતિમ વિરાટકાય સમુદ્રની હરીફાઈ કરતો હોય છે! સમતામહોદધિનો વિસ્તાર અનંત હોય છે, ઊંડાઈ પણ અનંત! કહો, હવે સ્વયંભૂરમણ એની આગળ કેવો લાગે?
વળી, સમતા-મહોદધિ નિરંતર વધતો જ જાય છે. વધતો જ જાય છે. જેમ જેમ સમતારસ વધતો જાય છે તેમ તેમ મુનિ અગમ અગોચર સુખ અનુભવતો કેવલ્યશ્રીની નજીક ને નજીક પહોંચતો જાય છે... તે આ પાર્થિવ વિશ્વ પર રહી રહીને મોક્ષના સુખનો સ્વાદ કરી લે છે.
જેને આત્મગુણોમાં રમણતા લાગી ગઈ, પરવૃત્તાંત માટે જે આંધળો, મૂંગો અને બહેરો બની ગયો, મદ-મદન-મોહ-મત્સર રોષ. અને વિષાદનો જે વિજેતા બની ગયો, અવ્યાબાધ .. અનંત સુખનો જ એક માત્ર અભિલાષ જેને જાગી ગયો અને તેથી જે સદ્ધર્મમાં સ્થિત છે, તેને આ જગતમાં કોની ઉપમા આપી શકાય? આવા યોગી માટે તો અહીં જ મોક્ષ છે! શ્રી પ્રશમરતિને સાંભળો :
निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् ।
विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ।।२३८ ।। “મદ-મદનથી જે અજેય છે, મન-વચન-કાયાના વિકારોથી જે રહિત છે, પરની આશાથી જે વિનિવૃત્ત છે, તે મહાત્માઓને અહીં જ મોક્ષ છે.” આનું તાત્પર્ય એ છે કે સમતા-રસનું અનુપમ સુખ અનુભવવા, મદ અને મદન પર વિજય મેળવવા ધરખમ પુરુષાર્થ ખેડવો જોઈએ. મન, વચન અને કાયાના
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામ
પ૩
તમામ અશુભ વિકારોને તિલાંજલિ આપવી જોઈએ. અને પરપદાર્થની સ્પૃહાઓથી તદ્દન નિવૃત્ત થઈ જવું જોઈએ... તો આ જ જીવનમાં મનુષ્ય મોક્ષ-સુખની વાનગીનો સ્વાદ પામી શકે એમ છે..
शमसूक्तसुधासिक्तं येषां नक्तं दिनं मनः ।
कदाऽपि ते न दह्यन्ते रागोरगविषोर्मिभिः ।।७।।४७।। અર્થ : જેઓનું મન રાતદિવસ શમના સુભાષિતરૂપ અમૃત વડે સિંચાયેલું છે, તેઓ કદી પણ રાગરૂપ સર્પના વિષની લહરીઓ વડે બળતા નથી.
વિવેચનઃ શમરસથી ભરેલાં શાસ્ત્રો... ગ્રંથ... સુભાષિતો દ્વારા જે મનુષ્યોનું ચિત્ત દિનરાત સિંચાયેલું રહે છે, તે ચિત્તમાં રાગ-ફરિધરનું કાતિલ ઝેર પ્રવેશી શકતું નથી. જે આત્મા નિરંતર ઉપશમરસભરપૂર ગ્રંથોનું પરિશીલન કરતો રહે છે, તેના ચિત્તમાં ભૌતિક વિષયોની આસક્તિ, રતિ, સ્નેહની વિહ્વળતા આવી શકતી નથી. મહિનાઓ સુધી કોશ્યા સોળ શણગાર સજીને
સ્થૂલભદ્રજીની સામે નૃત્ય કરતી રહીં; પરંતુ સ્થૂલભદ્રજીને રાગનો એક ડંખ પણ ન વાગ્યો..કેમ વારુ? ઉપશમરસથી ભરપૂર શાસ્ત્ર-પરિશીલનમાં નિમગ્નતા! મહિનાઓ સુધી પરસનાં માદક ભોજન કર્યા છતાં મદમદનનું એકેય તીર સ્થૂલભદ્રજીને સ્પર્શી ન શક્યું... કેમ વા? હાથ અને મોં ભોજનનું કામ કરતાં હતાં, મન સમતાયોગના સાગરની સહેલગાહની મસ્તીમાં હતું!
ઇન્દ્રિયો જ્યારે પોત-પોતાના વિષયમાં વ્યાપૃત થાય ત્યારે મન તેમાં ન જોડાય. મન ઉપશમરસના પરિભાવનમાં લીન રહે. બસ, પછી રાગ-દ્વેષ તમને કંઈ જ નહિ કરી શકે. આ માટે સર્વપ્રથમ તો મનને ઉપશમપોષક ગ્રંથોના અધ્યયનમાં, વારંવાર તેના પરિશીલનમાં રમતું રાખવું જોઈએ. એ કાળ દરમિયાન ઇન્દ્રિયોને અતિપ્રિય એવા વિષયોનો સંપર્ક તોડી નાખવો જોઈએ, બળજબરીથી પણ ઇન્દ્રિયોને એ વિષયોથી અલિપ્ત રાખવી. એમ વિષયોનો સંસર્ગ દીર્ધકાળ સુધી છૂટી જતાં અને બીજી બાજુ ઉપશમપોષક ગ્રંથોનું પરિશીલન.. ચિંતન થતાં મન ઉપશમરસમાં જ વારંવાર ડૂબકીઓ મારતું થઈ જશે. પછી અનિવાર્યપણે જે વિષય-સંપર્ક રાખવો પડશે, તેમાં રાગ-દ્વેષ પોતાનું જરાય પોત પ્રકાશી શકશે નહિ.
રાગની રમતમાં પણ સમતાનો ભાસ થાય છે! પણ જો જો એમાં ફસાતા. એ સમતા નથી, સમતાભાસ છે. બાહ્ય પદાર્થોની અનુકૂળતામાં મનુષ્ય
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
જ્ઞાનસાર શાંતિ...સમતા માની લેવાની ભૂલ કરે છે, તેની તે શાંતિ. સમતા બનાવટી હોય છે. તૂટી જતાં વાર નહિ.
गर्जज्ज्ञानगजोत्तुङ्गा रङ्गद्धयानतुरङ्गमाः।
जयन्ति मुनिराजस्य शमसाम्राज्यसम्पदः ।।८।।४८ ।। અર્થ : જેમાં ગર્જના કરતા જ્ઞાનરૂપ હાથીઓ અને ખેલતા ધ્યાનરૂપ ઘોડાઓ છે, એવી મુનિરૂ૫ રાજાની શમરૂપ સામ્રાજ્યની સંપત્તિ જયવંતી વર્તે છે.
વિવેચન : “મુનિરાજા” કેવું હુલામણું નામ છે. કર્ણપ્રિય અને મનોહર! મુનિરાજાનું વિશાળ સામ્રાજ્ય તમે જાણો છો? શમ, ઉપશમ.... સમતા. એ એમનું સામ્રાજ્ય છે. મુનિરાજા એમના આ રાજ્યનું ખૂબ સાવધાનીથી જતન કરે છે. એમના સામ્રાજ્યની સરહદમાં પણ રાગદ્વેષ જેવા જગતને ધ્રુજાવતા શત્રુઓ ડગ ભરી શકતા નથી. એવી તો એ મુનિરાજાની જબરી ધાક છે!
આપણા “મુનિરાજા'નું સૈન્ય પણ મહાપરાક્રમી છે, હોં! એમણે માત્ર બે સેનાઓ રાખી છે અશ્વસેના અને હસ્તિસેના. આ બે સેનાઓ પર “મુનિરાજા” નિર્ભય અને મગરૂબ છે. “જ્ઞાન' એ એમની હસ્તિસેના છે અને ધ્યાન' એ એમની અશ્વસેના છે. જ્ઞાન-ગજરાજની સેનાની દિગંતવ્યાપી ગર્જનાઓ અને ધ્યાન-અશ્વની સેનાનો હણહણાટ, “મુનિરાજાના સામ્રાજ્યમાં સદૈવ આનંદ અને પ્રસન્નતા આપતો રહે છે... શમ-સામ્રાજ્યનો વિજયધ્વજ નિરંતર ફરકતો રહે છે.
મુનિજીવનનું કેવું સુરમ્ય... સુરેખ ચિત્ર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે અહીં ઉપસાવ્યું છે! મુનિને તેમણે રાજસિંહાસને બેસાડીને... “મુનિરાજાનું સામ્રાજ્ય જયવંતું વર્તા!' ની છડી પોકારી.. અને પછી પ્રેમભરી જુબાને કાનમાં કહી દીધું... “મુનિરાજા, તમે બન્યા હવે રાજા... તમારા ઉપશમ... સામ્રાજ્યના તમે રાજા... એનું રૂડું રખેવાળું કરજો, હોં! મુનિરાજાને ગભરાતા જોઈ, મુખ પર આછેરું સ્મિત ફરકાવી તેમણે કહ્યું : “મારા રાજા! તમારી પાસે બે સેનાઓ મહાન છે.. ડરો છો શાના? ગજસેના ને અશ્વસેના. જ્ઞાન અને ધ્યાન, ગજસેનાની ગર્જના સાંભળતાં પેલા ધાડપાડુઓ... રાગદ્વેષ તમારા રાજ્યની સીમમાં ડગલુંય નહિ મૂકી શકે... અશ્વસેનાના અશ્વો પર બેસીને તમે તમારે ખેલતા જ રહેજો... બસ...'
સમતાયોગની રક્ષા મુનિ જ્ઞાન-ધ્યાન દ્વારા કરી શકે. જ્ઞાન-ધ્યાન દ્વારા જ મુનિ સમતાયોગની ભૂમિકાને ટકાવી શકે, અન્યથા નહિ; એ તાત્પર્ય છે.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઘડિય
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયોના બંધનોથી આત્માને બાંધતી ઇન્દ્રિયો પર વિજય
પ્રાપ્ત કરનાર મહામુનિ જ
ઇન્દ્રિય-જય
*# •• Yoth hee
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇિન્દ્રિયજથી
આ એક ભયસ્થાન છે!
જ્યાં અ-મોહનો ભાવ ધીમો પડે છે. શમના સરોવરમાંથી જીવ જ્યાં થોડા સમય માટે બહાર નીકળે છે, ત્યાં ઇન્દ્રિયો એના. પ્રિય વિષયો તરફ આકર્ષાઈ જાય છે... જીવ પર મોહ અને અજ્ઞાન પોતાની જાળ પાથરવા માંડે છે,
સાવધાન! જ્યાં સુધી તમે શરીરધારી છો, ત્યાં સુધી વિષયોના સંપર્કમાં તમારી ઇન્દ્રિયો આવશે, એ વખતે તમે અમોહી અને જ્ઞાની રહી શકશો? એ વખતે તમે શમની સંપત્તિ જાળવી શકશો?
આ માટે તમે આ અષ્ટકના એક એક શ્લોક પર મનન કરો; તમને ઇન્દ્રિયો પર વિજય મેળવવાનું સ્પષ્ટ માર્ગદર્શન મળશે.
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાનુસાર
૫૬
बिभेषि यदि संसारान्मोक्षप्राप्तिं च काङ्क्षसि ।
તક્રિયાય તું wોય #રવ ન9 T૪૬ / અર્થ જો તું સંસારથી ભય પામે છે અને મોક્ષના લાભને ઈચ્છે છે તો ઇન્દ્રિયોનો જય કરવા માટે દેદીપ્યમાન પરાક્રમ ફોરવ.
વિવેચન : શું તમે સંસારથી ભયભ્રાન્ત છો? ચાર ગતિમાં થતી જીવની ઘોર વિટંબણાથી હવે તમે ત્રાસી ગયા છો? સંસારના વિચિત્ર મોહસંબંધો કરી કરીને હવે ભારે અકળામણ થઈ રહી છે? વિષયવિવશતા અને કષાયપરવશતામાં તમે ભયંકર ખુવારી અનુભવી રહ્યા છો? તમારે આવા બિહામણા સંસારથી મુક્ત થવું છે? મુક્ત થવાની ભાવના નહિ ચાલે, વાસના જાગી ગઈ છે? પિંજરામાં પુરાયેલા સિંહની પિંજરામાંથી મુક્ત થવાની વાસના તમે જોઈ છે? એના ધમપછાડા તમે જોયા છે?
સંસારના પિંજરામાંથી મુક્ત થઈને મોક્ષમાં જવું છે? મોક્ષની અનંતકાલીન સ્વતંત્રતા જોઈએ છે? મોક્ષની અનંત ગુણસમૃદ્ધિ જોઈએ છે? મોક્ષનું અનંતજ્ઞાન અને અનંતદર્શન મેળવવાની તમન્ના છે? તો તમારે એક પુરુષાર્થ કરવો પડશે. એક મહાન પુરુષાર્થ આદરવો પડશે... હા, ભાગ્યના ભરોસે નહિ રહેવાય. કાળનું બહાનું નહિ કાઢી શકાય. ભવિતવ્યતાની સુંવાળી સોડમાં નહિ ભરાઈ જવાય. એ તો મન... વચન... કાયાથી કાળો પુરુષાર્થ કરવો પડશે. આરામને હરામ કરવો પડશે.
તમે તમારી પાંચ ઇન્દ્રિયો પર વિજયી બને. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શવિષયક ઈચ્છાઓ પર નિયંત્રણ મૂકી અમર્યાદ ઈચ્છાઓનો નિગ્રહ કરો. શબ્દ... વગેરેની જે કોઈ ઈચ્છા જાગે, તેને પૂર્ણ ન કરો. પૂર્ણ કરવાનો વિચાર પણ ન કરો. પરંતુ તે ઈચ્છાને નહિ પૂરવાનો સંકલ્પ કરો. ઈચ્છાને પૂર્ણ ન કરતાં જો કોઈ દુઃખ આવે, તો તેને હસતા મુખે સહન કરો, દુઃખને સહન કરવાની શક્તિને વિકસાવો... શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શનાં સુખો ભોગવવાની અને એ દ્વારા આનંદપ્રમોદ મેળવવાની અનંતકાળ-જૂની આદતને છોડવા માટે ચોક્કસ પ્રકારનાં લક્ષ બનાવી, તપ-ત્યાગ-જ્ઞાન-ભક્તિનો પુરુષાર્થ જીવનમાં આરંભી દો. સંસાર મુક્તિ અને મોક્ષ પ્રાપ્તિ માટે ઇન્દ્રિયવિજયનો પુરુષાર્થ અનિવાર્ય છે.
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- પ૭
ઇન્દ્રિયજય
वृद्धातृष्णाजलापूर्णरालवालेः किलेन्द्रियः ।
मूर्छामतुच्छां यच्छन्ति विकारविषपादपाः ।।२।।५०।। અર્થ : લાલસારૂપ જળ વડે ભરેલા ઇન્દ્રિયોરૂપ ક્યારાઓ વડે વૃદ્ધિ પામેલા વિકારરૂપ વિષવૃક્ષો ખરેખર, તીવ્ર મોહ-મૂર્છા આપે છે.
વિવેચન : ઇન્દ્રિયો એ ક્યારા છે; તેમાં લાલસા-વિષયસ્પૃહાનું પાણી ભરવામાં આવે છે... ક્યારામાં બીજરૂપે-સંસ્કારરૂપે પડેલાં વિકારો વિકાસ પામે છે... મોટાં વૃક્ષ બની જાય છે. વિકારોનાં એ વિષવૃક્ષોની છાયામાં જે કોઈ જીવ જાય છે, તે મોહથી મૂચ્છિત થઈ જાય છે,
ક્યારામાં બીજ પડેલું હોય, પરંતુ જો તેને પાણી આપવામાં ન આવે તો તે બીજ અંકુરિત બની શકતું નથી. તેમાંથી વૃક્ષ બની શકતું નથી. મનુષ્ય પાંચ ઇન્દ્રિયો અને મન લઈને જન્મે છે... ત્યારથી જ ઈન્દ્રિયોના ક્યારામાં મનરૂપી ડોલ દ્વારા વિષયસ્પૃહાનું પાણી સિંચવાનું તે શરૂ કરી દે છે. જેમ જેમ મનુષ્ય મોટો થતો જાય છે, તેમ તેમ ઇન્દ્રિયોના ક્યારામાં વિકારોના છોડ પણ મોટા થતા જાય છે અને યૌવન આવતાં આવતાં તો વિકારોનાં મોટાં ઘટાદાર વૃક્ષો બની જાય છે. મનુષ્ય એ વિકારોનાં વિષવૃક્ષ નીચે પડ્યોપાથર્યો રહે છે.... મોહની ગાઢ મૂર્છા તેના પર સવાર થઈ જાય છે, તેનું મન બેહોશ બનતું જાય છે. તેના મુખમાંથી જેમ-તેમ લવારા થતા જાય છે, તેનું શરીર વિષયોનાં બજારમાં લથડિયાં ખાતું-ભટકતું થઈ જાય છે...
જીવ જેમ જેમ ઇન્દ્રિયોને મનગમતા વિષયો આપોઆપીને પોષે છે, તેમ તેમ આત્મામાં દુષ્ટ ...મલિન વિકારો પુષ્ટ થતા જાય છે. જેમ જેમ વિકારો પુષ્ટ થતા જાય છે, તેમ તેમ જીવ પર મોહની પકડ દઢ થતી જાય છે. તેના મન, વચન અને કાયા વિવેકભ્રષ્ટ બનતાં જાય છે. તે અનેક પ્રકારનાં દુઃખ અને અશાન્તિનો ભોગ બની જાય છે. એ દુઃખ-અશાન્તિ દૂર કરવા, પુનઃ ઇન્દ્રિયોને વિષયો પૂરા પાડવાની ચેષ્ટા કરે છે! દુઃખ-અશાત્તિ ઘટવાને બદલે ખૂબ વધી જાય છે... અંતે દારુણ દુખ અને ઘોર અશાંતિના પ્રહારો સહી ન શકાતાં, મોતના મુખમાં જઈ પડે છે..નરકાદિ દુર્ગતિઓમાં ભટકતો થઈ જાય છે.
જેને વિકારોનાં વિષવૃક્ષોથી બચવું હોય તેણે વિષયલાલસા.વિષયસ્પૃહાનાં પાણી સિંચવાં તત્કાળ બંધ કરી દેવાં જોઈએ. મનનો ઉપયોગ વિષયોના
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮.
જ્ઞાનસાર સિચનમાં ન કરતાં કલ્પવૃક્ષ સમાન સમ્યગુ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યના સિંચનમાં કરવાની જરૂર છે.
सरित्सहस्रदुष्पूरसमुद्रोदरसोदरः ।
तृप्तिमानेन्द्रियग्रामो भव तृप्तोऽन्तरात्मना ।।३।।५१ ।। અર્થ : હજારો નદીઓ વડે ન પૂરી શકાય એવા સમુદ્રના પેટ સમાન ઇન્દ્રિયોનો સમૂહ તૃપ્ત થતો નથી, એમ જાણી, હે વત્સ! અંતરાત્મા વડે સમ્યક્ શ્રદ્ધાન કરી તૃપ્ત થા.
વિવેચન : ગંગા-જમના જેવી હજારો નદીઓ સાગરના અનંત ઉદરમાં નિયમિત ઠલવાય જાય છે... છતાં સાગરને તૃપ્તિ થઈ? તેણે નદીઓને કહી દીધું કે ; “બસ બસ, તમે મને તૃપ્ત કરી દીધો.. હવે તમારી જરૂર નથી...' ના; હજુ અનંત કાળપયત સમુદ્ર ધરાવાનો નથી, કારણ કે ન ધરાવાનો તેનો સ્વભાવ જ છે. એ રીતે પાંચ ઇન્દ્રિયોનો સ્વભાવ જ નહીં ધરાવાનો છે.
ઇન્દ્રિયોનું ઉદર સાગરસમ અતલ ઊંડાણવાળું છે. અનંત કાળથી જીવ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા પૌગલિક વિષય આપતો આવ્યો છે... છતાં ઇન્દ્રિયોએ ઇન્કાર નથી કર્યો. વર્તમાન જીવન પર દષ્ટિપાત કરો ને. ગઈ કાલે... ગયા મહિને ઇન્દ્રિયોને શું મનોહર શબ્દ, અનુપમ રૂપ, મજેદાર રસ... ગંધ... સ્પર્શ નહોતાં આપ્યાં? આજે... આ મહિને પાછી ઇન્દ્રિયો એવી ને એવી ભૂખી! એટલું જ નહીં, ગઈ કાલે, ગયે મહિને. ગયે વર્ષે જે ભૂખ હતી તેના કરતાં આજ, આ મહિને...' આ વર્ષે ભૂખ વધી ગઈ છે, કારણ કે ઇન્દ્રિયોનો એ સ્વભાવ છે કે એને અનુકુળ વિષય જેમ જેમ પ્રાપ્ત થતા જાય છે તેમ તેમ એ અનુકુળ વિષયોની અધિક સ્પૃહા કરતી જાય છે.... હા, વચ્ચે અલ્પ, અતિ અલ્પ કાળ માટે ક્ષણિક તૃપ્તિના ટેકરામાં અતૃપ્તિનો લાવારસ ખદબદી રહેલો હોય છે.
તૃપ્ત થયું છે? એવી તૃપ્તિ જોઈએ છે કે જેમાં પુનઃ અતૃપ્તિના લાવારસમાં હોમાઈ જવું ન પડે? તો ઇન્દ્રિયોને વિષયો આપી આપીને તૃપ્ત કરવાને બદલે અન્તરાત્મા દ્વારા તૃપ્ત કરવાનો પ્રયોગ શરૂ કરો. સાચી સમજ દ્વારા, સમ્યગુ વિવેક દ્વારા અપ્રશસ્ત વિષયોથી ઇન્દ્રિયોને દૂર કરી, દેવ-ગુરુ-ધર્મની પ્રશસ્ત આરાધનામાં ઇન્દ્રિયોને રસ લેતી કરી દો. દેવ-ગુરુનાં દર્શનમાં, સમ્યગુ ગ્રંથોના શ્રવણમાં, પરમાત્માના પૂજનમાં, મહાપુરુષોની સ્તુતિમાં તમારી ઇન્દ્રિયોને જોડી દો. દીર્ધકાળ સુધી ઇન્દ્રિયોં એમાં જોડાયેલી રહેવાથી એક દિવસ તે અવશ્ય પરમ તૃપ્તિનો અનુભવ કરનારી બનશે.
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઇન્દ્રિયજય
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मानं विषयः पाशैर्भववासपराङ्गमुखम् ।
इन्द्रियाणि निबघ्नन्ति मोहराजस्य किंकराः ।।४ ।। ५२ ।।
૫
અર્થ : મોહરાજાની નોકર ઇન્દ્રિયો સંસારવાસથી ઉદ્ગગ્ન આત્માને વિષયોરૂપી બંધનોથી બાંધે છે.
વિવેચનઃ : આ ઇન્દ્રિયોને તમે કોઈ સામાન્ય વસ્તુ ન સમજતા... એ દેખાવમાં ભલે સાદી-સીધી લાગતી હોય; એ તમને વફાદાર નથી, એ સરળ નથી; મોહસમ્રાટની એ આજ્ઞાંકિત સેવિકાઓ છે. મોહસમ્રાટ આ અતિકુશળ વફાદાર સેવિકાઓ દ્વારા અનંત જીવરાશિ પર પોતાનું રાજ્ય ચલાવી રહેલ છે.
જે જીવો સંસારવાસથી...મોહના સામ્રાજ્યથી ત્રાસીને ધર્મરાજા તરફ વળે છે, તેમને પણ આ ઇન્દ્રિયો વચ્ચે જ આંતરી લે છે અને પુનઃ મોહના સામ્રાજ્યમાં ઢસડી લાવે છે. એના જાદુઈ પાશમાં જીવને એવી આબાદ રીતે ફસાવે છે કે જીવ સમજી શકતો નથી કે હું ઇન્દ્રિયોના જાદુઈ પાશમાં બંધાઈ ગયો છું! એ ભ્રમણામાં રહે છે કે ‘હું ધર્મરાજાના સામ્રાજ્યમાં છું...’
વિષયાભિલાષ એ ઇન્દ્રિયોનો જાદુઈ પાશ છે... અજબ જાળ છે. ઇન્દ્રિયો જીવ પાસે વિષયાભિલાષ કરાવે છે... એને અનેક રીતે સમજાવી વિષયોના અભિલાષ કરાવે છે. ‘શરીર સારું હશે તો ધર્મ પણ સારી રીતે થઈ શકશે... માટે શરીરને બરાબર જાળવ.' ઘેલા જીવને ઇન્દ્રિયોની આ સલાહ ગમી જાય છે. તે શરીરને જાળવવા માટે બાહ્ય અનેક રૂપ...રસાદિ વિષયોની સ્પૃહા કરવા લાગી જાય છે. ‘તું તપસ્વી છે તેથી શું થઈ ગયું? જો પારણે બરાબર ઘી-દૂધ અને માલમસાલા નહિ વાપરે તો તપશ્ચર્યા નહિ કરી શકે...’ ઇન્દ્રિયની આ સલાહ ભદ્રિક જીવને રુચિકર લાગે છે; તે રસનાના વિષયોનો અભિલાષી બની જાય છે. ‘તું જ્ઞાની છે તેથી શું? વસ્ત્ર ઊજળાં રાખ. શરીરને સ્વચ્છ રાખ...તપ ઓછો કર... તો તારો પ્રભાવ દુનિયા પર પડશે...’ સરળ જીવને ઇન્દ્રિયોની આ સલાહ પ્રિય લાગે છે. તે વિષયોની સ્પૃહા કરવા લાગી જાય છે.
For Private And Personal Use Only
આ રીતે જીવ મોહના બંધનમાં બંધાતો જાય છે. બાહ્ય ધર્મક્રિયા કરતો પણ અત્યંતર મોહવાસનાઓથી તે ઘેરાઈ જાય છે! માટે ભવવાસથી મુક્ત થવાની અભિલાષાવાળા આત્માએ ઇન્દ્રિયોના વિષયપાશથી ખૂબ સાવધાન રહેવું જોઈએ.
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
गिरिमृत्स्नां धनं पश्यन् धावतीन्द्रियमोहितः ।
अनादिनिधनं ज्ञान-धनं पाईं न पश्यति ।।५।।५३ ।। અર્થ : ઇન્દ્રિયના વિષયોમાં મૂઢ થયેલો જીવ પર્વતની માટીને સોના-રૂપા વગેરેને ધનરૂપે જોતો ચારે તરફ દોડે છે, પણ પાસે રહેલા અનાદિ, અનન્ત જ્ઞાન-ધનને જોતો નથી.
વિવેચન : ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયેલા જીવની કેવી મૂઢતા છે! જે ધન નથી, તેને તે ધન જુએ છે, જે ખરેખર ધન છે તેને તે જોતો નથી; નજીક હોવા છતાં, સાવ પાસે હોવા છતાં જોતો નથી!
સોનું-રૂ!... કે જે કેવળ પર્વતની માટી છે, તેમાં તેને સંપત્તિ દેખાય છે અને તે લેવા માટે દોડાદોડી કરી રહ્યો છે! દૂરથી તેને જે સંપત્તિ લાગે છે, તે
જ્યારે તેની પાસે આવે છે, ત્યારે તેનાં સુખશાન્તિ ચાલ્યાં જાય છે. પછી તે સંપત્તિ કે જે માટીથી જરાય ચઢિયાતી નથી, તેના સંરક્ષણ ને સંવર્ધનમાં દિનપ્રતિદિન તે અશાન્ત બનતો જાય છે.
જ્ઞાન-ધન તરફ દષ્ટિ માંડી. તેને ક્યાંય બહાર લેવા જવાની જરૂર નથી. અનાદિ કાળથી તે તમારી પાસે જ છે...દટાયેલું છે. તેના પર કર્મોના ડુંગરા ઊગી ગયા છે. એ ડુંગરાઓને તોડીફોડીને એ જ્ઞાન-ધનનો અઢળક ભંડાર પ્રાપ્ત કરવાનો જ પુરુષાર્થ કરવો હિતકારી છે. જેમ જેમ તમે એ ડુંગરાઓને તોડતા જશો, તેમ તેમ તમને જ્ઞાન-ધન મળતું જ જશે. અને તમે અપૂર્વ સુખ-શાંતિને અનુભવતા જશો. પરંતુ આ પુરુષાર્થ તમે ત્યારે જ કરી શકશો કે જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં મોહિત નહિ બનો, વિષયાસક્તિ તમને જ્ઞાનધન મેળવવાનો પુરુષાર્થ નહિ કરવા દે. અત્યાર સુધી જ્ઞાનધનને મેળવવાનો પુરુષાર્થ જો જીવે નથી કર્યો તો તેમાં ઇન્દ્રિય પરવશતા જ અસાધારણ કારણ છે. જ્ઞાનધન (શ્રુતજ્ઞાન) મેળવી લીધા પછી પણ જો જીવ ઇન્દ્રિય-પરવશ બન્યો તો એ જ્ઞાનધન પુનઃ દટાઈ જાય છે. શ્રી ભાવદેવસૂરિ મહારાજે કહ્યું છે : “જસપુqધરો નિદાપમાયાનો વસ નિre viતાં
નિં.' ચૌદ પૂર્વધર મહર્ષિ પણ જો નિદ્રા..વિકથા... ગારવ વગેરેમાં આસક્ત થાય તો અનંતકાલ નિગોદમાં ભટકે! એટલે જ્યાં સુધી કેવળજ્ઞાનનું નિધાન પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી જરાય ઇન્દ્રિયપરવશ બન્ચે ચાલે એમ નથી. સતત જાગૃતિ અને સતત જ્ઞાનધનની પ્રાપ્તિનો પુરુષાર્થ કર્યે જવાનો છે.
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧
ઇન્દ્રિયજય
पुरः पुरः स्फुरत्तृष्णा मृगतृष्णानुकारिषु।
इन्द्रियार्थेषु धावन्ति त्यक्त्वा ज्ञानामृतं जडाः ।।६।।५४ ।। અર્થ : આગળ આગળ વધતી જતી તૃષ્ણા જેઓને છે. એવા મૂર્ખજનો જ્ઞાનરૂપ અમૃતને છોડી ઝાંઝવાના જળસમાન ઇન્દ્રિયોના વિષયોમાં દોડે છે.
વિવેચન : કોણ સમજાવે એ હરણિયાને?-અરે ભાઈ, તું શું જોઈને દોડ્યું જાય છે? એ પાણી નથી... એ તો સુર્યનાં તેજસ્વી કિરણોનો ચળકાટ છે... ત્યાં તને પાણી નહિ મળે... નાહક ક્લેશ..ખેદ અને પરિશ્રમ થશે..” પણ એ હરણ શાનું સાંભળે? એ તો મૂર્ખ...જડ! દોડી ગયું એ ઉજ્જડ...અફાટ રણપ્રદેશ પર.. તેને દૂર દૂર પાણીથી ભરેલું વિશાળ સરોવર દેખાયું. તે
ત્યાં પહોંચ્યું. પાણીના સ્થાને માત્ર ધૂળ! વળી તેણે દૂર દૂર દૃષ્ટિ નાખી. પાણીથી છલોછલ સરોવર દેખાયું...દોડ્યું... ત્યાં જઈને પાણી પીવા માંડે છે.પાણી કેવું? ગરમ ગરમ રેતી મુખ પર અડતાં જ તેણે મુખ પાછું ખેંચી લીધું. છતાં એ જડ...મૂર્ખ હરણ સમજતું નથી કે “આ રણપ્રદેશમાં મને પાણી મળનાર નથી...'
સંસારના રણપ્રદેશ પર ઇન્દ્રિયોના વિષયોની પિપાસામાં દોડી રહેલા જીવોને કેવી રીતે સમજાવવા? જેમ જેમ જીવો ઇન્દ્રિયોના વિષયો પાછળ દોડ્યું જાય છે, તેમ તેમ તેમની તૃષ્ણા વધતી જાય છે... ક્લેશ અને ખેદ વધતો જાય છે. છતાં જીવો સમજતા નથી કે આ સંસારમાં ઇન્દ્રિયજન્ય સુખોમાં મને તૃપ્તિ થનાર નથી...' આ જડતા છે... આ મૂર્ખતા-અજ્ઞાનતા છે. શ્રી ઉમાસ્વાતિજી મહારાજે પ્રશમરતિમાં સખત ચાબખો માર્યો છે :
'येषां विषयेषु रतिर्भवति न तान् मानुषान् गणयेत्।' “જેમને વિષયોમાં આસક્તિ થાય છે, તેમને મનુષ્ય પણ ન ગણવા જોઈએ!” એનો અર્થ એ છે કે જે જીવ મનુષ્યપણાને પામ્યો, ઇન્દ્રિયોના વિષયોમાં તેનાથી આસક્તિ ન કરાય... રાગ ન કરાય. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ કરવાના ભવ બીજા, મનુષ્યભવ નહિ. મનુષ્યભવમાં તો જ્ઞાનામૃતનાં પાન કરવાનાં છે. જ્ઞાનામૃતમાં તૃપ્તિનો આનંદ અનુભવવાનો છે. જેમ જેમ જ્ઞાનામૃતના ઘૂંટડા ભરાતા જશે તેમ તેમ તુચ્છ, અશુચિમય અને અસાર વૈષયિક સુખો પાછળ ભટકવાનું ઘટતું જશે. ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણા ઘટતી જશે.
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ફર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पतङ्गभृङ्गमीनेभ-सारङ्गा यान्ति दुर्दशाम् । एकैकेन्द्रियदोषाच्चेद् दुष्टैस्तैः किं न पञ्चभिः ? ।। ७ । । ५५ ।।
જ્ઞાનસાર
અર્થ : જો પતંગિયાં, ભ્રમર, મત્સ્ય, હાથી અને હરણ, એક-એક ઇન્દ્રિયના દોષથી મરણરૂપ માઠી દશાને પામે છે, તો દોષવાળી પાંચેય ઇન્દ્રિયો વડે શું ન થાય?
વિવેચન : એક-એક ઇન્દ્રિયની પરવશતાએ જીવાત્માની કેવી કરુણ દુર્દશા કરી છે! પતંગિયાને દીપકની જ્યોતનું રૂપ બહુ પ્યારું લાગે છે... એ જ્યોતની આસપાસ ખુશી મનાવતું નાચે છે... ખૂબ ધૂમે છે... રૂપ પ્રત્યેનો પ્યાર તીવ્ર બને છે... ચક્ષુરિન્દ્રિય દ્વારા ઉત્પન્ન થયેલી રૂપપ્રીતિ...રૂપમોહ ... પર પતંગિયાનો કાબૂ રહેતો નથી...તે દીપકની જ્યોતને આલિંગન દેવા દોડી જાય છે... અંગેઅંગ આલિંગન દઈ દે છે... પરંતુ એ આલિંગને અમૃત ન આપ્યું... અગન આપી... પતંગિયું બળીને ખાખ થઈ જાય છે.
પેલો ભોળો ભ્રમર! સુગંધનો ભારે લંપટ! બસ, સુગંધ મળી... બધું ભૂલી જાય. પરંતુ સંધ્યાના ટાણે જ્યારે કમળ બિડાઈ જાય છે... અને પેલો લંપટ ભ્રમર અંદર પુરાઈ જાય છે... ત્યારે એની પારાવાર વેદનાને સગી આંખે જોનાર ત્યાં કોઈ હોતું નથી... એ અભાગીને જ એ વેદનામાં જીવન પૂર્ણ કરવું પડે છે... બીજી પ્રભાતે કમળનાં પડળો ખૂલે છે... એના પ્રમીનો દેહ ભૂમિ પર ઢળી પડે છે... પણ એને ક્યાં પરવા છે? તરત જ બીજો પ્રેમી આવીને બેસી જાય છે! એ પ્રેમી પોતાના પૂર્વપ્રેમી તરફ દૃષ્ટિ સરખી નાખતો નથી... એ જ તો લંપટતા છે!
For Private And Personal Use Only
રસમાં રાજીની રેડ થઈ જનારી માછલીને જ્યારે પેલો માછીમાર કાંટાથી વીંધીને બહાર કાઢે છે... જાળમાં ભેગી કરી પથ્થર પર પટકે છે... ઘેર લઈ જઈ એને છરીથી ચીરે છે...ને કડકડતા તેલમાં તળે છે...ત્યારે એની દશા શી? સ્પર્શેન્દ્રિયના સુખમાં ભાનભૂલા થનાર ગજેન્દ્રને જે સુખના કારણે જ મોતના શરણે જવું પડે છે..અને મધુર સ્વરનું શ્રવણ કરવાના શોખીન હરણિયાને શિકારીના તીક્ષ્ણ તીરના ભોગ બનવું પડે છે.
આ બિચારાં જીવોને તો એક-એક ઇન્દ્રિયની પરવશતા હોય છે... જ્યારે મનુષ્ય તો પાંચેય ઇન્દ્રિયોને પરવશ હોય છે... તેની દુર્દશા કેવી! એક પળ વાર પણ આત્મપ્રસન્નતાનું સુખ નહીં!
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઇન્દ્રિયજય
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विवेकद्वीपहर्यक्षैः समाधिधनतस्करैः ।
इन्द्रियैयों न जितोऽसौ धीराणां धुरि गण्यते । १८ ।। ५६ ।।
૬૩
અર્થ : વિવેકરૂપ હાથીને હણવા માટે સિંહસમાન અને નિર્વિલ્પ ધ્યાનરૂપ સમાધિધનને લૂંટવા ચોરરૂપ ઇન્દ્રિયો વડે જે જિતાયો નથી, તે ધીર પુરુષોમાં મુખ્ય ગણાય છે.
વિવેચન : તેનું નામ ધીર પુરુષોમાં પણ ધીર! તેનું નામ વીર પુરુષોમાં પણ વીર! ભયંકર ગર્જના કરતા મોતના કરાળ મુખ જેવા કેસરીને સામે આવતો જોઈને પણ જેનું રૂંવાડુંય ન ફરકે... એવી એની ધીરતા! કાળમુખ કેસરી પણ જેના મુખમંડળની વીરતા જોઈને બીજો રસ્તો પકડી લે... એવી એની વીરતા
એક-એક ઇન્દ્રિય એક એક ભયાનક સિંહ છે. એક-એક ઇન્દ્રિય કુટિલ નિશાચર છે. તમારા આત્માંગણમાં ઝૂલતા વિવેક-હાથીનો શિકાર કરી જવા એ પ્રચંડ પાંચ સિંહ આત્મમહેલની આસપાસ આંટા મારી રહ્યા છે. તમારા આત્મમહેલમાં ભરચક ભરેલું સમાધિ-ધન... ધ્યાન-ધન ઉપાડી જવા માટે દુષ્ટ નિશાચરો છિદ્ર શોધી રહ્યા છે.
એ સિંહ છે પાંચ ઇન્દ્રિયો. એ ચોર છે પાંચ ઇન્દ્રિયો.
વાત એક છે : ઇન્દ્રિયોને ગમતા વિષયોમાં ન જવા દો, ‘મારે ઇન્દ્રિયજન્ય સુખ નથી ભોગવવું...' આવો દૃઢ નિશ્ચય કરો, વિષયો તમારી પાસે આવ્યા... ઇન્દ્રિયો એ તરફ આકર્ષાઈ અને મનડાએ તેમાં સહારો આપ્યો... બસ, આ તમારો પરાજય! તમારું વિવેકજ્ઞાન હણાઈ ગયું... તમારી નિર્વિકલ્પક સમાધિ ચોરાઈ ગઈ! તમે પરાજિત...પરાશ્રિત બની ગયા. એ તો જ્યારે વિષયો સામે આવે ત્યારે એના સામે જોવાની ફુરસદ જ ઇન્દ્રિયોને ન હોય... એને સહારો આપવાનો મનને રસ જ ન હોય... ત્યારે તમે વિજેતા... અને સ્વાશ્રયી.
વિષયોના વિયોગમાં ઇન્દ્રિયો જ્યારે ઝૂરે નહિ. પરમાત્મપરાયણ બની વિષયોની જ્યારે સાવ વિસ્મૃતિ કરી દે અને મનડું પણ ઇન્દ્રિયોને પરમાત્મધ્યાનમાં સહયોગ આપે... ત્યારે ધીર પુરુષોમાં પણ તમે ધીર બન્યા
For Private And Personal Use Only
દુનિયામાં તો તે પણ ધીર કહેવાય છે કે જે અનુકૂળ વિષયોના સંયોગમાં પરમાત્મધ્યાન...ધર્મધ્યાન વગેરેની બાહ્ય ક્રિયાઓ કરે છે; પરંતુ જ્યાં વિષયોની અનુકૂળતા ચાલી ગઈ ત્યાં ધીરતા પણ ગઈ! જાણીબૂઝીને વિષયોનો ત્યાગ કરી ઇન્દ્રિયોને સવિકલ્પક-નિર્વિકલ્પક સમાધિમાં લીન કરવાની છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ
- -
- -
તમે એક વસ્તુનો કે એક વ્યક્તિનો ત્યાગ કરો, એ મહત્ત્વની વાત નથી. તમે કઈ રીતે, કઈ દષ્ટિએ ત્યાગ કરો છો એ મહત્ત્વનું છે!
માતાનો, પિતાનો, પ્રિયાનો..સ્વજન અને સ્નેહનો ત્યાગ કરવાની પ્રેરણા આપનારા જ્ઞાની પુરુષો તમને અહીં અભિનવ માતા, પિતા, પ્રિયા વગેરેનો પરિચય કરાવે છે ને એમની સાથે સંબંધ બાંધવા પ્રેરણા આપે છે!
ઇન્દ્રિયો પર વિજય મેળવવા માટે સ્થૂલ જગતનાં પાત્રોનો ત્યાગ કરવો સહેલો બની જાય છે –એ માટે નવા દિવ્ય સ્નેહીવર્ગનો પરિચય કરી લો!
=
=
-
-
-
-
-
-
-
-
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
For Private And Personal Use Only
ત્યાગ
જ્યારે સ્વજન, ધન અને ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગી મુનિ ભયરહિત અને ક્લેશરહિત બને છે, અહંકાર અને મમત્વથી મુક્ત બને છે, ત્યારે એનામાં શાસ્ત્રવચનને અનુસરવાની શક્તિ પ્રગટ થાય છે.
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ
ઉ૫
-
-
-
-
-
-
-
संयतात्मा श्रये शुद्धोपयोगं पितरं निजम् ।
ધૃતિમખ્યાં ચ પિતા તેમાં વિનતં ધ્રુવમ્ II TIધ૭TI અર્થ : સંયમને અભિમુખ થયેલો હું શુદ્ધ-ઉપયોગરૂપ પોતાના પિતાનો અને આત્મરતિરૂ૫ માતાનો આશ્રય કરું છું. હે માતાપિતા, મને અવશ્ય છોડો.
વિવેચન : એક ઉત્તમ સ્થાનને પ્રાપ્ત કરવા માટે પૂર્વના સ્થાનનો ત્યાગ કરવો પડે છે. લોકોત્તર માતાપિતાની અ-ભૌતિક વાત્સલ્યભરી ગોદમાં ખેલવા માટે, લૌકિક માતાપિતાનો ત્યાગ કર્યા વિના કેમ ચાલે? હા, એ ત્યાગ દ્વેષથી કે તિરસ્કારથી નથી કરવાનો, પરંતુ લોકોત્તર માતાપિતા પ્રત્યેના તીવ્ર આકર્ષણના કારણે એમનો ત્યાગ કરવાનો છે.. આવો, આપણે એ મમતાભર્યા માતાપિતાને વિનવીએ. આપણને તેમના બંધનમાંથી મુક્ત કરવા, તેમનાં ચરણોમાં પડી પ્રાર્થના કરીએ :
હે માતા અને પિતા! કબૂલ કરીએ છીએ કે આપનો અમારા પર સ્નેહ છે. પરંતુ લાચાર છીએ. અમે આપના સ્નેહનો પ્રત્યુત્તર સ્નેહથી આપી શકીએ એમ નથી... અમારા હૃદયગિરિમાંથી સ્નેહ મમતાનું ઝરણું પરમ પિતા... એવા “શુદ્ધ આત્મજ્ઞાન' તરફ વળી ગયું છે... અમારો આનંદ આત્મરતિ-માતાના દર્શનમાં... તેના ઉત્સંગમાં જ સમાયેલો છે... આ માતાપિતા પાસે જવા અમારું હૃદય તલસી રહ્યું છે. હવે એમની સન્મુખ જ મન, વચન અને કાયાના યોગો કામ કરી રહ્યા છે. એ પરમ માતાપિતાની પાસે જવા માટે અમને અનુજ્ઞા આપો.'
શુદ્ધ આત્મજ્ઞાન’ એ પિતા છે અને “આત્મરતિ એ માતા છે. આ માતાપિતાનું જ સાચું શરણ લેવાનું છે. આ માતાપિતા પ્રત્યે જ રાગ..સ્નેહમમત્વ...કર્યા કામનાં છે. માતાપિતા કરવાં એટલે શું? માત્ર માન્યતા નહીં ચાલે. દિનરાત એ માતાપિતાની સેવા-ઉપાસના અને ભક્તિમાં લાગ્યા રહેવાનું છે. એ બંનેને વફાદાર રહેવાનું છે અર્થાત્, શુદ્ધ આત્મજ્ઞાનને છોડીને અશુદ્ધ અનાત્મજ્ઞાનની ગોદમાં ભરાઈ બેસવાની બૂરી આદત છોડવાની છે. આત્મરતિ...આત્માનંદ.. જ્ઞાનરતિ...આ મહામાતાને ત્યજીને પગલરતિવેશ્યાનો સંગ કરવાની કુટેવને છોડ્યે જ છૂટકો છે.
युष्माकं संगमोऽनादिर्बन्धवोऽनियतात्मनाम् ।
ध्रुवैकल्पान् शीलादिबन्धूनित्यधुनाश्रये ।।२।।५८ ।। અર્થ : હે બંધુઓ, અનિશ્ચિત આત્મપર્યાયવાળા એવા તમારો સંગમ પ્રવાહથી
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર અનાદિ છે, માટે નિશ્ચિત એક સ્વરૂપવાળા શીલ, સત્ય, શમ-દમાદિ બંધુઓનો હવે આશ્રય કરું છું.
વિવેચન : નવાં માતાપિતા તો બનાવ્યાં. તેમ નવા ભાઈઓ પણ બનાવવા પડશે ને! બાહ્ય સ્થૂળ ભૂમિકા પર રહેલા ભાઈઓનો સંબંધ છોડવા માટે આંતર સૂક્ષ્મ ભૂમિકા પર રહેલા ભાઈઓ સાથે સંબંધ જોડવો જ પડે.
બાહ્ય જગતમાં બંધુત્વનો સંબંધ કેવો અસ્થિર છે! આજે જે ભાઈ. કાલે તે શત્રુઆજે જે શત્રુ, કાલે તે ભાઈ! કોઈ સંબંધની સ્થિરતા નહીં. તેવા સંબંધો કરી કરીને જીવે ગાઢ રાગ-દ્વેષ કર્યા.... પાપ બાંધ્યાં...દુર્ગતિઓમાં પટકાયા... પણ હવે આ માનવભવમાં જ્ઞાનોવલ પ્રકાશમાં આંતરબંધુઓ સાથે જ સંબંધ કરવો જરૂરી છે. અનાદિ સંબંધ તોડવા આવશ્યક છે.
હે બંધુઓ, અનાદિ કાળથી તમારી સાથે મેં સંબંધ બાંધ્યા... પરંતુ ન હતો તેમાં નિઃસ્વાર્થ સ્નેહ. ન હતી તેમાં પવિત્ર દૃષ્ટિ, ભૌતિક સ્વાર્થને વશ થઈ મેં તમને ‘ભાઈ, ભાઈ...' કહ્યા, પરંતુ જ્યાં મારો સ્વાર્થ ઘવાયો કે મેં તમને શત્રુ માન્યા... શત્રુ તરીકે જોયા અને શત્રુ તરીકેનું આચરણ કર્યું... સ્વાર્થલોલુપતામાં મેં તમારો વધ કર્યો. તમારાં ઘર પણ લૂંટટ્યાં, સાચે જ આ સંસારમાં સ્વાર્થવશ મનુષ્ય બીજા જીવો સાથે નિઃસ્વાર્થ સંબંધ બાંધી શકતો નથી. હે ભાઈઓ, હવે તો મેં શાશ્વતું... અનંત...એવા શીલ, સત્ય, શમ, દમ, સંતોષ વગેરે ગુણોને જ મારા બંધુઓ બનાવ્યા છે...
આત્માના શીલ.... સત્ય ગુણો સાથે બંધુભાવ કેળવ્યા વિના બાહ્ય જગતનો વાસ્તવમાં ત્યાગ થઈ શકતો નથી. બાહ્ય જગતનો ત્યાગ કરવો એટલે હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે દોષોનો ત્યાગ કરવો. એનો ત્યાગ કરવા અહિંસા, સત્ય, અચૌર્ય, શીલ, નિષ્પરિગ્રહતા, ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા વગેરે ગુણોનો સ્વીકાર કરવો પડે છે. તેને સ્થિર કરવા પડે.. તેનો જ આશ્રય કરીને જીવન જીવવું પડશે... પછી જીવનના પ્રશ્નો હલ કરવા માટે ક્રોધાદિ કષાયોનો આશ્રય ન લેવાય. હિંસાદિ પાપોના શરણે ન જવાય,
कान्ता मे समतैवैका ज्ञातयो मे समक्रिया। बाह्यवर्गमिति त्यक्त्वा धर्मसंन्यासवान् भवेत् ।।३।।५९ ।। અર્થ : મારે સમતા જ એક વહાલી સ્ત્રી છે, મારાં સગાં-વહાલાં સમાન આચરણવાળા સાધુઓ છે, એ પ્રમાણે બાહ્ય વર્ગને છોડીને ધર્મ-સંન્યાસવાળો થાય.
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ
વિવેચન : “મારી પ્રિયતમા હવે એકમાત્ર સમતા છે! હું હવે એને જ વફાદાર રહીશ. અવશ્ય એને દગો નહીં દઉં... આજદિન સુધી હું એને બેવફા નીવડ્યો... હું એ પતિવ્રતા સુશીલ સ્ત્રીને છોડી મમતાના વેશ્યાવાડામાં ભટક્યો. ખૂબ.. ભટક્યો. મમતા...સ્પૃહા..કુમતિ... વગેરે વેશ્યાઓની સાથે દિવસોના દિવસો વિતાવ્યા... મહિનાના મહિના વિતાવ્યા. વર્ષોનાં વર્ષો વિતાવ્યાં... મોહમદિરાના નામ પર જામ ભરી-ભરીને તે વેશ્યાઓએ મને પાયા...હું મૂચ્છિત... બેહોશ બની ગયો... તે બાહ્યપ્રેમી વેશ્યાઓએ મને લૂંટી લીધો.. મારાં તન...મન...ધન ચૂસી લીધાં.. હું મોહમદિરાના નશામાંથી જાગ્યો. મેં એ વેશ્યાઓ પાસે જવા પગ ઉપાડ્યા... ત્યાં તો મારા પર દંડા લઈને એની દાસીઓ તૂટી પડી. મને મારી-ઝૂડી બહાર કાઢી મૂક્યો.. હાય, તોયે મારા હૃદયમાંથી એ વેશ્યાઓ ન ભુલાઈ. પુનઃ હું તન-મન...ધન ઠીક ઠીક થતાં એમના દ્વારે પહોંચ્યો. તેમણે મને સત્કાર્યો.. પરંતુ પુનઃ એ મોહમદિરાના માદક પ્યાલા...પુનઃ મૂર્છા...પુનઃ દંડા..
બસ, ઘણું થઈ ગયું. હવે મેં એ મમતા વગેરે વેશ્યાઓને તિલાંજલિ આપી દીધી છે...સમતાને જ મારી પ્રિયતમા કરી છે. તેના સહવાસમાં મને શાંતિ છે, સુખ છે, પ્રસન્નતા છે.
જગતનાં સગાં-સ્નેહીઓને પણ મેં જોઈ લીધાં... અનુભવી લીધાં...ક્ષણમાં રોષ ને ક્ષણમાં તોષ! કેવળ સ્વાર્થની જ સાધના.. સર્ષ એ સગાં-સ્નેહીઓથી.. તો મારાં સગાં-સ્નેહી એમને બનાવ્યાં છે કે જેઓ કદી વૈષયિક રોષ-તોષ કરતાં નથી! તેમની પાસે તો છે કેવળ સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને કરુણા! તે છે નિગ્રંથ સાધુપુરુષ. એ જ હવે મારાં સગાં છે...નેહી છે.'
આ પ્રમાણે બાહ્ય પરિવારનો ત્યાગ કરી આત્મા ઔદયિક ભાવોનો ત્યાગી બને છે અને ક્ષાયોપશમિક ભાવોને પ્રાપ્ત કરનારો બને છે. ઔદયિક ભાવોમાં રમણતા એનું નામ સંસાર... જ્યાં સુધી એ રમણતાનો વાસ્તવિક ત્યાગ ન કરવામાં આવે ત્યાં સુધી સંસારત્યાગી ન બની શકાય.
धर्मास्त्याज्याः सुसंगोत्थाः क्षायोपशमिका अपि ।
प्राप्य चन्दनगन्धाभं धर्मसंन्यासमुत्तमम् ।।४।।६० ।। અર્થ : ચન્દનની ગંધસમાન શ્રેષ્ઠ ધર્મસંન્યાસ પ્રાપ્ત કરીને, સત્સંગથી ઉત્પન્ન થયેલા અને ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા પણ ધર્મો તજવા યોગ્ય છે. વિવેચન : સત્સમાગમથી “ક્ષાયપશામિક ધર્મો આત્મામાં પ્રગટ થાય
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
છે... પરમાત્માના અનુગ્રહથી અને સદ્ગુરુની કૃપાથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પ્રગટ થાય છે, દેશ-વિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત થાય છે; દાન...લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યની લબ્ધિઓનો આવિર્ભાવ થાય છે.
પ્રશસ્ત નિમિત્ત-આલંબનોનો જીવ પર કેવી અજબ પ્રભાવ છે! પારસમણિનો સ્પર્શ થતાં લોઢું સુવર્ણ બની જાય છે. તેમ દેવગુરુના સમાગમથી, મિથ્યાત્વ, કષાયો, અજ્ઞાન, અસંયમ વગેરે ઔદયિક ભાવોથી મલિન આત્મા સમકિત, સમ્યગુ જ્ઞાન...સંયમ વગેરે ગુણોથી સ્વચ્છ-સુશોભિત બની જાય છે! ક્ષાયોપથમિક ધર્મો પણ ત્યાં સુધી જ જરૂરી છે કે જ્યાં સુધી ક્ષાયિક ગુણોની પ્રાપ્તિ નથી થઈ. ક્ષાયિક ગુણો એ આત્માનું મૂળ સ્વરૂ૫ છે.. એ પ્રગટ થયા પછી લાયોપથમિક ગુણોની શી જરૂર છે? માળ પર પહોંચ્યા પછી નિસરણીની શી જરૂર? ઔદયિક ભાવોના ભોંયતળિયાથી ક્ષાયિક ભાવનાના માળ પર પહોંચવા માટે ક્ષાયોપથમિક ભાવો નિસરણી જવાં છે.
ચંદનની સુવાસ જેમ ચંદનની સાથે જ, ચંદનમાં એકમેકપણે અભેદ ભાવે રહેલી હોય છે તેમ ક્ષાયિક ધર્મો આત્મામાં અભેદપણે રહેલા છે. ક્ષાયિક જ્ઞાન, દર્શન, ચારિત્ર આત્મામાં સહજ સ્વરૂપે રહેલાં છે.
ક્ષાયોપથમિક ક્ષમાદિ ગુણોનો જે ત્યાગ થઈ જવો તેનું નામ ધર્મસંન્યાસ. આ તાત્વિક ધર્મસંન્યાસ, સામર્થ્ય યોગનો ધર્મસંન્યાસ કહેવાય છે.
“દ્વિતીયપૂર્વવરને પ્રથમજ્ઞાત્ત્વિો મત' યોગદૃષ્ટિ સમુચ્ચય' નામના ગ્રંથમાં કહેવાયું છે કે ક્ષાયોપથમિક ધર્મોના ત્યાગરૂપ ધર્મસંન્યાસ, આઠમા ગુણસ્થાનકે દ્વિતીય અપૂર્વકરણ કરતી વખતે હોય છે. સમ્ય દર્શન પામવા પૂર્વે જે અપૂર્વકરણ કરવામાં આવે છે તે અતાત્વિક ધર્મસંન્યાસ છે.
गुरुत्वं स्वस्य नोदेति शिक्षासात्म्येन यावता।
आत्मतत्त्वप्रकाशेन तावत् सेव्यो गुरुत्तमः ।।५।।६१।। અર્થ : જ્યાં સુધી શિક્ષાના સમ્યફ પરિણામથી આત્મસ્વરૂપના બોધ વડે પોતાનું ગુરુપણું પ્રગટ ન થાય ત્યાં સુધી ઉત્તમ ગુરુ સેવવા યોગ્ય છે.
વિવેચન : જેવી રીતે સાંસારિક સ્વજનોનો ત્યાગ કરવાનો છે, તેવી રીતે અત્યંતર-આંતરિક સ્વજનો સાથે સંબંધ બાંધવાનો છે. તે બાંધેલો સંબંધ તૂટી ન જાય તે માટે સદેવ સદ્ગુરુની ઉપાસના કરવાની છે.
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ
૩૯
જ્યાં સુધી શ્રીમંત ન બનાય, ત્યાં સુધી શ્રીમંતની સેવા ન છોડાય, જ્યાં સુધી નીરોગી ન બનાય, ત્યાં સુધી વૈદ્ય-ડોક્ટરને ન ત્યજાય, તેવી રીતે જ્યાં સુધી આપણને સંશય-વિપર્યાસરહિત જ્ઞાનપ્રકાશ ન લાધે, શુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખી પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી જ્ઞાનીસંયમી સદૂગુરુનો ત્યાગ ન કરાય. અર્થાત્ જ્યાં સુધી ગુરુદેવની ગુરુતાનો આપણામાં વિનિયોગ ન થાય, ત્યાં સુધી સતત વિધિ-આદરપૂર્વક તેઓશ્રીનાં પાવન ચરણોમાં ભ્રમર બન્યા રહેવાનું.
ગુરુદેવની પરમ કૃપાથી જ આપણા આત્મામાં જ્ઞાન-ગુરુતા આવી શકે. તે જ્ઞાન-ગુરુતાનો ઉદય ત્યારે થાય કે જ્યારે ગુરુ-મહારાજ પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા વિનયપૂર્વક ગ્રહણ કરવામાં આવે અને તેને સમ્યગુ રીતે પરિણાવવામાં આવે.
પાંચ મહાવ્રતોનું સૂક્ષ્મ સ્વરૂપ સમજવું. ક્ષમા, આર્જવ, માર્દવ વગેરે દસ યતિધર્મોની વ્યાપકતા સમજવી. પૃથ્વીકાયાદિ પકાયના જીવોનું સ્વરૂપ સમજવું... આ બધું ગ્રહણશિક્ષામાં આવે. સદૂગુરુની કૃપાથી આ ગ્રહણશિક્ષા પ્રાપ્ત થાય છે. ગ્રહણશિક્ષા લઈને પછી તે મુજબ જીવનમાં તેનું પાલન કરવું, તેનું નામ આસેવન શિક્ષા.... ગુરુના અનુગ્રહ સિવાય આસેવન શિક્ષા ઝીલી શકાતી નથી. તે ઝીલ્યા સિવાય જ્ઞાનગુરુતા પ્રાપ્ત થતી નથી... જ્ઞાન-ગુરુતા વિના નહિ કેવળજ્ઞાન કે નહિ મોક્ષ!
માટે ચિત્તમાં સદ્દગુરુની સામે દઢ સંકલ્પ કરો :
હે ગુરુદેવ! આપની કૃપાથી જ મારામાં ગુસ્તા આવશે. જ્યાં સુધી ગુરુતા ન આવે ત્યાં સુધી સુત્રોક્ત વિધિથી અને ભક્તિભાવથી હું આપની સેવા-ઉપાસના કરીશ.'
ज्ञानाचारादयोऽपीष्टाः शुद्धस्वस्वपदावधि । निर्विकल्पे पुनस्त्यागे न विकल्पो न वा क्रिया ।।६।।२।। અર્થ : જ્ઞાનાચાર વગેરે આચારો પણ શુદ્ધ એવા પોતપોતાના પદની મર્યાદા સુધી ઈષ્ટ છે, પણ વિકલ્પરહિત ત્યાગની અવસ્થામાં વિકલ્પ નથી અને ક્રિયા પણ નથી.
વિવેચન : શુદ્ધ સંકલ્પપૂર્વક કરેલી ક્રિયા યથાર્થ ફળદાયી બને છે. સદ્ગુરુ પાસેથી ‘ગ્રહણ” અને “આસેવન' શિક્ષા લેતાં જ્ઞાનાચારાદિ આચારોનું પાલન મુખ્યતયા કરવાનું હોય છે. તે પાલન શુદ્ધ સંકલ્પપૂર્વક કરવાનું હોય છે.
જ્ઞાનાચારની આરાધના ત્યાં સુધી કરવાની છે, જ્યાં સુધી જ્ઞાનાચારનું
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
90
જ્ઞાનસાર શુદ્ધ પદ કેવળજ્ઞાન ન પ્રગટે! એ શ્રદ્ધાને હૃદયસ્થ કરીને આરાધના કરવાની કે “જ્ઞાનાચારના પ્રસાદથી અવશ્ય કેવળજ્ઞાન પ્રગટે...' દર્શનાચારની સેવા ત્યાં સુધી કરવાની, જ્યાં સુધી ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ ન થાય. ચારિત્રાચારની ઉપાસના ત્યાં સુધી કરવાની, જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાય, તપાચારનું સેવન ત્યાં સુધી કરવાનું જ્યાં સુધી “શુક્લ ધ્યાનની મસ્તી ન જાગી જાય! વીર્યાચારનું પાલન ત્યાં સુધી કરવાનું, જ્યાં સુધી અનંત વિશુદ્ધ વીર્ય ઉલ્લસિત ન થાય.
ચિત્તમાં આ પ્રમાણે દઢ સંકલ્પ બનાવવાનો. સંકલ્પહાન ક્રિયા નિષ્ફળ બને છે. કેવળજ્ઞાન, ક્ષાયિક દર્શન, યથાખ્યાત ચારિત્ર, શુક્લ ધ્યાન અને અનંત વિશુદ્ધ વર્ષોલ્લાસની પ્રાપ્તિનો દઢ સંકલ્પ રાખીને જ્ઞાનાચારાદિમાં પુરુષાર્થશીલ બનવાનું છે. ત્યાં સુધી જ જ્ઞાનાચારાદિમાં પુરુષાર્થ કરવાનો છે, જ્યાં સુધી તેના શુદ્ધ પદની પ્રાપ્તિ ન થાય. જ્યાં સુધી શુભોપયોગની દશા છે, જ્યાં સુધી સવિકલ્પ અવસ્થા છે, ત્યાં સુધી જ્ઞાનાચાર વગેરે પંચાચારનું પાલન અવશ્યમેવ જરૂરી છે.
નિષ્કર્ષ એ છે કે પાલન જ્ઞાનાચારાદિનું કરવાનું અને લક્ષ એના-એના અંતિમ શુદ્ધ પદનું રાખવાનું. પરંતુ જ્યાં નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત થાય છે, ત્યાં નથી રહેતો સંકલ્પ કે નથી રહેતી કોઈ પણ ક્રિયા. નિર્વિકલ્પ યોગમાં તો ઉચ્ચ કક્ષાની ધ્યેય-ધ્યાન-ધ્યાતાની અભેદ અવસ્થા છે. એ અવસ્થાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાનાચાર વગેરે આચારોના આલંબને શુભોપયોગમાં રમણતા કરવાની છે.
योगसंन्यासतस्त्यागी योगानप्यखिलांस्त्यजेत् ।
ત્યેવં નિ બ્રહ્મ પરમુપતે છાદરૂા. અર્થ : યોગનો રોધ કરવાથી ત્યાગી થયેલો બધાં યોગનો પણ ત્યાગ કરે. એમ બીજા દર્શનવાળાએ કહેલ “નિર્ગુણ બ્રહ્મ ઘટે છે.
વિવેચન : સર્વત્યાગની પરાકાષ્ઠાનું કેવું અપૂર્વદર્શન કરાવવામાં આવે છે! ઔદયિક ભાવોનો ત્યાગ (ધર્મસંન્યાસં) કરી ક્ષાયોપથમિક ભાવોમાં આવવાનું. ક્ષાયોપશમિક ભાવોનો પણ દ્વિતીય અપૂર્વકરણ કરવા ટાણે ત્યાગ કરી દેવાનો. “Hપવએ યોનિઃ શાયોપક્ષિાજ્યારિવાનિવૃત્તે ' (યો દ્રષ્ટિ સમુગ્ધચ) જે મહાત્માએ ક્ષપકશ્રેણિ પર આરોહણ કર્યું.. ક્ષમા વગેરે * જુઓ પરિશિષ્ટ છે.
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ ક્ષાયોપથમિક ધર્મો પણ ચાલ્યા જાય... અને ક્ષાયિક ગુણો પ્રગટી જાય.
પરંતુ જ્યાં ચૌદમા ગુણસ્થાનકે આત્માએ આરોહણ કર્યું. ત્યાં યોગનિરોધ કરવા દ્વારા સર્વ યોગોનો પણ ત્યાગ કરી દેવામાં આવે છે; આ સર્વ યોગોના ત્યાગને પણ “યોગસંન્યાસ' કહેવામાં આવે છે. આ યોગસંન્યાસ આયોજ્યકરણ કર્યા બાદ કરવામાં આવે છે. “દ્વિતીયો યો સંચાર માયોપેઝરVIટૂર્ણ ગીત (યો દ્રષ્ટિ સમુચ્ચય) સયોગીકેવળી સમુદૂધાત કરતાં પહેલાં આયોજ્યકરણનો આરંભ કરે છે. કેવળજ્ઞાન વડે અચિન્ય વીર્યશક્તિથી ભવોપગ્રાહી કર્મને (અઘાતી કર્મન) તેવા પ્રકારની સ્થિતિમાં આણીને ક્ષય કરવાની ક્રિયા આયોજ્યકરણ કહેવાય છે. કાયાદિયોગનો ત્યાગ કરવાથી શૈલેશી અવસ્થામાં અયોગ' નામના સર્વસંન્યાસરૂપ સર્વોત્તમ યોગની પ્રાપ્તિ થાય છે.
આ રીતે નિર્ગુણ બ્રહ્મ' ઘટી જાય છે. ઔપાધિક ધર્મયોગનો અભાવ, તે જ નિર્ગુણતા! બાકી આત્મામાંથી તેના સ્વાભાવિક-ક્ષાયિક ગુણો ક્યારેય જાય નહિ. જો તે પણ જતા હોય તો ગુણના અભાવમાં ગુણીનો પણ અભાવ થઈ જાય પણ તેમ નથી. ઔદયિક અને ક્ષાયોપશમિક ગુણોનો જ્યારે અભાવ થઈ જાય છે, એ ચાલ્યા જાય છે, ત્યારે આત્મા તે ગુણોથી રહિત બને છે. નિર્ગુણ કહેવાય છે અને આ રીતે અન્ય દર્શનકારોની નિર્ગુણ બ્રહ્મની કલ્પના ઘટી જાય છે, પરંતુ તેનામાં ક્ષાયિક ગુણો રહેલા હોવાથી તે સગુણ પણ છે.
આ સર્વ ત્યાગનું લક્ષ નિરંતર રાખીને... આપણે વર્તમાનમાં ઔદયિક ભાવોના ત્યાગનો પુરુષાર્થ કરવાનો છે.
वस्तुतस्तु गुणैः पूर्णमनन्तर्भासते स्वतः ।
रूपं त्यत्कात्मनः साधोर्निरभ्रस्य विधोरिव ।।८।।६४ ।। અર્થ : વાદળાંરહિત ચન્દ્રની જેમ ત્યાગવંત સાધુનું સ્વરૂપ પરમાર્થથી અનન્ત ગુણોથી પૂર્ણ સ્વયં ભાસે છે.
વિવેચન : એક પણ વાદળ નહિ... સ્વચ્છ આકાશ.. પૂર્ણિમાની રજની અને સોળે કળાએ ખીલેલો ચાંદ...! જોયું છે આ દૃશ્ય? દૃષ્ટિને અનિમેષ રાખીને, એ દૃશ્યના સૌન્દર્યનું પાન કર્યું છે? એ તો ક્યારેક કર્યું હશે.. અને પાછા અતૃપ્ત બની ગયા હશો.. એ મસ્તીમાં ઓટ આવી ગઈ હશે! આવો,
* જુઓ પરિશિષ્ટ ૯. # જુઓ પરિશિષ્ટ ૮.
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૨
જ્ઞાનસાર
અહીં આપણને શ્રી ઉપાધ્યાયજી એક અભિનવ ચાંદનું દર્શન કરાવે છે! એક સદોદિત ચાંદનું દર્શન કરવાનો પ્રયોગ કરી બતાવે છે...
જુઓ... એક પણ કર્મનું વાદળું દેખાતું નથી... સ્વચ્છ સ્ફટિકમય સિદ્ધશીલાનું આકાશ છે... ‘શુક્લપક્ષ'ની અનુપમ ઉજ્જ્વલા રજની છે... અનંત ગુણોની કળાથી આત્માનો ચાંદ ખીલી ઊઠ્યો છે... બસ નિરખ્યા જ કરો.. મિનિટબે મિનિટ નહિ... કલાક-બે કલાક નહિ.નિરંતર... સદૈવ નિરખ્યા કરો... એ સદોદિત ચાંદને અનંતકાળ નિરખ્યા કરો...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માના શુદ્ધ સ્વરૂપનું-અનંત ગુણમય સ્વરૂપનું ધ્યાન કઠિન કર્મોના મર્મને છેદી નાખે છે. મલિન વાસનાઓનાં મૂળિયાં ઊખેડી નાખે છે. જ્યાં સુધી એ વાસ્તવિક અનંતગુણમય સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી એ સ્વરૂપનું ધ્યાન અને એ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ, સન્ધિવાનન્દ્ર ની પ્રાપ્તિ થઈ, પછી સારુંયે વિશ્વ પૂર્ણ દેખાશે... પૂર્ણતાથી હરી-ભરી ચેતનસૃષ્ટિનું દર્શન થશે. એવું પૂર્ણતાનું દર્શન કરવા માટેનો ક્રમિક પુરુષાર્થ આઠ અષ્ટકોમાં આ રીતે જાણવા મળે છે : પૂર્ણતાની દૃષ્ટિ, જ્ઞાનાનંદમાં મસ્તી, ચિત્તનું સ્વસંપત્તિમાં સ્થિરીકરણ, મોહત્યાગ, તત્ત્વજ્ઞતા, કષાયોનો ઉપશમ, ઇન્દ્રિયવિજય અને સર્વત્યાગ.
'पूर्णो मग्नः स्थिरोऽमोहो, ज्ञानी शान्तो जितेन्द्रियः त्यागी' આ રીતે ક્રમશઃ સર્વોચ્ચ શિખરે પહોંચી જવાય.
காக
bo
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતિપૂર્વક ક્રિયા, ભક્તિપૂર્વક ક્રિયા, જિનાજ્ઞાનુસાર ક્રિયા અને નિઃસંગતપૂર્વક ક્રિયા કરનારો મહાત્મા પરમ તૃપ્તિ અનુભવે છે.
ક્રિયા
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા
“ધર્મની ક્રિયાઓ ન કરીએ તો ન ચાલે? આ પ્રશ્ન વર્ષોથી પુછાતો રહ્યો છે. પરંતુ પાપક્રિયાઓ ન કરીએ તો ન ચાલે?'-આ પ્રશ્ન પુછાતો જ નથી! કારણ? જીવને પાપ ગમે છે માટે પાપક્રિયાઓ પણ ગમે છે. ધર્મ ગમતો હોય તો ધર્મક્રિયાઓ ગમે જ. મોક્ષ ગમે તો મોક્ષ પહોંચવાની ક્રિયા ગમે જ.
ધર્મક્રિયાઓની અનિવાર્યતા અહીં ગ્રંથકાર સમજાવે છે. કેટલી તર્કસંગત વાત છે. એ સમજવા આ અષ્ટક તમારે વાંચવું જ રહ્યું.
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
જ્ઞાનસાર ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः।
स्वयं तीर्णो भवाम्भोधेः परांस्तारयितुं क्षमः ।।१।।५।। અર્થ : સમ્યગુ જ્ઞાનવાળા, ક્રિયામાં તત્પર, ઉપશમયુક્ત, ભાવિત અને જિતેન્દ્રિય (જીવ), સંસારરૂપી સમુદ્રથી પોતે તરેલા છે અને બીજાને તારવા સમર્થ છે.
વિવેચન : સ્વયં ભવસાગર તરવો અને બીજા જીવોને તારવા, આ છે માનવજીવનનો શ્રેષ્ઠતમ્ પુરુષાર્થ છે.
ગંગા-જમના જેવી ભૌતિક નદીઓને તરવા માટે પણ જ્ઞાન અને ક્રિયાની જરૂર હોય છે, તો ભવના ભીષણ, રૌદ્ર અને તોફાની સાગરને તરવા માટે જ્ઞાન, ક્રિયા વગેરેની શું આવશ્યકતા નથી? પરંતુ આ આવશ્યકતા ત્યારે જ સમજાય છે કે જ્યારે ભવસાગર ભીષણ, રૌદ્ર અને તોફાની દેખાય. જ્યાં સુધી ભવસાગર શાંત, સુખદાયી અને ખૂબસૂરત લાગે છે, ત્યાં સુધી જ્ઞાન, ક્રિયા વગેરેનું મૂલ્ય સમજાતું નથી, જીવનમાં તેની આવશ્યકતા લાગતી નથી.
ભવસાગરને તરવા અને બીજા જીવોને તારવા માટે અહીં પાંચ મહત્ત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે :
(૧) જ્ઞાની : જે ભવસાગર તરવો છે એ ભીષણ ભવસાગરના સ્વરૂપનું જ્ઞાન કર્યા વિના કેમ તરી શકાય! જેમના સહારે તરવું છે એ પરમ કૃપાનિધિ પરમાત્મા અને કરુણાવંત ગુરુદેવની સાચી ઓળખ વિના પણ કેમ ચાલે? જેમાં બેસીને ભવની પેલે પાર જવું છે, એ સંયમના જહાજની પૂર્ણ માહિતી પણ મેળવી લેવી જોઈએ. સમુદ્ર-સફરમાં આવતાં વિઘ્નો, તેમાં રાખવાની સાવધાની અને આવશ્યક સાધન-સામગ્રીનું પણ ઠીક ઠીક જ્ઞાન હોવું જોઈએ.
(૨) ક્રિયાપર: ભવસાગરને તરવા માટે પરમાત્મા જિનેશ્વરદેવે જે જે ક્રિયાઓ બતાવી છે, તે તે ક્રિયા કરવામાં તત્પરતા જોઈએ. તત્પરતા
એટલે જે કાળે, જે જગાએ, જે ભાવથી ક્રિયા કરવાની હોય, તે કરવામાં ઉત્સાહ અને ઉમંગ હોય, આળસ, વેઠ કે અવિધિ ન હોય. જ્ઞાનના, દર્શનના, ચારિત્રના અને તપના આચારોનું યથાવિધિપાલન કરવું જોઈએ. ભવસાગર તરવાની તમન્નાવાળા ભવ્યાત્મામાં આ સ્વાભાવિક રીતે જ હોય છે.
(૩) શનિ : શાંતિ, સમતા... ઉપશમની તો અત્યંત આવશ્યકતા છે. ભલે જ્ઞાન હોય અને ક્રિયા પણ હોય, જો ઉપશમ નથી તો ભવસાગર તરવામાં સરિયામ નિષ્ફળતા! ક્રોધ અને રોષ આવતાં જ જ્ઞાન-ક્રિયા પ્રાણહીન બની જાય છે. ભવસાગર પરથી પસાર થતું જહાજ ત્યાં જ થંભી જાય છે!
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા
૭૫ જો એ ક્રોધ..રોષ.. ઈર્ષ્યા વગેરે જલચર જંતુઓને ન ભગાવ્યા ને દીર્ધકાળ સુધી રહી ગયા તો જહાજમાં છિદ્ર પાડી દે છે. છિદ્ર વાટે પાણી જહાજમાં ભરાય છે. અને સમુદ્રના તળિયે જઈને જહાજ બેસે છે! માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ભવસાગર તરનાર શાંત જોઈએ, ક્ષમાશીલ જોઈએ.
(૪) ભાવિતાત્મા : જ્ઞાન, દર્શન અને ચારિત્રથી આત્મા ભાવિત બનવો જોઈએ. જેમ કસ્તૂરીથી ભાવિન બનેલા વસ્ત્રમાંથી નિરંતર કસ્તૂરીની સોડમાં ઊડતી રહે છે, તેમ જ્ઞાન-દર્શન–ચારિત્રની સુવાસથી સુવાસિત થયેલા આત્મામાંથી સદેવ જ્ઞાનની, દર્શનની અને ચારિત્રની સુવાસ નીકળતી રહે છે. ક્યારેય તેમાંથી મોહ-અજ્ઞાનની દુર્ગધ તો નીકળે જ નહિ.
(૫) બદ્રિય : ભવસાગર તરવા નીકળેલા જીવે પોતાની ઇન્દ્રિયો વશમાં રાખવી જોઈએ. બેકાબુ બનેલી ઇન્દ્રિયો જીવને જહાજમાંથી સમુદ્રમાં પટકી દે છે.
આ પાંચ વાતો જેણે સિદ્ધ કરી તે જીવ સંસાર-સાગર તરી ગયો સમજો. બીજા જીવોને તારવા માટેની યોગ્યતા પણ ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે આ પાંચ વાતો સિદ્ધ થઈ હોય. આ પાંચ વાતો જેને વરી નથી તે જીવ બીજાને તારવાની ચેષ્ટા કરે તો ખુદ ડૂબે અને બીજાને પણ ડુબાડે.
क्रियाविरहितं हन्त ज्ञानमात्रमनर्थकम् ।
गतिं विना पथज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् ।। २ ।।६६ ।। અર્થ : ક્રિયારહિત એકલું જ્ઞાન, ખરેખર, અસમર્થ છે. ચાલવાની ક્રિયા સિવાય માર્ગનો જાણનાર પણ ઇચ્છિત નગરે પહોંચતો નથી.
વિવેચન : તમે જાણો છો કે દિલ્હીથી મુંબઈ કેટલા માઈલ (Mile) થાય છે. તમને ખ્યાલ છે કે કયા કયા રસ્તે દિલ્હીથી મુંબઈ જઈ શકાય છે...પગરસ્તો પણ તમે જાણો છો અને રેલમાર્ગ પણ તમે જાણો છો. એ પણ તમારાથી અજાણ્યું નથી કે ટિકિટના કેટલા પૈસા લાગે છે! અરે, આકાશમાર્ગની પણ પૂરી માહિતી તમે મેળવી લીધી છે!
પરંતુ તમે મુસાફરીની પૂરી તૈયારી કરવાનું કાર્ય ન કરો અને પગરસ્તે ચાલવા ન માંડો અથવા રેલવેની ટિકિટ લઈ ગાડીમાં બેસવાની ક્રિયા ન કરો તો દિલ્હીથી મુંબઈ પહોંચી શકો ખરા? દિલ્હીથી મુંબઈ પહોંચવા તમારે ગતિ કરવી જ પડે છે. માત્ર માર્ગનું જ્ઞાન મેળવી લેવાથી ઇચ્છિત નગરે પહોંચી શકાય નહીં. જ્ઞાન-અનુસાર ગતિ-ક્રિયા કરવી જ પડે.
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર તમે મોક્ષ-માર્ગનું જ્ઞાન મેળવી લીધું. આત્મા પર લાગેલાં અષ્ટ કર્મની જાળને પરખી લીધી, જાળને ભેદવાના સચોટ ઉપાયો પણ જાણી લીધા.... પરંતુ તે બધી જાણકારી મુજબ પુરુષાર્થ ન કર્યો તો એ જાણકારીનું કોઈ જ મૂલ્ય નથી. એ જાણકારીથી કોઈ જ અર્થ સરતો નથી.... બલકે ભારે અનર્થ સર્જાય છે.
મોક્ષમાર્ગને અનુકુળ ક્રિયાનો ત્યાગ કરી જે મનુષ્ય માત્ર મોક્ષમાર્ગના જ્ઞાનથી મોક્ષપ્રાપ્તિ કરવા ચાહે છે, તે તેની મિથ્યા ભ્રમણા છે. મોક્ષમાર્ગની ક્રિયાઓની ઉપેક્ષા કરનાર મનુષ્ય કોરા જ્ઞાનથી અભિમાની બને છે, સંસારવર્ધક ક્રિયાઓમાં રચ્યોપચ્યો રહે છે અને આત્માને મલિન કરતો ભીષણ ભવસમુદ્રમાં ડૂબી મરે છે,
મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આત્માની સત-ચિ-આનંદમય અવસ્થા પ્રાપ્ત કરવાની જ એક તમન્ના જાગી ગઈ છે? જો જાગી ગઈ છે તો જ્ઞાન અને ક્રિયા તમારા જીવનમાં આવ્યા વિના રહે જ નહિ. આ પ્રકૃતિનો સનાતન નિયમ છે કે જે વસ્તુ પ્રાપ્ત કરવાની તમન્ના જાગે છે, તે વસ્તુની ઓળખ, એને પ્રાપ્ત કરવાના ઉપાયો-જ્ઞાન અને એ વસ્તુ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થથયા વિના રહે જ નહિ.
જે મનુષ્યને ધન પ્રાપ્ત કરવાની તમન્ના જાગી ગઈ... તે ધન પ્રાપ્ત કરવાના ઉપાયોનું જ્ઞાન મેળવવા શું એ પુરુષાર્થ નથી કરતો? જો વૈજ્ઞાનિકને કોઈ એક ચમત્કારી શોધ કરવાની તમન્ના જાગી ગઈ, તો શું તે કાળો પુરુષાર્થ કરતો નથી સાંભળ્યો? તેવી રીતે જેમને, પોતાના આત્માને પરમ વિશુદ્ધ કરવાની તમન્ના જાગી ગઈ, તેમણે અગ્નિધીખતી શિલાઓ પર હાડચામને બાળી નાખ્યાની સત્ય હકીકતો નથી જાણી?
મોક્ષમાર્ગનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ એને અનુકૂળ પુરુષાર્થ કરવામાં જો જીવ પાછો પડે છે તો તેનું કારણ તેની સુખશીલતા છે, કષ્ટોને સહવાની કમજોરી છે. સાથે સાથે પાપક્રિયાઓનો રસ છે અને તે પાપક્રિયાઓનો ત્યાગ કરવાની શક્તિ નથી.
પરમાત્મ-ભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ-સૂત્ર-સ્વાધ્યાય, ધ્યાન, ગુરુસેવા, ગ્લાન-વૈયાવૃત્ય, પ્રતિલેખન, તપ-ત્યાગ વગેરે નિષ્પાપ ક્રિયાઓને આદરપૂર્વક અને વિધિસહિત કરનાર મનુષ્ય આત્મવિશુદ્ધિના માર્ગે પ્રયાણ કરે છે અને આત્મવિશુદ્ધિ કરીને રહે છે.
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા
‘ક્રિયાઓનું રહસ્ય...પરમાર્થ સમજ્યા વિના ક્રિયાઓ કરવી અર્થહીન છે.” આમ કહેનાર મનુષ્ય પોતે જો રહસ્ય અને પરમાર્થ સમજીને ક્રિયાઓ કરતો હોય તો તેની વાત વિચારણીય છે, પરંતુ મોટા ભાગે આત્મવિશુદ્ધિના પ્રયોગરૂપ ક્રિયાઓ કરવામાં સહન કરવાં પડતાં કષ્ટોથી ડરીને મનુષ્ય પવિત્ર ક્રિયાઓનો અપલાપ કરે છે અને પાપક્રિયાઓમાં રસલીન બની પતનના ખાડામાં ધકેલાઈ જાય છે.
स्वानुकूलां क्रियां काले ज्ञानपूर्णोऽप्यपेक्षते।
प्रदीपः स्वप्रकाशोऽपि तैलपूादिकं यथा ।।३।।६७।। અર્થ : જેમ દીવો પોતે સ્વપ્રકાશરૂપ છે તો પણ તેલ પૂરવા વગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે; તેમ પૂર્ણજ્ઞાની પણ અવસરે સ્વભાવરૂપ કાર્યને અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે.
વિવેચન : જ્યાં સુધી સિદ્ધિ પ્રાપ્ત ન થાય, જ્યાં સુધી સાધકદશા છે ત્યાં સુધી ક્રિયાની આવશ્યકતા રહેવાની જ, અલબત્ત, સાધનાની ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં ક્રિયાઓ પલટાતી રહે છે. પરંતુ ક્રિયાની આવશ્યકતા તો કેવળજ્ઞાની મહર્ષિઓને પણ રહે છે.
ક્રિયાની આવશ્યકતા છે સ્વભાવને પુષ્ટ કરવા માટે. તે તે ઉચિત કાળે, તે તે ઉચિત ક્રિયાનો આશ્રય લેવો જ પડે છે. સમ્યત્વની ભૂમિકા પર રહેલા વિવેકી આત્મા સમકિતના ૯૦ પ્રકારના વ્યવહારનું વિશુદ્ધ પાલન કરે છે. તેનો આદર્શ હોય દેશવિરતિનો, સર્વવિરતિનો. દેશવિરતિ-શ્રાવકજીવનની કક્ષામાં રહેલા જીવને બાર વ્રતની પવિત્ર ક્રિયાઓનું આચરણ કરવાનું હોય છે. તેનું લક્ષ હોય સર્વવિરતિમય
સાધુજીવન પ્રાપ્ત કરી કર્મોને હણવાનું. જ સર્વવિરતિ-સાધુજીવનમાં રહેલા સાધક આત્માને જ્ઞાનાચારાદિ આચારોનું
પાલન, દશવિધ યતિધર્મનું પાલન, બાહ્ય અત્યંતર બાર પ્રકારના તપનું પાલન. વગેરે ક્રિયાઓનો આશ્રય લેવો પડે છે. ક્ષપકશ્રેણિ પર ચઢતાં શુક્લધ્યાનારૂઢ થવાની ક્રિયા કરવી પડે છે.
तत्राष्टमे गुणस्थाने शक्लसद्धयानमादिमम। ध्यातुं प्रक्रमते साधु-राद्यसंहननान्वितः ।।५१ ।।
- गुणस्थानक्रमारोहे
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૭૮.
આઠમે ગુણસ્થાનકે પ્રથમ વજ ઋષભનારાચ સંઘયણવાળો સાધુ પ્રથમ શુક્લધ્યાને ધ્યાવવાનો પ્રારંભ કરે છે. અહીં ધ્યાન ધ્યાવનારૂપ ક્રિયા
કરવી જ પડે છે, એ તાત્પર્ય છે. આ ઘાતકર્મોનો ક્ષય કરી આત્મા પૂર્ણજ્ઞાની બન્યો. તેને પણ સર્વસંવર અને પૂર્ણાનન્દ પ્રાપ્ત કરવાના અવસરે “યોગનિરોધ” ની ક્રિયા કરવી પડે છે. સમુદ્રઘાત'ની ક્રિયા કરવી પડે છે. પૂર્ણતાની ટોચે પહોંચવા માટે દરેક ભૂમિકાએ ઉચિત ક્રિયા કરવી પડે છે, એ વાતનો ઇન્કાર તે જ મનુષ્ય કરી શકે કે જેને જૈનદર્શનના ક્રમિક મોક્ષમાર્ગનું જ્ઞાન ન હોય.
તર્કથી પણ ક્રિયાનું મહત્ત્વ સમજાય એવું છે. અનાદિકાળથી જીવ પાપક્રિયાઓ રસપૂર્વક કરી કરીને સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અર્થાત્ ભવભ્રમણનું કારણ આત્માની પાપક્રિયાઓ છે. હવે ભવભ્રમણ મિટાવવું હોય તો એના કારણને મિટાવવું જોઈએ. પ્રતિપક્ષી ધર્મક્રિયાઓ દ્વારા પાપક્રિયાઓનું નિવારણ થઈ શકે છે.
જ્યાં સુધી જીવ સંસારી છે, ત્યાં સુધી એને કોઈને કોઈ ક્રિયા કરવી જ પડે છે : પાપક્રિયાઓ યા ધર્મક્રિયાઓ. જે જીવની દૃષ્ટિ સત - વિ - ગાનંદ્ર સ્વરૂપ પૂર્ણતાની ટોચે પહોંચી છે અને ત્યાં પહોંચવા માટે જે લાલાયિત બન્યો છે, તે મનુષ્ય તો તે પ્રત્યેક ક્રિયાઓ આનંદપૂર્વક અને રસસહિત કરવાનો કે જે ક્રિયાઓ તેને પૂર્ણતાની ટોચે લઈ જવામાં સહાયક હોય.
ઘી યા તેલનો દીપક, પોતે સ્વપ્રકાશ-રૂપ હોવા છતાં તેમાં તેલ પૂરવાની ક્રિયા ન કરવામાં આવે તો? સ્વપ્રકાશ-રૂપ હોવા છતાં તેલ પૂરવાની ક્રિયા
ત્યાં અપેક્ષિત છે. ઇલેક્ટ્રિક લાઈટ પોતે સ્વપ્રકાશ-રૂપ હોવા છતાં સ્વિચ દબાવવાની ક્રિયા, પાવરહાઉસમાંથી કરંટના પ્રવાહને આવવાની ક્રિયા.. વગેરેની અપેક્ષા હોય છે. વિરાટ સંસારનું કહ્યું એવું ક્ષેત્ર છે કે જ્યાં મનવચન-કાયાની કોઈ ક્રિયા ન કરવી પડતી હોય? કયું એવું કાર્ય છે કે જે ક્રિયા કર્યા વિના થઈ જતું હોય? હકીકત એ છે કે પ્રમાદ...આળસ અને મિથ્યા અભિમાનને દૂર કરી દરેક સાધકે પોત-પોતાની ભૂમિકાને ઉચિત ક્રિયા, કે જે પરમાત્મા જિનેશ્વરદેવે નિર્દેશલી છે તેનો, વિધિ-કાળ અને પ્રીતિ-ભક્તિ સહિત આદર કરવો એ જ હિતકારી છે.
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા
बाह्यभावं पुरस्कृत्य ये क्रियां व्यवहारतः।
वदने कवलक्षेपं विना ते तृप्तिकाङ्क्षिण: ।।४।।६८ ।। અર્થ : બાહ્ય ક્રિયાના ભાવને આગળ કરીને જેઓ વ્યવહારથી ક્રિયાનો નિષેધ કરે છે, તેઓ મુખમાં કોળિયો નાખ્યા વિના તૃપ્તિ ઇચ્છે છે!
વિવેચન : શું તમારે એમ કહેવું છે કે “પોસહ-પ્રતિક્રમણ, પ્રભુદર્શનપૂજન, ગુરુ-સેવા-ભક્તિ, પ્રતિલેખન અને તપશ્ચર્યા–આ બધી વ્યવહારક્રિયાઓ એ તો બાહ્યભાવ છે. એનાથી આત્માનું કંઈ કલ્યાણ ન થાય..... શું તમારું એવું મંતવ્ય છે કે હિંસા-જૂઠ-ચોરી-દુરાચાર-પરિગ્રહની ક્રિયાઓ તમે કરતા રહો અને અહિંસા સત્ય-અચૌર્ય-સદાચાર તથા નિષ્પરિગ્રહતાની સિદ્ધિ તમે પ્રાપ્ત કરી લેશો? શું રૂપરમણીઓનાં દર્શન-પૂજન, મદાંધ શ્રીમંતોની સેવાભક્તિ, સુંદર ભાત-ભાતની વેશભૂષા અને મનગમતા માદક ભોજન કરવાની ક્રિયાઓ તમે કરતા રહો અને આત્માની શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર દશા પ્રાપ્ત કરી લેશો?
ભાઈ, ભૂલા ન પડો. ભ્રમણામાં ન અટવાઓ. સ્વસ્થ બની નિરાગ્રહી બુદ્ધિથી વિચાર કર્યો. મહર્ષિઓનાં અનુભવસિદ્ધ વચનોનો મર્મ સમજવા પ્રયત્ન કરો. - બાહ્ય ભાવ બે પ્રકારના છે : એક શુભ અને બીજો અશુભ. જેમાં સરાસર આત્માની વિસ્મૃતિ છે અને એક માત્ર વિષયાનંદ પ્રાપ્ત કરવાના લક્ષથી થાય છે તે ક્રિયા અશુભ બાહ્ય ભાવ છે. પરંતુ જેમાં આત્માની મધુર સ્મૃતિ છે... એક માત્ર આત્માનંદને અનુભવવાનું લક્ષ છે.... પરમ કરુણાસાગર પરમાત્મા જિનેશ્વરદેવના પ્રત્યે બહુમાન છે... પાપોમાંથી મુક્ત થવાની પવિત્ર ભાવના છે; આવી કોઈ પણ ક્રિયા શુભ બાહ્ય ભાવ છે. અશુભ પાપક્રિયાઓની અનાદિ કુટેવમાંથી મુક્ત થવા માટે શુભ ધર્મક્રિયાઓનો આશરો લીધા વિના ચાલી શકે જ નહીં.
તમારો પુત્ર તમારી પાસે આવીને કહે : “પૂજ્ય પિતાજી, તમે મને નિશાળ (સ્કૂલ)માં શા માટે મોકલો છો? નિશાળમાં જવું, અમુક ખાસ વસ્ત્ર (યુનિફોર્મ) પહેરવાં, પુસ્તકો લઈ જવાં, વાંચવા, શિક્ષક સામે બેસવું.. અધ્યયન કરવું.... શિક્ષકનો વિનય કરવો... આ બધી ક્રિયાઓ ફોગટ છે...નિરર્થક છે...બાહ્ય ક્રિયાઓ છે. જ્ઞાન તો આત્માનો ગુણ છે. આત્મામાંથી જ્ઞાન પ્રગટ થાય છે. શા માટે નાહક સ્કૂલમાં જવાનું કષ્ટ કરવું? માટે હું તો
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
જ્ઞાનસાર
સ્કૂલમાં નહીં જાઉં... ઘેર રહીશ...મિત્રો સાથે ખેલ ખેલીશ... ટી.વી. જોઈશ...’
શું પુત્રની વાત યથાર્થ માની લેશો? તેની વિનંતીનો સ્વીકાર કરી તેની નિશાળ બંધ કરશો?
કોઈ સૈન્યનો સૈનિક પોતાના સેનાપતિ પાસે જઈ કહે : ‘સેનાપતિજી, તમે શા માટે અમને પરેડ કરાવો છો? શા માટે દોડાવો છો? શા માટે કસરત કરાવો છો? શા માટે રાઈફલ-મશીનગન ચલાવવાની તાલીમ આપો છો? બળ...શક્તિ... એ તો આત્માનો ગુણ છે. આત્મામાંથી પ્રગટ થાય છે... આ બધી તો બાહ્ય ક્રિયાઓ છે...ફોગટ છે...' સૈનિકની આ વાત શું તમને યથાર્થ લાગે છે? શું સેનાપતિ આવા સૈનિકને એક ક્ષણ પણ બરદાસ્ત કરે ખરા? તગેડી ન મૂકે?
તે તે આત્મગુણ પ્રગટ કરવા માટે તે તે બાહ્ય પવિત્ર...નિર્દોષ ક્રિયાઅનુષ્ઠાન કરવાં જ પડે છે. તો જ તે આત્મગુણ પ્રગટ થાય. અનંતજ્ઞાની પરમ પુરુષ તીર્થંકરદેવે જે જે કાયિક, વાચિક અને માનસિક ક્રિયાઓ, આત્મવિશુદ્ધિ માટે બતાવી છે, તે આદરપૂર્વક કરવી જ રહી, જો આત્મવિશુદ્ધિ કરવાની સાચી ભાવના હોય તો.
મુખમાં કોળિયો નાખ્યા વિના ભૂખની શાંતિ થઈ જાય ખરી? જો તૃપ્તિનું સુખ અનુભવવું છે તો મુખમાં કોળિયો નાખવાની ક્રિયા ક૨વી પડશે. તેવી રીતે પરમ આત્મસુખ અનુભવવું છે, તો તે માટેની આવશ્યક ક્રિયાઓ કરવી પડશે.
गुणवद्बहुमानादेर्नित्यस्मृत्या च सत्क्रिया ।
जातं न पातयेद् भावमजातं जनयेदपि । । ५ । । ६९ ।।
અર્થ : અધિક ગુણવંતના બહુમાનાદિથી તથા લીધેલા નિયમોને હમેશાં સંભાળવા વડે શુભ ક્રિયા ઉત્પન્ન થયેલા ભાવને ન પાડે, તેનો નાશ ન કરે, નહિ ઉત્પન્ન થયેલા ભાવને પણ ઉત્પન્ન કરે.
વિવેચન : અંતરાત્મામાં પ્રગટ થયેલા શુભ...પવિત્ર...ઉન્નત...મોક્ષાનુકૂલ ભાવ, એ તો આપણું અમૂલ્ય ધન છે; સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે. એ સંપત્તિનું સંરક્ષણ કરવું, એ આપણું અનિવાર્ય કર્તવ્ય છે. એ શુભ ભાવની સંપત્તિ દ્વારા જ આપણે પરમ પદની પ્રાપ્તિ કરી શકીશું.
ભાવોની એક ખાસિયત છે : જો પ્રતિસમયની સાવધાનીથી એ ભાવોનું રક્ષણ ન કરવામાં આવે તો એ ભાવો ચાલ્યા જાય છે! આવા ચંચળ શુભ
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા
૮૧
ભાવોનું સંરક્ષણ ક૨વા અહીં સાત સોટ, સુંદર અને સરળ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. પરંતુ એ ઉપાયોને અમલમાં મૂકવાનું ત્યારે બની શકે, કે જ્યારે શુભ ભાવોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હોય; બાહ્ય ભૌતિક સંપત્તિ કરતાં અસંખ્ય ગુણ અધિક મહત્ત્વ સમજાઈ ગયું હોય. શુભ ભાવોનું સંરક્ષણ કરવા માટે કોઈ પણ જાતનું મૂલ્ય ચૂકવવાની તૈયારી હોય! જે કોઈ ભોગ આપવો પડે, તે આપવાની તૈયારી હોય.
સત્યના પવિત્ર ભાવનું સંરક્ષણ કરવા માટે હરિશ્ચન્દ્રે રાજપાટનું મૂલ્ય ચૂકવી દીધું! ભોગ-વિલાસનું બલિદાન દઈ દીધું અને ચાંડાલને ત્યાં વેચાઈ જવા સુધીનો જ્વલંત ભોગ આપ્યો!
અહિંસાના ઉન્નત ભાવની રક્ષા કરવા માટે મહારાજા કુમારપાળે, પોતાના પગ ઉપર ચોંટી પડેલા મંકોડાને બચાવવા માટે પગની ચામડી ફાપીને મંકોડાને બચાવી લીધો!
સતીત્વના સર્વોત્તમ ભાવના જતન કાજે સીતાજીએ લંકાની અશોકવાટિકામાં રાવણના ત્રાસ સહન કર્યા... અને પિતૃવચનના પાલન કાજે રામચન્દ્રજી-લક્ષ્મણજીએ વર્ષો સુધી વનમાં ભટકવાનું પસંદ કર્યું!
(૧) વ્રતનું સ્મરણ : જ્યારે આપણા શુભ ભાવ પર અશુભ ભાવોનું આક્રમણ થાય, ત્યારે આપણે લીધેલા... પ્રતિજ્ઞાથી સ્વીકારેલા વ્રતને યાદ કરવું જોઈએ. તેથી આત્મામાં એવી શક્તિ પ્રગટે છે કે જે શક્તિ અશુભ ભાવોને હાંકી કાઢે છે. ઝાંઝરિયા મુનિ પર કામાંધ સુંદરીએ આક્રમણ કર્યું, ત્યારે મુનિએ અંતિમ વાત આ કહી હતી :
‘મન-વચન-કાયાએ કરીને વ્રત લીધું નહિ ખંડું,
ધ્રુવ તણી પરે અવિચળ પાળું હવે ઘરવાસ ન મંડું.’
(૨) ગુણીજન-બહુમાન : ગુણીજન એટલે શુભભાવનારૂપી શસ્ત્રોથી સજ્જસૈનિકો, તેમના પ્રત્યે પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધા ધારણ કરવાથી, તેઓ અવસરે આપણી વહારે દોડી આવે છે અને આપણા આત્મધનની રક્ષા કરે છે.
(૩) પાપ-જુગુપ્સા : આપણે જે પાપોનો ત્યાગ કર્યો, તે પાપોનું કદીય ભૂલેચૂકે આકર્ષણ ન થઈ જાય, તે ત૨ફ ખેંચાઈ ન જવાય તે માટે એ પાપો પ્રત્યે ધૃણા...જુગુપ્સા...તિરસ્કાર કરતાં રહેવું જોઈએ, જેમ બ્રહ્મચારીએ અબ્રહ્મની પાપક્રિયા તરફ ધોર ધૃણા કરવી જોઈએ.
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાનસાર
૮૨
(૪) પરિણામ-આલોચન : પાપનાં પરિણામ અને ધર્મના પરિણામનો વિચાર કરવો જોઈએ. “કુરઉં પાતુ સુરë ઘર્મા” આ સૂત્ર સ્મૃતિમાં જડાઈ
જવું જોઈએ. . (પ) તીર્થંકર-ભક્તિ : પરમાત્મા તીર્થંકરદેવનું નામસ્મરણ, દર્શન-પૂજન અને તેમના અનંત ઉપકારોની વારંવાર સ્મૃતિ કરી, તેઓ પ્રત્યે પ્રીતિ-ભક્તિ ધારણ કરવાથી શુભ ભાવો વૃદ્ધિ પામે છે.
() સુસાધુ-સેવા : મોક્ષમાર્ગને અનુકૂળ આચરણ કરનારા સાધુ પુરુષોની અન્ન-પાણી-વસ્ત્ર-પાત્ર-વસતિ-ઔષધ વગેરેથી સેવા કરવી જોઈએ.
(૭) ઉત્તર-ગુણ શ્રદ્ધા : પચ્ચખાણ, ગુરુવંદન, પ્રતિક્રમણ, તપ-ત્યાગ, વિનય... વગેરે ક્રિયાકલાપમાં ઉદ્યમી રહેવું.
આ પ્રમાણે કરવાથી સમ્યજ્ઞાનાદિ, સંવેગ-નિર્વેદ વગેરેના ભાવો પડતા નથી અને જેને એવા ભાવો પ્રગટ ન થયા હોય તેમને નવા પ્રગટ થાય છે, અંતે પરમાનંદની પ્રાપ્તિ થાય છે.
क्षायोपशमिके भावे या क्रियते तया।
पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ।।६।।७०।। અર્થ : સાયોપથમિક ભાવમાં જે તપ-સંયમને અનુકૂળ ક્રિયા કરાય છે, તે ક્રિયા વડે પડી ગયેલાને પણ ફરીથી તેના ભાવની વૃદ્ધિ ઉત્પન્ન થાય છે.
વિવેચન : આત્મવિશુદ્ધિની સાધના એટલે વિરાટકાય હીમગિરિનાં સીધા ચઢાણ. પૂરા ઉત્સાહથી અને ખૂબ સાવધાનીથી ચઢનાર પણ ક્યારેક ગબડી પડે. તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આશ્ચર્ય તો તેમાં પામવાનું છે કે પતનની ખીણમાં ગબડી પડેલો..ઘાયલ થયેલો આરોહક જ્યારે પુનઃ ઉત્સાહથી આરોહણ કરવાનો પુરુષાર્થ આરંભી દે છે.
એવા આત્મવિશુદ્ધિના ભાવના શિખર પર ચડતાં ચડતાં ગબડી પડેલા, પતનની ખાઈમાં પટકાઈ પડેલા આરાધકની નિરાશાને અહીં કરુણાવંત ઉપાધ્યાયજી મહારાજ ખંખેરી નાખે છે..પુનઃઆરોહણ કરવાનો સ્પષ્ટ માર્ગ બતાવે છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મના ક્ષયોપશમથી તપ અને સંયમને અનુકૂળ ક્રિયા કરવા માંડો. તમારા આત્મામાં તપ અને સંયમના, જ્ઞાન અને વૈરાગ્યના, દાન અને શીલના ઉચ્ચ ભાવોની વૃદ્ધિ થવા
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા
૮૩
લાગશે, તપ અને સંયમને અનુકૂળ જે અનુષ્ઠાન કરો તે દૃઢતાપૂર્ણ પુરુષાર્થ
હોવો જોઈએ.
અહીં એવા પતિત આરાધકને અનુલક્ષીને આ વાત કહેવાઈ છે કે જેનો વેશ સાધુનો છે, જેની સામાન્ય ચર્યા પણ સાધુની છે; પરંતુ જેના ભાવ સાધુતાના નથી. સંયમના ભાવ જેના ચાલ્યા ગયા છે. વેશ છે શ્રાવકનો, ચર્ચા છે શ્રાવકની, પરંતુ શ્રાવકજીવનને અનુકૂળ તપ-સંયમના ભાવ જેના મંદ પડી ગયા છે. આવી પરિસ્થિતિમાં જો તે મનુષ્યને પુનઃ શુભ ભાવોમાં સ્થિર થવું છે તો તેણે દૃઢ સંકલ્પ-કરીને જ્ઞાન-દર્શન-ચારિત્રની ક્રિયાઓમાં પુરુષાર્થ કરવો જોઈએ.
માનો કે કોઈ સાધુનું મન વિષય-વાસનાથી ઘેરાઈ ગયું. બ્રહ્મચર્યનોચતુર્થ મહાવ્રતનો ભાવ જેનો ચાલ્યો ગયો, તે જો એમ વિચારે કે ‘મારું મન વિષય-વાસનાથી પરાભવ પામ્યું છે...હું ચોથું મહાવ્રત પાળી શકું એમ નથી...માટે હવે સાધુપણાનો શો અર્થ છે? ગૃહસ્થ બની જાઉં...' તો તેનું ઉત્થાન થઈ શકે નહીં. પુનઃ તે સંયમના અધ્યવસાયો પામી શકે નહીં. તેણે તો એમ વિચારવું જોઈએ કે ‘અહો! મારી કેવી ભયંકર નબળાઈ...કે હું સાધુતા સ્વીકારીને પણ સાધુતાના પ્રાણસમું બ્રહ્મચર્ય ભાવથી ખોઈ બેઠો...નિઃસત્ત્વ અને પાંગળો બની ગયો! મારા આત્માનું શું થશે? પરમ વિશુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થશે? હું પુનઃ ભવના ભીષણ સમુદ્રમાં ડૂબી જઈશ?...ના, ના, હું કોઈ પણ ભોગે ખોઈ નાખેલા વ્રતના ભાવને પુનઃ પ્રાપ્ત કરીશ તે માટે બ્રહ્મચર્યની નવ વાડોનું દઢતાથી...સૂક્ષ્મતાથી પાલન કરીશ, ઉન્માદને ઓગાળી નાખે તેવા તપને તપીશ...જ્ઞાનમાં મનને બાંધી રાખીશ. સંયમની-ચારિત્રની પ્રત્યેક ક્રિયામાં અપ્રમત્ત બની દુષ્ટ વિચારોને પેસવા નહીં દઉં...મારે પરાજિત બનીને પીછેહઠ નથી કરવી...'
આ પ્રમાણે દૃઢ સંકલ્પ કરી જો એ સાધુ જીવન જીવવા માંડે તો અલ્પ કાળમાં પુનઃ વ્રતના પવિત્ર ભાવને પ્રાપ્ત કર્યા વિના ન રહે, એવી ખાતરી પૂ. ઉપાધ્યાયજી મહારાજ આપે છે.
તે તે ક્રિયા, એ તો તે તે શુભ ભાવની વાડ છે. કાંટાની વાડ છે. એ વાડમાં થોડું ઘણું છીંડું પડી ગયું કે અશુભ ભાવનારૂપી પશુઓ ઘૂસી જાય છે અને શુભ ભાવનારૂપી ઊભા પાકને ખાઈ જાય છે. વાડ વિના પાકની રક્ષા ન થઈ શકે; આ વાત ગમાર ખેડૂત પણ સમજે છે; તો બુદ્ધિમાન સાધક શું
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
ફીનસાર ન સમજે? મહાવ્રતો, અણુવ્રતો.. વગેરેના ભાવ, જ્ઞાન-દર્શન-ચારિત્રના ભાવ સુરક્ષિત રાખવા માટે જ અનંતજ્ઞાની પરમાત્મા જિનેશ્વરદેવે તપસંયમની અનેકવિધ ક્રિયાઓ બતાવી છે. | ક્રિયાઓનો ત્યાગ કરી શુભ ભાવને જગવવાની અને રક્ષવાની ઘેલી વાતો ત્યજી દો. અશુભ ક્રિયાઓથી જ અશુભ ભાવો જાગે છે ને વૃદ્ધિ પામે છે; તેવી રીતે પ્રસ્તુતમાં પણ સમજો.
गुणवृद्धयै ततः कुर्यात् क्रियामस्खलनाय वा ।
પર્વ તુ સંયમસ્થાન નિનાનામવતિતે પાછા ૭૬ ! અર્થ : તેથી ગુણની વૃદ્ધિ માટે અથવા નહિ પડવા માટે ક્રિયા કરવી જોઈએ. એક સંયમનું સ્થાનક તો કેવળ જ્ઞાનીને રહે છે.
વિવેચન : એક જ લક્ષ, એક જ ધ્યેય અને એક જ આદર્શ-ગુણવૃદ્ધિ.” પ્રત્યેક શુભ-શુદ્ધક્રિયાનું લક્ષ-બેય અને આદર્શ આત્મગુણોની વૃદ્ધિ હોવી જોઈએ. જે દુકાન ખોલીને વેપાર કરનાર વેપારી પોતાની પ્રત્યેક ક્રિયાનું લક્ષ “ધનવૃદ્ધિ' રાખે છે, જે જે માર્ગો દ્વારા તેને “ધનવૃદ્ધિ' થતી દેખાય છે, ભલેને કષ્ટભર્યા તે માર્ગો હોય, ધનવૃદ્ધિની અભિલાષાવાળો એ કષ્ટભર્યા માર્ગો પર હર્ષથી દોડી જાય છે, અને જેમ જેમ ધનની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ તેનો પુરુષાર્થ ચોક્કસ અને દીર્ધકાલીન બનતો જાય છે. તેનો આનંદ કુદકે ને ભૂસકે વધતો જાય છે.
ધર્મની ક્રિયાત્મક સાધનાઓ એટલે “ગુણવૃદ્ધિ માટેની દુકાન છે. ક્રિયાસાધક વેપારીએ પોતાની પ્રત્યેક ક્રિયાનું લક્ષ ગુણોની વૃદ્ધિ પર રાખવાનું છે. જે જે ક્રિયા દ્વારા ગુણવૃદ્ધિ થતી દેખાય ભલે તે ક્રિયા કષ્ટભરી હોય, ગુણવૃદ્ધિની અભિલાષાવાળો સાધક તે કષ્ટભરી ક્રિયા હર્ષથી કરી લે! જેમ જેમ ગુણોની વૃદ્ધિ થતી જાય, તેમ તેમ તેનો ક્રિયાત્મક પુરુષાર્થ ચોકસાઈભર્યો અને દિર્ઘકાલીન બનતો જાય છે અને તેનો આનંદ બ્રહ્માનંદ. ચિદાનંદ બની જાય છે,
હવે અહીં કેટલીક ક્રિયાઓ લઈ, તે દ્વારા કેવી રીતે ગુણવૃદ્ધિ કરવી તેની કેટલીક મહત્ત્વપૂર્ણ વિચારણા કરીએ.
સામાયિક : આ ક્રિયાનું લક્ષ સમતા-ગુણની વૃદ્ધિનું હોવું જોઈએ. જેમ જેમ સામાયિકની ક્રિયા થતી જાય તેમ તેમ આત્માની તિજોરીમાં સમતાગુણનું
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા
ધન વધતું જવું જોઈએ. સુખ-દુઃખના પ્રસંગોમાં ઉન્માદ-શોકની વૃત્તિઓ મંદ પડી જવી જોઈએ. દર મહિને, દર વર્ષે એ તપાસવું જોઈએ કે ‘સામાયિકની ક્રિયા દ્વારા હું કેટલું સમતા-ધન કમાયો? મારા રાગ-દ્વેષ કેટલા મંદ થયા? ક્રોધનો ધમધમાટ કેટલો ઓછો થયો?' સામાયિકની ક્રિયા ગુણવૃદ્ધિ કરનારી છે એટલું જ નહિ પણ સમતાગુણની રક્ષા કરનારી છે.
પ્રતિક્રમણ : પાપજુગુપ્સા, પાપનિંદા અને પાપ-ત્યાગના ગુણની વૃદ્ધિ માટે આ ક્રિયા કરવાની છે. આ ગુણની વૃદ્ધિ માટે લક્ષપૂર્વક કરાતી પ્રતિક્રમણની ક્રિયા આ ગુણની વૃદ્ધિ કરે છે. આ ગુણથી આ ક્રિયા જીવને પડવા દેતી
નથી.
તપશ્ચર્યા : આત્માના અણાહારીપણાના ગુણની વૃદ્ધિ માટે તેમ જ આહારસંજ્ઞાના દોષના ક્ષય માટે તપશ્ચર્યાની ક્રિયા અનિવાર્ય છે. આ ક્રિયા વિના દોષક્ષય કે અણાહારીપણાના ગુણની વૃદ્ધિ થતી નથી.
ગુરુસેવા-વિનય : નમ્રતા, આજ્ઞાંકિતતા, લઘુતા, જ્ઞાન વગેરે ગુણોની વૃદ્ધિ માટે ગુરુસેવાની અને ગુરુવિનયની વૈવિધ્યભરી ક્રિયાઓ ઉત્તમ સાધન છે. તે ગુણોની વૃદ્ધિના ચોકસાઈભર્યા લક્ષથી જો આ સેવાભક્તિની ક્રિયાઓ કરાય તો અવશ્ય ગુણવૃદ્ધિ થાય છે; નહિતર ગુણો હોય તે પણ ચાલ્યા જાય છે!
તીર્થયાત્રા : પરમાત્મા પ્રત્યે પ્રીતિ-ભક્તિ-બહુમાન વગેરે ગુણોને વિકસાવવાનાં આદર્શથી કરાતી સિદ્ધગિરિ, ગિરનાર, સમ્મેત શિખર... વગેરે પવિત્ર તીર્થોની યાત્રા અવશ્ય તે ગુણોને વિકસાવે છે. પરંતુ તે ગુણોને વિકસાવવાની આપણી તમન્ના જોઈએ. એ ગુણો વગર જીવન શૂન્ય લાગવું જોઈએ.
આ રીતે દાન, શીલ, તપ, સ્વાધ્યાય, સંલેખના, અનશન, વિવિધ અભિગ્રહો... વગેરે ક્રિયાઓ નવા-નવા ગુણોની વૃદ્ધિ માટે અને દોષોના ક્ષય માટે ક૨વાની છે. આ બધી ક્રિયાઓ કર્યા વિના ગુણપ્રાપ્તિ, ગુણવૃદ્ધિ કે ગુણરક્ષા થઈ શકતી જ નથી, કારણ કે છદ્મસ્થ જીવોનાં સંયમ-સ્થાનો, અધ્યવસાય-સ્થાનો ચંચળ છે, પડવાના સ્વભાવવાળાં છે. એ તો એકમાત્ર કેવલજ્ઞાની ભગવંતો, કે જેઓએ સંપૂર્ણ ગુણોની પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી હોય છે, તેમને ગુણોના પતનનો કોઈ ભય નથી, કારણ કે તેમનું સંયમસ્થાન અપ્રતિપાતી-સ્થિર હોય છે.
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર वचोऽनुष्ठानतोऽसङ्गक्रियासंगतिमङ्गति।
सेयं ज्ञानक्रियाऽभेदभूमिरानन्दपिच्छला ।।८।।७२ ।। અર્થ : વચનાનુષ્ઠાનથી અસંગક્રિયાની યોગ્યતા પામે છે. તે જ્ઞાન અને ક્રિયાની અભેદભૂમિ છે, અને આત્માના આનંદ વડે ભીંજાયેલી છે.
વિવેચન : જ્યારે પરમાત્મા જિનેશ્વરદેવ પ્રત્યે પ્રીતિ-ભક્તિનો રંગ લાગી જાય છે, આત્માના પ્રદેશે પ્રદેશે પ્રીતિ-ભક્તિનો સાગર રેલાઈ જાય છે, ત્યારે જીવાત્મામાં એવું વિશુદ્ધ વીર્ય ઉલ્લસિત થાય છે કે જેના દ્વારા પોતાના પ્રિયતમ પરમાત્માનાં ગહન વચનોને યથાર્થરૂપે સમજી શકે છે અને એ વચનો અનુસાર પુરુષાર્થ કરવા શક્તિમાન બને છે,
ઉત્સર્ગ અને અપવાદ, નિશ્ચય અને વ્યવહાર, નય અને પ્રમાણ.. વગેરેના વાસ્તવિક જ્ઞાન સાથે, સર્વત્ર તે આત્મા ઉચિત પ્રવૃત્તિ કરનાર બને છે, ત્યારે “અસંગ-અનુષ્ઠાન'ની સર્વોત્તમ યોગ્યતા સંપાદન કરે છે. અહીં જ્ઞાન અને ક્ષિા વચ્ચેનો ભેદ દૂર થઈ જાય છે. બંને એકરસ ભાવે બની જાય છે.
અસંગ-અનુષ્ઠાનની ભૂમિમાં ભાવરૂપ ક્રિયા શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ વર્ષોલ્લાસ સાથે એકીભૂત બની જાય છે... ત્રણેયનું ભિન્ન ભિન્ન અસ્તિત્વ રહેતું નથી...તાદાભ્ય ધારણ કરી લે છે. ત્યારે આત્મા સ્વાભાવિક આનંદના અમૃતરસથી તરબોળ બની જાય છે! આવા સ્વાભાવિક આનંદના અમૃતરસથી પરમ તૃતિનો અનુભવ કરતા ‘જિનકલ્પી”, “પરિહાર-વિશુદ્ધિ' વગેરે મહાત્માઓ ભૌતિક વિશ્વ પર રહ્યા રહ્યા પરમ સુખનો આસ્વાદ કરે છે.
આવી ઉચ્ચ આત્માવસ્થા પ્રાપ્ત કરવા માટે ચાર વાતો બતાવાઈ છે : (૧) પરમાત્મા જિનેશ્વરદેવ પ્રત્યે અવિહડ પ્રીતિ. (૨) પરમાત્મા જિનેશ્વરદેવની આદરપૂર્વક ભક્તિ. (૩) પરમાત્મા જિનેશ્વરદેવનાં વચનોનું સર્વાગીણ જ્ઞાન. (૪) એ જ્ઞાનપૂર્વક.જિન-વચનાનુસાર જીવન જીવવાનો પુરુષાર્થ.
પરમાત્મા જિનેશ્વરદેવ સાથે જ્યારે પ્રીતિ-ભક્તિ બંધાય છે, ત્યારે જગતના પોદુગલિક પદાર્થો સાથેની પ્રતિ ટકી શકતી નથી, શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શના આકર્ષણ તૂટવા માંડે છે. મોહાંધ જીવોનાં આદર-સત્કાર કરવાના ને જુઓ પરિશિષ્ટ ૧૦.
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા
બંધ થઈ જાય છે. દુનિયાનું જાણવાનું, જોવાનું અને સાંભળવાનું અપ્રિય લાગે છે. જીવનમાંથી પાપમય પુરુષાર્થ ઓછો થવા લાગે છે...અને એક દિવસ સંપૂર્ણ પાપ-પુરુષાર્થમય સાંસારિક જીવન ત્યજી દઈ પરમાત્માના મધુર મિલન માટે સંયમમાર્ગે દોડી જાય છે...દોડતો જ જાય છે... નથી ગણકારતો કાંટા-કાંકરાને કે નથી ગણતો ટાઢ-તડકાને! તેની કલ્પનાસૃષ્ટિમાં પરમાત્મા' સિવાય કંઈ જ રહેતું નથી. આગળ-આગળના માર્ગની જાણકારી મેળવતો જાય છે અને આગળ વધતો જાય છે. જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ તે પરમ આનંદ અને સુખ અનુભવે છે.
તાત્પર્ય એ છે કે જ્યાં સુધી પૂર્ણતા... ગુણોની પૂર્ણતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ગુણોની પૂર્ણતા પ્રાપ્ત કરવા જે જે ક્રિયા કરવાની પરમાત્મા જિનેશ્વરદેવે બતાવી છે, તે તે ક્રિયા કરતા જ રહેવાનું છે. માત્ર જાણકારી પ્રાપ્ત કરીને કૃતકૃત્ય બની જવાનું નથી. જો જ્ઞાનના અનુસાર ક્રિયા ત્યજી દીધી તો જ્ઞાન એક બાજુ રહેશે અને જીવન પાપ-ક્રિયાઓથી ભરચક બની જશે. પછી પાસે રહેલા જ્ઞાનનો ઉપયોગ એ પાપક્રિયાઓ પોષવામાં અને ઢાંકવામાં થશે... તેથી આત્માની ભયંકર અવનતિ-પતન થવાનું. આવી દુર્દશા ન સર્જાય તે માટે કાયાને પરોવી દેવા માટે પ્રેરણા આપે છે.
ગુણોની પૂર્ણતા પ્રાપ્ત કરવાના ચોકસાઈભર્યા આદર્શને આંખ સામે રાખી, તે આદર્શને સિદ્ધ કરનારી છે તે ક્રિયાઓ આદરપૂર્વક અને વિધિપૂર્વક કરી પૂર્ણાનંદને અનુભવીએ. .
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃપ્તિ
અતૃપ્ત મનુષ્ય સંસારની ગલીઓમાં તૃપ્તિની પરિશોધ કરી રહ્યો છે! એની અતૃપ્તિ વધતી જ જાય છે... થાક, ક્લેશ અને સંતાપથી થાકીને લોથ થઈ ગયેલા એવા મનુષ્યને પરમ તૃપ્તિનો માર્ગ અહીં બતાવવામાં આવ્યો છે. તૃપ્તિ મેળવી લો કે ક્યારેય અતૃપ્તિનો વલવલાટ થાય જ નહિ. તૃપ્તિના અમૃત ઓડકાર આવ્યા કરશે અને ક્યારેય નહિ અનુભવેલો આનંદ અનુભવશો!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતૃપ્તિની આગને ઠારવા માટે તમારે આ અષ્ટક વાંચવું જ પડશે.
90
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
RO
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
ગુણામાં સુપ્તિ! શાનર સેની પ્તિ! ધ્યાનામૃતના ઓડકાર 'भिक्षुरेका सुखी लोके ज्ञानतृप्तो निरंजनः ભિક્ષમુનિ જ જ્ઞાનતૃપ્ત બની પરમ સુખ અનુભવે. આવો જ આત્મા નિર્લેપ રહી શકે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
તૃપ્તિ
पीत्वा ज्ञानामृतं भुक्त्वा क्रियासुरलताफलम् ।
સામ્યતાનૂનમાસ્વાદ્ય વૃત્તિ ચાતિ પર પુનઃ II9TI૭રૂ II અર્થ : જ્ઞાનરૂપ અમૃત પીને ક્રિયારૂપ કલ્પવેલનાં ફળ ખાઈને, સમભાવરૂપ તાંબૂલને ચાખીને સાધુ અત્યંત તૃપ્તિ પામે છે.
વિવેચન : પરમ તૃપ્તિ.. પછી ક્યારેય અતૃપ્તિનો અગ્નિ પ્રદીપ્ત ન થાય તેવી તૃપ્તિ કરવાનો કેવો સ્વચ્છ.. સીધો અને નિર્ભય માર્ગ બતાવ્યો છે! જ્ઞાનઅમૃતનું મધુર પાન કરો, ક્રિયા-સુરલતાનાં ફળોનું મિષ્ટ ભોજન કરો અને પછી સમતાના તાંબૂલથી મુખને સુવાસિત કરો!
શા માટે જગતના ભૌતિક પેયનું પાન કરવું? મલિન, પરાધીન અને ક્ષણમાં વિલીન થઈ જનારા ભૌતિક પેય પદાર્થોનું પાન કરવામાં જીવાત્માનું મન રાગ-દ્વેષથી મલિન બને છે. એ પેય પદાર્થોને પ્રાપ્ત કરવા માટે અન્ય જીવોની ગુલામી... અપેક્ષા અને ચાટ કરવાં પડે છે.. એ બધું કરીને પ્રાપ્ત પેય પદાર્થોનું પાન કર્યા પછી પણ એની તૃપ્તિ કલાક-બે કલાકમાં વિલીન થઈ જાય છે! પુનઃ એ પદાર્થો માટે રાગ-દ્વેષ...ગુલામી અને ક્ષણિક આનંદ! આ વિષચક્રમાં ફસાયેલો જીવાત્મા ક્યાંથી અંતરંગના આનંદ-મહોદધિમાં ડૂબકી લગાવી શકે? હવે છોડ એ જગતના પેય પદાર્થોનું પાન કરવાની લત! મારા આત્મદેવ, હવે તો જ્ઞાનના અમૃતકુંભ સામે જુઓ.. એનાથી પ્યાર કરો. નિરંતર એ અમૃતકુંભને પાસે ને પાસે રાખો. જ્યારે તૃષા લાગે ત્યારે એ અમૃતકુંભનું અમૃત પી લો. તેમાં નથી રાગ-દ્વેષથી મલિન થવાનું, નથી જગતના સ્વાર્થીજનોની ગુલામી કરવાની કે નથી દુનિયાના દ્વારે દ્વારે ભટકવાનું.
પછી ખાવાનું શું? એ પ્રશ્ન મૂંઝવે છે? મૂંઝાઓ નહિ. એવું સર્વ રસોથી પરિપૂર્ણ...અજેય શક્તિદાયી અને અનંત યૌવનને અખંડ રાખનારું ભોજન તૈયાર છે! તમે તમારું ભોજનપાત્ર ખોલો. અરે, પણ તમારા પાત્રમાં કેટલી ગંદકી ભરી છે!...કેટલી દુર્ગધ ઊડી રહી છે! ભાઈ, આ પાત્રને ધોઈને સ્વચ્છ તો કરો! ગંદા પાત્રમાં આવું ઉત્તમ ભોજન કેવી રીતે પીરસીએ? ગંદા પાત્રમાં લીધેલું ઉત્તમ ભોજન પણ ગંદું બની જાય, દુર્ગધમય બની જાય... રોગોને પેદા કરનારું થઈ જાય. શું આવું ઉત્તમ ભોજન સામે હોવા છતાં તમે તમારી પાસે રહેલા એંઠવાડનો મોહ નથી છોડી શકતા? ઘણો ખાધો એંઠવાડ...
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦.
જ્ઞાનસાર એ એંઠવાડ ખાઈખાઈને જુઓ, તમારો દેહ કેટલો રોગથી ઘેરાઈ ગયો છે!
શ્રાવકજીવનની અને સાધુજીવનની પવિત્રક્રિયાઓ; દેવલોકનાં કલ્પવૃક્ષોનાં મધુર ફળ છે, ઉત્તમ ભોજન છે. પરંતુ એ ભોજન કરવા પૂર્વ આત્મારૂપી ભાજનમાં પડેલી પાપક્રિયાઓના એંઠવાડને સાફ કરી નાખવો જોઈએ. અર્થાત્ પાપક્રિયાઓનો ત્યાગ કરીને ધર્મક્રિયાઓ કરવામાં આવે તો જ તેના અપૂર્વ સ્વાદનો અનુભવ થાય. - ભોજન કર્યા પછી મુખવાસ પણ જોઈએ ને? મઘમઘ સોડમછલકતી સમતા, એ મુખવાસ છે. જ્ઞાનના અમૃતજામ પીધા અને સમ્યફ ક્રિયાનાં દેવી ભોજન કર્યા. પરંતુ સમતાનાં મુખવાસિયાં ન લીધાં તો તૃપ્તિનો ઓડકાર નહી આવે.
ગંભીર ચિંતનથી સાંપડેલા પરમ તૃપ્તિના માર્ગને લક્ષમાં રાખી જ્યારે હૃદય ભાવસંસારમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે જ માર્મિક પ્રભાવ ઉદ્દભવે છે. અહીં ઉપાધ્યાયજી મહારાજના તર્કની કોઈ કરામત નથી, પરંતુ તેઓની ભાવપ્રેરિત પ્રતીતિ છે. જ્યારે આપણે એ પ્રતીતિ કરીશું, ત્યારે એ પરમ તૃપ્તિના માર્ગે હોંશભેર દોડવા માંડીશું. પછી જગતનાં જડ-ભોજન અને મેલાં પેય પીવાની ઇચ્છા.. મૂર્છા મૃતપ્રાયઃ બની જશે. જ્ઞાન-ક્રિયા અને સમતાની વાસના જાગી જશે. પછી મુનિજીવનની જે મસ્તી પ્રગટશે અને પૂર્ણાનન્દ તરફનું જે પ્રયાણ થશે, તે વિશ્વને ચમત્કાર ઉપજાવે તેવું હશે. અનેક જીવો એવા મુનિજીવન પ્રત્યે આકર્ષાશે, એનાથી પ્યાર કરશે, એને અપનાવવા ઉત્સાહિત બનશે.
ક્ષણિક તૃપ્તિના પુરુષાર્થને ત્યજીને, ચાલો આપણે પરમ... શાત્ તૃપ્તિનો ધરખમ પુરુષાર્થ પ્રારંભીએ.
स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी ।
ज्ञानिनां विषयैः किं तैर्यैर्भवेत्तृप्तिरित्वरी ।।२।७४ ।। અર્થ : જો જ્ઞાનીને પોતાના જ્ઞાનાદિ ગુણો વડે જ હમેશાં વિનાશ ન પામે તેવી તૃપ્તિ થાય; તો જે વિષયો વડે થોડા કાળની તૃપ્તિ થાય છે, તે વિષયોનું શું પ્રયોજન છે?
વિવેચન : ત્યાં સુધી જ પાંચ ઇન્દ્રિયોના પ્રિય વિષયો-પદાર્થો પ્રત્યે આકર્ષણ રહે છે, જ્યાં સુધી આત્માએ પોતાના તરફ નથી જોયું! જ્ઞાન-નયન ખોલીને જ્યાં પોતાના તરફ જોયું.. તેને એવા અ-ભૌતિક શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ મળી આવે છે કે જે તેની અનંતકાળ-જૂની અતૃપ્તિને ભાંગી
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃપ્તિ
૧
શકે છે. તે સદાકાળ તેની પાસે જ રહે છે. ભલા, આવી સ્વાધીન અને અવિનાશી તૃપ્તિ મળ્યા પછી કોણ જગતના પરાધીન અને વિનાશી વિષયો પાછળ દોડે?
પ્રાણપ્રિય પ્રેયસીના પ્રેમના માધુર્યથી છલકાતાં શબ્દો અને તન-મનધનની કુરબાની કરી દેતા ભક્તનાં ભક્તિસભર વચનો સાભળી જે તૃપ્તિ... જે આનંદની પ્રાપ્તિ થાય છે, તે આનંદ થોડાં કલાકો માટે, થોડાં દિવસો અને મહિના માટે જ હોય છે... એની એ પ્રેયસીમાં પરિવર્તન આવે છે... તેના મુખમાંથી હૃદયને આરપાર ભોંકી દે તેવાં અંગારવૃષ્ટિ કરતાં તીરો છૂટવા માંડે છે! એના એ ભક્તો ભક્તિશૂન્ય બની ભડભડતી આગ જેવા અપવાદ બોલવા માંડે છે! ક્યાં રહી તૃપ્તિ?
ત્યારે શું રૂપને જોઈને... શાશ્વત તૃપ્તિ પ્રાપ્ત થાય છે? ના રે ના. ભલેને સ્વર્ગલોકની રંભા-ઉર્વશીનાં રૂપ કેમ ન હોય! એકનું એક રૂપ સા ટકતું નથી...સદા આનંદ આપતું નથી. જ્ઞાનવ્રુષ્ટિ એ ચામડાનાં રૂપ નીચે રહેલી હાડ, માંસ અને લોહીની બીભત્સતાને જુએ છે... રૂપ તેને આકર્ષી શકતું નથી. જ્ઞાનદૃષ્ટિને તો આતમદેવના મંદિરમાં બિરાજેલા પરમાત્માનાં રૂપ એવાં ગમી ગયાં હોય છે કે એ તો ટસીટસીને એ જ રૂપ જુએ છે અને એ રૂપમાં ખોવાઈ જાય છે. એમાં જ પરમ તૃપ્તિ અનુભવે છે.
દુનિયામાં એવો કર્યો ૨સ છે કે જેનો વર્ષો સુધી...જન્મો સુધી ઉપભોગ કરીને જીવ તૃપ્ત બની ગયો હોય? શું જન્મથી માંડી આજ દિન સુધી ઓછા રસ અનુભવ્યા? તૃપ્તિ થઈ ગઈ? ના. ક્ષણિક તૃપ્તિ થઈ. બીજા જ દિવસે પુનઃ અતૃપ્તિ! એક મોસમમાં તૃપ્તિ... બીજી જ મોસમમાં પુનઃ અતૃપ્તિ!
હવે કોઈ પુષ્પની સુવાસ કે અત્તરોની સુગંધની તમને ઇચ્છા નથી ને? તૃપ્તિ થઈ ગઈ? હવે ક્યારે એ પણ સુવાસ... સુગંધ માટે તમે વ્યાકુળ... આતુર નહીં બનો ને? જ્યાં સુધી સ્વગુણોની સુવાસના ભ્રમર નહીં બનો, ત્યાં સુધી જડ પદાર્થોની પરિવર્તનશીલ સુવાસ માટે ભટકતા રહેવું પડશે. હા, સ્વગુણો (દર્શન-જ્ઞાન-ચારિત્ર)ની સુવાસમાં લયલીન બન્યા પછી ભૌતિક પદાર્થોની સુવાસ દુર્ગંધ લાગશે.
કોમળ...મુલાયમ ચામડીના સ્પર્શ જિંદગીભર કર્યે જાઓ... જન્મ-જન્માંતર સુધી કર્યે જાઓ; તૃપ્તિ નહીં થાય કે ‘બસ, હવે તો ધરાઈ ગયા; હવે તો વિષયભોગની તૃપ્તિ થઈ ગઈ.’
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર જ્યાં સ્વગુણોમાં... –
યિકાનંદ્ર માં પરમ મસ્તી જામી ગઈ. ત્યાં પરમ બ્રહ્મના શબ્દ, પરમ બ્રહ્મનું સૌન્દર્ય, પરમ બ્રહ્મનો રસ, પરમ બ્રહ્મની સુગંધ અને પરમ બ્રહ્મના સ્પર્શની અવિનાશી સૃષ્ટિમાં પહોંચી ગયા, ત્યાં ક્ષણિક તૃપ્તિ દેનાર જડ પદાર્થોના શબ્દાદિ વિષયોનું શું પ્રયોજન છે? નંદનવનમાં ગયા પછી ઉકરડાની શી જરૂર? કિન્નરીઓનાં સંગીત મળ્યા પછી ગર્દભોના સૂરોનું શું પ્રયોજન? અપ્સરાઓનાં રૂપ જોવા મળ્યા પછી ભીલડીઓનાં રૂપ શા કામના? કલ્પવૃક્ષનાં ફળોના રસ મળ્યા પછી લીમડાના રસની શી આવશ્યકતા? દેવાંગનાઓનું સ્પર્શસુખ મળ્યા પછી હાડ, માંસ ને રુધિરથી ભરેલી મનુષ્ય સ્ત્રીઓના સંગની શી જરૂર? જ્ઞાની પુરુષો તેમનું નામ કે જેમના મનમાંથી શબ્દાદિ વિષયોની અપેક્ષા તૂટી ગઈ હોય, તેનું આકર્ષણ મરવા પડ્યું હોય તેના સંગની-ઉપભોગની વૃત્તિ નષ્ટપ્રાય થઈ ગઈ હોય. જ્ઞાની બનવા માટે પણ આ જ પરમ ઉપાય છે.
या शान्तैकरसास्वादाद् भवेत् तृप्तिरतीन्द्रिया।
सा न जिवेन्द्रिय-द्वारा षड्रसास्वादनादपि ।।३।।७५ ।। અર્થ : જે શાન્તરૂપ અદ્વિતીય રસના અનુભવથી ઇન્દ્રિયને અગોચર (કેવળ અનુભવગમ્ય) તૃપ્તિ થાય છે, તે જિહુવેન્દ્રિય વડે છ રસના ભોજનથી થતી નથી.
વિવેચન : ન ઈષ્ટ વિયોગનું દુઃખ, ન ઈષ્ટ સંયોગનું સુખ, ન કોઈ ચિત્તા સંતાપ કે ન પૂગલના રાગ-દ્વેષ! ન કોઈ ઇચ્છાઓ કે ન કોઈ
અભિલાષાઓ! જગતના સર્વ ભાવોમાં તેની સમષ્ટિ! આનું નામ છે શાન્ત રસ,
न यत्र दु:खं न सुखं न चिन्ता । न रागद्वेषो न च काचिदिच्छा । रसः स शान्तः कथितो मनीन्द्रैः, सर्वेषु भावेषु समप्रमाणः ।।
- સાહિત્ય આવો શાન્ત રસ જન્મ “શમના સ્થાયીભાવમાંથી. હા, પુરુષાર્થ કર્યા વિના એની મેળે તે નથી જન્મી જતો-તે માટે અનિત્ય, અશરણ. એકત્વ, અન્યત્વ, સંસાર... વગેરે ભાવનાઓના સતત ચિંતન દ્વારા વિશ્વના પદાર્થોની નિઃસારતા.. નિર્ગુણતાનો ખ્યાલ દૃઢ કરવો પડે અને સાથે સાથે પરમાત્મસ્વરૂપ
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે પ્રીતિ કરવી પડે. આ શાન્ત રસના “આલંબન વિભાવો' છે.
આ બધું કરવા છતાં “રસ ની ઉદીપના તો ત્યારે અને ત્યાં થાય કે જ્યાં યોગી પુરુષોનું પુણ્ય-સાંનિધ્ય હોય... પવિત્ર.. શાંત અને સાદો આશ્રમ હોય... કોઈ રમ્ય તીર્થભૂમિ હોય, લીલીછમ હરિયાળી છવાયેલી હોય, ઝરણાંનાં નીર ખળખળ વહી રહ્યાં હોય... સંત-સાધુપુરુષોનાં મુખમાંથી શાસ્ત્ર-સ્વાધ્યાયનો ધ્વનિ નીકળી રહ્યો હોય...પર્વતોનાં શિખરો પર મંદિરોની ધજાઓ ફરફરી રહી હોય... ઘંટનાદ થઈ રહ્યો હોય, આ બધા શાન્ત રસના ઉદ્દીપન વિભાવો છે.
ત્યારે “શાન્ત રસ પેદા થાય છે અને એનો રસાસ્વાદ માણતો યોગીરાજ વિશ્વના પરમ સુખનો અનુભવ કરે છે. આ પરમ સુખ, પરમ તૃપ્તિનો અનુભવ તો શું, પરંતુ તેની ઝાંખી છાયા પણ બિચારી ઇન્દ્રિયોને હોતી નથી. પરસના ભોજનનો રસ પણ શાન્ત રસની આગળ ફિક્કો, નિષ્માણ અને નિર્જીવ છે. ટ્વેિન્દ્રિયને શાન્તરસની મહાનતમ્ અનુભૂતિ ક્યાંથી હોય?
અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે “શાન્ત રસનો આસ્વાદ' એવો પ્રયોગ કર્યો છે. “રસને “સાહિત્યદર્પણ'માં છે વિશેષણો આપવામાં આવ્યાં છે :
(૧) સત્ત્વોટેર : બાહ્ય વેદનીય વિષયોથી વિમુખતા કરાવનાર કોઈ આંતરિક ધર્મ તે સત્વ, રજો અને તમો ભાવનો પરાભવ કરીને સત્ત્વનો ઉત્કટ ભાવ પ્રગટે છે. તથાવિધિ અલૌકિક કાવ્યના અર્થનું પરિશીલન આ સત્ત્વોદ્રેકમાં હેતુ બને છે.
(૨) અરવલ્ડ - વિભાવ, અનુભાવ, સંચારી અને સ્થાયી, આ ચારેય ભાવો એકરસરૂપે (જ્ઞાન અને સુખરૂપે) બની જાય છે, કે જે ચમત્કારાત્મક હોય છે. (૩) પ્રવીત્વ : રસ સ્વયં જ્ઞાનરૂપ-સ્વપ્રકાશી છે. (૪) માનન્ટ : રસ આનંદરૂપ છે. (૫) fમય : રસ સ્વયં સુખરૂપ છે. (૯) સોવોત્તરમારHIM : વિસ્મયનો પ્રાણ રસ છે.
સ્વાદ ની પરિભાષા કરતાં “સાહિત્યદર્પણ'કારે લખ્યું છે કે “સ્વીર વાધ્યાર્થસખેરાવાત્માનન્દસમુદ્રમવા” કાવ્યર્થના પરિશીલનથી આત્માનંદનો થતો જે સમુદ્ભવ, તેનું નામ સ્વાદ. શાન્ત રસનાં મહાકાવ્યોના પરિશીલનથી
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
જ્ઞાનસાર ઉદ્દભવતો સ્વાદ અને તેનાથી સર્જાતી મહાન અતીન્દ્રિય તૃપ્તિ ષડૂરસના ભોજનથી જન્મતી ક્ષણિક તૃપ્તિને ટપી જાય છે.
અહીં પરસની તૃપ્તિ ઉપમા છે, જ્ઞાનતૃપ્તિ ઉપમેય છે પ્રસ્તુતમાં “વ્યતિરે કાલંકાર રહેલો છે. “વાભદાલંકારમાં વ્યતિરેકાલંકાર આ રીતે બિતાવાયો છે :
केनचिद्यत्र धर्मेण द्वयोः संसिद्धसाम्ययोः ।
भवत्येकतराधिक्यं व्यतिरेकः स उच्यते ।। ઉપમાન કે ઉપમેયની કોઈ પણ ધર્મમાં વિશેષતા હોય ત્યારે આ અલંકાર સર્જાય છે. પ્રસ્તુતમાં ઉપમેય જ્ઞાનતૃપ્તિમાં વિશેષતા બતાવાઈ છે.
જ્ઞાનતૃપ્તિ અનુભવગમ્ય છે. એ કોઈ વાણીનો વિષય નથી. એ તૃપ્તિને અનુભવવા આત્માએ સ્વ-રૂપના રાગી બનવું પડે. સ્વગુણોના અનુરાગી બનવું પડે.
संसारे स्वप्नवन्मिथ्या तृप्तिः स्यादाभिमानिकी ।
तथ्या तु भ्रान्तिशून्यस्य साऽऽत्मवीर्यविपाककृत् ।।४।। ७६।। અર્થ : સ્વપ્નની પેઠે સંસારમાં અભિમાન-માન્યતાથી થયેલી તૃપ્તિ હોય છે. (પણ) સાચી તૃપ્તિ તો મિથ્યાજ્ઞાનરહિતને હોય છે. તે આત્માના વીર્યની પૃષ્ટિ કરનારી છે.
વિવેચન : સંસારમાં તું તૃપ્તિનો અનુભવ કરે છે? વૈષયિક સુખોમાં તને તૃપ્તિનો ઓડકાર આવે છે? ભ્રાન્તિ છે. કેવળ ભ્રાન્તિ! તું સમજી લે કે તારી સંસારની તૃપ્તિ મિથ્યા છે, મિથ્યા કલ્પના છે.
સ્વપ્નમાં મનગમતાં મિષ્ટ ભોજન જમી લીધાં, મધુર સરબત પી લીધાં અને સુવાસભરપૂર તાંબુલ ચાવી લીધાં.. જીવે તૃપ્તિ માની લીધી! પરંતુ જ્યાં સ્વપ્ન પૂર્ણ થયું, નિદ્રામાંથી જાગી ઊઠ્યા... ત્યારે એ માનેલી તૃપ્તિ ક્યાં ચાલી જાય છે?
સુરા-સુન્દરી અને સોનાના સ્વપ્નલોકમાં વિચરતો બ્રાન્ત મનુષ્ય જે તૃપ્તિ સમજે છે, તે માત્ર કલ્પનાનું લખ્યું ઉડ્ડયન છે કે જે વાસ્તવિકતા પર આધારિત નથી; હા, હળવા નિઃસાર મનોરંજનની એક વસ્તુ જરૂરી છે. વિલાસી વાસનાની ભડભડતી વાળાને ક્ષણ-બે ક્ષણ માટે શાંત કરતા પદાર્થો પાછળ ભટકતો મનુષ્ય એ ભૂલી જાય છે કે ક્ષણ-બે ક્ષણ એ જ્વાળા
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃપ્તિ
૯૫ શાંત થયા પછી કેવી કારમી વેદનાઓ, ધખધખતા નિઃશ્વાસો, દીનતા અને ઉદાસીનતા છવાઈ જાય છે! શાંત વાળા કેવી નિર્મદ ભભૂકી ઊઠે છે! - પાંચ ઇન્દ્રિયોના વિષયોનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવામાં અને વિલાસિતામાં સ્વછંદતાપૂર્વક ખેલવામાં જીવાત્મા કેવો પામર.નિઃસત્ત્વ અને અશક્ત બની જાય છે! એનો સ્વસ્થ ચિત્તે વિચાર કરવાની જરૂર છે. ઉદીપ્ત વાસનાઓના નગ્ન નૃત્યમાં પરમાનંદની કલ્પના કરનાર મનુષ્યને કાળ અને કર્મની કઠોર થપાટ ખાઈને કેવું કારમું રુદન કરવું પડે છે! તેના જીવંત ઉદાહરણો અને ઇતિહાસનાં પાત્રો પર દૃષ્ટિપાત કરવાની આવશ્યકતા છે.
તો જ ભ્રાન્તિ દૂર થશે. સાચી વૃદ્ધિ પ્રાપ્ત કરવાનો માર્ગ દેખાશે. મિથ્યા તૃપ્તિનું અનાદિ-વ્યસન મંદ પડવા લાગશે.
આ પ્રમાણે જીવાત્મા નિજૅન્ત બને ત્યારે તેને સમતિની દિવ્ય દૃષ્ટિ લાધે છે. એ દિવ્ય દૃષ્ટિમાં આત્મા, મહાત્મા અને પરમાત્માના સ્વરૂપનું દર્શન થાય છે; યથાર્થ દર્શન થાય છે. આ રીતે આત્મતત્ત્વ સન્મુખ થયેલા આત્માને આત્મગુણોનો અનુભવ થાય છે. એ અનુભવની પરમ તૃપ્તિ આત્માના વીર્યને પુષ્ટ કરે છે. વિર્યની પુષ્ટિ થતી હોય તો સમજવું કે સાચી તૃપ્તિ થઈ, કારણ કે તૃપ્તિનું લક્ષણ વીર્યની પુષ્ટિ છે.
નિર્કાન્ત બની આત્માનુભવની પરમ તૃપ્તિ કરવાના ત્રણ ઉપાયો પૂજનીય દેવચન્દ્રજીએ દર્શાવ્યા છે :
(૧) ગુરુચરણનું શરણ, (૨) જિનવચનનું શ્રવણ, (૩) સમ્યક તત્ત્વનું ગ્રહણ.
આ શરણ, શ્રવણ અને ગ્રહણમાં જેટલો પુરુષાર્થ થાય તેટલા અંશમાં આત્મા અનાદિબ્રાન્તિથી મુક્ત થાય છે. આત્મતત્ત્વ સાથે પ્રીતિ બંધાય છે. અનુત્તર ધર્મશ્રદ્ધા પેદા થાય છે. અનંતાનુબંધી કષાયોનો ક્ષયોપશમ થાય છે. ગાઢ કર્મબંધ અટકી જાય છે. દેવી અને માનુષી કામભોગો પ્રત્યે અનાસક્ત બને છે. આરંભ-સમારંભનો ત્યાગ કરતો ચાલે છે. સંસારમાર્ગનો વિચ્છેદ કરતો જાય છે. મોક્ષમાર્ગે પ્રયાણ કરતો જાય છે.
એમ કરતાં ગૃહસ્થાવાસને તિલાંજલિ આપી અણગાર ધર્મને સ્વીકારે છે. તેના દ્વારા શારીરિક, માનસિક અને સેંકડો...હજારો દુ:ખોનો ક્ષય કરી અજય-અમર-અક્ષય પરમ પદને પ્રાપ્ત કરે છે. પરંતુ આ પરમ પદ સુધી
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
જ્ઞાનસાર પહોંચવા માટે પાયામાં સંસારની મિથ્યા તૃપ્તિનું અભિમાન ઓગાળી નાખવું જોઈએ. સંસારના પદાર્થોને તેના સ્વરૂપે પિછાણી, તેમાંથી તૃપ્તિ મેળવવાની આદતને છોડી દેવી જોઈએ. તો જ આગળ-આગળનો વિકાસ શક્ય છે.
पुद्गले: पुद्गलास्तृप्तिं यान्त्यात्मा पुनरात्मना ।
परतृप्तिसमारोपो ज्ञानिनस्तन्न युज्यते ।।५।।७७।। અર્થ: પુદ્ગલો વડે પુદ્ગલો પુદ્ગલના ઉપચયરૂપ તૃપ્તિને પામે છે. આત્માના ગુણ વડે આત્મા તૃપ્તિ પામે છે, તે કારણથી સમ્યગૂ જ્ઞાનીને પુદ્ગલની તૃપ્તિમાં આત્માનો ઉપચાર ઘટતો નથી.
વિવેચન : કોનાથી કોને તૃપ્તિ થાય? જડ પુદ્ગલ દ્રવ્યોથી ચેતન આત્માને તૃપ્તિ થાય ખરી? અન્ય દ્રવ્યનો ધર્મ અન્ય દ્રવ્યમાં ન આરોપી શકાય. જડના ગુણધર્મો જુદા છે, ચેતનના ગુણધર્મો જુદા છે. જડના ગુણધર્મોથી ચેતનને તૃપ્તિ ન થાય. આત્મા તો આત્મગુણોથી તૃપ્તિ પામે.
સુંદર સ્વાદભરપૂર ભોજનથી શું આત્મા તૃપ્તિ પામે છે? ના રે ના. શિરીરનાં જડ પુગલોનો ઉપચય થાય છે. જીવ એ તૃપ્તિનો આરોપ પોતાનામાં કરી રહ્યો છે, એ એની ભ્રાન્તિ છે. અનાદિ મિથ્યાત્વના પ્રભાવ નીચે એ ભ્રાન્તિ દૃઢ બની છે. પુદ્ગલોની તૃપ્તિમાં આત્માની તૃપ્તિ માનવાની ભૂલને પરિણામે આત્મા પગલપ્રેમી બની ગયો છે, પુદ્ગલના ગુણદોષોને જોઈ રાગ-દ્વેષ કરી રહ્યો છે, અને એ રાગ-દ્વેષને પરિણામે મોહનીયાદિ કર્મોનાં નવાં-નવાં બંધનોમાં જકડાઈ ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. બસ, ઘોર દુઃખ, ભયંકર યાતનાઓ અને ભીષણ દર્દીનું આ મૂળભૂત કારણ છે. આ ભૂલનું ઉમૂલન કરવા પૂજ્ય ઉપાધ્યાય મહારાજ નિશ્ચયનયની દૃષ્ટિનું અંજન કરી, એ દ્વારા પુદ્ગલ અને આત્માને જોવાનું વિધાન કરે છે :
“મધુર શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ ગમે તેવાં મીઠા, મધુર, માદક કે મનમોહક હોય, પરંતુ તે જડ છે... તેના ઉપભોગથી મારા જ્ઞાન-દર્શનચારિત્રમય આત્માને તૃપ્તિ ન થઈ શકે, તો પછી મારે એ શબ્દાદિના પરિભોગનું શું પ્રયોજન છે? શા માટે એવી કાલ્પનિક મિથ્યા તૃપ્તિની પાછળ પુદ્ગલનો પ્રેમ કરી મારા આત્માની કદર્થના કરું? હું મારા આત્માને તૃપ્ત કરવાનો પુરુષાર્થ કરીશ.'
આ છે જ્ઞાની પુરુષની જ્ઞાનદૃષ્ટિ. આ દૃષ્ટિને ખુલ્લી રાખીને જડ પદાર્થો પ્રત્યેની આસક્તિને તોડવા માટે ઉદ્યમ કરવાનો છે.
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭
પરંતુ રખે અહીં ભૂલા પડતા..! “જડ જડને ભોગવે છે. જડ જડને ખાય છે. આત્માને શું લાગેવળગે?' આ વિચારને પકડી લઈ જો તમે જડ પદાર્થોના ઉપભોગમાં લાગી રહ્યા. તો આત્મવંચના થશે, જડ પુદ્ગલોની તૃપ્તિમાં પોતાની તૃપ્તિ માનવા ટેવાયેલી વાસના દૃઢ થશે. ભોગાસક્તિ ગાઢ બની જશે. જડ જડને ભોગવે છે, મારો આત્મા ભોગવતો નથી. આત્મા મેલો થતો નથી.” આવો વિચાર તમને જડ પદાર્થોના ઉપભોગ પ્રત્યે પ્રેરે, પુદ્ગલના સંગી બનાવે તો સમજવું કે તમે પરમાત્મા જિનેશ્વરદેવના વચનને સમજી શક્યા નથી, સમ્યગુજ્ઞાનની દૃષ્ટિ લાધી નથી.
હકીકતમાં તો એ વિચારવાનું છે કે “જડ પુદ્ગલોના પરિભોગથી મારા આત્માને તૃપ્તિ નથી થતી તો હવે જડ પુગલોના ઉપભોગનું શું પ્રયોજન છે? લાવ, એનો ત્યાગ કરતો ચાલું. એના ભોગનો વિચાર પણ ન આવે તેવા જ્ઞાન-ધ્યાનમાં લીન બની જાઉં... આત્મગુણોની પ્રાપ્તિ, રક્ષણ અને વૃદ્ધિમાં પુરુષાર્થ કરું.” આ વિચારથી આત્માના આંતરઉત્સાહને ઉલ્લસિત કરવો જોઈએ. વિવિધ પ્રકારની તપશ્ચર્યા, જાતજાતના અભિગ્રહો અને ભિન્ન ભિન્ન ત્યાગ કરીને, પુલોથી વૃપ્તિ માનવાની આદત તોડવી જોઈએ. એ સમજી રાખવું જોઈએ કે જેની સાથે અનાદિ કાળનો સંબંધ છે, તે સંબંધ તો જ તૂટી શકે, જો એનો સહવાસ અને એનો ઉપભોગ છોડવામાં આવે. પગલ-પ્રીતિને તોડવા પુદ્ગલોનો ઉપભોગ બંધ કર્યે જ છૂટકો! એ માટે તો જ્ઞાની ભગવંતોએ તપ-ત્યાગનો માર્ગ બતાવ્યો છે.
આત્મગુણોના અનુભવથી પ્રાપ્ત થતી તૃપ્તિ નિત્ય છે. તેમાં નિર્ભયતા છે અને સ્વાધીનતા છે. જ્યારે જડ પુદ્ગલોના ઉપભોગથી પ્રાપ્ત થતી તૃપ્તિ અનિત્ય છે. તેમાં ભય અને પરાધીનતા છે, માટે જ્ઞાની પુરુષે આત્મગુણોના અનુભવથી મળતી તૃપ્તિ માટે જ યત્ન કરવો હિતાવહ છે.
मधुराज्यमहाशाका ग्राह्ये बाह्ये च गोरसात् ।
परब्रह्मणि तृप्तिर्या जनास्तां जानतेऽपि न ।।६।७८ ।। અર્થ : મનોહર રાજ્યમાં મોટી આશા જેઓને છે એવા પુરુષો વડે ન પ્રાપ્ત થઈ શકે એવા (અને) વાણીથી અગોચર પરમાત્માને વિષે જે તૃપ્તિ થાય છે તેને લોકો જાણતા નથી.
વિવેચન : પરમ બ્રહ્માનંદના અતલ ઉદધિની અગાધતાને સ્પર્શી શકવાની કલ્પના પણ તે પામર જીવોમાં ન હોઈ શકે કે જેઓ મનોહર રાજસત્તાની
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
જ્ઞાનસાર
અનંત આશાઓ હૃદયમાં ભરી પૃથ્વી ઉપર ભટકી રહ્યા છે! રાજમદની લાલ કસુંબલ મિંદરાના જામમાં જ જેમણે તૃપ્તિની મિથ્યા કલ્પના કરી છે, તેમને પરમ બ્રહ્મની તૃપ્તિનું સ્વપ્ન પણ ન આવી શકે.
મીઠી ગિરાના મધુર રસમાં પણ એ પરમ બ્રહ્મની તૃપ્તિ અનુભવી શકાય તેવી નથી; એ તૃપ્તિ અગમ અગોચર છે. એ તૃપ્તિ વચનાતીત છે, એ તૃપ્તિ આંતરિક છે, મનના અનુભવથી પણ જુદી છે. એ તૃપ્તિને પ્રાપ્ત કરવા માટે દોડતું મન અને ઇન્દ્રિયો, તેમને નિરાશ થઈને પાછા વળવું પડે છે.
‘તો એ પરમ બ્રહ્મની તૃપ્તિ કેવી છે?' એનો ઉત્તર કોઈ પદથી આપી શકાય એમ નથી : ‘અપયમ્સ પયં સ્થિ’ - પદરહિત આત્માના સ્વરૂપને કોઈ પદથી-વચનથી કહી શકાય એમ નથી. અરે, આત્માના એ શુદ્ધ સ્વરૂપની તૃપ્તિને વર્ણવવા બૃહસ્પતિ કે કેવળજ્ઞાની પણ સમર્થ નથી, કારણ કે એ કહેવાનો વિષય જ નથી! એ તો અનુભવવાનો વિષય છે. ‘સાકરનો સ્વાદ કેવો?’ એ કહેવાની વાત નથી, અનુભવ કરવાની વાત છે.
જગતના સામાન્ય જીવો તો ભોજનની તૃપ્તિ જાણે છે, કે જે તૃપ્તિ મધુર ઘી અને સ્વાદિષ્ટ શાકથી અનુભવાય છે, જેમાં સાથે ગોરસ (દૂધ-દહીંવગેરે)નો પણ સમાવેશ થાય છે. અર્થાત્ ઘી-દૂધ, દહીં, શાક, મિષ્ટાન્ન...વગેરેથી ભરપૂર ભોજનમાં તૃપ્તિ અનુભવતા જગતના સામાન્ય મનુષ્યો પરમ બ્રહ્મની તૃપ્તિને અનુભવી તો શકતા નથી, એને જાણવા માટે પણ સમર્થ નથી! પરમ બ્રહ્મની તૃપ્તિને જાણવા માટે પણ કઠિન તપશ્ચર્યા કરવી પડે છે.
પરમ બ્રહ્મમાં તૃપ્ત થયેલો આત્મા એ તૃપ્તિમાં એવો લીન થઈ જાય છે કે પછી જગતના પદાર્થો તેને આકર્ષી શકતા નથી.
કોટિશિલા પર શ્રીરામચન્દ્રજીએ ક્ષપક શ્રેણિ લગાવી હતી. આત્માનંદ...પૂર્ણાનંદની અગોચર મસ્તીમાં લીનતા જામી ગઈ હતી. ત્યાં બારમા દેવલોકના ઇન્દ્ર સીતેન્દ્રે અવધિજ્ઞાનથી જોયું...પૂર્ણભવના સ્નેહે સીતેન્દ્રને વિહ્વળ કરી મૂક્યો. તેણે રામચન્દ્રજીને અનુકૂલ ઉપસર્ગ કરવા દ્વારા ધ્યાનથી વિચલિત કરવાનો નિર્ણય કર્યો. રામચન્દ્રજી મોક્ષમાં જાય એ સીતેન્દ્રને ન ગમ્યું. તેને તો રામચન્દ્રનો સહવાસ જોઈતો હતો. બસ, સીતેન્દ્ર આવ્યો નીચે.
રમણીય ઉદ્યાન અને વસંતઋતુ બનાવ્યાં. કોકિલાઓનાં મધુર સંગીત ગૂંજતા કર્યાં. મલયાચલનો મંદ મંદ વાયુ વહેતો કર્યો. ક્રીડાઘેલા ભ્રમરોનો
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃપ્તિ
૯૯ ગુંજારવ શરૂ કરાવ્યો...કામોદ્દીપક વાતાવરણ સર્જી દીધું. સીતેન્દ્ર નવોઢા સીતાનું રૂપ ધારણ કર્યું. સેંકડો બીજી નવયુવતી સર્જી દીધી અને ભવ્ય નૃત્ય શરૂ કરી દીધું. સંગીતની દિવ્ય સૂરાવલી છેડી દીધી...રામચન્દ્રજીની સામે બે હાથ જોડી, કટાક્ષ કરતી સીતા વિનવવા લાગી : “નાથી અમારો સ્વીકારી કરો અને દિવ્ય સુખો ભોગવો... મારી સાથે આ સેંકડો વિદ્યાધર યુવતીઓના યૌવનનો રસાસ્વાદ અનુભવો...” નૂપુરના ઝંકારોથી સ્મરદેવતા રમણે ચડ્યા.
પરંતુ એ સીતેન્દ્રનાં વચનોથી, એ દિવ્ય સંગીતથી અને એ રમણીય વસંસ્થી મહામુનિ રામચન્દ્રજી જરાય વિચલિત ન થયા. એ તો પરમ બ્રહ્મના રસાસ્વાદમાં પરમ તૃપ્તિ અનુભવી રહ્યા હતા... બસ, થોડી ક્ષણોમાં તેમનો આત્મા પરમ બ્રહ્મસ્વરૂપ બની ગયો... તેમને કેવળજ્ઞાન પ્રગટી ગયું. સીતેન્દ્ર માયાજાળ સંકેલી લીધી અને શ્રીરામના ચરણોમાં ભક્તિપૂર્ણ હૃદયે વંદના કરી કેવળજ્ઞાનનો મહોત્સવ કરી પ્રસન્નતા અનુભવી.
विषयोर्मिविषोद्गारः स्यादतृप्तस्य पुद्गलैः।
ज्ञानतृप्तस्य तु ध्यानसुधोद्गारपरस्परा ।।७।७९ ।। અર્થ : પગલોથી નહિ ધરાયેલાને વિષયના તરંગરૂપ ઝેરનો ઓડકાર હોય છે. જ્ઞાનથી તૃપ્ત થયેલાને તો ધ્યાનરૂપ અમૃતના ઓડકારની પરંપરા હોય છે.
વિવેચન : પુદ્ગલના પરિભોગમાં તૃપ્તિ? અસંભવ વાત છે. ગમે તેટલાં પુદ્ગલોનો પરિભોગ કરો, અતુતિની આગ સળગતી જ રહેવાની. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે “અધ્યાત્મસાર'માં કેવી સયુતિક વાત કહી છે? :
विषयैः क्षीयते कामो नेन्धनैरिव पावकः ।
प्रत्युत प्रोल्लसच्छक्ति-भूय: एवोपवर्धते ।। અગ્નિમાં ઈંધન નાખવાથી અગ્નિ શાંત નથી થતો, પરંતુ તેથી તો અગ્નિની શક્તિ વધે છે અને ભડકો મોટો થાય છે! એમ જગતના પૌદૂગલિક વિષયોના ઉપભોગથી તૃપ્તિ તો નથી થતી, પરંતુ અતૃપ્તિની આગ વધે છે.
પુદ્ગલના અતિભોગથી. કે જે પુદ્ગલ-ભોજન, વિષ-ભોજન છે, તેના અતિરેકથી એવું અજીર્ણ થાય છે કે તેના સેંકડો વિકલ્પોરૂપ ઓડકારની પરંપરા ચાલે છે. કંડરિકે સાધુજીવનનો ત્યાગ કર્યો.. પુદ્ગલના પરિભોગ માટે અધીર બનેલો તે દોડતો રાજમહેલમાં આવ્યો. મનગમતાં માદક ભોજન ખાધાં. પેટ ભરીને ખાધાં. અકળાઈ ગયો. પછી પડ્યો પલંગમાં ને આળોટવા
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
જ્ઞાનસાર
લાગ્યો...સહુ સેવક-ગણ આ વિષભોજી ભ્રષ્ટ રાજાને ધિક્કારવા લાગ્યા. કંડરિકને વિષભોજનનું અજીર્ણ થયું. ભયંકર હિંસક વિચારોના ઓડકાર આવવા લાગ્યા. ઓડકારની હીચકીઓ વધી પડી... એ વિષભોજને તેના પ્રાણ લીધા અને સાતમી ન૨૬માં તેને પટકી દીધો.
‘વિષયેષુ પ્રવૃત્તાનાં વૈરાગ્યઃ જીતુ દુર્તમમ્' - પુદ્ગલોના પરિભોગમાં જ જે મશગુલ છે તેનામાં વૈરાગ્ય દુર્લભ સમજવો અને જેનામાં વૈરાગ્ય નહિ તેને સમ્યગ્ જ્ઞાની કેવી રીતે કહેવાય? સમ્યગ્ જ્ઞાન વિના જ્ઞાનાનન્દમાં તૃપ્તિ કેવી? જ્ઞાનાનન્દમાં તૃપ્તિ આવ્યા વિના ધ્યાન-અમૃતના ઓડકાર ક્યાંથી આવે?
જ્ઞાનમાં તૃપ્ત થયેલા આત્માને ધ્યાનરૂપ અમૃતના ઓડકાર આવ્યા જ કરે છે. આત્માનુભવમાં લીન થઈ ગયા પછી આત્મગુણોમાં તન્મયતારૂપ ધ્યાન ચાલ્યા કરે છે. એમાં એવી દિવ્ય આનંદની...આત્માનુભૂતિ હોય છે કે તે મનુષ્યની સામે જગતના કોઈ પણ પદાર્થ આવે તો પણ તે તેના પ્રત્યે આકર્ષાતો નથી.
માર્ગ પર નિર્મમભાવે ચાલ્યા જતા બંધકમુનિ જ્ઞાનામૃતનું પાન કરી તૃપ્ત બનેલા હતા. ધ્યાન-સુધાના ઓડકાર ચાલુ હતા ત્યાં રાજાના સૈનિકોએ આવીને તેમને પકડ્યા...તેમની ચામડી ઉતારવા તૈયાર થયા...લોહીતરસી છૂરીઓ કાઢી...છતાં બંધકમુનિ તો ધ્યાન-સુધાના ઓડકાર જ ખાઈ રહ્યા હતા! સૈનિકોએ મહામુનિના શરીરની ચામડી ઉતારવા માંડી...લોહીની ધારાઓ વહેવા લાગી...માંસના ટુકડાઓ કપાવા લાગ્યા. પરંતુ આ બધુ મહામુનિના ધ્યાન-સુધાના ઓડકારની પરંપરાને ન તોડી શક્યું! એ પરંપરાએ તો મહામુનિને ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં ચઢાવ્યા...જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય-ધાતીકર્મોનો ક્ષય કરી આપ્યો અને કેવળજ્ઞાન પમાડી દીધું!
વાસ્તવિકતા એ છે કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાનીના મનમાં એ જ્ઞાનનાં તત્ત્વો, રહસ્યો ઘોળાતાં રહેવાં જોઈએ, ધારા ચાલતી રહેવી જોઈએ. તો જ જ્ઞાન એ અમૃત છે, એવો અનુભવ થઈ શકે અને એ અનુભવ થયા પછી વૈયિક સુખભોગના અનુભવ અકારા...અળખામણા લાગે. શાસ્ત્રજ્ઞાનના ખૂબ ખૂબ પરિશીલન દ્વારા આત્મા એવો ભાવિત થઈ જાય છે કે જ્ઞાનજ્ઞાનીનો ભેદ ન રહેવા પામે. આવી સ્થિતિએ પહોંચવા માટે આ અષ્ટકના પૂર્વશ્લોકોમાં કહેલી વાતોનો જીવનમાં ક્રમશઃ પ્રયોગ કરવો જોઈએ.
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो। भिक्षुरेकः सुखी लोके ज्ञानतृप्तो निरञ्जनः ।।८।।८।। અર્થ : વિષયોથી નહિ તૃપ્ત થયેલા ઇન્દ્ર, કૃષ્ણ વગેરે પણ સુખી નથી; એ આશ્ચર્ય છે. જગતમાં જ્ઞાનથી તૃપ્ત થયેલો કર્મ-મળરહિત એક સાધુ સુખી છે.
વિવેચન : કોઈ સુખી નથી મહાનુભાવ! વિષયોને વિષ-પ્યાલા પીનારો ઈન્દ્ર કે મહેન્દ્ર કોઈ સુખી નથી. નિરંતર અતૃપ્તિની આગમાં સળગતા રાજામહારાજાઓ કે શેઠ-શાહુકારો.કોઈ સુખી નથી. તમે ભલે એ બધાંને જોઈ માની લો-કેવા સુખી છે આ લોકો! તમારી માન્યતા કેટલી બધી ભ્રમણાભરેલી છે એ તો તમે એવા કોઈ શેઠ-શ્રીમંતને જઈને પૂછો. તેમના હૃદયની વાણી સાંભળો ત્યારે સમજાય.
દુનિયા.વર્તમાન વિશ્વનો સૌથી મોટો શ્રીમંત હેનરી ફોર્ડ કે જે અમેરિકાવાસી હતો, તેની પાછલી અવસ્થામાં એક પત્રકારે તેને પૂછ્યું :
“આપને બધી જાતનું સુખ છે પણ છતાંય એવી કોઈ વસ્તુ છે ખરી, જે આપને હજુ મળી નથી, એમ આપ માનો છો?'
ફોર્ડ જાણે અંતરથી બોલતો હોય એમ કહેવા લાગ્યો : “તમારી વાત સાચી છે. મારી પાસે ધન છે, કીર્તિ છે...પણ હજુ મને માનસિક શાંતિ મળી નથી! એવી શાંતિ આપનાર કોઈ મિત્ર મળ્યો નથી!'
દુનિયાના શ્રીમતો અને કીર્તિવંતોને જોઈ તેઓ સુખી છે' એ વિચાર ફેંકી દો. ભૌતિક પદાર્થોના સંયોગમાં વાસ્તવિક સુખ શાંતિ છે જ નહિ. ભલે ઈન્દ્રિયજન્ય સુખ હશે, પરંતુ માનસિક અશાંતિ એ સુખને ક્ષણ વારમાં દુઃખરૂપ બનાવી દે છે. તમે જ્યારે એમની આંતરિક અશાંતિનો કરુણ કલ્પાંત સાંભળશો, ત્યારે તમને એમના બંગલાઓ કરતાં તમારી ઝૂંપડી વધારે સારી લાગશે, એમની શ્રીમંતાઈ કરતાં તમારી ગરીબાઈ તમને આશીર્વાદરૂપ લાગશે..શ્રીમંતાઈ અને કીર્તિ ધિક્કારપાત્ર લાગશે.
તો શું જગતમાં કોઈ જ સાચો સુખી નથી? છે, જરૂર છે. “મિક્ષરે સુરવી તો!– એક માત્ર ભિક્ષુ-અણગારમુનિ આ વિશ્વમાં સાચા સુખી છે. શાથી એ સુખી છે? શું એમને કમાવું પડતું નથી માટે સુખી છે? ના, જે વિષયતૃષ્ણાને પોષવા તમારે કમાવું પડે છે એ વિષયતૃષ્ણા તેમને નથી માટે સુખી છે!
શ્રી ઉમાસ્વાતિજી મહારાજે મુનિને નિત્ય સુખી' કહ્યો છે!
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
જ્ઞાનસાર निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् ।
विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ।।२३८।। જેણે પ્રચંડ મદ અને મદનને મહાત કરી દીધા છે, જેના મનમાં, વચનમાં કે કાયામાં વિકારનું વિષ નષ્ટ થઈ ગયું છે, જેમણે પર-પુદ્ગલની આશાઓનો ત્યાગ કરી દીધો છે તેવા મહાત્માઓને તો અહીં જ મોક્ષ છે!' આવા મહાત્માઓ શબ્દાદિ વિષયોના ઉપભોગનું દારુણ પરિણામ વિચારી, તેની અનિત્યતા અને દુઃખદાયિતાને સમજી, સંસારનાં રાગ-દ્વેષમય ભયંકર દુ:ખોનો ખ્યાલ કરી, પોતાના શરીર પર રાગ કરતા નથી, શત્રુ પર રોષ કરતા નથી, રોગોથી વ્યથિત થતા નથી, વૃદ્ધાવસ્થાથી અકળાતા નથી, મૃત્યુથી જરાય ડરતા નથી, આવા મહાત્માઓ નિત્ય સુખી' છે!
स्वशरीरेऽपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति ।
रोगजरामरणभयैरव्यथितो यः स नित्यसुखी ।।२४०।। પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે આ બધી વાતોનો માત્ર બે શરતોમાં સમાવેશ કરી દીધો છે! જ્ઞાનતૃપ્ત અને નિરંજન મહાત્મા મહા સુખી છે. મહા સુખી બનવા માટેની આ બે અનિવાર્ય શરતો છે. એ બે શરતોને જીવનમાં પ્રયોગાત્મક બનાવવા ઉમાસ્વાતિ ભગવંતનું ઉપરોક્ત માર્ગદર્શન અગત્યનું છે.
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભલે આખો સંસાર પાપોથીકમથી લેપાય, જ્ઞાનસિદ્ધ પુરૂષ ન લેવાય. આવો જ આત્મા નિઃસ્પૃહ બની શકે.
નિર્લેપતા
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
િિનલપતો)
-
---
નિર્લેપ બનવું જરૂરી છે. હૃદયને નિર્લેપ રાખવું આવશ્યક છે. રાગ અને દ્વેષથી લેપાયેલા હૃદયની ઘોર વ્યથાઓ ક્યાં સુધી રહેવાની? નિર્લેપ હૃદય સંસારમાં પણ મુક્તિનો આનંદ અનુભવી શકે.
અલિપ્તતાનો ઉપાય છે ભાવના જ્ઞાની તમને આ અષ્ટકમાંથી ભાવના જ્ઞાનની પગદંડી જડી જશે. જરાય વિલંબ વિના એ પગદંડીએ ચાલી નીકળો! રાગ-દ્વેષથી હૃદયને ખરડાવા ન દો. એ માટેના સચોટ ઉપાયો તમને આ અષ્ટકમાંથી જડી જશે. ખૂબ મનનપૂર્વક આ અષ્ટકનું અધ્યયન
-
=
કરો.
S
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संसारे निवसन् स्वार्थसज्जः कज्जलवेश्मनि ।
लिप्यते निखिलो लोकः ज्ञानसिद्धो न लिप्यते ।।१ । ८१ ।।
જ્ઞાનસાર
અર્થ : કાજળના ઘર જેવા સંસારમાં રહેતો સ્વાર્થમાં તત્પર (જીવ) સમસ્ત લોક, કર્મથી લેપાય છે પણ જ્ઞાન વડે પરિપૂર્ણ જીવ લેપાતો નથી.
વિવેચન : સંસાર એટલે કાજળની કોટડી! તેની ભીંતો કાજળથી રંગાયેલી છે, તેની છત કાજળથી ભરેલી છે અને તેનો ભૂમિ ભાગ પણ કાજળથી ખરડાયેલો છે. જ્યાં સ્પર્શ કરો ત્યાં કાજળ! પગ પણ કાળા થાય અને હાથ પણ કાળા થાય, છાતી પણ કાળી થાય અને પીઠ પણ કાળી થાય. જ્યાં સુધી એ કોટડીમાં રહો ત્યાં સુધી કાળા જ બન્યા રહેવાનું.
તમે કદાચ કહેશો : 'એ કાજળની કોટડીમાં સાવધાનીથી રહીએ તો કાળા થવાનું ન બને ને!' પરંતુ અમે પૂછીએ છીએ કે કઈ સાવધાનીથી તમે રહેશો? એ કાજળ-કોટડીમાં રહેનારા સહુ જીવો પોતપોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે સાવધાન છે! સ્વાર્થની સાધનામાં તેમને ભાન જ નથી કે તેઓ કાળા ભૂત જેવાં બની ગયા છે! એ તો તેઓ અરીસામાં પોતાનું રૂપ જુએ તો સમજાય. અરે, તેઓ બોલી ઊઠે કે ‘આ હું નહીં... આ મારું રૂપ નથી!' પરંતુ અરીસામાં પોતાનું રૂપ જોવાની તેમને ફુરસદ જ ક્યાં છે? એ તો બીજાનાં રૂપ જોવામાં જ પડ્યા છે! એ પણ સ્વાર્થની દૃષ્ટિએ જુએ છે. સ્વાર્થરહિત દૃષ્ટિથી બીજાનાં રૂપ જુએ તો તેઓ એક ક્ષણમાં ગભરાઈ જાય અને એમનો સંગ ત્યજી દઈને એ કાજળ-કોટડીમાંથી બહાર નીકળી જાય.
હા,
For Private And Personal Use Only
સંસારના કયા ક્ષેત્રમાં જીવ કર્મોના કાજળથી નથી લેપાતો? મીઠાં-મધુર શબ્દનું શ્રવણ કરવા જાય છે...લેપાય છે. લાલ-પીળાં મનોહર રૂપ જોવા આકર્ષાય છે... લેપાય છે. સુગંધનું સુખ લેવા દોડે છે...લેપાય છે. સ્વાદિષ્ટ ભોજનની તૃપ્તિ લેવા જાય છે...લેપાય છે. મુલાયમ સ્પર્શનું સુખ લેવા જાય છે...લેપાય છે. ભલે એને શબ્દ-રૂપ-૨સ-ગંધ અને સ્પર્શનાં સુખોની પાછળ દોડવામાં...ભટકવામાં ‘હું કર્મ-કાજળથી લેપાઈ રહ્યો છું' એવું ભાન ન હોય, પરંતુ તે લેપાય છે જરૂર. દિવ્ય જ્ઞાન ધરાવનારા મહર્ષિઓ જોઈ રહ્યા છે! પ્રતિસમય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર અને વેદનીય-આ સાત કર્મોથી જીવ લેપાયા કરે છે. આ કાજળલેપ ચર્મચક્ષુથી દેખાય એમ નથી. એ જોવા માટે જોઈએ જ્ઞાનદૃષ્ટિ, કેવળજ્ઞાનની દ્રષ્ટિ.
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્લેપતા
૧૦૫ તો શું ચતુર્ગતિમય સંસારમાં રહેવું પડે ત્યાં સુધી કર્મના કાજળથી લેપાયા જ કરવાનું? એવો કોઈ ઉપાય નથી કે રહેવા છતાં લેપ ન લાગે? છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ કહે છે : “જ્ઞાનસદ્દો ન નિષ્યતે”-જ્ઞાનસિદ્ધ આત્મા કાજળની કોટડી સમા સંસારમાં વસવા છતાં લપાતો નથી. આત્માના અંગપ્રત્યંગને જ્ઞાનરસાયણથી રસી દેવામાં આવે પછી કર્મોનું કાજળ આત્માને સ્પર્શી શકવા સમર્થ નથી રહેતું. કમલપત્ર પર જેમ જલબિંદુઓ ટકી શકતાં નથી. જલબિંદુઓથી કમલપત્ર જેમ લપાતું નથી, તેમ આત્મા પણ કર્મકાજળથી લપાતો નથી. પણ એ આત્માને જ્ઞાનરસાયણથી ભાવિત કરી દેવો જોઈએ. જ્ઞાનરસાયણથી આત્મામાં એવું પરિવર્તન આવે છે કે કર્મકાજળ તેને સ્પર્શી શકતું નથી.
જ્ઞાનરસાયણ સિદ્ધ કરવું જરૂરી છે. તે માટે એક વૈજ્ઞાનિકની ઢબે પ્રયોગમાં લાગી જવું જોઈએ. ભલે એ પ્રયોગમાં વર્ષો લાગી જાય..પરંતુ આ ભયંકર સંસારમાં જ્ઞાનરસાયણના સહારા વિના કર્મોના દારુણ કાજળથી બચવું અશક્ય છે. જ્ઞાનરસાયણને સિદ્ધ કરવાના પ્રયોગોની રીત આ ગ્રંથમાં આલેખાયેલી પડી છે. આપણે તે રીતને અજમાવવાની છે, અને પ્રયોગ સિદ્ધ કરીને જ જંપવાનું છે. બસ, જ્ઞાનરસાયણ સિદ્ધ થયા પછી નિર્ભયતા છે!
नाहं पुद्गलभावानां कर्ता कारयिताऽपि च।
नानुमन्ताऽपि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम्? ।।२।।८२ ।। અર્થ ? હું પૌલિક ભાવોનો કરનાર, કરાવનાર અને તેને અનુમોદન આપનાર નથી, એવા વિચારવાળો આત્મજ્ઞાની કેમ લેપાય?
વિવેચન : જ્ઞાનરસાયણની સિદ્ધિનો પ્રયોગ બતાવવામાં આવે છે : “હું પુદ્ગલભાવોનો કર્તા નથી. હું પુગલભાવોનો પ્રેરક નથી. હું પુલભાવોનો અનુમોદક પણ નથી...' આ વિચારથી આત્મતત્ત્વને ભાવિત કરવાનું છે તે માટે વારંવાર આ વિચાર કરવાનો છે.
પુદ્ગલભાવોમાં નિરંતર મનોહર રમણ કરતો જીવાત્મા, એ પુગલભાવો દ્વારા સર્જાતી હૃદયવિદારક યાતનાઓ ભૂલી જાય છે. પુદ્ગલભાવોનું સુખ એ તો દુઃખ ઉપરનું ક્ષણજીવી ઝીણું આચ્છાદન છે. કૂર કર્મોના કઠોર પ્રહારો સામે તે ટકી શકતું નથી... ચિરાઈ જાય છે અને જીવાત્મા રુધિરવર્ષના કન્દનના પડઘાં પાડે છે. પગલિક સુખોના આશાભર્યા આકાશના ચંદરવા નીચે ભલે ઐશ્વર્ય અને વિલાસિતામાં જીવ મહાલે...હલાહલથીય વધુ દારુણ
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
જ્ઞાનસાર એ ઐશ્વર્ય અને વિલાસિતાનું ઝેર એના અંગેઅંગમાં ફેલાઈ જશે, ત્યારે તેનું કારમું રુદન સાંભળનાર એ ચંદરવા નીચે કોઈ નહિ મળે.
“હું ખાઉં છું... હું ભોગવું છું. હું મકાન બનાવું છું...' આવા પ્રકારનું કિર્તત્વનું અભિમાન જીવને પગલપ્રેમી બનાવે છે. પુદ્ગલનો પ્રેમ કર્મબંધનમાં અસાધારણ કારણ છે. પુદ્ગલપ્રેમી જીવ કર્મોના લેપથી લપાતો જાય છે. એને પરિણામે અનેક દુઃખો તેના પર આવી પડે છે. આ વિષમતાને મિટાવી દેવા, તે વિષમતાનું મૂળ જ ઊખેડીને ફેંકી દેવું જોઈએ. તેના મૂળમાં છે પુદ્ગલભાવોમાં કર્તાપણાની બુદ્ધિ, તે બુદ્ધિનું પરિવર્તન કરવા માટે આ વિચાર કરવાનો છે કે – “હું પુદ્ગલભાવોનો કર્તા નથી.”
બીજી વાસના છે : પુદ્ગલભાવોના પ્રેરકપણાની.. “મેં દાન દેવરાવ્યું. મેં તપ કરાવરાવ્યું! મેં દુકાન કરાવી આપી! મેં ઘર બંધાવી આપ્યું!'... આ પ્રમાણે જીવ પોતાને પુદ્ગલભાવોનો પ્રેરક માનવાનું અભિમાન ધારણ કરે છે. આથી કર્મલેપથી લેપાવાનું બને છે. માટે હું પુગલભાવોનો પ્રેરક નથી..' આ ભાવના દઢ કરવાની છે. આ રીતે ત્રીજી વાસના છે : પુદ્ગલભાવોની અનુમોદના. પુદ્ગલભાવોની અનુમોદના એટલે આંતરિક પ્રશંસા તથા વાચિક પ્રશંસા. “આ બંગલો સુંદર છે! આ રૂપ અનુપમ છે! આ શબ્દ મધુર છે! આ રસ મધુર છે! આ સ્પર્શ સુખદાયી છે!... આ રીતે જીવ પુદ્ગલભાવોનો અનુમોદક બની કર્મલપથી લેપાય છે અને ભયંકર દુઃખો ભોગવે છે. આ માટે “હું પુદ્ગલભાવોનો અનુમોદક નથી.' આ ભાવનાને હજારો-લાખો વખત ઘોળી ઘોળીને રસાયણ બનાવવું પડશે. તો જ એ ભાવનાજ્ઞાન સિદ્ધ રસાયણ બની જશે. પછી કોઈ કર્મોનો લેપ આત્માને લાગી શકશે નહીં.
આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્વગુણનો જ કર્તા-ભોક્તા છે. પુદ્ગલભાવોનું કર્તુત્વ-ભોક્નત્વ તેના શુદ્ધ સ્વરૂપમાં છે જ નહિ. તો પછી પુગલભાવોમાં જીવ શાથી કર્તુત્વનું અભિમાન ધારણ કરે છે? એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય. તેનું સમાધાન એ છે કે જીવનો કર્મ સાથે અનાદિ સંબંધ છે. કર્મોના પ્રભાવ નીચે જીવ પરપુગલભાવો સાથે અનાદિકાળથી કર્તુત્વ-ભોક્નત્વ..વગેરે ભાવો ધારણ કરી રહ્યો છે. આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવનાથી કર્મોનો પ્રભાવ ક્ષીણ થતો જાય છે. તેથી પુદ્ગલભાવો પ્રત્યેની કર્તુત્વ..વગેરેની મિથ્યા ભ્રમણાઓ પણ ક્ષીણ થતી જાય છે. જેમ જેમ આત્માના શુદ્ધ સ્વરૂપનો રાગ વૃદ્ધિ પામતો જાય, તેમ તેમ જડ
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
નિર્લેપતા પુદ્ગલભાવો પ્રત્યે વૈરાગ્યવૃદ્ધિ પામતો જાય અને જીવ ત્યાગમાર્ગ પર આગળ વધતો જાય.
लिप्यते पुद्गलस्कन्धो न लिप्ये पुद्गलैरहम्।।
चित्रव्योमाञ्जनेनेव ध्यायन्निति न लिप्यते ।।३।।८३।। અર્થ : “પગલોનો સ્કંધ પુદગલો વડે લેપાય છે, પણ હું લપાતો નથી, જેમ અંજન વડે વિચિત્ર આકાશ' એમ ધ્યાન કરતો આત્મા લપાતો નથી.
વિવેચન : આત્માની નિર્લેપદશાનું ધ્યાન પણ કેવું પ્રબળ અસર કરનારું છે! ધ્યાન ધરો...ધ્યાનની ધારા જ્યાં સુધી ચાલતી રહે, આત્મા ત્યાં સુધી કર્મમલિન થાય જ નહીં!
“મારે કર્મના કાદવથી લેપાયું નથી.” આ દઢ પ્રણિધાન કરવામાં આવ્યું હોય, ત્યારે જ કર્મથી નિર્લિપ્ત બન્યા રહેવાની પ્રવૃત્તિ થાય. જેટલું પ્રણિધાન દઢ, તેટલી પ્રવૃત્તિ વેગીલી અને પ્રબળ બને. માટે સર્વ પ્રથમ પ્રણિધાનને દઢ બનાવવું જોઈએ, તે દઢતા માટે કર્મોના ચિત્ર-વિચિત્ર વિપાકોનું ચિંતન કરવું જોઈએ.
કર્મમુક્ત બનવાની તમન્ના જાગી ગયા પછી, કર્મજન્ય સુખો પ્રત્યે નફરત પેદા થાય. અતિ આવશ્યક સુખ-ભોગમાં પણ અનાસકિતની સાવધાની રહે. એ અનાસક્તિ સ્વાભાવિક બનાવવા માટે અહીં શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પુદ્ગલવિજ્ઞાન” નું ચિંતન કરવાનો અસરકારક ઉપાય બતાવે છે.
પુદ્ગલસમુદાયથી લેપાય છે પુદ્ગલસમુદાય. પુદ્ગલોથી ચૈતન્ય લેપાતું નથી, જેમ અંજનથી વિવિધ વર્ણવાળું આકાશ લેવાતું નથી તેમ.”
અતિ આવશ્યક પુદ્ગલપરિભોગ સમયે આ ચિંતન કરવાથી, પગલપરિભોગ કરવા છતાં જીવ લપાતો નથી. વળી પુદગલપરિભોગ સમયે આ ચિંતન કરવાથી એ પરિભોગમાં સુખબુદ્ધિ કે રસગૃદ્ધિ પેદા થતી નથી. ચિંતન-ધ્યાન ધરવા છતાં જો પુદ્ગલપરિભોગમાં સુખબુદ્ધિ કે રસગૃદ્ધિ પેદા થતી હોય તો. સમજવું જોઈએ કે ધ્યાન પ્રબળ નથી, ધ્યાનની પૂર્વભૂમિકામાં પ્રણિધાન દૃઢ નથી. આવી પરિસ્થિતિમાં જીવ ક્યારેક ભ્રમણામાં અટવાઈ જાય છે. એ માની લે છે કે “પગલોથી પુદ્ગલો ઉપચય પામે છે...મારો આત્મા એમાં લેપાતો નથી.” પછી પુદ્ગલપરિભોગમાં મસ્ત થઈને મહાલે છે! પુદ્ગલપરિભોગમાં નિર્ભયતા અનુભવે છે! આ રીતે ભયંકર આત્મવંચના થાય છે.
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
‘પુદ્ગલોથી પુદ્ગલ બંધાય છે...' આ વિચાર દ્વારા ‘પુદ્ગલોથી મને લાભ થાય છે...પુદ્ગલોથી હું તૃપ્ત થાઉં છું!' આ અજ્ઞાન નાશ પામે છે; પછી પુદ્ગલનાં આકર્ષણ અને પરિભોગ ઓછાં થવા લાગે છે.
પુદ્ગલો એકબીજા સાથે કેવી રીતે જોડાય છે, તેનું વિજ્ઞાન શ્રી જિનાગમોમાં ખૂબ સૂક્ષ્મતાપૂર્વક સમજાવવામાં આવેલું છે. પુદ્ગલોમાં સ્નિગ્ધતા અને રુક્ષતા બે ગુણો રહેલા હોય છે. તેમાં સ્નિગ્ધ પરિણામવાળા અને રુક્ષ પરિણામવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ થાય છે. પરંતુ તેમાં અપવાદ છે કે જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ અને જઘન્યગુણવાળા રુક્ષ પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. જ્યારે ગુણની વિષમતા હોય, ત્યારે સજાતીય પુદ્ગલોનો પણ પરસ્પર બંધ થાય છે. અર્થાત્ સમાન ગુણવાળા સ્નિગ્ધનો સમાન ગુણવાળા સ્નિગ્ધની સાથે તેમ જ તુલ્ય ગુણવાળા રુક્ષનો તુલ્ય ગુણવાળા રુક્ષ સાથે બંધ થતો નથી.
આત્મા સાથે પુદ્ગલોનો જે સંબંધ છે તે તાદાત્મ્ય સંબંધ નથી, પરંતુ સંયોગ સંબંધ છે. આત્માના ગુણધર્મો અને પુદ્ગલના ગુણધર્મો તદ્દન ભિન્ન છે, તેથી તે બંનેની તદ્રુપતા થઈ શકે નહિ. આ પ્રમાણે પુદ્ગલ અને આત્માનું ભેદજ્ઞાન પરિપક્વ બન્યા પછી કર્મપુદ્ગલોથી લેપાવાનું બનતું નથી. ભેદજ્ઞાન પરિપક્વ બનાવવા માટે નીચેની પંક્તિઓને આત્મસાત્ કરો :
‘લેપાય પુદ્ગલો સર્વે, નહિ હું પુદ્ગલો થકી,
અંજન તો નહિ સ્પર્શે યથા આકાશને નકી.’
लिप्तताज्ञानसंपात प्रतिघाताय केवलम् ।
निर्लेपज्ञानमग्नस्य क्रिया सर्वोपयुज्यते ॥ १४ ॥ ८४ ॥
અર્થ : આત્મા નિર્લેપ છે’ એવા નિર્લેપપણાના જ્ઞાનમાં મગ્ન થયેલાને બધી આવશ્યકાદિ ક્રિયાઓ કેવળ ‘આત્મા કર્મબદ્ધ છે' એવા લિપ્તપણાના જ્ઞાનના આગમનને રોકવા માટે ઉપયોગી થાય છે.
વિવેચન : ‘હું નિર્લેપ છું' આવા નિર્લેપજ્ઞાનની ધારા જે યોગીના આત્મપ્રદેશો પર અસ્ખલિત ગતિએ વહી રહી હોય તે યોગીને આવશ્યક-પ્રતિલેખનાદિ ક્રિયાઓનું કોઈ પ્રયોજન રહેતું નથી. આવશ્યકાદિ ક્રિયાઓનું પ્રયોજન તો વિભાવદશા-લિપ્તતા-જ્ઞાનમાં જતી ચિત્તવૃત્તિઓને રોકવા માટે છે.
તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આત્મા વારંવાર પ્રમાદસ્થાનો તરફ દોડી જાય છે, ત્યાં સુધી આવશ્યકાદિ ક્રિયાઓ મહાન ઉપકારક બને છે. તે ક્રિયાઓ
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્લેપતા
૧૦૯ દ્વારા આત્મા વિષયકષાયાદિ પ્રમાદોથી બચી જાય છે. આ પ્રમાદઅવસ્થા છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. “પ્રમત્તસંયત” ગુણસ્થાન સુધી પ્રતિક્રમણપ્રતિલેખન વગેરે બાહ્ય ક્રિયાઓ કરવાનું વિધાન છે. જ્યાં સુધી જીવ પ્રમાદસંયુક્ત હોય, ત્યાં સુધી નિરાલંબ (આલંબનરહિત) ધર્મધ્યાન ટકી શકતું નથી. આ વાત “ગુણસ્થાનક્રમારોહમાં કહી છે :
यावत् प्रमादसंयुक्तस्तावत्तस्य न तिष्ठति। धर्मध्यानं निरालम्बमित्यूचुर्जिनभास्कराः ।।२६।।
• Toથાનમારો અર્થાતુ જ્યાં સુધી વિષયકષાયાદિ પ્રમાદોનું જોર હોય છે, ત્યાં સુધી નિર્લેપજ્ઞાનની મગ્નતા આવી શકતી નથી. તેવી સ્થિતિમાં જો આવશ્યકાદિ છોડી દઈ નિશ્ચલ ધ્યાન ધરવા બેસી જાય તો “તો બ્રણ: તતો ભ્રષ્ટ:” જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. કેટલાક મનુષ્યો પ્રતિક્રમાદિ ક્રિયાઓમાં કંટાળવાથી તે છોડી દઈ નિશ્ચલ ધ્યાન ધરવા પ્રયત્ન કરે છે. પરંતુ તેવા ધ્યાનથી ન તો તેમની વિષયકષાયની વૃત્તિ-પ્રવૃત્તિ મંદ પડે છે કે ન તો તેઓ આગળનાં ગુણસ્થાનો પર આરૂઢ થાય છે. આવા મનુષ્યો જૈનદર્શનની સૂક્ષ્મતાને સમજતા નથી. મિથ્યાકલ્પના પર તેઓ આગ્રહી બની વાસ્તવિક આત્મોન્નતિથી વેગળા રહે છે. માટે જ્યાં સુધી અપ્રમત્ત દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવશ્યકાદિ ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ. એ ક્રિયાઓના આલંબને આત્મા પ્રમાદમાં પડતો બચી જાય છે. વિભાવદશાનું અજ્ઞાન તેના મનોમંદિરમાં પેસી શકતું નથી. “શ્રી ગુણસ્થાનક્રમારોહ –માં કહ્યું છે :
तस्मादावश्यकैः कुर्यात् प्राप्तदोषनिकृन्तनम् ।
यावन्नाप्नोति सद्भयानमप्रमत्तगुणाश्रितम् ।।३१।। સાતમા ગુણસ્થાનના સમ્યગુ ધ્યાન-નિર્લેપજ્ઞાનમાં મગ્નતા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવશ્યકાદિ ક્રિયાઓ દ્વારા વિષય કષાયોના ઘસારાને અટકાવી તેને નષ્ટ કરી દો.
લિપ્તતા-જ્ઞાન એટલે વિભાવદશા...કર્મજન્ય ભાવોમાં મોહિત થવાની અવસ્થા. તે લિપ્તતાજ્ઞાનનો પ્રતિઘાત-વિનાશ કરવા માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજ જેવા યોગીપુરુષ આવશ્યક ક્રિયાઓનો પ્રબળ ઉપાય બતાવે છે. ૨. ગુણસ્થાનકોનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં.
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
જ્ઞાનસાર ‘બાહ્ય ક્રિયાકાંડથી કંઈ આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય.” એમ કહેનાર બુદ્ધિશાળીઓ જરા પોતાની બુદ્ધિને ચકાસી જુએ. તેઓ એ તો વિચારે, કે વિષય કષાયમય સાંસારિક ક્રિયાઓ રસપૂર્વક કરી કરીને કેટલું અનાત્મજ્ઞાન દૃઢ ક્યું છે? તેવી રીતે પાપ-નિંદાગર્ભિત, પ્રભુભક્તિયુક્ત, અભિનવ ગુણોની પ્રાપ્તિસ્વરૂપ આવશ્યકાદિ ક્રિયાઓ કરવા દ્વારા આત્મજ્ઞાન દઢ ન થઈ શકે? અવશ્ય થઈ શકે છે. જેમણે પોતાની જિંદગી તર્ક અને યુક્તિના સેંકડો ગ્રંથોના અધ્યયનપરિશીલનમાં વિતાવી દીધી હતી, તેવા ઉપાધ્યાયજી મહારાજના આ વચનને ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આવશ્યકાદિ ક્રિયાઓના મહત્ત્વને હૃદયમાં જચાવવાની અનિવાર્યતા છે, નહિતર પ્રમાદ પરવશતા વધતી જશે.
तपाश्रुतादिना मत्तः क्रियावानपि लिप्यते।
भावनाज्ञानसंपन्नो निष्क्रियोऽपि न लिप्यते ।।५।।८५।। અર્થ : તપ અને શ્રુત આદિથી અભિમાનવાળો ક્રિયાવાન હોય, તો પણ લેપાય છે. ભાવનાજ્ઞાન વડે સંપૂર્ણ ક્રિયારહિત હોય તો પણ લપાતો નથી.
વિવેચન : પ્રતિક્રમણ-પ્રતિલેખનાદિ અનેક ક્રિયાઓ કરવા છતાં, તપજપ અને જ્ઞાન-ધ્યાન વગેરે કરવા છતાં જો એના પર અભિમાન આવ્યું તો પાપ-કર્મથી લેપાયા સમજો! “હું તપસ્વી.. હું વિદ્વાન.. હું ધ્યાની... હું બુદ્ધિશાળી... હું ક્રિયાચુસ્ત’ આ પ્રમાણે પોતાના ઉત્કર્ષનો ખ્યાલ, અભિપ્રાય... એનું નામ અભિમાન. એક બાજુ તપ-ત્યાગ અને શાસ્ત્રાધ્યયન ચાલતું રહે અને બીજી બાજુ એ જ તપ-ત્યાગ અને શાસ્ત્રાધ્યયન પર અભિમાન ઉભરાતું રહે કે જેના દ્વારા અભિમાનને ઓગાળી નાખવાનું છે!
પોતાનો ઉત્કર્ષ અને બીજાનો અપકર્ષ કરી કરીને જીવ આત્માના વિશુદ્ધ અધ્યવસાયોને પ્રજાળી મૂકે છે. આત્મા વિશદ્ધ અધ્યવસાયોની સ્મશાનભૂમિ બની જાય છે... પછી ત્યાં નાચે છે ક્રોધ-અભિમાન, માયા અને લોભના પિશાચો. ત્યાં ડરાવતી હોય છે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની ડાકણો! ત્યાં ઊડતાં રહે છે વિષયવિકારનાં ગીધડાંઓ! પૂજ્ય ઉમાસ્વાતિજી “પ્રશમરતિ'માં સાધક આત્માને પૂછે છે :
लब्ध्वा सर्वं मदहरं तेनैव मदः कथं कार्यः? તપ, ત્યાગ, જ્ઞાન.. વગેરે કે જે મદને હરનારાં સાધનો છે, એના જ દ્વારા કેવી રીતે મદ કરી શકાય?
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
નિર્લેપતા
ધ્યાન રાખો, મદ ક૨વામાં કોઈ લાભ નથી, બલકે બે ભયંકર નુકસાન
થશે :
'केवलमुन्मादः स्वहृदयस्य संसारवृद्धिश्च ।'
હૃદયનો ઉન્માદ અને સંસારની વૃદ્ધિ-આ બે ભયંકર નુકસાન છે. તપ કે શ્રુત, ત્યાં કોઈ બચાવી શકશે નહિ.
તપ, ત્યાગ અને શ્રુતજ્ઞાન દ્વારા ‘ભાવનાજ્ઞાન'ની ભૂમિકાએ પહોંચવાનું છે. સમગ્ર સયિાઓ દ્વારા આત્માને ભાવનાજ્ઞાનથી ભાવિત કરવાનો છે. ભાવનાજ્ઞાનથી ભાવિત થયા પછી કોઈ ક્રિયા ન કરવા છતાં આત્મા કર્મથી લેપાતો નથી.
1
શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાન પછી ભાવનાજ્ઞાનની કક્ષા પ્રાપ્ત થાય છે. ત્યાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનો ભેદ રહેતો નથી. ત્યાં તો હોય છે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનના અભેદની અવર્ણનીય મસ્તી! એ મસ્તીનો કાળ માત્ર અન્તર્મુહૂર્તનો હોય છે. એ કાળમાં બાહ્ય ધર્મક્રિયાઓની આવશ્યકતા રહેતી નથી, છતાં કર્મોથી એ લેપાતો નથી.
પરંતુ જેના શ્રુતજ્ઞાનનું પણ ઠેકાણું નથી, તેવો જીવ જો આવશ્યકાદિ ક્રિયાઓ છોડી દે અને મનમાન્યા ધ્યાનનો આશ્રય લે, તો તેટલા માત્રથી તે કર્મબંધથી બચી શકતો નથી. તેવી રીતે શ્રુતજ્ઞાન પ્રાપ્ત થયા પછી જો અભિમાનાદિ આંતરદોષોને પરવશ પડી જાય તો પણ ભાવનાજ્ઞાનની ભૂમિકાને સ્પર્શી શકતો નથી. માટે તપ, જ્ઞાન વગેરે પ્રાપ્ત થયા પછી નીચે ન પડી જવાય તે માટે નીચેની ભાવનાથી ભાવિત થવું જોઈએ.
* પૂર્વપુરુષ-સિંહોના અપૂર્વ જ્ઞાન-વિજ્ઞાનની આગળ હું તો તુચ્છ છું...શાના પર અભિમાન કરવાં?
* જે તપ અને જ્ઞાનને સહારે મારે તરવાનું છે, તેના દ્વારા જ ડૂબવાનું મારે નથી કરવું.
* શ્રુતજ્ઞાનમાંથી ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન સુધી મારે પહોંચવું છે, તે માટે હું અભિમાનથી દૂર રહીશ.
* ભાવનાજ્ઞાન સુધી પહોંચવા માટે આવશ્યકાદિ ક્રિયાઓનો બહુમાનપૂર્વક આદર કરીશ.
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
જ્ઞાનસાર अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः ।
शुद्धयत्यलिप्तया ज्ञानी क्रियावान् लिप्तया दशा ।।६।१८६।। અર્થ : નિશ્ચયનયથી જીવ કર્મથી બંધાયેલો નથી; પણ વ્યવહારનયથી જીવ કર્મથી બંધાયેલો છે. જ્ઞાનવાળો અલિપ્ત દૃષ્ટિ વડે શુદ્ધ થાય છે, અને ક્રિયાવાળો લિપ્ત દૃષ્ટિથી શુદ્ધ થાય છે.
વિવેચન : “હું મારા શુદ્ધ સ્વભાવમાં અજ્ઞાની નથી. પૂર્ણજ્ઞાની છુંપૂર્ણદર્શી છું...અક્રોધી-અમાની-અમાયી-અલોભી છું....અમોહી છું..અનંત વીર્યશાળી છું...અનામી અને અગુરુલઘુ છું. અણાહારી અને અવેદી છું. મારા સ્વભાવમાં નથી નિદ્રા કે નથી વિકથા, નથી રૂપ કે નથી રંગ. મારું સ્વરૂપ સચિદાનંદમય છે.” આત્માની આ સ્વાભાવિક સ્વભાવદશાના ચિંતન દ્વારા જ્ઞાની પુરુષ શદ્ધ બને છે. આ દષ્ટિ “નિશ્ચયનયની છે. નિશ્ચયનયની દૃષ્ટિથી આત્મા અલિપ્ત છે.
લિપ્તતા “વ્યવહારનયથી છે. “હું અશુદ્ધ પ્રવૃત્તિઓ કરવા દ્વારા બંધનમાં ફસાયેલો છું-લેપાયેલો છું. હવે શુદ્ધ પ્રવૃત્તિ કરીને પૂર્વના કર્મલપનો ક્ષય કરીશ અને નવાં કર્મ નહિ બાંધું. એ રીતે મારા આત્માને શુદ્ધ કરીશ.' આ પ્રમાણે લિપ્તદષ્ટિથી તે આવશ્યકાદિ ક્રિયાઓ કરતો પોતાના આત્માને શુદ્ધ કરે છે.
નિશ્ચયનયની દૃષ્ટિથી શુદ્ધ થવાનું જ્ઞાનયોગી માટે છે. પાપક્રિયાઓમાં રહેલા જીવાત્મા માટે તો વ્યવહારનયનો ક્રિયામાર્ગ જ ઉચિત છે. તેણે પોતાની કર્મમલિન અશદ્ધ અવસ્થાનો ખ્યાલ કરી તે અશુદ્ધિને ટાળવા માટે જિનોક્ત એક-એક સમ્યક ક્રિયાનો આદર કરવો જોઈએ, એને એ રીતે આત્માના શુદ્ધિકરણનો પ્રયોગ કરવો જોઈએ. પાપક્રિયાઓથી જેમ જેમ મુક્ત થતા જવાય, તેમ તેમ નિશ્ચયનયની અલિપ્ત દષ્ટિનું અવલંબન લઈ શુદ્ધ ધ્યાન તરફ વળવું જોઈએ.
ज्ञानक्रियासमावेश: सहैवोन्मीलने द्वयोः ।
भूमिकाभेदतस्त्वत्र भवेदेकैकमुख्यता ।।७।।८७।। અર્થ : બંને દૃષ્ટિ સાથે ઊઘડતાં જ્ઞાન-ક્રિયાની એકતા છે. અહીં જ્ઞાનક્રિયામાં ગુણસ્થાનરૂપ અવસ્થાના ભેદથી એક એકનું મુખ્યપણું હોય, ૩. નિશ્ચયનયનું વિસ્તૃત સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં.. ૪. વ્યવહારનયનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં.
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્લેપતા
૧૧૩ વિવેચન : શુદ્ધ થવા માટે બે દૃષ્ટિ ખૂલવી જોઈએ : લિપ્ત દૃષ્ટિ અને અલિપ્ત દષ્ટિ, જ્યારે બે દૃષ્ટિ સાથે ખૂલે છે, ત્યારે જ્ઞાન અને ક્રિયાનો એકીભાવ થાય છે. ગુણસ્થાનકની ભૂમિકા અનુસાર જ્ઞાન-ક્રિયાની મુખ્યતા રહે છે.
અહીં પહેલી વાત છે. શુદ્ધ થવાની. શુદ્ધ થવાની તમન્ના પ્રગટી જવી જોઈએ. એક યોગી પાસે એક મનુષ્ય ગયો અને પૂછ્યું :
યોગીરાજ! મારે પરમાત્મદર્શન કરવું છે, આપ કરાવશો?' યોગીએ એ મનુષ્ય સામે સૂક્ષ્મ દૃષ્ટિથી જોયું...સહેજ સ્મિત કર્યું અને માણસનો હાથ પકડી યોગી ચાલ્યા. ગામ બહાર એક મોટું સરોવર હતું. યોગીએ માણસ સાથે સરોવરમાં પ્રવેશ કર્યો. છાતી સુધી પાણી આવ્યું પણ યોગી તો આગળ વધ્યા. દાઢી સુધી પાણી આવી ગયું. નાસિકા સુધી આવી ગયું. યોગીરાજે વીજળીવેગે માણસની ગરદન પકડી અને તેને પાણીમાં ડુબાડી દીધો...! એક સેકંડ..બે સેકંડ... પેલો મનુષ્ય પાણીમાં તરફડવા લાગ્યો.. યોગીએ એને એવો દબાવી રાખ્યો હતો કે માણસ પોતાનું માથું બહાર ન કાઢી શકે. પાંચ સેકંડ પછી યોગીએ તેને બહાર ઊંચકી લીધો અને ઉપાડીને બહાર લઈ આવ્યા. પેલો બિચારો તો હેરાન-પરેશાન થઈ ગયો હતો. યોગીએ હસતાં હસતાં કહ્યું :
જ્યારે મેં તને પાણીમાં ડુબાડી દીધો હતો, ત્યારે તું શાને માટે તરફડતો હતો?'
હવા માટે,' માણસે જવાબ આપ્યો. ‘એ તડફડાટ કેવો હતો? “એનાથી વધુ તડફડાટ થતાં પ્રાણપંખેરું ઊડી જાત!'
શું એવો તડફડાટ પરમાત્માનાં દર્શન માટે છે? જે ક્ષણે એવો તડફડાટ અનુભવાશે, બીજી જ ક્ષણે પરમાત્માનાં દર્શન થઈ જશે.'
શુદ્ધ થવા માટે આવી તમન્ના પ્રગટી ગયા પછી, પોતે જે ભૂમિકા પર હોય, તે ભૂમિકા મુજબ જ્ઞાન યા ક્રિયાને મુખ્ય કરે અને શુદ્ધ થવાના પુરુષાર્થમાં લાગી જાય.
ભૂમિકા મુજબ બેમાંથી એકને મુખ્ય કરી શકાય. જ્ઞાનને મુખ્ય કરો અથવા ક્રિયાને મુખ્ય કરો. છઠ્ઠઓ ગુણસ્થાનક સુધી (પ્રમત્ત યતિનું ગુણસ્થાનક) ક્રિયાને મુખ્ય કરવાની છે... પરંતુ ત્યાં જ્ઞાનની સાપેક્ષતા તો રહેવી જ
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
જ્ઞાનસાર
જોઈએ. જ્ઞાનની સાપેક્ષતા એટલે પ્રત્યેક ક્રિયાની પાછળ જ્ઞાનદૃષ્ટિ ખુલ્લી રહેવી જોઈએ. જ્ઞાનની ઉપેક્ષા-અવજ્ઞા ન થવી જોઈએ. વ્યવહારદશામાં ક્રિયાની પ્રધાનતા હોય છે; પરંતુ જો જીવ ત્યાં એકાંત ક્રિયાજડ બની જાય તો આત્મશુદ્ધિ ન થાય; ત્યાં જ્ઞાનદૃષ્ટિ તો રહેવી જ જોઈએ. એવી રીતે ધ્યાનદશામાં જ્ઞાનની મુખ્યતા રહે છે, ત્યાં પણ જો જીવ એકાંત જ્ઞાનજડ બની જાય તો આત્મશુદ્ધિ ન થાય, ત્યાં આવશ્યક ક્રિયાઓ પ્રત્યે આદર રહેવો જ જોઈએ.
વ્યવહારથી તીર્થ (પ્રવચન) રક્ષા થાય છે, નિશ્ચયથી સત્યરક્ષા થાય છે. નિશ્ચય અને વ્યવહાર, બે ચક્રો પર જિનમતનો ૨૫ ગતિશીલ રહે છે. જિનમત દ્વારા આત્મવિશુદ્ધિનો પ્રયોગ કરનાર સાધકે વ્યવહાર અને નિશ્ચય, બંને પ્રત્યે સાપેક્ષષ્ટિ રાખવી જ જોઈએ. સાપેક્ષદષ્ટિ સમ્યગ્દષ્ટિ છે; નિરપેક્ષદષ્ટિ મિથ્યાદષ્ટિ છે.
સાપેક્ષદૃષ્ટિનું ઉદ્ઘાટન થયા પછી જીવાત્મા જ્ઞાન-ક્રિયાનો સુસ્વાદુ સુમેળ સાધે છે. આત્મા પ્રતિસમય વિશુદ્ધ બનતો જાય છે. આત્માની ગુણસમૃદ્ધિ પ્રગટ થતી જાય છે, તેનો આંતર અનુભવ-આંતર આનંદ અનુભવાતો જાય છે. સાપેક્ષદૃષ્ટિમાંથી વરસતું આનંદઅમૃત આત્માને અમર-અક્ષય બનાવી દેવા માટે સમર્થ બને છે. નિરપેક્ષદ્રષ્ટિમાંથી ટપકતું ક્લેશનું ઝેર આત્માને ભીષણ ભવાટવીમાં ભટકાવવા સમર્થ બને છે,
सज्ञानं यदनुष्ठानं न लिप्तं दोषपङ्कतः ।
शुद्धबुद्धस्वभावाय तस्मै भगवते नमः || ८ ||८८ ।।
અર્થ : જ્ઞાનસહિત જેનું ક્રિયારૂપ અનુષ્ઠાન દોષરૂપ કચરાથી લેપાયેલું નથી એવા અને શુદ્ધ-બુદ્ધ જ્ઞાનરૂપ સ્વભાવવાળા તે ભગવંતને નમસ્કાર હો.
વિવેચન : ક્રિયા જ્ઞાનસહિત જોઈએ. ક્રિયાનુષ્ઠાનને દોષનો કાદવ ન લાગવો જોઈએ.
જ્ઞાનપૂર્વક ક્રિયાનુષ્ઠાન એટલે શું? જે ક્રિયાનુષ્ઠાન આપણે કરીએ તેનું સ્વરૂપ, વિધિ અને ફળનું જ્ઞાન આપણને હોવું જોઈએ. આત્મવિશુદ્ધિના એકમાત્ર પવિત્ર ફળની આકાંક્ષાથી પ્રત્યેક ક્રિયાનુષ્ઠાન કરવાનું છે. ‘મારે મારા આત્માની શુદ્ધ-બુદ્ધ અવસ્થા પ્રગટ કરવી છે.'-આ આદર્શ કાયમ માટે સ્પષ્ટ રહેવો જોઈએ. ક્રિયામાં પ્રવૃત્ત થયા પછી એની વિધિનું જ્ઞાન મેળવી લેવું જોઈએ અને એ વિધિપૂર્વક ક્રિયાનુષ્ઠાન કરવું જોઈએ. ક્રિયાનુષ્ઠાનના
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિર્લેપતા
૧૧૫
વિધિ-નિષેધોની જાણકારી ઉપરાંત જિનમતના મોક્ષમાર્ગનું જ્ઞાન પ્રત્યેક મુમુક્ષુ આત્માને હોવું જોઈએ.
ક્રિયાનુષ્ઠાન કરતાં અતિચારોથી અનુષ્ઠાન દૂષિત ન થાય તે માટે પણ જાગૃત્તિ રહેવી જોઈએ. મોહ, અજ્ઞાન, રસ-ઋદ્ધિ અને શાતાગારવ, કષાયો, ઉપસર્ગ-ભીરુતા...ઇન્દ્રિયોના વિષયોનું આકર્ષણ...ઈત્યાદિ દ્વારા અનુષ્ઠાન દૂષિત ન બને તેની પ્રતિપળ સાવધાની રાખવી જોઈએ, આ રીતે દોષરહિત અને સમ્યજ્ઞાનસહિત ક્રિયાનુષ્ઠાનવાળા તથા શુદ્ધ-બુદ્ધ સ્વભાવવાળા ભગવંતને નમસ્કાર હો. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનપૂર્વક અને દોષરહિત ક્રિયાનુષ્ઠાન કરવાથી આત્માનું શુદ્ધ-બુદ્ધ સહજ સ્વરૂપ પ્રગટ થાય છે. જ્ઞાનવિહીન અને દોષ-ભરપૂર ક્રિયાઓ કર્યે જવાથી આત્માનું સહજ સ્વરૂપ પ્રગટ થતું નથી, પણ ઉપરથી મિથ્યાભિમાન પોષાય છે અને ચતુર્ગતિનું પરિભ્રમણ વધે છે. કર્મનિર્લેપ બનવા માટે જ્ઞાન-ક્રિયાનો વિવેકપૂર્ણ એકીભાવ કરવાનો છે.
இரக
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(નિઃસ્પૃહતા)
સ્પૃહાઓ, કામનાઓ અને અભિલાષાઓથી હવે મુક્ત બનશો? એ વિના તમે નિર્લેપ નહિ બની શકો.
પ્રિય આત્મનું! પૃહાઓની ભડભડતી આગમાં તેં કેવી કારમી બળતરાઓ અનુભવી છે? અનંત અનંત જન્મોથ સ્પૃહાઓનાં ઝેર પીધે રાખ્યાં છે...હજું શું તારે એ ઝેર પીવા છે? ના, ના, હવે નિઃસ્પૃહ બની જા. મનમાંથી સ્પૃહાઓને ફેંકી દે, નિઃસ્પૃહ બની જા, તેં નહિ કલ્પલાં સુખ તને આવી મળશે. તેં નહિ અનુભવેલો દિવ્ય આનંદ તે અનુભવીશ.
'
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
નિઃસ્પૃહતા
નિઃસ્પૃહી મહાત્માને આ જગત તૃણ સમાની ન કોઈ ભય કે ન કોઈ ઇચ્છા! પછી એને બોલવાનું જ શું હોય? પછી એને સંકલ્પ-વિકલ્પો પણ શાના હોય? આવો આત્મા મૌન પાળી શકે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિઃસ્પૃહતા
૧૧૭ स्वभावलाभात् किमपि प्राप्तव्यं नावशिष्यते।
इत्यात्मैश्वर्यसम्पन्नो निःस्पृहो जायते मुनिः ।।१।।८९ ।। અર્થ : આત્મસ્વભાવની પ્રાપ્તિથી બીજું કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય બાકી રહેતું નથી; એમ આત્માના ઐશ્વર્યથી યુક્ત સાધુ સ્પૃહારહિત થાય છે.
વિવેચન : “હે આત્મનુ! તારે શું પ્રાપ્ત કરવું છે? શાનાં અરમાન કરીકરીને તું દોડી રહ્યો છે? શાની ઝંખનાઓ નિરંતર તારા અંતઃકરણને કોરી રહી છે? શું તારે સોનું-રૂપું અને રત્નોના ઢગલા જોઈએ છે? શું તારે ગગનચુંબી મહેલાતો જોઈએ છે? શું તારે રૂપસુન્દરીઓનાં વૃન્દમાં મહાલવું છે? શું તારે યશ-કીર્તિનાં સર્વોચ્ચ શિખરો હાંસલ કરવાં છે? ભલા, છોડી દે આ બધા કોડ, આ બધાં કોડ કરવામાં મજા નથી.. શાંતિ નથી... સ્વસ્થતા નથી.
માની લે, કે આ બધું તને મળી ગયું... મળી ગયા પછી તું સુખી બની જઈશ એમ? શું તું એમ માને છે કે એ બધું મળી ગયા પછી સદૈવ તારી પાસે જ રહેશે? એવી મિથ્યા ભ્રમણામાં ન રહીશ. એ બધું જ ચંચળ-અસ્થિર અને વિનાશી છે. ભૂતકાળમાં અનંત વાર એ બધું પ્રાપ્ત કર્યું.. છતાં દરિદ્રનો દરિદ્ર જ રહ્યો! હવે તો એવું પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર, કે એક વાર પ્રાપ્ત કર્યા પછી જાય જ નહિ! જે અવિનાશી છે, જે અક્ષય છે, જે અચલ છે, એ પ્રાપ્ત કરી લે. એ છે સ્વભાવ-આત્માનો.
તું દઢ નિશ્ચય કરી લે : “મારે આત્મસ્વભાવની પ્રાપ્તિ કરવી છે. એ સિવાય મારે કંઈ જોઈતું નથી. વિશ્વસામ્રાજ્યનું ઐશ્વર્ય માટે જોઈતું નથી... મારે તો આત્મસ્વભાવનું ઐશ્વર્ય જોઈએ છે.' આ દઢ નિશ્ચય પર મુનિ નિઃસ્પૃહ બને છે. નિઃસ્પૃહતાની શક્તિથી મુનિ વિશ્વવિજેતા બને છે; વિશ્વનું કોઈ સૌન્દર્ય અને આકર્ષી શકતું નથી, લોભાવી શકતું નથી; અશક્ત બનાવી શકતું નથી. મારે બીજું કંઈ જોઈતું નથી. મારે તો આત્મસ્વભાવ જોઈએ!” આત્મસ્વભાવ સિવાય બીજી કોઈ જ સ્પૃહા જેને નથી, તેનું ઐશ્વર્ય અદ્વિતીય હોય છે.
મહામુનિ વજસ્વામીનાં ચરણોમાં શ્રેષ્ઠી ધનાવહે કરોડો સોનૈયાની થેલીઓ ઠાલવી દીધી... ...રૂપરંભા રુક્મિણીએ પોતાનું રૂપ-યૌવન સમર્પણ કરી દીધું... પરંતુ મહામુનિ તો આત્મસ્વભાવના આકાંક્ષી હતા.. એમને ન હતી. સોનૈયાની સ્પૃહા કે ન હતી રૂપ-યૌવનની કામના. એમના અંતઃકરણને
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર ધનાવહ અને રુક્મિણી આકર્ષી ન શક્યા. હા, મહામુનિએ આત્મસ્વભાવનું એવું ઐશ્વર્ય રુક્મિણીને બતાવી દીધું કે રુક્મિણી સંસારના માયાવી ઐશ્વર્યથી અલિપ્ત બની ગઈ અને આત્મસ્વભાવના ઐશ્વર્યને પ્રાપ્ત કરવા પુરુષાર્થશીલ બની.
આત્મ સ્વભાવનું ઐશ્વર્ય જે મુનિને આકર્ષતું નથી, તે મુનિ પુલનાં અધમ ઐશ્વર્ય તરફ આકર્ષાઈ જાય છે અને મુનિપણાને કલંકિત કરી દે છે. દીનતાની દર્દભરી ચીસો... આત્મપતનના ધ્વંસકારી આઘાતો અને વૈષયિક વલોપાતના ધકકાઓથી તે ઢળી પડે છે. નટડીઓ પાછળની આષાઢાભૂતિની વિવશતા, અરણિક મુનિનું રૂપસુન્દરી પાછળનું ઉદ્દીપ્ત વાસનાઓનું નૃત્ય, સિંહગુફાવાસી મુનિની કોશ્યાવેશ્યા પાછળની સંયમ-વિસ્મૃતિ... આ બધું શું હતું? આત્મસ્વભાવના ઐશ્વર્યની સરાસર વિસ્મૃતિ અને ભૌતિક... પાર્થિવ ઐશ્વર્યની આકાંક્ષાઓ. વૈષયિક ઐશ્વર્યની વાસનાએ અને વિલાસિતાએ એમને અશક્ત કરી મૂક્યા... અશક્ત બનેલા તેઓ વિશ્વના ગુલામ બની ગયા. પુનઃ આત્મસ્વભાવના ઐશ્વર્યનું ભાન થયું અને નિઃસ્પૃહતાની દિવ્યશક્તિ પ્રગટ થઈ ગઈ.. ગુલામી ફગાવી દીધી અને મહારાજા' બની ગયા.
परस्पृहा महादुःखं निःस्पृहत्त्वं महासुखम् ।
एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ।। પરપુગલની સ્પૃહા એ જ મહાદુઃખ છે. નિઃસ્પૃહતામાં મહાસુખ છે. મુનિ જેટલો નિઃસ્પૃહ, તેટલો તે સુખી!
संयोजितकरैः के के प्रार्थ्यन्ते न स्पृहावहैः ।
अमात्रज्ञानपात्रस्य निःस्पृहस्य तृणं जगत् ।।२।।९।। અર્થ : હાથ જોડેલા છે, તેમણે એવા સ્પૃહાવાળા પુરુષો વડે કોણ કોણ પ્રાર્થના કરતા નથી? અપરિમિત જ્ઞાનના પાત્ર એવા નિઃસ્પૃહ મુનિને તો સર્વ જગત તૃતુલ્ય છે.
વિવેચન : સ્પૃહાની સાથે દીનતાની સગાઈ છે. જ્યાં કોઈ પરપુદ્ગલની સ્પૃહા હૃદયમાં આવી, દીનતા એની પાછળ જ પ્રવેશ કરે છે. સ્પૃહા અને દિીનતા અનંતશક્તિસંપન્ન આત્માની શક્તિ હરી લે છે અને ભવની ગલીઓમાં ભટકતો ભોગનો ભિખારી બનાવી દે છે. રાવણના હૃદયમાં પરસ્ત્રીની સ્પૃહા જાગી ગઈ... સીતાનાં ચરણોમાં
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિઃસ્પૃહતા
૧૧૯
દીનતા ક૨વામાં કંઈ બાકી રાખ્યું? હાથ જોડીને દીન શબ્દોમાં તેણે ભોગની ભીખ માંગી...વર્ષો સુધી સીતાની સ્પૃહામાં તે તડપતો રહ્યો અને અંતે એમાં જ નાશ પામ્યો. સ્પૃહાનો એ સ્વભાવ જ છે કે તે જીવ પાસે દીનતા કરાવે, આજીજી કરાવે, પ્રાર્થના-યાચના કરાવે. મુનિ કદી પણ પ૨પદાર્થોની સ્પૃહામાં તણાય નહિ, જે જે મુનિ તણાયા તેમને કેવા દીન-હીન યાચક બનવું પડ્યું તે શું અજાણ્યું છે? વસ્ત્ર-પાત્ર-ઉપધિ-માન-સન્માન...કોઈ ચીજની સ્પૃહા ન જોઈએ. સ્પૃહાની તીવ્રતા થતાં મનુષ્ય પુણ્ય-પાપના ભેદ ભૂલી જાય છે, પોતાનું સ્થાન અને ભૂમિકા ભૂલી જાય છે. ‘હું કોણ? મારાથી આવી રીતે હાથ જોડી શિર ઝુકાવી...દીનતાભર્યા શબ્દોમાં યાચના ન કરાય.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્પૃહારહિત મુનિરાજ જ અનંતજ્ઞાન-કેવળજ્ઞાનને પાત્ર છે. જે અનંતજ્ઞાનનો અધિકારી છે, તે શું પુદ્ગલોની સ્પૃહા કરે? સોનાના ઢગલા એને માટીના ઢેર દેખાય. સુંદરીઓના સમૂહ એને હાડકાં અને માંસના પિંડ દેખાય. જગતને તૃણવત્ ગણી જગતથી નિઃસ્પૃહ રહેનાર યોગી પરમ બ્રહ્મનો આનંદ અનુભવે છે, પરમ આત્મસ્વાતંત્ર્યની મસ્તી અનુભવે છે. આવી નિઃસ્પૃહતા સુધી પહોંચવા માટે નીચેના ઉપાયોનો જીવનમાં પ્રયોગ કરવો જોઈએ : * ‘મારી પાસે બધું જ છે. મારો આત્મા સુખથી પરિપૂર્ણ છે...મારે કોઈ વાતની કમી નથી, જેવું સર્વોત્તમ સુખ મારા આત્મામાં છે, દુનિયામાં તેવું સુખ ક્યાંય નથી... તો પછી એની સ્પૃહા શા માટે કરું?' - આ ભાવનાથી પ્રતિદિન આત્માને ભાવિત કરવો જોઈએ.
* ‘જે પદાર્થની સ્પૃહા કરું છું... મન તેની પાછળ ભટકે છે. પરમાત્મધ્યાનમાં કે શાસ્ત્રસ્વાધ્યાયમાં મન વિક્ષિપ્ત રહે છે... તે પદાર્થ મળવો તો પુણ્યાધીન છે...પુણ્યોદય ન હોય તો ન મળે, પરંતુ એની પાછળ સ્પૃહા કરવાથી મન મિલન બને છે, પાપબંધ થાય છે...માટે એવી પ૨પદાર્થોની સ્પૃહાથી સર્યું...' આ વિચારથી મનનું વલણ ફેરવવું જોઈએ.
-
* ‘જો હું પરપદાર્થોની સ્પૃહા કરીશ તો જેની પાસે એ પદાર્થો હશે તેની મારે ગુલામી કરવી પડશે... એની આગળ દીનતાપૂર્વક યાચના કરવી પડશે... યાચના કરવા છતાં નહિ મળે તો રોષ યા રુદન થશે. મળી જશે તો રાગ અને રિત થશે...! આ બધામાં આત્મા અને પરમાત્માની વિસ્મૃતિ થઈ જશે... તેથી સંયમની આરાધના શિથિલ થઈ જશે અને ભવમાં ભટકવાનું બનશે.’ આ રીતે નુકસાનને વિચારીને સ્પૃહાની વાસના નિર્મૂલ કરવાની.
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
જ્ઞાનસાર છે. જીવનમાં જેમ બને તેમ પરપદાર્થોની આવશ્યકતા ઓછી જ રાખવી. પરપદાર્થોની વિપુલતામાં પોતાની મહત્તા યા મૂલ્યાંકન ન કરવું. પરપદાર્થોની
અલ્પતામાં પોતાની મહત્તા સમજવી. » નિઃસ્પૃહ આત્માઓનો પરિચય વિશેષ રાખવો. નિ:સ્પૃહ યોગીશ્વરોનાં
જીવનચરિત્રોનું વારંવાર પરિશીલન કરવું. એ આવશ્યક પદાર્થો (ગોચરી-પાણી-ઉપથિ-વસ્ત્ર-પાન-વગેરે...) ની પણ
એટલી સ્પૃહા ન કરવી કે જેની પાછળ દીનતા કરવી પડે. કદાચ ન મળે તો તેના વિના ચલાવી લેવાનું તપોબળ કેળવવું જોઈએ, સહનશક્તિ કેળવવી જોઈએ.
छिन्दन्ति ज्ञानदात्रेण स्पृहाविषलतां बुधाः ।
मुखशोषं च मूर्छा च दैन्यं यच्छति यत्फलम् ।।३।।११।। અર્થ : જે લાલસારૂપ વિષલતાનાં ફળ-મુખનું સુકાવું, મૂચ્છ અને દીનતા આપે છે તે સ્પૃહારૂપ વિષવેલીને અધ્યાત્મજ્ઞાની પંડિત પુરુષો જ્ઞાનરૂ૫ દાતરડા વડે છેદે છે.
વિવેચન : અહીં “સ્પૃહા” ને વિષવેલડીની ઉપમા આપવામાં આવી છે. સ્પૃહા એટલે વિષવેલડી. એ વિષવેલડી આત્મભૂમિ પર અનાદિ કાળથી ફાલીફૂલી છે...આત્મભૂમિના પ્રદેશ પ્રદેશે આ વિષવેલાડીઓ જુદાજુદા રંગે ફેલાઈ ગયેલી છે. એ વિષવેલાડીઓ પર ભિન્ન ભિન્ન સ્વાદનાં અને ભિન્ન ભિન્ન રૂપ-રંગવાળાં ફળો આવે છે, પરંતુ તે ફળોનો પ્રભાવ એકસમાન હોય છે. પૌલિક પદાર્થોની સ્પૃહા અહીં અભિપ્રેત છે. અનુકૂળ પદાર્થોની સ્પૃહા જ્યારે જાગે ત્યારે સમજવું કે વિષવેલડી ખીલી ઊઠી! એ સ્પૃહા જ્યારે તીવ્ર બનશે ત્યારે મનુષ્ય વારંવાર મૂછિત બની જશે, મુખ સુકાઈ જશે. ચહેરા પર સફેદાઈ આવી જશે... શબ્દોમાં દીનતા વરતાશે અને જીવનનું આંતરિક પ્રસન્ન સંવેદન લુપ્ત થતું જણાશે. | ઋહા.. ~હાની કોઈ મર્યાદા છે? ના. સ્પૃહાનું વિષ આત્માના પ્રદેશ પ્રદેશ વ્યાપ્ત થઈ ગયું છે. આત્મા વિષમય બની ગયો છે... એક ભયંકર સર્પનું રૂપ તેણે ધારણ કર્યું છે. મનુષ્યદેહધારી ભયાનક સપોનું વિષ સંપૂર્ણ વિશ્વને મૂચ્છિત...નિઃસત્ત્વ અને પામર બનાવી રહ્યું છે. ધન-સંપત્તિની સ્પૃહા, રૂપ-રમણીઓની સ્પૃહા, માન-સન્માન અને ઇજ્જતની સ્પૃહા, રૂપ અને
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિઃસ્પૃહતા
૧૨૧ સૌંદર્યની સ્પૃહા.. બસ, દિન-રાત કોઈને કોઈ સ્પૃહાનું ઝેર.. એ ઝેરના કુવારા ઊડતા જ રહે છે.. પછી સ્વસ્થતા, સાત્ત્વિકતા અને શૌર્ય ક્યાંથી પ્રગટે? છતાં મનુષ્ય સ્પૃહા કરે છે... કર્યું જ જાય છે...! દુ:ખ, ત્રાસ, ખેદ, અશાંતિ વગેરે સેંકડો બૂરાઈઓ પ્રગટ થઈ જવા છતાં એ સ્પૃહા કરવાની આદતને છોડતો નથી! જાણે એણે સમજી લીધું છે કે જીવન સ્પૃહા કર્યા વિના જિવાય જ નહિ; ત્યાં સુધી સ્પૃહી કરવી જ રહી! ભલે અમુક અંશમાં આ વાત સત્ય હોય.
પરંતુ સ્પૃહાની મર્યાદા શું ન થઈ શકે? તીવ્ર સ્પૃહાથી શું જીવ મુક્ત ન થઈ શકે? થઈ શકે. જો તે જ્ઞાનમાર્ગનો સહારો લે, તો વિષયોની લાલસાને તે કાબૂમાં રાખી શકે. જ્ઞાનમાર્ગનો સહારો લેવો એટલે જડ અને ચેતનના ભેદનું યથાર્થ જ્ઞાન હોવું, સ્પૃહાજન્ય અશાંતિની અકળામણ હોવી, સ્પૃહાની પૂર્તિથી પ્રાપ્ત થનાર સુખો પ્રત્યે ઉદાસીનતા હોવી.
હું આત્મા...ચૈતન્યસ્વરૂપ છું...સુખપૂર્ણ છું. મારે અને જડ-પૌદ્ગલિક પદાર્થો વચ્ચે કોઈ સંબંધ નથી. મારે શા માટે એની સ્પૃહા કરવી?”
જડ પદાર્થોની સ્પૃહા કરવા છતાં ચિત્ત અશાંત બને છે. સ્વભાવમાંથી પરભાવમાં જવાય છે. સ્પૃહા કરવા જતાં પદાર્થો જ્યારે મળતા નથી, ત્યારે હિંસા, જૂઠ, ચોરી વગેરે પાપો દ્વારા એ સ્પૃહાને પૂર્ણ કરવાના અધ્યવસાય થાય છે. અશાંતિ તીવ્ર બની જાય છે...માટે એવા જડ પદાર્થોની સ્પૃહાથી સર્યું...”
સ્પૃહા પૂર્ણ થઈ જાય છે તો પ્રાપ્ત થયેલા પદાર્થો પર ગાઢ આસક્તિ થઈ જાય છે; તેના સંરક્ષણ માટે ચિંતાઓ જાગે છે... આત્માના જ્ઞાનાદિ ગુણોની રક્ષા કરવાનું વિસરાઈ જાય છે; અરે, વ્યવહારમાં જરૂરી એવા નીતિ ન્યાયસદાચાર-ઉદારતા વગેરે ગુણો પણ લુપ્ત થઈ જાય છે. વળી, એક સ્પૃહા પૂર્ણ થઈ કે બીજી અનેક સ્પૃહાઓ જાગી જાય છે. અને તે પૂર્ણ કરવા જતાં પૂર્વપ્રાપ્ત સુખનો ઉપભોગ પણ થઈ શકતો નથી...આમ નિરંતર સ્પૃહાઓ જાગ્યા કરે અને જીવ એને પૂર્ણ કરવાની વેઠ કર્યા કરે. ન શાંતિ, ન પ્રસન્નતા અને ન આત્મગુણોનો આવિર્ભાવ.. આ રીતે અનેક જ્ઞાનદૃષ્ટિઓ ખૂલી જાય તો વિષવેલાડીઓ સુકાઈ ગયા વિના ન રહે. માટે અહીં કહ્યું કે જ્ઞાન-રૂપી દાતરડા વડે સ્પૃહારૂપી વિષવેલડીઓને કાપી નાખો!
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
રાનસાર निष्कासनीया विदुषा स्पृहा चित्तगृहाद् बहिः ।
अनात्मरतिचाण्डालीसंगमङ्गीकरोति या ।।४।।९२ ।। અર્થ : વિદ્વાન માટે મનરૂપી ઘરમાંથી તૃષ્ણા બહાર કાઢી મૂકવા યોગ્ય છે, જે તૃષ્ણા આત્માથી ભિન્ન પુદ્ગલમાં રતિરૂપ ચંડાલણીનો સંગ અંગીકાર કરે છે. - વિવેચન : સ્પૃહા અને અનાત્મરતિ, બંનેનો ગાઢ સંબંધ છે. સ્પૃહાને અનાત્મરતિ વિના ન ચાલે અને અનાત્મરતિને સ્પૃહા વિના ન ચાલે! પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ અહીં સ્પૃહાને ઘર બહાર કાઢી મૂકવા સલાહ આપે છે, તેનું કારણ બતાવે છે : સ્પૃહા અનાત્મરતિનો સંગ કરે છે! અર્થાતુ પૃહાને ઘર બહાર કાઢી મૂકવી જોઈએ, કારણ કે તે અનાત્મરતિના સંગે ચઢેલી છે.
સ્પૃહા કહે છે : મારો શો ગુનો છે કે મને ઘર બહાર કાઢી મૂકો છો? ઉપાધ્યાયજી : તું “અનાત્મરતિ ની સંગત કરે છે માટે. સ્પૃહા ! એ તમારું શું બગાડે છે?
ઉપાધ્યાયજી : તમે બંને ભેગાં થઈ “આત્મરતિ’ કે જે અમારા ઘરની રાણી છે, સુશીલ છે, ઘરનો આધાર છે, તેને દુઃખી કરી રહ્યાં છો, તેનું અસ્તિત્વ મિટાવી દેવા ઉતાવળાં થયાં છો. હા, તું અનાત્મરતિનો સંગ છોડી દઈ, આત્મરતિનો સંગ કરી લે તો તું આનંદપૂર્વક અમારા ચિત્ત-મંદિરમાં રહી શકે છે. પરંતુ પેલી ચંડાલણીનો મોહ તારે છોડવો પડશે!
અનાત્મરતિ એટલે જડ રતિ...પુદ્ગલાનંદ, જડ પદાર્થોનું આકર્ષણ થયા પછી એ પદાર્થોમાં જે સુખની કલ્પના થાય છે અને એ કલ્પનામાં જે અનેક પ્રકારની મધુરતાનો ભાસ થાય છે, તે અનાત્મરતિ છે. એ અનાત્મરતિને જો સવિચારોથી...તત્ત્વચિંતનથી રોકવામાં નથી આવતી તો અનાત્મરતિ જે પદાર્થોને લઈને જાગી હોય છે, તે જ પદાર્થો પાછળ સ્પૃહા દોડે છે, અર્થાત્ અનાત્મરતિ જ આગળ વધીને સ્પૃહાનું રૂપ ધારણ કરી લે છે. ત્યારે તે સ્પૃહા આત્મામાં એક વિસ્ફોટ પેદા કરી દે છે.
અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે સ્પૃહાની એકાંત હેયતાનો ઈન્કાર કરી તેની ઉપાદેયતા પણ બતાવી. અનાત્મરતિમાંથી પ્રગટેલી સ્પૃહા હેય છે, આત્મરતિમાંથી પ્રગટેલી સ્પૃહા ઉપાદેય છે!
આત્માના ઉત્થાનની અભિલાષા પ્રગટ થયા પછી સદ્ગુરુની સ્પૃહા જાગે
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિઃસ્પૃહતા
૧૨૩
છે, સમ્યગ્ જ્ઞાનની સ્પૃહા જાગે છે, સંયમનાં ઉપકરણોની સ્પૃહા જાગે છે, સંયમમાં સહાયક સાધુઓની અભિલાષા રહે છે. શાસન રક્ષાની ઈચ્છા રહે છે...સમગ્ર જીવોના કલ્યાણની ભાવના રહે છે... મોક્ષપ્રાપ્તિની ઝંખના જાગે છે... આ બધી સ્પૃહાઓ ઉપાદેય છે, કારણ કે તેના મૂળમાં આત્મરતિ છે.
જેના મૂળમાં અનાત્મરતિ છે, તેવી ઇચ્છાઓ, સ્પૃહાઓ કે અભિલાષાઓ, ભલે તે દેખાવમાં તપ, ત્યાગ અને સંયમની હોય, જ્ઞાન અને ધ્યાનની હોય, ભક્તિ અને સેવાની હોય, પરંતુ તે હેય-ત્યાજ્ય છે. ‘હું તપ કરીશ તો મારું સન્માન થશે... હું જ્ઞાની બનીશ તો મારી પૂજા થશે... હું સેવા-ભક્તિ કરીશ તો મને શાબાશી મળશે...' આવી બધી સ્પૃહાઓના મૂળમાં અનાત્મરતિ છે...માટે તેવી સ્પૃહાઓ ન કરવી જોઈએ; તેવી સ્પૃહાઓને મનમાંથી હાંકી કાઢવી જોઈએ. તે માટે સાધકે કોઈ પણ સ્પૃહા મનમાં જાગતાં એ વિચારવું જોઈએ કે આ સ્પૃહાથી અનાત્મતિ તો પોષાતી નથી ને?’ આત્મસાક્ષીએ આ વિચારવું જોઈએ. જ્યાં સુધી આ વિચારવામાં નહિ આવે, ત્યાં સુધી અનાત્મરતિ-ચંડાલણીના સંગે સ્પૃહા, આત્મઘરને બરબાદ કરી દેશે. ભૂતકાળની બરબાદી પણ આને લીધે જ થઈ છે.
તમારી વિદ્વત્તા... આરાધકતા... સાધકતા આ વાત પર નિર્ભર છે, કે તમે અનાત્મરતિ સમેત સ્પૃહાને મન-ઘરમાંથી બહાર હાંકી કાઢો છો યા નહિ. જો કાઢી મૂકો છો તો જ તમે વિદ્વાન, આરાધક અને સાધક છો... નહિતર નહીં.
स्पृहावन्तो विलोक्यन्ते लघवस्तृणतूलवत् ।
महाश्चर्यं तथाप्येते मज्जन्ति भववारिधौ । । ५ । । ९३ ।।
અર્થ : સ્પૃહાવાળા તણખલા અને આકડાના રૂની પેઠે હલકા દેખાય છે, તો પણ તેઓ સંસારસમુદ્રમાં ડૂબે છે, તે માટે આશ્ચર્ય છે.
વિવેચન : યાચના...ભીખ... એ મનુષ્યનું નૈતિક પતન કરે છે... કોઈ એક વિષયની સ્પૃહા જાગી ગયા પછી તેને પ્રાપ્ત કરવા માટે દીનતા કરવી, ભીખ માંગવી... યાચના કરવી તે સાધનાસંપન્ન સાધુ માટે ઉચિત નથી. અહીં સાધુને ઉદ્દેશીને પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સાધુએ સ્પૃહાવંત ન બનવું જોઈએ.
શ્રી સ્થૂલભદ્રજીની સ્પર્ધા કરવા માટે કોશ્યાના ઘેર જનારા સિંહગુફાવાસી
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
રાનસાર મુનિના જીવનનું પતન કરનાર સ્પૃહાની કાળી કથા શું તમે નથી જાણતા? કોશ્યા જેવી મગધનૃત્યાંગનાની ચિત્રશાળામાં જઈને હું પણ ચાતુર્માસ કરીશ.” આવા મિથ્યા આત્મવિશ્વાસને લઈ તેઓ કોશ્યાના દ્વારે આવ્યા. કશ્યાની કમનીય કોમળ કાયાનું પ્રથમ દર્શન.. કોશ્યાના કંઠના મધુર શબ્દનું પ્રથમ શ્રવણ. બસ, સિંહગુફાવાસીનું સિહત્વ પલાયન થઈ ગયું!... “અનાત્મરતિ” સફાળી જાગી ગઈ...સ્પૃહા તેને સહારે દોડી આવી.. સિંહગુફાવાસી મુનિ કોશ્યાની સુકોમળ કાયાની સ્પૃહાના વિષથી વ્યાપ્ત થઈ ગયા. પ્રગાઢ અરણ્યો પર અને હજારો વન્ય પશુઓ પર આધિપત્ય ધરાવનાર વનરાજોની સામે મહાન સાત્ત્વિક બનીને.. મેરુસદશ નિખૂકંપ બનીને ચાર-ચાર મહિના સુધી દઢ ઊભા રહેનાર મુનિ, કોશ્યાની સામે તણખલાથીય હલકા બની ગયા! આકડાના રૂથી પણ હલકા બની ગયા. ત્યારે જ તો કશ્યાના કટાક્ષના એક વાયુઝપાટામાં મુનિ નેપાળમાં જઈ પડ્યા! કોશ્યાના કટાક્ષનો વાયુ તેમને નેપાળમાં ઉડાડી ગયો, કારણ કે વિષયોની સ્પૃહાએ મુનિમાં રહેલા સંયમદૃઢતાના વજનને તોડી નાખી મુનિને તણખલા જેવા હલકા બનાવી દીધા હતા.
આષાઢાભૂતિના પતનમાં પણ “સ્પૃહાની જ કારમી કરામત કામ કરી ગઈ હતી. “મોદકની સ્પૃહા! ઇન્દ્રિયના વિષયની સ્પૃહા.... એ સ્પૃહા એમને વારંવાર અભિનેતાને ઘેર ખેંચી ગઈ. અભિનેત્રીઓના પરિચયમાં લઈ ગઈ... ~હાએ પોતાનું ક્ષેત્ર વિસ્તાર્યું... મોદકની સ્પૃહાનો વિસ્તાર થયો... મદભરી માનિનીઓની સ્પૃહા જામી ગઈ... સ્પૃહાનો તોફાની વાયુ શરૂ થયો... મુનિ આષાઢાભૂતિનો હલકો થઈ ગયેલો જીવડો ઊડ્યો અને નટડીઓના ઘરમાં જઈ પટકાઈ પડ્યો! એક તણખલાની જેમ સ્પૃહાના વાયુમાં તે ભટકવા લાગ્યો!
ગમે તેવો તોફાની વાયુ મેરુને કંપાવી શકતો નથી...હિમાદ્રિનાં શિખરોને પ્રકમ્પિત કરી શકતો નથી, તેવી રીતે જે મહાત્માઓનો આત્મભાવ મેરુવ નિશ્ચલ હોય છે... સ્પૃહાનો વાયુ તેમને અસ્થિર કરી શકતો નથી. સ્પૃહા તેમના અંતસ્તલમાં પ્રવેશ જ કરી શકતી નથી. હા, સ્પૃહા જો અંતસ્તલમાં પ્રવેશી જાય તો અંદરની લોહશક્તિ સદશ આત્મપરિણતિ નષ્ટ થતાં વાર ન લાગે, અને જ્યાં એ મહાન શક્તિ નષ્ટ થઈ ગઈ, ત્યાં વાયુના સખત સપાટાઓ તેને ક્ષણમાં ભૂશરણ કરી દે.
સ્પૃહાવંત મનુષ્ય “હલકો' બની જાય છે. છતાં એ સંસારસમુદ્રમાં ડૂબી
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિઃસ્પૃહતા
૧૨૫ જાય છે. વાસ્તવમાં હલકો મનુષ્ય તો સમુદ્રને તરી જાય! વળી હલકી ચીજને વાયુ ખેંચી જાય છે, જ્યારે સ્પૃહાવંતને વાયુ ખેંચી જતો નથી! કારણ? સ્પૃહાવંત હલકો વજનથી નહિ, પરંતુ વ્યક્તિત્વથી બની જાય છે. સ્પૃહાવંતને વાય શા માટે લઈ જાય? વાયુ પણ વિચારે છે : “આ ભિખારીને હું લઈ જઈશ તો મારી પાસે વારંવાર ભીખ માગશે.' એટલે એ લઈ જતો નથી.
યાદ રાખો કે સ્પૃહા કરવામાં તમે દુનિયાની નજરે હલકા લાગો છો. એ હલકાઈ તમને ભવસમુદ્રમાં ડુબાડી દેશે.
गौरवं पौरवन्द्यत्वात् प्रकृष्टत्वं प्रतिष्ठया ।
ख्याति जातिगुणात् स्वस्य प्रादुष्कुर्यान्न निस्पृहः ।।६।।९४ ।। અર્થ : સ્પૃહારહિત મુનિ નગરવાસીઓથી વંદન કરવા યોગ્ય હોવાથી મોટાઈને, પ્રતિષ્ઠા વડે સર્વોત્તમપણાને, પોતાના ઉત્તમ જાતિગુણથી પ્રસિદ્ધિને પ્રગટ ન કરે.
વિવેચન : અનાત્મરતિ-પુદ્ગલરતિને જે શ્રમણે તિલાંજલિ આપી દીધી તે શ્રમણ શું પગલભાવો પર રચાયેલા ગૌરવ.... પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિને ચાહે? પોતે તેને પ્રગટ કરે? નગરવાસી મનુષ્યોનાં ભક્તિપૂર્ણ અભિનંદન... રાજા-મહારાજા અને સત્તાધીશ સજ્જનો દ્વારા અપાયેલી વ્યાપક માન્યતા.. ઉત્તમ વંશ...મહાન જાતિ અને વિશાળ કુટુંબ દ્વારા પેદા થતી પ્રસિદ્ધિ... આ બધું મહામના મુનિની દૃષ્ટિમાં કંઈ જ મહત્ત્વ ધરાવતાં નથી, એ બધાં તરફ બ્રહ્મમસ્ત મહાત્માની દૃષ્ટિ નિર્મમ અને નિઃસ્પૃહ હોય છે.
નગરવાસીઓની પ્રશંસા-સ્તવના અને વંદનાના માધ્યમથી મુનિ પોતાનું ગૌરવ માનતો નથી. તેના મન પર તેની કોઈ જ અસર થતી નથી. રાજામહારાજાઓ અને સત્તાધીશોની દુનિયામાં ગવાતી તેની ગુણગાથા પર નિઃસ્પૃહ યોગી પોતાની ઉચ્ચતાનો ખ્યાલ ધરાવતો હોતો નથી. દેશ-દેશાંતરમાં આબાલગોપાલના મુખે લેવાતા તેના નામ પર તેનું હૃદય ખુશી અનુભવતું નથી... આ બધું તેનું મન “પરભાવ-પુદ્ગલભાવ' સમજતું હોય છે. પુદ્ગલ ભાવમાંથી તેનું મન ઊઠી ગયેલું હોય છે, પછી તેમાં આનંદ કેવી રીતે અનુભવે?
અરે, એટલું જ નહિ, દુનિયામાં ફેલાયેલી કીર્તિ-પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિના એ ક્યારેય સ્વ-સુખ માટે, સ્વ-રક્ષા માટે ઉપયોગ પણ કરતા નથી. કારણ કે તે શરીર અને શરીરના સુખથી પણ નિઃસ્પૃહ હોય છે. જ્યારે કંચનપુરનો નરેશ હાથમાં તલવાર લઈ, રોષથી ધમધમતો મહામુનિ ઝાંઝરિયાનો વધ
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨.
જ્ઞાનસાર કરવા માટે દોડી આવ્યો, ત્યારે મહામુનિએ શું કર્યું હતું? શું તેમણે કહ્યું હતું: રાજન, તમે કોનો વધ કરવા આવ્યા છો? તમે મને જાણો છો? પ્રતિષ્ઠાનપુરના મદનબ્રહ્મકુમારને તમે નથી ઓળખતા? તમને ખબર નથી કે કુમારે રાજ્ય ત્યજી શ્રમણપણું સ્વીકાર્યું છે? શું તમે નથી જાણતા કે હું તમારો સાળો છું?”
આ રીતે પોતાનું રાજવંશીપણું પોતાનો ત્યાગ... રાજા સાથેનો સંબંધ.. વગેરે તેમણે કેમ પ્રગટ ન કર્યું? પૂર્ણ સંભવ હતો કે જો આ બધું પ્રગટ કરી દેત તો રાજા તલવાર ત્યજી દઈ મહામુનિનાં ચરણોમાં ઝૂકી પડત. પરંતુ મહામુનિ નિઃસ્પૃહ હતા. તેમણે પરપુદ્ગલભાવોથી પોતાની ઓળખાણ આપવી પસંદ ન કરી, પરંતુ ખોદવામાં આવેલા ખાડામાં ઊભા રહી, રાજાના તલવારના પ્રહારને સહન કરવાનું પસંદ કર્યું... એ રીતે એ નિઃસ્પૃહ મુનિએ સિદ્ધિને પ્રાપ્ત કરી લીધી.
પોતાના મુખે જ પોતાના ગૌરવને ગાવું, પોતાની જ જુબાને પોતાની સમાજ-પ્રતિષ્ઠાની સ્તવના કરવી અને પોતાની જ વાણી દ્વારા પોતાનાં કુળ, વંશ અને નામની જાહેરાત કરવી.... એ નિઃસ્પૃહ મુનિના જીવનમાં ન દેખાય, અને જો દેખાય તો મુનિના જીવનમાંથી નિઃસ્પૃહતા પરવારી ગઈ એમ સમજવું જોઈએ. પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિની સ્પૃહા સાધકને આત્મભાવની પ્રાપ્તિ થવા દેતી નથી.... સાધક, નામનો સાધક રહી જાય છે. સાધકતા મરી પરવારે છે. પ્રતિષ્ઠા-પ્રસિદ્ધિની સ્પૃહા કદી પણ તૃપ્ત થતી નથી. એ વધતી જ જાય છે... જિંદગીના અંતિમ શ્વાસપર્યત એને તૃપ્ત કરવાનો પુરુષાર્થ ચાલુ રહે છે, પરિણામે અનાત્મરતિ દૃઢ બને છે, આત્મા અનાત્મરતિની વાસના લઈ પરલોકે પ્રયાણ કરે છે.
નિઃસ્પૃહ બનવા માટે સ્વ-પ્રતિષ્ઠા અને સ્વ-પ્રસિદ્ધિને પોતાના મુખે પ્રકાશિત ન કરવી, એ એક સુન્દર ઉપાય છે. નિઃસ્પૃહતા માટે આ એક અનિવાર્ય શર્ત પણ છે!
भूशय्या भक्षमशनं जीर्णं वासो गृहं वनम् ।
तथाऽपि निःस्पृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम् ।।७।।९५ ।। અર્થ : સ્પૃહારહિત મુનિને પૃથિવીરૂપ શયા, ભિક્ષાથી મળેલ ભોજન, જૂનું વસ્ત્ર અને અરણ્યરૂપ ઘર છે), તો પણ આશ્ચર્ય છે કે તેમને) ચક્રવર્તીથી પણ અધિક સુખ છે. વિવેચન : નિઃસ્પૃહ મહાત્મા વિશ્વનો સર્વાધિક સુખી મનુષ્ય છે. ભલે તે
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિ:સ્પૃહતા
૧૨૭ ભૂમિ પર શયન કરે, ભલે તે ભિક્ષાવૃત્તિથી ભોજન કરે, ભલે તે જર્જરિત વસ્ત્ર ધારણ કરે અને ભલે તે અરણ્યમાં નિવાસ કરે! છતાં તે સહુ લોકોથી એ મહા સુખી છે કે જેઓ સોનાના પલંગ પર બિછાવેલા મુલાયમ બિછાના પર શયન કરે છે, જેઓ પ્રતિદિન મનમાન્યાં પરસનાં ભોજન કરે છે, જેઓ બહુમૂલ્ય રેશમી, ટેરેલિન અને નાયલોનનાં વસ્ત્ર પહેરે છે અને જેઓ વિશાળ, સંપૂર્ણ અનુકૂળતાવાળા બંગલામાં નિવાસ કરે છે.
કારણ કે નિ:સ્પૃહ યોગી એવું જીવન પસંદ કરે છે કે જેમાં તેને પરપદાર્થોની ઓછામાં ઓછી આવશ્યકતા પડે. પરપદાર્થોની સ્પૃહા જેટલી ઓછી, એટલું જ સુખ વધારે! સૂવા માટે એક પથ્થરની શિલા.. ખાવા માટે એક વાર લૂખું-સૂકું થોડું ભોજન... શરીર ઢાંકવા માટે જીર્ણ-શીર્ણ બે-ત્રણ કપડાંના ટુકડા... રહેવા માટે વિશાળ વન! બસ, યોગીની માયા-મૂડી ગણો તો આટલી. એને કદાચ સ્પૃહા થાય તો આટલી અને ક્યારેક દુ:ખ સતાવી જાય તો આટલી રડી-ખડી સ્પૃહાને કારણે.
બિચારો ચક્રવર્તી! મૂઢ દુનિયા ભલે એને સુખી સમજે, પરંતુ દુનિયામાં સર્વાધિક સ્પૃહાની ભયાનક આગમાં સળગતો ચક્રવર્તી ક્યારેય અંતરાત્માનું સુખ અનુભવી શકતો નથી. તેની પાસે કોઈ સ્વાધીન સુખ હોતું નથી. ભોજન રસોઈયાઓને પરાધીન, વસ્ત્રો નોકરોને આધીન, નાચગાન નૃત્યાંગનાઓને આધીન, ભોગવિલાસ રાણીઓને આધીન... કોઈ પણ સુખ એને જોઈતું હોય તો તેણે બીજાની સામે જોવું પડે. બીજાઓની ખુશી પર એનું સુખ નિર્ભર! છેવટે પુણ્યકર્મને આધીન તો ખરું જ!
પરનિરપેક્ષ સુખનો અનુભવ, એ વાસ્તવિક સુખાનુભવ છે. પરસાપેક્ષા સુખનો અનુભવ, એ ભ્રામક સુખાનુભવ છે. પરસાપેક્ષ સુખ ઈચ્છાનુસાર પ્રાપ્ત થતું નથી, ઈચ્છાનુસાર ટકતું નથી. જીવની ઈચ્છા સુખ છોડવાની ન હોય છતાં એ ચાલ્યું જાય છે.. ત્યારે જીવ અપાર દુઃખ અનુભવે છે.. અને પુનઃ એ સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. એટલું જ નહિ, પણ પરાધીન સુખની સ્પૃહા જ્યારે તીવ્ર બને છે, ત્યારે તે પાપ-પુણ્યના ભેદ ભૂલી જાય છે. એ સુખને મેળવવા તે ઘોર પાપ આચરવા પણ તૈયાર થઈ જાય છે. સીતાના સંભોગનું મેળવવાની તીવ્ર સ્પૃહા રાવણના મનમાં જાગી ગઈ. એ સ્પૃહાએ સીતાનું અપહરણ કરાવ્યું. અંતે લંકાનું પતન અને કરોડો વિદ્યાધરોનો વિનાશ થયો. રાવણ નરકમાં પહોંચી ગયો.
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
જ્ઞાનસાર માલવપતિ મુંજને હાથીના પગ નીચે કચડાઈને મરવું પડ્યું, કોના લીધે? મૃણાલિનીની ખાતર, કે જે સ્વાધીન ન હતી, પરાધીન હતી. એની સ્પૃહા જાગી ગઈ.. દુનિયામાં જે કોઈ પાપ મનુષ્ય આચરી રહ્યો છે, તેના મૂળભૂત કારણ તરીકે પરપદાર્થની સ્પૃહા રહેલી છે. દુનિયામાં પાપાચરણો ઓછાં તો જ થવાનાં, જો મનુષ્ય પરાધીન સુખોની સ્પૃહા ઓછી કરતો જશે. પ્રાપ્ત પુદ્ગલ-સુખો પણ પર-આધીન જ છે, તે પણ વાધીન નથી. તેના પર પણ એવું મમત્વ ન હોવું જોઈએ કે એ સુખો ચાલ્યાં જાય અને મનુષ્ય રડી પડે!
નિઃસ્પૃહ મહાત્મા તે માટે મહા સુખી છે. તેણે પર-આધીન સુખોની સ્પૃહા ત્યજી દીધી હોય છે. કોઈ એવાં સુખ આપવા આવે તો પણ તે સ્વીકારતા નથી. પોતાની પાસે અતિઅલ્પ પર આધીન પદાર્થો હોય છે, તેના પર પણ એ મમત્વ કરતા નથી. એ ચાલ્યાં જાય... અરે, શરીર પણ ચાલ્યું જાય, યોગી સુખનો અનુભવ કરે છે!
परस्पृहा महादुःखं निःस्पृहत्त्वं महासुखम् ।
एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ।।८।।९६ ।। અર્થ : પરની આશા-લાલસા કરવી તે મહા દુઃખ છે અને નિઃસ્પૃહપણું તે મહા સુખ છે, એ સંક્ષેપથી સુખ અને દુઃખનું લક્ષણ કહ્યું છે.
વિવેચનઃ સુખ અને દુઃખની પરિભાષાઓ કરવામાં જો ભૂલ થઈ જાય છે તો મનુષ્ય સુખને દુઃખ માની લે છે, દુઃખને સુખ માની લે છે. પરિણામે અશાંતિ, ક્લેશ અને સંતાપમાં ઉદ્વિગ્ન બની જાય છે. પ્રાયઃ કરીને મનુષ્ય બાહ્ય પદાર્થોના સંયોગ-વિયોગને સુખ-દુઃખ માની લે છે. સુખ-દુઃખ આપનાર તરીકે પણ બાહ્ય દુનિયાના કોઈ જડ, ચેતન પદાર્થને માની રહ્યો છે.. અને તેથી તેના ચિત્તનું સમાધાન થતું નથી. | સુખ અને દુઃખ મનની ધારણાઓ છે, કલ્પનાઓ છે. હજુ બાહ્ય દુનિયાના કોઈ પદાર્થની પ્રાપ્તિ ન થઈ હોય, પરંતુ એની સ્પૃહા જ્યાં જાગી ગઈ, ત્યાં દુઃખનો પ્રારંભ થઈ જાય છે. “જ્યાં જ્યાં પરસ્પૃહા ત્યાં ત્યાં દુઃખ,' “જ્યાં પરસ્પૃહા નહિ ત્યાં દુઃખ નહિ' - આ સિદ્ધાંતમાં નથી આવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવદોષ. મનુષ્ય પોતાના જીવન પર દષ્ટિપાત કરવો જોઈએ. જો એના જીવનમાં કોઈ દુઃખ છે, તો તેણે તપાસવું જોઈએ કે એ દુઃખ ક્યાંથી ૫. જુઓ પરિશિષ્ટ.
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિઃસ્પૃહતા
૧૨૯ ઉત્પન્ન થયું? તેને દેખાશે કે કોઈ જડ, ચેતન પદાર્થની સ્પૃહા તેના ચિત્તમાં રહેલી છે અને તેના પરિણામે તે દુઃખી છે.
ભોગી હો યા યોગી હો, પરપદાર્થની સ્પૃહા જેના હૃદયમાં જાગી તે દુઃખી. પરપદાર્થની સ્પૃહા જેના હૃદયમાંથી દૂર થઈ તે સુખી. કંડરિક મુનિ
ત્યાં સુધી સુખી હતા, જ્યાં સુધી રાજાના ઘરનું ભોજન પ્રિય નહોતું લાગ્યું! રાજાનું ભોજન પ્રિય લાગી ગયું, તેની સ્પૃહા જાગી ગઈ, કે તરત તેમનું મન દુઃખી બની ગયું. તેમણે સાધુ-જીવનનો ત્યાગ કર્યો... સ્પૃહાને પૂર્ણ કરવા જતાં જીવનનો અંત આવી ગયો અને સાતમી નરકના દુઃખમાં તેઓ ધકેલાઈ ગયા. - પરપદાર્થોની હા ન જાગી જાય તે માટે જીવનમાં પરપદાર્થોનો પરિચય ઓછો કરવો જોઈએ. પરપદાર્થો દ્વારા પ્રાપ્ત થતા સુખની કામના ત્યજી દેવી જોઈએ. કારણ કે મનુષ્ય ત્યાં જ લપસી પડે છે...! પરપદાર્થ દ્વારા સુખ મળે છે'- આ કલ્પના એટલી બધી દઢ થઈ ગયેલી છે કે એ પ૨૫દાર્થની નિરંતર ઝંખના કરતો રહે છે અને જેમ જેમ એ પરપદાર્થો એને મળતા જાય છે, તેમ તેમ તેની ઝંખના-સ્પૃહા વધતી જ જાય છે. સાથે સાથે દુઃખ પણ વધતું જાય છે.... છતાં એ સમજી શકતો નથી કે એ દુઃખનું કારણ એની પરપદાર્થની સ્પૃહા જ છે! એ તો માની બેઠો છે કે “મને મારા મનગમતા પદાર્થો નથી મળતા માટે હું દુઃખી છું!” અને આ ધારણા એને એ મનગમતા પદાર્થો મેળવવાના પુરુષાર્થ તરફ પ્રેરે છે... દુ:ખ તેનું દૂર થતું નથી અને આ રીતે જ જીવન પૂર્ણ કરી અનંત વિશ્વમાં ખોવાઈ જાય છે.
“મસુરમ્' - પૂજ્ય ઉપાધ્યાયજીના આ વચન સાથે “ભક્તપરિજ્ઞાપત્રા” સૂત્રનું નિરવેરવો તરફ ઉત્તરમવો' વચન જોડી દઈએ. ‘નિરપેક્ષ આત્મા આ દુસ્તર ભવસમુદ્રને તરી જાય છે.' નિસ્પૃહતાના મહા સુખને અનુભવતો આત્મા દુઃખપૂર્ણ ભવોદધિને તરી જઈ પરમ સુખ... અનંત સુખને પ્રાપ્ત કરે છે..નિઃસ્પૃહતાની આ અંતિમ સિદ્ધિ છે અથવા કહો કે અંતિમ સિદ્ધિનો સીધો... સરળ અને સચોટ માર્ગ પણ નિઃસ્પૃહતા છે.
સ્પૃહા કરી કરીને મેળવેલા સુખ કરતાં સ્પૃહાને ત્યજીત્યજીને મેળવેલું સુખ સ્થાયી, અનુપમ અને નિર્વિકાર હોય છે - આ વાત પર વિશ્વાસ કરી, નિઃસ્પૃહતાના મહામાર્ગે પ્રગતિ કરીએ...
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાન
મૌન ધારણ ક! નિઃસ્પૃહ બની જઈશ એટલે મૌન આવી જ જશે. મૌન રહીશ એટલે સ્પૃહાઓ શમી જશે!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૌનની સાચી પરિભાષા અહીં ગ્રંથકારે આપી છે, એવું મૌન રાખવાનું છે.
હે મુનિ! તારું ચારિત્ર જ મૌન છે! મૌન વિના ચારિત્ર કેવું? પુદ્ગલભાવોમાં મનનું પણ મૌન ધારણ કર. પૌદ્ગલિક વિચારો પણ નથી કરવાના. આવી માનસિક સ્થિતિ સર્જવા માટે આ અષ્ટક ખૂબ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે.
૧૩
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
મૌન
નહીં બોલવારૂપ મૌન તો એકેન્દ્રિયો પણ પાળે! આ તો વિચારોનું મૌન! અશુભઅપવિત્ર વિચારોનું મૌન પાળવાનું. આવું મૌન જે પાળી શકે. તે જ આત્મા વિદ્યાસંપન્ન બની શકે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
૧૩૧
मन्यते यो जगत् तत्त्वं स मुनिः परिकीर्तितः ।
सम्यक्त्वमेव तन्मौनं मौनं सम्यक्त्वमेव वा ।।१।।९७।। અર્થ : જે જગતના સ્વરૂપને જાણે છે તેને મુનિ કહેલ છે, તેથી સમ્યક્ત જ મુનિપણું છે અને મુનિપણું સમ્યક્ત જ છે.
વિવેચન: મોક્ષમાર્ગની આરાધના એટલે મુનિપણાની આરાધના. મોક્ષમાર્ગની આરાધના કરવાની અભિલાષાવાળા જીવાત્માએ મુનિપણાની આરાધના કરવી જોઈએ. મુનિપણાની આરાધના કરવા માટે મુનિપણાનું સ્વરૂપ તેણે યથાર્થ સ્વરૂપે જાણવું જોઈએ કે જે યથાર્થ સ્વરૂપ સર્વજ્ઞ-સર્વદર્શી પરમાત્માએ બતાવેલું છે. મુનિપણાનું યથાર્થ સ્વરૂપ જાણી તે પ્રમાણે શ્રદ્ધા કરવી જોઈએ અને તે પ્રમાણે આચરણ પ્રારંભવું જોઈએ.
અહીં મુનિપણાનું સ્વરૂપ “એવંભૂત' ન દષ્ટિથી બતાવવામાં આવ્યું છે. વિશ્વમાં પ્રત્યેક જડ-ચેતન પદાર્થ અનંતધર્માત્મક હોય છે; અર્થાતું એક વસ્તુમાં અનંત ધર્મો રહેલા હોય છે. એક-એક ધર્મ, વસ્તુનું એક-એક સ્વરૂપ છે. એટલે વસ્તુ એક હોય, છતાં તેનાં સ્વરૂપ અનંત હોય. વસ્તુની પૂર્ણતા તેના અનંત સ્વરૂપના સમૂહરૂપે હોય છે. કોઈ એક સ્વરૂપને લઈને વસ્તુનો વિચાર કરવામાં આવે, ત્યારે તે વિચારને “નયવિચાર' કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં “મુનિ' કે જે એક ચેતન-પદાર્થ છે, તેના અનંત સ્વરૂપોમાંથી એક સ્વરૂપનો વિચાર કરવામાં આવે છે, તે વિચાર “એવંભૂત' નયનો વિચાર છે.
એવભૂત' નય શબ્દ અને અર્થ, બંનેને વિશેષરૂપે જુએ છે. “ઘડો’ એવો શબ્દ અને “ઘડો' એવો પદાર્થ, બંને પ્રત્યે “એવંભૂત' નયની વિશેષ દૃષ્ટિ છે. શબ્દશાસ્ત્રના નિયમ પ્રમાણે શબ્દની જે વ્યુત્પત્તિ થતી હોય, તે વ્યુત્પત્તિસન્દર્શિત પદાર્થ જ વાસ્તવમાં પદાર્થ છે; અને શબ્દ પણ તે જ તાત્ત્વિક છે કે જે તેવા પ્રકારની નિયત ક્રિયામાં પદાર્થને સ્થાપિત કરે છે! એટલે આ નયે ઘડાને ઘડો ત્યારે માન્યો છે કે જ્યારે સ્ત્રી વગેરેના માથા પર તે રહેલો હોય અને પાણી લાવવા-લઈ જવાની ક્રિયા થઈ રહી હોય પાણી લાવવા-લઈ જવાની ક્રિયાના સ્વરૂપમાં “એવંભૂત' નય ઘડાને જુએ છે! અને એ પ્રસિદ્ધ ક્રિયામાં રહેલા ઘડાનો બોધ કરાવનાર તરીકે “ઘડો' શબ્દ આ નયને સંમત છે.
મુનિ' શબ્દની વ્યુત્પત્તિ છે : કન્યતે નીત્તત્ત્વ તો મુનિ ! “મુનિ' એવા ૬. નયોનું સ્વરૂપ પરિશિષ્ટમાં જુઓ.
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
જ્ઞાનસાર શબ્દનો તાત્ત્વિક અર્થ આ છે : “જે જગતના તત્ત્વને જાણે તે મુનિ.' મુનિનાં અનંત સ્વરૂપોમાંથી એક સ્વરૂપને અહીં એવંભૂત-નયષ્ટિથી જોવામાં આવ્યું છે. જગતુ-તત્ત્વને જાણવાના સ્વભાવ-સ્વરૂપે મુનિને અહીં જોવામાં આવ્યા છે. અર્થાત્ જગતુ-તત્ત્વનું પરિજ્ઞાન, મુનિસ્વરૂપનું માધ્યમ બન્યું.
જગત જે સ્વરૂપ છે, તે સ્વરૂપે જ જગતને જાણવું તે જ મુનિપણું છે... અને તે સભ્યત્ત્વ છે, કારણ કે યથાર્થ જગતસ્વરૂપનું જ્ઞાન એ સમકિત છે.
જગતું-તત્ત્વનું જ્ઞાન = સમ્યક્ત. સમ્યક્ત = મુનિપણું. જગતું-તત્ત્વનું જ્ઞાન = મુનિપણું.
मुणी मोणं समायाए धुणे कम्मसरीरगं। पंतं लूहं च सेवन्ति वीश समत्तदंसिणो ।।
• उत्तराध्ययने આવા મુનિપણાને ગ્રહણ કરીને મુનિ કાર્મણ શરીરનો નાશ કરે છે, અર્થાતુ આઠ કર્મોનો ધ્વંસ કરે છે. જ્યારે જગતુ-તત્ત્વના જ્ઞાનરૂપ મુનિમણું આવે છે, ત્યારે તે સમ્યત્ત્વદર્શી વીર પુરુષો લૂખું સૂકું ભોજન કરે છે, કારણ કે તેમને ઇષ્ટ, મિષ્ટ અને પુષ્ટ ભજન પર કોઈ મમત્વ હોતું નથી.
જગતુ-તત્ત્વનું જ્ઞાન, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નન્યદૃષ્ટિથી, દ્રવ્યગુણ અને પર્યાયની શૈલીથી, નિમિત્ત-ઉપાદનની પદ્ધતિથી તથા ઉત્સર્ગ-અપવાદના નિયમોથી હોવું જોઈએ.
आत्माऽऽत्मन्येव यच्छुद्धं जानात्यात्मानमात्मना।
सेयं रत्नत्रये ज्ञप्तिरुच्याचारैकता मुनेः ।।२।।९८ ।। અર્થ : આત્મા આત્માને વિષે કમરહિત આત્માને જે જાણે છે, તે આ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રનમાં, શ્રદ્ધા અને આચારની અભેદ પરિણતિ મુનિને હોય છે.
વિવેચન : આત્મસુખની સ્વાભાવિક સંવેદના માટે જ્ઞાન, શ્રદ્ધા અને આચારની અભેદ પરિણતિ થવી જોઈએ; એ અભેદ પરિણતિનું સ્વરૂપ અને ઉપાય, બંને અહીં બતાવાયા છે.
૭. જુઓ પરિશિષ્ટ.
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
મૌન
* આત્મા
* આત્મામાં જ
* આત્મા વડે
* વિશુદ્ધ આત્માને જાણે.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણનાર આત્મા, જાણે આત્મામાં, જાણે આત્મા વડે, જાણે વિશુદ્ધ આત્માને ત્યારે જ્ઞાન, શ્રદ્ધા અને આચાર એકરસ બની જાય છે. આત્મા સહજ સ્વાભાવિક આનંદથી તરબોળ બની જાય છે. પરપુદ્ગલથી સાવ નિરાળા બની...તદ્દન નિરપેક્ષ બની આત્માએ જાણવાની ક્રિયા કરવાની છે અને તે આત્માને જ જાણવાનો છે! કેવા આત્માને? કર્મોના કાજળથી મુક્ત આત્માને જાણવાનો છે. એવો આત્મા દેખાય કે તેના પર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, નામ; ગોત્ર; વેદનીય અને આયુષ્ય, આ આઠ કર્મોનો લેશ માત્ર પ્રભાવ ન હોય. સંપૂર્ણ સ્વતંત્ર ‘આત્મા'ને જાણવાનો છે. એમાં, એ જાણવાની ક્રિયામાં સહાયતાની જરૂર પડે તો આત્માની સહાયતા લેવાની... આત્મગુણોની સહાયતા લેવાની.
आत्मानमात्मना वेत्ति मोहत्यागाद् यदात्मनि ।
तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् ॥
૧૩૩
હા, જાણવાની ક્રિયામાં બે વાતોનું લક્ષ રાખવું જોઈએ. જ્ઞપરિક્ષા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા આ બે રિજ્ઞાથી આત્માને જાણવાનો છે. શપરિક્ષા આત્માનું સ્વરૂપ બતાવે અને પ્રત્યાખ્યાનપરિક્ષા તેને અનુરૂપ પુરુષાર્થ કરાવે.
તે આત્માને બીજે ક્યાંય જઈને જાણવાનો નથી, આત્મામાં જ જાણવાનો છે. અનંત ગુણ અને પર્યાયવાળા આત્મામાં જ વિશુદ્ધ આત્માને જાણવાનો છે. પરંતુ જાણનાર... જાણવાની અભિલાષા રાખનાર આત્માએ મોહનો ત્યાગ કરવો જોઈએ; તો જ તે આત્મામાં આત્માને જાણી શકે.
For Private And Personal Use Only
કેટલી સ્પષ્ટ, સુંદર અને હૃદયગ્રાહી વાત કહી છે! મોહનો ત્યાગ કરો અને આત્મામાં આત્મા જુઓ! બસ, એ જ તમારું જ્ઞાન છે, એ જ શ્રદ્ધા છે અને એ જ ચારિત્ર છે. શ્રુતજ્ઞાન દ્વારા જ્યાં આત્માએ આત્માને જાણ્યો, ‘અભેદનય’ થી તે શ્રુતર્કવળી બન્યો, કારણ કે આત્મા સર્વજ્ઞાનમય છે!
* જુઓ પરિશિષ્ટ ૧૧.
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૧૩૪
જ આત્મા (મોહત્યાગી) જ આત્માને (સર્વજ્ઞાનમય) આત્મા વડે (શ્રુતજ્ઞાન) આત્મામાં (સર્વગુણ-પર્યાયમય, જાણે.
जो हि सुण्णामिगच्छइ अप्पाणमणं तु केवलं शुद्धं । तं सुअकेवलिमिसिणो भणति लोगप्पदीवयरा ।।
___ - समयप्राभृते જે શ્રુતજ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને જાણે છે, તેને લોકમાં પ્રકાશ કરનારા ઋષિઓ શ્રુતકેવળી કહે છે.”
આત્મા અનાદિ-અનંત, કેવળજ્ઞાન-દર્શનમય, કર્મથી અલિપ્ત, અને અમૂર્ત છે.-આવો નિશ્ચય થાય ત્યારે “હું સાધ્ય-સાધક અને સિદ્ધસ્વરૂપ છું. જ્ઞાનદર્શન અને ચારિત્રાદિ ગુણમય છું.....' એવી અપૂર્વ જ્ઞાનદશા પ્રગટ થાય છે, તે રત્નત્રયીની અભેદપરિણિત છે. તેમાં આત્મસુખની અનુપમ સંવેદના અનુભવાય છે.
चारित्रमात्मचरणाद् ज्ञानं वा दर्शनं मुनेः ।
शुद्धज्ञाननये साध्यं क्रियालाभात् क्रियानये ।।३।।९९ ।। અર્થ : આત્માને વિષે ચાલવાથી ચારિત્ર છે, તે શુદ્ધ જ્ઞાનનયના અભિપ્રાય મુનિને જ્ઞાન અને દર્શન સાધ્ય છે. ક્રિયાનના અભિપ્રાયે જ્ઞાનના ફળરૂપ ક્રિયાના લાભથી સાધ્યરૂપ છે.
વિવેચન : આત્માને વિષે ચાલવું તે ચારિત્ર. મુનિનું સાધ્ય. ધ્યેય... આ ચારિત્ર છે.
આ ચારિત્રનું સ્વરૂપ શુદ્ધ જ્ઞાનનય અને ક્રિયાનયના આધારે અહીં વિચારવામાં આવ્યું છે.
શુદ્ધજ્ઞાન-નય (જ્ઞાનાત) કહે છે : ચારિત્ર બોધસ્વરૂપ છે. આત્મસ્વરૂપનો અવબોધ એ જ ચારિત્ર છે. એનું વિશ્લેષણ આ પ્રમાણે છે : ચારિત્ર -
આત્માને વિષે ચાલવું જ પુદ્ગલભાવોથી નિવૃત્ત થવું.
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મીન
૧૩૫ જ આત્મસ્વરૂપમાં રમણતા કરવી.
આત્મા કે જે અનંતજ્ઞાનરૂપ છે, તેમાં રમણતા કરવી. છે આત્માના જ્ઞાનસ્વરૂપમાં રમણતા. નિષ્કર્ષ આ છે : આત્મજ્ઞાનમાં સ્થિરતા એ જ ચારિત્ર અને ચારિત્ર એટલે આત્મજ્ઞાનમાં રમણતા. જ્ઞાન અને ચારિત્રનો અભેદ છે.
જ્ઞાનનય (જ્ઞાનાત) આત્માના બે જ ગુણ સ્વીકારે છે : જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. ચારિત્ર જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ રૂપ છે. તેનો અભેદ છે. આ વ્યાપારના ભેદથી જ્ઞાન ત્રિરૂપ પણ છે. જ્યાં સુધી વિષયપ્રતિભાસનો વ્યાપાર હોય ત્યાં સુધી જ્ઞાન. જ્યારે આત્મપરિણામનો વ્યાપાર થાય ત્યારે તે જ સમ્યત્વ અને જ્યારે આઅવોનો નિરોધ થવાથી તત્ત્વજ્ઞાનમાં વ્યાપાર થાય ત્યારે તે જ જ્ઞાન ચારિત્ર.
ક્રિયાનનું મંતવ્ય આ પ્રમાણે છે : આત્મસ્વરૂપનું માત્ર જ્ઞાન, એ જ ચારિત્ર અને તે જ સાધ્ય છે, એમ નથી. જીવને આત્માનું જ્ઞાન થયા પછી તદનુરૂપ ક્રિયા. તેના જીવનમાં આવવી જોઈએ.
'ज्ञानस्य फलं विरतिः' 'विरतिफलं आस्रवनिरोधः' 'संवरफलं तपोबलम्'
'तपसो निर्जरा फलं द्रष्टम् મુનિને જે ચારિત્ર સાધ્ય છે; તે માત્ર જ્ઞાનસ્વરૂપ નથી, પરંતુ જ્ઞાનના ફલસ્વરૂપ છે. જ્ઞાનનું ફલ છે વિરતિરૂપ ક્રિયા, આસ્રવનિરોધની ક્રિયા, તપની ક્રિયા અને નિર્જરાની ક્રિયા. આ ક્રિયાની પ્રાપ્તિરૂપ ચારિત્ર મુનિને સાધ્ય છે. આવા સાધ્યની સિદ્ધિ કરવાનો સખત પુરુષાર્થ કરવો જોઈએ. આ રીતે પુરુષાર્થ કરતાં સાધ્યની સિદ્ધિ કરતાં આત્મતત્ત્વ નિરાવરણ-કર્મરહિત પ્રગટ થાય ત્યારે આત્મા જ્ઞાનનયથી સાધ્ય થાય છે.
આત્માને વિષે ચાલ્યા કર, જીવ! મન, વચન અને કાયા સર્વસ્વનો વિનિયોગ આત્મા વિષે કરી દે. આત્માને કેન્દ્રમાં રાખી આત્માના વિશુદ્ધ આત્મસ્વરૂપને ખ્યાલમાં રાખી વિચાર, વાણી અને વર્તનને રાખ. આ જ ચારિત્ર છે, જ્ઞાનનય-જ્ઞાનાદ્વૈતને માન્ય આત્મજ્ઞાનને ઘટમાં રાખી, તે વિશુદ્ધ આત્મજ્ઞાનને પ્રગટ કરવાનો પુરુષાર્થ કર્યો જવો, તે બન્ને નયોનો સમૂહાત્મક ઉપદેશ છે.
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
જ્ઞાનુસાર અનાદિકાળથી પુદ્ગલભાવોની નિયંત્રણાને તોડવા માટે આત્મભાવની રમણતા વધતી જ રહે. તે રમણતા માટે જ્ઞાનદર્શન અને ચારિત્રની આરાધના જ મુનિનું સાધ્ય છે.
यतः प्रवृत्तिर्न मणी लभ्यते वा न तत् फलम् । अतात्त्विकी मणिज्ञप्तिमणिश्रद्धा च सा यथा ।।४11१००।। तथा यतो न शुद्धात्मस्वभावाचरणं भवेत्।
फलं दोषनिवृत्तिर्वा न तज्ज्ञानं न दर्शनम् ।।५।।१०१।। અર્થ : જેમ, જેથી મણિને વિષે પ્રવૃત્તિ ન થાય અથવા પ્રવૃત્તિનું ફળ ન પ્રાપ્ત થાય તે અવાસ્તવિક મણિનું જ્ઞાન અને મણિની શ્રદ્ધા છે. (૧૦૦) તેમ, જેથી શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ અથવા દોષની નિવૃત્તિરૂપ ફળ પ્રાપ્ત ન થાય તે જ્ઞાન નથી અને શ્રદ્ધા નથી. (૧૦૧)
વિવેચનઃ સાચેસાચ જે મણિ નથી, કાચનો ટુકડો છે. તેને મણિ માની લો અને “આ મણિ છે” એવી શ્રદ્ધા પણ કરી લો, તો શું એ માની લીધેલો મણિ સાચા મણિની પ્રવૃત્તિ કરશે? સાચા મણિનું કાર્ય કરશે? અને સાચા મણિ દ્વારા પ્રાપ્ત થતું ફળ પણ શું એ માની લીધેલા મણિ દ્વારા પ્રાપ્ત થાય ખરું? અર્થાત્ જે વસ્તુ મણિનું કાર્ય ન કરે અને મણિથી પ્રાપ્ત થતું ફળ ના મેળવી આપે, તે વસ્તુમાં “આ મણિ છે” એવું જ્ઞાન અને એવી શ્રદ્ધા અતાત્ત્વિકઅસત્ય છે. સાચો મણિ સર્પનું ઝેર ઉતારવાની ક્રિયા કરે છે. શું કાચનો ટુકડો ઝેર ઉતારે ? સાચો મણિ ઝવેરીને વેચો, લાખ રૂપિયાનું ફળ મળે છે; કાચના ટુકડાના લાખ રૂપિયા મળશે?
તેમ જેનાથી શુદ્ધ આત્મસ્વભાવમાં પ્રવૃત્તિ ન થાય અને શુદ્ધ આત્માનું ફળ-દોષનિવૃત્તિ પ્રાપ્ત ન થાય, તેવું જ્ઞાન જ્ઞાન નથી, તેવી શ્રદ્ધા વાસ્તવિક શ્રદ્ધા નથી.
જ્ઞાન અને શ્રદ્ધાની યથાર્થતા માપવાનું કેવું સચોટ યંત્ર અહીં બતાવવામાં આવ્યું છે! શું શુદ્ધ આત્મસ્વભાવની નિકટતા કરનારું-આત્મસ્વભાવને અનુસરનારું આચરણ છે? શું તમારા રાગ-દ્વેષ અને મોહ મંદ-મંદતર થતા જાય છે? જો હા, તો તમારું આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધા યથાર્થ છે, એમ તમારે સમજવું જોઈએ. આચરણમાં વિશુદ્ધ આત્માનું ઓજસ ચમકવું જોઈએ.... કમની કલંકપંક-કાલિમા નહિ... કર્મોના વિચિત્ર પ્રભાવો નહિ.
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોન
૧૩૭ વિશુદ્ધ આત્મા છું...સચ્ચિદાનંદસ્વરૂપ છું...' આવું આત્મજ્ઞાન અને એવી આત્મશ્રદ્ધા જીવાત્માના માનસિક, વાચિક અને કાયિક આચરણને પ્રભાવિત કરે. તેના મનોરથો, કલ્પનાઓ, સ્પૃહાઓ...અભિલાષાઓ પુદ્ગલભાવોથી પરામુખ અને આત્મભાવોને અભિમુખ બની જાય તેની વાણી પરભાવોની નિંદા-પ્રશંસાથી નિવૃત્ત થઈ આત્મભાવની અગમ-અગોચર રહસ્ય-વાર્તાઓ કરતી થઈ જાય. તેનો ઇન્દ્રિય-વ્યાપાર યુગલોના શબ્દરૂપ-રસ-ગંધ અને સ્પર્શનાં સુખ-દુઃખથી નિવૃત્ત બની જાય છે અને આત્માભિવ્યક્તિના પુરુષાર્થમાં વળી જાય છે.
તેવા જ્ઞાન પર અને શ્રદ્ધા પર વિશ્વાસ રાખીને બેસી ન રહેવું જોઈએ કે જે જ્ઞાન-શ્રદ્ધા દ્વારા વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાનો પુરુષાર્થ ન થતો હોય, આત્માના જ્ઞાનાદિ ગુણોમાં રમણતા ન થતી હોય, પુગલ-પ્રેમ પાંગરી રહ્યો હોય, દારુણ દ્વેષ દેહમાં દાહ કરી રહ્યો હોય. મોહનો ગાઢ અંધકાર આત્મામાં છવાઈ રહેલો હોય. જ્ઞાનના તીક્ષ્ણ શસ્ત્રથી પુદ્ગલ-પ્રેમ પાંગરી રહ્યો હોય, દારુણ દ્વેષ દેહમાં દાહ કરી રહ્યો હોય.. મોહનો ગાઢ અંધકાર આત્મામાં છવાઈ રહેલો હોય. જ્ઞાનના તીણ શસ્ત્રથી પુદ્ગલ-પ્રેમના પાંગરેલા વૃક્ષને છેદી નાખવાનું છે. જ્ઞાનના શીતલ જલથી દારુણ દ્વેષની આગને બુઝાવી નાખવાની છે. જ્ઞાનના દિવ્ય પ્રકાશથી મોહના ગાઢ અંધકારને ભેદી નાખવાનો છે. આ બધું જ્ઞાન-શ્રદ્ધાનું ફળ છે.
હૃદયની પવિત્ર વૃત્તિઓ અને વચન-કાયાની વિશુદ્ધ પ્રવૃત્તિઓ-વૃત્તિ અને પ્રવૃત્તિની વિશુદ્ધિ દિન-પ્રતિદિન વધતી જાય, તેનાથી આત્મા એક એકાન્ત સુખનો અનુભવ કરતો જાય છે. મધુરતમ્ શાંતિનો આસ્વાદ કરતો જાય છે. તાત્પર્ય આ છે : એવું જ્ઞાન અને એવી શ્રદ્ધાને હૃદયસ્થ કરવી જોઈએ કે જેનાથી વૃત્તિ અને પ્રવૃત્તિ આત્માભિમુખ બની જાય. દોષોનો હ્રાસ અને ગુણોનો વિકાસ થતો જાય.
यथा शोफस्य पुष्टत्वं यथा वा वध्यमण्डनम् ।
तथा जानन् भवोन्मादमात्मतृप्तो मुनिर्भवेत् ।।६।।१०२ ।। અર્થ : જેમ સોજાના પુષ્ટપણાને અથવા વધ કરવા યોગ્ય પુરુષને કરેણની માળા વગેરેથી શણગારવો તેમ સંસારના ઉન્માદને જાણનાર મુનિ આત્માને વિશે જ સંતુષ્ટ થાય. વિવેચન : કોઈ મનુષ્ય છે, શરીર અશક્ત, સુકલકડી અને પાતળું છે. એ
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
જ્ઞાનસાર પોતાના શરીરને સશક્ત અને પુષ્ટ બનાવવા ચાહે છે; ત્યાં એક દિવસ એના શરીરે સોજા ચઢી આવ્યા....મોં. હાથ...પગ. સૂજી ગયાં. તેનો કોઈ મિત્ર ઘણા દિવસે તેને મળ્યો :
મિત્ર, પહેલાં કરતાં તારું શરીર પુષ્ટ દેખાય છે.” મિત્રના આ કથનનો ઉત્તર એ શું આપે? શું સોજાથી દેખાતી શરીરની પુષ્ટતાને તે યથાર્થ સાચી પુષ્ટતા માની લે? અરે, પુષ્ટતા તો નહિ, તેને તો એ દેખાતી પુષ્ટતા ભયંકર રોગ લાગે છે! દર્દ સમજાય છે, એ એવી પુષ્ટતાને ચાહતો નથી.
કર્મોના ઉદયથી, પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થતી ભૌતિક સંપત્તિ તરફ મુનિની એવી દૃષ્ટિ હોય છે. કર્મજન્ય રૂ૫, સૌંદર્ય, આરોગ્ય. સુડોળતા વગેરે મુદ્દગલભાવો પ્રત્યે મુનિ “આ સાચી પુષ્ટતા નથી, પરંતુ કર્મનો ભયંકર રોગ છે,” એમ સમજતો હોય છે. શરીર પર મમત્વ ધારણ કરનારને “સોજો” રોગ લાગે છે, તેવી રીતે આત્મા પર જેને મમત્વ છે તેને સંપૂર્ણ શરીર જ રોગ લાગે છે. શારીરિક પુષ્ટતા તેને વાસ્તવિક પુષ્ટતા લાગતી નથી.
પ્રાચીનકાળમાં એવો રિવાજ હતો કે જે મનુષ્યને વધની સજા થતી, તેને વધસ્થાને લઈ જતાં શણગારવામાં આવતો, ઢોલ વગાડવામાં આવતો! શું વધ માટે જતા મનુષ્યને એ શણગાર અને વાજિંત્ર સુખ-આનંદ આપતાં હશે? શું એ શણગારને–પુષ્પોની માળા વગેરેને પોતાનો શણગાર સમજી રાજી થતા હશે? ના રે ના, એ શણગાર તેને શણગાર નથી લાગતો.. તેનું હૃદય વધની સજાથી વ્યાકુળ હોય છે.
વસ્ત્રાલંકારો અને માનસન્માન વગેરે પુગલભાવો પ્રત્યે મુનિ તેવો ઉદાસીન હોય. મૃત્યુની નિર્ધારિત સજાને ભોગવવા માટે નિરંતર ચાલી રહેલો મનુષ્ય કેવી રીતે પુગલભાવોમાં રતિ અનુભવી શકે? જો એ પુલભાવોને યથાર્થ રૂપે ઓળખે છે, તો એને સંસારની પુદ્ગલભાવોમાં થતી રમણતા એક પ્રકારની ઘેલછા-ઉન્માદ દેખાય છે.
તેનું લક્ષ નિર્મળ નિષ્કલંક...ચૈતન્યસ્વરૂપ...શુદ્ધ...બુદ્ધ...નિરંજન.. નિરાકાર... એવું આત્મદ્રવ્ય હોય છે. દેહની દેરીમાં બિરાજેલા અનંત જ્ઞાની. અનંત બુદ્ધિશાળ દેવનું યોગી પુરુષો નિરંતર ધ્યાન ધરે છે. એને નમે છે અને સ્તવે છે. એ ધ્યાનમાં, નમનમાં અને સ્તવનામાં તેઓ અદ્ભુત માધુર્યને અનુભવે છે કે જેની આગળ પુદ્ગલ દ્રવ્યના ઉપભોગ નીરસ અને તુચ્છ હોય છે.
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મોન
૧૩૯
આત્મધ્યાનમાં સંતુષ્ટિ થવી જોઈએ. આત્મધ્યાનમાં સંતુષ્ટિ થયા વિના પુદ્ગલભાવોની રમણતા છૂટશે નહિ, મન સંતુષ્ટિ ચાહે છે, એનો એ સ્વભાવ છે. આત્મભાવમાં સંતુષ્ટિ ન થઈ, તો પુદ્ગલભાવોમાં સંતુષ્ટિ અનુભવવા એ દોડવાનું જ! બાળકને ખાવા માટે માતા પૌષ્ટિક ભોજન નહિ આપે તો બાળક માટી ખાઈ જવાનું!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘આત્મતૃપ્તો મુનિર્મવેત્’ મુનિએ આત્મામાં જ તૃપ્ત બનવું જોઈએ. એવા તૃપ્ત બનવું જોઈએ કે સામે પુદ્ગલભાવોનું જરા પણ આકર્ષણ ન રહી શકે. શ્રીરામચંદ્રજી ચારિત્ર લીધા પછી આત્મભાવમાં એવા પરમ તૃપ્ત બની ગયા હતા, કે સીતેન્દ્ર તેમની સામે દિવ્ય ગીતગાન...નાટક અને નૃત્યની મહાન મહેફિલ કરી દીધી... છતાં શ્રીરામચંદ્રજીને એ જરાય અતૃપ્ત ન કરી શકી... એટલું જ નહિ, રામચંદ્રજી ઘાતીકર્મ ખપાવી ત્યાં કેવળજ્ઞાની બની ગયા. सुलभं वागनुच्चारं मीनमेकेन्द्रियेष्वपि ।
पुद्गलेषु अप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् ।। ७ । । १०३ ।।
અર્થ : વાણીના નહિ ઉચ્ચારવારૂપ મૌન એકેન્દ્રિયોમાં પણ સુખેથી પ્રાપ્ત થઈ શકે એવું છે, પરંતુ પુદ્ગલોમાં મન-વચન-કાયાની પ્રવૃત્તિ ન થવી તે શ્રેષ્ઠ મૌન છે.
વિવેચન : ‘મુખેથી માત્ર બોલવું નહિ, શબ્દ-ઉચ્ચારણ કરવું નહિ'મૌનની આટલી જ વ્યાખ્યા પર્યાપ્ત નથી. ‘મૌન' શબ્દ આ અર્થમાં પ્રચલિત છે; લોકો સમજે છે કે ‘મુખેથી બોલવું નહિ તે મૌન' અને આવું મૌન ઘણાં મનુષ્યો ધારણ કરતાં પણ દેખાય છે. પરંતુ અહીં આવા મૌનની મહત્તા બતાવવામાં નથી આવી. ‘મનુષ્ય’ની ભૂમિકાને લક્ષમાં રાખી મૌનની એક મહત્ત્વપૂર્ણ અને સર્વાંગસુંદર પરિભાષા કરવામાં આવી છે.
મુખેથી ન બોલવા-રૂપ મૌન તો પૃથ્વીકાય, અપ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય જેવાં એકેન્દ્રિય જીવોમાં પણ હોય છે. શું તેમનું એ મૌન મોક્ષમાર્ગની આરાધનાનું અંગ બની શકે? શું એ મૌન દ્વારા એકેન્દ્રિય-જીવો કર્મમુક્ત અવસ્થાની નિકટ પહોંચી શકે? ‘મુખેથી ન બોલવું-મૌનનો આટલો જ અર્થ કરી, મનુષ્ય જો મૌન ધારણ કરતો હોય અને તેવા મૌન દ્વારા મોક્ષમાર્ગ પર આગળ વધવાની કલ્પના કરતો હોય, તો તેની કેવી ભ્રમણા કહેવાય?
મૌનની વ્યાપક અને યથાર્થ પરિભાષા કરી, તેવા મૌનનો આશ્રય લેવા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ ઉપદેશ આપે છે.
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૧૪૦.
જ મનનું મૌન. આ વચનનું મૌન.
તનનું મૌન. આત્માથી ભિન્ન અનાત્મભાવ-પોષક પદાર્થોનું ચિંતન ન કરવું. વિચાર ન કરવો-આ છે મનનું મૌન, હિંસા, ચોરી, જૂઠ, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ ઇત્યાદિના અશુભ પાપવિચારોનો ત્યાગ કરવો એ મનનું મૌન છે. પ્રિય પદાર્થનો સંયોગ થાઓ, અપ્રિય પદાર્થનો વિયોગ થાઓ; પ્રિયનો વિરહ ન થાઓ, આપ્રિયનો સંયોગ ન થાઓ...” આવા સંકલ્પવિકલ્પોનો ત્યાગ એ મનનું મૌન છે.
જૂઠાં વચન ન બોલવાં, અપ્રિય અને અહિતકારી વચનો ન બોલવાં, ક્રોધજન્ય, અભિમાનજન્ય, માયાજન્ય અને લોભજન્ય વચનો ન બોલવાં એ વચનનું મૌન છે. પુદ્ગલભાવોની પ્રશંસા અને નિંદા ન કરવી એ વચનનું મૌન છે.
કાયાથી પુદ્ગલભાવ-પોષક પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ તનનું મૌન છે. આ રીતે તન, મન અને વચનનું મૌન યથાર્થ મૌન છે. મૌનનું આ નિષેધાત્મક સ્વરૂપ છે; તેવી રીતે વિધેયાત્મક સ્વરૂપ પણ છે:
મનમાં આત્મભાવપોષક વિચાર કરવા, ક્ષમા-નમ્રતા-સરળતા-નિર્લોભતાની ભાવનાઓ ભાવવી, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ-ત્યાગના મનોરથ કરવા, આત્માના સ્વાભાવિક સ્વરૂપનું ધ્યાન ધરવું... વગેરે મનનું મૌન છે. એવી રીતે વાણીથી આત્મભાવપોષક કથા કરવી. શાસ્ત્રસ્વાધ્યાય અને પરમાત્મહુતિ વગેરે કરવું એ વચનનું મૌન છે. કાયાથી આત્મભાવ તરફ લઈ જનારી ક્રિયાઓ કરવી, તે તનનું મૌન છે.
મન-વચન-કાયાના યોગોની પુદ્ગલભાવોમાં નિવૃત્તિ અને આત્મભાવોમાં પ્રવૃત્તિ એ મુનિનું મૌન છે. એ મૌનને ધારણ કરતો મુનિ મોક્ષમાર્ગ પર આગળ વધતો જાય છે. આ મૌનથી આત્માના પૂર્ણાનન્દની અનુભૂતિ થાય છે. આવા મૌન દ્વારા જ આત્માની અનાદિકાલીન અશુભ વૃત્તિ-પ્રવૃત્તિનો અંત આવી શકે અને શુભ તથા શુદ્ધ વૃત્તિ-પ્રવૃત્તિઓ તરફ આત્મા ગતિ કરી શકે. આવા મૌનનો આદર કરવાની અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સહુને ભલામણ કરે છે.
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
મોન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ज्योतिर्मयीव दीपस्य क्रिया सर्वाऽपि चिन्मयी ।
यस्यानन्यस्वभावस्य तस्य मौनमनुत्तरम् ||८ । । १०४ । ।
૧૪૧
અર્થ : જેમ દીવાની બધીય ક્રિયા (જ્યોતિની ઊંચે-નીચે, આડીઅવળી થવારૂપ ક્રિયા) પ્રકાશમય છે; (તેમ) અન્યસ્વભાવને નહિ પરિણમેલ જે આત્માની સર્વ ક્રિયા જ્ઞાનમય છે, તેનું મુનિપણું સર્વોત્કૃષ્ટ છે.
વિવેચન : મૌનની સર્વોત્કૃષ્ટ કક્ષા બતાવતાં અહીં દીપકની જ્યોતનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. દીપકની જ્યોત ઊંચી જાય, આડી જાય કે નીચે જાય, પરંતુ તે પ્રકાશમય જ રહે છે. તેવી રીતે જ મહાત્માના યોગો પુદ્દગલભાવોથી વિરામ પામેલા હોય છે. તેવા મહાત્માઓની મન, વચન અને કાયાની પ્રત્યેક ક્રિયા જ્ઞાનમય હોય છે. તેમનો સમગ્ર આંતર-બાહ્ય વ્યવહાર જ્ઞાનમય હોય છે. તેમની આહારની ક્રિયા, વિહારની ક્રિયા, શાસ્ત્રસ્વાધ્યાયની ક્રિયા, આત્મધ્યાનની ક્રિયા... પરોપદેશની ક્રિયા... બધું જ જ્ઞાનમય હોય છે.
જ્ઞાનદૃષ્ટિ આસવની ક્રિયાને પણ નિર્જરાની ક્રિયા બનાવી દે છે. જ્ઞાનદષ્ટિ પ્રત્યેક ક્રિયામાં ચૈતન્યનો સંચાર કરે છે. કુરગડુ મુનિ આહારની ક્રિયા કરતા હતા... પરંતુ તે ક્રિયા પર જ્ઞાનદષ્ટિનો પ્રભાવ હતો..ક્રિયા ચૈતન્યમય બની ગઈ... આહાર કરતાં કરતાં આત્મા કેવળજ્ઞાનમય બની ગયો. ગુણસાગર લગ્નની ચોરીમાં લગ્નની ક્રિયા કરી રહ્યા હતા... પરંતુ એ ક્રિયા પર જ્ઞાનદષ્ટિની ઘેરી છાયા હતી... ક્રિયા ચૈતન્યમય બની ગઈ... પરિણામે એ ક્રિયા કરતાં કરતાં વીતરાગ-નિર્મોહી બની ગયા! આષાઢાભૂતિ રંગમંચ પર અભિનયની ક્રિયા કરી રહ્યા હતા...ક્રિયા પર જ્ઞાનદષ્ટિનો તીવ્ર પ્રકાશ પડ્યો... પ્રકાશના દિવ્ય પ્રભાવે ક્રિયામાં ચમત્કાર સર્જી દીધો... કેવળજ્ઞાની ભરતનો અભિનય કરતાં કરતાં આષાઢાભૂતિનો આત્મા કેવળજ્ઞાની બની ગયો.
જ્ઞાનષ્ટિના ચમત્કારોની દુનિયામાં જરા પરિભ્રમણ કરી એ ચમત્કારોનું વૈજ્ઞાનિક મહત્ત્વ સમજવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. જ્ઞાનદૃષ્ટિના પરમાર્થને સમજી, એ જ્ઞાનદૃષ્ટિ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે.
For Private And Personal Use Only
જ્ઞાન હોવું અલગ વાત છે, જ્ઞાનદૃષ્ટિ હોવી જુદી વાત છે. જ્ઞાન હોય છતાં જ્ઞાનદૃષ્ટિ ન હોય તે બને, પણ જ્ઞાનદ્દષ્ટિવાળાને જ્ઞાન અવશ્ય હોય. આજે આપણે જ્ઞાન મેળવવા જરૂર પ્રયત્ન કરીએ છીએ; પરંતુ ‘જ્ઞાનદ્દષ્ટિ'
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
જ્ઞાનસાર માટેના પ્રયત્નમાં આપણે શૂન્ય છીએ. જ્ઞાનવાળાનું પતન થઈ શકે, જ્ઞાનદૃષ્ટિવાળાનું પતન કદી ન થાય...હા, જ્ઞાનદષ્ટિ ખુલ્લી હોવી જોઈએ.
હું શુદ્ધ આત્મદ્રવ્ય છું... પરપુગલોથી હું ભિન્ન છું'-આવું જ્ઞાન માત્ર હોય છે ત્યારે પરપુગલોનાં આકર્ષણ, પરપુગલોનું ગ્રહણ અને ઉપભોગ.. વગેરે પુગલભાવોના ચાળા જીવનમાં ચાલુ રહે છે. પુલનિમિત્તક રાગદ્વેષ અને મોહના કીડા નિરંતર ચિત્તને કોચતા રહે છે. પરંતુ જ્ઞાનદૃષ્ટિ આવ્યા પછી પુગલના ગમે તેવા રૂપ..રસ..ગંધ અને સ્પર્શ આત્મામાં રાગ-દ્વેષ અને મોહ પેદા કરી શક્તો નથી. રાગના સ્થાને વિરાગ, દ્વેષના બદલે કરુણા અને મોહના સ્થાને યથાર્થદર્શિતા આવી જાય છે.
જ્યારે જ્ઞાનદષ્ટિ ખુલ્લી ન હતી ત્યારે જે પુદ્ગલો જીવનમાં રાગ-દ્વેષ અને મોહ પેદા કરતાં હતાં, પરંતુ જ્ઞાનદૃષ્ટિ ખૂલી ગયા પછી તેનાં તે યુગલો સામે આવવા છતાં રાગ-દ્વેષ અને મોહ જાગે નહિ! જ્ઞાનદૃષ્ટિ ખૂલી ગયાની આ નિશાની છે. વિષયોમાં આકર્ષણ-ઉપભોગ અને કષાયોના ઉન્માદા જ્ઞાનદૃષ્ટિવાળા આત્મામાં ન રહે. તેમની પ્રત્યેક ક્રિયા રાગ-દ્વેષ અને મોહનો પ્રભાવોથી મુક્ત બની જાય છે. ક્રિયા તો એકની એક હોય, પરંતુ મોદૃષ્ટિનો પ્રભાવ તે ક્રિયાને ભવપતન તરફ લઈ જાય છે. જ્ઞાનદૃષ્ટિનો પ્રભાવ એ ક્રિયાને ભવવિસર્જન તરફ લઈ જાય છે. જ્ઞાનદષ્ટિવાળા પુદ્ગલ-પરાશમુખ સ્વભાવવાળા આત્માનું મૌન અનુત્તર હોય છે.
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
વિદ્યા
અવિદ્યાનો ત્યાગ અને વિદ્યાનો સ્વીકાર કરતો આત્મા, આત્માને જ સદા અવિનાશી જુએ છે. આવો આત્મા વિવેકસંપન્ન બને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધા
અવિદ્યાના પ્રભાવ નીચે જીવી રહેલા જીવો “વિદ્યાના પરમ તત્ત્વને સમજી શકશે?
જન્મોજન્મની અવિદ્યાની વાસનાથી વાસિત જીવાત્મા કેવાં દારુણ દુઃખો અનુભવે છે!
કરુણાવંત ગ્રંથકાર એ પૌગલિક સુખનાં સાધનો તરફ અભિનવ દૃષ્ટિથી જોવાની પ્રેરણા આપે છે. સાથે સાથે આત્માનું યથાર્થ દર્શન કરવાની સુંદર સૂઝ આપે છે.
વિદ્યા મેળવો, “અવિદ્યામાંથી મુક્ત બનો.
૪S
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
જ્ઞાનસાર नित्यशुच्यात्मताख्यातिरनित्याशुच्यनात्मसु ।
अविद्या तत्त्वधीविद्या योगाचार्यैः प्रकीर्तिता ।।१।।१०५ ।। અર્થ : અનિત્ય, અશુચિ અને આત્માથી ભિન્ન પુદ્ગલાદિમાં નિત્યપણાની, શુચિપણાની અને આત્માપણાની બુદ્ધિ અવિદ્યા કહેવાય) અને તત્ત્વની બુદ્ધિ વિદ્યા, યોગાચાર્યોએ કહી છે.
વિવેચન : જે પગલો અનિત્ય છે, અશુચિ-અપવિત્ર છે અને આત્મતત્ત્વથી ભિન્ન છે, તે પુદ્ગલોને તું નિત્ય પવિત્ર અને આત્માથી અભિન્ન માની રહ્યો છે? તો સમજવું જોઈએ કે “અવિદ્યા' નો તારા પર પ્રબળ પ્રભાવ છે. જ્યાં સુધી પુદ્ગલ દ્રવ્યોને તું નિત્ય, પવિત્ર અને આત્માથી અભિન્ન સમજે છે ત્યાં સુધી તું તત્ત્વજ્ઞાની નથી, આત્મજ્ઞાની નથી, પરંતુ અવિદ્યાથી આવૃત-અજ્ઞાનથી અભિભૂત અને વિવેકરહિત પામર જીવાત્મા છે. પામર જીવાત્માની આ કેવી કરુણાજનક સ્થિતિ છે!
પરસંયોગને તે નિત્ય સમજે છે. અપવિત્ર શરીરને તે પવિત્ર માને છે. જડ-પુદ્ગલ દ્રવ્યોને તે પોતાનાં માને છે! આ “અહંવૃદ્ધિ' અને “મમવૃદ્ધિ' અવિદ્યા છે. મૌનમાં બાધક આ અવિદ્યા છે. મુનિપણાની સાધનામાં અવિદ્યા વિપ્ન છે. જ્યાં સુધી આ વિદ્ગ પર વિજય ન મેળવવામાં આવે, ત્યાં સુધી મુનિપણું સિદ્ધ ન થઈ શકે. અનંત અનંત કાળ કર્મોના ઘોર સીતમ સહન કરવા પડ્યા છે, તેનું કારણ આ અવિદ્યા છે. અનિત્યને નિત્ય, અપવિત્રને પવિત્ર અને ભિન્નને અભિન્ન માનવાની વૃત્તિ અનાદિકાળ-પુરાણી છે. એ વૃત્તિનો વિનાશ કરવો સરળ નથી.. સાથે સાથે કહેવું જોઈએ કે અશક્ય પણ નથી!
આત્માને નિત્ય સમજો,
આત્માને પવિત્ર સમજો. જ આત્મામાં જ “ઉં' બુદ્ધિ કરો.
આ તત્ત્વબુદ્ધિ-વિદ્યા દ્વારા અવિદ્યાનો વિનાશ થઈ શકશે. પરસંયોગને નિત્ય માની લઈ, પરસંયોગમાં રાગી બનનાર જીવ, તે પરસંયોગનો જ્યારે વિયોગ થાય છે, ત્યારે કેવું કરુણ રુદન કરે છે, તે વાત ન સમજાતી હોય તો રામચંદ્રજીના વિરહમાં ઝૂરતી સીતા તરફ દષ્ટિ કરો, સમજાઈ જશે.
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યા
૧૪૫ ગંદકીથી અને રોગોથી ભરેલા શરીરને પવિત્ર માની લઈ, તે શરીર પર ખૂબ પ્રેમ કરનાર મનુષ્ય, જ્યારે એ શરીર પોતાનું પત પ્રકાશે છે, ત્યારે કેવો બ્રાન્ત બની જાય છે, એ વાત પર વિશ્વાસ ન થતો હોય તો સનકુમાર ચક્રવર્તીના ઐતિહાસિક વૃત્તાંતને વાંચો. જડ-ચેતનનો ભેદ નહિ સમજનાર મનુષ્યોની મૂંઝવણના ઉદાહરણ તમે પોતે જ છો! જડ પુદ્ગલના બગડવાસુધરવા પર તમે પોતે કેટલા રાગ-દ્વેષી બની જાઓ છો? કેટલી ચિંતા અનુભવો છો?
જડથી હું જુદો છું, જડ બગડે તેમાં મારું કંઈ બગડતું નથી. જડ સુધરે તેમાં મારું કંઈ સુધરતું નથી' - આ વિચાર-વૃત્તિ રાગ-દ્વેષની ભયંકર સમસ્યાને ઉકેલી શકે છે અને આત્મા સમભાવમાં રહી શકે છે.
પરપુદગલનો સંયોગ અનિત્ય છે. તે સંયોગ પર હું સુખના મિનારા નહિ બાંધું.. તે સંયોગને નિત્ય નહિ માનું. મારો આત્મા જ નિત્ય છે. આ તત્ત્વવૃત્તિ પર સંયોગ-વિયોગમાંથી પેદા થતી વિકલતા-
વિવળતાને દૂર કરી શકે છે અને આત્મા પ્રથમ-સુખ અનુભવી શકે છે.
પવિત્ર એક માત્ર મારો આત્મા છે. શુદ્ધ એક માત્ર મારો આત્મા છે. આ યથાર્થ દર્શન થયા પછી, શરીરને પવિત્ર અને નીરોગી બનાવી રાખવાનો સખત પુરુષાર્થ અને એ પુરુષાર્થમાં મળતી નિષ્ફળતા પર થતો ક્લેશ વગેરે બધું દૂર થઈ જશે. શરીર સાધ્ય નહિ લાગે, સાધન સમજાશે. તેની સાથેનો વ્યવહાર એક સાધન તરીકેનો રહેશે. શરીર ખાતર થતાં અનેક પાપોમાંથી બચી જવાશે.
અવિદ્યાના ગાઢ આવરણને વિદારવાનો પુરુષાર્થ દઢ પ્રણિધાનપૂર્વક આરંભવો જોઈએ. વચ્ચે આવતાં વિક્નોથી ડરીને પાછા ન હટતાં, વિઘ્નો પર વિજય મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ.
यः पश्येत् नित्यमात्मानमनित्यं परसङ्गमम् ।
छलं लब्धुं न शक्नोति तस्य मोहमलिम्लुचः ।।२।।१०६ ।। અર્થ : જે આત્માને સદા અવિનાશી જુએ છે (અને) પર-વસ્તુના સંબંધને વિનશ્વર જુએ છે, તેના છિદ્ર મેળવવાને મોહરૂપ ચોર સમર્થ થતો નથી.
વિવેચનઃ જે મુનિ સદૈવ આત્માને અવિનાશી જુએ છે અને પર-પદાર્થોના સંબંધને વિનાશી જુએ છે, તે મુનિના આત્મપ્રદેશમાં પ્રવેશ કરવા માટે મોહચોરને કોઈ છિદ્ર મળતું નથી.
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
જ્ઞાનસાર અહીં ત્રણ વાતો તરફ આપણું લક્ષ દોરવામાં આવ્યું છે :
આત્માનું અવિનાશી-સ્વરૂપે દર્શન. છે પરપુદ્ગલસંયોગનું વિનાશી-રૂપે દર્શન.
મોહનો આત્મભૂમિમાં અપ્રવેશ. મારક મોહની વિકટ વિટંબણાઓથી જો મન ઉદ્વિગ્ન બન્યું હોય અને એ વિટંબણાઓથી મુક્ત થવાની કામના અદમ્ય ઉલ્લતી હોય તો આ ઉપાયો અદમ્ય કામનાને સફળ બનાવવા સમર્થ છે. હા, મોહને આત્મભૂમિ પર પગ પણ ન મૂકવા દેવાનો સુદઢ સંકલ્પ જોઈશે. મહિના સહારે આનંદ-પ્રમોદ અને ભોગ-વિલાસ અનુભવવાની-ભોગવવાની વૃત્તિઓનું અસાધારણ દમન કરવું જોઈશે. તો જ આત્મા તરફ દૃષ્ટિ જશે અને આત્માનું અવિનાશી સ્વરૂપે જોવામાં આનંદાનુભૂતિ થશે. પરપુગલના સંયોગો વિનાશી-વ્યર્થ સમજાશે.
આત્માનું અવિનાશી-સ્વરૂપે દર્શન કરવાનું છે, તે માત્ર કોઈ એકાદ કલાક માટે કે એકાદ મહિના-વર્ષ માટે નહિ; પરંતુ જ્યારે જ્યારે પોતાના આત્મા તરફ યા બીજાના આત્મા તરફ દૃષ્ટિ જાય, ત્યારે “આ અવિનાશી છે” “એવું સંવેદન થવું જોઈએ. અવિનાશી આત્માનું દર્શન જ્યારે મનમાં સુખદ સંવેદન પેદા કરે, ત્યારે વિનાશી શરીર અને ભૌતિક સંપત્તિના દર્શનમાં નીરસતા અને આકર્ષણહીનતા આવે. અવિનાશી આત્માની પ્રીતિ થઈ ગયા પછી “પરપુદ્ગલના સંયોગ અનિત્ય છે. જે અનિત્ય છે, તેના સંગમથીસંયોગથી શું વિશેષ?' આ દૃષ્ટિ ખૂલે છે. પસંયોગની અનિત્યતાનું દર્શન મન પર એવો પ્રભાવ ઉપસાવે છે કે પસંયોગ કરવામાં, પરસંયોગમાં સુખ અનુભવવામાં કે પરસંયોગના વિયોગમાં...ન આનંદ, ન પ્રમોદ કે ન વિષાદ!
પરસંયોગમાં મોહને આત્મભૂમિમાં પ્રવેશ કરવાનો માર્ગ મળી જાય છે. જ્યાં જીવે પરસંયોગમાંથી સુખની કલ્પના કરી, મોહ આત્મભૂમિમાં પેઠો સમજો! પરસંયોગમાં સુખની કલ્પનાને આમૂલ ઊખેડીને ફેંકી દેવા માટે પરસંયોગ અનિત્ય છે' એવી જ્ઞાનદષ્ટિને ખોલવા અહીં કહેવામાં આવ્યું છે.
આત્મામાં જીવ સુખની કલ્પના નથી કરતો, અનાદિ કાળથી તેણે આત્મામાં સુખનું દર્શન નથી કર્યું, તે જીવ આત્મામાં સુખનું દર્શન કરે તે માટે “આત્મા નિત્ય અવિનાશી છે” એવી તત્ત્વદૃષ્ટિ આપવામાં આવી છે. જ્યાં સુધી આ બંને દૃષ્ટિઓને ખોલવામાં નથી આવી ત્યાં સુધી જ મોહ આત્મભૂમિમાં
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યા
૧૪૭ પ્રવેશી જાય છે અને ભયંકર બરબાદી કરી જાય છે.... અલબત્ત, એ બરબાદી કરવાની સાથે એ ભૂમિના માલિકને થોડી સુખ-સગવડ આપે છે, જેથી એ સુખ-સગવડોના લાલચુ માલિક મોહની સામે જેહાદ ન જગાવે! બળવો ન કરી બેસે! બ્રિટિશરો તરફથી મળતાં માન-સન્માન અને સુખ-સગવડોના લાલચુ દેશદ્રોહીઓ જેવી રીતે ભારતની ભૂમિ પર બ્રિટિશરોને રાજ્ય કરવા દેવાની હિમાયત કરતા હતા, તેવી રીતે જ્યાં સુધી આપણે મોહ તરફથી મળતી સુખ-સગવડો અને માન-સન્માન સ્વીકારતા રહીએ ત્યાં સુધી આપણે આત્મદ્રોહી છીએ... શું આપણે મોહને આપણી આત્મભૂમિ પર રાજ્ય કરવા દેવામાં જો રાજી છીએ તો!
तरङ्गतरलां लक्ष्मीमायुर्वायुवदस्थिरम् ।
अदभ्रधीरनुध्यायेदभ्रवद् भगुरं वपुः ।।३ ।।१०७ ।। અર્થ : નિપુણ બુદ્ધિવાળો લક્ષ્મીને સમુદ્રના તરંગ જેવી ચપળ, આયુષ્યને વાયુના જેવું અસ્થિર, અને શરીરને વાદળાં જેવું વિનશ્વર વિચારે. વિવેચન : + લક્ષ્મી આયુષ્ય આ શરીર
આ ત્રણ તત્ત્વો તરફ જીવાત્માનો જે અનાદિ-દષ્ટિકોણ રહેલો છે, તેનો અંત લાવી એક નવો છતાં યથાર્થ દષ્ટિકોણ અપનાવવા માટે પૂજ્ય ઉપાધ્યાયજી કહી રહ્યા છે. “અવિદ્યા” ના આવરણને ફાડી નાખવા માટે આ નવ્ય દ્રષ્ટિકોણ સમર્થ અને અનિવાર્ય છે, એ વાત સમજવા માટે “અદભ્રબુદ્ધિ' નિપુણ બુદ્ધિનો સહારો લેવા માટે પણ સૂચવ્યું છે.
લક્ષ્મીની લાલસા, જીવન (આયુષ્ય)ની ઝંખના અને શરીરની સ્પૃહાએ જીવાત્માની બુદ્ધિને કંઠિત કરી દીધી છે, જીવાત્માની વિચારશક્તિને ખૂબ સીમિત બનાવી દીધી છે અને જીવની અંતઃચેતનાને ધૂળના ઢેફાં નીચે ભંડારી દીધી છે. લક્ષ્મી, જીવન અને શરીરના ત્રિકોણ' ના વ્યામોહ પર સમગ્ર સંસારની નવલકથા સર્જાયેલી છે. સંસારની નવલકથાનું કોઈ પણ પાનું ખોલીને વાંચો, આ ત્રિકોણ' દેખાઈ પડશે! રાગ અને દ્વેષ, હર્ષ અને વિષાદ, સ્થિતિ અને ગતિ, પુણ્ય અને પાપ, આનંદ અને ઉગ.... આવા સેંકડો કંઢોના કેન્દ્રસ્થાને લક્ષ્મી, જીવન અને શરીરનો 'ત્રિકોણ’ રહેલો છે. આશાના મિનારાઓ અને નિરાશાનાં કબ્રસ્તાનો આ “ત્રિકોણ” પર સર્જાય છે. કહો કે પવિત્ર, ઉદાત્ત આત્માનુલક્ષી અને ભવ્ય ભાવનાઓનું સ્મશાન આ “ત્રિકોણ' છે! આ “અવિદ્યાત્રિકોણને એના વાસ્તવિક સ્વરૂપમાં જોવા
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
જ્ઞાનસાર માટે યથાર્થદર્શી દૃષ્ટિકોણ અપનાવ્યા વિના આત્માની પૂર્ણતા તરફ પ્રયાણ થઈ શકતું નથી. પૂર્ણાનન્દની અનુભૂતિ થઈ શકતી નથી. આ છે યથાર્થ દૃષ્ટિકોણ
લયમી સમુદ્રનાં તરંગો જેવી ચપળ છે. કિ જીવન વાયુ જેવું અસ્થિર છે.
શરીર વાદળાં જેવું ક્ષણભંગુર છે. કોઈ સમુદ્રના શાંત તટ પર બેસી, પૂર્ણિમાની રાત્રિએ, સાગરના ઊછળતા તરંગોમાં લક્ષ્મીની ચપળતાનું દર્શન કરી, લક્ષ્મીની લાલસાને તિલાંજલિ આપી દેજો. કોઈ પહાડના ઊંચા શિખર પર ઊભા રહી, દૃષ્ટિને અનંત આકાશ તરફ સ્થિર કરી, વાયુના સુસવાટાઓમાં જીવનની અસ્થિરતાનું કરુણ સંગીત સાંભળજો.... જીવનની ઝંખનાથી ત્યારે નિવૃત્ત થવાનો દૃઢ સંકલ્પ કરજો. કોઈ વર્ષાકાલમાં... કોઈ વન-નિકુંજમાં આસન લગાવી... આકાશમાં ચઢી આવતાં વાદળોમાં કાયાની ક્ષણભંગુરતાનો ધ્વનિ સાંભળજો... અને? કાયાની સ્પૃહાને ત્યજી દેવાનો ત્યારે મનોનિશ્ચય કરી લેજો.... અવિદ્યાનું અનાદિ આવરણ ચિરાઈ જશે અને વિદ્યાનું અનુપમ સૌન્દર્ય પૂર્ણ બહારમાં પ્રગટ થઈ જશે. “ત્રિકોણ ની દુનિયાથી મુક્ત થઈ તમે તમારી સહજસ્વાધીન જ્ઞાનાદિ લક્ષ્મી, આત્માનું સ્વતંત્ર અનંત જીવન અને અક્ષય આત્મદ્રવ્યની અગમ-અગોચર સૃષ્ટિમાં પહોંચી જશો.
લમી, જીવન અને આયુષ્ય તરફની આ નવીન વિચારપદ્ધતિ કેવી આહ્લાદક અને અંતઃસ્પર્શી છે! કેવું મીઠું આત્મસંવનન અને રોમરાજીને વિકસ્વર કરનારું સ્પંદન જાગ્રત થાય છે! જૂનીપુરાણી.... અનાદિ વિચારધારાની વિક્ષુબ્ધતા, વિવશતા અને વિવેક-વિકલતાનો અહીં સ્પર્શ માત્ર નથી!
शुचीन्यप्यशुचीकर्तुं समर्थेऽशुचिसंभवे ।
देहे जलादिना शौचभ्रमो मूढस्य दारुणः ।।४ ।।१०८।। અર્થ : પવિત્ર પદાર્થને પણ અપવિત્ર કરવા સમર્થ (અને) અપવિત્ર પદાર્થથી ઉત્પન્ન થયેલા એવા શરીરને વિષે પાણી વગેરેથી પવિત્રતાનો ભ્રમ ભયંકર છે.
વિવેચન : શરીરની શુદ્ધિ તરફ ખૂબ ઝૂકી ગયેલા મનુષ્ય જરા સ્વસ્થતાપૂર્વક વિચારવું જોઈએ કે શરીર કેવી રીતે ઉત્પન્ન થાય છે, શામાં ઉત્પન્ન થાય છે અને એ શરીરનો કેવો સ્વભાવ છે.
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિદ્યા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुक्कं पिउणो माऊए सोणियं तदुभयं पि संसठ्ठे । तप्पढमाए जीवो आहारइ तत्थ उप्पन्नो |
૧૪૯
भवभावना
પિતાનું શુક્ર અને માતાનું રુધિર, એ બંનેના સંસર્ગમાંથી શરીરની ઉત્પત્તિ થાય છે. જીવાત્મા ત્યાં આવીને પ્રથમ સમયે જ એ શુક્ર-રુધિરના પુદ્ગલોનો આહાર કરી શરીરનું નિર્માણ કરે છે. આ તો એની ઉત્પત્તિની વાત છે.
એ શરીરનો સ્વભાવ કેવો છે? પવિત્રને અપવિત્ર કરવાનો! શુદ્ધને અશુદ્ધ કરવાનો! સુગંધને દુર્ગંધ કરવાનો! સુંદરને બેડોળ બનાવવાનો! કપૂર, કસ્તૂરી અને ચંદનના વિલેપન કરો. શરીર એ વિલેપનને અલ્પ કાળમાં અપવિત્ર, અશુદ્ધ અને દુર્ગંધમય બનાવી દેશે! સુંદર અને શુદ્ધ વસ્ત્રોથી શરીરને ઢાંકો, પણ અલ્પ સમયમાં શરીર એ વસ્ત્રોને ગંદાં અને અશુદ્ધ બનાવી દેશે. ઠંડાગરમ પાણીના ફુવારા નીચે બેસી, સુગંધભરપૂર સાબુથી સ્નાન કરો, કીમતી અત્તર લગાવી શરીરને મઘમધાયમાન કરી દો... પરં ુ બે-ચાર કલાક વીત્યા, ન વીત્યા, શરીર ત્યાં એના મૂળ સ્વભાવમાં પહોંચી જશે! પસીનાથી અને મેલથી...રોગથી અને વ્યાધિથી કઢંગું બની જશે. શરીરને આ રીતે વારંવાર પાણીથી અને માટીથી પવિત્ર બનાવી દેવાની ભ્રમણા કેવી ભયંકર છે! શરીરની પવિત્રતાને પોતાની પવિત્રતા માની લેવાની વૃત્તિ કેવી હાનિકારક છે, તે વિચારવું જોઈએ.
શરીરને સાધ્ય માની લઈ તેની સાથે જે વર્તન કરવામાં આવે છે તેનું પરિવર્તન થવું જોઈએ. પરંતુ પ્રવૃત્તિના પરિવર્તનમાં વૃત્તિનું પરિવર્તન હોવું જોઈએ. શરીર સાધન છે, સાધ્ય નહિ, શરીર પ્રત્યે એક સાધન તરીકેની વૃત્તિ હોવી જોઈએ, એના સાથેનો વર્તાવ પણ એક સાધન તરીકેનો જોઈએ.
For Private And Personal Use Only
મનુષ્ય-શરી૨ મોક્ષમાર્ગની આરાધના માટે સર્વોત્તમ સાધન છે. એ શરીરની એક-એક ધાતુનો ઉપયોગ, એ શરીરની એક-એક ઇન્દ્રિયનો ઉપયોગ, શરીરના એક-એક સ્પન્દનનો ઉપયોગ, મોક્ષમાર્ગની આરાધના માટે કરવાનો છે. શરીરના સાધન દ્વારા આત્માને પવિત્ર, શુદ્ધ અને ઉજ્જ્વલ કરવાનો છે. દુ:ખદ વાત એ છે કે ભ્રાન્ત મનુષ્ય આત્માને સાધન બનાવી તેના દ્વારા શરીરને શુદ્ધ અને પવિત્ર બનાવવાની ચેષ્ટા કરે છે. શરીરને પવિત્ર બનાવવા એવા એવા ઉપાય યોજે છે કે જેથી આત્મા કર્મમલિન બન્યે જાય છે. સાધ્યનો
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૦.
જ્ઞાનસાર નિર્ણય કરવામાં ગફલત કરી સાધ્યને સાધન માને છે અને સાધનને સાધ્ય સમજી લે છે!
એ ન ભૂલવું જોઈએ કે સાધ્ય આત્મા છે. સાધ્યને જરાય નુકસાન-ક્ષતિ ન પહોંચે એ રીતે સાધન સાથે વ્યવહાર કરવો જોઈએ. અવિદ્યા આ વિવેક કરવા દેતી નથી. અવિદ્યાના પ્રભાવમાં જીવાત્મા શરીર પ્રત્યે જ મમત્વવાળો બને છે, તેનું લક્ષ શરીર જ હોય છે. શરીરને રોજ પાણીથી સ્નાન કરાવશે... શરીર પર કોઈ ડાઘ ન રહી જાય તેની કાળજી રાખશે. શરીર ગંદું ન બની જાય તેની કાળજી રાખશે, શરીર ગંદુ ન બની જાય તેની સાવચેતી રાખશે.... આત્માને તો એ સાવ ભૂલી જ ગયો હોય છે!
કોલસાને પાણીથી કે દૂધથી ગમે તેટલો ધોવામાં આવે તો શું કોલસો સફેદ થાય? તેવી રીતે કાયા કે જે અપવિત્ર તત્ત્વોથી બનેલી છે અને બીજાને અપવિત્ર કરવાના સ્વભાવવાળી છે, તેને તમે ગમે તેટલી પવિત્ર કરવા પ્રયત્ન કરો... તમારો પ્રયત્ન નિષ્ફળ જશે.
या स्नात्वा समताकुण्डे हित्वा कश्मलज मलम् ।
पुनर्न याति मालिन्यं सोऽन्तरात्मा परः शुचिः ।।५।।१०९।। અર્થ : જે સમતારૂપ કુંડમાં સ્નાન કરીને પાપથી ઉત્પન્ન થયેલા મેલને તજીને ફરીથી મલિનપણાને પામતો નથી, તે અંતરાત્મા અત્યંત પવિત્ર છે.
વિવેચન : શું તમારે સ્નાન કરવું જ છે? પવિત્ર બનવું જ છે? તો આવો તમને સ્નાન કરવાનું સુરમ્ય સ્થાન બતાવું. સ્નાન માટેનું શુદ્ધ જળ બતાવું... તમે એક વાર સ્નાન કરો, પુનઃ સ્નાન કરવાની જરૂર નહિ પડે. તમને એવી પવિત્રતા પ્રાપ્ત થશે કે જે સ્થાયી રૂપે રહેનારી હશે.
આ સમતાનો કુંડ છે. કુંડમાં શમરસનું છલોછલ જલ ભરેલું છે. તમે સર્વાગીણ સ્નાન કરો. સ્વચ્છંદ બનીને સ્નાન કરો. તમારા આત્મા પર લાગેલો પાપ-પંક ધોવાઈ જશે. તમારો આત્મા પવિત્ર બની જશે... તમને સમકિતની મહાન પવિત્રતા પ્રાપ્ત થશે.
એક વાર જે આત્માએ સમ્યગુ દર્શન પ્રાપ્ત કરી લીધું, તે આત્મા કમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતો નથી. અંતઃકોડા-કોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિથી વધારે સ્થિતિ બાંધતો નથી. આ જ એની સહજ પવિત્રતા છે.
૮. જુઓ પરિશિષ્ટ.
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિદ્યા
૧૫૧
સમતાનું સ્નાન નિરંતર કરતા રહેવું જોઈએ. સમતાથી સમકિતની ઉજ્વળતા મળે, કે જે ઉજ્વળતા-પવિત્રતા આત્માની છે. સમતારસમાં મજ્જન કરતાં આત્માનો ત્રણ પ્રકારનો મળ નાશ પામે છે :
दशोः स्मरविषं शुष्येत् क्रोधतापः क्षयं व्रजेत् । औद्धत्यमलनाशः स्यात् समतामृतमज्जनात् ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अध्यात्मसार
દૃષ્ટિમાંથી વિષયવાસનાનું ઝે૨ દૂર થઈ જાય છે. ક્રોધનો તપારો શાંત થઈ જાય છે અને ઉદ્ધતાઈ-સ્વચ્છન્દતાનો કચરો ધોવાઈ જાય છે. બસ, સમતાના કુંડમાં સ્નાન કરી લો!
સમતાનો કુંડ કેવો ચમત્કારિક છે! તમને જે કોઈ રોગ હોય, સમતાના કુંડમાં સ્નાન કરી લો; રોગ દૂર થયો સમજો. તમારા જીવનમાં ગમે તેવા આંતરિક દોષ હોય, તમે સમતાકુંડમાં નાહી લો, દોષ ભાગ્યો સમજો! તો, ભરત ચક્રવર્તીના જીવનમાં કયું દુષ્કર તપ હતું? કયો મહાન ત્યાગ હતો? કયાં મહાવ્રતો હતાં? છતાં એમણે આત્માના અનંત દોષો દૂર કર્યા... કેવી રીતે? સમતા કુંડમાં સ્નાન કરીને! પૂજ્ય ઉપાધ્યાયજીએ સ્વરચિત-‘આધ્યાત્મસાર’ માં આ રહસ્ય ખોલ્યું છે :
आश्रित्य समतामेकां निर्वृता भरतादयः । न हि कष्टमनुष्ठानमभूत्तेषां तु किञ्चन ।।
બાહ્ય શરીરને પાણીથી અને માટીથી પવિત્ર કરવાની ઘેલછા દૂર કરી, આત્માને સમતા-જલથી પવિત્ર કરવાનો માર્ગ બતાવી, પૂજ્ય ઉપાધ્યાયજીએ કેવો મહાન ઉપકાર કર્યો છે! બસ, સમતા દ્વારા સકિતની પ્રાપ્તિ થઈ, સમજવું જોઈએ કે 'હું પવિત્ર બન્યો...’ ‘હું પવિત્ર છું.’ આ ખ્યાલ રહે તો શરીરાદિને પવિત્ર કરવાનો વિચાર જાગે નહીં. ‘હું અપવિત્ર ગંદો છું.' આવો ખ્યાલ હોય છે ત્યારે પવિત્ર બનવાની પ્રવૃત્તિ થાય છે.
સમતાને સ્થિર રાખવા માટે જીવોમાં કર્મનિર્મિત વૈવિધ્યનું દર્શન ન કરવું જોઈએ. જેમ જેમ વિશુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન દૃઢ થતું જાય છે તેમ તેમ સમતા સ્થિર અને દૃઢ બનતી જાય છે. સમતાની પવિત્રતાનું સુખ તો એ જ અનુભવી શકે કે જેમણે સમતાને આત્મસાત્ કરી છે. શરીરાદિ પુદ્ગલોમાં આસક્ત જીવાત્મા સમતાના વચનાતીત સુખને ન અનુભવી શકે. શરીરને પવિત્ર બનાવવાની ધૂન જેના પર સવાર થઈ હોય, તેવો જીવ સમતાના
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
જ્ઞાનસાર કુંડમાં નિમજ્જન કરી પરમ આહૂલાદ અને અનુપમ પવિત્રતા ન મેળવી શકે, એ સ્વાભાવિક છે.
आत्मबोधो नवः पाशो देहगेहधनादिषु ।
यः क्षिप्तोऽप्यात्मना तेषु स्वस्य बन्धाय जायते ।।६।।११०।। અર્થ : શરીર, ઘર અને ધનાદિમાં આત્મપણાની બુદ્ધિ તે નવો પાશ છે. શરીરાદિમાં આત્માએ નાખેલો જે પાશ, (તે) પોતાના બંધ માટે થાય છે. વિવેચન : આ શરીર, ઘર, ધન
* આ બધામાં આત્મપણાની બુદ્ધિ; એક અભિનવ અલૌકિક પાશ છે. શરીર, ઘર, ધન આદિ પર, આત્મા પાશ નાખે પરંતુ એ પાશથી બંધાય છે પોતે! વાસ્તવમાં, જેના પર પાશ નાખવામાં આવે તે બંધાવો જોઈએ, પરંતુ અહીં તો પાશ નાખનાર બંધાય છે! માટે પાશ અભિનવ અને અલૌકિક છે!
હું અને મારું આ અવિદ્યા દ્વારા આત્મા બંધાતો જાય છે, આ વાતનું ભાન કરાવતાં અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે સંસારનાં ત્રણ તત્ત્વો તરફ નિર્દેશ કર્યો છે :
શરીરમાં “હું” ઘર-ધનમાં મારું.”
આ “હું” અને “મારું”નો અનાદિકાલીન અહંકાર અને મમકાર (અવિદ્યા) જીવને સંસારમાં ભમાવી રહ્યો છે... કર્મોનાં બંધનોમાં ફસાવી રહ્યો છે... નરક-નિગોદનાં દુઃખોમાં રિબાવી રહ્યો છે. સુખ-દુઃખનાં કંદોમાં ઝુલાવી રહ્યો છે.
શરીર માં “હું” પણાની બુદ્ધિ બહિરાત્મભાવ છે. “સિર્વિહિરાભા’ - શરીરમાં આત્મપણાની બુદ્ધિબહિરાત્મદશા છે. આ દિશામાં વિષયોની લોલુપતા અને કષાયોના કદાગ્રહ સ્વચ્છંદપણે વિલસે છે. તત્ત્વની અશ્રદ્ધા અને ગુણોમાં પ્રય, આ અવસ્થાનાં લક્ષણો છે. આત્મત્વનું અજ્ઞાન બહિરાત્મ-ભાવનું દ્યોતક છે. શ્રી અધ્યાત્મસાર–માં કહ્યું છે :
विषयकषायावेशः तत्त्वाश्रद्धा गुणेषु द्वेषः।
आत्माऽज्ञानं च यदा बाह्यात्मा स्यात् तदा व्यक्तः ।। આ રીતે શરીરમાં અહત્વની બુદ્ધિ કરનાર વિષય-કષાયના આવેશથી
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યા
૧૫૩
પોતાના જ આત્માને કર્મોથી બાંધે છે. તત્ત્વની અશ્રદ્ધાથી અને ગુણોમાં દ્વેષ ધારણ કરવાથી આત્માને કર્મલિપ્ત કરે છે, જે એના પોતાના જ દુઃખ માટે થાય છે.
પોતે કર્મથી બંધાતો જાય છે, છતાં પોતાને ભાન નથી હોતું કે ‘હું બંધાઈ રહ્યો છું.' શું આ જ મોટું આશ્ચર્ય નથી? જ્યાં સુધી આ ભાન ન થાય ત્યાં સુધી કર્મનાં બંધન અકળાવનારાં ન લાગે. જ્યાં સુધી કર્મનાં બંધનોમાં ત્રાસ અને જુલ્મનો અનુભવ ન થાય ત્યાં સુધી એ બંધનોને તોડવાનો પુરુષાર્થ ન થાય... પુરુષાર્થમાં જોમ, ઝડપ અને જયનું લક્ષ ન રહે. મોહમંદરાના પ્યાલા ઠાંસી-ઠાંસીને પીને, નશામાં ચકચૂર બનેલા બહિરાત્મા સામે દર્પણ ધરવામાં આવે છે : ‘તું તારી જાતને જો.’
જો એ દર્પણમાં જોવામાં આવે તો પોતાની જાત કેવી લાગે? અનંત અનંત કર્મોનાં બંધનથી બંધાયેલી... પરાધીન... પરતંત્ર અને સર્વસ્વ હારી ચૂકેલી!
ઘર અને ધન વગેરે પદાર્થોમાં મમત્વની બુદ્ધિ પરાધીનતા, પરતંત્રતામાં વૃદ્ધિ કરે છે. જ્ઞાનાદિ સ્વસંપત્તિને જોવા દેતી નથી અને બાહ્ય ભાવોમાં નાચ નચાવે છે. ‘અહં અને મમ' ના માર્ગે ચાલનારાઓની કેવી દુર્દશા થાય છે, તેનું ભાન કરવા ભૂતકાળનાં પાત્રો તરફ દૃષ્ટિ કરવાની જરૂર છે. ભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીનાં કાળજા કંપાવનારાં વૃત્તાંતો વાંચો. મગધસમ્રાટ કોણિક અને નિકટના ભુતકાળના હિટલરના કરુણ અંતને જુઓ. સેન્ટ હેલિના ટાપુમાં અંતિમ દિવસો ગુજારનાર નેપોલિયનની કહાની સાંભળો.
અહંકાર અને મમકારના આ પાશની પાશવિતા અને ભયંકરતાને સમજી, એ પાશથી મુક્ત થવાનો સખત પુરુષાર્થ કરવો જરૂરી છે.
मिथोयुक्तपदार्थानामसंक्रमचमत्क्रिया ।
चिन्मात्रपरिणामेन विदुषैवानुभूयते ।। ७ । ।१११ ।।
અર્થ : પરસ્પર મળેલા જીવ-પુદ્ગલાદિ પદાર્થોનો ભિન્નતારૂપ ચમત્કાર વિદ્વાનથી જ જ્ઞાનમાત્ર પરિણામ વડે અનુભવાય છે.
વિવેચન : જડ અને ચેતન તત્ત્વોનું અનાદિ-અનંત આ વિશ્વ છે. પ્રત્યેક જડ-ચેતન તત્ત્વનું અસ્તિત્વ સ્વતંત્ર છે અને સ્વરૂપ પણ સ્વતંત્ર છે. પરંતુ જડ-ચેતન તત્ત્વો એકબીજા સાથે ક્ષીર-નીરની જેમ ઓતપ્રોત થઈને રહેલાં છે! તે તત્ત્વોની ભિન્નતા એક માત્ર જ્ઞાનપ્રકાશથી જોઈ શકાય છે.
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
જ્ઞાન સાથે મુખ્યતયા પાંચ દ્રવ્યો (જડ-ચેતન) આ વિશ્વમાં વિદ્યમાન છે :
ધર્માસ્તિકાય; અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય.
આકાશ-દ્રવ્ય આધાર છે, બાકીનાં ચાર દ્રવ્યો આધેય છે, અર્થાતુ આકાશમાં રહે છે. આકાશમાં કોઈ પણ ભાગ એવો નથી કે જ્યાં ચાર દ્રવ્યો ન રહેતાં હોય. અર્થાતુ પાંચેય દ્રવ્યો સાથે રહે છે. છતાં તેમનું અસ્તિત્વ, તેમનું સ્વરૂપ અને તેમનું કાર્ય સ્વતંત્ર રહે છે. એક દ્રવ્યનું અસ્તિત્વ બીજા દ્રવ્યના અસ્તિત્વમાં વિલીન થઈ જતું નથી. એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરતું નથી. ભિન્નતાનો આ ચમત્કાર જ્ઞાન વિના દેખાય તેવો નથી.
દરેક દ્રવ્ય પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે; પોતાના સ્વરૂપને નિરાબાધ રાખે છે અને પોતાનું કાર્ય કર્યું જાય છે. ધર્માસ્તિકાય દ્રવ્ય અરૂપી છે. અનાદિ-અનંત કાળ તેનું અસ્તિત્વ છે. તેનું કાર્ય છે જીવને ગતિ કરવામાં સહાય કરવાનું, અર્થાતુ પ્રત્યેક જીવ હાલી ચાલી શકે છે, તેની પાછળ અદૃશ્ય સહાય “ધર્માસ્તિકાય’ નામના અરૂપી વિશ્વવ્યાપી... અને જડ એવા દ્રવ્યની છે! “અધર્માસ્તિકાય? સ્થિતિમાં સહાયતા કરે છે. અર્થાત્ જીવ એક સ્થાન પર સ્થિર બેસી શકે છે, ઊભો રહી શકે છે, શયન કરી શકે છે, તેની પાછળ અરૂપી વિશ્વવ્યાપી અને જડ અધર્માસ્તિકાયની સહાય છે. “આકાશાસ્તિકાય'નું કામ છે અવકાશ-જગા આપવાનું. પુદ્ગલાસ્તિકાયનું કામ તો સુપ્રસિદ્ધ છે! જે કંઈ આપણને આંખોથી દેખાય છે તે બધું જ પુગલમય છે! પાંચેય દ્રવ્યોમાં માત્ર પુગલ જ રૂપી છે..હાનિ, વૃદ્ધિ અને નિરંતર પરિવર્તન એ પુદ્ગલનું સ્વરૂપ છે. જીવાસ્તિકાયનું સ્વરૂપ છે ચેતના. જ્ઞાનાદિ-સ્વપર્યાયમાં રમણતા એનું કાર્ય છે.
પુગલદ્રવ્યમાં આત્મગુણોનો પ્રવેશ થતો નથી. આત્મામાં પુગલ ગુણોનો પ્રવેશ થતો નથી. અર્થાત્ આત્માના જ્ઞાનાદિ ગુણો પુદ્ગલના ગુણો બનતા નથી. પુદગલનો પૂરણ-ગલન સ્વભાવ આત્માનો સ્વભાવ બનતો નથી. એવી રીતે દ્રવ્યના પર્યાયો પણ સ્વધર્મના પરિણામરૂપે ભિન્ન છે. અલબત્ત, એ એકબીજા સાથે એટલા ઓતપ્રોત હોય છે કે તેનો ભેદ કરવો અશક્ય છે. પરંતુ જ્ઞાની પુરુષ શ્રુતજ્ઞાનના આધારે તેનો ભેદ સમજે છે. | ‘સન્મતિતક માં શ્રી સિદ્ધસેન-દિવાકરે કહ્યું છે :
૯. જુઓ પરિશિષ્ટમાં “પંચાસ્તિકાય”
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યા
૧૫૫ अन्नोन्नाणुययाणं इमं तं च त्ति विभयणमसक्कं ।
जह दुद्धपाणियाणं जावंत विसेसपज्जाया ।।४७ ।। દૂધ અને પાણીની જેમ પરસ્પર ઓતપ્રોત થઈ ગયેલા જીવ અને પુદ્ગલના વિશેષ પર્યાયોમાં “આ જીવ છે અને આ પુદ્ગલ છે”-એવો વિભાગ કરવો અશક્ય છે. તે બંનેના અવિભક્ત પર્યાય સમજવા જોઈએ, આ રીતે શ્રુતજ્ઞાનના આધારે જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન એ વિદ્યા છે.
अविद्यातिमिरध्वंसे दशा विद्याञ्जनस्पृशा।
पश्यन्ति परमात्मानं आत्मन्येव हि योगिनः ।।८।।११२ ।। અર્થ : યોગીઓ, અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થતાં મમત્વબુદ્ધિરૂપ અંજનને સ્પર્શ કરનારી દૃષ્ટિ વડે આત્માને વિષે જ પરમાત્માને જુએ છે.
વિવેચનઃ અવિદ્યાનો અનાદિ અંધકાર દૂર થતાં યોગીની દૃષ્ટિમાં તત્ત્વજ્ઞાનનું અંજન દેખાય છે, એ અંજન-અંચિત દૃષ્ટિથી અંતરાત્મામાં તે જુએ છે. ત્યાં તે મહાયોગીને કોનું દર્શન થાય છે? સચ્ચિદાનન્દમય પરમાત્માનું તે મહાયોગી સચ્ચિદાનન્દની પૂર્ણ મસ્તીમાં ડોલી ઊઠે છે... જન્મજન્માન્તરના મહાન સંઘર્ષના અંતે પ્રાપ્ત થયેલી અપૂર્વ, અદૂભુત અને કલ્પનાતીત સફળતાથી તેનું હૃદય પૂર્ણાનન્દી બની જાય છે.
અવિદ્યાનો નાશ. આ તત્ત્વ દૃષ્ટિનું અંજન. આ અંતરાત્મામાં પરમાત્મ-દર્શન. પરમાત્મ-દર્શનની પાર્શ્વ-ભૂમિકામાં બે વાત રહેલી છે, જે બે વાતોને આ સંપૂર્ણ અષ્ટકમાં છણવામાં આવી છે. અવિદ્યાનો નાશ કરો અને તત્ત્વબુદ્ધિનું અંજન કરો!
ગુણસ્થાનકના માધ્યમથી આ ક્રમિક વિકાસને વિચારીએ. અવિદ્યાનો અંધકાર પહેલા ગુણસ્થાનકે હોય છે. એ અંધકારથી આવૃત જીવાત્માને બાહ્યાત્મા’ કહેવાય છે. ચોથા ગુણસ્થાનકે એ અંધકારનો વિલય થાય છે અને “તત્ત્વબુદ્ધિ' (વિદ્યા) નો સૂર્યોદય થાય છે. બારમા ગુણસ્થાનક સુધી તત્ત્વબુદ્ધિ વિકસતી જાય છે. આ તત્ત્વબુદ્ધિવાળા જીવાત્માને “અંતરાત્મા” કહેવામાં આવે છે. તેરમા અને ચૌદમાં ગુણસ્થાનકે એ જ અંતરાત્મા’ પરમાત્મા બની જાય છે.
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
જ્ઞાનસાર - આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે બાહ્યાત્મા છીએ? અંતરાત્મા છીએ કે પરમાત્મા છીએ? હા, આપણે પણ જાણી શકીએ, જુઓ આ રહી જાણવાની પદ્ધતિ : છેજો આપણામાં વિષય અને કષાયોની પ્રચુરતા છે, તત્ત્વો તરફ અશ્રદ્ધા
છે, ગુણો પ્રત્યે દ્વેષ છે... આત્માનું જ્ઞાન નથી... તો સમજવું કે આપણે બાહ્યાત્મા' છીએ, પહેલા ગુણસ્થાનક છીએ. જો આપણામાં તત્ત્વશ્રદ્ધા પ્રગટી છે, અણુવ્રત-મહાવ્રતોથી જીવન સંયમિત છે, મોહને ઓછા-વત્તા અંશે વશ કર્યો છે.. વશ કરવાનો પુરુષાર્થ ચાલુ છે; તો સમજવું કે આપણે “અંતરાત્મા' છીએ અને ચોથા ગુણસ્થાનકથી
માંડી બારમાં ગુણસ્થાનક સુધીના કોઈ ગુણસ્થાનક છીએ. છે કેવળજ્ઞાન પ્રગટી ગયું હોય, યોગનિરોધ કરી દીધો હોય... સમગ્ર
કર્મોનો ક્ષય થઈ ગયો હોય... સિદ્ધશિલા પર નિવાસ થઈ ગયો હોય, તો સમજવું “પરમાત્મા” બની ગયા! તેરમા યા ચૌદમા ગુણસ્થાનકે પહોંચી ગયા!
મન શાન્ત થયા વિના, અર્થાત્ શોક-મદ-મદન-મત્સર-કલહ-કદાગ્રહવિષાદ અને વૈરવૃત્તિ... વગેરે શાન્ત થયા વિના, અવિદ્યા ભસ્મીભૂત થતી નથી... મોહ-અંધકાર દૂર થતો નથી. મન શાંત કરવું જોઈએ અને અંતરાત્મા બની પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ, તો પરમાત્મદર્શન થાય. 'परमात्माऽनुध्येयः सन्निहितो ध्यानतो भवति'
- अध्यात्मसार એક શુભ આલંબનમાં મનને સ્થિર કરી, બીજું બધું વિચારવાનું છોડી દઈ... ધ્યાન ધરવામાં આવે તો મન શાન્ત થાય. શોકાદિ વિકારો ઉપશાન્ત થઈ જાય અને આત્માની સહજ જ્યોતિ પ્રકાશી ઊઠે!
शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः सहजम् ।
• अध्यात्मसार
૧૦. ગુણસ્થાનકનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં.
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
વિવેક :
દૂધ અને પાણીની જેમ મળેલા કર્મ અને જીવને મુનિરૂપ રાજહંસ ભિન્ન કરે છે ! આવો ભેદજ્ઞાની આત્મા મધ્યસ્થ બને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ
=
=
અહીં વ્યવહારમાં વપરાતા “વિવેક” ની વાત નથી. અહીં તો ભેદજ્ઞાનના વિવેકની વાત છે. જીવ અને કર્મની જુદાઈને જાણે તે વિવેક!
અનાદિ કાળથી અવિવેકના પ્રગાઢ અંધકારમાં અટવાયેલા જીવને વિવેકનો પ્રકાશ પ્રાપ્ત થઈ જાય તો એનું કામ થઈ જાય!
પરમ વિશુદ્ધ આત્મામાં અશુદ્ધિઓ જોવી એ પણ અવિવેક છે! વિવેકના. પ્રકાશમાં આત્માની પરમ વિશુદ્ધ અવસ્થા જ દેખાયા કરે. એનો અપૂર્વ આનંદ અનુભવવા આ અષ્ટક ધ્યાનપૂર્વક બેત્રણ વાર તો વાંચી જ જજો.
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कर्म जीवं च संश्लिष्टं सर्वदा क्षीरनीरवत् ।
વિમિત્રી તે ચોડમાઁ મુનિર્દેશો વિવેવાન્ ||૧||9||
અર્થ : હંમેશાં દૂધ અને પાણીની પેઠે મળેલા કર્મ અને જીવને જે મુનિરૂપ રાજહંસ ભિન્ન કરે છે, તે વિવેકનંત છે.
વિવેચન : જીવ અને અજીવનું જે ભેદજ્ઞાન તે વિવેક.
કર્મ અને જીવ એકબીજા સાથે દૂધ અને પાણીની જેમ એકમેક છે. અનાદિ કાળથી એકમેક છે; તેમને તેમનાં લક્ષણો દ્વારા ભિન્ન સમજવાં, તે વિવેક છે, કારણ કે અનાદિ કાળથી જીવ, કર્મ અને જીવને અભિન્ન માનતો આવ્યો છે અને તેથી તે અનંતકાળ સંસારમાં ભટક્યો છે. સંસારમાં ભટકવાનું ત્યારે મટે કે જ્યારે જીવ અને અજીવના વિવેકથી આત્માને સર્વ પરભાવોથી ભિન્ન જાણે.
अहमिक्को खलु सुद्धो दंसण - णाणमइओ सदारुवा ।
वि अस्थि मज्झ किञ्चि वि अण्णं परमाणुमित्तंपि ।। ३८ ।।
જ્ઞાનસાર
समयसार
અવિદ્યાથી મુક્ત આત્મા પુદ્ગલથી ભિન્ન આત્માનું દર્શન કરે. ‘હું ખરેખર એક છું, શુદ્ધ છું; દર્શન-જ્ઞાનમય છું, સદા અરૂપી છું, બીજું કંઈ પરમાણુ
માત્ર પણ મારું નથી.’
For Private And Personal Use Only
-
જેમ કોઈ મનુષ્યની મુઠ્ઠીમાં સોનાનો ટુકડો હોય... પરંતુ તે ભૂલી ગયો હોય કે ‘મારા હાથમાં સોનાનો ટુકડો છે', અને તેને યાદ આવી જતાં તે પોતાના હાથમાં સોનાના ટુકડાને જુએ છે, તેવી રીતે જ મનુષ્ય અનાદિ મોહરૂપ અજ્ઞાનની ઉન્મત્તતાથી પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો, તેને ભવવિરક્ત સદ્ગુરુનો સમાગમ થતાં, ગુરુના નિરંતર ઉપદેશથી ભાન થયું : ‘હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું...મારા પોતાના જ અનુભવથી મને પ્રત્યક્ષ જણાય છે. ચિત્માત્ર આકારના લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તમાન વ્યાવહારિક ભાવોથી ભિન્ન નથી થતો, માટે હું એક છું. નર-નારક આદિ જીવના વિશેષ પર્યાયો, અજીવ, પુણ્ય-પાપ, આસવ-સંવર, નિર્જરા...બંધ મોક્ષ-આ વ્યાવહારિક નવ તત્ત્વોથી, હું જ્ઞાયક સ્વભાવરૂપ ભાવના કારણે અત્યંત ભિન્ન છું માટે હું શુદ્ધ છું. હું ચિન્માત્ર છું. સામાન્યવિશેષાત્મકતાનું અતિક્રમણ નથી કરતો, તેથી દર્શન-જ્ઞાનમય છું. સ્પર્શ, * જુઓ પરિશિષ્ટ ૧૩.
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક
૧૫૯ રસ, ગંધ અને વર્ણથી હું ભિન્ન હોવાથી પરમાર્થથી હું સદા અરૂપી છું.'
આત્માનાં અસાધારણ લક્ષણોને નહિ જાણતો અત્યંત વિમૂઢ મનુષ્ય તાત્ત્વિક આત્માને જાણતા નથી અને “પર”ને આત્મા માની લે છે! કર્મને આત્મા માની લે છે! કર્મસંયોગને આત્મા સમજી લે છે!... કર્મજન્ય અધ્યવસાયોને આત્મા માની લે છે! કોઈ વળી કર્મવિપાકને આત્મા કહી દે છે! પરંતુ આ બધાં જ ભાવો પુદ્ગલ દ્રવ્યના પરિણામથી નિષ્પન્ન છે, તેને જીવ કેવી રીતે કહેવાય? આઠે પ્રકારનાં કર્મ પુદ્ગલમય છે, એમ જિનેશ્વર ભગવંતે કહ્યું છે : 'अट्ठविहं पि य कम्मं सव्वं पुग्गलमयं जिणा बिंति'।
- “સમયસર'-૪૫ કર્મથી.. કર્મના પ્રભાવોથી આત્માની ભિન્નતાનું જ્ઞાન કરવા માટે મુનિએ હંસવૃત્તિવાળા બનવું જોઈએ. હંસ જેવી રીતે પાણી-દૂધના મિશ્રણમાંથી દૂધને ગ્રહણ કરી પાણીને ત્યજી દે છે, તેવી રીતે મુનિ પણ કર્મ-જીવના મિશ્રણમાંથી જીવને ગ્રહણ કરી કર્મને ત્યજી દે. તે માટે જીવનાં અસાધારણ લક્ષણોને તે જાણે અને એ રીતે જીવનું શ્રદ્ધાન કરે.
એ રીતે ભેદજ્ઞાનનો વિવેક જ્યારે મુનિમાં આવે છે, ત્યારે તે મહાન આત્માનંદને અનુભવે છે. રાગાદિ દોષોનો ઉપશમ થઈ જાય છે અને ચિત્ત પ્રસન્ન બની જાય છે.
देहात्माद्यविवेकोऽयं सर्वदा सुलभो भवे।
भवकोट्यापि तद्भेदविवेकस्त्वति दुर्लभः ।।२।११४ ।। અર્થ : સંસારમાં હમેશાં શરીર અને આત્મા વગેરેનો અવિવેક સુખેથી પ્રાપ્ત થઈ શકે એવો છે, પરંતુ) કોટિ જન્મ વડે પણ તેનું ભેદજ્ઞાન અત્યંત દુર્લભ છે.
વિવેચન સંસારમાં રહેલા જીવો શરીર અને આત્માના અભેદની વાસનાથી વાસિત જ છે. આ અભેદ-વાસનાનો અવિવેક જીવો માટે દુર્લભ નથી, સુલભ છે. દુર્લભ તો છે ભેદપરિજ્ઞાન. ક્રોડ ક્રોડ ભવોમાં પણ ભેદજ્ઞાન-રૂપ વિવેક દુર્લભ છે.
સંસારમાં જીવો બિચારા શરીરથી ભિન્ન કોઈ “આત્મતત્ત્વ' છે, એવું જાણતા પણ નથી. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ પણ જાણતા નથી, તો આત્માનું શુદ્ધ જ્ઞાનમય સ્વરૂપ તો જાણવાની વાત જ ક્યાં રહી? “મનથી ભિન્ન,
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
જ્ઞાનસાર
વચનથી ભિન્ન, કાયાથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્મા છે'-આ રીતે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ જાણવું અને શ્રદ્ધા કરવી... સર્વ જીવો માટે સુલભ નથી. કોઈ મહાત્મા જ આવું ભેદજ્ઞાન પ્રાપ્ત કરે છે.
सुदपरिचिताणुभूता सव्वस्स वि कामभोगबंधकहा। गत्तस्सुवलंभो वरिण सुलभो विभत्तस्स ||४ ॥
समयसार
‘કામભોગની કથા કોના સાંભળવામાં નથી આવી? કોના પરિચયમાં નથી આવી? કોના અનુભવમાં નથી આવી? અર્થાત્ એ તો સુલભ છે, પરંતુ શરીરાદિથી ભિન્ન આત્માની એકતા સાંભળવામાં નથી આવી... પરિચયમાં નથી આવી, અનુભવમાં નથી આવી... માટે તે દુર્લભ છે.'
-
કામ-ભોગની કથા તો અનંતવાર સાંભળી, હૃદયમાં જચાવી અને જીવનમાં તેનો અનુભવ પણ કર્યો. વિશ્વવિજેતા સમ્રાટ મોહના પ્રભાવમાં એ જ સુલભ હતું... દુર્લભ હતું માત્ર ભેદજ્ઞાન! વિશુદ્ધ આત્માના એકત્વનું સંગીત ત્યાં કાને જ પડતું ન હતું...
For Private And Personal Use Only
ભેદજ્ઞાન કરવા માટે અન્તરાત્મદશા પ્રાપ્ત કરવી જોઈએ. તે માટે પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે વિરક્તિ અને એ વિષયોનો ત્યાગ કરતા જવું જોઈએ. વિષયો તરફ જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી મન બાહ્ય ભાવોમાં ૨મતું રહે છે; આત્મા તરફ મન વળતું નથી. વિષયોના ત્યાગની સાથે કષાયોનો ઉપશમ કરવો તેટલો જ અનિવાર્ય છે. કષાયોમાં સંતપ્ત મન જડચેતનના ભેદને સમજવા કે અનુભવવા સમર્થ બનતું નથી. વિષયોનો રાગ ઘટતાં કષાયોનો તાપ પણ શમવા માંડે છે. કષાયો મંદ પડતાં તત્ત્વ તરફ દૃષ્ટિ જાય છે અને તત્ત્વ પર શ્રદ્ધા પેદા થાય છે. જીવ-અજીવાદિ નવ તત્ત્વ ૫૨ શ્રદ્ધા થયા પછી વિશેષરૂપે જીવાત્માના સ્વરૂપ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે. જીવના ક્ષમાદિ ગુણો પર દ્વેષ ૨હેતો નથી. અર્થાત્ ક્ષમાદિ ગુણોથી જીવન ઉજ્વલ બનાવવાની તમન્ના જાગે છે. તે માટે અણુવ્રતો અને મહાવ્રતોનું ગ્રહણ અને આસેવન કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ આવે છે જેમ જેમ એ વૃત્તિ અને પ્રવૃત્તિ દૃઢ બનતી જાય છે તેમ તેમ મોહવાસનાઓ ભાગવા માંડે છે. તેથી મોહજન્ય પ્રમાદની વૃત્તિ-પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે.
આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે ‘ભેદજ્ઞાન' કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ભેદજ્ઞાનની કથા એને પ્રિય લાગે છે. ભેદજ્ઞાનની પ્રેરણા આપનારા
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક
૧૬૧
સદ્ગુરુઓનો સત્સંગ કરવાનો ગમે છે. જે ભેદજ્ઞાની નથી તેમના પ્રત્યે અદ્વેષ રહે છે અને આ રીતે જ્યારે તેને ભેદજ્ઞાનનો અનુભવ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે ત્યારે તેને એક મહાન દુર્લભ વસ્તુની પ્રાપ્તિ થયાનો અંતરંગ આનંદ પ્રાપ્ત થાય છે.
ભેદજ્ઞાનની વાસનાથી વાસિત બનવાની જરૂર છે. તેથી મનના ઘણા ક્લેશો અને વિક્ષેપો દૂર થઈ જશે, જીવનની ઘણી સમસ્યાઓ ઊકલી જશે, અપૂર્વ પ્રસન્નતા અનુભવમાં આવશે.
शुद्धेऽपि व्योम्नि तिमिराद् रेखाभिर्मिश्रता तथा ।
विकारैर्मिश्रता भाति तथाऽत्मन्यविवेकतः । । ३ । ।११५ ।।
અર્થ : જેમ સ્વચ્છ એવા આકાશમાં પણ તિમિર રોગથી નીલ, પીત વગેરે રેખાઓ વડે મિશ્રપણું ભાસે છે, તેમ આત્મામાં અવિવેકથી વિકારો વડે મિશ્રપણું ભાસે છે)
વિવેચન : આકાશ સ્વચ્છ...શુદ્ધ છે, પરંતુ આકાશને જોનાર મનુષ્યની આંખમાં ‘તિમિર’ રોગ છે. રોગયુક્ત દૃષ્ટિથી તેને આકાશમાં લાલપીળી...ભાતભાતની રેખાઓ દેખાય છે... તે બોલી ઊઠે છે : જુઓ, આકાશ કેવું ચિત્ર-વિચિત્ર ભાસે છે!’
‘નિશ્ચયનય’થી. આત્મા નિર્વિકાર, નિર્મોહ...વીતરાગ...ચૈતન્યસ્વરૂપ છે પરંતુ એ આત્માને જોનારની આંખમાં ક્રોધાદિ વિકારોનો રોગ છે! ક્રોધાદિ વિકારોથી યુક્ત અવિવેકી દૃષ્ટિથી તેને આત્મામાં કામ... ક્રોધ... લોભ... મદ... મત્સર વગેરે રેખાઓ દેખાય છે, તે પોકાર કરે છે : ‘જુઓ, આત્મા કામી,ક્રોધી વિકારવંત ભાસે છે...!'
નિશ્ચયનય આ રીતે આપણને આપણા મૂળભૂત સ્વરૂપનું દર્શન કરાવી, આપણામાં અનાદિ કાળી ભરેલી, આપણા પોતાના વિશેની હીન ભાવનાને ફેંકી દેવાની પ્રેરણા કરે છે. આપણે સાચે જ આપણી જાતને દીન-હીનઅપંગ-પરાશ્રયી સમજી લીધી છે. જેમ કોઈ પરદેશી શાસનના દમનચક્ર નીચે કચડાઈ રહેલી ગામડાની પ્રજામાં દીનતા-હીનતા-પરાધીનતાની ભાવના જોવા મળે છે... તેઓ તે સ્થિતિમાં જ જાણે સંતોષ માનીને જીવન પૂર્ણ ક૨વા ચાહતા હોય છે, પરંતુ કોઈ ક્રાન્તિકારી તેમની પાસે પહોંચી જાય અને તેમને ભાન કરાવે : પ્યારા પ્રજાજનો, તમે એમ ન સમજો કે તમારું આ જ વાસ્તવિક જીવન છે! તમને પણ એક નાગરિક તરીકેના સંપૂર્ણ અધિકારો
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
જ્ઞાનસાર
છે, તમે પણ એક સ્વતંત્ર જીવન જીવવાનો હક્ક ધરાવો છો. એ જ તમારું વાસ્તવિક જીવન છે. આ તો તમારા ૫૨ વિદેશી સત્તા દ્વારા ઠોકી બેસાડવામાં આવેલું જીવન છે. તમે ખુશહાલ જીવન જીવી શકો છો...'
કર્મોની જુલ્મી સત્તા નીચે કચડાઈ રહેલા જીવો, કર્મો દ્વારા ઠોકી બેસાડવામાં આવેલા સ્વરૂપને પોતાનું સ્વરૂપ સમજી બેઠા છે! કર્મોના અનુશાસનને પોતાનું અનુશાસન સમજી લીધું છે...દીનતા, હીનતા અને પરાધીનતાની ભાવના રગેરગમાં વ્યાપ્ત થઈ ગઈ છે... ત્યાં પરમ ક્રાન્તિકારી પરમાત્મા જિનેશ્વર દેવ હાકલ કરે છે :
‘જીવાત્માઓ, આ તમારું વાસ્તવિક સ્વરૂપ નથી. તમારો અધિકાર છે સંપૂર્ણ સ્વતંત્ર જીવન જીવવાનો. તમે શુદ્ધ છો, બુદ્ધ છો, નિરંજન છો. અખંડ અને અવ્યય છો, અજર અને અમર છો... તમે તમારા મૂળભૂત સ્વરૂપને સમજો. કર્મોની પરાધીનતામાં પેદા થતી દીનતા-હીનતાને ફગાવી દો. તમને જે રોગ... શોક... જરા... મૃત્યુ... વગેરે દેખાય છે, તે તો કર્મોએ તમારી દૃષ્ટિમાં કરેલા વિકાર-અંજનને લીધે દેખાય છે. તમે મરતા નથી... તમે જન્મતા નથી... તમને કોઈ રોગ નથી... તમને કોઈ દુ:ખ નથી... તમે અજ્ઞાની નથી... તમે મોહી નથી... તમે શરીરધારી નથી...' આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી મુક્તિની નિકટતા થાય છે.
आत्मज्ञानफलं ध्यानमात्मज्ञानं च मुक्तिदम् ।
आत्मज्ञानाय तन्नित्यं यत्नः कार्यो महात्मना ।।
अध्यात्मसार
નિરંતર આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ એમ આત્માને જાણી લો. બાકી કંઈ જ જાણવાનું રહેતું નથી! આત્મજ્ઞાન માટે જ નવતત્ત્વોનું જ્ઞાન મેળવવાનું છે. આત્મા ન જાણ્યો તેણે કંઈ નથી જાણ્યું. કર્મકૃત વિકૃતિનો આત્મામાં આરોપ કરીને જ ભીષણ ભવસમુદ્રમાં અજ્ઞાની જીવો ભટકે છે. માટે ભેદજ્ઞાન-આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે.
.
यथा योधैः कृतं युद्धं स्वामिन्येवोपचर्यते ।
शुद्धात्मन्यविवेकेन कर्मस्कन्धोर्जितं तथा । । ४ । ।११६ । ।
For Private And Personal Use Only
અર્થ : જેમ યોદ્ધાઓએ કરેલું યુદ્ધ રાજા વગેરેમાં જ આરોપાય છે, તેમ અવિવેક વડે કર્મસ્કંધનું પુણ્યપાપરૂપ ફળ શુદ્ધ આત્મામાં (આરોપાય છે.)
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
વિવેક
વિવેચન : યુદ્ધ કરે સૈનિકો, જય-પરાજય પામે સૈનિકો, છતાં પ્રજા શું બોલે છે? “રાજા જીત્યો, રાજા પરાજય પામ્યો...' સૈનિકોનો વિજય રાજામાં આરોપાય છે, સૈનિકોનો પરાજય રાજામાં આરોપાય છે.
તેવી રીતે અવિવેક કર્મ યુગલ-પાપ-પુણ્યનો ઉપચય-અપચય કરે છે, છતાં તેનો ઉપચાર શુદ્ધ આત્મામાં કરવામાં આવે છે! અર્થાત “આત્માએ પુણ્ય બાંધ્યું, આત્માએ પાપ બાંધ્યું...'
કર્મફત ભાવોનો કર્તા આત્મા નથી; આત્મા તો સ્વભાવનો કર્તા છે. પરંતુ આત્મા અને કર્મની એવી એકતા થઈ ગઈ છે કે કર્મકૃત ભાવોનું કર્તાપણું આત્મામાં ભાસે છે! આ જ અજ્ઞાનદશા છે અને આ અજ્ઞાનદશા જીવના ભવભ્રમણનું કારણ છે.
जन्मादिकोऽपि नियत: परिणामो हि कर्मणाम् । न च कर्मकृतो भेदः स्यादात्मन्यविकारिणि ।।१५।। आरोग्य केवलं कर्म-कृतां विकृतिमात्मनि । भ्रमन्ति भ्रष्टविज्ञानाः भीमे संसारसागरे ।।१६।। उपाधिभेदजं भेदं वेत्त्यज्ञः स्फटिके यथा । तथा कर्मकृतं भेद-मात्मन्वेवाभिमन्यतेः ।।१७।।
• अध्यात्मसार-आत्मनिश्चयाधिकारस “જન્મ. જરા..મૃત્યુ વગેરે કર્મોના પરિણામ છે. એ કર્મકૃત ભાવ અવિકારી આત્માના નથી. છતાં અવિકારી આત્મામાં કર્મકૃત વિકૃતિનો આરોપ કરનારા જ્ઞાનભ્રષ્ટ જીવો ભીષણ સંસાર-સાગરમાં ભટકે છે. આ રીતે કર્મકૃત વિકૃતિનો અવિકારી આત્મામાં આરોપ કરનારા, સ્ફટિક રત્નને લાલ-પીળું સમજનારા જેવા અજ્ઞાની છે! અજ્ઞાની નથી સમજતો કે સ્ફટિક જે લાલ-પીળું દેખાય છે, તે તેની પાછળ રહેલા લાલ-પીળા કપડાને લીધે છે! તેવી રીતે આત્મામાં જે જન્માદિ વિકૃતિ દેખાય છે તે કર્મફત છે, આત્માની નથી! પરંતુ અજ્ઞાનદશા આ વાત સમજવા દેતી નથી, એ તો મિથ્યા આરોપ કરીને જ રહે છે!
ભલે આત્મા અને કર્મ એક આકાશક્ષેત્રમાં રહે છે, પરંતુ આત્મામાં કર્મના ગુણો સંક્રમી શકતા નથી. આત્મા પોતાના ભવ્ય સ્વભાવથી સદૈવ શુદ્ધ છે, જેવી રીતે ધર્માસ્તિકાય. અર્થાતુ ધર્માસ્તિકાય પણ એ ક્ષેત્રમાં છે, જે
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
શાનસાર
ક્ષેત્રમાં કર્મ છે. છતાં કર્મકૃત વિકૃતિ ધર્માસ્તિકાયમાં સંક્રમી શકતી નથી, ધર્માસ્તિકાય પોતાના શુદ્ધ સ્વરૂપમાં નિરાબાધપણે રહે છે, તેવી રીતે આત્મા પણ શુદ્ધ સ્વ-સ્વરૂપે રહેલો છે.
કર્મકૃત વિકૃતિઓનો આત્મામાં આોપ કરીને જ જીવ રાગ અને દ્વેષમાં સડી રહ્યો છે, દુઃખમાં રડી રહ્યો છે, સુખમાં રાચી રહ્યો છે...છતાં પોતાની જાતને જ્ઞાની અને વિવેકી માનવાનો દંભ સેવી રહ્યો છે. બીજા જીવો પ્રત્યે પણ આ જ અજ્ઞાન-દૃષ્ટિથી તે જોઈ રહ્યો છે. કર્મજન્ય વિકૃતિને આત્માની વિકૃતિ સમજે છે, અને એ સમજણ તથા માન્યતાના આધાર પર આચરણ કરે છે, તેથી તેનો વ્યવહાર પણ મલિન બની ગયો છે.
કર્મજન્ય વિકૃતિઓનો આત્મામાં આરોપ કરીને આજદિન સુધી મિથ્યાત્વ દૃઢ કર્યું, હવે એ મિથ્યાત્વને હટાવવા માટે ભેદજ્ઞાનના માર્ગે ચાલવાની જરૂ૨ છે. આત્મજ્ઞાન મેળવવાની જરૂ૨ છે. તો જ હૃદય શુદ્ધ થશે, દૃષ્ટિ પવિત્ર બનશે, અને મોક્ષમાર્ગે પ્રગતિ થશે. નિશ્ચયનયની દૃષ્ટિને હૃદયમાં જાગતી રાખવાનો ઉપદેશ નિતાન્ત આવશ્યક છે. એ ઉપદેશને હૃદયમાં જચાવવો અનિવાર્ય છે.
इष्टकाद्यपि हि स्वर्ण पीतोन्मत्तो यथेक्षते ।
आत्माऽभेदभ्रमस्तद्वद् देहादावविवेकिनः । । ५ । ।११७ ।।
અર્થ : જેમ, જેણે ધતૂરો પીધો છે એવો (મનુષ્ય) ઈંટ વગેરેને પણ સુવર્ણ જુએ છે, તેની જેમ વિવેકરહિત જડ બુદ્ધિવાળાનો શરીર વગેરેમાં આત્માના અભેદનો ભ્રમ (જાણવો).
વિવેચન : ધતૂરાનું પેય દૃષ્ટિમાં વિપર્યાસ કરી દે છે... જે કંઈ જુએ, તે સોનું જ સોનું દેખાય ઈંટ પણ સોનું અને પથ્થર પણ સોનું દેખાય! અવિદ્યાનોઅવિવેકનો પ્રભાવ પણ એવો જ છે. શરીર...ઇન્દ્રિય...મન વગેરેમાં તે આત્માનો અભેદ સમજે છે... એને જ આત્મા સમજી લે છે.
પુન:પુનઃ, જડ તત્ત્વોથી આત્માની ભિન્નતાનું ભાન કરવા, ભિન્ન ભિન્ન દૃષ્ટાંતોથી સમજાવવામાં આવે છે. જડ-પુદ્ગલના ગુણધર્મોથી આત્માનું સ્વરૂપ ભિન્ન છે; આત્માના ગુણો જુદા છે, એનો વિવેક કરવાની જરૂર છે. જડ-પુદ્ગલ મૂર્ત છે-રૂપી છે, જ્યારે આત્મા અરૂપી છે. વ્યવહારનય ભલે શરીરની સાથે આત્માનું એકત્વ સ્વીકારે, પરંતુ નિશ્ચયનય શરીર સાથે આત્માની એકતા સહન નથી કરતો.
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
વિવેક
तन्निश्चयो न सहते यदमूर्तो न मूर्तताम् । अंशेनाप्यवगाहेत पावकः शीततामिव ।।३५।। उष्णस्याग्नेर्यथा योगाद् घृतमुष्णमिति भ्रमः । तथा मूर्डिगसम्बन्धादात्मा मूत इति भ्रमः ।।३६ ।। न स्वयं न रसो गन्धो न स्पों न चाकृतिः ।
यस्य धर्मो न शब्दो वा तस्य का नाम मूर्तता ।।३७।। અમૂર્ત આત્મા શું અંશે પણ મૂર્તતા ધારણ કરે? શું અગ્નિ અંશમાત્ર પણ શીતળતા ધારણ કરે? આત્મામાં મૂર્તતાની ભ્રમણા છે. જેવી રીતે ઉષ્ણ અગ્નિના સંબંધથી “ધી ઉષ્ણ છે' એવો ભ્રમ થાય છે, તેવી રીતે મૂર્ત શરીરના સંયોગથી “આત્મા મૂર્તિ છે” એવો ભ્રમ થાય છે. જેનો ધર્મ રૂપ નથી, રસ નથી, ગબ્ધ નથી, સ્પર્શ નથી, આકૃતિ નથી કે શબ્દ નથી.. તે આત્મા મૂર્તિ કેવી રીતે?' શબ્દ, રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ અને આકૃતિ જડના ધર્મો છે; તે આત્માના નથી, તો પછી શરીરાદિ પુદ્ગલોમાં આત્મા કેવી રીતે માની શકાય?
આત્મા તો સચ્ચિદાનન્દ છે. સૂક્ષ્મથી સૂમ અને પરથી પણ પર છે; તેને મૂર્તતા સ્પર્શી પણ શકતી નથી.
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
मनसोऽपि परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ।। ઇન્દ્રિયોને “પર” કહેવામાં આવે છે. ઇન્દ્રિયોથી મન પર છે. મનથી બુદ્ધિ “પર” છે અને બુદ્ધિથી “પર” આત્મા છે? એવા અમૂર્ત આત્મામાં મૂર્તતાનો આરોપ કરી અજ્ઞાની મનુષ્યો ભ્રમણામાં અટવાય છે.
પુદ્ગલ દ્રવ્યનો ધર્મ મૂર્તતા છે, આત્માનો ગુણ જ્ઞાન છે, માટે પુદ્ગલોથી આત્મદ્રવ્ય ભિન્ન છે.
ધર્માસ્તિકાયનો ધર્મ ગતિ હેતુતા છે, આત્માનો ગુણ જ્ઞાન છે, માટે ધર્માસ્તિકાયથી આત્મદ્રવ્ય ભિન્ન છે.
અધર્માસ્તિકાયનો ધર્મ સ્થિતિ હેતુતા છે, આત્માનો ગુણ જ્ઞાન છે, માટે અધર્માસ્તિકાયથી આત્મદ્રવ્ય ભિન્ન છે.
ઇન્દ્રિય, બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય, આ દ્રવ્યપ્રાણો પુદ્ગલના જ
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
જ્ઞાનસાર પર્યાયો છે. તે આત્માથી અત્યંત ભિન્ન છે, માટે દ્રવ્યપ્રાણોમાં આત્માની બ્રાન્તિ વર્જવી જોઈએ. આત્મા એ દ્રવ્યોમાણો સિવાય જીવે છે!
'जीवो जीवति न प्राणैर्विना तैरेव जीवति ।' આ પ્રમાણે શરીરાદિ પુદગલ દ્રવ્યોમાં આત્માની ભેદબુદ્ધિ કરી વિવેકી બનવું જોઈએ, એ પરમાર્થ છે.
इच्छन् न परमान् भावान् विवेकाद्रेः पतत्यधः ।
परमं भावमन्विच्छन् नाविवेके निमज्जति ।।६।।११८ ।। અર્થ : પરમ ભાવોને નહિ ઇચ્છતો જીવ વિવેકરૂપ પર્વતોથી નીચે પડે છે અને પરમ ભાવને શોધતો અવિવેકમાં નિમગ્ન થતો નથી.
વિવેચન : શુદ્ધ ચૈતન્યભાવ... સર્વ વિશુદ્ધ આત્મભાવનું અન્વેષણ જીવને વિવેકના ઉચ્ચતમ્ શિખર પર લઈ જાય છે. શુદ્ધ ચૈતન્યભાવની ઉપેક્ષા વિવેકના હિમગિરિ પરથી જીવને ગહન ખાઈમાં પટકી દે છે, કે જ્યાં અવિવેકરૂપી પશુઓનાં રાક્ષસી જડબાંઓમાં તે ચવાઈ જાય છે.
વિવેક-ગિરિરાજનું શિખર છે અપ્રમત્તભાવ. ગિરિરાજના શિખર પર અપ્રમત્ત આત્માને દુર્લભ સિદ્ધિઓ.. લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, પરંતુ વિશદ્ધ આત્મભાવમાં રમણ કરતો જીવ એ સિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રત્યે ઉદાસીન હોય છે. અનાસક્ત હોય છે, શ્રી વાચકવર ઉમાસ્વાતિજીએ કહ્યું છે :
सातद्धि रसेष्वगुरुः प्राप्यर्द्धि विभूतिमसुलभामन्यैः । सक्तः प्रशमरतिसुखे न भजति तस्यां मुनिः संगम् ।।२५६ ।। या सर्वसुरवरद्धिः विस्मयनीयापि सात्वनगारद्धे नार्हति सहस्त्रभागं कोटिशतसहस्त्रगुणिताऽपि ।।२५७ ।।
• प्रशमरति અન્ય જીવોને દુર્લભ એવી ઋદ્ધિ-લબ્ધિની વિભૂતિને પામી, રસ-ઋદ્ધિશાતાગારવરહિત અણગાર તે લબ્ધિના સુખમાં આસક્ત થતો નથી, પરંતુ પ્રશમરતિના સુખમાં મગ્ન થાય છે.'
સર્વદેવોની વિસ્મયકારી સમૃદ્ધિને લાખ વાર ગણવામાં આવે, છતાં કદીય સાધુની આધ્યાત્મિક સંપત્તિના હજારમા ભાગે પણ તે આવે નહિ!' વિવેક-ભેદજ્ઞાનના ગિરિરાજ પર આવું અનુપમ સુખ છે, આવી અનુત્તર
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક
૧૯૭ આત્મસમૃદ્ધિના ખજાના છે... પરંતુ એ ગિરિરાજના શિખર પર પહોંચવા કેટલીક અગત્યની વાતો લક્ષમાં રાખવાની છે :
- ધર્મધ્યાનમાં મગ્નતા, - તૃણ-મણિ-સમાનદષ્ટિ, - ભવોઢેગ,
- સ્વાધ્યાય-ધ્યાન-પરાયણતા, - ક્ષમાપ્રધાનતા,
- દઢ અપ્રમત્તતા, - નિરભિમાન,
- અધ્યવસાય-વિશુદ્ધિ, - માયારહિત નિર્મલતા, - વૃદ્ધિગત વિશુદ્ધિ, - તૃષ્ણાવિજય,
- શ્રેષ્ઠ ચારિત્રશુદ્ધિ, - શત્રુ-મિત્ર-સમભાવ, - લેશ્યા વિશુદ્ધિ, - આત્મારામ,
ત્યારે “અપૂર્વકરણ” રૂપ શિખર પર પહોંચી શકાય. “મારે વિવેક-ગિરિરાજના શિખર પર પહોંચવું છે”આવો દઢ સંકલ્પ ઉપરોક્ત પંદર વાતોને આત્મસાતુ કરવાનું બળ આપે છે. શિખર પર પહોંચ્યા પછી પણ ભેદજ્ઞાન...અપ્રમત્તભાવને જાગ્રત રાખવાનો હોય છે. જો ત્યાં પણ પ્રમાદ આવી જાય, શુદ્ધ ચૈતન્યભાવથી જરા પણ દૂર થઈ જવાય, તો પતન થયા વિના ન રહે.
ભેદજ્ઞાનની આ ઉચ્ચતમ્ ભૂમિકા પર કર્મોનો વિપુલ પ્રમાણમાં ક્ષય થાય છે - આત્મા નિજસ્વભાવમાં અપૂર્વ સત્ ચિદાનન્દ અનુભવે છે. પ્રશમનું પરમ સુખ પ્રાપ્ત કરે છે.
आत्मन्येवात्मनः कुर्यात् यः षट्कारकसंगतिम् ।
क्वाविवेकज्वरस्यास्य वैषम्यं जडमज्जनात् ।।७।।११९।। અર્થ : જે આત્મામાં જ આત્મા છ કારકનો સંબંધ કરે એને જડ-પુદ્ગલમાં મગ્ન થવાથી અવિવેકરૂપ જ્વરનું વિષમપણું ક્યાંથી હોય?
શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ “કારક' છ હોય છે : (૧) કર્તા, (૨) કર્મ,
(૩) કરણ, (૪) સંપ્રદાન, (૫) અપાદાન, () આધાર.
જગતમાં વિદ્યમાન સર્વ સંબંધો આ છે કારકમાં પ્રાય: સમાઈ જાય છે. તે છ કારકનો આત્મામાં સંબંધ કરવાથી એક આત્માદ્વૈતની દુનિયા સર્જાઈ જાય છે... કર્તારૂપે આત્મા દેખાય ને કર્મરૂપે પણ આત્મા દેખાય! કરણરૂપે
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
જ્ઞાનસાર આત્માનું દર્શન થાય અને સંપ્રદાનરૂપે પણ આત્માનું દર્શન થાય. અપાદાનમાં પણ આત્મા અને આધારમાં પણ આત્મા! આ રીતે આત્માથી અતિરિક્ત કંઈ જ ન ભાસે ત્યારે કેવી આત્માનંદથી પરિપૂર્ણ અવસ્થા હોય! પુદ્ગલો સાથેના સંબંધમાંથી અવિવેક પેદા થાય છે; એ અવિવેક આત્મામાં વિષમતા પેદા કરી દે છે. પરંતુ “મૂર્ત નાસ્ત તૈઃ શાશ્વા?” પુદ્ગલ સાથેનો સંબંધ જ કાપી નાખવામાં આવે, પછી અવિવેક ક્યાંથી આવે, ને વિષમતા ઉત્પન્ન કેવી રીતે થાય?
આત્મા સ્વતંત્રપણે જ્ઞાન-દર્શનની રમણતા કરે છે, જાણવાની અને જોવાની ક્રિયા કરે છે, માટે આત્મા “કર્તા” છે.
જ્ઞાનસહિત પરિણામનો આશ્રય કરે છે તેથી આત્મા કર્મ' છે. આત્મા ઉપયોગ દ્વારા જ્ઞપ્તિક્રિયા (જાણવાની ક્રિયા)માં ઉપકારક થાય છે, માટે આત્મા જ “કરણ' છે.
આત્મા પોતે જ શુભ પરિણામનું દાનપાત્ર છે માટે આત્મા “સંપ્રદાન' છે. તે જ જ્ઞાનાદિ પર્યાયોમાં પૂર્વના પર્યાયોનો નાશ થવાથી, આત્માથી તેનો વિયોગ થવાથી, આત્મા જ “અપાદાન” છે. અને સમસ્ત ગુણપર્યાયોના આશ્રયભૂત આત્માના અસંખ્યાત પ્રદેશરૂપ ક્ષેત્ર હોવાથી આત્મા જ ‘આધાર’ છે.
આત્મચિંતનની આ એવી દષ્ટિ ખોલવામાં આવી છે કે જેમાં આત્મા આત્માના જ પ્રદેશમાં પરિભ્રમણ કરતો રહે. જડ-પગલો સાથેનો તેનો સંબંધ વિચ્છિન્ન થઈ જાય અને સર્વ સંબંધો આત્મામાં જ જોડાઈ જાય. કર્તુત્વ આત્મ-પરિણામનું દેખાય. કાર્ય પણ આત્મગુણોની નિષ્પત્તિનું દેખાય. સહાયક પણ આત્મા દેખાય! સંયોગ અને વિયોગ પણ આત્માના પર્યાયોમાં જ જણાય... આધાર પણ આત્મા જ ભાસે. આનું નામ છે વિવેક.
આ વિવેક નથી હોતો ત્યાં સુધી, જડ-મુગલોનો કર્તા આત્મા ભાસે છે. કાર્યરૂપે જડ-પુદ્ગલ દેખાય છે, કરણરૂપે જડ ઇંદ્રિયો અને મન વગેરે દેખાય છે. સંપ્રદાન.. અપાદાન અને આધારરૂપે પણ જડપુદ્ગલો દેખાય છે. આત્મા અને પુદ્ગલોના સંયોગની-અભેદની કલ્પના પર સર્વ સંબંધો જોડવામાં આવે છે, તેથી વિશ્વ વિષમતાઓથી પરિપૂર્ણ ભાસે છે. વિષમતાઓથી પૂર્ણ જગતને જોનાર પણ વિષમતાઓથી ઘેરાઈ જાય છે. જડ-ચેતનના અભેદનો અવિવેક અનંત યાતનાઓથી ભરેલા સંસારમાં જીવને ભટકાવે છે. પરમાર્થ એ છે કે જગતમાં જે કોઈ સંબંધો છે, તે સર્વ સંબંધોનો આત્મામાં
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક
૧૬૯ વિનિયોગ કરી દેવો જોઈએ. આત્મા...આત્મગુણો અને આત્માના પર્યાયોની સૃષ્ટિમાં, તેમના એકબીજા સાથેના સંબંધોને ઓળખવા-સમજવા જોઈએ, તો ભેદજ્ઞાન દઢ થાય છે.
संयमास्त्रं विवेकेन शाणेनोत्तेजितं मुनेः।
धृतिधारोल्बणं कर्मशत्रुच्छेदक्षमं भवेत् ।।८।।१२० ।। અર્થ : વિવેકરૂપ સરાણ વડે અત્યંત તીક્ષ્ણ કરેલું, સંતોષરૂપ ધાર વડે ઉગ્ર, મુનિનું સંયમરૂપ શસ્ત્ર કર્મરૂપ શત્રુનો નાશ કરવામાં સમર્થ થાય.
વિવેચન : કર્મશત્રનો ઉચ્છેદ કરવા શસ્ત્ર જોઈએ ને? તે શસ્ત્ર બુઠ્ઠી ધારવાળું ન ચાલે. તેની ધાર તીણ જોઈએ. શસ્ત્રની ધાર તીક્ષણ કરવા માટે સરાણ પણ જોઈએ! અહીં શસ્ત્ર અને સરાણ.. બધું બતાવવામાં આવ્યું છે.
સંયમના શસ્ત્રની સંતોષરૂપ ધારને વિવેકરૂપ સરાણ પર તીક્ષ્ણ કરો. તા ધારવાળા એ શસ્ત્રને લઈ શત્રુ પર તૂટી પડો અને શત્રુનો ઉચ્છેદ કરી વિજયશ્રી પ્રાપ્ત કરી લો! કર્મક્ષય કરવા માટે અહીં ત્રણ વાતો કહેવામાં આવી છે :
સંયમ સંતોષ વિવેક સંયમના શસ્ત્રને ભેદજ્ઞાનથી તણ કરવામાં આવે તો કર્મશત્રનો વિનાશ કરવામાં તે શસ્ત્ર સમર્થ બને. સંયમી મહાત્મા બંધક મુનિની સામે શરીરની ચામડી ઊતરડી લેવાનો પ્રસંગ આવ્યો. મુનિએ સંયમ-શસ્ત્રની ધાર-વૃતિને વિવેક-સરાણ પર ચઢાવી દીધી.રાજાના સેવકો મુનિના શરીરની ચામડી ઉતારવા લાગ્યા, મુનિ સંયમના શસ્ત્રથી કર્મની ખાલ ઉતારવા લાગ્યા! અર્થાત્ શરીર અને આત્માના ભેદજ્ઞાનથી દઢ પરિણતિએ મરણાત્ત ઉપસર્ગમાં ધૃતિને ટકાવી રાખી, સંયમને અભંગ રાખ્યું. કર્મોનો ક્ષય થઈ ગયો... આત્મા-પુદ્ગલ નિયંત્રણમાંથી પૂર્ણ મુક્ત થઈ ગયો.
શરીરની ચામડી ઊતરતી હોય... લોહીના ફુવારા ઊડતા હોય એ વખતે જરાય અધૃતિ ન થાય, જરાય અસંયમનો વિચાર ન આવી જાય, તે કેવી રીતે બનતું હશે? એની પાછળ કયું રહસ્ય છુપાયેલું હશે? - એ પ્રશન સ્વાભાવિક રીતે ઊઠે. આ એનું રહસ્ય છે : ભેદજ્ઞાન! વિવેક!
શરીરથી આત્માની ભિન્નતા એવી સમજાઈ જવી જોઈએ, એવી એની વાસના બની જવી જોઈએ, કે શરીરની વેદના, પીડા, રોગ..આપણી વૃતિને
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
જ્ઞાનસાર હચમચાવી ન શકે. આપણા સંયમને જરાય ડગમગાવી ન શકે. ચાહે કોઈ શરીર પર ખંજરનો પ્રહાર કરી દે, ચાહે કોઈ ગ્યાસતેલ છાંટી સળગાવી દે,
હે કોઈ રાઈફલની ગોળીથી શરીરને વીંધી નાખે.. શરીર-આત્માના ભેદજ્ઞાનની વાસના જો જાગી ગઈ છે, તો જરાય અતિ કે અસંયમ થશે નહિ.
ઝાંઝરિયા મુનિના ગળે તલવાર પડી, ખંધકસૂરિના પાંચસો શિષ્યો પાણીમાં પિલાયા, ગજસુકુમાળ મુનિના માથે ખેરના અંગારા ભરવામાં આવ્યા; અયવંતી સુકુમાલ મુનિના શરીરને શીયાળણીએ ફાડી ખાધું. અને એ સમયે એ મહાત્માઓએ ધર્મધ્યાન તથા શુક્લધ્યાન ધ્યાયાં...મહાન વૈર્ય અને અપ્રમત્તતા ટકાવી સ્વર્ગ-મોક્ષમાં પહોંચી ગયા.... એ બધી ઘટનાઓ પાછળ સફળતાની કોઈ ચાવી હતી તો તે આ ભેદજ્ઞાન.
જીવનમાં નિરંતર ભેદજ્ઞાનનો અભ્યાસ, ચિંતન અને નાના નાના પ્રસંગોમાં તેનો અનુભવ ચાલુ હોય તો જ મરણાંત કષ્ટના પ્રસંગે ભેદજ્ઞાન આપણી રક્ષા કરે. માત્ર વાણીમાં જ ભેદજ્ઞાન રાખવાનું નથી. ચિંતન અને ધ્યાન દ્વારા તેને આત્મસાત્ કરવાનું છે. પછી જીવનના ભિન્ન-ભિન્ન પ્રસંગોમાં શારીરિક-આર્થિક-કૌટુંબિક આપત્તિઓના પ્રસંગે તે ભેદજ્ઞાન દ્વારા આપણી ધૃતિ અને સંયમને તીર્ણ કરી કર્મોના ક્ષયનો પુરુષાર્થ કરવાનો છે. ભેદજ્ઞાનનો આ શાશ્વત્ વિવેક, પ્રત્યેક જીવને પ્રાપ્ત થાઓ!
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
MEZORIAL
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુતર્કનો ત્યાગ, રાગ-દ્વેષનો ત્યાગ અને અંતરાત્મભાવમાં
મધ્યસ્થતા
મધ્યસ્થ બન્યો, આવો આત્મા
pale pue 01í± 2
*lKhole]
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મધ્યસ્થતા
તમારા કોઈ એક વિચારને કે વિચારધારાને વળગી રહીને એકાંગી ન બની જાઓ. મધ્યસ્થ રહો. કુતર્કોનો ત્યાગ કરો. એ ત્યારે જ બને કે જ્યારે તમારા રાગ-દ્વેષ મંદ પડચા હોય ને અંતરાત્મભાવમાં રમણતા થઈ હોય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'विभिन्ना अपि पन्थानः समुद्रं સરિતામિવ' કેટલી સરસ વાત કરી છે ગ્રંથકારે! નદીઓ ભલે જુદા-જુદા માર્ગે વહે, પરંતુ બધી જ સમુદ્રમાં જઈને મળે છે. તેમ સંસારમાં મધ્યસ્થ પુરુષોના જુદાજુદા માર્ગો અંતે તો અક્ષય પરમાત્માસ્વરૂપમાં મળી જાય છે.
મધ્યસ્થ ભાવને પામવા માટે આ આઠ શ્લોકો પુનઃ પુનઃ વાગોળ્યા કરો.
૧૩
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
स्थीयतामनुपालम्भं मध्यस्थेनान्तरात्मना । વેતવરક્ષેત્ર્યિતાં યાત્તિ વાપમ્ II TI99ી અર્થ : શુદ્ધ અંતરંગ પરિણામે મધ્યસ્થ થઈને, ઉપાલંભ ન આવે તેવી રીતે રહો. કુયુક્તિરૂપ કાંકરા નાખવારૂપ બાલ્યાવસ્થાની ચપળતાનો ત્યાગ કરો.
વિવેચન : “સદા આત્મસ્વભાવમાં રહેવું, ન રાગ કરવો, ન ષ કરવો.' - આનું નામ છે મધ્યસ્થતા. આવી મધ્યસ્થતા અંતરાત્માને પ્રાપ્ત થાય. ખરેખર, સાચો આનંદ આવી મધ્યસ્થ દૃષ્ટિમાં જ સમાયેલો છે. જડ-ચેતન દ્રવ્યો પ્રત્યે રાગ અને દ્વેષ કરી, વિકૃત આનંદમાં મન બાહ્યાભા થાય, ભવાભિનંદી થાય. વળી, રાગી-દ્વેષી બાહ્યાત્મા પોતાના રાગદ્વેષને પ્રમાણિક કરાવવા કુતર્કનો આશ્રય લે છે, કે જે બાલસુલભ ક્રીડા કહેવાય. આવા જીવોને અનેક પ્રકારના ઉપાલંભ સાંભળવા પડે છે. મધ્યસ્થતાની સિદ્ધિ કરવા માટેક રાગ અને દ્વેષનો ત્યાગ,
અત્તરાત્મ-ભાવ, આ કુતર્કનો ત્યાગ.
આ ત્રણેય વાતોની આરાધના કરવાની છે. રાગ અને દ્વેષનો ત્યાગ કરવા માટે તેની પૂર્વભૂમિકાનો વિચાર કરવો જોઈએ.
પ્રાકત મનુષ્યોમાં રાગ-દ્વેષની જે પ્રચરતા દેખાય છે તેની પાછળ બે તત્ત્વો રહેલાં હોય છે : સુખાસક્તિ અને ભોગવાસના, ઈન્દ્રિયજન્ય સુખોમાં આસક્તિ અને ભોગની તીવ્ર વાસના. જ્યારે મનુષ્યને તે સુખ મળે છે અને તેની વાસના સંતોષાય છે, ત્યારે તે રાગી બને છે. જ્યારે તેને સુખ મળતું નથી અને વાસનાની પૂર્તિ થતી નથી ત્યારે તે હેપી બને છે. તેના રાગ અને તેનો વેષ જડ-ચેતન બંને પ્રત્યે હોય છે. આ રીતે રાગ-દ્વેષી પ્રાકૃત મનુષ્ય સુખભોગનો પક્ષપાતી હોય છે અને એ પક્ષપાતથી પ્રેરિત અનેક કુતર્ક કરતો ભટકે છે.
મધ્યસ્થ પુરુષ ઇન્દ્રિયજન્ય સુખો પ્રત્યે વિરક્ત હોય છે અને ભોગવાસનાથી વિમુખ થયેલો હોય છે. અહીં સુખ-ભોગ પ્રત્યે તેનો પક્ષપાત રહેતો નથી. તેથી સુખ-ભોગજન્ય રાગ-દ્વેષથી તે પર બને છે; પરંતુ એનો અર્થ એ નથી કે સંપૂર્ણ રાગ-દ્વેષથી તે પર બની જાય છે! ભોગ-સુખથી
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યસ્થતા
૧૭૩
વિરક્ત બન્યા પછી પણ અસત્ તત્ત્વો પ્રત્યે રાગ અને સત્ તત્ત્વો પ્રત્યે દ્વેષ, તેને મધ્યસ્થ બનવા દેતા નથી. અસત્ તત્ત્વને સત્ તત્ત્વ સિદ્ધ કરવા અને સત્ તત્ત્વને અસત્ સાબિત કરવા તે કુતર્કોનો આશ્રય લે છે! અહીં ક્યાં આવી મધ્યસ્થતા?
શું જમાલિમાં સુવિરક્તિ અને ભોગવિમુખતા ન હતી? છતાં રાગ અને દ્વેષથી તે પર ન બની શક્યો, કારણ કે અસત્ તત્ત્વનો રાગ અને સત્ તત્ત્વ પ્રત્યે દ્વેષ હતો. તેને કેટલા મનુષ્યોના ઉપાલંભ સાંભળવા પડ્યા? ખુદ પરમાત્મા મહાવીરદેવનો ઉપાલંભ તેને મળ્યો. પત્ની આર્યા પ્રિયદર્શનાએ તેનો ત્યાગ કર્યો...સેંકડો શિષ્યોએ તેને ત્યજી દીધો... છતાં તે મધ્યસ્થ ન બન્યો, તે ન જ બન્યો! અસત્ તત્ત્વને સિદ્ધ કરવા તેણે સેંકડો કુતર્કના કાંકરા ઉછાળ્યા... અસનું તત્ત્વનો દૃઢ પક્ષપાતી બની ગયો.
પ્રિયદર્શનાને કુંભકાર-શ્રાવકે મધ્યસ્થ બનાવી દીધી હતી. કુતર્કનો ત્યાગ કરી પ્રિયદર્શના પિતા-પરમાત્માના ચરણોમાં પહોંચી રાગ-દ્વેષરહિત પરમ મધ્યસ્થભાવને ધારણ કરનારી બની.
જ્યાં સુધી કર્મજન્ય ભાવોમાં ૨મણતા છે, ત્યાં સુધી મધ્યસ્થતા ન આવે. આત્માના સ્વાભાવિક ગુણોમાં રમણતા એ જ મધ્યસ્થપણું છે. સ્વભાવનો ત્યાગ એ જ મોટો ઉપાલંભ-ઠપકો સમજવો જોઈએ. પરમાર્થ એ છે કે રાગદ્વેષથી પર બનવા કુતર્કનો ત્યાગ કરવો જોઈએ.
मनोवत्स युक्तिगवीं मध्यस्थस्यानुधावति ।
तामाकर्षति पुच्छेन तुच्छाग्रहमनः कपिः ।।२ । । १२२ । ।
અર્થ : મધ્યસ્થ પુરુષનો મનરૂપી વાછરડો યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે. તુચ્છ આગ્રહવાળા પુરુષનો મનરૂપી વાંદરો યુક્તિરૂપી ગાયને પૂંછડા વડે ખેંચે છે. વિવેચન : મધ્યસ્થ પુરુષનું મન વાછરડું છે. યુક્તિ એ ગાય છે. ગાયની પાછળ વાછરડું દોડે છે.
મિથ્યાગ્રહી મનુષ્યનું મન વાંદરો છે. યુક્તિ એ ગાય છે. વાંદરો ગાયનું પૂંછડું પકડીને ખેંચે છે.
મધ્યસ્થ પુરુષ યુક્તિ તરફ આકર્ષાય છે, દુરાગ્રહી યુક્તિને પોતાના તરફ ખેંચે છે; અર્થાત્ પોતાની દૃઢ માન્યતા તરફ તે યુક્તિને તોડમરોડ કરી ખેંચે છે. શ્રી હારિભદ્રીઅષ્ટકમાં કહ્યું છે :
For Private And Personal Use Only
'
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
ફાનસાર 'आग्रही बत निनीषति युक्तिं तत्र यत्र मतिरस्य निविष्टा।
पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ।। આગ્રહી પુરુષનું એ લક્ષણ હોય છે કે જ્યાં એની મતિ હોય છે ત્યાં યુક્તિને લઈ જાય છે. પક્ષપાતરહિત પુરુષ જ્યાં યુક્તિ હોય છે, ત્યાં મતિને લઈ જાય છે.”
પક્ષનો, સંપ્રદાયનો, પંથનો, ગચ્છનો આગ્રહ-પક્ષપાત, યુક્તિને દિમાગમાં પ્રવેશવા દેતો નથી. યુક્તિશૂન્ય સ્વપક્ષની વાતનો દુરાગ્રહ મનુષ્યને મધ્યસ્થ બનવા દેતો નથી. અરે, દુરાગ્રહી મનુષ્ય તો ત્યાં સુધી વિચારે છે કે “જો હું બીજા પંથની યુક્તિયુક્ત વાતો સાંભળીશ અને મારા મનમાં તે જચી જશે તો મારું સમકિત ચાલ્યું જશે!” માટે તે યુક્તિપૂર્ણ વાતો સાંભળવા પણ ચાહતા નથી!
હા, યુક્તિની યથાર્થતાની પરીક્ષા કરતાં આવડવી જોઈએ, યુક્તિ બે પ્રકારની હોય છે : (૧) સતર્ક, અને (૨) કુતર્ક. કોને સતર્ક કહેવાય અને કોને કુતર્ક કહેવાય, એ સમજવાની સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ.
દરેક મત અને પંથ, જે પ્રત્યેક કાળે નીકળ્યા કરે છે, તે કોઈને કોઈ તર્કનો સહારો લઈને નીકળે છે. પોતાના કોઈ વિચારને પુષ્ટ કરનારી યુક્તિ અને ઉદાહરણ મળી જતાં મત યા પંથ પ્રગટ થાય છે અને એ યુક્તિનીઉદાહરણની યથાર્થતા-અયથાર્થતાનો નિર્ણય કરવામાં અસમર્થ જીવો એ મત યા પંથમાં ભળે છે! પરંતુ આવા મન:કલ્પિત મતો યા પંથો, કે જે કુતર્કના આધાર પર ઊભા થયેલા હોય છે તે, ચાતુર્માસકાળમાં પેદા થતાં અળસિયાં જેટલું આયુષ્ય ભોગવી નષ્ટ થઈ જાય છે! અથવા તો અજ્ઞાન અને અબુધ જીવોના ક્ષેત્રમાં એ પંથ વિસ્તર્યે જાય છે.
કુતર્કને સુતર્ક સમજી સરળ જીવ કુતર્ક તરફ ખેંચાઈ જાય છે; તો ક્યારેક સુતર્કને કુતર્ક સમજી સુતર્કથી દૂર ફેંકાઈ જાય છે. સુતર્કને સુતર્કના સ્વરૂપે અને કુતર્કને કુતર્કના સ્વરૂપે સમજવાની ક્ષમતાવાળો જીવ જ મધ્યસ્થ દષ્ટિને પામી શકે છે.
યથાર્થ વસ્તુ-સ્વરૂપનો બોધ કરવા માટે યુક્તિનો સહારો લેવો જોઈએ અને યુક્તિને યથાર્થરૂપે સમજવા યુક્તિની પરિભાષાને પણ સમજવી જોઈએ; અન્યથા મિથ્યા ભ્રમણાઓમાં ભ્રમિત બની જવાય. ‘શિવભૂતિ'ની એ જ દશા થઈ હતી ને! રથવીરપુર નગરમાં આચાર્યશ્રી આર્યકુષ્ણનો શિષ્ય શિવભૂતિ, ‘જિનકલ્પના શાસ્ત્રીય વિવેચનને પોતાની મતિકલ્પના તરફ ખેંચી ગયો. ગુરુદેવ આર્યકૃષ્ણ આચાર્ય ભગવંતે અનેક યુક્તિઓ આપી કે જે
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યસ્થતા
૧૭૫ યથાર્થ હતી... પરંતુ શિવભૂતિના મન-માંકડાએ એ યુક્તિ-ગાયના પૂંછડાને પકડી પોતાના તરફ ખેંચવા ! કર્યો... વસ્ત્ર ત્યજી દીધાં... નગ્ન બનીને નીકળી પડ્યો. બસ, પછી તો જેટલા તર્ક... યુક્તિ મળ્યા, પોતાના મંતવ્યને તે એકાંગી બનીને સિદ્ધ કરવા લાગ્યો. તેણે ન કર્યો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર, તેણે ન કર્યો ઉત્સર્ગ-અપવાદનો વિચાર, તેણે ન કર્યો સાપેક્ષવાદનો વિચાર! “વસ્ત્રધારી મોક્ષે ન જઈ શકે' - આ એકાંગી આગ્રહ તેને યથાર્થ વસ્તુસ્વરૂપના બોધથી વંચિત રાખ્યો. પરમાર્થ એ છે કે યુક્તિને પારખી, તેને અનુસરો.
"તયેષુ સ્વાર્થપુ પરવાનો
સમીત્ત જનો થી સ મધ્ય મહામુનિઃ Tરૂ સા૨રૂ II અર્થ: પોતપોતાના અભિપ્રાય સાચા; બીજા નયોના વક્તવ્યનું નિરાકરણ કરવામાં નિષ્ફળ (એવા) નયોમાં જેનું મન સમસ્વભાવવાળું છે તે મહાન મુનિ મધ્યસ્થ છે.
વિવેચન : દરેક નય પોતાના દૃષ્ટિબિંદુથી સત્ય હોય છે, પરંતુ જ્યારે તે એકબીજાના દષ્ટિબિંદુનું ખંડન કરે છે ત્યારે ખોટા હોય છે.
___ 'स्वाभिप्रेतेनैव धर्मेणावधारणपूर्वकं वस्तु परिच्छेत्तुमभिप्रेति स नयः' પોતાના અબિલકત ધર્મના નિર્ણયપૂર્વક વસ્તુનું જ્ઞાન કરવાનો જેનો અભિપ્રાય છે તેને નય કહેવાય.
જ્યારે એક નય વસ્તુના સામાન્ય અંશનું પ્રતિપાદન કરી, વસ્તુને તે સ્વરૂપે જોવાનો આગ્રહ કરે છે, બીજો નય વસ્તુના વિશેષ અંશનું પ્રતિપાદન કરી વસ્તુને તે રૂપે જોવાનો આગ્રહ કરે છે; ત્યારે જે પુરુષ મધ્યસ્થ નથી, તે કોઈ એક નયની વાત માની લઈ, બીજા નયના વક્તવ્યને મિથ્યા કહી દે છે, એક નયનો પક્ષપાતી બની જાય છે. પરંતુ મધ્યસ્થ સમ-મના મહામુનિ સર્વ નયોને સાપેક્ષ સમજે છે; અર્થાત્ દરેક નાના વક્તવ્યને તે સાપેક્ષદૃષ્ટિથી મૂલવે છે, તેથી “આ નય સાચો, આ નય ખોટો” એવો પક્ષપાત તે કરતો નથી.
'नियनियवयणिज्जसच्चा सव्व नया परवियालणे मोहा। ते पुण ण दिट्ठसमओ विभयइ सच्चे व अलिए वा' ।।२८।।
- સન્માનિત સર્વ નયો પોતપોતાના વક્તવ્યમાં સાચા છે, પરંતુ બીજા નયના વક્તવ્યનું ૧૧. નયવાદ-જુઓ પરિશિષ્ટ
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
જ્ઞાનસાર ખંડન કરવામાં ખોટા છે. અનેકાન્ત સિદ્ધાંતનો જ્ઞાતાપુરુષ નયોનો “આ સાચા છે, આ ખોટા છે” એવો વિભાગ કરતો નથી.'
પરમાર્થિક દૃષ્ટિએ વિચારવા જતાં, જે નય નયાન્તર-સાપેક્ષ હોય છે તે વસ્તુના એક અંશને નહીં પરંતુ સંપૂર્ણ વસ્તુને ગ્રહણ કરે છે, તેથી તે “નય' નહીં, પરંતુ “પ્રમાણ' બની જાય. માટે નય તો તેને કહેવાય કે જે નયાત્તર નિરપેક્ષ હોય. અર્થાત્ અન્ય નયના વક્તવ્યથી નિરપેક્ષ પોતાના અભિપ્રાયનું વક્તવ્ય કરનાર “નય' કહેવાય, અને તેથી તે નિયમા મિથ્યાદૃષ્ટિ જ હોય. તેથી શાસ્ત્રોમાં કહ્યું છે : “સર્વે નયા મિચ્છાવાળો' સર્વે નયો મિથ્યાવાદી છે. શ્રી આવશ્યક સૂત્રની ટીકામાં શ્રીમદ્ મલયગિરિ સૂરિવરે કહ્યું છે.
નયવાદ મિથ્યાવાદ છે. માટે જ જિનપ્રવચનના રહસ્યને જાણનાર વિવેકી પુરુષો મિથ્યાવાદનો પરિહાર કરવા માટે જે કંઈ બોલે તે “સ્માતુ' પદના પ્રયોગપૂર્વક બોલે. ચાત્કાર-રહિત ક્યારેય ન બોલે. યદ્યપિ લોકવ્યવહારમાં સર્વત્ર સર્વદા સાક્ષાતુ “સ્યાસ્પદનો પ્રયોગ નથી થતો, પરંતુ પરોક્ષ રીતે ત્યાં સ્વાત્કારનો પ્રયોગ સમજી લેવો જોઈએ.'
મધ્યસ્થ દૃષ્ટિવાળા મહામુનિ દરેક નયના અભિપ્રાયને સમજે છે અને તે તે અભિપ્રાયથી તેનું વક્તવ્ય સત્ય સમજે છે. “આ અભિપ્રાય આ નયનું કથન સાચું છે. એ રીતે કોઈ પણ નયના વક્તવ્યને મિથ્યા સમજતા નથી.
વસ્તુ એકની એક હોય, પરંતુ દરેક નય તેના સ્વરૂપને જુદુંજુદું બતાવે છે, જેમ હાથી ને સાત આંધળા! એક કહે : હાથી થાંભલા જેવો છે. બીજો કહે : હાથી સૂપડા જેવો છે. ત્રીજો કહે : હાથી દોરડા જેવો છે : ચોથો કહે: હાથી ઢોલ જેવો છે. પાંચમો કહે : હાથી અજગર જેવો છે. છઠ્ઠો કહે : હાથી લાકડી જેવો છે. સાતમો કહે : હાથી માટલા જેવો છે!
આ બધાંનાં કથનો ત્યાં ઊભેલો એક સજ્જન પુરુષ સાંભળે છે. શું એ કોઈનો પણ પક્ષપાત કરશે? “અમુકનું કહેવું સારું છે, અમુકનું ખોટું..” એમ કહી શકશે? એ મધ્યસ્થ રહેશે અને કહેશે : “તમે તમારી પોતપોતાની કલ્પના મુજબ સાચા છો, કારણ કે તમારા હાથમાં હાથીનો તેવો તેવો અવયવ છે, પરંતુ તમારા બધાંનાં વક્તવ્યોનો સમૂહ હાથી!”
स्वस्वकर्मकृतावेशाः स्वस्वकर्मभुजो नराः।
न रागं नापि च द्वेषं मध्यस्थस्तेषु गच्छति ।।४ ।।१२४ ।। અર્થ : પોતપોતાના કર્મમાં જેણે આગ્રહ કર્યો છે એવા, પોતપોતાના કર્મને ભોગવનારા મનુષ્યો છે, તેમાં મધ્યસ્થ પુરુષ રાગને અને દ્વેષને પ્રાપ્ત થતો નથી.
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યસ્થતા
૧૭૭ વિવેચન : રાગ-દ્વેષની મંદતારૂપ મધ્યસ્થ દૃષ્ટિ પ્રાપ્ત કરવા માટે વિશ્વના જડચેતન દ્રવ્યોને, જડ-ચેતનના પર્યાયોને તેના વાસ્તવિક સ્વરૂપે જોવા જોઈએ. દરેક પરિસ્થિતિને, પ્રત્યેક પ્રસંગને અને એક-એક કાર્યને તેના યથાર્થ સ્વરૂપે જોવામાં આવે, અર્થાતુ વાસ્તવિક કાર્યકારણભાવને જોવામાં આવે, તો રાગદ્વેષ ન થાય.
કેવળજ્ઞાનની સાથે વીતરાગતાનો સંબંધ આ દૃષ્ટિએ યથાર્થ છે. કેવળજ્ઞાનમાં વિશ્વના પ્રત્યેક દ્રવ્ય... પર્યાય, સંયોગ, પરિસ્થિતિ અને દરેક કાર્ય. યથાર્થ સ્વરૂપે... વાસ્તવિક કાર્ય-કારણભાવરૂપે દેખાય છે, તેથી રાગ-દ્વેષ થતા જ નથી. તાત્પર્ય એ છે કે વિશ્વના પદાર્થોનું દર્શન જેમ જેમ યથાર્થ થતું જાય, તેમ તેમ રાગ-દ્વેષ મંદ થતા જવાના. રાગ-દ્વેષની તીવ્રતામાં યથાર્થ દર્શન થઈ શકતું નથી. રાગ-દ્વેષ વિશ્વના અસ્પષ્ટ અને ઊંધા દર્શનથી પેદા થાય છે.
પ્રસ્તુતમાં અહીં સંસારી જીવો પ્રત્યે જોવાનો એક એવો યથાર્થ દૃષ્ટિકોણ આપવામાં આવ્યો છે કે રાગ અને દ્વેષને મંદ થયે જ છૂટકો! જે જે કાર્ય, સંયોગ, પરિસ્થિતિ.. વગેરેમાં એ જીવો પ્રત્યે આપણને રાગ-દ્વેષ થાય છે, તે કાર્ય, સંયોગ, પરિસ્થિતિ વગેરે બધું તે તે જીવના પૂર્વકૃત કર્મોના અનુસાર સર્જાયેલું છે. કર્મોને ઉપાર્જન કરનાર એ જીવ છે અને તે કર્મોના ફળને ભોગવનાર પણ તે જીવ છે..
બીજા જીવની કોઈ એવી પ્રવૃત્તિ સાથે જ્યારે આપણે આપણો સંબંધ જોડી દઈએ છીએ ત્યારે રાગ અથવા ઢેષ થાય છે! બીજા જીવના સમગ્ર વ્યક્તિત્વના ઘડતરની પાછળ એનાં જ કર્મો કારણ છે...ઉપાદાનકારણ એનો આત્મા છે, નિમિત્તકારણ એના કર્મ છે, એ વાત હૃદયમાં જચી જાય, પછી રાગ-દ્વેષ થવાનું કાંઈ જ પ્રયોજન રહેતું નથી.
કોઈ એક નયવાદને પકડી, તેના આગ્રહી બની જનાર જીવો પ્રત્યે પણ આ જ દષ્ટિ રાખવાની છે. “મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયનું ફળ ભોગવે છે..” કર્મ બાંધનાર પણ એ છે, ભોગવનાર પણ એ છે, આપણે શા માટે રાગ-દ્વેષી બનવું?
પાપીમાં પાપી જીવ હોય, છતાં તેના તરફ આ દૃષ્ટિ રાખવાની છે. બિચારો, પૂર્વકૃત કર્મોને ભોગવી રહ્યો છે... આ સંસાર જ એવો છે...” અધ્યાત્મસાર' માં પૂજ્ય ઉપાધ્યાયજીએ કહ્યું છે :
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
જ્ઞાનસાર 'निन्द्यो न कोऽपि लोके पापिष्ठेष्वपि भवस्थितिश्चिन्त्या' “વિશ્વમાં કોઈની પણ નિંદા ન કરું. પાષિષ્ઠ પણ નિંદનીય નથી. ભવસ્થિતિનો વિચાર કરો!”
ભવસ્થિતિનું ચિંતન કરવાનું કેટલું સુંદર સૂચન કર્યું છે! ભવસ્થિતિનું ચિંતન એટલે ચતુર્ગતિમય સંસારમાં પ્રત્યેક જડ-ચેતન દ્રવ્યના પર્યાયોના નિરંતર ચાલી રહેલા પરિવર્તનનું ચિંતની સાથે સાથે વિશુદ્ધ આત્મદ્રવ્યનું પણ ચિંતન કરવાનું. ___'स्तुत्या स्मयो न कार्यः कोपोऽपि च निन्दया जनः।'
કોઈ આપણી સ્તુતિ કરે છે, તે પણ તેના કર્મથી પ્રેરિત થઈને! તેમાં રાગ શા માટે કરવો? કોઈ આપણી નિંદા કરે છે, તે પણ તેના કર્મથી પ્રેરિત થઈને! આપણે દ્વેષ શા માટે કરવો? મધ્યસ્થતાને પ્રાપ્ત કરવા માટે જીવો. પર કર્મોનો કેવો કેવો પ્રભાવ પડે છે, કયા કયા કાર્ય પાછળ કયું કયું કર્મ કામ કરે છે, એ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. મધ્યસ્થ દૃષ્ટિનો વિકાસ તો થાય, પરંતુ આ દૃષ્ટિકોણ તો બીજા જડ-ચેતન દ્રવ્યો તરફ દૃષ્ટિ જાય ત્યારે અપનાવવાનો છે.
मनः स्याद् व्यापृतं यावत् परदोषगुणग्रहे ।
कार्यं व्यग्रं वरं तावन् मध्यस्थेनात्मभावने ।।५।।१२५।। અર્થ : જ્યાં સુધી મન પારકા દોષ અને ગુણને ગ્રહણ કરવામાં પ્રવર્તેલું હોય, ત્યાં સુધી મધ્યસ્થ પુરુષે આત્મધ્યાનમાં (મનને) આસક્ત કરવું શ્રેષ્ઠ છે.
વિવેચન : પરદ્રવ્યના ગુણદોષનો વિચાર કરવાની જ શી જરૂર છે? એવા ગુણદોષના વિચારથી મન રાગી-દ્વેષી બને છે. રાગ-દ્વેષી મન સમભાવનું આસ્વાદન કરી શકતું નથી. મનને પરદ્રવ્ય તરફ લઈ જ જવું ન જોઈએ. આ આત્મસ્વરૂપની રમણતામાં મનને પરોવી દેવાથી મન પરદ્રવ્ય તરફ જતું અટકી જાય છે.
આત્મસ્વરૂપની રમણતાનો વ્યાવહારિક માર્ગ વિચારવો જોઈએ, કે જે સાધક આત્મપ્રયોગમાં લાવી શકે અને આત્માનુભવનો આંશિક આસ્વાદ પણ અનુભવી શકે.
સદાગમોનું અધ્યયન-ચિંતન-પરિશીલન, અનિત્યાદિ ભાવનાઓનું ભાવન, આત્માના સ્વાભાવિક-વૈભાવિક સ્વરૂપનું ચિંતન, નવનિક્ષેપ અને સાદ્વાદશૈલીનું
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯
મધ્યસ્થતા અધ્યયન-મનન, આવરણરહિત આત્માના સ્વરૂપનું ધ્યાન.. આત્મભાવમાં લીન મહાત્માઓનો સમાગમ, સેવા અને સમ્યગુ જ્ઞાનની પ્રાપ્તિ.. અનુભવજ્ઞાનની પ્રાપ્તિ, પોતાનાં આવશ્યક કર્તવ્યોમાં નિષ્ઠા, સર્વત્ર ઔચિત્યનું પાલન... આ છે આત્મભાવમાં લીન થવાના ઉપાયો. આ રીતે મનને સમાધિમાં મગ્ન કરી શકાય. દર્દ કાળના અભ્યાસથી સમાધિમાં મગ્નતા સિદ્ધ થઈ શકે. તે છતાં ક્યારેક મન પરપદાર્થ તરફ ચાલ્યું પણ જઈ શકે છે, કારણ કે કર્મનો ઉદય વિચિત્ર છે. તે સમયે પરપદાર્થોને જોવાની વિશિષ્ટ દષ્ટિનો સહારો લેવો જોઈએ. જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ દૃષ્ટિ રાખવાં જોઈએ. જડ પ્રત્યે અનિત્યાદિ ભાવનાઓનો આશ્રય લેવો જોઈએ. એ રીતે મધ્યસ્થતાને અખંડ રાખવામાં આવે તો જ પ્રશમનું સુખ મન અનુભવી શકે.
પરના ગુણદોષ જોવામાં અકળામણ અનુભવ્યા વિના, એ આદતથી મુક્ત થવું સરળ નથી. પરના ગુણદોષ જોવાની એક આદત જ જીવને પડી ગઈ છે, અને તેથી તેની દૃષ્ટિ મધ્યસ્થ રહી શકતી નથી. તે ક્ષણમાં કોઈનો પક્ષપાતી, તો ક્ષણમાં કોઈ બીજાનો! કોઈ પર રાગી, તો કોઈ પર હેપી! અને એમાં પણ આનંદ માને! કર્તવ્ય સમજે!... છતાં પોતાની જાતને મુનિધર્મનો આરાધક સમજે! આ છે જીવોની પરના ગુણદોષ જોવાની આદત.
જીવોના દોષ જોવાની અને જડના ગુણ જોવાની; બહુધા જીવમાં આદત હોય છે. જીવોના દોષ જોઈ એના પ્રત્યે દ્વેષ, અને જડના ગુણ જોઈ એના પ્રત્યે રાગ કરે છે. જીવ ઉપર પણ જડના માધ્યમથી રાગદ્વેષ કરે છે. છતાં હું આ ગંભીર ભૂલ કરી રહ્યો છું” એમ એને નથી સમજાતું. એ તો ગુણદોષ જોવાના કદાગ્રહને પકડી રાખે છે અને તે કદાગ્રહને કુયુક્તિઓ દ્વારા પુષ્ટ કરે છે.
એવી રીતે અસત્ તત્ત્વોનો આગ્રહ પણ પરના ગુણદોષ જોવા પ્રેરે છે. પોતાની ભૂલ બુદ્ધિમાં ન સમજાતા સમ્યગુ મોક્ષમાર્ગને પણ ગુણદોષની દૃષ્ટિએ જુએ છે અને રાગ-દ્વેષી બને છે. આ બધી વિષમતાઓથી મુક્ત થવા સીધો અને સરળ માર્ગ આ છે : આત્મભાવમાં લીન થઈ જવું. પારકી પંચાત છોડી “સ્વ” તરફ એકાગ્ર બની જવું. જ્યાં સુધી “પર”નો વિચાર ચિત્તમાં રાગ-દ્વેષની હોળી સળગાવતો રહે ત્યાં સુધી સ્વ'માં ખોવાઈ જવું, તે ઉત્તમ માર્ગ છે.
જ્યાં સુધી “પર'નો વિચાર રાગ-દ્વેષી અને પક્ષપાતી બનાવે છે, ત્યાં સુધી હું મારી આત્મસાધનામાં... આત્મભાવનામાં લીન રહીશ,' આવો દઢ
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
જ્ઞાનસાર
સંકલ્પ કરી જીવન જીવવામાં આવે, તો મધ્યસ્થ દૃષ્ટિ ખૂલી જાય અને સમભાવનું સંવેદન અનુભવવામાં આવે.
विभिन्ना अपि पन्थानः समुद्रं सरितामिव ।
मध्यस्थानां परं ब्रह्म पाप्नुवन्त्येकमक्षयम् । । ६ । । १२६ ।।
અર્થ : મધ્યસ્થોના જુદા-જુદા પણ માર્ગો એક અક્ષય, ઉત્કૃષ્ટ પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે, જેમ નદીઓના જુદા-જુદા પ્રવાહો સમુદ્રને મળે છે.
વિવેચન : નદીઓના માર્ગ ભિન્ન ભિન્ન હોય છે, પરંતુ ભિન્ન ભિન્ન માર્ગો સમુદ્રમાં આવી મળે છે... એક બની જાય છે.
આ એક એવું ઉદાહરણ આપણી સામે છે કે જો એના રહસ્યને સમજવામાં આવે તો સાધના-પથ પર ચાલી રહેલા સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને પ્રમોદ આવ્યા વિના ન રહે.
કોઈ નદી ઉત્તરમાં વહે છે, તો કોઈ નદી દક્ષિણ પ્રદેશને ફળદ્રુપ કરતી વહેતી જાય છે. કોઈ પૂર્વ-પ્રદેશને નિરંતર સિંચતી દોડતી જાય છે, તો કોઈ પશ્ચિમકાંઠાને લીલોછમ કરતી સમુદ્ર તરફ ચાલી રહી છે. ભિન્ન દિશાઓમાં, ભિન્ન ભિન્ન પ્રદેશો... પરંતુ સહુની ગતિ સમુદ્ર તરફ! કોઈ નદીનો માર્ગપટ વિશાળ હોય છે, કોઈનો ટૂંકો. કોઈ નદીની ઊંડાઈ વિશેષ હોય છે, કોઈની ઓછી. કોઈનો પ્રવાહ તીવ્ર હોય છે, કોઈનો મંદ... પરંતુ તેનું ગમન સમુદ્ર તરફ હોય છે. સમુદ્રમાં સહુ નદી પોતાનું અલગ અલગ અસ્તિત્વ ભૂલી જાય છે અને સમુદ્રરૂપે બની જાય છે.
બધી સાધનાઓ... આરાધનાઓ... તેની પદ્ધતિઓ ભલે ભિન્ન હો, પરંતુ એ અંતે મોક્ષમાં જઈ મળે છે. અપુનર્બંધક, માર્ગપતિત, માર્ગાભિમુખ, સમકિતી, દેશિવરિત કે સર્વવિરતિ...કોઈ પણ જીવ હો, સહુ પરમબ્રહ્મ તરફ ગતિવાળા છે. માટે કોઈના પ્રત્યે રાગ-દ્વેષ કરવાની જરૂર નથી. જે મધ્યસ્થ દૃષ્ટિવાળા જીવો છે, તેમની મધ્યસ્થતાનો પ્રવાહ તેમને પરમબ્રહ્મરૂપ મહોદધિમાં મેળવી દે છે.
જે જીવ તીવ્ર ભાવથી પાપ કરતો નથી, તે ક્ષુદ્રતા, લાભતિ, દીનતા, મત્સર, ભય, શઠતા, અજ્ઞાન, નિષ્ફળ-આરંભી... વગેરે ભવાભિનંદીના ગુણોથી રહિત છે, શુક્લ પક્ષના ચન્દ્રની જેમ વૃદ્ધિ પામતા ગુણવાળો છે, એક ‘પુદ્દગલ-પરાવર્ત' કાળથી વિશેષ જેનું સંસાર પરિભ્રમણ નથી, તે જીવ ‘અપુનબંધક’ કહેવાય છે. ‘માર્ગપતિત’ અને ‘માર્ગાભિમુખ’ એ ‘અપુનર્બંધક’
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
મધ્યસ્થતા કહેવાય છે. “માર્ગપતિત” અને “માર્ગાભિમુખ” એ “અપુનબંધક' ની જ અવસ્થાઓ છે. માર્ગ એટલે ચિત્તનું સરળ પ્રવર્તન અર્થાતુ વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિને યોગ્ય સ્વાભાવિક ક્ષયોપશમ. તેવા ક્ષયોપશમને પ્રાપ્ત કરનાર “માર્ગપતિતબંધક' કહેવાય છે. જ્યારે માર્ગમાં પ્રવેશ કરવા યોગ્ય ભાવને પ્રાપ્ત થયેલ આત્મા “માર્ગાભિમુખ' કહેવાય છે.
આ બધાં જીવો પ્રાયઃ મધ્યસ્થષ્ટિવાળા હોય છે. સમકિતી, દેશવિરતિ અને સર્વવિરતિધર આત્માઓ પણ મધ્યસ્થષ્ટિવાળા હોય છે. સર્વવિરતિધર આત્માઓમાં “વિકલ્પી'' અને “જિનકલ્પી” એવાં બે ભેદ હોય છે, તે પણ મધ્યસ્થદષ્ટિ હોય છે. આ બધાંય મધ્યસ્થષ્ટિઓનું લક્ષ. સાધ્ય એક અક્ષય પરમ બ્રહ્મસ્વરૂપ છે અને ત્યાં એ સર્વે પોતપોતાનું અલગ અસ્તિત્વ પરમ બ્રહ્મમાં વિલીન કરી દે છે.
કોઈ પણ જીવ હોય, સાધનાની કોઈ પણ ભૂમિકા પર ઊભેલો હોય, પરંતુ જો તે મધ્યસ્થદષ્ટિવાળો છે, તો તે નિર્વાણનો અધિકારી છે. તેના પ્રત્યે તમારા હૃદયમાં મંત્રી અને પ્રમોદનો ભાવ હોવો જોઈએ.
આચારમાં રહેલી ભિન્નતા મધ્યસ્થષ્ટિમાં બાધક નથી. વેશની ભિન્નતાને પણ મધ્યસ્થતાની બાધક ન સમજવી જોઈએ. વેશ અને આચારના માધ્યમથી જીવની યોગ્યતા-અયોગ્યતાનો નિર્ણય દોષપૂર્ણ હોય છે. મધ્યસ્થષ્ટિ ના માધ્યમથી જીવની યોગ્યતા-અયોગ્યતા પુરવાર થાય છે. કેવળજ્ઞાનના મહોદધિમાં મધ્યસ્થ દૃષ્ટિની ભિન્ન ભિન્ન નદીઓ જઈને મળે છે અને તે કેવળજ્ઞાનસ્વરૂપ બની જાય છે.
स्वागमं रागमात्रेण द्वेषमात्रात् परागमम् ।
न श्रयाम: त्यजामो वा किन्तु मध्यस्थया दशा ।।७।।१२७।। અર્થ : પોતાના શાસ્ત્રને કેવળ રાગથી સ્વીકારતા નથી, પરના શાસ્ત્રને કેવળ કેષથી તજતા નથી, પરંતુ મધ્યસ્થદષ્ટિ વડે સ્વીકાર અને ત્યાગ કરીએ છીએ.)
વિવેચન : શ્રી ઉપાધ્યાયજી અહીં એક આક્ષેપનો પ્રત્યુત્તર આપે છે.. આક્ષેપ આ છે : તમે પક્ષપાત ત્યજી મધ્યસ્થભાવ રાખવાનો બીજા જીવોને ઉપદેશ આપો છો, તો તમે અન્ય દર્શનકારોનાં શાસ્ત્રોને કેમ નથી સ્વીકારતા અને તમારા પોતાનાં શાસ્ત્રોને કેમ સ્વીકારો છો? શું આ રાગ-દ્વેષ નથી?
૧૨. સ્થવિરકલ્પ-જિનકલ્પનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટ.
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
જ્ઞાનસાર સમાધાન આ છે : સ્વ-સિદ્ધાંતનો સ્વીકાર માત્ર રાગથી અમે કરતા નથી. એ સ્વીકારની પાછળ વિશિષ્ટ વિચાર કરવામાં આવે છે. એવી રીતે પરસિદ્ધાન્તનો ત્યાગ માત્ર દ્વેષથી અમે કરતા નથી, પરંતુ એ ત્યાગની પાછળ એક વિશિષ્ટ દષ્ટિ રહેલી છે. અર્થાત્ સ્વીકાર અને ત્યાગ કરવા માત્રથી રાગ અને દ્વેષ સિદ્ધ થતા નથી. એ સ્વીકાર અને ત્યાગ કઈ વિશિષ્ટ દૃષ્ટિથી કરવામાં આવે છે, એના પર પક્ષપાત યા મધ્યસ્થતાનો નિર્ણય થઈ શકે. મધ્યસ્થષ્ટિથી વિચાર કરીને સિદ્ધાન્તનો સ્વીકાર અને ત્યાગ કરવામાં આવે છે. મધ્યસ્થષ્ટિ યુક્તિનું અનુસરણ કરે છે, જેમાં યુક્તિ દેખાય તે તરફ ઝૂકે છે. યુક્તિરહિત વચનનો ત્યાગ કરી દે છે... અમે તો સ્પષ્ટ કહીએ છીએ
'पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।
युक्तिमद्वचनं यस्य वस्य कार्यः परिग्रहः ।।' અમને ભગવંત મહાવીરનો પક્ષપાત નથી, કપિલાદિમુનિઓ પ્રત્યે દ્વેષ નથી, પરંતુ જેનું વચન યુક્તિયુક્ત છે, તે અંગીકાર કરવા યોગ્ય છે.'
અમારી સામે બે વચન આવે છે. અમે બંનેને સાંભળીએ છીએ. જે વચન અમને યુક્તિવાળું લાગે છે તેનો અમે આદરપૂર્વક સ્વીકાર કરીએ, એ શું પક્ષપાત કહેવાય? અને જે વચન યુક્તિવાળું ન લાગે અને એનો અમે ત્યાગ કરીએ, એ શું દ્વેષ કહેવાય?
કોઈ પણ વચનની યુક્તિમત્તા વિચારવા તેની ત્રિવિધ પરીક્ષા કરવી જોઈએ; જેમ સુવર્ણની ત્રિવિધ પરીક્ષા કરવામાં આવે છે, તેવી રીતે.
परीक्षन्ते कषच्छेदतापैः स्वर्णं यथा जनाः । शास्त्रेऽपि वर्णिकाशुद्धिं परीक्षन्तां तदा बुधाः ।।१७।।
- અધ્યાત્મોનિકનું કષ, ચ્છેદ અને તાપ” - આ ત્રણ પ્રકારની પરીક્ષાથી શાસ્ત્રનાં વચન તપાસવાં જોઈએ. જે શાસ્ત્રમાં વિધિ અને પ્રતિષેધો ખુબ વર્ણવ્યાં હોય અને તે એકાધિકાર-પરસ્પર અવિરુદ્ધ હોય, તો તે “કષ' પરીક્ષામાં ઉત્તીર્ણ કહેવાય. તે વિધિ અને નિષેધના પાલનનું યોગક્ષેમ કરનારી ક્રિયાઓ જો બતાવવામાં આવી હોય, તો તે શાસ્ત્ર “છેદ' પરીક્ષામાં ઉત્તીર્ણ કહેવાય અને તેને અનુરૂપ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તેને “તાપ' પરીક્ષામાં ઉત્તીર્ણ કહેવાય કે જે સિદ્ધાંતો પરસ્પર-વિરોધી ન હોય.'
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યસ્થતા
૧૮૩ 'न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु ।
यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीरप्रभुमाश्रिताः स्मः ।। “હે વીરપ્રભુ અમને કેવળ શ્રદ્ધાથી તમારા પર પક્ષપાત નથી, તેમ કેવળ કેષથી અન્ય ઉપર અરુચિ નથી, પરંતુ યથાર્થ આપ્તપણાની પરીક્ષાથી અમે તમારો આશ્રય કરીએ છીએ.”
જેવી રીતે યુક્તિના અનુસરણમાં મધ્યસ્થપણું રહેલું છે, તેવી રીતે સિદ્ધાંતને બતાવનાર પુરુષનું આપ્તપણે પણ મધ્યસ્થષ્ટિ વિચારે છે, જે વક્તા આપ્તપુરુષ-વીતરાગ છે, તેનું વચન સ્વીકાર્ય હોય છે. જે વક્તા વીતરાગ નથી, તેનું વચન-રાગ-દ્વેષથી યુક્ત હોય તેથી તે ત્યાજ્ય હોય છે. આ રીતે મધ્યસ્થ દૃષ્ટિ આત્માના ત્યાગ અને સ્વીકાર યથાર્થ હોય છે.
मध्यस्थया घशा सर्वेष्वपुनर्बंधकादिषु ।
चारिसंजीविनीचारन्यायादाशास्महे हितम् ।।८।।१२८ ।। અર્થ : બધાં અપુનબંધકાદિમાં મધ્યસ્થ દષ્ટિ વડે સંજીવનીનો ચારો ચરાવવાના દૃષ્ટાંતથી કલ્યાણ ઇચ્છીએ છીએ.
વિવેચન : સ્વસ્તિમતી નગરી. તેમાં બે બ્રાહ્મણ કન્યાઓ વસે, બંને વચ્ચે ગાઢ મિત્રતા. બંનેનાં લગ્ન થયાં અને જુદાજુદા ગામમાં તે ચાલી ગઈ. એક વાર બંને સખીઓ ભેગી થઈ અને પોતાના સુખ-દુઃખની વાતો કરવા લાગી.
એક સખીએ કહ્યું : “હું બહુ જ દુઃખી છું. મારો પતિ મારે આધીન નથી.” બીજી સખીએ કહ્યું : “તું ચિંતા ન કર. હું તને એવી જડીબુટ્ટી આપું છું, તે જડીબુટ્ટી તું તારા પતિને ખવરાવી દેજે. તારે વશ તે થઈ જશે.' તેણે જડીબુટ્ટી સખીને આપી અને તે ચાલી ગઈ. સખીએ પોતાના પતિને જડીબુટ્ટી ખવરાવી દીધી. તેનો પતિ બળદ થઈ ગયો! પતિને બળદ બની ગયો જોઈ
સ્ત્રી ઘણી જ દુ:ખી થઈ ગઈ. તે હમેશાં બળદરૂપ પતિને ચરાવવા લઈ જવા લાગી. તેની સેવા શુશ્રુષા કરવા લાગી.
એક દિવસની વાત છે.
સ્ત્રી બળદને એક ઝાડ નીચે ચરાવતી હતી. તે ઝાડ ઉપર એક વિદ્યાધર યુગલ બેઠું હતું. વિદ્યાધર બળદને જોઈને પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો :
આ સ્વભાવથી બળદ નથી, પરંતુ જડીબુટ્ટી ખવરાવવાથી પુરુષ મટી બળદ થયો છે.”
વિદ્યાધરીએ કહ્યું : “તો એ હવે પુરુષ નહિ બને? બિચારી એની સ્ત્રી કેવી દુઃખી લાગે છે...!”
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
જ્ઞાનસાર જો એને “સંજીવની' નામની જડીબુટ્ટી ખવરાવવામાં આવે તો પુનઃ પુરુષ થઈ જાય અને એ “સંજીવની” આ વડની નીચે જ છે!
નીચે બેઠેલી સ્ત્રી વિદ્યાધર-વિદ્યાધરીની વાત સાંભળી ખૂબ રાજી થઈ જાય છે. પરંતુ તે “સંજીવની જડીબુટ્ટીને ઓળખતી ન હતી. ઘાસ ઘણું હતું... શું કરે? તેણે વિચાર્યું : “વડ નીચે બધી વનસ્પતિ ચરાવી દઉં, તેમાં સંજીવની આવી જશે!” તે પ્રમાણે તેણે કર્યું, એટલે તેનો પતિ બળદ મટીને પુનઃ પુરુષ બની ગયો!
ચાહે અપનબંધક હો, માર્ગપતિત યા માર્ગાભિમુખ હો. સમકિતી, દેશવિરતિ યા સર્વવિરતિ સાધુ હો, જો તેને મધ્યસ્થભાવ-આત્માનુકૂળ સમભાવની જડીબુટ્ટી ખવરાવવામાં આવે તો અનાદિ પરભાવની પરિણતિની પશુતા દૂર થાય અને સ્વરૂપના જ્ઞાનના કુશલ ભેદજ્ઞાની પુરુષ બની જાય. મધ્યસ્થભાવ આવું મહાન હિત કરે છે, પરંતુ તે માટે કદાગ્રહનો ત્યાગ કર્યે જ છૂટકો. અસદ્ આગ્રહ મનુષ્યનું ભયંકર પતન કરે છે.
व्रतानि चीर्णानि तपोऽपि तप्तं कृता प्रयत्नेन च पिण्डविशुद्धिः । अभूत्फलं यत्तु न निलवानां असद्ग्रहस्यैव हि सोऽपराधः ।।
- अध्यात्मसार “વ્રત-તપ-વિશુદ્ધ ભિક્ષાવૃત્તિ... બધું હતું, પરંતુ તે નિહુનવોને નિષ્ફળ ગયું...! કેમ? અસત્ આગ્રહનો એ અપરાધ હતો.” માટે અસદ્ આગ્રહનો ત્યાગ કરી મધ્યસ્થષ્ટિવાળા બનવું જોઈએ.
आमे घटे वारि भृतं यथा सद् विनाशयेत्स्वं च घटं च सद्यः। असद्ग्रहग्रस्तमतेस्तथैव,
श्रुतप्रदत्तादुभयोर्विनाश: ।। કાચા ઘડામાં પાણી ભરવામાં આવે તો? ઘડો અને પાણી બંનેનો વિનાશ થાય. તેવી રીતે અસદુ આગ્રહીને શ્રુતજ્ઞાન આપવામાં આવે તો? જ્ઞાન અને તેને ગ્રહણ કરનાર બંનેનો વિનાશ થઈ જાય!' માટે અસદુ આગ્રહ ત્યજી મધ્યસ્થષ્ટિવાળા બની પરમ તત્ત્વનું અન્વેષણ કરવું જોઈએ, તો પરમ હિત થઈ જાય.
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
નિર્ભયતા ,
ભયની ભ્રાન્તિ નહીં! જે આત્મસ્વભાવના અદ્વૈતમાં લીન બની ગયો તે નિર્ભયતાના આનંદને અનુભવે છે. તેને સ્વપ્રશંસા કરવી ન ગમે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–
(નિર્ભયતા)
જ્યાં ભય ત્યાં અશાન્તિ. નિર્ભય બનો. નિર્ભયતામાં શાન્તિ છે, આનંદ છે. ભયની ભડભડતી આગમાંથી બહાર નીકળવા માટે તમે આ પ્રકરણ અવશ્ય વાંચો. તમારા મુખ ઉપર નિર્ભયતાનો તરવરાટ ઊભરાશે અને જીવનની નિરાશાઓની કબર ખોદાશે!
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
જ્ઞાનસાર
यस्य नास्ति परापेक्षा स्वभावाद्वैतगामिनः।
तस्य किं न भयभ्रान्तिक्लान्तिसन्तानतानवम् ।।१।।१२९ ।। અર્થ : “જેને બીજાની અપેક્ષા નથી અને સ્વભાવની એકતાને પ્રાપ્ત થનાર છે, તેને ભયની ભ્રાન્તિથી થયેલા ખેદની પરંપરાનું અલ્પપણું કેમ ન હોય?
વિવેચન : શું તમે જાણો છો કે તમારા જીવન-ગગનમાં ભયનાં વાદળ શાથી ઘેરાયાં છે? શું તમે ક્યારે ય વિચાર્યું છે કે ભયની બ્રાન્તિ કેવી રીતે પેદા થાય છે? ભય... અનેક પ્રકારના ભય... એ ભયની પરંપરાથી તમે નિરંતર અશાત્ત અને સંતપ્ત છો... છતાં તમે વિચારતા નથી કે ભયની ભઠ્ઠીમાં તમે શાથી બળી રહ્યા છો!
શું તમે ચાહો છો કે તમારું જીવન ભયમુક્ત બને? નિરભ્ર જીવનગગનમાં નિર્ભયતાનો સૂર્ય પ્રકાશી ઊઠે અને એ પ્રકાશના સહારે તમે શિવમાર્ગે ચાલ્યા જાઓ, એમ તમે ઝંખો છો? અહીં પૂ. ઉપાધ્યાયજી ભયમુક્ત બનાવવા બે માર્ગ-બે ઉપાય બતાવે છે :
૧. પરપદાર્થોની અપેક્ષા ત્યજો. ૨. સ્વ-ભાવના અદ્વૈતની ઉપેક્ષા ત્યજો. ભયભ્રાન્ત દશાનું નિદાન પણ આ માર્ગ સૂચનમાંથી લાધે છે. છે. પરપદાર્થોની અપેક્ષા. જ સ્વભાવ-અદ્વૈતની ઉપેક્ષા. આવો, આપણે આ નિદાનને સ્પષ્ટતાથી સમજીએ.
પરપદાર્થ' એટલે આત્માથી જુદી...ભિન્ન વસ્તુ. એ પર-પદાર્થો અનંત છે. જીવ અનાદિકાળથી એ પરપદાર્થોના સહારે જ જીવવા ટેવાયેલો છે. “પરપદાર્થોની અપેક્ષાથી જ જીવી શકાય, એવી તેની દૃઢ માન્યતા બની ગઈ છે. શરીર, વૈભવ, સંપત્તિ, સ્નેહી-સ્વજનો, કુટુંબપરિવાર, માન-કીર્તિ... અને આ બધાં સાથે સંબંધ ધરાવતા પદાર્થોની સ્પૃહા, તેના પર મમત્વ અને રાગ જીવને વારંવાર ભયભીત કરે છે,
એ કેવી રીતે મળશે? એ નહીં મળે તો? હું શું કરીશ? મારું શું થશે? આ નહીં સુધરે તો? આ બગડી જશે તો?'
પરપદાર્થોના અભાવમાં કે પરપદાર્થો બગડી જવાની કલ્પનામાં જીવને દુ:ખના ડુંગર તૂટી પડતા લાગે છે. તે કંપી ઊઠે છે. તેનું મન ખિન્ન બની
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયતા
૧૮૭ જાય છે. તેનું મુખ પ્લાન થઈ જાય છે. આ પરપદાર્થોની ચારે બાજુ રાતદિવસ ભટકવામાં જીવ પોતાના આત્મસ્વભાવને વીસરી જાય છે, આત્માની સરાસર ઉપેક્ષા કરી રહ્યા છે. આત્મા! આત્મસ્વભાવ... એ આત્મસ્વભાવની રમણતા-લીનતા.. જીવે આ આત્મરમાતાની ઘોર ઉપેક્ષા કરી છે. પછી ભયભ્રાન્ત ન બને તો શું થાય?
પરપદાર્થોની અપેક્ષા ત્યજો. આત્મસ્વભાવની ઉપેક્ષા ત્યજો; ભયભ્રાન્ત દશાની વિવશતા, વ્યાકુળતા અને વિષાદને નામશેષ કરી દેવા આટલું જરૂર કરવું પડશે. પરપદાર્થોની અપેક્ષા તૂટી જશે, અર્થાતુ પરપદાર્થોના અભાવમાં જ્યારે તમે દુ:ખી નહીં બનો, સંતાપ નહીં કરો, હતાશા નહીં અનુભવો, ત્યારે આત્મસ્વભાવની મસ્તી જાગી જશે. ભયના પરિતાપમાં શેકાતું હૈયું મલકાઈ જશે. નિર્ભયતાની ખુમારી અને વિષયવિરાગની પ્રભાપૂર્ણ અભિવ્યક્તિ થશે. ભયની બળબળતી લાગણીઓની ભઠ્ઠીઓ ઠરી જશે. શરદની શુભ ચાંદની જેવી નિર્ભયતાની શીતળતા છવાઈ જશે.
भवसौख्येन किं भूरिभयज्वलनभस्मना?
सदा भयोज्झितज्ञानसुखमेव विशिष्यते ।।२।।१३०।। અર્થ : ઘણા ભયરૂપ અગ્નિથી ભસ્મીભૂત થયેલા સંસારના સુખથી શું? હમેશાં ભયરહિત જ્ઞાનસુખ જ સર્વાધિક છે.
વિવેચનઃ સંસારનું સુખ? ભસ્મ છે, રાખ છે રાખી ભયની પ્રચંડ આગમાંથી પેદા થયેલી રાખ છે! એ સંસારનું સુખ, રાખ જેવા સંસારસુખનું તમારે શું કામ છે?
સંસારનાં સુખ એટલે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં સુખ. આ શબ્દ વગેરે સંસારસુખોનાં અનંત રૂપો... અનંત જાતોને ચામડાની આંખોથી જોતાં રાખ નહીં દેખાય. એ રાખ છે, તે જોવા, સમજવા માટે એ સુખોનું પૃથક્કરણ કરવું પડે છે.
ભય આગ છે ખરી? જો ભયને તમે પ્રચંડ આગ માનો તો જ સંસારસુખ રાખ સમજાશે. માટે પહેલાં ભયને આગ માનવી..સમજવી...અનુભવવી જોઈએ. અગ્નિનો સ્પર્શ થતાં આગ બાળે છે, ભયનો સ્પર્શ થતાં ભય હૃદયને બાળે છે! બળતરાની વેદના સહી ન જાય તેવી હોય છે.
ભયનો સ્પર્શ ક્યારે થાય છે? ભયની આગ ક્યારે લાગે છે, તે જાણો છો? જ્યાં સંસારસુખની અભિલાષા જાગી...સંસારસુખના ઉપભોગની તાલાવેલી
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
જ્ઞાનસાર
જાગી, કે ભયની આગ લાગી જાય છે... ઉપભોગ કરવા પૂર્વે તો એ સંસારસુખ ભયની આગમાં બળીને રાખ થઈ જાય છે. પછી પેલાં નાનાં બાળકો શરીરે રાખ ચોળી ૨ાજી થઈ જાય છે અને નાચવા માંડે છે, તેમ ભલે તમે એ સંસારસુખની ભસ્મ શરીરે ચોળી રાજી થાઓ!
સંસારના એક-એક સુખની પાછળ અનેક ભયોનાં ભૂત ભટકતાં હોય છે. રોગનો ભય, લૂંટાઈ જવાનો ભય, વિનાશનો ભય, અપકીર્તિનો ભય, ચોરનો ભય, સરકારનો ભય, સમાજનો ભય, ભવભ્રમણનો ભય... આવા તો અનેક ભયો રહેલા છે. માટે એવાં સુખોની ઈચ્છા પણ ન કરો કે જે સુખોને ભયની આગ લાગવાની સંભાવના-શક્યતા હોય.
વિશ્વમાં સુખના અનંત પ્રકાર છે, તેમાં એક માત્ર ‘જ્ઞાનસુખ' જ એક એવું સુખ છે કે જેને ભયની આગ સ્પર્શી શકતી નથી... પછી એ સુખને બળવાની તો વાત જ ક્યાં? જ્ઞાનસુખને ભયનો અગ્નિ પ્રજાળી શકતો નથી, ભયનાં ભૂત ભરખી શકતાં નથી કે ભયનાં ઘનઘોર વાદળ આવરી શકતાં નથી.
જ્ઞાનની વિશ્વમંગલા-વર્ષાથી આત્મભૂમિ પર વેદના-વિષાદની આગ બુઝાઈ જાય છે અને સુખ-આનંદનાં અમર પુષ્પ ખીલી ઊઠે છે. એ પુષ્પોની દિવ્ય સુવાસથી મનમાં બ્રહ્મની મસ્તી, કંઠમાં અલખનું કૂજન અને જોબનમાં અલખનો ધબકાર જાગે છે.
રંક જીવનને વૈભવશાળી બનાવવાની ‘જ્ઞાનસુખ’માં શક્તિ છે. આત્માના અતલ ઉદધિની અગાધતાને સ્પર્શી શકવાની જ્ઞાનસુખ પાસે કલા છે! સંસારસુખમાં નથી આવી શક્તિ કે નથી આવી કલા, સંસારસુખ કરતાં જ્ઞાન-સુખ ચઢિયાતું છે, તેનું આ કારણ છે. જ્ઞાનમાંથી સુખ અને આનંદ મળી જશે, પછી સંસારસુખ ભસ્મ જેવાં લાગી જશે-સમજાઈ જશે અને અનુભવાઈ જશે.
न गोप्यं क्वापि नारोप्यं हेयं देयं च न क्वचित् ।
क्व भयेन मुनेः स्थेयं ज्ञेयं ज्ञानेन पश्यतः ।। ३ । ।१३१।।
અર્થ : જાણવા યોગ્ય તત્ત્વને સ્વાનુભવ વડે જોતાં મુનિને ક્યાંય પણ છુપાવવા યોગ્ય નથી અને મૂકવા યોગ્ય નથી. ક્યાંય છોડવા યોગ્ય નથી કે દેવા યોગ્ય નથી. તો ભયથી ક્યાં રહેવા યોગ્ય છે? અર્થાત્ મુનિને ક્યાંય ભય નથી.
વિવેચન : હે મુનિરાજ, શું તમે કંઈ છુપાવી રાખેલું છે? શું તમે કોઈ વસ્તુને ક્યાંય મૂકી રાખી છે? શું તમે કોઈ ચીજ જમીનમાં દાટી રાખી છે?
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયતા
૧૮૯ શું તમારે કંઈ છોડી દેવું પડે એમ છે? શું તમારે કંઈ આપી દેવું પડે એમ છે? ભલા, તો પછી તમારે ભય શાનો?
મહામુનિ, તમે નિર્ભય છો. તમને નિર્ભય બનાવનારી જ્ઞાનદૃષ્ટિ છે. જ્ઞાનદૃષ્ટિથી વિશ્વાવલોકન કરતા તમે નિર્ભયતાથી જીવન વ્યતીત કરો છો.
જ્યાં જ્ઞાનદૃષ્ટિ ત્યાં નિર્ભયતા. જગત જાણવાનું રાગદ્વેષ કર્યા વિના જગતનાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિને જોવાનાં-જાણવાનાં..! આ છે જ્ઞાનદૃષ્ટિ, જ્ઞાનદૃષ્ટિથી તમે જગતને જોશો ત્યારે રાગ-દ્વેષ-મોહ નહીં થાય. જો જગતના અવલોકનમાં રાગદ્વેષ કે મોહ થઈ જાય તો સમજવું જોઈએ કે એ અવલોકન જ્ઞાનદષ્ટિથી નહીં, અજ્ઞાન દૃષ્ટિથી કરેલું છે.
રાજા રોષથી ધમધમતો, હાથમાં ખુલ્લી તલવાર લઈ ઝાંઝરિયા મુનિ પાસે આવ્યો હતો. ત્યારે એ મહામુનિએ જગતની એ ઘટનાને કઈ દષ્ટિથી. જોઈ હતી? જ્ઞાનની દૃષ્ટિથી. તેમને રાજા પર રોષ ન થયો. તેમને પોતાના દેહ પર મોહ ન થયો. જ્ઞાનદૃષ્ટિમાં તેમણે રાજાને કેવો જોયો હતો? રાજાની તલવાર અને રાજાનો રોષ... એ બધું કેવું જોયું હતું? “રાજા મારું કંઈ લુંટી શકે એમ નથી. મારે કંઈ છુપાવવાનું નથી. આ દેહ પણ બચાવવા યોગ્ય નથી. દેહ વિનાશી છે...રાજાની તલવાર દેહ પર પડશે ત્યારે હું જિનધ્યાનમાં.. સમતા-સમાધિમાં રહીશ..મારું કંઈ જ લૂંટાવાનું નથી...” મહામુનિ નિર્ભયતાથી પરમ જ્યોતિના સહારે પરમ જ્યોતિર્મય બની ગયા.
જ્યાં સુધી તમે કંઈ પણ છુપાવવા માંગો છો, ગુપ્તતા રાખવા ચાહો છો, આપવાની કે લેવાની ભાવના રાખો છો, ત્યાં સુધી ભયની ભૂતાવળ તમને વળગેલી જ રહેવાની. એ ભૂતાવળ તમને મોક્ષમાર્ગની આરાધનામાં વારંવાર માનસિક વિઘ્ન નાખવાની. એ ભૂતાવળને ડાકલાનાં ડૂહડૂડાટ અને મરચાંના ધુમાડા લગાડી શકે! જ્ઞાનદષ્ટિનું ડાકલું અને મોક્ષમાર્ગની આરાધનાની ક્રિયાઓનાં મરચાં! જ આ જગતમાં કંઈ છુપાવવા જેવું નથી.
આ જગતમાં કંઈ લેવા-દેવા જેવું નથી. જ આ જગતમાં કંઈ સંગ્રહ કરવા જેવું નથી.
આ ત્રણેય વાતો વાગોળી વાગોળીને તેનો રસ અંતરાત્મામાં ઉતારવાનો છે. પછી ભય નહીં રહે. મુનિમાર્ગ નિર્ભયતાનો માર્ગ છે... કારણ કે ત્યાં કંઈ છુપાવવાનું નથી. જડ પદાર્થોની લેવડદેવડ કરવાની નથી...ભૌતિક પદાર્થોનો
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦.
કનસાર સંગ્રહ કરવાનો નથી. હે મુનીશ્વર, તમારા આત્માના પ્રદેશ-પ્રદેશે નિર્ભયતાની મસ્તી ભટકતી ફરે છે! તેની આગળ સ્વર્ગની મસ્તી પણ તુચ્છ છે.
एकं ब्रह्मास्त्रमादाय निघ्नन् मोहचमूं मुनिः।
बिभेति नैव संग्रामशीर्षस्थ इव नागराट् ।।४ ।।१३२ ।। અર્થ : એક બ્રહ્મજ્ઞાનરૂપ શસ્ત્રને ધારણ કરીને મોહરૂપ સેનાને હણતા મુનિ સંગ્રામના મોખરા પર રહેલા ઉત્તમ હાથીની જેમ ભય પામતા નથી.
વિવેચન : ભય શાનો? મુનિ અને જ્ય? મુનિ પાસે “બ્રહ્મજ્ઞાન'નું શસ્ત્ર હોય છે. એ શસ્ત્ર મુનિને નિર્ભય રાખે છે. | મુનિ એટલે રણમોરચે ઝઝૂમતો મદોન્મત્ત હાથી, નિર્ભય બનીને ઝઝૂમતો ઉત્તમ હાથી. એને પરાજયનો ભય નહીં. એને, દુશ્મન મોહની સેનાના હુંકારા ને પડકારા કંપાવી ન શકે.
મોહની સેના સામે લડી રહેલો હોવા છતાં મુનિ નિર્ભય હોય છે. તેનું બ્રહ્માસ્ત્ર તેને જબરી હૂંફ આપે છે. મોહ-દુશ્મનના જુસ્સાને ખેદાનમેદાન કરી નાખવાનો મુનિરાજનો બૃહ “બ્રહ્માસ્ત્ર” ની સહાયથી સાંગોપાંગ સફળ થઈ રહ્યો હોય છે. હુલાવેલી-ફુલાવેલી મોહસેનાનો જુસ્સો મુનિરાજની સામે માટીપગો બની જાય છે. તે છતાં મોહસેનાના ધમપછાડા ઓછા નથી!
મહાવ્રતના પાલનની સાંગોપાંગ સફળતા, સાર્વત્રિક સમતા, વિશ્વમૈત્રીની ભવ્ય ભાવના અને આ બધાના શિરમોર જેવી પરમાત્મભક્તિ અને આજ્ઞાપાલન.. મુનિની શક્તિમાં વીજળીસંચાર કરે છે. મુનિના મુખ પર એક નવી ખુમારી પ્રગટી જાય છે. એ ખુમારી હોય છે નિર્ભયતાની, શત્રુ પર વિજય મેળવવાની નિઃશંક શ્રદ્ધાની.
મહામુનિ બે પ્રકારનો જંગ ખેલી રહ્યા છે : “ઓફેન્સીવ અને “ડીફેન્સીવ'. (Offensive and Defensive). શત્રુ પર આક્રમણ કરી શત્રને ખુવાર કરવા સાથે સ્વ-સંપત્તિનું સંરક્ષણ પણ તે કરે છે. બીજા રસ્તે શત્રુ ઘૂસી આવીને લૂંટ ન ચલાવી જાય તેની પણ સાવધાની રાખે છે.
મુનિ ઉપવાસ, છઠ્ઠ અઠ્ઠમ કરે છે...મોહસેના સાથે આ “ઓફેન્સીવ' યુદ્ધ છે. પરંતુ મુનિને આંતરવાના અખતરા મોહ ઓછા નથી કરતો! ‘આહાર સંજ્ઞા' સામે મુનિને લડતા રહેવા દઈ, બીજી બાજુથી ક્રોધ અને અભિમાનને પ્રવેશ કરાવી દેવાના પ્રયત્નો થાય છે! પણ મુનિ એવા ભોળા તો નથી! “ડફેન્સીવ'
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયતા
૧૯૧
જંગમાં પણ નિપુણ હોય છે. તપશ્ચર્યા સાથે તેઓ ક્રોધ કરતા નથી, અભિમાન ધરતા નથી.
બ્રહ્માસ્ત્રના સહારે મહામુનિ રણમેદાનમાં મોહદુશ્મનના સૈનિકોની લોથો પાડતા અને શસ્ત્રોના ભંગારની ભૂતાવળને ખૂંદતા આગે કદમ બઢાવતા જાય છે. બિચારો દુશ્મન મોહ! જગતને લબડધક્કે લેનારો મોહ પોતે મુનિરાજ દ્વારા લબડધક્કે લેવાઈ જાય છે... તેની તાકાત ભ૨૨૨ ભૂક્કો થઈ જાય છે. મોહ-દુશ્મનની બેફાટ તાકાતને બાફી નાખવાનો દૃઢ સંકલ્પ કરીને મહામુનિ સંગ્રામના મોરચે ઝઝૂમે છે. મોહસેનાની મેલી મુરાદોને ધૂળમાં મેળવી દેવા મુનિ મક્કમ પગલે...નિર્ભયતાથી આગળ ચાલતા જાય છે.
એક વાત છે : શત્રુની ગમે તેવી ભીંસમાં પણ ‘બ્રહ્મજ્ઞાન'નું શસ્ત્ર હાથમાંથી છટકી ન જવું જોઈએ. એ શસ્ત્રને છીનવી લેવા શત્રુ ગમે તેટલા ધમપછાડા કરે, અડપલાં કરે, પણ એ શસ્ત્ર છીનવાઈ ન જાય, એટલી સાવધાની મહામુનિએ રાખવાની રહે છે... બસ, પછી કોઈ ભય નથી.
આત્મ-જ્ઞાનથી મુનિ નિર્ભયપણે આરાધનાના માર્ગે આગળ વધી શકે છે.
मयूरी ज्ञानद्रष्टिश्चेत् प्रसर्पति मनोवने ।
वेष्टनं भयसर्पाणां न तदानन्दचन्दने । । ५ । । १३३ ।।
અર્થ : જો જ્ઞાનદૃષ્ટિ મયૂરી મનરૂપ વનમાં સ્વચ્છંદપણે વિચરે છે તો આનંદરૂપ બાવનાચંદનના વૃક્ષ પર ભયરૂપ સર્વોનું વીંટાવું હોતું નથી.
વિવેચન : ‘મન' બાવનાચંદનનું વન છે. ‘આનંદ' બાવનાચંદનનું વૃક્ષ છે.
‘ભય’ ભયંકર સર્પ છે.
‘જ્ઞાનદૃષ્ટિ’ વનમાં વિચરતી ટહુકતી મયૂરી છે.
મુનિનું મન એટલે બાવનાચંદનનું વન! એ વનમાં સુવાસ જ સુવાસ, ચંદનની મઘમઘતી સુવાસ! એ મનવનમાં જ્યાં જુઓ ત્યાં ચંદનનાં વૃક્ષ! સામાન્ય ચંદનનાં વૃક્ષ નહીં! બાવનાચંદનનાં વૃક્ષ! આનંદ જ આનંદ...
મુનિનું મન એટલે આનંદવન! એ આનંદવનમાં મયૂરીના ટહુકાર થતા રહે છે. એ મયૂરીનું નામ છે શાનદૃષ્ટિ. પછી પેલા ભય-સર્પો ચંદનવૃક્ષ પર વીંટાઈ શકતા જ નથી.
જ્ઞાનદૃષ્ટિ એ મુનિજીવનમાં મહત્ત્વનું વસ્તુ છે. જ્ઞાનદૃષ્ટિના સહારે જ
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
સાનસાર મુનિ નિર્ભય રહી શકે, જ્ઞાનદષ્ટિના સાંનિધ્યમાં જ આત્માનંદની અનુભૂતિ થઈ શકે.
જ્ઞાનદષ્ટિ એટલે જ્ઞાનની દૃષ્ટિ. સમ્યગુજ્ઞાનની દૃષ્ટિ. જગતને, જગતના પદાર્થોને, જગતના પ્રસંગોને અને જે કંઈ જોવા-વિચારવાનું તે સમ્યગુ જ્ઞાનની દૃષ્ટિથી જોવાનું-વિચારવાનું. અનાદિકાળથી જીવને જોવાની-વિચારવાની આ દૃષ્ટિ પ્રાપ્ત નથી થઈ; તેથી તે જે જુએ છે, જે વિચારે છે, તે રાગદષ્ટિ યા દ્વેષ દૃષ્ટિથી! તેથી તે કર્મબંધનોથી બંધાય છે. જ્ઞાનદૃષ્ટિમાં નથી થતો. રાગ કે નથી થતો કેષ! જ્ઞાનદષ્ટિ એટલે મધ્યદષ્ટિ. જ્ઞાનદષ્ટિ એટલે યથાર્થદષ્ટિ.
અનાદિકાલીન અજ્ઞાન ધોરણો, મલિન વલણો અને મિથ્યા વાસનાઓને સહારે જગતને જોવામાં, વિચારવામાં ભય જ રહે; નિર્ભયતા પ્રાપ્ત ન થાય. દા.ત. “શરીરમાં કોઈ રોગ થયો'-આ એક જગતની ઘટના બની. આ ઘટનાને અજ્ઞાન ધોરણોથી જોનારો ભયભીત થઈ જવાનો. મલિન વલણોવાળો એ રોગોને અયોગ્ય ઉપાયોથી દૂર કરવાના પ્રયત્નોમાં લાગી જવાનો. મિથ્યા વાસનાઓથી ઘેરાયેલો એ શરીરના રોગની જ ચિંતામાં પડી જવાનો! ભયરૂપી સપ એના મન-ચંદનનાં આનંદવૃક્ષોને વીંટાઈ જવાના! મન-વનમાં ભયસર્પો ઊભરાઈ જવાના.
પણ જ્યાં મયૂરીનો ટહુકાર થાય, જ્ઞાનદષ્ટિ મન-વનમાં પ્રવેશે, ભયસાપોલિયાના સાંધા ઢીલાઢસ થઈ જાય! જ્ઞાનદૃષ્ટિ, શરીરના રોગોનો હુમલા સમયે, શરીરની નશ્વરતા, રોગ-પ્રચુરતા અને પરિવર્તનશીલતા બતાવે છે. સાથે, આત્મા અને શરીરનો ભેદ સમજાવે છે. આત્માની શાશ્વતતા, સંપૂર્ણ નીરોગિતા અને આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ નિર્દેશ કરે છે. “રોગનાં કારણો પાપકર્મ છે' - એમ કહી પાપકર્મોને દૂર કરવાનો પુરુષાર્થ કરાવે છે. સનતકુમાર ચક્રવતીના શરીરમાં એક સાથે સોળ રોગ (મતાંતરે સાત મહારોગ) ઉત્પન્ન થઈ ગયા હતા. ચક્રવર્તીના મન-વનમાં જ્ઞાનદૃષ્ટિરૂપી મયૂરીના ટહુકાર થતા હતા. એમણે સર્વ રોગનું મૂળ કારણકર્મોને કાઢવા પુરુષાર્થ કર્યો. સાતસો વર્ષ સુધી કર્મો સામે ઝઝુમ્યા. જ્ઞાનદષ્ટિએ તેમને નિર્ભયતા આપી, પ્રસન્નતા આપી. આપણા મનવનમાં જ્ઞાનદષ્ટિરૂપી મયૂરી ટહુકતી જ રહે એમ કરવું જોઈએ.
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયતા
૧૯૩ कृतमोहास्त्रवैफल्यं ज्ञानवर्म बिभर्ति यः।
क्व भीस्तस्य क्व वा भङ्गः कर्मसंगरकेलिषु ।।६।।१३४ ।। અર્થ : જેણે મોહરૂપ અસ્ત્રનું નિષ્ફળપણું કર્યું છે એવું જ્ઞાનરૂપ બખ્તર જે ધારણ કરે છે તેને કર્મના સંગ્રામની ક્રીડામાં ભય ક્યાંથી હોય અથવા પરાજય ક્યાંથી હોય? વિવેચન : કર્મો સામે સંગ્રામ, સંગ્રામ ખેલનાર છે મુનિરાજ. મુનિરાજ એ સંગ્રામમાં નિર્ભય છે. ભયનું નામ નથી. પરાજયની ગંધ નથી! કર્મનાં સણસણતાં મોહાસ્ત્રો આવે છે, છતાં મુનિરાજના મુખ પર હાસ્ય છે! મનમાં મસ્તી છે અને યુદ્ધનો જુસ્સો છે.
જે મોહાસ્ત્રો સામે મોટા મોટા સુલતાનોના સાંધા ઢીલા થઈ જાય, ભલભલા પહેલવાનોના ટાંટિયા પાણી પાણી થઈ જાય, ધરણીને ધ્રુજાવનારા મહારથીઓ સૂધબૂધ ખોઈ બેસે... તે મોહાસ્ત્રોના એકધારા મારા સામે મુનિરાજ અડીખમ બનીને ઊભા રહે છે..! આશ્ચર્ય નહીં? એ આશ્ચર્યનું સમાધાન તો થાય, જો મુનિરાજની નિકટ જઈ, તેમને ધારીધારીને જોવાય. જોયું?
મુનિરાજના અંગે બખ્તર જોયું? એ લોખંડનું નથી, એ કાચબાની ઢાલનું નથી. એ કોઈ રાસાયણિક કે “પ્લાસ્ટિક' બનાવટનું નથી! એ બખ્તર છે જ્ઞાનનું.
હા, જ્ઞાનનું બખ્તર મુનિરાજે ધારણ કરેલું છે. કર્મ ચાહે એટલાં વલખાં મારે, મોહાસ્ત્રોના ભંડારને ઠાલવી દે જ્ઞાનબખ્તર આગળ બધું નિષ્ફળ જાય! કોશ્યાની ચિત્રશાળામાં મુનિરાજ શ્રી સ્થૂલભદ્ર આ જ્ઞાનબખ્તર ધારીને બેઠા હતા. મહિનાઓ સુધી મોહાસ્ત્રો...સણસણતાં મોહાસ્ત્રો, તીણ અને તમતમતાં મોહાસ્ત્રો મુનિરાજ પર ફેંકાયાં! કોઈ અસર નહીં! કોઈ ફળ નહીં! મુનિરાજને ભય ન હતો. મુનિરાજનો પરાજય નહોતો થયો!ક્યૂલભદ્રજી. વિજયી બનીને બહાર નીકળ્યા હતા!
બસ, “જ્ઞાનબખ્તર' ને સાચવીને રાખવાનું. એને કાઢીને જો ભીંતે ટીંગાડ્યું અથવા કબાટમાં મૂકી દીધું... અને જો મોહાસ્ત્ર આવી ચોંટ્ય તો બાર વગાડી દેશે! હા, તમે જાણી-જોઈને જ્ઞાનબખ્તર ઉતારી ન નાખો પણ એ
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
જ્ઞાનસાર સરકી ન પડે, એની સાવધાની રાખજો, કારણ કે એ જ્ઞાનબખ્તર એવી રીતે સરકી પડતું હોય છે.
ઇન્દ્રિયપરવશતા કષાય (ક્રોધાદિ) એ ગારવ (રસાદિ) ક પરિષહ-ભીરુતા
આ ચારમાંથી કોઈ તમને વહાલું લાગ્યું કે જ્ઞાનબખ્તર સરકી પડશે અને મોહસ્ત્ર તમારી છાતી વીંધીને આરપાર નીકળી જશે, તમે પરાજિત બની ભૂમિ પર પટકાઈ જશો.
સંવેગ-વૈરાગ્ય અને મધ્યસ્થષ્ટિને વિકસાવનારાં, પુષ્ટ કરનારાં શાસ્ત્રોગ્રંથોનું અધ્યયન, મનન અને પરિશીલન કરતા રહો; તમારા વિચારો અને વલણોને તેનાથી રંગી નાખો.
तूलवल्लघवो मूढा भ्रमन्त्यभ्रे भयानिलैः ।
नैकं रोमापि तैनिगरिष्ठानां तु कम्पते ।।७।।१३५ ।। અર્થ : આકડાના રૂની પેઠે હલકા મૃઢપુરુષો ભયરૂપ વાયુ વડે આકાશમાં અમે છે. પરંતુ જ્ઞાન વડે અત્યંત ભારે એવા મહાપુરુષોનું એક વાડું પણ કંપતું નથી.
વિવેચન : પ્રચંડ વાવાઝોડામાં તમે ધૂળ ઊડતી જોઈ હશે. કપડાં ઊડતાં જોયાં હશે, પથ્થર ઊડતાં જોયા હશે. પણ માણસો ઊડતાં જોયા છે? હા, મોટા મોટા માણસો ઊડે છે! પ્રચંડ પવનના સપાટા તેમને આકાશમાં ઘુમરીઓ ખવરાવે છે અને જમીન પર પછાડે છે.
જાણી લો એ પ્રચંડ પવનને. એનું નામ છે ભય!
જેમ પ્રચંડ પવનના સૂસવાટામાં આકડાનું રૂ ઊડી જાય અને આકાશમાં નિરાધાર ઊડ્યા કરે... તેમ ભયના વાયુમાં માણસ ઊડે છે અને અહીં-તહીં ભટક્યા કરે છે. વિકલ્પોના આકાશમાં ભમ્યા કરે છે. સાવ નિરાધાર! કોઈ ભય લાગ્યો કે જીવ ઊડે છે!
રોગનો ભય, ઇજ્જત ચાલી જવાનો ભય, ધનસંપત્તિ ચાલી જવાનો ભય, કુટુંબ-પરિવાર બગડી જવાનો ભય.. આવા અનેક પ્રકારના ભયોના
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયતા
૧૯૫ વાયુ ફૂંકાતા રહે છે અને મૂઢ જીવો એમાં ઊડડ્યા કરે છે. એમને નથી હોતી સ્થિરતા કે નથી હોતી શાંતિ.
મુનિ જ્ઞાનથી ભારે બને છે! સત્ત્વગુણનો ભાર વધે છે અને તમોરજોગુણનો ભાર હળવો-નહિવત્ થઈ જાય છે.
હા, હિમાદ્રિ જેવા જ્ઞાની પુરુષોનું તો રૂંવાડુંય ન ફરકે, ભલેને સો માઈલની ઝડપે કે દોઢસો માઈલની ઝડપે વાવાઝોડું ફૂંકાય! જ્ઞાની પુરુષો હિમાલય જેવા નિશ્ચલ અને નિષ્પકંપ રહેવાના. ઝાંઝરિયા મુનિને બદનામ કરવા પેલી નફ્ફટ સ્ત્રીએ મુનિના પગમાં ઝાંઝર પહેરાવી દીધું અને મુનિનો પીછો પકડ્યો... “દોડો, આણે ઇજ્જત લૂંટી છે...” છો એ મહામુનિ તો નિર્ભયતાથી ત્રંબાવટી નગરીના રાજમાર્ગો પર ચાલ્યા જતા હતા. કોઈ ભય નહીં! કોઈ વિકલ્પ નહીં! “હાય, હવે મારું શું થશે? મારી ઇજ્જત શું રહેશે? લોકો શું માનશે ને શું કરશે?-આવી કોઈ હાયવોય નહીં... કારણ કે તેઓ જ્ઞાની હતા; પહાડ જેવા અવિચલ હતા.
જ્ઞાની બનીએ તો જ ભય ઉપર વિજય મેળવી શકાય. ભય ઉપર વિજયી બનેલા પુરુષનો આનંદ.. તેની પ્રસન્નતા કોણ વર્ણવી શકે? એ અનુભવવાની હોય છે, કહેવાય એવી નથી. ભયભ્રાન્ત મનુષ્ય એ આનંદની કે એ પ્રસન્નતાની કલ્પના પણ ન કરી શકે.
જ્ઞાની બનવું એટલે કોરા જાણકાર બનવું એમ નહીં. માત્ર પાંચ-પચાસ કે સો-બસો શાસ્ત્રો વાંચી લેવા એમ નહીં. જ્ઞાની બનવું એટલે જગતમાં આપણી આસપાસ બનતી ઘટનાઓને જ્ઞાનદષ્ટિથી જોવી! એવી રીતે જોવી કે જે ઘટનાથી કોઈ અજ્ઞાની થરથર કંપતો હોય. જ્ઞાની ત્યાં નિશ્ચલ અને નિષ્પકંપ રહે. જે પ્રસંગને જોઈ અજ્ઞાની ધૂસકે ધ્રુસકે રડી પડે, જ્ઞાની ત્યાં સ્થિર, ગંભીર અને મધ્યસ્થ રહે. જે બનાવને જોઈ અજ્ઞાની છુપાઈ જવા, ભાગી જવા પ્રયત્ન કરે, જ્ઞાની ત્યાં સામી છાતીએ ઊભો રહે. જરાય ડર નહીં, ભય નહીં.
આવા જ્ઞાની બનવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો જ ભયના ઝંઝાવાતોથી તન-મનની તંદુરસ્તી જાળવી શકીશું; મોક્ષમાર્ગે આગળ વધી શકીશું. નિર્ભયતાનો માર્ગ જ્ઞાનીને જડે છે.
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૬
www.kobatirth.org
चित्ते परिणतं यस्य चारित्रमकुतोभयम् ।
अखण्डऽज्ञानराज्यस्य तस्य साधोः कुतो भयम् । । ८ । । १३६ ।।
અખંડ જ્ઞાનનું રાજ્ય;
તેનો મહારાજા છે મુનિ!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ : જેના ચિત્તમાં, જેને કોઈનાથી ભય નથી એવું ચારિત્ર પરિણમેલું છે, તે અખંડ જ્ઞાનરૂપ રાજ્યવાળા સાધુને ક્યાંથી ભય હોય?
વિવેચન : ચારિત્ર.
નસાર
અભય ચારિત્ર,
અભયનો ભાવ પ્રગટાવનારું ચારિત્ર જેની પાસે છે, તેને ભય શાનો? કારણ કે તે તો અખંડ જ્ઞાનરૂપી રાજ્યનો મહારાજા છે.
'क्षणविपरिणामधर्मा मर्त्यानामृद्धिसमुदया: सर्वे । सर्वे च शोकजनकाः संयोगा विप्रयोगान्ताः ।।
આવા રાજ્યનો આવો મહારાજા ભયભ્રાન્ત હોય? વ્યાકુળ હોય? તેને ભયપ્રેરિત વ્યથાઓ ન હોય. ચારિત્રની ભાવનાઓથી મુનિની મતિ ભાવિત થયેલી હોય. સમસ્ત સંસારના બાહ્ય ભૌતિક પદાર્થો અને કર્મજન્ય ભાવો તરફ એ આ દૃષ્ટિકોણથી જુએ છે :
प्रशमरतिः
અર્થ : મનુષ્યોની ઋદ્ધિ અને સંપત્તિ ક્ષણમાં બદલાઈ જવાના સ્વભાવવાળી છે. સર્વ ઋદ્ધિના સમૂહો શોકદાયી છે. સંયોગ વિયોગમાં પરિણમે છે.
વિવેચન : હવે એ ઋદ્ધિ કે સંપત્તિ ચાલી જાય, બદલાઈ જાય કે નાશ પામી જાય... એના ભવિષ્યનું જ્ઞાન જેને હોય છે તેને શોક થતો નથી, ભય લાગતો નથી.
ચારિત્રમાં સ્થિરતા લાવનારી અને અભય આપનારી બીજી પણ ભાવનાઓ મુનિ ભાવે છે :
भोगसुखैः किमनित्यैर्भयबहुलः कांक्षितः परायत्तः । नित्यमभयमात्मस्थं प्रशमसुखं तत्र यतितव्यम् ||
For Private And Personal Use Only
प्रशमरति
અર્થ : અનિત્ય, ભયભરપૂર અને પરાધીન ભોગસુખોને શું કરવાં? નિત્ય અભય અને આત્મસ્થ પ્રશમસુખ માટે જ પ્રયત્ન, પુરુષાર્થ કરવો જોઈએ.
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭
નિર્ભયતા
વિવેચન : વાસનાઓના ઉદયોને જેણે નાચ્યા છે, કષાયોના ઉધમાતને જેણે કાબૂમાં રાખ્યો છે, હાસ્ય-રતિ-અરતિ અને શોક-ઉદ્વેગની આગ પર જેણે પાણી છાંટ્યાં છે, જેણે પોતાની દૃષ્ટિને સમ્યફ બનાવી છે, જ્ઞાન-ધ્યાન અને તપશ્ચર્યાનું બળ પ્રાપ્ત કર્યું છે, લોક-વ્યાપારને જેણે તિલાંજલિ આપી દીધી છે... તેવા મુનિને ભય ન હોય, ડર ન હોય. તે તો નિર્ભય અને નિત્યાનંદી હોય.
અખંડ જ્ઞાન-સામ્રાજ્યમાં ભય નથી. જ્ઞાન-સામ્રાજ્યની સરહદોની પેલે પાર ભય છે, શોક છે, ઉદ્વેગ છે. બસ, મુનિરાજે એ સાવધાની રાખવાની કે તે સરહદ ઓળંગીને પેલે પાર ન ચાલ્યા જાય. જ્ઞાન સામ્રાજ્યના સિંહાસને મુનિરાજ નિર્ભય છે. એ સામ્રાજ્યમાં વસનારાઓ માટે અભયદાતા છે. અભયનો આનંદ એ જ સાચો આનંદ છે. ભયભીત દશામાં આનંદ નથી હોતો; આનંદનો આભાસ માત્ર હોય છે, કૃત્રિમ આનંદ હોય છે.
અખંડ જ્ઞાન-સામ્રાજ્યમાં જ અભયનો આનંદ મળે.
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અિનાભશંસા
આજે જ્યારે સ્વપ્રશંસાનાં પડઘમ ગર્જી રહ્યા છે, પરનિન્દા કરવાની ફેશન થઈ ગઈ છે. તેવા આ કાળે આ અધ્યાય તમને નવી અભિનવ દૃષ્ટિ આપશે.. સ્વપ્રત્યે અને પરપ્રત્યે જોવાની કળા શીખવશે. સ્વપ્રશંસાના ભૂખ્યા માનવીને ઉપાધ્યાયજી મહારાજની આ દૃષ્ટિ ગમી જાય તો માનવીમાં માનવતા મહેકી ઊઠે.
૧૮
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
For Private And Personal Use Only
२८
અનાત્માંસા
ગુણોથી જે પૂર્ણ છે એટલે સંતુષ્ટ છે, એને પોતાની પ્રશંસા કરવી ગમે જ નહીં. પોતાની પ્રશંસા સાંભળવાની એને ઇચ્છા જ ન હોય. જ્ઞાનાનન્દની મસ્તીમાં પરપર્યાયનો ઉત્કર્ષ શું કરવાનો! આને તત્ત્વદૃષ્ટિ મળે.
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯
અનાત્મશંસા
गुणैर्यदि न पूर्णोऽसि कृतमात्मप्रशंसया।
गुणैरेवासि पूर्णश्चेत् कृतमात्मप्रशंसया ।।१।।१३७ ।। અર્થ : જો તું ગુણો વડે પૂર્ણ નથી તો પોતાની પ્રશંસાથી સર્યું, જો તું ગુણો વડે પૂર્ણ જ છે, તો પણ પોતાની પ્રશંસાથી સર્યું. વિવેચન : પ્રશંસા! સ્વપ્રશંસા!
મનુષ્ય માત્રમાં આ વૃત્તિ જન્મજાત હોય છે. તેને પોતાની પ્રશંસા સાંભળવી ગમે છે. તેને પોતાની પ્રશંસા કરવી ગમે છે. અધ્યાય-માર્ગે આ વૃત્તિ અવરોધરૂપ છે. મોક્ષમાર્ગની આરાધનાના માર્ગે “સ્વપ્રશંસાની અભિલાષા ત્યાજ્ય છે.
હા, તારામાં ગુણો છે; તે જ્ઞાની છે, તું દાનવીર છે, તે તપસ્વી છે, તું પરઉપકારી છે, તું બ્રહ્મચારી છે... છતાં તારે તારી પ્રશંસા નથી કરવાની; નથી સાંભળવાની! સ્વપ્રશંસામાંથી જન્મતો આનંદ તને ઉન્મત્ત બનાવશે.. પછી તું અધ્યાત્મમાર્ગથી ભ્રષ્ટ થઈશ. જો તારી પાસે ગુણો છે, પછી તારે “આત્મપ્રશંસાની શી જરૂર છે? એ પ્રશંસા કરવાથી તારા ગુણો વધી જવાના નથી. હા, સ્વપ્રશંસા કરવાથી કે સાંભળવાથી એ ગુણો ચાલ્યા જવાનો ભય ખરો?
મારું સત્કાર્ય બીજાઓ જાણે, મારા ગુણો બીજાઓ આણે... મને સજ્જન સમજે...” આવી ઈચ્છા, અભિલાષા સ્વપ્રશંસા કરવા માટે મનુષ્યને પ્રેરે છે, અને મનુષ્ય પ્રશંસા કરી લે છે. એમાં એને “પાપ” સમજાતું નથી, “ભૂલ' સમજાતી નથી. ન સમજાય! સાધના-ઉપાસના-આરાધનાના માર્ગે જે ન હોય તેને તે ન સમજાય. જેને મોક્ષમાર્ગની સાધનામાંથી આનંદામૃત મળી જાય છે, જેને આત્મસ્વરૂપની ઉપાસનામાંથી આનંદના ઓડકાર આવી જાય છે, તેને
સ્વપ્રશંસા' કરવાનો વિચાર પણ નથી આવતો. “સ્વપ્રશંસા” તેમને “પાપ” લાગે છે, સ્વપ્રશંસામાંથી મળતો આનંદ તેમને કૃત્રિમ અને ક્ષણિક સમજાય છે.
વળી, કેટલાક મનુષ્યોને, કે જેમની પાસે એવા ગુણ નથી, સત્કાર્ય નથી કે શક્તિ નથી, તેમને પોતાની પ્રશંસા કરવાની ટેવ પડેલી હોય છે! અરે ભાઈ, તારે શાની પ્રશંસા કરવાની હોય? ગુણ નથી, છતાં પ્રશંસા? જેટલો સમય પ્રશંસા કરવામાં ગાળે છે, તેટલો સમય ગુણ મેળવવામાં ગાળે તો? ના! ગુણો મેળવવાની સાધના કઠિન છે, જ્યારે વગર ગુણે પ્રશંસા મેળવવાની સાધના ઘેલા જીવને સરળ લાગે છે!
સ્વપ્રશંસાની સાથે પરનિંદાનું પાપ લાગેલું જ હોય છે! પરનિંદાના માધ્યમથી સ્વપ્રશંસા કરવાનું એવાં જીવો પસંદ કરતા હોય છે કે જેમાં વાસ્તવમાં
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાનુસાર
૨૦૦ ગુણ નથી અને જેઓ પ્રશંસાના ભૂખ્યા છે! “બીજાની હલકાઈ બતાવવાથી પોતાની ઉચ્ચતા આપોઆપ સિદ્ધ થઈ જાય છે,” એવા ધોરણવાળા જીવો પણ જોવા મળે છે.
आत्मोत्कर्षाच्च बध्यते कर्म नोचैर्गोत्रं
प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् ।। ભગવાન ઉમાસ્વાતિ કહે છે : આત્મપ્રશંસાથી એવું “નીચ ગોત્ર કર્મ બંધાય છે કે જે કરોડો ભવોએ પણ ન છૂટે!
વળી એક સાચી વાત કહું? જો આપણે ધર્મઆરાધક છીએ તો આપણા મોઢે આપણી પ્રશંસા આપણને શોભતી જ નથી!
श्रेयोद्रुमस्य मूलानि स्वोत्कर्षाम्भःप्रवाहतः ।
पुण्यानि प्रकटीकुर्वन् फलं किं समवाप्स्यसि? ।।२।।१३८ ।। અર્થ : કલ્યાણરૂપ વૃક્ષના પુણ્યરૂપ મૂળિયાંને પોતાના ઉત્કર્ષવાદરૂપ પાણીના પ્રવાહથી પ્રગટ કરતો તું શું ફળ પામીશ? વિવેચન : કલ્યાણ વૃક્ષ છે. તેનાં પુણ્ય-મૂળિયાં છે.
મૂળ મજબૂત... મૂળ ઊંડા તો વૃક્ષ મજબૂત. મૂળ ઢીલાં તો વૃક્ષ ઢળી પડ્યું સમજો! સુખનું ઘટાદાર વટવૃક્ષ પુણ્યરૂપી મૂળિયાં પર ઊભેલું રહે છે.
એ વૃક્ષના મૂળમાં પાણીનો પ્રવાહ પહોંચી ગયો છે અને મૂળિયાં બહાર દેખાવા લાગ્યાં છે, એ તમે જાણો છો? પાણીના પ્રવાહ મૂળિયાં ઢીલાં કરી નાખ્યાં છે અને વૃક્ષ હચમચી ગયું છે, એ તમે જાણો છો? આંખો ખોલો અને જુઓ, કલ્યાણ-વૃક્ષ કડડભૂસ થઈ જશે. આટલી બધી ઉપેક્ષા ન ચાલે!
શું તમને પાણીનો પ્રવાહ નથી દેખાતો? તમે પોતે તો પાણીનો પંપ ખુલ્લો મૂકી દીધો છે, એ તમે નથી જાણતા? આશ્ચર્ય! શું તમે તમારી પોતાની પ્રશંસા નથી કરતા? તમે તમારાં સત્કાર્યોનાં ગાણાં નથી ગાતાં? તમે તમારા ગુણોની પ્રશંસા નથી કરતા?
હા, એ જ સ્વપ્રશંસાના પાણીનો પંપ તમે પૂરજોસમાં ખુલ્લો મૂકી દીધો છે. એ પાણી કલ્યાણ-વૃક્ષ' નાં મૂળિયાં સુધી પહોંચી ગયું છે... જુઓ; આ મૂળિયાં દેખાવા લાગ્યાં છે અને વૃક્ષ પડવાની તૈયારીમાં છે. “કલ્યાણવૃક્ષ'
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાત્મશંસા
૨૦૧ પડી ગયું કે બસ, પછી દુઃખ જ દુઃખ ભોગવવાનું રહેશે, અને સ્વપ્રશંસા કરવાના હોશકોશ જ ઊડી જશે.
અલબત્ત, સ્વપ્રશંસા કરી તમે કંઈક આનંદ અનુભવતા હશો અને સુખ પણ મળતું લાગતું હશે. પરંતુ પ્રશંસામાંથી મળતો આનંદ ક્ષણજીવી અને પરિણામે દુ:ખદાયી છે, એ વાત તમારે ન ભૂલવી જોઈએ. શું તમે આટલા આનંદનો ત્યાગ ન કરી શકો? જો કરી શકો તો કલ્યાણ વૃક્ષ' ઊભું રહેશે, ને તેના પર પરમ સુખનાં ફળ બેસશે, એ ફળોનો આસ્વાદ તમને અમર બનાવી દેશે. હા, ત્યાં સુધી તમારી ધીરતા જોઈએ. બીજાઓને સ્વપ્રશંસા દ્વારા આનંદ લૂંટતા જોઈ, તેમનું અનુકરણ કરવાની વૃત્તિ કરવી ન જોઈએ. બીજાઓને સ્વપ્રશંસા દ્વારા આનંદ લૂંટવા દો. તમારે મન એ આનંદ “અકથ્ય'અભોગ્ય ગણાવો જોઈએ.
આપણે આપણા મોઢે આપણી પ્રશંસા કરીએ તે શોભે જ નહીં. આપણું મૂલ્ય આપણે જ આંકીએ, આપણું મહત્ત્વ આપણે જ ગાયા કરીએ, આપણા ગુણો આપણે જ બતાવ્યા કરીએ, તે એક આરાધક આત્મા માટે તો ઉચિત ન જ ગણાય. મોક્ષમાર્ગના આરાધક આત્માએ “જાત-જાહેરાત' ને ઘોર પાપ સમજવું જોઈએ. મોક્ષમાર્ગનો આરાધક તો પોતાના દોષો જ જુએ, બીજાના ગુણો જ જુએ. એને પોતાનામાં ગુણો જ ન દેખાય, પછી એને ગાવાની તો વાત જ ક્યાં રહી?
સ્વપ્રશંસા થી કલ્યાણ વૃક્ષનાં પશ્ય-મૂળિયાં ઊખડી પડે છે; એનો અર્થ છે સ્વપ્રશંસા કરવાથી પુણ્ય ક્ષણ થાય છે ને પુણ્ય ક્ષીણ થવાથી સુખો નાશ પામે છે. સ્વપ્રશંસા સુખોનો નાશ કરનારી છે.
आलम्बिता हिताय स्युः परैः स्वगुणरश्मयः ।
अहो स्वयं गृहीतास्तु पातयन्ति भवोदधौ ।।३।।१३९ । । અર્થ: બીજાએ ગ્રહણ કરેલા પોતાના ગુણ-રૂપ દોરડાંઓ હિત માટે થાય છે. આશ્ચર્ય છે કે પોતે ગ્રહણ કરેલાં હોય તો ભવસમુદ્રમાં પાડે છે.
વિવેચન : તમારામાં ગુણો છે? તે ગુણો બીજાઓને જોવા દો, બીજાઓને અનુવાદ કરવા દો, બીજાઓને પ્રશંસા કરવા દો. તેઓ ગુણદર્શન, ગુણાનુવાદ અને ગુણપ્રશંસા દ્વારા આ રોદ્ર સંસારસાગર તરી જશે.
પણ ભાઈ, તમે તમારા ગુણો જોશો નહીં કે બોલશો નહીં. જો તમે તમારા ગુણોની પ્રશંસા કરવાની ટેવમાં ફસાયા તો એ ટેવ, એ વ્યસન તમને ભીષણ ભવસમુદ્રમાં પટકી દેશે.
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૨
www.kobatirth.org
જ્ઞાનસાર
ગુણપ્રશંસા તારે પણ ખરી અને ડુબાડે પણ ખરી. કોના ગુણોની કોણ પ્રશંસા કરે છે એના પર તરવાનું અને ડૂબવાનું! તમારી પ્રશંસા જો તમે કરી તો ડૂબ્યા સમજો! બીજા જીવોના ગુણોની પ્રશંસા તમે કરી તો તર્યા સમજો! જ્યારે જ્યારે ગુણોની પ્રશંસા કરવાનું મન થાય, ત્યારે ત્યારે બીજા જીવોના ગુણોની પ્રશંસા કરવી. પોતાના ગુણોની પ્રશંસા કરવાની ટેવને તો ગમે તે રીતે દૂર કરજો. જો કે આ કુટેવ અનાદિ કાળની છે, અને જીવમાત્રને આ કુટેવ સતાવતી હોય છે. આ કુટેવમાંથી જે મુક્ત થયો હોય તેને મહાત્મા સમજવો જોઈએ.
પોતાના ગુણોની પ્રશંસા કરવાથી
(૧) ગુણોની વૃદ્ધિનું કાર્ય સ્થગિત થઈ જાય છે,
(૨) પોતાના દોષો તરફ ઉપેક્ષા થાય છે,
(૩) બીજા જીવોના ગુણ જોઈ શકાતા નથી, (૪) બીજા જીવોના ગુણ સાંભળી દ્વેષ થાય છે, (૫) ગાઢ કર્મબંધ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજા જીવોની દૃષ્ટિમાં ઉત્તમ, સજ્જન, ગુણિયલ દેખાવાની ઈચ્છા મનુષ્યને ‘સ્વપ્રશંસા’ કરવા પ્રેરે છે. આ ઈચ્છા સર્વજન-સાધારણ ઈચ્છા છે. આ ઈચ્છાને દૂર કર્યા વિના ‘સ્વપ્રશંસા’ ના પાપમાંથી જીવ ઊગરી શકે નહીં. પણ આ ‘ઈચ્છા’ ના મૂળમાં રહેલી ધારણા કેવી ગલત છે? ‘હું મારી પ્રશંસા કરીશ તો બીજાઓ મને સજ્જન, ઉત્તમ સમજશે’-શું આ ધારણા સાચી છે? તમારા ગુણોની જાહેરાત કરવાની આ રીત અસરકારક નથી, ફાયદાકારક પણ નથી. અલબત્ત, આજના ‘ચૂંટણી’ ના યુગમાં ચૂંટાવાની ઈચ્છાવાળો ઉમેદવાર પોતાના ગુણો ખૂબ ગાય છે! ધર્મ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે...સર્વત્ર સત્તા માટે સ્વપ્રશંસા કરવી આવશ્યક સમજાઈ ગઈ છે!
ખેર, સંસારક્ષેત્રે સ્વપ્રશંસા ભલે આવશ્યક ગણાઈ હો, મોક્ષમાર્ગે તો ‘સ્વપ્રશંસા’ પાપ જ છે. જો આપણે મોક્ષમાર્ગ ઉપર ચાલી રહ્યા છીએ કે ચાલવાની અભિલાષાવાળા છીએ, તો ‘સ્વપ્રશંસા’ નહીં કરવાની પ્રતિજ્ઞા જ હોવી જોઈએ. સ્વપ્રશંસા નહીં કરવાથી કદાચ એમ દેખાશે કે તમારી ઉત્તમતા, તમારા ગુણો દુનિયા નથી જાણતી, તમારું મૂલ્યાંકન તે નથી કરતી, પણ એક દિવસ એવો આવશે, જે દિવસે, તમારા ગુણો દુનિયાને માટે મહાન આલંબન બની જશે. એ ગુણો દુનિયાના જીવોને પાપથી મુક્ત કરનારા બત્તી
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાત્મસા
૨૦૩ જશે. ધીરજ રાખજો, ઉતાવળ ન કરશો. હા, બીજા જીવોના ગુણોની પ્રશંસા કરે જ રાખશો; ત્યાં તમે નિર્ભય છો. *
उच्चत्वद्रष्टिदोषोत्थस्वोत्कर्षज्वरशान्तिकम्।
पूर्वपुरुषसिंहेभ्यो भृशं नीचत्वभावनम् ।।४ ।।१४० ।। અર્થ : ઉચ્ચપણાની દૃષ્ટિના દોષથી ઉત્પન્ન થયેલ પોતાના અભિમાનરૂપ જવરની શાંતિ કરનાર, પૂર્વ પુરુષરૂપ સિહોથી અત્યંત ન્યૂનપણાની ભાવના કરવી તે છે. | વિવેચન : ઉચ્ચપણાનો ખ્યાલ! ખતરનાક ખ્યાલ!
હું ઊંચો..., “હું બીજા મનુષ્યો કરતાં ઊંચો...', “તપથી ઊંચો, જ્ઞાનથી ઊંચો, સેવાથી ઊંચો, સાદાઈથી ઊંચો' - જો આવો કોઈને કોઈ ઉચ્ચપણાનો ખ્યાલ છે, તો તે ખતરનાક છે, એ યાદ રાખજો. એ ખ્યાલમાંથી એક “વર' પેદા થાય છે. વર! તાવ! “મેલેરિયા ન્યૂમોનિયા,” 'ટાઈફોઈડ' એ બધાં કરતાં પણ ભયાનક તાવી એ તાવનું નામ છે “અભિમાન',
કદાચ તાવનું આ નામ તમે પહેલીવાર જ સાંભળતા હશો.
તાવમાં માણસને મીઠાઈ પણ કડવી લાગે છે; તાવની તીવ્રતામાં માણસ લિવરી પણ કરે છે. પોતાની સૂધબૂધ ખોઈ નાખે છે; અભિમાનના તાવમાં પણ આ બધી જ પ્રતિક્રિયાઓ થતી હોય છે, પરંતુ એ પ્રતિક્રિયાઓ અભિમાનીને નથી દેખાતી.
નમ્રતા, લઘુતા, વિવેક.. આ બધી મીઠાઈ અભિમાનના તાવમાં નથી ભાવતી. તે કડવી લાગે છે. અભિમાનના તાવમાં પર-અપકર્ષની લવરી થયા કરે છે. પોતે શું બોલે છે, એ બોલવામાં પોતે કેવો લાગે છે, એની સૂધબૂધ એને રહેતી નથી. એ ઉપકારી માતાપિતાને અવગણી નાખે છે. પરમોપકારી સગુરુઓનો ઉપહાસ કરે છે. અન્ય ગુણીપુરુષોને તુચ્છ ગણે છે; તેમના દોષોને આગળ કરી, તેમને દોષિત સ્થાપિત કરવા પ્રયત્ન કરે છે.
આવો ભયંકર તાવ દૂર કરવો છે? “અભિમાન' એ તાવ છે, એ વાત આત્મસાક્ષીએ મનાય છે? તો જ એને દૂર કરવા પ્રયત્ન થઈ શકશે. આત્મકલ્યાણના માર્ગે તો તાવવાળો મનુષ્ય ચાલી ન શકે. આ તાવવાળો કદાચ કહે, “હું મોક્ષમાર્ગે ચાલું છું', તો તે મિથ્યા પ્રલાપ સમજવો.
આ તાવને ઉતારવાનું ઔષધ પણ અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે બતાવ્યું છે :
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
જ્ઞાનસાર જે વિષયનું તમને અભિમાન હોય, તે વિષયમાં ઘણી ઊંચી સિદ્ધિ મેળવનાર પૂર્વકાલીન મહાપુરુષોનો વિચાર કરો, એમની સર્વોત્તમ સિદ્ધિ, સાથે તમારી તુલના કરો.”
આ વિચાર-ઔષધ ચમત્કારિક છે. તમે એ પૂર્વકાલીન પુરુષસિંહોની સામે તમારી જાતને ઊભેલી જોશો. તમને તમારી જાત વામણી લાગશે! તમને તમારું અસ્તિત્વ નહિવત્ લાગશે. તમારો અભિમાન વર “નોરમલ” થઈ જશે.
જ્ઞાન, વિજ્ઞાન, બુદ્ધિ, બળ, કળા, ત્યાગ, વ્રત, તપ.. ઈત્યાદિ વિષયોમાં ભૂતકાળમાં થઈ ગયેલા મહાપુરુષોની અદ્ભુત સિદ્ધિઓનું સ્મરણ તમને એ તાવ જ ચઢવા નહીં દે. સાધનાના માર્ગે આ સ્મરણ નિરંતર રાખવું પડે. તદુપરાંત વર્તમાનકાળે પણ આપણાથી ઘણા આગળ નીકળી ગયેલા મહાપુરુષોનો વિચાર કરવો જોઈએ : ”આ બધાની આગળ મારામાં શું છે? કંઈ નથી... તો મિથ્યા અભિમાન શાં કરવાં?”
शरीररूपलावण्य-ग्रामारामधनादिभिः ।
उत्कर्षः परपर्यायश्चिदानन्दघनस्य कः? ।।५।१४१ ।। અર્થ : શરીરનાં રૂપલાવણ્ય, ગામ, બગીચા અને ધન, પુત્રપૌત્રાદિ સમૃદ્ધિરૂપ પદ્રવ્યના ધર્મ વડે, જ્ઞાનાનન્દથી ભરપૂર એવા આત્માને શું અભિમાન હોય?
વિવેચન : પર-પર્યાય, આત્માથી જે પર-ભિન્ન, તેના પર્યાય.
શરીરનું સૌન્દર્ય, શરીરની કાન્તિ, ગામ-નગર, ઉદ્યાનો, ધનસંપત્તિ અને પુત્ર.. પત્ની વગેરે પર-પર્યાય છે. આત્માથી ભિન્ન જે પુદ્ગલ, તે પુદ્ગલની રચનાઓ છે. પુદ્ગલની તે પરિવર્તનશીલ અવસ્થાઓ છે.
આત્મનું! તારે એ પુદ્ગલ રચનાઓ સાથે શી લેવાદેવા છે? સાંભળ, એ તારી અવસ્થાઓ નથી; તારી રચનાઓ નથી. એ પર છે.. પારકી છે.. એની સમૃદ્ધિથી તું તારી જાતને શ્રીમંત-સમૃદ્ધ ન માન. એ સમૃદ્ધિનું અભિમાન તું ન કર. એ અભિમાનમાં પ્રગટતો આનંદ તારે માણવાનો નથી.
હે ચિદાનન્દઘન! તું જ્ઞાનાનન્દથી પૂર્ણ છે. પુદ્ગલાનંદનું વિષ બધું જ નિચોવાઈ ગયું છે. જ્ઞાનાનન્દની મસ્તી આગળ તને એ પુદ્ગલોની પરિવર્તનશીલ અવસ્થાઓમાંથી મળતો આનંદ તુચ્છ લાગે છે. એ આનંદ
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
અનાત્મશંસા નહીં, પરંતુ પાગલપણું લાગે છે. દુનિયા તને ભલે એ પુદ્ગલપર્યાયની સમૃદ્ધિથી સુંદર જુએ, સૌન્દર્યશાળી જુએ, નગરપતિ જુએ, પુત્ર...પુત્રી અને પત્નીથી પુણ્યશાળી સમજે... ધનના ઢગલાઓના માલિક તરીકે નીરખે... પરંતુ દુનિયાની એ પરપર્યાયના દર્શનથી જન્મેલી પ્રશંસા, કીર્તિ તારા એક રૂંવાડાને પણ ફરકાવી શકતી નથી, તને રોમાંચિત કરી શકતી નથી.. કારણ કે તેં મનમાં આત્મસાક્ષીએ નિર્ણય કર્યો છે. શરીરનાં રૂપ અને સૌંદર્ય, ધન-ધાન્ય અને પરિવાર-આ બધું જ યુગલનું ઉત્પાદન છે. મારું નથી. મારી સાથે એનો કોઈ સંબંધ નથી.'
પછી એના પર અભિમાન-ઉત્કર્ષ કરવાનું તો રહે જ ક્યાં? પર-પર્યાયનું મૂલ્યાંકન જ રહ્યું નહીં, પછી એના પર અભિમાન થાય જ નહીં.
છે પર-પુદ્ગલના પર્યાયોનું મૂલ્યાંકન ખતમ કરો. - જ્ઞાનાનંદને અખંડિત રાખો. આત્મપ્રશંસાના અભિમાનથી બચવા માટે આ બે ઉપાયો અહીં બતાવાયા છે. મોક્ષમાર્ગે જેમણે પ્રયાણ પ્રારંવ્યું છે, વ્રતો-મહાવ્રતોનું જીવન જીવવાની જેમણે પ્રતિજ્ઞા કરી છે, તપશ્ચર્યા અને ત્યાગનું જેઓ ઉચ્ચ મૂલ્યાંકન કરે છે, તેવા મુમુક્ષુ આત્માઓએ આત્મપ્રશંસાના પાપમાંથી બચવું જોઈએ. તે માટે તેમણે પરપુદ્ગલના પર્યાયોનાં ગુણગાન ગાવાં બંધ કરવાં જોઈએ અને જ્ઞાનાનંદમાં નિમગ્ન બની જવું જોઈએ.
સ્વપ્રશંસા સાથે પરનિંદા જોડાયેલી રહે છે, સ્વપ્રશંસા અને પરનિંદાનો આનંદ આવવા માંડ્યો એટલે જ્ઞાનાનંદ ઓછો થતો જવાનો. જેમ જેમ જ્ઞાનાનંદ ઓછો થતો જવાનો, તેમ તેમ આત્મતત્ત્વ ભુલાતું જવાનું અને પુદ્ગલતત્ત્વ જીવનમાં પ્રધાન બનતું જવાનું.
મુનિ તો ચિદાનંદઘન હોય. તેને પરપર્યાયનાં અભિમાન ન હોય. તે તો જ્ઞાનાનંદના મહોદધિમાં વિલસતો રહે. મુનિનું નિરભિમાનપણ આ માટે હોય છે!
शुद्धाः प्रत्यात्मसाम्येन पर्यायाः परिभाविताः ।
अशुद्धाश्चाफ्कृष्टत्वाद् नोत्कर्षाय महामुनेः ।।६।।१४२ ।। અર્થ : વિચારેલા (શુદ્ધ નયની દૃષ્ટિથી) શુદ્ધ પર્યાયો દરેક આત્મામાં સભાનપણે
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
જ્ઞાનસાર
છે, (તેથી, અર્ન) અશુદ્ધ-વિભાવ પર્યાયો તુચ્છ હોવાથી, મહામુનિને (સર્વ નયમાં મધ્યસ્થ પરિણતિવાળા મુનિને) અભિમાન માટે નથી થતા.
વિવેચન : મહામુનિ તત્ત્વચિંતન દ્વારા અભિમાન પર વિજય મેળવે છે! કેવું એ અપૂર્વ, અદ્ભુત અને સત્ય ચિંતન છે, એ અહીં જોવાનું છે.
મહામુનિ શુદ્ધ નયની દ્રષ્ટિથી આત્માને જુએ છે... પોતાના આત્માને જુએ છે... પછી વિશ્વના સર્વ આત્માઓને જુએ છે. તેમને કોઈ ભેદ... તફાવત... ઉચ્ચ નીચપણું... ભારે-હલકાપણું દેખાતું નથી! દરેક આત્માના શુદ્ધ પર્યાયો સમાન દેખાય છે! બીજા આત્માઓ કરતાં પોતાના આત્મામાં કોઈ જ અધિકતા કે વિશેષતા દેખાતી નથી! કહો, હવે અભિમાન કેવી રીતે થાય? બીજાઓ કરતાં પોતાની જાત ચઢિયાતી લાગે, ઊંચી લાગે... તો અભિમાન જાગે!
આત્માના શુદ્ધ પર્યાયોનો વિચાર શુદ્ધ નયની દૃષ્ટિથી થાય છે. આ વિચારમાં સર્વ આત્માઓ જ્ઞાનાદિ અનંત ગુણોથી યુક્ત, અરૂપી, દોષરહિત... દેખાય છે. બીજા આત્માઓ કરતાં પોતાના આત્મામાં એક પણ ગુણ અધિક દેખાતો નથી... કોઈ પણ આત્મામાં દોષ દેખાતો નથી... પછી ઉત્કર્ષ કઈ વાત પર કરવાનો?
હા, શુદ્ધ સ્વરૂપના ચિંતનમાં તો અભિમાનના ઘોડે ચઢવાનું ન બને, પરંતુ અશુદ્ધ પર્યાયો પણ આત્મામાં દેખાય છે ને! અશુદ્ધ પર્યાયોમાં સમાનતા દેખાતી નથી! તેમાં તો અભિમાનના ટટ્ટુ પર ચઢી બેસાય ને?
ના! મહામુનિ અશુદ્ધ પર્યાયોને તુચ્છ ગણી ફેંકી દે છે. અશુદ્ધ પર્યાયોના લબાચાઓ પર મહામુનિ અભિમાન કરે? બીજાઓ કરતાં ચઢિયાતું રૂપ હોય, વિશિષ્ટ લાવણ્ય હોય, બીજા જીવો કરતાં અધિક બુદ્ધિ હોય કે શાસ્ત્રજ્ઞાન હોય, બીજા આત્માઓ કરતાં વધુ શિષ્યો હોય કે માનસન્માનની છડી પોકારાતી હોય... મહામુનિને મન આ બધું તુચ્છ હોય છે; તુચ્છ વસ્તુની અધિકતા પર ઉત્તમ પુરુષ અભિમાન ન કરે.
પડોશીના ઘરના ચરા કરતાં તમારા ઘરમાં કચરો વધુ હોય, તો તમે અભિમાન કરો? ‘તારા ઘર કરતાં મારા ઘરમાં કચરો વધુ છે!' આમ ફુલાઓ ખરા? ના! કચરાને તમે તુચ્છ સમજો છો. એની અધિકતા ૫૨ અભિમાન નથી થતું... તો જે મહામુનિ સર્વ વિભાવપર્યાયોને તુચ્છ સમજ્યા, કચરાતુલ્ય સમજ્યા, તેઓ તેની અધિકતા પર શું અભિમાન કરે?
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અનાત્મશંસા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* શુદ્ધ પર્યાયોમાં સમાનતાનું દર્શન.
* અશુદ્ધ પર્યાયોમાં તુચ્છતાનું દર્શન.
મહામુનિને મધ્યસ્થભાવમાં રાખે છે, આત્મ-ઉત્કર્ષની ખીણમાં પડવા દેતું નથી. આત્માની સ્વભાવદશા અને વિભાવદશાનું દર્શનચિંતન મહામુનિનું અમોઘ શસ્ત્ર બની જાય છે. અમોઘ શસ્ત્રના સહારે તેણે અભિમાનના પહાડને ચૂરી નાખ્યો હોય છે. મુનિવરો જો આ રીતે ચિંતનના ચીલે ચાલે તો અભિમાન તેમને જરાય અડપલું કરી ન શકે. સ્વોત્કર્ષનો વિષધર તેમની વાસથી જ દૂર નાસી જાય!
क्षोभं गच्छन् समुद्रोऽपि स्वोत्कर्षपवनेरितः ।
गुणौघान् बुदबुदीकृत्य विनाशयसि किं मुधा ? ।। ७ । ।१४३ ।।
વિવેચન : તે સાધુ છે. સાધુવેષની મર્યાદામાં છે...
૨૦૭
અર્થ : મર્યાદાસહિત હોવા છતાં પણ પોતાના અભિમાનરૂપ પવનથી પ્રેરિત થયેલો અને વ્યાકુળતાને પામતો, ગુણના સમુદાયને પરપોટારૂપ કરીને તેનો ફોગટ કેમ વિનાશ કરે છે?
અભિમાનનો પ્રચંડ વાયુ ફૂંકાઈ રહ્યો છે... આત્મસમુદ્ર હિલોળે ચઢ્યો છે... ગુણસમૂહનું પાણી પરપોટા બની બની નાશ પામી રહ્યું છે... તને શોભે? તું તારી મર્યાદાઓ તો જો!
અભિમાનનો વાયુ ગુણોનો નાશ કરે છે, આ હકીકત જો હૃદયમાં જચી જાય તો ગુણોનો નાશ અટકી જાય. ગુણોનું સંરક્ષણ કરવા અભિમાન નહીં કરવા પૂ. ઉપાધ્યાયજી મહારાજનું સૂચન છે.
For Private And Personal Use Only
તું સાધુનો સ્વાંગ સજીને અભિમાન કરે છે? શા માટે નાહક ગુણોનો નાશ કરે છે? અભિમાનથી ગુણોનો નાશ થાય જ છે, આ વાત તને નથી સમજાતી? તો પેલો જમાલિ કેમ ભવમાં ભટક્યો? અભિમાનથી તે કેવો ખળભળી ઊઠ્યો હતો! પરમ ઉપકારી પરમાત્મા વીર-વર્ધમાન સ્વામીના ઉપકારને ભૂલ્યો; વિનયને ચૂક્યો; પોતાની અલ્પજ્ઞતાનો ખ્યાલ ભૂલ્યો... કેટલા ગુણોનો નાશ કર્યો? અભિમાનના સુસવાટા અને સપાટામાં ભલભલી ગુણ-ઈમારતો કડડભૂસ થઈ જાય છે!
અભિમાનના વાયુનાં ઉત્પત્તિસ્થાનો પર જ ‘સીલ’ મારી દો. કુળ, રૂપ, બળ,
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
જ્ઞાનસાર યૌવન, ધન, બુદ્ધિ.. વગેરે બીજા જીવો કરતાં તમારી પાસે ચઢિયાતાં હશે, ને તમે એ બધાં પર જો ઉત્કર્ષ કર્યો. બસ, પવનના સુસવાટા છૂટ્યા સમજો. તમે સાધુ છો, તો શાસ્ત્રજ્ઞાન, શાસન-પ્રભાવકતા, વક્તત્વશક્તિ, લેખનકલા, શિષ્યપરિવાર, ભક્ત-પરિવાર વગેરે વાતો પર અભિમાન પેદા થઈ શકે. જો તમે તાત્ત્વિક વિચારણા દ્વારા એ બધાંને “તુચ્છ' ગણી ન નાખ્યું, અને શુદ્ધ નયની દષ્ટિને ખુલ્લી રાખી સર્વ જીવો પ્રત્યે “સમાનતાનો વિચાર ન કર્યો, તો અભિમાનના વંટોળમાં તમે ખળભળી ઊઠવાના. ગુણો પરપોટા જેવા બની નષ્ટ થઈ જવાના. પછી એક નવું અનિષ્ટ પેદા થશે, ગુણો નાશ પામશે છતાં હું ગણિયેલ છું', એ બતાવવા અને સાધુ તરીકેની ઇજ્જત જાળવવા તમે દંભ કરવાના. તમે જેવા નથી, તેવા બતાવવાનો પ્રયત્ન કરવાના. પોતાનામાં ગુણ ન હોય છતાં ગુણી દેખાવાનો મોહ આત્માનું કેવું અધ:પતન કરે, એ સમજાવવું પડે?
મહા-મહેનતે ગુણો આત્મામાં પ્રગટે છે, તેનું સંરક્ષણ જો ન કરવામાં આવે તો સમજવું જોઈએ કે ગુણોનું મૂલ્યાંકન આપણે ભૂલી ગયા છીએ. ગુણોનું ઉચ્ચ મૂલ્યાંકન ભૂલનાર મનુષ્યના ગુણોનો નાશ થતાં વાર નથી લાગતી. ગુણોનો નાશ કરનારા શત્રુઓ તાકીને જ બેઠેલા છે, એમને તમે જરા જગા કરી આપો એટલે તૂટી પડ્યા સમજો. સ્વપર્યાયથી કે પરપર્યાયથી આપણે અભિમાન કરવાનું જ નથી. કારણ કે આપણે સાધુવેષની મર્યાદાના બંધનમાં છીએ. મહાત્મા! ગુણોનો નાશ ન કરો. અભિમાનનો સંગ ન કરો.
निरपेक्षानवच्छिन्नानन्तचिमात्रमूर्तयः ।
योगिनो गलितोत्कर्षापकर्षानल्पकल्पनाः ।।८।१४४ ।। અર્થ : અપેક્ષારહિત, દેશની મર્યાદારહિત, કાળની મર્યાદારહિત જ્ઞાનમય સ્વરૂપ છે જેઓનું એવા, અને ગળી ગયેલી છે ઉત્કર્ષ અને અપકર્ષની ઘણી કલ્પનાઓ જેઓની એવા, યોગી હોય છે.
વિવેચન : યોગી, આત્મસ્વરૂપમાં રમતો, પરમાત્મસ્વરૂપને ઝંખતો યોગી, દેશ અને કાળમાં એને બંધન નહિ, સ્વનો ઉત્કર્ષ નહીં કે પરનો અપકર્ષ નહીં... એવો યોગી!
આત્માના મહોદધિમાં વિલસતા અનંત જ્ઞાનમાં જ એ યોગીની રમણતા હોય, પરભાવ, પરપર્યાય કે પુદ્ગલની વિવિધ રચનાઓમાં યોગીની ચેતના જાય નહીં, લોભાય નહીં, આકર્ષાય નહીં. એને બીજી કોઈ જ ઝંખના નહીં, કામના નહીં કે અભિલાષા નહીં. એ તો મસ્ત બનીને પરમાત્માના સ્વરૂપ
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાત્મશંસા
૨૦૯ તરફ આગળ વધતો જાય. એને કોઈની પરવા નહીં, કોઈની અપેક્ષા નહીં, સાવ નિરપેક્ષ! ભવસાગરને તરી જવા જેવી જોઈએ તેવી નિરપેક્ષતા.
નિરવિવો તર ઉત્તરમવોડા નિરપેક્ષ તરે દુસ્તર ભવસાગરને.” કોઈ દેશ, નગર, ગામ કે ગ્રીષ્મકાળનાં તેમના મન પર બંધન નહીં. કોઈ વર્ષાઋતુ કે ગ્રીષ્મકાળ તેમની નિર્વાણયાત્રામાં કોઈ પ્રતિબંધ ન કરી શકે. અરે, કોઈ ભાવની-પ્રેમભાવની પણ તેમને અપેક્ષા નહીં, “કોઈ મને યોગી માને, કોઈ મને મહાત્મા માને, કોઈ મને સંયમી માને'- તેવી પણ તેમને અપેક્ષા નહીં... કોઈ પણ તેમને અપેક્ષા નહીં... કોઈ પણ પરભાવના આધારે જીવન જીવવાનું જ નહીં, પછી સ્વ-ઉત્કર્ષ અને પર-અપકર્ષની કલ્પનાઓ બિચારી ગળી જ જાય ને!
દેશ, કાળ અને પરદ્રવ્યના સહારે જીવન જીવનાર સ્વોત્કર્ષસ્વાભિમાનને નાથી શકે નહીં. પર-અપકર્ષ-પરનિંદાની કુટેવને ટાળી શકે નહીં. અભિમાનને ઓગાળી નાખવા નિરપેક્ષતાની ભઠ્ઠીમાં ઈચ્છાઓ અને કામનાઓને નાખી દેવી જોઈએ. અપેક્ષારહિત-પરદ્રવ્યોની અપેક્ષા વિના જીવન જીવવાનો આદર્શ રાખી, એ દિશામાં પ્રયત્ન કરવામાં આવે તો સ્વ-મહત્તાની શરણાઈઓ વાગતી બંધ થઈ જાય અને પરનિંદાનાં પડઘમ ગાજતાં પણ વિરમી જાય.
યોગી બનવું છે?
બહારથી દેખાતું કઠોર પણ અંદરથી શાંત-પ્રશાંત અને કોમળ જીવન યોગીનું હોય છે, એવું જીવન જીવવાની તમન્ના જાગી છે? વર્તમાન પરિદ્રવ્યસાપેક્ષ જીવન તરફ નફરત પેદા થઈ છે? સ્વપ્રશંસા ને પરનિંદાવાળું જીવન અકળાવે છે? પર-પરિણતિના પ્રાંગણમાં થઈ રહેલી પ્રેમચેષ્ટાઓ અળખામણી બની છે? યોગીનું આંતરિક પ્રસન્નતાવાળું, આત્મસ્વરૂપની રમણતાવાળું... અલખની ધૂનમાં દોડ્યું જતું જીવન લલચાવે છે?
તો તમે “યોગી બની શકશો. યોગીજીવનનો મહાનંદ તમે અનુભવી શકશો. અભિમાનની કલ્પના ઓગળી જશે અને આત્માના અનંત ગુણો પ્રગટ થઈ જશે.
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિવંદષ્ટિ)
દૃષ્ટિ એવી સૃષ્ટિ' - આ વાક્ય સહુ બોલે છે, પણ દૃષ્ટિ બદલીને સૃષ્ટિનું નૂતન સર્જન કરવા કોણ તૈયાર થાય છે? કઈ દૃષ્ટિએ આપણને ભવભ્રમણામાં ભટકાવ્યા છે ને કઈ દષ્ટિ એ ભવભ્રમણામાંથી આપણો ઉદ્ધાર કરી શકે? કઈ દૃષ્ટિ આપણને પરમ આનંદ તરફ લઈ જાય અને કઈ દૃષ્ટિ વિષયાનંદની ગટરના ભુંડ બનાવે? આ સમજવા આ અષ્ટકને તમે ખૂબ સ્વસ્થ, બનીને વાંચજો.
-
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
For Private And Personal Use Only
2]>>E
તત્વદષ્ટિ રૂપીને ન જુએ, અરૂપીને જુએ! અરૂપીને જોઈને તેમાં મગ્ન થાય. આવો આત્મા સર્વ સમૃદ્ધિને પોતાનામાં જ જુએ.
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ત્વદૃષ્ટિ
૨૧૧
૨૧૧ रूपे रूपवती द्रष्टिन॒ष्ट्वा रूपं विमुह्यति। મળત્યા ની તષ્ટિસ્થળ પાછા 9૪૯ અર્થ : રૂપવાળી દૃષ્ટિ રૂપને જોઈને રૂપમાં મોહ પામે છે. રૂપરહિત તત્ત્વની દૃષ્ટિ તો રૂપરહિત આત્મામાં મગ્ન થાય છે. વિવેચન : તત્ત્વદૃષ્ટિ! વાસનાઓને નિર્મળ કરનારી દૃષ્ટિ. દષ્ટિ તાત્વિક બનાવવાની છે; અર્થાત્ જગતના પદાર્થોનું દર્શન તાત્વિક દૃષ્ટિથી કરવાનું છે. તાત્વિક દૃષ્ટિથી કરાતા પદાર્થ દર્શનમાં રાગદ્વેષ ભળતા નથી. તાત્ત્વિક દૃષ્ટિથી કરાતા પદાર્થદર્શનમાં અસત્યનો અંશ મળતો નથી.
ચામડાની દૃષ્ટિ ચામડાનાં રૂપ જોઈને મોહ પામે છે! રાગદ્વેષ કરાવે છે. ચામડાની દૃષ્ટિથી-ચર્મચક્ષુથી ભવનો માર્ગ દેખાય છે, સંસારમાર્ગ દેખાય છે... મોક્ષમાર્ગ ચર્મચક્ષુથી ન જોઈ શકાય. મોક્ષમાર્ગ જોવા માટે તત્ત્વદૃષ્ટિ જોઈએ. આ તત્ત્વદૃષ્ટિને શ્રી આનંદઘનજી મહારાજ “દિવ્ય વિચાર' કહે છે.
ચરમ-નયણે કરી મારગ જોવતાં ભૂલ્યો સકલ સંસાર. જેણે નયણે કરી મારગ જોઈએ નયન તે દિવ્ય વિચાર પંથડો નિહાળું રે બીજા જિન તો.
અરૂપી આત્મા અરૂપી તત્ત્વદૃષ્ટિથી જ જોઈ શકાય. તત્ત્વદૃષ્ટિ પણ અરૂપી છે; આત્મા પણ અરૂપી છે... અરૂપીથી અરૂપી જોવાય. પૌલિક દૃષ્ટિથી પગલનાં રૂપ દેખાય.
ચર્મદષ્ટિ.. પુદ્ગલદૃષ્ટિ-ચરમનયણ..બધાં પર્યાયો છે. આત્મદર્શન કરવા માટે આ દૃષ્ટિઓ ન ચાલે; આત્મદર્શન કરવા અરૂપી તત્ત્વદ્રષ્ટિ જોઈએ. આ તત્ત્વદૃષ્ટિ ઊઘડ્યા પછી આત્મપ્રશંસા કે પરનિંદા જેવી કુટેવો ટકતી નથી. તત્ત્વદૃષ્ટિ ખૂલે છે સમ્યગુ દર્શનજ્ઞાન-ચારિત્રની નિરતિચાર આરાધનાથી.
તત્ત્વભૂત પદાર્થ એક માત્ર આત્મા છે! બાકી બધું જ પારમાર્થિક દૃષ્ટિએ અસત્ છે... અતત્ત્વ છે. અનાદિકાળથી તત્ત્વભૂત આત્માને ભૂલીને અતત્ત્વભૂત પદાર્થોની પાછળ જીવ ભટક્યો, દુઃખી થયો, ત્રાસ પામ્યો, વિટંબણાઓ થઈ પણ જિનેશ્વરભગવંતની તત્ત્વદૃષ્ટિ મળી નહીં.
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
જ્ઞાનસાર
જે દૃષ્ટિથી આત્મા પર અનુરાગ થાય, તે દૃષ્ટિ તત્ત્વદૃષ્ટિ કહેવાય. જે દૃષ્ટિથી જડ-પુદ્ગલ પર અનુરાગ થાય, તે દૃષ્ટિ ચર્મષ્ટિ કહેવાય.
પૂર્ણ તત્ત્વષ્ટિ કેવળજ્ઞાની ભગવંતની હોય. પૂર્ણ તત્ત્વદૃષ્ટિમાં સફલ વિશ્વના ચરાચર પદાર્થોનું વૈકાલિક દર્શન થાય. તે દર્શન રાગદ્વેષ વિનાનું હોય; હર્ષશોરહિત હોય, આનંદ-વિષાદ વિનાનું હોય. અરૂપી આત્માનું પણ પ્રત્યક્ષ દર્શન હોય. આ પૂર્ણ તત્ત્વદૃષ્ટિવાળું કેવળજ્ઞાન; કેવળજ્ઞાનીઓએ જે માર્ગે પુરુષાર્થ કરીને મેળવ્યું, તે માર્ગે ચાલવાથી જ પ્રાપ્ત થાય. તે માર્ગ છે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનો.
‘વર્ણ, રસ, રૂપ અને ગંધમાં મોહાધીન ન બનો. આત્મસ્વરૂપમાં રમણ કરનારા બનો, તો જ પૂર્ણતા પ્રાપ્ત થશે,’-આ ઉપદેશનો સાર છે. અનાદિ કાળની આદતોને મન મારીને પણ છોડવા પ્રયત્ન કરો; તે માટે નવી આદતો પાડી દેવી જોઈએ. આત્મસ્મરણ, આત્મરતિ, આત્મસ્વરૂપમાં લીનતા... આ માટે સમ્યગ્ શ્રુતજ્ઞાનમાં લીનતા કરો, સમ્યક્ ચારિત્રથી જીવનને સંયમી કરો.
भ्रमवाटी बहिर्दष्टिर्भमच्छाया तदीक्षणम् ।
अभ्रान्तस्तत्त्वद्रष्टिस्तु नास्यां शेते सुखाशया । । २ । । १४६ ।।
અર્થ : બાહ્યદૃષ્ટિ ભ્રાન્તિની વાડી છે. બાહ્યદૃષ્ટિનો પ્રકાશ ભ્રાન્તિની છાયા છે. પરંતુ ભ્રાન્તિરહિત તત્ત્વની દૃષ્ટિવાળો ભ્રમની છાયામાં સુખની ઈચ્છાથી સૂતો નથી.
વિવેચન : બાહ્યદૃષ્ટિ,
ભ્રાન્તિનાં વિષયવૃક્ષોથી ભરેલી વાડી!
ભ્રાન્તિનાં વૃક્ષોની છાયા પણ ભ્રાન્તિ, વિષનાં વૃક્ષની છાયા વિષ જ હોય ને! બાહ્યદૃષ્ટિ ભ્રાન્તિરૂપ અને બાહ્યદૃષ્ટિનું દર્શન પણ ભ્રાન્તિરૂપ હોય છે.
ભ્રાન્તિનાં વિષવૃક્ષોની છાયામાં તત્ત્વદૃષ્ટિ આત્મા આરામ ન કરે; નિર્ભય બનીને સૂઈ ન જાય. એ જાણતો હોય છે કે અહીં સૂવામાં પ્રાણનું પણ જોખમ છે - કદાચ એ વિષવૃક્ષોની ઘટામાંથી એને પસાર થવું પડે, પણ એ તરફ આકર્ષાય નહીં.
બાહ્યદૃષ્ટિમાં ‘સન્ન’ અને 'મમના વિકલ્પો આવે. બાહ્યદૃષ્ટિ ઉપાદેયને હેય બતાવે અને હેયને ઉપાદેય સમજાવે! સાચા સુખનાં સાધનોમાં દુઃખ સમજાવે અને દુર્ગતિના કારણભૂત સાધનોમાં સુખ સમજાવે! બાહ્યદૃષ્ટિ
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ત્વદૃષ્ટિ
૨૧૩ ઇન્દ્રિયોના વિષયોમાં અને મનના કષાયોમાં કર્તવ્યબુદ્ધિ પેદા કરે છે અને શમ-દમ-તિતિક્ષામાં...ક્ષમા-નમ્રતા-સરળતા-નિર્લોભતામાં નિઃસારતા બતાવે છે. બાહ્યદષ્ટિના દર્શન-પ્રકાશમાં દેખાય... તે બધું જ ભ્રમણારૂપ સમજવું! તત્ત્વદૃષ્ટિ મહાત્મા બાહ્યદૃષ્ટિના દર્શન-પ્રકાશને જ બ્રાન્ત સમજે. એના સહારે એ વિશ્વના પદાર્થોને જુએ જ નહીં. કદાચ જોવાઈ જાય તો એ દર્શનને સાચું ન સમજે. * બાહ્યદૃષ્ટિની આ ખૂબી છે કે તે વિષયોના ઉપભોગમાં દુ:ખ બતાવે જ નહીં! ઇન્દ્રિયોના ઉન્માદમાં અશાન્તિ સમજાવે જ નહીં. કષાયોના દાવાનળમાં સળગવા છતાં જીવને “હું સળગી રહ્યો છું', તેવું ભાન ન થવા દે. બાહ્યદૃષ્ટિની વાડીમાં વિષવૃક્ષો પર જે લલચાયો, વિષવૃક્ષનાં દેખાવમાં સુંદર, સુગંધી અને સરસ ફળોમાં જે લોભાયો, તે અલ્પ સમયમાં જ ઢળી પડે છે ને ઘોર વેદનાઓ અનુભવે છે.
તત્ત્વદૃષ્ટિ આત્મા તો પોતાના અંતરાત્માના સુખથી જ પૂર્ણ હોય છે. સુખની કામના...સ્પૃહા તેને હોતી નથી. તેથી તે બહિર્દષ્ટિની વાડીમાં જતો જ નથી. કદાચ એ વાડીમાંથી પસાર થવું પડે તો એ વિષવૃક્ષોની વાડીની સુંદરતામાં લુબ્ધ થતો નથી, અંજાઈ જતો નથી કે સુખની ઈચ્છાથી એ વિષવૃક્ષોની છાયામાં બેસતો પણ નથી.
સ્થૂલભદ્રજી અંતઃસુખથી...તત્ત્વદૃષ્ટિના સુખથી પૂર્ણ હતા... કશ્યાએ તેમને વિષવૃક્ષની વાડીમાં જ ઉતારો આપ્યો હતો-ચાતુર્માસ વ્યતીત કરવા! રોજ વિષવૃક્ષોના ભરેલા થાળ સાથે એ મગધની રૂપસુંદરી સ્થૂલભદ્રજીને બાહ્યદૃષ્ટિનાં સુખોથી લલચાવવા પ્રયત્ન કરતી. પરંતુ તત્ત્વદૃષ્ટિવાળા એવા સ્થૂલભદ્રજી શાના લલચાય! તેમણે કોયાને તત્ત્વદૃષ્ટિનું અંજન કરી, તત્ત્વદૃષ્ટિનું અમૃત પાઈ, એવી બનાવી દીધી કે બહિર્દષ્ટિની વાડીમાં રહેવા છતાં કોશ્યા નિર્લેપ રહી શકી.
તત્ત્વદૃષ્ટિ વિના બહિર્દષ્ટિની વાડીમાં કોઈ સલામત બહાર નીકળી શકતો નથી.
ग्रामारामादि मोहाय यद् द्रष्टं बाह्ययादृशा।
तत्त्वदृष्टया तदेवान्तीतं वैराग्यसंपदे ।।३।११४७।। અર્થ : બાહ્યદષ્ટિ વડે દેખેલા ગામ અને ઉઘાન વગેરે માટે મહ થાય છે. તત્ત્વદૃષ્ટિ વડે (તે બધું) આત્મામાં ઊતરેલું વૈરાગ્યની પ્રાપ્તિ માટે થાય છે.
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
સાનસાર વિવેચન : એનું એ ગામ-નગર. એનું એ ઉદ્યાન... નંદનવન... એની એ રૂપરાણીઓ કે અપ્સરાઓ! આ બધું બાહ્યદૃષ્ટિથી જોવાય તો રાગ થાય. આ બધું તત્ત્વદૃષ્ટિથી જોવાય તો વૈરાગ્ય થાય.
હે મહામાર્ગના આરાધક! તારે રાગી બનવું છે કે વૈરાગી? તું મુનિ બન્યો. એટલે તું ત્યાગી બન્યો વિરતિધર બન્યો; પરંતુ વૈરાગ્યમાર્ગ પર વિજય મેળવવાનું કામ ઊભું છે. ત્યાગ કરવા માત્રથી વૈરાગ્ય આવી જતો નથી. વૈરાગી બનવાની ભાવનાથી તું ત્યાગી બન્યો તે સાચી વાત, પરંતુ વૈરાગ્યની મસ્તી જગવવાનું કામ હવે ત્યાગી જીવનમાં આરંભવાનું અને વૈરાગ્યની અગોચર દુનિયામાં જવાનું છે, એ યાદ રાખજે.
ત્યાગી મુનિનો વેશ તેં ધારણ કર્યો, એટલે રાગ-મહોદધિને તરવાનો ગણવેશ (યુનિફોર્મ) ધારણ કર્યો... ને મહોદધિમાં કૂદી પડ્યો... ત્યાગી બનવા માત્રથી રાગના સાગરને તું તરી ગયો, એવું માનવાની ગંભીર ભૂલ ન કરીશ. તરવાનું હવે શરૂ કર્યું છે, તે તું ત્યારે તરી શકીશ કે રાગસમુદ્રમાં આવતા પદાર્થોને તત્ત્વદૃષ્ટિથી જોઈને એના તરફ લલચાઈશ નહીં, પરંતુ વિશેષ ને વિશેષ વૈરાગી બનતો જઈશ.
ત્યાગી એ જ દુનિયામાં જીવે છે કે જે દુનિયામાં રાગી અને ભોગી જીવે છે, પરંતુ એ દુનિયાનો રાગી-ભોગી બહિદૃષ્ટિથી જુએ છે... દુનિયાના વર્તમાન પર્યાયને જ જુએ છે, જ્યારે ત્યાગી દુનિયાના સૈકાલિક પર્યાયને જુએ છે... પુદ્ગલના પરિણામોને વિચારે છે :
'क्षणविपरिणामधर्मा मानां ऋद्धिसमुदया: सर्वे ।' મનુષ્યની ઋદ્ધિ, સંપત્તિ, વૈભવ.. બધું ક્ષણમાં બદલાઈ જનારું છે. વિપરીત પરિણામમાં પરિણમનારું છે...
જે નગરની શોભા જોઈ બાહ્યદૃષ્ટિ આત્મા આનંદ-વિભોર થઈ જાય, ત્યાં અંતર્દષ્ટિ મહાત્મા વિચારે : “આ પણ એક દિવસ સ્મશાન બનશે! મનુષ્યોથી ઊભરાતાં બજારોમાં ગીધ, સમડીઓ અને શિયાળિયાંનાં ટોળાં ઊભરાશે! આ તો સંસારનો ક્રમ છે! સ્મશાનમાં સદન અને સદનમાં સ્મશાન! કોઈના ચમનમાં કોઈનું કંદન... કોઈના વિલાપમાં કોઈના આલાપ”
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ત્વદૃષ્ટિ
૨૧૫ આજનું વન કાલે નંદનવન! આજનું નંદનવન કાલે વન! આજની રૂપસુંદરી યૌવના... કાલે રૂપીન દુર્બલિકા! આજની રૂપાહીન દુર્બલિકા... કાલે રૂપસુંદરી યૌવના!
કહો, તત્ત્વદૃષ્ટિવાળા મનુષ્યને આ પરિવર્તનશીલ દુનિયા પર રાગ થાય કે વૈરાગ્ય? તત્ત્વદૃષ્ટિ આત્માને સંસારના પદાર્થો પર મોહ થાય નહીં. તત્ત્વદષ્ટિ મોહજનક નહીં, પણ મોહમારક છે. તત્ત્વદૃષ્ટિનું ચિંતન વૈરાગ્યપ્રેરક હોય છે. અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સંસારના મુખ્ય મુખ્ય મહોત્તેજક પદાર્થો પર તત્ત્વદષ્ટિનું ચિંતન કરી આપે છે. ચાલો આપણે એ ચિંતનમાં પ્રવેશીએ.
बाह्यदृष्टेः सुधासारघटिता भाति सुन्दरी।
तत्त्वद्रष्टेस्तु साक्षात् सा विण्मूत्रपिठरोदरी ।।४।।१४८ ।। અર્થ : બાહ્યદ્રષ્ટિને સ્ત્રી અમૃતના સાર વડે ઘડેલી ભાસે છે, તત્ત્વદૃષ્ટિને તે સ્ત્રી પ્રત્યક્ષ વિષ્ટા અને મૂત્રની હાંડલી જેવા ઉદરવાળી લાગે છે. વિવેચન : સુંદરી...!
બ્રહ્માએ અમૃતના સારમાંથી સુંદરી સર્જી છે! “નૈષધીયચરિત'ના રચયિતા કવિ હર્ષ કહે છે : “દ્રૌપદી એવી સુંદરી હતી કે જેની કાયા, બ્રહ્માએ ચન્દ્રના ગર્ભ-ભાગને લઈ તેમાંથી સર્જી હતી, માટે ચન્દ્રના મધ્ય ભાગ પોલો-કાળો. દેખાય છે!' મોટા મોટા કવિઓએ, સ્ત્રીઓના સૌંદર્યનું વર્ણન કરવામાં પોતાનું કવિત્વ નિચોવી-નિચોવીને તેમાં ભર્યું છે... “અસાર સંસારમાં જ કોઈ સાર હોય તો સારંગલોચના સુંદરી છે!'
“સ્ત્રીનું આ દર્શન બાહ્યદૃષ્ટિ મનુષ્યોનું દર્શન છે! એની એ સ્ત્રીઓનું અત્તદષ્ટિ મહાત્મા કેવું દર્શન કરે છે! વિષ્ટા અને મૂત્રની હાંડલી!” નરકની દીવડી!” કપટની કોટડી!” તત્ત્વદૃષ્ટા મહાત્મા પુરુષ સ્ત્રીના શરીરની સુકોમળ ધવલ ચામડીની નીચે ડોકિયું કરે છે... તેમને વિષ્ટા, મૂત્ર, રુધિર, માંસ અને હાડકાં દેખાય છે... તેમને રાગ નથી થતો, વૈરાગ્ય થાય છે. તત્ત્વદૃષ્ટિ મહાપુરુષો સ્ત્રી સાથેની ભાગક્રિયામાં નરકનાં દર્શન કરે છે....
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
જ્ઞાનસાર નરકની વાસ્તવિક બિહામણી યાતનાઓના દર્શન માત્રથી મોહ નાશ પામે છે... - સ્ત્રીના હાવભાવ અને પ્રેમપ્રલાપની ભીતરમાં કપટની લીલા જોવા મળે છે, ને ત્યાં વૈરાગ્ય ઝબકી ઊઠે છે.
બહિષ્ટિ મનુષ્ય સ્ત્રીને માત્ર દૈહિક વાસનાઓને સંતોષવાનું પાત્ર માની, તેની સાથે અસભ્ય વ્યવહાર કરે છે. જ્યારે “સ્ત્રીનો આત્મા પણ મોક્ષમાર્ગની આરાધના કરી શકે તેવો ઉત્તમ છે' - આવી પવિત્ર દૃષ્ટિ સાથે એના દેહ તરફનું મમત્વ તોડી નાખવા “વિષ્ટા અને મૂત્રની હાંડલી જેવા પેટવાળી' કે નરકની દીવડી” અથવા “કપટની કોટડી' તરીકે તત્ત્વદૃષ્ટિવાળો મનુષ્ય જુએ, તો તે અયોગ્ય નથી. પ્રાયઃ કરીને સ્ત્રીના શરીરનાં, સ્ત્રીના સૌંદર્યનાં કે સ્ત્રીના હાવભાવોનાં વર્ણન એમણે ક્યાં છે કે જેઓ કામી, વિકારી અને દૈહિક વાસનાઓના ભૂખ્યા હતા. આજે પણ એવા જ બહિર્દષ્ટિ મનુષ્પો સ્ત્રીનાં બાહ્ય રૂપરંગ અને ફેશનપરસ્તીનાં વખાણ કરતાં ધરાતાં નથી. આમાં સ્ત્રીઓનું સન્માન નહીં, પરંતુ ઘોર અપમાન થાય છે.
સ્ત્રીદર્શનથી સ્વાભાવિક રીતે પેદા થતી વાસનાવૃત્તિને નાબૂદ કરવા, સ્ત્રીના શરીરની બીભત્સતાનો વિચાર કરવો જરૂરી મનાયો છે. પરંતુ સાથે સાથે સ્ત્રીના શરીરમાં પણ અનંત ગુણમય આત્મા વસેલો છે. સ્ત્રીને “રત્નખાણ' પણ કહેલી છે. એનો આદર કરવો પણ એટલો જ આવશ્યક છે. સ્ત્રીનું દર્શન થવા છતાં એના પ્રત્યે મોહવાસના ન જાગે, તેવું દર્શન કરવાનું કહેવામાં આવે છે. તેવું દર્શન અંતરદષ્ટિ વિના શક્ય નથી.
સંસારમાં “સ્ત્રી” તત્વ મહા મોહનું નિમિત્ત છે. એ મહાન વૈરાગ્યનું નિમિત્ત પણ બની શકે. તે માટે જોઈએ અંતરદષ્ટિ-તત્ત્વદૃષ્ટિ.
लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यदग्।
तत्त्वदृष्टिः श्वकाकानां भक्ष्वं कृमिकुलाकुलम् ।।५।।१४९ ।। અર્થ : બાહ્યદૃષ્ટિ સૌન્દર્યના તરંગ વડે પવિત્ર શરીર દેખે છે, તત્ત્વદૃષ્ટિવાળો કાગડાં અને કૂતરાંઓને ખાવાયોગ્ય કૃમિના સમૂહ વડે ભરેલું જુએ છે... વિવેચન : શરીર’! -
સ્ત્રી કરતાં પણ વધુ પ્રિય શરીર! * જુઓ પરિશિષ્ટ ૧૫.
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ત્વદૃષ્ટિ
૨૧૭ એ શરીરને તમે કઈ દૃષ્ટિથી જુઓ છો?
બાહ્યદૃષ્ટિથી શરીર સૌન્દર્યથી સુશોભિત, સ્વચ્છ અને નિર્મળ લાગે છે. તત્ત્વદૃષ્ટિને એનું એ શરીર કાગડા-કૂતરાંઓને ખાવાયોગ્ય...કૃમિના લચકાઓથી ભરેલું દેખાય છે! એક શરીરને જોઈ રાગી બને છે, એક શરીરને જોઈ વિરાગી બને છે! એક શરીરની સુશ્રષા કરે છે, એક શરીર પ્રત્યે બેપરવા બને છે. એક શરીરથી પોતાનું મહત્ત્વ આંકે છે, એક શરીરથી પોતાને બંધનમાં જકડાયેલો મહત્ત્વહીન માનવી સમજે છે.
શરીરના સૌન્દર્યને, શરીરની શક્તિને, શરીરની નરોગિતાને મહત્ત્વ આપનાર બાહ્યદૃષ્ટિ મનુષ્ય શરીરમાં સર્વત્ર રહેલા આત્માના સૌન્દર્યને જોઈ શકતો નથી, આત્માની અપારશક્તિને સમજી શકતો નથી; આત્માના અનંત અવ્યાબાધ આરોગ્યની કલ્પના પણ તેને હોતી નથી. અરે, શરીરની ચામડીની જ નીચે રહેલા અતિ બીભત્સ પદાર્થો પણ જોઈ શકતો નથી! તેની દષ્ટિ તો માત્ર શરીરની ઉપરની ચામડી પર જ હોય છે. તે ખરબચડી ચામડીને સુંવાળી કરવા મથે છે; તે ચામડીને ગોરી કરવા પ્રયત્ન કરે છે. મેલી ચામડીને ઊજળી, કરવા પ્રયત્ન કરે છે...બહિરાત્મદશામાં આવું જ હોય.
અંતરાત્મા-તત્ત્વદૃષ્ટિ પુરુષ શરીરની ભીતરમાં જુએ છે... ને કમકમી ઊઠે છે. એ માંસ અને લોહી, મળ અને મૂત્ર.. જો એ બધું બહાર નીકળી આવે તો આંખે જોયું ન જાય!
તે શરીરની રોગી અવસ્થાનો વિચાર કરે છે. વૃદ્ધાવસ્થાની કલ્પના કરે છે ને અંતે પ્રાણરહિત શરીરના ક્લેવરને જુએ છે... તેની આજુબાજુ ભેગાં થયેલાં કાગડાંઓ અને કૂતરાંઓને તે જુએ છે... “તે શરીરને ચૂંથી રહ્યાં છે...' તે આંખો મીંચી દે છે. “જે શરીરને વર્ષો સુધી સારું ખવડાવ્યું, રોજ નવડાવ્યું, ભક્ષ્યાભઢ્ય ભૂલીને પુષ્ટ કર્યું. તે શરીર અંતે કાગડાંઓની ચાંચોથી ચૂંથાવાનું? કૂતરાંઓની તીક્ષ્ણ દાઢોમાં ચવાવાનું?
તે શરીરને લાકડાંનાં ઢગલા પર અશરણ... લાચાર હાલતમાં પડેલું જુએ છે... ક્ષણ વારમાં તે સળગે છે ને લાકડાંની સાથે તેની પણ રાખ થઈ જાય છે! માત્ર કલાક-બે કલાકમાં વર્ષોનું સર્જન રાખ બની જાય છે ને વાયુના સુસવાટાઓ એ રાખને વેરવિખેર કરી નાખે છે!
શરીરની આ અવસ્થાઓનું વાસ્તવિક સત્ય કલ્પનાચિત્ર તત્ત્વદૃષ્ટિ જ સર્જી શકે છે. શરીર પરનું મમત્વ તૂટતું જાય છે. તેનું મન અવિનાશી આત્મા
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
ર૧૮ પર ચોંટતું જાય છે. આત્મા માટે તે શરીરનું સુખ જતું કરે છે... શરીરને સૂકવી નાખે છે. શરીરના સૌન્દર્યને જોતો જ નથી. હા, શરીરના સૌન્દર્યના ભોગે જો આત્માનું સૌન્દર્ય પ્રગટતું હોય, તો તે શરીરના સૌન્દર્યનો પળ વારમાં ત્યાગ કરી દે છે. શરીરને તે પાપ કરીને ટકાવવા કે વધારવા ચાહતો નથી. નિષ્પાપ રીતે શરીરને ટકાવે છે... એ પણ આત્માના હિત માટે! તત્ત્વદૃષ્ટિનું આ શરીર-દર્શન છે.
गजाधैर्भूपभवनं विस्मयाय बहिर्दशः ।
तत्राधेभवनात् कोऽपि भेदस्तत्त्वदशस्तु न ।।६।।१५०।। અર્થ : બાહ્યદ્રષ્ટિને હાથી અને ઘોડા પર સજ્જ રાજમહેલ માટે વિસ્મય થાય છે, તત્ત્વદ્રષ્ટિને તો તે રાજમહેલમાં ઘોડા અને હાથીના ભવનથી કંઈ પણ વિશેષ નથી.
વિવેચન : ઐશ્વર્ય! રાજમહેલનો વૈભવ...!
આજના રાષ્ટ્રપતિ ભવનનો વૈભવ, ગવર્નરો, પ્રધાન મંત્રી, મુખ્ય મંત્રીઓના બંગલાઓનો વૈભવ... તેમનું ઐશ્વર્ય જોઈને તમારી આંખો વિસ્મિત થઈ જાય છે? ત્રિરંગી ધજાઓ ફરકાવતા તેમના રાજાશાહી બંગલાઓ, મહારાજાઓના ચાંદી-સોને મઢેલા રથોથી પણ વધારે કિંમતી પરદેશી મોટરો. મોટરસાયકલો અને “સ્કૂટરો' - આ બધું જોઈને તમે ઓવારી ગયા છો? તો હજુ બાહ્યદૃષ્ટિથી તમે વિશ્વનું દર્શન કરી રહ્યા છો! હજુ અંતરદૃષ્ટિ ઊઘડી નથી, હજુ તત્ત્વોજન થયું નથી. “મારી પાસે પણ એટલી સંપત્તિ ક્યારે ભેગી થાય અને હું પણ આવો ઐશ્વર્યસ્વામી બનું - મહેલો તથા બંગલાઓ બંધાવું; હાથી-ઘોડા (હાલની મોટરો, સ્કૂટરો, મોટરસાયકલો) વસાવું?' જો આવા કોડ થતા હોય તો અંતર્દષ્ટિ ખૂલી નથી! પછી ભલે તમે ધર્મઆરાધના કરતા હો. તમે જો મુનિ છો, તો રાજાઓના વૈભવો જોઈ તમે શું વિચારો છો? પરલોકમાં આવે એશ્વર્ય મળે તેવાં અરમાન તો નથી થતા ને? એવાં ઐશ્વર્યસંપન્ન રાજા-મહારાજાઓ... પ્રધાન મંત્રી કે ગવર્નરો, મિલમાલિકો કે ઉદ્યોગપતિઓ... એમનાથી પ્રભાવિત તો નથી થઈ જતા ને? જો અંતર્દષ્ટિ-તત્ત્વદષ્ટિ હશે તો એમનાથી પ્રભાવિત નહીં થાઓ. એમના જેવા ઐશ્વર્યશાળી બનવાના અરમાન નહીં જાગે, બલકે એ બધાંની અનિત્યતા... અસારતા અને દગાખોરીનો વિચાર આવશે.
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯
તત્ત્વદૃષ્ટિ
इन्द्रजालोपमाः स्वजनधनसंगमाः। સ્વજન-ધન-વૈભવ...બધાનો સંયોગ ઇન્દ્રજાળ જેવો છે!
‘તૈપુ રક્તિ મૂહસ્યમવર'.. તેમાં મૂઢ..વિવેકહીન મનુષ્યો જ મુગ્ધ થાય... રાગી થાય. અંતર્દષ્ટિ મહાત્મા, એ ઐશ્વર્યશાળીઓ-ધરતીને ધ્રુજાવનારાને અંતિમ અસહાય સ્થિતિમાં જુએ છે :
तुरगरथेभनरावृतिकलितम् दधतं ब्लमस्खलितम् । हरति यमो नरपतिमपि दीनम् मैनिक इव लघुमीनम् ।।
विनय विधीयतां रे श्री जिनधर्मः शरणम्... જેમની પાસે હણહણાટ કરતું અશ્વદળ હતું, મદોન્મત્ત હાથીઓનું સૈન્ય હતું અને અપૂર્વ બળનું અભિમાન હતું, તેવા રાજાઓને પણ યમરાજા ઉપાડી ગયા! પેલો માછીમાર માછલીને જેવી રીતે પકડીને લઈ જાય તેવી રીતે! તે વખતે એ રાજાની કેવી દીન દશા!
તત્ત્વદૃષ્ટિ ઉત્તમ પુરુષને ક્ષણિક, ભયમુક્ત અને પરાધીન પુદ્ગલનાં ઐશ્વર્ય વિસ્મિત કરી શકતાં નથી. તેમને એવા ઐશ્વર્યનું કોઈ વિશેષ મૂલ્યાંકન હોતું જ નથી... તેમને તો મૂલ્ય હોય છે ચિદાનંદમય આત્મસ્વરૂપનું! આત્માના અનંત-અગોચર-અવિનાશી-અભય-સ્વાધીન ઐશ્વર્ય મેળવવા તેઓ દિનરાત ઝંખતા હોય છેઝંખના પૂર્ણ કરવા અવિરત ઝઝૂમતા રહે છે.
બહિદૃષ્ટિ જે ઐશ્વર્ય માથે ચઢાવવામાં ગૌરવ સમજે છે, ત્યાં અંતષ્ટિ તેને પગ નીચે કચડી નાખવામાં ગૌરવ અનુભવે છે.
भस्मना केशलोचेन वपुर्धतमलेन वा।
महान्तं बाह्यद्दग् वेत्ति चित्साम्राज्येन तत्त्ववित् ।।७।।१५१ ।। અર્થ: રાખ ચોળવાથી, કેશનો લોચ કરવાથી અથવા શરીર ઉપર મેલ ધારણ કરવાથી બાહ્યદૃષ્ટિ મહાત્મારૂપે જાણે છે. તત્ત્વદૃષ્ટિ જ્ઞાનની પ્રભુતાથી મહાન જાણે છે. વિવેચન : મહાત્મા.
કોણ? શરીર પર રાખ ચોળી હોય, માથે જટા વધારી હોય, શરીર પર માત્ર લંગોટી હોય -- આને બાહ્યદૃષ્ટિ મનુષ્ય મહાત્મા માને છે.
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨0
જ્ઞાનસાર વળી કોણ? મસ્તકે મુંડન નહીં પણ લંચન કરાવ્યું હોય, સફેદ વસ્ત્ર ધારણ કર્યા હોય, રજોહરણ અને દંડ રાખ્યાં હોય - આને બાહ્યદૃષ્ટિ મનુષ્ય મહાત્મા' કહે છે.
અને? શરીરની કોઈ પરવા નહીં.... મેલના પોપડાં બાઝી ગયા હોય.. કપડાંને ધોવાની વાત નહીં; મેલાં ને કાળાં થઈ ગયેલાં કપડાં જેણે પહેર્યા હોય - તેને બાહ્યદૃષ્ટિ ‘મહાત્મા’ ગણે છે! તત્ત્વદષ્ટિ મનુષ્ય “મહાત્મા ને શાના માધ્યમથી ઓળખે? જ્ઞાનની પ્રભુતાના માધ્યમથી! જ્ઞાનસામ્રાજ્યનો માલિક તે મહાત્મા. જ્ઞાનની પ્રભુતાનો પ્રભુ તે મહાત્મા. તત્ત્વદૃષ્ટિવાળો આ વસ્તુ જુએ છે : “જ્ઞાનની પ્રભુતા છે? જ્ઞાનસામ્રાજ્યનો વિસ્તાર કેટલો છે?' જ્ઞાન વિના મહાનતા ન હોઈ શકે. જ્ઞાન વિના સાચું મહાત્માપણું પ્રાપ્ત ન થાય. જ્ઞાનની પ્રભુતાવાળા મહાન પુરુષોને તત્ત્વદષ્ટિવાળા જીવો જ ઓળખી શકે. સંભવ છે કે જ્ઞાનની પ્રભુતાવાળા મહાત્માઓ શરીરે ભસ્મ ન લગાડે, શરીર અને વસ્ત્ર મેલાં ન રાખે, કેશનું લંચન પણ ન કરાવે; બાહ્યદૃષ્ટિ આત્મા ત્યાં મહાત્માપણું નહીં માને અને જ્યાં જ્ઞાન નહિ હોય પણ શરીરે ભસ્મ હશે, શરીરે મેલ હશે, કેશનું લંચન હશે, ત્યાં બાહ્યદૃષ્ટિ મનુષ્ય ઝૂકી પડશે અને ત્યાંથી જ્ઞાનનો પ્રકાશ નહીં મળે. પણ બાહ્યદૃષ્ટિ મનુષ્ય જ્ઞાન મેળવવા મહાત્માઓને શોધતો જ નથી! એ મહાત્માઓ પાસે જાય છે. બાહ્યદૃષ્ટિમાં દેખાતાં સુખનાં સાધનો મેળવવા! આ સાધનો છે : પૈસા કેવી રીતે કમાવા! સોનું કેવી રીતે બનાવવું? પુત્ર કેવી રીતે મેળવવી?
આવી આવી પૌદ્ગલિક વાસનાઓને સંતોષવા તે મહાત્માઓ પાસે જાય છે. તે એવી કલ્પનામાં હોય છે કે મેલા-ઘેલા અને શરીરે રાખ ચોપડતા બાવા-જોગીઓ પાસે સિદ્ધિઓ હોય છે, તેઓ ગરીબને શ્રીમંત અને અપુત્રિયાને પુત્રવાળો બનાવી શકે છે!
મોક્ષમાર્ગમાં ઉપયોગી, કર્મનાં બંધન તોડવામાં ઉપયોગી એવું જ્ઞાન બાહ્યદૃષ્ટિવાળાને જોઈતું જ હોતું નથી! એવું જ્ઞાન જે ધરાવતા હોય છે, તે જ મહાત્માઓ આ વિશ્વ પર મહાન ઉપકાર કરનારા છે. તત્ત્વદૃષ્ટિવાળો જીવ એવા જ્ઞાની પુરુષોને જ મહાત્મા સમજે છે, એમની સેવા-ભક્તિ અને ઉપાસના કરે છે.
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્વદૃષ્ટિ
૨૨૧ મહાત્મા બનવાની અભિલાષાવાળા જીવે પણ જ્ઞાનદષ્ટિવાળા બનવાનું છે. જ્ઞાનદૃષ્ટિ વિના મહાન બની શકાતું જ નથી,' - આ તત્ત્વને જાણનારો આ વાતને સમજે અને તત્વજ્ઞાનને મેળવવા પ્રયત્ન કરે. બાહ્ય વેષમાત્રથી... દેખાવમાત્રના મહાત્મા બનવાનું તે ન ચાહે, વાસ્તવિક નિષ્પાપ અને જ્ઞાનપૂર્ણ જીવનમાં જ તે મહાનતા અનુભવે છે અને એ માર્ગે આગળ વધે.
न विकाराय विश्वस्योपकारायैव निर्मिताः।
स्फुरत्कारुण्यपीयूषवृष्टयस्तत्त्वद्रष्टयः ।।८।।५२ ।। અર્થ: સ્કુરાયમાન કરુણારૂપ અમૃતની વૃષ્ટિ કરનારા તત્ત્વદૃષ્ટિ પુરુષો વિકારને માટે નહીં, પણ વિશ્વના ઉપકારને માટે જ ઉત્પન્ન કરેલાં છે. વિવેચન : તત્ત્વદ્રષ્ટિ મહાપુરુષો, એટલેકરુણામૃતની વૃષ્ટિ કરનારા; નિરંતર વિશ્વ પર ઉપકાર કરનારા; રાગ-દ્વેષના વિકારોનો નાશ કરનારા.
ગ્રહણ અને આસેવન શિક્ષા દ્વારા, સ્વ-પર આગમ ગ્રંથના સૂક્ષ્મ રહસ્યોની પ્રાપ્તિ દ્વારા, તત્ત્વદૃષ્ટિ મહાપુરુષો પેદા થાય છે. જિનશાસનના આચાર્યો અને ઉપાધ્યાયો આવા તત્ત્વદૃષ્ટિ મહાપુરુષો તૈયાર કરવામાં જ દિનરાત નિરત રહે છે.
આ તત્ત્વદૃષ્ટિવાળા મહાપુરુષો વિશ્વમાં રાગદ્વેષના વિકારોને વિકસાવતા નથી, પરંતુ તેમનો વિનાશ કરે છે.
ભવસમુદ્રમાં વિષય-કષાયને પરવશ બની ડૂબતા જીવોને જોઈ તત્ત્વદૃષ્ટિ મહાપુરુષોનાં હૃદય કરુણાના અમૃતથી ઉભરાય છે. તેઓ ડૂબતા જીવોને “સંયમ”ની નાવડીમાં બેસાડી, તેમને ભવસાગરથી પાર કરે છે.
ભીષણ ભવ-વનમાં ભટકતા, ભૂલા પડેલા જીવોને જોઈ તત્ત્વદૃષ્ટિ મહાત્માઓનાં અંતઃકરણમાં કરુણા છૂરે છે, જીવોને તેઓ અભયનું દાન આપે છે, સાચો માર્ગ જોવાની દૃષ્ટિ આપે છે, માર્ગમાં સાથ આપે છે, શરણ આપે છે અને મોક્ષની શ્રદ્ધા આપે છે.
અનેક જીવોના સંશયોનું નિરાકરણ કરી, નિઃશંક બનાવી, મોક્ષમાર્ગની આરાધનામાં પ્રોત્સાહિત કરે છે. સમુદ્ર જેવા તેઓ ગંભીર હોય છે, ને મેરુવતુ નિશ્ચલ હોય છે. ઉપસર્ગ-પરિસોથી ડરતા નથી કે દીનતા કરતા
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
જ્ઞાનસાર નથી. દિનરાત મોક્ષમાર્ગની આરાધના-પ્રભાવનામાં ઉજમાળ રહે છે. આવા તત્ત્વદૃષ્ટિ મહાત્માઓ જ ખરેખર વિશ્વના મહાન ઉપકારી છે, મહાન હિતકારી છે, કલ્યાણકારી છે. તેમના સિવાય દુનિયામાં કોઈ દુઃખી જીવોનું આશ્વાસન નથી, આશ્રય નથી કે આધાર નથી. તેમના સિવાય કોઈ શરણ નથી.
કરુણાસભર હૈયે તત્ત્વદષ્ટિથી કરેલા વિશ્વદર્શનમાંથી આ દિવ્ય વિચાર પ્રગટ થાય છે : “અહો! આવો ધર્મપ્રકાશ પૃથ્વી પર પથરાયેલો હોવા છતાં આ જીવો આંખે અજ્ઞાનના પાટા બાંધી સંસારની ચોરાશી લાખ જીવયોનિમાં ભટકી રહ્યા છે. આત્મતત્ત્વને ભૂલીને જડ તત્ત્વોમાંથી સુખ મેળવવાનો મિથ્યા પ્રયત્ન કરી રહેલા છે...દુ:ખ, ત્રાસ અને વિટંબણાઓથી ઘેરાઈ ગયા છે...! કેવી દયામણી દીનતા વ્યક્ત કરે છે...! કેવું કરુણ આક્રંદ કરે છે. લાવો, એ બિચારા જીવોને ધર્મનો માર્ગ બતાવીએ, ધર્મનું રહસ્ય આપીએ, કે જેથી દુઃખો અને સંતાપોથી તેમને મુક્તિ મળે.. આ ભીષણ ભવસમુદ્રને તેઓ તરી જાય.'
ચાહે સંસારના અજ્ઞાની જીવો તેમને ઉપકારી માને યા ન માને, તેઓ તો નિરંતર ઉપકાર કરતા જ રહે છે. પ્રકાશ આપનારા સૂર્યને કોઈ ઉપકારી માને યા ન માને, સૂર્ય તો પ્રકાશ આપ્યા જ કરે છે. તેનો એ સ્વભાવ છે. તેમ તત્ત્વદ્રષ્ટિ મહાત્માઓનો આ સ્વભાવ હોય છે કે તેઓ જીવ પર કરુણા કરી ઉપકાર કર્યા જ કરે છે.
છે,
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
સર્વસમૃદ્ધિ
ઇન્દ્ર ની, ચક્ર વર્તીની, શેષનાગની, મહાદેવની, કૃષ્ણની-બધાની સમૃદ્ધિ.. વૈભવ એને પોતાના આત્મામાં દેખાય! આવું આત્મદર્શન નિરંતર ટકી રહે તે માટે મુનિ કર્મવિપાકનું ચિંતન કરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિર્વસમૃદ્ધિ)
અહો! “વૈભવ' અને “સમૃદ્ધિ' શબ્દો જ કેવાં આકર્ષક છે! જે વૈભવ અને સમૃદ્ધિનાં શિખરોથી પડેલા મનુષ્યોનું એક હાડકુંય શોધ્યું જડતું નથી, એ શિખરોએ પહોંચવા જીવો કેટલા થનગની રહ્યા છે! અહીં આ અધ્યાયમાં અપૂર્વ સમૃદ્ધિનાં સોહામણાં ગગનચુંબી શિખર બતાવવામાં આવ્યાં છે, જરા જુઓ તો! તમને ગમે
છે?
(90
છે ?
-
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
જ્ઞાનસાર बाह्यद्रष्टिप्रचारेषु मुद्रितेषु महात्मनः ।
अन्तरेवावभासन्ते स्फुटाः सर्वाः समृद्धयः ।।१।।१५३ ।। અર્થ : બાહ્યદૃષ્ટિની પ્રવૃત્તિ બંધ પડે છે, ત્યારે મહાત્માને અંતરમાં જ પ્રગટ થયેલી સર્વ સમૃદ્ધિ ભાસે છે. વિવેચન : અપાર.. અનંત સમૃદ્ધિ!
તમારે બહાર શોધવાની શી જરૂર છે? બહાર ફાંફાં મારવાની શી આવશ્યકતા છે? જુઓ, એક કામ કરો : તમારી બાહ્યર્દષ્ટિ બંધ કરો. કરી? એતદ્રષ્ટિ ખોલીને અંતરાત્મામાં જુઓ. ખૂબ એકાગ્ર બનીને જુઓ. શું અંધકાર છે? કંઈ દેખાતું નથી? ધીરજ રાખો. તમે અંતષ્ટિ બંધ ન કરશો. એના પ્રકાશને વધુ તેજસ્વી બનાવીને જુઓ... બાહ્યદૃષ્ટિના બહારના પ્રકાશમાંથી અંજાઈને આવ્યા છો ને, એટલે થોડી વાર બધું અંધકારમય લાગશે. પછી ધીરે ધીરે ત્યાં રહેલો મહાન કિંમતી ભંડાર દેખાવા માંડશે! દેખાયું? નહીં?
તો તમારી સર્વ ઇન્દ્રિયોની શક્તિને કેન્દ્રિત કરી એ સર્વ શક્તિને અંતરાત્મામાં તે સમૃદ્ધિના ભંડારને જોવાના કામમાં લગાડી દો! હા, વિશ્વાસ રાખો, ત્યાં દુનિયાનો શ્રેષ્ઠ ભંડાર છુપાયેલો પડ્યો છે. તમે બિલકુલ એ ભંડારની પાસે જ ઊભા છો... વૈર્ય રાખીને એ ભંડારને જોઈ લો. એ ભંડારમાં શું છે? અરે, એ જાણવા આટલા ઉતાવળા શાને થાઓ છો? તમે પોતે જ એ ભંડારમાં પડેલી સમૃદ્ધિને જોજો ને! છતાં ય કહું છું કે એ ભંડારની સમૃદ્ધિથી દેવદેવેન્દ્રોનાં સામ્રાજ્ય ખરીદી લેવાય! દેવલોકની અને મૃત્યુલોકની સર્વ સુખસાહ્યબી વેચાતી લઈ લેવાય! એ સમૃદ્ધિની એક ખાસ વિશેષતા બતાવું? એ મળ્યા પછી તમારી પાસેથી ખૂટે જ નહીં! .
હજુ ન દેખાઈ એ સમૃદ્ધિ? બાહ્ય દૃષ્ટિને બિલકુલ બંધ કરી છે ને? એના પર “સીલ' મારી દો! હા, એ જરા પણ ખુલ્લી રહી, તો ભંડાર નજરે નહીં પડે! બાહ્ય દષ્ટિના પાપે તો જીવો અનેક વાર આ ભંડારની ખૂબ નિકટ આવીને પણ નિરાશ બનીને પાછા જાય છે. માટે એ દષ્ટિને તો ફોડી જ નાખજો.
હા, હવે એ ભંડાર દેખાયો? ઝાંખો ઝાંખો દેખાયો? કંઈ વાંધો નહીં. હવે તમારા હાથ લંબાવો ને એ તરફ આગળ વધો... પ્રકાશ વધતો જશે....વધ્યો
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસમૃદ્ધિ
૨૨૫
ને? હવે તો એ ભંડાર સ્પષ્ટ દેખાઈ ગયો ને! ખોલો એ ભંડારને! કેવી સમૃદ્ધિ છે એમાં?
કહો, હવે તમારે દેશ-વિદેશમાં રખડવાની જરૂર છે? શેઠ-શ્રીમંતોની ગુલામી ક૨વાની જરૂર છે? ધંધા-ધાપા કરવાની જરૂર છે? કુટુંબ-પરિવાર પાસે જવાનું મન થાય એમ છે? એ બધાંની સ્મૃતિ પણ આવે છે ખરી? બધું જ દિવ્ય અને ભવ્ય છે ને! પણ હા, જે ક્ષણે, જે સમયે બાહ્યદૃષ્ટિ ખૂલી ગઈઆ બધું જાદુની જેમ અલોપ થઈ જશે અને પહેલાંની જેમ ગામ-નગરની શેરીઓમાં ભટકતા ભિખારી થઈ જશો!
समाधिर्नन्दनं धैर्यं दम्भोलिः समताशचिः ।
ज्ञानं महाविमानं च वासवश्रीरियं मुनेः ।। २ । । १५४ ।।
અર્થ : સમાધિરૂપ નન્દનવન, ધૈર્યરૂપ વજ્ર, સમતારૂપ ઇન્દ્રાણી અને સ્વરૂપના અવબોધરૂપ મોટું વિમાન-આ ઇન્દ્રની લક્ષ્મી મુનિને છે.
વિવેચન : મુનિરાજ! તમે ઈન્દ્ર છો...
તમારી સમૃદ્ધિનો, તમારી શોભાનો પાર નથી. તમારે કોઈ વાતે કી નથી. દેવરાજ ઈન્દ્રની સમૃદ્ધિ તમારી પાસે છે! આવો, તમારી સમૃદ્ધિનાં દર્શન કરો :
આ રહ્યું તમારું નંદનવન...! હા, આ નંદનવન છે... કેવું સુરમ્ય, લીલુંછમ અને આહ્લાદક છે! ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતારૂપ સમાધિના નંદનવનમાં તમારે રોજ વિશ્રામ કરવાનો. નંદનવનમાં પ્રવેશ્યા પછી તમને બીજું કંઈ જ યાદ નહીં આવે. નિત્ય નવીન-નૂતન ભાસતું આ નંદનવન તમારું છે... ગમી ગયું ને?
તમને શત્રુઓનો ભય છે? નિર્ભય રહો. તમારી પાસે મોટા મોટા પહાડોના ચૂરા કરી નાખે તેવું વજ્ર છે! તમારે ભય શાનો? ઇન્દ્ર વજને પાસે જ રાખે, તેમ હે મુનીન્દ્ર! તમારે પણ એ ધૈર્યરૂપી વજ્ર પાસે જ રાખીને ફરવાનું. પરિષહોના પહાડ તમારા માર્ગમાં આવે, તો ધૈર્યના વજ્રથી એને છેદી નાખજો અને આગળ વધજો. ક્ષુધા કે પિપાસા, શીત કે ઉષ્ણ, ડાંસ કે મચ્છ૨, સ્ત્રી કે સત્કાર... કોઈ પણ પરિષહથી તમારે દીનતા કે ઉન્માદ કરવાનો નહીં. ધૈર્યરૂપી વજ્રથી તેનો પરાજય કરી, વિજયી બનીને રહેવાનું.
તમને એકલવાયાપણું સાલે છે? કોઈ તમારા મનને બહેલાવનાર, મનને
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭
શાનસાર
સ્નેહથી મસ્તીથી ભરી દેનાર, પ્રેમદૃષ્ટિના સાગરમાં સહેલ કરાવનાર સાથીદાર જોઈએ છે? આ રહી તમારી ઈન્દ્રાણી! સમતાશચી તમારી કાયમી સાથીદાર છે. બસ, એ સમતાશચીના હાથનું અમૃત પી-પીને... તેના યૌવનનું પાન કરતા રહેજો. તમને જરાય એકલવાયાપણું નહીં લાગે. તમારું મન સ્નેહની મસ્તીમાં રહેશે. સમતા-ઇન્દ્રાણી... મધ્યસ્થદૃષ્ટિ છે. આ ઇન્દ્રાણીને ક્ષણ વાર તમારાથી દૂર રાખશો નહીં.
રહેવાનું ક્યાં? અરે, મુનીન્દ્ર! તમારે મહાન વિમાનમાં જ રહેવાનું. ઇંટ, ચૂના કે પથ્થરનાં મકાનો એ મહાવિમાનની આગળ સાવ તુચ્છ છે, ઘાસની ને નળિયાંની ઝૂંપડીઓ તમારા માટે હવે નહીં! તમારા પરિવાર સાથે તમારે વિમાનમાં વાસ કરવાનો. જ્ઞાનના મહાવિમાનના તમે માલિક છો. જ્ઞાનઆત્મસ્વરૂપના અવબોધરૂપ જ્ઞાન... એ મહાવિમાન છે. કહો, આ સ્થાનમાં તમને કોઈ મુશ્કેલી નહીં પડે ને? બધી સગવડવાળું આ વિમાન છે... તમારું નંદનવન પણ આ વિમાનમાં જ આવેલું છે. તમારી ઇન્દ્રાણી અને તમારું વજ્ર પણ આ વિમાનમાં જ રહેશે.
કહો, હવે કોઈ ન્યૂનતા છે? મુનીન્દ્ર, તમારી પાસે દુનિયાની શ્રેષ્ઠ સંપત્તિ, ઉચ્ચતમ્ વૈભવ છે. તમારે કોઈ વાતે કમી નથી... આવા દિવ્ય સુખમાં તમારા દિવસ ને રાત ક્યાં પસાર થશે, એની તમને ખબર પણ નહીં પડે. માટે તમારી સમૃદ્ધિને ઓળખો. એ સિવાયની તુચ્છ અને અસાર એવી પૌદ્ગલિક સંપત્તિની કામનાઓ ત્યજી દો.
विस्तारितक्रियाज्ञानचर्मच्छत्रो निवारयन् ।
मोहम्लेच्छमहावृष्टिं चक्रवर्ती न किं मुनिः ? ।।३ । ।१५५ ।।
અર્થ : ક્રિયા અને જ્ઞાનરૂપ ચર્મરત્ન અને છત્રરત્ન જેણે વિસ્તારેલ છે એવા, મોહરૂપ મ્લેચ્છોએ કરેલી મહાવૃષ્ટિને નિવારતા સાધુ શું ચક્રવર્તી નથી?
વિવેચન : મુનિરાજ, તમે શું ચક્રવર્તી નથી? તમે તો ભાવ-ચક્રવર્તી છો! ચક્રવર્તીની અપાર ઋદ્ધિ-સમૃદ્ધિ અને શક્તિ તમારી પાસે છે, તે તમે જાણો છો?
તમારી પાસે ચર્મરત્ન છે! સમ્યગ્ ક્રિયાઓનું ચર્મરત્ન છે! તમારી પાસે છત્રરત્ન છે! સમ્યગ્ જ્ઞાનનું છત્રરત્ન છે...! ભલેને પછી મોહ-મ્લેચ્છો મિથ્યાત્વના દૈત્યોને મોકલી તમારા પર
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસમૃદ્ધિ
૨૨૭
કુવાસનાઓનાં તીરો વરસાવે! છત્રરત્ન અને ચર્મરત્ન તમને એકેય તીર લાગવા નહીં દે.
‘હું ચક્રવર્તી છું’-આ ખુમારી રાખો, ‘મારી પાસે ચર્મરત્ન અને છત્રરત્ન છે’-આનો ગર્વ રાખો. આ ખુમારીથી ને ગર્વથી તમે દીન નહીં બનો, હતાશ નહીં બનો, કાયર નહીં બનો.
મોહમ્લેચ્છ ભલે ગમે તેટલાં વ્યૂહો રચે, તમારી ચારે બાજુ મિથ્યાત્વના બિહામણા દૈત્યોને ગોઠવી દે, તમને મૂંઝવી દેતાં વિવિધ વાસનાઓનાં તીર વરસાવે, પણ તમે નિર્ભય બનીને ઝઝૂમજો! સમ્યગ્ ક્રિયાઓમાં તમારી લીનતા હશે, તો વાસનાઓનાં તીર તમને સ્પર્શી નહીં શકે. સમ્યગ્ જ્ઞાનમાં તમારી મગ્નતા હશે, તો વાસનાઓનાં તીર તમને પ્રદક્ષિણા દઈ એ જ દૈત્યોનાં વક્ષ:સ્થળમાં પ્રહાર કરશે! સ્થૂલભદ્રજી પર મોહમ્લેચ્છ કેવો ગજબ હુમલો કર્યો હતો! વાસનાની કેવી ધોધમાર વર્ષા કરી હતી? પણ એ તો ચક્રવર્તી મહામુનિ હતા. મોહે કોશ્યાના હૃદયમાં મિથ્યાત્વને ઊભું કર્યું... મિથ્યાત્વે વાસનાઓને સ્થૂલભદ્રજી પર છોડી... રોજ કોશ્યા સોળ શૃંગાર સજીને વાસનાઓનાં તીર પર તીર છોડતી ગઈ... વાસનાઓની ધોધમાર વર્ષા ક૨વા લાગી. તેણે લલચામણા હાવભાવ કર્યા, અંગવિન્યાસ કર્યા, મદોત્તેજક ભોજન આપ્યાં... ગીત-ગાન અને નૃત્ય કર્યાં... પરંતુ આ કોઈ તીર સ્થૂલભદ્રજીને સ્પર્શી પણ શક્યું? ન સ્પર્શી શકે! વર્ષાનું એક બિંદુ પણ એમના અંગને ભીંજવી ન શક્યું, કારણ કે તે ચક્રવર્તી પાસે સન્ક્રિયાઓનું ચર્મરત્ન હતું, સમ્યગ્ જ્ઞાનનું છત્રરત્ન હતું. આ બે રત્નો ચક્રવર્તીની દુશ્મનોથી સતત રક્ષા કરે છે! શરત એક : એ રત્નોને ચક્રવર્તીએ પોતાની પાસે જ રાખવાં પડે! જો એ રત્નોને દૂર રાખીને ફરે, તો દુશ્મન તુરંત હુમલો કરી ચક્રવર્તીને ચોળી નાખે
મુનિરાજ! તમારે તો સમસ્ત આસવોનો ત્યાગ કરી સર્વસંવરમાં આવવાનું છે; એટલે ક્રિયા અને જ્ઞાનમાં તમારે પરિણતિ કેળવવાની છે. મન, વચન અને કાયાના યોગોને ક્રિયાઓમાં-ચારિત્રની ક્રિયાઓમાં પરોવી દેવાના અને જ્ઞાનનો અખંડ ઉપયોગ રાખવાનો. જ્ઞાનદીપક ક્યારેય ન બુઝાઈ જાય એ માટે તમારે જાગ્રત રહેવાનું છે. ક્ષાયોપશમિક જ્ઞાન-શાસ્ત્રજ્ઞાનનો મંદ દીપક પણ જો બુઝાઈ ગયો તો વાસનાઓની ભૂતાવળ.વળગી પડશે અને તમારું લોહી ચૂસી જશે, વાસનાઓની મુશળધાર વર્ષામાં તમે ભીંજાઈ જશો અને બીમારીમાં પટકાઈ ભાવમૃત્યુ પામશો.
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાનુસાર
૨૨૮
તમે સતત યાદ રાખો કે તમે ચક્રવર્તી છો! ચક્રવર્તીની અદાથી તમે નિર્ભય જીવન જીવો અને ચર્મરત્ન તથા છત્રરત્નને પ્રાણની જેમ સાથે જ રાખો. મોહમ્લેચ્છ પર તમે વિજયી બનશો.
नवब्रह्मसुधाकुण्डनिष्ठाधिष्ठायको मुनिः ।
नागलोकेशवद् भाति क्षमां रक्षन् प्रयत्नतः ।।४।।१५६।। અર્થ : નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ અમૃતના કુંડની સ્થિતિના સામર્થથી સ્વામી, અને યત્નથી સહિષ્ણુતા રાખતા મુનિ, નાગલોકના સ્વામીની પેઠે શોભે છે. વિવેચન : મુનિશ્વર! તમે શેષનાગ છો, નાગલોકના સ્વામી છો! આશ્ચર્ય ન પામશો. કોરી કલ્પના ન સમજશો. સાચે જ તમે નાગેન્દ્ર છે.
બ્રહ્મચર્યના અમૃતકુંડમાં તમારો વાસ છે. ક્ષમા-પૃથ્વીને તમે ધારણ કરીને રહેલા છો. ક્ષમા-પૃથ્વી તમારે સહારે રહેલી છે! કહો, હવે તમે નાગેન્દ્ર ખરા કે નહીં? અમે તમારી ખુશામત નથી કરતા. અર્થહીન પ્રશંસા કરી તમને રીઝવવાનો પ્રયત્ન નથી કરતા, પરંતુ જે યથાર્થ સ્થિતિ છે, સત્ય હકીકત છે, તે બતાવીએ છીએ.
જુઓ, તમે નવ બ્રહ્મચર્યની વાડોનું પાલન કરી મન-વચન-કાયાથી બ્રહ્મચર્યના અમૃતકુંડમાં મહાલતા નથી? (૧) સ્ત્રી-પશુ-નપુંસક જ્યાં રહેતાં હોય તેવા સ્થાનમાં તમે રહેતા નથી. (૨) સ્ત્રી કથા કરતા નથી. (૩) સ્ત્રીઓ જે સ્થાને બેઠી હોય તે સ્થાને તમે બેસતા પણ નથી.
(૪) ભીંતની બીજી બાજુએ બોલાતાં સ્ત્રી-પુરુષનાં રાગ-વચનો પણ સાંભળતા નથી; તેવા સ્થાનને ત્યજી દો છો.
(૫) સંસારાવસ્થામાં કરેલી કામક્રીડાઓની સ્મૃતિ કરતા નથી. (૯) વિકારને ઉત્તેજનારી વિગઈઓ-ઘી, દૂધ વગેરેનું સેવન કરતા નથી. (૭) અતિ આહાર-ઠાંસીઠાંસીને ભોજન તમે કરતા નથી. (૮) શરીરની વિભૂષા કરતા નથી. (૯) સ્ત્રીઓનાં અંગોપાંગ એકીટશે નીરખતા નથી. બ્રહ્મચર્યના આ અમૃતકુંડમાં તમે કેવો અપૂર્વ આલાદ અનુભવી રહ્યા છો! એ અલ્લાદનું વર્ણન કેવા શબ્દોમાં કરવું? ને એ વર્ણવવાની વસ્તુ પણ
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસમૃદ્ધિ
૨૨૯ નથી ને! એ તો ડૂબકી મારીને અનુભવવાની વસ્તુ છે. તમે સાચે જ બ્રહ્મચર્યના અમૃતકુંડના અધિનાયક છો, સ્વામી છો. એના આનંદની આગળ વિષયસુખની ક્રીડાઓનો આનંદ તુચ્છ, અસાર અને ગંદો લાગે છે. ક્ષમા એટલે પૃથ્વી.
શેષનાગ પૃથ્વીને ધારણ કરીને રહેલા છે', એવી લોકોક્તિ છે ને? ભલે એ લોકોક્તિ સત્ય ન હોય, પરંતુ મુનીશ્વર! તમે તો ખરેખર ક્ષમા-પૃથ્વીને ધારણ કરેલી છે. ક્ષમા તમારે સહારે રહેલી છે.
કેવી તમારી ક્ષમા...સહનશીલતા! ગુરુ ચંદ્રાચાર્ય પોતાના નવદીક્ષિત મુનિના લોચવાળા માથે દંડા મારે છે, પણ નવદીક્ષિત મુનિ તો શેષનાગ હતા! તેમણે ક્ષમાને ધારણ કરેલી હતી. ઇંડાના પ્રહારોથી તેમણે ક્ષમાપૃથ્વીને હલવા પણ ન દીધી! તેમણે સહનશીલતાને સાચવી રાખી. શેષનાગ જો એ રીતે દંડાઓના પ્રહારથી ડરી જાય તો પૃથ્વીને કેવી રીતે ધારણ કરી શકે? નવદીક્ષિત મુનિરાજ શેષનાગે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું!
બ્રહ્મચર્ય અને સહનશીલતા! આ બેના પાલનથી-રક્ષણથી મુનિ શેષનાગ છે!
હું શેષનાગ છું, નાગેન્દ્ર છું,' આ વાતની સગર્વ સ્મૃતિથી બ્રહ્મચર્યમાં દઢતા અને સહનશીલતામાં પરિપક્વતા આવે છે.
मुनिरध्यात्मकैलासे विवेकवृषभस्थितः ।
शोभते विरतिज्ञप्तिगङ्गागौरीयुतः शिवः ।।५।।१५७ ।। અર્થ : મુનિ અધ્યાત્મરૂપ કૈલાસ ઉપર, વિવેકરૂપ (સઅસના નિર્ણયરૂપ) વૃષભ પર બેઠેલા, ચારિત્રકલા અને જ્ઞાનકલારૂપ ગંગા અને પાર્વતી સહિત, મહાદેવની જેમ શોભે છે. વિવેચન : મહાદેવ શંકર!
મુનિવર! તમે જ શંકર છો... મહાદેવ છો... તે તમે જાણો છો? હા, આ વિનોદની વાત નથી, હકીકત છે. શંકરની શોભા.... શંકરનો પ્રભાવ... બધું તમારી પાસે છે.. તમે સર્વ સમૃદ્ધિના સ્વામી છો.
હા, તમારો નિવાસ પણ કૈલાસ પર છે. અધ્યાત્મના કૈલાસ પર તમે રહેલા છો ને? પથ્થરોના પહાડ કરતાં આ
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
જ્ઞાન સાથે અધ્યાત્મનો પહાડ અનેક વિશેષતાઓથી ભરેલો છે. કૈલાસપહાડ કરતાં અધ્યાત્મનો પહાડ દિવ્ય છે, ભવ્ય છે.
વૃષભ-બળદનું વાહન છે ને તમારી પાસે? વિવેક-વૃષભ પર તમે આરૂઢ છો. તમે સતુ-અસતુનો ભેદ જાણો છો, હેય-ઉપાદેયને ઓળખો છો. શુભઅશુભના તફાવતનું તમને ભાન છે... આ તમારો વિવેકવૃષભ છે.
ગંગા-પાર્વતી ક્યાં છે - એમ પૂછો છો? તમારી બે બાજુ ગંગા-પાર્વતી બેઠેલાં છે. જુઓ તો ખરા, કેવું એમનું મનોહર રૂપ છે! ને તમારો પ્રેમ તે ઝંખી રહી છે.
ચારિત્રકલા એ તમારી ગંગા છે અને જ્ઞાનકલા એ પાર્વતી દેવી છે. હા, પેલી ગંગા-પાર્વતી કરતાં આ ગંગા-પાર્વતી તમને અપૂર્વ, અદ્ભુત સુખ આપે છે. આ બે દેવીઓ નિરંતર તમારી સાથે જ રહે છે અને તમને જરાય દુઃખ પડવા દેતી નથી. તમારાથી અલગ તેમણે પોતાનું અસ્તિત્વ જ રાખ્યું નથી. તમારા અસ્તિત્વ અને વ્યક્તિત્વમાં તેમણે પોતાનાં અસ્તિત્વ અને વ્યક્તિત્વ વિલીન કરી દીધાં છે. આવો દિવ્ય પ્રેમ ધારણ કરતી જ્ઞાનકલા અને ચારિત્રકલા જેવી તમને દેવીઓ મળી છે, હવે જગતની તમને શી પરવા?
કહો મુનિવર, સમૃદ્ધિમાં કોઈ કસર છે? નિવાસ માટે કૈલાસ છે, સવારી માટે મનગમતો વૃષભ છે અને ગંગા-પાર્વતી તમારી પ્રિયાઓ છે. હવે તમારે શું જોઈએ? તમે તમારે ડાકલું વગાડતા જાઓ ને દુનિયાને ધુણાવતા જાઓ!
તાત્પર્ય આ છે : મુનિએ અધ્યાત્મમાં જ રહેવાનું છે. તેમણે “અધ્યાત્મ' ને જ પોતાનું નિવાસસ્થાન માનવાનું. જ્યારે જ્યારે બહાર જવાનું થાય; ત્યારે ત્યારે વિવેક પર જ સવારી કરીને જવાનું. વિવેક વિના બહાર જોવાનું નહીં, જવાનું નહીં. જ્ઞાન અને ચારિત્રના સંગે જ જીવવાનું. જીવનનો આનંદ જ્ઞાન અને ચારિત્રના સહવાસમાંથી જ મેળવવાનો. જ્ઞાન અને ચારિત્રને છોડી બીજી કોઈ વસ્તુમાંથી આનંદ કે સુખ મેળવવા નહીં જવાનું. જ્ઞાન-ચારિત્ર પ્રત્યે પૂર્ણ વફાદારી જાળવવાની. જો આટલી વાતો તમે જાળવી રાખો તો તમારી સમૃદ્ધિમાં ક્યારેય ઊણપ નહિ આવવાની. દુનિયામાં તમારી કીર્તિ ફેલાશે.
શંકરજી! તમે તમારે વૈરાગ્યનું ડાકલું બજાવતા રાગદ્વેષી દુનિયાને ધુણાવતા રહો.
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસમૃદ્ધિ
૨૩૧ ज्ञानदर्शनचन्द्रार्कनेत्रस्य नरकच्छिदः ।
सुखसागरमग्नस्य किं न्यूनं योगिनो हरेः ।।६।।१५८ ।। અર્થ : જ્ઞાન-દર્શનરૂપ ચન્દ્ર અને સૂર્ય જેનાં નેત્ર છે એવા, નરકગતિનો નાશ કરનારા (નરકાસુરનો નાશ કરનારા), સુખરૂપ સમુદ્રમાં મગ્ન થયેલા યોગીને કૃષ્ણ કરતાં શું ન્યૂન છે? વિવેચન : શ્રીકૃષ્ણ! ચન્દ્ર-સૂર્ય જેમની બે આંખો! નરકાસુરનો જેમણે વધ કર્યો! સાગરમાં જેઓ મગ્ન બનેલા હોય છે!
યોગી. તારે શ્રીકણ કરતાં શું ઓછું છે? શું તારી બે આંખો ચન્દ્ર-સૂર્ય નથી? શું તે નરકાસુરનો વધ નથી કર્યો? શું સુખ-સાગરમાં તું પોઢેલો નથી? પછી શા માટે તું તારામાં ન્યૂનતા અનુભવે છે? તું પોતે શ્રીકૃષ્ણ છે!
જ્ઞાન અને દર્શન, એ બે આંખો છે તમારે, એ ચન્દ્ર-સૂર્યસમાન તેજસ્વી અને વિશ્વપ્રકાશક આંખો છે.
તમે શું નરકગતિનો નાશ નથી કર્યો? નરકાસુર એટલે નરકગતિ. ચારિત્રના શસ્ત્રથી તમે નરકાસુર-નરકગતિનો નાશ કર્યો છે.
આત્મસુખના સમુદ્રમાં તમે સૂતેલા છો. હવે કહો, શ્રીકૃષ્ણની વિશેષતાઓ કરતાં તમારે કોઈ ઓછી વિશેષતા છે?
વસ્તુને સામાન્યરૂપે જોવી તે દર્શન અને વસ્તુને વિશેષ સ્વરૂપમાં જોવી તે જ્ઞાન. મુનિ વિશ્વના જડ-ચેતન પદાર્થોને સામાન્ય અને વિશેષરૂપે જોતા હોય છે. વસ્તુમાં તો સામાન્ય અને વિશેષ, બંને સ્વરૂ૫ રહેલાં છે. જ્યારે સામાન્ય સ્વરૂપને જોવામાં આવે ત્યારે દર્શન કહેવાય, અને વિશેષ સ્વરૂપને જોવામાં આવે ત્યારે જ્ઞાન કહેવાય.
યોગી મહાવ્રતોય પવિત્ર જીવન જીવે છે, તેથી તેને મૃત્યુ પછી નરકમાં જવું પડતું નથી, તેથી તેણે નરકાસુરનો વધ કર્યો કહેવાય. નરકનો ભય એક મોટો અસુર છે! પવિત્ર પાપરહિત જીવન જીવવાથી જ એ ભય દૂર થાય છે.
આધ્યાત્મિક સુખના મહોદધિમાં યોગી મસ્ત થઈને શયન કરે છે. ભલે અરબી સમુદ્ર ક્યારેક સુકાઈ જાય, જળનું સ્થળ થઈ જાય, ભલે મોટાં સરોવરો સુકાઈ જાય. આ અધ્યાત્મ-મહોદધિ ક્યારેય સુકાતો નથી!
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
જ્ઞાનસાર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ મુનિને નિત્ય, અભય અને સ્વાધીન સમૃદ્ધિનું સુખ બતાવવા આત્મભૂમિ પર લઈ જઈ, એક પછી એક સમૃદ્ધિનાં દર્શન કરાવતા ચાલે છે... સંસારમાં શ્રેષ્ઠ ગણાતી સમૃદ્ધિનાં ભિન્નભિન્ન સ્વરૂપોનું દર્શન કરાવી શકે છે : “તારી પાસે આવી સંપત્તિ છે... તું દુનિયાનો શ્રેષ્ઠ સંપત્તિ-વૈભવવાળો પુરુષ છે. તું દીનતા ન કર. તું ભૌતિક સંપત્તિમાં આકર્ષાઈ ન જા. તું દેવેન્દ્ર છે, તું ચક્રવર્તી છે, તું મહાદેવ ફાંકર છે, તું શ્રીકૃષ્ણ છે. તું તારી જાતને ઓળખ.(Know yourself). તને જ્યારે તારી જાત ઓળખાશે, ત્યારે તું આ વિશ્વનો શ્રેષ્ઠ સુખી માનવ બની જઈશ.'
યોગી બનવું પડે, તો હરિ કરતાં પણ કોઈ ન્યૂનતા નહીં લાગે. જ્યાં સુધી યોગી ન બનીએ ત્યાં સુધી નગરની શેરીઓમાં ભટકતા ભિખારી કરતાં પણ ન્યૂનતા લાગશે! જ્ઞાન-દર્શન અને ચારિત્રની યોગ-આરાધના કરવાની છે.
या सृष्टिब्रह्मणो बाह्या बाह्यापेक्षावलम्बिनी ।
मुनेः परानपेक्षाऽन्तर्गुणसृष्टिः ततोऽधिका ।।७।।१५९ ।। અર્થ : જે બ્રહ્માની સૃષ્ટિ છે (તે) બાહ્ય જગતરૂપ છે અને બાહ્ય કારણની અપેક્ષા રાખનારી છે. મુનિની અંતરંગ ગુણની સૃષ્ટિ બીજાની અપેક્ષારહિત છે, તેથી અધિક છે. વિવેચન : બ્રહ્મા!
કહે છે કે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી.. પણ બ્રહ્માની રચના કેવી છે...? સમગ્ર જગતનું સર્જન પર-સાપેક્ષ બીજાના અવલંબને જ બધું થાય. “આવી સૃષ્ટિ બ્રહ્માએ શા માટે રચી?' - એ પ્રશ્નનું સમાધાન મળતું નથી કોઈએ નાનાં બાળકોને સમજાવતાં કહ્યું લાગે છે : “બ્રહ્માને સૃષ્ટિ પેદા કરવાની ઈચ્છા થઈ... ને તેમણે સૃષ્ટિ પેદા કરી.....' પણ ત્યાં કોઈ બાળકે પૂછી લીધું હોત : “બ્રહ્માને કોણે પેદા કર્યા?' તો “બ્રહ્માએ સૃષ્ટિ પેદા કરી” તે વાત પ્રચલિત ન થાત! બુદ્ધિમાં ન ઊતરે તેવી પણ આ વાત મહાન બુદ્ધિશાળી પુરુષોએ સ્વીકારી છે ને શાસ્ત્રોમાં તે વાત સિદ્ધ કરવાના પ્રયત્નો કર્યા છે! “બ્રહ્મા કેવી રીતે પેદા થયા?” તેનો ઉત્તર આપે છે કે બ્રહ્મા અનાદિ છે!” તો પછી સૃષ્ટિને જ અનાદિ માની લેવામાં શો વાંધો?
ખેર, આપણે એ વાત સાથે અહીં ઝાઝો સંબંધ નથી. અહીં તો મુનિબ્રહ્મા પ્રસ્તુત છે. મુનિ-બ્રહ્મા સાચે જ અંતરંગ ગુણોની રચના કરે છે, ગુણસૃષ્ટિનું સર્જન કરે છે... તે રચના આ બાહ્ય દેખાતા સૃષ્ટિસર્જન કરતાં
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસમૃદ્ધિ
૨૩૩
અનેક દૃષ્ટિએ ચઢિયાતી છે. ગુણસૃષ્ટિના સર્જનમાં કોઈ બાહ્ય કારણની અપેક્ષા જ નહીં.
બાહ્ય દુનિયાના સર્જનમાં કેટલું પરાશ્રયીપણું! એક મકાન બનાવવામાં, એક સ્ત્રી મેળવવામાં, ધનસંપત્તિનો સંચય કરવામાં, સગાં-સ્નેહીઓ સાથે સંબંધ બાંધવામાં... આત્માથી ભિન્ન જડ-ચેતન પદાર્થો વિના ચાલે? એ પરપદાર્થો માટે કેટલા રાગ અને દ્વેષ કરવા પડે? સર્વ ઝઘડાઓ અને ક્લેશો પ૨પદાર્થોને લઈને છે. મનુષ્યની... જીવ માત્રની સુખદુ:ખની કલ્પનાઓ પણ આ પરપદાર્થોને લઈને જ છે... અને આ પરપદાર્થોની અપેક્ષા કેવી સુદૃઢ બની ગઈ છે કે સંસારમાં જીવ પરપદાર્થ વિના જીવી જ ન શકે!
મુનિ જેમ જેમ સાધના-આરાધનાના માર્ગે આગળ વધે, તેમ તેમ પરપદાર્થોની સહાય લીધા વિના જીવન જીવવા પ્રયત્ન કરે. જેમ બને તેમ ઓછામાં ઓછા પરપદાર્થોની સહાય લે. સાથે સાથે આંતરિક ગુણસૃષ્ટિનું એવું સર્જન કરે છે કે જેમાં નિત્ય, સ્વાધીન અને નિર્ભય જીવન જીવી શકાય. એ સૃષ્ટિનો પ્રલય થવાનો ભય નહીં! બ્રહ્માની સૃષ્ટિને તો પ્રલયનો પણ ભય! પ્રલય એટલે સર્વનાશ! આ આત્મગુણોની સૃષ્ટિમાં જ્યારે જીવનનો આરંભ થાય ત્યારે કોઈ પરપદાર્થની અપેક્ષા નહિ, સાવ નિરપેક્ષ જીવન. એટલે રાગદ્વેષ નહીં, એટલે ઝઘડા કે ક્લેશ નહીં! એટલે સુખદુઃખનાં ક્રંધ્ર નહીં!
બ્રહ્માની સૃષ્ટિ કરતાં મુનિરાજની સૃષ્ટિ કેટલી બધી ચઢિયાતી, દિવ્ય અને ભવ્ય હોય છે! એ સૃષ્ટિમાં એટલી બધી સમૃદ્ધિ... અનંત સમૃદ્ધિ ખડકાયેલી હોય છે કે જીવને પૂર્ણ તૃપ્તિ થઈ જાય.
મુનિરાજ! તમે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા કરતાં પણ મહાન છો! બ્રહ્માની દુઃખ, વેદના અને ત્રાસપૂર્ણ દુનિયા કરતાં તમે કેવી અનુપમ સુખ, આનંદ અને પૂર્ણ સ્વાતંત્ર્યવાળી ગુણસૃષ્ટિની રચના કો છો? કહો, હવે તમને તમારી મહત્તા, સ્થાન અને શક્તિનો ખ્યાલ આવ્યો? હવે તો તમને કોઈ વાતે ઓછું નહીં આવે ને? અને આ કોઈ કલ્પિત...મનઘડંત વાત નથી; આ તો નિર્ભેળ સત્ય હકીકત છે. તમે આ હકીકતને ખૂબ ગંભીરતાથી વિચારજો, ને આત્મસાત્ કરજો. ગુણસૃષ્ટિનું સર્જન કરવા તમે ઉત્તેજિત થશો અને આ કલ્પિત સૃષ્ટિરચનામાંથી મુક્ત બનશો.
रत्नैस्त्रिभिः पवित्रा या स्रोतोभिरिव जाह्नवी ।
सिद्धयोगस्य साऽप्यर्हत्पदवी न दवीयसी ||८ । १६० ।।
અર્થ : જેમ ત્રણ પ્રવાહો વડે પવિત્ર ગંગા છે, તેમ ત્રણ રત્ન વડે પવિત્ર તે
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૪
તીર્થંકર પદવી પણ સિદ્ધયોગવાળા સાધુને અતિ દૂર નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
વિવેચન : ખેર, તમારે બ્રહ્મા, શંકર, કે કૃષ્ણ નથી બનવું, દેવેન્દ્ર કે ચક્રવર્તીપણાના તમને કોડ નથી. તીર્થંકર પદવી જોઈએ છે, એમ ને?
તીર્થંકર પદવી!
સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર-આ ત્રણ રત્નોથી પવિત્ર પદવી! તમારે આ પદવી જોઈએ છે? મળી શકે. તે માટે તમારે પૂર્વતૈયારી કરવી જોઈએ. તે પૂર્વતૈયારીમાં બે વાતો મુખ્ય છે :
(૧) ભાવના, (૨) આરાધના.
‘મોહાન્ધકારમાં ભટકતા અને દુ:ખી થતા જીવોને હું પરમ સુખનો માર્ગ બતાવી દુ:ખમુક્ત કરું... સર્વ જીવોને ભવનાં બંધનોથી મુક્ત કરું-' આવી તીવ્ર ભાવના જોઈએ અને વીસસ્થાનક તપની કઠોર આરાધના જોઈએ. આ બે વાતોથી તીર્થંકર પદવીનો પાયો નંખાય છે અને પાયો નંખાયા પછી ત્રીજા જ ભવે એના પર મહેલ બની જાય છે! તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યા પછી તમે તીર્થંકર બન્યા સમજો ને!
તમારી ભાવના અને આરાધનામાં જેમ જેમ તમે પ્રગતિ કરતા જશો, તેમ તેમ ગુરુભક્તિ અને ધ્યાનયોગના પ્રભાવે તીર્થંકર પરમાત્માનું સ્વપ્નમાં તમને દર્શન થશે.
વિશ્વની શ્રેષ્ઠ પદવી!
તીર્થંકરપણાની દિવ્યાતિદિવ્ય સમૃદ્ધિ! એ સમવસરણની અદ્ભુત રચના, અષ્ટ મહાપ્રાતિહાર્યની શોભા, વાણીના પાંત્રીસ ગુણ અને ચોત્રીસ અતિશય... એ વીતરાગદશા અને સર્વજ્ઞતા... ચરાચર વિશ્વને જોવાનું અને જાણવાનું... શત્રુ-મિત્ર પર સમાન મધ્યસ્થ દૃષ્ટિ!- આવી અવસ્થા તમને ગમે છે ને? અને કામ શું કરવાનું? ધર્મોપદેશ દ્વારા વિશ્વને સુખી બનાવવાનું.
For Private And Personal Use Only
અરિહંત પદવી કહો કે તીર્થંકર પદવી કહો, કેવી ગંગા જેવી પવિત્ર એ પદવી છે! પદવી શ્રેષ્ઠ, છતાં અભિમાન લેશ પણ નહીં. પદવી સર્વોત્તમ, છતાં તેનો જરાય દુરુપયોગ નહીં. આવી એ પવિત્ર પદવી છે. ત્રણ રત્નોની એ પવિત્રતા છે! ગંગા ત્રણ પ્રવાહોથી પવિત્ર છે ને? તમે તીર્થંકર પદવીની કામના કરો, અભિલાષા રાખો એ સર્વથા ઉચિત છે.
પરંતુ એ માટે જગતના સર્વ જીવો પ્રત્યે ભાવકરુણા ધારણ કરજો. સર્વ
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસમૃદ્ધિ
૨૩૫ જીવોના હિતનો જ વિચાર કરજો. કોઈ પણ જીવનું અહિત વિચારશો નહીં કે કરશો નહીં. સંસારવર્તી જીવોના દોષ કે અવગુણ જોવાઈ જાય, તો તેને નિવારવાની ભાવના રાખજો ને સક્રિય પ્રયત્ન કરજો. પરંતુ દોષ જોઈને એના આત્માને દોષિત ન ઠેરવશો, તેના તરફ તિરસ્કાર કે ધૃણા ન કરશો. પરહિતના વિચારને તમારા મનનો મુખ્ય વિચાર બનાવી દેજો.
તીર્થકર પદવી-અરિહંત પદવી પ્રાપ્ત કરવાના મનોરથ, ભાવના-તમન્ના પ્રગટ થાય.. ત્યારે કે જ્યારે આત્મા યોગ-ભૂમિકામાં પહોંચ્યો હોય, સંસારનું જ્ઞાનદૃષ્ટિથી અવલોકન કર્યું હોય, સંસારની બાહ્ય સમૃદ્ધિને તુચ્છ-અસાર સમજી તેને ત્યજી દીધી હોય, અથવા તેને ત્યજી દેવાનો દઢ સંકલ્પ પેદા થયો હોય.
સર્વ પ્રકારની શ્રેષ્ઠ... સર્વોત્તમ સમૃદ્ધિમાં તીર્થંકર પદવીની સમૃદ્ધિ ટોચની સમૃદ્ધિ ગણાય છે; ને એ સાચી સમૃદ્ધિ છે. “સર્વસમૃદ્ધિના આ અષ્ટકમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ, છેલ્લી સમૃદ્ધિ તીર્થંકર પદવી'ની બતાવી અષ્ટક પૂર્ણ કરે છે, ને આત્માને તીર્થંકર પદવીની પ્રાપ્તિના ઉપાયો તરફ વળવા નિર્દેશ કરતા જાય છે, તીર્થંકર પદવીનું કાર્ય છે જગતને દુઃખથી ઉદ્ધારવાનું! માટે તે શ્રેષ્ઠ પદવી છે.
પ્તજ
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મવિપાકચિતનો
તારાં સુખનાં કારણ અને દુઃખનાં કારણ જાણવા માટે તારે કર્મનું તત્ત્વજ્ઞાન મેળવવું જ પડશે. સકલ વિશ્વ પર જે કમોનો ગજબ પ્રભાવ છે, તે કર્મોને ઓળખ્યા વિના કેમ ચાલી શકે? આપણાં તમામ સુખ-દુઃખો કર્મોના આધારે છે, એ વાત સમજાયા પછી આપણે આપણાં સુખ-દુ:ખને નિમિત્ત બીજા જીવોને નહિ બનાવીએ. અહીં આપેલું ચિંતન તમે એકાગ્ર બનીને કરજો. પુનઃ પુનઃ ચિંતન કરજો. તમને તેજકિરણ પ્રાપ્ત થશે.
(
૨૧ )
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
કર્મવિપાક
કમના ફળનો વિચાર! શુભાશુભ કર્મોના ઉદયનો વિચાર કરનાર આત્મા પોતાની આત્મસમૃદ્ધિમાં સં ટ છે અને સંસારસમુદ્રથી તે ભયભીત હોય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૭.
કર્મવિપાક-ચિંતન
दुखं प्राप्य न दीनः स्यात् सुखं प्राप्य च विस्मितः ।
मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत् ।।१।।१६१।। અર્થ : સાધુ કર્મના વિપાકને પરાધીન બનેલા જગતને જાણતા, દુ:ખ પામી દીન ન થાય અને સુખ પામી વિસ્મયવાળા ન થાય. વિવેચન : સંપૂર્ણ જગત, કર્મોની પરાધીનતા
કર્મોના પારતંત્રમાં કોઈ દીન છે, કોઈ હીન છે, તો કોઈ અભિમાની છે, કોઈ ઘેર ઘેર ભીખ માગે છે, કોઈ મહેલોમાં મસ્ત થઈ મહાલે છે, કોઈ ઇષ્ટના વિયોગમાં કરુણ કંદન કરે છે, કોઈ ઇષ્ટના સંયોગમાં સ્નેહનું સંવનન કરે છે... કોઈ રોગ-વ્યાધિથી ઘેરાઈ વલવલતો વિલાપ કરે છે. કોઈ નીરોગી કાયાના ઉન્માદમાં પ્રલાપ કરે છે.
કમના કેવાં કઠોર વિપાકો છે! જ્ઞાનાવરણીય કર્મના વિપાકથી અજ્ઞાનતા, મૂર્ખતા, મૂઢતા. જન્મે છે. દર્શનાવરણીય કર્મના ઉદયથી ઘોર નિદ્રા, અંધાપો, મિથ્યા પ્રતિભાસ વગેરે પ્રાપ્ત થાય છે. મોહનીય વિપાક તો અતિ ભયાનક
છે! અવળી જ સમજ! પરમાત્મા, સગરે અને સદ્ધર્મ અંગેની ઊંધી જ કલ્પના...હિતકારીને અહિતકારી માને, અહિતકારીને હિતકારી માને. ક્રોધથી ધૂંધવાય, માનના શિખરે ચઢીને પટકાય, માયાજાળને બિછાવે! લોભફણિધર સાથે ખેલ કરે! મોહનીય કર્મના વિપાકો કેવાં ભયાનક છે! વાત વાતમાં ભય અને નારાજી! ક્ષણમાં હર્ષ ને ક્ષણમાં શોક. વાતવાતમાં ભય અને વાતવાતમાં જુગુપ્સા પુરુષને સ્ત્રી-ભોગ-સંભોગના અભિલાષ અને સ્ત્રીને પુરુષનું શરીર-સુખ મેળવવાની ઝંખના! નપુંસકને સ્ત્રી-પુરુષ બંને તરફ આકર્ષણ! અંતરાયકર્મના વિપાકો પણ કેવા જટિલ અને ચોક્કસ પ્રકારના છે! પાસે આપવાની વસ્તુ હોય, લેનાર સુયોગ્ય-સુપાત્ર વ્યક્તિ હોય, છતાં આપવાની ઈચ્છા ન થાય.. વસ્તુ સામે હોય, ગમતી હોય, છતાં ન મળે!
સ્ત્રી...વસ્ત્ર...બંગલો હોવા છતાં એનો ઉપભોગ ન કરી શકે! ભોજન મનગમતું તૈયાર હોય છતાં ખાઈ ન શકે!..તપશ્ચર્યા કરવાના ભાવ ન જાગે!
મુનિ કોઈને ઊંચા કુળમાં જન્મેલો જુએ, કોઈને નીચા કુળમાં જન્મેલો જુએ... તેનું સમાધાન આ રીતે કરે : “આ ગોત્ર કર્મના વિપાક છે!” મુનિ કોઈને નીરોગી મસ્ત શરીરવાળો જુએ ને કોઈને દુર્બળ, રોગી અને સડી ગયેલી કાયાવાળો જુએ તેનું સમાધાન આ રીતે કરે : “આ સાતા-અસાતા
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮.
શાનમાર વેદનીય કર્મનો વિપાક છે.” મુનિ કોઈ જીવને મનુષ્યરૂપે જુએ છે, તો કોઈને પશુરૂપે જુએ છે, કોઈને દેવરૂપે જાણે છે કે કોઈને નરકરૂપે જાણે છે... આવું કેમ?' એનું સમાધાન મુનિ આ રીતે કરે છે : “આ આયુષ્યકર્મ અને ગતિનામ કર્મનો વિપાક છે!” મુનિ કોઈને બાલ્યવયમાં મરતો જુએ છે, કોઈને યુવાનવયમાં, તો કોઈને વૃદ્ધાવસ્થામાં મરતો જુએ છે. તેમને દુખ, શોક કે આશ્ચર્ય થતું નથી! તેઓ સમાધાન કરે છે : “આ આયુષ્યકર્મના વિપાક-પરિણામ છે.”
મુનિ કોઈને સદ્ભાગી, કોઈને દુર્ભાગી, કોઈને યશસ્વી, કોઈને અપયશવાળો, કોઈને મધુર સ્વરવાળો, કોઈને કર્કશ સ્વરવાળો, કોઈને રૂપવાન, કોઈને કદરૂપો, કોઈને હંસગતિ તો કોઈને ઊંટગતિ...જુએ છે... તેમને કોઈ હર્ષ કે શોક થતો નથી. “આ બધું નામકર્મનું પરિણામ છે' - આ સમાધાન કરે છે.
મુનિ પોતાના જીવનમાં પણ આવી વિષમતાઓ જુએ છે, ત્યારે તે “આમ કેમ બન્યું? આવું કેવી રીતે બને?' - આ રીતે મૂંઝાતા નથી! એ “કર્મના વિપાકોનું વિજ્ઞાન જાણતા હોય છે! તેની પાછળ રહેલું ‘કર્મને બંધનું વિજ્ઞાન” પણ એમની પાસે હોય છે. એ દીનતા ન કરે, એ હર્ષોન્માદ ન કરે, સુખ અને દુઃખનાં દ્વન્દ્ર, એ વિજ્ઞાની મુનિના ચિત્તમાં હર્ષશોકનાં વમળ, પેદા કરી શકતાં નથી. પોતાને તે સુખી કે દુઃખી માનતા નથી. કર્મના ઉદય પછી ભલે ને શુભ હોય કે અશુભ, તેમાં તે સુખદુઃખની કલ્પના કરતા નથી.
દીનતા અને હર્ષોન્માદના ચક્રાવામાંથી મુક્ત બનવાનો આ એક વૈજ્ઞાનિક માર્ગ છે. જગતને કર્મપરવશ જાણો. સંસારની પ્રત્યેક ઘટના પાછળ કર્મતત્ત્વની ઊંડી અને વાસ્તવિક સમજ મેળવો. એ સમજ તમને દીન નહીં બનવા દે, વિસ્મિત નહીં થવા દે. દીનતા અને વિસ્મય જતાં તમે અંતરંગ આત્મસમૃદ્ધિ તરફ વળશો.
येषां भ्रूभङ्गमात्रेण भज्यन्ते पर्वता अपि।
तैरहो कर्मवैषम्ये भूपैर्भिक्षाऽपि नाप्यते ।।२।।१६२।। અર્થ : જેઓના ભૂકટીના ચઢાવા માત્રથી પર્વતો પર તૂટી પડે છે તેવા બળવાન રાજાઓ પણ કર્મની વિષમતા આવી પડે છે ત્યારે ભિક્ષા પણ મેળવી શકતા નથી, એ આશ્ચર્ય છે! વિવેચન : કર્મોની કેવી કુટિલ વિષમતા! રાજાઓ રસ્તાના રખડતા ભિખારી બની જાય! ભીખ માગવા છતાં
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯
કર્મવિપાક-ચિંતન ભિક્ષા ન મળે! જે સમ્રાટોની ભ્રકુટી ચઢે ને હિમાદ્રી જેવા પર્વતો ધ્રુજી ઊઠે... સમ્રાટના સૈન્યના આક્રમણથી પર્વતનાં શિખરો તૂટી પડે. શત્રુઓના હાજાં ગગડી જાય ... પૃથ્વીનાં પડ ઊકલી જાય... તે રાજાઓ, મહારાજાઓ અને સમ્રાટો, જ્યારે કર્મો વિફરે છે ત્યારે રાંક, દીન ને ગરીબ બની જાય છે!
પ્રાચીન ઈતિહાસના પાને અંકાયેલા એવા અનેક રાજા-મહારાજાઓનાં પતન.... એકાએક થયેલાં અધ:પતન તમે વાંચ્યા હશે... કોઈના પ્રત્યે તમારું હૃદય સહાનુભૂતિથી દ્રવી ઊર્યું હશે, જ્યારે કોઈના પ્રત્યે “એ એવા જ લાગનો હતો...... - એમ કઠોર સંતોષ પણ અનુભવ્યો હશે. પરંતુ આવું એકાએક પતન શાથી? જેનું નામ વિશ્વના દરબારોમાં ગાજતું હતું, તેનું એકાએક પતન શાથી? આ પ્રશ્નનું સત્ય સમાધાન તમે મેળવ્યું છે?
રશિયાનો કુચેવ! અમેરિકાના માંધાતાઓ પણ એનાથી ધ્રુજતા હતા... એના આગઝરતા શબ્દો વિશ્વના એક-એક માનવીને પણ બાળતા હતા. જેણે રશિયાના સ્ટાલીન, લેનીન અને બુલ્ગાનીનને પણ જનમનમાંથી ભૂંસી નાખ્યા હતા અને સ્ટાલીન-લેનીનની કબરો ખોદી કાઢી તેમનાં મડદાં ફેંકી દીધાં હતાં, તે કુચેવનું એક રાતમાં પતન! આજે તેનું નામનિશાન ન રહ્યું
અમેરિકાના કેનેડી! યુનાઈટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ! ક્ષણ વારમાં ગોળીથી વીંધાઈ ગયા.. દુનિયાના ફલક પર અનેક વાર થતાં આવાં પતન અને વિનાશ... એની પાછળ એક અદશ્ય છતાં સત્ય, અરૂપી છતાં વાસ્તવિક તત્વ કામ કરી રહ્યું છે, એ જાણો છો?
એ તત્ત્વ છે કર્મતત્ત્વ. યશ, સૌભાગ્ય, કીર્તિ, સત્તા, બળ.... વગેરે “શુભ કર્મનાં ફળ છે, પરંતુ એ શુભ કર્મો, કે જે આત્મા પર લાગેલાં છે. તેની કાળમર્યાદા હોય છે. એ કાળમર્યાદા સામાન્ય માનવી જાણતો નથી. તેથી તે એની લાંબી કાળમર્યાદા સમજી લે છે! પરંતુ એની કલ્પનાથી ઓછી કાળમર્યાદાવાળાં શુભ કર્મો જ્યારે પૂરાં થઈ જાય છે, ને અશુભ કર્મોનો અચાનક ઉદય આવી જાય છે, ત્યારે આવાં અચાનક પતન અને વિનાશના અકસ્માતો સર્જાઈ જાય છે.
અપયશ, દુર્ભાગ્ય, અપકીર્તિ, નિર્બળતા, અને સત્તા-ભ્રષ્ટતા, અશુભ કર્મોનું પરિણામ છે! આરબ નેતા નાસરને નાનકડા દેશ ઈઝરાઈલે અપયશ આપ્યો, અપકીર્તિનો કાળો ટીકો કર્યો અને નાસર “નબળા આદમી' તરીકે
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
જ્ઞાનસાર બહાર આવ્યા! શાથી? એમનાં શુભ કર્મોની કાળમર્યાદા પૂરી થઈ ગઈ... અશુભ કર્મોએ એમના આત્માનો કબ્બો લઈ લીધો!
હા, ફરીથી શુભ કર્મ ઉદયમાં આવી શકે. અશુભ કર્મોની કાળમર્યાદા પૂરી થઈ જતાં, શુભ કર્મ પુનઃ ઉદયમાં આવે!
બીજી પણ વિચિત્રતા છે, કે અમુક અશુભ કર્મોનો ઉદય ચાલુ હોય ત્યારે અમુક શુભ કર્મો પણ સાથે ઉદયમાં હોઈ શકે, પરંતુ પ્રતિપક્ષી નહીં! દા.ત., યશનો ઉદય હોય ત્યારે તેનું પ્રતિપક્ષી અપયશ-અશુભ કર્મ ઉદયમાં ન આવી શકે, પરંતુ રોગીપણું કે જે અશુભ કર્મ છે તેનો ઉદય હોઈ શકે, કારણ કે રોગીપણું એ યશનું પ્રતિપક્ષી કર્મ નથી!
કર્મો જ્યાં સુધી અનુકૂળ હોય છે ત્યાં સુધી જીવ ભલે ઉધમાત કરે, ગર્વ કરે; પરંતુ જ્યાં કમની વિષમતા પેદા થઈ, ત્યાં જીવના ઉધમાત મરી જાય છે, ગર્વ ગળી જાય છે ને તે જગતમાં હાંસીપાત્ર બને છે. કર્મોની વિષમતાઓનું વિજ્ઞાન મેળવો.
जातिचातुर्यहीनोऽपि कर्मण्यभ्युदयावहे ।
क्षणाद् रङ्कोऽपि राजा स्यात् छत्रछनदिगन्तरः ।।३ ।।१६३ ।। અર્થ : અભ્યય કરનારાં કર્મનો ઉદય હોય છે, ત્યારે જાતિ અને ચતુરાઈથી હીન હોવા છતાં પણ, રંક હોવા છતાં પણ, ક્ષણમાં છત્ર વડે ઢાંક્યું છે દિશામંડળ જેણે, એવો રાજા થાય છે.
વિવેચનઃ એની જાતિ હીન છે, એની ચતુરાઈનાં ઠેકાણાં નથી, છતાં તે ચૂંટણીમાં ચૂંટાઈ આવે છે! પ્રધાન બની જાય છે! આજે તો રાજા કોઈ બની શકતું નથી ને! રાજાઓનાં રાજસિંહાસન છીનવી લેવાયાં અને આજના પ્રધાનો રાજાઓના પણ રાજા બની ગયા!
“જાતિવિહીન સમાજરચનાનો આજે પવન ફૂંકાઈ રહ્યો છે, એટલે જે હીન જાતિના હતા તેમને ઈરાદાપૂર્વક ઉચ્ચ સ્થાને બેસાડવામાં આવે છે.. ને ઉચ્ચ જાતિના બુદ્ધિશાળી વર્ગને હીન દૃષ્ટિથી જોવામાં આવે છે... આંતરજાતીય લગ્નો કરવામાં આવે છે. ને એવાં લગ્ન કરનારને સરકાર બહુમાન આપે છે! પરંતુ ભલે હીન જાતિમાં જન્મેલાને ઉચ્ચ સત્તાસ્થાન આપવામાં આવે કે સન્માન આપવામાં આવે, “જાત એવી ભાત' પડ્યા વિના રહે ખરી?
પરંતુ આવું કેમ બન્યું? જાતિહીન અને ચતુરાઈરહિત મનુષ્યો ઉચ્ચ
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મવિપાક-ચિંતન
૨૪૧ સત્તાસ્થાને કેવી રીતે બેઠાં? એનું સમાધાન અહીં આપવામાં આવ્યું છે : અભ્યદય કરનારાં કર્મનો ઉદય થવાથી શુભ કર્મનો ઉદય મનુષ્યનો અભ્યદય કરી આપે છે! શુભ કર્મનો ઉદય રંકને અને જાતિહીનને પણ આવી જાય! બુદ્ધિરહિતને શુભ કર્મ સત્તાના સિહાસને બેસાડી દે!
આજે જાણે એ હીન જાતિવાળાઓનો, બુદ્ધિહીન મનુષ્યોનો સામુદાયિક શુભ કર્મોનો ઉદય આવી ગયો લાગે છે! આજે જોવા મળે છે કે હીન જાતિવાળો “સાહેબ” બનીને બેઠો હોય અને ઉત્તમ જાતિવાળો એને સલામ ભરતો પટાવાળો હોય! બુદ્ધિ અને જ્ઞાનરહિત “મોટો માણસ' બની ગયો. હોય અને બુદ્ધિશાળી તથા જ્ઞાની પુરુષ તેની “બેગ' ઉપાડીને ચાલતો હોય!
યશ, કીર્તિ, સૌભાગ્ય, સુસ્વર, આદેયતા... વગેરે કર્મો ઉચ્ચ જાતિ કે નીચ જાતિ જતાં નથી. તેવી રીતે અપયશ, અપકીર્તિ, દુર્ભાગ્ય, દુસ્વર, અનાદેયતાને ઉચ્ચ જાતિ સાથે આભડછેટ નથી! આજે સ્વતંત્ર ભારતનું જે બંધારણ અસ્તિત્વમાં છે, તે બંધારણ બનાવનાર ડૉ. આંબેડકર કોણ હતા? હરિજન હતા. એક વખતના કોંગ્રેસપ્રમુખ કામરાજ કોણ હતા? હરિજન હતા. ભારતના રાષ્ટ્રપતિ ડો. જાકીરહુસેન મુસલમાન હતા. ભારતનાં આવાં સર્વોચ્ચ પદોએ હીન ગણાતી જાતિના માણસો બેઠેલાં હતાં, તેમાં કયું કારણ છે? શુભ કર્મોનો ઉદય!
જ્યારે ઉચ્ચ જાતિના માણસોની કીર્તિ જાણે ખોવાઈ ગઈ છે! સૌભાગ્ય અને આદેયતા લુપ્ત થઈ ગઈ છે! શંકરાચાર્ય જેવા ત્રીસ કરોડ હિન્દુઓના ધર્મગુરુને સરકારે જેલમાં બેસાડી દીધા. એમની ગોરક્ષાની વાત સરકારે ન સાંભળી; તેમનો અનાદર કર્યો!
આ બધાં કર્મોના ખેલ છે! કોઈ હર્ષ-શોક કરવાની જરૂર નથી. એક કવિએ કહ્યું છે કે
કબહિક કાજી કબહિક પાજી,
કબહિક દુઆ અપભ્રાજી; કબહીક કીર્તિ જગમેં ગાજી,
સબ પુદ્ગલ કી બાજી! ક્યારેક તને કોઈ “કાજી' કહે છે, એક દિવસે તને જ તે “પાજી' કહે છે! ક્યારેક વળી તારી કીર્તિ જગતમાં ફેલાય છે! આ બધી કર્મ-પુદ્ગલની બાજી છે! આજે આવાં અનેક દૃષ્ટાંત જોવા મળે છે. કામરાજ કૉંગ્રેસ-પ્રમુખને કોણ
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
ાનસાર
ઓળખતું હતું? એક દિવસ સમગ્ર ભારત પર એ છવાઈ ગયા! પરંતુ એ દિવસ પણ જોવા મળશે કે એમને કોઈ ઓળખશે પણ નહીં! શુભ કર્મોના ઉદયની કાળમર્યાદા પૂરી થાય એટલી વાર છે! એવા તો કેટલાય મનુષ્યો પૃથ્વીના માલિક બન્યા અને ભૂંસાઈ ગયા. કર્મોની આ અગમ કળાનો તાગ કેવળજ્ઞાની સિવાય કોણ પામી શકે એમ છે?
‘એ કર્મનકી લખ લીલામેં લાખો હૈ કંગાલ.' ચઢતી-પડતી, હસતી-રોતી, ટેઢી ઈસકી ચાલ.' विषमा कर्मणः सृष्टिर्द्रष्टा करभपृष्ठवत् । जात्यादिभूतिवैषम्यात् का रतिस्तत्र योगिनः । । ४ । । १६४ ॥
અર્થ : ઊંટની પીઠના જેવી કર્મની રચના, જાતિ આદિની ઉત્પત્તિના વિષમપણાથી સરખી નહિ એવી જાણેલી છે; તેમાં યોગીને શી પ્રીતિ થાય?
વિવેચન : ઊંટનાં અઢાર વાંકાં!
કર્મોનાં અનંત વાંકાં!
સર્વત્ર વિષમતા! કર્મોની સર્જાયેલી દુનિયા વિષમતાઓથી જ ભરેલી છે. ક્યાંય એકસમાનતા નહીં, જાતિમાં વિષમતા, કુળમાં વિષમતા, શરીર...વિજ્ઞાન...આયુષ્ય...બળ...ભોગ...બધાંમાં વિષમતા! યોગીપુરુષને આવી કર્મસર્જિત દુનિયામાં પ્રીતિ શું થાય?
* વિશ્વમાં વિષમતાઓનું દર્શન કરો.
* વિષમતાઓનું દર્શન થયા પછી વિશ્વ ૫૨ પ્રીતિ નહીં થાય. * તેથી આસક્તિ ઘટશે.
* તેથી હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર ને પરિગ્રહનાં પાપ ઘટશે.
* ત્યારે મોક્ષ તરફ દૃષ્ટિ જશે.
* કર્મનાં બંધન તોડવાનો પુરુષાર્થ થશે.
* કોઈ પણ જીવના દુઃખમાં તમે નિમિત્ત નહીં બનો. * તમે યોગી બની જશો.
‘પ્રશમરતિ’ ગ્રંથમાં ભગવાન ઉમાસ્વાતિજીએ કહ્યું છે :
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩
કર્મવિપાક-ચિંતન
'जातिकुलदेहविज्ञानायुर्बलभोगभूतिवैषम्यम् ।
द्रष्ट्वा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ।। જાતિ, કુળ, શરીર, વિજ્ઞાન, આયુષ્ય, બળ અને ભોગોની વિષમતા જોઈને વિદ્વાનોને જન્મમરણરૂપ સંસારમાં કેમ પ્રીતિ થાય?”
જો તમને તમારી જાતિની ઉચ્ચતામાં રતિ-ખુશી થાય છે, જો તમને તમારા કુલની મહત્તા ગાવામાં આનંદ આવે છે, જો તમને તમારા શરીરના સૌન્દર્યમાં હર્ષ થાય છે, જો તમને તમારા કલાવિજ્ઞાન પર રાજીપો થાય છે, જો તમને તમારા આયુષ્ય પર ભરોસો છે, જો તમે તમારા દ્રવ્યબળ પર, શરીરબળ પર, સ્વજનબળ પર મુસ્તાક છો, જો તમને તમારાં ભોગસુખો લલચાવે છે, તો તમે એ બધાંમાં રહેલી વિષમતા જોઈ નથી એ નિશ્ચિત થાય છે. વિષમતા દેખાય ત્યાં રતિ ન થાય, ખુશી ન થાય. રતિ-ખુશી જ્યાં થાય ત્યાં વિષમતા નથી દેખાતી.
સંસારના વિષયોમાં વિષમતા નથી દેખાતી એટલે તેમાં આકર્ષણ પેદા થાય છે. એ પછી અભિલાષા થાય છે. જ પછી રતિ-આસક્તિ થાય છે. છે તે વિષયો મેળવવાનો પ્રયત્ન થશે. છે એ પ્રયત્નમાં પાપોનું પણ આચરણ થવાનું. છે એ વિષયો મેળવ્યા પછી મનમાં વિષમતા છવાઈ જવાની.
આ માનસિક અને શારીરિક વેદનાઓના ભોગ આપણે ન બનીએ તે માટે અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ “વિશ્વવિષમતા' જોવાનું કહે છે.
કોઈની જાતિનું ઉચ્ચપણું કે નીચપણું સમાન રહેતું નથી! કોઈના કુળની વિશાળતા કે ભવ્યતા એકસમાન રહેતી નથી. કોઈના શરીરનું આરોગ્ય એકસરખું રહેતું નથી. કોઈનું કલાવિજ્ઞાન એકસમાન ટકતું નથી. કોઈનું આયુષ્ય પોતાની ધારણા મુજબ રહેતું નથી. કોઈનું બળ એકધારું ટકતું નથી. કોઈને ભોગ-સામગ્રી એક સરખી નિરંતર મળતી નથી! આનું નામ છે વિષમતા.
આ વિષમતા જન્મે છે કર્મોમાંથી. ભગવાને આવું વિષમતાભર્યું વિશ્વ પેદા કર્યું નથી, ભગવાને તો આવા વિષમતાભર્યા વિશ્વનું દર્શન કરાવ્યું છે.
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
શાનસાર
આ સૃષ્ટિ ઈશ્વરસર્જિત નથી, પરંતુ કર્મસર્જિત છે. જીવ પોતે જ તેવાં કર્મોની પોતાની આસપાસની દુનિયા રચે છે. ઉન્નતિ ને અવનતિ, આબાદી ને બરબાદી, ઉત્થાન અને પતન...કર્મસર્જિત છે; સુખ અને દુઃખ, શોક અને હર્ષ, આનંદ અને વિષાદ... આ બધાં કેન્દ્રો કર્મની પેદાશ છે.
વિદ્વાન પુરુષ, યોગી પુરુષ આવી દુનિયામાં રાચતો નથી... આ દુનિયામાં તે વિષમતાઓ જુએ છે!
आरूढाः प्रशमणि श्रुतकेवलिनोऽपि च ।
भ्राम्यतेऽनन्तसंसारमहो दुष्टेन कर्मणा । ५ । ।१६५ । ।
અર્થ : ઉપશમશ્રેણી ઉપર ચઢેલાઓ અને ચૌદ પૂર્વધરો પણ, અહો! આશ્ચર્ય છે કે દુષ્ટ કર્મ વડે અનંત સંસાર ભમાડાય છે. અર્થાત્ દુષ્ટ કર્મ અનંત સંસાર ભટકાવે છે.
વિવેચન : ઉપશમશ્રેણી',
પહેલું... બીજું... ત્રીજું. ચોથું. પાંચમું... છઠ્ઠું... સાતમું... ઠેઠ અગિયારમા ગુણસ્થાને પહોંચે, જ્યાં મોહોન્માદ શાન્ત... પ્રશાન્ત... ઉપશાંત થઈ ગયો હોય, જેમ જેમ મોહ ઘટતો જાય, તેમ તેમ ઉપર-ઉ૫૨ના ગુણસ્થાનકે આત્મા પહોંચતો જાય.
હા, ક્ષપકશ્રેણિવાળો તો એ લપસણા અગિયારમા ગુણસ્થાનકે જતો જ નથી! દશમેથી છલાંગ મારે...બારમેં પહોંચે! ત્યાં મોહ ઉપશાંત થાય નહીં, ક્ષય જ પામી જાય! બારમે ગયેલો નીચે ન પડે! તેરમે જઈ વીતરાગ બને...પછી આયુષ્ય પૂર્ણ થયે ચૌદમે થઈ મોક્ષે સિધાવે!
પણ આ તો અગિયારમું ગુણઠાણું...લપસણા પગથિયા તરીકે પંકાયેલું! આ અગિયારમા પગથિયે મોહનીય કર્મની હાક વાગે. ત્યાંથી કોઈ પણ શૂરવીર કે મહાવીર ઉપર જઈ શકે જ નહીં. ત્યાં કર્મની જ પ્રબળતા...કર્મનો જ વિજય અને કર્મોનું જ સર્વોપરિપણું!
13
ભલેને દશ પૂર્વેનું જ્ઞાન હોય, ચારિત્રનું ઉત્તમ પાલન હોય, ઊછળતો વીર્યોલ્લાસ હોય... પણ અગિયારમા ગુણઠાણે આવ્યો કે કર્મના પિંજરામાં ફસાયો! હા, અનંત કાળ સંસારમાં ભટકાવે! એને ચૌદ પૂર્વધરની પણ શરમ નહીં. એને ઉત્તમ સંયમની પણ લાજ નહીં! આ છે કર્મની નિર્લજ્જતા!
* જુઓ પરિશિષ્ટ ૧૭. ૧૩. જુઓ પરિશિષ્ટ
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મવિપાક-ચિંતન
૨૪૫ અહીં “કર્મ' તરફ લાલ આંખ કરીને પૂ. ઉપાધ્યાયજી કહે છે : “સુરેન
I!' તેઓ જ્યારે ઉપશમશ્રેણીએ ચઢેલા અને ઠેઠ અગિયારમા ગુણસ્થાનકે પહોંચી ગયેલા મહર્ષિને ધક્કા દઈ નીચે પછાડી દેતા કર્મ'ને જુએ છે, ત્યારે તેમનાં અંગેઅંગમાં આગ લાગી જાય છે. તેઓ ધ્રૂજી ઊઠે છે ને “દુષ્ટ કર્મ' બોલી ઊઠે છે. કર્મનાં બંધનોને તોડી નાખવા તેઓ પોકાર પાડી ઊઠે છે.
કર્મોનો છેલ્લો મોરચો એ અગિયારમે “ઉપશાંતમોહ” ગુણસ્થાનકે જ હોય છે; ને તે મોરચો સદા સર્વદા-સર્વ માટે અપરાજેય છે! હા, દસમા ગુણસ્થાનકેથી જેઓ સીધા બારમા ગુણસ્થાનકે ફદી જાય છે, તેઓ એ મોરચામાં ફસાતા નથી. “ઉપશાંતમોહ'નો અર્થ જાણો છો? જુઓ, એક સામાન્ય દૃષ્ટાંતથી તે સમજાવું :
એક પાણીથી ભરેલો પ્યાલો છે; પરંતુ તે પાણી સ્વચ્છ નથી, કચરાથી ભરેલું છે. તમારે તે પાણી પીવું છે. તમે તેને ગાળી નાખ્યું, છતાં એમાં ઝીણી રજ દેખાય છે. તમે તે પ્યાલાને નીચે મૂકી દેશો. કચરો ધીરે ધીરે પાણીની નીચે ઠરતો જશે..થોડો સમય ધીરજ રાખશો તો કચરો સાવ નીચે બેસી જવાનો અને પાણી સાવ સ્વચ્છ થઈ જવાનું. હા, પાણીમાં કચરો તો છે જ, પરંતુ ઉપશાંત થઈ ગયેલો છે! તેવી રીતે આત્મામાં મોહ તો હોય પણ સાવ નીચે ઠરી ગયેલો. આત્મા નિર્મળ.. મોહરહિત દેખાય. પરંતુ પેલો પ્યાલો કોઈ હલાવે તો? કચરો ઉપર આવીને પાણીને ગંદું બનાવી દે છે, તેવી રીતે ઉપશાંત મોહવાળા આત્માને કોઈ હલાવે, કોઈ અડપલું કરી જાય તો મોહ આત્મામાં ફેલાઈ જાય.. આત્માને મેલો કરી નાખે, ડહોળી નાખે! ' ઉપશાંત મોહમાં નિર્ભયતા નહીં! હા, મોહ ક્ષીણ થઈ જાય, અર્થાતુ પેલા પાણીને બિલકુલ કચરા વિનાનું જ કરી દેવામાં આવે પછી એ પાણીના પ્યાલાને ગમે તેટલો હલાવો ને! કચરો આવવાનો જ નહીં! મોહનો સર્વથા ક્ષય થઈ ગયા પછી ચિંતા નહીં! એને સંસારનું કોઈ નિમિત્ત મોહાધીન ન કરી શકે..કર્મોનું કંઈ ન ચાલે.
કર્મોની કઠોર લીલા...કૂર મશ્કરી ક્યાં સુધી હોય છે? ઠેઠ અગિયારમાં ગુણસ્થાનક સુધી! ચૌદ પૂર્વના જ્ઞાનવાળા શ્રુતકેવળીઓ પણ ત્યાં હારી જાય. ચૌદ પૂર્વધર-શ્રુતકેવળીઓ પણ પ્રમાદને પરવશ પડી અનંતકાળ નિગોદમાં વસે છે! કર્મોની આ ભયંકરતા છે. આવા કર્મોના વિપાકોનું ચિંતન કરી, એ કર્મોનો ક્ષય માટે કમર કસવી જોઈએ. * જુઓ પરિશિષ્ટ ૧૭.
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૨૪૯
अर्वाक् सर्वाऽपि सामग्री श्रान्तेव परितिष्ठति।
विपाकः कर्मण: कार्यपर्यन्तमनुधावति ।।६।।१६६।। અર્થ : નજીક રહેલી બીજી બધી ય કારણ-સામગ્રી થાકી ગયેલાની પેઠે રહે છે, (પરંતુ) કર્મનો વિપાક કાર્યના અંત સુધી પાછળ દોડે છે. | વિવેચન : કર્મનો વિપાક એટલે કર્મનું પરિણામ-ફળ.
કોઈ પણ કાર્ય, કારણ વિના બની શકતું નથી; અને દરેક કાર્ય પાછળ પાંચ કારણો કામ કરતા હોય છે :
(૧) કાળ, (૨) સ્વભાવ, (૩) ભવિતવ્યતા, (૪) કર્મ, અને (૫) પુરુષાર્થ.
પરંતુ આ બધાંમાં પ્રધાન મુખ્ય-કારણ “કર્મ' છે! કર્મનો વિપાક ઠેઠ કાર્યના અંત સુધી દોડ્યો આવે છે. બીજા બધાં કારણો થાકી જાય છે... કોઈ કાર્યની ભૂમિકા રચી આપે છે, કોઈ કાર્યનો પ્રારંભ કરાવી રવાના થાય છે... કોઈ કાર્યની મધ્યમાં જ થાકીને બેસી જાય છે. પરંતુ કર્મ થાકતું નથી. જ્યાં સુધી કાર્ય જન્મે, રહે અને નાશ પામે ત્યાં સુધી કર્મ તો સાથે જ! એને વિશ્રામ જ નહીં.
જેટલો ભય બીજા કારણોનો નથી, તેટલો ભય કર્મનો છે. કર્મનો ક્ષય થતાં બીજા કારણો તો સહજ રીતે જ દૂર થઈ જાય છે; એ કારણોને દૂર કરવા મહેનત કરવી પડતી નથી. બીજા કારણો તો કર્મની પાછળ ચાલ્યા કરે છે,
એટલે કર્મના અનુચિંતનમાં; કર્મનો જ ક્ષય કરવામાં પુરુષાર્થ કરવાનો છે. કર્મનો ક્ષય કરવા માટે મનુષ્યને કર્મો જ અનુકૂળ સામગ્રી આપી છે! પોતાનો ક્ષય કરવા માટે પોતે જ કર્મસામગ્રી આપી રહ્યું છે!
એ તમને મનુષ્ય-ગતિ મળી છે? જ તમને આર્યભૂમિમાં જન્મ મળ્યો છે? છે તમને શરીરનું આરોગ્ય મળ્યું છે? તમારી પાંચેય ઇન્દ્રિયો પરિપૂર્ણ છે?
તમને વિચારવંતું મન મળ્યું છે? જ તમને સુદેવ-ગુરુ-ધર્મનો સંયોગ મળ્યો છે?
કર્મોનો નાશ કરવા માટે બીજું તમારે શું જોઈએ છે? આનાથી વિશેષ સામગ્રી જોઈએ છે? શું કર્મોનો નાશ કરવાની ભાવના પણ કર્મ જ જગાડે, * જુઓ પરિશિષ્ટ ૧૮.
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમવિપાક-ચિંતન
૨૪૭ તેમ ચાહો છો? કર્મોએ આપેલી સામગ્રીનો સદુપયોગ કરતાં તો આવડતો નથી અને વધુ સામગ્રી મેળવવાની ઝંખના રાખો છો? તમે નહીં જાણતા હો કર્મની ક્રૂરતાને! તમને આપેલી અનુકુળ સામગ્રીનો સદુપયોગ ન કર્યો તો એ તમને આપેલી સામગ્રી પણ ઝૂંટવી લેશે અને તમને એવી સ્થિતિમાં મૂકી દેશે કે તમે તેના નર્યા ગુલામ જ બની જશો!
જો તમે મળેલી સામગ્રીનો સદુપયોગ કરશો, કર્મ તમને તેનાથી પણ ઉચ્ચ સામગ્રી ભેટ ધરશે! એ સામગ્રી દ્વારા તમે કર્મોનો નાશ કરી શકશો. શું તમે એવાં દૃષ્ટાંતો નથી સાંભળ્યાં?
કર્મો તમને પ્રત્યક્ષ દેખાતાં નથી એટલે એનો નાશ પણ પ્રત્યક્ષ નહીં દેખાતા એવા ધર્મ દ્વારા જ કરવો પડે. ધર્મથી કર્મનો નાશ થાય છે. ધર્મ આત્માનો છે, પણ આત્મા સુધી પહોંચવા માટે પાંચ ઇન્દ્રિયો અને મનનો સદુપયોગ કરવો પડે. દુનિયાનાં તુચ્છ સુખોમાં એ ઇન્દ્રિયો ને મનને જોડો નહીં; તો જ તમે આત્મા સુધી પહોંચી શકવાના અને આત્મધર્મને પ્રાપ્ત કરી શકવાના. આત્મધર્મથી કર્મનો ક્ષણમાં ક્ષય થઈ શકે છે. જેમ જેમ કર્મોનો ક્ષય થતો જશે, તેમ તેમ અદશ્ય ધર્મતત્ત્વ સાથેનો સંબંધ દૃઢ બનતો જશે.
એટલે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા વગેરેના દોષ જોયા વિના કર્મનો નાશ કેમ કરવો, તે જ વિચાર કરો. જો કર્મને ભૂલીને આ કાળ ખરાબ છે... ભવિતવ્યતા સારી નથી...' વગેરે બહાનાં કાઢ્યાં તો કર્મ ચઢી બેસશે... દુઃખ, અશાંતિ, ક્લેશ અને સંતાપમાં શેકાઈ જશો. માટે ધર્મમાં પુરુષાર્થ કરો. કર્મોના ભયની ગંભીરતા સમજો; પ્રમાદને ખંખેરી નાખી કર્મોનો વિનાશ કરવા કટિબદ્ધ બની જાઓ.
असावचरमावर्ते धर्म हरति पश्यतः ।
चरमावर्तिसाधोस्तु छलमन्विष्य हृष्यति ।।७।।१६७ ।। અર્થ ? આ કર્મવિપાક છેલ્લા પુદ્ગલપરાવર્ત સિવાયના બીજા પગલપરાવર્તમાં દેખાતાં છતાં ધર્મને હરે છે; પણ ચરમ પુદ્ગલપરાવર્તમાં વર્તતા સાધુનાં છિદ્ર શોધીને ખુશ થાય છે. વિવેચન : ચરમ પુદ્ગલપરાવર્તન કાળ, અચરમ ૫ગલપરાવર્ત કાળ!
* જુઓ પરિશિષ્ટ ૧૯.
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
જ્ઞાનસાર “પુદ્ગલપરાવર્ત કોને કહેવાય, તેનું જ્ઞાન પરિશિષ્ટમાંથી મેળવજો. અહીં તો કર્મનો કાળ સાથે, કાળના માધ્યમથી આત્મા સાથે કેવો કુમેળ છે, તે બતાવવામાં આવ્યું છે. જ્યાં સુધી આત્મા છેલ્લા પુદ્ગલપરાવર્ત કાળમાં ન પ્રવેશ્યો હોય ત્યાં સુધી કર્મ આત્મધર્મ સમજવા જ ન દે, આત્મધર્મ સ્વીકારવા જ ન દે! હા, પરમાત્માના મંદિરે જાય, પણ પરમાત્માસ્વરૂપની પ્રાપ્તિ માટે ન જાય, પરમાત્મા પાસેથી સાંસારિક સુખો મેળવવાની અભિલાષાથી જાય! ગુરુમહારાજને વંદન કરે, ભિક્ષા આપે, ભક્તિ કરે, પરંતુ સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ માટે નહીં, પરલોકના સુખો મેળવવા માટે! અરે, સાધુપણું પણ લઈ લે! પણ સાધુપણાની આરાધનાથી એ મોક્ષ ન ઈચ્છે, આત્માની વિશુદ્ધિ ન ચાહે, એ ચાહે દેવલોકનાં દિવ્ય સુખો! “ચારિત્રના પાલનથી દેવલોક મળે છે –આવું શાસ્ત્રોમાં સાંભળીને તે ચારિત્ર પણ લે! ચારિત્રપાલન પણ કેવું કરે? નિરતિચાર! છતાં કર્મનાં બંધનોથી મુક્ત થવાનો ભાવ તેને ન જાગે! કર્મ એ ભાવ જ ન જાગવા દે! ત્યાં તો બિચારા જીવને ગરીબ ગાયની જેમ દોરાવું જ પડે!
કર્મોનાં બંધનથી આત્માને મુક્ત કરવાનો વિચાર પણ અચરમાવત કાળમાં ન આવે.. હા, ધર્મ કરતો દેખાય, પરંતુ એ ધર્મસાધના સંસારવૃદ્ધિ માટે જ થાય!
ચરમાવર્તકાળમાં આત્મધર્મ સમજાય. આત્મધર્મની આરાધના ઉપાસના પણ થાય. હા, એક વાત છે... આત્માને કર્મબંધનથી મુક્ત કરવા મથતા મુનિની આસપાસ ફર્મ ચક્કર લગાવ્યા કરે! છિદ્ર શોધે! કોઈ બાકોરું દેખાઈ જાય કે પેસી જાય અને મુનિના મુક્ત પુરુષાર્થને પાંગળો બનાવી દે! રુકાવટો ઊભી કરી દે! એટલે મુનિએ કોઈ છિદ્ર ન પડવા દેવું જોઈએ, કોઈ બાકોરું ન રહેવા દેવું જોઈએ.
પ્રમાદનાં છિદ્રોમાંથી કર્મ પ્રવેશે છે. નિદ્રા, વિષય, કષાય, વિકથા અને મદ્યપાન-આ પાંચ મોટા પ્રમાદ છે. મુનિએ નિદ્રા પર સંયમ મેળવવાનો હોય છે. રાત્રિના બે પ્રહર = છ કલાક જ નિદ્રા લેવાની છે. તે પણ ગાઢ નિદ્રા નહીં. દિવસે નિદ્રાનો ત્યાગ કરવાનો હોય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાંથી કોઈ પણ વિષયમાં આસક્તિ કરવાની નથી. ક્રોધ, માન, માયા અને લોભ-આ ચાર કષાયોને પરવશ થવાનું નથી; વિકથાઓમાં ગૂંથાઈ જવાનું નથી. સ્ત્રીઓ અંગેની ચર્ચા સાધુથી ન કરાય. ભોજનવિષયક વાતોથી વેગળા રહેવાનું છે. દેશની અને રાજા
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મવિપાક-ચિંતન
૨૪૯ પ્રધાનોની કપટપૂર્ણ અને કાવા-દાવાઓથી ભરેલી વાતોમાં એણે રસ લેવાનો નથી. મદ્યપાન તો સાધુને હોય જ શાનું? જો સાધુ આ પાંચ પ્રમાદોથી અળગો રહે તો કર્મને પ્રવેશવાનો કોઈ માર્ગ જ ન મળે! એ ભલે ચારે બાજુ ચક્કર માર્યા કરે!
તાત્પર્ય એ છે કે મુનિ જો કર્મને માર્ગ આપે તો કર્મ અને સતાવે! માર્ગ ન આપે તે કર્મ એનું કંઈ અહિત ન કરી શકે. માર્ગ આપવો કે નહીં, તે મુનિ પર નિર્ભર છે! પ્રમાદના આચરણને પણ “કર્મફત” માનીને જો ચાલે, તો તે પટકાય જ! તેનું પતન જ થાય. ચરમાવર્ત કાળમાં પ્રમાદના સેવનમાં કર્મનો હાથ નથી, આ વાત સમજવી જોઈએ. કર્મોની કુટિલતા સમજાયા વિના આ વાત ગળે ઊતરે એમ નથી, માટે કર્મનું અનુચિંતન ખૂબ કરવું જોઈએ. કર્મના વિપાકોનો વિચાર કંપાવી મૂકે!
साम्यं बिभर्ति या कर्मविपाकं हृदि चिन्तयन्।
स एव स्याच्चिदानन्दमकरन्दमधुव्रतः ।।८।१६८ ।। અર્થ : હૃદયમાં કર્મવિપાકને ચિતવતો જે સમભાવ ધારણ કરે છે તે જ (યોગી) જ્ઞાનાનન્દરૂપ પરાગનો ભોગી ભ્રમર થાય છે.
વિવેચન : યોગીરાજ! તમે ભોગી ભ્રમર છો, જ્ઞાનાનન્દ-પરાગનો ભોગ કરનારા...! તમારા હૃદયમાં કર્મવિપાકનું ચિંતન અને તમારા મુખ પર સમતાનું સંવેદન!
કર્મનાં વિપાકોના ચિંતન વિના સમભાવનું વદન ન થાય. સમભાવના વેદન વિના જ્ઞાનાનન્દનું અમૃતપાન ન થઈ શકે. એટલે આ શ્લોકમાંથી ત્રણ વાતો ફલિત થાય છે ? (૧) કર્મ વિપાકનું ચિંતન, (૨) સમભાવ, (૩) જ્ઞાનાનંદનો અનુભવ.
કર્મવિપાકના ચિંતનમાંથી સમભાવ પ્રગટવો જોઈએ; અર્થાત્ જગતના સર્વ જીવો પ્રત્યે સમત્વ પ્રગટવું જોઈએ.. ન કોઈના પ્રત્યે રાગ કે ન કોઈના પ્રત્યે દ્વેષ. મિત્ર પર રાગ નહીં, શત્રુ પર દ્વેષ નહીં. કર્મક્ત ભાવો તરફ હર્ષશોક ન થાય! આ કર્મવિપાકના ચિંતનથી જ શક્ય બને. જો આપણને રાગદ્વેષ, હર્ષશોક થાય છે, તો આપણું ચિંતન કર્મવિપાકનું ચિંતન નથી, એમ માનવું જ જોઈએ. રાગદ્વેષ થાય છે, હર્ષશોક થાય છે, રતિ-અરતિ થાય છે, તેના કારણ તરીકે કર્મનો દોષ ન જોતાં, “હું કર્મવિપાકનું ચિંતન નથી કરતો માટે થાય છે' - આ સમાધાન વધુ સારું છે. કર્મવિપાકના ચિંતન
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફાનસાર
૨૫૦. વિના રાગદ્વેષ ઘટતા નથી. જે મહાત્માઓએ મરણાંત ઉપસર્ગો થવાના પ્રસંગે કોઈ દ્વેષના વલોપાત ન કર્યા, તેની પાછળ શું હતું?
તેમની તો પૂર્વભવોની આરાધના હતી...' એમ કહીને આપણે સમાધાન કરી, કેવી ભૂલ કરીએ છીએ. તેઓનું કર્મવિપાકનું ચિંતન તેમની સમતામાં, સમભાવમાં અસાધારણ કારણ હતું, એમ માનવાની જરૂર છે. એ ચિંતન આત્મસાતુ થઈ જવું જોઈએ. જીવનમાં આવતા પ્રસંગોમાં...સદૈવ “કર્મવિપાક' નું વિજ્ઞાન ઉપયોગી બનાવવામાં આવે તો કસોટીના ટાણે સમભાવ રાખવો સરળ બને. અને સમભાવ વિના જ્ઞાનાનન્દ ક્યાંથી પ્રગટે? જ્ઞાનાનન્દ સમભાવથી પ્રગટે છે. રાગદ્વેષના ઉકળાટ શાંત થયા પછી જ જ્ઞાનનો આનંદ-આત્માનંદ પ્રગટ થાય છે. રાગદ્વેષમાંથી પ્રગટતો આનંદ વિષયાનંદ હોય છે. તેને જ્ઞાનાનંદ માની લેવાની ભૂલ ન થવી જોઈએ, નિરંતર જ્ઞાનાનન્દનો ઉપભોગ કરવા માટે સમભાવને અખંડિત રાખવો જોઈએ. સમભાવને ખંડિત ન થવા માટે કર્મવિપાકનું ચિંતન સતત રાખવું જોઈએ. કેવો વ્યવસ્થિત ક્રમ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે બતાવ્યો છે!
સંસારમાં દેખાતી વિષમતાઓનું સમાધાન કર્મવિપાકના વિજ્ઞાન દ્વારા ન કરવામાં આવે તો?
તો? સંસારના જીવો પ્રત્યે દ્વેષ થવાનો, રાગ થવાનો. રાગ અને દ્વેષમાંથી અનેક અનિષ્ટો પેદા થવાના. હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા અને લોભ વગેરે સેંકડો દોષો પેદા થવાના. એમાં જીવોનું જીવન જીવોના હાથે જ બિનસલામત બની જવાનું. અરસપરસ શંકા, ધૃણા દ્વેષ અને વૈરવિરોધ વધી જવાના! તેથી વિષમતાઓ વધતી જ જવાની! મોક્ષમાર્ગની આરાધના તો દૂર જ રહી જવાની.
દૂર ક્યાં જાઓ? ભૂતકાળની ઘટનાઓ પણ જોવાની જરૂર નથી, આજના વિશ્વમાં જ દૃષ્ટિપાત કરો. જે જીવો આ કર્મવિજ્ઞાન નથી જાણતા, તેઓનાં જીવન જુઓ! તેઓ કેટલા અશાન્ત છે! કેટલા ચિંતાતુર છે! આત્માથી, પરમાત્માથી ને ધર્મથી તેઓ કેટલા દૂર જઈ પડ્યા છે?
તમે તો મુનિરાજ છો! મોક્ષમાર્ગે ચાલી, કર્મોનાં બંધન તોડી શુદ્ધ-બુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવી છે, તે માટે તમારે તો આ “કર્મવિજ્ઞાન' ને ખૂબ પચાવવું જોઈએ. તેના આધારે સમભાવના સ્વામી બનવું જોઈએ. પછી બસ, જ્ઞાનનન્દ-પરોગના ભોગી ભ્રમર બની જવાના. જ્યાં સમભાવ ખંડિત થતો લાગે, ઝટ કર્મવિપાકના ચિંતનમાં પ્રવેશ કરજો.
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે સંસારના વાસ્તવિક સ્વરૂપને સમજેલો આત્મા ચારિત્રક્રિયામાં એકાગ્રતા વાળો બને તેથી તેને લોકસંજ્ઞા ન સ્પર્શ.
ભવોકેશ
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવોદ્વેગ
ઓ સંસારપરિભ્રમણના રસિક જીવ! જરા આ સંસારસમુદ્રને તો જો! એની ભીષણતાને તો જો! આ સંસારમાં તું રાચે છે? આ સંસારમાં તને સુખ લાગે છે? વિચાર. અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ભવસમુદ્રની ભીષણતા સમજાવી છે... એને ઉપરઉપરથી ન વાંચી જઈશ. ખૂબ ગંભીરતાથી વાંચજે.
ભવનાં વિષમ બંધનોથી મુક્ત થવા માટે જે જોમ જોઈએ, શક્તિ જોઈએ... તે પ્રગટ કરવા આ અષ્ટક પુનઃ પુનઃ વાગોળવા જેવું છે.
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨
જ્ઞાનસાર यस्य गम्भीरमध्यस्याज्ञानवज्रमयं तलम् । ૧દ્ધા વ્યસનનોર્થઃ પત્થાનો યત્ર કુમા: II9T9૬૬l पातालकलशा यत्र भृतास्तृष्णामहानिलैः । कषायाश्चित्तसंकल्पवेलावृद्धिं वितन्वते ।।२।१७०।। स्मरौर्वाग्निर्बलत्यन्तर्यत्र स्नेहेन्धनः सदा। यो घोररोगशोकादिमत्स्य कच्छपसंकुलः ।।३।।१७१ ।। दुर्बुद्धिमत्सरद्रोहैविधुदुर्वातगर्जितैः । यत्र सांयात्रिका लोकाः पतन्त्युत्पातसंकटे ।।४।।१७२ ।। ज्ञानी तस्माद् भवोम्भोधेर्नित्योद्विग्नोऽतिदारुणात् ।
तस्य संतरणोपायं सर्वयत्नेन काङ्क्षति ।।५।।१७३ ।। અર્થ : ૧. જેનો મધ્ય ભાગ ગંભીર છે, જેનું સંસારસમુદ્રનું) તળિયું અજ્ઞાનરૂપી વજથી બનેલું છે, જ્યાં સંકટરૂપ પર્વતના સમૂહ વડે રૂંધાયેલા દુર્ગમ માર્ગો છે.
૨. જ્યાં (સંસાર સમુદ્રમાં) તૃષ્ણારૂપ મહાવાયુથી ભરેલા પાતાલકળશારૂપી ચાર કષાયો (ક્રોધાદિ) મનના સંકલ્પરૂપી ભરતીને વિસ્તાર છે.
૩. જ્યાં મધ્યમાં હમેશાં નેહરૂપ ઇંધનવાળો કામરૂપી વડવાનળ બળે છે, (અને) જે ભયંકર રોગ-શોકાદિરૂપ માછલાં અને કાચબાથી ભરેલો છે,
૪. દુબુદ્ધિ, મત્સર અને દ્રોહરૂપી વીજળી-વાવાઝોડાં અને ગર્જના વડે જ્યાં વહાણવટી લોકો તોફાનરૂપી સંકટમાં પડે છે,
૫. તે ભયંકર સંસારસમુદ્રથી હમેશાં ભયભીત થયેલા જ્ઞાની પુરુષ તેને તરવાના ઉપાયને સર્વ પ્રયત્નથી ઈચ્છે છે. વિવેચન : સંસાર!
જે સંસારને અનંત જીવો મોહી રહ્યા છે, તે સંસાર કેવો છે? મોક્ષદશાને વરેલા પરમ આત્માઓ એ સંસારને કેવો જોઈ રહ્યા છે? એ સંસારને તમે જુઓ, ઉદ્વેગ થઈ જશે. અપ્રીતિ થઈ જશે! ને એ જ કરવું છે ને? સંસારની આસક્તિ... સંસારની પ્રીતિ તૂટ્યા વિના શાશ્વત. અનંત.. અવ્યાબાધ સુખ મળી જ ન શકે! અહીં સંસારનું જે વાસ્તવિક... યથાર્થ સ્વરૂપ બતાવ્યું છે, તે જુઓ.
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભોગ
૨૫૩ સંસારને સમુદ્ર સમજો. (૧) સંસાર સમુદ્રના મધ્ય ભાગ અગાધ છે! (૨) સંસારસમુદ્રનું તળિયું અજ્ઞાન-વજથી બનેલું છે. (૩) સંસારસમુદ્રમાં સંકટોના પર્વતો પથરાયેલાં છે. (૪) સંસારસમુદ્રના માર્ગ વિષમ-વિકટ છે. (૫) સંસારસમુદ્રમાં વિષયાભિલાષની મહાવાયું ફૂંકાઈ રહ્યો છે. () સંસારસમુદ્રમાં ક્રોધાદિ કષાયોના પાતાલકળશો છે. (૭) સંસારસમુદ્રમાં મનના વિકલ્પોની ભરતી આવે છે! (૮) સંસારસમુદ્રમાં રાગનાં ઇંધનો (પાણી)વાળો કંદર્પનો દાવાનળ સળગી
રહેલો છે. (૯) સંસારસમુદ્રમાં રોગનાં માછલાં, ને શોકના કાચબા રહેલા છે. (૧૦) સંસારસમુદ્ર ઉપર દબુદ્ધિની વીજળી ચમકે છે. (૧૧) સંસારસમુદ્ર પર મત્સરનાં વાવાઝોડાં આવે છે. (૧૨) સંસારસમુદ્રમાં દ્રોહની ભયંકર ગર્જનાઓ થાય છે. (૧૩) સંસારસમુદ્રમાં વહાણવટીઓ સંકટમાં ફસાયા છે. માટે સંસારસમુદ્ર દારુણ છે! સંસારસમુદ્ર : “સંસાર એ સાચે જ તોફાની સાગર છે.' - આ વિચારને હૃદયમાં ખૂબ ભાવિત કરવો જોઈએ. સાગરમાં રહેલો મુસાફર સાગરને પાર કરી જવા જ પ્રયત્ન કરે છે, સાગરમાં સહેલગાહ કરવાનું વિચારતો નથી. એમાં ય તોફાની સાગર તો જલદીથી તરવા ચાહે છે! “મારે સંસારસમુદ્ર તરવો છે' - આ સંકલ્પ કર્યો જ છૂટકો છે. મધ્ય ભાગ :
સમુદ્રનો મધ્ય ભાગ અગાધ હોય છે ને? એનું તળિયું શોધ્યું ન જડે! સંસારનો મધ્ય ભાગ છે યુવાવસ્થા. એ અવસ્થા અગાધ છે. એનો કોઈ તાગ ન પામી શકે. મનુષ્યની યુવાવસ્થાની અગાધતાને સૂર્યનાં કિરણો પણ ભેદી શકતાં નથી. મરજીવા પણ અગાધતામાં ખોવાઈ જાય છે... શોધ્યા જડતા નથી...
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
જ્ઞાનસાર તળિયું :
આ સંસારસમુદ્રનું તળિયું કોઈ કાદવ, પથ્થર કે માટીનું બનેલું નથી! વજનું બનેલું છે! અજ્ઞાનતા વજ સમાન છે... અજ્ઞાનતાના તળિયા પર સમગ્ર સંસાર ટકેલો છે! અર્થાત્ સંસારનું મૂળ છે અજ્ઞાનતા.
પર્વતો :
સમુદ્રમાં ઠેરઠેર પાણીમાં ડૂબેલા...પાણીમાં અડધા ડૂબેલા પર્વતો હોય છે. વહાણવટીઓ આ પર્વતોથી સાવધાન રહે છે...સંસારસમુદ્રમાં તો આવા પર્વતોની હારમાળાઓ હોય છે! જાણો છો? સંકટોની હારમાળાઓ તમે નથી જોઈ? એક-બે પર્વત નહીં, હારમાળા! અરવલ્લીના પહાડોની હારમાળા તમે જોઈ છે? સહ્યાદ્રિની હારમાળાઓ તમે જોઈ છે? એના કરતાં ય દુર્ગમ આ સંકટોની હારમાળાઓ સંસારસમુદ્રમાં પથરાયેલી છે! કેટલાક ઠેકાણે તો તે પાણીમાં ડૂબેલી હોય છે. તમને જો ખ્યાલ ન આવે તો તમારું વહાણ એ પર્વત સાથે ટકરાય અને ચૂરેચૂરા થઈ જાય!
માર્ગ :
આવા સંસારસમુદ્રનો માર્ગ સરળ હોય? કેટલો વિકટ-વિષમ અને દુર્ગમ માર્ગી એવા માર્ગે કેટલી સાવધાની, કેટલી સમજણ અને કેટલી ચીવટથી ચાલવું જોઈએ? જરાય બેદરકારી, આળસ, નિદ્રા કે વિનોદ ચાલે ખરો? કોઈ અનુભવી માર્ગદર્શકને અનુસરવું પડે કે નહીં? અનુભવી માર્ગદર્શક પર વિશ્વાસ મૂકવો પડે કે નહીં?
મહા વાયુ : તૃષ્ણા... પાંચ ઈન્દ્રિયોના વિષયોની અભિલાષાને પ્રચંડ વાયુ એ મહાસાગરમાં ફૂંકાઈ રહ્યો છે. કેટલી તૃષ્ણા! તૃષ્ણાથી જીવો કેટલા ભટકી રહ્યા છે? તૃષ્ણાથી.. વિષયસુખોની વાસનાથી જીવો કેવા અટવાઈ રહ્યા છે! શું તમે જાણો છો આ મહાવાયુ ક્યાંથી પ્રગટે છે? પાતાલકળશોમાંથી! પાતાલકળશ :
આ સંસારસાગરમાં ચાર પાતાલકળશો રહેલા છે : ક્રોધ, માન, માયા અને લોભ! આ કળશોમાંથી પેલો મહા વાયુ નીકળે છે ને સમુદ્રમાં તોફાન પેદા કરે છે.
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભોગ
૨૫૫ ભરતી :
આ સંસારસાગરમાં મનના વિકલ્પોની ભરતી આવે છે! કષાયોમાંથી વિષયતૃષ્ણાઓ જાગે છે, ને વિષયતૃષ્ણામાંથી માનસિક વિકલ્પો પેદા થાય છે. માનસિક વિકલ્પોની ભરતી કેવી ગજબ હોય છે.... આખો સાગર હિલોળે ચઢેલો દેખાય છે! સમુદ્રમાં તો પૂનમ જેવાં દિવસોએ જ ભરતી આવે, પરંતુ સંસારસાગરમાં તો નિરંતર ભરતી આવતી રહે છે! એ ભરતીમાં તોફાને ચઢતા સાગરને તમે જોયો છે? હવે માનસિક વિકલ્પોની ભરતી જોજો! તમે ગભરાઈ જશો...
વડવાનળ : કેવો દારુણ વડવાનળ સળગી રહ્યો છે...!
કંદર્પના વડવાનળમાં સંસારસમુદ્રનો કયો મુસાફર નથી ફસાયો? કોણ એ વડવાનળની ઝાળથી બચી શક્યો છે? એ વડવાનળમાં રાગનાં ઇંધન નંખાયા કરે છે. રાગનાં ઇંધનથી સદૈવ વડવાનળ સળગતો રહે છે.
ખરેખર, કંદર્પનો વડવાનળ આશ્ચર્યજનક છે! દાવાનળમાં જીવો નિર્ભય બનીને કૂદી પડે છે! સળગવા છતાં એ વડવાનળમાંથી બહાર નીકળતા નથી. અરે, રાગનાં ઇંધનો નાખી એ વડવાનળને વધુ પ્રદીપ્ત કરે છે! કંદર્પ એટલે કામવાસના, કંદર્પ એટલે સંભોગની વાસના. પુરુષો સ્ત્રીઓના સંભોગની વાસનામાં સળગે છે! નપુંસકો, સ્ત્રી-પુરુષ ઉભયના ભોગની અભિલાષામાં સળગે છે... આ સંસારસાગરનો વડવાનળ ખરેખર, સર્વભક્ષી છે... સંસારસાગરમાં રહેલા મોટા ભાગના મુસાફરો એ વડવાનળમાં સપડાયેલા દેખાય છે, જ્યારે ઘણા મુસાફરો એ વડવાનળ તરફ દોટ મૂકીને દોડ્યા જતા દેખાય છે!
માછલાં ને કાચબા :
સંસારસમુદ્રમાં મોટા મોટા મગરમચ્છમાછલીઓ પણ છે. નાના-મોટા, સાધ્ય-અસાધ્ય રોગોનાં માછલાં પણ મુસાફરોને હેરાન કરે છે. કોઈ કોઈ તો મગરમચ્છનાં ફાડેલાં ડાચાંમાં આખા ને આખા ઊતરી જતા દેખાય છે.. તો કોઈ એ માછલાંની પકડમાં ફસાયેલાં દેખાય છે. આ માછલાંઓરોગોથી મુસાફરો ડરે છે!
શોક-કાચબાઓ પણ સંસારસાગરમાં પડેલા છે, જે મુસાફરોને ઓછા હેરાન કરતા નથી.
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૭
જ્ઞાનસાર વિજળી :
જરા આકાશ સામે જુઓ. વીજળીના કડાકા બોલી રહ્યા છે.... કેવી ચમકે છે? કેટલી નજીક આવી જાય છે? દુર્બુદ્ધિ એ ગજબ વીજળી છે...હિંસાની બુદ્ધિ, જૂઠ-ચોરીની બુદ્ધિ, દુરાચાર-વ્યભિચારની બુદ્ધિ...માયા-લોભની બુદ્ધિ... આ વીજળીના ચમકારમાં જીવ અંજાઈ જાય છે! વાવાઝોડું ઃ
મત્સરમાં વાવાઝોડાં કેવાં આવે છે! ગુણવાન પુરુષ પર રોષ, તેનું નામ મત્સર. સંસારસમુદ્ર પર આવાં વાવાઝોડાં આવ્યાં જ કરે છે! નથી જોયું તમે? રોજનાં એ વાવાઝોડાંથી તમે ટેવાઈ ગયા હો, એટલે કદાચ એની ભયંકરતા નહીં સમજાય... પણ ગુણવાન પુરુષો પ્રત્યે રોષ નથી આવતો? તે વખતે મનમાં કેવો ઝંઝાવાત પેદા થાય છે? આ વાવાઝોડામાં જે ફસાયો, તેનું ગુણ-ધન ઊડી જાય.. ગુણોથી તે દૂરદૂર ફંગોળાઈ જાય.
ગર્જના :
દ્રોહની ગર્જનાઓ સંસારસમુદ્રમાં નિરંતર સંભળાતી રહે છે! પિતા પુત્રનો દ્રોહ કરે છે, પુત્ર પિતાનો દ્રોહ કરે છે! પ્રજા રાજાનો દ્રોહ કરે છે, રાજા પ્રજાનો દ્રોહ કરે છે! પત્ની પતિનો દ્રોહ કરે છે, પતિ પત્નીનો દ્રોહ કરે છે! શિષ્ય ગુરુનો દ્રોહ કરે છે, ગુરુ શિષ્યનો દ્રોહ કરે છે! ચારે તરફ દ્રોહની ભીષણ ગર્જનાઓ થઈ રહેલી છે. અવિશ્વાસ અને શંકાના વાતાવરણમાં સંસારસાગરના મુસાફરો અકળાઈ રહેલા છે.
વહાણવટીઓ :
સંસારસાગરમાં અનંત આત્માઓ રહેલા છે. પરંતુ સાગરની સપાટી પર વહાણોમાં માલ ભરી મુસાફરી કરનારા તો માત્ર મનુષ્ય જ છે! આ વહાણવટીઓ બિચારા સંસારસાગરની ભીષણતામાં ભીંસાઈ જાય છે. સંકટમાં પડેલા છે. તેમાંથી મોટા ભાગના વહાણવટીઓ તો પર્વતો સાથે ટકરાઈને સમુદ્રના તળિયે સમાધિ લે છે... કેટલાક આગળ વધે છે તો મધ્ય ભાગમાં આવેલા વડવાનળમાં બળીને સાફ થઈ જાય છે. કેટલાક પર વીજળી તુટી પડે છે. કેટલાક વાવાઝોડામાં સર્વસ્વ ખોઈ બેસે છે. બહુ જ થોડાં જીવો, કે જેમને આ ભયંકર ભવસાગરનું યથાર્થ જ્ઞાન છે અને જેઓ જ્ઞાનીને અનુસરે છે, તેઓ જ આ ભવસાગરને પાર કરી જાય છે. જ્ઞાનીપુરુષ આ સંસારસાગરને અતિ દારુણ જુએ છે. તેથી જ્યાં સુધી એ
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવોગ
૨૫૭
સંસારસાગરમાં હોય છે ત્યાં સુધી ખૂબ જ ઉદ્વિગ્ન રહે છે! સંસારસાગરના કોઈ પણ સુખમાં તે લોભાતો નથી! એનું તો એક જ લક્ષ : જલદી ભવસાગરને તરી જવો! તેનો સર્વપ્રયત્ન ભવસાગરને તરી જવાંનો જ હોય. મન, વચન અને કાયાથી તે સંતરણ માટે જ પ્રયત્ન કરતો હોય છે.
આટલું આત્મસાક્ષીએ તો વિચારો. ભવસાગરમાં ઠરવા જેવું, રહેવા જેવું છે શું? ક્યાંય સરળ માર્ગ છે? ક્યાંય નિર્ભયતા છે? ક્યાંય અશાંતિરહિત સુખ છે? પછી કેવી રીતે ભવસાગરમાં રહેવાનો વિચાર થાય? જ્યાં સ્વસ્થતા નથી, પ્રસન્નતા નથી, શાંતિનો શ્વાસ લેવાનો નથી, નિર્ભયતાનું વાતાવરણ નથી, ત્યાં રહેવાનો વિચાર પણ કંપાવી મૂકે છે! જ્યારે હિન્દુસ્તાનના અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓનું જીવન ત્યાં કેવું હતું? લાખો હિન્દુઓ ત્યાંથી હિન્દુસ્તાનમાં નાસી આવ્યા; હા, ઘર, હવેલીઓ ને બંગલાઓ ત્યાં મૂકીને નાસી આવ્યા; લાખો... કરોડોની સંપત્તિને છોડીને નાસી આવ્યા; સ્ત્રી-પુત્ર, પરિવારની પરવા કર્યા વિના આવ્યા! તેમને ત્યાં નિર્ભયતા ન લાગી, સલામતી ન લાગી... શાંતિનો શ્વાસ લેવાનું પણ ન દેખાયું... જીવનનું જોખમ લાગ્યું... ને તેઓ નાસી આવ્યા!
ભવસાગરથી નાસી છૂટવાની તમન્ના જાગી જાય... પછી માયા-મમતાનાં બંધનો તોડવાં સહેલાં થઈ જશે... તે માટે અહીં ભવસાગરની ભીષણતા બતાવવામાં આવી છે. તેને શાંત અને એકાંત સ્થાનમાં એકાગ્ર બની વિચારજો, રોજ-રોજ વિચારજો. જ્યારે આત્મામાં ભવસાગરનો ભય જાગી જશે, ત્યારે એને પાર કરી જવા તમે મન-વચન-કાયાથી તૈયાર થઈ જશો ને ત્યારે તમને કોઈ રોકી નહીં શકે.
तैलपात्रधरो यद्वत् राधावेधोद्यतो यथा ।
क्रियास्वनन्यचित्तः स्याद् भवभीतस्तथा मुनिः । । ६ । ।१७४ ।।
અર્થ : જેમ તેલના પાત્રને ધારણ કરનાર, (અને) જેમ રાધાવેધ સાધવામાં તત્પર-તે ક્રિયામાં અનન્ય ચિત્તવાળો હોય છે, તેમ સંસારથી ભય પામેલો સાધુ ચારિત્રક્રિયામાં એકાગ્ર ચિત્તવાળો હોય.
વિવેચન : એ માનતો હતો કે ‘મન ક્યારેય વશ ન થાય.'
બસ, મનની ચંચળતાને વર્ણવો તે નગરમાં ફરે. બધાની સાથે વિવાદ કરે. સાધુઓની સાથે પણ ચર્ચાઓ કરે. મનની સ્થિરતા એ માને જ નહીં. રાજાને ખબર પડી. રાજા તત્ત્વજ્ઞાની હતો. મનને વશ કરવાના ઉપાયો
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૨૫૮ જાણતો હતો. પેલાને બોધપાઠ આપવાનો વિચાર કર્યો. પેલા ભાઈ એક દિવસ રાજાની જાળમાં ફસાયા. રાજાએ એને ફાંસીની સજા કરી.
તેના હાંજાં ગગડી ગયા! “મૃત્યુની કલ્પનાએ ધ્રુજાવી દીધો. તે રાજાના પગમાં પડી રડી પડ્યો : “મને ફાંસીએ ન ચઢાવો.”
રાજાએ કહ્યું : “ગુનેગારોને સજા કરવી એ મારી ફરજ છે.” તેણે કહ્યું : “રાજા સજા કરે તેમ ક્ષમા પણ કરે.”
રાજાજીએ દયા બતાવી કહ્યું : “એક શરત માને તો સજા માફ કરું.’ પેલાએ કબૂલ કર્યું.
રાજાજીએ કહ્યું : “તેલથી ભરેલું. છલોછલભરેલું પાત્ર લઈને બધાં જ બજારોમાં ફરીને અહીં આવવાનું. તેલનું એક ટીપું પણ નીચે ન પડવું જોઈએ. જો એક પણ ટીપું પડશે તો ફાંસી માફ નહીં થાય. બોલ, છે કબૂલ?”
પેલાએ વાત કબૂલ કરી. રાજાના નિરીક્ષકો સાથે તે ઘેર ગયો. રાજાએ બજારમાં ઠેરઠેર નાટકો ગોઠવી દીધાં. બધાં જ દુકાનદારોને દુકાનો સજાવવાની આજ્ઞા કરી. ઠેરઠેર સુંદર વસ્ત્રધારી રૂપરાણીઓને ઊભી રાખી. પેલા ભાઈ તેલથી છલોછલ ભરેલું પાત્ર લઈ ઘેરથી નીકળ્યા. નિરીક્ષકો સાથે જ ચાલ્યા.
બજારોમાંથી પસાર થાય છે, પરંતુ પેલા તેલવાળા ભાઈ ક્યાંય આડુંઅવળું જોતા નથી! દુકાનોની શોભા જોવામાં તેમનું મન જતું નથી. નાટક જોવા તેમનું મન ખેંચાતું નથી. સ્ત્રીઓનાં રૂપ જોવા મન લલચાતું નથી... તેમની નજર તો પોતાના તેલ-પાત્ર પર જ છે! બધાં બજારોમાં ફરી તે રાજમહેલે આવ્યા. રાજાજીએ પૂછ્યું : “તેલનાં ટીપાં રસ્તામાં પડ્યાં?'
ના જી.” નિરીક્ષકોએ સાક્ષી આપી : “એક પણ ટીપું પડ્યું નથી.'
રાજાજી બોલ્યા : “એ બની જ ન શકે. મન ચંચળ છે, એ આડું-અવળું જોયા વિના ન રહે, ને આડુંઅવળું જુએ એટલે તેલપાત્ર છલકાયા વિના ન રહે!'
પેલો કહે : “રાજનું! સાચું કહું છું. મારું મન તેલના પાત્ર સિવાય ક્યાંય ગયું નથી. કોઈ જ બીજો વિચાર મનમાં પ્રવેશ્યો નથી!”
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯
ભવોગ
“મન શું એક વસ્તુમાં એકાગ્ર રહી શકે? “હા નાથ, માથે ફાંસીનો ભય ઝઝૂમે, પછી એકાગ્ર કેમ ન રહે?” “તો પછી જે સાધુપુરુષો, સાધકો...નિરંતર મૃત્યુના ભયને સામે જોતા હોય તેમનું મન ચારિત્રમાં સ્થિર રહે કે નહીં?” - પેલો ત્યારથી મનની સ્થિરતાનો ઉપાય સમજી ગયો. સંસારના અનંત જન્મ-મરણના ભયથી મુનિ પોતાની ચારિત્રક્રિયાઓમાં એકાગ્ર ચિત્તવાળા. હોય છે. સંસારનો ભય જોઈએ.
રાધાવેધ સાધનાર કેવી એકાગ્રતા સાધે છે! નીચે કુંડમાં જોવાનું. ઉપર થાંભલાની ટોચે પૂતળી ફરે... તેની છાયા પાણીમાં પડે... તે છાયા જોઈને ઉપર રહેલી પૂતળીની એક આંખ વીંધી નાખવાની! ફરતી પૂતળીની હોં! કેવી એકાગ્રતા જોઈએ? રાજ કન્યાઓને પરણવાની ઉત્કંઠાવાળો વીર પુરુષ આવા રાધાવેધ પૂર્વકાળમાં કરતો હતો. શ્રી જિનેશ્વર-અરિહંત પરમાત્માએ શિવસુંદરીને વરવા માટે આવી એકાગ્રતા સંયમ-આરાધનામાં કેળવવાનો ઉપદેશ આપ્યો છે. એકાગ્ર બન્યા વિના સંયમ આત્મસાતુ ન થાય.
विषं विषस्य वनेश्च बहिनरेव यदौषधम् ।
तत्सत्यं भवभीतानामुपसर्गऽपि यन्न भी: ।।७।।१७५ ।। અર્થ : “વિષનું ઓસડ વિષ છે, અને અગ્નિનું ઔષધ અગ્નિ છે, કારણ કે સંસારથી ભય પામેલાને ઉપસર્ગો પ્રાપ્ત થવા છતાં પણ ભય હોતો નથી. વિવેચન : આ કહેવત સાચી છે : વિષનું ઓસડ વિષ, અગ્નિનું ઔષધ અગ્નિ.” વિષ એટલે ઝેર. ઝેરનો ભય દૂર કરવા માટે ઝેરની દવા આપવામાં ભય નથી લાગતો, તેમ અગ્નિનો ભય દૂર કરવા અગ્નિનું ઔષધ આપવામાં ભય નથી લાગતો. તો પછી સંસારનો ભય દૂર કરવા માટે ઉપસર્ગોનું ઔષધ સેવવામાં ભય લાગે ખરો?
એટલે ધીર-વીર મુનિ ભગવંતો ઉપસર્ગોને ભેટવા સામે પગલે ચાલીને જાય!
ભગવંત મહાવીર શ્રમણ અવસ્થામાં ઉપસર્ગ સહેવા માટે અનાર્ય દેશમાં ગયા હતા! એમને કર્મોનો ભય દૂર કરવો હતો ને? શિકારી કૂતરાઓના * જુઓ પરિશિષ્ટ ૨૦.
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
જ્ઞાનસાર
ઉપસર્ગ સહ્યા. અનાર્ય પુરુષોના પ્રહારો સહન કર્યા... એવા તો કંઈક ઉપસર્ગ તેમણે સહન કર્યા... ભય ન લાગ્યો. ઔષધના સેવનમાં ભય શાનો?
રોગનો ભય દૂર કરવા માણસો મુંબઈ-કલકત્તા નથી જતા? ત્યાં ડૉક્ટર ઑપરેશન કરે, છરીથી પેટ ચીરે, પગ કાપે, આંખને ખોલી નાખે... છતાં દર્દીને ભય નથી લાગતો! સામે પગલે જઈને શરીર ચિરાવે છે! પણ તેમાં તે રોગનો ભય નિવારાતો જુએ છે!
પછી બંધક મુનિ પોતાના શરીરની ચામડી ઊતરડી લેતા રાજસેવકો પર રોષ શાના કરે? એમને એ ઑપરેશન લાગ્યું! એ ઑપરેશનથી ભવનો ભય નિવારાતો લાગ્યો.
અવંતિસુકુમાલે શરીરને શિયાળણીના હાથે-મોંઢે ચવાઈ જવા દીધું. શિયાળણીને શરીરનું માંસ ખાવા દીધું, લોહી પીવા દીધું...મેતારજ મુનિએ સોનીને ચામડાની વાધર પોતાના માથે બાંધવા દીધી... એ ભય એમના સંસારભયનું નિવારણ કરતો હતો!
ભગવંત મહાવીરે ગોવાળિયાને કાનમાં ખીલા ઠોકવા દીધા, સંગમને કાળચક્ર મૂકવા દીધું... પગમાં ખીર રાંધવા દીધી. એ ભય એમના ભવરોગના ભયનો નાશ કરતો હતો.
ભગવંતે મુનિઓને ઉપસર્ગો સહેવાનો ઉપદેશ આપ્યો, તે શા માટે? મુનિઓ સંસારભયને દૂર કરવા સાધના કરે છે, તે સંસારભયનું ઉપસર્ગોમાં ‘ઑપરેશન' થઈ જાય છે! સંસારભય દૂર થઈ જાય છે. ઑપરેશન કરનાર ડૉક્ટર પર દર્દીને રોષ થતો નથી! એ તો ઉપકારી લાગે છે. માટે બંધક મુનિને રાજસેવકો ઉપકારી લાગ્યા... અવંતિસુકુમાલને શિયાળણી ઉપકારી લાગી...મેતારજ મુનિને સોની ઉપકારી લાગ્યો.
હા, ઑપરેશન કરતો ડૉક્ટર દર્દીને જો દુષ્ટ લાગે, અનુપકારી લાગે... ને વલોપાત ક૨વા લાગે, તો ઑપરેશન બગડી જાય છે! તેમ ઉપસર્ગ વખતે જો ઉપસર્ગ કરનાર દુષ્ટ લાગે, તો મનની સમતા તૂટી જાય અને સંસારનો ભય વધી જાય. ખંધકસૂરિજીને પાલક ‘ડૉક્ટર' ન લાગ્યો, પણ દુષ્ટ પુરુષ લાગ્યો. તો સંસારનો ભય દૂર ન થયો! તેમના શિષ્યો માટે ‘પાલક' સહાયક બની ગયો!
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવોગ
૨૩૧ ઉપસર્ગો સમતાભાવે સહન કરવાના છે. તેનાથી ભવરોગ ઝડપથી દૂર થાય છે. ઈરાદાપૂર્વક ઉપસર્ગ સહન કરવા આપણે ન જઈએ, પરંતુ આવી પડેલાં ઉપસર્ગને સહર્ષ સમતાભાવે સ્વીકારી લઈએ તો પણ કામ થઈ જાય.
નાનું બાળક પરેશનના હૉલમાં જતાં ડરે છે! હાથમાં છરી લઈ ઊભેલા બુરખાધારી ડૉક્ટરને જોઈ ચીસ પાડી ઊઠે છે. કારણ? એને પોતાના રોગની ભયાનકતા સમજાતી નથી. એને ડૉક્ટર રોગનિવારણ કરનાર સમજાતો નથી, તેમ જીવો બાળક જેવી અવિકસિત બુદ્ધિવાળા હોય છે. તેઓ ઉપસર્ગનો પડછાયો જોતાં ચીસ પાડી ઊઠે છે! ઉપસર્ગની ઉપકારિતા તેઓ સમજી શકતા નથી.
તાત્પર્ય એ છે કે ઉપસર્ગ સહન કરવાના છે. તેથી જ ભવનો ભય દૂર થવાનો છે.
स्थैर्यं भवभयादेव व्यवहारे मुनिव्रजेत् ।
स्वात्मारामसमाधौ तु तदप्यन्तर्निमज्जति ।।८।।१७६ ।। અર્થ : વ્યવહારનયથી સંસારના ભયથી જ સાધુ સ્થિરતા પામે. પરંતુ પોતાના આત્માની રતિરૂપ સમાધિમાં તે ભય પણ અંદર વિલીન થાય છે. વિવેચન : સંસારનો ભય?
શું સંસારનો ભય મુનિએ રાખવો જોઈએ? તે ભય મુનિની ચારિત્રસ્થિરતામાં કારણ છે?
હા, ચાર ગતિના પરિભ્રમણરૂપ સંસારનો ભય મુનિને જોઈએ. તો જ તે ચારિત્રમાં સ્થિર બને. “મારે સંસારની, નરક, તિર્યંચ વગેરે ગતિમાં ભટકવું પડશે, જો હું ચારિત્રની આરાધનામાં પ્રમાદી બનીશ તો.' - આ વિચાર મુનિને હોવો જોઈએ. આ વિચાર તેને
ઇચ્છાકારાદિ સામાચારીમાં અપ્રમત્ત રાખે છે. ક્ષમાદિ દશવિધ યતિધર્મમાં ઉજમાળ રાખે છે. નિર્દોષ “ભિક્ષાચર્યામાં જાગ્રત રાખે છે.
મહાવ્રતોના પાલનમાં અતિચારમુક્ત બનાવે છે. આ સમિતિ-ગુપ્તિના પાલનમાં ઉપયોગશીલ બનાવે છે.
આત્મરક્ષા, સંયમરક્ષા ને પ્રવચનરક્ષામાં ઉદ્યમી બનાવે છે. ૧૪. જુઓ પરિશિષ્ટ ૨૨.૧૫. જુઓ પરિશિષ્ટ ૨૧.૧૬ જુઓ પરિશિષ્ટ.
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
જાનુસાર સંસારના ભયથી પ્રાપ્ત થતી સંયમપાલનની અપ્રમત્તતા ઉપાદેય છે. “મારે સંસારમાં ભટકવું પડશે.' - આવો ભય તે આર્તધ્યાન નથી, પરંતુ ધર્મધ્યાન છે.
હા, જ્યારે મુનિ આત્માની નિર્વિકલ્પ સમાધિમાં લીન થાય, ત્યારે પેલો સંસારભય તે સમાધિમાં પોતાના અસ્તિત્વને વિલીન કરી દે છે. અલગ અસ્તિત્વ રાખતો નથી. તે મોક્ષ અને સંસારમાં નિઃસ્પૃહ હોય છે.. મોક્ષ મેળવવાનો વિચાર નહીં, સંસારના ભયની અકળામણ નહીં!
‘मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः'। જ્યારે એવી આત્મસમાધિ, નિર્વિકલ્પ...કોઈ જ માનસિક વિચાર વિના પ્રાપ્ત થાય, ત્યારે સંસારનો ભય રહેતો નથી; એવી આત્મદશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંસારનો ભય હોવો જ જોઈએ. મુનિએ પણ એ ભય રાખવાનો છે.
મુનિએ મુનિપણું લીધું, તેટલા માત્રથી તેણે દુર્ગતિ પર વિજય મેળવી લીધો છે, તેમ મુનિએ ન માનવું જોઈએ, બેફિકર ન બનવું જોઈએ. જો મુનિ ભવભ્રમણના ભયને ત્યજી દે તો - જ શાસ્ત્ર-સ્વાધ્યાયમાં પ્રમાદ કરે.
વિકથાઓ (સ્ત્રી-ભોજન-દેશ-રાજકથા)માં પડી જાય. » દોષિત ભિક્ષા લાવે. ડગલે ને પગલે રાગ-દ્વેષ કરે.
મહાવ્રતોના પાલનમાં અતિચાર લગાડે. આ સમિતિ-ગુપ્તિ ન પાળે. માન-સન્માન અને કીર્તિની એષણામાં પડે. જન-જન માટે પ્રયત્ન કરે.
સંયમક્રિયાઓમાં શિથિલ બને. અનેક અનિષ્ટોનો ભોગ બની ભવના ભીષણ ભયમાં જઈને પડે, માટે ભવનો ભય.. દુર્ગતિપતનનો ભય મુનિએ રાખવો જ જોઈએ.
અહીં તો પૂજ્ય ઉપાધ્યાયજીએ સંસારને સમુદ્રની જ એક ઉપમા આપી છે. પરંતુ “અધ્યાત્મસાર'માં તેઓએ સંસારને અનેક ઉપમાઓ આપી છે : સંસાર વન છે, કારાવાસ છે, સ્મશાન છે, કૂવો છે... વગેરે. ભવસ્વરૂપનું
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભવોર્ટુગ
૨૭૩
ચિંતન આમ અનેક રીતે કરવાનું તેઓશ્રી કહે છે ભવની અસારતા સમજાયા વિના ભવનાં વૈયિક સુખોની આસક્તિ ન તૂટે; ભવનો રાગ તૂટ્યા વિના ભવનાં બંધનો તોડવાનો મહાન પુરુષાર્થ ન થાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
கை
પરંતુ તે માટે ભવસ્વરૂપના ચિંતનમાં ડૂબી જવું પડે, તન્મય બની જવું પડે, ભવસાગરનાં કાંઠે જઈને એ સાગરની ભયંકરતા જોજો. ભવસ્મશાનના એક ખૂણે ઊભા રહી, એ સ્મશાનની રુદ્રતા જોજો. ભવ-કારાગારના સળિયા પાસે ઊભા રહી કારાગારની વેદનાઓ જોજો. ભવકૂપના કાંઠે ઊભા રહી કૂવાની ભયજનકતા જોજો. તમે ચીસ પાડી ઊઠશો...તમારે અંગે-અંગે પસીનો છૂટી જશે... તમે થરથર ધ્રૂજી ઊઠશો. ‘ઓ અરિહંત... ઓ વીતરાગ...' કરતા એ અનંત કૃપાનિધિના શરણે જશો.
For Private And Personal Use Only
-
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લોકસંજ્ઞાત્યાગ
જ્ઞાનીને અજ્ઞાનીનાં ધોરણ ન ખપે! અજ્ઞાનતાના અંધકારમાં ડૂબેલી દુનિયામાં રહેલો જ્ઞાનીપુરુષ દુનિયાના પ્રવાહમાં ન વહી જાય. એ તો મક્કમ પગલે પોતાના જ્ઞાનનિર્ધારિત માર્ગે ચાલ્યો જાય. લોકથી એ બેપરવાહ હોય. લોકની ખુશી-નાખુશી ઉપર એ ન વિચારે, એનું ચિંતન જ્ઞાનપૂર્વકનું હોય. લોકપ્રવાહ...લોકસંજ્ઞા...લોકમાર્ગથી તત્ત્વજ્ઞાની કેવી રીતે દૂર રહે છે, તે આ અષ્ટકમાં વાંચો.
23
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
લોકસંજ્ઞાત્યાગ
લોકસંજ્ઞાની મહી નદીમાં મુનિ ન તણાય, એ તો સામા પ્રવાહે ચાલનારો વીર હોય છે. લોકોત્તર માર્ગે ચાલતો તે મુનિ શાસ્ત્રદૃષ્ટિવાળો હોય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૫
લોકસંશાત્યાગ
प्राप्त: षष्ठं गुणस्थानं भवदुर्गादिलङ्घनम् ।
નોરંજ્ઞારતો ન બુનિર્ણાવકોત્તર સ્થિતિઃ II9T199છો! અર્થ : સંસારરૂપ વિષમ પર્વતનું ઉલ્લંઘન છે જેમાં, એવા છઠ્ઠા ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલો, લોકોત્તર માર્ગમાં સ્થિતિ જેની છે એવો સાધુ, લોકસંજ્ઞામાં પ્રીતિવાળો ન હોય. વિવેચન : મુનિરાજ, તમે કોણ છો?
તમે તમારા વ્યક્તિત્વને નિહાળશો, પછી “લોકસંજ્ઞા'માં તમને પ્રીતિ નહીં થાય! જુઓ, અહીં તમારી ઉચ્ચ આત્મસ્થિતિ બતાવવામાં આવી છે.
(૧) તમે છઠ્ઠા ગુણસ્થાનકે છો. (૨) લોકોત્તર માર્ગમાં રહેલા છો.
“હું છઠ્ઠા ગુણસ્થાનકે રહેલો છું' - આ વાત સદેવ સ્મૃતિપટ પર અંકિત રહેવી જોઈએ... “મેં પહેલાં પાંચ ગુણસ્થાનક વટાવી દીધેલાં છે, એટલે હવે મારાથી કુદેવ-કુગુરુ-કુધર્મ તરફ શ્રદ્ધાની દૃષ્ટિથી જોવાય પણ નહીં; મારાથી દહીં-દૂધિયા પણ ન થવાય... હું મિશ્ર ગુણસ્થાનકે નથી! “જિનોક્ત તત્ત્વો જ સાચાં', એવી મારી દૃઢ માન્યતા હોવી જોઈએ.. હું ગૃહસ્થ નથી... એટલે ગૃહસ્થ જેવું મારું વર્તન ન હોવું જોઈએ. હું અણુવ્રતી નથી, પરંતુ મહાવ્રતી છું. બાર વ્રતધારી શ્રાવક પણ સર્વ પાપોને ત્રિવિધે-ત્રિવિધે ત્યજી શકતો નથી, જ્યારે મેં સર્વ પાપોને ત્રિવિધ ત્રિવિધ (મન-વચન-કાયાથી, કરવેકરાવવું-અનુમોદવું) ત્યજી દીધાં છે. મારા માટે એવા જ આત્માઓનો સંપર્ક હિતકારી છે કે જેમણે મારી જેમ સર્વ પાપોને ત્રિવિધે-ત્રિવિધે ત્યજી દીધાં છે... પાપોના ત્યાગ સાથે મેં સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવાની, દેવ-ગુરુ અને સંઘની સાક્ષીએ, આત્માની અનુભૂતિથી પ્રતિજ્ઞા કરી છે. એટલે મારે એવા જ ઉત્તમ આત્માઓનો સહવાસ પસંદ કરવો જોઈએ કે જેઓ સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં ઓતપ્રોત
હોય.'
મહામુનિ, તમારે આ રીતે વિચારવું જોઈએ, જેથી તમે પાપોમાં આસક્ત અને મિથ્યા કલ્પનામાં મસ્ત જીવોના સહવાસથી, પરિચયથી અને એમને ખુશ કરવાની વૃત્તિથી બચી જશો. “હું લોકમાર્ગમાં રહેલો નથી, હું તો લોકોત્તર માર્ગ પર ચાલી રહ્યો છું.
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાનુસાર
૨૬૬ લોકનો માર્ગ જુદો, લોકોત્તર જિનમાર્ગ જુદો, લોકમાર્ગ મિથ્યા ધારણાઓ પર ચાલે છે. લોકોત્તર માર્ગ કેવળજ્ઞાની વીતરાગ ભગવંતનો બતાવેલો નિર્ભય માર્ગ છે... લોકોત્તર માર્ગ છોડી મારે લૌકિક માર્ગ પર ન જવું જોઈએ. મારે લોકો સાથે કોઈ સંબંધ નથી. લૌકિક માર્ગમાં રહેલાઓ સાથેના મારા તમામ સંબંધોનો મેં વિચ્છેદ કર્યો છે. તેમના સહવાસમાં આવવાનું નહીં, તેઓ કહે તેમ કરવાનું નહીં. તેમના આદર્શો, તેમની કલ્પનાઓ, તેમની ધારણાઓ જુદી, મારા આદર્શો જુદા, મારી કલ્પનાસૃષ્ટિ જુદી, મારી ધારણાઓ જુદી. હું જિનમાર્ગને અનુસરીશ, લોકમાર્ગને નહીં. પ્રત્યેક પ્રસંગમાં કે ઘટનામાં હું જિનેશ્વરને જ ખુશ કરવા પ્રયત્ન કરીશ, લોકને ખુશ કરવા નહીં. લોકને ખુશ કરવાનું મારે કોઈ પ્રયોજન પણ નથી ને!'
“સંસારના વિષમ પહાડને ઓળંગીને હું છઠ્ઠા ગુણસ્થાનકે પહોંચી ગયો છું. હું લોકોત્તર માર્ગમાં રહેલો છું; મારાથી લોકસંજ્ઞામાં પ્રીતિ કેમ જ થાય? લોકસંજ્ઞામાં વળી એ સંસારના વિષમ પહાડ ઉપર ચઢવાનું થાય છે. અનેક માનસિક વિષમતાઓ એ લોકમાર્ગમાં ભૂતાવળની જેમ ઘેરી વળે છે. હું લોકોત્તર માર્ગના આદર્શોને અનુસરીશ. મારાં મન-વચન-કાયાને એ આદર્શોની પાછળ ખર્ચી નાખશ. લોકો તરફ જોવાનું મારે કોઈ જ પ્રયોજન નથી. લોકો વૈષયિક સુખોમાં રાચે છે, મારે તો પૂર્ણ નિષ્કામ બનવું છે. લોકો જડ સંપત્તિના વૈભવથી પોતાની મહત્તા આંકે છે, મારે તો અંતરંગ-જ્ઞાન-દર્શનચારિત્રની સંપત્તિથી આત્માની ઉન્નતિ કરવી છે. લોકો બહિદૃષ્ટિ છે, મારે જ્ઞાનદષ્ટિનો વિકાસ સાધવો છે. લોકો અજ્ઞાન તરફ દોટ મૂકી રહેલા છે, મારે કેવળજ્ઞાન તરફ આગળ વધવું છે. લોકોને અને મારે મેળ જ ક્યાં મળે? માટે હું તો મારું છછું ગુણસ્થાનક વધુ સ્થિર કરીશ.. હા, સાતમેઆઠમે... આગળ-આગળનાં ગુણસ્થાનકે જવા પ્રયત્ન કરીશ, પરંતુ પાછળ જવાની મારી ઈચ્છા નથી. લોકસંજ્ઞામાં હું મારું પતન નહીં થવા દઉં.”
यथा चिन्तामणि दत्ते बठरो बदरीफलैः ।
हहा जहाति सद्धर्म तथैव जनरजनैः ।।२।।१७८ ।। અર્થ : જેમ મૂર્ખ બોરના મૂલ્ય ચિંતામણિરત્ન આપે છે, તેમ જ મૂઢ, અરે! લોકરંજન કરવા દ્વારા સદ્ધર્મને ત્યજે છે.
વિવેચન : એક હતો મૂર્ખ ભરવાડ.
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૭
લોકસંશાત્યાગ જંગલમાં રોજ ઢોર ચરાવવા જાય.
એક દિવસ તેને ચિંતામણિરત્ન જડ્યું. તેને એ પથ્થર ખૂબ ગમી ગયો. તેણે પોતાની બકરીના ગળે એ બાંધી દીધો. સાંજે ઢોર ચરાવી ભરવાડ ગામમાં આવ્યો. ગામના ઝાંપે બોર વેચાતાં હતાં. ભરવાડને બોર જોઈને મોઢામાં પાણી આવ્યું. “બોરવાળી; મને બોર આપ!” મફત ન મળે.'
ભરવાડ પાસે પૈસા ન હતા. તેણે બકરીના ગળે બાંધેલું ચિંતામણિરત્ન જોયું. બોરવાળીને રત્ન આપી બોર ખરીદ્યાં, બોરવાળીએ ચિંતામણિરત્ન જોયું. તેણે ઓળખ્યું નહીં. ત્યાંથી એક ઝવેરી શેઠ જતા હતા. ચિંતામણિરત્નને તેમણે ઓળખ્યું. થોડા પૈસા આપી શેઠે રત્ન ખરીદી લીધું!
ધર્મને આપી લોકપ્રશંસા ખરીદનાર પેલા ભરવાડ જેવો જ ને? ધર્મ ચિંતામણિરત્ન કરતાં પણ વિશેષ છે! એ અચિંત્ય ચિંતામણિ છે. મનુષ્યના મનમાં જેનો વિચાર પણ ન આવી શકે તેવી દિવ્ય અને અપૂર્વ ભેટ સદ્ધર્મચિંતામણિ આપે છે. એ સદ્ધર્મને લોકપ્રશંસા... લોકરંજન માટે આપી દેનાર ભરવાડ કરતાં પણ વધુ મૂર્ણ છે.
તારી પાસે સદ્ધર્મ છે; એ અચિંત્ય ચિંતામણિ છે, એ તું જાણે છે? સદ્ધર્મને તું શું સમજી બેઠો છે? જે સદ્ધર્મથી આત્માની અનંત સંપત્તિ મેળવી શકાય છે, તે સદ્ધર્મને તું લોકપ્રશંસા માટે વેચી રહ્યો છે? લોકો ભલે તને તપસ્વી કહે, વિદ્વાન કહે, બ્રહ્મચારી કહે, પરોપકારી કહે, બુદ્ધિશાળી કહે, પરંતુ જ્ઞાની સજ્જન પુરુષોની દૃષ્ટિએ તે વાસ્તવમાં મૂર્ખ છે. તેં ધર્મનો ઉપયોગ લોકપ્રશંસા મેળવવા માટે કર્યો-એ જ મૂર્ખતા છે!
અરે, મૂર્ખતાની કોઈ હદ છે? કોઈને તું સદ્ધર્મ દ્વારા લોકપ્રશંસા મેળવતો જુએ છે, તને તે મહાન લાગે છે ને તારી જાત તને હલકી.. ઊતરતી લાગે છે! તને પણ લોકપ્રશંસા અને લોકોનાં અભિનંદન ઝીલવાના કોડ જાગે છે! સદ્ધર્મની પ્રાપ્તિ, સદ્ધર્મની આરાધનાથી તને સંતોષ, આનંદ કે તૃપ્તિ થતી
નથી!
તું તપશ્ચર્યા કરે છે! તપ એ સદ્ધર્મ છે. એ તપશ્ચર્યા દ્વારા તું લોકોની પ્રશંસા નથી ચાહતો ને? તે સ્વયં તપની જાહેરાત દ્વારા લોકો મારી પ્રશંસા કરે...” એવી ચાહના નથી રાખતો ને? તું દાન દે છે! દાન એ સદ્ધર્મ છે. તું
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
જ્ઞાનસાર દાન દ્વારા તારી પ્રશંસા... લોકપ્રશંસા મેળવવા નથી ઝંખતો ને? દાન દેવા માત્રથી ખુશ થાય છે? ના, દાનથી બીજા લોકો પ્રશંસા કરે ત્યારે જ ખુશ થાય છે ને?
જ્ઞાન મેળવવાથી આનંદ આવે છે કે બીજાઓ તને “જ્ઞાની વિદ્વાન' કહે ત્યારે આનંદ આવે છે?
બ્રહ્મચર્યનું પાલન કરવાથી પ્રસન્નતા મળે છે કે બીજાઓ જ્યારે તને બ્રહ્મચારી” કહે ત્યારે આનંદ આવે છે?
સદ્ધર્મના માધ્યમથી તું લોકપ્રશંસા મેળવવા ચાહે છે, તો તું ચિંતામણિરત્ન આપી બોર ખરીદનાર ગમાર ભરવાડ કરતાં વધુ બુદ્ધિશાળી કેવી રીતે? હા. તું સદ્ધર્મ દ્વારા લોકપ્રશંસા મેળવવા ચાહતો નથી, પરંતુ તારું પુણ્યકર્મ એવું છે કે લોકો તારી પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી; તો એમાં તું ગુનેગાર બનતો નથી. પરંતુ તારે આ આદર્શ તો રાખવાનો જ કે “આ પ્રશંસા પુણયજન્ય છે. એમાં ખુશી માનવાની જરૂર નથી, કારણ કે પુણ્ય પૂરું થઈ જતાં પ્રશંસકો જ નિંદકો બની જશે! જો પ્રશંસામાં ખુશી થઈ છે તો નિંદામાં દુ:ખ થવાનું જ.”
તમે સદ્ધર્મની આરાધના કરો છો, તમને લોકપ્રશંસા નથી મળતી, તેથી તમે નિરાશ ન થશો. સદ્ધર્મનું ફળ લોકપ્રશંસા નથી! લોકો પાસે તમારા સદ્ધર્મની કદર કરાવવાની ભાવના ન રાખશો. સદ્ધર્મની આરાધના દ્વારા તમારે તમારા આત્માને નિઃસ્પૃહ મહાત્મા બનાવવાનો છે; કર્મનાં બંધનો તોડવાનાં છે, આત્માને પરમાત્મા બનાવવાનો છે. લોકપ્રશંસાના વ્યામોહમાં જ ફસાઈશ તો તારા આ ભવ્ય આદર્શોની તત્કાલ કબર ખોદાશે; માટે ખૂબ સાવધાન બની સદ્ધર્મની આરાધના કર.
लोकसंज्ञामहानद्यामनुस्त्रोतोऽनुगा न के।
प्रतिस्रोतोऽनुगस्त्वेको राजहंसो महामुनिः ।।३।।१७९ ।। અર્થ : લોકસંજ્ઞારૂપ મોટી નદીમાં લોકપ્રવાહને અનુસરનારા કોણ નથી? સામે પ્રવાહે ચાલનાર રાજહંસ જેવા એક મુનીશ્વર છે. વિવેચન : એક મોટી નદી છે...
ગંગા, જમના, નર્મદા અને મહી નદી કરતાંય મોટી, જે દિશામાં એ મહા નદીઓ વહે છે, એ પ્રવાહમાં.. અનુકૂળ દિશામાં તે સહુ તણાય છે, સહુ
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકસંજ્ઞાત્યાગ
૨૬૯ મુસાફરી કરે છે. પરંતુ પ્રતિકૂળ દિશામાં સહુ મુસાફરી ન કરી શકે. ધસમસતા પ્રવાહની સામે તરવું એ સહુનાં ગજ નહીં!
લોકસંજ્ઞા-મહા નદીના લોકપ્રવાહમાં તરવું, મુસાફરી કરવી, એમાં કોઈ વિશેષતા નથી. ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, વિકથાઓ કરવી, પરિગ્રહ ભેગો કરવો, ભોગસુખ ભોગવવાં, બંગલા બાંધવા ને મોટરો વસાવવી; સ્ત્રી-પુત્ર અને પરિવારને પોતાનાં માનવાં.... શરીરને સ્વચ્છ રાખવું, વસ્ત્રો ને અલંકાર પહેરવાં... આ બધું જ સહજ-સ્વાભાવિક છે. આમાં કોઈ જ આશ્ચર્ય નથી.
અજ્ઞાન, મોહ અને દ્વેષમાં ફસાયેલી દુનિયાના ડાહ્યા ગણાતા માણસો લૌકિક આદર્શો, છીછરાં ધોરણો અને વિવેકહીન વલણો લઈને ફરતા હોય છે. મુનિએ એ આદર્શો, ધોરણો કે વલણોમાં ફસાવું ન જોઈએ.
લોકપ્રવાહનાં કેટલાંક આધુનિક ધોરણો આવાં છે : (૧) સાધુઓએ સમાજની સેવા કરવી જોઈએ. દવાખાનાં બંધાવવાં, સ્કૂલો ખોલાવવી વગેરે.
(૨) સાધુઓએ ગંદા-મેલાં કપડાં ન પહેરવાં જોઈએ, સ્વચ્છ અને સારાં કપડાં પહેરવાં જોઈએ.
(૩) સાધુઓએ ધર્મના પ્રચાર માટે મોટર, ટ્રેન, એરોપ્લેન, દરિયાઈ જહાજ વગેરેમાં બેસીને દેશ-વિદેશમાં ફરવું જોઈએ.
(૪) સાધુઓએ બહુ પ્રતિજ્ઞાઓ ન આપવી જોઈએ. (૫) સાધુઓએ બહુ દીક્ષાઓ ન આપવી જોઈએ. (ક) સાધુઓએ નાનાં બાળકોને દીક્ષા ન આપવી જોઈએ.
આ બધો લોકપ્રવાહ છે! જો આત્મા જાગ્રત ન હોય અને જ્ઞાનદૃષ્ટિ ખુલ્લી ન હોય તો આ વાતોમાં સાધુ ખેંચાયા વિના ન રહે... શિષ્ટ અને સદાચારી સમાજરચનાનો ધ્વંસ કરવા પણ આવા જ લોકપ્રવાહ વહેતા થયા છે. સુશિક્ષિતાના નામે, સુધારાના નામે કેટલીક ગંદી, બીભત્સ અને સમાજને બરબાદ કરનારી વાતો વહેતી થઈ છે.
(૧) વસ્તી વધી ગઈ છે, અનાજ નહીં મળે, માટે સંતતિ-નિયમન કરો, વધુ બાળકો ન જન્મે તે માટે ઓપરેશન કરાવી નાખો. આંકડીઓ મુકાવો...' - આવો રાષ્ટ્રવ્યાપી પ્રચાર કરી મનુષ્યને દુરાચારી, વ્યભિચારી બનાવવાની યોજના ચાલી. લોકપ્રવાહમાં ખેંચાનારાઓ આમાં ફસાય છે.
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
શાનિસાર (૨) વિધવાઓને ફરી પરણવાની છૂટ જોઈએ! (૩) છોકરા-છોકરીઓ સાથે ભણે, તેમાં શું વાંધો! (૪) સિનેમા જવાથી મનોરંજન થાય છે. (૫) સંસારમાં રહીને પણ ધર્મ થાય છે...મોક્ષ મળે છે.
આ બધી માન્યતાઓ લોકસંજ્ઞામાં આવે છે! મુનિ આ બધી માન્યતાઓના પ્રવાહમાં તણાય નહીં, પરંતુ એના ઊંધા જ પ્રવાહ ચાલે! નીડરતાપૂર્વક ચાલે...એ આવી વાતોમાં લોકોની પરવા ન કરે. એ તો જિનેશ્વર ભગવંતે બતાવેલા મોક્ષમાર્ગને જ અનુસરે. ભગવંતની વાતો કરતાં પોતાની બુદ્ધિને કદીયે વધુ મહત્ત્વ ન આપે. એ લોકપ્રવાહમાં ઊભો રહી, લોકોની અજ્ઞાનતાને દૂર કરે, મોહને દૂર કરે. એમને સત્ય મોક્ષમાર્ગ બતાવવા નિરંતર પુરુષાર્થ કરે.
મુનિ તો રાજહંસ છે... એ મોતીનો જ ચારો ચરે. ઘાસ એ ન ખાય..કાદવ એ ન ચૂંથે! કાદવ ચૂંથતા અને ઘાસ ખાતા જીવો પ્રત્યે કરુણા ઊભરાય. તેઓને તેમાંથી મુક્ત કરવા પ્રયત્ન કરે, એમના ભેગો ન બેસી જાય.
અજ્ઞાન જીવોની વાતો સાંભળીને ઝટ એમાં “મg' મારવાની કુટેવને છોડી દેવી જોઈએ. તેથી મુનિજીવનની મર્યાદામાં રહી શકાશે, અને મોક્ષમાર્ગની આરાધનામાં આગળ વધી શકાશે. લોકસંજ્ઞા ત્યજવા માટે નિઃસ્પૃહતા, નીડરતા અને નિર્ભયતા જોઈએ, તે બધાંના મૂળમાં જ્ઞાનદષ્ટિ જોઈએ.
लोकमालम्ब्य कर्तव्यं कृतं बहुभिरेव चेत् ।
तदा मिथ्यादशां धर्मो न त्याज्य: स्यात् कदाचन ।।४।।१८०।। અર્થ : લોકને અવલંબીને જો ઘણા માણસોએ જ કરેલું કરવા યોગ્ય હોય તો મિથ્યાષ્ટિઓનો ધર્મ કદી પણ તજવાયોગ્ય ન હોય.
વિવેચન : જેમની દૃષ્ટિ સ્વચ્છ ન હોય, જેમની દષ્ટિ નિરાગ્રહી ન હોય, જેમની પાસે “કેવળંજ્ઞાન” નો પ્રકાશ ન હોય, જેમના રાગ અને દ્વેષ દૂર ન થયા હોય... તેવાં જીવોએ પોતાની બુદ્ધિના બળે, થોડાં ભક્તોના બળે અને થોડી
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકસંશાત્યાગ
૨૭૧ સાધનાના પ્રતાપે મતો કાઢેલા છે... એ મતોને “મિથ્યામત' કહેવામાં આવે છે. મિથ્યાદૃષ્ટિમાં વિશ્વનાં વાસ્તવિક તત્ત્વોનું દર્શન ન થાય... બધું જ ઊંધું ને અવળું દેખાય, છતાં એને માને સીધું ને સવળું! વિશ્વમાં આવા અનેક મતો છે... તે મતોને અનુસરનાર પણ ઘણા હોય છે.
ઘણા અનુસરનારા હોય તે મત સાચો' એવી માન્યતા પણ ખોટી છે. સાચા મતને અનુસરનારા દુનિયાના વધુ માણસો ન હોય, થાડાં માણસો જ હોય. એટલું જ નહીં, પણ અસત્ય અને અવાસ્તવિક મતને અનુસરનારા ઘણા જ માણસો હોય! સત્ય અને વાસ્તવિક માર્ગને અનુસરવાની શક્તિ દુનિયામાં બહુ થોડાં જીવો ધરાવતા હોય છે. - હવે જો એમ માની લેવામાં આવે કે “જે ઘણા કરે તે આપણે કરવું...” તો એ કરવાનું સત્યપૂર્ણ થશે કે અસત્યપૂર્ણ? “દુનિયાના મોટા ભાગના જીવોને શું ગમે છે? દુનિયાના મોટા વર્ગની અભિરુચિ શું છે? - આ જોઈને જે ધર્મના સિદ્ધાંતો કે મત પ્રવર્તાવે છે, તે સાચો હોઈ જ ન શકે. દુનિયાના જીવોને ભોગ ગમે છે! દુનિયાના જીવોને હિંસા, જૂઠ, ચોરી, દુરાચારવ્યભિચાર અને પરિગ્રહ ગમે છે! દુનિયાના જીવોને સારું સાંભળવાનું, રૂપ જોવાનું, રસ ચાખવાનું, ગંધ લેવાનું, મુલાયમ સ્પર્શ કરવાનું ગમે છે! બસ, એને જે ગમે છે તે કરવા દઈ, તમે કોઈ ધર્મની જાળ એના પર બિછાવી દો... એ ધર્મ જગતના વધુ જીવો પસંદ કરશે, એવો ધર્મ શું આત્માનું કલ્યાણ કરી શકે? એવો ધર્મ જગતના જીવોને દુઃખોથી મુક્ત કરી શકે? એવો ધર્મ નિર્વાણ સુખ આપી શકે?
જે દુર્ગતિમાં પડતા જીવને બચાવી ના શકે તેને ધર્મ કહેવાય ખરો? આત્મા પરનાં કર્મનાં અનાદિ બંધનોને તોડી ન શકે, તેને શું ધર્મ કહેવાય? દુનિયાનો મોટો માનવસમૂહ હમેશાં અજ્ઞાની જ રહેલો છે? ભગવંત મહાવીરદેવના સમયમાં ગોશાળાના અનુયાયીઓની સંખ્યા મોટી હતી. તેથી શું ગોશાળાનો મત સ્વીકાર્ય બની શકે ખરો? “ઘણા જે આચરે તે આચરવું'-આ માન્યતા અજ્ઞાનમૂલક છે.
આજે વ્યાખ્યાનમાં પણ કેટલોક વ્યાખ્યાતાવર્ગ આ પ્રમાણે વિચારતો થયો છે : ઘણા લોકો શું ચાહે છે? તે બોલો...” લોકરુચિને અનુસરવામાં, લોકહિતનો વિચાર રહેતો નથી. લોકોની રુચિ હમેશાં આત્મવિમુખ રહેલી છે, જડસન્મુખ રહેલી હોય છે. એ લોકરુચિને અનુસરવામાં શું લોકોનું હિત
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ર
શાનસાર થઈ શકે? માટે લોકસંજ્ઞાને અનુસરવાનો ભગવંતે નિષેધ કર્યો છે. લોકોનું આત્મહિત જે રીતે થાય તે રીતે જ પ્રયત્ન કરવાનો છે. હા, આત્મહિતને ન સમજનારા લોકોને અપ્રિય પણ લાગે! પરંતુ તેટલા માત્રથી આત્મહિતનો ઉપદેશ બદલી ન શકાય.
અલબત્ત, લોકોની અભિરુચિ આત્મસન્મુખ બનાવવા પ્રયત્નો કરવાના છે; તે માટે લોકરુચિનું જ્ઞાન મેળવવું જોઈએ. તે જ્ઞાન મેળવવામાં લોકસંજ્ઞાનું અનુસરણ નથી; તેમજ શ્રીજિનપ્રવચનની નિંદા નિવારવા ક્યારેક લોકોના અભિપ્રાયને અનુસરવામાં આવે, તેમાં લોકસંજ્ઞા નથી. ક્યારેક સંયમરક્ષા અને આત્મરક્ષા માટે લોકોના અભિપ્રાયને અનુસરવામાં આવે તેમાં લોકસંજ્ઞા નથી, પરંતુ પ્રવચન, સંયમ અને આત્માને ભૂલીને, માત્ર લોકરંજન માટે, લોકપ્રશંસા મેળવવા માટે, લોકોની રુચિને અનુસરવામાં આવે તે લોકસંજ્ઞા છે.
લોકરુચિને અનુસરનારા અનેક મિથ્યામતો વિશ્વમાં નીકળે છે ને વિલય પામે છે, તે મતોન-ધર્મને અનુસરવાથી મોક્ષપ્રાપ્તિ થતી નથી.
श्रेयोऽर्थिनो हि भूयांसो लोके लोकोत्तरे न च ।
स्तोका हि रत्नवणिजः स्तोकाश्च स्वात्मसाधकाः ।।५।१८१।। અર્થ : ખરેખર, મોક્ષના અર્થી લોકમાર્ગમાં અને લોકોત્તર માર્ગમાં ઘણા નથી, કારણ કે રત્નના વેપારીઓ થોડાં હોય છે; તેમ પોતાના આત્માનું સાધન કરનારા થોડાં હોય છે.
વિવેચન : મોક્ષાર્થી = સર્વ કર્મના ક્ષયના અર્થી! = આત્માની પરમ વિશુદ્ધ અવસ્થાને મેળવવાની અભિલાષાવાળા.... જુવો લોકમાર્ગમાં કેટલા? લોકોત્તર માર્ગમાં કેટલા? હમેશાં થોડાં જ હોય.
આ દુનિયામાં રત્નના વેપારીઓ કેટલા? થોડાં! તેમ આત્મસિદ્ધિ કરવાનો પુરુષાર્થ કરનારા કેટલા? થોડાં!
મોક્ષ! જ્યાં શરીર જ નહીં, ઈન્દ્રિયો નહીં, ઇન્દ્રિયોના વિષયસુખ નહીં, વિષયસુખની અભિલાષામાંથી પેદા થતા કપાયો નહીં! વેપાર નહીં, ઑફિસ નહીં... “મોક્ષમાં શું કરવાનું?' - આ રણમાં સંસારનો મોટો વર્ગ અટવાયો છે, એની પાસે મોક્ષના સ્વરૂપનું જ્ઞાન નથી, એને મોક્ષનું સુખ કલ્પનામાં પણ આવતું નથી. પછી એ મોક્ષાર્થી કેવી રીતે હોઈ શકે? લોકોત્તર.. જિનેશ્વરદેવે બતાવેલા મોક્ષમાર્ગ પર રહેલા પણ જીવોમાં બધાં જ જીવો
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકસંજ્ઞાત્યાગ
૨૭૩
મોક્ષાર્થી નથી હોતા! વચલાં સ્વર્ગ વગેરે સ્ટેશનોએ ઊતરી જનારા હોય છે! અરે, મોક્ષની કલ્પના વિના પણ મોક્ષમાર્ગે ચાલનારા મનુષ્યો જોવા મળે છે...! આત્મવિશુદ્ધિની અભિલાષા લોકોત્તર માર્ગમાં પણ બહુ થોડાં જીવોમાં હોય છે.
લોકોત્તર-જિનભાષિત માર્ગમાં પણ લોકસંજ્ઞા સતાવી જાય છે. અનાદિકાલીન આ સંજ્ઞા, બીજી સંજ્ઞાઓ પર સંયમ રાખનારને પણ સતાવી શકે છે! આહારસંજ્ઞા પર કાબૂ મેળનાર, તપસ્વી હોય, માસખમણ, અઠ્ઠાઈ, અઠ્ઠમ... છઠ, ઉપવાસ અને વર્ધમાન આયંબિલ તપની દીર્ઘ આરાધના કરનારને પણ લોકસંજ્ઞા-લોકપ્રશંસા નડી જાય છે. મૈથુનસંજ્ઞાને વશ કરનાર, બ્રહ્મચર્યનું સુંદર પાલન કરનારને પણ લોકસંજ્ઞા પીડી જાય છે! પરિગ્રહ સંજ્ઞાને નાથનાર, નિષ્પરિગ્રહી મહાત્માઓને પણ લોકસંજ્ઞા નચાવી જાય છે... ને આ બધી વાતોને પુષ્ટ કરનારાં દૃષ્ટાંતો ઇતિહાસના પાને નોંધાયેલાં પડ્યાં છે. પ્રત્યક્ષ પણ આ દૃષ્ટાંતો જોવા નથી મળતાં?
મારી તપ-ત્યાગની આરાધના, મારી દાન-શીલની ઉપાસના, મારી પરમાર્થપરોપકારની સાધના, બીજાઓને જણાવું...લોકોની દૃષ્ટિમાં હું ‘મોટો માણસ' બનું...લોકોમાં મારી પ્રશંસા થાય... આ લોકસંજ્ઞાનું રૂપક છે. તેવી રીતે લોકપ્રશંસાનો કામી ધર્મઆરાધક મનુષ્ય પોતાના દોષોને છુપાવવા પ્રયત્ન પણ કરે છે... તેને ભયસંજ્ઞા પીડે છે... ‘મારા દોષો લોકો જાણી જશે તો મારી બદનામી થશે...‘-આ ચિંતા પણ તેને સદૈવ સતાવતી રહી છે.
લોકસંજ્ઞાની આ ખતરનાક કાર્યવાહી છે! લૌકિક માર્ગમાં તો તેનો બહુમુખી પ્રભાવ છે જ, લોકોત્તર માર્ગમાં પણ તેનો પ્રભાવ નાનોસૂનો નથી! લોકસંજ્ઞાની નાગચૂડમાં ફસાયેલો આત્મા મોક્ષમાર્ગની આરાધના ભૂલી જાય છે. આત્માનું લક્ષ ચૂકી જાય છે; માટે લોકસંજ્ઞાનો ત્યાગ કરવા અહીં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે.
જીવને સમજાવવું જોઈએ : ‘હે આત્મન્! આવો સર્વાંગસંપૂર્ણ સત્ય મોક્ષમાર્ગ પામીને, તું આત્માને કર્મોનાં બંધનોથી મુક્ત કરવાનો પ્રયત્ન કર. લોકોને ખુશ કરવાથી તારો આત્મા શુદ્ધ થવાનો નથી. તું એમ સમજે છે કે ‘મારી આરાધનાથી લોકો મારી પ્રશંસા કરે છે?' આ તારું અજ્ઞાન છે, લોકપ્રશંસા પુણ્યકર્મથી પ્રાપ્ત થાય છે. તારી પાસે જ્યાં સુધી પુણ્યકર્મ છે ત્યાં સુધી લોકો તારી પ્રશંસા કરશે. પુણ્ય પરવારી જશે પછી તારી સામે જોશે પણ નહીં. તારા કરતાં ચઢિયાતો કોઈ પુણ્યશાળી લોકોને મળશે તો તને ભૂલી જશે!
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
ાનસાર
તારી આરાધનાથી મોક્ષવિમુખ લોકો ખુશ થાય? તારી આરાધનાથી તારા આત્માને જ પ્રસન્ન કર. પરમાત્માની પ્રીતિ પ્રાપ્ત કર... એ સિવાય બીજી કોઈ અપેક્ષા ન રાખ. નહીંતર તું ક્યારેક આરાધનાથી વિમુખ થઈ જઈશ. જ્યારે તારી આરાધનાની લોકો પ્રશંસા નહીં કરે, ત્યારે આરાધનામાંથી તારો રસ ઊડી જશે!
लोकसंज्ञाहता हन्त नीचैर्गमनदर्शनैः ।
शंसयन्ति स्वसत्यांगमर्मघातमहाव्यथाम् || ६ || १८२ ।।
અર્થ : અફસોસ છે કે લોકસંજ્ઞાથી હણાયેલા ધીમે ચાલવા અને નીચે જોવા વડે પોતાના સત્યવ્રતરૂપ અંગમાં મર્મપ્રહારની મહા વેદનાને જણાવે છે.
વિવેચન : અફસોસ...
તમે ધીમે ધીમે ચાલો છો. નીચી દૃષ્ટિ રાખીને ચાલો છો... શા માટે? તમે લોકોને એમ સમજાવવા માંગો છો કે ‘અમે કોઈ જીવની હિંસા ન થાય તે રીતે ચાલીએ છીએ... શાસ્ત્ર બતાવેલી વિધિ પાળીએ છીએ... દૃષ્ટિ પર અમારો સંયમ છે... આડીઅવળી દૃષ્ટિ જતી નથી, ને અમે ઉચ્ચ કક્ષાના આરાધક છીએ...?' પરંતુ હવે તમારો દંભ ખુલ્લો પડી ગયો છે! તમને લોકો ઉચ્ચ કોટિના આરાધક નથી કહેતા ત્યારે તમારા મુખ પર કેવી કાળાશ છવાઈ જાય છે! તમે બીજા આરાધકોની પ્રશંસા સાંભળી શકતા નથી! તમે બીજા આરાધકોની અવસરે નિંદા જ કરો છો, તમારા મોંઢે તમારી પોતાની પ્રશંસા સિવાય બીજાની પ્રશંસા સાંભળવા જ નથી મળતી... તમે લોકપ્રશંસા મેળવવા કમર કસી છે! તપથી, વ્યાખ્યાનથી, શિષ્ય, પરિવારથી, મલિન વસ્ત્રોથી... કોને આકર્ષવા માગો છો? શિવરમણીને? ના રે ના! લોકોને તમે તમારા ભક્તો બનાવવા માગો છો.
તમે ધીમે ધીમે કેમ ચાલો છો? તમારા સત્ય... સંયમ આદિ અંગમાં માર્મિક પ્રહારની વેદના થઈ છે... લોકસંજ્ઞાએ તમારા મર્મસ્થાનમાં પ્રહાર કર્યો છે... એ પ્રહા૨ની વેદનાથી તમે ધીમા ન ચાલો તો શું કરો?
તમે નીચે જોઈને ચાલો છો! શું થાય? તમારી દૃષ્ટિને લોકસંજ્ઞાના ઝળહળતા પ્રકાશે આંજી નાખી છે; ઊંચે જોઈ જ ન શકો. ખરેખર, અફસોસ થાય છે, દુ:ખ થાય છે. તમારો આ દંભ હવે સહાતો નથી... પણ તમને બદલવા પણ કેવી રીતે? અફસોસ કર્યા વિના બીજો કોઈ માર્ગ અમારા માટે નથી.
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકસંજ્ઞાત્યાગ
૨૭૫ શું ધર્મની આરાધના-પ્રભાવના કરતાં “આત્માની વિષયકષાયોથી નિવૃત્તિ' સ્મૃતિમાં રહે છે? શું પરમાત્માનું શાસન યાદ રહે છે? શું યાદ રહે છે? હું તમને તમારી જાત અને તેની પ્રશંસા યાદ રહે છે! અહો, તમે કમર તોડી નાખે તેવી દેખીતી આરાધના કરો છો. પણ જો એમાં મોક્ષ અને આત્માને મુખ્ય બનાવી દો તો? માટે આત્માને ઓળખો. આત્માની સ્વાભાવિક અને વૈભાવિક અવસ્થાઓને ઓળખો. મોક્ષના અનંત સુખને મેળવવા માટે મથો.
જો આ લક્ષ્ય..ઉદ્દેશ...આદર્શ નહીં રાખો તો વિષયકષાયની વૃદ્ધિ થયા કરશે! સંજ્ઞાઓ પુષ્ટ બનતી જશે.. લોકસંજ્ઞા તમને અનંત ભવ રખડાવશે. કીર્તિ-પ્રશંસાની ભૂખ વધી જશે... ને જ્યારે એ ભૂખને ભાંગનારું “યશકીર્તિ નામકર્મ તમારી પાસે નહીં હોય ત્યારે શું કરશો?
આજે લોકોત્તર માર્ગમાં પણ લોકસંજ્ઞાને વરેલા નજરે પડે છે ત્યાં અફસોસ સિવાય બીજો ક્યો માર્ગ છે? પરમાત્માના શાસનની ધુરાને વહન કરનારાઓ જ જ્યારે લોકસંજ્ઞામાં ફસાઈ જાય ત્યારે બીજો કયો માર્ગ રહે છે? માટે ઉપાધ્યાયજી મહારાજ તખો પ્રહાર કરી રહ્યા છે. - લોકસંજ્ઞામાં ફસાયેલા મનુષ્યો “લોકહિત' કરવાનો બચાવ કરે છે. લોકનું હિત, લોકના આત્માને ઓળખ્યા વિના થઈ શકે? હિત-અહિતનો વિવેક લોકસંજ્ઞામાં ફસાયેલો મનુષ્ય કરી શકતો નથી. તે હિતને અહિત અને અહિતને હિત માની લે છે તેના હૈયે જીવોનું આત્મકલ્યાણ વસેલું હતું જ નથી. એ તો જેમાં પોતાનો કીર્તિયશ ફેલાતો હોય, તેવી જ પ્રવૃત્તિ કરવાનો. ને તેને “આત્મહિતનું લેબલ' લગાડવાનો. આવી પરિસ્થિતિમાંથી કોઈક જ રત્નનો વેપારી મહામુનિ બહાર નીકળી શકે છે, મનુષ્યજીવન અને મળેલો લોકોત્તર માર્ગ લોકસંજ્ઞાથી ચૂંથી નાખનારો મનુષ્ય, ખરેખર; અફસોસને જ પાત્ર છે. માટે લોકસંજ્ઞાને ત્યજો.
आत्मसाक्षिकसद्धर्मसिद्धौ किं लोकयात्रया।
तत्र प्रसन्नचन्द्रश्च भरतश्च निदर्शने ।।७।।१८३ ।। અર્થ આત્મા સાક્ષી જેમાં છે એવા સત્યધર્મની પ્રાપ્તિ થવાથી લોકવ્યવહારનું શું કામ છે? તેમાં પ્રસન્નચન્દ્ર રાજર્ષિ અને ભરત મહારાજા દૃષ્ટાંતરૂપ છે. વિવેચન : ચક્રવતી ભરત, ભગવાન ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર,
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
જ્ઞાનસાર તેઓને “કેવળજ્ઞાન” કેવી રીતે થયું હતું, તે તમે જાણો છો ને? સ્નાન કરી, શ્રેષ્ઠ વસ્ત્ર-આભૂષણ પહેરી અરીસાભવનમાં ગયા હતા, એ જોવા માટે કે હું “હું કેવો સુંદર લાગું છું!” અરીસામાં પોતાની શોભા જોતા હતા ત્યાં એમની આંગળી પરથી વીંટી નીકળી ગઈ. વીંટી વિનાની આંગળી શોભાહીન લાગી.. ધીરે ધીરે બીજા પણ અલંકારો ઉતારતા ગયા... “મારી શોભા પરપુલ એવા અલંકારોથી?' ધર્મધ્યાન... શુક્લધ્યાન અને કેવળજ્ઞાન! ગૃહસ્થ-સંસારીના જ વેશમાં કેવળજ્ઞાન થઈ ગયું! અરીસાભવનની બહાર દરબારીઓ ચક્રવર્તી ભરતની રાહ જોતા હતા... પરંતુ બહાર નીકળ્યા કેવળજ્ઞાની ભરતા તેમને આત્મસાક્ષીએ કેવળજ્ઞાન પ્રગટી ગયું હતું! પ્રસન્નચન્દ્ર રાજર્ષિ!
સ્મશાનમાં એક પગ ઉપર ઊભા રહ્યા હતા. દૃષ્ટિ સૂર્ય સામે લગાવી હતી...રસ્તે જતા સૈનિકોની વાત એમના કાને પડી. ‘પ્રસન્નચન્દ્રના પુત્રનું રાજ્ય એના કાકા લઈ લેવા તૈયાર થયા છે...' બસ, રાજર્ષિએ માનસિક યુદ્ધ મચાવ્યું! ઘોર સંગ્રામ ખેલવા માંડ્યો. શ્રેણિક મહારાજાએ રાજર્ષિની તપશ્ચર્યા જોઈ; ઓવારી ગયા; બાહ્ય દ્રષ્ટિએ ઉગ્ર તપશ્ચર્યા કરનારા એ રાજર્ષિ આત્મસાક્ષીએ તપસ્વી હતા? ના, સાતમી નરકમાં લઈ જાય તેવાં કર્મ બાંધી રહ્યા હતા!
બે દ્રષ્ટાંતો કેવાં આપ્યાં છે! પરસ્પર-વિરોધી. ભરત મહારાજા બાહ્ય દષ્ટિએ આરંભ-સમારંભથી ભરેલા સંસારરસિક દેખાતા હતા.. પણ આત્મસાક્ષીએ નિર્લેપ હતા! “ભરતજી મનમાંહી વૈરાગી...” જ્યારે પ્રસન્નચન્દ્ર બાહ્ય દ્રષ્ટિએ આરંભ-સમારંભથી રહિત મોક્ષરસિક આત્મા દેખાતા હતા... પણ આત્મસાક્ષીએ યુદ્ધરસિક બાહ્ય ભાવોથી લેપાયેલા હતા. શ્રી મહાનિશીથ' સૂત્રનું આ વચન છે :
'धम्मो अप्पसक्खिओं ધર્મ આત્મસાક્ષિક છે. જો આત્મસાક્ષીએ આપણે ધાર્મિક છીએ પછી લોકવ્યવહારની શી જરૂર છે? લોકોમાં ધર્મપ્રકાશન કરવાની શી જરૂર છે? ‘હું ધાર્મિક છું. હું આધ્યાત્મિક છું' એવું દુનિયાને બતાવવાનો ડોળ કરવાની શી જરૂર છે? માટે આત્મસાક્ષીએ વિચારવાની જરૂર છે : 'હું ધાર્મિક છું અર્થાત્ શીલવાન છું; સદાચારી છું, ન્યાયી છું, નિઃસ્પૃહ છું, નિર્વિકાર છું...'
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકસંજ્ઞાત્યાગ
૨૭૭ એ વાતનો નિર્ણય આત્મા પાસે કરાવો. લોકોના “પ્રમાણપત્ર” પર નિર્ણય ન કરો. પ્રસન્નચન્દ્રને શ્રેણિક મહારાજાએ કેવું પ્રમાણપત્ર આપેલું? “ઉગ્ર તપસ્વી..મહાન યોગી...સાચા મહાત્મા....' વગેરે. પરંતુ શું પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ પ્રમાણપત્ર પર કેવળજ્ઞાન મેળવ્યું હતું? ના, એ તો જ્યારે શત્રુને મારવા બીજું કોઈ શસ્ત્ર ન રહ્યું, ત્યારે માથાનો મુગટ મારવા હાથ માથે ગયો. માથે
ક્યાં મુગટ હતો? માથે તો વાળ પણ ન હતા... લોન્ચ થયેલો હતો.. ત્યારે પાછા વળ્યા. તેમને પોતાની ભૂલ સમજાઈ. પશ્ચાત્તાપ થયો. ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં ચડ્યા...કેવળજ્ઞાની બન્યા.
ધર્મની ઉપાસના કરવામાં લોકસાક્ષીને પ્રમાણભૂત ન માનો, આત્મસાક્ષીને પ્રમાણભૂત માનો. લોકસાક્ષીને પ્રમાણભૂત માનવા જશો તો લોકોને તમારી ધર્મ-આરાધના જણાવવાની ભાવના રહેશે. એટલે દૃષ્ટિ સદૈવ લોકો પર રહેશે, આત્મા પર દૃષ્ટિ નહીં રહે. આત્માની ઉપેક્ષા થશે. આત્માની સાક્ષી પ્રત્યે પરવા નહીં રહે. છેવટે “ધર્મ આત્મા માટે કરું છું' - એ ભુલાઈ જશે, ને માત્ર લોકોને ખુશ રાખવા માટે ધર્મ-આરાધના થશે. આ રીતે આત્મકલ્યાણનું મહાન કાર્ય અટકી જશે અને તમે ભવમાં ભટકાઈ પડશો. મોક્ષનું સ્વપ્ન ધ્વંસ થઈ જશે. પુનઃ ચોરાશી લાખ યોનિમાં પરિભ્રમણ ચાલું થઈ જશે.... તો શા માટે લોકસાક્ષીએ ધર્મ કરવો? ધર્મકાર્યમાં આત્માની સાક્ષીને પ્રધાન સ્થાન આપો.
लोकसंज्ञोज्झितः साधुः परब्रह्मसमाधिमान् ।
सुखमास्ते गतद्रोहममतामत्सरज्वरः ।।८।।१८४ ।। અર્થ : લોકસંજ્ઞાથી રહિત પરબ્રહ્મને વિષે સમાધિવાળા, ગયા છે દ્રોહ-મમતા અને ગુણદ્વેષરૂ૫ વર એના, એવા મુનિ સુખેથી રહે છે. વિવેચન : મહારાજ સાહેબ! તમે સુખમાં રહો.
તમારે મનમાં દુઃખ શાનાં? તમારે તો પરબ્રહ્મમાં સમાધિ હોય! તમારા સુખને ઉપમા પણ કોની આપવી? મનમાં દુઃખ તો તે પામર પ્રાણીને હોય કે જેમને દ્રોહ દઝાડતો હોય, મમતા મર્મસ્થાનોમાં ડંખ દેતી હોય. મત્સરનો દાહજ્વર અકળાવતો હોય. તમારા મનમાં દ્રોહ, મમતા કે મત્સર નહીં.. તમારા સુખની કોઈ અવધિ નથી.
શ્રમણને સુખ પ્રાપ્ત કરવાના ચાર ઉપાય અહીં બતાવ્યા છે :
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮
જ્ઞાનસાર (૧) પરબ્રહ્મમાં સમાધિ, (૨) દ્રોહત્યાગ, (૩) મમતાત્યાગ, (૪) મત્સત્યાગ.
બ્રહ્મ એટલે સંયમ. સંયમમાં પરમ લીનતા પ્રાપ્ત કરવાની સત્તર પ્રકારનો સંયમ જાણો છો ને?
पञ्चाश्रवाद् विरमणं पंचेन्द्रियनिग्रहः कषायजयः । दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेदः ।।
- પ્રશમરતિ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ-આ પાંચ આશ્રવોથી વિરામ પામો. પાંચ ઇન્દ્રિયો પર સંયમ રાખો. ક્રોધ, માન, માયા અને લોભઆ ચાર કષાય પર વિજય મેળવો. મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિને રોકો. આ જ તમારી સમાધિ છે.
દ્રોહનો ત્યાગ કરજો. દગો ન દેશો. તમે શ્રી જિનેશ્વર ભગવંતના શાસનને દગો ન દેશો. વફાદારી નિભાવજો. તમારા પોતાનાં સુખની ખાતર ભગવંતનું શાસન છોડી ન જશો. એના નિયમોનું ઉલ્લંઘન ન કરશો. તમને પ્રભુનો વેશ મળેલો છે. એ વેશથી તમને અન્ન, વસ્ત્ર, પાત્ર, પુસ્તક આદિ સામગ્રી મળે છે, લોકો તમને મસ્તક ઝુકાવે છે, તમારું સન્માન કરે છે. એ વેશનો દ્રોહ ન કરશો.
મમતાને ત્યજી દેજો. સંસારી સ્વજનો પ્રત્યેની મમતાનું ધૂનન કરજો. ભક્તો પર મમત્વ ધારણ ન કરશો. દેહ, ઉપાધિ અને ઉપાશ્રય આદિ બાહ્ય પદાર્થો પરના મમત્વનો ત્યાગ કરવો જ પડે, જ્યાં સુધી બીજા પદાર્થો પર મમત્વ છે, ત્યાં સુધી આત્મા પર મમત્વ નહીં થઈ શકે. ને બીજા પદાર્થો પરનું મમત્વ તમને શાંત, પ્રસન્ન કે સ્વસ્થ નહીં રહેવા દે.
ગુણ પર દ્વેષ ન કરવો. મત્સર એટલે ગુણષ! ગુણદ્વેષ ટાળવા ગુણવાન પુરુષો પર દ્વેષ નહીં કરવાનો! હા, છvસ્થ આત્માઓ પણ ગુણવાન હોય છે! દોષોની હાજરીમાં પણ ગુણ જ જોવાના. ગુણના અનુરાગી બનવાનું. દોષ જોઈને ગુણવાન પર દ્વેષી બનશો તો તમે પોતે જ અશાન્ત બની જશો.
હા, જે ગુણ તમારામાં ન હોય, તે ગુણ બીજા આત્માઓમાં દેખાય, ત્યાં
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકસંજ્ઞાત્યાગ
૨૭૯ તમારે વિનમ્ર બનીને તેના ગુણની અનુમોદના કરવાની છે. ગુણદ્વેષથી, તેના દોષોનો અનુવાદ કરશો તો તમે સુખી નહીં રહી શકો તમારું મન અશાંત અને ક્લેશયુક્ત બની જશે.
શું તમે ગુણવાન પુરુષોની નિંદા ન કરો તો ન ચાલે? શું નિંદા કરવાથી તમારી મહત્તા વધતી લાગે છે? શું દોષાનુવાદ કરવાથી તમે તમારો આત્મોત્કર્ષ કરી શકશો? એથી તમારા અધ્વસાયો શુદ્ધ બનશે? શા માટે તમે દુ:ખીઅશાન્ત બનો છો? તમે તમારે સત્તર પ્રકારના સંયમમાં મસ્ત રહો! દ્રોહ, મમતા અને મત્સરને ઊંડી ખીણમાં ફેંકી દો. લોકો ભલે એ બધામાં રાચતા હોય! તમારાથી એમાં ન રાચી શકાય! ગટરમાં ભૂંડ આળોટે, હંસ કદી ન આળોટે! તમે તો રાજહંસ છો. તમારાથી એવી લોકસંજ્ઞામાં પડાય જ નહીં. લોકસંજ્ઞાને ત્યજો.
=
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( શાસ્ત્રી
ભૌતિક સુખોની વિવશતાથી મુક્ત અને દુઃખોના ભારથી મુક્ત એવા ઋષિ, મહર્ષિ અને મહાત્માઓએ શાસ્ત્રો લખ્યાં. સુયોગ્ય જીવોને ભણાવ્યાં અને જીવો નિર્વાણમાર્ગનું અવલંબન લીધું. શાસ્ત્રોનું અધ્યયન-પરિશીલન જ મનની શાન્તિ આપી શકે છે. શાસ્ત્રોનો સ્વાધ્યાય જ સુખોની કામનાથી અને દુઃખોના ભયથી મુક્ત કરે. માટે શાસ્ત્રોને જીવનસાથી બનાવો. શાસ્ત્રોના માર્ગદર્શનને જ માન્ય
કરો.
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
શાસ્ત્ર
એની દૃષ્ટિ જ શાસ્ત્ર. 'મા'THવવત્ સહૂિ'-સાધુની આંખો શાસ્ત્ર જ હોય. આવો મુનિ પરિગ્રહી હોય? તે તો અપરિગ્રહી હોય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્ર
૨૮૧ चर्मचक्षुभृतः सर्वे देवाश्चवधिचक्षुषः।
सर्वतश्चक्षुषः सिद्धाः साधवः शास्त्रचक्षुषः ।।१।१८५।। અર્થ: બધાં મનુષ્યો ચર્મચક્ષને ધારણ કરનારા છે. દેવો અવધિજ્ઞાનરૂપ ચલુવાળા છે. સિદ્ધ સર્વ આત્મપ્રદેશે કેવળજ્ઞાન-કેવળદર્શનરૂપ ચક્ષુવાળા છે, અને સાધુઓ શાસ્ત્રરૂપ ચાવાળા છે.
વિવેચન : બધાં મનુષ્યોને ભલે ચર્મચક્ષુ હો, ચર્મચક્ષુથી ભલે વિશ્વના પદાર્થોને જુએ .. તમે મુનિરાજ છો, તમારી પાસે ચક્ષુશાસ્ત્ર છે, તમારે જે વિશ્વદર્શન કરવાનું, જે પદાર્થદર્શન કરવાનું તે ચક્ષુશાસ્ત્રથી જ કરવાનું છે.
દેવો અવધિજ્ઞાનરૂપ આંખોવાળા હોય છે. તેઓ જે કંઈ જાણે કે જુએ તે અવધિજ્ઞાનની જ આંખે! મુનિવર, તમે અવધિજ્ઞાની નથી, તમે તો શાસ્ત્રજ્ઞાની છો. તમારે જે કંઈ જાણવાનું-જોવાનું તે શાસ્ત્રની આંખે જ જાણવાનુંજોવાનું.
સિદ્ધ ભગવંતોને એક નેત્ર કેવળજ્ઞાનનું છે, ને બીજું નેત્ર કેવળદર્શનનું છે. તેઓ આ નેત્ર દ્વારા જ ચરાચર વિશ્વને જુએ ને જાણે. સાધુ ભગવંતો માટે શાસ્ત્ર એ જ ચહ્યુ! શાસ્ત્ર એ જ નેત્ર...આંખો. આંખો ખુલ્લી રાખીને જ જગતને જોજો. જો આંખો બંધ રાખીને જોવા જશો તો ભટકાઈ જશો.
સાધુ માટે દિવસ-રાતના ૨૪ કલાકમાં ૧૫ કલાક શાસ્ત્રસ્વાધ્યાય માટે રાખવામાં આવેલા છે, ૬ કલાક નિદ્રા માટે રાખેલા છે અને ૩ કલાકે આહાર-વિહાર અને નિહાર (વડીનીતિ) માટે ગોઠવેલા છે. શાસ્ત્રોના અધ્યયન વિના શાસ્ત્રચક્ષુ ખૂલે જ નહીં.
શાસ્ત્રચક્ષુ નવી ખોલવાની હોય છે. તે માટે વિનયપૂર્વક સદ્ગુરુદેવ પાસે શાસ્ત્રોની વાચના લેવાની, પછી શંકા ઉપસ્થિત થાય તો વિનયપૂર્વક ગુરુદેવને પ્રશન પૂછી શંકાનું સમાધાન કરવાનું. નિઃશંક બનેલા શાસ્ત્રપદાર્થો ભૂલી ન જવાય તે માટે તેનું પરાવર્તન કરવાનું.
પરાવર્તનથી તે શાસ્ત્રપદાર્થો સ્મૃતિમાં સુદઢ બની જાય, પછી એના પર ચિંતન કરવાનું. શાસ્ત્રોના શબ્દોનો અર્થનિર્ણય કરવાનો, ભિન્ન ભિન્ન “નયોથી તેના રહસ્યને સમજવાનું. એક જ શબ્દ જુદા-જુદા ઠેકાણે જુદા-જુદો અર્થ બતાવે. એક જ અર્થ સર્વત્ર કામ ન લાગે. તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને ૧૭. જુઓ પરિશિષ્ટ
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ર
જ્ઞાનસાર અનુરૂપ અર્થહસ્ય કાઢવાનું હોય છે, પછી બીજા જીવોને એ શાસ્ત્ર-બોધ આપવાનું કાર્ય શરૂ કરવું જોઈએ.
પરમાત્મા જિનેશ્વર દેવના ધર્મશાસનમાં કોઈ એકાદ ગ્રંથ વાંચી-વિચારી લેવાથી કામ પૂર્ણ થતું નથી. અન્ય ધર્મોમાં તો એકાદ ગીતા, એકાદ બાઈબલ કે કુરાન વગેરે વાંચી લે એટલે તે તે ધર્મનો ખ્યાલ આવી જાય, પણ જૈન ધર્મ કોઈ એકાદ ગ્રંથમાં સમાઈ જાય તેવો સંક્ષિપ્ત નથી. એનું પદાર્થવિજ્ઞાન, એનો મોક્ષમાર્ગ, એનું ખગોળજ્ઞાન ને ભૂગોળજ્ઞાન, એનું શિલ્પ અને સાહિત્ય; એનું જ્યોતિષવિજ્ઞાન અને જીવવિજ્ઞાન.... એટલું બધું વિશાળ છે કે એ બધાંનો સંક્ષેપ કોઈ એક ગ્રંથમાં ન મળે! ઘણા માણસો પૂછે છે : “જૈન ધર્મનો એવો કોઈ એક ગ્રંથ છે? જેમ ગીતા, જેમ કુરાન, જેમ બાઈબલ?' ના, નથી. જૈનધર્મનું જ્ઞાન મેળવવા માટે જીવનનો મોટો સમય આપવામાં આવે, ત્યારે જ તેના સિદ્ધાંતો સમજી શકાય એવાં છે.
સાધુ ભગવંતને ધન કમાવાની, ઘર માંડવાની કે પુત્ર-પરિવારની સંભાળ રાખવાની-કંઈ જ જંજાળ હોતી નથી. ભારતની પ્રજા, તેમાં ય ખાસ જૈનસંઘ તેમની સર્વ જીવન-જરૂરિયાતો ભક્તિપૂર્વક પૂર્ણ કરે છે. સાધુ ભગવંતોને તો પંચમહાવ્રતમય પવિત્ર જીવન જીવવાનું અને શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવાનો! એ સિવાય કોઈ જ ચિંતા નહીં! ચર્મચક્ષનું તેજ કેટલું કીમતી સમજાય છે? શાસ્ત્રચક્ષુનું તેજ તેનાથી પણ વધુ મૂલ્યવાળું સમજાવું જોઈએ. જેટલી ચિંતા ચર્મચક્ષુની રાખવામાં આવે છે, તેનાથી વધુ ચિંતા શાસ્ત્રચક્ષની રાખવી જરૂરી છે. શાસ્ત્ર-દૃષ્ટિના પ્રકાશમાં વિશ્વ જેવું છે તેવું દેખાશે. વિશ્વનું યથાર્થ દર્શન થશે. ભ્રાન્તિઓ દૂર થશે. ચિત્ત વિષય-કષાયના વિચારોથી મુક્ત થશે. માટે શાસ્ત્રચક્ષુ મેળવો ને ઉજ્વલ કરો.
पुरः स्थितानिवोर्ध्वाधस्तिर्यग्लोकविवर्तिनः ।
सर्वान् भावानवेक्षन्ते ज्ञानिनः शास्त्रचक्षुषा ।।२।।१८६ ।। અર્થ : જ્ઞાનીપુરુષ શાસ્ત્રરૂપ ચક્ષુથી ઊર્ધ્વ-અધો અને તિસ્કૃલોકમાં પરિણામ પામતા સર્વ ભાવોને સન્મુખ રહેલા હોય તેમ પ્રત્યક્ષ દેખે છે.
વિવેચન : ચૌદ રાજલોક.. શાસ્ત્રદૃષ્ટિથી પ્રત્યક્ષ દેખાય! જાણે સામે જ ચૌદ રાજલોક ન હોય, તેમ દેખાય! શાસ્ત્રદષ્ટિનું તેજ... એનો પ્રકાશ એટલો તીવ્ર અને વ્યાપક છે. સર્વ ભાવોનું તેમાં દર્શન થાય.
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨.૮૩
શાસ્ત્ર
શાસ્ત્રદૃષ્ટિ ઉપર જાય છે, સમગ્ર ઊર્ધ્વલોક દેખાય છે! એ સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા અસંખ્ય દેવેન્દ્રો અને દેવોનું એ જ્યોતિષચક્ર! એના ઉપર સૌધર્મ અને ઇશાન, સનકુમાર અને મહેન્દ્ર... દેવલોક, પછી બ્રહમ, લાંતક, મહાશુક, સહસાર.... ઉપર ઉપર રહેલા દેવલોકો. તેના ઉપર આનત અને પ્રાણત, એ પછી આરણ અને અય્યત દેવલોક! આ બાર દેવલોક જોયા? હવે એના ઉપરના એક પછી એક નવ રૈવેયક દેવલોક જુઓ. હવે તમે લોકાંતની નજીકનો રમણીય પ્રદેશ જોશો. જોયો એ પ્રદેશ? એ પાંચ અનુત્તરના નામે પ્રસિદ્ધ છે. ત્યાંથી જ્યાં અનંત સિદ્ધ ભગવંતો બિરાજેલા છે, તે સિદ્ધશિલા માત્ર બાર યોજન દૂર છે! એ સિદ્ધ ભગવંતોનું કેવું સુખ છે... અક્ષય અને અનંત-અવ્યાબાધ! ખેર, હમણાં તો એ જોઈને જ સંતોષ માનો; એને અનુભવવા માટે તો શરીરરહિત બનવું પડે!
હવે ચાલો નીચે દૃષ્ટિ કરો. જોજો ઘૂજી ન ઊઠતા! પહેલાં તો નીચે રહેલાં વ્યંતરોનાં અસંખ્ય ભવનો જુઓ.. ને વનોમાં રમણીય ઉદ્યાનોમાં ક્રીડા કરતા વાણવ્યંતરોને જુઓ... આ બધાં પણ દેવો છે, એમને “ભવનવાસી' કહેવામાં આવે છે. હવે નીચે ચાલો.
આ પહેલી નરક છે. તેનું નામ છે રત્નપ્રભા. એની નીચે શર્કરા પ્રભા છે... એની નીચે ત્રીજી નરક વાલુકાપ્રભા છે. ચોથી નરક જોઈ? કેવી ભયંકર છે? તેનું નામ છે પંકપ્રભા. પાંચમી નરકનું નામ છે ધૂમપ્રભા. છઠ્ઠી તમપ્રભા અને સાતમી મહાતમ પ્રભા. કેવો ઘોર અંધકાર!.... જીવો પરસ્પર કેવી કાપાકાપી કરે છે?... કેવી દુર્દાત્ત વેદના... ચીસો અને અસહ્ય ત્રાસ.. જોયું? જીવો મરવા ચાહે છે, પણ મરી શકતા નથી! હા, કપાઈ જાય, છુંદાઈ જાય પણ મરે નહીં! આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ન કરી શકે! આ છે અધોલોક,
હવે તમે જ્યાં છો, તે મધ્યલોકને જુઓ. શાસ્ત્રચક્ષુથી એ પણ દેખાશે! એક લાખ યોજનનો જંબૂદ્વીપ. એની આસપાસ વીંટળાઈ રહેલો બે લાખ યોજનનો લવણસમુદ્ર, લવાસમુદ્રને વીંટળાઈને ધાતકીખંડ આવેલો છે. તે ચાર લાખ યોજન પ્રમાણ છે. એ પછી કાલોદધિસમુદ્ર..પુષ્કરવર દ્વીપ... પાછો સમુદ્ર...વળી દ્વીપ.... એમ મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર છે. છેલ્લો સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર આવેલો છે.
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
જ્ઞાનસાર
ચૌદ રાજલોકની આ રચના જોઈ? એની સામે ઊભા રહીને તમે ચૌદ રાજલોકને જુઓ, તો તેનો આકાર કેવો લાગે છે? બે પગ પહોળા કરીને, બે હાથ કમર પર ટેકવીને ઊભેલા મનુષ્ય જેવો દેખાય છે ને?
૧૮
આ ‘ચૌદ રાજલોક’ કહેવાય છે, ‘રાજલોક' એ ક્ષેત્રનું એક માપ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને જીવાસ્તિકાય-આ પાંચેય દ્રવ્યો શાસ્ત્રદૃષ્ટિથી દેખાય છે.
શ્રુતજ્ઞાનના ક્ષયોપશમ સાથે અચક્ષુદર્શન-આવરણનો ક્ષયોપશમ જોડાય, ત્યારે શાસ્ત્રચક્ષુ ખૂલે અને વાસ્તવિક વિશ્વદર્શન થાય. વિશ્વરચના, વિશ્વના પદાર્થો, એ પદાર્થોના પર્યાયોનું પરિવર્તન... વગેરેનું ચિંતન એ ‘દ્રવ્યાનુયોગ'નું ચિંતન છે. દ્રવ્યાનુયોગના ચિંતનમાં ખૂબ કર્મનિર્જરા થાય છે. મનના અશુભ વિચારો અટકે છે. દુનિયામાં બનતી વિચિત્ર ઘટનાઓ, અકસ્માતો અને પ્રસંગોમાં આશ્ચર્ય, કુતૂહલ કે જિજ્ઞાસાઓ પ્રગટતી નથી. આત્મા સ્થિતપ્રજ્ઞ દશા પ્રાપ્ત કરે છે. માટે શાસ્ત્રચક્ષુ ખોલો, એ બિડાઈ ન જાય તે માટે સદૈવ તેની સંભાળ રાખો. શાસ્ત્રચક્ષુનું દર્શન તમને આનંદથી ભરી દેશે.
शासनात् त्राणशक्तेश्च बुधैः शास्त्रं निरुच्यते ।
वचनं वीतरागस्य तत्तु नान्यस्य कस्यचित् ||३ । ।१८७।।
અર્થ : હિતોપદેશ ફરવાથી અને રક્ષાના સામર્થ્યથી પંડિતો વડે ‘શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ કરાય છે. તે શાસ્ત્ર વીતરાગનું વચન કહેવાય છે, બીજા કોઈનું નહીં.
વિવેચન : વીતરાગનું વચન તે શાસ્ત્ર.
રાગી અને દ્વેષીનાં વચન શાસ્ત્ર ન કહેવાય. રાગી-દ્વેષી મનુષ્ય ગમે તેવો વિદ્વાન હોય, બુદ્ધિશાળી હોય... પણ તે વીતરાગના વચનોની અવગણના કરી, પોતાની કલ્પના અનુસાર ગ્રંથોનું નિર્માણ કરે તે શાસ્ત્ર ન કહેવાય, શાસ્ત્ર આત્મહિતનો ઉપદેશ આપે. શાસ્ત્ર સર્વ જીવોની રક્ષા કરવાનું કહે. શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ ‘શાસ્ત્ર’ શબ્દમાંથી આ બે અર્થ નીકળે છે. शासनसामर्थ्येन च संत्राणबलेनानवद्येन ।
युक्तं यत् तच्छास्त्रं तच्चैतत् सर्वविद्वचनम् ||
૧૮. ચૌદ રાજલોકના સ્વરૂપ માટે જુઓ પરિશિષ્ટ. ૧૯. દ્રવ્યાનુયોગ વગેરે અનુયોગોનું સ્વરૂપ પરિશિષ્ટમાં જુઓ.
For Private And Personal Use Only
-
प्रशमरति
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્ર
૨૮૫ હિતશિક્ષા આપવાના સામર્થ્યથી અને નિર્દોષનું રક્ષણ કરવાની શક્તિથી યુક્ત હોય તે શાસ્ત્ર છે અને તે સર્વજ્ઞનું વચન છે.”
સર્વજ્ઞ વીતરાગના વચનમાં જ આ બે વાતો મળે છે. તેમનું વચન આત્મહિતનો ઉપદેશ આપે છે, તેમનું વચન નિર્દોષ જીવરક્ષા કરવાનું કહે છે.
રાગ અને દ્વેષથી ઉદ્ધત ચિત્તવાળા જીવોનું સમ્યગુ અનુશાસન કરનાર શાસ્ત્રને નહીં માનનાર ઉદંડ મનુષ્યોને પૂછો કે :
આત્માને ચર્મચક્ષુથી જોવાનો આગ્રહ રાખનાર પ્રદેશ, જીવતા જીવોને ચીરી નાખી આત્માને શોધતો હતો; સચેત જીવોને લોખંડની પેટીમાં પૂરી ગૂંગળાવીને મારી નાખતો હતો. આવા આવા ક્રૂર પ્રયોગોને કરનાર પ્રદેશી, તેને કોણે દયાળુ બનાવ્યો? કેશી ગણધરે કોનાં વચનોથી-શાસ્ત્રોથી પ્રદેશનું હૃદયપરિવર્તન કરી જીવરક્ષક બનાવ્યો?
અભિમાનના આભલે ચઢેલા ઇન્દ્રભૂતિને પરમ વિનયી, દ્વાદશાંગીના પ્રણેતા અને અખંડ લબ્ધિવાળા કોણે બનાવ્યા? રંગ-રાગ અને ભોગવિલાસમાં રાચતા...ચકચૂર એવા શાલિભદ્રને પથ્થરની
ધગધગતી શિલા પર સૂઈ જઈ, અનશન કરવાનું સામર્થ્ય કોણે આપ્યું? ક દૃષ્ટિમાંથી વિષનો લાવારસ ઓકતાં ચંડકૌશિકને શાંત, પ્રશાંત અને
સહિષ્ણુ મહાત્મા કોણે બનાવ્યો? અનેક હત્યાઓના ઢગલા પર બેસી ક્રૂરતાનાં ડાકલાં વગાડનાર અર્જુન માળી મહાવ્રતધારી મહાત્મા બન્યો, તે કોણે બનાવ્યો? જિનવચનના આ ઐતિહાસિક ચમત્કારોને તમે અકસ્માતુ કહેશો? આત્માને મહાત્મા અને પરમાત્મા બનાવનાર આ જિનવચનોનાં શાસ્ત્રોની તમે અવગણના કરી શકશો? ને અવગણના કરી તમે તમારાં દુઃખ દૂર કરી શકશો?
यस्माद् रागद्वेषोद्धतचित्तान् समनुशास्ति सद्धर्मे।। सन्त्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते सदिभः ।।
- प्रशमरति શાસ્ત્ર સર્જેલા અસંખ્ય ચમત્કારોની નોંધ જે ઇતિહાસમાં પડેલી છે, તે નોંધનું અધ્યયન આજે કોણ કરે છે? દુનિયામાં હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર અને પરિગ્રહની ગટરો ઉભરાવનારના ઇતિહાસો આજે વિદ્યાર્થીઓને
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
જ્ઞાનસાર
ભણાવવામાં આવે છે, પરંતુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહવાદની ગંગા-જમના વહાવનારાઓના ઇતિહાસને સ્પર્શ કરવામાં પણ શરમ આવે છે!
દુ:ખોને દૂર કરી આપી, રાગ અને દ્વેષની ઉદ્ધતાઈને કાબૂમાં લેનાર તથા આત્માનું વાસ્તવિક હિત કરનારાં શાસ્ત્રો તરફ બહુમાન ધારણ કરવાથી જ મનુષ્ય સુધરી શકવાનો છે.
શાસ્ત્રો અને શાસ્ત્રકારોને ગાળો દેવરાવી, મનુષ્યને સુધારવાની આજના સુધારકો વાત કરે છે! શાસ્ત્ર અને શાસ્ત્રના પ્રણેતા વીતરાગ પરમ પુરુષો પ્રત્યે નફરત પેદા કરી, નટ-નટીઓ અને દેશનેતાઓ તરફ બહુમાનવાળા કરી મનુષ્યને સુધારવો છે? કેવી અજ્ઞાનદશા છે?
વીતરાગ ભગવંતના વચનરૂપ શાસ્ત્રને પોતાની દૃષ્ટિ બનાવી દેનાર મનુષ્ય જ આત્મહિત-પરહિત કરી શકવા સમર્થ છે.
शास्त्रे पुरस्कृते तस्माद् वीतराग: पुरस्कृतः।
पुरस्कृते पुनस्तस्मिन् नियमात् सर्वसिद्धयः ।।४।।१८८।। અર્થ : તેથી શાસ્ત્રને આગળ કર્યું એટલે વીતરાગને આગળ કર્યા છે. વળી તે વિતરાગને આગળ કર્યા એટલે નિયમા સર્વ સિદ્ધિ થાય છે.
વિવેચન : શાસ્ત્ર = વીતરાગ. જેણે શાસ્ત્ર માન્યું તેણે વીતરાગ માન્યા. જેણે વિતરાગને હૃદયમાં ધર્યા તેનાં સર્વ કાર્ય સિદ્ધ થયાં. શાસ્ત્ર યાદ આવે, ને તેના કર્તા યાદ ન આવે? આવે જ. વીતરાગને સ્મૃતિપથમાં લાવ્યા એટલે પછી વીતરાગની શક્તિ તમારી શક્તિ બની ગઈ. વિતરાગની અનંત શક્તિથી કર્યું કાર્ય અસાધ્ય છે? પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ ‘ષોડશક' ગ્રંથમાં કહ્યું છે :
अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति।
हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसिद्धयः ।। તીર્થંકરપ્રણીત ગમ હૃદયમાં હોય ત્યારે પરમાર્થથી તીર્થકર ભગવંત હૃદયમાં હોય છે, કારણ કે તે તેના સ્વતંત્ર પ્રણેતા છે. જ્યારે તીર્થકર ભગવંત હૃદયમાં હોય ત્યારે અવશ્ય સર્વ અર્થની સિદ્ધિ હોય છે.”
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
શાસ્ત્ર
જે કંઈ વિચારવાનું, બોલવાનું કે કરવાનું, તે જિનપ્રણીત આગમના આધારે! “મારા ભગવાને આ વિચારવાનું કહ્યું છે? મારા ભગવાને આવું બોલવાનું કહ્યું છે? મારા ભગવાને આવું આચરણ કરવાનું કહ્યું છે!' - આ વિચાર જીવનમાં વણાઈ જવો જોઈએ.
જિનેશ્વર ભગવંતને એક ક્ષણ પણ હૃદયમાંથી વિસારવાના નહીં. ભગવંત અચિંત્ય ચિંતામણિ છે. ભગવંત ભવસાગરમાં જહાજ છે, એકાંત શરણ્ય છે. એવા પરમકરુણાનિધિ પરમાત્માનું નિરંતર સ્મરણ શાસ્ત્રસ્વાધ્યાયથી રહે. શાસ્ત્રથી શાસ્ત્રના રચયિતા પરમાત્મા યાદ આવે જ.
જિનેશ્વર ભગવંતનો પ્રભાવ અદૂભુત છે. રાગરહિત અને દ્વેષરહિત પરમાત્મા પણ તેમનું ધ્યાન ધરનાર આત્માને દુઃખોથી મુક્ત કરે છે. ચિંતામણિરત્નમાં ક્યાં રાગ અને દ્વેષ હોય છે? છતાં એનું ધ્યાન ધરનાર વિધિપૂર્વક ઉપાસના કરનારના મનોવાંછિત પૂર્ણ થાય છે. પરમાત્માનું આત્મદ્રવ્ય જ એવું સર્વોત્તમ પ્રભાવશાળી છે કે એમનું નામ સ્થાપના-દ્રવ્ય કે ભાવ દ્વારા સ્મરણ કરવામાં આવે તો સર્વ કાર્યની સિદ્ધિ થાય.
જિનેશ્વર પરમાત્માના સ્મરણનો સુંદર ઉપાય શાસ્ત્રનો સ્વાધ્યાય છે. શાસ્ત્રસ્વાધ્યાયના માધ્યમથી જિનેશ્વર ભગવંતનું જે મરણ થાય, તેમની જે સ્મૃતિ થાય, તે અપૂર્વ અને અદ્ભુત હોય, એમાં રસાનુભૂતિ થાય છે.
'आगमं आयरंतेण अत्तणो हियकंखिणो।
तित्थनाहो सयंबुद्धो सव्वे ते बहुमन्निया ।। “તેં આગમનો (શાસ્ત્રનો) આદર કર્યો એટલે આત્મહિત કરવાની ઈચ્છાવાળા અને સ્વયંભુદ્ધ તીર્થકર વગેરે બધાનું બહુમાન કર્યું છે!'
આગમનો આદર કરવાનું આમ સર્વત્ર કહેવાયું છે, પરંતુ શાસ્ત્રને સર્વોપરી માનવાનું ત્યારે જ બને કે જ્યારે આત્મા હિત કરવા તત્પર થયેલો હોય.
જ્યાં સુધી ઇન્દ્રિયોનાં વિષયસુખોમાં જ આસક્ત હોય, કષાયોને પરવશ હોય, સંજ્ઞાઓના પ્રભાવ નીચે દબાયેલો હોય ત્યાં સુધી શાસ્ત્ર પ્રત્યે અભિરુચિ ન થઈ શકે; શાસ્ત્રનો આદર ન થઈ શકે.
આજના વિજ્ઞાનયુગમાં અને ભૌતિકવાદના જુવાળમાં શાસ્ત્રોનું અધ્યયન ઘણું ઓછું થઈ ગયું છે. શાસ્ત્ર સિવાય એટલું બધું વાંચવાનું મળે છે કે શાસ્ત્ર ૨૦. ચાર નિક્ષેપનું સ્વરૂપ પરિશિષ્ટ ર૫માં જુઓ.
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
જ્ઞાનસાર
વાંચવાની રુચિ જ નથી થતી. બાળકો, યુવાનો, વૃદ્ધો-બધાંને દેશકથાઓ, રાજકથાઓ, ભોજનકથાઓ, સ્ત્રીકથાઓ, સિનેમાકથાઓમાં એવો અનુરાગ જન્મ્યો છે કે શાસ્ત્રકથાઓ તેમને નીરસ લાગે છે. શાસ્ત્રકથાઓ નિરુપયોગી લાગે છે. શાસ્ત્રકથાઓ મનુષ્યના વિકાસમાં કોઈ અગત્યનો ભાગ ભજવતી નથી લાગતી.
પરંતુ જે મુનિ છે, સાધુ છે, તેણે તો શાસ્ત્ર-અધ્યયન દ્વારા પરમાત્મા જિનેશ્વરદેવની અચિંત્ય કૃપાના પાત્ર બનવાનું જ છે.
अदष्टार्थेऽनुधावन्तः शास्त्रदीपं विना जडा: ।
प्राप्नुवन्ति परं खेदं प्रस्खलन्तः पदे पदे । । ५ । । १८९ ।।
અર્થ : શાસ્ત્રરૂપ દીવા વિના પરોક્ષ અર્થમાં પાછળ દોડતા અવિવેકી મનુષ્યો પગલે પગલે ઠોકરો ખાતા અત્યંત ક્લેશ પામે છે.
વિવેચન : જે પ્રત્યક્ષ નથી, કાર્નથી સંભળાતા નથી, આંખે દેખાતા નથી, નાકથી સૂંધી શકાતા નથી, જીભથી ચાખી શકાતા નથી. સ્પર્શથી અનુભવી શકાતા નથી... તેવા પરોક્ષ પદાર્થોનું જ્ઞાન તમે કેવી રીતે મેળવશો? તમે ક્યારના ભટકી રહ્યા છો? કેટલી ઠોકરો ખાધી? કેટલો ક્લેશ થયો? ભાગ્યશાળી, આમ ક્યાં સુધી ભટક્યા કરશો?
પરોક્ષ પદાર્થોમાં મુખ્ય પદાર્થ છે આત્મા! પરોક્ષ પદાર્થોમાં મહત્ત્વપૂર્ણ પદાર્થ છે મોક્ષ! પરોક્ષ પદાર્થોમાં સ્વર્ગ, નર્ક, પુણ્ય, પાપ, મહાવિદેહ વગેરે ક્ષેત્રો... વગેરે અનેક પદાર્થોનો સમાવેશ થાય છે. આ પરોક્ષ પદાર્થોની સૃષ્ટિની ગાઈડ છે શાસ્ત્ર! પરોક્ષ પદાર્થોને ઓળખાવનાર... બતાવનાર દીવો છે શાસ્ત્ર! શાસ્ત્રોની ‘ગાઈડ’ વિના, શાસ્ત્રોના દીપક વિના તમે એ પરોક્ષ પદાર્થોની સૃષ્ટિમાં અટવાઈ જવાના, કંટાળી જવાના! આંધળો મનુષ્ય અજાણ્યા પ્રદેશમાં ભટકાય નહીં, તો થાય શું? પછી તમે કહેશો ‘એ બધું કલ્પના છે!’
શાસ્ત્રોને સ્પર્ધા વિના પશ્ચિમના દેશોની ડિગ્રી લઈને વિદ્વાન બનેલા અને પોતાની જાતને બુદ્ધિશાળી સમજતા મનુષ્યો પરોક્ષ દુનિયાને માત્ર ‘કલ્પના, કહીને એ દિશામાં પગ જ નથી મૂકતા,
મહામુનિ, તમે તો એ પરોક્ષ દુનિયાનાં રહસ્યો જાણવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છો, તમારે તો એ અગમ-અર્ચાચરનાં રહસ્યો પામવાં જ પડશે, તે માટે શાસ્ત્રજ્ઞાનનો દીપક તમારી પાસે જ રાખવો પડશે. અંધકારભર્યા પ્રદેશમાં
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
શાસ્ત્ર મુસાફરી કરનાર ગૃહસ્થ “બેટરી સાથે જ રાખે છે ને! કોઈ ખાડામાં પગ ન પડી જાય, કોઈ કાંટો પગમાં પેસી ન જાય, કોઈ પથ્થર સાથે ટકરાઈ ન જવાય. એ માટે “બેટરીને ખૂબ જ મહત્ત્વનું સાધન સમજીને પાસે જ રાખે છે. પરોક્ષ પદાર્થોની દુનિયામાં શાસ્ત્રદીપકની પ્રકાશ રેલાવતી બેટરી જોઈએ જ; નહીંતર અજ્ઞાનના ખાડામાં પગ પડી જાય. રાગના કાંટા પગને આરપાર વીંધી નાખે, મિથ્યાત્વના પથ્થરો સાથે અથડાઈ જવાય...માટે શાસ્ત્રજ્ઞાનનો દીપક સાથે જ રાખો.
પરોક્ષ દુનિયાનાં રહસ્યો જાણવાં છે ને? આત્માની, પરમાત્માની અને મોક્ષની અવનવી, અપૂર્વ અને અભુત વાતો સાંભળવી છે ને? આત્મા પર પથરાયેલી અનંત કર્મોની જાળની રચના જાણ્યા વિના કર્મોનાં બંધનો કેવી રીતે તોડશો? શાસ્ત્રજ્ઞાનના દીવા વિના કર્મોની જાળમાં અટવાઈ જવાનું થશે!
હા, પરોક્ષ પદાર્થોની પરિશોધમાં તમને રસ નથી, પરોક્ષ પદાર્થોની પ્રાપ્તિ માટેનો થનગનાટ નથી, પરોક્ષ પદાર્થોનો ભંડાર મેળવવા માટે સાહસો ખેડવાની હિંમત નથી, તો શાસ્ત્રોના જ્ઞાનમાં તમને અભિરુચિ થઈ શકવાની નથી. શાસ્ત્રજ્ઞાનનો દીપક હાથમાં રાખીને ફરવાનું તમે શું પસંદ નહીં કરો?
પરોક્ષ પદાર્થોને જાણવા-જોવા માટે રસપ્રચુરતા જોઈએ... ઊછળતો થનગનાટ જોઈએ.. જીવસટોસટનાં સાહસ ખેડનારી સાહસિકતા જોઈએ. તો એની ગાઈડ' મેળવવાનું મન થાય ને! પરોક્ષ પદાર્થોનું પ્રમાણ, સ્થાન, માર્ગ, સાવધાનીઓ, પહાડો, નદીઓ, વનો...મહાવનો, સાધનો... વગેરે માહિતી વિના પરોક્ષ દુનિયાની સફર કેવી રીતે થઈ શકે?
એટલા માટે શાસ્ત્રજ્ઞાનની આવશ્યકતા છે. હા, શાસ્ત્રજ્ઞાન મેળવવાનો સાવ ક્ષયોપશમ ન હોય તો શાસ્ત્રજ્ઞાની મહાપુરુષોને અનુસરજો. એમના કહ્યા મુજબ જ ચાલજો, તો પણ તમે પરોક્ષ અર્થના ભંડારની નજીક પહોંચી જશો. દ્રાવિડ અને વારિખિલ્લની સાથે, પુંડરિકસ્વામી સાથે અને પાંડવો વગેરેની સાથે કરોડો મુનિઓ પરોક્ષ અર્થની ટોચે પહોંચી ગયા, એ કેવી રીતે? જ્ઞાનીઓના સહારે! મુનિ માટે શાસ્ત્રજ્ઞાન જે ફરજિયાત બનાવવામાં આવ્યું છે તે હેતુપૂર્વક છે. મુનિ પરોક્ષ દુનિયાનો યાત્રિક છે!
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૯૦
www.kobatirth.org
शुद्धोञछाद्यपि शास्त्राज्ञानिरपेक्षस्य नो हितम् ।
भौतहन्तुर्यथा तस्य पदस्पर्शनिवारणम् । । ६ । ।१९० ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન : એક મોટું જંગલ.
જંગલમાં ભીલ લોકો વસે.
તેમનો રાજા ભિલ્લરાજા કહેવાય.
અર્થ : શાસ્ત્ર-અજ્ઞાની અપેક્ષારહિત-સ્વચ્છંદમતિને શુદ્ધ ભિક્ષા વગેરે બાહ્ય આચાર પણ હિતકારી નથી, જેમ ભૌતમતિને હણનાર ભૌતમતિના પગે સ્પર્શ કરવાનો નિષેધ કરવો.
જ્ઞાનસાર
ભિલ્લરાજાએ એક ગુરુ કર્યા. તેમનું નામ ભૌતમતિ, ભૌતમતિ જોગી પાસે એક સુંદર છત્ર હતું. મયૂરપિચ્છનું તે બનેલું હતું. કારીગરીનો એક નમૂનો જોઈ લ્યો! ભિલ્લરાજાની રાણીને એ છત્ર ખૂબ ગમી ગયું. તેણે રાજાને એ છત્ર લાવી આપવા કહ્યું. ભિલ્લરાજ તો ગયો ગુરુદેવ પાસે, 'ગુરુદેવ! આપનું છત્ર રાણીને ગમી ગયું છે. આપ તે આપો!' ‘ના, એ નહીં બને.’
ગુરુએ છત્ર આપવાની ઘસીને ના પાડી. ભિલ્લ૨ાજા ક્રોધે ભરાઈને ગયો. રાજસભામાં આવી સુભટોને આજ્ઞા કરી : ‘જાઓ, ભૌતમતિ ગુરુનો વધ કરી છત્ર લઈ આવો.'
સુભટો રવાના થયા, પરંતુ તુરંત ભિલ્લરાજે બોલાવીને કહ્યું :
‘જો જો, ગુરુના પગ-ચરણ પૂજ્ય હોવાથી ત્યાં ઘા કરશો નહીં...'
For Private And Personal Use Only
સુભટોએ આજ્ઞા શિરોધાર્ય કરી. રવાના થયા. ગુરુની પાસે પહોંચી, દૂરથી તીરનો ઘા કરી, ગુરુને વીંધી નાખ્યા! ને છત્ર લઈ ભિલ્લ૨ાજા પાસે ગયા. રાજાએ પૂછ્યું :
‘ગુરુદેવના ચરણે તો અડ્યા નહોતા ને?’
ના જી, અમે તો દૂરથી જ તીર મારીને વીંધી નાખ્યા!' ભિલ્લરાજાની ગુરુભક્તિ કેવી!
શાસ્ત્રોની આજ્ઞા લોપીને ભલેને તમે શુદ્ધ ૪૨ દોષરહિત ભિક્ષા લઈ આવો, નિર્દોષ વસતિમાં ઊતરો, મહાવ્રતોને પાળો... પરંતુ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એટલે આત્માને જ હણી નાખ્યો... આત્માને હણીને ગમે તેટલા બાહ્ય
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૧
શાસ્ત્ર આચારો પાળવાની કોઈ કિંમત નથી. જિનાજ્ઞા-નિરપેક્ષ રહીને પાળેલા બાહ્ય આચાર આત્માનું અહિત કરે છે, માટે જિનાજ્ઞાનું પરિજ્ઞાન હોવું જરૂરી છે.
એટલે, કોઈ મુનિ એમ માને કે “આપણે શાસ્ત્ર-સ્વાધ્યાયની શી જરૂર છે? આપણે તો બેતાલીસ દોષ ટાળીને ભિક્ષા લાવીશું. પાંચ મહાવ્રતોનું પાલન કરીશું. પ્રતિક્રમણ, પ્રતિલેખણ, આદિ ક્રિયાઓ કરીશું. ઉપવાસ, આયંબિલ વગેરે તપ કરીશું.' આવું માનતા અને આચરતા મુનિઓને ઉદ્દેશીને અહીં કહેવાયું છે ? તમારા બાહ્ય આચારો તમારું આત્મહિત નહીં કરે.... જિનાજ્ઞા મુજબ તમારું આચરણ નથી.. તમે જિનાજ્ઞાને જાણવા પ્રયત્ન નથી કરતા, એ જ મોટો દોષ છે.
વર્તમાનકાળે જિનાજ્ઞા ૪૫ આગમસૂત્રોમાં સંકળાયેલી છે. ૧૧ અંગ+૧૨ ઉપાંગ+છેદ૪ મૂળ+૧૦ પયગ્રા+૨ નંદીસુત્ર અને અનુયોગ દ્વાર=૪૫ મૂળ સૂત્રો. એના પર લખાયેલી ચૂર્ણાઓ, ભાષ્યો, નિયુક્તિઓ અને ટીકાઓઆમ પંચાંગી આગમનું અધ્યયન કરવાથી જ જિનાજ્ઞાનો યથાર્થ બોધ થઈ શકે. મૂળ સૂત્રો જ માનીને તેના અર્થ પોતાની બુદ્ધિ અનુસાર કરનાર જિનાજ્ઞાને સમજી શકતો નથી. અથવા ૪૫ આગમોમાંથી અમુક આગમ માને અને અમુક ન માને, તો પણ તેને જિનાજ્ઞાનું પરિજ્ઞાન થઈ શકતું નથી.
પંચાંગી આગમ ઉપરાંત શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, શ્રી ઉમાસ્વાતિ વાચક, શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી હેમચંદ્રસૂરિજી, શ્રી વાદિદેવસૂરિજી, શ્રી શાંતિસૂરિજી, શ્રી વિમલાચાર્ય, શ્રી યશોદેવસૂરિ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આદિ મહર્ષિઓની મૌલિક ગ્રંથરચનાઓનું અધ્યયન કરવું પણ જરૂરી છે. આ પૂર્વાચાર્ય ભગવંતોએ આગમોક્ત જિનાજ્ઞાને તર્કસિદ્ધ કરી એ જિનાજ્ઞાઓનાં રહસ્ય પ્રગટ કરેલાં છે.
જિનાજ્ઞાનું જ્ઞાન મેળવીને પાળેલા આચારો આત્મહિત કરે છે. સદૈવ જિનાજ્ઞા સાપેક્ષતા અપૂર્વ કર્મક્ષય કરી આપે છે “મારી પ્રત્યેક વૃત્તિ જિનાજ્ઞાઅનુસાર હું કરીશ..” આવો ભાવ મુનિના હૃદયમાં નિરંતર રહેવો જોઈએ.
૨૧, બેતાલીસ દોષ જુઓ પરિશિષ્ટ ૨૭. ૨૨. ૪૫ આગમસૂત્રો માટે જુઓ પરિશિષ્ટ ૨૬.
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૨૯૨
अज्ञानाऽहिमहामंत्र स्वाच्छन्द्यज्वरलङ्घनम्। धर्मारामसुधाकुल्यां शास्त्रमाहुमहर्षयः ।।७।।१९१ ।। અર્થ : મોટા ઋષિઓ શાસ્ત્રને અજ્ઞાનરૂપ સર્પનું ઝેર ઉતારવામાં મહામંત્ર સમાન, સ્વચ્છંદતારૂપ જ્વરનો નાશ કરવામાં ઉપવાસ સમાન, ધર્મરૂપ બગીચામાં અમૃતની નીક સમાન કહે છે. વિવેચન : કહે છે કે* સર્પનું ઝેર મહામંત્ર ઉતારી નાખે છે! * ઉપવાસ કરવાથી તાવ ઊતરી જાય છે! * પાણીના સિંચનથી ઉદ્યાન લીલુંછમ રહે છે! તમને કોઈ સર્પનું ઝેર ચડ્યું છે, તે તમે જાણો છો? તમને તાવનો તપારો છે, એનું તમને ભાન છે? તમારું ઉદ્યાન પાણી વિના વેરાન-ઉજ્જડ બની ગયું છે, એનો તમને ખ્યાલ છે?
અને એ માટે તમે કોઈ મહામંત્રને શોધો છો? કોઈ ઔષધની તપાસ કરો છો? કોઈ પાણીની નીક તમારા બગીચામાં વહેતી કરવા ચાહો છો? તમારે ફાંફાં મારવાની જરૂર નથી, આડાઅવળા ભટકવાની આવશ્યકતા નથી. ચિંતા, શોકથી ભયભીત થવાની જરૂર નથી.
હા, તમે નિદાન કરાવવા માંગો છો? ભલે, આવો, અહીં શાન્તિથી બેસો. તમને “અજ્ઞાન” નામના સર્પનું ઝેર ચહ્યું છે. તમને “સ્વચ્છંદતા' નામનો તાવ આવી રહ્યો છે... ને ઘણા સમયથી આવી રહ્યો છે, ખરું ને?
તમારો ધર્મ' નામનો બગીચો સુકાઈ રહ્યો છે? તમને નિદાન સારું લાગે તો જ ઔષધાદિ લેજો. જેવું નિદાન સચોટ છે, તેવા જ તેના નિવારણના ઉપાયો પણ સચોટ છે, અક્સીર છે, રામબાણ છે! - “શાસ્ત્ર' મહામંત્રનો જાપ કરો, અજ્ઞાન-સર્પનું ઝેર ઊતરી જશે. “શાસ્ત્ર' નામનો ઉપવાસ કરો, તમારો તાવ દૂર ભાગી જશે. “શાસ્ત્રની નીક વહાવો, ધર્મરૂપી બગીચો નવપલ્લવિત બની જશે.
હા, કોઈ એકાદ દિવસ કે એકાદ મહિનો... વરસ “શાસ્ત્રનો સ્વાધ્યાયજાપ કરવા માત્રથી અજ્ઞાન સર્પનું ઝેર નહીં ઊતરે! સંપૂર્ણ જીવનમાં દિવસરાત પ્રતિક્ષણ શાસ્ત્રનો જાપ ચાલતો રહેવો જોઈએ. સ્વચ્છંદતાનો તાવ ઉતારવા શાસ્ત્ર-સ્વાધ્યાયરૂપ ઉપવાસ ઘણા કરવા પડશે. તાવ જૂનો છે ને
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્ર
૨૯૩ આત્માના પ્રદેશ પ્રદેશે તેની ખરાબ અસરો વ્યાપી ગઈ છે, તેને દૂર કરવા ઉપવાસ ઘણા કરવા પડશે, શાસ્ત્રની નીક દ્વારા ધર્મ-બગીચાને નિરંતર સીંચવો પડશે, નહિતર સુકાઈ જતાં વાર નહીં લાગે. શાસ્ત્રનું અધ્યયન શા માટે કરવાનું છે, એ તમે જાયું ને? આ બધાં લક્ષથી જો શાસ્ત્રનું અધ્યયન કરશો તો તમારા આત્માના દિદાર ફરી જશે. ઝેર ઊતરી જતાં તમને કેવો આનંદ થશે, તેની કલ્પના કરો. તાવ ઊતરી જતાં તમને કેવી પ્રસન્નતા થશે, તેનો ખ્યાલ કરો, બગીચો લીલોછમ બની જશે, તમને છાયા, ઠંડક અને સુવાસ આપશે. ઝેરરહિત બનીને, નીરોગી બનીને જ્યારે એ ધર્મ-ઉદ્યાનમાં તમે વિશ્રામ કરશો, ત્યારે દેવલોકના ઇન્દ્ર કરતાં પણ તમે ઉત્તમ સુખ અનુભવશો. - હા, ઝેર ચડ્યું હોય, તાવમાં શરીર બળતું હોય, ઉદ્યાનમાં તમને આનંદ ન આવે તો ઉદ્યાનની રમણીયતા તમને પ્રસન્ન નહીં કરી શકે, ઉદ્યાનનાં સુગંધી પુષ્પો તમને સુવાસિત નહીં કરી શકે, ઉદ્યાનનાં વિશ્રામસ્થાનો તમને આરામ નહીં આપી શકે. માટે “શાસ્ત્ર' કે જેના અર્થ ખુદ તીર્થકર ભગવંતે કહેલા છે ને જેને લિપિબદ્ધ શ્રી ગણધર ભગવંતે કરેલા છે, પૂર્વાચાર્ય ભગવંતોએ જેના અર્થોને લોકભોગ્ય બનાવેલા છે, તે શાસ્ત્રનું નિરંતર ચિંતન કરો.
શાસ્ત્રસ્વાધ્યાય વ્યસનરૂપ બની જવો જોઈએ. એના વિના ચેન જ ન પડે. બધું મળે પણ શાસ્ત્રીસ્વાધ્યાય ન થાય ત્યાં સુધી અકળામણ રહે! પરંતુ જેમ જેમ શાસ્ત્ર સ્વાધ્યાય વધતો જાય, તેમ તેમ અજ્ઞાન, સ્વચ્છંદતા અને ધર્મહીનતા દૂર થતી જાય છે કે નહીં, તેનું ધ્યાન રાખજો. એ માટે જ શાસ્ત્રસ્વાધ્યાય કરવાનો છે, એ તમને સતત યાદ રહેવું જોઈએ.
शास्त्रोक्ताचारकर्ता च शास्त्रज्ञः शास्त्रदेशकः।
शास्त्रैकद्दम् महायोगी प्राप्नोति परमं पदम् ।।८।।१९२ ।। અર્થ : શાસ્ત્રમાં કહેલા આચારને પાળનાર, શાસ્ત્રને જાણનાર, શાસ્ત્રનો ઉપદેશ આપનાર અને શાસ્ત્રમાં એક દષ્ટિવાળા મહાન યોગી પરમ પદને પામે છે. વિવેચન : મહાયોગી! શાસ્ત્રોને જાણનારા હોય, શાસ્ત્રનો ઉપદેશ આપનારા હોય, શાસ્ત્રમાં પ્રતિપાદિત આચારોને સ્વજીવનમાં જીવનાર હોય.
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
જ્ઞાનસાર
આ ત્રણેયનો સુસંવાદ જેના જીવનમાં દેખાય, તે મહાયોગી છે. આ ત્રણેય વાતોની ચાવી છે : શાસ્ત્રદૃષ્ટિ! શાસ્ત્રદૃષ્ટિ વિના શાસ્ત્રોને જાણવાનું ન બને, ઉપદેશ આપવાનું ન બને અને શાસ્ત્રીય જીવન જીવવાનો પુરુષાર્થ
ન થાય.
મહાયોગી બનવા માટે પહેલી શરત છે શાસ્ત્રદૃષ્ટિની. દૃષ્ટિ શાસ્ત્ર તરફ જ મંડાયેલી રહે. પોતાની વૃત્તિઓ, વિચારો, વલણો વગેરેનું વિલીનીકરણ એક શાસ્ત્રમાં જ કરી દીધું હોય. શાસ્ત્રથી ભિન્ન જેની વૃત્તિ નહીં કે વિચાર નહીં! શાસ્ત્રીય વાતોથી પોતાની વૃત્તિઓને ભાવિત કરી દીધી હોય. એના વિચારો જ શાસ્ત્રીય બની ગયા હોય. એનો સુદૃઢ સંક્લ્પ થયેલો હોય કે ‘શાસ્ત્રથી જ સ્વ-પરઆત્માનું હિત થવાનું છે.' એટલે એ મહાયોગી એ હિતકારી શાસ્ત્રીય વાર્તાનો જ ઉપદેશ ન આપે. લોકોની અભિરુચિ શાસ્ત્ર વિરુદ્ધ વાતોની હોય, છતાં આ મહાત્મા એવી વાતોના ઉપદેશ દ્વારા લોકરંજન ન કરે. અહિતકારી ઉપદેશ મહાયોગી ન જ આપે.
પોતાનું આત્મહિત પણ શાસ્ત્રના માર્ગદર્શન મુજબ જ સાધે. જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં શાસ્ત્ર માર્ગદર્શન આપેલું છે. મોટી અને નાની સર્વ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી, શાસ્ત્ર ખૂબ જ સ્પષ્ટ અને સુંદર વિધિ બતાવી છે. યોગી એ જાણે અને જીવે. સુપાત્રને એનો ઉપદેશ પણ આપે.
મોક્ષમાર્ગની જેણે આરાધના કરવી છે, આત્માનું સ્વાભાવિક સ્વરૂપ જેણે પ્રગટ કરવું છે, તેણે શાસ્ત્રનો આદર ક૨વો જ પડશે. ભલે શાસ્ત્રો પ્રાચીન છે, પરંતુ તે નિત્ય નૂતન સંદેશ આપે છે. જેણે આત્મહિત કરવું છે, તેના માટે તો શાસ્ત્ર સિવાય બીજો કોઈ માર્ગ નથી. હા, જેને દુન્યવી જીવન જ જીવવું છે, આત્મા, મોક્ષ કે પરલોકનો વિચાર નથી, એવાં વિદ્વાનો, બુદ્ધિમાનો કે રાષ્ટ્રનેતાઓ ભલે શાસ્ત્રોની પરવા ન કરે; ભલે શાસ્ત્રોની અવગણના કરે, તેમના આદર્શો જુદા છે, તમારા આદર્શો જુદા છે! માટે, મન-વચનકાયાથી શાસ્ત્રની ઉપાસનામાં લાગી જાઓ.
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાહ્ય-અંતરંગ પરિગ્રહના પરિગ્રહત્યાગ
[P? like •+1K ]]c
ble aft & läb<]+ *@IM ;F
પણ નમતા હોય છે. આવા
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિરિગ્રહ-ત્યાગ
--
.
.
પરિગ્રહ! આ “ગ્રહનો પ્રભાવ સકલ વિશ્વ પર છવાયેલો છે, આશ્ચર્ય એ છે કે મનુષ્ય બીજા-બીજા ગ્રહોની અસરોથી મુક્ત થવા ચાહે છે, જ્યારે આ “પરિગ્રહ'ની અસરો મેળવવા ઈચ્છે છે! આ પાપગ્રહની શી અસરો છે, એ તમારે જાણવું જ પડશે. દિલને કંપાવનારી અને ધન-મૂચ્છને ધ્રુજાવનારી પરિગ્રહની વાતો વાંચીને તમે એક નવી દિવ્ય દૃષ્ટિ મેળવશો.
..
.
---
-
- - -
-----
-
-
-
-
*
*, **
(
)
-
-
-
-
-
-
-
-
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૨૯૬
न परावर्तते राशेर्वक्रतां जातु नोज्झति।
परिग्रहग्रहः कोऽयं विडम्बितजगत्त्रयः ।।१।।१९३।। અર્થ : જે રાશિથી પાછો ફરતો નથી, કદી પણ વક્રતાને તજતો નથી, જેણે ત્રણ જગતને વિડંબના પમાડી છે, એવો આ પરિગ્રહરૂપ ગ્રહ કયો છે?
વિવેચન : સો-બસો, હજાર-બે હજાર, લાખ-બે લાખ કરોડ-બે કરોડ...! અબજ...દસ...અબજ...?
બસ, આગળ જ આંક વધતો જાય, પાછું વળી જોવાની વાત નહીં! “પરિગ્રહ' નામના ગ્રહે જીવના જન્મનક્ષત્ર પર ભરડો લીધો છે. એના ઉધામા, એની તૃષ્ણા અને એની વ્યાકુળતા જોઈ છે? જો તમે સ્વયં આ પાપી ગ્રહની અસર નીચે હશો તો તમે એ ઉધામા, તૃષ્ણા કે વ્યાકુળતાની વેદના નહીં સમજી શકો. નદીના પૂરમાં તણાતો માનવી બીજા તણાતા જીવોને જોઈ શકતો નથી. કિનારે ઊભેલા પુરુષો એ જીવોની વિટંબણા, ત્રાસ અને અસહાયતા જુએ છે. “પરિગ્રહ” ગ્રહની અસરથી વિમુક્ત થયેલા મહાત્મા પુરુષો જોઈ શકે છે કે “પરિગ્રહ” ગ્રહની સર્વભક્ષી અસરમાં જીવો કેવા તરફડે છે!
ધન-સંપત્તિ અને વૈભવના ઉત્તુંગ શિખર પર આરોહણ કરવા મથી રહેલા જીવોને કરુણાસિમ્પ ઉપાધ્યાયજી કહે છે : “હે જીવ! તું આ વ્યર્થ પુરુષાર્થ ત્યજી દે. આજદિન પર્યત કોઈ માનવી કે કોઈ દેવ-દેવેન્દ્ર એ ભૌતિક સંપત્તિના શિખરે પહોંચ્યો નથી, કારણ કે એના શિખરની ટોચે પહોંચાય એમ જ નથી.. એ અનંત છે! તું એ સોહામણા દેખાતા શિખરના અરમાન ત્યજી દે. નાહક વિટંબણા શા માટે પામે છે?
અને આ પરિગ્રહની વક્રતા તો જુઓ! જીવની ઈચ્છાથી વિપરીત જ ચાલે! જેને સંપત્તિ-વૈભવનો જરા ય રાગ નથી. તેની ચારે બાજુ સંપત્તિવૈભવની દુનિયા સર્જાઈ જાય છે.... ને વૈભવ માટે વલખાં મારે છે તેનાથી તે લાખો જોજન દૂર રહે છે! પરિગ્રહ જ માનવીની ભવ્ય ભાવનાઓનું ભસ્મીકરણ કરે છે... વિવેકનું વિલીનીકરણ કરે છે... પછી જુઓ એ માનવીની વક્રતા.. એ સીધો ચાલે જ નહીં!
કોઈ ખગોળશાસ્ત્રીએ આજદિન પર્યત આ ત્રણેય જગતને અશાન્ત કરનાર “પરિગ્રહ” ની શોધ કરી નથી... એની વ્યાપક અસરોનું વિજ્ઞાન શોધ્યું નથી.
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિગ્રહ-ત્યાગ
૨૯૭ આ “ગ્રહને તો માત્ર સર્વજ્ઞ પરમાત્માએ જ જોયો છે, ને તેની અસરની ભયાનકતા બતાવી છે.
असन्तोषमविश्वासमारम्भं दुःखकारणम्। मत्वा मूर्छाफलं कुर्यात् परिग्रहनियन्त्रणम् ।।
- યોગાસ્ત્ર પરિગ્રહ એટલે મૂર્છાગૃદ્ધિ...આસક્તિ. એનાં ફળ આ છે : અસંતોષ, અવિશ્વાસ અને આરંભ. આ ત્રણેયનું ફળ છે- દુઃખ, ત્રાસ અને અશાન્તિ. માટે પરિગ્રહનું નિયંત્રણ કરવું જોઈએ.
ત્રિભુવનને નચાવનાર આ દુષ્ટ ગ્રહને ઉપશાન્ત કર્યા વિના સુખ-શાન્તિ મળે એમ નથી. સગર ચક્રવર્તીને કેટલા પુત્રો હતા? કુચિકર્ણને કેટલી ગાયો હતી? તિલક શ્રેષ્ઠીને ત્યાં કેટલું ધાન્ય હતું? ને મગધસમ્રાટ નંદરાજા પાસે કેટલું સોનું હતું? છતાં તૃપ્તિ હતી? શાન્તિ હતી?
પરિગ્રહની વૃત્તિ દ્રવ્યનું ઉપાર્જન, સંરક્ષણ અને સંવર્ધન કરવાની પ્રવૃત્તિ કરાવે છે. એ પ્રવૃત્તિમાં પરપદાર્થોમાં મમત્વ દૃઢ થતું જાય છે, આસક્તિ વધતી જાય છે... તેથી એક બાજુ ધર્મક્રિયાઓ કરવા છતાં ય આત્મભાવ નિર્મળ બનતો નથી, તામસભાવ ને રાજસભાવ ઊછળતા રહે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજા કહે છે :
दोषास्तु पर्वतस्थूलाः प्रादुष्यन्ति परिग्रहे।' પર્વત જેવા ભારે દોષો પરિગ્રહ પેદા કરે છે. પરિગ્રહથી આવર્જિત મનુષ્ય પિતાનો પણ વધ કરે, પરમાત્મા ને, સદ્દગુરુને પણ અવગણી નાખે, મુનિહત્યા કરે, અસત્ય બોલે, ચોરી કરે...
ધન-ધાન્ય-પરિવાર-બંગલા-મોટર... વગેરે પરિગ્રહ છે. આત્માથી ભિન્ન પદાર્થો પર મૂચ્છ-મમત્વ પરિગ્રહ છે. પરિગ્રહનો ત્યાગ કર્યા વિના આત્મા પ્રશાંત નહીં બને.
परिग्रहग्रहावेशाद् दुर्भाषितरजः किराम् ।
श्रूयन्ते विकृताः किं न प्रलापा लिङ्गिनामपि ।।२।।१९४ ।। અર્થ : પરિગ્રહરૂપ ગ્રહનો પ્રવેશ થવાથી ઉત્સુત્રભાષણરૂપ ધૂળ ઉડાડનારા વેશધારીઓના પણ વિકારવાળા બકવાદ શું સંભળાતા નથી?
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮.
જ્ઞાનસાર વિવેચન : ધન-સંપત્તિ અને બંગલા-મોટરોમાં ખોવાઈ ગયેલા, પરિગ્રહના રંગે રંગાઈ ગયેલા ગૃહસ્થોની વાત છોડો; પરંતુ જેમણે સમગ્ર બાહ્ય પરિગ્રહનો ત્યાગ કર્યો છે, જેમણે ત્યાગી મુનિનો વેશ ધારણ કર્યો છે, જેમણે આત્માનંદની પૂર્ણતાનો પંથ પકડ્યો છે... એવાઓ જ્યારે પરિગ્રહના રંગે રંગાતા જોવા મળે, ત્યારે કયા જ્ઞાનદષ્ટિપુરુષને ખેદ ન થાય?
મુનિ અને પરિગ્રહ? પરિગ્રહનાં પોટલાંઓને પંપાળતો મુનિ, મુનિજીવનનાં કર્તવ્યોથી ભ્રષ્ટ થાય છે, મહાવ્રતોના પુનિત પાલનમાં શિથિલ બને છે, જિનમાર્ગની આરાધનાના આદર્શને કલંકિત કરે છે... ખેર, જ્ઞાન અને ચારિત્રનાં વિપુલ સાધનોનો સંગ્રહ કરવા છતાં જે મુનિ એમ સમજે છે કે “હું યોગ્ય નથી કરી રહ્ય... પરિગ્રહના પાપમાં ઢસડાઈ રહ્યો છું,' તે મુનિ બીજાઓને પરિગ્રહનો માર્ગ નહીં બતાવે. તે મુનિ પરિગ્રહના માધ્યમથી પોતાનું ગૌરવ નહીં ગાય, તે મુનિ પોતાનું અનુકરણ કરવા જતાં બીજા મુનિઓને કાનમાં કહેશે : “મુનિવરો, આ જંજાળમાં અટવાશો નહીં. માર્ગથી ભ્રષ્ટ થશો. હું તો એમાં ગૂંથાઈ ગયો છું...મારું અનુકરણ ન કરશો. તમે તો નિર્લેપ રહ...આરાધનાના માર્ગે આગળ વધો.
પરંતુ જે મુનિ આંતરનિરીક્ષણ નથી કરતો, પોતાની ત્રુટિઓને નથી જોતો. તે તો સ્વયં પરિગ્રહ ભેગો કરનારો મજૂરિયો બનવાનો અને બીજાઓને પરિગ્રહી બનવાનો ઉપદેશ આપવાનો! તેનો ઉપદેશ માર્ગાનુસારી નહીં, પરંતુ ઉન્માર્ગપોષક હશે. તે કહેશે : અમે તો સમ્યગુ-જ્ઞાનનાં સાધનો રાખીએ છીએ.. અમે તો સમ્યક ચારિત્રનાં ઉપકરણો રાખીએ છીએ. અમે ક્યાં કંચન-કામિનીનો સંગ કરીએ છીએ? પછી પાપ શાનું? અને અમે જે રાખીએ છીએ એના પર અમને મમત્વ ક્યાં છે? મમત્વ હોય તો પરિગ્રહ!'- આમ પોતાનો બચાવ કરશે અને “આવો પરિગ્રહ તો રખાય' એવો ઉપદેશ આપશે.
ઉપદેશ આપીને પુસ્તકો છપાવવા માટે લાખો રૂપિયા ભેગા કરી, એના પર પોતાનો અધિકાર સ્થાપિત કરી, કોઈ પોતાના ભક્તની તિજોરીમાં રખાવવા-એ શું પરિગ્રહ નથી? ઉપાશ્રયો, જ્ઞાનમંદિરો અને ધર્મશાળાઓ બંધાવવા માટે ઉપદેશ આપી કરોડો રૂપિયાનો વહીવટ પોતાના હાથમાં રાખી ફરવું-એ શું પરિગ્રહ નથી? હજારો પુસ્તકો ખરીદ કરી, તેના પર પોતાનું નામ છપાવી. તે સંગ્રહના માલિક બનવું, તે શું પરિગ્રહ નથી? એટલું જ નહીં, એ બધાં પર ગર્વ ધારણ કરવો અને એ બધાં પરિગ્રહના માધ્યમથી પોતાની મોટાઈ બતાવવી.. તે શું મુનિપણું છે? પૂજ્ય ઉપાધ્યાયજી
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિગ્રહ-ત્યાગ
૨૯૯ મહારાજ આવા પરિગ્રહીઓને “વેશધારી કહે છે. માત્ર વેશ મુનિનો, આચરણ ગૃહસ્થનું! અપરિગ્રહનો ઉપદેશ આપનાર જ્યારે પરિગ્રહનાં શિખરો સર કરવાની હડાહડ કરે, ત્યારે કયા જ્ઞાનીપુરુષના દિલમાં કકળાટ ન થાય?
એક ત્યાગીપુરુષ પાસે એક શ્રીમંત ભક્ત ગયો. વંદના કરી તેણે કહ્યું : મારે હજાર રૂપિયા દુઃખી માણસોને વહેંચવા છે.... આપ જેને ઠીક લાગે તેને આપશો.”
ભક્ત સો-સોની દસ નોટ કાઢીને સામે મૂકી. ત્યાગીપુરુષ બે મિનિટ એ ભક્ત સામે જોઈ રહ્યા, ને કહ્યું : “આ કામ તમારા મુનીમને સોંપજો, હું મુનીમ નથી.” શેઠે નોટો ખિસ્સામાં મૂકી. ક્ષમા માગી, ચાલ્યા ગયા. અંતરમાં મુનિને ધન્યવાદ આપતા ગયા.
મુનિજીવનમાં આવી જ રીતે પરિગ્રહ પ્રવેશ કરે છે. તેમાં જો સાવધાની ન રહે તો પરિગ્રહની પાપ અસર છવાઈ ગઈ સમજો. શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે કહ્યું છે :
तप:श्रुतपरीवारां शमसाम्राज्यसम्पदम् । परिग्रह-ग्रहग्रस्तास्त्यजेयुर्योगिनोऽपि हि ।।
- યોગરાત્રે પરિગ્રહનો પાપગ્રહ જ્યારે યોગીપુરુષને પણ ગ્રસી લે છે ત્યારે તેઓ તપ, ત્યાગ, જ્ઞાન-ધ્યાન, ક્ષમા, નમ્રતા.... વગેરે આવ્યેતર લક્ષ્મીનો ત્યાગ કરી દે છે. એટલું જ નહીં, પરંતુ જિનમતના અપરિગ્રહવાદને વિકૃત રૂપે પ્રરૂપે છે... શું વેશધારીઓને પોતાના પરિગ્રહનો બચાવ કરતા સાંભળ્યા નથી? ‘ઉપમિતિ' ગ્રન્થમાં કહ્યું છે કે આવાં જીવો અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરે છે.
यस्त्यक्त्वा तृणवद् बाह्यमान्तरं च परिग्रहम् ।
उदास्ते तत्पदाम्भोजं पर्युपास्ते जगत् त्रयी ।।३ ।।१९५।। અર્થ : જે તૃણની જેમ બાહ્ય-આત્યંતર પરિગ્રહને તજીને ઉદાસીન રહે છે તેનાં ચરણકમલને ત્રણેય જગત સેવે છે.
વિવેચન : તે પુણ્યપુરુષ વંદનીય છે, પૂજનીય છે, જે ધન-સંપત્તિ, કુટુંબપરિવાર, સોનું-ચાંદી, હીરા-મોતી... વગેરેનો ત્યાગ કરે છે. તે મહાત્મા સેવનીય છે, જે મિથ્યાત્વ-અવિરતિ-કષાય, ગારવ-પ્રમાદ આદિનો ત્યાગ
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩oo.
જ્ઞાનસાર કરે છે, ત્યાગ કરીને જે નિર્મમ અને નિરહંકાર બની આ પૃથ્વીતલ પર વિચરે છે. આવો ત્યાગી યોગી જ વંદનીય છે, જેને વંદવાથી, સેવવાથી કર્મનો ક્ષય થાય, દોષોનો નાશ થાય, ગુણોનો આવિર્ભાવ થાય.
ધન-સંપત્તિ વગેરે બાહ્ય પરિગ્રહ છે. મિથ્યાત્વ-અવિરતિ વગેરે આવ્યંતર પરિગ્રહ છે.
આ બંને પરિગ્રહનો ત્યાગ યોગી તૃણની જેમ કરે, કચરાની જેમ કરે... ઘરમાંથી કચરો બહાર ફેંકી દેનારને કચરાના ત્યાગનો ગર્વ નથી હોતો... ફેંકી દેવા જેવી વસ્તુ ફેંકી દીધી; તેના પર ગર્વ શાનો? જેમ કચરો સંગ્રહ કરવાની વસ્તુ નથી, તેમ પરિગ્રહ સંગ્રહ કરવાની વસ્તુ નથી. એ ત્યાગ કરવા યોગ્ય વસ્તુ છે... કચરો સમજીને ત્યજી દીધેલા પદાર્થો તરફ પુનઃ આકર્ષણ થતું નથી કીમતી સમજીને ત્યજી દીધેલા પદાર્થો તરફ પુનઃ પુનઃ આકર્ષણ-મમત્વ થયા વિના રહેતું નથી.
લાખો કરોડોનો વૈભવ ત્યજી દીધો... મેં વિશાળ પરિવારનું સુખ ત્યજી દીધું...મહાન ત્યાગ કર્યો છે!' જો આ વિચાર આવ્યો તો સમજવું કે તૃણવત્ ત્યાગ નથી કર્યો. આ રીતે કરેલા ત્યાગની પાછળ ઉદાસીનતા નથી આવતી, ત્યાગી કદીય પોતાને ત્યાગનાં ગાણાં ન ગાય, અરે! મનમાં ય પોતાના ત્યાગનું મહત્ત્વ ન આંકે.
શાલિભદ્ર ૩૨ સ્ત્રીઓનો અને નિત્ય-નવી નવ્વાણું પેટીઓનો ત્યાગ કર્યો... તૃણવતુ એ ત્યાગ હતો.. તો વૈભારગિરિ પર વંદનાર્થે આવેલી માતા અને સ્ત્રીઓના સામે પણ ન જોયું.. ઉદાસીનતાને ધારણ કરી સનતકુમારે ચક્રવતપણાનો ત્યાગ કર્યો. છ મહિના સુધી પાછળ પાછળ આવતાં માતાપિતા અને લાખો રાણીઓ સામે ફરીને નજર પણ ન કરી! ઉદાસીનતાને ધારણ કરતા આગળ વધ્યા.
બાહ્ય પરિગ્રહના ત્યાગ સાથે આવ્યંતર પરિગ્રહનો ત્યાગ થવો જોઈએ. તો જ ઉદાસીનતા આવે..નિર્મમભાવ પ્રગટે. જો આત્યંતર પરિગ્રહ-મિથ્યાત્વ અને કષાયને ફેંકી ન દીધા તો પુન: બાહ્ય પરિગ્રહની લાલસા જાગવાની.. એટલું જ નહીં, મનુષ્યજીવનના પરિગ્રહ કરતાં અનંત ઘણો દૈવી સુખોનો પરિગ્રહ મેળવવાની તૃષ્ણા જાગવાની.
મનુષ્યજીવનનાં સુખોનો ત્યાગ કરી, દેવલોકનાં સુખો મેળવવા માટે
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧
પરિગ્રહ-ત્યાગ
ચારિત્ર પણ લઈ લે, છતાં તે અપરિગ્રહી નથી બનતો. આપ્યંતર પરિગ્રહની ગાંઠ જેમની તેમ રહે છે.
બાહ્ય-આત્યંતર પરિગ્રહનો ત્યાગી નિર્મમ-નિરહંકાર બની આત્માનન્દની પૂર્ણતામાં પોતાને પૂર્ણ સમજે છે. બાહ્ય પદાર્થોથી કદાપિ પૂર્ણ બનવા તે વિચારતો નથી. બાહ્ય પદાર્થોના સંયોગમાં તો તે પોતાની જાતને અપૂર્ણ સમજે છે. માટે તે બાહ્ય પદાર્થોનો ત્યાગ કરી, મનમાંથી પણ એના રાગને ભૂંસી નાખે છે.
બાહ્ય ૩૨ ક્રોડ સોનૈયા અને ૩૨ સ્ત્રીઓના પરિગ્રહનો તૃણવત્ ત્યાગ કરી અને આત્યંતર રાગદ્વેષનો ત્યાગ કરી વૈભારિગિર પર ધ્યાનમાં રહેતા એ ધન્ના અણગારની જ્યારે સમવસરણમાં ભગવાન મહાવીરે પ્રશંસા કરી ત્યારે એ સમવસરણમાં બેઠેલા દેવ-દેવેન્દ્રો અને માનવો, પશુઓ અને પંખીઓ... કોણ એ મહાયોગી ધન્ના અણગારને નહોતું નમી પડ્યું? અરે, મગધસમ્રાટ શ્રેણિક તો વૈભારગિરિના પથ્થરો ઠેકતા ઠેઠ એ અણગારનાં દર્શન માટે દોડી ગયા હતા, અને એ મહાઋષિના દર્શન કરી એમનાં ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દીધું હતું! આજે પણ ‘અનુત્તરોપપાતિક સૂત્ર' એ વાતની ગવાહી દેતું ઊભું છે. બાહ્ય-અત્યંતર પરિગ્રહના ત્યાગી એ અણગારના ચરણે ત્રણેય ભુવને પ્રણામ કર્યા હતા..ને આજે આપણે પણ કરીએ છીએ.
ચિત્તની ૫૨મ શાન્તિ, આત્માની પવિત્રતા અને મોક્ષમાર્ગની આરાધના, પરિગ્રહત્યાગ પર અવલંબે છે. પરિગ્રહમાં નિરંતર વ્યાકુળતા છે, વેદના છે અને પાપપ્રચુરતા છે.
चित्तेऽन्तर्ग्रन्थगहने बहिर्निर्ग्रन्थता वृथा ।
त्यागात् कञ्चुकमात्रस्य भुजगो न हि निर्विषः । । ४ । । १९६ । ।
અર્થ : અંતરંગ પરિગ્રહથી વ્યાકુળ મન છે, તો બાહ્ય નિગ્રન્થપણું ફોગટ છે, કારણ કે માત્ર કાંચળી છોડવાથી સર્પ વિષરહિત થતો નથી.
વિવેચન : હા, ભલે તમે વસ્ત્રપરિવર્તન કર્યું; ભલે તમે ઘર ત્યજી ઉપાશ્રય કે ધર્મશાળામાં જઈ બેઠા, ભલે તમે કેશમુંડન કરાવવાનું ત્યજી કેશવુંચન કરાવવા માંડ્યું, ભલે ધોતિયું કે પાટલૂન પહે૨વાનું છોડી તમે ‘ચોલપટ્ટક’ પહેરવા માંડ્યો, પગરખાં છોડી ખુલ્લા પગે ચાલવા માંડ્યું... પરંતુ તેથી મનની વ્યાકુળતા, વિવશતા કે અસ્થિરતા દૂર નહીં થાય.
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૦૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાનસાર
‘તો શું કરવું?”
એક કામ કરો. આપ્યંતર પરિગ્રહનો ત્યાગ કરવા પુરુષાર્થી બનો. જે પરિગ્રહનો તમે ત્યાગ કર્યો, એનું સ્મરણ કરી એના રાગી ન બનો, ત્યાગ કરેલા બાહ્ય પરિગ્રહથી ઉચ્ચ કક્ષાનો પરિગ્રહ મેળવવા માટે તત્પર ન બનો. તો જ મન પ્રસન્ન અને પવિત્ર બન્યું રહેશે. અંતરંગ રાગદ્વેષ અને મોહની ગ્રંથિ ભેદાય નહીં, ભૌતિક પદાર્થોનું અંતરંગ આકર્ષણ ખત્મ ન થાય, ત્યાં સુધી મનની સ્વસ્થતા આવે જ નહીં. આંતરિક મલિન ભાવોનો સંગ્રહપરિગ્રહ મનને સદૈવ રોગી જ રાખે છે.
*એ અંતરંગ પરિગ્રહનો ત્યાગ તો દુષ્કર છે!'
એ ત્યાગ કર્યા વિના બાહ્ય નિગ્રન્થ-વેશ વૃથા છે! સર્પ ભલેને કાંચળી ઉતારી નાખે, કાંચળીની સાથે સર્પ ઝેરને બહાર ફેંકી ન દે ત્યાં સુધી એ નિર્વિષ નથી બનતો. માત્ર તમે બાહ્યવેશનું પરિવર્તન કર્યું અને બાહ્ય આચારોનું પરિવર્તન કર્યું, એટલા માત્રથી શું? શું તમે પેલી લક્ષ્મણા સાધ્વીનું નામ નથી જાણતા?
પ્રાચીન કાળની વાત છે. રાજકુમારી લક્ષ્મણાએ સમગ્ર સંસારનો પરિગ્રહ ત્યજી દીધો. ભગવંતના આર્યોસંઘમાં લક્ષ્મણા આર્યાએ સાધના આરંભી. કેવી અદ્ભુત સાધના! જ્ઞાન અને ધ્યાનનો એણે સુમેળ સાધ્યો. વિનય અને વૈયાવૃત્યની સંવાદિતા સાધી... એક દિવસ એની દૃષ્ટિ ચકલા-ચકલીના જોડલા પર પડી... જોડલું મૈથુનક્રિયામાં પ્રવૃત્ત હતું... લક્ષ્મણાના મન પર
આ દૃશ્ય ઝડપાઈ ગયું... તે વિચારવા લાગી : ‘ભગવાને મૈથુનનો સર્વથા નિષેધ કર્યો...તેઓ સ્વયં નિર્વેદી છે... તેમને વેદાંત (વિકારી) જીવોના સંભોગસુખનો અનુભવ ક્યાંથી હોય?’
જાતીય-સંભોગસુખના અંતરંગ પરિગ્રહે લક્ષ્મણા સાધ્વીનું ગળું ટૂંપી નાખ્યું...મૈથુનક્રિયાના દર્શનમાંથી સંભોગસુખના પરિગ્રહની વાસના જાગી... એ પરિગ્રહનો ત્યાગ કરવાનો ઉપદેશ આપનાર તીર્થંકર ભગવંત અજ્ઞાની લાગ્યા!
For Private And Personal Use Only
ક્ષણ બે ક્ષણ પછી પુનઃ લક્ષ્મણા સ્વસ્થ બની ગઈ : ‘અરેરે...મેં શું વિચાર્યું? ભગવંત તો સર્વજ્ઞ છે... જગતનો કોઈ ભાવ એમનાથી છાનો નથી... એ સર્વ જાણે છે ને જુએ છે... મેં અભાગણીએ એ પરમ ગુરુદેવ માટે અનુચિત ચિંતવ્યું...!’
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિગ્રહ-ત્યાગ
૩૦૩ તેને ભગવંત સમક્ષ પ્રાયશ્ચિત્ત કરવાનો વિચાર આવ્યો... એક કદમ આગળ વધી ને અટકી ગઈ.... “પ્રાયશ્ચિત્ત કરવા માટે મારું માનસિક પાપ ભગવંતને કહેવું પડશે. મારા માટે ત્યાં સમવસરણમાં બેઠેલાં શું ધારશે? ભગવાન શું ધારશે?-લક્ષ્મણા આવો અધમ વિચાર કરનારી છે? ના ના, હું પ્રાયશ્ચિત્ત સ્વયં જ કરી લઉં... ભગવાનને પૂછીશ કે “પ્રભુ, કોઈ આવો વિચાર કરે તો તેનું શું પ્રાયશ્ચિત્ત?”
આ બીજા અંતરંગ પરિગ્રહે એના મનને વલોવી નાખ્યું... ચિત્ત ચંચળ બની ગયું. “માયા' એ અંતરંગ પરિગ્રહ છે. ભલે એણે પોતાનું પાપ સ્વમુખે જાહેર ન કર્યું, પણ છતાંય આજે હજારો વર્ષ પછી આપણે એના એ પાપને જાણી શક્યા છીએ! શાથી? સર્વજ્ઞ વીતરાગથી કોઈ વાત છૂપી રહી શકતી નથી. લક્ષ્મણા સંસારની યોનિઓમાં જન્મમરણના ફેરા ફરી રહી છે! આ છે અંતરંગ પરિગ્રહની લીલા!
બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવા છતાં જો અંતરંગ પરિગ્રહની ગાંઠ રહી ગઈ, તો સંસારપરિભ્રમણ સિવાય બીજો કોઈ માર્ગ નથી. માટે અહીં ઉપાધ્યાયજીએ કહી દીધું કે “જો તારું મન અંતરંગ પરિગ્રહથી વ્યાકુળ છે, તો બહારનો સાધુપણાનો દેખાવ વ્યર્થ છે, અર્થહીન છે.' એમ કહીને બહારનો વેશ છોડી દેવાનું નથી કહેતા, પરંતુ અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરવાની ભવ્ય પ્રેરણા આપે છે.
त्यक्ते परिग्रहे साधोः प्रयाति सकलं रजः।
पालित्यागे क्षणादेव सरसः सलिलं यथा ।।५।।१९७ ।। અર્થઃ પરિગ્રહનો ત્યાગ કર્યો એટલે સાધુનું સઘળું પાપ ક્ષણમાં જ ચાલ્યું જાય છે, જેમ પાળ તૂટતાં સરોવરનું પાણી ચાલ્યું જાય છે.
વિવેચનઃ સરોવરમાં છલોછલ ભરાયેલા પાણીનો નિકાલ કરી દેવો છે? એની પાળ તોડી નાખો! સરોવર પાણીરહિત બની જશે. પાળ તોડવી નથી અને સરોવરને ખાલી કરવાની વાતો કરવી છે, એ કેમ બને?
તમારે આત્મ-સરોવરમાં ભરાયેલા પાપ-પાણીનો નિકાલ કરવો છે? તો પરિગ્રહની પાળ તોડી નાખો. હા, તોડવી જ પડશે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. હું જાણું છું કે તમે એ પાળ બાંધવા દિવસ-રાત મહેનત કરી છે, સંયમ અને સ્વાધ્યાયને અળગાં મૂકીને તમે એ પાળ બાંધવામાં તમારું સર્વસ્વ લગાવી દીધું છે. મહાવ્રતોને કલંકિત કરીને તમે એ પાળને સોહામણી
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
જ્ઞાનસાર
બનાવી છે... પણ હું કહું છું, તમે એ પાળ તોડી નાખો... એ વિના આત્મસરોવરમાં ભરાયેલું પાપનું પાણી બહાર નહીં નીકળે.
એ રમણીય પરિગ્રહ-પાળ પર બેસી સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા અને રાજકથા કરવામાં તમને મજા આવે છે, ભોળા અજ્ઞાન જીવોના માનસન્માન ઝીલવામાં તમે લીન છો... તમારી એ પરિગ્રહની પાળી પર તમારો ડાયરો જામે છે ને ખુશામતખોરોની વચ્ચે તમે તમારી જાતને મહાન સમજો છો! પરંતુ ભલા, એ યાદ રાખજો કે પાળી પરથી જો લપસ્યા, તો અગાધ પાપ-જલમાં સમાધિ લેવી પડશે... ત્યાં બેઠેલાં ખુશામતખોરોમાંથી કોઈ તમને એ અગાધ જલમાંથી બહાર કાઢવા તમારી પાછળ કૂદી પડવાનો નથી.
પરિગ્રહની પાળ પર ધૂણી ધખાવીને બેઠેલા તમે ત્યાંના શાશ્વત નિયમને જાણો છો? પાળ પર બેસીને જ પાળને તોડવા પ્રયત્ન કરતો નથી તે એ અગાધ પાપજલમાં ફેંકાઈ જાય છે... ભલે તમારો વેશ ત્યાગીનો હોય, ભલે તમારો ઉપદેશ વૈરાગ્યનો હોય, ભલે તમારી ક્રિયાઓ જિનમાર્ગની હોય, ભલે લાખો ભક્તો તમારી જય બોલાવે, ભલે તમે આંખો બંધ કરીનેપદ્માસન લગાવીને ધ્યાન ધરો કે તપશ્ચર્યાનો રેકર્ડ નોંધાવો, પરંતુ આ બધું પરિગ્રહની પાળ પર બેસીને જો કરો છો, તો તેનાથી આત્માને કોઈ લાભ નથી... અંતે તો એ પાળ પરથી લપસવાનું અને અગાધ પાપ-જલરાશિમાં ડૂબી મરવાનું.
પરિગ્રહની પાળ પર બેસી તમે જગતને અપરિગ્રહનો ઉપદેશ આપો છો? સ્વયં એ પાળને તોડી નાખો... પાપનાં પાણી વહી જવા દો... એ ગંદા અને દુર્ગંધ મારતાં પાણી... તમને શું એ પાળ પર બેસીને દુર્ગંધ પણ નથી આવતી? ખેર, ટેવાઈ ગયાં હશો. તમે પણ એવી જગા પર બેસીને સાધુપણાને શા માટે લજવો છો? લો હાથમાં કોદાળા ને પાવડા, તોડવા માંડો એ પરિગ્રહની પાળને! દાંત કચકચાવીને મચી પડો!
જ્યારે પાળ તૂટી જશે...પાપનું પાણી વહી જશે... ત્યારે એ નિર્મળ આત્મસરોવરના આરે ઊભા ઊભા તમે કોઈ જુદી જ અનુભૂતિ કરશો... તમને લાગશે કે અત્યાર સુધી પરિગ્રહમાં સંયમનું અમી શોષાઈ ગયું હતું અને અંતરની કેસર-મહેકતી મહાવ્રતોની વાડી કોઈએ ઉજાડી નાખી હતી... દૃષ્ટિ પર કોઈએ અંધારું આંજી દીધું હતું. સાધના-આરાધનાની સમૃદ્ધ વાડી વેડાઈ ગઈ હતી અને આંગણામાં માત્ર ઝાંખરાં જ એકઠાં થઈ ગયાં
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિગ્રહ-ત્યાગ
૩૦૫ હતાં.પરિગ્રહના પાપે સર્વ-વિરતિજીવન સાથેના સંબંધો ઊતરડાઈ ગયા હતા. વિરક્તિના વેશમાં તમને આસક્તિએ મૂંઝવી નાખ્યા હતા.
પરિગ્રહના પાપે જ તો સાધુ મહાવ્રતોનું ઉલ્લંઘન કરવા પ્રેરાય છે. પરિગ્રહનું મમત્વ જ તો એને ક્રોધાદિ કષાયો અને રસ-ઋદ્ધિ-શાતા ગારવનું સેવન કરવા ધક્કો મારે છે! જ્યાં પરિગ્રહને વોસિરાવ્યો; ક્રોધાદિ કષાયો ઉપશાન્ત થઈ જવાના. ગારવો તરફ ધૃણા જાગવાની.. મહાવ્રતોના પાલનમાં સ્થિરતા અને દૃઢતા આવવાની.
જ્યારે તમે કુટુંબ-પરિવાર, ધન-સંપત્તિ અને બીજા અનેક સુખ-સાધનોનો ત્યાગ કરી શ્રમણ બન્યા છો, હવે સાધુ-જીવનમાં ઊભો કરેલો મામુલી પરિગ્રહ છોડતાં શા માટે તમે અચકાઓ છો? સમુદ્ર તરી ગયા પછી કિનારે આવીને ડૂબી જવાની ભૂલ શા માટે કરો છો? માટે, પરિગ્રહની પાળને તોડી રાખો, આત્મસરોવરમાંથી પાપનું પાણી ચાલ્યું જશે, તમે નિર્મળ બની જશો.
त्यत्त्कपुत्रकलत्रस्य मूर्छामुक्तस्य योगिनः ।
चिन्मात्रप्रतिबद्धस्य का पुद्गलनियंत्रणा ।।६।।१९८ ।। અર્થ : જેણે પુત્ર અને સ્ત્રીનો ત્યાગ કરેલો છે, જે મમત્વથી રહિત છે અને જ્ઞાનમાત્રમાં આસક્ત છે, તેવા યોગીને પુદ્ગલનું બંધન શું હોય?
વિવેચન : અલખનાં ગાન ગાતો... ભૌતિક સુખોથી બેપરવાહ યોગી શું કોઈનું બંધન સ્વીકારે? એ તો નિબંધન નિર્મુક્ત રહી આત્મજ્ઞાનના સંગમાં લયલીન હોય.
જોગી! તારા જોગને સંભાળ. જોગ ઉપર ભોગની શેવાળ તો ચઢી ગઈ નથી ને? જોગ પર ભોગની ભૂતાવળે ભરડો લીધો નથી ને? નહીંતર તેં કરેલો ત્યાગ એળે જશે. તેં સ્ત્રીના સુખનો ત્યાગ કર્યો, તેં પુત્ર-પુત્રીના સુખનો ત્યાગ કર્યો, તેં બંગલા-મોટરોની લાલસા ત્યજી દીધી. તેં ગાદીતકિયા અને મુલાયમ બિછાનાઓનું શાતાસુખ ત્યજી દીધું... ભલા, હવે તારા માટે “આ મારું' એવું શું છે? તેં સર્વ મમત્વને તોડી નાખ્યું... તારા પર હવે કોઈ જડચેતન પદાર્થનું આધિપત્ય ન હોઈ શકે. ' જોગી, તારી ચેતના જાગ્રત થઈ છે, તેં પરિગ્રહના પથ્થરોને ઊખેડીને ફેંકી દીધા છે, હવે તારા પર પુદ્ગલનો પ્રભાવ ન હોઈ શકે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવ-કોઈનું બંધન તારા પર ન હોઈ શકે. ચેતના-શક્તિ કોઈ બંધનને સ્વીકારતી નથી. જબરજસ્તીથી કોઈ એના પર નિયંત્રણ મૂકી શકતું નથી.
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬.
રાનસાર “મારે આવાં જ, અમુક પ્રકારનાં જ વસ્ત્ર જોઈએ, આવાં જ પાત્ર જોઈએ, આવી જ પેન...ઘડિયાળ જોઈએ, આવા જ પાટ-પાટલા જોઈએઆવો દ્રવ્યાગ્રહ જોગી તને ન શોભે! આ બધાં દ્રવ્યો વિના તને શું ન જ ચાલે? તો એ દ્રવ્યોની અપેક્ષા તારા ચિત્તને નિરંતર ક્ષુબ્ધ રાખશે.
મારે તો ગામડામાં જ કે શહેરમાં જ રહેવું છે, મને તો નિર્જન સ્થાન જ ફાવે.. મને તો લોકો ખૂબ આવતા-જતા હોય ત્યાં જ ફાવે.. મારે તો ઉપાશ્રય સુંદર જોઈએ.. એવા ગામમાં રહેવાનું પસંદ કરું છું, જ્યાં ખૂબ ગરમી ન પડતી હોય... આ છે ક્ષેત્રાગ્રહ. ક્ષેત્રનું નિયંત્રણ જોગી પર? કે યોગીનું નિયંત્રણ ક્ષેત્ર પર? તારે ક્યાં એક ક્ષેત્રમાં સદૈવ રહેવાનું છે? તું તારે ક્ષેત્ર-નિરપેક્ષ બની વિચરતો રહે. ગામ હોય કે અરણ્ય હોય, સગવડ હોય કે અગવડ હોય, તું તો જ્ઞાનાનન્દમાં મસ્ત રહે, કોઈ વાતે તું તારી જાતને અપૂર્ણ ન જો. જ્ઞાનની પરિપૂર્ણતાનો ભાસ થયા પછી પુદ્ગલની પૂર્ણ થવાનીસુખી બનવાની કલ્પનાઓ વરાળ બનીને ઊડી જાય.
મને તો શિયાળો જ ગમે! ઉનાળાની ઋતુમાં તો બાર વાગી જાય છે.... ચોમાસામાં પણ જ્યાં ખૂબ વરસાદ આવતો હોય ત્યાં હું તો ન રહું' - આવો કાળ-પ્રતિબંધ તને સતાવે છે? આવા કાળસાપેક્ષ વિકલ્પોનાં મોજા ઊછળે છે? તો તું ‘ચિન્મય' નથી બન્યો, એ નિશ્ચિત વાત! મુગલ-નિયંત્રણ નીચે. તું કેદી છે.
તને ભાવસાપેક્ષતા તો પીડા નથી કરતી ને? “મારાં ગુણગાન ગવાતાં હોય, પ્રશંસા થતી હોય, સુગંધમય વાતાવરણ હોય” અન્ય જીવોના સારાંનરસાં ભાવોની અસર તારા પર પડે છે? સારાં-નરસાં ભાવો મુજબ રાગદ્વેષ થાય છે? તો તું યોગી કેવી રીતે?
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી તું નિરપેક્ષ બન. પુદ્ગલનિરપેક્ષ બન્યા વિના ભવસાગર તરી શકાશે નહીં; મનની પવિત્રતા જાળવી શકાશે નહીં, ચિત્તની સ્વસ્થતા ટકી શકશે નહીં, સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં લયલીન બની શકાશે નહીં.. તમે સંસાર ત્યજી સાધુ બન્યા, મોહ ત્યજી મુનિ બન્યા, અંગના ત્યજી અણગાર બન્યા... ઘણી ઘણી અપેક્ષા તો તમે ત્યજી જ દીધી છે. હવે તો તમારે ઘણો ત્યાગ માનસિક ભૂમિકાએ કરવાનો છે... હવે ધૂળ ત્યાગમાંથી સૂક્ષ્મ ત્યાગની ભૂમિકામાં પ્રવેશ કરવાનો છે. જે ત્યાગ કર્યો છે, એમાં જ સંતોષ ન માનો. એને જ કલ્પનાસૃષ્ટિમાં ન રાખો. પરંતુ તમારે હજુ ઘણો ત્યાગ કરવાનો છે, પુદ્ગલ-નિયંત્રણમાંથી
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિગ્રહ-ત્યાગ
૩૦૭ તમારે સર્વથા મુક્તિ મેળવવાની છે, એ વાત યાદ રાખો. હા, આ શરીર પણ પૌલિક છે, એનાં નિયંત્રણમાંથી પણ છૂટવાનું છે.. પછી બીજા પૌગલિક પદાર્થોની તો વાત જ ક્યાં! જે પૌગલિક પદાર્થોનો સંગ અનિવાર્ય છે, તેના સંગમાં પણ, એનું તમારા પર નિયંત્રણ ન જોઈએ, તમારું એના પર નિયંત્રણ જોઈએ.. પુદ્ગલ પર તમારું નિયંત્રણ રાખીને એનાથી નિરપેક્ષવૃત્તિ બનીને રહો તો જ જ્ઞાનાનન્દમાં ડૂબી શકશો.
चिन्मात्रदीपको गच्छेत निर्वातस्थानसंनिभैः ।
निष्परिग्रहतास्थैर्य धर्मोपकरणैरपि ।।७।।१९९।। અર્થ : જ્ઞાનમાત્રનો દીપક, પવનરહિત સ્થાનના જેવા ધર્મનાં ઉપકરણો વડે પણ પરિગ્રહત્યાગરૂપ સ્થિરતાને પામે છે. વિવેચનઃ દીપક,
છાલિયામાં ઘી ભરેલું છે અને સુતરની દિવેટ છે. જ્યોતિ ઝળહળી રહી છે, પવનનો કોઈ સુસવાટો નથી, જ્યોતિનો કોઈ ધ્રુજારો નથી. એ સ્થિર છે ને પ્રકાશ પાથરી રહી છે.
તત્ત્વજ્ઞોએ, મહર્ષિઓએ, વિચારકોએ જ્ઞાનને દીપકની ઉપમા આપી છે. સ્થૂલ જગતમાં જેમ દીપકના પ્રકાશની આવશ્યકતા છે, તેમ આત્માના સૂમ જગતમાં જ્ઞાનદીપકના પ્રકાશની આવશ્યકતા હોય છે. પરંતુ નિદ્રામાં મનુષ્ય પ્રકાશને નથી ચાહતો! મોહનિદ્રામાં તેવી જ રીતે જીવ જ્ઞાનપ્રકાશ નથી ચાહતો... અજ્ઞાનના અંધકારમાં જ મોહની નિદ્રા ઘસઘસાટ આવે છે!
દીપક સ્થિર રહે તો પ્રકાશ પાથરી શકે-તેમાં ઘી-તેલ હોય અને તે પવનરહિત જગામાં મૂકેલો હોય. જ્ઞાનદીપક માટે આ બે શરત અનિવાર્ય છે! જ્ઞાનદીપકનું ઘી-તેલ છે સુયોગ્ય ભોજન. જ્ઞાનદીપકનું પવનરહિત સ્થાન છે ધર્મનાં ઉપકરણ.
હા, જ્ઞાનોપાસના નિરંતર ચાલતી રહે, ધર્મધ્યાન અને ધર્મચિંતન નિરાબાધ ગતિ કરતું રહે, એ માટે તમે શ્વેત, અલ્પ મૂલ્યવાળા અને જીર્ણ વસ્ત્ર પહેરો છો, એ પરિગ્રહ નથી! સતત સ્વાધ્યાયનું ગુંજન ચાલતું રાખવા માટે તમે વસ્ત્રપાત્ર વગેરે ગ્રહણ કરો, તે પરિગ્રહ નથી. વસ્ત્ર-પાત્ર વગેરે ધર્મસાધનોને ગ્રહણ કરનામાં શરત છે :
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૦૮
www.kobatirth.org
નિઃસ્પૃહ વૃત્તિથી ગ્રહણ કરવું;
જ્ઞાનદીપકને જલતો રાખવો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાનસાર
ભલે દિગંબરો કહે કે ‘તમે પરિગ્રહી છો...જ્ઞાનમાત્રની પરિણતિવાળા મુનિએ વસ્ત્ર ન પહેરવાં જોઈએ અને પાત્ર ન રાખવાં જોઈએ.’ આ વિધાનમાં તેઓ તર્ક કરે છે કે ‘વસ્ત્રપાત્રનું ગ્રહણ-ધારણ મૂર્છા વિના ન થઈ શકે.’
એમના કહેવાથી આપણે પરિગ્રહી નથી બની જતા કે તેઓ અપરિગ્રહી નથી બની શકતા! વસ્ત્ર-પાત્રના ગ્રહણ-ધારણમાં મૂર્છા જો થતી જ હોય, તો ભોજન ગ્રહણ કરવામાં મૂર્છા કેમ ન થાય? શું ભોજન રાગદ્વેષનું નિમિત્ત નથી? શું કમંડલ અને મોરપિચ્છ ગ્રહણ કરવામાં ને રાખવામાં પરિગ્રહ નથી? અરે, શરીર એ જ પરિગ્રહ છે...! દિગંબર મુનિ ભોજન કરે છે ને કમંડલ તથા મોરપિચ્છ પણ રાખે છે... કડકડતી ઠંડીમાં, ઘાસ ભરેલી લાકડાની પેટીમાં ઘસઘસાટ ઊંઘી જવું એ શરીર પરની મૂર્ષ્યા ન કહેવાય? અસંયમી સંસારી જીવોને ઔષધાદિ બતાવવાં એ અપરિગ્રહતાનું લક્ષણ કહેવાય?
હે મુનિરાજ, જો તમે શાસ્ત્રમર્યાદામાં રહીને ચૌદ પ્રકારના ધર્મોપકરણ ગ્રહણ કરો છો, તેનો ઉપયોગ કરો છો, એનાથી તમારો જ્ઞાનદીપક અખંડ રહે છે, તો તમે પરિગ્રહી નથી. નગ્ન રહેવાથી સર્વથા અપરિગ્રહી બનાતું નથી કે વસ્ત્ર ધારણ કરવાથી સર્વથા પરિગ્રહી બનાતું નથી. રસ્તામાં રખડતા કૂતરા ઓ નગ્ન જ હોય છે ને? શું તેમને અપરિગ્રહી મુનિ કહેશો? અને દશેરાના ઘોડાને ખૂબ જ શણગારવામાં આવે છે, તેથી શું તે ઘોડાને પરિગ્રહી કહેશો? કૂતરો મૂર્ચ્છરહિત નથી કે ઘોડાને શણગાર ઉપર મૂર્છા નથી!
For Private And Personal Use Only
જ્ઞાનદીપક બુઝાઈ ન જાય એ લક્ષ છે. જ્ઞાનદીપકને જલતો રાખવા માટે તમે જે કોઈ શાસ્ત્રીય ઉત્સર્ગ-અપવાદનો માર્ગ લો, તેમાં તમે નિર્દોષ છો. પરંતુ જરાય આત્મવંચના ન થઈ જાય, એની તકેદારી રાખજો. એક બાજુ એમ માનો કે ‘હું શાસ્ત્ર-અધ્યયન ક૨વા વસ્ત્રપાત્ર આદિ ગ્રહણ કરું છું,' બીજી બાજુ વસ્ત્ર-પાત્ર ગ્રહણ કરવામાં અને ધારણ કરવામાં મૂર્છા...આસક્તિ ગાઢ બનતી જતી હોય! જેમ જેમ તમારી જ્ઞાનોપાસના વધતી જાય તેમ તેમ ૫૨પદાર્થો પરથી મમત્વ ઘટતું જાય તો એ જ્ઞાનદીપકે તમારો જીવનમાર્ગ અજવાળ્યો, એમ કહેવાય.
એક માત્ર જ્ઞાનોપાસના! બીજી બાહ્ય પ્રવૃત્તિ નહીં! મનને ભટકવા માટે
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિગ્રહ-ત્યાગ
३०८
કોઈ સ્થાન નહીં... જ્ઞાનોપાસનામાં જ લયલીનતા! પછી ભલેને કાયા પરપદાર્થો ગ્રહણ કરે ને ધારણ કરે! આત્માને એની શી અસર?
मूर्च्छाछिन्नधियां सर्वं जगदेव परिग्रहः ।
मूर्च्छया रहितानां तु जगदेवापरिग्रहः || ८ ||२०० ।।
અર્થ : મૂર્છાથી જેની બુદ્ધિ ઢંકાયેલી છે તેઓને સર્વ જગત જ પરિગ્રહરૂપ છે, પરંતુ મૂÁરહિતને જગત જ અપરિગ્રહરૂપ છે.
વિવેચન : પરિગ્રહ-અપરિગ્રહની કેવી માર્મિક વ્યાખ્યા કરી છે! કેટલી સ્પષ્ટ અને નિશ્ચિત! આ વિશ્વમાં એવી કોઈ વસ્તુ છે કે જેને આપણે સર્વથા પરિગ્રહરૂપ કહી શકીએ અથવા અપરિગ્રહરૂપ કહી શકીએ? મૂર્છા એ પરિગ્રહ, અમૂર્છા એ અપરિગ્રહ. સંયમ-સાધનામાં સહાયક પદાર્થો અપરિગ્રહ, અને સંયમ-આરાધનામાં બાધક પદાર્થો પરિગ્રહ.
પરપદાર્થોનો ત્યાગ કર્યો. ધનસંપત્તિ, બંગલા, મોટર... આ બધું ત્યજી સાધુ બન્યા. અરે, શરીર પર વસ્ત્ર ય નહીં અને ભોજન માટે પાત્ર ય નહીં. તમે માન્યું કે ‘હું અપરિગ્રહી બન્યો.' ભલે, તમારી વાત ક્ષણભર માની લઈને તમને પૂછું : ‘પરપદાર્થોનો તમે ત્યાગ કર્યો, તે ત્યાગેલા પદાર્થો અંગેના રાગદ્વેષ તમને થાય છે કે નહીં? અરે, શરીર તો ૫૨૫દાર્થ છે ને? શું શરીર રોગગ્રસ્ત બને છે ત્યારે શરીર-મમત્વ નથી જાગતું? શરીરનો ત્યાગ તો કર્યો નથી! પરભાવનો તો ત્યાગ કર્યો નથી... હવે, તમે ગંભીરતાથી વિચારો કે શું વાસ્તવમાં તમે અપરિગ્રહી બન્યા છો? સ્થૂલ દૃષ્ટિથી ના વિચારશો. સૂક્ષ્મ દૃષ્ટિથી ચિંતન કરજો... પરિગ્રહ-અપરિગ્રહની વ્યાખ્યાઓ ત્યારે સ્પષ્ટ સમજાશે.
મુનિરાજ! ઓ નિર્મોહી...નિર્લેપ મુનિરાજ! તમને તો પરિગ્રહને સ્પર્શેલો પવન પણ અડી શકતો નથી... પરિગ્રહના પહાડોને માથે ઊંચકીને ફરતા શ્રીમંતો તમને પ્રદક્ષિણા દઈને પલાયન થવામાં તત્પર હોય છે... તમને નથી પરિગ્રહનો આગ્રહ કે નથી ભૌતિક... સાંસારિક પદાર્થોની રંજમાત્ર સ્પૃહા. તમે જે પરિગ્રહનો મન-વચન-કાયાથી ત્યાગ કર્યો છે, એ પરિગ્રહનું જરા ય મૂલ્ય તમારા મનમાં અંકાયેલું નથી, અને જે બાહ્ય દૃષ્ટિએ પરિગ્રહરૂપ દેખાય છે તેવા તમારા શરીરને ઢાંકતાં વસ્ત્રો, ભિક્ષા માટેનાં પાત્રો અને સ્વાધ્યાય અંગેનાં પુસ્તકો પર તમને ‘આ મારાં' એવો આગ્રહ નથી. તમે અંતરંગ દૃષ્ટિએ સંયમનાં ઉપકરણોથી પણ નિર્લેપ છો.
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
જ્ઞાનસાર હા, એવા રસ્તે રઝળતા... ભીખ માંગીને જીવતા. વ્યસનોમાં રાચતા ભિખારીઓને જોયા છે, જેમની પાસે “પરિગ્રહ' કહેવાય એવું કંઈ હોતું નથી...ને કહેવું હોય તો એ તૂટેલી-ફાટેલી કંથા અને દુર્ગધ મારતું ચપ્પણિયું...! બહુ કહેવું હોય તો ખૂબ કાલાવાલા અને દીનતા કરીને મેળવેલા નિકલના એક-બે પૈસા... જેને તમે “પરિગ્રહ’ કહી શકો એવું વાસ્તવમાં તમને કંઈ નહીં દેખાય.. શું તમે એને “અપરિગ્રહી મહાત્મા’ કહેશો? શું તમે એમને નિર્મોહી-નિર્લેપ સંત કહેશો? ના રે ના.
કેમ?
કેમ કે તેમને તો નવ પરિફ છે! એની આકાંક્ષાઓએ પૂરા જગતને આવરી લીધું છેઆખું જગત જ એમનો પરિગ્રહ છે. જગતની સર્વ સંપત્તિ પર એણે મનથી મમત્વ કર્યું છે..!
તમારી પાસે શું છે ને શું નથી એના પર પરિગ્રહ-અપરિગ્રહનો નિર્ણય ન કરો. તમે શું ચાહો છો? ને શું નથી ચાહતા, એના પર પરિગ્રહ-અપરિગ્રહનો નિર્ણય કરો. હા, તમારી તપશ્ચર્યા, તમારું દાન...તમારું ચારિત્રપાલન... એ બધાંથી તમે શું ચાહો છો. જો તમે દેવલોકનું ઇન્દ્રાસન કે મનુષ્યલોકનું ચક્રવર્તીપદ ચાહો છો, જો તમે સ્વર્ગની અપ્સરાઓનાં અમનચમન કે મર્યલોકની વારાંગનાઓના સ્નેહાલિંગન ચાહો છો, તો તમે અપરિગ્રહી કેવી રીતે?
અનેલાખો લાવણ્યમયીની મધ્યમાં બેઠેલો, વૈભવનાં શિખરો પર આરૂઢ થયેલો. મણિખચિત સિંહાસન..રત્નજડિત સ્તંભવાળા મહેલ...કીમતી વસ્ત્રઅલંકારો.. આ બધાંથી ઘેરાયેલો હોવા છતાં જેનું અંત:કરણ “નાÉ પુત્રિમાવાનાં ર્તાિ રહિત ૨’ આ ભાવથી રંગાયેલું છે, જે ત્યાગ-સંયમ માટે તલસે છે... ચારગતિનાં સુખોથી જે નિર્લેપ છે. જેની દૃષ્ટિમાં કંચન કથીર સમાન છે. સોનું માટી સમાન છે. જેને શિવ-અચલ-અરુજ-અનંત-અક્ષય-અવ્યાબાધ મોક્ષ સિવાય કોઈ ઈચ્છા નથી. એને તમે પરિગ્રહી કહેશો? જેને કોઈ મૂર્છા નથી તેને પરિગ્રહી ના કહેવાય. જેને અનંત તૃષ્ણા છે તેને અપરિગ્રહી ના કહેવાય. માટે બુદ્ધિ પર મઢાઈ ગયેલી મૂર્છાની ચામડીનું “ઑપરેશન' કરવાની બુદ્ધિને મૂર્છાયુક્ત બનાવો... પછી પૂર્ણતાનો પંથ પ્રશસ્ત બનશે, પ્રયાણ વેગવંતુ બનશે. તમારું અંતઃકરણ પૂર્ણાનન્દથી છલકાઈ ઊઠશે.
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતીન્દ્રિય પરમ બ્રહ્મને પમાડનાર અનુભવનો અનુભવી મહાત્મા કેવો મહાન યોગી બની જાય!
અનુભવ
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અનુભવ
આ કોઈ સંસારના ખાટાં-મીઠાં અનુભવોની ચર્ચા-વાર્તા નથી. આ કોઈ સામાજિક-રાજકીય અનુભવોનો અધ્યાય નથી. અહીં તો છે આત્માના અગમઅગોચર અનુભવની વાત! જે અનુભવ આપણે અત્યાર સુધી કરી શક્યા નથી તેવો અનુભવ કરી જોવા માટે અહીં માર્ગદર્શન છે, પ્રેરણા-પ્રોત્સાહન છે. આત્માના પરમાનન્દનો અનુભવ જો જીવનમાં એકાદવાર પણ થઈ જાય, તો બસ! મોક્ષસુખનું ‘સૅમ્પલ' પણ ક્યાંથી અભાગીના ભાગ્યમાં!!
૨૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર सन्ध्येव दिनरात्रिभ्यां केवलश्रुतयोः पृथक् ।
बुधैरनुभवो द्रष्टः केवलार्कारुणोदयः ।।१।१२०१ ।। અર્થ : જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જુદી છે, તેમ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન કેવળજ્ઞાનરૂપ સૂર્યના અરુણોદય સમાન અનુભવ, જ્ઞાની પુરુષોએ દીઠો છે.
વિવેચન : અહીં એ અનુભવની વાત નથી, જેને ઘણી વાર મનુષ્ય કહે છે : મારો આ અનુભવ છે, અનુભવની વાત કહું છું.” આવું બોલનારો મનુષ્ય તો ભૂતકાળમાં પોતાના જીવનમાં બનેલી ઘટનાઓને “અનુભવ' કહી રહેલો હોય છે. સામાન્ય માનવીની મતિ ન સમજી શકે એવા “અનુભવ” ની વાત અહીં ગ્રંથકારે કરેલી છે.
એક સમયે મને એક સગૃહસ્થ મળ્યા. સાત્વિક પ્રકૃતિના હતા. પ્રતિદિન ધ્યાન” પણ કરતા. તેમણે મને કહ્યું :
મને ધ્યાનમાં ઘણા અવનવા અનુભવ થાય છે.” “કેવા કેવા અનુભવ થાય છે?” મેં પૂછ્યું.
“અરે, ક્યારેક તો લાલ લાલ રંગો જ માત્ર દેખાય છે. ક્યારેક શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા દેખાય છે, ક્યારેક હું કોઈ અજાણ્યા પ્રદેશમાં જ પહોંચી જાઉં છું...” તેમણે કહ્યું અને તેમને ધ્યાન-કાલમાં સ્કુરેલા વિચારો.... સિદ્ધાન્તો વગેરેનું “આત્માનુભવ' કહીને વર્ણન કર્યું. આવા અનુભવો પણ અહીં ગ્રંથકારને અભિપ્રેત નથી! પ્રસ્તુતમાં તો “અનુભવ-જ્ઞાન' ગ્રંથકાર સ્પષ્ટ કરવા ચાહે છે. તેને સમજાવવા માટે કહે છે :
સંધ્યા તમે જોઈ છે? સંધ્યાને તમે શું દિવસ કહેશો? ના. તો શું રાત્રિ કહેશો? ના. દિવસ અને રાતથી સંધ્યા જુદી છે. તેમ અનુભવ એ નથી. શ્રુતજ્ઞાન કે નથી કેવળજ્ઞાન! શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનથી અનુભવ જુદો છે... હા, કેવળજ્ઞાનની વધુ નિકટ જરૂર છે. સૂર્યોદય પૂર્વે અરુણોદય થાય છે ને? બસ, અનુભવને આપણે કેવળજ્ઞાનરૂપ સૂર્યોદય પૂર્વેનો અરુણોદય કહી શકીએ. અર્થાત્ ત્યાં મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થતા ચમત્કાર નથી, બુદ્ધિ-મતિની કલ્પનાસૃષ્ટિ નથી, શાસ્ત્રજ્ઞાનના અધ્યયન-ચિંતનમનનમાંથી પેદા થતાં રહસ્યોનો અવબોધ નથી. “મારી બુદ્ધિમાં આમ સમજાય છે,” કે “અમુક શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે,” અથવા “મને તો અમુક શાસ્ત્રનું આ રહસ્ય સમજાય છે' - આ બધું “અનુભવ” થી સાવ પર છે. અનુભવ તર્કથી ખૂબ ઊંચી સપાટી પર છે. અનુભવ શાસ્ત્રોના જ્ઞાન નીચે દબાયેલો
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ
૩૧૩ નથી અને અનુભવ બુદ્ધિ કે શાસ્ત્રથી સમજાય એવો પણ નથી...!
જોજો, કોઈને અનુભવની વાત તર્કથી સમજાવવાની કોશિશ કરતા! સમજવામાં અને સમજાવવામાં બુદ્ધિ-મતિ, જ્ઞાન અને તર્કશાસ્ત્રજ્ઞાન જોઈએ છે, જ્યારે અનુભવ સમજાવવાની વસ્તુ જ નથી!
'यथार्थवस्तुस्वरूपोपलब्धि-परभावारमण-तदास्वादनैकत्व-मनुभवः ।' ભગવાન્ હરિભદ્રસૂરિજીએ અનુભવનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે : (૧) યથાર્થ વસ્તુસ્વરૂપનું જ્ઞાન. (૨) પરભાવમાં અ-રમણતા. (૩) સ્વરૂપ-રમણમાં તન્મયતા.
જગતના પદાર્થો જેવા સ્વરૂપે છે; તેવા સ્વરૂપે જ્ઞાન થાય.. જ્ઞાનમાં રાગદ્વેષ ન ભળે. આત્માથી ભિન્ન પદાર્થોથી રમણતા ન હોય. એ યોગીને તો આત્મસ્વરૂપની જ રમણતા હોય... એનો દેહ આ દુનિયાની સ્થલ ભૂમિકા પર બેઠેલા હોય, એનો આત્મા દુનિયાથી દૂર સૂક્ષ્માતિસૂક્ષ્મ ભૂમિકા પર આરૂઢ હોય.
ટૂંકમાં પણ ખૂબ ગંભીર શબ્દોમાં અનુભવી આત્માની સ્થિતિનું આ વર્ણન છે. સ્વરૂપમાં રમણતા એ માટે આપણે નથી કરી શકતા, કારણ કે પરભાવની રમણતામાં ડૂબી ગયા છીએ. પરભાવની રમણતા યથાર્થ વસ્તુસ્વરૂપના અજ્ઞાનને આભારી છે. જેમ જેમ વસ્તસ્વરૂપનું અજ્ઞાન દૂર થતું જાય, તેમ તેમ આત્મરમણતા આવતી જવાની અને પરભાવમાં ભટકવાનું ઓછું થતું જવાનું. “અનુભવ' તરફની ઊર્ધ્વગામી ગતિ...આરંભાશે, એ શાશ્વતું... પરમ જ્યોતિમાં ભળી જવાની ઊંડી તત્પરતા પ્રગટ થશે. ત્યારે જીવનની જડતાને ભેદી અનુભવના આનંદને વરવાનું અપ્રતિમ સાહસ પ્રગટી જશે, ત્યારે અજ્ઞાનના ઓથાર નીચે ભીંસાતી ચેતના જ્ઞાનજ્યોતિનાં કિરણોનો પ્રસાદ પ્રાપ્ત કરી પરમ તૃપ્તિ અનુભવશે.
व्यापारः सर्वशास्त्राणां दिक्प्रदर्शनमेव हि।
पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ।।२।।२०२ ।। અર્થ : ખરેખર, સર્વ શાસ્ત્રોનો ઉદ્યમ દિશા બતાવનાર જ છે, પરંતુ એક અનુભવ જ સંસારસમુદ્રને પાર પમાડે છે. વિવેચન : કેવી કર્કશ કોલાહલ મચ્યો છે? શાસ્ત્રાર્થ અને શબ્દાર્થના એકાંત આગ્રહે હલાહલથી ય વધુ દારુણ વિષ
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪.
જનસાર રેલાવ્યું છે.. એ વિષના કુત્કારો પેલા કણિધરના કુત્કારોને પણ લજવી રહ્યાં છે...! કોઈ કહે છે : “અમે ૪૫ આગમ માનીએ છીએ.” કોઈ કહે છે : ‘અમે ૩૨ આગમ જ માનીએ છીએ...” કોઈ કહે છે : “અમે એકેય આગમ માનતા નથી.”
કેવો ઘોર કોલાહલ? શા માટે? શું એ માનેલાં શાસ્ત્રો એમને ભવસાગરથી તારશે? શું એ શાસ્ત્રો એમને નિર્વાણ પમાડશે? જો શાસ્ત્રોથી જ ભવસાગર તરી શકાતો હોત તો આપણે આજ સુધી સંસારમાં રઝળતા ન હોત.. ભૂતકાળમાં આપણે શું ક્યારેય શાસ્ત્રોના જ્ઞાતા નહીં બન્યા હોઈએ? અરે, નવ નવ પૂર્વનું જ્ઞાન મેળવ્યું હતું, છતાં એ પૂર્વોનું જ્ઞાન “શાસ્ત્રજ્ઞાન” અમને ન તારી શક્યું? કેમ? ક્યારેય વિચાર્યું છે? પછી શા માટે શાસ્ત્રો માટે ઘોંઘાટ કરી અશાંતિ ફેલાવો છો? શાસ્ત્રોનો ભાર ગળે વળગાડીને શા માટે ભવસાગરમાં ડૂબી મરવાની ચેષ્ટા કરો છો? શાસ્ત્ર તમને અનંત-અવ્યાબાધ સુખ નહીં આપી શકે.
આ શાસ્ત્રો તરફનો અણગમો ન સમજતા. શાસ્ત્રોની પવિત્રતાનું અપમાન ન સમજતા... પણ શાસ્ત્રોની મર્યાદાનું ભાન કરાવવા માટે આ કહું છું. શાસ્ત્રો પર જ બધો મદાર બાંધી બેઠેલા તમે, તમારી જડતાને ખંખેરી નાખવા આ કહું છું.
શાસ્ત્ર? એનું કામ છે માત્ર દિશા ચીંધવાનું. એ તમને સાચી અને ખોટી દિશાનું ભાન કરાવે છે.. બસ, એનાથી આગળ એક કદમ પણ શાસ્ત્ર આગળ વધતું નથી.
શાસ્ત્રોના સરંજામ અને ઉપદેશો આપણી આત્મભૂમિ પર દેકારો દેવા ભલે ધસમસતા આવે, પરંતુ વિષય-કષાયના અગનગોળા ક્ષણ-બે ક્ષણમાં એ શાસ્ત્રસરંજામનો ખુરદો બોલાવી દે છે. એનાં દૃષ્ટાંતો શોધવા જવાં પડે એમ નથી. નિગોદમાં પછડાટ ખાઈને પડેલા કોઈ ચૌદપૂર્વધરને પૂછી જુઓ કે એમનું સર્વોત્કૃષ્ટ શાસ્ત્રજ્ઞાન એમને કેમ ન બચાવી શક્યું? વિષય-કષાયની તુંડમિજાજીમાંથી છૂટેલાં કાળાં બાણ જ્યારે છાતીને ચીરી નાખે છે ત્યારે શાસ્ત્રોનું કવચ પોકળ નીકળે છે, માટે અત્યાર સુધી કર્મો સામે ઝઝૂમવા. માત્ર શાસ્ત્રો લઈને, એના જ વિશ્વાસે નીકળી પડીને, આપણે જિંદગી આખી પસ્તાવો રહે એવી થાપ ખાધી છે. માટે ગ્રંથકાર પ્રસ્તુતમાં ખૂબ સ્પષ્ટ ભાષામાં કહી દે છે કે “શાસ્ત્રો તો તમને માત્ર દિશાજ્ઞાન જ આપશે!'
તો તમને ભવસાગરથી કોણ તારશે?”
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ
૩૧૫ ચિંતા ન કરો. “અનુભવ” આપણને ભવસાગરથી તારશે. એ “અનુભવ” સુધી પહોંચવાનો માર્ગ શાસ્ત્ર બતાવશે! કોઈ મનઃકલ્પિત માર્ગે ચાલ્યા ગયા તો “અનુભવ” પાસે નહીં પહોંચો! અને કોઈ માનસિક “ભ્રમણા'ને “અનુભવ સમજીને કૃતકૃત્યતા અનુભવશો તો એનાથી આત્માની કોઈ પ્રગતિ નહીં થાય. દિશાજ્ઞાન તો શાસ્ત્ર પાસેથી જ મેળવજો. જેમ જેમ તમે “અનુભવ” ના. શિખર ઉપર ચઢતા જશો તેમ તેમ તમારી પર-પરિણતિ નિવૃત્ત થતી જશે, પર-પુદ્ગલનાં આકર્ષણો ગળતાં જશે. આત્મ-૨મણતાની મધમધ સોડમ છલકાઈ ઊઠશે. આત્મ-પરિણતિની મદઘેલી મોસમ ખીલી ઊઠશે. ત્યારે યથાર્થ વસ્તસ્વરૂપના અવબોધરૂપ “અનુભવ”નું શિખર તમે સર કરશો.
એ શિખરે ચઢવાની તાલીમ લીધા વિના, માત્ર ભાવનાથી પ્રેરિત થઈને ચઢવા ગયા તો અગમનિગમના એ પહાડોની કોઈક ખીણમાં પટકાઈ જશો, શોધ્યા નહીં જડો. માટે તાલીમ લેવી અનિવાર્ય છે. અધ્યયન કરવું જરૂરી છે. પછી સાહસ કરીને અનુભવ-શિખર પર આરોહણ કરો. તમે સફળતા પ્રાપ્ત કરશો.
છે ઈચ્છા?
ના, ઈચ્છાથી જ નહીં ચાલે. સંકલ્પબળ જોઈશે. મક્કમ નિર્ધાર કરવો પડશે. સાધનાના માર્ગે લોખંડી મિજાજ વિના ચાલતું નથી. વિઘ્નોને કચડી નાખવા માટે દાંત કચકચાવીને આગે બઢો.. આત્યંતર વિક્નોની શૃંખલાઓ તોડી નાખો... કમર જ તોડી નાખો કે જેથી વળી પાછાં બેઠાં થઈને એ વિપ્નો માર્ગમાં અંતરાય ઊભો ન કરે. આટલી નિર્ભયતા અને ખુમારી વિના અનુભવનું શિખર આંબવાની કલ્પના પણ કરવી અશક્ય છે!
अतीन्द्रियं परं ब्रह्म विशुद्धानुभवं विना।
शास्त्रयुक्तिशतेनापि न गम्यं यद् बुधा जगुः ।।३।।२०३।। અર્થ : ઇન્દ્રિયને અગોચર પરમાત્મસ્વરૂપ, વિશુદ્ધ અનુભવ સિવાય શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે પણ જાણવા યોગ્ય નથી, એમ પંડિતોએ કહ્યું છે.
વિવેચન : શુદ્ધ બ્રહ્મા વિશુદ્ધ આત્મા!
પાંચેય ઇન્દ્રિયોનું એ ગજું નહીં કે તેઓ શુદ્ધ બ્રહ્મને જાણી શકે. કોઈ પણ આવરણ વિનાના વિશુદ્ધ આત્માનો અનુભવ કરવાની શક્તિ બિચારી ઇન્દ્રિયોમાં
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
જ્ઞાનસાર ક્યાંથી હોય? અર્થાત્ કાન એ શુદ્ધ બ્રહ્મનો ધ્વનિ સાંભળી ન શકે, આંખો શુદ્ધ બ્રહ્મને નિહાળી ન શકે, નાક અને સુંઘી ન શકે. જીભ એને ચાખી ન શકે અને ચામડી એને સ્પર્શી ન શકે.
ભલે શાસ્ત્રોની યુક્તિઓ-તર્કો આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે, ભલે બુદ્ધિની કુશાગ્રતા નાસ્તિકોનાં હૈયામાં આત્માની સિદ્ધિ સ્થાપિત કરી દે, પરંતુ આત્માને જાણવો એ શાસ્ત્રોના ગજા બહારની વાત છે. બુદ્ધિની મર્યાદા બહારની વાત છે. જાણો છો ને કે શાસ્ત્ર અને બુદ્ધિના કોથળા ભરી રાજા પ્રદેશી પાસે જનારા કેવા વિલખા પડી ગયા હતા? રાજા પ્રદેશીને તે વિદ્વાનો શાસ્ત્ર કે બુદ્ધિથી આત્માને ઓળખાવી ન શક્યા! ઇન્દ્રિયોના માધ્યમથી આત્માને જોવાના આગ્રહવાળા પ્રદેશી રાજાએ કેવો જુલ્મ ગુજાર્યો હતો? પરંતુ જ્યારે કેશી આચાર્ય એને મળ્યા, ઇન્દ્રિયોને અગોચર-ઇન્દ્રિયોથી અગમ્ય આત્માનું દર્શન કરાવ્યું, ત્યારે પ્રદેશી રાજા રાજર્ષિ પ્રદેશી બની ગયો હતો.
આત્માને જાણ્યો વિશુદ્ધ અનુભવથી! આત્માને ઓળખ્યો ઇન્દ્રિયોના ઉન્માદને અળગો કરીને આત્માને મેળવ્યો શાસ્ત્રો અને યુક્તિઓથી પર બનીને!
આત્માને જાણવા માટે, ઓળખાણ માટે, મેળવવા માટે જેણે દઢ સંકલ્પ કર્યો હોય તેણે ઇન્દ્રિયોના ઘોંઘાટને શાંત કરવો જોઈએ. કોઈ પણ ઇન્દ્રિયને હસ્તક્ષેપ ન કરવા દેવો જોઈએ. શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શની દુનિયામાંથી મનને દૂરના પ્રદેશમાં લઈ જવું જોઈએ ત્યારે વિશુદ્ધ અનુભવની ભૂમિકા સર્જાય.
આત્માને જાણવા સિવાય બીજું કંઈ જ જાણવાની કામના ન જોઈએ. આત્માને ઓળખવા સિવાય બીજું કંઈ જ ઓળખવાની જિજ્ઞાસા ન જોઈએ. આત્માને મેળવવા સિવાય બીજું કંઈ મેળવવાની તમન્ના ન જોઈએ. જ્યાં સુધી આ કક્ષા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આત્માનુભવની પાવન ક્ષણ પામી શકાય એમ નથી.
આત્માનુભવ કરવા માટે આ પ્રકારનું જીવન પરિવર્તન કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. આત્માનુભવની વાતો કરવા માત્રથી કાર્યસિદ્ધિ થવાની નથી. એ માટે કોઈ ગિરિગુફાઓમાં કે આશ્રમોમાં ભટકવાની આવશ્યકતા નથી. આવશ્યકતા છે અંતરંગ સાધનાની આવશ્યકતા છે શાસ્ત્રોના વિવાદોથી પર થવાની અને આવશ્યકતા છે તર્કવિતર્કના વિષમ વમળોમાંથી બહાર નીકળી જવાની.
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ
૩૧૭
આત્માનુભવ કરવા માટે આત્માનુભવીઓના સંસર્ગમાં રહેવું જોઈએ. આજુબાજુની દુનિયા જ બદલાઈ જવી જોઈએ. આત્મધ્યાનમાં લીન બનવાનો પ્રયત્ન ચાલુ થવો જોઈએ. બીજી બધી જ ઈચ્છાઓ, કામનાઓ અને અભિલાષાઓને દફનાવી દેવી જોઈએ. આ રીતે કરેલો આત્માનુભવ સંસારસાગરનો પાર પમાડે છે.
હા; આત્માનુભવોનો ઢોંગ કરવાથી નહીં ચાલે. દિવસ-રાત વિષયકષાય અને પ્રમાદમાં આળોટતો માનવી અડધો કલાક એક કલાક કોઈ એકાંત સ્થાનમાં બેસી જઈ, વિચારશૂન્ય થઈ જઈ, સોહં નો જાપ જપી લઈ, માની લે કે મને આત્માનો અનુભવ થઈ ગયો, તો તે આત્મવંચના થશે. આત્માનુભવીનું સમગ્ર જીવન બદલાઈ જાય. એને તો વિષયો વિષના પ્યાલા લાગે અને કષાયો ફણિધરની પ્રતિકૃતિ લાગે. પ્રમાદ એની પાસે પણ ન ફરકે. આહારવિહારમાં તે સામાન્ય માનવીમાંથી ઘણો ઊંચો ઊઠેલો હોય. આત્માની અનુભૂતિનો એને એટલો બધો આનંદ હોય કે એને બીજા બધાં જ આનંદ તુચ્છ લાગે. પરમાત્મસ્વરૂપને પામવા માટે આત્માનુભવ વિના બીજા બધાં જ પ્રયત્ન વ્યર્થ છે એ તાત્પર્ય છે.
ज्ञायेरन् हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः ।
कालेनैतावता प्राज्ञैः कृतः स्यात् तेषु निश्चयः । । ४ । ।२०४ ।।
અર્થ : જો યુક્તિથી ઇન્દ્રિયોને અગોચર પદાર્થો જાણી શકાય તો એટલા કાળે પંડિતોએ એ અતીન્દ્રિય પદાર્થો વિષે નિર્ણય કરી લીધો હોત,
વિવેચન : વિશ્વમાં બે પ્રકારનાં તત્ત્વો છે :
(૧) ઇન્દ્રિયોને અગોચર, (૨) ઇન્દ્રિયોને ગોચર.
સકલ વિશ્વ ઇન્દ્રિયોને અગોચર નથી, તેવી રીતે સકલ વિશ્વ ઇન્દ્રિયોને પણ ગોચર નથી. આ વાત સહુ કોઈને માન્યા વિના ચાલે એમ નથી. વિશ્વની એવી અનંત વાતો છે કે જેનો સાક્ષાત્કાર આપણી કે કોઈની ય ઇન્દ્રિયો દ્વારા થઈ શકે નહીં. આવાં તત્ત્વોને, પદાર્થોને ‘અતીન્દ્રિય’ કહેવાય.
આવા અતીન્દ્રિય પદાર્થોના સ્વરૂપનો નિર્ણય મનુષ્યો કેવી રીતે કરી શકે? ભલે મનુષ્ય વિદ્વાન હોય કે તીવ્ર બુદ્ધિશાળી હોય, વિદ્વત્તા કે બુદ્ધિ અતીન્દ્રિય પદાર્થોનું દર્શન નથી કરાવી શકતી. શું વિશ્વ ઉપ૨ આદિન પર્યંત વિદ્વાનો કે બુદ્ધિશાળીઓ પેદા નથી થયાં? શું તેઓ એક પણ અતીન્દ્રિય પદાર્થોનો સર્વસંમત નિર્ણય કરી શક્યા છે?
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
શાનસાર
આજે બુદ્ધિથી, તર્કથી જ બધું સમજવાનો આગ્રહ વધતો જાય છે. બુદ્ધિ અને તર્કથી સમજાય અને ઇન્દ્રિયોથી અનુભવાય તેને જ માનવાની વૃત્તિ પ્રબળ બનતી જાય છે. જે બુદ્ધિથી ન સમજાય કે તર્કથી સિદ્ધ ન થાય તેને અવગણી નાખવાનું તોફાન પણ વધી રહ્યું છે, ત્યારે શ્રી ઉપાધ્યાયજીનું આ કથન જગજાહેર કરવું આવશ્યક છે.
બુદ્ધિથી ન સમજી શકાય એવું કોઈ તત્ત્વ શું આ અનંત વિશ્વમાં છે જ નહીં? શું વિશ્વમાં બુદ્ધિથી અણઉકેલાયેલી કોઈ સમસ્યા જ નથી રહી? કોઈ પ્રશ્ન જ નથી રહ્યો? સેંકડો, હજારો એવી સમસ્યાઓ આજના વૈજ્ઞાનિકોની સામે પડેલી છે કે જેનો ઉકેલ તેઓ બુદ્ધિથી લાવી શક્યા નથી.
કદાચ તમે કહેશો? ‘જેમ જેમ બુદ્ધિનો વિકાસ થશે, તેમ તેમ એ સમસ્યાઓનો પણ ઉકેલ આવી જશે.’
બુદ્ધિમાં હમેશાં તરતમતા રહેલી હોય છે. બુદ્ધિ હમેશાં અપૂર્ણ રહે છે. પૂર્ણ ચૈતન્યના સાક્ષાત્કાર વિના કે એના પર શ્રદ્ધા સ્થાપિત કર્યા વિના સર્વ સમસ્યાઓનું સમાધાન શક્ય નથી.
આકાશના ચાંદને આંબી જનારું આજનું વિજ્ઞાન પૃથ્વી પરના માનવોની દરિદ્રતાની સમસ્યા હલ કરી શકતું નથી! અજ્ઞનો પ્રશ્ન ઉકેલી શકતું નથી, માનસિક અશાન્તિ ટાળી શકતું નથી! છતાં વિજ્ઞાનનાં ગાણાં ગાતા અર્ધદગ્ધ માનવો વિજ્ઞાનની સર્વોપરિતા પર અંધશ્રદ્ધા ધારણ કરી રહ્યાં છે. બુદ્ધિનો દુરાગ્રહ માનવીને અતીન્દ્રિય પદાર્થોનું અસ્તિત્વ પણ સ્વીકારવા દેતો નથી, પછી એ અતીન્દ્રિય પદાર્થોનો સાક્ષાત્કાર કરવાની તો વાત જ ક્યાં રહી!
આત્મા-પરમાત્મા ઇન્દ્રિયોને અગોચર તત્ત્વ છે. જો કે તર્ક અને યુક્તિથી એનું અસ્તિત્વ સિદ્ધ છે, પરંતુ ઇન્દ્રિયોથી એ તત્ત્વ પ્રત્યક્ષ ન અનુભવાય એવું છે. એનો અનુભવ ક૨વા માટે ઇન્દ્રિયાતીત શક્તિ જોઈએ. વળી ઇન્દ્રિયાતીત તત્ત્વોને માત્ર જાણવા ખાતર જાણવાનાં નથી, એ તત્ત્વોનો સાક્ષાત્કાર મનુષ્યને પરમ શાન્તિ આપનાર છે. એ સાક્ષાત્કાર માનવીની એવી સર્વ સમસ્યાઓનો ઉકેલ છે કે જે ઉકેલ બીજા કોઈ સાધનથી શક્ય નથી. એ સાક્ષાત્કાર થયા પછી મનુષ્ય પોતાને ‘દુઃખી, અશાન્ત’ સમજતો નથી. દુઃખ અને અશાન્તિ એને સ્પર્શ કરી શકતાં નથી.
માટે, અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરવા માટે બુદ્ધિના રવાડે ચડી વાદવિવાદમાં માનવજીવનનો કિમતી સમય ગુમાવ્યા વિના, અનુભવના
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ
૩૧૯ માર્ગે ચાલી આત્માની અનુભૂતિ કરી, દુઃખ-અશાન્તિથી મુક્ત બનવાનું કામ કરવું એ જ સાર છે અને એ જ પરમાર્થ છે. અહીં ગ્રંથકારે “અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરવામાં આજદિન સુધી પંડિતો સફળ થયા નથી. એમ કહીને આપણને માર્ગ બદલવાની પ્રેરણા આપી છે. આત્માનુભવના માર્ગે ચાલવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
શાસ્ત્રો અને વિદ્વાનો તો માત્ર માર્ગદર્શક છે, એમના પાસે જ ઊભા રહેવાથી કાર્યસિદ્ધિ નહીં થાય.
केषां न कल्पनादवी शास्त्रक्षीरानगाहिनी। विरलास्तद्रसास्वादविदोऽनुभवजिह्वया ।।५।।२०५ ।। અર્થ : કોની કલ્પનારૂપ કડછી શાસ્ત્રરૂપ ક્ષીરમાં પ્રવેશ કરનારી નથી? પરંતુ અનુભવરૂપ જીભ વડે શાસ્ત્રના આસ્વાદને જાણનાર થાડાં જ છે.
વિવેચન : ઘરકામમાં મશગૂલ રહેનારી ભારતીય નારીને જાણે અનુભવજ્ઞાનનું વિજ્ઞાન ન સમજાવતા હોય, તેમ શ્રી ઉપાધ્યાયજી રસોડાનાં ઉપકરણો લઈ સમજાવવા બેસી જાય છે!
આ ચૂલા પર ઊકળી રહેલી ખીર જુઓ. તેમાં કડછી (ખીરને હલાવવાનો તાવેતો) નાખીને તમે ખીરને હલાવી શકો છો. એને બળવા દેતા નથી.. પણ કડછીથી ખીરને હલાવવા માત્રથી ખીરનો રસાસ્વાદ તમે માણી શકો? ના.
ખીરનો સ્વાદ અનુભવવા તો જીભ પર એને મૂકવી પડે. ખીર સાથે જીભનો સંયોગ થાય અને જીભ લપલપ કરતી મખમાં ફરી વળે ત્યારે એના રસની અનુભૂતિ થાય છે! શાસ્ત્ર એ ખીરનું ભોજન છે. કલ્પના (તર્કબુદ્ધિ) એ કડછી છે. અનુભવ એ જીભ છે.
ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે : તર્કબુદ્ધિથી શાસ્ત્રોને ઊથલાવ્યા જ કરશો... ઉથલાવ્યા જ કરશો, તેથી તમે શાસ્ત્રજ્ઞાનનો રસાસ્વાદ નહીં અનુભવી શકો; એટલું જ નહીં, પરંતુ શાસ્ત્રોને તર્કબુદ્ધિથી હલાવ્યા કરવામાં જ જીવનનો સમય પૂર્ણ થઈ ગયો તો અંત સમયે અફસોસ થશે કે “હલાવી હલાવીને ખીરનું ભોજન તો તૈયાર કર્યું, પણ એનો રસ લૂંટવા માટે અભાગી રહી ગયો!'
ખીરનું ભોજન તૈયાર થાય છે એનો ઉપભોગ કરવા માટે, એના રસાસ્વાદ
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦.
જ્ઞાનસાર માટે. કડછી તો માત્ર ખીર તૈયાર કરવા માટેનું સાધન છે. સાધન તરીકે જ એનું મહત્ત્વ છે. એ સાધનથી ખીર તૈયાર થયા પછી લક્ષ ખીર ઉપર જ જોઈએ, કડછી ઉપર નહીં.
તર્કબુદ્ધિની અહીં મર્યાદા સ્પષ્ટ કરી દેવામાં આવી છે. શાસ્ત્રોનો અર્થનિર્ણય થઈ ગયો, ભોજન તૈયાર થઈ ગયું. પછી કડછીને કોરાણે મૂકી દેવાની હોય. તર્કબુદ્ધિનું પછી કામ નહીં. પછી તો એ તૈયાર થયેલા અર્થનિર્ણયનો રસાસ્વાદ. માણવા અનુભવ-જીભ ઉપર એને મૂકી દો અને એને ખૂબ ચાવીચાવીને રસાનુભૂતિ કરો.
અહીં શાસ્ત્રજ્ઞાનનો અને “અનુભવ' નો સંબંધ પણ બતાવાયો છે. ખીર વિના ખીરનો રસાસ્વાદ જીભ દ્વારા મનુષ્ય ન માણી શકે. જીભ ગમે તેટલી સારી હોય પણ ખીર જ ન હોય તો? તેમ શાસ્ત્રજ્ઞાન વિના અનુભવની જીભ શું કરે? માટે શાસ્ત્રજ્ઞાનની ખીર પકાવવી તો અનિવાર્ય જ છે. એની ઉપેક્ષા ક્યું નહીં ચાલે.
અને ખીરને પકાવવા માટે કડછી પણ એટલું જ મહત્ત્વ રાખે છે. માત્ર ખીરને ચૂલે ચઢાવી દેવાથી ખીર તૈયાર ન થાય, પણ બળી જાય અને બેસ્વાદ બની જાય. એ તો કડછીથી હલાવતા રહેવું પડે! તેમ તર્કબુદ્ધિ વિના શાસ્ત્રોના જ્ઞાનની ખીર પકાવી શકાતી નથી. જ્યાં સુધી શાસ્ત્રોના અર્થના જ્ઞાનરૂપ ખીર પાકે નહીં, ત્યાં સુધી તર્કબુદ્ધિની કડછીથી હલાવતા રહો! ખીર તૈયાર કરો! થઈ ગયા પછી કડછીને કોરાણે મૂકી. જીભને તૈયાર કરો!
અનુભવને કેવી ઘરગથ્થુ ભાષામાં અહીં સમજાવી દેવામાં આવ્યો છે!
બુદ્ધિવાદીઓને એમની બુદ્ધિની કાર્યસીમા બાંધી આપી. બુદ્ધિની, તર્કની અવગણના કરવાવાળાઓને બુદ્ધિની અનિવાર્યતા સમજાવી આપી, માત્ર અનુભવનાં ગાણાં ગાનારાઓને શાસ્ત્રો અને શાસ્ત્રોનાં રહસ્યો પામવાની વાત ગળે ઉતારી દીધી. જિંદગીપર્યત શાસ્ત્રોનાં પોટલાં માથે મૂકી પંડિતાઈમાં કૃતકૃત્યતા સમજનારને અનુભવની દિશા ચીંધી. આ રીતે સહુનો સમન્વય કરી કેવું આત્મવિજ્ઞાન પ્રગટ કર્યું
ચાલો, આપણે જીવનના રસોડામાં બેસી, ચૂલા પર શાસ્ત્રજ્ઞાનની ખીર પકાવીએ... તર્કબુદ્ધિની કડછીથી ખીરને પકાવીને અનુભવની જીભ દ્વારા એ ખીરનો રસાસ્વાદ માણી જીવનની સાર્થકતા અનુભવીએ.
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૧
અનુભવ
पश्यतु ब्रह्म निर्द्वन्द्वं निर्द्वन्द्वानुभवं विना।
कथं लिपिमयी दृष्टिर्वाङ्मयी वा मनोमयी ।।६।।२०६।। અર્થ : ફ્લેશરહિત શુદ્ધ અનુભવ વિના પુસ્તકરૂપ, વાણીરૂપ અર્થના જ્ઞાનરૂપ દૃષ્ટિ રાગદ્વેષાદિરહિત શુદ્ધ આત્મસ્વરૂપ કેમ દેખે? વિવેચન : ચર્મદષ્ટિ, શાસ્ત્રદષ્ટિ, અનુભવદષ્ટિ,
જે પદાર્થનું દર્શન અનુભવદૃષ્ટિથી જ થઈ શકે એમ છે એ પદાર્થને ચર્મદષ્ટિથી કે શાસ્ત્રદૃષ્ટિથી જોવાનો પુરુષાર્થ કરવો વ્યર્થ છે. કર્મકલંકથી મુક્ત વિશુદ્ધ બ્રહ્મનું દર્શન ચર્મદષ્ટિથી ન થઈ શકે, શાસ્ત્રદૃષ્ટિથી નહીં થઈ શકે. તે માટે જોઈએ અનુભવષ્ટિ.
લિપિમયી દૃષ્ટિ, વામયી દૃષ્ટિ, મનોમયી દૃષ્ટિ. આ ત્રણેય દૃષ્ટિનો સમાવેશ શાસ્ત્રદૃષ્ટિમાં થાય છે. આ ત્રણેય દૃષ્ટિઓ વિશુદ્ધ આત્મસ્વરૂપને જોવા અસમર્થ છે.
લિપિ' સંજ્ઞાક્ષરરૂપ હોય છે. ચાહે એ લિપિ ગુજરાતી હોય, સંસ્કૃત હોય કે કોઈ પણ હો, કેવળ અક્ષરોની દૃષ્ટિથી પરમ બ્રહ્મનું દર્શન થાય નહીં. વામયી દૃષ્ટિ વ્યંજનાક્ષરરૂપ છે; અર્થાત્ અક્ષરોનું ઉચ્ચારણ કરવા માત્રથી પરમ બ્રહ્મનું દર્શન થાય નહીં. મનોમયી દષ્ટિ છે અર્થના પરિજ્ઞાનરૂપ; અર્થાત્ ગમે તેટલું અર્થજ્ઞાન મળે, છતાં એના દ્વારા સર્વ ક્લેશરહિત આત્મસ્વરૂપનું દર્શન પ્રત્યક્ષ ન થઈ શકે.
કોઈ કહેતું હોય કે “પુસ્તકો વાંચીને, ગ્રંથો વાંચીને પરમ બ્રહ્મનું દર્શન થાય છે. તો તે ભ્રમ છે. કોઈ કહેતું હોય કે “કોઈ શ્લોક” શબ્દ કે અક્ષરોનું ઉચ્ચારણ કરવાથી આત્માનું દર્શન થાય છે, તો તે પણ યથાર્થ નથી. કોઈ કહે છે કે “શાસ્ત્રોના એક એક શબ્દનો અર્થ સમજો, તો આત્માનો સાક્ષાત્કાર થશે.” આ પણ માનવા જેવું નથી.
આત્માનું... કર્મોનાં આવરણોથી મુક્ત વિશુદ્ધ આત્માનું દર્શન કરવા માટે જોઈએ કેવળજ્ઞાનની દૃષ્ટિ! એ જ અનુભવ-દષ્ટિ છે! જ્યાં સુધી આપણી દષ્ટિ કર્મોના પ્રભાવથી રોગી છે, ત્યાં સુધી કર્મરહિત આત્મા ન દેખાય. લાલ કાચના ચશ્મામાંથી સફેદ પદાર્થ ન દેખાય, લાલ જ દેખાય, તેમ કર્મોના પ્રભાવ નીચે રહેલી દૃષ્ટિથી બધું કર્મયુક્ત જ દેખાય, કર્મરહિત ન દેખાયા
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
જ્ઞાનસાર રાગી અને દ્વેષી દૃષ્ટિ વીતરાગને જોઈ શકે? વીતરાગના શરીરને ભલે જુએ, વીતરાગ-આત્માને ન જોઈ શકે- તે ય બીજા વીતરાગના શરીરને પોતાના વીતરાગ આત્માને જોવા માટે તો દૃષ્ટિ રાગદ્વેષરહિત જ જોઈએ.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે દૃષ્ટિને નિર્મળ કરો. દૃષ્ટિને નિર્મળ કરવી એટલે મનને, મનના વિચારોને નિર્મળ કરવા. ક્ષણે ક્ષણે રાગદ્વેષનાં દ્વન્દ્રોમાં અટવાતા વિચારો આત્મચિંતન પણ કરી શકતા નથી. વિચારોનો આંતરિક પ્રવાહ જ્યાં સુધી રાગદ્વેષના ડુંગરાઓમાંથી વહ્યા કરે છે ત્યાં સુધી ખળભળાટ રહેવાનો. મનના રાગદ્વેષ મિટાવી દેવા માટે પાંચ ઇન્દ્રિયો પર સંયમ, ચાર કષાયો પર અંકુશ, પાંચ આસવોથી વિરામ અને ત્રણ દંડથી વિરતી-આ સત્તર પ્રકારનો સંયમ પાળવો જ રહ્યો. કેવળ બાહ્ય સંયમ નહીં, આંતરિક સંયમ! સ્વાભાવિક રીતે જ વિચારો વિષય, કષાય, આસવ અને દંડ તરફ વળે નહીં, એવી મનઃસ્થિતિ સર્જવી પડે.
સંસારના ક્ષેત્રે ડગલે પગલે ઊભી થતી સમસ્યાઓ, ઉપસ્થિત થતી ઘટનાઓ કે જે અનુકૂળ-પ્રતિકૂળ હોય છે, તેમાં મન રાગ-દ્વેષી ન બને અને મધ્યસ્થતા ધારણ કરે, તો એ આત્મસ્વરૂપની નિકટતા પ્રાપ્ત કરી શકે. બાકી ક્ષણે ક્ષણે ક્રિોધાદિ કષાયોમાં રાચતા, શબ્દાદિ વિષયોમાં આકર્ષાતા, હિંસાદિ આસવોમાં રમતા આપણે વિશુદ્ધ આત્મસ્વરૂપના દર્શનની વાત પણ કરવા અધિકારી છીએ ખરાં? ચર્મદષ્ટિ અને વ્યવહારદૃષ્ટિમાં જ અટવાઈ ગયેલા આપણે ભલે “આત્મદર્શન પર મોટાં ભાષણો આપીએ... આપણને પોતાને એની કોઈ અસર થતી નથી.
न सुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ । कल्पनाशिल्पविश्रान्तेस्तुर्यैवानुभवो दशा ।।७।।२०७ ।। અર્થ : મોહરહિત હોવાથી ગાઢ નિદ્રારૂપ સુષુપ્તિદશા નથી, સ્વપ્ન અને જાગ્રત દશા પણ નથી. કલ્પનારૂપ કારીગરીનો અભાવ હોવાથી અનુભવરૂપ ચોથી જ અવસ્થા છે. વિવેચન : અનુભવદશા!!! -
શું એ સુષુપ્તિદશા છે? શું એ સ્વપ્નદશા છે? શું એ જાગ્રત દશા છે? આ ત્રણ દશાઓમાંથી શું કોઈનામાં ય આ અનુભવદશાનો સમાવેશ થાય એમ નથી? કેમ નહીં? આવો, આપણે વિચારીએ. (૧) સુષુપ્તિદશા નિર્વિકલ્પ છે; અર્થાત્ સુષુપ્તિમાં મનનો કોઈ વિચાર કે
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ
૩૨૩ વિકાર હોતો નથી. પરંતુ આત્મા મોહના બંધનથી મુક્ત નથી હોતો! શું ગાઢ નિદ્રારૂપ સુષુપ્તિ મોહરહિત હોય છે? જ્યારે અનુભવદશા તો મોહના પ્રભાવથી મુક્ત હોય છે. માટે અનુભવનો સમાવેશ સુષુપ્તિમાં ન થઈ શકે.
(૨) સ્વપ્નની સાથે “અનુભવ'ને સરખાવી શકાય? ચાહે સ્વપ્ન કેટલુંય મનમોહક, રળિયામણું અને ભવ્ય હોય... છતાં, સિવાય કલ્પના, તેમાં વાસ્તવિકતાનો અંશ પણ હોતો નથી. જ્યારે અનુભવદશામાં કલ્પનાનો અંશ સરખો હોતો નથી, માટે સ્વપ્નદશામાં ય અનુભવનો સમાવેશ ન થાય કે સ્વપ્નદશાને અનુભવદશા ન કહેવાય.
(૩) જાગ્રતદશા પણ કલ્પના-શિલ્પનું સર્જન છે. તેને અનુભવદશા ન કહી શકાય,
માટે, અનુભવદશા એ આ ત્રણેય દશાઓથી ભિન્ન ચોથી જ દશા છે.
આજે “સમૃપ્તિ અને આત્માનુભવ કહેનારો એક વર્ગ છે. એ કહે છે : “શન્ય થઈ જાઓ. મનમાંથી બધાં જ વિચારો બહાર ફેંકી દો, સારો કે નરસો કોઈ વિચાર જ નહીં. આમ જેટલો સમય તમે રહી શકો તેટલો સમય રહો. એમાં તમને આત્માનુભવ થશે! જેમ સુષુપ્તિ ગાઢ નિદ્રામાં કોઈ વિચાર હોતો નથી પરંતુ તે મોહશૂન્ય દશા નથી! અલ્પકાળ માટે મોહની સભાનતા પર રાખ નાખી દેવા માત્રથી મોહદશા દૂર થતી નથી. કલાક-બે કલાક શૂન્યતાના સમુદ્રમાં કૂદી પડવાથી અંતર-મનમાં ઘર કરીને રહેલી મોહદશા ધોવાઈ જતી નથી. શૂન્યમાંથી વાસ્તવિકતામાં આવતાં જ સ્ત્રી-ધન-ભોજનમિત્ર-પરિવાર તરફની મોહવૃત્તિઓ ઊછળી પડે છે! અનુભવદશામાં આવું ન બને, એ દશામાં તો દિવસે કે રાતે, જંગલમાં કે શહેરમાં. સર્વદા અને સર્વત્ર મોહરહિત અવસ્થા! કોઈ રાગના આલાપ-પ્રલાપ નહીં. કોઈ દ્વેષના ઉકાળા-ઉછાળા નહીં... ત્યાં હોય છે વાસ્તવિક આત્મદર્શનનો અપૂર્વ આનંદ અને એકસમાન આત્માનુભૂતિ.
શૂન્યતામાં આત્મસાક્ષાત્કારની વાતો કરનારા જ્યારે શૂન્યતાના સમુદ્રમાં ડૂબકી મારીને બહાર નીકળે છે, ત્યારે તેમનું મન આ સંસારનાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને ભોગવવા કેટલું આતુર હોય છે, એ જોવું હોય તો એ આજના ભગવાનોના આશ્રમમાં જઈને જુઓ! ભોગવિલાસની એ બેફામ દુનિયામાં “આત્માનુભૂતિ' કરવા જનારા આજના બુદ્ધિશાળીઓની બુદ્ધિને ધન્યવાદ આપવા કે ધિક્કાર?
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨૪
ાનસાર
ક્યારેક એ પ્રોફેસર (ભગવાન!) પ્રકૃતિનો...નિસર્ગનો કલ્પનાલોક પોતાની સાહિત્યિક ભાષાથી સર્જી દે છે અને એ કલ્પનામાં આત્મદર્શન... આત્માનુભૂતિ કરાવવાનો દંભ કરે છે. શું વિચારશૂન્યતા આત્માનુભૂતિ? શું નિસર્ગનું માનસિક કલ્પનાચિત્ર એ આત્માનુભૂતિ? તો તો વિચારશૂન્ય એકેન્દ્રિય વગેરે જીવોને આત્મસાક્ષાત્કાર થયેલો માનવો જોઈએ! નિસર્ગના ખોળે જ રહેતાં પશુપક્ષીઓને આત્માનુભૂતિના ફિરસ્તા માનવા જોઈએ.
=
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનો અનુભવ સુષુપ્તિરૂપ નથી, સ્વપ્નદશારૂપ નથી કે જાગ્રતદશારૂપ નથી. આ ત્રણેયથી જુદી જ એ ચોથી અવસ્થા છે. એ અવસ્થા પ્રાપ્ત કરવા સાચી દિશામાં પુરુષાર્થ કરવો જોઈએ.
अधिगत्याखिलं शब्द- ब्रह्म शास्त्रदशा मुनिः ।
स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ।।८।। २०८ ।।
અર્થ : મુનિ શાસ્ત્રદૃષ્ટિ વડે સમસ્ત શબ્દબ્રહ્મને જાણીને અનુભવ વડે સ્વયંપ્રકાશી એવા પરબ્રહ્મને પરમાત્માને જાણે છે.
વિવેચન : ‘અનુભવદૃષ્ટિથી જ વિશુદ્ધ આત્મસ્વરૂપ જાણી શકાય છે તો પછી શાસ્ત્રોનું શું પ્રયોજન? શાસ્ત્રોનું અધ્યયન, પરિશીલન કંઈ કામનું નહીં ને?’
આ પ્રશ્નનું અહીં સમાધાન કરવામાં આવ્યું છે. શાસ્ત્રદૃષ્ટિથી સમસ્ત શબ્દબ્રહ્મનું જ્ઞાન કરવાનું છે. તે જ્ઞાન કરીને પરમાત્મસ્વરૂપ જાણવાનું છે. શાસ્ત્રદૃષ્ટિ વિના શબ્દબ્રહ્મનું જ્ઞાન ન થઈ શકે અને અનુભવષ્ટિ ખૂલે નહીં.
શાસ્ત્રોનું અધ્યયન, ચિંતન અને પરિશીલન અનુભવદૃષ્ટિ માટે કરવાનું છે. શાસ્ત્રાધ્યયનનું લક્ષ્ય-ધ્યેય ‘અનુભવ’ હોવું જોઈએ. શાસ્ત્રોમાં જ અટવાઈ જવાનું નથી. શાસ્ત્રોનું અધ્યયન વિદ્વત્તા પ્રાપ્ત કરી કીર્તિ કમાવા માટે કરનારા જીવો અનુભવ દૃષ્ટિ મેળવી શકતા નથી.
શાસ્ત્રોનું જ્ઞાન એવું મેળવવાનું છે કે ‘શાસ્ત્ર’ તમારી ‘દૃષ્ટિ' બની જાય. ‘ચર્મદૃષ્ટિ’ ઉપર ‘શાસ્ત્રદૃષ્ટિ’નાં ચશ્માં ચઢી જવાં જોઈએ. જે કંઈ જોવાનું, સાંભળવાનું કે વિચારવાનું, તે શાસ્ત્રના અનુસારે!
કુરગડુ મુનિના પાત્રમાં પેલા ચાર-ચાર મહિનાના ઉપવાસ કરી રહેલા મુનિઓ રોષથી થૂંક્યા હતા ત્યારે કુરગડુ મુનિએ ‘થૂંક’ને શાસ્ત્રદૃષ્ટિથી જોયું હતું. તપસ્વીઓનાં તિરસ્કારયુક્ત વચનો શાસ્ત્રદૃષ્ટિથી સાંભળ્યાં હતાં અને
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ
૩૨૫ પોતાના તરફ ધૃણા બતાવનારા એ મુનિઓ તરફ શાસ્ત્રદૃષ્ટિથી જોયું હતું!
(૧) ચર્મદૃષ્ટિએ “થેંક' બતાવ્યું, શાસ્ત્રષ્ટિએ તેને “ધી બતાવ્યું. આ તો લુખ્ખા ભાતમાં આ તપસ્વીઓએ “ધી” નાખ્યું “તપસ્વીઓના મુખનું અમૃત!”
(૨) ચર્મદૃષ્ટિથી જે વચનો તિરસ્કારભર્યા લાગે, શાસ્ત્રદૃષ્ટિથી એ વચનો પવિત્ર પ્રેરણાનો પ્રવાહ’ લાગ્યો! – “હું આજે સંવત્સરીના મહાપર્વમાં પેટ ભરનારો છું.. મને આ તપસ્વીઓએ અણાહારી પદની પ્રેરણા આપી!'
(૩) ચર્મદષ્ટિ એ તપસ્વીઓને “ક્રોધી. અભિમાની' બતાવતી હતી, શાસ્ત્રષ્ટિ એ મુનિવરોને મોક્ષમાર્ગના યાત્રિક બતાવતી હતી! મોક્ષમાર્ગદર્શક બતાવતી હતી.
શાસ્ત્રદૃષ્ટિથી એ કુરગડુ મુનિએ અનુભવનું અમૃત મેળવ્યું! થોડી જ ક્ષણોમાં એ અનુભવદૃષ્ટિથી એમણે વિશુદ્ધ પરમ બ્રહ્મનું દર્શન કર્યું! આ કામ કરે છે. શાસ્ત્રદૃષ્ટિ!
એક પગ ઊંચો કરીને, બે હાથ ઊંચા કરીને, સૂર્ય સામે દૃષ્ટિ લગાવીને જંગલમાં ધ્યાન ધરતા પ્રસન્નચન્દ્ર રાજર્ષિના કાને પેલા સૈનિકોનાં વચનો પડ્યાં : 'જુઓ, બિચારા નાના રાજ કુમારને ત્યજી પ્રસન્નચંદ્ર જંગલમાં ધ્યાન ધરે છે, જ્યારે એ રાજકુમારનું રાજ્ય એનો કાકો લઈ લેવા તૈયાર થયો છે!'
પ્રસન્નચન્દ્ર આ વચનોને શાસ્ત્રદૃષ્ટિથી ન સાંભળ્યાં! તેમણે મનોભૂમિ પર શત્રુ સામે જંગ માંડ્યો...રૌદ્ર ધ્યાનમાં ચઢ્યા... ઘોર હિંસાનું તાંડવ મચ્યું.. સાતમી નરકમાં લઈ જાય એવાં કર્મો બાંધવા માંડ્યાં! ભગવાન મહાવીર સ્વામી સમવસરણમાં રહ્યા રહ્યા પ્રસન્નચન્દ્રની ચર્મદષ્ટિની લીલા જોઈ રહ્યા હતા.... શ્રેણિકે જ્યારે રાજર્ષિની પ્રશંસા કરીને પ્રશ્ન પૂછયો ત્યારે ભગવંતે કહ્યું : શ્રેણિક, એ રાજર્ષિ જો હમણાં મરે તો સાતમી નરકે જાય!”
રાજર્ષિ નિવેશમાં હતા, ધ્યાનસ્થ મુદ્રામાં હતા, કઠોર આતાપના લેવાની ક્રિયામાં હતા. પરંતુ દષ્ટિ શાસ્ત્રની ન હતી! તેના પરિણામે તેમનું “શ્રવણ' તેમનું અધોગમન કરી રહ્યું હતું. પરંતુ જ્યાં એમણે “શાસ્ત્રદષ્ટિ' મેળવી, માથાનો મુગટ લઈ શત્રને મારવા જતાં મુંડાયેલું મસ્તક જોયું.. ને દષ્ટિપરિવર્તન થયું. ત્યાં શાસ્ત્રદૃષ્ટિએ તેમને અધોગતિમાંથી ઊંચક્યા. ખૂબ જ ઝડપથી...ક્ષણોમાં જ તેમને “કેવળજ્ઞાનની ભૂમિકાએ લાવીને મૂકી દીધા.
શાસ્ત્રોનું અધ્યયન શાસ્ત્રષ્ટિ માટે કરી, તેના દ્વારા વિશ્વદર્શન કરવાથી, પરબ્રહ્મ-અન્ય નિરપેક્ષ પરમાત્મદશા પામી શકાશે.
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થોગ
જો તમે કોઈ મુનિ, યોગી, સંન્યાસી કે પ્રોફેસરનાં યોગ ઉપરનાં પ્રવચનો કે ભાષણો સાંભળ્યા હશે, તો તમને આ અષ્ટક ઘણું જ સ્પષ્ટ અને સત્ય માર્ગદર્શન આપશે. યોગને નામે આજે સમાજમાં ને દેશ-વિદેશમાં અનેક સાચી-ખોટી વાતો વહી રહી છે. યોગ-પ્રયોગો ઉપર સિનેમાઓ ઊતરી રહી છે... ભોગી યોગીનો ઢોંગ કરી યોગની પ્રક્રિયાઓ શીખવી રહ્યાં છે!
વાંચો, એકાગ્ર ચિત્તે આ પ્રકરણનું અધ્યયન કરો. એક નિષ્કામ મહર્ષિ સેંકડો વર્ષો પૂર્વે ‘યોગ' ઉપર લખી ગયેલા માત્ર આઠ લોકોને વિચારો.
-
ITI,
૨૭ જ
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
Icih
મોક્ષ સાથે જોડી આપનારા યોગોને આરાધનારો યોગી સ્થાનવર્ણાદિ યોગ અને પ્રીતિ-ભકિત વગેરે અનુષ્ઠાનોમાં રત યોગી જ્ઞાન-યજ્ઞ કરવા માટે સુયોગ્ય બને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
યોગ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मोक्षेण योजनाद् योग: सर्वोऽप्याचार इष्यते ।
विशिष्य स्थानवर्णार्थालम्बनैकाग्यगोचरः । । १ । ।२०९ ।।
૩૨૭
અર્થ : મોક્ષની સાથે આત્માને જોડવાથી બધોય આચાર યોગ કહેવાય છે, વિશેષ કરીને સ્થાન (આસનાદિ), વર્ણ (અક્ષર), અર્થજ્ઞાન, આલંબન અને એકાગ્રતા વિષયક છે.
વિવેચન : ભોગ અને યોગ!
ભોગ ઉપરથી દષ્ટ ઊઠે તો યોગ ઉપર દૃષ્ટિ જામે. ભોગોની ભૂતાવળ જ્યાં સુધી જીવનાં મન-વચન-કાયા પર અધિકાર જમાવીને બેઠી હોય, ત્યાં સુધી યોગમાર્ગ દેખાય જ નહીં. વિષયસુખોનો ભોગી યોગમાર્ગને દુઃખથી ભરેલો જુએ છે.
પરંતુ વૈષયિક સુખો પ્રત્યે વિરાગી બનેલો શાસ્ત્રદૃષ્ટિવાળો સાધક એવો માર્ગ શોધે છે કે જે માર્ગ પર ચાલી તે પરમસુખ પ્રાપ્ત કરી શકે. માર્ગની કઠિનાઈ, ભય કે મુશ્કેલીઓ એને મન તુચ્છ હોય છે. એના આત્મામાં ઉલ્લસી રહેલો સત્ત્વભાવ વિઘ્નોને અવગણી નાખે છે અને એને પ્રગતિના પથ પર અગ્રેસર બનાવે છે.
સંસાર અને મોક્ષ, બંનેને જોડનારો માર્ગ છે યોગમાર્ગ. ‘મોક્ષેળ યોખનાર્ યોગ’ - આત્માનો જે મોક્ષ સાથે સંબંધ કરાવી આપે તે યોગ, જે માર્ગ પર ચાલીને આત્મા મોક્ષના દ્વારે પહોંચે તે યોગમાર્ગ કહેવાય.
‘યોગવિંશિકા' ગ્રંથમાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરીજીએ કહ્યું છે :
'मुक्खेण जोयणाओ जोगो सव्वो वि धम्मवावारो ।'
‘મોક્ષની સાથે જોડનાર હોવાથી બધોય ધર્મવ્યાપાર યોગ છે.' મોક્ષના કારણભૂત જીવનો પુરુષાર્થ એ યોગ છે. પરંતુ અહીં વિશેષરૂપે પાંચ પ્રકારનો યોગ બતાવવામાં આવ્યો છે.
For Private And Personal Use Only
(૧) સ્થાન (૨) વર્ણ (૩) અર્થ (૪) આલંબન (૫) એકાગ્રતા.
(૧) સકલશાસ્ત્ર-પ્રસિદ્ધ કાર્યોત્સર્ગ-પર્યંકબંધ-પદ્માસન આદિ આસનો તે સ્થાન. (૨) ધર્મક્રિયાઓમાં બોલાતા શબ્દો તે વર્ણ. (૩) શબ્દાભિધેયનો વ્યવસાય તે અર્થ. (૪) બાહ્ય પ્રતિમાદિ-વિષયક ધ્યાન તે આલંબન. (૫) રૂપી દ્રવ્યના આલંબનથી રહિત નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ તે એકાગ્રતા. ૨૩. જુઓ પરિશિષ્ટ ‘સમાધિ’
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાનુસાર
૩૨૮
અહીં પહેલા ચાર પ્રકાર સવિકલ્પ સમાધિરૂપ છે. પાંચમો પ્રકાર તે નિર્વિકલ્પ સમાધિરૂપ છે,
આ પાંચ પ્રકારોમાં પહેલો પ્રકાર “આસન' નો છે. દરેક યોગાચાર્યોએ યોગનો પ્રારંભ આસનથી બતાવેલો છે. અષ્ટાંગ યોગમાંય પ્રથમ આસન છે. “આસન દ્વારા શરીરની ચંચળતા દૂર કરવાની હોય છે. જ્યાં સુધી શરીર સ્થિર ન બને, ત્યાં સુધી મનની સ્થિરતા થતી નથી.
આપણી ધાર્મિક ક્રિયાઓ-સામાયિક; પ્રતિક્રમણ વગેરેમાં આ આસનનું મહત્ત્વ રહેલું છે. સામાયિકમાં સુખાસન, પદ્માસન, સિદ્ધાસનથી બેસવામાં આવે અને પછી સ્વાધ્યાય જાપ કરવામાં આવે, તો સામાયિકની ધર્મક્રિયા પ્રભાવોત્પાદક બની જાય. પ્રતિક્રમણમાં “કાઉસ્સગ્ન” કરવામાં આવે છે તે પણ આસન છે. તે માટે કાઉસ્સગ્ગના દોષો ટાળવાનું લક્ષ જોઈએ.
તેવી રીતે મુદ્રાઓનું પણ લક્ષ જોઈએ. કઈ ક્રિયામાં કેવી મુદ્રા રાખવાની હોય છે, તેનું જ્ઞાન જોઈએ. તેવી રીતે સૂત્રોના અર્થનું જ્ઞાન અને એનો ઉપયોગ જોઈએ. ઉચ્ચારણ પણ શુદ્ધ જોઈએ. પ્રતિમા, સ્થાપના વગેરે જે કોઈ આલંબન સામે હોય તેમાં દૃષ્ટિ સ્થિર રાખવી જોઈએ. તો એ મહાન યોગ બને, અને એ યોગ આત્માને મોક્ષ સાથે જોડી આપે.
બેસવાનો ઢંગ નહીં, સૂત્રોચ્ચારણની શુદ્ધિ નહીં, અર્થોપયોગ પ્રત્યે ઉપેક્ષા, મુદ્રાઓનો ખ્યાલ નહીં અને આલંબન પ્રત્યે બેદરકારી! આવો યોગ આત્માને મોક્ષ સાથે જોડી આપે નહીં... પણ મોક્ષ સાથે આત્માને જોડવાની ઈચ્છા હોય ત્યારે ને! યોગથી પણ ભોગ મેળવવા હોય તેવા રજ-તમોગુણથી આવરાયેલા જીવો યોગની પણ કદર્થના કરતા જોવામાં આવે છે.
कर्मयोगद्वयं तत्र ज्ञानयोगत्रयं विदुः । विरतेष्वेव नियमाद् बीजमात्रं परेष्वपि ।।२।२१०।। અર્થ : તેમાં બે કર્મયોગ અને ત્રણ જ્ઞાનયોગ જાણે છે, એ વિરતિવંતમાં અવશ્ય હોય છે. બીજામાં પણ યોગના બીજરૂપ છે. વિવેચન : “જ્ઞાન-
જિમ્યાં મોર' જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. આ પાંચ યોગમાં બે ક્રિયાયોગ છે, ત્રણ જ્ઞાનયોગ છે.
સ્થાન અને શબ્દ ક્વિાયોગ છે. અર્થ, આલંબન અને એકાગ્રતા જ્ઞાનયોગ છે.
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૯
યોગ
કાયોત્સર્ગ, પદ્માસન વગેરે આસનો, યોગમુદ્રા, મુક્તાસુક્તિમુદ્રા અને જિનમુદ્રા વગેરે મુદ્રાઓ ક્રિયાયોગ છે. આપણે આ આસન, મુદ્રા વગેરે જાળવ્યા વિના પ્રતિક્રમણ, ચૈત્યવંદન વગેરે ક્રિયાઓ કરીએ તો શું તે ક્રિયાયોગ કહેવાય? શું આપણો ક્રિયાયોગ પણ સાંગોપાંગ આરાધાય છે? પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓમાં કાઉસ્સગ્ન કરીએ છીએ, શું એ કાઉસ્સગ્ગ એના નિયમો મુજબ થાય છે? કાઉસ્સગ્ગ કેવી રીતે કરવો, એનું શિક્ષણ લીધા વિના કાઉસ્સગ્ન કરનારા “સ્થાન-યોગ'ની ઉપેક્ષા નથી કરી રહ્યા? અરે, એ જ
ખ્યાલ નથી કે કાઉસ્સગ્ગ એ યોગ છે! પદ્માસન વગેરે આસન યોગ છે! યોગમુદ્રા વગેરે મુદ્રાઓ યોગ છે! કઈ ક્રિયા કરતી વખતે કઈ મદ્રા રાખવી જોઈએ, એનો ખ્યાલ કેટલા જીવોને?
વર્ણ-યોગ'ની આરાધના ક્રિયાયોગ છે. સામાયિકાદિ સૂત્રોનું ઉચ્ચારણ કેવું કરીએ છીએ? શું એમાં શુદ્ધિનું લક્ષ છે? એમાં સંપદા (અલ્પવિરામ, પૂર્ણવિરામ)નું ધ્યાન રહે છે? એક નવકાર મંત્રનું ઉચ્ચારણ પણ શુદ્ધ છે? જો આ રીતે સ્થાનયોગ અને વર્ણયોગનું પાલન કરીએ અને ક્રિયાઓ કર્યો જઈએ છતાં ક્રિયાયોગના આરાધક કહેવાઈએ? હવે વિચારો “જ્ઞાનયોગની ઉપાસના.
સૂત્રોના અર્થનો અવબોધ હોવો જોઈએ. ક્રિયાયોગમાં મનની સ્થિરતા, ચિત્તની પ્રસન્નતા તો જ પ્રાપ્ત થાય કે જો એના અર્થનું જ્ઞાન હોય. અર્થજ્ઞાન એવી રીતે મેળવવું જોઈએ કે જેથી સૂત્રોનું આલંબન લીધા વિના સીધી અર્થોની સંકલના ચાલે અને એના ભાવપ્રવાહમાં મન તણાતું જાય.
અમને ધર્મક્રિયાઓમાં આનંદ આવતો નથી'-આ ફરિયાદ વ્યાપક બનતી જાય છે, પરંતુ આનંદ મેળવવા માટે ધર્મક્રિયાઓ કોણ કરે છે? હા, ધર્મક્રિયાઓ ભરપૂર આનંદ આપી શકે એમ છે, પરંતુ એમાંથી આનંદ મેળવવાની ઈચ્છા છે? સિનેમા-નાટક-સરકસમાંથી આનંદ મેળવવાની ઈચ્છા જ્યાં સુધી પ્રબળ છે, ત્યાં સુધી ધર્મક્રિયાઓ ફિક્કી જ લાગવાની. ભોગીને યોગ ક્યાંથી પ્રિય લાગે? ભોગમાં નીરસતા આવ્યા વિના યોગમાં રસવૃત્તિ જાગ્રત ન થાય. યોગક્રિયાઓમાં જોડાયેલા ભોગનું મન ભોગની દુનિયામાં ભટકવા નીકળી પડે છે... ત્યારે એ ભોગી ક્રિયાઓનો દોષ જુએ છે!
આલંબનના માધ્યમથી યોગી પોતાના મનને સ્થિર રાખે છે. પરમાત્માની પ્રતિમા યોગીઓનું શ્રેષ્ઠ આલંબન છે. પદ્માસનસ્થ મધ્યસ્થ ભાવને ધારણ કરતી પ્રતિમા યોગીના મનને બાંધી રાખે છે. યોગી માટે જિન-પ્રતિમા
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
જ્ઞાનસાર પ્રેરણાનો સ્રોત બની રહે છે. એની આંખો બંધ હોવા છતાં એનું મન એ પ્રતિમાને નિહાળે છે. એની જિલ્લા શાંત હોવા છતાં પરમાત્માની સ્તુતિ એ ગાઈ રહ્યો હોય છે. પરમાત્મદશાના પ્રેમી માટે પ્રતિમા સ્નેહ-સંવનન માટે પર્યાપ્ત સાધન બની જાય છે.
જેના પ્રત્યે મનુષ્યને રાગ, સ્નેહ, પ્રીતિ હોય છે, એના વિરહમાં એની પ્રતિકૃતિ (ફોટો), એની મૂર્તિ.... રાગી માટે કેટલું મહત્ત્વ રાખે છે એ એને પૂછી જુઓ. એ ફોટા દ્વારા એ પ્રેમી એની નિકટતા પ્રાપ્ત કરે છે, એની
સ્મૃતિ તાજી રખાવે છે, એના સ્વરૂપનો ખ્યાલ રખાવે છે. જ્યારે એ આલંબન દ્વારા એના પ્રેમની ઉત્કટતા પ્રગટે છે, ત્યારે એ પાંચમા યોગમાં ચાલ્યો જાય છે.
રહિત' યોગમાં કોઈ વિકલ્પ, વિચાર, કલ્પનાને સ્થાન નથી. તે તદ્રુપ બની જાય છે. પછી એને વિચાર કોનો કરવાનો?
આ રીતે ક્રિયાયોગ અને જ્ઞાનયોગને સમજીને મુનિ એને આરાધે છે. જ્યારે અપુનબંધક, શ્રાવક વગેરેમાં આ યોગનો પ્રારંભ થયેલો હોવાથી એમનામાં યોગબીજ હોય છે.
कृपानिर्वेदसंवेग-प्रशमोत्पत्तिकारिणः ।
भेदा: प्रत्येकमत्रेच्छाप्रवृत्तिस्थिरसिद्धयः ।।३।।२११।। અર્થ : અહીં પ્રત્યેક યોગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદો છે. તે કૃપા, સંસારનો ભય, મોક્ષની ઈચ્છા અને પ્રશમની ઉત્પત્તિ કરનાર છે.
વિવેચન : પાંચ યોગ, દરેકના ચાર-ચાર પ્રકાર, કુલ વસ પ્રકાર. પ્રત્યેક યોગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ, આ ચાર ભેદ છે.
પહેલો યોગ છે, “સ્થાન.” આસન અને મુદ્રાઓની ઈચ્છા જાગ્રત થાય. પછી તેમાં પ્રવૃત્તિ થાય; અર્થાત્ જે ધર્મક્રિયામાં જે આસન અને મુદ્રા રાખવાનાં હોય તે રાખે. ત્યારબાદ તેમાં સ્થિરતા આવે. એટલે કે આસન મુદ્રામાં કંટાળો, અરુચિ કે ચંચળતા દૂર થાય. એમ કરતાં તે આસન અને મુદ્રા સિદ્ધ થાય.
બીજો યોગ છે “ઉ. જે ક્રિયામાં જે સૂત્રોનું ઉચ્ચારણ કરવાનું હોય તે સૂત્રોનું અધ્યયન કરવાની ઈચ્છા થાય. પછી તે તે ક્રિયામાં સૂત્રોનું ઉચ્ચારણ કરવાની પ્રવૃત્તિ કરે. સૂત્રોના ઉચ્ચારણમાં સ્થિરતા આવે, અર્થાતુ ક્યારેક
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ
૩૩૧ જલદી, તો ક્યારેક મંદ ગતિ-એવી અસ્થિરતા ન રહે. એમ કરતાં સૂત્રોચ્ચારણની સિદ્ધિ પ્રાપ્ત થાય.
ત્રીજો યોગ છે “અર્થ.” તેને તે તે સૂત્રોના અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે. અર્થજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરે, અર્થજ્ઞાન સ્થિર થાય, અર્થાતુ ભૂલે નહીં. આમ અર્થજ્ઞાનની સિદ્ધિ એવી પ્રાપ્ત કરે કે તે તે ધર્મક્રિયા કરતાં અર્થોપયોગ સ્વભાવિક રૂપે જ ચાલ્યા કરે.
ચોથો યોગ છે “આલંબન.” આલંબનરૂપ જિન પ્રતિમા વગેરે તરફ પ્રીતિ થાય. એનું આલંબન લેવાની પ્રવૃત્તિ થાય. મન નિઃશંક, નિર્ભય બની આલંબનમાં સ્થિર થાય અને એમાં એ એવી સ્થિરતા પ્રાપ્ત કરે કે બીજા જીર્વાને પણ તે યોગ તરફ વાળે.
“રહિત' નિર્વિકલ્પ સમાધિરૂપ છે. એટલે એમાં ઈચ્છાદિ હોઈ શકે નહીં. પરંતુ તેવા નિર્વિકલ્પ યોગીઓની એ પ્રશંસા કરે. પછી એવા યોગી બનવાના ઉપાયોમાં પ્રવૃત્તિ કરે. મન સ્થિર બનતું જાય અને એવો નિરાલંબન યોગી બની જાય કે બીજા જીવોને પણ તે પોતાના યોગ તરફ આકર્ષે.
આ યોગોથી આત્મામાં અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ પ્રગટ થાય છે; અર્થાત્ આત્માનું સંવેદન એવું બની જાય.
દુઃખી જીવોને જોઈ એના હૃદયમાં એમનું દુઃખ દૂર કરવાની ભાવના જાગે. દ્રવ્યથી દુ:ખી જીવોના દુઃખ દૂર કરવાની ઈચ્છા થાય. દુ:ખીઓની ઉપેક્ષા એ ન કરી શકે.
સંસારનાં સુખોથી તે વિરક્ત બને. સંસારને તે કારાવાસ સમાન જુએ, સ્મશાન સમાન જુએ. મુક્ત થવાની જ એ પેરવી કરતો હોય. સંસારનાં સુખો, ભલે ચક્રવર્તીના હો કે ઇન્દ્રનાં હો, એના તરફ એ આકર્ષાય નહીં.
ઉપશમનો તો સાગર હોય. કષાયોનો ધમધમાટ એના તનમનમાં દેખાય નહીં, કષાયો એના મનને ડહોળી ન શકે, એનું મુખ હમેશાં પ્રશાંત ભાવથી દેદીપ્યમાન હોય. આ ઈચ્છાદિ યોગોનું ફળ છે, કાર્ય છે.
अणुकंपा निव्वेओ संवेगो होइ तह य पसमु त्ति। एएसिं अणुभावा इच्छाईणं जहासंखं ।।
• योगविंशिका ઇચ્છાદિ યોગોના અનુભાવો છે-અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ. આ
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
જ્ઞાનસાર અનુભાવો પ્રગટ કરવા માટે યોગીએ પુરુષાર્થ કરવો જોઈએ. આ અનુભાવોથી આત્મા અપૂર્વ શાન્તિ અનુભવે છે.
જ્ઞાન અને ક્રિયા દ્વારા આત્માના ભાવોમાં પરિવર્તન લાવવાનું લક્ષ રાખવાનું છે. લૌકિક ભાવોમાંથી લોકોત્તર ભાવોમાં જવાનું છે. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાનું છે.
इच्छा तद्वत्कथाप्रीतिः प्रवृत्तिः पालनं परम् ।
स्थैर्य बाधकभीहानिः सिद्धिरन्यार्थसाधनम् ।।४।।२१२ ।। અર્થ : યોગીની કથામાં પ્રીતિ હોવી તે ઇચ્છાયોગ. ઉપયોગનું પાલન કરવું તે પ્રવૃત્તિયોગ. અતિચારના ભયોનો ત્યાગ તે સ્થિરતાયોગ અને બીજાના અર્થનું સાધન કરવું તે સિદ્ધિયોગ છે.
વિવેચન : હવે ઇચ્છાદિ ચાર યોગની સ્વતંત્ર પરિભાષા કરવામાં આવે છે.
(૧) ઇચ્છાયોગ યોગીની વાર્તામાં પ્રીતિ પેદા કરે છે. યોગ અને યોગીની વાર્તાઓ ખૂબ ગમે! એને તમે સ્મશાનમાં કાઉસ્સગ્ગ ધ્યાને ઊભેલા અયવંતી સુકમાલ મુનિની વાર્તા કહો, એ નિમગ્ન થઈ જશે! એને તમે કૃષ્ણ-વાસુદેવના ભાઈ ગજસુકુમાળ મુનિની કહાની સંભળાવો, એ લીન થઈ જશે. અને તમે ખંધક મુનિ કે ઝાંઝરિયા મુનિની કથા કહો, એ ભૂખ-તરસ ભૂલી જશે! એને તમે “ઈચ્છાયોગી માનજો. હા, એમ ન સમજશો કે આ વાર્તાઓ બધાંને ગમી જાય! બધાંને નથી ગમતી આ વાર્તાઓ, ઈચ્છાયોગીને જ ગમે છે. સાથે સાથે આવા ઈચ્છાયોગીને આજના યુગની કાલ્પનિક ડિટેક્ટિવ વાર્તાઓ, સામાજિક-શૃંગારિક કથાઓ, વિજ્ઞાનની ચમત્કારિક કહાનીઓ નીરસ લાગે છે, અને એ વાંચવી ય ન ગમે-સાંભળવી પણ ન ગમે. એને દેશ-વિદેશની વાતો, રાજાઓ અને મંત્રીઓની સત્તાના સિંહાસનની ચારેકોર પથરાયેલી વાતો પણ ન ગમે. એને દેશ-વિદેશની સ્ત્રીઓ, તેમના પહેરવેશ કે તેમની ફેશનોની અજાયબ વાતો રસહીન લાગે. તેમને ભોજનના વૈવિધ્યની વાતો ય ન ગમે.
(૨) જેને જે ખૂબ ગમે, તે મેળવવા કે તેવા બનવા તે પ્રયત્ન કરે છે. ઈચ્છાયોગી તેવા શુભ ઉપાયોનું પાલન કરવા તત્પર બને છે. એનો આદર્શ કોઈ યોગી' બની જાય છે - પછી તે – આદર્શ આનંદઘનજી પણ હોય અને
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ
૩૩૩ યશોવિજયજી પણ હોય. તેમના જેવા યોગી બનવા તે શુભ-પવિત્ર ઉપાયોનું પાલન કરે છે.
(૩) શરૂઆતમાં તેનો પુરુષાર્થ ખોડખાંપણવાળો હોઈ શકે. તેમાં ભૂલો પણ થાય અને અતિચાર પણ લાગે, પરંતુ સજાગ યોગીના લક્ષ બહાર એ હોતું નથી, એ અતિચાર ટાળવા માટે પ્રયત્ન કરે છે. ભૂલોને સુધારી લે છે. એવો એ અપ્રમત્ત બને છે કે નિરતિચાર આચારપાલન કરે છે. તેને કોઈ અતિચાર લાગવાનો ભય જ રહેતો નથી.
(૪) આવા યોગીને અહિંસાદિ ગુણો એવા સિદ્ધ થાય કે એના સાંનિધ્યમાત્રથી તે ગુણો બીજા જીવોને પ્રાપ્ત થાય. મનુષ્યોની વૈરવૃત્તિ શમી જાય, પશુઓની હિંસકવૃત્તિ શાંત થઈ જાય.
અહીં સર્વ પ્રથમ યોગ “કથાપ્રીતિ' ખૂબ મહત્વ રાખે છે. યોગવાળા યોગીની કથા-વાર્તાનું શ્રવણ કરતાં પ્રીતિ થાય. આ પ્રીતિ સ્વાભાવિક હોય છે. આવા પ્રીતિવાળા મનુષ્યોને સ્થાનાદિ યોગોમાં પ્રવૃત્તિ કરવી ગમતી હોય છે. એ માટે યોગીપુરુષોનું પાવન સાનિધ્ય શોધતો હોય છે. જ્યારે એવા યોગીપરુષો મળી જાય છે ત્યારે તેના આનંદની અવધિ રહેતી નથી.
આજે મુનિવર્ગમાં આ સ્થાનાદિ યોગો તરફની પ્રવૃત્તિ પ્રાયઃ જોવામાં આવતી નથી. યોગનો માર્ગ જાણે કોઈ બીજા વર્ગ માટે છે, એમ સમજાઈ રહ્યું છે. અલબત્ત, શાસ્ત્રસ્વાધ્યાય અને તપશ્ચર્યા થાય છે, પરંતુ તેમાં સ્થાનાદિ યોગો ભળેલાં નથી. તેથી એ શાસ્ત્રસ્વાધ્યાય અને તપશ્ચર્યા, સવિકલ્પમાંથી નિર્વિકલ્પમાં લઈ જઈ શકતાં નથી. - મોક્ષ સાથે જોડી આપનાર ધર્મયોગની આરાધનામાં આ જોડી આપવાનું સામર્થ્ય ધરાવે છે. પરંતુ જે રીતે તે ધર્મક્રિયા થવી જોઈએ, તે રીતે થવી જોઈએ. ઉત્તરોત્તર એ ધર્મક્રિયાને વિશુદ્ધ અને અતિચારરહિત બનાવવાની જાગૃતિ હોવી જોઈએ. ધ્યેયશૂન્ય, વિચારશૂન્ય ધર્મક્રિયા આત્માનું કલ્યાણ સાધી શકતી નથી.
अर्थालम्बनयोश्चैत्यवन्दनादौ विभावनम् ।
श्रेयसे योगिनः स्थानवर्णयोर्यत्न एव च ।।५।।२१३।। અર્થ : ચૈત્યવંદનાદિ ક્રિયામાં અર્થ અને આલંબનનું સ્મરણ કરવું અને સ્થાન તથા વર્ણમાં ઉદ્યમ જ યોગીના કલ્યાણ માટે છે.
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૧૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
વિવેચન : યોગી!
ઊર્ધ્વગામી ગતિશીલતા!
પરમ જ્યોતિમાં ભળી જવાની ઊંડી તત્પરતા!
અંધકારમાં ઉજાસ પાથરવાનું, અસત્યને ફિટાવી સત્યની સ્થાપના કરવાનું, મૃત્યુની જડતાને ભેદી અમરતાને વરવાનું અપ્રતિમ સાહસ કરનાર યોગી!
યોગી કલ્યાણ ચાહે છે! સુખ ચાહે છે! પણ યોગી જે સુખ ચાહે છે તે સંસારની હાટડીઓમાં મળતું નથી. હા, એ હાટડીઓના આંગણામાં સુખ ખરીદનારાઓની ભીડ જામેલી છે, યોગી ત્યાં આવે છે, કંઈક આશ્ચર્ય નિરાશા... અને નિસાસો નાખી યોગી આગળ વધી જાય છે. એ હાટડીમાં સજાવાયેલું સુખ... એની ભીતરમાં દૃષ્ટિ જાય છે અને દિલ દ્રવી જાય છે... હલાહલથી ય દારુણ વિષ! એના પર સુખનો શણગાર... એને ખરીદનારાઓ વિષે જોઈ શકતા નથી, એ તો ઉપરનો ચળકાટ જુએ છે, ખરીદી જાય છે, ભોગવે છે અને અંતે ભાંગી પડે છે...
યોગી સુખ ચાહે છે, પરંતુ એને ઇંદ્રિયોની ખંજવાળ નથી. યોગી આનંદ ચાહે છે, પરંતુ એને મનનો ઉન્માદ નથી. એ સ્વસ્થ છે, શાંત છે. એ બાહ્ય દુનિયામાંથી સુખ-આનંદ મેળવવાનું માંડી વાળી આંતરદુનિયામાં ડોકિયું કરે છે. તેની સૂક્ષ્મ દૃષ્ટિ ત્યાં સુખ-આનંદની વિપુલ સામગ્રી જુએ છે.
આંતરસૃષ્ટિમાં પ્રવેશવાનો તે દૃઢ સંકલ્પ કરે છે. તે માટે તે સર્વજ્ઞનાં શાસ્ત્રોમાંથી માર્ગદર્શન શોધે છે. તેને તે માર્ગદર્શન મળી જાય છે. તેનું હૃદય હસી ઊઠે છે. તેની આંખો હર્ષનાં આંસુથી ઊભરાઈ જાય છે. તે સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન-આ ચાર યોગોને આરાધવાનો આરંભ કરે છે.
સર્વપ્રથમ આસન-મુદ્રાઓનો અભ્યાસ આદરે છે. સુખાસન, પદ્માસન, સિદ્ધાસન વગેરે આસનો સિદ્ધ કરી કલાકો સુધી એક આસને બેસીને, તે પોતાના શરીર પર કાબૂ ધરાવે છે. યોગમુદ્રા વગેરે મુદ્રાઓ સિદ્ધ કરી શરીરને આજ્ઞાધીન બનાવે છે. તે માટે આહાર-વિહાર અને નિહારના નિયમોનું ચુસ્ત પાલન કરે છે. પ્રમાદ કે અશક્તિથી પોતાના શરીરને બચાવી ‘સ્થાનયોગ’ ને માટે સુયોગ્ય બનાવે છે.
For Private And Personal Use Only
ત્યાર પછી પોતાના દૈનિક જીવનમાં સંકળાયેલી ધર્મક્રિયાઓ : ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પડિલેહણ વગેરેમાં બોલવાનાં સૂત્રોનું અધ્યયન એ રીતે કરે છે કે જેનું ઉચ્ચારણ બોલનાર અને સાંભળનાર બન્નેને રસલીન કરી દે. તેના
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ
૩૩૫ સશક્ત અને મધુર કંઠના પડછંદા બહારના ઘોંઘાટને ઢાંકી દે છે. સ્વરવ્યંજનના ઉચ્ચારણના નિયમોનું પાલન કરતો યોગી “વર્ણયોગ” ને પણ સિદ્ધ કરે છે.
આ રીતે તન અને વચન ઉપર અસાધારણ કાબૂ પ્રાપ્ત કરી એ યોગી મનને વશ કરવાની સાધના આરંભે છે. તે માટે તે આવશ્યક ક્રિયાઓનાં સૂત્રોના અર્થનું જ્ઞાન મેળવે છે. અર્થજ્ઞાનમાંથી તે એક એક કલ્પનાચિત્ર ઉપસાવે છે, અને સૂત્રના ઉચ્ચારણની સાથે સાથે એ કલ્પનાચિત્રોનું “રીલ” પણ ચાલુ કરી દે છે. તે જે બોલે છે તે સાંભળે છે, અને એના ભાવાલોકને નીરખે છે. મન એમાં પલોટાઈ જાય છે, બંધાઈ જાય છે અને અહીં એને મજા આવે છે! સાથે સાથે જિનપ્રતિમા આદિનું આલંબન લઈને તે આનંદમાં વૃદ્ધિ કરે છે. જિનપ્રતિમામાં તેનું મન પ્રવેશ કરે છે. વીતરાગતા અને સર્વજ્ઞતા સાથે તે મહોબ્બત કરે છે.
યોગી આ રીતે પોતાનો કલ્યાણ-માર્ગ પ્રશસ્ત બનાવે છે. યોગીનું આત્યંતર સુખ યોગી જ અનુભવી શકે છે. ભોગી એને જોઈ શકતો નથી કે અનુભવી શકતો નથી. યોગી પોતાનું સુખ ભોગીને બતાવી કે કહી શકતો નથી, અને કદાચ કહેવાય તો ભોગીને તે નીરસ લાગે છે! યોગીનું સુખ ભોગીને આકર્ષી શકતું નથી, ભોગીનું સુખ યોગીને લલચાવી શકતું નથી.
आलम्बनमिह ज्ञेयं द्विविधं रूप्यपि च।
अरूपिगुणसायुज्ययोगोऽनालम्बनः परः ।।६।।२१४ ।। અર્થ : અહીં આલંબન રૂપી અને અરૂપી બે પ્રકારે છે, તેમાં અરૂપી-સિદ્ધના સ્વરૂપ સાથે તન્મયપણારૂપ યોગ તે ઉત્કૃષ્ટ અનાલંબન યોગ છે. વિવેચન : ચોથો યોગ છે આલંબન.
તે આલંબન બે પ્રકારે છે : રૂપી-આલંબન અને અરૂપી-આલંબન. જિનપ્રતિમા વગેરે રૂપી-આલંબન છે, જ્યારે અરૂપી-આલંબન સિદ્ધ સ્વરૂપનું તાદાભ્ય છે! તે આલંબન હોવા છતાં તેને અનાલંબન યોગ કહે છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “યોગવિંશિકા' માં કહ્યું છે :
आलंबणं पि एयं रूविमरूवि य इत्थ परमुत्ति ।
तग्गुणपरिणइरुवो सुहुमो अणालंबणो नाम ।। અહીં રૂપી અને અરૂપી-એમ આલંબન બે પ્રકારે છે. તેમાં અરૂપી
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૩
જ્ઞાનસાર પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોની તન્મયતારૂપ સૂક્ષ્મ અનાલંબન (ઇન્દ્રિયોને અગોચર હોવાથી) યોગ કહ્યો છે.
પાંચમો એકાગ્રતા યોગ (રહિત) તે જ અનાલંબન યોગ. સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન-આ ચાર યોગ સવિકલ્પ-સમાધિરૂપ છે, જ્યારે આ પાંચમો અનાલંબનયોગ નિર્વિકલ્પ સમાધિરૂપ છે. ક્રમશઃ આત્માને આ નિર્વિકલ્પ દશામાં જવાનું છે.
અશુભ ભાવોમાંથી શુભ ભાવોમાં જવું પડે, શુભમાંથી શુદ્ધ ભાવોમાં જવાય. અશુભમાંથી સીધા જ શુદ્ધમાં જઈ શકાય નહીં. કંચન અને કામિનીનાં આલંબન કે જે આત્માને રાગદ્વેષ અને મોહમાં ફસાવનારાં છે, દુર્ગતિઓમાં ભટકાવનારાં છે, એ આલંબનોનો ત્યાગ, એના સ્થાને બીજાં શુભ આલંબન ગ્રહણ કરવાથી જ થઈ શકે. નાનું બાળક હાથમાં માટી લઈને ખાય છે, માતા એના હાથમાંથી માટી લેવા પ્રયત્ન કરે છે, પણ બાળક તે છોડતું નથી. ત્યાં માતા એના હાથમાં મીઠાઈ આપે છે કે બાળક તરત જ માટી ફેંકી દે છે. તેમ અશુભ-પાપવર્ધક આલંબનોથી મુક્ત થવા શુભ પુણ્યવર્ધક આલંબનો ગ્રહણ કરવાં જોઈએ.
જેવું આલંબન સામે હોય છે તેવા વિચારો ચિત્તમાં ઉદ્દભવે છે. રાગદ્વેષનાં આલંબન રાગદ્વેષ પેદા કરે છે. વિરાગ-પ્રશમનાં આલંબન આત્મામાં વિરાગપ્રશમ પેદા કરે છે. પરમકૃપાળુ પરમાત્માની વીતરાગ મૂર્તિનું આલંબન લો. ચિત્તમાં વિરાગની મસ્તી જાગી જશે. શ્રી આનંદઘનજી મહારાજે ગાયું છે :
અમી-ભરી મૂર્તિ રચી રે ઉપમા ન ઘટે કોય, શાન્ત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપ્તિ ન હોય. વિમલ-જિન! દીઠાં લોયણ આજ.' જિનમૂર્તિનું આલંબન આત્મામાં કેવાં મધુર પવિત્ર સ્પંદનો પેદા કરે છે, તે અનુભવ કરીને જુઓ. એમ કરતાં કરતાં પરમાત્મ-તત્ત્વમાં સ્થિરતા પ્રાપ્ત થશે. આપણો આત્મા પરમાત્મસ્વરૂપ સાથે જેવું તાદાભ્ય પ્રાપ્ત કરશે કે આત્મા-પરમાત્માનો ભેદ નહીં રહે. અભેદભાવે મિલન થશે. ત્યાં કોઈ વિકલ્પ રહેતો નથી. વિકલ્પ ભેદમાં હોય, અભેદમાં નિર્વિકલ્પ દશા હોય.
પછી એને રૂપી-મૂર્ત આલંબનની આવશ્યકતા રહેતી નથી. સૂક્ષ્મમાં પ્રવેશ્યા પછી પૂલની અપેક્ષા રહેતી નથી. સૂક્ષ્મ આત્મગુણોનું તાદાભ્ય સાધનાર યોગી “યોગનિરોધની પાસે પહોંચી જાય છે! યોગનિરોધરૂપ સર્વોત્તમ
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ
૩૩૭ યોગનો પૂર્વભાવી આ અનાલંબન યોગ છે; અર્થાત્ તેરમે ગુણસ્થાનકે યોગનિરોધ થાય છે તેનો પૂર્વભાવી અનાલંબન યોગ ૧ થી ૭ ગુણસ્થાનકોમાં સંભવતો નથી. એટલે આપણા જેવા સાધકદશામાં રહેલા (૧ થી ૭ ગુણસ્થાનકોમાં) જીવો માટે તો પહેલા ચાર યોગો જ આરાધવાના છે. પરંતુ અનાલંબન યોગનું સ્વરૂપ જાણવું આવશ્યક છે, જેથી આપણો આદર્શ સ્પષ્ટ બને, આપણું ધ્યેય સ્પષ્ટ બને. આ અનાલંબન યોગ ધારાવાહી પ્રશાન્તવાહિતા' પણ કહેવાય છે.
प्रीति-भक्ति-वचोऽसंगैः स्थानाद्यपि चतुर्विधम् । - तस्मादयोगयोगाप्तेर्मोक्षयोगः क्रमाद् भवेत् ।। ७ ।।२१५।।
અર્થ : પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન વડે સ્થાનાદિ યોગ પણ ચાર પ્રકારે છે, તેથી યોગના નિરોધરૂપ યોગની પ્રાપ્તિ થવાથી અનુક્રમે મોક્ષયોગ પ્રાપ્ત થાય છે. વિવેચન : ૫ યોગ (સ્થાન, વર્ણ, અર્થ, આલંબન, અનાલંબન)
x ૪ યોગ (ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા, સિદ્ધિ) ૨૦ X૪ (પ્રીતિ, ભક્તિ, વચન, અસંગ.)
૮૦ આ છે યોગના ભેદ-પ્રભેદોનું ગણિત. આ રીતે યોગને આરાધતો યોગી અયોગી બને છે, શૈલેશી પ્રાપ્ત કરી મોક્ષને પ્રાપ્ત કરે છે.
ચૈત્યવંદનાદિ ધર્મયોગમાં પરમ આદર હોય. ગતાનુગતિક રીતે ભાવશૂન્ય હૃદયે આરાધાતો ધર્મયોગ આત્માની પ્રગતિ કરી શકતો નથી. પ્રીતિ-અનુષ્ઠાનમાં તેને સ્થાન મળતું નથી. અનુષ્ઠાનમાં તો એવી પ્રીતિ હોય કે અનુષ્ઠાન કરનારના હિતનો ઉદય થઈ જાય. બીજા બધાં જ સાંસારિક પ્રયોજનોનો ત્યાગ કરી એકનિષ્ઠાથી ધર્માનુષ્ઠાન આરાધે. એના મનમાં નિરંતર સર્વત્ર એ ધર્માનુષ્ઠાનની પ્રીતિ બની રહે.
ભક્તિ-અનુષ્ઠાનમાં પણ એ જ આદર, ઉત્કટ પ્રીતિ અને અન્ય પ્રયોજનોનો ત્યાગ હોય છે, પરંતુ અહીં એક વિશેષતા હોય છે : જે ધર્મયોગ તે આરાધતો હોય તેનું મહત્ત્વ-ગૌરવ એનાં હૃદયમાં અંકિત થાય. મન-વચનકાયાના યોગ વિશેષ વિશુદ્ધ હોય!
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
શ્મનસાર
પ્રીતિ અને ભક્તિનાં પાત્રો ભિન્ન હોય છે. પત્ની અને માતા! જેમ યુવાનને પત્ની અતિ પ્રિય હોય છે, તેમ હિતકારી માતા પણ અત્યંત પ્રિય હોય છે. બંનેનું પાલન-પોષણનું કાર્ય સમાન હોય છે, પરંતુ પુરુષ પત્નીનું કાર્ય પ્રીતિથી કરે છે, માતાનું કાર્ય ભક્તિથી કરે છે.
ત્રીજું અનુષ્ઠાન છે વચનાનુષ્ઠાન. બધાં જ ધર્માનુષ્ઠાનો શાસ્ત્રોને અનુસરીને ઔચિત્યપૂર્વક કરે. ચારિત્રવંત મુનિ વચનાનુષ્ઠાન અવશ્ય આરાધે. એ શાસ્ત્રની આજ્ઞાને ક્યારેય ઉલ્લંધે નહીં. સાથે સાથે ઔચિત્યનું પાલન પણ ન ચૂકે. શાસ્ત્રાજ્ઞાનું પાલન જો ઔચિત્ય વિના કરવામાં આવે તો તે બીજા જીવોને શાસ્ત્રો તરફ ઘૃણાવાળા બનાવે છે.
ચોથું અનુષ્ઠાન છે અસંગાનુષ્ઠાન. જે ધર્માનુષ્ઠાનનો ખૂબ અભ્યાસ થઈ ગયો હોય તે ધર્માનુષ્ઠાન સહજ ભાવે થતું હોય છે, ચંદનમાંથી જેમ સુવાસ સ્વાભાવિક રૂપે મળે છે!
વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં એક અંતર છે. કુંભાર દંડથી ચક્ર ઘુમાવે છે; પછી દંડ વિના પણ ચક્ર ફરતું રહે છે! તેમ વચનાનુષ્ઠાન શાસ્ત્રની આજ્ઞાથી થાય છે. પછી શાસ્ત્રના સંસ્કારમાત્રથી, શાસ્ત્રોની અપેક્ષા વિના, સહજભાવે પ્રવૃત્તિ કરે તે અસંગાનુષ્ઠાન.
ગૃહસ્થવર્ગમાં પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનનું પ્રાધાન્ય હોવું જોઈએ. ભલે ગૃહસ્થ શાસ્ત્રોની આજ્ઞાઓ ન જાણતો હોય, પરંતુ એ એટલું જરૂર જાણે કે ‘આ ધર્મમાર્ગ તીર્થંકર ભગવંતોએ બતાવેલો છે, તેનાથી જ સર્વ પ્રકારનાં સુખો મળશે, કર્મોનો ક્ષય થશે અને આત્માનું નિર્વાણ થશે. પાપક્રિયાઓ કરીકરીને તો અનંત સંસાર ભટક્યા, ચાર ગતિનાં ઘોર દુ:ખો સહન કર્યાં. હવે મારે એ પાપક્રિયાઓ નથી કરવી. હવે તો આ હિતકારી ક્રિયાઓ કરીને જીવન સફળ બનાવું.’
પ્રીતિ-ભક્તિથી આરાધેલું ધર્માનુષ્ઠાન એવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે છે કે એક નોકર રાજા કુમારપાલ બની શકે છે! પાંચ કોડીના પુષ્પથી એણે જે જિનપૂજાનું અનુષ્ઠાન આરાધ્યું તે પ્રીતિ-અનુષ્ઠાન હતું. એ અનુષ્કાને એનો અભ્યુદય સાધી આપ્યો.
अभ्युदयफलेचा निःश्रेयससाधने तथा चरमे !'
षोडशके
પહેલાં બે અનુષ્ઠાન અભ્યુદયસાધક છે. છેલ્લાં બે અનુષ્ઠાન નિ:શ્રેયસનાં
સાધક છે.
For Private And Personal Use Only
-
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ
૩૩૯ स्थानाधयोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि।
સૂત્રધાને મહાપ રૂાવાર્થી પ્રક્ષતે દારિદ્ાી અર્થ સ્થાનાદિ યોગરહિતને “તીર્થનો ઉચ્છેદ થાય, ઇત્યાદિ આલંબનથી પણ ચૈત્યવંદનાદિ સૂત્ર શિખવવામાં મોટો દોષ છે, એમ આચાર્યો કહે છે. | વિવેચન : કોઈ પણ વસ્તુના આદાન-પ્રદાનમાં યોગ્યતા-અયોગ્યતાનો વિચાર કરવો આવશ્યક હોય છે. આપનારની અને લેનારની યોગ્યતા પર આપવા-લેવાના વ્યવહારની શુદ્ધિ રહી શકે છે.
આપનાર યોગ્ય હોય પણ લેનાર અયોગ્ય હોય, આ આપનાર અયોગ્ય હોય પણ લેનાર યોગ્ય હોય, જ આપનાર અયોગ્ય અને લેનાર અયોગ્ય હોય,
આ ત્રણેય પ્રકારો શુદ્ધ નથી. એ આપનાર યોગ્ય હોય અને લેનાર યોગ્ય હોય તે પ્રકાર શુદ્ધ છે. સામાયિકસૂત્ર, ચૈત્યવંદનસૂત્ર, પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિ સૂત્રો આપવાની અહીં ચર્ચા કરવામાં આવી છે. સૂત્રો કોને આપવા? સૂત્રોના અર્થ કોને સમજાવવા?--આ પ્રશ્ન છે. પૂજ્ય ઉપાધ્યાયજી એમના પૂર્વકાલીન પ્રામાણિક આચાર્યોની સાક્ષી આપવા સાથે આ પ્રશ્નનું સમાધાન કરે છે.
જે વ્યક્તિને સ્થાન વગેરે, ઈચ્છા વગેરે, કે પ્રીતિ વગેરે કોઈ યોગ પ્રિય નથી, કોઈ યોગની આરાધના જે કરતો નથી, તેને સૂત્રદાન ન આપી શકાય.
પ્રશન : આજના કાળે આવા યોગ પ્રિય કે યોગઆરાધક મનુષ્યો, સંધમાં પણ મળવા મુશ્કેલ છે. સોમાં પાંચ મળે તો પણ ઘણા! તો ચૈત્યવંદનાદિ સૂત્રો શું એ બે-પાંચને જ આપવાં? બીજાઓને ન આપવામાં આવે તો ધર્મશાસનનો વિચ્છેદ નહીં થઈ જાય? ગમે તે રીતે અવિધિથી પણ કોઈ ધર્મક્રિયા કરતો હોય, તો ન કરનારા કરતાં તો સારો ને?
સમાધાન : સર્વપ્રથમ ધર્મ-શાસન-તીર્થને સમજો! તીર્થ કોને કહેવાય? જિનાજ્ઞારહિત માણસોનો સમૂહ તે તીર્થ નથી. જિનાજ્ઞાનો પક્ષપાત, જિનાજ્ઞા પ્રત્યે પ્રીતિ તો હોવી જોઈએ. શાસ્ત્રજ્ઞા-જિનાજ્ઞા પ્રત્યે આદર-પ્રીતિબહુમાનવાળા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમુદાય તે શાસન છે, તે તીર્થ છે! આવાઓને સૂત્રદાન આપવામાં કોઈ દોષ નથી. પણ અવિધિને ઉત્તેજન ન આપી શકાય. અવિધિથી ધર્મક્રિયાઓ કરનારાઓની પીઠ ન થાબડી
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
જ્ઞાનસાર શકાય. અવિધિને ઉત્તેજન આપવાથી શાસ્ત્રોક્ત ક્રિયાનો ઉચ્છેદ થાય છે, તેથી તીર્થનો વિચ્છેદ થાય છે.
ધર્મક્રિયા નહીં કરનારા કરતાં અવિધિથી કરનારા સારા,” એમ કહેવાય નહીં. અવિધિની પરંપરાઓ ચાલ્યા પછી અવિધિ “વિધિ' બની જાય છે. પછી કોઈ શાસ્ત્રોક્ત વિધિ બતાવે, તો “અવિધિ” લાગે છે! પૂજ્ય યશોવિજયજી ઉપાધ્યાયના જ શબ્દોમાં વાંચો :
શાસ્ત્રવિહિત ક્રિયાનો લોપ કરવો એ કડવાં ફળ આપનાર છે. સ્વયં મૃત્યુને પ્રાપ્ત થયેલ અને પોતે મારેલામાં વિશેષતા નથી એમ નથી, પરંતુ એટલી વિશેષતા છે કે સ્વયં મૃત્યુ પામે છે ત્યારે તેમાં પોતાનો દુખાશય નિમિત્તરૂપ નથી, અને પોતે મારે છે તેમાં દુષ્ટાશય નિમિત્તરૂપ છે. તેની પેઠે ક્રિયામાં પ્રવૃત્તિ નહિ કરનાર જીવની અપેક્ષાએ ગુરુને દૂષણ નથી, પરંતુ અવિધિની પ્રરૂપણાને અવલંબીને શ્રોતા અવિધિમાં પ્રવૃત્તિ કરે તો ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવવાના પરિણામથી અવશ્ય મહા દૂષણ છે, એ પણ તીર્થઉચ્છેદના ભીરુએ વિચાર કરવા યોગ્ય છે.”
(‘યોગાષ્ટક', શ્લોક ૮, ટબ્બો) સ્થાનાદિ ૫ યોગ, ઇચ્છાદિ ૪ યોગ અને પ્રીત્યાદિ ૪ યોગનો માર્ગ બતાવીને પૂજ્ય ઉપાધ્યાયજીએ મોક્ષમાર્ગની આરાધના કરવા ઇચ્છનારને સુંદર માર્ગદર્શન આપ્યું છે. ભોગની ભ્રમણામાંથી નીકળી યોગના માર્ગે પ્રયાણ કરવા આ યોગાષ્ટકનું ગંભીર ચિંતન કરવું જોઈએ. સાથે સાથે યોગવિંશિકા'નું અધ્યયન પણ કરવું જોઈએ, જેથી વિશેષ અવબોધ પ્રાપ્ત થશે.
00,
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
નિયામાં
જ્ઞાનયજ્ઞમાં આસક્તિ! સર્વ ઉપધિરહિત શુદ્ધ જ્ઞાન જ બ્રહ્મ જ્ઞ છે. બ્રહ્મમાં જ સર્વસ્વ અર્પણ કરનાર મુનિ ભાવપૂજાની ભૂમિ સ્પર્શે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(નિયાણ (યક્ષ)
સંભવ છે કે આજના યુગમાં તમે યજ્ઞનું અનુષ્ઠાન નહીં જોયું હોય. આજે એવા વ્યાપકરૂપે યજ્ઞ થતા જોવામાં આવતા નથી. છતાંય જે યજ્ઞ થાય છે તે શું વાસ્તવિક છે? સાચો યજ્ઞ શું હોઈ શકે? એની ક્રિયા કેવી હોય?
અહીં યજ્ઞમાં જ વપરાતા શબ્દો તમને વાંચવા મળશે અને તમે સ્વયં સ્વતંત્ર રીતે યજ્ઞ કરી શકો - કોઈ પણ બાહ્ય સાધના વિના તેવી પ્રક્રિયા બતાવવામાં આવી છે. આવો કલ્યાણકારી યજ્ઞ આપણે રોજ કરનારા બનીએ તો!!
- ૨૮
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિસાર
૩૪૨
यः कर्महुतवान् दीप्ते ब्रह्माग्नौ ध्यानध्याय्यया।
स निश्चतेन यागेन नियागप्रतिपत्तिमान् ।।१।।२१७ ।। અર્થ ? જેણે પ્રદીપ્ત કરેલા બ્રહ્મરૂપ અગ્નિમાં ધ્યાનરૂપ વેદની ઋચા (મંત્રો વડે કર્મને હોમ્યાં છે તે મુનિ નિર્ધારિત ભાવયજ્ઞ વડે નિયોગને પ્રાપ્ત થયેલા છે. વિવેચન : યજ્ઞ! જૈન ધર્મમાં યજ્ઞ?
હા, ચમકશો નહીં, અહીં એવો દિવ્ય યજ્ઞ બતાવવામાં આવે છે કે તે જોઈને તમે ડોલી ઊઠશો. અહીં વેદોની વિકૃતિમાંથી પેદા થયેલા યજ્ઞ નથી. નથી અશ્વમેઘ યજ્ઞ કે નથી પિતૃમેઘ યજ્ઞ, નથી જડ હિંસાત્મક ક્રિયાકાંડ કે નથી અજ્ઞાન જીવોનો બલિ ચઢાવવાનો પ્રપંચ.
શ્રી હેમચન્દ્રસૂરિજીએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માં હિંસક યજ્ઞની ઉત્પત્તિ નારદજીના મુખે રાવણને સંભળાવી છે. વૈરનો બદલો લેવાના તીવ્ર કષાયમાંથી હિંસક યજ્ઞ પેદા થયાનો રોમાંચક ઈતિહાસ બતાવ્યો છે.
જૈનેતર સંપ્રદાયોમાં યજ્ઞની ઉત્પત્તિ અંગે ભિન્ન ભિન્ન મંતવ્યો પ્રવર્તે છે. એક મંતવ્ય આ છે : પ્રલયથી પૃથ્વી બચી ગઈ તે પછી વૈવસ્વત મનુએ સર્વપ્રથમ યજ્ઞ કર્યો. ત્યારથી આર્ય પ્રજાઓમાં સૂર્યના પૃથ્વી ઉપરના પ્રતિનિધિ તરીકે અગ્નિને આહુતિ આપવાની પરંપરા પડી... બ્રાહ્મણગ્રંથો મુખ્યત્વે યજ્ઞની ઝીણી ઝીણી કર્મકાંડી વિગતોનું વિધાન કરે છે.
જેમ ઉપનિષદોએ યજ્ઞને જડ વિધિના બદલે રૂપક તરીકે ઘટાવ્યા છે, તેમ અહીં પૂજ્ય ઉપાધ્યાયજી પણ યજ્ઞને રૂપક તરીકે ઘટાડે છે. જુઓ આ રહ્યું રૂપક :
જાજ્વલ્યમાન બ્રહ્મ અગ્નિ છે. ક ધ્યાન (ધર્મ, શુક્લ) વેદની ઋચા છે.
કર્મ (જ્ઞાનાવરણાદિ) સમિધ (લાકડાં) છે. બ્રહ્મરૂપ અગ્નિમાં ધ્યાનરૂપ વેદની ઋચાઓના ઉચ્ચારણપૂર્વક જ્ઞાનાવરણ આદિ કર્મોનો હોમ કરો તે નિયાગ છે. નિયાગ એટલે ભાવયજ્ઞ. કેવળ ક્રિયાકાંડ તે દ્રવ્યયજ્ઞ છે. નિયાગ (ભાવયજ્ઞ) કરનાર મુનિ કેવો હોય, તેનું વ્યક્તિત્વ “ઉત્તરાધ્યયન' સૂત્રમાં બતાવ્યું છે.
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩
નિયાગ (વજ્ઞ. - 'सुसंवुडा पंचर्हि संवरेहिं इह जीवियं अणवकंखमाणा।
वोसट्ठकाया सुइचत्तदेहा जहाजयं जयइ जन्नसेठं ।।' પાંચ સંવરથી સુસંવૃત, જીવિત પ્રત્યે અનાકાંક્ષી, શરીર પ્રત્યે મમતા વિનાના, પવિત્ર, દેહાધ્યાસના ત્યાગી, એવા મુનિવર કર્મનો જય કરનાર શ્રેષ્ઠ યજ્ઞ કરે છે.”
અગ્નિ પ્રદીપ્ત કરવો પડે. યોગ-ઉપાસના દ્વારા બુઝાઈ ગયેલા બ્રહ્મ તેજને પ્રજવલિત કરવાનું છે. ધ્યાન-ધર્મધ્યાન-શુક્લધ્યાન દ્વારા કર્મોને બાળવાનાં છે. આ રીતે ભાવયજ્ઞ (નિયાગ) કરીને શ્રેયની સિદ્ધિ કરવાની છે.
આ અષ્ટકમાં ‘યજ્ઞ” અંગેનું માર્મિક અને વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
पापध्वंसिनि निष्कामे ज्ञानयज्ञे रतो भव ।
सावधैः कर्मयज्ञैः किं भूतिकामनयाऽऽविलैः ।।२।।२१८ ।। .. અર્થ : પાપનો નાશ કરનાર, કામનારહિત એવા જ્ઞાનયજ્ઞમાં આસક્ત થા. સુખની ઇચ્છા વડે મલિન પાપસહિત કર્મયજ્ઞોનું શું કામ છે?
વિવેચન : તમારા જીવનનું લક્ષ્ય શું છે? મન-વચન-કાયાના પુરુષાર્થની દિશા કઈ છે? કઈ તમન્ના લઈને તમે જીવી રહ્યા છો? શું પાપોનો નાશ કરવાનું તમારું લક્ષ્ય છે? પાપોનો મેલ ધોવાનો પુરુષાર્થ કરી રહ્યા છો? આત્માને નિર્મળ બનાવવાની તમન્ના છે? જો હા, તો જ્ઞાનયજ્ઞમાં લીન બનો.
હા, સંસારના પાંચ ઇન્દ્રિયોને ક્ષણિક તૃપ્તિ આપનારા કોઈ સુખની કામના હૃદયના ખૂણેખાંચરે પણ ભરાયેલી ન જોઈએ. “પરલોકમાં સ્વર્ગનાં દિવ્ય સુખો મળશે,” એવી ભાવિ સુખની કામના પણ મનમાં છુપાયેલી ન જોઈએ. સુખો પ્રત્યે નિઃસ્પૃહ-નિરાગી બનીને આ “જ્ઞાનયજ્ઞ કરવાનો છે.
પાપોનો નાશ કરવાની પણ કામના જ કહેવાયને? એમ તમારે કહેવું છે? હા, એ કામના હોવા છતાં નિષ્કામપણું અખંડિત છે. એ કામના તમને પાપાચરણ તરફ ધક્કો નહીં મારે. તમે નિઃશંક બનીને પાપોનો નાશ કરવા માટે જ્ઞાનયજ્ઞ આરંભી દો.
સ્વર્ગ, પુત્ર, સ્ત્રી, ધન-વૈભવ વગેરે મુદ્ર કામનાઓથી કરાતા યજ્ઞના અગ્નિમાં આત્મા ઉજ્જવલ બનતો નથી, પણ દાઝી જાય છે, આ ઐહિક
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪.
જ્ઞાનસાર પારલૌકિક સુખેચ્છાઓ કરીને આત્મા મલિન અને પાપી બને છે. ભોગેશ્ચર્યની કામના આત્માને મૂઢ બનાવનારી છે. માટે તેની કામનાઓથી યજ્ઞ કરવાના નથી. ભોઐશ્વર્યની કામનાના તીવ્ર પ્રવાહમાં તણાતો જીવ ઘોર હિંસક યજ્ઞ પણ કરવા તૈયાર થાય છે. પશુઓને જીવતાં ને જીવતાં ભડભડતી આગમાં હોમીને, (એ રીતે દેવોને ખુશ કરવાની મિથ્યા કલ્પનામાં) મનુષ્યો સુખો ચાહે છે! “ભૂતિમ પશુમેત' એવી શ્રુતિનો એને સહારો મળી જાય છે! યજ્ઞ કરનારા અને કરાવનારા માંસ ભક્ષણ કરે છે! શરાબના જામ ભરીભરીને પીએ છે... ને મિથ્યાશાસ્ત્રોનાં વચનોથી બચાવ કરે છે. પરસ્ત્રીગમનને પણ ધર્મના એક આચરણ તરીકે મનાવે છે. આ રીતે રૌરવ નરકમાં લઈ જનારાં પાપોને, યજ્ઞના નામે સેવે છે.
આપણે આવા યજ્ઞો અને એ યજ્ઞોનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોથી દૂર જ રહેવું જોઈએ. જ્ઞાનયજ્ઞમાં જ લીન થવું જોઈએ. “આપણો જીવ યજ્ઞકુંડ છે. તપ એ અગ્નિ છે. મન-વચન-કાયાનો પુરુષાર્થ ઘી નાખવાની કડછી છે. શરીર અગ્નિને પ્રદીપ્ત કરનાર સાધન છે. કર્મ લાકડાં છે. સંયમસાધના શાન્તિસ્તોત્ર છે...!” શ્રી ઉત્તરાધ્યયનનાં “યજ્ઞીય-અધ્યયનમાં આવો જ્ઞાનયજ્ઞ બતાવાયો છે.
वेदोक्तत्वान मनःशुद्धया कर्मयज्ञोऽपि योगिनः।
ब्रह्मयज्ञ इतीच्छन्तः श्येनयागं त्यजन्ति किम्? ।।३।।२१९ ।। અર્થ : “વેદમાં કહેલો હોવાથી મનની શુદ્ધિ દ્વારા કર્મયજ્ઞ પણ જ્ઞાનયોગીને બ્રહ્મયજ્ઞરૂપ છે એમ માનનારા “શ્યનયજ્ઞ ને કેમ યર્જ છે?
વિવેચન : “વેદોએ કહ્યું છે માટે સારું.” આવી માન્યતા ન સ્વીકારી શકાય. ભલે મનની શુદ્ધિ હોય અને સત્ત્વશુદ્ધિ હોય; છતાંય એવો કર્મયજ્ઞ ઉપાદેય નથી કે જેમાં ઘોર હિંસા રહેલી છે; જેમાં અજ્ઞાનતાપૂર્ણ દૃષ્ટિ રહેલી છે.
કોઈ વ્યક્તિ એ વેદોક્ત યજ્ઞ કરનારને પૂછે કે “અમે મનની શુદ્ધિપૂર્વક શ્યનયજ્ઞ” કરીએ તો?” તેઓ નિષેધ કરશે. વાસ્તવમાં વેદોમાં કહેલા યજ્ઞોના પરમાર્થને જાણ્યા વિના, પોતાની મતિકલ્પના મુજબ હિંસાપ્રચુર-પાપપ્રચુર યજ્ઞ ક્યારેય સ્વીકાર્ય ન બની શકે. કર્મયજ્ઞને બ્રહ્મયજ્ઞ ન કહી શકાય.
ધ્યેયની શુદ્ધિ કરો. ક્યાં જવું છે? શું પ્રાપ્ત કરવું છે? શું મોક્ષમાં જવું છે? મોક્ષનું ધ્યેય સ્પષ્ટ થયું છે? વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું છે? જો હા, તો
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિયાગ (યજ્ઞ)
૩૪૫
પાપ-ભરપૂર કર્મયજ્ઞો કરવાનું કોઈ પ્રયોજન નથી. જ્ઞાનયજ્ઞમાં જીવનની પ્રત્યેક ક્ષણ લગાવી દો. દિવસ ને રાત જ્ઞાનયજ્ઞ ચાલતો રહેવો જોઈએ.
ब्रह्मयज्ञः परं कर्म गृहस्थस्याधिकारिणः ।
पूजादि वीतरागस्य ज्ञानमेव तु योगिनः ॥ १४ ॥ । २२० ।।
અર્થ : અધિકારી ગૃહસ્થને કેવળ વીતરાગની પૂજા આદિ ક્રિયા બ્રહ્મયજ્ઞ છે, અને યોગીને જ્ઞાન જ બ્રહ્મયજ્ઞ છે.
વિવેચન : શું બ્રહ્મયજ્ઞ કરવાનો અધિકાર માત્ર મુનિવરોને જ છે? શું યોગીપુરુષો જ બ્રહ્મયજ્ઞ કરી શકે? તો જે ગૃહસ્થો છે, તેમનું શું? ગૃહસ્થ બ્રહ્મયજ્ઞ ન કરી શકે? કરી શકે, પણ તે માટે તેણે અધિકારી બનવું પડે, યોગ્ય બનવું પડે. યોગ્યતાના સંપાદન વિના એ બ્રહ્મયજ્ઞ ન કરી શકે, તે યોગ્યતા છે ૨૪માર્ગાનુસારી ૩૫ ગુણોની, ન્યાયસંપન્ન વૈભવથી માંડી સૌમ્યતાપર્યંત પાંત્રીસ ગુણોથી ગૃહસ્થનું જીવન સુવાસિત હોવું જોઈએ, તો એ બ્રહ્મયજ્ઞ કરી શકે.
ગૃહસ્થ જીવન છે એટલે હિંસાદિ પાપો તો એના જીવનમાં થોડાવત્તા અંશે હોય જ. છતાં જો એનું જીવન માર્ગાનુસારી છે તો તે બ્રહ્મયજ્ઞ કરી શકે છે. તેનો બ્રહ્મયજ્ઞ છે વીતરાગ પરમાત્માનું પૂજન, સુપાત્ર દાન, સાધુસેવા વગેરે, જો કે આ પ્રકારનો બ્રહ્મયજ્ઞ કરવા જતાં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પરંતુ સરળ ભાવે તેનું સમાધાન જે કરવામાં આવે તે સ્વીકારવાથી મન નિઃશંક બની જાય છે.
પ્રશ્ન : પરમાત્મ-પૂજનમાં કે સુપાત્રદાનમાં, સાધુસેવામાં કે સાર્મિક ભક્તિમાં રાગ થાય છે, જિનેશ્વરે રાગને હેય બતાવ્યો છે, તો ૫૨માત્મ પૂજનાદિરૂપ બ્રહ્મયજ્ઞ કેવી રીતે ઉપાદેય બને?
સમાધાન : રાગ બે પ્રકારનો છે : પ્રશસ્ત અને અપ્રશસ્ત. સ્ત્રી, ધન, શરીર વગેરે પદાર્થો પરનો રાગ અપ્રશસ્ત રાગ છે. દેવ, પરમાત્મા, ગુરુ અને ધર્મ ઉપરનો રાગ પ્રશસ્ત રાગ છે. અપ્રશસ્ત રાગમાંથી મુક્ત થવા પ્રશસ્ત રાગ કરવો જ પડે. પ્રશસ્ત રાગ દૃઢ બનતાં અપ્રશસ્ત રાગ મંદમંદતર બની જાય છે. પ્રશસ્ત રાગમાં પાપકર્મ બંધાતાં નથી, જે જિનેશ્વરે
૨૪. માર્ગાનુસારીના ૩૫ ગુણોનું વિવેચન વાંચો ‘આત્મમંગલ' પુસ્તકમાં (પ્ર. મહેસાણા).
વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ,
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
Suસાર રાગને હેય બતાવ્યો છે તે જ તીર્થકરે પ્રશસ્ત રાગને ઉપાદેય કહ્યો છે. આ સાપેક્ષ દૃષ્ટિ છે.
પ્રશ્ન : ભલે પ્રશસ્ત રાગ ઉપાદેય છે, એ સમજાયું. પરંતુ પરમાત્મપૂજનમાં પાણી, પુષ્પ, ધૂપ, દીપ વગેરેમાં હિંસા થાય છે, તો એવી ક્રિયા કેમ થાય? જે ક્રિયામાં હિંસા હોય તે બ્રહ્મયજ્ઞ” કેવી રીતે કહેવાય?
સમાધાન : પરમાત્માની દ્રવ્યપૂજામાં સ્વરૂપહિંસા રહેલી છે. પરંતુ અનેક આરંભ-સમારંભમાં રહેલા ગૃહસ્થ માટે દ્રવ્યપૂજા આવશ્યક છે. સ્વરૂપહિંસાથી થતો કર્મબંધ નહિવત્ હોય છે. તેનો નાશ એ દ્રવ્યપૂજામાંથી ઉદ્ભવતા શુભ ભાવો દ્વારા થઈ જાય છે. ગૃહસ્થ શુદ્ધ જ્ઞાનદશામાં રમણ કરી શકતો નથી, તે માટે દ્રવ્યક્રિયા કરવી અનિવાર્ય છે. દ્રવ્યપૂજાના માધ્યમથી જીવનો પરમાત્મા પ્રત્યે પ્રશસ્ત રાગ બંધાય છે. એ રાગથી પ્રેરાઈને પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાની શક્તિ મળે છે. એ શક્તિ વધતાં એ ગૃહસ્થજીવનને ત્યજી મુનિજીવનની કક્ષા પ્રાપ્ત કરે છે, ત્યારે તેને માટે કોઈ દ્રવ્યક્રિયા કે જેમાં સ્વરૂપ-હિંસા પણ લાગતી હોય છે, તે કરવાની રહેતી નથી.
એક મુસાફર છે. ગરમીના દિવસોમાં મુસાફરી કરી રહ્યો છે. મધ્યાહ્નનો સમય છે. મુસાફરને તરસ લાગી રહી છે. ચારે કોર જુએ છે, કોઈ કુવો કે પરબ દેખાતી નથી. આગળ વધે છે. એક નદી આવી. પણ નદી સૂકી છે. તે વિચાર કરે છે, “થાકી ગયો છું... તરસ લાગી છે. શું કરું? આ નદી છે. ખાડો ખોદું તો પાણી મળે, પણ થાકી ગયો છું... ખાડો ખોદવા જતાં કપડાં પણ મેલાં થશે..' તેણે ઘણો વિચાર કર્યો... પણ હા, ભલે થાક લાગે ને કપડાં બગડે, પરંતુ પાણી નીકળતાં તૃષા છિપાશે, થાક ઊતરી જશે, અને કપડાં પણ સ્વચ્છ કરી શકાશે.” આ વિચારે તેનામાં ઉત્સાહ પ્રેર્યો અને તેણે ખાડો ખોદ્યો, પાણી મળ્યું. પેટ ભરીને પીધું, સ્નાન કર્યું અને કપડાં ધોયાં...
તેમ, જિનપૂજામાં ભલે સ્વરૂપહિંસાથી થોડોક આત્મા મલિન થાય, પરંતુ એ જિનપૂજા દ્વારા જ્યારે શુભ અને શુદ્ધ અધ્યવસાય પ્રગટ થશે ત્યારે આત્માનો બધો મેલ ધોવાઈ જશે... ભવભ્રમણનો બધો થાક ઊતરી જશે અને પરમાનંદની પ્રાપ્તિ થશે. આ રીતે ગૃહસ્થ બ્રહ્મયજ્ઞ કરવાનો છે. જ્યારે સંસારત્યાગી અણગારને તો જ્ઞાનનો જ બ્રહ્મયજ્ઞ કરવાનો છે. એને જિનપૂજાનું દ્રવ્ય-અનુષ્ઠાન કરવાનું રહેતું નથી.
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
નિયાગ (યજ્ઞ).
भिन्नोद्देशेन विहितं कर्म कर्मक्षयाक्षमम् ।
क्लृप्तभिन्नाधिकारं च पुढेष्टयादिवदिष्यताम् ।।५।।२२१ ।। અર્થ : જુદા ઉદ્દેશથી શાસ્ત્રમાં કહેલું અનુષ્ઠાન કર્મનો ક્ષય કરવામાં અસમર્થ છે. કલ્પેલો છે જુદો અધિકાર જેની એવા પુત્રપ્રાપ્તિ માટે કરવામાં આવતા યજ્ઞ વગેરેની જેમ માનો.
વિવેચન : તમારો ઉદ્દેશ સ્પષ્ટ છે? તમારું ધ્યેય ચોક્કસ છે? તમારે શું મેળવવું છે? તમારે કેવા બનવું છે? તમારે ક્યાં જવું છે? તમારે જે મેળવવું છે, તે તમે જે પુરુષાર્થ કરી રહ્યા છો, એનાથી પ્રાપ્ત થશે? એનો નિર્ણય તમે કર્યો છે? તમારે જેવા બનવું છે, તેવા તમારી પ્રવૃત્તિથી તમે બની શકશો? એવો વિશ્વાસ છે? તમારે જ્યાં જવું છે, ત્યાં તમારી ગતિ તમને પહોંચાડશે?
તમારે સિદ્ધિ મેળવવી છે ને? પરમ આનંદ, પરમ સુખની ઉપલબ્ધિ માટે તમે તુચ્છ આનંદ અને ક્ષણિક સુખની મુક્તિ ચાહો છો? તમારે પરમગતિમાં જવું છે ને? તો ચાર ગતિના પરિભ્રમણથી તમે મુક્તિ ચાહો છો? તમારે સિદ્ધસ્વરૂપી બનવું છે ને? તો નિરંતર બદલાતી કર્મજન્ય અવસ્થાઓથી મુક્તિ મેળવવાનો પુરુષાર્થ કરો છો? તમારે શાશ્વત શાન્તિના ધામે જવું છે ને? તો અહીંનાં અશાન્તિ-સંતાપ ક્લેશથી ભરેલાં સ્થાનોને છોડવાની તત્પરતા છે ને? આ વાતો તમારે ખૂબ સ્વસ્થ ચિત્તે વિચારવી પડશે.
તમારું લક્ષ છે પાંચ ઇન્દ્રિયોના વિષયસુખો મેળવવાનું, અને તમે પુરુષાર્થ કરો છો ધર્મનો! તમારે પરિભ્રમણ કરવું છે ચાર ગતિમાં, અને તમે પ્રયત્ન કરો છો ધર્મનો! તમારે રાચવું છે કર્મજન્ય નિરંતર પરિવર્તનશીલ અવસ્થાઓમાં, ને તમે મહેનત કરો છો ધર્મની! લક્ષ જુદું ને પુરુષાર્થ જુદો! તો કાર્યસિદ્ધિ નહીં થાય.
કર્મક્ષયનો પુરુષાર્થ જુદો છે અને પુણ્યબંધનો પુરુષાર્થ જુદો છે. પુણ્ય બાંધવાના પુરુષાર્થથી કર્મક્ષય ન થાય! હા, શાસ્ત્રોમાં પુણ્યબંધના ઉપાયો જરૂર બતાવાયા હોય છે, પરંતુ તે ઉપાયોથી કર્મક્ષય કે સિદ્ધિ ન થાય, પુણ્યબંધ જરૂર થાય.
કોઈ કહે : હિંસક યજ્ઞમાં પણ વિવિદિષા (જ્ઞાન) હોય છે. તે બરાબર નથી. હિંસક યજ્ઞનો ઉદ્દેશ અભ્યદય છે, નિઃશ્રેયસુ નહીં. નિઃશ્રેયસ્ માટે હિસક યજ્ઞ ન કરાય. પુત્રપ્રાપ્તિ માટે કરાતા યજ્ઞમાં વિવિદિષા નથી હોતી. તેમ કેવળ સ્વર્ગાદિ સુખોની કામનાથી કરાતી દાનાદિ ક્રિયાઓ કર્મક્ષય કરી શકતી નથી. સાધ્યના ઉપયોગ વિના કરાતી ધર્મક્રિયાઓ સુખ માટે થતી નથી, તે તાત્પર્ય છે.
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નસાર
૩૪૮
અહીં દાનાદિ ક્રિયાઓ હેય નથી બતાવી, પરંતુ એ સમજાવ્યું છે કે એનાથી પુણ્યબંધ થાય છે, કર્મક્ષય નહીં. એટલે કર્મક્ષય જ કરવાનો ઉદ્દેશ હોય તો જ્ઞાનયજ્ઞ કરો. એવી ભૂલ ન કરતા કે પુણ્યબંધની ક્રિયાઓનો ત્યાગ કરી પાપબંધની ક્રિયાઓમાં રચ્યાપચ્યા થઈ જાઓ, ને કર્મક્ષયનું જ લક્ષ્ય ચૂકી જાઓ.
ब्रह्मार्पणमपि ब्रह्मयज्ञान्तर्भावसाधनम्।
ब्रह्माग्नौ कर्मणो युक्तं स्वकृतत्वस्मये हुते ।।६।।२२२ ।। અર્થ બ્રહ્મયજ્ઞમાં અન્તર્ભાવનું સાધન બ્રહ્મને અર્પણ કરવું પણ બ્રહ્મરૂપ અગ્નિમાં કર્મનો, પોતાના કર્તાપણાના અભિમાનનો યોગ કર્યો છતે યુક્ત છે, વિવેચન : ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે :
कांक्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः। क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ।।
- અધ્યાય ૪, ફો, ૧ર આ મનુષ્યલોકમાં કર્મોની ફળસિદ્ધિને ઈચ્છનારા થઈને જેઓ દેવતાઓને પૂજે છે તેમને કર્મજન્ય ફળસિદ્ધિ જ થાય છે.”
પ્રાકત મનુષ્યો હમેશાં કર્મો કરે છે અને એના ફળની ઇચ્છા રાખનારાઓ દુઃખી થાય છે. આ દુર્દશામાંથી જીવોને મુક્ત કરવા તેમને કહેવામાં આવે કે કર્મના કર્તાપણાનું અભિમાન છોડો, “આ મેં કર્યું છે,’ એવા કર્તાપણાના અહંકારનો બ્રહ્મરૂપ અગ્નિમાં હોમ કરો. હું કંઈ જ કરતો નથી' - આ ભાવના જાગ્રત કરવા માટે આ કર્મક્ષય કરવાનો છે. આ કર્મયજ્ઞ બ્રહ્મયજ્ઞનું સાધન છે. આ કર્તાપણાના અભિમાનને ઓગાળી નાખવા માટે જ “ગીતા'માં
કહ્યું છે :
ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ।।
- અધ્યાય ૪, ઉો. ર૪ અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે, હોમવાની વસ્તુ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોમનારે હોમેલું પણ બ્રહ્મ છે, અને બ્રહ્મરૂપ કર્મસમાધિવાળાને પ્રાપ્ત કરવા યોગ્ય સ્થાન પણ બ્રહ્મ છે.”
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિયાગ (યજ્ઞ).
૩૪૯ જે કંઈ છે તે બ્રહ્મ છે... બ્રહ્મથી અતિરિક્ત કંઈ જ નથી, હું પણ નથી કે મારું પણ કંઈ નથી. આ રીતે “હું”ને ભૂલવા માટે યજ્ઞ કરવાનો છે, બ્રહ્મમાં જ બધું હોમી દેવાનું. “હું”ને પણ બ્રહ્મમાં હોમી દેવાનો! આ જ સાચો બ્રહ્મયજ્ઞ છે. “અહ” રૂપ પશુને બ્રહ્મમાં હોમીને યજ્ઞ કરવાનો અહીં ઉપદેશ આપવામાં આવ્યો છે.
જે કંઈ ખરાબ, અનિચ્છનીય બને તે તો “આ ભગવાને કહ્યું,” એમ કહી ભગવાનને તે અર્પણ કરી દે અને જે કંઈ સારું બને, ઇચ્છાનુસાર બને, તેમાં “આ તો મેં કર્યું. મારા પુણ્યકર્મે મને આપ્યું,” એમ અભિમાન ધારણ કરવું તે નરી અજ્ઞાનતા છે. “જે કંઈ બને છે તે ભગવાન કરે છે,” એમ માનનારાઓ તો ભગવાન તરફ જ જોનારા હોય, એક એક વિચાર, વચન અને વર્તનમાં ભગવાન વણાયેલા હોય, અહંકારનું નામનિશાન ન હોય.
_ 'नाहं पुद्गलभावानां कर्ता कारयितापि च।'
હું પુદ્ગલભાવોનો કતી નથી અને પ્રેરક પણ નથી' - આ ભાવના પહેલેથી જ ગ્રંથકારે આપણને આપી છે. કર્તુત્વનું અભિમાન હોમી દો બ્રહ્મયજ્ઞમાં!
ब्रह्मण्यर्पितसर्वस्वो ब्रह्मद्दग् ब्रह्मसाधनः । ब्रह्मणा जुह्वदब्रह्म ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ।।७।।२२३ ।। ब्रह्माध्ययननिष्ठावान् परब्रह्मसमाहितः।
ब्राह्मणो लिप्यते नाधैर्नियागप्रतिपत्तिमान् ।।८।२२४ ।। અર્થ : જેણે બ્રહ્મમાં સર્વસ્વ અર્પણ કર્યું છે, બ્રહ્મમાં જ જેની દૃષ્ટિ છે, બ્રહ્મરૂપ જ્ઞાન જેનું સાધન છે, એવો (બ્રાહ્મણ) બ્રહ્મમાં અજ્ઞાનને (અસંયમને હોમતો બ્રહ્મચર્યની ગુપ્તિવાળો, “બ્રહ્માધ્યયન' ની મર્યાદાવાળી પરબ્રહ્મમાં સમાધિવાળો ભાવયજ્ઞને સ્વીકારનાર નિર્ગસ્થ પાપ વડે લપાતો નથી.
વિવેચન : પોતાનું કંઈ જ નહીં! બધું જ બ્રહ્મના ચરણે સમર્પિત! હા, ધનધાન્ય તો પોતાનાં નહીં જ, શરીર પણ પોતાનું નહીં... અરે, શરીર તો સ્થૂલ છે, સૂક્ષ્મ એવા મનના વિચારો પણ પોતાના નહીં... કોઈ વિચાર પર પણ પોતાની હઠ નહીં! એની દૃષ્ટિ બ્રહ્મ તરફ જ લાગેલી હોય, બ્રહ્મ સિવાય એને કંઈ ન દેખાય, બ્રહ્મ સિવાય એને બીજું કંઈ ન ગમે- ભલે એના ૨૫ જુઓ પરિશિષ્ટ ૨૮ “બ્રહ્માધ્યયન.”
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫૦
જ્ઞાનસાર
તરફ લાખો-કરોડો ષ્ટિ મંડાયેલી હોય... એની દૃષ્ટિ તો બ્રહ્મ તરફ ! એની પાસે જ્ઞાન પણ બ્રહ્મજ્ઞાન જ. બ્રહ્મજ્ઞાન એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાનનો જ ઉપયોગ; અર્થાત્ સતત-સદૈવ માનસિક જાગૃતિ દ્વારા બ્રહ્મમાં જ લીનતા અનુભવે.
હા, જ્યાં સુધી એની પાસે અજ્ઞાનનાં ઇંધણ હોય ત્યાં સુધી એ બ્રહ્મમાં એને હોમતો રહે. બાળીને ભસ્મ કરે. બ્રહ્મની લીનતામાં બાધક એવા એક-એક તત્ત્વને તે બ્રહ્માગ્નિમાં હોમી દેતાં અચકાતો નથી.
બ્રહ્મચર્યની નિષ્ઠાભરી પાલનાથી તે યોગીનું મનોબળ એટલું દૃઢ હોય છે કે આત્મજ્ઞાનના અગ્નિમાં કર્મોને હોમતાં એ થાકતો જ નથી! એને કોઈ આચારમર્યાદાનું પાલન કરવા મન પર દબાણ કરવું પડતું નથી, એ સ્વાભાવિક રૂપે જ પાલન કરતો હોય છે. ‘આચારાંગસૂત્ર-’ ના પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અધ્યયનમાં જે મુનિજીવનની નિષ્ઠાઓ વર્ણવી છે, તેને આ યોગી આસાનીથી જીવે છે, કારણ કે એણે પરબ્રહ્મ સાથે એકતાની પરિણતિ સાધી હોય છે.
܀
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવો છે બ્રહ્મયજ્ઞ, ને આવો છે બ્રહ્મયજ્ઞને કરનાર બ્રાહ્મણ!! આવો બ્રાહ્મણ પાપોથી લેપાય? આવો બ્રાહ્મણ કર્મોથી જકડાય? ના રે ના. બ્રહ્મયજ્ઞને કરે તે બ્રાહ્મણ. કેવળ એક બ્રાહ્મણી સ્ત્રીની કુક્ષીથી જન્મ લેવા માત્રથી બ્રાહ્મણ બની જવાતું નથી. બ્રાહ્મણ બનવા માટે કોરાં અજ્ઞાનતાથી ભરેલાં યજ્ઞકર્મ ક૨વાનાં નથી. અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે બ્રાહ્મણને જ શ્રમણ, ભિક્ષુ અને નિગ્રન્થ કહ્યો છે. ચાહે તે શ્રમણ હો, ભિક્ષુ હો કે નિર્પ્રન્થ હો, તે બ્રહ્મયજ્ઞને કરનાર જોઈએ. બ્રહ્મ સિવાય એની દુનિયામાં બીજું કોઈ તત્ત્વ ન હોય, પદાર્થ ન હોય કે વસ્તુ ન હોય. તેની લીનતા, પ્રસન્નતા... બધું જ બ્રહ્મમાં હોય.
સારાંશ :
܀
܀
ભાવયજ્ઞ કરો.
નિષ્કામ યજ્ઞ કરો.
હિંસક યજ્ઞો વર્જ્ય છે.
ગૃહસ્થ માટે વીતરાગની પૂજા બ્રહ્મયજ્ઞ છે.
કર્મક્ષયના ઉદ્દેશથી ભિન્ન આશય કરેલો પુરુષાર્થ કર્મક્ષય ન કરે. કર્તૃત્વના અભિમાનને બ્રહ્મયજ્ઞના અગ્નિમાં હોમી દો.
બ્રહ્માર્પણનો સાચો અર્થ સમજો.
બ્રહ્મની પરિણતિવાળો બ્રાહ્મણ કહેવાય.
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
ભાવપૂજા
આતમદેવનાં નવે અંગે બ્રહ્મચર્યની નવ વાડોથી પૂજન ક૨તો મુનિ અભેદઉપાસનારૂપ ભાવપૂજામાં લીન થાય છે. આવો આત્મા ધ્યાનમાં લીન બને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ૫
મુનિરાજ! આતમદેવની તમારે પૂજા કરવાની છે. સ્નાન પણ કરવાનું છે ને લલાટે તિલક પણ કરવાનું છે. પુષ્યની માળા એ દેવના ગળે આરોપવાની છે અને ધૂપદીપ પણ કરવાના છે.
કોઈ પણ બાહ્ય દ્રવ્યની અપેક્ષા નહીં, કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ નહીં! આ તો છે માનસિક ભૂમિકાની પૂજા. આ પૂજા કરવાની યોગ્યતા મુખ્યતયા સાધુ પુરુષોની છે; પરંતુ ગૃહસ્થો ન કરી શકે એમ નથી. ગૃહસ્થો પણ કરી શકે. જોઈએ તે સાધનાની-આરાધનાની દૃષ્ટિવાળા.
ક્યારેક તો કરી જોજો આ ભાવપૂજા.... અપૂર્વ આહ્વાદ અનુભવશો.
( ૨૯)
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दयाम्भसा कृतस्नानः संतोषशुभवस्त्रभृत् । विवेकतिलकभ्राजी भावनापावनाशयः ।।१ । ।२२५ ।।
भक्तिश्रद्धानघुसृणोन्मिश्रपाटीरजद्रवैः ।
नवब्रह्माङ्गतो देवं शुद्धमात्मानमर्चय । । २ । । २२६ ।।
જ્ઞાનસાર
અર્થ : દયારૂપી પાણીથી સ્નાન કરનાર, સંતોષનાં ઉજ્વલ વસ્ત્રને ધારણ કરનાર, વિવેકના તિલકથી શોભાયમાન, ભાવનાઓથી પવિત્ર આશયવાળો, ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસરમિશ્રિત ચંદનરસ વડે શુદ્ધ આત્મારૂપ દેવની નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ નવ અંગે પૂજા કરે.
વિવેચન : પૂજન? તારે કોનું પૂજન કરવું છે? પૂજન કરીને શું મેળવવું છે? તે આ બધું વિચાર્યું છે? ના!
તું પૂજન ક૨વા ચાહે છે - અરે, તું કોઈનું પૂજન પણ કરી રહ્યો છે...ઘણી ઈચ્છાઓ, કામનાઓ, અભિલાષાઓના ખોળા પાથરીને પૂજનનું ફળ યાચી રહ્યો છે... ખરું ને? પરંતુ તું એ તો વિચાર કે તું સ્વયં પૂજક બન્યો છે ખરો? પૂજારી બન્યો છે ખરો? પૂજક બન્યા વિના, પૂજારી બન્યા વિના, તારી પૂજા તારી ઈચ્છાઓને પૂર્ણ કરી શકશે? તારી કામનાઓને સંતોષી શકશે? માટે જ તને હું કહું છું કે તું ‘પૂજક’ બન.
સર્વપ્રથમ તો તું સ્નાન કરી લે. ના, તને પાપ નહીં લાગે. તું મુનિ છે એ હું જાણું છું, સચિત્ત પાણીના સ્પર્શમાં પાપ લાગે છે તે સમજું છું. છતાં તને કહું છું કે તું સ્નાન કરી લે! તને એવું પાણી બતાવું છું કે જેનો સ્પર્શ કરવામાં પાપ ન લાગે....
‘દયા’ના પાણીથી સ્નાન કર! અરે, દયાના શીતળ, સ્વચ્છ સરોવ૨માં જ કૂદી પડને! હા, સરોવરમાં સ્નાન કરવાનો નિષેધ કરનારા જ્ઞાનીપુરુષો પણ તને આ દયાસરોવરમાં સ્નાન કરતાં નહીં અટકાવે!
અને જ્યારે તું એ દયાસરોવરમાંથી સ્નાન કરીને બહાર નીકળીશ ત્યારે તારી ખુશીની સીમા નહીં રહે! ક્રૂરતાનો મેલ ધોવાઈ ગયો હશે અને કરુણાની કોમળતા છવાઈ ગઈ હશે... તું સ્વચ્છ-પવિત્ર બની ગયો હશે!
For Private And Personal Use Only
હે સાધક! સ્નાન કરીને તારે નવાં જ વસ્ત્ર પહેરવાના છે-સાવ શુદ્ધ શ્વેત વસ્ત્ર. તું પહેરીશ ને? એ વસ્ત્રોમાં તું સોહામણો લાગીશ. તને લાગશે કે ‘હું પૂજક છું!' એ વસ્ત્રનું નામ છે ‘સંતોષ.’ કેવું પ્યારું નામ છે! પુદ્ગલભાવોની
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપૂજા
૩૫૩ તૃષ્ણાનાં વસ્ત્ર પહેરીને પૂજક ન બની શકાય.તૃષ્ણામાં રતિ-અરતિનાં દ્વન્દ્ર છે, તૃષ્ણામાં આનંદ-ઉદ્વેગના તરંગો છે, એ તૃષ્ણાનાં રંગબેરંગી વસ્ત્રો પહેરીને તું પૂજક ન બની શકે. માટે તારે “સંતોષનાં વસ્ત્ર પહેરવાનાં છે. એક વાર તું આ વસ્ત્રો પહેરીને પૂજક બન, તને તે ગમે તો બીજી વાર પહેરજે! અર્થાત્ તારે પૌગલિક પદાર્થોની તૃષ્ણાને ત્યજવી પડશે, જો તારે પૂજક બનવું છે તો!
અરે! તું ક્યાં ચાલ્યો? પૂજન કરવા? ઊભો રહે, ભાઈ! એ દેવમંદિરમાં જતાં પહેલાં તારે “તિલક કરવું પડશે! કપાળે તિલક કર્યા વિના તું દેવમંદિરમાં નહીં જઈ શકે. તારી કાયા દયાજલના સ્નાનથી કેવી સુંદર બની છે! સંતોષવસ્ત્રો ધારણ કરવાથી તે કેવો આકર્ષક બની ગયો છે! હવે તું “વિવેક'નું તિલક કરી જો, તારું રૂપ દેવરાજ ઈન્દ્રના મુખે પ્રશંસાશે!
વિવેકનું તિલક! વિવેક એટલે ભેદજ્ઞાન. જડ-ચેતનનો ભેદ સમજી, ચેતન આત્મા તરફ વળવું, જડ પદાર્થોમાં અર્થાત્ શરીરમાં જે આત્મબુદ્ધિ કરી છે, તે ત્યજીને “શરીરથી હું (આત્મા) ભિન્ન છું' - એવી શ્રદ્ધા દૃઢ કરવી, શુદ્ધાત્મદ્રવ્યવાદ” “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું” – આ જ્ઞાનથી મનને ભાવિત કરવું, આ છે વિવેક. આવા વિવેકનું તિલક કરવું પૂજક માટે અનિવાર્ય છે. આ વિવેકતિલકથી તારી શોભા સાથે તારો આત્મવિશ્વાસ વધી જ શે, તને લાગશે કે “હું પૂજક છું.'
હવે તારે તારા વિચારોને પવિત્ર બનાવવાના છે. જે પરમ આત્માનું તું પૂજન કરવા ચાહે છે તે પરમાત્માના ગુણોમાં તન્મય થવાની ભાવનાઓ દ્વારા તારે તારા વિચારોને પવિત્ર બનાવવાના છે; અર્થાતુ બીજી બધી જ ભૌતિક, આધિભૌતિક કામનાઓની અપવિત્રતા ત્યજી દઈ પરમાત્મ-ગુણોની જ એક અભિલાષા લઈ તારે પરમાત્મ-મંદિરના દ્વારે પહોંચવાનું છે! જ્યાં સુધી પરમાત્મ-ગુણોનું જ એક આકર્ષણ, પરમાત્મગુણોનું જ એક ધ્યાન ન જામે ત્યાં સુધી આશય-પવિત્રતા નહીં આવે. અને દેવપૂજન કરવા માટે આશયપવિત્રતા વિના નહીં ચાલે!
ચાલો, હવે કેસરની કંચન-કટોરી ભરી લો. લો આ કેસર અને લો આ ચંદન, ઘસવા માંડો. ભક્તિનું કેસર શ્રદ્ધાના ચંદનથી ખૂબ ઘસો. ભક્તિનો લાલ લાલ રંગ અને શ્રદ્ધાની મઘમઘ સોડમ! આ કેસરમિશ્રિત ચંદનની કંચન-કટોરી ભરી લો.
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
જ્ઞાનસાર આરાધ્ય પરમાત્માની આરાધનાનો અંગેઅંગમાં થનગનાટ અને “આ પરમાત્મા-આરાધના જ પરમાર્થ છે,” એવો દૃઢ વિશ્વાસ! પેલી મીરાંને યાદ કરો. કૃષ્ણ પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાએ એને અમર બનાવી દીધી. એની દુનિયા જ કૃષ્ણમય બની ગઈ હતી. બસ, હવે મંદિરમાં ચાલો.
એ મંદિરને બહાર શોધવાની જરૂર નથી, દૂર જવાની જરૂર નથી; આ તમારા દેહ સામે જુઓ! દેહના દહેરામાં જ દેવ બિરાજે છે...! તમને આશ્ચર્ય થાય છે? હા, આશ્ચર્ય થાય એવી જ આ વાત છે. આ દેહના મંદિરમાં જ શુદ્ધ પરમ આત્મદેવ બિરાજે છે. એ દેવનાં દર્શન કરવા ખુલ્લી આંખો બંધ કરવી પડશે, આંતરદષ્ટિ ખોલવી પડશે...દિવ્ય દૃષ્ટિ-દિવ્ય વિચારનો સહારો લેવો પડશે.
શુદ્ધ આત્માનું તારે નવાંગી-પૂજન કરવાનું છે. નવવિધ બ્રહ્મચર્ય એ શુદ્ધાત્માનાં નવ અંગ છે.
હે પૂજારી! તું શુદ્ધ આત્મસ્વરૂપ તરફ અભિમુખ થયો; દયા, સંતોષ, વિવેક, ભક્તિ અને શ્રદ્ધાથી તું તરબોળ બન્યો. હવે બ્રહ્મચર્યનું પાલન તો તારા માટે સરળ બની ગયું. અબ્રહ્મની દુર્ગધ તું સહી પણ ન શકે. તારી દષ્ટિ રૂપ-પર્યાયમાં સ્થિર થાય જ નહીં, શરીર-પર્યાયમાં લોભાય નહીં. તારી દૃષ્ટિ તો વિશુદ્ધ આત્મદ્રવ્ય પર જ સ્થિર થાય. પછી સ્ત્રીઓની વાર્તાઓ કરવાનું, સ્ત્રીઓના આસને બેસવાનું કે સ્ત્રીપુરુષની કામકથા કાન માંડીને સાંભળવાનું તારા જીવનમાં હોય જ ક્યાંથી? ઘી-દૂધ કે માલ-મેવાની મહેફિલોની મોજ ઉડાડવાનું કે પ્રિય ભોજન પર દુકાળિયાની જેમ તૂટી પડવાનું તારી કલ્પનામાં પણ ક્યાંથી હોય? શરીરને શણગારવાનું કે અન્ય જીવોને આકર્ષવાનું સ્વપ્નમાં પણ ક્યાંથી હોય?
હે પ્રિય પૂજક! પૂજ્ય ઉપાધ્યાયજીએ આપણને કેવું રોમાંચકારી પૂજન બતાવ્યું છે! આ છે ભાવપૂજન. વર્ષો પર્યત આપણે દ્રવ્યપૂજન જ કરતા રહીએ અને આ ભાવપૂજન તરફ આંખ પણ ન માંડીએ, તો શું આપણે પૂર્ણતાના શિખરે પહોંચી શકીએ? આ દિવ્ય પૂજન આપણે પ્રતિદિન કરવાનું છે.
કોઈ એકાંત ભૂપ્રદેશ પર બેસી, પદ્માસન લગાવી, આંખો બંધ કરી, આ પૂજનનો પ્રારંભ કરો. ભલે એમાં ગમે તેટલો સમય જાય, એની ચિંતા ના કરો. શુદ્ધ આત્મદ્રવ્યનું કલાકોના કલાકો સુધી પૂજન ચાલવા દો! અધ્યાત્મનો
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપૂજા
૩પપ આનંદ, પૂર્ણાનંદ ત્યારે અનુભવાશે અને સાધનાપથનું મૂલ્ય ત્યારે સમજાશે. ભાવપૂજાની આ પ્રક્રિયા કોરી કલ્પના નથી, પરંતુ રસભરપૂર કલ્પનાલોક છે. વિષયવિકારોનું નિરાકરણ કરવાનો પ્રશસ્ત પથ છે, રચનાત્મક માર્ગ છે. સ્નાનથી માંડીને નવાંગી પૂજન સુધીનો ક્રમ બરાબર ગોઠવી લો.
क्षमापुष्पसज धर्मयुग्मक्षौमद्वयं तथा।
ध्यानाभरणसारं च तदङ्गे विनिवेशय ।।३।।२२७ ।। અર્થ : તે આત્માના અંગે મારૂ૫ ફૂલની માળા, નિશ્ચય અને વ્યવહારધર્મરૂપ બે વસ્ત્ર અને ધ્યાનરૂપ શ્રેષ્ઠ અલંકાર પહેરાવ.
વિવેચન : તે આતમદેવના ગળામાં આરોપવાની માળા તેં ગુંથી? એ માળા તારે જ ગૂંથવાની છે! ક્ષમાનાં મઘમઘ સોડમવાળાં પુષ્પોની માળા ગૂંથીને તૈયાર રાખ.
ક્ષમાનાં એક-બે પુષ્પો નહીં, ક્ષમાની માળા એટલે એક-બે વાર ક્ષમા આપવાથી નહીં ચાલે, વારંવાર ક્ષમા આપવી પડશે. ક્ષમાને વક્ષ:સ્થળે જ રાખવી. ક્ષમાનાં પુષ્પોની સુવાસ જ તારા અંગેથી છૂટતી રહે! જે મનુષ્યના ગળામાં ગુલાબનાં પુષ્પોની માળા પડેલી હોય તે મનુષ્ય પાસે કોઈ જાય તો એને શાની સુવાસ આવવાની? ગુલાબની! એમ છે સાધક! કોઈ તારી પાસે આવે, ક્ષમાની સુવાસથી તે તરબોળ થઈ જાય - પછી તે સાધુ હો યા ડાકુ, જ્ઞાની હો યા અજ્ઞાની, નિર્દોષ હો યા દોષિત!
જોજે, એ ક્ષમાનાં પુષ્પ કરમાઈ ન જાય. એને તાજાં રાખજે. ક્ષમા ક્યારે આપવાની તક મળે? જ્યારે કોઈ આપણી સાથે ક્રોધ કરે, દ્વેષ કરે, આપણી નિંદા કરે કે અપમાન કરે ત્યારે. આવા પ્રસંગે આપણે ક્રોધ નહીં કરવાનો, વળતા પ્રહારો નહીં કરવાના.. એના પ્રત્યે અણગમો ય નહીં કરવાનો! આનું નામ ક્ષમા, આત્માના ગળે ક્ષમાનાં સુગંધી પુષ્પોની માળા પહેરાવવાનું આ રહસ્ય છે. આત્માની આ પુષ્પપૂજા છે..! આ રહસ્યના પ્રતીકરૂપે ગૃહસ્થ પરમાત્માની મૂર્તિને પુષ્પ ચઢાવે. પુષ્પની માળા પહેરાવે.
નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મ-આ બે સુંદર વસ્ત્ર આપણા આતમદેવને પહેરાવવાનાં છે. શરીર પર બે વસ્ત્ર તો જોઈએ ને? એક અધો વસ્ત્ર અને બીજું ઉત્તરીય વસ્ત્ર આતમદેવનાં બે વસ્ત્ર છે નિશ્ચય અને વ્યવહાર. એકલા નિશ્ચયથી ન ચાલે ને એકલા વ્યવહારથી ન ચાલે. વ્યવહારધર્મ અધોવસ્ત્ર છે અને નિશ્ચય ઉત્તરીય વસ્ત્ર. સમજીએ બન્નેને!
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૩,
સાનસાર માળા અને વસ્ત્ર પહેરાવ્યા પછી અલંકાર પહેરાવો. આ વિના તો આતમદેવ શોભે નહીં. અલંકારનું નામ છે “ધ્યાન'! ધર્મધ્યાન અને શુક્લધ્યાનઆત્માના અલંકારો છે. અલંકારો કીમતી હોય, અંગ ઉપર ધારણ કર્યા પછી ચોર-ડાકુઓથી સાવધાન રહેવું પડે. આપણું ધર્મધ્યાન લૂંટાઈ ન જાય, એ માટે સતર્કતા જરૂરી છે.
આત્માની શોભા ધ્યાનથી છે, એ કહેવાનું તાત્પર્ય છે. ધર્મધ્યાનનાં ચાર આલંબન : વાચના, પૃચ્છના, પરાવર્તન અને ધર્મકથામાં પરોવાયેલા રહેવાનું. શ્રુિતજ્ઞાનની રમણતા! ચાર પ્રકારની અનુપ્રેક્ષા કરવાની. અનિત્ય ભાવના
ભાવો, અશરણ ભાવનાથી ભાવિત બનો. એકત્વભાવના અને સંસારભાવનાનું ચિંતન કરો. આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચયનું ચિંતન કરો.
આ રીતે આત્માનું પૂજન કરવાનું છે : (૧) ક્ષમાનાં પુષ્પોની માળા પહેરાવવાની; (૨) નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મનાં બે વસ્ત્ર પહેરાવવાનાં; (૩) ધર્મધ્યાન-શુક્લધ્યાનના અલંકાર પહેરાવવાના.
આતમદેવ કેવો શોભાયમાન બનશે! તેનાં દર્શન કરતાં મન ઠરશે અને એના સિવાય કોઈનાં દર્શન કરવાનું ગમશે નહીં.
मदस्थानभिदात्यागैलिखाग्रे चाष्टमङ्गलम् ।
જ્ઞાનાની શુમસંવાતુદ્દે ધૂપથ ૪૨૨૮ છે. અર્થ : આત્માની આગળ મદ્રસ્થાનના ભેદોનો ત્યાગ કરવા વડે આઠ મંગલ (સ્વસ્તિકાદિ) આલેખ, અને જ્ઞાનરૂ૫ અગ્નિમાં શુભ સંકલ્પરૂપ, કૃણાગરુનો ધૂપ કર.
વિવેચન : વર્તમાનમાં ચાલી રહેલી પૂજનવિધિમાં અષ્ટમંગલનઆલેખન કરવામાં નથી આવતું, પરંતુ અષ્ટમંગલની પાટલીનું પૂજન કરવામાં આવે છે.
કરવાનું છે આલેખના ઉદ્દેશ્ય છે આઠ મદનો ત્યાગ! એક એક મંગલ આલેખતા જવાનું ને એક એક મદનો ત્યાગ કરવાની ભાવના ભાવતા જવાનું. જ કર્મપરવશ જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, આવે છે, ત્યાં
કોની જાતિ શાશ્વત રહે છે? હું જાતિનું અભિમાન નહીં કરું. ૨૬. અષ્ટમંગલનાં નામ : શ્રી વત્સ, સ્વસ્તિક, નન્દાવર્ત, મત્સ્યયુગલ, દર્પણ ભદ્રાસન, સરાવલું, કુંભ.
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપૂજા
૩પ૭ છે. જો શીલ અશુદ્ધ છે તો કલનું અભિમાન કરવાથી શું? અને જો મારી પાસે
ગુણોનો વૈભવ છે તો કુલનું અભિમાન કરવાથી શું? આ હાડકાં, માંસ અને લોહી વગેરે ગંદા પદાર્થોથી ભરેલા અને વ્યાધિવૃદ્ધાવસ્થાથી ગ્રસિત શરીરના સૌન્દર્ય ઉપર ગર્વ શો કરવો? બળવાન મનુષ્ય ક્ષણમાં નિર્બળ બની જાય છે, ને નિર્બળ બળવાન બની જાય છે! બળ અનિયત છે.. એના ઉપર ગર્વ કેમ કરાય? ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ કર્માધીન છે. ત્યાં મારે લાભમાં શા માટે કુલાઈ જવું? પૂર્વકાલીન મહાપુરુષોના અનંત વિજ્ઞાનની કલ્પના કરું છું ત્યારે મારી
બુદ્ધિ વામણી લાગે છે. બુદ્ધિનાં અભિમાન શાં કરવાનાં? છે તપનું અભિમાન? બાહ્ય-અત્યંતર તપની ઘોર, વીર અને ઉગ્ર આરાધના
કરનારા મહાન તપસ્વીઓને જોઉં છું ત્યારે મારું મસ્તક નમી પડે. આ જ્ઞાનનો મદ તો થાય જ કેમ? જેના સહારે તરવાનું એનું આલંબન લઈ ડૂબવાનું કોણ કરે? સ્થૂલભદ્રજીનું ઉદાહરણ જ્ઞાનમદ ન કરવા દે.
આ છે અષ્ટમંગલનું આલેખન આતમદેવના પૂજનમાં આ વિધિ બરાબર કરવાની.
હવે કરવાની છે ધૂપ-પૂજા.
જેવો-તેવો ધૂપ ન ચાલે. કૃષ્ણાગરુ ધૂપ જોઈએ. તે છે શુભ સંકલ્પો. જ્ઞાનરૂપ અગ્નિમાં શુભ સંકલ્પોનો ધૂપ નાખીને... આત્મમંદિરમાં સુવાસ ફેલાવવાની છે.
આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાની માત્ર આત્મરમણતા! કાંઈ અશુભ તો નહીં, શુભ સંકલ્પ પણ ન જોઈએ! પરમાત્મપૂજનમાં પ્રશસ્ત રાગ હોય છે, પરમાત્મા પ્રત્યેનો રાગ. પૂજનક્રિયાની અભિરુચિ, આ શુભ સંકલ્પો છે. આત્મરમણતામાં વિલીનીકરણ કરી દઈએ એટલે કૃષ્ણાગરુ ધૂપની સુવાસ આત્મમંદિરમાં રેલાઈ જાય.
કેવી અદ્દભુત ધૂપ-પૂજા બતાવી છે આ! પરમાત્માના મંદિરમાં જઈ ધૂપપૂજા કરનાર ભાવુક જન જો આ દિવ્ય ધૂપ-પૂજા કરતો થઈ જાય તો? અરે, પરમાત્માના મંદિરમાં નહીં, આત્માના મંદિરમાં બેસીને, સ્થિરચિત્ત બનીને આ ધૂપ-પૂજા કરતો થઈ જાય, તો એ સાધકની ચારે બાજુ કેવી સુવાસ પથરાઈ જાય!
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
જ્ઞાનસાર આઠ મદના ત્યાગની ભાવના એ અષ્ટમંગલના આલેખનની પૂજા. શુભ સંકલ્પોનું આત્મજ્ઞાનમાં વિલીનીકરણ એ ધૂપ-પૂજા!
ક્યારે એવો અપૂર્વ અવસર આવશે કે આવી પૂજા કરી પરમાનન્દનો આસ્વાદ ચાખીશું?
प्राग्धर्मलवणोत्तारं धर्मसंन्यासवलिना ।
कुर्वन् पूरय सामर्थ्यराजन्नीराजनाविधिम् ।।५।।२२९ ।। અર્થ : ધર્મસંન્યાસરૂપ અગ્નિ વડે પૂર્વના ક્ષાયોપથમિક ધર્મરૂપ લવણ ઉતારતો (તેનો ત્યાગ કરતો) સામર્થ્યયોગરૂપ શોભાયમાન આરતીની વિધિ પૂર્ણ કર. વિવેચન : ધર્મસંન્યાસ એ અગ્નિ છે.
ઔદયિક ધર્મ અને ક્ષાયોપથમિક ધર્મ એ લવણ છે. સામર્થ્યયોગ એ સુંદર આરતી છે. પૂજનવિધિમાં આ બે ક્રિયાઓ પણ મહત્ત્વપૂર્ણ હોય છે : (૧) લવણ ઉતારવું, અને (૨) આરતી ઉતારવી.
અહીં આ બે ક્રિયાઓને કેવું તાત્વિક સ્વરૂપ આપવામાં આવ્યું છે! પરંતુ આ પૂજન “ક્ષપકશ્રેણિ” માંડનાર જીવ કરી શકે! ક્ષપકશ્રેણિમાં જ્યારે જીવ બીજું અપૂર્વકરણ કરે છે ત્યારે તાત્ત્વિક રીતે આ “ધર્મસંન્યાસ” નામનો સામર્થ્યયોગ હોય છે; અર્થાતુ અહીં ક્ષમા-આર્જવ-માર્દવ વગેરે ક્ષાયોપશમિક ધર્મોથી યોગી નિવૃત્ત થાય છે.
પરંતુ જેઓ ક્ષપકશ્રેણિ ન માંડી શકે તેના માટે પણ “ધર્મસંન્યાસ' બતાવાયો છે; ઔદયિક ધર્મનો સંન્યાસી સંન્યાસ એટલે ત્યાગ, અજ્ઞાન, અસંયમ, કષાય, વાસનાઓ વગેરેનો ત્યાગ તે ધર્મસંન્યાસ કહેવાય. આ ત્યાગ કરવો એનું નામ “લવણ ઉતારવું! આવો ધર્મસંન્યાસ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા શ્રાવક-સાધુને હોય. જ્યારે પેલો ઉપરનો ધર્મસંન્યાસ તો ક્ષપકશ્રેણિમાં જ હોય.
ધર્મસંન્યાસના અગ્નિમાં ક્ષાયોપથમિક ધર્મોને નાખીને લૂણ ઉતારવાનું ત્યારે પેલું કવિનું કાવ્ય સાર્થક બને છે :
જિમ જિમ તડ તડ લૂણ જ ફૂટે, તિમ તિમ અશુભ કર્મબંધ તૂટે.’
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપૂજા
૩પ૯ લવણ ઉતારવાની ભૂલ ક્રિયા એ તો તાત્ત્વિક માર્ગનું એક માત્ર પ્રતીક છે.
આરતી ઉતારો! સામર્થ્યયોગ'ની આરતી ઉતારો! સામર્થ્યયોગ “ક્ષપકશ્રેણિમાં” હોય છે. તેના બે પ્રકાર છે : ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ, ધર્મસંન્યાસનો લવણ ઉતારવાની ક્રિયામાં સમન્વય કર્યો, આરતીમાં યોગસંન્યાસ'નો સમન્વય કરીએ.
યોગનો સંન્યાસ એટલે યોગનો ત્યાગ, કાયાદિનાં કાર્યોનો ત્યાગ. કાયોત્સર્ગાદિ ક્રિયાઓનો પણ ત્યાગ કરવાનો. જો કે એ ત્યાગ કેવળજ્ઞાની ભગવંતો કરે છે... આપણે તો માત્ર તેના કલ્પનાલોકમાં વિચારીને થોડીક ક્ષણો માટે એ કેવળજ્ઞાનીઓની દુનિયાનો આસ્વાદ અનુભવવાનો છે.
આતમદેવની આરતી ઉતારવા માટે “સામર્થ્યયોગી' ન બની શકીએ આપણે, પરંતુ “ઇચ્છાયોગી' બનીને ધર્મસંન્યાસ અને યોગસંન્યાસની મધુરતા તો જરૂર માણી શકીએ.
આત્માની ઉચ્ચતમ્ અવસ્થાનું અહીં પ્રતિપાદન છે. પૂજાના માધ્યમથી એ અવસ્થા અહીં બતાવાઈ છે. જ્ઞાનયોગી કેવી રીતે પૂજન કરે, એ બતાવાયું છે. આ પૂજન જ્ઞાનયોગી જ કરી શકે. સામાન્ય કક્ષાનો જ્ઞાની આ પૂજન કરી શકે. પરંતુ વિશેષતઃ જ્ઞાનપરાયણ એવા મુનિવરો માટે જ આ પૂજનવિધિ બતાવવામાં આવી છે. સંયમી અને જ્ઞાની મહાત્મા આ અપૂર્વ અદ્ભુત પૂજન કરીને અપૂર્વ અને અદ્દભુત આનંદ અનુભવે.
આ પ્રમાણે લવણ ઉતારવાની અને આરતી ઉતારવાની વિધિ બતાવવામાં આવી છે.
स्फुरन्मङ्गलदीपं च स्थापयानुभवं पुरः।
योगनृत्यपरस्तौर्यत्रिकसंयमवान् भव ।।६।।२३०।। અર્થ : અનુભવરૂપ સ્કુરાયમાન મંગલ દિપકને આગળ (આત્માની આગળ) સ્થાપન કર. સંયમયોગરૂપ નાટ્યપૂજામાં તત્પર થયેલો, ગીત, નૃત્ય અને વાજિંત્ર-આ ત્રણના સમૂહના જેવો સંયમવાળો થા. (એક વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ તે સંયમ કહેવાય). વિવેચન : હવે ચાલો દીપકપૂજા કરીએ.
આતમદેવની સન્મુખ દીપકનું સ્થાપન કરવાનું છે. એ દીપકનું નામ છે અનુભવ! “અનુભવની પરિભાષા પૂજ્ય ઉપાધ્યાયજીએ આપી જ છે.
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬o
જ્ઞાનસાર 'सन्ध्येव दिनरात्रिभ्यां केवलश्रुतयोः पृथक् ।
बुधैरनुभवो इष्टः केवलार्कारुणोदयः' ।। જેમ દિવસ અને રાતથી સંધ્યા જુદી છે તેમ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન, કેવળજ્ઞાનરૂપ સૂર્યના અરુણોદય સમાન આ “અનુભવ' છે! જ્ઞાની પુષોએ “અનુભવ”ની આ વ્યાખ્યા કરી છે... ઠેઠ કેવળજ્ઞાનની નિકટની આ અવસ્થા! આવા “અનુભવ”થી આતમદેવની દીપકપૂજા કરવાની છે!
આ દીપકના પ્રકાશમાં જ આતમદેવનું સાચું સ્વરૂપ નીરખી શકાય એમ છે. અતીન્દ્રિય પરમ બ્રહ્મનું દર્શન વિશુદ્ધ અનુભવથી જ થાય. શાસ્ત્રોની સેંકડો... હજારો યુક્તિઓથી પણ અતીન્દ્રિય પરમ બ્રહ્મનું દર્શન ન થઈ શકે. પરંતુ શાસ્ત્રોના માધ્યમથી આપણે તો માત્ર આ “અનુભવ”ની પણ કલ્પના જ કરવી રહી! કેવળજ્ઞાનના અરુણોદયની લાલિમાની કલ્પના પણ કેવી મોહક છે!
હવે પૂજન કરવાનું છે ગીત, નૃત્ય અને વાજિંત્રથી! આતમદેવની સમક્ષ ગીત ગા. એવું ગીત ગાવાનું કે મનની તમામ વૃત્તિઓ એમાં કેન્દ્રિત થઈ જાય. ગાતાં જવાનું ને નૃત્ય કરતાં જવાનું. હાથમાં વાજિંત્ર લઈને નૃત્ય કરવાનું! વાજિંત્રના સૂરો તારા કંઠના સૂરોને બહેકાવે અને નૃત્યને ચગાવે.
ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણેયનો એકતારૂપ સંયમ એ આતમદેવનું શ્રેષ્ઠ પૂજન છે. એક જ વિષયમાં આ ત્રણેયની એકતા થવી જોઈએ. આત્મામાં ધારણા, ધ્યાન અને સમાધિની એકતા સ્થાપિત કરવાની છે.
સંયમનું આ ઉચ્ચતમુ શિખર બતાવવામાં આવ્યું છે. યોગની સર્વોત્કૃષ્ટ ભૂમિકા બતાવવામાં આવી છે. આત્માના પૂજનનું હાર્દ ખોલવામાં આવ્યું છે. જેમ મંદિરમાં કોઈ અદ્વિતીય સ્વરસમ્રાટ મસ્તીમાં આવીને ગીત ગાતો હોય, જેમ કોઈ પ્રતિભાશાળી નૃત્યાંગના પોતાની નૃત્યકલા બતાવી રહી હોય અને એ ગીતનૃત્યને સાથ આપતો વાદ્યકાર અદ્દભુત વીણાવાદન કરતો હોય, એ વખતે જેમ તન્મયતાનું વાતાવરણ જામે છે, તેમ ધારણા, ધ્યાન અને સમાધિની એકતામાં સંયમનું અપૂર્વ વાતાવરણ જામે!
આતમદેવનું મંદિર ત્યારે કેવું પ્રસન્ન, પવિત્ર અને પ્રફુલ્લિત બની જતું હશે, તેની સ્થિર ચિત્તે કલ્પના કરો... એ કલ્પનાની દુનિયામાં ખોવાઈ જાઓ ત્યારે જ કંઈક એની ઝાંખી થાય. ૨૭, જુઓ પરિશિષ્ટ.
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપૂજા
૩૬૧
સ્વરૂપમાં તન્મય થવાનો આ ઉપદેશ છે. સ્વ-ભાવ દશામાં જવાની આ પ્રેરણા છે. આત્મરમણતા અને બ્રહ્મમસ્તીની આ વાતો છે. પૂજનનાં સ્થૂળ સાધનોનો આધાર લઈ પૂ. ઉપાધ્યાયજી મોક્ષાર્થીને માર્ગદર્શન આપી રહ્યા છે. उल्लसन्मनसः सत्यघण्टां वादयतस्तव ।
भावपूजारतस्येत्थं करक्रोडे महोदयः । । ७ । । २३१ ।।
અર્થ : ઉલ્લસિત મનવાળા, સત્યરૂપ ઘંટ વગાડતા અને ભાવપૂજામાં લીન થયેલા એવા તારી હથેળીમાં મોક્ષ છે.
વિવેચન : ભક્તિ અને શ્રદ્ધાનાં કેસર ઘોળી આતમદેવનાં નવાંગ નવાજ્યાં, ક્ષમાનાં પુષ્પોની માળા ગૂંથી આતમદેવનાં અંગ શોભાવ્યાં, નિશ્ચય અને વ્યવહારનાં ઉત્તમ વસ્ત્રો પહેરાવી આતમદેવને શણગાર્યા, ધ્યાનના અલંકારોથી એ દેવને દિપાવ્યા
આઠ મદના ત્યાગરૂપ અષ્ટ મંગલનાં આલેખન કર્યાં. જ્ઞાનના અગ્નિમાં શુભ સંકલ્પોનો કૃષ્ણાગરુ ધૂપ નાખી મંદિરને મધમધાયમાન કરી દીધું... ધર્મસંન્યાસની આગ વડે લવણ ઉતાર્યું અને સામર્થ્યયોગની આરતી ઉતારી! અનુભવનો મંગલ દીપક એ મહાદેવની સમક્ષ સ્થાપ્યો અને ધારણા-ધ્યાનસમાધિરૂપ ગીત, નૃત્ય અને વાજિંત્રના ઠાઠ જમાવ્યા!
મનના ઉલ્લાસની અવિંધ ન રહી... મનની મસ્તીએ... એ મંદિરમાં લટકતા વિરાટકાય ઘંટને હચમચાવી મૂક્યો...ઘંટનાદથી મંદિર ગાજી ઊઠ્યું...આખું નગર ગાજી ઊઠ્યું. એ ઘંટનાદના ધ્વનિએ વિશ્વને વિસ્મિત કરી દીધું. દેવલોકના મહેલો અને મહેન્દ્રો હલી ઊઠ્યા : ‘આ શું? શાનો ધ્વનિ?’ અવધિજ્ઞાનથી જોયું!
ઓહો! આ તો સત્યનો ધ્વનિ! પરમ સત્યનો ધ્વનિ! પેલા આતમદેવના મંદિરમાં સત્યનો સાક્ષાત્કાર થયો છે, તેનો ઘંટનાદ છે! આતમદેવ આત્માને પ્રસન્ન થઈ ગયા છે. પૂજનનું સત્યફળ પ્રાપ્ત થયું છે! એની ખુશાલીનો આ ઘંટનાદ છે!
ચરાચર વિશ્વમાં સત્ય એક જ છે, પરમાર્થ એક જ છે! એક માત્ર આત્મા એક માત્ર પરમ બ્રહ્મ! બાકી બધું જ મિથ્યા છે. એ ૫૨મ સત્યની દુનિયાનું નામ જ મોક્ષ છે ને!
પૂજ્ય યશોવિજયજી મોક્ષ હથેળીમાં બતાવે છે! ભાવપૂજામાં લીન બની જાઓ... બસ, મોક્ષ તમારા હાથમાં છે. દ્રવ્યપૂજાનાં પ્રતીકોના માધ્યમથી
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
જ્ઞાનસાર
મોક્ષદશા સુધી પહોંચાડનારી ભાવપૂજા અહીં બતાવવામાં આવી છે. આ તાત્ત્વિક પૂજા કરવા માટે શાસ્ત્ર અધ્યયન અને શાસ્ત્ર પરિશીલન કરવું પડે. શાસ્ત્રગ્રંથોમાં બતાવેલા ક્રમિક આત્મવિકાસ સાથે કદમ મિલાવીને ચાલવું પડે.
આતમદેવના ભાવપૂજનની કેવી નિરાળી દુનિયા છે! આ સ્થૂળ દુનિયાથી સાવ નિરાળી! નથી ત્યાં આ દુનિયાના સ્વાર્થજન્ય પ્રલાપો કે નથી ત્યાં કષાયજન્ય ઘોંઘાટો, નથી ત્યાં રાગ અને દ્વેષના દાવાનળો કે નથી ત્યાં અજ્ઞાન અને મોહના વાવંટોળ! નથી ત્યાં સ્કૂલ વ્યવહારની આંટીઘૂંટીઓ કે નથી ત્યાં ચંચળતા-અસ્થિરતાના સંકલ્પવિકલ્પો.
મોક્ષદાને ઝંખતો સાધનાપથ પર દોડતો જીવ જ્યારે આ ભાવપૂજામાં પ્રવૃત્ત થાય છે ત્યારે તેને પોતાની ઝંખના પૂર્ણ થતી દેખાય છે. હથેળીમાં મોક્ષ દેખાય છે!
ભાવપૂજાની લીનતા ઉપર બધો આધાર છે. લીનતા માટે લક્ષ્યની શુદ્ધિ આવશ્યક છે. આત્માની પરમ વિશુદ્ધ દશાના લક્ષથી ભાવપૂજામાં પ્રવૃત્તિ થાય તો લીનતા આવ્યા વિના ન રહે. સાધક આત્માનું આ જ લક્ષ જોઈએ, ને આ જ પ્રવૃત્તિ જોઈએ. સાધનાનો આનંદ તો જ અનુભવાય અને પ્રગતિના પંથે આગળ વધી શકાય.
द्रव्यपूजोचिता भेदोपासना गृहमेधिनाम् ।
भावपूजा तु साधूनामभेदोपासनात्मिका ।। ८ ।। २३२ ।।
અર્થ : ગૃહસ્થોને ભેદપૂર્વક ઉપાસનારૂપ દ્રવ્યપૂજા યોગ્ય છે અને અભેદ ઉપાસનારૂપ ભાવપૂજા તો સાધુઓને યોગ્ય છે. (જો કે ગૃહસ્થને ‘ભાવનોપનીતમાનસ' નામે ભાવપૂજા હોય છે.)
વિવેચન : પૂજા બે પ્રકારની છે : દ્રવ્યપૂજા અને ભાવપૂજા.
જેને જે ફાવે તે પૂજા કરવાની નહીં; પોતાની યોગ્યતાનુસાર પૂજા કરવાની. આત્માના વિકાસના આધારે પૂજા કરવાની. યોગ્યતા ન હોય તે પૂજા કરવાથી નુકસાન થાય.
ઘરમાં રહેલાં પાપસ્થાનકોનું મને-કમને સેવન કરી રહેલા ગૃહસ્થો માટે દ્રવ્યપૂજા છે. તેમણે દ્રવ્યપૂજા ક૨વાની, દ્રવ્યપૂજામાં ભેદોપાસના આવે.
પૂજ્ય છે પરમાત્મા! અનંત જ્ઞાન, અનંત દર્શન, વીતરાગતા અને અનંત વીર્યના સ્વામી, અજર, અમર અને અક્ષય સ્થિતિને પામેલા. પોતાના આત્માથી
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપૂજા
૩૬૩ ભિન્ન એવા પરમાત્માનું આલંબન લેવાનું. એ ઉપાસ્ય અને ગૃહસ્થ ઉપાસક, એ સેવ્ય અને ગૃહસ્થ સેવક, એ આરાધ્ય અને ગૃહસ્થ આરાધક, એ ધ્યેય અને ગૃહસ્થ ધ્યાતા.
ગૃહસ્થ ઉત્તમ કોટિનાં દ્રવ્યોથી પરમાત્માની પ્રતિમાને પૂજે. એ માટે એને જયણાયુક્ત આરંભ-સમારંભ કરવો પડે તો ય કરે! પરમાત્માના ગુણો પ્રાપ્ત કરવાના લક્ષથી એમની ભક્તિ અને ઉપાસના કરે.
તો શું ગૃહસ્થને ભાવપૂજા કરવાની જ નહીં?
હા, કરી શકે, પરંતુ તે “ભાવનોપનીતમાનસ' નામની ભાવપૂજા કરી શકે; અર્થાત્ પરમાત્માના ગુણોનું સ્મરણ અને એ પરમ તત્ત્વ પ્રત્યેનું બહુમાન, ગૃહસ્થ કરી શકે. આ ભાવપૂજા છે, પરંતુ આ “સવિકલ્પ' ભાવપૂજા છે. તે ગીત ગાઈ શકે, નૃત્ય કરી શકે... ભક્તિમાં લયલીન બની શકે.
અભેદ-ઉપાસનારૂપ ભાવપૂજા તો માત્ર સાધુ જ કરી શકે. આત્માની ઉચ્ચ વિકાસભૂમિકા પર રહેલ નિર્ચન્જ પરમાત્મા સાથે અભેદભાવે મળે! પરમાત્મા સાથે પોતાના આત્માની એકતા-તન્મયતા પ્રાપ્ત કરે... એ ભાવપૂજા છે.
દ્રવ્યપૂજા અને ભાવપૂજાના ભેદ અહીં ભેદોપાસના અને અભેદોપાસનાની દૃષ્ટિથી બતાવાયા છે. અભેદોપાસનારૂપ ભાવપૂજાના અધિકારી માત્ર શ્રમણ...નિર્ઝન્થોને જ ઠરાવ્યા છે.
પરમાત્માસ્વરૂપ સાથે આત્મગુણોની એકતાની અનુભૂતિ કરનારો મુનિ કેવો પરમાનન્દ અનુભવે, એ શબ્દોમાં કોઈ વર્ણવી ન શકે. અભેદભાવના મિલનની મધુરતા તો સંવેદનનો જ વિષય છે, ભાષાનો નહીં.
આ અષ્ટકમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ભાવપૂજાનું ખૂબ સચોટ માર્ગદર્શન આપ્યું છે, સરળતાથી સમજાવ્યું છે અને એ ભાવપૂજામાં પ્રવૃત્ત થવાનો મુનિને ઉપદેશ આપ્યો છે. અભેદભાવે પરમાત્મસ્વરૂપની ઉપાસનાની દિશા સુઝાડી છે.
ગૃહસ્થ વર્ગ માટે પણ ભાવપૂજાનો પ્રકાર બતાવી, ગૃહસ્થોને પણ ભેદોપાસનાની ઉચ્ચ કક્ષા બતાવી છે, જેથી ગૃહસ્થ પણ પરમાત્માની ઉપાસનામાં પ્રવૃત્ત થઈ આત્મહિત સાધી શકે. આત્મહિત.. આત્મકલ્યાણ માટે જ જે જીવન જીવે છે અને આ વિવિધ ઉપાસનાનો માર્ગ ખૂબ ગમશે ને એ દિશામાં પ્રવૃત્તિશીલ બનશે...
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધ્યાન
મુનિજીવનમાં ધ્યાનનું સ્થાન કેવું મહત્ત્વપૂર્ણ છે, એ વાત આ અષ્ટકમાં વાંચો. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતામાં મુનિને દુઃખ ન હોય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ ધ્યાતા જિતેન્દ્રિય, ધીર, પ્રશાન્ત અને સ્થિર હોવો જોઈએ. આસનસિદ્ધ અને પ્રાણાયામપ્રવીણ જોઈએ. આવો ધ્યાતા મુનિવર ચિદાનન્દની મસ્તી અનુભવે છે, પરમ બ્રહ્મનો આનંદ અનુભવે છે.
કલ્પનાઓ, વિકલ્પો ને વિચારોથી મુક્ત થઈ જાઓ. વિચારોના ભારથી મનને દાબી ન દો. પાર્થિવ જગતથી તમારા મનને મુક્તિ આપો. નિર્બંધન બની ધ્યેય સાથે એકતા સાધો. ધ્યાનના આ પ્રકરણનો ચિંતનપૂર્વક અભ્યાસ કરો.
30
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
For Private And Personal Use Only
३०
ધ્યાન
ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સાધતો મહામુનિ ક્યારેય દુઃખી હોતો નથી. નિર્મળ અંતરાત્મામાં પરમાત્માની છાયા પડે છે...ને તેથી તીર્થંકરનામકર્મ બાંધે છે... અને તપનો માર્ગ પકડે છે.
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન
૩૬૫ ध्याता ध्येयं तथा ध्यानं त्रयं यस्यैकतां गतम् ।
મુનેરનધિત્તર્ણ તસ્ય દુર્ઘ ન વિદ્યતે II9 સારરૂરૂા. અર્થ : જેને ધ્યાન કરનાર, ધ્યાન કરવા યોગ્ય અને ધ્યાન-આ ત્રણ એકપણાને પ્રાપ્ત થયેલ છે, (અને) જેનું ચિત્ત અન્ય સ્થળે નથી એવા તે મુનિને દુઃખ હોતું નથી.
વિવેચન : મુનિ! તારે વળી દુઃખ શાનું? તું દુઃખી હોય જ નહીં. તું તો આ વિશ્વનો શ્રેષ્ઠ સુખી માનવ છે!
પાંચ ઇન્દ્રિયોનો કોઈ પણ વિષય તને દુભવી ન શકે. વૈષયિક સુખોની પ્રાપ્તિમાં નહીં, ત્યાગમાં જ તે સુખ માનેલું છે ને? વૈષયિક સુખોની અપ્રાપ્તિમાં જ દુનિયા દુઃખના પોકાર પાડે છે. મેં તો તારા જીવનનો આદર્શ જ સુખના ત્યાગનો બનાવ્યો છે. પાંચ ઇન્દ્રિયોને તે વશ કરી છે. એ તારી આજ્ઞા વિના જરાય બહાર ન નીકળે. તેં તારા મનને પણ વૈષયિક સુખોમાંથી નિવૃત્ત કરી દીધું છે.
સંસારના ભાવોથી નિવૃત્ત થયેલું મન તારા મહાન ધ્યાનમાં લીન થયેલું છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એક્તા તેં સિદ્ધ કરી છે. પછી તને દુખ હોય જ નહીં.
મુનિરાજ! તમારી સાધના એટલે વૈષયિક સુખોથી નિવૃત્ત થવાની જ સાધના. જેમ જેમ તમે એ સુખોથી નિઃસ્પૃહ બનતા જાઓ, તેમ તેમ કષાયોથી પણ નિવૃત્ત થતા જાઓ, વૈષયિક સુખોની સ્પૃહા જ કષાયોનું પ્રબળ નિમિત્ત છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં સુખોની ઇચ્છાને જ નામશેષ કરી દેવાની તમારી સાધના છે. એ માટે તમારે તમારા મનને એક પવિત્ર સ્થળે બાંધી દેવાનું છે. બેયના ધ્યાનમાં તમે લીન બની જાઓ. તમારી માનસિક સૃષ્ટિમાં એ મહાન ધ્યેય સિવાય કોઈને પ્રવેશ ન કરવા દો.
હા, એ ધ્યેય ઉપરથી મન ખસ્યું અને બીજા કોઈ વિષય ઉપર બેઠું તો તમારું સુખ ઝુંટવાઈ જશે. વિશ્વામિત્ર ઋષિનું મન ધ્યેય ઉપરથી ખસ્યું અને મેનકા ઉપર બેઠું, ત્યારે તેમનું પરમ સુખ ઝુંટવાઈ ગયું હતું, તે તમે જાણો છો ને? નંદિષણ અને આષાઢાભૂતિનાં દૃષ્ટાંત તમારાથી અજાણ્યાં નથી ને?
તમે એક જ કામ કરો : વૈષયિક સુખોની સ્પૃહાને મનમાંથી ખોદી ખોદીને બહાર કાઢો. તે માટે વૈષયિક સુખોનો વિચાર ન કરો, વૈષયિક સુખોના મારકપણાનું કે અસારતાનું ચિંતન હવે ન કરો. હવે તો તમે ધ્યેય'માં જ લીન બનવા પ્રયત્ન કરો. જેમ જેમ એ લીનતા વધતી જશે તેમ તેમ તમારું સુખ વધતું જશે. તમે અનુભવતા જશો કે “હું સુખી છું, મારું સુખ વધતું જાય છે.'
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
જ્ઞાનસાર તમે મુનિ-કક્ષા પ્રાપ્ત કરી એટલે હવે તમારી ફરિયાદ ન હોવી જોઈએ કે “ધ્યેયમાં મન સ્થિર રહેતું નથી.' જે ધ્યેય માટે તમે સંસાર ત્યજીને સાધુ બન્યા, એ ધ્યેયમાં તમારું મન ન લાગે, એ બની જ ન શકે. જે ધ્યેયને અનુસરવા તમે કેટલાંક વૈષયિક સુખો ત્યજી દીધાં એ ધ્યેયના ધ્યાનમાં તમે આનંદ ન અનુભવી શકો એ મનાય જ નહીં.
હા, તમે ધ્યેય ન વિસરી ગયા હો અને ધ્યેયહીન જીવન જીવતા હો તો તમારું મન ધ્યેયના ધ્યાનમાં સ્થિર ન રહે. સાથે સાથે તમે સુખી પણ ન રહો. તમને તમારી જાત દુ:ખી લાગે. પછી ભલે તમે “પાપોદય'નું બહાનું કાઢો કે ભવિતવ્યતાને દોષ દો.
ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતાનો સમય જ પરમાનન્દનો સમય છે, પરમ બ્રહ્મની મસ્તીનો કાળ છે. મુનિજીવન જીવવાનો એક અપૂર્વ લહાવો છે. એકતાન બનો, બેયમાં લયલીન બની જાઓ.
ध्याताऽन्तरात्मा ध्येयस्तु परमात्मा प्रकीर्तितः।
ध्यानं चैकाग्रयसंवित्तिः समापत्तिस्तदेकता ।।२ ।।२३४ ।। અર્થઃ ધ્યાન કરનાર અંતરાત્મા છે, ધ્યાન કરવા યોગ્ય તો પરમાત્મા કહેલ છે, (અર્ન) ધ્યાન એકાગ્રતાની બુદ્ધિ છે. આ ત્રણેયની એકતા તે સમાપત્તિ છે.
વિવેચન : અત્તરાત્મા બન્યા વિના ધ્યાન ન કરી શકાય. બહિરાત્મદશાનો ત્યાગ કરી અન્તરાત્મા બની ધ્યાન કરવાનું. જો આપણામાં સમ્યગ્દર્શન છે, તો આપણે અત્તરાત્મા છીએ.
જેની દૃષ્ટિ સમ્યફ હોય તે જ ધ્યેયરૂપ પરમાત્માને જોઈ શકે, અર્થાત્ એકતા કરી શકે. એટલે સમ્યગુ દૃષ્ટિ જીવને જ ધ્યાન કરવા માટે અધિકાર આપ્યો છે.
ધ્યાન કરવા યોગ્ય છે સિદ્ધ પરમાત્મા. આઠેય કર્મોના ક્ષયથી જે આત્માઓનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે, તે શુદ્ધાત્માઓ ધ્યેય છે, અથવા ઘાતી કર્મોના ક્ષયથી જેઓ અરિહંત બન્યા છે તેઓ ધ્યેય છે. “પ્રવચનસાર” માં કહ્યું છે :
जो जाणदि अरिहंते दबत्त-गुणत्त-पज्जवत्तेहिं ।
सो जाणदि अप्पाणं मोहो खलु जदि तस्स लयं ।। “જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે.' * જુઓ પરિશિષ્ટ ૨૯.
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન
૩૬૭ અરિહંતને ધ્યેય બનાવીને અંતરાત્મા ધ્યાન ધરે. ધ્યાન એટલે એકાગ્રતાની બુદ્ધિ, સજાતીય જ્ઞાનની ધારા, અન્તરાત્મા ધ્યેયરૂપ અરિહંતમાં એકાગ્ર બની જાય. અરિહંતનાં દ્રવ્ય, ગુણ અને પર્યાય તે સજાતીય જ્ઞાન છે. દ્રવ્યથી અરિહંતનું ધ્યાન, ગુણથી અરિહંતનું ધ્યાન અને પર્યાયથી અરિહંતનું ધ્યાન ધરવાનું. ધ્યાનશતક' માં ધ્યાનનું સ્વરૂપ બતાવાયું છે :
जं थिरमज्झवसाणं तं झाणं चलं तयं चित्तं।
तं होज्ज भावणा वा अणुप्पेहा वा अहव चिंता ।। અધ્યવસાય એટલે મન. સ્થિર મન એ જ ધ્યાન. ચંચળ મનને ચિત્ત કહેવાય. તે ધ્યાનની ક્રિયા ભાવના, અનુપ્રેક્ષા કે ચિંતન રૂપ હોય.
હે જીવ! તું અંતરાત્મા બન. તું વિભાવદશામાંથી નિવૃત્ત થા. સ્વભાવદશા તરફ વળ. આત્માથી પર... આત્માથી ભિન્ન દ્રવ્યો તરફ જોવાનું બંધ કર, અર્થાતુ જડ દ્રવ્યો ને તેના પર્યાયોને આધારે રાગદ્વેષ કરવાના બંધ કર. જ્યાં સુધી તું બહિરાત્મદશામાં ભટક્યા કરીશ ત્યાં સુધી ધ્યેયરૂપ પરમાત્મામાં તું એકાગ્ર નહીં બની શકે. માટે અત્તરાત્મા બન. અત્તરાત્મા જ એકાગ્ર બની શકે, પરમાત્મસ્વરૂપની એકાગ્રતા બહિત્માના ભાગ્યમાં છે જ નહીં.
હે આત્માનું જો તું સમ્યગુ દષ્ટિ છે, તો તું ધ્યેયમાં લીન બની શકે. પરંતુ અત્તરાત્મા નથી અને માત્ર સમ્યમ્ દષ્ટિ હોવાનો દાવો જ કરે છે, તો તું એકાગ્ર ન બની શકે, ધ્યેયનું ધ્યાન ન ધરી શકે. સમ્યગુ દર્શન સાથે અત્તરાત્મદશા હોવી જ જોઈએ.
અરિહંતના વિશુદ્ધ અને પરમ પ્રભાવક આત્મદ્રવ્યનું ધ્યાન ધર. એમના અનન્તજ્ઞાનાદિ ગુણોનું ચિંતન કર, એમના અષ્ટ પ્રાતિહાર્ય વગેરે પર્યાયોનું ધ્યાન ધર, અરિહંત-પુષ્પની ચારે કોર ગુંજારવ કરતો ભ્રમર બની જા. અરિહંત સિવાય તને કંઈ ગમે નહીં. અરિહંત સિવાય ક્યાંય જવું નહીં. તારી માનસિક સૃષ્ટિમાં અરિહંત સિવાય કોઈ ન હોય! આ છે બાતા, ધ્યાન અને ધ્યેયની સમાપત્તિ!
मणाविव प्रतिच्छाया समापत्तिः परात्मनः ।
क्षीणवृत्ती भवेद् ध्यानादन्तरात्मनि निर्मले ।।३।।२३५ ।। અર્થ : મણિની જેમ, ક્ષણવૃત્તિવાળા શુદ્ધ અત્તરાત્મામાં ધ્યાનથી પરમાત્માનું પ્રતિબિંબ હોય (પડે) (તેને) સમાપત્તિ કહી છે.
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
જ્ઞાનસાર વિવેચન : મણિ જોયો છે? ઉત્તમ સ્ફટિકમાં ક્યારેય પડછાયો પડતો જોયો છે? જો એ ન જોયું હોય તો સ્વચ્છ કાચમાં તમે તમારું પ્રતિબિંબ પડતું તો જોયું છે ને?
મણિ હો, સ્ફટિક હો, યા કાચ હો, તે મેલાં ન જોઈએ, સ્વચ્છ જોઈએ, નિર્મળ જોઈએ. તો જ એમાં બીજા પદાર્થનું પ્રતિબિંબ પડે.
આત્મા ગમે તેવો મેલો હોય, ગંદો હોય, છતાં એમાં પરમાત્માનું પ્રતિબિંબ શું પડતું હશે? શાને વલખાં મારો છો? મલિન આત્મામાં ક્યારેય પરમાત્માનું પ્રતિબિંબ ન પડે. પરંતુ પ્રશ્ન એક જ છે કે આપણા આત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે એવું આપણે ઇચ્છીએ છીએ? તો આત્માને ઉજ્વલ બનાવીએ.
ક્ષીણવૃત્તિ બની જઈએ, વૃત્તિઓનો ક્ષય! ઈચ્છાઓનો ક્ષય! એ વૃત્તિઓ અને ઈચ્છાઓ જ અત્તરાત્મદશાના મોટા અવરોધો છે. આત્માની મલિનતા છે. એ મલિનતા દૂર કરતા જઈએ તેમ આત્મા મણિ જેવો સ્વચ્છ અને પારદર્શક બનતો જાય; એમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે.
અન્તરાત્મા નિર્મળ હોય અને એકાગ્રતા હોય એટલે પરમાત્માનું પ્રતિબિંબ પડે, એ જ સમાપત્તિ.
અહીં અગત્યની વાત છે ક્ષીણવૃત્તિ બનવાની ઈચ્છાઓથી મુક્ત બનવાની. ઈચ્છાઓ જ એકાગ્રતામાં વિઘ્ન છે. ઈચ્છાઓ જ પરમાત્મસ્વરૂપના સાક્ષાત્કારમાં અવરોધરૂપ છે.
'मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् ।
तात्स्थ्यात् तदञ्जनत्वाच्च समापत्तिः प्रकीर्तिता ।।' ‘ઉત્તમ મણિની જેમ, ક્ષીણવૃત્તિ આત્મામાં પરમાત્માના ગુણના સંસર્ગારોપથી અને પરમાત્માના અભેદ આરોપથી નિઃસંશય સમાપત્તિ થાય.”
તી ’ એટલે અત્તરાત્મામાં પરમાત્મ-ગુણોનો સંસર્ગારોપ. તરનત્વ એટલે અત્તરાત્મામાં પરમાત્માનો અભેદારોપ. “સંસર્ગારોપ” એટલે શું? એ પ્રશ્ન છે ને?
જુઓ, આરોપ બે પ્રકારના : સંસર્ગ અને અભેદ. સિદ્ધ પરમાત્માના અનંત ગુણોમાં અત્તરાત્માનો આરોપ તે સંસર્ગ આરોપ કહેવાય. પરમાત્માના અનંત ગુણોમાં અન્તરાત્માની એકાગ્રતા આવી એટલે સમાધિ પ્રાપ્ત થાય. આ સમાધિ જ ધ્યાનનું ફળ છે; આ જ અભેદ આરોપ છે. આને આરોપ કેમ કહો છો?
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯
ધ્યાન
કારણ કે આ તાત્ત્વિક અભેદ નથી! પરમાત્માનું આત્મદ્રવ્ય અને અન્તરાત્માનું આત્મદ્રવ્ય, બંને જુદાં છે. એ બંનેના અસ્તિત્વનું એકીકરણ ન થઈ શકે, બે દ્રવ્યો એક ન બની શકે. માટે જ્યારે બે આત્મદ્રવ્યોનું ભાવોની દષ્ટિએ મિલન થાય છે, લીનતા થાય છે, ત્યારે અભેદનો આરોપ કરવામાં આવે છે.
આપણે અત્તરાત્મા બનીએ, ઇચ્છાઓનો ક્ષય કરીએ, અને ધ્યાન ધરીએ પરમાત્માનું, તો મણિ જેવા આપણા વિશુદ્ધ આત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે.. એ કેવી ક્ષણો હોય! આત્મા ક્ષણ-બે ક્ષણ માની લે કે હું પરમાત્મા છું! અહં બ્રહ્માસ્મિ' - આ વાત આ કક્ષાએ કેવી ઘટી જાય છે!
आपत्तिश्च ततः पुण्यतीर्थकृत्कर्मबन्धतः। तद्भावाभिमुखत्वेन संपत्तिश्च क्रमाद् भवेत् ।।४।।२३६ ।। અર્થ : તે સમાપત્તિથી પુણ્ય-પ્રકૃતિરૂપ તીર્થંકર નામકર્મના બંધથી ફળની પ્રાપ્તિ થાય (અને) તીર્થંકરપણાના અભિમુખપણાથી અનુક્રમે આત્મિક સંપત્તિરૂ૫ ફળ થાય. વિવેચન : સમાપત્તિ, આપત્તિ અને સંપત્તિ. સમાપત્તિથી આપત્તિ અને આપત્તિથી સંપત્તિ.
આપત્તિ એટલે આફત નહીં! આપત્તિ એટલે દુઃખ નહીં! આ તો આપત્તિનો કદીય ન સાંભળ્યો હોય તેવો અર્થ છે! અહીં “આપત્તિ' પારિભાષિક અર્થમાં વપરાયેલો શબ્દ છે.
“તીર્થંકર-નામકર્મ' બાંધવું તે આપત્તિ! હા, સમાપત્તિથી તીર્થંકર નામકર્મ બંધાય છે અને તે “આપત્તિ છે. જે આત્મા આ નામકર્મ બાંધે તે જ આત્મા તીર્થકર બને અને ધર્મતીર્થની સ્થાપના કરી વિશ્વને ધર્મપ્રકાશ આપે.
કર્મો આઠ પ્રકારનાં છે. તેમાંનું એક “નામકર્મ' છે. એ નામકર્મ ૧૦૩ પ્રકારનું છે. તેમાંનું એક “તીર્થંકર નામકર્મ' છે. એ કર્મ જે આત્મા બાંધે તે ત્રીજા ભવમાં તીર્થકર બને.
ત્રીજા ભવમાં જ્યારથી જન્મ થાય છે, ત્યારથી સંપત્તિ...! ગર્ભાવસ્થામાં જ ત્રણ જ્ઞાની સ્વાભાવિક વૈરાગ્ય! આ તો આત્મિક સંપત્તિ. ભૌતિક સંપત્તિ પણ વિપુલ હોય... યશ, કીર્તિ અને પ્રભાવ પણ અપૂર્વ હોય.
इत्थं ध्यानफलाद् युक्तं विंशतिस्थानकाद्यपि ।
कष्टमात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवे ।।५।।२३७।। અર્થ : આ પ્રકારે ધ્યાનના ફળથી વશ સ્થાનક આદિ તપ પણ યોગ્ય છે.
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭).
જ્ઞાનસાર કષ્ટમાત્રરૂપ (તપ) તો અભવ્યોને પણ સંસારમાં દુર્લભ નથી.
વિવેચન : શાસ્ત્રોમાં કહેવાયું છે કે “વીશ સ્થાનક" તપ તીર્થંકર નામકર્મ બાંધી આપે છે. તીર્થંકરો પણ પૂર્વના ત્રીજા ભવમાં આ તપ કરીને તીર્થકર નામકર્મ બાંધતા હોય છે.
સમાપત્તિનું ફળ જો પ્રાપ્ત ન થતું હોય તો માત્ર કષ્ટરૂપ તપ તો અભવ્યો પણ કરે છે. તેઓને ક્યાં સમાપત્તિનું ફળ મળે છે? અર્થાત્ તીર્થંકર નામકર્મનો બંધ માત્ર કષ્ટ-ક્રિયા કરવાથી થતો નથી. તે માટે સમાપત્તિ તો જોઈએ જ.
જે “વીસ-સ્થાનકની આરાધના કરવાની હોય છે એ સ્થાનકોનાં નામ આ પ્રમાણે છે :
(૧) તીર્થંકર, (૨) સિદ્ધ, (૩) પ્રવચન, (૪) ગુરુ, (૫) સ્થવિર, (૬) બહુશ્રુત, (૭) તપસ્વી, (૮) દર્શન, (૯) વિનય, (૧૦) આવશ્યક, (૧૧) શીલ, (૧૨) વ્રત, (૧૩) ક્ષણલવ સમાધિ, (૧૪) તપ સમાધિ, (૧૫) ત્યાગ (દ્રવ્યથી). (૧૬) ત્યાગ (ભાવથી), (૧૭) વૈયાવચ્ચ, (૧૮) અપૂર્વજ્ઞાન-ગ્રહણ, (૧૯) શ્રુતભક્તિ, (૨૦) પ્રવચનપ્રભાવના.
પહેલા અને છેલ્લા જિનેશ્વરે (ઋષભદેવ અને મહાવીરસ્વામીએ) પૂર્વ ભવમાં આ વીશે વીશ સ્થાનકોની આરાધના કરી હતી. મધ્યના ૨૨ જિનેશ્વરોએ-કોઈએ બે, કોઈએ ત્રણ- એમ અનિયમિત સંખ્યામાં આરાધના કરી હતી. પરંતુ આ બધી જ આરાધનામાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતારૂપ સમાપત્તિ તો ખરી જ. એના વિના તીર્થંકર નામકર્મ ન બાંધી શકાય.
માત્ર તપ કરીને સંતોષ વાળનાર જીવે અહીં વિચારવાની જરૂર છે. ભલે એક-એક સ્થાનકની આરાધના માસખમણ (મહિનાના ઉપવાસ) કરીને તમે કરતા હો ને એક-એક પદની માળા જપતા હો, પરંતુ જ્યાં સુધી ધ્યેયમાં લીનતા ન આવે ત્યાં સુધી એ તપ કષ્ટક્રિયા માત્ર છે.
ભગવાન મહાવીરસ્વામી ચાર-ચાર મહિનાના ઉપવાસ, છ-છ મહિનાના ઉપવાસ જેવી ઘોર તપશ્ચર્યા કરીને પણ દિવસ ને રાત ધ્યાનાવસ્થામાં રહેતા હતા. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા કરતા હતા... ધન્ના અણગાર છઠ્ઠ તપના પારણે છઠ્ઠ તપ કરતા હતા... પરંતુ વૈભારગિરિ ઉપર જઈને ધ્યાનસ્થ બનીને સમાપત્તિ સાધતા હતા.... તે જુઓ પરિશિષ્ટ ૩૦.
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન
૩૭૧
બાકી તો જે જીવોને મોક્ષમાં નથી જવું કે ક્યારેય મોક્ષમાં નથી જવાના તે જીવો પણ વીશ સ્થાનક વગેરે તપ કરતા હોય છે... તેથી શું વિશેષ? સમાપત્તિનું ફળ તીર્થંકર નામકર્મનું ઉપાર્જન-એ એમને પ્રાપ્ત થતું નથી. તપશ્ચર્યાનું ફળ જો પ્રાપ્ત ન થતું હોય તો તપશ્ચર્યાનો પુરુષાર્થ કરવાથી શું? તપશ્ચર્યા સાથે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સધાતી જવી જોઈએ. એ એકતાનું જો લક્ષ હોય તો જીવનમાં એવો સમય આવે કે એકતા સધાઈ ગઈ હોય. એ દિશાનું લક્ષ જ ન હોય તો એ એકતા ક્યારેય પ્રાપ્ત ન થાય.
વીશસ્થાનક તપની સાથે સાથે તે તે પદનું ધ્યાન ધરવું જોઈએ. એટલે તે પદમાં લીનતા પ્રાપ્ત થવી જોઈએ. તે ત્યારે જ પ્રાપ્ત થાય કે ઈચ્છાઓથી મુક્તિ થઈ હોય. સાંસારિક ભૌતિક પદાર્થોની ઈચ્છાઓથી મન ખદબદતું હોય ત્યાં સુધી ધ્યેયલીનતા પ્રાપ્ત થાય જ નહીં, માટે ‘સમાપત્તિ' ખૂબ મહત્ત્વની આરાધના છે. जितेन्द्रियस्य धीरस्य प्रशान्तस्य स्थिरात्मनः ।
सुखासनस्थस्य नासाग्रन्यस्तनेत्रस्य योगिनः । । ६ ।।२३८ ।।
रुद्धवाह्यमनोवृत्तेर्धारणाधारयारयात् ।
प्रसन्नस्याप्रमत्तस्य चिदानन्दसुधालिहः ।।७।।२३९ ।।
साम्राज्यमप्रतिद्वन्द्वमन्तरेव वितन्वतः ।
ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि । ८ । । २४० ।।
અર્થ : જે જિતેન્દ્રિય છે, ધૈર્યસહિત છે, અત્યંત શાન્ત છે, જેનો આત્મા ચપળતારહિત
14
છે, જે સુખાકારી આસને રહેલ છે, જેણે નાસિકાના અગ્ર ભાગ ઉપર લોચન સ્થાપ્યાં છે, જે યોગવાળો છે, (૬)
ધ્યેયમાં ચિત્તની સ્થિરતારૂપ ધારણાની ધારા વડે, વેગથી, જેણે બાહ્ય ઇન્દ્રિયોને અનુસરનારી મનની વૃત્તિ રોકી છે, જે પ્રસન્ન ચિત્તવાળા છે, પ્રમાદરહિત છે, જેઓ જ્ઞાનાનન્દરૂપ અમૃતનો આસ્વાદ લેનારા છે, (૭)
તે અંતરમાં જ વિપક્ષરહિત ચક્રવર્તીપણું વિસ્તારતા ધ્યાનવંતની, દેવસહિત મનુષ્યલોકમાં પણ, ખરેખર ઉપમા નથી. (૮)
વિવેચન : ધ્યાતા-ધ્યાની મહાપુરુષની લક્ષણસંહિતાના આ ત્રણ શ્લોક મહત્ત્વના છે. અંતરનિરીક્ષણ કરવા ઇચ્છતા ધ્યાતા પુરુષનું આ ‘થર્મોમીટર' છે! આવો; આપણે સ્વયં અંતરનિરીક્ષણ કરીએ.
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
જ્ઞાનસાર
૧. બિતેન્દ્રિય : ધ્યાતા પુરુષ જિતેન્દ્રિય જોઈએ. ઈન્દ્રિયોના વિજેતા! કોઈ ઇન્દ્રિયની એને આધીનતા ન હોય. કોઈ ઇન્દ્રિય એને સતાવી ન શકે. ઇન્દ્રિયો એ મહાત્માની આજ્ઞામાં રહે. ઇન્દ્રિય પરવશતાની કોઈ દીનતા એને ન સ્પર્શે. ઇન્દ્રિયોની ચંચળતામાંથી જન્મતા રાગ અને દ્વેષ એને ન હોય. આવો જિતેન્દ્રિય મહાત્મા ધ્યાનથી ધ્યેયમાં લીન થાય.
૨. ધીર : સત્ત્વવંત મહાપુરુષ જ ધ્યાનની તીક્ષ્ણ ધાર પર ચાલી શકે. ધ્યાનાવસ્થામાં દીર્ઘકાળ સત્ત્વશાળી જ ટકી શકે. આંતરબાહ્ય ઉપદ્રવોની સામે સત્ત્વશીલ મહાત્મા જ ટકી શકે. રામચન્દ્રજીની સામે સીતેન્દ્ર કેવા ઉપદ્રવ કર્યા હતા? છતાં સત્ત્વવંત રામચન્દ્રજી ધ્યાનદશામાંથી જરાય વિચલિત નહોતા થયા. સત્ત્વ હતું! ધીરતા હતી! ઇન્દ્રિયોનો કોઈ સુંદર વિષય આકર્ષી ન શકે એનું નામ સત્ત્વ! કોઈ ભય, ઉપદ્રવ કે ઉપસર્ગ ડરાવી ન શકે એનું નામ ધીરતા. ધ્યેયમાં એકાકાર બનવા માટે ધીર બનવું જ પડે.
રૂ. પ્રશાન્ત : સમતાનો શીતલ કુંડ! ધ્યાતાનો આત્મા એટલે ઉપશમનાં ખળખળ વહેતાં ઝરણાંનો જ પ્રદેશ. ત્યાં સદૈવ શીતળતા હોય. ન ક્રોધ, ન માન, ન માયા, ન લોભ. ભલેને એ દુષ્ટ કષાયોના સળગતા કોલસા એના પર ફેંકવામાં આવે. ઉપશમના કુંડમાં પડતાં જ એ કોલસા ઠંડાગાર! પેલા દૃઢપ્રહારી મહાત્મા... નગરના દરવાજે ધ્યાતા, ધ્યાન ને ધ્યેયની એકતા સાધતા ઊભા હતા ને? ત્યાં નગરવાસીઓએ એમના પર ક્રોધના અંગારા નહોતા ફેંક્યા? પરંતુ એ મહાત્માને અંગારા બાળી શક્યા ન હતા! કેમ? ઉપશમરસના કુંડમાં એ અંગારા બુઝાઈ જતા હતા! તમે ધ્યાની પુરુષોનો ઇતિહાસ જુઓ, ઉપશમરસનો મહિમા ત્યાં જોવા મળશે. હા, માત્ર ધ્યાનવેળાએ પ્રશાન્ત રહેવાનું અને બીજા સમયે કષાયોને છૂટો દોર આપવાનો, એવું ન કરશો! જીવનની પ્રત્યેક ક્ષણ ઉપશમરસની ગાગર હોય. દિવસ હો કે રાત્રી હો, નગર હો કે જંગલ હો, રોગી હો યા નીરોગી હો, કોઈ પણ કાળ હો કે કોઈ પણ ક્ષેત્ર હો, ધ્યાની પુરુષ શાન્તરસનો સ્વામી જ હોય.
૪. સ્થિર : ચંચળતા ન હોય એ ધ્યેયના ઉપાસકમાં. જે ધ્યેય સાથે ધ્યાન દ્વારા એકત્વ મેળવવું છે, તે ધ્યેય શું છે? અનંત કાળની સ્થિરતા, નિશ્ચળતા ત્યાં કોઈ મન-વચન-કાયાના યોગ જ નહીં... ત્યાં કોઈ અસ્થિરતા નહીં... પછી એ ધ્યાતાએ ચંચળ કેમ જ બનાય? અસ્થિરતા-ચંચળતા એ ધ્યાનમાં બાધક તત્ત્વો છે. ધ્યાનમાં એવી સહજ સ્થિરતા હોય કે ધ્યાનમાં કોઈ વિક્ષેપ ન પડે.
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન
૩૭૩ ૫. સુક્કાસની : ધ્યાનીપુરુષ સુખાસને બેસે. ધ્યાનાવસ્થામાં એનું આસન (બેસવાની પદ્ધતિ) એવું હોય કે વારંવાર ઊંચાનીચા ન થવું પડે. એક આસને દીર્ઘ સમય સુધી એ બેસી શકે.
૬. નાસગ્રન્યરષ્ટિ : ધ્યાનીપુરુષની દૃષ્ટિ આડીઅવળી ન જાય, નાસિકાના અગ્ર ભાગે એની દૃષ્ટિ સ્થિર થયેલી હોય. કાયાની સ્થિરતા સાથે દૃષ્ટિની પણ સ્થિરતા જોઈએ. એ ન હોય તો દુનિયાનું બીજું તત્ત્વ મનમાં પેસી જાય અને ધ્યેયનું ધ્યાન ચૂકવી દે. દ્રૌપદીનો પૂર્વભવ અહીં સાક્ષી આપે છે. એ સાધ્વી જ્યારે નગરની બહાર ધ્યાન ધરવા ગઈ હતી, ત્યારે એની દૃષ્ટિ સામેના મકાન પર ગઈ હતી. વેશ્યાનું એ ઘર હતું. પાંચ પુરુષો સાથે વેશ્યાની ક્રિીડા ચાલુ હતી. પેલી સાધ્વીની દૃષ્ટિ ત્યાં ગઈ. સ્થિર થઈ અને ધ્યેયનું ધ્યાન ભુલાયું : “કેવી સુખી આ વેશ્યા! પાંચ-પાંચ પુરુષોનો પ્રેમ!' ધ્યેય પરમાત્મા કરતાં આ દૃશ્ય એને વધુ વહાલું લાગ્યું અને એ દશ્ય એનું ધ્યેય બની ગયું! દ્રૌપદીના ભવમાં પાંચ પાંડવોની એ પત્ની બની! પરમાત્માની સાથે એકતા સાધવા માટે દૃષ્ટિનો સંયમ અનિવાર્ય છે. દૃષ્ટિનો સંયમ નહીં રાખનાર સાધક પરમાત્મસ્વરૂપની સાધના ન કરી શકે. માટે એણે દૃષ્ટિ નાકના અગ્ર ભાગે સ્થિર કરવી જોઈએ.
૭. મનોવૃત્તિનિરોધક : મનના વિચારો ઇન્દ્રિયોને અનુસરે છે. ધ્યેયમાં ચિત્તની સ્થિરતા કરી દેનાર સાધક મનોવૃત્તિઓને રોધે છે... તીવ્ર વેગથી દોડતા વિચારોના પ્રવાહને ખાળે છે. જ્યાં ધ્યેયમાં મન લીન થયું.... ઇન્દ્રિયોના વિષયમાં દોડતું મન બંધ થઈ જ જાય. મનનો સંબંધ જ્યાં પરમાત્મા સાથે બંધાયો, ઇન્દ્રિયો સાથેનો સંબંધ પાઈ જ જાય. ઇન્દ્રિયો સાથેનો મનનો સંબંધ કપાઈ જાય, પછી “હું પરમાત્માનું ધ્યાન ધરે આવી રાહ જોવાની જરૂર નથી. તમે તમારે પરમાત્મસ્વરૂપમાં મનને જડી દો. ઇન્દ્રિયો સાથેનો સંબંધ કપાયો જ સમજો.
૮. પ્રસન્ન : કેટલી બધી પ્રસન્નતા હોય એ ધ્યાનીને! પરમાત્મસ્વરૂપમાં લીન થવાનો આદર્શ, ધ્યેય ધરાવનાર ધ્યાની મહાત્મા જ્યારે પોતાના ધ્યેય સુધી પહોંચે, આદર્શની સિદ્ધિ પ્રાપ્ત કરે, ત્યારે એની પ્રસન્નતાનું પૂછવું જ શું? એનાં એક-એક રોમ વિકસ્વર થઈ જાય, એનું હૃદય અકથ્ય આનંદ અનુભવે અને એના મુખ પર સૌમ્યતા-પ્રસન્નતા છવાઈ જાય. ન હોય એને કષાયોની સ્પૃહા કે ન હોય એને કષાયોના સંતાપ! આ ન હોય એટલે પ્રસન્નતા જ હોય. - આ કેવું સત્યનું સત્ય છે! ધ્યાની એવો ભિક્ષુ-મુનિ જ આવી પ્રસન્નતાનું સુખ અનુભવી શકે.
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
જ્ઞાનસાર ૧. અપ્રમત્ત : પ્રમાદ? આળસ? વ્યસન? આ વળગાડને તો એ સેંકડો માઈલ પાછળ મૂકીને પરમાત્મસ્વરૂપની નિકટ પહોંચ્યો છે. એ વળગાડ એને વળગી જ ન શકે. એના અંગ અંગમાં રૃર્તિ હોય, એના મનમાં અપૂર્વ ઉત્સાહનો થનગનાટ હોય. એ બેઠો હોય કે ઊભો હોય... એ ભવ્ય વિભૂતિ ભાર્સ... એ મૂર્તિમંત ચૈતન્ય લાગે. પરમાત્માની જ જાણે એ પ્રતિકૃતિ હોયતેવો ભાસ થાય. વૈભારગિરિ ઉપર ઊભેલા એ ધન્ના અણગારનાં દર્શન મગધસમ્રાટ શ્રેણિકે કર્યાં હતાં ત્યારે સમ્રાટને ધન્ના અણગાર આવી જ ભવ્ય વિભૂતિ લાગ્યા હતા. તે નમી પડ્યો હતો.... ગાઈ પડ્યો હતો.... અપ્રમત્તા ધ્યાનીની મૌન વાણી પ્રાણીના પ્રાણોને નવપલ્લવિત કરે છે.
૧૦. વિવાનન્દ-સમૃત અનુમવી : એ ધ્યાની મહાપુરુષને રસ હોય છે માત્ર જ્ઞાનાનન્દનો રસાસ્વાદ કરવામાં, એ સિવાય સંસારમાં એને કોઈ રસ નહીં... બીજું બધું જ નીરસ! જ્ઞાનાનન્દનું અમૃત જ એને ભાવે. આત્મજ્ઞાનનો આસ્વાદ કરતાં એ થાકે જ નહીં.
અહો! આવો ધ્યાની મહાત્મા અંતરંગ સામ્રાજ્યનો વિસ્તાર કરતો કેવું આત્મતત્ત્વ બનાવે છે! એના સામ્રાજ્યનો એ જ સ્વામી! કોઈ બીજી એ સામ્રાજ્ય તરફ ઈર્ષ્યા ન કરી શકે! કોઈ વિપક્ષ-શત્રુપક્ષ નહીં એ સામ્રાજ્યનો.
આવા ધ્યાનીપુરુષને કોની ઉપમા આપવી? નથી દેવલોકમાં કોઈ ઉપમા, નથી મનુષ્યલોકમાં કોઈ ઉપમા! કોઈ પૂર્ણોપમાં ત્રણ ભુવનમાં ન જડે.
અદ્વિતીય અનુપમેય! ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સાધતો ધ્યાતા ખરેખર ચર્મચક્ષુથી ઓળખાતો નથી, પરખાતો નથી. એવા ધ્યાતા પુરુષો જ અંતરંગ અનંત આનંદને અનુભવતા હોય છે. આવી કક્ષા પ્રાપ્ત કરવા માટે ઉપર બતાવેલી દશ વિશેષતાઓનો અભ્યાસ કરવો આવશ્યક છે. ધ્યાતા બનવા માટેની આ આચારસંહિતા છે. આવો જ ધ્યાતા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે યોગ્ય બની શકે.
હે આતમ! તું ધ્યાતા બની જા. આ પાર્થિવ જગતથી અલિપ્ત બની જા. ધ્યેય-પરમાત્મસ્વરૂપનો પૂજારી બની જા... એનો જ પ્રેમી અને સ્નેહી બની જા. આ જીવનને તું આમાં જ લગાવી દે. ધ્યેયમાં ધ્યાનથી નિમગ્ન બની જા. અનુભવ કરી લે આ અપૂર્વ આનંદનો.
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
બાહ્ય અને આત્યંતર તપની આરાધનાથી તે સર્વકર્મના ક્ષયરૂપ મોક્ષદશાને પામવા આગળ ધપે છે. તેની સર્વ વિશુદ્ધિ થાય છે. આવો મહાત્મા પરમપ્રશમ...પરમ માધ્યશ્ય ભાવને ધારણ કરે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( તપ )
વાસનાઓ પર રોષે ભરાયેલો યોગી શરીર પર રોષે ભરાય છે અને તપથી શરીર પર તૂટી પડે છે!
ભલા, તપથી શરીર શાને તૂટી પડે છે? શરીર એ તો સાધનાનું સાધન છે. વાસનાઓ શેતાન છે, શરીર નહીં. માટે તપનું નિશાન વાસનાઓ જોઈએ, શરીર નહીં. આ પ્રકરણમાં ગ્રંથકાર આપણને આ વિવેકદૃષ્ટિ આપે છે. ઇન્દ્રિયોને નુકસાન થાય તેવું તપ કરવાની મનાઈ કરે છે.
બાહ્ય તપની ઉપયોગિતા આત્યંતર તપની પ્રગતિમાં વર્ણવે છે. આત્યંતર તપને આત્મવિશુદ્ધિનું સાધન બતાવે છે.
હે તપસ્વીઓ અને તપના અર્થીઓ! આ અષ્ટક તમારે મનનપૂર્વક વાંચવું પડશે.
(૩૧)
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
જ્ઞાનસર
ज्ञानमेव बुधाः प्राहुः कर्मणां तापनात् तपः ।
तदाभ्यन्तरमेवेष्टं बाह्यं तदुपबृहकम् ।।११।२४१ ।। અર્થ : કમને તપાવનાર હોવાથી તપ તે જ્ઞાન જ છે, એમ પંડિતો કહે છે. તે અંતરંગ જ તપ ઇષ્ટ છે, અને તેને વધારનાર બાહ્ય તપ (ઇષ્ટ છે.)
વિવેચન : “તપ” શબ્દથી કયો ભારતીય અપરિચિત હશે? તપ કરનાર તો પરિચિત હોય જ, તપ નહીં કરનાર પણ “તપ” થી પરિચિત હોય છે. પરંતુ સમાજમાં “તપ” શબ્દ અમુક જ પ્રકારના બાહ્ય તપ તરીકે પ્રસિદ્ધ થઈ ગયો છે. તપ શા માટે કરવાનું છે? તપ કેવું કરવાનું છે? તપ ક્યારે કરવું જોઈએ? – આ બધું વિચારવાનું લગભગ બંધ થઈ ગયું છે.
સંસારમાં સુખી જીવો દેખાય છે અને દુઃખી જીવો દેખાય છે. સુખી થોડાં, દુઃખી ઘણા. સુખી સદા માટે સુખી નહીં, દુ:ખી સદા માટે દુઃખી નહીં. આવું બધું કેમ? શું આ આત્માનો સ્વભાવ છે? ના, આત્માનો સ્વભાવ તો અનંત સુખ છે, શાશ્વત્ સુખ છે. પરંતુ એના ઉપર “કર્મ' લાગેલાં છે, એટલે અત્યારે જે જીવનું બાહ્ય સ્વરૂપ દેખાય છે તે કર્મજન્ય સ્વરૂપ છે. આ નિર્ણય કેવળજ્ઞાની વીતરાગ એવા પરમાત્માએ કર્યો હતો અને દુનિયાને આ નિર્ણય સમજાવ્યો હતો.
પરમ સુખ-પરમ શાંતિ મેળવવા માટે આત્માને કર્મોનાં બંધનથી મુક્ત કરવો જ પડે. એ કર્મબંધન તોડવાનું અપૂર્વ સાધન તપ છે. કર્મોનો ક્ષય કરવા માટે તપશ્ચર્યા કરવાની છે. એટલે તપની વ્યાખ્યા આ રીતે વિદ્વાનોએ કરી છે. વર્ષનાં તાવનાત તા: - કર્મોને તપાવે તે તપ, તપાવે એટલે નાશ કરે, ક્ષય કરે.
એટલે તપસ્વીનું લક્ષ્ય કર્મક્ષય જ હોવું જોઈએ, એ તાત્પર્ય છે. પરંતુ તપ કોને કહેવું? તપના મુખ્ય બે પ્રકાર છે : (૧) બાહ્ય, અને (૨) આત્યંતર.
કર્મોનો ક્ષય કરનાર તપ આવ્યંતર-અંતરંગ જ છે. “પ્રશમરતિ' માં ભગવાન ઉમાસ્વાતિ કહે છે :
'प्रायश्चित्तध्याने वैयावृत्यविनयावथोत्सर्गः।
स्वाध्याय इति तपः षट् प्रकारमभ्यन्तरं भवति ।।' પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય-આ છે
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭ પ્રકારના તપ આત્યંતર તપ છે. આ છ પ્રકારમાં પણ “સ્વાધ્યાય” ને શ્રેષ્ઠ તપ બતાવતાં આગમમાં કહ્યું છે કે :
“સાયમો તવો નત્યિ' સ્વાધ્યાય સમાન બીજું કોઈ તપ નથી... આ શ્રેષ્ઠતા કર્મક્ષયની અપેક્ષાએ છે. સ્વાધ્યાયથી વિપુલ કર્મક્ષય થાય છે, જે બીજા તપોથી થતું નથી.
તો શું બાહ્ય તપનું મહત્ત્વ નથી? છે. આત્યંતર તપમાં જે પ્રગતિ લાવી આપે તે બાહ્ય તપ જોઈએ જ. ઉપવાસ કરવાથી સ્વાધ્યાયમાં પ્રગતિ થતી હોય તો ઉપવાસ કરવો જ જોઈએ. ઓછું ખાવાથી સ્વાધ્યાયાદિમાં સ્કૂર્તિ આવતી હોય તો ઓછું જ ખાવું જોઈએ. ઓછી વસ્તુઓ ખાવાથી, સ્વાદનો ત્યાગ કરવાથી, કાયાને કષ્ટ આપવાથી, એક જગાએ સ્થિર બેસવાથી આત્યંતર તપમાં વેગ આવતો હોય, સહાયતા પ્રાપ્ત થતી હોય તો તે બાહ્ય તપ કરવું જ જોઈએ. બાહ્ય તપ આવ્યંતર તપની સહાયતા માટે છે.
માનવ! તું જ એક આ આત્યંતર તપ કરીને કર્મોનો ક્ષય કરવા સમર્થ છે, શક્તિમાન છે. કર્મોનો ક્ષય કરી આત્માનું સ્વરૂપે પ્રગટ કરવા તું તત્પર બન. જ્યાં સુધી કર્મોનો ક્ષય કરી આત્મસ્વરૂપ નહીં પ્રગટાવે ત્યાં સુધી તારાં દુ:ખોનો અંત નહીં જ આવે. કર્મોનો અંત થાય તો જ દુઃખોનો અંત થાય.
आनुश्रोतसिकी वृत्तिर्बालानां सुखशीलता। प्रातिश्रोतसिकी वृत्तिर्ज्ञानिनां परमं तपः ।।२।।२४२ ।। અર્થ : અજ્ઞાનીની લોકપ્રવાહને અનુસરનારી વૃત્તિ સુખશીલપણું છે; જ્ઞાની પુરુષોની, સામે પ્રવાહે ચાલવારૂપ વૃત્તિ, ઉત્કૃષ્ટ તપ છે. વિવેચન : સંસારના ધસમસતા પ્રવાહો! પ્રવાહોનું ઘોડાપૂર!
આ ઘોડાપૂરમાં તણાઈ ગયેલાઓનો ઇતિહાસ કેવો કમકમાટી ઉપજાવે એવો છે! ચક્રવર્તીઓ, વાસુદેવો, રાજા-મહારાજાઓ અને શ્રીમંતો-ધીમંતો... એ ઘોડાપૂરમાં તણાઈ ગયા... એ ઘોડાપૂર નિરંતર વધે જાય છે. તે એક પ્રકારનું નથી, અનેક પ્રકારનું છે...
ખાવું, પીવું અને આનંદથી રહેવું! એ તો બધુંય ખવાય... આપણે સંસારી કહેવાઈએ. બધું ચાલે! મન શુદ્ધ રાખો, તપ કરવાથી શું
આવા અનેક લોકપ્રવાહો છે. આ પ્રવાહમાં તણાઈને તપની ઉપેક્ષા
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૩૭૮ કરનારા અજ્ઞાની જીવો તપશ્ચર્યા નથી કરતા. સુખશીલપણું જીવને આવા પ્રવાહમાં તાણી જાય છે. જે પ્રવૃત્તિમાં કષ્ટ ન પડવાનું હોય, કોઈ હાડમારી ન ભોગવવાની હોય, તે પ્રવૃત્તિ જ તે કરવાનો.
પરંતુ જે વિચારક છે, વિદ્વાન છે, તેવો પુરુષ આ લોકપ્રવાહના સામે પૂરે જાય છે... તેણે સુખશીલતા ફગાવી દીધી હોય છે; કષ્ટ અને આપત્તિઓને હસતે મુખે સહન કરવાની એની તૈયારી હોય છે. તે ધર્મબુદ્ધિથી પ્રેરાઈને ઉત્કૃષ્ટ કોટિની તપશ્ચર્યા કરે છે. તે વિચારતો હોય છે કે “ચારિત્ર લઈને તીર્થકરો પણ ઘોર તપ કરે છે. તેઓ જાણતા હોય છે કે એમને કેવળજ્ઞાન થવાનું છે, છતાં તેઓ તપ કરે છે! તો પછી હે જીવ! તારે તો તપ કરવું જ જોઈએ.”
અહીં મૂળ શ્લોકમાં “વૃત્તિ:' શબ્દનો પ્રયોગ થયેલો છે; તેનો અર્થ “વિચાર” થાય; અર્થાતુ અજ્ઞાની જીવોની સંસારપ્રવાહને અનુસરનારી વૃત્તિ (વિચાર) સુખશીલતા છે, પરંતુ ટબ્બામાં ગ્રંથકારે સ્વયં જ “વૃત્તિ'નો અર્થ “પ્રવૃત્તિ' કર્યો છે, અને માસખમણ (મહિનાના ઉપવાસ) જેવી ઉગ્ર તપશ્ચર્યાની પ્રવૃત્તિ બતાવી છે. એટલે તપશ્ચર્યાને માત્ર વિચારરૂપ નહીં, પરંતુ આચારરૂપ બતાવીને બાહ્ય તપ ઉપર જ ભાર મૂક્યો છે.
વા તદુપકૅદવે બાહ્ય તપ તો અંતરંગ તપમાં સહાયક છે, એમ કહીને એવો ભાસ ઊભો કર્યો હતો કે કર્મક્ષય કરવા માટે અંતરંગ તપ જ કરવું જોઈએ. બાહ્ય તપ કરવું હોય તો જ કરવું! પરંતુ તરત જ બીજા શ્લોકમાં પોતાના કથનનું હાર્દ ખોલી નાખ્યું. લોકપ્રવાહમાં..લોકસંજ્ઞામાં તણાઈને તું તપની ઉપેક્ષા કરે છે તો તે તારી સુખશીલતા છે ને તું અજ્ઞાની છે.
અત્યંતર તપમાં સુદઢ થવા માટે બાહ્ય તપની જરૂર છે જ. એ માટે ગ્રંથકારે ટબ્બામાં તદૂભવમોક્ષગામી તીર્થકરોનું દૃષ્ટાંત આપીને કહ્યું છે કે તેઓ પણ બાહ્ય તપ આચરે છે. તો પછી આપણે? ક્યા ભવમાં મોક્ષ થશે તેનું કોઈ નામનિશાન દેખાતું નથી, તો તપ કર્યા વિના ચાલે?
કરો, જેટલું થઈ શકે એટલું બાહ્ય તપ કરો... શરીરનું મમત્વ તોડીને તપ કરો. ઘોર, વીર અને ઉગ્ર તપ કરીને આત્માની શક્તિનો આ સંસારને પરિચય કરાવો. લોકપ્રવાહનાં સામે પૂરે તમે ધસાતા જાઓ. ધીર અને વીર બનીને ધસાતા ચાલો. કર્મક્ષયનો આદર્શ રાખીને, તપની આરાધના કર્યે જ જાઓ. આરાધનામાં બાધક વિચારોને વળાંક આપવાની કળા પ્રાપ્ત કરજો.
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ
૩૭૯ धनार्थिनां यथा नास्ति शीततापादि दुस्सहम् ।
तथा भवविरक्तानां तत्त्वज्ञानार्थिनामपि ।।३।२४३।। અર્થ : જે ધનના અર્થીને ટાઢ-તડકો વગેરે કષ્ટ દુસ્સહ નથી, તેમ સંસારથી વિરક્ત થયેલા તત્ત્વજ્ઞાનના અર્થીને પણ શીત-તાપાદિ કષ્ટ સહન કરવારૂપ તપ દુસ્સહ નથી.)
વિવેચન : ધનસંપત્તિની તીવ્ર લાલસાવાળાને કડકડતી ઠંડીમાં કે ધોમધખતા તાપમાં ભટકતો જોયો છે? તમે એને પૂછો : “તું આવી કડકડતી ઠંડીમાં કેમ ભટકે છે? તું ચામડાં ચીરી નાખતી આ ઠંડી સહન કરી શકે છે? તું આગ વરસતી ગરમી પણ સહન કરી શકે છે?”
એ તમને કહેશે : ‘કષ્ટ સહન કર્યા વિના ધનસંપત્તિ ન મળે, ભાઈ! અમે ધનના ઢગલા જોઈએ છીએ ત્યારે એ બધું કષ્ટ ભુલાઈ જાય છે.'
ભોજનનાં ઠેકાણાં નહીં, કપડાંના ઠઠારા નહીં અને એશઆરામનું નામ નહીં! ધનની પાછળ ભાન ભૂલીને ભટકનારને કષ્ટ કષ્ટરૂપ લાગતું નથી, દુઃખ દુઃખરૂપ લાગતું નથી. તો પછી પરમતત્ત્વ વિના જેને બધું જ તુચ્છ ભાસી ગયું, એવા ભવવિરક્ત સંસારસુખોથી વિરક્ત મહાત્માને ટાઢતડકા કષ્ટરૂપ લાગે? પાદવિહાર અને કેશલુંચન કષ્ટરૂપ લાગે?
પરમ તત્ત્વને મેળવવા, ભવસુખોથી વિરક્ત બની.. રાજગૃહીના પહાડોમાં જઈ... ધખધખતી પથ્થરશિલા ઉપર ખુલ્લા શરીરે સૂઈ જનારા ધન્નાજી અને શાલિભદ્રને એ કષ્ટો કષ્ટરૂપ જ નહોતાં લાગ્યાં, અસહ્ય નહોતાં લાગ્યાં. એમને મન એ બધું સહજ-સ્વાભાવિક લાગતું હતું.
જે મનુષ્ય ભવથી વિરક્ત નથી, સંસારસુખોથી વિરક્ત નથી અને પરમ તત્ત્વ-આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની જેને તમન્ના નથી જાગી, એવા મનુષ્યને આ વાત ગળે નહીં જ ઊતરે. ભવનાં-સંસારનાં સુખોમાં જેને રાચવું છે, ભૌતિક સુખોનો જેને ત્યાગ નથી કરવો, અને પરમ તત્ત્વની વાતો સાંભળીને એ મેળવવા જે ચાહે છે, તેવો મનુષ્ય એવો માર્ગ શોધે છે કે કષ્ટ સહ્યા વિના એને પરમ તત્ત્વની પ્રાપ્તિ થઈ જાય!
ભવવિરક્તિ વિના પરમ તત્ત્વની પ્રાપ્તિ ન જ થાય. ભવવિરક્તિ વિના અને પરમ તત્ત્વની તીવ્ર લાલસા વિના ઉપસર્ગનપરિષહ સહન ન કરી શકાય... તમે ઇતિહાસ જુઓ. જે મહાત્માઓએ ઘોર ઉપસર્ગ પરિષહો સહન કર્યા હતા તેઓ ભવવિરક્ત હતા અને પરમ તત્ત્વના તલસાટવાળા
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३८०
જ્ઞાનસાર
હતા. ગજસુકુમાળ મુનિ, બંધક મુનિ વગેરે મુનિવરો અને ચન્દ્રાવતંસક વગેરે રાજાઓને તમે વિચારો...ઉપસર્ગ-પરિસહો એમને મન કોઈ ઉપદ્રવ નહોતા લાગ્યા.
ધ્યેયનો નિર્ણય થઈ જવો જોઈએ. ધનની જેમ પરમ તત્ત્વની કામના જાગી જવી જોઈએ. ધન સિવાય જેમ ધનાર્થીને કોઈ વહાલું ન હોય, તેમ પરમ તત્ત્વ સિવાય બીજું કંઈ વહાલું ન હોય... એ પરમ તત્ત્વને મેળવવા તે વીરતાપૂર્વક તપ કરે. મહિના-મહિનાના ઉપવાસ પણ એને મન સરળ લાગે. કલાકોના કલાકો સુધી ધ્યાન ધરવું એને કષ્ટરૂપ ન લાગે.
સંસારમાં સહુથી વધુ પ્યારું તત્ત્વ જેમ પૈસા છે, તેમ વિવેકીપુરુષોને સહુથી વધુ પ્યારું તત્ત્વ હોય પરમાત્મતત્ત્વ, એ તત્ત્વને પામવા એ જે કંઈ કષ્ટ સહન કરે, તે તપ કહેવાય. એ તપ એને સરળ લાગે, ઉપાદેય લાગે અને પૂર્ણ લગનીથી કરે.
सदुपायप्रवृत्तानामुपेयमधुरत्वतः ।
ज्ञानिनां नित्यमानन्दवृद्धिरेव तपस्विनाम् ||४ । ।२४४ ।।
અર્થ : સારા ઉપાયમાં પ્રવૃત્ત થયેલા જ્ઞાની એવા તપસ્વીઓને મોક્ષરૂપ સાધ્યની મીઠાશથી હમેશાં આનંદની વૃદ્ધિ જ હોય છે.
વિવેચન : જ્યાં મીઠાશ ત્યાં આનંદ!
જ્યાં મીઠું ભોજન ત્યાં આનંદ! જ્યાં મીઠાં શબ્દો ત્યાં આનંદ! જ્યાં મીઠું મિલન ત્યાં આનંદ! મીઠાશમાં જ આનંદ અનુભવાય. પરંતુ પેલા જ્ઞાની તપસ્વીઓને મીઠું ભોજન આનંદ નથી આપતું! મીઠાં શબ્દો સાંભળવામાં એમને આનંદ નહીં અને મીઠાં મિલનોમાં એમને કોઈ ઉત્કંઠા નહીં! તો એમનું જીવન કેવું આનંદહીન, રસહીન અને ઉલ્લાસહીન થશે?
ના રે ના! એમનું જીવન આનંદભરપૂર હોય છે, રસથી છલોછલ હોય છે, ઉલ્લાસથી ધબકતું હોય છે. જાણો છો એ આનંદ તેઓ ક્યાંથી પ્રાપ્ત કરે છે? સાધ્યની મીઠાશમાંથી! એમનું સાધ્ય છે મોક્ષ. એ મોક્ષને, શિવરમણીને મળવાની કલ્પનામાંથી મીઠાશ ઝરે છે! એ મીઠાશ એ તપસ્વીઓને આનંદથી ભરી દેતી હોય છે. એ શિવરમણીને વરવા માટે તપસ્વીઓએ એક સારો ઉપાય પકડ્યો છે તપશ્ચર્યાનો, દેહદમનનો, વૃત્તિઓના શમનનો!
તપસ્વીઓ પાસે જ્ઞાનદ્દષ્ટિ હોય છે ને! તેઓ આ ઉપાયથી તેમના સાધ્યની નિકટતા જોતા હોય છે; જેમ જેમ સાધ્ય નિકટ જુએ તેમ તેમ એમને મીઠાશ
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ
૩૮૧ આવે અને તેઓ આનંદ અનુભવે. ક્રમશઃ આનંદ વધતો જ જાય. વૈરાગ્યરતિ' ગ્રંથમાં કહ્યું છે કે :
'रतेः समाधावरतिः क्रियासु नात्यन्ततीव्रास्वपि योगिनां स्यात्
अनाकुला वह्निकणाशनेऽपि न किं सुधापानगुणाच्चकोराः ।। ‘યોગીપુરુષોને સમાધિમાં રતિ-પ્રીતિ હોવાથી અત્યંત તીવ્ર ક્રિયામાં પણ અરતિ-પ્રીતિ થતી નથી. ચકોર પક્ષીઓ સુધાને પીવાના ગુણથી અગ્નિના કણને ખાવામાં પણ શું વ્યાકુલતારહિત નથી હોતા?'
મીઠાશ વિના આનંદ નહીં અને આનંદ વિના કઠોર ધર્મ ઉપાસના દીર્ઘ કાળ ટકે નહીં. મીઠાશ અને આનંદ, કઠોર અને તીવ્ર ધર્મારાધનામાં પણ ગતિ કરાવે છે; પ્રગતિ કરાવે છે.
તપસ્વી જ્ઞાની હોવો જોઈએ, આ મહત્ત્વપૂર્ણ વાત અહીં કહેવામાં આવી છે. જો તપસ્વી જ્ઞાની ન હોય તો એને કઠોર ધર્મક્રિયામાં અપ્રીતિ થવાની, અરતિ થવાની. ભલે એ ધર્મક્રિયા કરતો હશે, પરંતુ એ મીઠાશ નહીં અનુભવી શકે.. આનંદ નહીં અનુભવી શકે. જ્ઞાન અને સાધ્ય-મોક્ષદશાના સુખની કલ્પના આપે છે. જે કલ્પના અને મીઠાશ આપે છે, એ મીઠાશ એને આનંદથી ભરી દે છે. એ આનંદ એની કઠોર તપશ્ચર્યાને જીવન આપે છે. જ્ઞાનયુક્ત તપસ્વીની આ જીવનદશાનું અહીં કેવું અપૂર્વ દર્શન કરાવી આપ્યું છે! આપણે આવા તપસ્વી બનવાનો આદર્શ રાખીએ, તે માટે સાધ્યની કલ્પના સ્પષ્ટ કરીએ... એટલી કલ્પના સ્પષ્ટ જોઈએ કે જેમાંથી મધુરતામીઠાશ ટપકે! એ માટે તપશ્ચર્યાનો સુંદર ઉપાય કરીએ. બસ, આનંદની વૃદ્ધિ થયા જ કરશે. એ વધતા આનંદમાં નિત્ય ક્રીડા કરતા રહીએ.
इत्थं च दुःखरूपत्वात् तपो व्यर्थमितीच्छताम् ।
बौद्धानां निहता बुद्धिवाद्धानन्दापरिक्षयात् ।।५।।२४५ ।। અર્થ : “આ પ્રમાણે દુઃખરૂપ હોવાથી તપ નિષ્ફળ છે” એમ ઈચ્છનારા બૌદ્ધોની બુદ્ધિ કુંઠિત થયેલી છે, કારણ કે બુદ્ધિજનિત અંતરંગ આનંદની ધારા ખંડિત થતી નથી, અર્થાત્ તપમાં પણ આત્મિક આનંદની ધારા અખંડિત હોય છે.)
વિવેચન : “કર્મક્ષય માટે, દુષ્ટ વાસનાઓના નિરોધ માટે તપ કરવું જોઈએ,’ આ સિદ્ધાન્ત ઉપર, ભારતીય ધર્મોમાંથી બૌદ્ધ ધર્મે આક્રમણ કરેલું છે. જો કે ચાર્વાકદર્શન તો આત્મા અને પરમાત્માને જ માનતું નથી એટલે
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
જ્ઞાનસાર એ તપના સિદ્ધાન્તને ન માને તે સમજાય એવું છે. પરંતુ આત્માને અને નિર્વાણને માનનાર બૌદ્ધદર્શન તપને અવગણી નાખે, ત્યારે પ્રજામાં સંશય ઉત્પન્ન થાય અને તપમાં અશ્રદ્ધા થઈ જાય.
પ્રજાનું-જીવમાત્રનું હિત ચાહતા મહાત્માઓને આથી ખેદ થાય તે સ્વાભાવિક છે. બૌદ્ધોનો તપવિષયક અપલાપ કેવો છે! તેઓ કહે છે :
'दुःखात्मकं तपः केचिन्मन्यते तन्न युक्तिमत् ।
कर्मोदयस्वरूपत्वात् बलीवर्दादि दुःखवत् ।।' કેટલાક (જેનો વગેરે) બળદ વગેરે પશુના દુઃખની જેમ અશાતા વેદનયના ઉદયરૂપ હોવાથી તપને દુઃખરૂપ માને છે. આ યુક્તિયુક્ત નથી. બૌદ્ધો કહે છેઃ તપ શા માટે કરવું જોઈએ? પશુઓની જેમ દુઃખ સહવાથી શું? એ તો અશાતાવેદનીય કર્મના ઉદયરૂપ છે! હરિભદ્રસૂરિજી એમને કહે છે :
'विशिष्टज्ञान-संवेगशमसारमतस्तपः ।
क्षायोपशमिकं ज्ञेयमव्याबाधसुखात्मकम् ।।' “વિશિષ્ટ જ્ઞાન-સંવેગ-ઉપશમગર્ભિત તપ ક્ષાયોપથમિક અને અવ્યાબાધ સુખરૂપ છે;' અર્થાત્ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી થયેલી પરિણતિરૂપ છે, અશાતાવેદનીયના ઉદયરૂપ નથી.
યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે તપશ્ચર્યામાં અંતરંગ આનંદની ધારા અખંડિત રહે છે, તેનો નાશ થતો નથી માટે તપશ્ચર્યા માત્ર કષ્ટરૂપ નથી. પશુના દુઃખની સાથે મનુષ્યના તપને શું સરખાવાય? પશુના હૃદયમાં શું અંતરંગ.આનંદની ધારા વહેતી હોય છે? પશુ શું સ્વેચ્છાએ કષ્ટ સહન કરે છે?
તપશ્ચર્યાની આરાધનામાં તો સ્વેચ્છાએ કષ્ટ સહન કરવાનું હોય છે. કોઈના બંધનથી, ભયથી કે પાતંત્ર્યથી નહીં. સ્વેચ્છાએ કષ્ટ સહન કરવામાં અંતરંગ આનંદ ઊછળતો જ હોય છે. આ અંતરંગ આનંદના પ્રવાહને નહીં જોઈ શકનાર બૌદ્ધોએ તપને માત્ર દુઃખરૂપ જોયું! તપશ્ચર્યા કરનારનું માત્ર બાહ્ય સ્વરૂપ જ જોયું. એનો કશ દેહ જોઈને એમને થયું “આહા.. આ બિચારો કેવો દુખી? નહીં ખાવાનું, નહીં પીવાનું. શરીર કેવું સુકાઈ ગયું છે!” તપશ્ચર્યાથી શરીર પર થતી અસરો જ જોઈને તપ પ્રત્યે ધૃણા કરવી તે શું આત્મવાદી માટે યોગ્ય છે?
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ
૩૮૩ તપ કરનારા... ઘોર તપને પણ વીરતાપૂર્વક આરાધનારા મહાપુરુષોના આંતરિક આનંદને માપવા માટે એ મહાપુરુષોનો નિકટ પરિચય જોઈએ. ચંપા શ્રાવિકાના છ મહિનાના ઉપવાસે અકબર જેવા ભયંકર હિંસક બાદશાહને અહિંસક બનાવ્યો હતો. ક્યારે? અકબરે એ ચંપા શ્રાવિકાનો નિકટથી પરિચય કર્યો, ચંપાના આંતરિક આનંદને જોયો, તપશ્ચર્યાના કષ્ટને કષ્ટરૂપ નહીં પરંતુ આનંદરૂપ સમજવાની ચંપાની મહાનતા જોઈ, ત્યારે અકબર તપશ્ચર્યાના ચરણે ઝૂકી પડ્યો હતો. તપસ્વીએ આંતરિક આનંદનો કૂવોપાતાળકૂવો ખોદી નાખવો જોઈએ.
यत्र ब्रह्म जिनार्चा च कषायाणां तथा हतिः।
सानुबन्धा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते ।।६।।२४६ ।। અર્થ : જ્યાં બ્રહ્મચર્ય હોય, જિનની પૂજા હોય તથા કષાયોનો ક્ષય થાય અને અનુબંધસહિત જિનની આજ્ઞા પ્રવર્તે, તે તપ શુદ્ધ ઇચ્છાય છે.
વિવેચન : જુઓ, એમ જ વિચાર્યા વિના તપ કર્યું જવાથી નહીં ચાલે. એનું પરિણામ જુઓ. હા, એ પરિણામ આ જ જીવનમાં આવવું જોઈએ. માત્ર પરલોકનાં સુખોને કલ્પનામાં રાખીને તપ કરવાથી નહીં જ ચાલે. તમે જુઓ, જેમ જેમ તમે તપ કરતા જાઓ, તેમ તેમ આ ચાર પરિણામો આવતાં દેખાય છે?
૧. બ્રહ્મચર્યમાં વૃદ્ધિ થાય છે? ૨. જિનપૂજામાં પ્રગતિ થાય છે? ૩. કષાયો ઘટતા જાય છે? ૪. સાનુબંધ જિનાજ્ઞાનું પાલન થાય છે?
તપશ્ચર્યાની આરાધનાનો પ્રારંભ કરતાં આ ચાર આદર્શ આંખ સામે રાખવાના છે. તપશ્ચર્યા કરતા જઈએ, તેમ આ ચાર વાતોમાં પ્રગતિ થતી જાય છે કે કેમ, એ જોતા જવાનું. આ જ જીવનમાં આ ચાર વાતોમાં આપણી વિશિષ્ટ પ્રગતિ થવી જોઈએ. તપશ્ચર્યાનાં તેજ આ છે! તપશ્ચર્યાનો પ્રભાવ આ છે!
જ્ઞાનમૂલક તપશ્ચર્યા બ્રહ્મચર્યના પાલનમાં દઢતા લાવી આપે. અબ્રહ્મની... મૈથુનની વાસના મંદ પડી જાય, મૈથુનના વિચારો પણ ન આવે. મન-વચનકાયાથી બ્રહ્મચર્યનું પાલન થાય. તપસ્વીને બ્રહ્મચર્યનું પાલન સરળ બની
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
સાનસાર જાય. મૈથુનનો ત્યાગ તપસ્વી માટે સરળ. તપસ્વીનું લક્ષ જ હોય કે “મારે બ્રહ્મચર્યના પાલનમાં નિર્મળતા, પવિત્રતા અને દઢતા લાવવી છે.” - જિનપૂજામાં તપસ્વી પ્રગતિ કરતો જાય, જિનેશ્વર પ્રત્યે એના હૃદયમાં શ્રદ્ધા-ભક્તિ વધતાં જાય, શરણાગતિનો ભાવ વધતો જાય. સમર્પણની ભાવના વધતી જાય. જિનેશ્વરની દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં હૃદયનો ઉલ્લાસ વધતો જાય.
કષાયોનો ક્ષયોપશમ થતો જાય. ક્રોધ-માન-માયા અને લોભ ઓછાં થતાં જાય. કષાયોને ઉદયમાં ન આવવા દે. ઉદયમાં આવેલા કષાયોને સફળ થવા ન દે!” તપસ્વીમાં કષાયો ન જ શોભે' - એનો મુદ્રાલેખ હોય. તપસ્વી કષાયી ન જ શોભે. કષાય કરનારો તપસ્વી તપની નિંદા કરાવે છે, તપનું મૂલ્ય ઘટાડે છે. કષાયોનો ક્ષયોપશમ, એ તો તપશ્ચર્યાનું ધ્યેય હોવું જ જોઈએ.
સાનુબંધ જિનાજ્ઞાનું પાલન કોઈ પણ પ્રવૃત્તિ કરતાં “આ માટે જિનાજ્ઞા શી છે? જિનાજ્ઞાનો ભંગ તો નથી થતો ને?' - આ જાગૃતિ હોવી જોઈએ.
માજ્ઞારા વિરોદ્ધા ર શિવાય ચ મવા ચા ' આજ્ઞાની આરાધના કલ્યાણ માટે થાય છે, આજ્ઞાની વિરાધના સંસાર માટે થાય છે.' જિનાજ્ઞાની સાપેક્ષતા માટે એ તપસ્વી સદૈવ જાગતો રહે. તપશ્ચર્યાનાં આ ચાર પરિણામ જો તાકવામાં આવે અને તપશ્ચર્યા કરવામાં આવે તો તપનાં કેવાં બહુમૂલ્ય થાય? ધ્યેયહીન, દિશાશૂન્ય...માત્ર પરલોકનાં ભૌતિક સુખો માટે શરીરને તપાવ્યા કરવાનો કોઈ વિશેષ અર્થ નથી અથવા કોઈ ભવે તો મોક્ષ મળશે ને..” આવા આછા-પાતળા અંતિમ લક્ષથી પણ કરાયેલું તપ આત્માનો ઉદ્ધાર ન કરી શકે. એ માટે તો આ ચાર વાતો જોઈએ જ! બ્રહ્મચર્યનું પાલન, જિનેશ્વરનું પૂજન, કષાયોનો ક્ષય અને જિનાજ્ઞાનું પારતંત્ર્ય! એવું પાતંત્ર્ય જોઈએ કે ભવોભવ જિનચરણનું શરણ મળે, ભવભ્રમણ ટળે!
तदेव हि तपः कार्य दुर्थ्यानं यत्र नो भवेत् ।
વેન વો ન દીવ લીન્ને નેન્દ્રિય વ છતાર૪૭ અર્થ : જ્યાં ખરેખર દુર્બાન ન થાય, જેથી મન-વચન-કાયાના યોગો હાનિ ન પામે અને ઇન્દ્રિયો ક્ષય ન પામે (કાર્ય કરવા માટે અશક્ત ન બને), તે જ તપ કરવા યોગ્ય છે.
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત૫
૩૮૫ વિવેચન : “ગમે તે થઈ જાય, પરંતુ આ તપ તો કરવું જ' - આવી દઢતા કોને ન હરખાવે? આવી દઢતા બતાવનારને લાખ લાખ અભિનંદન મળતાં હોય છે.
તપસ્વીમાં દઢતા જોઈએ જ, આદરેલાં તપને પૂર્ણ કરવાની દૃઢતા જોઈએ જ. પરંતુ માત્ર તપને પૂર્ણ કરવાની જ દઢતાથી વીરતા નથી મળતી. તે માટે નીચેની સાવધાનીઓ પણ જોઈએ :
(૧) દુર્બાન ન થઈ જવું જોઈએ. (૨) મનોયોગ-વચનયોગ-કાયયોગોની હાનિ ન થવી જોઈએ; અથવા મુનિજીવનના કર્તવ્યરૂપ યોગોની હાનિ ન થવી જોઈએ. (૩) ઇન્દ્રિયોને નુકસાન ન પહોંચવું જોઈએ. દુર્બાન અનેક પ્રકારનું હોય છે. ક્યારેક તો દુર્બાન કરનારને ખ્યાલ નથી હોતો કે તે દુર્બાન કરી રહ્યો છે! દુર્બાન એટલે ખરાબ વિચારો, ન કરવા જેવાં વિચારો. તપસ્વીથી કયા વિચાર ન કરાય, એ શું કહેવાનું હોય છે? જુઓ, એના આ થોડા નમૂના : “મેં આ તપ ન કર્યું હોત તો સારું હતું... મારી તપશ્ચર્યાની કોઈ કદર કરતું નથી... જ્યારે પારણું આવશે?” વગેરે.
તપશ્ચર્યા કરતાં શરીર નબળું પડી જાય ત્યારે કોઈ સેવાભક્તિ ન કરે. તો દુર્ધાન થઈ જાય છે! તે ન થવું જોઈએ. આર્તધ્યાનથી બચવું જોઈએ. યોગોની હાનિ ન થવી જોઈએ. મનની દુર્ગાનથી, વચનની કષાયથી અને કાયાની પ્રમાદથી હાનિ થાય છે.
સાધુજીવનના યોગો : પ્રતિક્રમણ, પ્રતિલેખન, સ્વાધ્યાય, ગુરુસેવા, ગ્લાનસેવા, શાસનપ્રભાવના.. ઈત્યાદિ યોગોમાં શિથિલતા ન આવવી જોઈએ. એવું તપ ન કરવું જોઈએ કે જેથી આ યોગોની આરાધનામાં ખલેલ પહોંચે. સવારના પ્રતિક્રમણમાં સાધુએ જે તપ ચિંતવણીનો કાઉસ્સગ્ન કરવાનો હોય છે તેમાં પણ આ વિચારવાનું હોય છે કે “આજે મારાં વિશિષ્ટ કર્તવ્યોમાં આ તપ બાધક તો નહીં બને ને?” “મારે આજે ઉપવાસ છે... અઠ્ઠમ છે. માટે મારાથી સ્વાધ્યાય નહીં થાય, મારાથી બીમારની સેવા નહીં થાય... હું પડિલેહણ નહીં કરું...' - આવું તપ ન કરાય.
ઇન્દ્રિયોની શક્તિ હણાઈ જવી ન જોઈએ. જે ઇન્દ્રિયોથી સંયમની આરાધના કરવાની હોય છે તે ઇન્દ્રિયો હણાઈ જાય તો સંયમની આરાધના હણાઈ જાય. આંખે દેખાતું બંધ થઈ જાય તો? કાને સંભળાતું બંધ થઈ જાય તો?
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
5786
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
શરીરે લકવા પડી જાય તો? સાધુજીવન તો સ્વાશ્રયી જીવન છે. પોતાનાં કામ પોતે જ કરવાનાં હોય છે. પાદવિહાર કરવાનો અને ગોચરીથી જીવનનિર્વાહ ક૨વાનો હોય છે. જો ઇન્દ્રિયોને ક્ષતિ પહોંચે તો સાધુના આચારોને પણ ક્ષતિ પહોંચે જ,
કર્તવ્યો અને ઇન્દ્રિયોની સુરક્ષાનું લક્ષ તપસ્વીએ ચૂકવું ન જોઈએ. મનને દુર્ધ્યાનથી બચાવવું જોઈએ. આ સાવધાની ખાસ કરીને બાહ્ય તપની આરાધના કરવા માટે છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા- આ છ પ્રકારનું બાહ્ય તપ કરનારે ઉ૫૨ની ત્રણ સાવધાની રાખવાની છે.
સાવધાનીના નામે પ્રમાદ ન પોષાઈ જાય એની પણ સાવધાની રાખવી જોઈએ.
मूलोत्तरगुणश्रेणि-प्राज्यसाम्राज्यसिद्धये ।
बाह्यमाभ्यन्तरं चेत्थं तपः कुर्यान्महामुनिः ।। ८ ।। २४८ ।।
અર્થ : મૂળગુણ અને ઉત્તરગુણની શ્રેણીરૂપ વિશાળ સામ્રાજ્યની સિદ્ધિ માટે મોટા મુનિ બાહ્ય અને અંતરંગ તપ કરે.
વિવેચન : મુનીશ્વરને પણ સામ્રાજ્ય જોઈએ. રાજેશ્વરના સામ્રાજ્ય કરતાં વિલક્ષણ, વિશાળ અને વ્યાપક!
એ સામ્રાજ્ય છે મૂળગુણોનું અને ઉત્તરગુણોનું.
મૂળગુણો છે સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર. મૂળગુણો છે પાંચ મહાવ્રતો: પ્રાણાતિપાત-વિરમણ મહાવ્રત, મૃષાવાદ-વિરમણ મહાવ્રત, અદત્તાદાનવિરમણ મહાવ્રત, મૈથુન-વિરમણ મહાવ્રત અને પરિગ્રહ-વિરમણ મહાવ્રત.
ઉત્તરગુણો છે : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. દશ પ્રકારનો શ્રમણધર્મ અને બાર પ્રકારના તપ. ટૂંકમાં કહીએ તો ચરણસિત્તર અને કરણસિત્તરિએ મુનીશ્વરનું સામ્રાજ્ય છે! એ સામ્રાજ્યની સિદ્ધિ માટે મુનીશ્વર તપશ્ચર્યા કરે. બાહ્ય તપ કર, અને આત્યંતર તપ કરે.
એ છઠ્ઠ-અઠ્ઠમ... અઠ્ઠાઈ માસખમણ જેવું અનશન-તપ કરે. જ્યારે આહાર કરે ત્યારે ભૂખથી ઓછું ખાય. જેમ બને તેમ ઓછાં દ્રવ્યો વાપરે. રસભરપૂર વાનગીઓનો ત્યાગ કરે. કાયાને કષ્ટ આપે, અર્થાત્ ઉગ્રવિહાર કરે. ગ્રીષ્મ કાળમાં મધ્યાહ્નના સૂર્ય સામે દૃષ્ટિ લગાવીને આતાપના કરે. શીતકાળમાં
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ
૩૮૭ વસ્ત્રહીન બનીને કડકડતી ઠંડીમાં ધ્યાન ધરે... આવાં આવાં કષ્ટ સહન કરે. એક જ સ્થાને નિશ્ચલ બનીને કલાકોના કલાકો સુધી બેસી રહે! જરાય હલનચલન ન કરે - જાણે પાષાણની મૂર્તિ!
નાની કે મોટી કોઈ ભૂલ થઈ, સંયમને અતિચાર લાગ્યો કે તરત એ પ્રાયશ્ચિત્ત કરે. પંચપરમેષ્ઠિ ભગવંતોનું...ઓમકારનું ધ્યાન ધરે. કોઈ ગુરુજન હો, બાલમુનિ હો કે ગ્લાનમુનિ હો.... એમની સેવા-વૈયાવચ્ચ કરવાનો અવસર જતો ન કરે. લાખ કામ પડતાં મૂકીને પણ એ બીમારની સેવા કરવા દોડી જાય. ગ્લાનમુનિની સેવાને તે પરમાત્માની સેવા સમજે. વિનય તો એનો પ્રાણા. આચાર્ય, ઉપાધ્યાયાદિનો એ વિનય કરે, અતિથિનો વિનય કરે. એનો વ્યવહાર વિનયથી શોભતો જ હોય. એનામાં એવી મૃદુતા હોય કે જેથી અભિમાન એને સતાવી જ ન શકે.
રાત્રિના સમયે..નિદ્રાનો ત્યાગ કરી મુનિરાજ કાર્યોત્સર્ગ કરે, ઊભા રહીને એકાગ્ર મને ષડુદ્રવ્યોનું ચિંતન કરે, અને દિવસ-રાતના આઠ પ્રહરમાંથી પાંચ પ્રહર (૨૪ કલાકમાં ૧૫ કલાક) સ્વાધ્યાય કરે! શાસ્ત્રોને વિનયપૂર્વક ગુરુજન પાસેથી ભણે. એના ઉપર વિચાર કરતાં શંકાઓ પેદા થાય તો તેનાં સમાધાન મેળવે. ભણેલું ભૂલી ન જવાય તે માટે રોજ એની આવૃત્તિ કરે. એના ઉપર અનુપ્રેક્ષા-ચિંતન કરે, ચિંતનથી સ્પષ્ટ અને પુષ્ટ થયેલા પદાર્થનો બીજા જીવ સમક્ષ ઉપદેશ આપે. એનું મન સ્વાધ્યાયમાં પરોવાયેલું હોય.
આમ ગુણોના વિશાળ સામ્રાજ્યને મેળવવા માટે મુનીશ્વર બાહ્ય-આત્યંતર ૧૨ પ્રકારના તપના આરાધનમાં પુરુષાર્થશીલ બને. કર્મોનાં બંધનોને તોડવા કટિબદ્ધ થયેલા મહામુનિ પોતાનું જીવન જ તપશ્ચર્યાના ચરણે ધરી દે. તપના વ્યાપક સ્વરૂપની આરાધના, એ જ એમનું જીવન હોય.
ઉન્મત્ત વૃત્તિઓનું શમન કરવા માટે અને ઉત્કૃષ્ટ વૃત્તિઓને જાગ્રત કરવા માટે તપ, ત્યાગ અને તિતિક્ષાનો જ માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે, આરાધનાઉપાસનાનો ઉત્કૃષ્ટ માર્ગ છે.
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિર્વનથાશ્રય
કોઈ એક નયવાદને પકડીને જ્યારે એક વિદ્વાન પ્રજાને ધર્મ સમજાવવા ધસી આવે છે ત્યારે કેવો કોલાહલ ફેલાય છે, તે શું અજાણ્યું છે? વિશ્વનાં તમામ ક્ષેત્રે એકાંતવાદ અભિશાપરૂપ નીવડ્યો છે.
અહીં પૂજય ઉપાધ્યાયજી એ અનેકાન્તદૃષ્ટિ આપી છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રસંગને અનેકાંતદૃષ્ટિથી જોવાની કળા શીખવી છે. આ કળાને મેળવી મનના તમામ પ્રશ્નોનું સમાધાન કરવામાં આવે તો કેવી અપૂર્વ શાન્તિ મળે!
આ અંતિમ પ્રકરણ ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. ગંભીરતાપૂર્વક એનું પરિશીલન કરજો.
:
( 39 )
For Private And Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
アワ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ નયોને તે સ્વીકારે. કોઈ
સર્વનયાશ્રય
For Private And Personal Use Only
નહીં...પરમાનન્દથી ભરપૂર
આત્મભૂમિકા તે પ્રાપ્ત કરી કૃતકૃત્ય બની જાય છે.
JID 16 1}} Phah
2૧૬°±_ll× le
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વનયાશ્રય
૩૮૯ धावन्तोऽपि नया: सर्वे स्युर्भावे कृतविश्रमाः।
વરિત્રપનીના િિત સર્વનાશ્રિતઃ IIT/ર૪૬T અર્થ : પોતપોતાના અભિપ્રાયે દોડતા પણ વસ્તુસ્વભાવમાં જેણે સ્થિરતા કરી છે એવા બધાં નયો હોય છે. ચારિત્રગુણમાં આસક્ત થયેલ સાધુ સર્વનયોનો આશ્રય કરનાર હોય છે. વિવેચન : નયવાદ!
વસ્તુ અનંતધર્માત્મક હોય, એમાંના કોઈ એક ધર્મને જ નય માને. બીજા ધર્મોનો સ્વીકાર ન કરે... અપલાપ કરે. માટે નયવાદને મિથ્યાવાદ કહેવામાં આવ્યો છે, યશોવિજયજી એને “નયાભાસ' કહે છે.
નયો સાત છે : નિગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત.
દરેક નયનો પોતપોતાનો અભિપ્રાય છે. એકનો અભિપ્રાય બીજાના અભિપ્રાય સાથે મળે જ નહીં. દરેક નયે દરેક વસ્તુ માટે પોતાનું મંતવ્ય બાંધી જ લીધેલું છે. એ સાતેય એક સાથે મળીને કોઈ એક સર્વસંમત નિર્ણય ન કરી શકે. હા, કોઈ સમષ્ટિચિંતક મહાપુરુષ એ સાતેયનો સમન્વય કરી શકે. એ મહાપુરુષ દરેક નયને તેમની ભૂમિકાએ ન્યાય આપે.
એવા મહાપુરુષ ચારિત્ર ગુણસંપન્ન મહામુનિ હોય છે. તેઓ જ્યારે જ્યારે કોઈ એક નયના મંતવ્યને સ્વીકારે છે ત્યારે ત્યારે બીજા નયોનાં મંતવ્યોને અવગણી નાખતા નથી. તેઓ કહે છે : “તમારા મંતવ્યોને પણ યથા-અવસરે સ્વીકારીશ, અત્યારે આ નયના મંતવ્યનું મારે કામ છે! એટલે અથડામણ થતી નથી, સંઘર્ષ થતો નથી. મહામુનિની ચારિત્ર-સંપત્તિ લૂંટાતી નથી. નહીંતર તો છંછેડાયેલા નયોનું તોફાન ચારિત્ર-સંપત્તિનો નાશ કરી નાખી
पृथग्नया: मिथः पक्षप्रतिपक्षकर्थिताः ।
સમવૃત્તિસુસ્થા જ્ઞાની સર્વનાશ્વત: પાર કરવા અર્થ : જુદાજુદા નયો પરસ્પર વાદ-પ્રતિવાદથી વિડંબિત છે. સમભાવના સુખનો અનુભવ કરનારા મહામુનિ (જ્ઞાન) સર્વ નવોને આશ્રિત હોય છે. વિવેચન : કલિકાલસર્વજ્ઞ પરમાત્માની સ્તુતિ કરતાં કહ્યું છે :
પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવથી અન્ય પ્રવાદો દ્વેષથી ભરેલાં છે. * જુઓ પરિશિષ્ટ ૩૧.
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રતનસાર
૩૯૦. પરંતુ સર્વ નયોને સમાનપણે ઇચ્છનાર આપનો સિદ્ધાંત પક્ષપાતી નથી.” વેદાત્ત કહે છે : “આત્મા નિત્ય જ છે.” બૌદ્ધદર્શન કહે છે : “આત્મા અનિત્ય
આ થયા પક્ષ અને પ્રતિપક્ષી બંને એકબીજા સાથે લડે. વાગુ યુદ્ધ ખેલે અને સમય-શક્તિને વેડફે. ન એમાં શાન્તિ કે સમતા! ને એમાં મૈત્રી કે પ્રમોદ!
મહામુનિ વેદાંત અને બૌદ્ધ બંનેની માન્યતાને સ્વીકારીને કહે છે : આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે! દ્રવ્યદૃષ્ટિથી નિત્ય છે, પર્યાયષ્ટિથી અનિત્ય છે! દ્રવ્યદૃષ્ટિએ વેદાન્ત દર્શનની માન્યતાને બૌદ્ધ દર્શન સ્વીકારી લે, અને પર્યાયષ્ટિએ બૌદ્ધદર્શનની માન્યતાને વેદાંતદર્શન સ્વીકારી લે તો પક્ષપ્રતિપક્ષ મટી જાય, સંઘર્ષ ટળી જાય અને પરસ્પર મૈત્રી સ્થાપિત થઈ જાય.
જ્ઞાનવંત પુરુષ આ રીતે સર્વ નયોનો આદર કરીને સર્વ પ્રત્યે સમભાવ ધારણ કરી શકે છે ને સુખ અનુભવે છે. કયો નય કઈ અપેક્ષાથી વાત કરે છે, તે અપેક્ષાને જાણીને જો સત્યનો નિર્ણય કરવામાં આવે તો સમભાવ જળવાઈ રહે. સર્વ નયોમાં દૃષ્ટિબિંદુઓનું જ્ઞાન હોવું જોઈએ. માટે તો કહ્યું છે : “જ્ઞાન સર્વનયશ્રતઃ'
नाप्रमाणं प्रमाणं वा सर्वमप्यविशेषितम् । विशेषितं प्रमाणं स्यादिति सर्वनयज्ञता ।।३।१२५१ ।। અર્થ : બધાં વચન વિશેષરહિત હોય તો તે એકાંતે અપ્રમાણ નથી અને પ્રમાણ પણ નથી. વિશેષસહિત હોય તે પ્રમાણ છે. આ પ્રમાણે સર્વ નયોનું જ્ઞાન હોય છે.
વિવેચન : વિશેષરહિત એટલે નિરપેક્ષ. વિશેષસહિત એટલે સાપેક્ષ.
કોઈ પણ શાસ્ત્રવચન-શાસ્ત્રકથનની પ્રામાણિકતાનો નિર્ણય કરવાની આ પદ્ધતિ છે, સાચી રીત છે. વિચારો કે : “શું આ વચન અપેક્ષાવાળું છે? અન્ય નયને સાપેક્ષપણે કહેવાયેલું છે?' તો સાચું! અને જો અન્ય નયોથી નિરપેક્ષપણે કહેવાયેલું છે તો ખોટું! અપ્રમાણ! “ઉપદેશમાળામાં કહ્યું છે :
'अपरिच्छियसुयनिहसस्स केवलमभिन्नसुत्तचारिस्स।
सव्वुज्जमेण वि कयं अन्नाणतवे बहुं पडई ।।' જેણે શ્રુત-સિદ્ધાન્તનું રહસ્ય જાણ્યું નથી અને કેવળ સૂત્રના અક્ષરને
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વનયાશ્રય
૩૯૧ અનુસરી જે ચાલે છે તેનું સર્વ પુરુષાર્થથી કરેલું ક્રિયાનુષ્ઠાન ઘણું અજ્ઞાન તપમાં આવે છે.'
જે શાસ્ત્રવચન આપણી સામે આવે તે વચન કઈ અપેક્ષાથી કહેવાયું છે, એ રહસ્ય જાણવું જ રહ્યું. તે અપેક્ષા જાણ્યા વિના નિરપેક્ષપણે એ વચનને પકડવું તે અપ્રમાણ છે, ખોટું છે.
સર્વ નયોનું જ્ઞાન ત્યારે કહેવાય કે જ્યારે વચનની અપેક્ષાઓનું જ્ઞાન થાય. ત્યારે સાધક આત્માને અપૂર્વ સમતાનો અનુભવ થાય. જ્ઞાનનો પ્રકાશ. પથરાય.
लोके सर्वनयज्ञानां ताटस्थ्यं वाऽप्यनुग्रहः ।
स्यात् पृथग्नयमूढानां स्मयातिर्वाऽतिविग्रहः ।।४।।२५२ ।। અર્થ : લોકમાં સર્વ નયોને જાણનારને મધ્યસ્થપણું અથવા ઉપકારબુદ્ધિ હોય. જુદાજુદા નયોમાં મોહ પામેલાંને અભિમાનની પીડા અથવા અત્યંત ક્લેશ હોય. વિવેચન : મધ્યસ્થષ્ટિ! ઉપકારબુદ્ધિ!
સર્વ નયોની જાણકારીનાં આ બે ફળ છે. જેમ જેમ નયોની અપેક્ષાનું જ્ઞાન થતું જાય તેમ તેમ એની એકાંતદષ્ટિ બિડાતી જાય, મધ્યસ્થષ્ટિ ખૂલતી જાય. એ કોઈ પક્ષમાં ઢળી ન જાય, કોઈના મતનો આગ્રહી ન બની જાય, એની દૃષ્ટિ સમન્વયની હોય.
હા, વ્યવહારદશામાં તે પોતાની મધ્યસ્થષ્ટિનો પરોપકારમાં ઉપયોગ કરે. જ્યાં નયવાદને પકડીને મતવાળાઓ વાદપ્રતિવાદનું યુદ્ધ ખેલતા હોય ત્યાં આ મધ્યસ્થષ્ટિ મહાત્મા પોતાની વિવેકદૃષ્ટિથી એમને સમજાવવા પ્રયત્ન કરે.
જુદા-જુદા નયોમાં આગ્રહી બનેલાઓ કાં તો અભિમાનથી પીડાતા હોય છે, કાં તો અત્યંત ક્લેશથી શેકાતા હોય છે... અને આ એમના માટે સ્વાભાવિક જ છે! ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીર પાસે આવ્યા હતા.... ત્યારે શું હતું? અભિમાનનો જ્વર હતો મનમાં ક્લેશ કેટલો હતો? કારણ કે એક જ નયદૃષ્ટિ પકડીને એના પર આગ્રહી બન્યા હતા. ભગવંતે એમને સર્વ નિયોની દૃષ્ટિ આપી, સર્વ નયોનો આશ્રય લેતા કરી દીધા.
કોઈ એક જ મત એક જ વાર એક જ મંતવ્ય ઉપર મોહિત ન બનતા સર્વ નયોનો આશ્રય કરી મધ્યસ્થ બનવું, એ જ સાચી શાન્તિનો માર્ગ છે.
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૩૯૨
श्रेयः सर्वनयज्ञानां विपुलं धर्मवादतः ।
शुष्कवादाद् विवादाच्च परेषां तु विपर्ययः ।।५।।२५३ ।। અર્થ : સર્વ નયને જાણનારાઓનું ધર્મવાદથી ઘણું કલ્યાણ થાય છે. બીજા એકાંતદૃષ્ટિઓનું તો શુષ્કવાદથી અને વિવાદથી વિપરીત (અકલ્યાણ થાય છે.
વિવેચન : વાદ ન જોઈએ, વિવાદ ન જોઈએ, જોઈએ સંવાદી વાદવિવાદમાં અકલ્યાણ છે. સંવાદમાં જ કલ્યાણ છે. આવો સંવાદ માત્ર ધર્મવાદમાં જ સમાયેલો છે.
તત્ત્વજ્ઞાનનો અથી મનુષ્ય ધર્મવાદ માટે પૂછે, તત્ત્વજ્ઞાનવિષયક જિજ્ઞાસા વ્યક્ત કરે અને તત્ત્વજ્ઞ એ જિજ્ઞાસાને સંતોષે-એ ધર્મવાદ છે. માત્ર પોતાનો મત બીજા ઉપર ઠોકી બેસાડવા માટે શુષ્ક તર્કબાજી કરે તે ધર્મવાદ નથી. વિદ્વત્તાનું પ્રદર્શન કરવા માટે, બીજાને પરાજિત કરી દેવા માટે, તત્ત્વોની ચર્ચા કરે તે ધર્મવાદ નથી. | સર્વ નિયોનો જ્ઞાતા મહાપુરુષ એવો શુષ્કવાદ કરે જ નહીં. એ તો મુમુક્ષુ એવાં જિજ્ઞાસુ આત્માઓની શંકાનાં સમાધાન કરે. એમાં જ કલ્યાણ સમાયેલું છે, એમાં જ શાંતિ અનુભવાય છે. - જિનભટ્ટસૂરિજીએ જિજ્ઞાસાથી આવેલા હરિભદ્ર પુરોહિત સાથે ધર્મવાદ કર્યો હતો; તો હરિભદ્ર પુરોહિત હરિભદ્રસૂરિ બન્યા અને જિનશાસનને એક મહાન આચાર્યની પ્રાપ્તિ થઈ... પરંતુ બોદ્ધો સાથે જ્યારે હરિભદ્રસૂરિ વિવાદમાં ઊતર્યા હતા. ત્યારે? એમના મનમાં કેટલો રોષ અને કેટલો સંતાપ હતો! યાકિનીમહત્તરાને ગુરુદેવ પાસે દોડવું પડ્યું અને ગુરુદેવે એમને વિવાદથી વાર્યા.
ધર્મવાદના સંવાદમાંથી જ કલ્યાણનો પુનિત પ્રવાહ વહે છે. માટે સર્વ નયોનું જ્ઞાન મેળવી મધ્યસ્થષ્ટિ બની ધર્મવાદમાં પ્રવૃત્ત થવું.
प्रकाशितं जनानां यैर्मतं सर्वनयाश्रितम् ।
चित्ते परिणतं चेदं येषां तेभ्यो नमोनमः ।।६।।२५४ ।। અર્થ : જે પુરુષોએ સર્વ નિયોથી કરીને આશ્રિત પ્રવચન લોકોને માટે પ્રકાશિત કર્યું છે અને જેઓના ચિત્તમાં પરિણમેલું છે તેઓને વારંવાર નમસ્કાર હો.
વિવેચન : પૂજનીય ઉપાધ્યાયજી એ મહાપુરુષો ઉપર ઓવારી જાય છે કે જેમણે સર્વ નયોનો આશ્રય કરનારું પ્રવચન મનુષ્યો માટે પ્રકાશિત કર્યું છે
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વનયાશ્રય અને જે પુણ્યપુરુષોએ એ પ્રવચનને સ્વીકાર્યું છે, મનમાં ધાર્યું છે અને હૃદયથી પ્યારું કર્યું છે, તેઓને વારંવાર નમસ્કાર કરતા ઉપાધ્યાયજી ગદ્ગદ્ થઈ જાય છે!
તે ત્રિભુવનપતિ શ્રમણ ભગવાન મહાવીરને વારંવાર નમસ્કાર હો કે જેમણે આવું સર્વનયાશ્રિત પ્રવચન પ્રકાશીને જીવો પર અનંત ઉપકાર કર્યો તે સિદ્ધસેન દિવાકર, જિનભદ્રગણિ, મત્સ્યવાદી, હરિભદ્રસૂરિ... વગેરે મહાન આચાર્યોને પુનઃ પુનઃ વંદના હો કે જેમણે સર્વનરાશ્રિત ધર્મશાસનની મનુષ્યોને પ્રભાવના કરી, અને પોતાના મનમાં એ શાસનને પરિણાવીને અદ્ભુત દૃષ્ટિ પ્રાપ્ત કરી.
ભવભાવના” ગ્રન્થમાં આવા મહાન આચાર્યોના આ દૃષ્ટિએ જ ગુણ ગાયા છે :
'भदं बहुसुयाणं बहुजणसंदेहपुच्छणिज्जाणं।
उज्जोइअभुवणाणं झिणमि वि केवलमयंके ।।' “કેવળજ્ઞાનરૂપ ચન્દ્ર અસ્ત થવાથી જેણે જગતને પ્રકાશિત કર્યું છે અને ઘણા મનુષ્યોના સંદેહો જેને પૂછી શકાય એવા બહુશ્રુતોનું ભદ્ર થાઓ!'
બહુશ્રુત સર્વનયજ્ઞ મહાપુરુષો પ્રત્યે ભક્તિ-બહુમાન બતાવવામાં આવ્યું છે. તેમને વારંવાર વંદના કરવામાં આવી છે. એમનું સર્વોપરી મહત્ત્વ ગાવામાં આવ્યું છે.
निश्चये व्यवहारे च त्यकत्वा ज्ञाने च कर्मणि ।
પાક્ષિ વિરત્તેમાલી: શુદ્ધભૂમિમ્ TIGUરક अमूढलक्ष्याः सर्वत्र पक्षपातविवर्जिताः।
जयन्ति परमानन्दमया: सर्वनयाश्रयाः ।।८।२५६।। અર્થ : નિશ્ચયનયમાં, વ્યવહારનયમાં, જ્ઞાનનયમાં અને ક્રિયાનમાં એક પક્ષમાં રહેલા ભ્રાન્તિના સ્થાનને છોડીને શુદ્ધ ભૂમિકા ઉપર ચઢેલા લક્ષ ન ચૂકે એવા બધે ય પક્ષપાતરહિત પરમાનંદરૂપ સર્વ નયના આશ્રયભૂત (જ્ઞાની) જયવંતા વર્તે છે.
વિવેચન : એનો પક્ષપાત ન હોય નિશ્ચયનયનો, કે ન હોય વ્યવહારનયનો. એનો આગ્રહ ન હોય જ્ઞાનનયનો, કે ન હોય ક્રિયાનયનો.
નિશ્ચયનય તાત્ત્વિક અર્થનો સ્વીકાર કરે છે, અને વ્યવહારનય લોકોમાં પ્રસિદ્ધ અર્થનો સ્વીકાર કરે છે. નિશ્ચયનય સર્વ નયોને અભિમત અર્થનું અનુસરણ
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનસાર
૩૯૪ કરે છે અને વ્યવહારનય કોઈ એક નયના અભિપ્રાયનું અનુસરણ કરે છે.
સર્વ નિયોનો આશ્રય કરનાર જ્ઞાનીપુરુષ આમાંથી કોઈ એક જ નામાં અટવાઈ ન પડે, ભ્રાન્તિમાં ન ફસાય. ન તો એ નિશ્ચયનયની જ માન્યતાને વળગી રહે કે ન વ્યવહારનયની માન્યતાનો આગ્રહી બને. તે તે નયના તર્ક સાંભળે પણ એમાં અટવાઈ ન જાય.
માત્ર જ્ઞાનની પ્રધાનતા માનનાર જ્ઞાનનયની દલીલોમાં એ ફસાય નહીં અને માત્ર ક્રિયાની પ્રધાનતા સ્વીકારનાર ક્રિયાનની વાતોમાં આવી જઈને જ્ઞાનનય તરફ તિરસ્કાર ન કરે. બંને નયો તરફ એની દૃષ્ટિ મધ્યસ્થ રહે છે. એ, તે તે નયોની માન્યતા એમની અપેક્ષાએ જ મૂલવે છે.
નયના એકાન્ત આગ્રહથી પર થઈ ગયેલા... અલિપ્ત થઈ ગયેલા એ મહાજ્ઞાની આત્માની પરમ વિશુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થાય છે, એમના અંતિમ લક્ષ તરફ એકાગ્ર હોય છે. તેમને કોઈ પક્ષપાત નહીં, કોઈ આગ્રહ નહીં.
જાણે સાક્ષાત્ પરમાનન્દની મૂર્તિ! તેમનાં પાવન દર્શન કરો અને પરમ આનંદની અનુભૂતિ પામો. સર્વ નયનો આશ્રય કરનારા એ પરમાનન્દી આત્માઓ જયવંતા વર્તે છે!
જે પરમાનન્દી આત્માનો જય આપણે પોકારીએ છીએ એમનાં પદચિહ્નો પર ચાલવા માટે આપણે કૃતનિશ્ચયી બનવું જોઈએ. એકાંત આગ્રહના લોહબંધનોને તોડીને અનેકાન્તના સ્વતંત્ર પ્રદેશમાં વિહરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવું જોઈએ.
પૂર્ણાનન્દી જ પરમાનન્દી છે! પૂર્ણાનન્દી બનવા માટેનાં આટલાં સોપાન ચઢીએ એટલે પરમાનન્દી બની જઈએ. આ જીવનનું લક્ષ પૂર્ણાનન્દી બનવાનું બનાવીને, દિશા ફેરવીને લક્ષ તરફ આગળ ધપવાનું ચાલુ રાખીએ. વિચારોમાં સર્વનયદૃષ્ટિ આવી જાય એટલે બસ! પરમાનન્દ આપણા આત્મપ્રદેશ ઉપર રેલાઈ જશે અને રોગ-શોકનાં આક્રંદ ધોવાઈ જશે.
જ્ઞાનસારનાં ૩૨ અષ્ટકોના આ અંતિમ શ્લોકોમાં એકાંતદષ્ટિનો ત્યાગ કરી અનેકાંતદષ્ટિ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. કોઈ પણ વાદવિવાદમાં પડ્યા વિના સંવાદી ધર્મવાદનો આશ્રય લેવાનું કહેવામાં આવ્યું છે. પરમાનન્દનો આ પરમ પથ છે. પૂર્ણાનન્દી બનવા માટેનો આ અદ્દભુત ઉપાય છે. આત્માને પરમ શાંતિ આપવાનો આ એક જ માર્ગ છે.
પરમાનન્દી જયવંત હો!
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
*
*
-
-
( વિષયકમ-નિર્દેશ )
-
-
-
-
-
-
-
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૬.
જ્ઞાનસાર पूर्णो मग्नः स्थिरोऽमोहो ज्ञानी शान्तो जितेन्द्रियः । त्यागी क्रियापरस्तृप्तो निर्लेपो निःस्पृहो मुनिः ।।१।। विद्याविवेकसंपन्नो मध्यस्थो भयवर्जितः। अनात्मशंसकस्तत्त्वदृष्टिः सर्वसमृद्धिमान् ।।२।। ध्याता कर्मविपाकानामुद्विग्नो भववारिधेः । लोकसंज्ञाविनिर्मुक्त: शास्त्रद्दम् निष्परिग्रहः ।।३।। शुद्धानुभववान् योगी नियागप्रतिपत्तिमान् ।
भावार्चाध्यानतपसां भूमिः सर्वनयाश्रितः ।।४।। અર્થ જ્ઞાનાદિથી પરિપૂર્ણ, જ્ઞાનમાં મગ્ન થયેલો, યોગની સ્થિરતાવાળો, મોહરહિત, તત્ત્વજ્ઞ, ઉપશમવંત, જિતેન્દ્રિય, ત્યાગી, ક્રિયાતત્પર, આત્મસંતુષ્ટ, નિર્લેપ, પૃહારહિત મુનિ હોય. (૧)
| વિદ્યાસહિત, વિવેકસંપન્ન, પક્ષપાતરહિત, નિર્ભય, પોતાની પ્રશંસા નહીં કરનાર, પરમાર્થમાં દૃષ્ટિવાળો, આત્માની સંપત્તિવાળો (મુનિ હોય), (૨)
કર્મના ફળનો વિચાર કરનાર, સંસારસમુદ્રથી ભયભીત, લોકસંજ્ઞાથી રહિત, શાસ્ત્રદષ્ટિવાળો અને પરિગ્રહ વિનાનો (મુનિ હોય). (૩).
શુદ્ધ અનુભવવાળો, યોગી, મોક્ષને પ્રાપ્ત કરનાર, ભાવપૂજાનો આશ્રય, ધ્યાનનો આશ્રય, તપનો આશ્રય અને સર્વ નયોનો આશ્રય કરનાર (મુનિ) હોય. (૪) વિવેચન : આઠ-આઠ શ્લોકનું એક અષ્ટક એવાં બત્રીસ અષ્ટક અને બત્રીસ વિષય.
એ વિષયોની ક્રમિક ગોઠવણી છે. ગોઠવણીમાં સંકલન છે. ગોઠવણીમાં સાધનાનું માર્ગદર્શન છે. આ ચાર શ્લોકોમાં બત્રીસ વિષયોનાં નામ છે. ગ્રંથકારે “ટબ્બામાં હેતુપુસ્મસાર એનો ક્રમ સમજાવ્યો છે.
પહેલું અષ્ટક છે પૂર્ણતાનું. લક્ષ વિનાની પ્રવૃત્તિનું કોઈ મૂલ્ય નહીં, કોઈ ફળ નહીં. એટલે પહેલા જ અષ્ટકમાં લક્ષ બતાવ્યું પૂર્ણતાનું; આત્મગુણોની પૂર્ણતાનું. આ લક્ષ જે જીવનું બંધાય. “મારે આત્મગુણોની પૂર્ણતા મેળવવી જ છે' - આવો સંકલ્પ થાય, તો જીવ જ્ઞાનમાં મગ્ન બની શકે.
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૭
વિષયક્રમ-નિર્દેશ
બીજું અષ્ટક છે મગ્નતાનું. જ્ઞાનમાં મગ્ન! પરબ્રહ્મમાં લીન! આત્મજ્ઞાનમાં જ મગ્નતા. આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ જીવની ચંચળતા દૂર થાય અને સ્થિર બને.
* ત્રીજું અષ્ટક છે સ્થિરતાનું.
મન-વચન-કાયાની સ્થિરતા. મનની સ્થિરતા પ્રાપ્ત કરવાની, તો જ ક્રિયાઓનું ઔષધ કામ કરે. સ્થિરતાનો રત્નદીપક પ્રગટ કરવાનો, તો જ મોહ-વાસનાઓ મોળી પડે.
- ચોથું અષ્ટક છે અમોહનું.
અહ” અને “મમ' એ મોહરાજાનો મંત્ર છે. મંત્રથી ચઢેલાં મોહનાં ઝેર ના€“ના પ્રતિપક્ષી મંત્રથી ઉતારવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ રીતે મોહનું ઝેર ઊતરે તો જ જ્ઞાની બની શકાય.
આ પાંચમું અષ્ટક છે જ્ઞાનનું. જ્ઞાનની પરિણતિ થવી જોઈએ. જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થવો જોઈએ. જ્ઞાનનું અમૃત, જ્ઞાનનું રસાયણ અને જ્ઞાનનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવું જોઈએ, તો જ શાન્ત બનાય, કષાયોનું શમન થાય.
* છઠ્ઠ અષ્ટક છે શમનું. કોઈ વિકલ્પ નહીં ને નિરંતર આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન! આવો આત્મા ઇન્દ્રિયો પર વિજય મેળવી શકે.
આ સાતમું અષ્ટક છે ઇન્દ્રિય-જયનું. | વિષયોના બંધનોથી આત્માને બાંધતી ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનારા મહામુનિ જ સાચા ત્યાગી બની શકે.
- આઠમું અષ્ટક છે ત્યાગનું.
જ્યારે સ્વજન, ધન અને ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગી મુનિ ભયરહિત અને ક્લેશરહિત બને છે, અહંકાર અને મમત્વથી મુક્ત બને છે, ત્યારે એનામાં શાસ્ત્રવચનને અનુસરવાની શક્તિ પ્રગટ થાય છે.
- નવમું અષ્ટક છે ક્રિયાનું.
પ્રીતિપૂર્વક ક્રિયા, ભક્તિપૂર્વક ક્રિયા, જિનાજ્ઞાનુસાર ક્રિયા અને નિઃસંગતાપૂર્વક ક્રિયા કરનારો મહાત્મા પરમ તૃપ્તિ અનુભવે છે.
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
જ્ઞાનસાર દશમું અષ્ટક છે તૃપ્તિનું. સ્વગુણોમાં તૃપ્તિ. શાન્તરસની તૃપ્તિ! ધ્યાનામૃતના ઓડકાર! મિક્ષરેડ્ડી સોવેર જ્ઞાનતૃપ્તો નિરંજન;' ભિક્ષુ-મુનિ જ જ્ઞાનતૃપ્ત બની પરમ સુખ અનુભવે. આવો જ આત્મા નિર્લેપ રહી શકે.
અગિયારમું અષ્ટક છે નિર્લેપતાનું. ભલે આખો સંસાર પાપોથી-કર્મોથી લેપાય, જ્ઞાનસિદ્ધ પુરુષ ન લેપાય. આવો જ આત્મા નિઃસ્પૃહ બની શકે.
કે બારમું અષ્ટક છે નિઃસ્પૃહતાનું. નિઃસ્પૃહી મહાત્માને આ જગત તૃણ સમાન! ન કોઈ ભય કે ન કોઈ ઇચ્છા! પછી એને બોલવાનું જ શું હોય? પછી એને સંકલ્પ-વિકલ્પો પણ શાના હોય? આવો આત્મા મૌન પાળી શકે. '
કે તેરમું અષ્ટક છે મૌનનું. નહીં બોલવારૂપ મૌન તો એકેન્દ્રિયો પણ પાળે! આ તો વિચારોનું મૌન અશુભ-અપવિત્ર વિચારોનું મૌન પાળવાનું. આવું મૌન જે પાળી શકે તે જ આત્મા વિદ્યાસંપન્ન બની શકે. છે ચૌદમું અષ્ટક છે વિદ્યાનું.
અવિદ્યાનો ત્યાગ અને વિદ્યાનો સ્વીકાર કરતો આત્મા, આત્માને જ સદા અવિનાશી જુએ છે. આવો આત્મા વિવેકસંપન્ન બને છે.
પંદરમું અષ્ટક છે વિવેકનું. દૂધ અને પાણીની જેમ મળેલાં કર્મ અને જીવને મુનિરૂપ રાજહંસ ભિન્ન કરે છે! આવો ભેદજ્ઞાની આત્મા મધ્યસ્થ બને છે.
છે સોળમું અષ્ટક છે મધ્યસ્થતાનું. કુતર્કનો ત્યાગ, રાગ-દ્વેષનો ત્યાગ અને અંતરાત્મભાવમાં રમણતા આવી એટલે મધ્યસ્થ બન્યો, આવો આત્મા નિર્ભય હોય. ક સત્તરમું અષ્ટક છે નિર્ભયતાનું.
ભયની ભ્રાન્તિ નહીં! જે આત્મસ્વભાવના અદ્વૈતમાં લીન બની ગયો તે નિર્ભયતાના આનંદને અનુભવે છે. તેને સ્વપ્રશંસા કરવી ન ગમે.
અઢારમું અષ્ટક છે અનાત્મશંસાનું. ગુણોથી પૂર્ણ છે એટલે સંતુષ્ટ છે, એને પોતાની પ્રશંસા કરવી ગમે જ
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયક્રમ-નિર્દેશ
૩૯૯ નહીં. પોતાની પ્રશંસા સાંભળવાની એને ઈચ્છા જ ન હોય. જ્ઞાનાનન્દની મસ્તીમાં પરપર્યાયનો ઉત્કર્ષ શું કરવાનો! આને તત્ત્વદષ્ટિ મળે.
ઓગણીસમું અષ્ટક છે તત્ત્વદ્રષ્ટિનું. તત્ત્વદૃષ્ટિ રૂપીને ન જુએ, અરૂપીને જુએ! અરૂપીને જોઈને તેમાં મગ્ન થાય. આવો આત્મા સર્વ સમૃદ્ધિને પોતાનામાં જ જુએ.
વીસમું અષ્ટક છે સર્વસમૃદ્ધિનું. ઇન્દ્રની, ચક્રવર્તીની, શેષનાગની, મહાદેવની, કૃષ્ણની- બધાંની સમૃદ્ધિ વૈભવ એને પોતાના આત્મામાં દેખાય! આવું આત્મદર્શન નિરંતર ટકી રહે તે માટે મુનિ કર્મવિપાકનું ચિંતન કરે.
એકવીસમું અષ્ટક છે કર્મવિપાકનું. કર્મોનાં ફળનો વિચાર! શુભાશુભ કર્મોના ઉદયનો વિચાર કરનાર આત્મા પોતાની આત્મસમૃદ્ધિમાં સંતુષ્ટ રહે અને સંસારસમુદ્રથી તે ભયભીત હોય.
બાવીસમું અષ્ટક છે ભવોગનું. તે સંસારના વાસ્તવિક સ્વરૂપને સમજેલો આત્મા ચારિત્રક્રિયામાં એકાગ્રતાવાળો બને તેથી તેને લોકસંજ્ઞા ન સ્પર્શે.
આ ત્રેવીસમું અષ્ટક છે લોકસંજ્ઞાત્યાગનું.
લોકસંજ્ઞાની મહા નદીમાં મુનિ ન તણાય. એ તો સામા પ્રવાહે ચાલનારો વિર હોય છે. લોકોત્તર માર્ગે ચાલતો તે મુનિ શાસ્ત્રષ્ટિવાળો હોય,
ચોવીસમું અષ્ટક છે. શાસ્ત્રનું. એની દૃષ્ટિ જ શાસ્ત્ર. “કામવરવૂ સહૂિ' - સાધુની આંખો શાસ્ત્ર જ હોય. શું આવો મુનિ પરિગ્રહી હોય? તે તો અપરિગ્રહી હોય.
પચીસમું અષ્ટક છે પરિગ્રહત્યાગનું. બાહ્ય-અંતરંગ પરિગ્રહના ત્યાગી મહાત્માનાં ચરણે દેવો પણ નમતા હોય છે. આવાં મુનિવરો જ શુદ્ધ અનુભવ કરી શકે.
છવ્વીસમું અષ્ટક છે અનુભવનું. અતીન્દ્રિય પરમ બ્રહ્મને પમાડનાર અનુભવનો અનુભવી મહાત્મા કેવો મહાન યોગી બની જાય!
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
જ્ઞાનસાર સત્યાવીસમું અષ્ટક છે યોગનું. - મોક્ષ સાથે જોડી આપનાર, યોગોને આરાધનારો યોગી સ્થાનવર્ણાદિ યોગ અને પ્રીતિ-ભક્તિ વગેરે અનુષ્ઠાનોમાં રત યોગી જ્ઞાનયજ્ઞ કરવા માટે સુયોગ્ય બને છે.
છે અઠ્ઠાવીસમું અષ્ટક છે નિયાગનું. જ્ઞાનયજ્ઞમાં આસક્તિ! સર્વ ઉપાધિરહિત શુદ્ધ જ્ઞાન જ બ્રહ્મયજ્ઞ છે. બ્રહ્મમાં જ સર્વસ્વ અર્પણ કરનાર મુનિને ભાવપૂજાની ભૂમિ સ્પર્શે છે.
છે ઓગણત્રીસમું અષ્ટક છે ભાવપૂજાનું
આતમદેવનાં નવ અંગે બ્રહ્મચર્યની નવ વાડોથી પૂજન કરતો મુનિ અભેદ-ઉપાસનારૂપ ભાવપૂજામાં લીન થાય છે. આવો આત્મા ધ્યાનમાં લીન બને છે.
ત્રીસમું અષ્ટક છે ધ્યાનનું. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સાધતો મહામુનિ ક્યારેય દુઃખી હોતો નથી. નિર્મળ અંતરાત્મામાં પરમાત્માની છાયા પડે છે... ને તેથી તીર્થંકર નામકર્મ બાંધે છે. અને તપનો માર્ગ પકડે છે.
જ એકત્રીસમું અષ્ટક છે તપનું.
બાહ્ય અને આત્યંતર તપની આરાધનાથી તે સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષદશાને પામવા આગળ ધપે છે. તેની સર્વ વિશુદ્ધિ થાય છે. આવો મહાત્મા પરમ પ્રશમ... પરમ માધ્યચ્ય ભાવને ધારણ કરે છે.
જ બત્રીસમું ને છેલ્લે અષ્ટક છે સર્વનયાશ્રયનું.
સર્વ નયોને સ્વીકારે, કોઈ પક્ષપાત નહીં, કોઈ ભ્રાન્તિ નહીં.. પરમાનન્દથી ભરપૂર એવી સર્વોત્કૃષ્ટ આત્મભૂમિકા તે પ્રાપ્ત કરી કૃતકૃત્ય બની જાય છે.
આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવાનો આ કેવો અપૂર્વ માર્ગ છે! બસ, હવે માત્ર લક્ષ્ય જોઈએ છે. આપણો દઢ નિર્ણય જોઈએ છે. આત્માની આ સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ જોઈએ છે. ક્રમિક ૩૨ વિષયોને હૃદયસ્થ કરી, એના ઉપર ચિંતન કરી, એ દિશામાં પ્રયાણ આદરવાનું છે.
આત્મતત્ત્વની શ્રદ્ધા, આત્મતત્ત્વની પ્રીતિ અને આત્મતત્ત્વના ઉત્થાનની
૮
२८. तमेवैकं जानथ आत्मानमन्या वाचो विमुंचथामृतस्यैष सेतुः ।।
- मुण्डकोपनिषद्
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયક્રમ-નિર્દેશ
૪૦૧ તીવ્ર તમન્ના... શું સિદ્ધ ન કરી શકે? કાયરતા, અશક્તિ અને આળસને દૂર ફેંકી દો અને અપૂર્વ રૃર્તિથી સિદ્ધિના માર્ગે પ્રસ્થાન કરો. એ સિવાય દુઃખ, ક્લેશ અને સંતાપનો અંત આવી શકે એમ નથી, જન્મમૃત્યુની ઘટમાળ અટકે એમ નથી. કર્મોની શૃંખલાઓ તૂટી શકે એમ નથી.
આ માનવજીવન આત્મતત્ત્વના ઉત્થાન માટે જ ખર્ચી નાખો, જીવનનો બીજો કોઈ ઉપયોગ કરો જ નહીં.
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*****
**
*
ઉપસંહાર
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસંહાર
૪૦૩ स्पष्टं निष्टङ्कितं तत्त्वमष्टकैः प्रतिपत्रवान् ।
मुनिमहोदयं ज्ञानसारं समधिगच्छति ।।१।। અર્થ : અષ્ટકોથી સ્પષ્ટ નિશ્ચિત કરેલા તત્ત્વને પામેલા મુનિ મહાન અભ્યદય કરનાર જ્ઞાનના સારભૂત ચારિત્રને પ્રાપ્ત છે.
વિવેચન : આ ૩૨ તત્ત્વોને પામેલા મહામુનિ એવું વિશુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરે છે કે જેથી તેમનો મહાન અભ્યદય થાય. જ્ઞાનનો સાર ચારિત્ર!
જ્ઞાન ને વિરતિઃ- આ ભગવાન ઉમાસ્વાતિનું વચન છે. યશોવિજયજી મહારાજ કહે છે : - “જ્ઞાની સારી વારિત્ર” જ્ઞાનનો સાર ચારિત્ર છે. આગળ વધીને તેઓ જ્ઞાનનો સાર મુક્તિ બતાવે છે! અર્થાત્ જ્ઞાનનો સાર ચારિત્ર અને ચારિત્રનો સાર મુક્તિ!
सामाइअमाइअं सुअनाणं जाव बिंदु साराओ।
तस्स वि सारो चरणं सारो चरणस्स निव्वाणं ।। સામાયિકથી માંડી ચૌદમા પર્વ “બિંદુસાર’ સુધી શ્રુતજ્ઞાન છે. તેનો સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર નિર્વાણ છે.”
૩૨ અષ્ટકોને પામવાં એટલે માત્ર એ વાંચી જવાં, એમ નહીં, પરંતુ એ ૩૨ વિષયોને આત્મસાત્ કરવા. મન-વચન-કાયાને એ ૩૨ વિષયોથી રંગી દેવાં, જ્ઞાનના સાર ચારિત્રને અપનાવવું, ચારિત્રમય બની જવું.
નિર્વાણના લક્ષને લઈને જો આ ૩૨ વિષયોનું ચિંતન-મનન થાય તો આત્માની અપૂર્વ ઉન્નતિ સાધી શકાય. કર્મોનાં બંધનોથી આત્મા મુક્ત થતો જાય. આત્મસુખનો અનુભવ કરનારો બનતો જાય. આ લક્ષથી યશોવિજયજી મહારાજે આ ૩૨ વિષયોની સંકલન કરીને તત્ત્વનિર્ણય કર્યો છે.
निर्विकारं निराबाधं ज्ञानसारमुपेयुषाम् ।
विनिवृत्तपराशानां मोक्षोऽत्रैव महात्मनाम् ।।२।। અર્થ : વિકારરહિત પીડારહિત જ્ઞાનસારને પ્રાપ્ત કરનારા પરની આશાથી નિવૃત્ત થયેલા આત્માઓનો આ જ ભવમાં મોક્ષ છે.
વિવેચન : જ્ઞાનસાર! કોઈ વિકાર નહીં, કોઈ પીડા નહીં! આવો જ્ઞાનસાર જેને મળી ગયો
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૪c૪ એને વળી પરપદાર્થની આશા હોય? વિકારી અને પીડાકારી પર૫દાર્થોને એ ઇચ્છે ખરા?
જ્ઞાનના સારભૂત ચારિત્રમાં નિર્વિકાર સ્થિતિ છે, નિરાબાધ અવસ્થા છે. એટલે એ મહાત્માને કર્મબંધ ન થાય. કર્મોનું બંધન વિકારોથી છે. પરપદાર્થોની સ્પૃહામાંથી જન્મેલા વિકારો કર્મબંધ કરાવે છે.
ચારિત્રવંત આત્માને કર્મબંધ ન થાય; એ જ મોક્ષ છે! પૂર્વ કર્મોનો ઉદય હોય પરંતુ નવાં કર્મોનો બંધ ન હોય. કર્મોના ઉદય વખતે જ્ઞાનસાર હોવાથી નવાં કર્મ ન બાંધવા દે. નવાં કર્મ ન બંધાય એ જ મોક્ષ.
પરપદાર્થોની સ્પૃહામાંથી જન્મતા વિકારો અને એ વિકારોમાંથી જન્મતી પીડાઓ જે મહાત્માને ન સ્પર્શે તે મહાત્માને અહીં જ મોક્ષસુખનો અનુભવ થાય છે; અર્થાત્ પરાશાઓથી નિવૃત્ત થવું, એ મોક્ષ માટે અનિવાર્ય શરત બને છે. આત્મા સિવાય બધું જ પર છે.
अन्योऽहं स्वजनात् परिजनात् विभवात् शरीरकाच्चेति ।
यस्य नियता मतिरियं न बाधते तस्य शोककलिः ।। આ અન્યત્વ ભાવને દઢ કરનારો મહાત્મા નિર્વિકાર, નિરાબાધ ચારિત્રનું પાલન કરતો મોક્ષ મેળવે છે.
चित्तमार्दीकृतं ज्ञानसारसारस्वतोर्मिभिः ।
नाप्नोति तीव्रमोहाग्निप्लोषशोषकदर्थनाम् ।।३।। અર્થ જ્ઞાનસારરૂપ સરસ્વતીના તરંગો વડે કોમળ બનેલું મન આકરા મોહરૂપ અગ્નિના દાહના શોષની પીડા પામતું નથી. વિવેચન : જ્ઞાનસારની પવિત્ર સરયૂ સરસ્વતી!
સરસ્વતીના પવિત્ર જલમાં નિપ્રાણ હાડકાં અને રાખ બોળવાથી સદ્ગતિ નથી થતી, સ્વર્ગ નથી મળી જતું... એ સરસ્વતીના નિર્મળ પ્રવાહમાં આપણું મન બોળવાનું છે! “જ્ઞાનસારની સરસ્વતીમાં વારંવાર મનને ઝબોળો અને કોમળ બનવા દો, એને સરસ્વતીના તરંગો ઝીલી-ઝીલીને ભીનું થઈ જવા દો!
પછી ભલેને પેલો મોહ-દાવાનળ સળગતો.. ભલેને મનને એની ઝાળો લાગે! મનને કોઈ પીડા નહીં થાય, મનને કોઈ દર્દ નહીં થાય. અરે, પાણીથી
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસંહાર
૪૦૫ ભીંજાયેલા ભીના કપડાને આગ બાળી શકે ખરી? તો પછી સરસ્વતીના તરંગોથી ભીંજાયેલા મનને મોહ બાળી શકે ખરા?
આ “જ્ઞાનસાર” ગ્રંથ પવિત્ર સરસ્વતી છે. “જ્ઞાનસાર'ની પવિત્ર વાણીથી મનને ભીનું જ રાખવાનું. મોહવાસનાઓની આગ મનને બાળી નહીં શકે.
મોહ-દાવાનળથી બચવા માટે નિરંતર “જ્ઞાનસારની વાણીનું પાન કરવાનો ઉપદેશ ઉપાધ્યાયજી મહારાજ આપે છે. સર્વ દુઃખો, સર્વ વેદનાઓ અને સર્વ અશાન્તિનું મુળ મોહ જ છે ને! મોહની અસરથી મન મુક્ત બન્યું એટલે કોઈ દુઃખ, અશાન્તિ કે વેદના નહીં રહે.
अचिन्त्या काऽपि साधूनां ज्ञानसारगरिष्ठता।
गतिर्ययोर्ध्वमेव स्याद् अधःपात: कदाऽपि न ।।४।। અર્થ : મુનિઓને જ્ઞાનસારનો ભાર કંઈક ન સમજી શકાય એવો છે! એ ભારથી ઊંચે જ ગતિ થાય, ક્યારેય નીચે પડવાનું ન થાય.
વિવેચન : હા, “જ્ઞાનસાર” એ ભાર છે! ન સમજી શકાય તેવો ભાર છે! આ ભારને ઉપાડનાર ભારે બને છે! “જ્ઞાનસાર”ના ભારથી-વજનથી વજનદાર બનેલો મુનિ જયારે નીચે પડવાના બદલે ઊર્ધ્વ ગતિ કરે છે ત્યારે આશ્ચર્ય થાય છે!
ભારે માણસ ઊંચે ગતિ કરે છે!!!” જ્ઞાનસારનો ભાર આવો ન સમજી શકાય તેવો છે, અચિંત્ય છે! ઉપાધ્યાયજી મહારાજ હળવી ભાષામાં જ્ઞાનસારના પ્રભાવનું કેવું સરસ ઉદ્દીપન કરે છે!
“જ્ઞાનસારથી ભારે બનો. જ્ઞાનસારનું વજન વધારો. તમારી ઊર્ધ્વ ગતિ જ થશે. અધઃપતન ક્યારેય નહીં થાય.' - આ ઉપદેશ ગ્રંથકારે લાક્ષણિક શૈલીમાં આપ્યો છે. તેઓશ્રી દઢતાપૂર્વક વિશ્વાસ બંધાવે છે કે જ્ઞાનસારને પ્રાપ્ત કરનાર મહાત્માની ઉન્નતિ જ થાય, તેનું અધ:પતન ન જ થાય. જ્ઞાનસારને પ્રાપ્ત કરીને તમે નિર્ભય બનો, દુર્ગતિનો ભય ત્યજી દો, પતનનો ભય ત્યજી દો. જ્ઞાનસારના અચિંત્ય પ્રભાવે તમે ઉન્નતિના પથ પર આગળ જ વધતા જશો.
ભારે વસ્તુ નીચે જાય, ઊંચે ન જાય' - આ નિસર્ગનો એક નિયમ છે. એ નિયમને લઈને અહીં વિરોધાભાસ બતાવાયો છે : “ભારે હોવા છતાં ઊંચે જાય છે!' જ્ઞાનસારના ભારથી-વજનથી ભારે થયેલો મુનિ સદગતિનો-મોક્ષનો ભાગી બને છે.
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
રાનસાર क्लेशक्षयो हि मण्डूकचूर्णतुल्यः क्रियाकृतः ।
दग्धतच्चूर्णसदशो ज्ञानसारकृतः पुनः ।।५।। અર્થ : ક્રિયાથી કરેલો ક્લેશનો નાશ દેડકાના શરીરના ચૂર્ણ સમાન છે. પરંતુ જ્ઞાનસારથી કરાયેલો ક્લેશનો નાશ બની ગયેલા દેડકાના ચૂર્ણ સમાન છે.
વિવેચન : દેડકાના શરીરનું ચૂર્ણ થઈ ગયું હોય, પરંતુ એના પર વરસાદ પડે તો તેમાંથી નવાં દેડકાં ઉત્પન્ન થાય; તેમ ક્રિયાઓથી-ધર્મક્રિયાઓથી જે ફ્લેશનો, અશુભ કર્મોનો નાશ થાય, તે કર્મો પુનઃ નિમિત્ત મળતાં પેદા થાય!
દેડકાના શરીરના ચૂર્ણને બાળી નાખવામાં આવે, પછી એના પર સેંકડો વરસાદ વરસી જાય છતાં દેડકાં ઉત્પન્ન ન થાય; તેમ જ્ઞાનથી બાળી નાખેલા કર્મ ફરીથી ફૂટી નીકળતાં નથી, તે ભોગવવાં પડતાં નથી.
એનો અર્થ એ છે કે જ્ઞાનના માધ્યમથી કર્મોનો ક્ષય કરો. શુદ્ધ ક્ષયોપશમ ભાવથી કર્મક્ષય કરો. ફરીથી એ કર્મ બંધાશે નહીં. જ્ઞાનસારની આ મહત્તા છે. જ્ઞાનસારથી કરેલો કર્મક્ષય જ ખરેખર સાર્થક છે.
માત્ર ક્રિયાઓ દ્વારા જ કર્મક્ષય માનનારાઓએ આ વાત વિચારવી જરૂરી છે. ભલે તેઓ અશુભ કર્મોનો નાશ કરતા હોય, પરંતુ વળી આસવોનો વરસાદ થયો કે પુનઃ અશુભ કર્મો બંધાવાનાં. માટે જ્ઞાનના માધ્યમથી કર્મક્ષય કરો, એ કર્મ પુનઃપુનઃ ભોગવવાં નહીં પડે.
તમે તમારે જ્ઞાનાનંદમાં મસ્ત રહો, જ્ઞાનમગ્ન રહો... કર્મોનો ક્ષય થતો જ રહેશે. તમારે ચિંતા ન કરવી કે “મારાં કર્મોનો ક્ષય થઈ રહ્યો છે કે કેમ?' નિશ્ચિત અને નિર્ભય બનીને જ્ઞાનાનંદમાં લીન રહો.
ज्ञानपूतां परेऽप्याहुः क्रियां हेमघटोपमाम् ।
युक्तं तदपि तद्भावं न यद् भग्नाऽपि सोज्झति ।।६।। અર્થ: બીજાઓ પણ જ્ઞાનથી પવિત્ર ક્રિયાને સુવર્ણના ઘડા જેવી કહે છે. તે પણ યોગ્ય છે, કારણ કે ભાંગી ગયેલી પણ તે ક્રિયા, ક્રિયાના ભાવને છોડતી નથી (સોનાનો ઘડો ભાંગી જાય તો પણ સુવર્ણ તો રહે જ છે.). વિવેચન : સોનાનો ઘડો હોય.
એ ઘડો માનો કે ભાંગી ગયો, તો પણ સોનું તો રહે જ ને! સોનું ક્યાંય ન જાય. આવા સોનાના ઘડાની ઉપમા આપીને જ્ઞાનયુક્ત ક્રિયાનું મૂલ્ય ગ્રંથકાર સમજાવે છે.
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૭
ઉપસંહાર
જ્ઞાનયુક્ત ક્યિા સોનાનો ઘડો છે. માનો કે ક્રિયા ભાંગી પડી તો પણ સુવર્ણ જેવું જ્ઞાન તો રહેવાનું જ! ક્રિયાનો ભાવ તો રહેવાનો જ; જ્ઞાનયુક્ત ક્રિયાથી જે કમનો ક્ષય કર્યો, ફરીથી એ કર્મ બંધાય નહીં. અંતઃકોડાકોડી સાગરોપમથી વધુ સ્થિતિવાળા કર્મ એ બાંધે નહીં.
આ સોનાના ઘડા જેવી જ્ઞાનયુક્ત ક્રિયાનું મહત્ત્વ બૌદ્ધદર્શન વગેરે પણ સ્વીકારે છે. જ્ઞાનહીન ક્રિયા કરવાનું વિધાન કોઈ જ દર્શનકાર ન કરે. જ્ઞાન વિનાની, ભાવ વિનાની ક્રિયાથી શું કરવાનું?
તે તે ક્રિયાને અનુરૂપ ભાવ હોવો જોઈએ. ભાવથી ક્રિયા પ્રાણવાન બને છે, મૂલ્યવાન બને છે. જ્ઞાન વિનાની ક્રિયા માટીના ઘડા જેવી છે. ઘડો ફૂટી ગયો કે પછી કંઈ કામ ન લાગે. માટે આપણી ધર્મક્રિયાઓને જ્ઞાનયુક્ત બનાવો, ભાવભરી બનાવો. “કર્મક્ષય” કરવાના લક્ષથી દરેક ધર્મક્રિયા કરો.
क्रियाशून्यं च यज्ज्ञानं ज्ञानशून्या च या क्रिया।
अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ।।७।। અર્થ : જે જ્ઞાન ક્રિયારહિત છે અને જ્ઞાનરહિત જે ક્રિયા છે, આ બંનેનું અંતર સૂર્ય અને આગિયા જેવું છે. વિવેચન : ક્રિયા વિનાનું જ્ઞાન સૂર્ય સમાન છે. જ્ઞાન વિનાની ક્રિયા આગિયા જેવી છે.
સૂર્યનો પ્રકાશ ક્યાં અને આગિયાનો પ્રકાશ ક્યાં? લાખો-કરોડો આગિયા થાય તો યે સૂર્યના પ્રકાશની તુલના ન કરી શકે. એમ જ્ઞાન વિનાની ગમે તેટલી ક્રિયાઓ કરવામાં આવે, છતાં સૂર્ય જેવા તેજસ્વી જ્ઞાનની તોલે ન આવી શકે.
ભલે ક્રિયા વિનાનું જ્ઞાન છે, અર્થાતું જ્ઞાન મુજબ ક્રિયાઓ એના જીવનમાં નથી, છતાં ય એનો પ્રકાશ તો એનો જ પ્રકાશ રહેવાનો. અરે, સૂર્ય વાદળોથી ઘેરાયેલો હોય છતાં ય એના પ્રકાશમાં દુનિયાનો વ્યવહાર ચાલે છે... જ્યારે આગિયાના પ્રકાશમાં તમે ક્યારે ય કોઈ કામ કરી શક્યા છો?
હા, ક્રિયારહિત જ્ઞાનનો અર્થ એમ ન કરશો કે ક્રિયાનિરપેક્ષ જ્ઞાન ક્રિયાઓ તરફ અણગમો કે તિરસ્કાર નહીં, પરંતુ ક્રિયાઓની ઉપાદેયતાનો સ્વીકાર કરનારું જ્ઞાન! જ્ઞાનયુક્તક્રિયા કરતાં કરતાં ક્રિયા છૂટી ગઈ હોય અને ક્રિયાનો ભાવ ટકેલો હોય, તેવું જ્ઞાન.
For Private And Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦૮
જ્ઞાનસાર
જ્ઞાન વિનાની ક્રિયાના આગિયા બનીને જ સંતોષ માનનારા અને આજીવન જ્ઞાનની ઉપેક્ષા કરનારાઓ ગ્રંથકારના આ વચનને ખૂબ વિચારે અને જ્ઞાનોપાસક બને, જ્ઞાન સૂર્ય બને.
चारित्रं विरतिः पूर्णा ज्ञानस्योत्कर्ष एव हि । ज्ञानाद्वैतनये द्रष्टिर्देया तद्द्योगसिद्धये ॥ ८ ।।
અર્થ : સંપૂર્ણ વિરતિરૂપ ચારિત્ર ખરેખર જ્ઞાનનો અતિશય જ છે, તે કારણથી યોગની સિદ્ધિ માટે માત્ર જ્ઞાનનયમાં દૃષ્ટિ આપવા જેવી છે.
વિવેચન : જ્ઞાનની ઉત્કૃષ્ટ અવસ્થા તે ચારિત્ર.
જ્ઞાનમાં લીનતા એ ચારિત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણ વિરતિરૂપ ચારિત્ર શું છે? જ્ઞાનનો જ વિશિષ્ટ અતિશય છે. જ્ઞાનાદ્વૈતમાં દૃષ્ટિ સ્થાપો. જ્ઞાનાદ્વૈતમાં જ લીન થઈ જાઓ-જો તમારે યોગસિદ્ધિ કરવી છે તો, આત્માનું પરમ વિશુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે તો જ્ઞાન અને ક્રિયાના દ્વૈતનો ત્યાગ કરો. દ્વૈતમાં વિટંબણા છે, દ્વૈતમાં અશાન્તિ છે. અદ્વૈતમાં આનંદ છે ને શાન્તિ છે. જ્ઞાનાદ્વૈત એટલે આત્માદ્વૈત! આત્માના અદ્વૈતમાં દૃષ્ટિ કેન્દ્રિત કરો. એ સિવાય ક્યાંય દૃષ્ટિને ન લઈ જાઓ.
જ્ઞાનસારનો ઉપસંહાર કરતાં ભગવાન યશોવિજયજી, જ્ઞાનાદ્વૈતનું શિખર ચીંધે છે. જ્ઞાનક્રિયાના દ્વૈતમાંથી બહાર નીકળી જવાનું ભારપૂર્વક વિધાન કરે છે. જ્ઞાનની ઉત્કૃષ્ટ પરિણતિ એ જ પૂર્ણ ચારિત્ર છે. એ ચારિત્રને ઝંખતો જીવ જ્ઞાનાદ્વૈતમાં લીન થાય તો જ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે.
નિશ્ચયનયનો આ દિવ્ય પ્રકાશ આપનારા ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનમાં જ સાધ્ય, સાધન અને સિદ્ધિ બતાવીને જ્ઞાનમય બની જવા કહ્યું છે. ક્રિયામાર્ગની જડતા ખંખેરી નાખી જ્ઞાનમાર્ગનું અનુસરણ કરવા પ્રેરણા આપી છે.
‘જ્ઞાનાદ્વૈત'માં લીનતા હો!
सिद्धिं सिद्धपुरे पुरन्दरपुरस्पर्धावहे लब्धवां श्चिद्दीपोऽयमुदारसार महसा दीपोत्सवे पर्वणि । एतद् भावनभावपावनमनश्चञ्चच्चमत्कारिणां तैस्तैर्दीपशतैः सुनिश्चयमतैर्नित्योऽस्तु दीपोत्सवः ।।
·
For Private And Personal Use Only
અર્થ : શ્રેષ્ઠ અને સારભૂત તેજસહિત આ જ્ઞાન-દીપક ઈન્દ્રના નગરની સ્પર્ધા કરનાર સિદ્ધપુરમાં દિવાળીના પર્વમાં સમાપ્ત થયો. આ ગ્રન્થ, ભાવનાના રહસ્યથી
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસંહાર
૪૦૯ પવિત્ર થયેલા મનમાં થતા ચમત્કારવાળા જીવોને, તે તે સારા નિશ્ચયમતરૂપ સેંકડો દીવાઓ વડે હમેશાં દિવાળીનો ઉત્સવ હો!
વિવેચન : આ “જ્ઞાનસાર” નો દીપક દિવાળીના મહાપર્વમાં પૂર્ણરૂપેણ પ્રાપ્ત થયો. સિદ્ધપુરમાં ગ્રંથકાર ચાતુર્માસ કાળમાં બિરાજેલા હતા ત્યાં આ ગ્રંથની પૂર્ણતા થઈ.
જ્ઞાનદીપકનો પ્રકાશ શ્રેષ્ઠ છે. બધાં પ્રકાશોમાં આ પ્રકાશ સારભૂત છે. જે કોઈ માનવ આ ગ્રંથનું અધ્યયન-પરિશીલન કરે તેને રહસ્યભૂત જ્ઞાન પ્રાપ્ત થાય. રહસ્યથી મન પવિત્ર થાય અને આશ્ચર્યથી ચમત્કૃત થાય. આવા જીવોને ગ્રંથકાર કહે છે :
“હે માનવો! તમે તો રોજ નિશ્ચયનયના સેંકડો દીપકો જલાવો અને સદૈવ દિવાળીનો મહોત્સવ ઊજવો!
આ ગ્રંથના ચિંતનથી સંસારના જી હમેશાં આત્મજ્ઞાનના દીપક પ્રગટાવીને આનંદ અનુભવે, એવી ગ્રંથકાર ભાવના વ્યક્ત કરે છે. સાથે જ, આ ગ્રંથન ચિંતન-મનનથી મન પવિત્ર બનશે અને પ્રસન્નતા અનુભવશે, એની ખાતરી આપે છે.
નિશ્ચયનયથી આત્મજ્ઞાન મેળવવા માટે પ્રયત્નશીલ બનવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે.
केषांचिद्विषयज्वरातुरमहो चित्तं परेषां विषावेगोदर्कतर्कमूर्छितमथान्येषां कुवैराग्यतः। लग्नालकमबोधकूपपतितं चास्ते परेषामपि
स्तोकानां तु विकारभाररहितं तज्ज्ञानसाराश्रितम् ।। અર્થ : અહો! કેટલાકનું મન વિષયરૂપ જ્વરથી પીડિત છે, બીજાઓનું મન ઝેરના વેગરૂપ પરિણામ જેનું છે એવા કુતર્કથી મૂતિ થયેલું છે; અન્યનું મન ખોટા વૈરાગ્યથી જેને હડકવા ચાલ્યો હોય એવું છે, બીજાઓનું મન પણ અજ્ઞાનરૂપ કૂવામાં પડેલું છે, પણ થોડાંઓનું મન વિકારના ભારથી રહિત છે, તે જ્ઞાનસારથી આશ્રિત
છે.
વિવેચન : સંસારમાં ભિન્ન ભિન્ન વૃત્તિવાળા જીવો વસે છે. જીવોનાં મન જુદી-જુદી રીતે વાસનાઓથી ઘેરાયેલાં છે. એનું સ્વરૂપદર્શન અહીં ગ્રંથકાર કરાવે છે અને એમાં જ્ઞાનસારથી રંગાયેલાં મન કેટલાં હોય છે, તે બતાવે છે.
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
જ્ઞાનસાર છેકેટલાકનાં મન શબ્દાદિ વિષયોની સ્પૃહાથી ને ઉપભોગથી પીડિત છે! જ કેટલાક મનુષ્યો કુતર્કના સર્ષોથી ડસાયેલાં છે. કુતર્ક-સર્પોનાં તીવ્ર ઝેરથી
તેઓ મૂચ્છિત થઈ ગયેલા છે. જ કેટલાક પોતાની જાતને વૈરાગી ગણાવે છે, પરંતુ એ પણ એક પ્રકારનો
હડકવા છે! હડકાયા કૂતરા જેવી એમની સ્થિતિ છે. છે વળી કેટલાક મોહ-અજ્ઞાનના ઊંડા કૂવામાં પડેલા છે, એમની દૃષ્ટિ કૂવાની બહાર પડે જ ક્યાંથી? હા, થોડાં જીવો આ વિશ્વમાં એવાં છે કે જેમના મન પર વિકારનો ભાર નથી. “જ્ઞાનસાર'નો આશ્રય આવાં જીવો જ લેતા હોય છે, લઈ શકે છે.
जातोद्रेकविवेकतोरणततौ धावल्यमातन्वति हृद्गृहे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः । पूर्णानन्दघनस्य किं सहजया तद्भाग्यभङगयाऽभव
नैतद् ग्रन्थमिषात् करग्रहमहश्चित्रं चरित्रश्रियः ।। અર્થ : જ્યાં અધિકપણે વિવેકરૂપ તોરણની માળા બાંધેલી છે અને ઉરૂલતાને વિસ્તારતા હૃદયરૂપ ઘરમાં સમયને યોગ્ય મોટો ગીતનો ધ્વનિ પ્રસરે છે. પૂર્ણ આનંદ વડે ભરપૂર આત્માનો, સ્વાભાવિક તેના ભાગ્યની રચનાથી આ ગ્રંથની રચનાના બહાનાથી ચારિત્રરૂપ લક્ષ્મી સાથે આશ્ચર્ય કરનાર પાણિગ્રહણનો મહોત્સવ શું થયો નથી?
વિવેચન : પૂર્ણાનન્દી આત્માનો ચારિત્ર-લક્ષ્મી સાથેનો લગ્નોત્સવ તમે જોયો છે? ગ્રંથકાર લગ્નોત્સવ બતાવે છે, જુઓ :
આ ઠેર ઠેર બંધાયેલાં તોરણો જુઓ! એ વિવેકનાં તોરણો છે. આ લગ્નનો માંડવો જોયો? એ હૃદયનો માંડવો છે. પ્રકાશથી ઉજ્વલ છે, ને એમાં તમને લગ્નોત્સવનાં ગીતનો મધુર ધ્વનિ સંભળાય છે! તેમાં ૩૨ ગીતો ગવાય છે! અને આતમરામ કેવા આનંદથી ભરપૂર દેખાય છે!
આ “જ્ઞાનસાર' ગ્રંથની રચનાનું તો બહાનું છે! તેના માધ્યમથી ચારિત્રરૂપ લક્ષ્મી સામે પૂર્ણાનન્દી આત્માએ લગ્નનો મહોત્સવ યોજ્યો છે! કેવું એનું સદ્ભાગ્ય!
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસંહાર
૪૧૧
ગ્રંથકાર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ‘આ ગ્રંથરચનાના મહોત્સવમાં
મેં ચારિત્રરૂપ લક્ષ્મી સાથે લગ્ન કર્યું છે!'
મહોત્સવ ખરેખર, આશ્ચર્યચકિત કરી દે તેવો છે!
भावस्तोमपवित्रगोमयरसैः लिप्तैव भूः सर्वतः संसिक्ता समतोदकैरथ पथि न्यस्ता विवेकस्रजः अध्यात्मामृतपूर्णकामकलशश्चक्रेऽत्र शास्त्रे पुरः पूर्णानन्दघने पुरे प्रविशति स्वीयं कृतं मंगलम् ।
અર્થ : આ શાસ્ત્રમાં ભાવના સમૂહરૂપ છાણના રસથી ભૂમિ લીંપાયેલી જ છે. ચોતરફ સમભાવરૂપ પાણીથી છંટાયેલી છે, માર્ગમાં વિવેકરૂપ પુષ્પની માળાઓ મૂકી છે, આગળ અધ્યાત્મરૂપ અમૃતથી ભરેલો કામકુંભ મૂક્યો છે, એમ પૂર્ણાનન્દથી ભરપૂર આત્મા નગરમાં પ્રવેશ કરે છે ત્યારે પોતાનું મંગલ કર્યું!
વિવેચન : આ ‘જ્ઞાનસાર' નગરમાં જે પૂર્ણાનન્દી આત્મા પ્રવેશ્યો, તેનું કલ્યાણ થઈ ગયું!
આ નગરની ભૂમિ પવિત્ર ભાવોના છાણથી લીંપાયેલી છે. સર્વત્ર સમભાવનાં પાણી છંટાયેલાં છે. આ નગરના વિશાળ માર્ગો ઉપર ઠેર ઠેર વિવેકપુષ્પોની માળાઓ લટકાવવામાં આવી છે. મુખ્ય સ્થાનો ઉપર અધ્યાત્મના અમૃતથી ભરેલા કામકુંભ ગોઠવવામાં આવ્યા છે!
કેવું આ ભવ્ય રમણીય નગર છે! આવા નગરમાં સહુ જીવો પ્રવેશી શકતાં નથી, બહુ થોડાં જ મનુષ્યો આ નગરમાં પ્રવેશી શકે છે... એમાં જો આપણો પ્રવેશ થઈ ગયો તો ‘સર્વમંગલમાંગલ્યમ્' થઈ જાય.
પૂર્ણાનન્દી આત્મા જ આ નગરમાં પ્રવેશ કરી શકે છે. પૂર્ણતાના આનંદ માટે તલસતો જીવ જ આવું નગર શોધતો હોય છે! ગ્રંથકાર આપણને ‘જ્ઞાનસાર’ નું નગર બતાવે છે...એમાં પ્રવેશ કરીને આપણે કૃતકૃત્ય બનીએ. गच्छे श्रीविजयादिदेवसुगुरो: स्वच्छे गुणानां गणैः प्रौढिं प्रौढिमधाम्नि जीतविजयप्राज्ञाः परामैयरुः ।
तत्सातीर्थ्यभृतां नयादिविजयप्राज्ञोत्तमानां शिशो: श्रीमन्यायविशारदस्य कृतिनामेषा कृतिः प्रीतये ||
અર્થ : સદ્ગુરુ શ્રી વિજયદેવસૂરિના ગુણોના સમૂહથી પવિત્ર મહાન ગચ્છમાં
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧ ૨
સાનસાર જિતવિજય નામે પંડિત અત્યંત મહત્ત્વશાળી થયા. તેમના ગુરુભાઈ નયવિજય પંડિતના શિષ્ય શ્રીમદ્ ન્યાયવિશારદ (યશોવિજયજી ઉપાધ્યાય) ની આ કૃતિ મહાભાગ્યવંત પુરુષોની પ્રીતિ માટે થાઓ. વિવેચન : ગ્રંથકાર પોતાની ગુરુપરંપરા વર્ણવે છે.
શ્રી વિજયદેવસૂરિનો ગચ્છ... ગુણોથી પવિત્ર અને વિશાળ- તે ગચ્છમાં શ્રી જીતવિજયજી નામના વિદ્વાન મહાત્મા થયા. તેમના ગુરુભ્રાતા શ્રી નયવિજયજી હતા.
આ શ્રી નવિજયજી ગ્રંથકાર - ઉપાધ્યાયજી યશોવિજયજીના ગુરુદેવ. ગ્રંથકારે પોતાના નામનો નિર્દેશ ન કરતાં પોતાને કાશીમાં મળેલા ન્યાયવિશારદ' બિરુદનો નિર્દેશ કર્યો છે. પોતાની આ રચના માટે એમણે આશા વ્યક્ત કરતાં કહ્યું છે :
“આ કૃતિ મહાભાગ્યવંત પુરુષોની પ્રીતિ માટે થાઓ!” આ “જ્ઞાનસાર'ના અધ્યયનથી, ચિંતન-મનનથી પ્રીતિ અને આનંદ પ્રાપ્ત કરનારા મહાભાગ્યવંત આત્માઓ છે.
જ્ઞાનસારમાંથી જ્ઞાનાનન્દ પ્રાપ્ત કરવાનું સૌ જીવોને સૌભાગ્ય પ્રાપ્ત થાઓ.
જે 7::::.
TRS
(
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
જ્ઞિાનમાર-પરિશિષ્ટ)
'
-
-
- - - - -
-
-
-
.
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૧૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१
કૃષ્ણપક્ષ-શુક્લપક્ષ
અનંતકાળથી અનંત જીવો ચતુર્ગતિમય સંસારમાં પરિભ્રમણ કરી રહેલાં છે. તે જીવો બે પ્રકારના હોય છે : ભવ્ય અને અભવ્ય. જે જીવમાં મોક્ષાવસ્થા પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય છે તે જીવ ‘ભવ્ય' કહેવાય છે. જે જીવમાં મોક્ષાવસ્થા પ્રાપ્ત કરવાની યોગ્યતા નથી હોતી તે જીવ ‘અભવ્ય’ કહેવાય છે.
દ
જ્ઞાનસાર
ભવ્ય જીવનો સંસારપરિભ્રમણનો કાળ જ્યારે એક ‘પુદ્ગલપરાવર્ત’ બાકી રહે છે, અર્થાત્ મોક્ષદશા પ્રાપ્ત કરવા માટે એક પુદ્ગલપરાવર્ત કાળ બાકી રહે છે, ત્યારે તે જીવ ‘ચરમાવર્ત’માં આવ્યો કહેવાય છે.
એક પુગલપરાવર્તમાંથી પણ અડધો ઉપરાંત કાળ વ્યતીત થઈ જતાં, તે જીવ ‘શુક્લપાક્ષિક’ કહેવાય છે. પરંતુ જે જીવો આ કાળમર્યાદામાં નથી આવ્યા હોતા તે જીવો ‘કૃષ્ણપાક્ષિક' કહેવાય છે; અર્થાત્ તે જીવો કૃષ્ણપક્ષ જેવા મોહ...અજ્ઞાનના ગાઢ અંધકારમાં રહેલા હોય છે.
‘શ્રી નીવાનીવામિયમ-સૂત્ર’ના ટીકાકાર મહર્ષિ ઉપરોક્ત હકીકતનું સમર્થન કરે છે ઃ
'इह द्वये जीवाः तद्यथा - कृष्णपाक्षिकाः शुक्लपाक्षिकाश्च । तत्र येषां किञ्चिदूनार्धपुद्गलपरावर्त संसारस्ते शुक्लपाक्षिकाः इतरे दीर्घसंसारभाजिनः कृष्णपाक्षिकाः । '
For Private And Personal Use Only
આ જ વાતને પૂજ્ય ઉપાધ્યાયજીએ ‘જ્ઞાનસારના ટબ્બામાં અન્ય શાસ્ત્રીય પ્રમાણ દ્વારા પુષ્ટ કરી છે :
जेसिं अवड्ढपुग्गलपरियट्टो सेसओ य संसारो ।
ते सुक्कपक्खिया खलु अवरे पुण कण्हपक्खिया ।।
ઉપરોક્ત શાસ્ત્રકારોનાં મંતવ્યો કરતાં શ્રી વશાશ્રુતધ-સૂત્ર ના મૂળવાર નું મંતવ્ય ભિન્ન પ્રાપ્ત થાય છે. તેઓશ્રી આ પ્રમાણે પ્રતિપાદન કરે છે :
૨૯. ૧લું પૂર્ણતા અષ્ટક, શ્લોક ૮.
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષ્ણપક્ષ-શુકલપક્ષ
૪૧૫ 'जो अकिरियावादी सो भवितो अभविउ वा नियमा किण्हपक्खिओ, किरियावादी नियमा भव्वओ नियमा सुक्कपक्खिओ। अंतोपुग्गलपरियट्टस्स नियमा सिज्झिहिति। सम्मद्दिढी वा मिच्छदिट्ठी वा होज्ज।'
' “જે જીવ અક્રિયાવાદી છે, ભલે તે ભવ્ય હો યા અભવ્ય હો, તે અવશ્ય કૃષ્ણપાક્ષિક છે. ક્રિયાવાદી ભવ્ય આત્મા અવશ્ય શુક્લપાક્ષિક છે અને તે એક પુદ્ગલપરાવર્તકાળમાં અવશ્ય મોક્ષાવસ્થા પામે છે. વર્તમાનમાં ભલે તે જીવ સમ્યગુ દૃષ્ટિ હોય કે મિથ્યાષ્ટિ હોય.
ચૂવાર ના મંતવ્ય અનુસાર ચરમાવર્તકાળ શુક્લપક્ષ છે; અને આ મંતવ્ય પણ તર્કસંગત લાગે છે. શુક્લપક્ષના પ્રારંભમાં જેમ અલ્પકાલીન ચંદ્રોદય થાય છે તેમ ચરમાવર્તકાળમાં આવતાં જીવના આત્મ-આકાશે કેટલાક ગુણોનો ચંદ્રોદય થાય છે. પૂજનીય આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે યોદ્દષ્ટિ સમુદય' ગ્રંથમાં ચરમાવર્તકાલીન જીવને “ભદ્રમૂર્તિ મહાત્મા કહ્યો છે. એ ભદ્રમૂર્તિ મહાત્માના ત્રણ વિશેષ ગુણો બતાવ્યા છે :
दुःखितेषु दयात्यन्त-मद्वेषो गुणवत्सु च ।
औचित्यासेवनं चैव सर्वत्रवाविशेषतः ॥३२॥ દુઃખી જીવો પ્રત્યે અત્યંત કરુણા, ગુણીજનો પ્રત્યે અદ્વેષ અને સર્વત્ર અવિશેષપણે ઔચિત્યનું પાલન, આ ત્રણ ગુણોથી સુશોભિત ભદ્રમૂર્તિ મહાત્માને શુક્લપાલિક' કહેવામાં શ્રી યશાશ્રુતરધે ના પૂવાર મહાપુરુષનું મંતવ્ય યોગ્ય લાગે છે, તત્ત્વ તુ વેવતિનો વિન્તિા તત્ત્વ તો કેવળી ભગવંતો જાણે!
“શ્રી પંઘીશ' ગ્રંથમાં યાકિનીમહત્તારાસૂન હરિભદ્રાચાર્યે શhપાલિક શ્રાવકનું વર્ણન કર્યું છે:
परलोयहियं सम्मं जो जिणवयणं सुणेइ उवउत्तो। अइतिव्वकम्मविगमा सुक्को सो सावगो एत्थ ।।२।।
(પ્રથમ વંચાશા) “સમ્યફ પ્રકારે ઉપયોગપૂર્વક જે શ્રાવક પરલોકહિતકારી જિનવચનનું શ્રવણ કરે છે અને અતિ તીવ્ર પાપકર્મ જેનાં ક્ષીણ થયેલાં છે, તે “શhપાક્ષિક શ્રાવક કહેવાય છે.
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૩
જ્ઞાનસાર
તેજોલેથા” “તેજોલેશ્યા' શબ્દનો પ્રયોગ જૈન-આગમોમાં ત્રણ અર્થમાં થયેલો જોવા મળે છે :
૧. જીવનું પરિણામ. ૨. તપોલબ્ધિથી પ્રગટતી શક્તિ. ૩. આન્તર આનંદ; આન્તર સુખ. “જ્ઞાનસાર” માં ગ્રન્થકારે જે કહ્યું છે :
'तेजोलेश्याविवृद्धिर्या साधोः पर्यायवृद्धितः ।
भाषिता भगवत्यादौ सेत्थंभूतस्य युज्यते ।।' આ તેજોલેશ્યા આન્તરસુખરૂપ સમજવાની છે. શ્રી ભગવતીસૂત્રના ચૌદમા શતકમાં દેવોની તેજલેશ્યા (સુખાનુભવ) સાથે શ્રમણની તેજલેશ્યાની તુલના બતાવવામાં આવી છે. ટીકાકાર મહર્ષિએ તેજોવેશ્યાનો અર્થ “સુરવાસિવા’ કરેલો છે. અર્થાત્ સુખાનુભવ.
એક મહિનાના દીક્ષાપર્યાયવાળો શ્રમણ વાણવ્યંતર દેવોની તેજલેશ્યાને અતિક્રમી જાય છે. બે મહિનાના દીક્ષાપર્યાયવાળો શ્રમણ ભવનપતિ દેવોની તેજોવેશ્યાને અતિક્રમી જાય છે. ત્રણ મહિનાના પર્યાયવાળો અસુરકુમાર દેવોની, ચાર મહિનાના પર્યાયવાળો જ્યોતિષદેવોની, પાંચ મહિનાના પર્યાયવાળો સૂર્ય-ચન્દ્રની, છ મહિનાના પર્યાયવાળો સૌધર્મ-ઈશાન દેવોની, સાત મહિનાના પર્યાયવાળો સનકુમાર-માહેન્દ્રની, આઠ મહિનાના પર્યાયવાળો બ્રહ્મ અને લાંતકદેવોની, નવ મહિનાના પર્યાયવાળ મહાશક અને સહસ્ત્રારની, દસ મહિનાના પર્યાયવાળો આનત-પ્રાણત-આરણ અને અય્યતની, અગિયાર મહિનાના પર્યાયવાળો રૈવેયક-દેવોની અને બાર મહિનાના પર્યાયવાળો અનુત્તરવાસી દેવોની તેજલેશ્યાને અતિક્રમી જાય છે.
૩૦. બીજું મગ્નતા અષ્ટક, શ્લોક ૫.
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ આચાર
૪૧૭
પાંચ અથાણ"
મોક્ષમાર્ગની આરાધનાના મુખ્ય પાંચ માર્ગોને “પંચાચાર' કહેવાય છે. અહીં “શ્રી પ્રવચનસરોદ્ધાર' ગ્રંથના આધારે તેનું અલ્પ વિવરણ આપવામાં આવે છે.
૧. જ્ઞાનવાર :
૧. શનિ : આગમગ્રંથોના અધ્યયન માટે શાસ્ત્રકારોએ જે કાળ નિત કર્યો છે, તે કાળમાં જ અધ્યયન કરવું.
૨. વિનય : જ્ઞાની, જ્ઞાનનાં સાધન અને જ્ઞાનનો વિનય સાચવીને જ્ઞાનાર્જન કરવું.
૩. વૈદુમાન : જ્ઞાન, જ્ઞાની પ્રત્યે ચિત્તમાં પ્રીતિ ધારણ કરવી.
૪. ૩qધન : તે તે સ્ત્રના અધ્યયન માટે શાસ્ત્રકારોએ જે તપ કરવાનું વિધાન કર્યું છે તે તપ કરીને અધ્યયન કરવું. તેનાથી યથાર્થપણે સૂત્રની શીધ્ર ધારણા થાય છે.
૫. નિનવન : અભિમાનાદિવશ કે પોતાની લધુતાની શંકાથી, શ્રતગુરુનો કે શ્રુતનો અપલાપ ન કરવો.
૬. વ્યંગન : અક્ષરો-શબ્દ-વાક્યનો શુદ્ધિથી ઉચ્ચાર કરવો. છે. ગર્થ : અક્ષર-શબ્દ-વાક્યનો શુદ્ધિથી ઉચ્ચાર કરવો. અક્ષરાદિથી અભિધેયનો વિચાર કરવો.
૮. મા : વ્યંજન-અર્થમાં ફેરફાર કર્યા વિના તથા સમ્યગૂ ઉપયોગ રાખીને ભણવું. ૨. રનવાર :
૧. નિ:શાંછિત : જિનવચનમાં સંદેહ ન રાખવો. ૨. નિઃsiક્ષિત : અન્ય અન્ય મિથ્યાદર્શનોની આકાંક્ષા ન કરવી. ૩. નિર્વિવિવિત્સ : “સાધુઓ મલિન છે-આવી જુગુપ્સા ન કરવી.
૩૧. ચોથું મહત્યાગ અષ્ટક, શ્લોક ૮.
For Private And Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
જ્ઞાનસાર
૪. અમૂઢતા : તપસ્વી વિદ્યાવંત કુતીર્થિકની ઋદ્ધિ દેખી ચલિત ન થવું. ૫. પવૃંદા : સાધર્મિક જીવોના દાન-શીલાદિ સદ્ગુણોની પ્રશંસા કરી તેના સદ્ગુણોની વૃદ્ધિ કરવી.
૬. ચિરીર : ધર્મમાં ચલચિત્ત જીવોને હિત-મિત-પથ્ય વચનોથી ધર્મમાર્ગમાં પુનઃસ્થિર કરવા.
૭. વાત્સત્ય : સાધર્મિકોની ભોજન-વસ્ત્રાદિ દ્વારા ભક્તિ, સન્માન.
૮. પ્રમાવના : ધર્મકથા, વાદીવિજય, દુષ્કર તપ વગેરે કરવા દ્વારા જિનપ્રવચનનો ઉદ્યોત કરવો. (જો કે જિનપ્રવચન સ્વયં શાશ્વત્, જિનભાષિત અને સુરાસુરથી નમસ્કૃત હોવાથી ઉદ્યોતીત જ છે, તો પણ પોતાના દર્શનની નિર્મલતા માટે પોતાના કોઈ વિશેષ ગુણ દ્વારા લોકોને પ્રવચન તરફ આકર્ષવા.) રૂ. चारित्राचार :
પાંચ સમિતિ (ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિ) તથા ત્રણ ગુપ્તિ (મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ) દ્વારા મન-વચન-કાયાને ભાવિત રાખવા.
૪. તપાવાર :
અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા-આ છ બાહ્ય તપ દ્વારા આત્માને તપાવવો. (આ છ પ્રકારના તપ બાહ્ય એ માટે કહેવાય છે કે – (૧) બાહ્ય એવા શરીરને તપાવનાર છે; (૨) બાહ્ય-લોકમાં
-
‘તપ’ તરીકે પ્રસિદ્ધ છે. (૩) કુતીર્થિકોએ સ્વમતથી સેવેલ છે.)
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય અને ધ્યાન, આ પ્રકારના આપ્યંતર તપથી આત્માને વિશુદ્ધ કરવો.
૩. વીર્યાવાર :
ઉપરોક્ત ચાર આચારમાં મન-વચન-કાયાનું વીર્ય (શક્તિ) ફોરવીને સુંદર ધર્મપુરુષાર્થ કરવો.
આ રીતે પંચાચારનું નિર્મળ પાલન કરનાર આત્મા મોક્ષમાર્ગ તરફ પ્રગતિ કરે છે અને મોક્ષપ્રાપ્તિ કરે છે.
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથિભેદ
૪૧૯
ગ્રંથિભેદ* ગમે તે રીતે તથાભવ્યત્વના પરિપાકથી જીવાત્મા યથા પ્રવૃત્તિકરણ
દ્વારા આયુષ્ય કર્મ સિવાયનાં જ્ઞાનાવરણીયાદિ સાતેય કમની, પૃથક્વલ્યોપમના સંખ્યાતા ભાગ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ કરી દે છે.
જ્યારે કર્મોની આ પ્રમાણે મર્યાદિત કાળસ્થિતિ થઈ જાય છે, ત્યારે જીવની સામે એક અભિન્ન ગ્રંથિ આવે છે. તીવ્ર રાગદ્વેષના પરિણામરૂપ તે ગ્રંથિ હોય છે. તે ગ્રંથિનું સર્જન અનાદિ કર્મપરિણામ દ્વારા થયેલું હોય છે.
અભવ્ય જીવો યથાપ્રવૃત્તિકરણથી જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની દીર્ઘ સ્થિતિનો ક્ષય કરી અનંતવાર આ “ગ્રંથિ'ના દ્વારે આવે છે, પરંતુ ગ્રંથિની ભયંકરતા જોઈ ગ્રંથિને ભેદવાની કલ્પના પણ કરી શકતા નથી. ભેદવાનો પુરુષાર્થ તો દૂર રહ્ય! ત્યાંથી જ તે પાછા વળે છે..પુનઃ સંક્લેશમાં ફસાય છે... સંક્લેશ દ્વારા પુનઃ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે.ભવભ્રમણમાં ઊપડી જાય છે.
ભવ્ય જીવો પણ અનંતવાર આ પ્રમાણે ગ્રંથિપ્રદેશના દ્વારે આવી વિલા મોંઢે પાછા વળે છે. પરંતુ જ્યારે તે “ભવ્ય મહાત્માને “અપૂર્વકરણની પરમ વિશુદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે, જે “અપૂર્વકરણની પરમવિશુદ્ધિને “શ્રી
વનસારોદ્ધાર' ગ્રન્થના ટીકાકારે “નિસિપ્ત ધારા' ની ઉપમા આપી છે! તે તીક્ષ્ણ કુહાડાની ધાર સમાન પરમ વિશુદ્ધિ દ્વારા તે સમુલ્લસિત
૩૨. ૫ મું જ્ઞાનાષ્ટક, શ્લોક ૩. ३३. आयुर्वर्जानि ज्ञानावरणादिकर्माणि सर्वाण्यपि । __ पृथक्पल्योपम-संख्येयभागन्यूनैकसागरोपमकोटीकोटीस्थितिकानि करोति।
- પ્રવનસારોદ્ધાર गुरुतरगिरिसरित्-प्रवाह वाह्यमानोपलघोलनाकल्पेन अध्यवसायविशेषरूपेण अनाभोगनिवर्तितेन यथाप्रवृत्तिकरणेन ।
- प्रवचनसारोद्धारे
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૪૨૦ દુર્નિવાર વીર્યવાળો મહાત્મા ગ્રંથિને ભેદી નાખી પરમ નિવૃત્તિના સુખનો રસાસ્વાદ માણી લે છે.
હવે એ મહાત્મા કેવી રીતે રાગ-દ્વેષની નિબીડ ગ્રંથિને ભેદી નાખે છે, તે એક દૃષ્ટાંત દ્વારા જોઈએ :
"કેટલાક પથિકો યાત્રાર્થે નીકળ્યા. એક ગાઢ જંગલમાંથી પસાર થતા હતા ત્યાં ડાકુઓને દૂરથી તેમણે જોયા. ડાકુઓના રૌદ્ર સ્વરૂપને જોઈ કેટલાક પથિકો ત્યાંથી જ પાછા ભાગ્યા. કેટલાક પથિક ડાકુઓથી પકડાયા અને બાકીના શૂરવીર પથિકો ડાકુઓને ભૂશરણ કરી આગળ વધ્યા, જંગલ વટાવીને તીર્થસ્થાને જઈ પહોંચ્યા.
મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનારા તે પાછા ભાગેલા મુસાફર જેવા છે. જેઓ ડાકુઓથી પકડાયા તે ગ્રંથિ-દેશે રહેલા જીવો છે. જેઓએ ડાકુઓને પરાસ્ત કરી તીર્થસ્થાન પ્રાપ્ત કર્યું તેઓ ગ્રંથિને ભેદી સમકિતને પ્રાપ્ત કરનારા છે.
સમ્યક્તસ્તવ' પ્રકરણકાર આ પ્રમાણે ગ્રંથિભેદની પ્રક્રિયા બતાવે છે : અર્ધપુલ પરાવર્તકાળ જે જીવનો સંસાર કાળ બાકી છે, જે જીવ ભવ્ય છે, પર્યાપ્ત-સંજ્ઞી-પંચેન્દ્રિય છે, તેવો જીવ અપૂર્વકરણરૂપી મુદૂગરના પ્રહારથી ગ્રંથિભેદ કરી, અન્તર્મુહૂર્તમાં જ “અનિવૃત્તિકરણ કરે છે ને ત્યાં સમત્વ પ્રાપ્ત કરે છે.
અધ્યાત્માદિ પાંચ યોગ જૈનદર્શનનો યોગમાર્ગ કેટલો સ્પષ્ટ, સચોટ, તર્કસંગત અને કાર્યસાધક છે, તે સૂક્ષ્મ દૃષ્ટિથી અને ગંભીર હૃદયથી અવગાહવાની જરૂર છે. અહીં ક્રમશઃ અધ્યાત્મયોગ, ભાવનાયોગ, ધ્યાનયોગ, સમતાયોગ અને વૃત્તિસંક્ષય યોગનું વિવરણ કરવામાં આવે છે.
રૂ૪. “સMવત્વરતવ’ પ્રવછરા ૩૫, મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કડાકોડી સાગરોપમ છે. ૩૬. છઠું શમાષ્ટક, શ્લોક ૩.
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અધ્યાત્માદિ પાંચ યોગ ૧. અધ્યાત્મયોગ :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘યોગ’ શબ્દની પરિભાષા ‘મોક્ષળ યોનનાવ્ યો' આ પ્રમાણે કરવામાં આવેલી છે. અર્થાત્ જેના દ્વારા જીવાત્મા મોક્ષદશા પ્રાપ્ત કરે, તે યોગ છે. આ યોગની, સાધનાની દૃષ્ટિએ ઉત્તરોત્તર વિકાસની પાંચ ભૂમિકાઓ, અનંતજ્ઞાની પરમ પુરુષોએ જોયેલી છે. તેમાં પ્રથમ ભૂમિકા છે અધ્યાત્મયોગની. ઉપાધ્યાયજીએ ‘અધ્યાત્મસાર' ગ્રંથરત્નમાં ‘અધ્યાત્મ’ ની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે :
गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या ।
प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्मं जगुर्जिनाः ॥ २ ॥
39
જેમના પરથી મોહનો અધિકાર... વર્ચસ્વ ઊઠી ગયું છે તેવા આત્માઓ સ્વપરના આત્માને અનુલક્ષીને જે વિશુદ્ધ ક્રિયા કરે છે (મન, વચન, કાયાથી) તેને શ્રી જિનેશ્વરે ‘અધ્યાત્મ’ કહ્યું છે.’
૪૨૧
જીવાત્મા પરથી મોહનું વર્ચસ્વ તૂટી જતાં જીવાત્માનું આંતરબાહ્ય સ્વરૂપ કેવું બને છે, તેનું વિશદ વર્ણન, ભગવંત હરિભદ્રાચાર્યે ‘યોવિન્દુ' ગ્રંથમાં કરેલું છે :
“તે જીવનું આચરણ સર્વત્ર ઔચિત્યથી ઉજ્વલ હોય છે. સ્વ-પર પ્રત્યેનાં ઉચિત કર્તવ્યોને સમજી તદ્દનુસાર કર્તવ્યને બજાવતો હોય છે. તેનો એક એક શબ્દ ઔચિત્યની સુવાસથી મઘમઘાયમાન હોય છે.
તેના જીવનમાં પાંચ અણુવ્રત યા પાંચ મહાવ્રત વણાયેલાં હોય છે. વ્રતોનું પ્રતિજ્ઞાબદ્ધ પાલન કરતો એ મહામના યોગી લોકપ્રિય બને છે.
३७. अध्यात्मसारे अध्यात्मस्वरूपाधिकारे.
३८. औचित्याद् वृत्तयुक्तस्य वचनात्तत्त्वचिंतनम् ।
શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવંતે નિર્દેશેલાં નવ તત્ત્વોની નિરંતર પર્યાલોચના તેના મનમાં ચાલતી હોય છે. એ પર્યાલોચના મૈત્રી-પ્રમોદ-કરુણા-માધ્યસ્થ્યમૂલક હોય છે, અર્થાત્ એના ચિંતનમાં પ્રધાનતા હોય છે જીવો પ્રત્યે મૈત્રીની, પ્રમોદની, કરુણાની અને માધ્યસ્થ્યની. આ રીતે ઔચિત્ય, વ્રતપાલન અને મૈત્ર્યાદિપ્રધાન નવ તત્ત્વોનું ચિંતન, એ વાસ્તવિક ‘અધ્યાત્મ’ છે.
मैत्र्यादिसारमत्यन्तमध्यात्मं तद्विदो विदुः || ३५८ 11 - योगबिन्दु
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
શાન સાર આ અધ્યાત્મથી જ્ઞાનાવરણીયાદિ ક્લિષ્ટ પાપોનો નાશ થાય છે. સાધનામાં આંતરવર્ય ઉલ્લસિત થાય છે. ચિત્તની નિર્મલ સમાધિ પ્રાપ્ત થાય છે. સમ્યગુ જ્ઞાનનો પ્રકાશ લાધે છે કે જે જાત્યરત્નના તેજ જેવો અપ્રતિહત હોય છે. અધ્યાત્મનું આ દિવ્ય અમૃત અતિ દારુણ મોહવિષના વિકારોનું ઉમૂલન કરી નાખે છે! એ આધ્યાત્મિક પુરુષનું મોહ પર વર્ચસ્વ જામી જાય
૨. મવિનાયો :
ઉપરોક્ત ઔચિત્યપાલન, વ્રતપાલન અને મૈત્યાદિપ્રધાન નવ તત્ત્વોનું પ્રતિદિન અનુવર્તન-અભ્યાસ કરવો તેનું નામ ભાવનાયોગ. જેમ જેમ અભ્યાસ વધતો જાય તેમ તેમ તેમાં સમુત્કર્ષ થતો જાય અને મનની સમાધિ વધતી જાય.
આ ભાવનાયોગ સિદ્ધ થતાં અશુભ અધ્યવસાયો (વિચારો) થી જીવ નિવૃત્ત થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે શુભ ભાવોના અભ્યાસ માટે અનુકૂળ ભાવની પ્રાપ્તિ થાય છે. અને ચિત્તનો સમ્યકુ સમુત્કર્ષ થાય છે.'
ભાવનાયોગીના આંતરિક ક્રોધાદિકષાયો મંદ પડી જાય છે. ઈન્દ્રિયોનો ઉન્માદ શમી જાય છે. મન-વચન-કાયાના યોગોને તે સંયમિત રાખે છે. મોક્ષદશા પ્રાપ્ત કરવાની અભિલાષાવાળો બને છે, અને વિશ્વના જીવો પ્રત્યે વાત્સલ્ય ધારણ કરે છે. આવો આત્મા નિર્દભ હૃદયથી જે ક્રિયા કરે છે, તેનાથી તેના અધ્યાત્મ-ગુણોની વૃદ્ધિ થાય છે.” રૂ. ધ્યાનયો :
પ્રશસ્ત કોઈ એક અર્થ પર ચિત્તની સ્થિરતા થવી, તેનું નામ ‘ધ્યાન' છે. ३९. अतः पापक्षयः सत्त्वं शीलं ज्ञानं च शाश्वतम् ।
तथानुभवसंसिद्धमतृतं ह्यद एव तु ।।३५९ ।। - योगबिन्दुः ४०. अभ्यासोऽस्यैव विज्ञेयः प्रत्यहं वृद्धिसंगतः।
___ मनःसमाधिसंयुक्तः पौनःपुन्येन भावना ।।३६० ।। - योगबिन्दुः ४१. निवृत्तिरशुभाभ्यासाच्छुभाभ्यासानुकूलता।
तथा सुवित्तवृद्धिश्च भावनायाः फलं मतम् ।।३६१।। - योगबिन्दुः ४२. शान्तो दान्तः सदा गुप्तो मोक्षार्थी विश्ववत्सलः।
निर्दम्भां यां क्रियां कुर्यात् साध्यात्मगुणवृद्धये ।।२२।। - अध्यात्मसारे
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્માદિ પાંચ યોગ
૪ર૩ તે ધ્યાન ધર્મધ્યાન યા શુક્લધ્યાન હોય તો તે ધ્યાનયોગ બને છે. ભોંયરામાં
જ્યાં વાયુનો પ્રવેશ ન થઈ શકે, ત્યાં સળગતા દીપકની જ્યોતિ સમાન ધ્યાન સ્થિર હોય, અર્થાતુ સ્થિર દીપકના જેવું હોય. ચિત્તનો ઉપયોગ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય વગેરે સૂક્ષ્મ પદાર્થોમાં હોવો જોઈએ. આ પ્રમાણે શ્રી યોગવિખ્યું ગ્રંથમાં પ્રતિપાદન કરાયેલું છે.
“આ ધ્યાનયોગથી પ્રત્યેક કાર્યમાં ભાવનૈમિત્ય આત્મ-સ્વાધીન બને છે. પૂર્વકર્મોના બંધની પરંપરાનો વિચ્છેદ થઈ જાય છે. ૪. સતાયો :
અનાદિકાલીન તહીન વાસનાઓ દ્વારા થતા સંકલ્પોથી જગતના જડચેતન પદાર્થોમાં જીવ ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરે છે. ઇષ્ટમાં સુખ માને છે, અનિષ્ટમાં દુઃખ માને છે.
સમતાયોગી મહાત્મા જગતના જડ-ચેતન પદાર્થો પર એક દિવ્ય દૃષ્ટિ નાખે છે! ન તો તેને કંઈ ઈષ્ટ લાગે છે, ન અનિષ્ટ! તે પરામર્શ કરે છે :
'तानेवार्थान् द्विषतः तानेवार्थान् प्रलीयमानस्य। निश्चयतोऽस्यानिष्टं न विद्यते किञ्चिचदिष्टं वा ।'
• प्रशमरति જે પદાર્થો પ્રત્યે જીવ એક વાર દ્વેષ કરે છે, એ જ પદાર્થો પ્રત્યે તે રાગ કરે છે!” “નિશ્ચયનય થી પદાર્થોમાં કોઈ ઈષ્ટતા નથી કે કોઈ અનિષ્ટતા નથી! છે માત્ર વાસનાવાસિત જીવની ભ્રમિત કલ્પના! 'प्रियाप्रियत्वयोर्यार्थ-व्यवहास्य कल्पना।'
• अध्यात्मसारे પ્રિયાપ્રિયત્વની કલ્પના “વ્યવહારનયની છે. નિશ્ચયથી નથી કોઈ પ્રિય, નથી કોઈ અપ્રિય! 'विकल्पकल्पितं तस्माद् द्वयमेतन्न तात्त्विकम्।'
- અધ્યાત્મસારે વિકલ્પશિલ્પીએ રચેલા ઈષ્ટ-અનિષ્ટોના મહેલો તાત્ત્વિક નથી, સત્ય નથી, હકીકત નથી..
આ વિવેકજ્ઞાનવાળો સમાયોગી જગતના સર્વ પદાર્થોમાંથી ઈષ્ટાનિષ્ટની ४३. वशिता चैव सर्वत्र भावस्तैमित्यमेव च ।
अनुबन्धव्यवच्छेद उदर्कोऽस्येति तद्विदः ।।३६३ ।। - योगबिन्दुः
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨૪
કલ્પનાને ફગાવી દઈ સમતારસમાં નિમગ્ન બની જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમતા-શચિનો સ્વામીનાથ યોગીન્દ્ર...સમતા ચિના ઉત્સંગમાં રસલીન બની પરમ બ્રહ્માનંદને અનુભવે છે. નથી એ પોતાની દિવ્ય શક્તિઓનો ઉપયોગ કરતો... અને એ કરીને નથી એ સમતા-રાણીને છોડવા માંગતો! આ પરિસ્થિતિમાં તેનું એક મહાન કાર્યસિદ્ધ થાય છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાતચારિત્ર... વગેરેને આવરીને રહેલાં કુકર્મોનો ક્ષય થઈ જાય છે! અપેક્ષાતન્તુવિચ્છેદ્રઃ અપેક્ષા તો કર્મબંધનું મૂળ છે... એ મૂળ ઊખડી જાય છે.
આ સમતાયોગીના ગળામાં કોઈ ભક્ત આવીને પુષ્પની માળા કે ચંદનનો લેપ કરી જાય... કોઈ શત્રુ આવીને કુહાડાનો ઘા કરી જાય... નહિ પેલા ભક્ત પર રાગ કે નહિ પેલા શત્રુ પર દ્વેષ! બંને પર સમાન દૃષ્ટિ! બંનેના શુદ્ધ આત્મદ્રવ્ય પર જ દૃષ્ટિ!
શ્રી ઉપાધ્યાયજીએ આ ‘સમતા'નાં મુક્ત કંઠે ગાણાં ગાયાં છે!
૫. વૃત્તિસંક્ષયયોા :
શાનસાર
નિસ્તરંગ મહોદધિ સમાન આત્માની વૃત્તિઓ બે પ્રકારે દૃષ્ટિગોચર થાય છે : (૧) વિકલ્પરૂપ, અને (૨) પરિસ્કંદરૂપ. આ બંને પ્રકારની વૃત્તિઓ આત્માની સ્વાભાવિક નથી પરંતુ અન્ય સંયોગજન્ય છે. તથાવિધ મનોદ્રવ્યના સંયોગથી વિકલ્પરૂપ” વૃત્તિઓ જાગ્રત થાય છે. શરીરથી પરિસ્પન્દરૂપે પ્રગટ થાય છે.
જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે વિકલ્પવૃત્તિનો સંક્ષય થઈ જાય છે. એવો ક્ષય થઈ જાય છે કે પુનઃ અનંતકાળ માટે આત્મા સાથે તેનો સંબંધ જ ન થાય. ‘અયોગી કેવળી' અવસ્થામાં પરિસ્કંદરૂપ વૃત્તિઓનો પણ વિનાશ થઈ જાય છે.
આનું નામ વૃત્તિસંક્ષયયોગ.
આ યોગનું ફળ છે કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ!
अतोऽपि केवलज्ञानं शैलेशीसम्परिग्रहः । मोक्षप्राप्तिरनाबाधा सदानन्दविधायिनी || ६६७ ।।
૪૪. જુઓ અધ્યાત્મસા-સમત્તાધિરે ૪૫. માનસિક વિચારો, ૪૪.શારીરિક ક્રિયાઓ
For Private And Personal Use Only
- योगबिन्दुः
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સમાધિ
४७
www.kobatirth.org
9
સમાધિ
'वेधन्तद्दर्शन' अनुसार समाधि जे प्रहारनी छे : (१) सविङल्प समाधि, (२) निर्विल्य समाधि.
४५
४८
નિર્વિકલ્પ સમાધિનાં આઠ અંગ બતાવવામાં આવ્યાં છે, અને એ આઠ અંગને જ સવિકલ્પ સમાધિ કહેવામાં આવી છે. નિર્વિકલ્પ સમાધિનાં ચાર विघ्न 'वेदान्तसार' ग्रंथमां जताववामां आव्या छे श्री वैनदर्शन ने પ્રકારની સમાધિનો સુચારુ પદ્ધતિએ પાંચ યોગ દ્વારા સમન્વય કરે છે. ‘યોગવિશિકા'માં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ આ સમન્વય કર્યો છે અને ઉપાધ્યાયજીએ તેને વિશેષ સ્પષ્ટ કર્યો છે. અહીં એ પાંચ યોગો દ્વારા સવિકલ્પ-નિર્વિકલ્પ સમાધિ બતાવવામાં આવે છે.
४:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१) स्थान : सलशास्त्रप्रसिद्ध द्वार्योत्सर्ग-पर्यदुबंध-यद्मासनाहि आसनो
૪૬, ૬ઠ્ઠું શમાષ્ટક, શ્લોક ૩.
४७. समाधिः सविकल्पक: निर्विकल्पकश्च । निर्विकल्पस्य अङगानि
४९. ( १ ) स्थानम् :
-
(१) यमा: अहिंसा - सत्यास्तेब्रह्मचर्यापरिग्रहाः ।
(२) नियमाः शौच - संतोष- तपः स्वाध्यायेश्वरप्रणिधानानि ।
(३) आसनानि करचरणादिसंस्थानविशेषलक्षणानि पद्मस्वस्तिकादीनि । (४) प्राणायामा: रेचकपूरककुम्भलक्षणाः प्राणनिग्रहोपायाः ।
(५) प्रत्याहार : इन्द्रियाणां स्वस्वविषयेभ्यः प्रत्याहरणम् ।
-
(६) धारणा अद्वितीयवस्तुन्यन्तरिन्द्रियधारणम् ।
(७) ध्यानं अद्वितीयवस्तुनि विच्छिद्य विच्छिद्य अन्तरिन्द्रियवृत्तिप्रवाहः । (८) समाधिस्तु उक्त सविकल्पक एव ।
-
वेदान्तसार ग्रंथे
४८. १ लय - विक्षेप २-३ कषाय
४ रसास्वादलक्षणाश्चत्वारो । - वे सारे.
आसनविशेषरूपं कायोत्सर्गपर्यङ्
૪૨૫
कबन्धपद्मासनादिसकलशास्त्रप्रसिद्धम् ।
(२) ऊर्ण: शब्दः स च क्रियादौ उच्चार्यमाणसूत्रवर्णलक्षणः ।
(३) अर्थ : शब्दाभिधेयव्यवसायः ।
For Private And Personal Use Only
(४) आलंबनम् : बाह्य प्रतिमादिविषयध्यानम् ।
(५) रहित: रूपिद्रव्यालम्बनरहितो निर्विकल्पचिन्मात्रसमाधिरूपः योगविंशिका
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૪૨ (૨) : શબ્દ, ક્રિયાદિમાં બોલાતા વર્ણસ્વરૂપ. (૩) અર્થ : શબ્દાભિધેયનો વ્યવસાય. (૪) આનંબન : બાહ્ય પ્રતિમાદિવિષયક ધ્યાન. ઉપરોક્ત ચાર યોગ “સવિકલ્પ સમાધિ કહી શકાય. (૫) રહિત રૂપી દ્રવ્યના આલંબનથી રહિત નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ. આ યોગ નિર્વિકલ્પ સમાધિસ્વરૂપ છે. પાંચ યોગના અધિકારી :
સ્થાનાદિયોગો નિશ્ચયનયથી દેશચારિત્રી તથા સર્વચારિત્રીને જ હોઈ શકે. ક્રિયારૂપ (સ્થાન-ઊર્ણ) અને જ્ઞાનરૂપ (અર્થ-આલંબન અને રહિત) આ યોગો ચારિત્રમોહનીયના ક્ષયપશમ વિના સંભવી શકતા નથી.
જે જીવો દેશચારિત્રી કે સર્વચારિત્રી નથી, તે જીવોમાં યોગનું બીજ માત્ર હોઈ શકે છે. પરંતુ આ કથન નિશ્ચયનયનું છે. વ્યવહારનય તો યોગબીજમાં પણ યોગનો ઉપચાર કરે છે. તેથી વ્યવહારનયથી અનુપબંધકાદિ જીવો પણ યોગના અધિકારી હોઈ શકે છે.
ઘર્મસંન્યા-થોગસંન્યાસ -સામર્થ્યયોગના આ બે પ્રકાર છે. આ સામર્થ્યયોગ ક્ષપકશ્રેણિમાં હોય છે. આ યોગ પ્રધાનફળ મોક્ષનું નિકટતમ કારણ છે. ૧. ધર્મસંન્યા :
"ક્ષપકશ્રેણિમાં જ્યારે જીવ દ્વિતીય અપૂર્વકરણ કરે છે, ત્યારે તાત્વિક રીતે આ “ધર્મસંન્યાસ' નામનો સામર્થ્યયોગ હોય છે. અહીં ક્ષાયોપથમિક ક્ષમા-આર્જવ-માર્દવાદિ ધર્મોથી યોગી નિવૃત્ત થાય છે.
*અતાત્વિક ‘ધર્મસંન્યાસ પ્રવજ્યાકાળે દેશવિરતિ-સર્વવિરતિગ્રહણ કરતાં) ૫૦. ૮મું ત્યાગ અષ્ટક, શ્લોક ૭. ५१. द्वितीयेऽपूर्वकरणे प्रथमो धर्मसंन्याससंज्ञितः सामर्थ्ययोगः तात्त्विक भवेत् ।
क्षपकश्रेणियोगिनः क्षायोपशमिकक्षान्त्यादिधर्मनिवृत्तेः । - योगदृष्टि समुच्चये।। ५२. अतात्त्विकस्तु प्रव्रज्याकालेऽपि भवति। - योगदृष्टि समुच्चय
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયોજિકાકરણ, સમુઠ્ઠાત, યોગનિરોધ
૪૨૭ પણ હોય છે. ત્યાં “ધર્મ' ઔદયિકભાવોને સમજવાના છે. તેનો ત્યાગ (સંન્યાસ) કરવામાં આવે છે; અર્થાતુ અજ્ઞાન, અસંયમ, કષાયો, વેદ, મિથ્યાત્વાદિ ધર્મોનો ત્યાગ કરવામાં આવે છે.
તાત્વિક “ઘર્ષસંન્યાસા' માં તો ક્ષાયોપથમિક ધર્મોનો પણ સંન્યાસ (ત્યાગ) કરવામાં આવે છે; અર્થાતું ત્યાં જીવને ક્ષાયિક ગુણોની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય એ છે કે ક્ષાયોપથમિક ધમ જ સાયિકરૂપ બની જાય છે. ૨. યોગાસંન્યાસ :
યોગનો અર્થ કાયાદિનાં કાર્યો (કાયોત્સર્ગદિ) છે, એનો પણ ત્યાગ (સંન્યાસ) સંયોગકેવળી ભગવંતો “આયોજિકાકરણ કર્યા પછી કરે છે.
સંયોગીકે વળી (૧૩માં ગુણસ્થાનકે) સમુઘાત કરતાં પહેલાં આયોજિ કાકરણ કરે છે. આ આયોજિકા સર્વ કેવળી ભગવંતો કરે જ છે.
આયોજિકારણ, સમુઘાત, યોગનિરોધ "શ્રી પંસંદ" ગ્રન્થના આધારે આયોજિ કાકરણ, સમઘાત તથા યોગનિરોધનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. ૧. સાયનિવાર :
સયોગીકેવળી ગુણસ્થાનકે આ કરણ કરવામાં આવે છે. કેવળીની દૃષ્ટિરૂપ મર્યાદા વડે અત્યંત પ્રશસ્ત મન-વચન-કાયાના વ્યાપારને “આયોજિકાકરણ' કહેવાય છે. આ એવો વિશિષ્ટ વ્યાપાર થાય છે કે જેના પછી સમુદ્રઘાત અથવા યોગનિરોધની ક્રિયાઓ થાય છે.
કેટલાક આચાર્યો આ કરણને “શાવર્કર' પણ કહે છે; અર્થાત્ તથા ભવ્યત્વરૂપ પરિણામ વડે મોક્ષગમન પ્રત્યે સન્મુખ થયેલા આત્માનો અત્યંત પ્રશસ્ત યોગવ્યાપાર.
કેટલાક બીજા આચાર્યો આને “વફવરા' કહે છે; અર્થાત સર્વ કેવળીઓને આ કરણ કરવું આવશ્યક હોય છે. સમુદ્રઘાતની ક્રિયા સર્વ કેવળીઓ માટે આવશ્યક હોતી નથી.
અને
સવારના
સર્વ
For Private And Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮
૨. મુત્થાત :
કેવળીને વેદનીયાદિ અઘાતી કર્મો વિશેષ હોય અને આયુષ્ય ઓછું હોય ત્યારે તે બંનેને તુલ્ય કરવા માટે (વેદનીયાદિ કર્મો, આયુષ્ય સાથે જ ભોગવાઈને પૂર્ણ થઈ જાય તે માટે) આ સમુદ્ધાતની ક્રિયા કરવામાં આવે છે.
જ્ઞાનસાર
પ્રશ્ન : ઘણા કાળ સુધી ભોગવાઈ શકે એવાં વેદનીયાદિ કર્મોનો એકદમ નાશ કરવાથી ‘કૃતનાશ' દોષ ન આવે?
સમાધાન : ઘણા કાળ સુધી ફળ આપવાને નિશ્ચિત થયેલાં વેદનીયાદિ કર્મો, તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયરૂપ ઉપક્રમ (કર્મક્ષયનો હેતુ) વડે જલદીથી ભોગવી લેવાય છે. તેમાં ‘ત્તનાશ' નથી આવતો. હા, કર્મોને ભોગવ્યા વિના જ નાશ કરે તો તો દોષ આવે. અહીં એ કર્મો જલદીથી ભોગવાઈ જાય છે. કર્મોનો ભોગ (અનુભવ) બે રીતે થાય છેઃ (૧) પ્રદેશોદય વડે, અને (૨) રસોદય વડે.
પ્રદેશોદય વડે સર્વ કર્મો ભોગવાય છે. ૨સોદય વડે કોઈ ભોગવાય, કોઈ ન પણ ભોગવાય. ૨સોદય વડે ભોગવવાથી જ જો સર્વકર્મનો ક્ષય થાય, તેમ માનવામાં આવે તો અસંખ્ય ભવોમાં તેવા પ્રકારના વિચિત્ર અધ્યવસાય વડે નરકાદિ ગતિઓમાં જે કર્મો ઉપાર્જન કર્યાં છે તે સર્વનો મનુષ્યાદિ એક ભવમાં જ અનુભવ (ભોગ) ન થઈ શકે, કેમ કે જે જે ગતિયોગ્ય કર્મો બાંધ્યા હોય તે તે ગતિમાં આત્મા જાય ત્યારે જ તેનો વિપાકોદય થાય! તો પછી આત્માનો મોક્ષ કેવી રીતે થાય?
૫૪
જ્યારે આયુષ્ય અન્તર્મુહૂર્ત બાકી હોય, ત્યારે સમુદ્દાત કરવામાં આવે છે. પહેલા સમયે પોતાના શરીરપ્રમાણ અને ઊર્ધ્વ-અધોલોક પ્રમાણ પોતાના આત્મપ્રદેશોનો દંડ કરે.
બીજા સમયે આત્મપ્રદેશોને પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણમાં કપાટ રૂપે બનાવે.
५३. चेदायुषः स्थितिर्न्यना सकाशाद्वेद्यकर्मणः ।
तदा तत्तुल्यतां कर्तुं समुद्धातं करोत्यसौ ।। ८९ ।। - गुणस्थानक्रमारोहे
=
For Private And Personal Use Only
५४. दण्डं प्रथमे समये कपाटमथ चोत्तरे तथा समये ।
मन्थानमथ तृतीये लोकव्यापी चतुर्थे तु ।। २७८ || - प्रशमरतिप्रकरणे
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૯
જ્ઞાનસાર-પરિશિષ્ટ
ત્રીજા સમયે રવૈયા (મન્થાન) રૂપ બનાવે. ચોથા સમયે આંતરાઓ પૂરીને સંપૂર્ણ ૧૪ રાજલોકવ્યાપી બની જાય. પપાંચમા સમયે આંતરાઓને સંહરી લે. છઠ્ઠા સમયે મંથાનને સંહરી લે. સાતમા સમયે કપાટને સંહરી લે.
આઠમા સમયે દંડને પણ સમેટી લઈ આત્મા શરીરસ્થ બની જાય. 3. યોનિરોધ :
સમુદ્ઘાતથી નિવૃત્ત કેવળી ભગવાન “યોગનિરોધના માર્ગે વળે છે. યોગ (મન, વચન, કાયા) નિમિત્તે થતા બંધનો નાશ કરવા માટે યોગનિરોધ કરવામાં આવે છે. આ ક્રિયા અન્તર્મુહૂર્તકાળમાં કરવામાં આવે છે. | સર્વ પ્રથમ બાદરકાયયોગના બળથી બાદરવચનયોગને રોધે. પછી બાદરકાયયોગના આલંબને બાદરમનોયોગને રોધે. પછી ઉચ્છવાસ-નિઃશ્વાસને રાધે. ત્યારબાદ સૂક્ષ્મ કાયયોગથી બાદરકાયયોગને રોધે. (કારણ કે જ્યાં સુધી બાદરયોગ હોય ત્યાં સુધી સૂક્ષ્મયોગો રોધી શકાતા નથી.)
ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચનયોગને રોધે અને પછીના સમયે સૂક્ષ્મ મનોયોગને રોધે. ત્યારબાદના સમયે સૂક્ષ્મ કાયયોગને રોધે.
સૂક્ષ્મ કાયયોગને રાંધવાની ક્રિયા કરતો આત્મા-સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી' નામના શુક્લધ્યાનના ત્રીજા ભેદ પર આરૂઢ થાય, અને ૧૩માં ગુણસ્થાનકના ચરમ સમયપર્યત જાય.
સયોગીકેવળી ગુણસ્થાનકના ચરમ સમયે (૧) સૂમ ક્રિયા અપ્રતિપાતી ધ્યાન, (૨) સર્વ કિઠ્ઠિઓ, (૩) શાતાનો બંધ, (૪) નામગોત્રની ઉદીરણા, (૫) શુક્લ વેશ્યા, (ક) સ્થિતિ-રસનો ઘાત, અને (૭) યોગ-આ સાતેય પદાર્થોનો એક સાથે નાશ થાય છે, અને આત્મા અયોગીકેવળી બને છે.
५५. संहरति पंचमे त्वन्तराणि मन्थानमथ पुनः षष्ठे।
सप्तमके तु कपाटं संहरति ततोऽष्टमे दण्डम् ।।२७५ ।। - प्रशमरतिप्रकरणे
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
જ્ઞાનસાર
થોદ ગુણકથાનક આત્મગુણોની ઉત્તરોત્તર વિકાસ-અવસ્થાઓને “ગુણસ્થાનક' કહેવામાં આવે છે. તે અવસ્થાઓ ચૌદ છે. ચૌદ અવસ્થાઓના અંતે આત્મા ગુણોથી પરિપૂર્ણ બને છે.
ગુણવિકાસની આ અવસ્થાઓનાં નામ પણ તે તે અવસ્થાને અનુરૂપ આપવામાં આવેલાં છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) સમ્યગ્દર્શન, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્ત શ્રમણ, (૭) અપ્રમત્ત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિ, (૧૦) સૂક્ષ્મ લોભ, (૧૧) શાન્તમોહ, (૧૨) ક્ષીણમોહ, (૧૩) સર્યાગી, અને (૧૪) અયોગી.
હવે અહીં એક-એક ગુણસ્થાનકનું સ્વરૂપ સંક્ષેપમાં જોઈએ : १. मिथ्याद्रष्टि गुणस्थानक :
તાત્ત્વિક દૃષ્ટિએ જે પરમાત્મા નથી, જે ગુરુ નથી, જે ધર્મ નથી, તેને પરમાત્મા-ગુરુ અને ધર્મ માનવા, તે મિથ્યાત્વ. પરંતુ આ વ્યક્તિ મિથ્યાત્વ કહેવાય છે. મોહરૂપ અનાદિ-અવ્યક્ત મિથ્યાત્વ તો જીવમાં સદા છે, વાસ્તવમાં મિથ્યાત્વ એ ગુણ નથી, છતાં “ગુણસ્થાનક' કહેવામાં આવ્યું છે, તે વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિને અનુલક્ષીને. “વ્યmમિથ્યાત્વીકારસ્થાનતયોધ્યતે !' - વ્યક્તમિથ્યાત્વની પ્રાપ્તિને ગુણસ્થાન કહેવાય છે. મિથ્યાત્વનો પ્રભાવ :
મદિરાના નશામાં ચકચૂર મનુષ્ય જેવી રીતે હિતાહિતને નથી જાણતો, તેવી રીતે મિથ્યાત્વથી મોહિત જીવ ધર્મ-અધર્મને સમજતો નથી, વિવેક કરી શકતો નથી, ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ માની લે છે. २. सास्वादन-गुणस्थानक :
પ્રથમ “ઔપથમિક સભ્યત્વ પ્રાપ્ત કર્યા પછી અનન્નાનુબન્ધિ કષાયોમાંથી કોઈ એક પુનઃ ઉદિત થતાં જીવ સમ્યક્તના શિખર પરથી ગબડે છે... પરંતુ
પ૬, ૮ મેં ત્યાગઅષ્ટક, લોક ૭. ૧૭, TUJસ્થાનમારો' કરો . સ્મોક; -૩-૪-૫
For Private And Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૌદ ગુણસ્થાનક
૪૩૧ મિથ્યાત્વદશાને પ્રાપ્ત કરતાં તેને કંઈક વાર લાગે છે, (એક સમયથી માંડી છ આવલિકા સુધી) ત્યાં સુધી તે “સાસ્વાદન’ કહેવાય છે. “સાસ્વાદન’નો પ્રભાવ :
અહીં અતિ અલ્પ કાળમાં જીવ ઔપથમિક સભ્યત્વનું રહ્યું-સહ્ય આસ્વાદન કરે છે, જેમ ખીરનું ભોજન કર્યા પછી ઊલટી થઈ જાય, ત્યારબાદ પણ ખીરના ઓડકાર આવે છે, તેવી રીતે અહીં ઔપશમિક સમકિતથી ભ્રષ્ટ થયા પછી પણ, જ્યાં સુધી મિથ્યાત્વદશાને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પથમિક સમ્યક્તનું આસ્વાદન રહે છે. ३. मिश्र-गुणस्थानक:
મિથ્યાત્વદશા પછી ઉપર ચઢતાં બીજી દશા મિશ્ર-ગુણસ્થાનકની હોય છે. “સાસ્વાદન-ગુણસ્થાનક' તો નીચે પડતા જીવની એક અવસ્થા છે. “મિશ્રનો અર્થ છે સમ્યક્ત અને મિથ્યાત્વ ઉભયનું મિશ્રણ. આ મિશ્ર-અવસ્થા માત્ર એક અન્તર્મુહૂર્ત કાળ રહે છે. આત્માની આ એક વિલક્ષણ અવસ્થા છે. અહીં જીવમાં ધર્મ-અધર્મ બંને પર સમબુદ્ધિથી શ્રદ્ધા હોય છે : “શ્રી ગુરચાનવમારોદ' પ્રકરણમાં કહ્યું છે :
'तथा धर्मद्वये श्रद्धा जायते समबुद्धितः ।
मिश्रोऽसौ भण्यते तस्माद् भवो जात्यन्तरात्मकः ।।१५।।' મિશ્રદષ્ટિનો પ્રભાવ :
અહીં આત્મા અતત્ત્વનો કે તત્ત્વનો પક્ષપાતી નથી હોતો. આ અવસ્થામાં જીવ પરભવનું આયુષ્ય ન બાંધે અને મરે પણ નહીં. ४. अविरत सम्यग्द्रष्टि गुणस्थानक :
સ્વાભાવિક રીતે યા ઉપદેશથી યથોક્ત તત્ત્વોમાં જીવને રુચિ થાય તે સમ્યક્ત કહેવાય.
'यथोक्तेषु च तत्त्वेषु रूचिर्जीवस्य जायते। निसर्गादुपदेशाद्वा सम्यक्त्वं हि तदुच्यते ।।'
- श्री रत्नशेखरसूरिः “સમ્યક્તની મહત્તા બતાવતાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે
For Private And Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિસાર
૪૩૨ અધ્યાત્મસાર પ્રકરણમાં કહ્યું છે :
'कनीनिकेव नेत्रस्य कुसुमस्येव सौरभम् ।
सम्यक्त्वमुच्यते सारः सर्वेषां धर्मकर्मणाम् ।।' આંખમાં જેવી કીકી, પુષ્પમાં જેવી સુવાસ તેવી રીતે સર્વ ધર્મકાર્યોમાં સમ્યક્ત' સાર છે.'
આત્માની આ અવસ્થામાં અન્તાનુબંધી કષાયોનો ઉદય હોતો નથી, પરંતુ અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય હોય છે. તેના ઉદયના પ્રભાવે આત્મા કોઈ વ્રત-નિયમ લઈ શકતો નથી. યથોક્ત તત્ત્વોની રુચિ જરૂર હોય.
સમ્યક્તનો પ્રભાવ : સમ્યત્ત્વનો ગુણ આત્મામાં પ્રગટ થયા પછી પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય- આ પાંચ ગુણો પણ આત્મામાં પ્રગટ થાય છે.
પ-પ્રીમ-સંવેગ-નિર્વેસ્તિવયનક્ષMEI गुणा भवन्ति यच्चित्ते, सः स्यात्सम्यक्त्वभूषितः ।।
- श्री रत्नशेखरसूरि આ સમકિત આત્મા પરમાત્મા, સદ્ગુરુ અને સંઘની સદ્ભક્તિ કરે અને પરમાત્મશાસનની ઉન્નતિ કરે. ભલે એનામાં કોઈ વ્રત-નિયમ ન હોય.
'देवे गुरौ च संघे च सद्भक्तिं शासनोन्नतिम् ।
अव्रतोऽपि करोत्येव स्थितस्तुर्ये गुणालये ।।" ५. देशविरति-गुणस्थानक :
સર્વવિરત ગુણના આવારક પ્રત્યાખ્યાનાવરણ-કષાયોના ઉદયથી અહીં આત્મા, સર્વસાવદ્ય યોગથી અંશે વિરામ પામે. (દેશ=અંશમાં, વિરતિ વિરામ પામવું) અર્થાત્ પાપ વ્યાપારોનો સર્વથા ત્યાગ ન કરે, પરંતુ અમુક અંશમાં ત્યાગ કરે.
५८. सर्वविरतिरूपं हि प्रत्याख्यानमावृण्वन्ति इति प्रत्याख्यानावरणाः ।
- प्रवचनसारोद्धारे
For Private And Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ચૌદ ગુણસ્થાનક દેશવિરતિનો પ્રભાવ :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૩
અહીં આત્મા અનેક ગુણોથી યુક્ત બની જાય છે. જિનેન્દ્રભક્તિ ગુરુઉપાસના, જીવો પર અનુકમ્પા, સુપાત્રદાન, સત્શાસ્ત્રનું શ્રવણ, બાર વ્રતોનું પાલન, પ્રતિમાધારણ...વગેરે બાહ્ય-આત્યંતર ધર્મઆરાધનાથી આત્માનું જીવન શોભાયમાન હોય.
६. प्रमत्तसंयत गुणस्थानक :
અહીં અનન્તાનુબંધિ-અપ્રત્યાખ્યાનાવરણ તથા પ્રત્યાખ્યાનાવરણ કાયોના ઉદય હોતા નથી. અહીં ‘સંજ્વલન’ કષાયનો ઉદય હોય છે. તેથી નિદ્રાવિકથાદિ પ્રમાદનો પ્રભાવ આત્મા પર પડે; માટે આ ભૂમિકાએ રહેલ આત્માને ‘પ્રમત્તસંયત્ત' કહેવામાં આવે છે.
‘શ્રી પ્રવચનસારોદ્વાર’ ગ્રંથમાં ‘પ્રમત્ત સંયત' શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે કરવામાં આવી છે :
'संयच्छति स्म - सर्वसावद्ययोगेभ्यः सम्यगुपरमति स्मेति संयतः । प्रमाद्यति स्म- मोहनायादिकर्मोदयप्रभावतः संज्वलन - कषायनिद्राद्यन्यतम-प्रमादयोगतः संयमयोगेषु सीदति स्मेति प्रमत्तः स चासौ संयतश्च प्रमत्तसंयतः । '
સર્વ સાવઘયોગોથી વિરામ પામે તે સંયત. મોહનીયાદિ કર્મોના ઉદયથી તથા નિદ્રાદિ પ્રમાદના યોગથી સંયમયોગોમાં અતિચાર લગાડે, માટે તે પ્રમત્ત કહેવાય.
સર્વવિરતિનો પ્રભાવ :
આત્મગુણોના વિકાસની આ એક ઉચ્ચ ભૂમિકા છે. અહીં આત્મા ક્ષમાઆર્જવ-માર્દવ-શૌચ-સંયમ-ત્યાગ-સત્ય-તપ-બ્રહ્મચર્ય-અકિંચન્ય, આ દશ યતિધર્મોનું પાલન કરે છે. અનિત્યાદિ ભાવનાઓથી આત્માને ભાવિત કરી વિષયકષાયોને વશ રાખે છે. સર્વ પાપોના ત્યાગરૂપ પવિત્ર જીવન જીવે છે. કોઈ પણ જીવને તે દુ:ખ આપતો નથી.
For Private And Personal Use Only
૭. અપ્રમત્ત સંયત-મુળાના :
અહીં સંજ્વલન કષાયોનો ઉદય મંદ થઈ જવાથી નિદ્રાદિ પ્રમાદનો પ્રશ્નાવ રહેતો નથી, તેથી આત્મા અપ્રમાદી-અપ્રમત્ત મહાવ્રતી બને છે. ૫૯. શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વર્ણન જુઓ ‘પંવાશ પ્ર’ માં
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૩૪
www.kobatirth.org
જ્ઞાનસાર
પ્રમાદનો નાશ થવાથી આત્મા વ્રત-શીલ...આદિ ગુણથી અલંકૃત અને જ્ઞાન-ધ્યાનની સંપત્તિથી શોભાયમાન બને છે.
50
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८. अपूर्वकरण गुणस्थानक :
અભિનવ પાંચ પદાર્થોના નિર્વર્તનને ‘અપૂર્વકરણ' કહેવામાં આવે છે. એ પાંચ પદાર્થો આ છે : (૧) સ્થિતિઘાત, (૨) રસધાત, (૩) ગુણશ્રેણિ, (૪) ગુણસંક્રમ, અને (૫) અપૂર્વ સ્થિતિબંધ.
(૧) સ્થિતિઘાત : જ્ઞાનાવરણીયાદિ કર્મોની દીર્ઘ સ્થિતિનું અપવર્તનાકરણથી અલ્પીકરણ.
(૨) રસઘાત : કર્મ-પરમાણુઓમાં રહેલી સ્નિગ્ધતાની પ્રચુરતાને અપવર્તનાકરણથી અલ્પ કરવી.
આ સ્થિતિઘાત અને ૨સઘાત પૂર્વેના ગુણસ્થાનકોના જીવ પણ કરે છે. પરંતુ તે ગુણસ્થાનકોએ વિશુદ્ધિ અલ્પ હોવાથી સ્થિતિઘાત અને રસઘાત અલ્પ કરે છે; અહીં વિશુદ્ધિનો પ્રકર્ષ હોવાથી અતિ વિશાળ-અપૂર્વ કરે છે.
(૩) ગુણશ્રેણિ : એવાં કર્મદલિકો કે જેનો ક્ષય દીર્ઘ કાળે થવાનો હોય, તે કર્મદલિકોને અપવર્તનાકરણથી વિશુદ્ધિના પ્રકર્ષ દ્વારા નીચે લાવે, અર્થાત્ એક અંતર્મુહૂર્તમાં ઉદયાવલિકાના ઉપ૨, જલદી ખપાવવા માટે, પ્રતિક્ષણ અસંખ્ય ગુણવૃદ્ધિથી તે દલિકોની રચના કરે.
(૪) ગુણસંક્રમ : બંધાતી શુભ-અશુભ કર્મપ્રકૃતિમાં અબધ્યમાન શુભાશુભ કર્મદલિકોને, પ્રતિક્ષણ અસંખ્ય ગુણવૃદ્ધિથી નાખવા.
(૫) અપૂર્વ સ્થિતિબંધ : અશુદ્ધિવશ પૂર્વે કર્મોની દીર્ઘ સ્થિતિ જીવ બાંધતો હતો, હવે વિશુદ્ધિ દ્વારા કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન-હીનતર-હીનતમુ બાંધે છે.
९. अनिवृत्तिबादर संपराय - गुणस्थानक :
એક કાળે-સમાનકાળે આ ગુણસ્થાનકે આવેલા સર્વ જીવોનાં અધ્યવસાયસ્થાનો સમાન હોય; અર્થાત્ આત્માની આ એવી એક અનુપમ ગુણ-અવસ્થા છે કે આ અવસ્થામાં રહેલા સર્વ જીવોના ચિત્તની એક-સમાન સ્થિતિ હોય
૬૦. અપૂર્વ-મિનવં રળ-સ્થિતિષાત-રસધાત-ગુણશ્રે]િળસંમ-સ્થિતિવધાનાં पञ्चानां पदार्थानां निर्वर्तनं यस्यासौ अपूर्वकरणः । - प्रवचनसारोद्वारे
For Private And Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-
ચૌદ ગુણસ્થાનક
૪૩૫
છે. અધ્યવસાયોની સમાનતા હોય છે. પરંતુ આ અવસ્થાનો કાળ માત્ર એક અંતર્મુહૂર્ત હોય છે. શબ્દવ્યુત્પત્તિ આ પ્રમાણે છે : બાદર એટલે સ્થૂળ. સંપરાય એટલે કષાયોદય. સ્થૂલ કષાયોદય નિવૃત્ત ન થયો હોય, તેવી આત્માવસ્થાનું નામ અનિવૃત્તિબાદર સંપ૨ાય ગુણસ્થાનક.
આ ગુણસ્થાનકે પ્રથમ સમયથી આરંભી પ્રતિસમય અનંતગુણ-વિશુદ્ધ અધ્યવસાયસ્થાનો હોય છે. એક અન્તર્મુહૂર્તમાં જેટલા સમયો હોય તેટલા અધ્યવસાયસ્થાનો આ ગુણસ્થાન-પ્રાપ્ત જીવોના હોય.
આ ગુણસ્થાનકે બે પ્રકા૨ના જીવો હોય : (૧) ક્ષપક, અને (૨) ઉપશમક. ૧૦. सूक्ष्म संपराय गुणस्थानक :
સૂક્ષ્મ લોભકષાયોદયનું આ ગુણસ્થાનક છે; અર્થાત્ અહીં લોભનો ઉપશમ થાય અથવા ક્ષય કરવામાં આવે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११. उपशान्तकषाय वीतराग छद्मस्थ- गुणस्थानक :
સંક્રમણ-ઉધર્તના-અપવર્તના... વગેરે કરણો દ્વારા કષાયોને વિપાકોદયપ્રદેશોદય બંને માટે અયોગ્ય બનાવી દેવામાં આવે છે; અર્થાત્ કષાયોનો એવો ઉપશમ કરી દેવામાં આવે છે કે અહીં ન તેનો વિપાકોદય આવે કે ન પ્રદેશોદય આવે.
આ ગુણસ્થાનકે જીવના રાગ અને દ્વેષ એવા શમી ગયા હોય છે કે ‘વીતરાગ’ કહેવાય છે. ઉપશાન્તકષાયી વીતરાગ હોય છે.
૧૨. ક્ષીખષાયવીતરાગ-છદ્મણ્ય-ગુસ્થાનળ :
'क्षीणाः कषाया यस्य सः क्षीणकषायः । '
આત્મામાં અનાદિ કાળથી રહેલા કષાયોનો અહીં સર્વથા ક્ષય થઈ જાય છે. ૧૩. સોનીવેવલી-મુનસ્થાન :
'केवलं ज्ञानं दर्शनं च विद्यते यस्य सः केवली ।'
જેને કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય તે કેવળી,
'सह योगेन वर्तन्ते ते सयोगा-मनोवाक्कायाः ते यस्य विद्यन्ते सः सयोगी । ' મન-વચન-કાયાના યોગોથી સહિત હોય તે સયોગી કહેવાય.
For Private And Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૩૬
www.kobatirth.org
શાનસાર
કેવળજ્ઞાનીને ગમનાગમન, નિમેષ-ઉન્મેષાદિ કાયયોગ હોય છે, દેશનાદિ વચનયોગ હોય છે. મન:પર્યાયજ્ઞાની અને અનુત્તરદેવલોકવાસી દ્વારા મનથી પુછાયેલા પ્રશ્નોના જવાબ આપવારૂપ મનોયોગ હોય છે.
આ સયોગી-કેવળી અવસ્થાનો જઘન્ય કાળ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાળ દેશોનપૂર્વકોટિ વર્ષ હોય છે. જ્યારે એક અન્તર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે તેઓ ‘યોગનિરોધ' કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિરોધ કર્યા પછી સૂક્ષ્મ ક્રિયા-અનિવૃત્તિ નામનું શુક્લધ્યાન ધ્યાવતા શૈલેશીમાં પ્રવેશ કરે છે.
૧૪. સોનીવેવલી-મુળસ્થાન :
શૈલેશીકરણનો કાળ, પાંચ હ્રસ્વ સ્વરના ઉચ્ચારણકાળ જેટલો હોય છે અને એ જ અયોગી-કેવળી ગુણસ્થાનકનો કાળ છે.
શૈલેશીકરણના ચરમ સમય પછી ભગવંત ઊર્ધ્વ ગતિ પ્રાપ્ત કરે છે; અર્થાત્ ઋજુ શ્રેણિએ એક સમયમાં જ લોકાન્તે જાય છે.
આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવાનો આ ગુણસ્થાનકનો યથાવસ્થિત વિકાસક્રમ છે. અનંત આત્માઓ આ વિકાસક્રમે પૂર્ણતા પામ્યા છે અને જે જીવો પામશે તે પણ આ વિકાસક્રમે જ પામશે.
૧૦
૬૧
ચતુર્વિધ સદનુષ્ઠાન
સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્રગુણોની વૃદ્ધિ જે ક્રિયા દ્વારા થાય, તેને સદનુષ્ઠાન કહેવામાં આવે છે. સન્ક્રિયા કહો કે સદનુષ્ઠાન કહો, બંને સમાન છે.
For Private And Personal Use Only
આ સદનુષ્ઠાનના ચાર પ્રકાર ‘શ્રી ષોડશ' ગ્રંથમાં શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજીએ બતાવ્યા છે. તેમ જ ‘શ્રી યોગવિશિગ’ ગ્રંથની ટીકામાં પૂજ્ય ઉપાધ્યાયજીએ પણ ચાર અનુષ્ઠાનોનું વિશદ વર્ણન કર્યું છે.
૬૧. ૯મું ક્રિયા અષ્ટક, શ્લોક ૮.
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૭
ચતુર્વિધ સદનુષ્ઠાન ૧. પ્રતિ-નુષ્ઠાન :
આત્મહિતકર અનુષ્ઠાન પ્રત્યે, અનુષ્ઠાન બતાવનાર સદ્ગુરુ પ્રત્યે અને સર્વજન્તવત્સલ તારક જિનેશ્વર ભગવંત પ્રત્યે પરમ પ્રીતિ ઉત્પન્ન થાય, અનુષ્ઠાન વિશિષ્ટ પ્રયત્નપૂર્વક કરવામાં આવે, અર્થાત્ આલસ્ય, પ્રમાદ વગેરેનો પગપેસારો ન થાય. જે સમયે અનુષ્ઠાન કરવાનું હોય એ જ સમયે કરવામાં આવે, ભલે બીજા સેંકડો કામ બગડતાં હોય!
એક વસ્તુ પ્રત્યે દઢ પ્રીતિ જાગી ગયા પછી એના પાછળ જીવ શું નથી કરતો? શાનો ત્યાગ નથી કરતો? ઉપરોક્ત હકીકત “શ્રી યોmવિશિવા' માં દર્શાવાઈ છે :
“વત્રાનુષ્ઠાને (૧) પ્રયત્નતિશયોક્તિ , (૨) પુરHI પ્રીતિરૂવદ્ય, (રૂ) शेषत्यागेन च यत्क्रियते तत्प्रीत्यनुष्ठानम् ।' ૨. મરિ-કનુષ્ઠાન :
ભક્તિ-અનુષ્ઠાનમાં પણ ઉપરથી જ ત્રણ વસ્તુઓ હોય છે, પરંતુ તફાવત આલંબનીયને આશ્રયી પડે છે. ભક્તિ-અનુષ્ઠાનમાં આલંબનીયમાં વિશિષ્ટ પૂજ્યભાવની બુદ્ધિ જાગ્રત થાય છે તેથી પ્રવૃત્તિ વિશુદ્ધતર બને છે.
“પૂજ્ય ઉપાધ્યાયજીએ પ્રીતિ અને ભક્તિનો ભેદ બતાવતાં પત્ની અને માતાનું દૃષ્ટાંત આપ્યું છે. મનુષ્યમાં પત્ની પ્રત્યે પ્રીતિ હોય છે ને માતા પ્રત્યે ભક્તિ હોય છે! બંને પ્રત્યેનાં કર્તવ્યો સમાન હોવા છતાં માતા પ્રત્યે પૂજ્યત્વની બુદ્ધિ હોવાથી તેના પ્રત્યેનું કર્તવ્ય ઉચ્ચ માનવામાં આવે છે.
અર્થાતુઅનુષ્ઠાન પ્રત્યે વિશેષ ગૌરવ જાગે, તેના પ્રત્યે મહાન સદૂભાવ ઉલ્લસિત થાય ત્યારે અનુષ્ઠાન ભક્તિ-અનુષ્ઠાન કહેવાય છે. મહાયોગી શ્રી આનંદઘનજીએ પ્રથમ જિનેશ્વરની સ્તવના६२. यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः ।
शेषत्यागेन करोति यच्च तत् प्रीत्यनुष्ठानम् ।। - दशम-षोडशके ६३. अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति।
तुल्यमपि कृत्यमनयोतिं स्यात् प्रीतिभक्तिगतम् ।। - योगविंशिका ६४. गौरवविशेषयोगाद् बुद्धिमतेः यद् विशुद्धतरयोगम् ।
क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद् भक्त्यनुष्ठानम्। - दशम-षोडशके
For Private And Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
જ્ઞાનસાર
કૃષભ જિનેશ્વર પ્રીતમ માહરો
ઓર ન ચાહું કંત.” આ પ્રમાણે કરી છે, તે “પ્રીતિ-અનુષ્ઠાન'માં ગણી શકાય, કારણ કે તેમાં યોગીરાજે પોતાની ચેતનામાં પત્નીપણાનો આરોપ કર્યો છે, અને પરમાત્મામાં સ્વામીપણાની કલ્પના કરી છે. સ્તવનામાં પ્રીતિરસની પ્રચુરતા વર્તાય છે. . વવનાનુષ્ઠાન : 'शास्त्रार्थप्रतिसंधानपूर्वा साधोः सर्वत्रोचितप्रवृत्तिः।"
- योगविंशिका પંચમહાવ્રતધારી સાધુ આ અનુષ્ઠાનની ઉપાસના કરી શકે. પ્રત્યેક કાળમાં અને પ્રત્યેક ક્ષેત્રમાં સાધુ-મુનિ. શ્રમણ શાસ્ત્રની આજ્ઞાઓના મર્મ સમજીને જે ઉચિત પ્રવૃત્તિ કરે, તે “વચનાનુષ્ઠાન' કહેવાય. “શ્રી ષોડશકમાં પણ આ જ રીતે વચનાનુષ્ઠાઃ બતાવાયું છે.
वचनात्मिका प्रवृत्तिः सर्वत्रौचित्ययोगतो या तु।
वचनानुष्ठानमिदं चारित्रवतो नियोगेन ।। . ૪. પ્રસંગનુષ્ઠાનઃ
''દીર્ધકાળ પર્યન્ત જિનવચનના લક્ષપૂર્વક અનુષ્ઠાન કરનાર મહાત્માના જીવનમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના એવી આત્મસાત્ થઈ જાય છે કે પછીથી મહાત્માને એ વિચારવું પડતું નથી કે “આ ક્રિયા જિનવચનાનુસાર છે કે નહીં?” જેવી રીતે ચન્દનમાં સુવાસ એકીભૂત હોય છે તેવી રીતે જ્ઞાનાદિની ઉપાસના એ મહાત્મામાં એકરસ બની જાય છે ત્યારે તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાન “જિનકલ્પી' વગેરે વિશિષ્ટ મહાપુરુષોના જીવનમાં હોઈ શકે છે.
६५. यत्त्वभ्यासातिशयात् सात्मीभूतमिव चेष्टयते सद्भिः ।
तदसडानुष्ठानं भवति त्वेतत्तदावेधात् ।। - दशम-षोडशके
For Private And Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
જ્ઞપરિક્ષા-પ્રત્યાખ્યાન પરિક્ષા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११
જ્ઞપરિજ્ઞા-પ્રત્યાખ્યાનપરિતા
$9
૪૩૯
સમ્યગ્ આચારની પૂર્વભૂમિકામાં સભ્યજ્ઞાનની આવશ્યકતા નિશ્ચિતરૂપે મનાયેલી છે. સમ્યગ્ જ્ઞાન વિના આચારમાં પવિત્રતા, વિશુદ્ધિ અને માર્ગાનુસારિતા આવી ન શકે.
‘પાપોને જાણવાં અને પરિહરવાં' સાધક મનુષ્યનો આ આદર્શ સાધકને પાપમુક્ત બનાવે છે. આ આદર્શને શ્રી ‘આચારાંગસૂત્ર'માં ‘જ્ઞરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા'ની પરિભાષામાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ‘આચારાંગ સૂત્ર'ના પ્રથમ અધ્યયનમાં જ ચાર પ્રકારની ‘પરિક્ષા’ બતાવવામાં આવી છેઃ (૧) નામપરિજ્ઞા, (૨) સ્થાપનાપરિક્ષા, (૩) દ્રવ્યપરિજ્ઞા અને (૪) ભાવપરિક્ષા. તેમાં દ્રવ્ય અને ભાવપરિજ્ઞાના બે-બે ભેદ બતાવાયા છે : શરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિક્ષા.
પૃથ્વિકાયાદિ ષટ્કાયના આરંભ-સમારંભને કર્મબંધના હેતુ” તરીકે જાણવા તે જ્ઞપરિક્ષા અને તે આરંભ-સમારંભનો ત્યાગ કરવો તેનું નામ પ્રત્યાખ્યાનપરિજ્ઞા, મુનિ આ બંને પરિક્ષાથી સર્વ પાપઆચારોને જાણે અને તેનો ત્યાગ કરે.
For Private And Personal Use Only
ભાવપરિજ્ઞાનું વિશેષ સ્પષ્ટીકરણ કરતાં શ્રી શીલાંકાચાર્યજીએ કહ્યું છે : ભાવજ્ઞપરિક્ષા : ‘આગમ'થી-જ્ઞપરિક્ષાનો જ્ઞાતા અને એમાં ઉપયોગવાળો આત્મા પોતે જ , ‘નોઆગમ'થી જ્ઞાનક્રિયારૂપ આ અધ્યયન અથવા જ્ઞપરિજ્ઞાનો જ્ઞાતા અને અનુપયુક્ત. પ્રત્યાખ્યાનપરિજ્ઞા પણ આ પ્રમાણે સમજવી. વિશેષમાં, નોઆગમથી પ્રાણાતિપાત નિવૃત્તિરૂપ છે અને તે નિવૃત્તિ ત્રિવિધ-ત્રિવિધ સમજવાની છે.
૬૬. ૧૩ મું મૌન અષ્ટક, શ્લોક, ૨.
* दव्वं जाणण पच्चक्खाणे दविए उवगरणे ।
भावपरिण्णा जाणण पच्चक्खाणं च भावेण | | ३७।। - आचारांग, प्र. अध्य. निर्युक्तिगाथा ६७. पृथिवीविषयाः कर्मसमारम्भाः खननकृष्याद्यात्मकाः कर्मबन्धहेतुत्वेन परिज्ञाता भवन्ति ज्ञपरिज्ञया तथा प्रत्याख्यानपरिज्ञया च परिहृता भवन्ति ।
-આવારાં, પ્ર. અધ્ય. ત્તિ. ઉદ્દે. सूत्र १८
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४०
શાનુસાર
૧૨
પંચાસ્તિકાય* પાંચ દ્રવ્યોનું વિશ્વ છે. વિશ્વનું જ્ઞાન કરવા પાંચ દ્રવ્યોનું જ્ઞાન કરવું પડે. “વિશ્વ=પાંચ દ્રવ્ય.” ૧. “વ્ય'-પરિભાષા :
(૧) “સનાત્મક્ષ દ્રવ્યન” “સત્તા” જેનું લક્ષણ છે, તે દ્રવ્ય કહેવાય. આ વ્યાખ્યા દ્રવ્યાર્થિકનયથી કરવામાં આવી છે.
(૨) “દિવ્યય થ્રીવ્યસંયુ દ્રવ્ય' જે ઉત્પત્તિ વિનાશ અને ધ્રુવતાથી સંયુક્ત હોય તે દ્રવ્ય કહેવાય. આ વ્યાખ્યા પર્યાયાર્થિકનયથી કરવામાં આવી છે :
(૩) “TUJપર્યાયવદ્ દ્રવ્યમ્' ગુણ-પર્યાયનો જે આધાર તે દ્રવ્ય. “શ્રી તત્ત્વાર્થસૂત્ર' માં પણ આ વ્યાખ્યા કરવામાં આવી છે.
(અધ્યાય ૫, સૂત્ર રૂ૭) પહેલી વ્યાખ્યાના આધારે બૌદ્ધદર્શનની માન્યતાનું ખંડન થાય છે. બીજીત્રીજી વ્યાખ્યાના આધારે સાંખ્ય-નૈયાયિક દર્શનોનું નિરસન થાય છે.
અનાદિ નિધન ત્રિકાલાવસ્થાથી દ્રવ્યની ઉત્પત્તિ કે તેનો વિનાશ થતો નથી. ઉત્પત્તિ-વિનાશ દ્રવ્યના પર્યાયો છે. જેમ સોનાના કડાને તોડી તેનો હાર બનાવવામાં આવે છે, તેમાં સોનાનો નાશ થતો નથી, પરંતુ સોનાનો જે કડા તરીકેનો પર્યાય (અવસ્થા), તેનો નાશ થાય છે. તેવી રીતે સોનાની ઉત્પત્તિ થતી નથી, પરંતુ હાર તરીકેનો પર્યાય પેદા થાય છે. સોનું (દ્રવ્ય) તો કાયમ રહે છે.
પર્યાયથી ભિન્ન દ્રવ્ય નથી અને દ્રવ્યથી ભિન્ન પર્યાય નથી. બંને અનન્યભૂત ૬૮.૧૪ મું વિદ્યાષ્ટક, શ્લોક ૭. - શીલા વારીયાન ६९. जगच्छब्देन सकलधर्माधर्माकाशपुद्गलास्तिकायपरिग्रहः ।
___ - श्री नन्दीसूत्र-टीकायाम् ७०. एते धर्मादयश्चत्वारो जीवाश्च पञ्च द्रव्याणि च भवन्ति।
- તેસ્વાર્થ-માણે, મ. ૬ ७१. दव्वं सल्लक्खणयं उप्पादव्वयधुवत्तसंजुत्तं ।
गुणपज्जयासयं वा जं तं भण्णंति सव्वण्हू ।।१०।। - पंचास्तिकाये
For Private And Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४१
પંચાસ્તિકાય છે. એટલે પર્યાયની ઉત્પત્તિ-વિનાશ દ્રવ્યની ઉત્પત્તિ અને દ્રવ્યનો નાશ કહેવાય છે. धर्मास्तिकाय . अधर्मास्तिकाय आकाशास्तिकाय पंचास्तिकाय जीवास्तिकाय पुद्गलास्तिकाय
मस्ति' भेटले प्रदेश मने 'आय' भेट समूह = अस्तिय. धर्मास्तिकाय :
स्वरूप :
ધર્માસ્તિકાય રસ, વર્ણ, ગંધ, શબ્દ અને સ્પર્શ રહિત છે. તેથી તે અમૂર્ત छ, नित्य छ, अवस्थित छे. १३पी छ, निष्ठिय छ, असंध्य प्रदेशाम छ, લોકાકાશવ્યાપી છે. અનાદિ-અનંતરૂપે વિસ્તીર્ણ છે. ધર્માસ્તિકાયના પ્રદેશો સાંતર નથી, પરંતુ નિરંતર છે.
धम्मत्थिकायमरसं अवण्णगंधं असदमप्फासं। ___ लोगागाढं पुटुं पिहुलमसंखादियपदेसं ।।३।।
- पंचास्तिकाये
७२. दव्वं पज्जवविउय दव्वविउत्ता य पज्जवा णत्थि।
उप्पायट्ठिइभंगा हदि दवियलक् खणंएयं ||१२|| - सम्मति-तर्के तुबना : पज्जयविजुदं दव्व दवविजुत्ता य पज्जया णत्थि ।
दोण्ह अणण्णभूदं भावं समणा परूविंति।। • पंचास्तिकाये ७३. पंचास्तिकाया धर्माऽधर्माऽऽकाश-पुद्गल जीवाख्याः।
- तत्त्वार्थ-टीकायाम, सिद्धसेनगणि ७४. अस्तयः = प्रदेशाः तेषां कायः = संघातः अस्तिकायः
- अनुयोगद्वारसूत्रे, हेमचन्द्रसूरिः
For Private And Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
શિાનુસાર ૨ વાર્થ :
"ગતિપરિણત જીવ-પુદ્ગલોને ગતિમાં સહકારી કારણ છે, જેવી રીતે સરોવર, સરિતા, સમુદ્રમાં રહેલા મસ્યાદિ જલચર જંતુઓને ચાલવામાં જલ નિમિત્ત કારણ બને છે. જલદ્રવ્ય ગતિમાં સહાયક છે, પરંતુ એનો અર્થ એ નથી કે મલ્યને બળાત્કાર ગતિ કરાવે!
સિદ્ધ ભગવંત ઉદાસીન હોવા છતાં સિદ્ધગુણના અનુરાગમાં પરિણત ભવ્ય જીવોની સિદ્ધિમાં સહકારી કારણ બને છે, તેવી રીતે ધર્માસ્તિકાય પણ સ્વયે ઉદાસીન હોવા છતાં ગતિપરિણત જીવ પુદ્ગલની ગતિમાં સહકારી કારણ બને છે.
જેવી રીતે પાણી સ્વયં ગતિ કર્યા વિના જતા એવાં મસ્યોની ગતિમાં સહકારીકરણ બને છે. તેવી રીતે ધર્માસ્તિકાય સ્વયં ગતિ કર્યા વિના જીવપુદ્ગલોની ગતિમાં સહકારી કારણ બને છે. अधर्मास्तिकाय :
જેવું સ્વરૂપ ધર્માસ્તિકાયનું છે, તેવું જ સ્વરૂપ અધર્માસ્તિકાયનું છે. કાર્યમાં ફરક છે. જીવ-૫ગલોની સ્થિતિમાં અધર્માસ્તિકાય સહાયક છે. જેવી રીતે છાયા પથિકોની સ્થિરતામાં સહાયક થાય છે, અથવા જેવી રીતે પૃથ્વી સ્વયં સ્થિર રહેલી, અશ્વ-મનુષ્યાદિની સ્થિરતામાં બહિરંગ સહકારી કારણ બને છે. જીવ-યુગલોની સ્થિતિનું ઉપાદાન કારણ તો સ્વકીય સ્વરૂપ જ છે. અધર્માસ્તિકાય વ્યવહારથી નિમિત્ત કારણ છે. आकाशास्तिकाय :
” લોકાલોકવ્યાપી અનંત પ્રદેશાત્મક અમૂર્તિ છે. “આકાશાસ્તિકાયથી 95. અતિથ્રિત્યુપદી ઘધર્મપIS= (HWાર્થ, . , . ૧૭)
(૩. તત્ત્વાર્થ-ટીકા, અધ્યાય ૫, ટીકા) उदयं जह मच्छाणं गमणाणुग्गहयरं हवदि लोए।
तह जीवपुग्गलाणं धम्म दब वियाणेहि ।1८५|| - पंचास्तिकाये ७६. जह हवदि धम्मदव्व तह ते जाणेह दव्वमधमक्खं ।
ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव ।।८६ ।। - पंचास्तिकाये ७७. लोकालोकव्याप्यनन्तप्रदेशात्मकोऽमूर्तद्रव्यविशेषः । - अनुयोगद्वार-टीकायाम् ७८. जीवा पुग्गलकाया धम्माधम्मा य लोगदोणण्णा।
ततो अणण्णमण्णं आयासं अंतवदिरित्तं ।।६१ || - पंचास्तिकाये
For Private And Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચાસ્તિકાય
૪૪૩ વ્યતિરિક્ત દ્રવ્યો માત્ર લોકાકાશવ્યાપી જ છે; જ્યારે આકાશાસ્તિકાય લોકઅલોક બંનેમાં વ્યાપ્ત છે.
ધર્માસ્તિકાયાદિ ચાર અસ્તિકાયને આકાશ અવકાશ આપે છે. અર્થાત્ ધર્માસ્તિકાયાદિ ચાર અસ્તિકાય લોકાકાશને અવગાહીને રહેલાં છે. अवगाहिनां धर्मपुद्गलजीवानामवगाह आकाशस्योपकारः!
- તાર્ચમાણ, , ૬, ૧૮ जीवास्तिकाय :
જે જીવે છે, જીવશે અને જીવેલો છે તે જીવ. “નીવંતિ નીવિન્તિ ગાવિતત્ત રુતિ નીવા |' સંસારી જીવ દશ પ્રાણોથી જીવે છે, જીવશે, અને જીવેલો છે. પાંચ ઇન્દ્રિય-મન, વચન અને કાયા, આયુષ્ય અને ઉદ્ભુવાસ, આ દસ પ્રાણ છે. પ્રત્યેક જીવ અસંખ્ય પ્રદેશાત્મક હોય છે; સ્વદેહવ્યાપી હોય છે; અરૂપીઅમૂર્ત હોય છે; અનુત્પન્ન અવિનાશી છે.
પરસ્પરોપગ્રહો નીવાના - (તસ્વાર્થ, ૩. સૂ. ૨૧) અન્યોન્ય ઉપકારક કરવો. એ જીવોનું કાર્ય છે. હિતના પ્રતિપાદન દ્વારા અને અહિતના નિષેધ દ્વારા જીવો એકબીજા પર ઉપકાર કરી શકે છે. પુદ્ગલો કરી શકતા નથી.
જીવનું અંતરંગ લક્ષણ છે ઉપયોગ - ‘ઉપયોત્રિફળ નીવ'I पुद्गलास्तिकाय :
જેનો પૂરણ-ગલન સ્વભાવ હોય તે પુદ્ગલ; અર્થાત્ જેમાં હાનિવૃદ્ધિ થાય તે મુદ્દગલ કહેવાય. તે પગલો પરમાણુથી માંડી અનંતાણુક સ્કંધ સુધી હોય છે. પુદ્ગલના ચાર ભેદ છે : સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. પદગલ રૂપી છે. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તે પુદ્ગલ કહેવાય? સ્વરસ જૂવવન્તઃ પુનીટ (તસ્વાર્થ, , , . ૨૩). “પંજારિતા ' માં શ્રી કુંદકુંદાચાર્યજીએ પુગલને ઓળખવાની રીત બતાવતાં કહ્યું છેઃ
७९, खंधा य खंधदेसा खंधपदेसा य होति परमाणू।।
इति ते चदुखियप्पा पुग्गलकाया मुणेयव्वा ।।१७४ ।। - पंचास्तिकाय-प्रकरणे
For Private And Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४४
જ્ઞાનસાર उवभोज्जमिदिए हिं य इंदिय काया मणो य कम्माणि ।
जं हवदि मुत्तमण्णं तं सव्वं पुग्गलं जाणे ।।२।। ઇન્દ્રિયોના ઉપભોગ્ય વિષયો, પાંચ ઇન્દ્રિયો, ઔદારિકાદિ પાંચ શરીર, મન અને આઠ પ્રકારનાં જ્ઞાનાવરણીયાદિ કર્મ જે કંઈ મૂર્તિ છે, તે સર્વ પુદ્ગલ સમજવું.”
શ્રી તત્ત્વાર્થસૂત્ર’ માં કહ્યું છે : पञ्चविधानि शरीराण्यौदारिकादीनि वाङ्मनःप्राणापानाविति पुद्गलाનામુપpl૨:(સ્વોપજ્ઞ-માણે, 3, . ૧૨).
ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ-આ પાંચ શરીર, વાણી, મન અને શ્વાસોચ્છુવાસ, પુદ્ગલોનો ઉપકાર છે; અર્થાત્ એ પુદ્ગલનિર્મિત છે.
આ પ્રમાણે પંચાસ્તિકાયનું સ્વરૂપ અને તેનું કાર્ય સંક્ષેપમાં બતાવીને હવે પંચાસ્તિકાયની સિદ્ધિ કરવામાં આવે છે.
ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય વિના જીવ અને પુદ્ગલોની ગતિ તથા સ્થિતિ ન થઈ શકે. જો ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય વિના પણ જીવ-પુદ્ગલની ગતિ-સ્થિતિ થઈ શકે તો લોકની જેમ અલોકમાં પણ જીવ-પગલો જવા જોઈએ. અલોક અનંત છે. તેથી લોકમાંથી નીકળીને જીવ-પુદ્ગલો અલોકમાં ચાલ્યા જાય અને એ રીતે લોક જીવશૂન્ય અને પુદ્ગલશુન્ય બની જાય. ન તો એવું દેખાય છે કે ન એવું ઈષ્ટ છે. માટે જીવ-પુગલની ગતિસ્થિતિની ઉપપત્તિ માટે ધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધિ થાય છે.
જીવાદિ પદાર્થોનો આધાર કોણ? જે “આકાશાસ્તિકાય” ન માનવામાં આવે તો જીવાદિ પદ્યર્થો નિરાધાર બની જાય. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય જુવાદિના આધાર ન બની શકે. તે બંને તો જીવ-પુદ્ગલની ગતિ-સ્થિતિના નિયામક છે. વળી, બીજાથી સાધ્ય કાર્ય ત્રીજો ન કરી શકે. માટે જીવાદિના આધાર તરીકે આકાશાસ્તિકાયની સિદ્ધિ થાય છે.
દરેક પ્રાણીમાં જ્ઞાનગુણ સ્વસંવેદનસિદ્ધ છે. ગુણી સિવાય ગુણનું અસ્તિત્વ ઘટી ન શકે.
પ્ર, સ્વસંવેદનસિદ્ધ જ્ઞાનગુણનું ગુણી શરીરને માનો તો? ઉ. ગુણને અનુરૂપ ગુણી જોઈએ. જ્ઞાનગુણ અમૂર્ત છે. ચિતૂપ છે. સદૈવ ઇન્દ્રિયવિષયાતીત છે. ગુણી પણ તેને અનુરૂપ હોવો જોઈએ. તે જીવ છે,
For Private And Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મસ્વરૂપ
૪૪૫ દેહ નહીં. જે અનુરૂપ ન હોય તેને પણ ગુણી માનવામાં આવે તો અનવસ્થા-દોષ આવે. તો પછી રૂપ-રસાદિગુણોના ગુણી તરીકે આકાશને પણ માની લો! ઘટ પટાદિ કાર્યોથી પુદ્ગલાસ્તિકાયનું અસ્તિત્વ તો પ્રત્યક્ષ જ છે.
૧૩
કર્મસ્વરૂપ અનાદિ-અનંત કાળથી જીવ કર્મોથી બંધાયેલો છે. જીવ અને કર્મનો સંયોગ અનાદિ છે. તેથી જીવમાં અજ્ઞાન, મોહ, ઈન્દ્રિય-વિકલતા, કૃપણતા, દુર્બળતા, ચાર ગતિમાં પરિભ્રમણ, ઉચ્ચ-નીચતા, શરીરધારિતા વગેરે અનંત પ્રકારની વિચિત્રતા દેખાય છે.
દરેક જીવમાં કર્મ જુદાંજુદાં હોય છે. સ્વકર્મના અનુસારે જીવ સુખદુઃખ અને બીજી વિચિત્રતાઓ અનુભવે છે. જીવો વચ્ચે જ્ઞાન, શરીર, બુદ્ધિ, આયુષ્ય, વૈભવ, યશ-કીર્તિ વગેરે સેંકડો વાતોની વિષમતાનું કારણ કર્મ છે.
કર્મ કોઈ કાલ્પનિક વસ્તુ નથી, પરંતુ યથાર્થ પદાર્થ છે અને તેનો પુદ્ગલાસ્તિકાયમાં એક દ્રવ્ય તરીકે સમાવેશ થયેલો છે.
કર્મના મુખ્ય આઠ પ્રકાર છે. શ્રી મતિ પ્રકરણમાં કહ્યું છે : स ज्ञानदर्शनावरणवेद्यमोहायुषां तथा नाम्नः । गोत्रान्तराययोश्चेति कर्मबन्धो अष्टधा मौलः ।।३४ ।।
અવાંતર-ભેદ (૧) જ્ઞાનાવરણીય
(૨) દર્શનાવરણીય ૮૦, ૧૫ મું વિવેક અષ્ટક, શ્લોક ૧. ८१. आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनामगोत्रान्तराया।
- તસ્વીર્થ, . ૮, સૂત્ર | ८२. पञ्चनवद्वयष्टाविंशत्तिकश्चतुःषट्कसप्तगुणभेदाः।
द्विपञ्चभेद इति सप्तनवतिभेदास्तथोत्तरतः ।।३५ ।। - प्रशमरति प्रकरणे पञ्चनवद्वयष्टाविंशतिर्द्विचत्वारिंशद्विपञ्चभेदा यथाक्रमम्। - तत्त्वार्थ,,अ.५,सूत्र ६
નામ
For Private And Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪૭
(૩) વેદનીય
(૪) મોહનીય
(૫) આયુષ્ય
(૬) નામ
(૭) ગોત્ર
(૮) અંતરાય
આત્મગુણ
૧. અનંત કેવળજ્ઞાન
૨. અનંત કેવળદર્શન
૩. અનંત સુખ
૪. ક્ષાયિક ચારિત્ર
૫. અક્ષય સ્થિતિ
૬. અમૂર્તતા
૭. અગુરુલઘુતા ૮. અનન્તવીર્ય
www.kobatirth.org
कर्मबन्ध
૯૭
પ્રત્યેક કર્મનો આત્મા પર ભિન્ન ભિન્ન પ્રભાવ હોય છે.
આવરણ
પ્રભાવ
જ્ઞાનાવરણ
અજ્ઞાનતા
દર્શનાવરણ
અંધાપો, નિદ્રા વગેરે
વેદીય
મોહનીય
આયુષ્ય
નામ
ગોત્ર
અંતરાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
૨૮
૪
૪૨
ર
-
For Private And Personal Use Only
શાનસાર
સુખ, દુઃખ
ક્રોધાદિ, હાસ્યાદિ,
પુરુષવેદાદિ મિથ્યાત્વ
ચાર ગતિમાં પરિભ્રમણ
શરીર, યશ-અપયશાદિ,
તીર્થંકરાદિ
ઉચ્ચ-નીચતા
કૃપણતા, દુર્બળતા વગેરે
‘‘જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલોથી આત્માનું જે બંધાવું, અર્થાત્ પરતંત્રતા પ્રાપ્ત કરવી, તે બંધ કહેવાય.' કર્મબંધ પુદ્ગલ-પરિણામ છે. આત્માનો એક એક પ્રદેશ અનંત અનંત કર્મપુદ્ગલોથી બંધાયેલો છે; અર્થાત્ આત્મપ્રદેશો
८३. बध्यते वा येनात्मा अस्वातन्त्र्यमापद्यते ज्ञानावरणादिना स बन्धः पुद्गलपरिणामः । तत्त्वार्थ- टीकायाम्, श्री सिद्धसेनगणिः
-
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જિનકલ્પ-સ્થવિરકલ્પ
૪૪૭
*
અને કર્મપુદ્ગલો અન્યોન્ય એવા મળી ગયેલા છે કે બંનેનું એકત્વ થઈ ગયું છે. જેવી રીતે ક્ષીર અને નીર. આ કર્મબંધ ચાર પ્રકારે છે : (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) અનુભાગબંધ, અને (૪) પ્રદેશબંધ.
(૧) કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવું, કર્મ અને આત્માની એકતા ‘પ્રકૃતિબંધ' કહેવાય છે :‘પુર્વીતાવાનું પ્રવૃતિબન્ધ ર્માત્મનોરેચ લક્ષણઃ।' (તત્ત્વાર્થटीकायाम्)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) કર્મપુદ્ગલોનું આત્મપ્રદેશોમાં અવસ્થાન તે સ્થિતિ; અર્થાત્ કર્મોનો આત્મામાં અવસ્થાકાળનો નિર્ણય થવો તે સ્થિતિબંધ : ‘ર્મપુર્વીલાશેઃ कर्त्रा परिगृहीतस्यात्मप्रदेशेष्ववस्थानं स्थितिः । ' ( तत्त्वार्थ- टीकायाम् )
(૩) શુભાશુભ વેદનીય કર્મના બંધ સમયે જ રસવિશેષ બંધાય છે; તેનો વિપાક નામકર્મનાં ગત્યાદિ સ્થાનોમાં રહેલો અનુભવે છે.
(૪) કર્મસ્કંધોને આત્માના સર્વ પ્રદેશોથી યોગવિશેષથી (મન-વચનકાયાના) ગ્રહણ કરવા તે પ્રદેશબંધ; અર્થાત્ કર્મપુદ્ગલોનું દ્રવ્ય પરિણામ પ્રદેશબંધમાં થાય છે :
'तस्य कर्तुः स्वप्रदेशेषु कर्मपुद्गलद्रव्यपरिमाणनिरूपणं प्रदेशबन्धः । ' (તત્ત્વાર્થ-ટીગયામ્) આ રીતે સંક્ષેપમાં કર્મનું સ્વરૂપ અને કર્મબંધનું સ્વરૂપ બતાવાયું છે. વિશેષ જિજ્ઞાસુએ ‘કર્મગ્રન્થ,’‘કર્મપ્રકૃતિ’, ‘તત્ત્વાર્થસૂત્ર' વગેરે ગ્રંથોનું અવલોકન કરવું જોઈએ.
१४
જિનકલ્પ-સ્થવિકલ્પ
ક
‘શ્રી બૃહત્કલ્પસૂત્ર’ આદિ ગ્રંથોમાં વિસ્તારથી જિનકલ્પ તથા સ્થવિરકલ્પનું વર્ણન જોવામાં આવે છે.
૮૪. 'પ્રકૃત્તિસ્થિત્યનુમાવપ્રવેશાતદ્વિષયઃ। - તત્ત્વાર્થ., ૫. ૮, સૂત્ર ૪.
-
For Private And Personal Use Only
८५. इति कर्मणः प्रकृतयो मूलाश्च तथोत्तराश्च निर्दिष्टाः ।
तासां यः स्थितिकालनिबन्धः स्थितिबन्धः उक्तः सः । - तत्त्वार्थ - टीकायाम्
–
૮૬૭, ૧૬મું માધ્યસ્થ અષ્ટક, શ્લોક ૬.
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४८
જ્ઞાનસાર આ બંને કલ્પ (આચાર) સાધુપુરુષો માટે છે, ગૃહસ્થો માટે નહીં. બંને કલ્પનું પ્રતિપાદન શ્રી તીર્થંકર પરમાત્માએ કરેલું છે; અર્થાતુ જિનકલ્પનું સાધુજીવન અને સ્થવિરકલ્પનું સાધુજીવન, બંને પ્રકારનાં જીવન પરમાત્મા મહાવીરદેવે બતાવેલાં છે. બંને પ્રકારનાં જીવનથી મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. બંને જીવન વચ્ચેનું અંતર મુખ્યતયા એક છે. જિનકલ્પનું સાધુજીવન માત્ર ઉત્સર્ગમાર્ગનું અવલંબન લે છે. સ્થવિરકલ્પનું સાધુજીવન ઉત્સર્ગ-માર્ગ અને અપવાદમાર્ગ બંનેનું આલંબન લે છે; અર્થાતુ જિનકલ્પી મુનિ અપવાદ-માર્ગનું અનુસરણ કરતા નથી, સ્થવિરકલ્પી મુનિ અનુસરણ કરે છે. અપવાદ-માર્ગનું અનુસરણ કરનાર મુનિ પણ આરાધક છે, એટલે મોક્ષમાર્ગની આરાધના માટેનાં મુખ્ય રૂપે આ બે જ પ્રકારનાં જીવન છે.
પ્રસ્તુતમાં જિનકલ્પનું સ્વરૂપ “શ્રી બૃહત્કલ્પસૂત્ર' ગ્રંથના આધારે આપવામાં આવે છે. જિનકલ્પ-સ્વીકાર પૂર્વે તેયારી ?
જિનકલ્પ સ્વીકારવાની ભાવનાવાળો મુનિ પોતાના આત્માને તે રીતે તૈયાર કરે. તૈયારીમાં પાંચ પ્રકારની ભાવનાઓથી આત્માને ભાવિત કરે :
૧. તપોભાવના, ૨. સત્ત્વભાવના, ૩. સૂત્રભાવના, ૪. એકત્વભાવના, ૫. બળભાવના. તપ-ભાવના : ધારેલું તપ જ્યાં સુધી સ્વભાવભૂત ન થઈ જાય ત્યાં સુધી તેનો અભ્યાસ
ન છોડે. જ એક-એક તપ ત્યાં સુધી કરે છે તેથી વિહિત અનુષ્ઠાનની હાનિ ન થાય. શુદ્ધાસુક આહાર ન મળે તો છ મહિના સુધી ભૂખ્યો રહે, પરંતુ પ્રેષિત આહાર ન લે. આ રીતે તપથી અલ્પાહારી બને, ઇન્દ્રિયો સ્પર્ધાદિ વિષયોમાંથી નિવર્તે, મધુર આહારમાં નિઃસંગ બને, ઇન્દ્રિયવિજેતા બને. સત્વભાવના : આ ભાવનામાં મુનિ પાંચ પ્રતિમાનું પાલન કરે. શૂન્ય..અવાવર... અંધારિયા ઉપાશ્રયમાં નિદ્રાનો ત્યાગ કરી કાયોત્સર્ગધ્યાનમાં ઊભો રહી, ભયને જીતી નિર્ભય બને. ઉપાશ્રયમાં
For Private And Personal Use Only
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૯
જિનકલ્પ-સ્થવિરકલ્પ
ફરતા ઉંદર, બિલાડી વગેરે દ્વારા થતા ઉપદ્રવોથી ભય ન પામે, ભાગી ન
જાય. * ઉપાશ્રયની બહાર રાત્રીના સમયે કાયોત્સર્ગધ્યાને ઊભો રહી, ઉંદર,
બિલાડી, કૂતરા, ચોર વગેરેના ભયને જીતે. છે જ્યાં ચાર માર્ગ ભેગા થતા હોય ત્યાં જઈને રાત્રે ધ્યાનમાં રહે. પશુઓ,
ચોરો વગેરેના ભયને જીતે. ક પડતર શુન્યગૃહમાં જઈને રાત્રે ધ્યાનમાં રહે. ત્યાં આવતા ઉપદ્રવોથી નિર્ભય રહે, ભય ન પામે. સ્મશાનમાં જઈને કાર્યોત્સર્ગધ્યાને ઊભો રહે. સવિશેષ ભયોને જીતે.
આ રીતે સત્ત્વભાવનાથી અભ્યસ્ત થવાથી દિવસે કે રાત્રે, દેવ-દાનવોથી પણ ડરે નહીં અને જિનકલ્પને નિર્ભયતાથી વહન કરે.
સૂત્રભાવના : કાળનું પ્રમાણ જાણવા માટે એ એવો શ્રતાભ્યાસ કરે છે કે પોતાના નામ જેવું અભ્યસ્ત થઈ જાય. સૂત્રાર્થના પરિશીલન દ્વારા તે અન્ય સંયમાનુષ્ઠાનોનો પ્રારંભકાળ અને સમાપ્તિકાળ જાણી લે. દિવસ અને રાત્રીનો સમય જાણી લે. ક્યારે કેટલામો પ્રહર...ઘડી ચાલી રહી છે, તે જાણી લે. આવશ્યક, ભિક્ષા, વિહાર વગેરેનો કાળ છાયા માપ્યા વિના જાણી લે.
સુત્રભાવનાથી ચિત્તની એકાગ્રતા, મહાન નિર્જરા, વગેરે અનેક ગુણો સિદ્ધ કરે. 'सुयभावणाए नाणं दंसणं तवसंजमं च परिणमइ'।
- વૃહત્વ". Hથા ૧૩૪૪ એકભાવના : સંસારવાસનું મમત્વ તો મુનિ પૂર્વે જ છેદી નાખે છે. પરંતુ સાધુજીવનમાં આચાર્યાદિનું મમત્વ થઈ જાય છે. એટલે જિનકલ્પની તૈયારી કરનાર મહાત્મા આચાર્યાદિની સાથે પણ સસ્નિગ્ધ અવલોકન, આલાપ, પરસ્પર ગોચરીપાણીનું આદાન-પ્રદાન, સૂત્રાર્થ અંગે પ્રતિપૃચ્છા, હાસ્ય, વાર્તાલાપ વગેરે ત્યજી દે, આહાર, ઉપધિ અને શરીરનું મમત્વ પણ ન કરે. આ રીતે એકત્વભાવના દ્વારા એવો નિર્મોહી બની જાય કે જિનકલ્પ સ્વીકાર્યા પછી સ્વજનોનો વધ થતો જોઈને પણ ક્ષોભ ન પામે.
For Private And Personal Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫o
શાનસાર
બળભાવના : મનોબળથી સ્નેહજનિત રાગ અને ગુણબહુમાનજનિત રાગ બંને ત્યજી
ધૃતિબળથી આત્માને સમ્યભાવિત કરે.
આ રીતે મહાન સાત્ત્વિક ધૈર્યસંપન્ન સુયરહિત, નિષ્પકંપિત બની પરિષહ-ઉપસર્ગને જીતી તે સ્વપ્રતિજ્ઞાને પૂર્ણ કરે છે. સર્વ સત્વે પ્રતિષ્ઠતસર્વ સિદ્ધિસત્વથી થાય છે.
આ રીતે પાંચ ભાવનાથી આત્માને ભાવિત કરી, જિનકલ્પિક સદૃશ બની ગચ્છમાં જ રહેતો દિવિધ પરિકર્મ કરે. (૧) આહારપરિકર્મ (૨) ઉપધિપરિકર્મ.
સાત પિંડેષણામાંથી પહેલી બે સિવાયની બાકીની પાંચ પિઝેષણામાં ભિક્ષા ગ્રહણ કરે. તેમાં પણ વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરે. અલેપકૃત આહાર ગ્રહણ કરે. અન્નપ્રાન્ત અને રુક્ષ આહાર ગ્રહણ કરે.
ઉપધિપરિકર્મમાં વસ્ત્ર અને પાત્રની ચાર પ્રતિમામાંથી પહેલી બે ત્યજી દે, અંતિમ બે ગ્રહણ કરે.
“ઉત્કટુક આસનનો અભ્યાસ કરે, કારણ કે જિનકલ્પમાં “પગ્રહિક ઉપધિ રાખવામાં આવતી નથી, તેથી બેસવા માટેનું આસન હોતું નથી અને સાધુ આસન બિછાવ્યા વિના સીધો ભૂમિ પરિભોગ કરી ન શકે, તેથી ઉત્કર્ક (ઊભડક) આસને જ જિનકલ્પિક રહે. માટે એનો અભ્યાસ પૂર્વે કરી લેવો પડે. જિનકલ્પ-સ્વીકાર :
પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ જોઈ, સંઘને ભેગો કરી, (જો ત્યાં સંઘ ન હોય તો પોતાના સ્વગણના સાધુઓને ભેગાં કરી) ક્ષમાપના કરે. પરમાત્મા જિનેશ્વરદેવના સાંનિધ્યમાં અથવા તીર્થંકર ન હોય તો ગણધરના સાંનિધ્યમાં ક્ષમાપન કરે.
૮૭. સાત પિંડેષ : 'असंसठ्ठा संसट्टा उद्धडा अप्पलेवा उपाहिआ पग्गहिया उज्झियधम्मेति'
- માથારાં IRI>, ૨ શ્રત. ૨૫
For Private And Personal Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૧
જિનકલ્પ-સ્થવિરકલ્પ
'जइ किंचि पमाएणं न सुठ्ठ भे वट्टियं मइ पुब्बिं ।
तं भे खामेमि अहं निस्सल्लो निक्कसाओ अ ।।' નિશલ્ય અને નિષ્કાય બની હું, પૂર્વે પ્રમાદથી જે કંઈ તમારા પ્રત્યે દુષ્ટ કર્યું હોય તેની ક્ષમા માગું છું.”
અન્ય સાધુઓ આનંદાશ્રુ વહાવતા ભૂમિ પર મસ્તક લગાવી ક્ષમાપના કરે. - સાધુની દશ પ્રકારની સામાચારીમાંથી જિનકલ્પીને (૧) આવકિી , (૨) નૈષધિકી, (૩) મિથ્થાકાર, (૪) આપૃચ્છા, અને (૫) ગૃહસ્થવિષયક ઉપસંપર્-આ પાંચ સામાચારી જ હોય. જિનકલ્પ સ્વીકારનાર સાધુને નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન તો અવશ્ય જોઈએ. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન દશપૂર્વ. પહેલું સંઘયણ (વજઋષભનારાચ) જોઈએ. છે ઉપસર્ગો દીનતા વિના સહન કરે.
જો રોગ-આતંક પેદા થાય તો નિયમા સહન કરે. ઔષાધાદિ ચિકિત્સા ન કરાવે. જ લોચ, આતાપના, તપશ્ચર્યા વગેરેની વેદના સહન કરે. જિનકલ્પી એકલા જ રહે-વિચરે.
અનાપાત-અસંલોક' સ્થડિલ ભૂમિ પર મલોત્સર્ગ કરે. જલથી શુદ્ધિ ન કરે. જલશુદ્ધિની જરૂર જ ન પડે. મળથી બાહ્ય ભાગ લેપાય જ નહિ. જે સ્થાનમાં રહે તેમાં ઉંદર વગેરેનાં દર હોય તો બંધ ન કરે. વસતિસ્થાનને ખાતાં પશુઓને ન રોકે, વારનાં કમાડ બંધ ન કરે, સાંકળ ન લગાવે. સ્થાન (ઉપાશ્રયાદિ) નો માલિક જો કોઈ શરત કરીને ઊતરવા માટે સ્થાન આપતો હોય તો તેવા સ્થાનમાં ન રહે. કોઈને સૂક્ષ્મ પણ અપ્રીતિ થાય તેવા સ્થાનનો ત્યાગ કરે. છે જે સ્થાનમાં બલિ ચઢાવાતો હોય, દીપક સળગાવવામાં આવતો હોય,
અંગાર-જ્વાલા વગેરેનો પ્રકાશ પડતો હોય અથવા સ્થાનનો માલિક કંઈક કામ ભળાવતો હોય, તેવા સ્થાનમાં જિનકલ્પી ન રહે. છે ત્રીજી પોરસીમાં ભિક્ષાચર્યા કરે, અભિગ્રહ ધારણ કરે.
For Private And Personal Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ર
જાનુસાર કે ભિક્ષા અપકૃત લે : વાલ, ચણા... વગેરે. છે જે ક્ષેત્રમાં (ગામમાં) રહે, તેના છ વિભાગ કરે, પ્રતિદિન એક એક વિભાગમાં ભિક્ષા માટે જાય તેથી આધાકર્મ વગેરે દોષો ન લાગે. એક વસતિમાં વધુમાં વધુ સાત જિનકલ્પી રહે, પરંતુ પરસ્પર સંભાષણ ન કરે, એકબીજાની ભિક્ષા માટેની શેરીનો ત્યાગ કરે. જિનકલ્પ સ્વીકારનારનો જન્મ કર્મભૂમિમાં હોવો જોઈએ. દેવાદિ દ્વારા
સંહરણ થતાં અકર્મભૂમિમાં પણ હોય. જ અવસર્પિણીમાં ત્રીજા-ચોથા આરામાં જન્મેલો હોય. ક સામાયિક-છેદોપસ્થાપનીય ચારિત્રમાં રહેલો મુનિ જિનકલ્પ સ્વીકારી શકે. આ મહાવિદેહ ક્ષેત્રમાં સામાયિક-ચારિત્રમાં રહેલો સ્વીકારે.
પરમાત્મા ધર્મતીર્થની સ્થાપના કરે, પછી જ જિનકલ્પ સ્વીકારે. જે જિનકલ્પ સ્વીકારતી વખતે ઓછામાં ઓછી ઉંમર ૨૯ વર્ષની હોવી
જોઈએ. ઉત્કૃષ્ટકાળ દેશોન પૂર્વકટી. છે નવો ધૃતાભ્યાસ ન કરે. પૂર્વોપાર્જિત શ્રુતજ્ઞાનનું એકાગ્ર મનથી સ્મરણ
કરે. એ જિનકલ્પ પુરુષ જ સ્વીકારી શકે, અથવા કૃત્રિમ નપુંસકલિંગી પણ
સ્વીકારી શકે. આ જિનકલ્પીનો વેશ જિનકલ્પ સ્વીકારતી વખતે સાધુનો હોય. ભાવ પણ - સાધુના હોય. પાછળથી ચોરાદિ દ્વારા બાહ્યવેશ જાય તો નગ્ન રહે. * જિનકલ્પ સ્વીકારતી વખતે “તેજો, પદ્મ, શુક્લ-ત્રણ શુભ લેશ્યા હોય. પાછળથી છયે લેશ્યાઓ હોઈ શકે. પરંતુ કૃષ્ણ-નીલ-કાપો વેશ્યા અતિ સંક્લિષ્ટ ન હોય અને તેમાં વધુ સમય ન રહે. જિનકલ્પ સ્વીકારતાં પ્રવર્ધમાન ધર્મધ્યાન ન હોય. પાછળથી આર્તધ્યાનરૌદ્રધ્યાન પણ હોઈ શકે, કર્મની વિચિત્રતાથી! પરંતુ શુભ ભાવોની પ્રબળતા હોવાથી આર્ત-રૌદ્ર ધ્યાનના અનુબંધ પ્રાય: નથી પડતા. એક સમયે જિનકલ્પ સ્વીકારનાર વધુમાં વધુ બસોથી નવ સો હોઈ શકે. જિનકલ્પીઓની ઉત્કૃષ્ટ સંખ્યા બે હજારથી નવ હજાર હોઈ શકે. અલ્પકાલીન અભિગ્રહો જિનકલ્પીને ન હોય. જિનકલ્પ' એ જ જિંદગીનો મહાન અભિગ્રહ છે.
For Private And Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૫૩
પાંચ શરીર
• જિનકલ્પી કોઈને દીક્ષા ન આપે. જો જ્ઞાનમાં દેખાય કે આ અવશ્ય દીક્ષા લેનાર છે તો ઉપદેશ આપે, અને સંવિગ્ન ગીતાર્થ સાધુઓની પાસે મોકલી દે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનથી પણ સૂક્ષ્મ અતિચાર લાગી જાય તો પ્રાયશ્ચિત્ત ૧૨૦ ઉપવાસ આવે. * એવું કોઈ કારણ નથી કે જેથી અપવાદ પદનું સેવન કરવું પડે. * આંખનો મળ પણ દૂર ન કરે. ચિકિત્સાદિ ન કરાવે.
ત્રીજી પોરીમાં આહાર-વિહાર કરે, શેષ કાળમાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહે. * જંઘાબળ ક્ષીણ થઈ જાય, વિહાર કરી ન શકે, તો પણ એક ક્ષેત્રમાં રહેતા તેઓ કોઈ પણ દોષ ન લાગવા દે, અને સ્વ-કલ્પનું અનુપાલન કરે. સ્થવિકલ્પી મુનિ પુષ્ટાલંબને અપવાદ-માર્ગનું પણ આસેવન કરે. સ્થવિરકલ્પી મુનિ ગુરુકુલવાસમાં ૨હે. ગચ્છવાસની મર્યાદાઓનું પાલન કરે.
૫
መ
પાંચ શરીર
આ વિશ્વમાં જીવોનું શરીર કોઈ એક પ્રકારનું જ નથી. ચાર ગતિમય આ વિશ્વમાં પાંચ પ્રકારનાં શરીર હોય છે. આ પાંચ ભેદ, શરીરના આકારના માધ્યમથી નથી, પરંતુ શરીરો જે પુદ્ગલોમાંથી બને છે એ પુદ્ગલોની જાતના માધ્યમથી છે.
આ શરીરો અંગેનું વિવેચન ‘વિચારપંચાશિકા' નામના ગ્રંથના આધારે કરવામાં આવે છે.
શરીરનાં નામ ઃ
(૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તૈજસ, અને (૫)કાર્પણ. શરીરની બનાવટ :
પાંચ પ્રકારનાં દ્રવ્યોમાં એક દ્રવ્ય છે પુદ્ગલાસ્તિકાય. આ પુદ્ગલો ચૌદે રાજલોકમાં વ્યાપ્ત છે. એ પુગલોની ૨૬ વર્ગણાઓ (જથ્થાઓ) છે. એમાંથી જીવને ઉપયોગી માત્ર ૮ વર્ગણાઓ છે. તેમાં જે ‘ઔદારિક વર્ગણા છે, ૮૮. ૧૯મું તત્ત્વદૃષ્ટિ અષ્ટક, શ્લોક ૫.
For Private And Personal Use Only
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
જ્ઞાનસાર તેમાંથી ઔદારિક શરીર બને છે. “વૈક્રિય વર્ગણાના પગલોમાંથી વૈક્રિય શરીર બને છે. આહારક વર્ગણાના પુદ્ગલમાંથી “આહારક શરીર' બને છે. તૈજસ વર્ગણાના પુદ્ગલોમાંથી તૈજસ શરીર’ બને છે અને કાશ્મણ વર્ગણાના પુદ્ગલોમાંથી કાર્પણ શરીર' બને છે. જેમાં માટીના પુદ્ગલોમાંથી માટીનો ઘડો બને છે, સોનાના પુલોમાંથી સોનાનો ઘડો બને છે, ચાંદીના પુદ્ગલોમાંથી ચાંદીનો ઘડો બને છે.
કોને કયું શરીર હોય?? તિર્યંચ-મનુષ્યને ઔદારિક શરીર હોય. દેવ અને નારકને વક્રિય શરીર હોય. જ વૈક્રિય લબ્ધિવાળા તિર્યંચ અને મનુષ્યને પણ વૈક્રિય શરીર હોય.
ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવતા મુનિ આહારક શરીર બનાવી શકે. સર્વ ગતિના સર્વ જીવોને તૈજસ શરીર અને કાશ્મણ શરીર હોય.
શરીરોનું પ્રયોજન : જ ઔદારિક શરીરથી સુખદુઃખ અનુભવવાં, ચારિત્રધર્મનું પાલન કરવું, કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું અને નિર્વાણ પ્રાપ્ત કરવાનું કાર્ય થાય છે. ' વૈક્રિય શરીરવાળો જીવ પોતાનાં સ્થૂલ કે સૂમ અનેક રૂપ કરી શકે. શરીરને લાંબુ-ટૂંકું બનાવી શકે. આહારક શરીર ચૌદ પૂર્વધર જ્ઞાની પુરુષ કામ પડે ત્યારે જ બનાવે. આહારક વર્ગણાના પુદ્ગલોને જ્ઞાનબળથી ખેંચીને શરીર બનાવે. તે શરીરના માધ્યમથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જાય, ત્યાં તીર્થકર ભગવાન પાસેથી પોતાના સંશયોનું નિરાકરણ કરે. પછી શરીરનું વિસર્જન કરે. તેજસ શરીર ખાધેલા આહારનો પરિપાક કરે. એ શરીરના માધ્યમથી
શાપ આપી શકાય અને અનુગ્રહ કરી શકાય. જ કામણ શરીર દ્વારા જીવ એક ભવમાંથી બીજા ભવમાં ગતિ કરે.
આ પાંચેય શરીરથી આત્માની મુક્તિ થાય ત્યારે આત્મા સિદ્ધ બન્યો કહેવાય. મુક્તિ પામવાનો પુરુષાર્થ દારિક શરીરથી થાય.
For Private And Personal Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઉપશમશ્રેણિ
www.kobatirth.org
CE
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
ઉપશમશ્રેણિ
‘અપ્રમત્તસંયત’ ગુણસ્થાનકમાં રહેલો આત્મા ઉપશમશ્રેણિનો પ્રારંભ કરે છે. શ્રેણિમાં ‘મોહનીયકર્મ'ની ઉત્તર પ્રકૃતિઓનો ક્રમશઃ ઉપશમ થાય છે, માટે આને ‘ઉપશમશ્રેણિ' કહેવામાં આવે છે.
૪૫૫
બીજો મત એવો છે કે અનન્તાનુબંધી કષાયની ઉપશમના અપ્રમત્ત સંયત જ નહિ, પરંતુ અવિરત, દેશ-વિરત, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત પણ કરી શકે, પરંતુ દર્શનત્રિક (સમ્યક્ત્વ મોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વ મોહનીય) ની ઉપશમના તો સંયત જ કરી શકે, એ સર્વમાન્ય નિયમ છે,
અનન્તાનુબંધી કષાયની ઉપશમના :
* ૪-૫-૬-૭ ગુણસ્થાનકોમાંથી કોઈ એક ગુણસ્થાનકે રહેલો, * તેજોલેશ્યા, પદ્મલેશ્યા, શુક્લલેશ્યામાંથી કોઈ એક લેશ્યાવાળો, * મન-વચન-કાયાના યોગોમાંથી કોઈ યોગમાં વર્તમાન,
* સાકારોપયોગવાળો,
* અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિવાળો,
* શ્રેણીના કરણ-કાળ પૂર્વે પણ અન્તર્મુહૂર્ત કાળ વિશુદ્ધ ચિત્તવાળો, * પરાવર્તમાન પ્રકૃતિઓ (શુભ) બાંધતો,
પ્રતિસમય શુભ પ્રકૃતિમાં અનુભાગની વૃદ્ધિ તથા અશુભ પ્રકૃતિમાં અનુભાગની હાનિ કરે છે. પૂર્વે કર્મોની જેટલી સ્થિતિ બાંધતો હતો હવે તે તે કર્મની, પૂર્વે કરેલા સ્થિતિબંધની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતભાગ ન્યૂન સ્થિતિ બાંધે છે.
આ રીતે અન્તર્મુહૂર્ત પૂર્ણ થયા પછી યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે છે. દરેક કરણનો સમય અન્તર્મુહૂર્ત હોય. પછી આત્મા ઉપશમકાળમાં પ્રવેશ કરે છે.
For Private And Personal Use Only
યથાપ્રવૃત્તિકરણમાં વર્તતો આત્મા (પ્રતિસમય ઉત્તરોત્તર અનંતગુણ વિશુદ્ધિ હોવાથી) શુભ પ્રકૃતિઓના રસમાં અનન્તગુણ વૃદ્ધિ કરે છે. અશુભ પ્રકૃતિઓના રસમાં હાનિ કરે છે. પૂર્વ સ્થિતિબંધની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાત ૮૯. ૨૧ નું કર્મવિષાક અષ્ટક, શ્લોક ૫.
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
જ્ઞાનસાર ભાગે ન્યૂન. ન્યૂન સ્થિતિબંધ કરે છે, પરંતુ અહીં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ કે ગુણસંક્રમ થતો નથી, કારણ કે તે માટે જોઈતી વિશદ્ધિનો અભાવ હોય છે.
અન્તર્મુહૂર્ત પછી અપૂર્વકરણ કરે છે. અહીં સ્થિતિઘાતાદિ પાંચ થાય. અપૂર્વકરણકાળ સમાપ્ત થયા પછી અનિવૃત્તિકરણ થાય છે, તેમાં સ્થિતિઘાતાદિ પાંચ થાય. તેનો કાળ પણ અંતર્મુહૂર્તનો જ હોય. આ અનિવૃત્તિકરણનો સંખ્યાત ભાગ વીત્યા પછી જ્યારે એક ભાગ બાકી રહે ત્યારે અન્તરકરણ કરે છે. અનન્તાનુબંધી કષાયના એક આવલિકા પ્રમાણે નિકોને મૂકીને ઉપરના નિષકોનું અંતકરણ કરે છે. અંતકરણનાં દલિકોને ત્યાંથી ઉઠાવી ઉઠાવીને બધ્યમાન અન્ય પ્રવૃતિઓમાં નાંખે છે; અને નીચેની સ્થિતિ કે જે એક આવલિકા પ્રમાણ હોય છે, તેના દલિકને ભોગવાતી અન્ય પ્રકૃતિમાં સ્તિબુક સંક્રમ” વડે નાખીને ભોગવીને ક્ષય કરે છે.
અન્તકરણના બીજા સમયે અંતકરણની ઉપરની સ્થિતિવાળા દલિકોનો ઉપશમ કરે છે. પહેલા સમયે થોડાં દલિકોને ઉપશમાવે, બીજા સમયે અસંખ્યાતગુણત્રીના સમયે તેથી અસંખ્યાતગુણ. આ રીતે પ્રતિસમય અસંખ્યાતગુણ-અસંખ્યાતગુણ દલિકોનો ઉપશમ કરે. અન્તર્મુહૂર્ત પૂર્ણ થતાં સંપૂર્ણ અનન્તાનુબંધી કષાયનો ઉપશમ થાય.
ઉપશમની વ્યાખ્યા : ધૂળ ઉપર પાણી છાંટીને ઘણ વડે ફૂટવાથી જેમ જામી જાય, તેમ કર્મો ઉપર વિશુદ્ધિરૂપ પાણી છાંટીને અનિવૃત્તિકરણરૂપ ઘણ વડે કૂટવાથી જામી જાય છે! તે ઉપશમ થયા પછી ઉદય, ઉદીરણા, નિધત્તિ, નિકાચના વગેરે કરણો લાગી શકતાં નથી, અર્થાત્ ઉપશમ પામેલાં કર્મોનો ઉદય.... ઉદીરણા વગેરે ન થાય.
અન્ય મત :
કેટલાક આચાર્યો અનન્તાનુબંધી કષાયની ઉપશમના માનતા નથી, પરંતુ વિસંયોજના કે ક્ષપણા જ માને છે.
દર્શનત્રિકની ઉપશમના :
લાયોપથમિક સમ્યગ્દષ્ટિ આત્મા (સંયમમાં વર્તતો) એક અન્તર્મુહૂર્તકાળમાં દર્શનત્રિક (સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય) ની ઉપશમના કરે. ઉપશમના કરતો-પૂર્વોક્ત ત્રણ કરણ કરતો વધતી વિશુદ્ધિવાળો
For Private And Personal Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપશમણિ
૪૫૭ અનિવૃત્તિકરણ કાળના અસંખ્ય ભાગ પછી અંતરકરણ કરે. અંતરકરણમાં સમ્યક્તની પ્રથમ સ્થિતિ અત્તર્મુહુર્ત પ્રમાણ કરે અને મિથ્યાત્વ-મિશ્રની આવલિકા પ્રમાણ સ્થિતિ કરે. તે પછી ત્રણેય પ્રકૃતિનાં અન્તર્મુહૂર્તપ્રમાણ અંતરકરણના દલિકને ત્યાંથી ઉઠાવી-ઉઠાવીને સમ્યક્તની અન્તર્મુહુર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિમાં નાખે. મિથ્યાત્વ અને મિશ્રનું એક આવલિકા પ્રમાણ જે પ્રથમ સ્થિતિમાં દલિક છે તેને સ્તિબક સંક્રમ વડે સમ્યક્તની પ્રથમ સ્થિતિમાં સંક્રમાવે. સમ્યક્તનાં પ્રથમ સ્થિતિગત દલિકોને ભોગવીને ક્ષય કરે. આ પ્રમાણે ક્રમશઃ દર્શનત્રિકનો ક્ષય થયા પછી ઉપશમ સમ્યત્ત્વ પામે છે. દર્શનત્રિકની ઉપરની સ્થિતિમાં રહેલાં દલિકોને ઉપશમાવે. આ પ્રમાણે દર્શનત્રિકને ઉપશમાવતો, પ્રમત્ત-અપ્રમત્ત ગુણાસ્થાનમાં સેંકડો વખત આવાગમને કરતો ફરીથી ચારિત્ર મોહનીયની ઉપશમના કરવા પ્રવૃત્ત થાય.
ચારિત્રમોહનીયની ઉપશમના :
ચારિત્રમોહનીય કર્મની ઉપશમના કરવા માટે પુનઃ ત્રણ કરણ કરવાં પડે. તેમાં એટલું વિશેષ કે યથાપ્રવૃત્ત કરણ અપ્રમત્તગુણસ્થાનકમાં થાય છે. અપૂર્વકરણ-ગુણસ્થાનકમાં થાય છે. અપૂર્વકરણમાં સ્થિતિઘાતાદિ પાંચેય કાર્ય થાય તે પછી અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે અનિવૃત્તિકરણ કરે. અહીં પણ પૂર્વોક્ત પાંચ કાર્ય થાય.
અનિવૃત્તિકરણ-કાળના સંખ્યાતા ભાગ ગયા પછી મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. (દર્શનસપ્તક સિવાયની ૨૧ પ્રકૃતિ) ત્યાં જે વેદ અને જે સંવલન કષાયનો ઉદય હોય તેમના ઉદયકાળ પ્રમાણ પ્રથમ સ્થિતિ કરે. બાકીના ૧૧ કષાય અને ૮ નોકષાયની આવલિકા-પ્રમાણ પ્રથમ સ્થિતિ કરે.
અન્તરકરણ કરીને અંતર્મુહુર્ત કાળમાં નપુંસકવેદને ઉપશમાવે. ત્યાર પછી અત્તમહુર્ત કાળમાં સ્ત્રીવેદને ઉપશમાવે. ત્યારબાદ અન્તર્મુહૂર્તમાં હાસ્યાદિષક શમાવે અને એ જ સમયે પુરુષવેદનો બંધ-ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ થાય. ત્યાર પછી બે આવલિકા-કાળમાં (એક સમય ઓછો) સંપૂર્ણ પુરુષવેદનો વિચ્છેદ કરે.
ત્યારબાદ અન્તર્મુહૂર્ત કાળમાં એક સાથે જ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધકષાયને ઉપશમાવે. તે ઉપશાંત થાય કે તે જ સમયે સંવલન ક્રોધના બંધ ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય. ત્યાર પછી આવલિકામાં (એક સમય ન્યૂન) સંજ્વલન ક્રોધને ઉપશમાવે. કાળના આ ક્રમે જ અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ
For Private And Personal Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧) અશ્વર્ણ-કરણકાળ,
(૨) કિટ્રિક૨ણ-કાળ,
(૩) કિગ્નિવેદન-કાળ.
૪૫૮
શાનસાર
માનને એક સાથે ઉપશમાવે. પછી સંજ્વલન માન ઉપશમાવે. તે પછી સંજ્વલન માયાને ઉપશમાવે. (બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ કરે.)
ત્યારબાદ તે લોભનો વેદક બને.
લોભવેદનકાળના ત્રણ વિભાગ હોય છે :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) પ્રથમ વિભાગમાં સંજ્વલન લોભની બીજી સ્થિતિમાંથી દલિકોને ગ્રહણ કરી પ્રથમ સ્થિતિ બનાવે અને વેદે. અશ્વકર્ણ-કરણ કાળમાં રહેલા જીવ પ્રથમ સમયે જ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન-ત્રણેય લોભને એક સાથે ઉપશમાવવાનો પ્રારંભ કરે. વિશુદ્ધિમાં ચઢતો જીવ અપૂર્વ સ્પર્ધકો કરે. ત્યાર પછી સંજ્વલન માયાને સમયન્સૂન બે આવલિકા કાળમાં ઉપશમાવે. આ રીતે અશ્વકર્ણ-કરણ સમાપ્ત થાય.
(૨) કિટ્રિકરણ-કાળમાં પૂર્વસ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધકોમાંથી દ્વિતીય સ્થિતિમાં રહેલાં દલિકો લઈને પ્રતિસમય અનન્ત કિટ્ટિઓ કરે. કિટ્રિકરણ-કાળના ચરમ-સમયે એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ લોભને ઉપશમાવે.
આ ઉપશમ થતાં જ સંજ્વલન લોભના બંધનો વિચ્છેદ થાય અને બાદર સંજ્વલન લોભના ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય, ત્યાર પછી જીવ સૂક્ષ્મ સંપરાયવાળો બને.
(૩) કિટ્ટિકરણ-કાળ દસમા ગુણસ્થાનકનો કાળ છે. (અન્તર્મુહૂર્ત પ્રમાણકાળ
છે.)
અહીં બીજી સ્થિતિમાંથી કેટલીક કિટ્ટિ ગ્રહણ કરી સૂક્ષ્મ સં૫રાયના કાળ જેટલી પ્રથમ સ્થિતિ બનાવે અને વેદે. સમયન્યૂન બે આવૃલિકામાં બંધાયેલા દલિકને ઉપશમાવે. સૂક્ષ્મ સંપરાયના અન્તિમ સમયમાં સંપૂર્ણ સંજ્વલન લોભ ઉપશાન્ત થાય છે. આત્મા ઉપશાન્તોહી બને છે.
ઉપશાન્તમોહ ગુણસ્થાનકનો જઘન્યકાળ એક સમયનો છે અને ઉત્કૃષ્ટકાળ અન્તર્મુહૂર્તનો છે, તે પછી તે અવશ્ય પડે.
પતન :
ઉપશાન્તમોહી આત્માનું પતન બે રીતે થાય :
For Private And Personal Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪પ૯
ઉપશમશ્રેણિ
(૧) આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામે. અવશ્ય અનુત્તરદેવલોકમાં જાય. દેવલોકમાં તેને પ્રથમ સમયે જ ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય.
(૨) ઉપશાન્તમોહ-ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થવાથી જે જીવ પડે તો નીચે કોઈ ગુણસ્થાનકે પહોંચે. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે થઈને પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ જાય.
ઉપશમશ્રેણિ કેટલી વાર? એક જીવને સમગ્ર સંસારચક્રમાં પાંચ વાર ઉપશમશ્રેણિની પ્રાપ્તિ થાય. એક જીવ એક ભવમાં વધુમાં વધુ બે વાર ઉપશમશ્રેણિ માંડી શકે, પરંતુ જે બે વાર ઉપશમશ્રેણિએ ચઢે તે એ જ ભવમાં ક્ષપકશ્રેણિ ન માંડી શકે. આ મંતવ્ય કર્મગ્રંથના રચયિતા આચાર્યનું છે, આગમ ગ્રંથોના મતે એક ભવમાં એક જ શ્રેણિ માંડી શકાય. ઉપશમશ્રેણિ માંડનાર ક્ષપકશ્રેણિ એ ભવમાં ન જ માંડી શકે.
'मोहोपशमो एकस्मिन् भवे द्वि: स्यादसन्ततः ।
यस्मिन् भवे तूपशम क्षयो मोहस्य तत्र न ।।' વેદોદય અને શ્રેણિ : ઉપર જે ઉપશમશ્રેણિનું વર્ણન કરવામાં આવ્યું તે પુરુષવેદના ઉદયે શ્રેણિ
માંડનાર આત્માને લઈ કરવામાં આવ્યું છે. છે જે આત્મા નપુંસકવેદના ઉદયે શ્રેણિ માંડે તે સર્વ પ્રથમ અનન્તાનુબંધી
અને દર્શનત્રિકની તો ઉપશમના કરે જ છે, પરંતુ સ્ત્રીવેદ કે પુરુષવેદના ઉદયમાં શ્રેણિ માંડનાર આત્મા નપુંસકવેદને ઉપશમાવે છે ત્યાં નપુંસકવેદે શ્રેણિ માંડનાર પણ નપુંસકવેદની જ ઉપશમના કરે છે. ત્યારબાદ સ્ત્રીવેદ અને નપુંસકવેદ-બંનેની ઉપશમના કરે છે. આ ઉપશમના નપુંસકવેદના ઉદયકાળના ઉપાજ્ય સમય સુધી હોય છે. ત્યાં સ્ત્રીવેદ સંપૂર્ણ ઉપશાન્ત બને છે. આગળ નપુંસકવેદની ૧ સમયની ઉદયસ્થિતિ શેષ રહે છે તે પણ ભોગવાઈ જતાં આત્મા અવેદક બને છે. તે પછી પુરુષવેદ વગેરે ૭
પ્રકૃતિને એક સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. છે જે આત્મા સ્ત્રીવેદના ઉદયે શ્રેણિ માંડે તે દર્શનત્રિક પછી નપુંસકવેદને ઉપશમાવે. તે પછી ચરમ-સમય જેટલી ઉદયસ્થિતિને મૂકી સ્ત્રીવેદના શેષ દલિકોને ઉપશમાવે. ચરમ-સમયનો દલિક ભોગવાઈને ક્ષય થઈ ગયા પછી અવેદી બને છે. અવેદક બન્યા પછી પુરુષવેદ આદિ સાત પ્રકૃતિ ઉપશમાવે છે.
For Private And Personal Use Only
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
જ્ઞાનસાર
૧૭
ચૌદ પૂર્વ પૂર્વપદ સંખ્યા
વિવરણ ૧. ઉત્પાદ
- જેમાં “ઉત્પાદના આધારે સર્વ દ્રવ્ય અને સર્વ (૧૧ ક્રોડ પદ)
પર્યાયોની પ્રરૂપણા કરવામાં આવેલી છે. ૨. આગ્રાયણીય
- જેમાં સર્વ દ્રવ્ય, સર્વ પર્યાય અને જીવોના (૯૬ લાખ પદ)
પરિમાણનું વર્ણન કરવામાં આવ્યું છે.
(કપ્ર-પરિણામ, અયન - પરિચ્છેદ અર્થાત્ જ્ઞાન). ૩. વીર્યપ્રવાદ
- જેમાં જીવ અને અજીવોના (૭૦ લાખ પદ)
વીર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. ૪. અસ્તિ-નાસ્તિ-પ્રવાદ - જે ખરશુગાદિ પદાર્થો વિશ્વમાં નથી અને જે (૯૦ લાખ પદ)
ધર્માસ્તિકાયાદિ પદાર્થો છે, તેનું વર્ણન આ પૂર્વમાં છે; અથવા દરેક પદાર્થનું સ્વરૂપેણ અસ્તિત્વ અને પર-રૂપેણ નાસ્તિત્વ
પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ૫. જ્ઞાનપ્રવાદ
- આ પૂર્વમાં પાંચ જ્ઞાનના ભેદ-પ્રભેદ, (૧ ક્રોડ પદ) (એક ઓછું) તેમનું સ્વરૂપ વગેરે વર્ણવવામાં આવ્યું છે. ૬. સત્યપ્રવાદ
- સત્ય એટલે સંયમ, તેનું સુવિસ્તૃત (૧ ક્રોડ ને છ પદ) વર્ણન આ પૂર્વમાં કરવામાં આવ્યું છે. ૭. આત્મપ્રવાદ
- અનેક નવો વડે આત્માના અસ્તિત્વનું અને (૩૬ ક્રોડ પદ)
આત્માના સ્વરૂપનું આ પૂર્વમાં વર્ણન છે. ૮. કર્મપ્રવાદ
- જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનાં બંધ, ઉદય, (૧ ક્રોડ ૮૦ લાખ પદ) સત્તા વગેરેનું એમના ભેદ-પ્રભેદ સાથે વર્ણન છે. ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ - પ્રત્યાખ્યાન (પચ્ચકખાણોનું ભેદ-પ્રભેદો (૮૪ લાખ પદ)
સાથે આ પૂર્વમાં વર્ણન કરવામાં આવ્યું છે. ૧૦. વિદ્યાપ્રવાદ
- વિદ્યાઓની સાધનાની પ્રક્રિયાઓ અને (૧૧ ક્રોડ ૧૫ હજાર પદ) એનાથી થતી સિદ્ધિઓનું વર્ણન આ પૂર્વમાં છે. ૧૧. કલ્યાણપ્રવાદ • - જ્ઞાન, તપ આદિ શુભયોગોની સફળતા
અને પ્રમાદ, ૯૦. ૨૧ મું કર્મવિપાક અષ્ટક, શ્લોક ૫.
For Private And Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણવાદ,
૪૬૧ (૨૭ ક્રોડ પદ)
નિદ્રા વગેરે અશુભયોગોનાં અશુભ ફળોનું વર્ણન. ૧૨. પ્રાણયુ
- આ પૂર્વમાં જીવના દસ પ્રાણોનું વર્ણન અને (૧ ક્રોડ, પ૬ લાખ). જીવના આયુષ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. ૧૩. ક્રિયાવિશાલ - આ પૂર્વમાં કાયિકી વગેરે ક્રિયાઓનું તેમના (૯ ક્રોડ પદ)
ભેદ-પ્રભેદ સાથે વર્ણન કરવામાં આવ્યું છે. ૧૪. લોકબિન્દુસાર - જેમ શ્રુતલોકમાં અક્ષરના ઉપર રહેલું બિંદુ
શ્રેષ્ઠ છે તેમ (૧૨ કોડ પદ) - “સર્વાક્ષર સન્નિપાત લબ્ધિ મેળવવા ઈચ્છતા
સાધક માટે આ પૂર્વ સર્વોત્તમ છે. પૂર્વ એટલે શું?
આ પૂર્વ' શબ્દ શાસ્ત્ર...ગ્રંથ જેવા અર્થમાં વપરાયેલો શબ્દ છે. તીર્થંકર જ્યારે ધર્મતીર્થની સ્થાપના કરે છે ત્યારે આ પૂર્વનો ઉપદેશ આપે છે, પછી ગણધરો એ ઉપદેશના આધારે “આચારાંગ' વગેરે સૂત્રોની રચના કરે છે.
૧૮
કારણવાદને
કારણ વિના કાર્ય ન બને. જેટલાં કાર્ય દેખાય છે, તેનાં કારણો હોય જ. જ્ઞાની પુરુષોએ વિશ્વમાં એવાં પાંચ કારણ જોયાં છે કે જે કારણો સંસારના કોઈ પણ કાર્યની પાછળ હોય જ.
૧. કાળ, ૨. સ્વભાવ, ૩. ભવિતવ્યતા, ૪. કર્મ, ૫. પુરુષાર્થ. કોઈ પણ કાર્ય આ પાંચ કારણ વિના થાય નહીં. હવે આપણે એક એક કારણને જોઈએ.
કાળ : વિશ્વમાં એવાં પણ કાર્યો દેખાય છે કે જેમાં કાળ (સમય) જ કામ કરતો દેખાય છે. પરંતુ ત્યાં કાળને મુખ્ય કારણ સમજવું જોઈએ અને બાકીનાં ૪ કારણને ગૌણ કારણ સમજવા જોઈએ.
૧. સ્ત્રી ગર્ભ ધારણ કરે છે તે અમુક જ સમયે જન્મ આપે છે. ૯૧. ૨૧ મું કર્મવિપાક અષ્ટક, શ્લોક ક.
For Private And Personal Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાનિસાર
૨. દૂધમાંથી અમુક જ સમયે દહીં જામે છે. ૩. તીર્થંકર પણ પોતાનું આયુષ્ય વધારી ન શકે અને નિશ્ચિત સમયે મૃત્યુ આવે જ છે. ૪. છ ઋતુઓ એના કાળે આવતી જાય છે, અને બદલાતી જાય છે. આ બધામાં કાળ પ્રમુખ કારણ છે.
સ્વભાવ :
સ્ત્રીને મૂછ કેમ નથી ઊગતી? એવો સ્વભાવ છે! હથેળીમાં વાળ કેમ નથી ઊગતા? લીંબડાના વૃક્ષ ઉપર કેરી કેમ ન આવે? મોરનાં પીંછાઓ આવાં રંગબેરંગી અને કલાયુક્ત કેમ? બોરડીના કાંટા આવા અણીદાર કેમ? ફળ-ફૂલોના આવા વિવિધ રંગો કેવી રીતે? પર્વત સ્થિર કેમ અને વાયુ ચંચળ કેમ? – આ બધાં પ્રશ્નોનું સમાધાન એક જ શબ્દ છે; સ્વભાવ!
ભવિતવ્યતા :
આંબા ઉપર મહોર આવે છે, પરંતુ કેટલીક ખરી જાય છે, કેટલીક કેરી ખાટી ને કેટલીક કેરી મીઠી – આવું કેમ? જેનો કોઈ વિચાર પણ ન કર્યો હોય તેવી વસ્તુ મળી જાય છે - આવું કેમ? એક મનુષ્ય યુદ્ધમાંથી જીવતો આવે છે કે ઘરમાં મરી જાય છે – આવું કેમ? આ બધાં કાર્યોમાં મુખ્ય ભાગ ભજવે છે - ભવિતવ્યતા. કર્મ :
જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, તે કર્મને લીધે. રામને વનમાં વસવું પડ્યું ને સીતાને કલંક આવ્યું તે કર્મને લીધે. ભગવાન આદિનાથને વર્ષ સુધી અન્ન-પાણી ન મળ્યાં તે કર્મને લીધે. ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકાણા તે કર્મને લીધે. ભૂખ્યો ઉંદરડો કરંડિયો જોઈને કાપે છે, કરંડિયામાં ઘૂસે છે, અંદર રહેલો ભૂખ્યો સાપ એ ઊંદરડાને ગળી જાય છે – આ કર્મને લીધે! આ બધાં કાર્યોમાં મુખ્ય કારણ કર્મ છે.
પુરુષાર્થ : રામે પુરુષાર્થથી લંકાવિજય કર્યો...તલમાંથી તેલ કેવી રીતે નીકળે છે? વેલડી ઘર ઉપર કેવી રીતે ચઢે છે? પુરુષાર્થથી. લોકો પણ કહે છે : “ટીપે ટીપે સરોવર ભરાય..’ પુરુષાર્થ વિના વિદ્યા, જ્ઞાન, ધન, વૈભવ-કશું પ્રાપ્ત થતું નથી.
એક વાત અહીં મહત્ત્વપૂર્ણ છે : આ પાંચ કારણોમાંથી કોઈ એક કારણ કાર્યને પેદા કરી શકતું નથી. હા, એક કારણ મુખ્ય હોય અને બીજાં ચાર ગૌણ હોય. ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ કહ્યું છે :
For Private And Personal Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુદ્ગલપરાવર્તિકાળ
૪૩ એ પાંચે સમુદાય મળ્યા વિણ કોઈ ન સીઝે કાજ' દા. ત., તંતુઓથી પટ બને એ સ્વભાવ છે. કાળક્રમે એ તંતુઓ વણાય છે. ભવિતવ્યતા હોય તો પટ તૈયાર થાય, નહીંતર વિપ્નો આવે ને કામ અધૂરું રહે. વણનારનો પુરુષાર્થ જોઈએ, અને એને ભોગવનારનાં કર્મ જોઈએ.
આવી જ રીતે જીવના વિકાસમાં પાંચ કારણો કામ કરે છે.
ભવિતવ્યતાના યોગે જીવ નિગોદમાંથી બહાર નીકળે છે. પુણ્ય કર્મના ઉદયથી મનુષ્ય ભવ વગેરે પામે છે. ભવસ્થિતિ (કાળ) પાકતાં એનું વીર્ય (પુરુષાર્થ) ઉલ્લસે છે, અને “ભવ્ય” સ્વભાવ હોય તો તે મોક્ષ પામે છે. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય સક્ઝાયમાં કહે છે :
નિયતિવશે હળુ કરમી થઈને નિગોદથકી નીકળિયો, પુણ્ય મનુષ્ય ભવાદિ પામી સદ્દગુરુને જઈ મળિયો; ભવસ્થિતિનો પરિપાક થયો તવ પંડિત વીર્ય ઉલ્લસિયો, ભવ્ય સ્વભાવે શિવગતિ પામી શિવપુર જઈને વસિયો, પ્રાણી! સમકિત-મતિ મન આણો. નય એકાંત ન તાણ રે...'
કોઈ એક કારણથી જ કાર્ય થાય છે, એમ માનનારાઓમાં જુદાંજુદાં મત, જુદાંજુદાં દર્શનો પેદા થયાં છે.
૧e
પુગલપરાવર્તકાળ જ્યાં ગણિતનો પ્રવેશ થઈ શકતો નથી, એવા કાળને ઓળખવવા પલ્યોપમ', સાગરોપમ”, “ઉત્સર્પિણી”, “અવસર્પિણી”, “કાળચક્ર', “પુદ્ગલપરાવર્ત'...એવાં શબ્દો યોજાયેલાં છે. આવાં શબ્દોની સ્પષ્ટ પરિભાષા ગ્રંથોમાં આપવામાં આવેલી છે. અહીં આપણે “પ્રવચનસારોદ્વાર' ગ્રંથના આધારે પુદ્ગલપરાવર્ત” કાળને સમજીશું.
૧૦ કોડાકોડી (૧૦ ક્રોડ x ૧૦ ક્રોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી
૧૦ કોડાકોડી (૧૦ ક્રોડ x ૧૦ ક્રોડી સાગરોપમ = ૧ અવસર્પિણી. ૯૨. ૨૧ મું કર્મવિપાક અષ્ટક, શ્લોક ૭
For Private And Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
જ્ઞાનસાર આવી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીનો સમૂહ થાય, ત્યારે એક પુદ્ગલપરાવર્ત કહેવાય.
અતીતકાળ અનન્ત પુદ્ગલપરાવર્તનો છે.
અતીતકાળ કરતાં અનન્તગુણ વધારે ભવિષ્યકાળ છે! અર્થાત્ અનાગતકાળમાં જે પુદ્ગલપરાવર્ત છે તે અતીતકાળ કરતાં અનંત ગણો વધારે છે.
આ “પગલપરાવર્ત' ચાર પ્રકારે છે : ૧, દ્રવ્ય પુગલપરાવર્ત, ૨. ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત, ૩. કાળ પુદ્ગલપરાવર્ત, ૪. ભાવ પુદ્ગલપરાવર્ત. આ ચારેય પુદ્ગલપરાવર્ત બે-બે પ્રકારે છે : ૧, બાદર, અને ૨. સૂક્ષ્મ. ૧. બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્ત :
એક જીવ સંસાર-અટવીમાં રઝળતો, અનંત ભવોમાં ઔદારિક વૈક્રિયતૈજસ-કાશ્મણ-ભાષા-શ્વાસોચ્છવાસ અને મિનરૂપ સર્વે મુગલોને (૧૪ રાજલોકમાં રહેલા) ગ્રહણ કરી, ભોગવી અને મૂકી દે – એમાં જેટલો કાળ લાગે, તેટલો કાળ બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્તનો કાળ કહેવાય. (આહારક શરીર તો એક જીવ માત્ર ચાર વાર જ બનાવે છે, એટલે પુદ્ગલપરાવર્તકાળમાં તે ઉપયોગી ન હોવાથી તેને લીધું નથી.) ૨. સૂકમ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત :
દારિક વગેરે શરીરમાંથી કોઈ એક શરીરથી એક જીવ સંસારમાં પરિભ્રમણ કરતો બધાં જ પુદ્ગલોને ગ્રહી, ભોગવીને મૂકે, તેટલા કાળને સૂક્ષ્મ દ્રવ્ય પગલપરાવર્ત કહેવાય. વિવક્ષિત શરીર સિવાય બીજાં શરીરથી જે પુદ્ગલો ગ્રહ ને ભોગવે તે ન ગણાય.
૩. બાદર ક્ષેત્ર પુદ્ગલપરાવર્તન :
ક્રમથી કે ઉત્ક્રમથી એક જીવ લોકાકાશના બધાં જ પ્રદેશોને મૃત્યુથી સ્પર્શ ९३. 'ओसप्पिणी अणंता पोग्गलपरियट्टओ मुर्णयन्यो।
तेऽणंता तीयद्धा अणागयद्धा अणंतगुणा ।।' ९४. ‘पोग्गलपरियट्टो इह दव्याइचउविहो मुणेयव्यो। - प्रवचनसारोद्धार
For Private And Personal Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૫
પુદ્ગલપરાવર્તકાળ અને એમાં જેટલો કાળ જાય તે કાળવિશેષને બાદર ક્ષેત્ર પગલપરાવર્ત કહેવાય; અર્થાત્ ચૌદ રાજલોકના અસંખ્ય આકાશપ્રદેશો (આકાશના એવા ભાગ કે જેના ભાગ ન થઈ શકે) છે, તે એક એક આકાશપ્રદેશે જીવનું મૃત્યુ થાય અને જે સમય લાગે તે સમયને “બાદર ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત' કહેવાય.
૪. સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત :
જીવની ઓછામાં ઓછી અવગાહના પણ અસંખ્ય પ્રદેશાત્મક છે. છતાં કલ્પના કરો કે જીવનું કોઈ એક આકાશપ્રદેશે મૃત્યુ થયું, ત્યાર બાદ તેની બાજુના જ આકાશપ્રદેશે મૃત્યુ પામે, પછી એની પાસેના જ ત્રીજા આકાશપ્રદેશ મૃત્યુ પામે – આ રીતે ક્રમશઃ એક પછી એક આકાશપ્રદેશને મૃત્યુથી સ્પર્શ અને આ રીતે સમગ્ર લોકાકાશને મૃત્યુઓ દ્વારા સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત કહેવાય.
પરંતુ માનો કે જીવ પહેલા આકાશપ્રદેશે મૃત્યુ પામ્યા પછી ત્રીજા કે ચોથા આકાશપ્રદેશે મૃત્યુ પામે તો તેની ગણના ન થાય. એ તો જ્યારે પહેલા પછી બીજા આકાશપ્રદેશે મૃત્યુ પામે ત્યારે જ ગણના આગળ ચાલે.
૫. બાદર કાળ પુલપરાવર્ત : ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય (પરમ સૂક્ષ્મ કાળ વિભાગો) છે, તે સમયોને એક જીવ પોતાના મૃત્યુઓ દ્વારા ક્રમથી કે ઉત્ક્રમથી સ્પર્શ ત્યારે બાદર કાળ પુદ્ગલપરાવર્ત કહેવાય.
૩. સૂક્ષ્મ કાળ પુલપરાવર્ત : ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયને એક જીવ પોતાના મૃત્યુ વડે ક્રમથી જ સ્પર્શે ત્યારે સૂક્ષ્મ કાળ પગલપરાવર્ત કહેવાય. જેમકે, અવસર્પિણીના પ્રથમ સમયે કોઈ જીવ મૃત્યુ પામ્યો, ત્યાર પછી અવસર્પિણી ને ઉત્સર્પિણી વીતી ગઈ અને ફરીથી અવસર્પિણીના બીજા સમયે મૃત્યુ પામે ત્યારે એ બીજા સમયને મૃત્યુથી સ્પર્ધો ગણાય.
૭. બાદર ભાવ પુદ્ગલપરાવર્ત :
અસંખ્ય લોકાકાશ-પ્રદેશો જેટલાં અનુભાગબંધના અધ્યવસાય સ્થાનો છે, તે અધ્યવસાય-સ્થાનોને એક જીવ મૃત્યુ દ્વારા ક્રમથી કે ઉત્ક્રમથી સ્પર્શે અને જેટલો કાળ લાગે તે કાળને બાદર ભાવ પુદ્ગલ-પરાવર્ત કહેવાય.
For Private And Personal Use Only
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
૮. સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત :
ક્રમશઃ સર્વે અનુભાગ બંધનાં અધ્યવસાય સ્થાનોને જેટલા સમયમાં મૃત્યુ વડે સ્પર્શે, તે કાળ વિશેષને સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત કહેવાય.
જો કે ઉપરના બાદર પુદ્ગલપરાવર્ત ક્યાંય પણ સિદ્ધાંતમાં ઉપયોગી નથી; પરંતુ બાદર સમજાવવાથી સૂક્ષ્મનું જ્ઞાન સરળતાથી થઈ શકે, માટે બાદરનું વર્ણન કરવામાં આવ્યું છે. ગ્રંથોમાં જ્યાં જ્યાં “પુદગલપરાવર્ત આવે છે ત્યાં મોટા ભાગે “સૂક્ષ્મ-ક્ષેત્ર-
પુલપરાવર્ત સમજવો.
૨૦
ઉપસર્ગ-પરિષહ ઉપસર્ગ એટલે કષ્ટ, ઉપસર્ગ એટલે આપત્તિ.
જ્યારે શ્રમણ ભગવાન મહાવીરદેવે સંસારત્યાગ કર્યો હતો ત્યારે ઈન્દ્રએ પ્રભુને પ્રાર્થના કરી હતી :
'प्रभो! तवोपसर्गाः भूयांसः सन्ति ततो द्वादशवर्षो याक्त वैयावृत्त्यनिमित्तं तवान्तिके तिष्ठामि ।'
હે પ્રભુ આપને ઉપસર્ગો ઘણા છે માટે બાર વર્ષ સુધી હું વૈયાવચ્ચ માટે આપની પાસે રહું.”
ભગવાનને ઉપસર્ગો આવ્યા એટલે કષ્ટ પડ્યાં. તે ઉપસર્ગો ત્રણ વર્ગો તરફથી આવે : (૧) દેવ, (૨) મનુષ્ય, અને (૩) તિર્યચ. આ ત્રણ તરફથી બે પ્રકારના ઉપસર્ગ થાય : (૧) અનુકૂળ, અને (૨) પ્રતિકૂળ.
(૧) ભોગ-સંભોગની પ્રાર્થના વગેરે અનુકૂળ ઉપસર્ગ. ૯૫. અનુભાગબંધ સ્થાનનું વર્ણન પ્રવચનસારોદ્ધાર' ગ્રંથમાં આ પ્રમાણે છે : __ तिष्ठति अस्मिन् जीव इति स्थान; एकेन काषायिकेणाध्यवसायेन गृहीतानां कर्मपुदगलानां विवक्षितैकसमयबद्ध रससमुदाय परिमाणम् । अनुभागबन्धस्थानानां निष्पादका ये कषायोदयरूपा अध्यवसायविशेषा तेऽप्यनुभागबन्धस्थानानि । ९६ ....जे केइ उवसग्गा उप्पज्जति तं जहा-दिव्या वा माणुसा का तिरिक्खजोणिया वा, अणुलोमा वा, पडिलोमा वा, ते उप्पन्ने सम्मं सहइ, खमइ, तितिक्खइ अहियासेइ ।
- कल्पसूत्र, सूत्र ११८ ૯૭. ૨૨ મું ભવોઢેગ અષ્ટક લોક ૭.
For Private And Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૭
ઉપસર્ગ-પરિસહ
(૨) મારવું, લૂંટવું, હેરાન કરવું વગેરે પ્રતિકૂળ ઉપસર્ગ. શાસ્ત્રીય ભાષામાં અનુકૂળ ઉપસર્ગને અનુલોમ ઉપસર્ગ” કહેવાય અને પ્રતિકૂળ ઉપસર્ગને “પડિલોમ' ઉપસર્ગ કહેવાય.
જેને અંતરંગ શત્રઓ કામ-ક્રોધ-લોભાદિ ઉપર વિજય મેળવવાની સાધના કરવી હોય તેને આ ઉપસર્ગ સમતાભાવે સહેવા જોઈએ. ભગવાન મહાવીર આવા ઉપસર્ગ સહીને જ વીતરાગ-સર્વજ્ઞ બન્યા હતા.
પરિષહ : મોક્ષમાર્ગમાં સ્થિર થવા અને કર્મનિર્જરા માટે સમ્યક્સહન કરવું, તે પરિષહ કહેવાય. પરંતુ આ પરિષહ જીવનની સ્વાભાવિક પરિસ્થિતિઓમાંથી ઉદભવતાં કષ્ટ હોય છે. પરિષદોમાં કોઈ દેવ, મનુષ્ય કે તિર્યંચના અનુકૂળપ્રતિકૂળ હુમલા નથી હોતા. પરિષહોનું ઉદ્ભવસ્થાન મનુષ્યનું પોતાનું મન હોય છે. બાહ્ય નિમિત્તોને પામીને મનમાં ઊઠત ક્ષોભ છે. આ પરિષહ ૨૨ પ્રકારના છે. “નવતત્ત્વપ્રકરણ” વગેરે ગ્રંથોમાં તેનું સ્પષ્ટ વર્ણન મળે છે.
૧. સુધા : ભૂખ લાગવી. ૨. પિપાસા : તરસ લાગવી. ૩. શીત : ઠંડી લાગવી. ૪. ઉષ્ણ : ગરમી લાગવી. ૫. દંશ : ડાંસ વગેરેની પીડા થવી. ડ, અચલ : જીર્ણ વસ્ત્ર પહેરવાં. ૭. અરતિ : સંયમમાં અરુચિ. ૮. સ્ત્રી : સ્ત્રીને જોઈ વિકાર. ૯. ચર્યા : ઉગ્રવિહાર. ૧૦. નૈધિકી : એકાત્ત સ્થાનમાં રહેવું. ૧૧. શય્યા : ઊંચી-નીચી, ખરબચડી જમીન ઉપર રહેવું. ૧૨. આક્રોશ : બીજાઓનો ગુસ્સો, તિરસ્કાર થવો. ૧૩. વધ : પ્રહાર થવો. ૧૪. યાચના : ભિક્ષા માંગવી. ૧૫. અલાભ : જોઈતી વસ્તુ ન મળે.
For Private And Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७८
જ્ઞાનસાર ૧૬. રોગ : રોગની પીડા થવી. ૧૭. તૃણસ્પર્શ : સંથારામાં પાથરવા ઘાસનો સ્પર્શ. ૧૮. મલ : શરીર ઉપર મેલ જામવો. ૧૯. સત્કાર : માન-સન્માન મળવાં. ૨૦. પ્રજ્ઞા : બુદ્ધિનો ગર્વ. ૨૧, અજ્ઞાન : જ્ઞાન પ્રાપ્ત ન થવું. ૨૨. સમ્યત્વ : જિનોક્ત તત્ત્વોમાં સંદેહ.
આ પરિસોમાં વિચલિત ન થવું. સમ્યફ ભાવે સહન કરવા. સાધુજીવનની સાધનામાં આવતાં આ વિનો સમતાભાવે સહન કરવાના હોય છે. તેથી મોક્ષમાર્ગમાં સ્થિર રહેવાય અને કર્મોની નિર્જરા થાય.
૧
ર્યાતિધર્મ
યતિ એટલે મુનિ-સાધુ શ્રમણ. અને મુનિનો-યતિનો જે ધર્મ તે યતિધર્મ. સાધુજીવનની ભૂમિકાએ મનુષ્ય આ દશ પ્રકારના ધર્મની આરાધના કરવાની હોય છે :
૧. ક્ષત્તિ : ક્ષમાધર્મનું પાલન કરવાનું. ૨. માર્દવ : માનનો ત્યાગ કરી નમ્ર બનવાનું. ૩. આર્જવ : માયાનો ત્યાગ કરી સરળ બનવાનું. ૪. મુક્તિ : નિર્લોભતા. ૫. તપ : ઇચ્છાઓનો નિરોધ.
૬. સંયમ : ઇન્દ્રિયોનો નિગ્રહ ९८. मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परिषहाः।८। क्षुत्पिपासाशीतोष्णदं
शमकनाग्न्यारतिस्त्रीचया निषद्याशय्याडडक्रोश विधयाचनालाभरोगतृण
स्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाडज्ञाना-दर्शनानि। - तत्त्वार्थसूत्र, अध्याय ९ ૯૯. ૨૨મું ભવોકિંગ અષ્ટક, શ્લોક ૮. १००. सेव्यः क्षान्तिर्दिवमार्जवशौचे च संयमत्यागौ।
सत्यतपोब्रह्माकिञ्चन्यानीत्येष धर्मविधिः ।। - प्रशमरतिः
For Private And Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચારી
૪૩૯ ૭. સત્ય : સત્યનું પાલન કરવાનું. ૮. શૌચ : પવિત્રતા. વ્રતોમાં દોષ ન લાગવા દેવો. ૯. આકિંચન્ય : બાહ્ય-આત્યંતર પરિગ્રહનો ત્યાગ. ૧૦. બ્રહ્મ : બ્રહ્મચર્યનું પાલન.
આ દશ પ્રકારના ધર્મની આરાધના એ સાધુતા છે. સાધુજીવનમાં આ દશવિધ ધર્મ પ્રાણ છે. આનું વર્ણન “નવતત્ત્વપ્રકરણ”, “પ્રશમરતિ', પ્રવચનસારોદ્ધાર,' “બૃહત્કલ્પસૂત્ર' ઇત્યાદિ અનેક પ્રાચીન ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે.
રર
સામાથાદી સાધુજીવનના પરસ્પરના વ્યવહારની આચારસંહિતા “દશવિધ સામાચારી' તરીકે પ્રસિદ્ધ છે. (૧) ઇચ્છાકાર :
સાધુએ પોતાનું કામ બીજા પાસે કરાવવું હોય તો બીજાની ઇચ્છા હોય તો કરાવવાનું, બલાત્કારથી નહીં. તેવી રીતે બીજાનું કામ પોતે કરવાની ઇચ્છા હોય તો પણ એને પૂછીને પછી કરવાનું. જો કે નિસ્પ્રયોજન તો બીજા પાસે પોતાનું કામ કરાવાય જ નહીં. પરંતુ અશક્તિ, બીમારી, અનાવડત વગેરે કારણે બીજાઓને (જે દીક્ષા પર્યાયમાં પોતાનાથી નાના હોય તેમને) કહે : “મારું આટલું કામ કરશો?
તેવી રીતે સેવાભાવથી કર્મનિર્જરાના હેતુથી બીજાનું કામ પોતે કરવું હોય તો પૂછવાનું : “તમારું આ કામ હું કરું?
(૨) મિથ્થાકાર :
સાધુજીવનનાં વ્રત-નિયમોના પાલનમાં જાગ્રત હોવા છતાં કંઈક ભૂલ થઈ જાય તો તે ભૂલની શુદ્ધિ માટે “મિચ્છામિ દુક્કડું આપે. દા.ત., છીંક આવી, વસ્ત્ર મુખ આગળ ન રહ્યું, પાછળથી ખ્યાલ આવ્યો... કે તુરંત મિચ્છામિ ટુવર્ડ' આપે. પરંતુ જાણીબૂઝીને જે દોષો સેવે, વારંવાર સેવે, તે દોષોની શુદ્ધિ મિચ્છામિ યુવ' થી ન થાય.
For Private And Personal Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦
શાનિસાર
(૩) તથાકાર : પોતે સ્વીકારેલા સુગુરુનું વચન કોઈ વિકલ્પ વિના “તહરિ' કહીને સ્વીકારી લેવું. (૪) આવશ્યકી (આવસહી) : જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે મકાનની બહાર નીકળતા આવરૂહી” બોલીને નીકળવું. આવશ્યક કાર્ય માટે બહાર જવું તે આવશ્યકી. (૫) નેલિકી (નિસીપી) :
આવશ્યક કાર્ય પૂર્ણ કરીને સાધુ મકાનમાં આવે ત્યારે પ્રવેશતાં ‘નિસીહી. બોલીને પ્રવેશ કરે.
() પૃચ્છા : કંઈ કામ ઉપસ્થિત થવું હોય તો ગુરુદેવને પૂછે : “ભગવન્! આ કામ હું
કરું?'
(૭) પ્રતિપૃચ્છા :
પહેલાં કોઈ કામ માટે ગુરુ મહારાજે ના પાડી હોય પણ વર્તમાનમાં એ કામ ઉપસ્થિત થયું હોય તો ગુરુ મહારાજને પૂછે કે : “ભગવન્! પહેલાં આપે આ કામ કરવાની ના પાડી હતી, પણ અત્યારે તેનું જ પ્રયોજન છે, જો આપની આજ્ઞા હો તો હું એ કરું?” ગુરુ મહારાજ જેમ કહે તેમ કરે.
પ્રતિપ્રચ્છા' નો બીજો અર્થ એ છે કે કોઈ કામ કરવાની ગુરુ મહારાજે હા પાડી હોય, છતાં એ કાર્ય માટે પ્રવૃત્ત થતાં પુનઃ ગુરુ મહારાજને પૂછવું. (૮) છંદણા :
સાધુ ગોચરી લાવીને સહવર્તી સાધુઓને કહે : “હું ગોચરી (ભિક્ષા) લઈ આવ્યો છું, જેને જે ઉપયુક્ત હોય તે ઇચ્છાપૂર્વક ગ્રહણ કરો.” (૯) નિમંત્રણા :
ગોચરી જતી વખતે સહવર્તી સાધુઓને પૂછે (નિમંત્રણ આપે) કે “હું આપના માટે યોગ્ય ગોચરી લાવીશ.” (૧૦) ઉપસંપર્ક
વિશિષ્ટ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે એક ગુરુકુલમાંથી બીજા ગુરુકુલમાં જવું.
For Private And Personal Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૧
ચૌદ રાજલોક
આ દશ પ્રકારના વ્યવહારને સમાચારી કહેવામાં આવે છે. સાધુજીવનમાં આ વ્યવહારનું પાલન અવશ્ય કર્તવ્ય છે.
વર
3
થોદ રાજલોક કોઈ કહે : “આ મેદાન ૪૦ મીટર લાંબું છે,' કોઈ કહે : “આ ઘર પ૦ કુટ ઊંચું છે.” આપણને તરત કલ્પનામાં બેસી જાય છે, કારણ કે “મીટર.' ફૂટ' વગેરે માપોથી આપણે પરિચિત છીએ. “રાજલોક' એ પણ એક માપ છે. સહુથી નીચે “તમતમ પ્રભા' નરકથી માંડી સહુથી ઉપર સિદ્ધશિલા સુધીનું વિશ્વ ૧૪ રાજલોક ઊંચું છે!
આ ૧૪ રાજલોક પ્રમાણે વિશ્વનો આકાર કેવો હશે, એ જિજ્ઞાસા સ્વાભાવિક રીતે ઉદ્ભવે. એક મનુષ્ય પોતાના બે પગ પહોળા કરીને અને બે હાથ કેડે ટેકવીને ઊભો રહે, તેનો જેવો આકાર બને, તેવો આકાર આ ૧૪ રાજલોક પ્રમાણ વિશ્વનો છે. વિશ્વ અંગે કેટલીક મૂળભૂત વાતો સ્પષ્ટ કરવી જોઈએ. (૧) આ લોક (વિશ્વ)ની ઉત્પત્તિ કોઈએ કરી નથી. (૨) આ લોકને કોઈએ ઉપાડેલો નથી, અર્થાત્ કોઈના આધારે તે રહેલો
નથી. (૩) આ લોક અનાદિ કાળથી છે, તે અનંત કાળ સુધી રહેશે.
(૪) આ વિશ્વ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાયથી પરિપૂર્ણ છે. લોકના ત્રણ ભાગ છે :
(૧) ઊર્ધ્વલોક, (૨) અધોલોક, (૩) મધ્યલોક ઊર્ધ્વલોક : ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવો અને સિદ્ધ આત્માઓ રહે છે.
૧૦૧. ૨૪ મું શાસ્ત્ર અષ્ટક, શ્લોક ૨. १०२. वैशाखस्थानस्यः पुरुष इव. कटिस्थकरयुग्मः | - प्रशमरति
For Private And Personal Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૨
રિસાનસાર બાર દેવલોક : ૧. સૌધર્મ ૨. ઈશાન ૩. સનતકુમાર ૪. માહેન્દ્ર ૫. બ્રહ્મલોક ક, લાન્તક ૭. મહાશુક્ર ૮. સહસ્ત્રાર ૯, આનત ૧૦. પ્રાણત ૧૧. આરણ ૧૨. અશ્રુત
બાર દેવલોક પૂરા થયા પછી એના ઉપર નવ રૈવેયક દેવલોક છે. એના ઉપર અનુત્તર દેવલોક છે.
પાંચ અનુત્તર-દેવલોક : ૧. વિજય, ૨. વિજયંત, ૩. જયંત, ૪. અપરાજિત, ૫. સર્વાર્થસિદ્ધ.
અધોલોક : અધોલોકમાં નારકી, ભવનપતિદેવ, વ્યંતરાદિ દેવો રહે છે. સાત નરક : (૧) રત્નપ્રભા, (૨) શર્કરા પ્રભા (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (પ) ધૂમપ્રભા, (૬) તમ:પ્રભા, (૩) તમ તમ પ્રભા
For Private And Personal Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર અનુયોગ
૪૭૩ ક્રમશઃ એક પછી એક નરકમાં વધારે વધારે દુઃખ-વેદના હોય છે. સાત નરક સાત રાજલોક પ્રમાણ છે. સાતમી નરક સાત રાજલોક પ્રમાણ પહોળી છે. મધ્યલોક : મધ્યલોકમાં મનુષ્ય, જ્યોતિષદેવ, તિર્યંચ જીવો રહે છે. મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર છે. આપણે મધ્યલોકમાં છીએ.
૪
થાણ અનુયોગ "રાગ, દ્વેષ અને મોહથી અભિભૂત સંસારી જીર્વા શારીરિક અને માનસિક અનેક દુઃખોથી પીડિત છે. આ સમસ્ત દુઃખોને દૂર કરવા માટે હેય અને ઉપાદેય પદાર્થના પરિજ્ઞાનમાં યત્ન કરવો જોઈએ. એ પ્રયત્ન વિશિષ્ટ વિવેક વિના ન હોઈ શકે. વિશિષ્ટ વિવેક અનંત અતિશયયુક્ત આપ્ત પુરુષના ઉપદેશ વિના ન હોઈ શકે. રાગ, દ્વેષ અને મોહાદિ દોષોનો સર્વથા ક્ષય કરનાર “આપ્ત' કહેવાય. આવા આખ પુરુષ “અરિહંત' જ છે.
અરિહંત ભગવંતનો ઉપદેશ જ રાગદ્વેષનાં બંધનો તોડવા સમર્થ છે. માટે એ અહંદુ-વચનની વ્યાખ્યા કરવી જોઈએ. પૂર્વાચાર્યોએ ચાર અનુયોગમાં અર્ધદ્રવચનને વિભાજિત કર્યું છે : ૧. ધર્મકથા-અનુયોગ, ૨. ગણિત-અનુયોગ, ૩. દ્રવ્ય-અનુયોગ, ૪. ચરણ-કરણ-અનુયોગ.
અનુયોગ એટલે વ્યાખ્યા. ધર્મકથાઓનું વ્યાખ્યાન “શ્રી ઉત્તરાધ્યયન' વગેરેમાં છે. ગણિતનો વિષય સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરેમાં વર્ણવવામાં આવ્યો છે. દ્રવ્યોની ચર્ચાવિચારણા ચૌદ પૂર્વોમાં અને “સંમતિ આદિ ગ્રંથોમાં છે. ચરણ-કરણનું વિવેચન “આચારાંગસૂત્ર' આદિમાં કરવામાં આવ્યું છે.
આ રીતે વર્તમાનમાં ઉપલબ્ધ ૪૫ આગમોનું આ ચાર અનુયોગમાં વિભાગીકરણ થઈ શકે. ૧૦૩, ૨૪મું શાસ્ત્ર અષ્ટક, શ્લોક ૨. ૧૦૪. આચારાંગસૂત્ર ટીકા; શ્રી શ્રીલાંકાચાર્યજી.
For Private And Personal Use Only
Page #527
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७४
જ્ઞાનસાર
શા
પ
થાર નિક્ષેપ કોઈ પણ શબ્દનું અર્થનિરૂપણ કરવું હોય તે “નિક્ષેપ' પૂર્વક કરાય તો જ સ્પષ્ટ રીતે સમજાય. “નિક્ષેપ નિક્ષેપ?' નિરૂપણ કરવું તે નિક્ષેપ કહેવાય. તે નિલેપ જઘન્યથી ચાર પ્રકારે છે અને ઉત્કૃષ્ટથી અનેક પ્રકારે છે. અહીં આપણે ચાર પ્રકારના નિક્ષેપનું વિવેચન કરીશું :
૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ભાવ. નામ-નિક્ષેપ :
यद् वस्तुनोऽभिधानंस्थितमन्यार्थे तदर्थनिरपेक्षम्।
पर्यायानभिधेयं च नाम यादच्छिकं च तथा ।। ૧. યથાર્થ રીતે એક નામ અન્યત્ર પ્રસિદ્ધ હોય અને તે નામનો આરોપ અન્યત્ર કરવામાં આવે. દા.ત. ઈન્દ્ર. આ નામ દેવોના અધિપતિ તરીકે પ્રસિદ્ધ છે, તે નામ ગોવાળિયાના છોકરાનું પાડવામાં આવે.
૨. “ઇન્દ્ર' નામનો જે પરમ ઐશ્વર્યવાળ અર્થ, તે ગોવાળના છોકરામાં ન ઘટે.
૩. ઇન્દ્ર' શબ્દના જે પર્યાયો “શ', “પુરન્દર', “શચિપતિ' વગેરે, તે પર્યાયો ગોવાળના પુત્ર “ઈન્દ્ર' માટે ન ઘટે.
યોવિક પ્રકારમાં એવાં નામ આવે છે કે જેનો વ્યુત્પત્તિ અર્થ ન ઘટે. તેમાં તો સ્વેચ્છાથી જ નામ નિશ્ચિત કરવામાં આવે.
આ નામો જીવનમાં અને અજીવનાં હોઈ શકે. સ્થાપના-નિક્ષેપ :
“यत्तु तदर्थवियुक्तं तदभिप्रायेण यच्च तत्करणि ।
लेप्यादिकर्म तत्स्थापनेति क्रियतेऽल्पकालं च ।। ભાવ-ઇન્દ્ર વગેરેના અર્થ રહિત (પરંતુ અર્થના અભિપ્રાયથી) સાકાર કે
૧૦૫. ૨૪મું શાસ્ત્ર અષ્ટક, શ્લોક ૪, ૧૦૬. અનુયોગદ્વાર સૂત્ર ૧૦૭. અનુયોગદ્વાર સૂત્ર
For Private And Personal Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર નિક્ષેપ
૪૭૫ અનાકાર જે કરાય તે સ્થાપના કહેવાય.
ભાવ-ઇન્દ્રાદિની સાથે સમાનતા હોય તે સાકાર સ્થાપના.
ભાવ-ઇન્દ્રદિની સાથે અસમાનતા હોય તે અનાકાર સ્થાપના. લાકડાની, પથ્થરની, હાથીદાંતની પૂતળીઓ, પ્રતિમાઓ વગેરે સાકાર સ્થાપના કહેવાય. આના બે પ્રકાર હોય : (૧) શાશ્વત્ અને (૨) અશાશ્વતું. દેવલોક વગેરેમાં શાશ્વત્ જિનપ્રતિમાઓ હોય છે, જ્યારે અન્ય પ્રતિમાઓ વગેરે અશાશ્વતું પણ હોય છે.
શંખ વગેરેમાં જે સ્થાપના કરાય છે તે અનાકાર સ્થાપના છે. શાશ્વતુ જિનપ્રતિમાઓમાં “સ્થાપના” શબ્દની વ્યુત્પત્તિ “સ્થાવતે તિ સ્થાપના' ન ઘટે, કારણ કે તે શાશ્વત્ છે. શાશ્વતું કોઈ સ્થાપી ન શકે. માટે ત્યાં “નર્ટફિક્કો તિરીતિ” સ્થાપના “અરિહંતાદિ રૂપ છે. રહે છે તે સ્થાપના” એવો વ્યુત્પત્તિ-અર્થ કરવો જોઈએ.
નામ-નિક્ષેપ અને સ્થાપના-નિક્ષેપમાં આ રીતે ઘણું અંતર છે. પરમાત્માની સ્થાપના (પ્રતિમા), દેવોની સ્થાપના, ગુરુવરોની સ્થાપનાના દર્શન-પૂજનથી ઇચ્છિત લાભોની પ્રાપ્તિ પ્રત્યક્ષ દેખાય છે. વળી પ્રતિમાના દર્શનથી વિશિષ્ટ કોટિના ભાવ પણ જાગે છે. દ્રવ્ય-નિક્ષેપ :
१० भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके।
तद्रव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितम् ।। જે ચેતન-અચેતન દ્રવ્ય ભૂતકાલીન ભાવનું કારણ હોય કે ભવિષ્યકાલીન ભાવનું કારણ હોય, તે દ્રવ્ય-નિક્ષેપ કહેવાય.
દા.ત., ભૂતકાળમાં વકીલ હોય કે ડૉક્ટર હોય, વર્તમાનમાં વકીલાત ન કરતા હોય કે દવા ન કરતા હોય, છતાં લોકો તેમને વકીલ કે ડોકટર કહે છે. આ દ્રવ્ય નિક્ષેપના વકીલ, ડોક્ટર કહેવાય! એવી જ રીતે, હજુ વકીલાતનું ભણે છે કે મેડિકલ કોલેજમાં ભણે છે, ત્યારથી જ તેને લોકો વકીલ, ડૉક્ટર તરીકે કહે છે, કારણ કે તે ભવિષ્યમાં વકીલ કે ડૉક્ટર બનનાર છે. આ રીતે ભૂતકાલીન પર્યાય અને ભવિષ્યકાલીન પર્યાયનું જે કારણ વર્તમાનમાં હોય તેને દ્રવ્યનિક્ષેપ કહેવાય.
૧૦૮. અનુયોગવાર સૂત્ર
For Private And Personal Use Only
Page #529
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૭
જ્ઞાનસાર દ્રવ્ય-નિક્ષેપની બીજી પરિભાષા આ રીતે કરવામાં આવી છે : “મજુવોનો i' - અનુપયોગ એટલે ભાવશૂન્યતા..બોધશૂન્યતા...ઉપયોગશૂન્યતા. જે ક્રિયામાં ભાવ, બોધ, ઉપયોગ ન હોય તે ક્રિયાને દ્રવ્યક્રિયા કહેવામાં આવે છે.
લોકોત્તર દ્રવ્ય-આવશ્યકની ચર્ચા કરતાં “અનુયોગદ્વાર સૂત્ર' માં કહ્યું છે કે શ્રમણ ગુણરહિત અને જિનાજ્ઞારહિત બની સ્વચ્છંદતાથી વિહરી, ઉભયકાળ પ્રતિક્રમણ માટે ઊભા થાય તે સાધુવેશધારીનું પ્રતિક્રમણ, તે લોકોત્તર દ્રવ્યઆવશ્યક છે.'
દ્રવ્ય-નિક્ષેપની વિસ્તૃત ચર્ચા માટે “અનુયોગદ્વાર સૂત્ર'નું અધ્યયન કરવાની જરૂર છે.
ભાવ-નિક્ષેપ : તીર્થકર ભગવંતને લઈને જ્યાં ભાવ-નિક્ષેપનો વિચાર કરવામાં આવ્યો છે, ત્યાં કહ્યું છે : “સમવસરણા માવનારા' - સમવસરણમાં બિરાજેલા...ધર્મદેશના આપતા તીર્થકર ભગવંત ભાવ તીર્થકર છે.
શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે વવવક્ષા-પરિણામ ભવનું ભાવ:” -- વક્તાને અભિપ્રેત પરિણામનું થવું (જાગ્રત થવું) તે ભાવ કહેવાય.
ભાવથી પ્રતિક્રમણાદિ ક્રિયા બે પ્રકારે હોય : (૧) આગમથી, (૨) નોઆગમથી.
પ્રતિક્રમણનાં સૂત્રોના અર્થનો ઉપયોગ તે ભાવ પ્રતિક્રમણ કહેવાય. એવી રીતે જે ક્રિયા કરવાની હોય તે ક્રિયાના અર્થનો ઉપયોગ હોય તો તે ક્રિયા ભાવક્રિયા કહેવાય. નોઆગમથી ભાવક્રિયા ત્રણ પ્રકારે છે : ૧. લૌકિક, ૨. કુમારચનિક, અને ૩. લોકોત્તર. ૧. લૌકિક : લૌકિકશાસ્ત્રોના શ્રવણમાં ઉપયોગ. ૨. કુબાવચનિક : હોમ, જપ..યાગાદિ ક્રિયાઓમાં ઉપયોગ. ૩. લોકોત્તર : તચ્ચિત્ત...આદિ આઠ વિશેષતાઓથી યુક્ત ધર્મક્રિયા
(પ્રતિક્રમણાદિ). સારાંશ એ છે કે પ્રસ્તુત ક્રિયા છોડીને બીજે મન-વચન-કાયાનો ઉપયોગ નહીં લઈ જતાં જે ક્રિયા કરવામાં આવે તે ભાવક્રિયા.
For Private And Personal Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ આગમ
૪૭૭
ICC
૪૫ આગમ આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ સર્વજ્ઞતા પ્રાપ્ત કરીને ધર્મતીર્થની સ્થાપના કરી, અગિયાર વિદ્વાન બ્રાહ્મણોને દીક્ષા આપી એમને “ગણધર' પદવી આપી. ભગવતે અગિયાર ગણધરોને “ત્રિપદી' આપી. ‘૩પ વા વિચાર્મડુ વા યુવે વા.' આ ત્રિપદીના આધારે ગણધરોએ “શની' (બાર શાસ્ત્ર)ની રચના કરી.
પાંચમા ગણધર સુધર્માસ્વામીએ જે દ્વાદશાંગી રચી, તેમાંથી બારમું અંગ “દષ્ટિવાદ' લુપ્ત થઈ ગયું છે. જે અગિયાર અંગ રહ્યાં, તેમાંથી પણ ઘણો ભાગ નષ્ટ થઈ ગયો, છતાં જે રહ્યું તેને આધારભૂત રાખીને કાલાંતરે અન્ય આગમો રચાયાં.
એ રીતે છેલ્લાં સેંકડો વર્ષોથી ૪૫ આગમ પ્રસિદ્ધ છે, તે આગમોના ૬ વિભાગ છે : ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળસૂત્ર, ૬ છેદસૂત્ર, ૧૦ પ્રકીર્ણક, ૨, ચૂલિકાસૂત્ર.
આ ૪૫ આગમો ઉપર જે વિવરણો લખાયાં છે, તેના ચાર પ્રકાર છે : (૧) નિયુક્તિ, (૨) ભાષ્ય, (૩) ચૂર્ણ, અને (૪) ટીકા. આ વિવરણો સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષામાં લખાયેલાં છે. ૧૧ અંગ ૧૨ ઉપાંગ
૪ મૂળસૂત્ર ૧. આચાર
૧, ઔપપાતિક ૧. આવશ્યક ૨. સૂત્રકૃત
૨. રાજપ્રનીય ૨. ઉત્તરાધ્યયન ૩. સ્થાન
૩. જીવાભિગમ ૩. દશવૈકાલિક ૪. સમવાય
૪. પ્રજ્ઞાપના ૪. ઓઘનિર્યુક્તિ ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૫. સૂર્યપ્રજ્ઞપ્તિ ૬. જ્ઞાતાધર્મકથા ૬. ચંદ્રપ્રજ્ઞપ્તિ
૧૦૯. ૨૪ મું શાસ્ત્ર અષ્ટક, શ્લોક ૬ ૧૧૦. આગમ સાહિત્યની વિશેષ જાણકારી માટે જુઓ “આહંતુ આગમોનું અવલોકન' અને '
પિસ્તાલીસ આગમો' (લે. પ્રો. હીરાલાલ ૨. કાપડિયા)
For Private And Personal Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાસરે
४७८
૭. ઉપાસક દશા ૭. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ૮. અંતકૃત્ દશા ૮. નિરયાવલિકા ૯. અનુત્તરોપપાતિક દશા ૯. કલ્પાવર્તાસિકા ૧૦. પ્રશ્નવ્યાકરણ ૧૦. પુષ્મિતા ૧૧. વિપાકશ્રુત ૧૧. પુષ્પચૂલિકા
૧૨. વૃષ્ણિદશા ક છેદસૂત્ર
૧૦ પ્રકીર્ણક ૧. નિશીથ
૧. દેવેન્દ્રસ્તવ ૨. દશાશ્રુત
૨. તંદુલવૈચારિક ૩. બૃહત્કલ્પ
૩. ગણિવિદ્યા ૪. વ્યવહાર
૪. આતુરપ્રત્યાખ્યાન ૫. જીવકલ્પ
૫. મહાપ્રત્યાખ્યાન . મહાનિશીથ
૬. ગચ્છાચાર ૭. ભક્તપરિજ્ઞા ૮. મરણસમાધિ ૯, સંસ્મારક ૧૦. ચતુઃ શરણ
૨ ચૂલિકાસૂત્ર ૧. નંદી ૨. અનુયોગદ્વાર
૨૭
ગોથરીના ૪૨ દોષ" સાધુજીવનનો નિર્વાહ ભિક્ષાવૃત્તિ પર ચાલે છે. સાધુ અને સાધ્વી ગૃહસ્થોના ઘરોમાંથી ભિક્ષા લઈ આવે. પરંતુ એ ભિક્ષાચરના ચોક્કસ પ્રકારના નિયમો છે. એ નિયમોને અનુસરીને ભિક્ષા લાવવાની હોય છે. જો એ નિયમોનું પાલન ન કરે તો સાધુને દોષ લાગે, તેનું એણે પ્રાયશ્ચિત્ત કરવું પડે. એનાં મહાવ્રતોને સુરક્ષિત રાખવા માટે એને આ દોષોથી બચવું પડે. ૪૨ દોષોને ટાળવા માટે એ દોષોનું જ્ઞાન હોવું જોઈએ. અહીં એ દોષોનાં નામ અને ટૂંકી સમજ આપી છે. વિસ્તારથી આ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસાવાળાએ ૧૧૧. ૨૪ મું શાસ્ત્ર અષ્ટક, શ્લક ક.
For Private And Personal Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
જોઈએ.
ગોચરીના ૪૨ દોષ
૪૭
‘પ્રવચનસારોદ્વાર’, ‘ઓપનિર્યુ’િ, ‘પિંડનિર્યુત્તિ’, વગેરે ગ્રંથોનું અધ્યયન કરવું
૧. આધાકર્મ :
૨. ઓદેશિક :
૩. પૂર્તિકર્મ : મિશ્રજાત :
૪.
૫. સ્થાપના :
૬. પ્રાકૃતિક :
૭. પ્રાદુષ્કરણ : ૮. ક્રીત :
૯. પ્રામિત્વ :
૧૦. પરાવર્તિત :
૧૧, અભ્યાહત :
૧૨. ઉદ્ભિન્ન
૧૩. માલાપહત :
૧૪. આચ્છેદ્ય :
www.kobatirth.org
૧૫. અનુત્કૃષ્ટ : ૧૬. અપૂરક :
સાધુ માટે બનાવેલાં અન્ન-પાણી. આવતા-જતા સાધુ-સંન્યાસીઓ માટે બનાવેલું.
આધાકર્મીથી મિશ્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધારે બનાવે.
જુદું કાઢીને રાખી મૂકે.
લગ્નાદિ પ્રસંગે સાધુનિમિત્તે મોડા-વહેલા કરે, તેવી રીતે સવારે-સાંજે સાધુનિમિત્તે મોડી-વહેલી રસોઈ કરે. બારી ઉઘાડે, દીવો કરે...
સાધુ માટે વેચાતું લાવે. સાધુ માટે ઉધાર લાવે. અદલો-બદલો કરે.
સાધુના સ્થાને સામે લાવીને આપે. સીલ તોડીને, ઢાંકણું ખોલીને આપે. છીંકામાં મૂકેલું...ઉતારીને આપે.
પુત્રાદિની ઈચ્છા ન હોય છતાં તેમની પાસેથી લઈને આપે.
(પતિ પત્નીની, પત્ની પતિની) રજા વિના વહોરાવે, રાંધવાની શરૂઆત પોતાના માટે ફરે, પછી એમાં સાધુ માટે ઉમેરો કરે.
સાધુ ધાવમાતાનું કામ કરે. સંદેશો લઈ જાય અને લાવે. જ્યોતિષશાસ્ત્રથી નિમિત્તો કહે. પોતાના આચાર્યનું કુળ બતાવે.
બ્રાહ્મણ, અતિથિ, ભિખારી જેવો બનીને ભિક્ષા માગે,
૧૭. ધાત્રીદોષ :
૧૮. દૂતિદોષ : ૧૯. નિમિત્તકર્મ : ૨૦. આજીવકપિંડ: ૨૧. વનીપકપિડ: ૨૨. ચિકિત્સાપિંડ : દવા બતાવે અથવા કરે.
ક્રોધથી ભિક્ષા માગે.
૨૩. ક્રોધપિંડ : ૨૪. માનપિંડ :
અભિમાનથી ભિક્ષા લાવે.
For Private And Personal Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦
જ્ઞાનસાર ૨૫. માયાપિંડ : નવા નવા વેશ કરીને લાવે. ૨૬. લોભપિંડ : અમુક જ વસ્તુ લાવવા ખૂબ ફરે. ૨૭. સંસ્તવદોષ : માતા-પિતાનો અને સસરા પક્ષનો પરિચય આપે. ૨૮. વિદ્યાપિંડ : વિદ્યાથી ભિક્ષા મેળવે. ૨૯. મંત્રપિંડ : મંત્રથી ભિક્ષા મેળવે. ૩૦. ચૂર્ણપિંડ : ચૂર્ણથી ભિક્ષા મેળવે. ૩૧. યોગપિંડ : યોગશક્તિથી ભિક્ષા મેળવે. ૩૨. મૂળ કર્મ ઃ ગર્ભપાત કરવાના ઉપાય બતાવે. ૩૩. શંકિત : દોષની શંકા હોય છતાં ભિક્ષા લે. ૩૪. પ્રતિ : ચોળાયેલાં ચુંથાયેલાં દ્રવ્યો લે. ૩૫. પીહિત : સચિત્ત કે અચિત્તથી ઢાંકેલી વસ્તુ લે. ૩૬. દાયક : નીચેના માણસોના હાથે ભિક્ષા લેવાથી આ દોષ લાગે.
૧. બેડીમાં બંધાયેલો, ૨. જૂતાં પહેરેલો, ૩. તાવવાળો, ૪, બાળક, ૫. કુન્જ, ૬. વૃદ્ધ, ૭. અંધ, ૮. નપુંસક, ૯. ઉન્મત્ત, ૧૦. લંગડો, ૧૧. ખાંડનારો, ૧૨. પીસનારો, ૧૩. પીંજ નારો, ૧૪. કતરનારો, ૧૫. દહીં ઝેરનારો, ૧૬, ગર્ભવતી સ્ત્રી, ૧૭. ધાવણા બાળકવાળી માતા અને ૧૮, માલિકની ગેરહાજરીમાં નોકર.
૩૭. ઉન્મિશ્ર: સચિત્ત-અચિત્ત મિશ્ર કરીને આપે તે લેવું. ૩૮. અપરિણત : પૂર્ણ અચિત્ત ન થયું હોય તેવું લેવું તે અથવા બે
સાધુમાં એકને નિર્દોષ લાગે ને બીજાને સદોષ લાગે
તે લેવું. ૩૯. લિપ્ત : મધ, દહીં વગેરેથી લેપાયેલું લેવું. ૪૦. છર્દિત : ભૂમિ પર ઢળેલું લેવું. ૪૧. નિક્ષિપ્ત : સચિત્ત સાથે સંઘટ્ટાવાળું લેવું. ૪૨. સંહત : એક વાસણને બીજા વાસણમાં ખાલી કરીને ખાલી
વાસણથી વહોરાવે. સાધુ અને સાધ્વીને આ ૪૨ દોષોની સમજ હોવી જ જોઈએ, તો જ તેઓ ભિક્ષા લાવવા માટે યોગ્ય બને.
For Private And Personal Use Only
Page #534
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ-અધ્યયન
૪૮૧
૨૮
બ્રહમ-અધ્યયન નિયાગ-અષ્ટકમાં કહ્યું છે :
ब्रह्माध्ययननिष्ठावान् परब्रह्मसमाहितः।
ब्राह्मणो लिप्यते नायः नियागप्रतिपत्तिमान् ।। આ શ્લોકના વિવેચનમાં વ્રહ્મ-અધ્યયન માં નિષ્ઠા-શ્રદ્ધા-આસ્થા રાખવાનું કહેવામાં આવ્યું છે.
શ્રી આચારાંગ સૂત્ર'નો પ્રથમ ભાગ એ જ બ્રહ્મ અધ્યયન. જો કે આ શ્રુતસ્કંધ છે, પરંતુ શ્રી યશોવિજયજી મહારાજે અધ્યયન તરીકે નિર્દેશ કરેલો છે. આ પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અધ્યયનો હતાં. પરંતુ તેનું મહાપરિજ્ઞા' નામનું સાતમું અધ્યયન હજારેક વર્ષોથી લુપ્ત થયેલું છે.
'सत्थपरिण्णा लोगविजओ य सीओसणिज्ज सम्मत्तं । तह लोगसारनामं धुयं तह महापरिण्णा य ।। अट्ठमए य विमोक्खो उवहाणसुयं च नवमगं भणियं ।'
- બાઘાર-નિર્યુક્ટ્રિ, ૧. શસ્ત્રપરિજ્ઞા ૨. લોકવિજય ૩. શિતોષ્ણીય ૪. સમ્યત્વ ૫. લોકસાર ૯. ધૂતાધ્યયન ૭. મહાપરિજ્ઞા ૮. વિમોક્ષ ૯. ઉપધાનશ્રુત
શ્રી શીલાંકાચાર્યજી કહે છે કે “આ નવે અધ્યયનો સંયમી આત્માને મૂળગુણા અને ઉત્તરગુણોમાં સ્થિર કરનારાં છે, માટે કર્મ નિર્જરાર્થે આ અધ્યયનોનું પરિશીલન કરવું જોઈએ.' ૧૧૨. ૨૮ મું નિયાગ અષ્ટક, શ્લોક ૮.
For Private And Personal Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨
જ્ઞાનસાર
૨૯
ધ્યાન ધ્યાન' અંગે પ્રથમ સર્વસાધારણ વ્યાખ્યાનું નિરૂપણ કરી તેના ભેદપ્રભેદ પર પરામર્શ કરીશું.
ધ્યાનવિચાર' ગ્રંથમાં-"ચિન્તા-ભાવનાપૂર્વક સ્થિર અધ્યવસાયને “ધ્યાન કહ્યું છે.
શ્રી માવસૂત્ર-તિના અધ્યયન' માં “ધ્યાતિન” કાતઃ અત્તર્મુહૂર્તમાત્ર આ પ્રમાણે ધ્યાનનું સાતત્ય અન્તર્મુહૂર્ત બતાવ્યું છે.
“શ્રી માવશ્યવસૂત્ર-પ્રતિમા મધ્યયન' માં આ ધ્યાનનાં ચાર ભેદ બતાવવામાં આવ્યા છે : (૧) આર્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ, અને (૪) શુક્લ.
શ્રી ધ્યાનવિવર' માં આ ચાર પ્રકારોમાંથી ત્રણ પ્રકારોને બે વિભાગમાં વિભાજિત કર્યા છે, અને શુધ્યાનને “પરમ ધ્યાન’ કહ્યું છે.
'द्रव्यतः आर्तरौद्रे, भावतस्तु आज्ञा-अपाय-विपाक-संस्थानविचयमिदं धर्मध्यानम्।' ૧. આર્તધ્યાન : "શોક, આક્રન્દ, વિલાપાદિ જેમાં હોય તે આર્તધ્યાન.
શ્રી ગૌપાતિ (૩૫) સૂત્ર” માં આર્તધ્યાનનાં ચાર લક્ષણ બતાવાયાં છે : (૧) વાવ : મોટા સ્વરે રુદન કરવું. (૨) સોયા : દીનતા કરવી. (૩) તિળયા : આંખમાંથી આંસુ પાડવાં. (૪) વિઝવણયા : પુનઃ પુનઃ કઠોર શબ્દ બોલવા.
૧૧૩. ૩૦ મું ધ્યાન અષ્ટક, શ્લોક ૨. ૧૧૪. વેિન્ડા-માવનાપૂર્વક સ્થિરોડથ્યવસો ધ્યાનYI - Jાનવિવારે ૧૧૫. વાપ્રન્ટનવિપનાનિમર્ત| - આવશ્યવસૂત્ર-અધ્યયન ૧૧૬. અટ્ટસ જ્ઞrળ વત્તર નૈવર-વંળયા, સોયા,
તિયા, વિનવાયા |
- औपपातिकोपांगे
For Private And Personal Use Only
Page #536
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધ્યાન
૨. રૌદ્રધ્યાન :
www.kobatirth.org
119,
‘શ્રી ઔપપાતિબ સૂત્ર' માં રૌદ્ર ધ્યાનનાં ચાર લક્ષણ બતાવવામાં આવ્યાં છે.
(૧) સળવોર્સ : નિરંતર હિંસા, અસત્ય, ચોરી વગેરે કરવાં. (૨) ક ુવો) : હિંસાદિ સર્વ પાપોમાં પ્રવૃત્તિ કરવી.
(૩) અબ્બાનવોસે : અજ્ઞાનથી કુશાસ્ત્રોના સંસ્કારથી હિંસાદિ પાપોમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી.
(૪) આમરાંતોસે : આમરણાંત જરાય પશ્ચાત્તાપ વિના કાલસૌકરાદિની જેમ હિંસાદિમાં પ્રવૃત્તિ કરવી.
‘આ આર્ત-રૌદ્ર ધ્યાનનાં ફળનો વિચાર ‘શ્રી આવશ્યસૂત્ર’ ના ‘પ્રતિમાઅધ્યયન' માં કરવામાં આવ્યો છે. આર્તધ્યાનનું ફળ પરલોકમાં તિર્યંચગતિ અને રૌદ્ર ધ્યાનનું ફળ નરકગતિ.
રૂ. ધર્મધ્યાન :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૩
૧૧૮‘શ્રી હરિમંદ્રીય અષ્ટ' ગ્રંથમાં ધર્મધ્યાનની સુંદર યથાર્થ સ્તુતિ કરવામાં આવી છે.
* સર્વ તપના પ્રકારોમાં શ્રેષ્ઠ છે.
આંતર તપ:ક્રિયારૂપ છે.
116
“ધર્મધ્યાનનાં ચાર લક્ષણ છે :
* સેંકડો ભવોમાં ઉપાર્જન કરેલ અનંત કર્મોના ગહન વન માટે અગ્નિ છે.
૧. આજ્ઞારુચિ, ૨. નિસર્ગરુચિ, ૩. ઉપદેશરુચિ, અને ૪. સૂત્રરુચિ. ૧. આજ્ઞારુચિ : શ્રી જિનેશ્વરદેવના વચનની અનુપમતા, કલ્યાણકારિતા, સર્વ સત્ તત્ત્વોની પ્રતિપાદકતા... વગેરે જોઈ તેના પર શ્રદ્ધા.
૨. નિસર્ગરુચિ : જ્ઞાન-દર્શનચારિત્રમય આત્મપરિણામ.
૧૧૭. કાલસૌરિક નામનો કસાઈ રોજ ૫૦૦ પાડાઓનો વધ કરતો હતો.
-
૧૧૮. મવશતસમુચિત્તવર્ણવના નખ્વતનqમ્। અતિતપઃપ્રાપ્રવરમ્। દ્વન્તરતપઃ क्रियारूपम् ।
૧૧૯. ઘુમ્મસ નં જ્ઞાાસ પત્તારી સવવળા-અજ્ઞાર્ડ, વિસારુંડું, ઉવસર્ફ, સુત્તરુś) औपपातिकसूत्रे
For Private And Personal Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८४
જ્ઞાનસાર ૩. ઉપદેશરુચિ : જિનવચનના ઉપદેશનું શ્રવણ કરવાનો ભાવ અને અન્ય જીવોને જિનવચનનો ઉપદેશ કરવાની ભાવના.
૪. સૂત્રરુચિ : દ્વાદશાંગીના અધ્યયન-અધ્યાપકની ભાવના. ૧૨૦ધર્મધ્યાનનાં ચાર આલંબન છે : ૧. વાચના, ૨. પૃચ્છના, ૩. પરાવર્તન અને ૪. ધર્મકથા.
અર્થાત્ સદ્ગુરુ પાસે વિનયપૂર્વક સૂત્રનું અધ્યયન કરવું. તેમાં શંકા પડે તો વિધિપૂર્વક ગુરુ મહારાજ પાસે જઈ પૃચ્છા કરવી. નિઃશંક બનેલા સૂત્રાર્થ ભૂલી ન જવાય તે માટે વારંવાર તેનું પુનરાવર્તન કરવું, અને એ રીતે આત્મસાતુ થયેલા સૂત્રાર્થના સુપાત્રની આગળ ઉપદેશ કરવો. આમ કરવાથી ધર્મધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.
૧૨ ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે ?
૧. અનિત્ય ભાવના, ૨. અશરણ ભાવના, ૩. એકત્વ ભાવના, અને ૪. સંસાર ભાવના.
આ ચાર ભાવનાઓનું નિરંતર ચિંતન કરવાથી ધર્મધ્યાન ઉજ્વળ બને છે ને આત્મસાતું થઈ જાય છે. | શ્રી ઉમાસ્વાતિ ભગવંતે પ્રશમરતિ પ્રકરણમાં “ધર્મધ્યાન'ની ક્રમશઃ ચાર ચિંતનધારાઓ બતાવી છે :
आज्ञाविचयमपायविचयं च सद्धयानयोगमुपसृत्य।
तस्माद्विपायविचमुपयाति संस्थानविचयं च ।।२४७ ।। ૧. સાવિષય :
આપ્તપુરુષનું વચન તે જ પ્રવચન છે.” આ આજ્ઞા છે. તે આજ્ઞાના અર્થનો નિર્ણય કરવો તે વિચય છે.
१२०. धम्मस्स णं झाणस्स चत्तारी आलंबणा
वायणा, पुच्छणा, परियट्टणा, धम्मकहा।- औपपातिकसूत्रे १२१. धम्मस्स णं झाणस्स चत्तारि अणुप्पेहाओ
अनित्यत्वाशरणत्वैकत्वसंसारानुप्रेक्षाः। - औपपातिकसूत्रे १२२. आप्तवचनं प्रवचनं चाज्ञा, विचयस्तदर्थनिर्णयनम् ।
For Private And Personal Use Only
Page #538
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૫
૨. પાવિષય :
'મિથ્યાત્વાદિ આસવોમાં, સ્ત્રીકથાદિ વિકથાઓમાં, રસ-ઋદ્ધિ-શાતા ગારવામાં, ક્રોધાદિ કષાયોમાં પરિષહાદિ નહિ સહેવામાં આત્માની દુર્દશા છે, નુકસાન છે. તેનું ચિંતન કરીને તેવો દૃઢ નિર્ણય હૃદયમાં સ્થાપિત કરવાનો. રૂ. વિવાાિય :
અશુભ અને શુભ કર્મોના વિપાક (પરિણામ)નું ચિંતન કરી “પાપ કર્મથી દુઃખ અને પુણ્ય કર્મથી સુખ' એવો નિર્ણય હૃદયસ્થ કરવો. ૪. સંરચાનવિય :
પડ્રદ્રવ્ય, ઊર્ધ્વ-અધો-મધ્યલોકનાં ક્ષેત્ર, ચૌદ રાજલોકની આકૃતિ વગેરેનું ચિંતન કરી, વિશ્વની વ્યવસ્થાનો નિર્ણય કરવો તે. ઘથ્થાની :
“શ્રી પાવરફૂત્ર” માં ધર્મધ્યાન કરવા ઇચ્છતા આત્માની યોગ્યતાનું પ્રતિપાદન આ પ્રમાણે કર્યું છે :
'जिणसाहूगुणकित्तणसंसणाविणयदाणसंपण्णो ।
सुअसीलसंजमरओ धम्मज्झाणी मुणेयव्यो ।।' ૧. શ્રી જિનેશ્વરદેવના ગુણોનું કીર્તન અને પ્રશંસા કરનાર;
૨. શ્રી નિગ્રંથ મુનિજનોના ગુણોનું કીર્તન-પ્રશંસા કરનાર. તેમનો વિનય કરનાર, તેમને વસ્ત્ર-આહારાદિનું દાન દેનાર;
૩. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં નિરત. પ્રાપ્ત શ્રુતજ્ઞાનથી આત્માને ભાવિત કરવાના લક્ષવાળો; ૪. શીલ-સદાચારના પાલનમાં તત્પર; ૫. ઇન્દિર સંયમ, મનસંયમ કરવામાં લીન;
१२३. आस्रवविकथागौरवपरिषहाद्येष्वपायस्तु । १२४. अशुभशुभकर्मविपाकानुचिन्तनार्थो विपाकविचयः स्यात् । १२५. द्रव्य क्षेत्राकृत्यनुगमनं संस्थानविचयस्तु। - प्रशमरति-प्रकरणे, २४८-२४९
For Private And Personal Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૪૮૭
આવો આત્મા ધર્મધ્યાની બની શકે છે. પ્રશમરતિ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે કે વાસ્તવિક ધર્મધ્યાન પ્રાપ્ત થયા પછી આત્મા વૈરાગી બને છે, અર્થાત્ તે આત્મામાં વૈરાગ્યની જ્યોત પ્રજવલિત થાય છે :
'धर्मध्यानमुपगतो वैराग्यमाप्नुयाद् योग्यम् ।' રૂ. વજીરે ધ્યાન :
સામાન્યતઃ આમ ખ્યાલ એવો છે કે “ધ્યાન માનસિક જ હોય. પરંતુ “શ્રી ભાવસૂત્ર' માં 'વાચિક ધ્યાન' પણ બતાવવામાં આવ્યું છે :
'एवविहा गिरा मे क्त्तव्वा एरिसी न वत्तव्वा।
રૂય યાનિયવરૂ માનો વણાં શાપ T” મારે આવા પ્રકારની વાણી બોલવી જોઈએ, આવી ન બોલવી જોઈએ.” - આ પ્રમાણે વિચારપૂર્વક બોલનાર વક્તા “વાચિક-ધ્યાની' છે. ધ્યાન-વન :
ધ્યાન માટે ઉચિત કાળ પણ એ છે કે જે સમયે મન-વચન-કાયાના યોગો સ્વસ્થ હોય. ધ્યાની માટે દિવસ-રાતના સમયનું નિયમન નથી.
'कालोऽपि स एव ध्यानोचितः यत्र काले मनोयोगादिस्वास्थ्यं प्रधानं प्राप्नोति, नैव च दिवसनिशावेलादिनियमनं ध्यायिनो भणितम् !' - श्री हरिभद्रसरिजी ૪. વસંધ્યાન :
શુધ્યાનના ચાર પ્રકાર છે. તે “શુક્લધ્યાનના ચાર પાયા' તરીકે પ્રસિદ્ધ છે. ૧. પૃથવસ્વ-વિતર્વ-વાર :
પૃથસહિત, વિતર્કસહિત અને વિચારસહિત પ્રથમ સુનિર્મળ શુક્લધ્યાન છે. આ ધ્યાન મન-વચન-કાયાના યોગવાળા સાધુને હોઈ શકે.
પૃથવસ્વ = કનેરુત્વમ્ ધ્યાનને કરવાની વિવિધતા.
१२६. सवितर्क सविचारं सपृथक्त्वमुदाहृतं।
त्रियोगयोगिनः साधोराद्यं शुक्लं सुनिर्मलम् ।।६।। १२७. श्रुतचिन्ता वितर्कः स्यात् विचारः संक्रमो मतः। __ पृथक्त्वं स्यादनेकत्वं भवत्येतत्रयात्मकम् ।।६१।। - गुणस्थानक-क्रमारोहे
For Private And Personal Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન
૪૮૭ વિતર્ક = શ્રાવિન્તા | ચૌદ પૂર્વગત શ્રુતજ્ઞાનનું ચિંતન.
વિવાર: = સંદ્રના પરમાણુ, આત્મા આદિ પદાર્થ, એના વાચક શબ્દ અને કાયાકાદિ યોગ, આ ત્રણમાં વિચરણ, સંચરણ, અને સંક્રમણ. ૨. વકત્વ-વિતર્વ-વિવાર : શુક્લધ્યાનના આ બીજા પ્રકારમાં
एकत्व, अविचारता, सवितर्कता હોય છે; અર્થાત અહીં પોતાના એક આત્મદ્રવ્યનું અથવા પર્યાયનું કે ગુણનું નિશ્ચલ ધ્યાન હોય છે; અર્થ, શબ્દ અને યોગોમાં વિચરણ હોતું નથી, અને ભાવશ્રુતના આલંબને શુદ્ધ આત્મસ્વરૂપમાં ચિંતન થતું રહે છે.
શુક્લધ્યાનના આ બે પ્રકાર આત્માને ઉપશમશ્રેણિ યા ક્ષપકશ્રેણિમાં ચઢાવનાર છે, અર્થાત્ મુખ્યપણે શ્રેણિમાં હોય છે. બીજા પ્રકારના ધ્યાનના અંતે આત્મા વીતરાગ બને છે. ક્ષપક શ્રેણિવાળો ધ્યાની આત્મા જ્ઞાનાવરણીયાદિ કર્મ ખપાવી કેવળજ્ઞાન પામી સર્વજ્ઞ બને છે. ३. सूक्ष्म क्रिया-अप्रतिपाती :
આ ધ્યાન ચિત્તનરૂપ નથી. સર્વજ્ઞ આત્માને બધું જ આત્મપ્રત્યક્ષ હોવાથી તેમને ચિન્તનાત્મક ધ્યાનની જરૂર જ રહેતી નથી. આ ત્રીજા પ્રકારમાં મનવચન-કાયાના બાદરયોગોનું રૂંધન થાય છે. સૂક્ષ્મ મન-વચન-કાયાના યોગોને રૂંધનારો એકમાત્ર સૂક્ષ્મ કાય યોગ બાકી રહે છે. આ ધ્યાન આત્માના એક તેવા પ્રકારની અવસ્થા છે, અને તે અપ્રતિપાતી છે, અવિનાશી છે; અર્થાત્ આ અવસ્થા અવશ્ય ચોથા પ્રકારના ધ્યાનરૂપ બની જાય છે. ૪. બુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ :
અહીં સમગ્ર યોગ સદાને માટે વિરામ પામી ગયા હોય છે, વિચ્છેદ પામી
આ ધ્યાનમાં ત્રણ વિશિષ્ટતાઓ રહેલી છે. ૧૨૮. સ્વશુદ્ધ આત્માનુભૂત ભાવનાના આલંબનથી અન્તર્જલ્પ ચાલે છે. ૧૨૯. શ્રુતપયોગ એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબ્દ પરથી બીજા શબ્દ પર, અને એક યોગથી બીજા યોગ પર વિચારણા કરે છે. ૧૩૦. ધ્યાન એક દ્રવ્ય ઉપરથી બીજા દ્રવ્ય પર, એક ગુણ ઉપરથી બીજા ગુણ ઉપર અને એક પર્યાય ઉપરથી બીજા પર્યાય પર સંક્રમણ કરે છે.
For Private And Personal Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૪૮૮. ગયા હોય છે. આ અવસ્થામાં હવે ક્યારેક પરાવર્તન નથી થતું. આ અવસ્થાવિશેષ જ ધ્યાન છે. ‘--શૈલેશી અવસ્થા’ આ ધ્યાનરૂપ છે. छद्मस्थ आत्मानुं ध्यान : "મનની સ્થિરતા તે છબસ્થનું ધ્યાન છે.
અન્તર્મુહૂર્તકાળ માટે એક વસ્તુમાં જે ચિત્તની એકાવસ્થા, તે છvસ્થ જીવનું ધ્યાન છે.” जिननुं ध्यान :
યોગનિરોધ એ જિનોનું જ ધ્યાન છે, બીજાનું નહીં. "કાયાની સ્થિરતા એ કેવળીનું ધ્યાન છે.
૧૩૨
૧૩૪
30
૧૩૫
વીસથાનક તપ ri તાનિસ્ તપ કર્મોને તપાવે-ખપાવે તે તપ કહેવાય. એવાં ભિન્ન ભિન્ન પ્રકારના તપ શાસ્ત્રોમાં બતાવેલા છે. “તીર્થંકર નામકર્મ બંધાવી આપનારો મુખ્ય તપ વિસસ્થાનકની આરાધનાનું તપ છે.
નીચેનાં સાત સ્થાનોમાં અનુરાગ, ગુણસ્તુતિ, અને ભક્તિ-સેવા, આ આરાધના કરવાની હોય છે. ૧. તીર્થંકર : અષ્ટ પ્રાતિહાર્યની શોભાને યોગ્ય. ૨. સિદ્ધ : સર્વકર્મરહિત, પરમ સુખી અને કૃતકૃત્ય. ૩. પ્રવચન : દ્વાદશાંગી અને ચતુર્વિધ સંઘ.
१३१. छद्मस्थस्य...ध्यानं मनसः स्थैर्यमुच्यते ।।१०१।। - गुणस्थानक-क्रमारोहे १३२. अन्तर्मुहूर्तकालं यच्चित्तावस्थानमेकस्मिन् वस्तुनि तच्छद्मस्थानां ध्यानम् ।
___- श्री हरिभद्रसूरिः, आवश्यकसूत्रै १३३. 'योगनिरोधो जिनानामेव ध्यानं नान्येषाम्।' - श्री हरिभद्रसूरि आवश्यकसूत्रे १३४. वपुषः स्थैर्य ध्यानं केवलिनो भवेत् 11१०१।। - गुणस्थानक-क्रमारोहे ૧૩પ. ૩૦ મું ધ્યાન અષ્ટક, શ્લોક ૫.
For Private And Personal Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८८
વીસસ્થાનક તપ:
૪. ગુરુ : યથાવસ્થિત શાસ્ત્રાર્થ કહેનારા, ધર્મોપદેશાદિ આપનાર.
૫. સ્થવિર : વયસ્થવિર (૬૦ વર્ષની ઉપરના), શ્રુત સ્થવિર (સમવાયાંગ સુધીના જ્ઞાની), પર્યાય વિર (૨૦ વર્ષના દીક્ષિત). ૭. બહુશ્રુત : જેમની પાસે ઘણું જ્ઞાન હોય. ૭. તપસ્વી : અનેક પ્રકારના તપ કરનાર તપસ્વી મુનિઓ. ૮. નિરંતર જ્ઞાનોપયોગ : ૯. દર્શન : સમ્યગ દર્શન. ૧૦. વિનય : જ્ઞાનાદિનો વિનય. ૧૧. આવશ્યક : પ્રતિક્રમણાદિ દૈનિક ધર્મક્રિયા. ૧૨-૧૩. શીલ-વત : શીલ એટલે ઉત્તરગુણ, વ્રત એટલે મૂળગુણ. ૧૪. ક્ષણ-લવ-સમાધિ : ક્ષણ...લવ...વગેરે કાળનાં નામ છે. અમુક સમય નિરંતર સંવેગભાવિત થઈ ધ્યાન કરવું. ૧૫, ત્યાગસમાધિ : ત્યાગ બે પ્રકારનો : દ્રવ્યત્યાગ અને ભાવત્યાગ.
અયોગ્ય એવાં આહાર, ઉપાધિ વગેરેનો ત્યાગ અને સુયોગ્ય એવાં આહારઉપધિ વગેરેનું સાધુજનોને વિતરણ-આ છે દ્રવ્યત્યાગ. ક્રોધાદિ અશુભ ભાવોનો ત્યાગ અને જ્ઞાનાદિ શુભ ભાવોનું સાધુજનોને વિતરણ-આ ભાવત્યાગ. આ બંને પ્રકારના ત્યાગમાં શક્તિ અનુસાર નિરંતર પ્રવૃત્તિ કરવાની.
૧૬. તપસમાધિ : બાહ્ય-આત્યંતર બાર પ્રકારના તપમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરવાની.
૧૭. દશવિધ વૈયાવચ્ચ : આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષક, કુલ, ગુણ, સંધ અને સાધર્મિકની તેર પ્રકારે વૈયાવચ્ચ કરવાની : ૧, ભોજન, ૨. પાણી, ૩, આસન, ૪. ઉપકરણ-પડિલેહણ, ૫. પાદપ્રમાર્જન, ૬. વસ્ત્ર પ્રદાન, ૭. ઔષધપ્રદાન, ૮. માર્ગે સહાય, ૯. દુષ્ટોથી રક્ષણ, ૧૦. દંડ (દાંડ) ગ્રહણ, ૧૧. માત્રક અર્પણ, ૧૨. સંજ્ઞા માત્રક અર્પણ, અને ૧૩. શ્લેષ્મ માત્રક અર્પણ. ૧૮. અપૂર્વ જ્ઞાનગ્રહણ : નવું નવું જ્ઞાન મેળવવું. ૧૯. શ્રુતભક્તિ : જ્ઞાનભક્તિ. ૨૦. પ્રવચન પ્રભાવના : જિનોક્ત તત્ત્વોનો ઉપદેશ વગેરે આપવું.
For Private And Personal Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯o
જ્ઞાનસાર પહેલા અને છેલ્લા તીર્થકરે (ઋષભદેવ અને મહાવીરસ્વામીએ) આ વિશે વિશ સ્થાનકોની આરાધના કરી હતી. મધ્યના ૨૨ તીર્થકરોમાં કોઈએ બે, કોઈએ ત્રણ.. કોઈએ બધાં સ્થાનકોની આરાધના કરી હતી.
A (- પ્રવવIRોદ્ધાર', દ્વાર ૧૦ ના અનુસારે) વીસસ્થાનક તપની આરાધનાની પ્રચલિત વિધિ નીચે પ્રમાણે છે : જ એક-એક સ્થાનકની એક-એક ઓળી કરવામાં આવે છે. એક ઓળી
૨૦ અઠ્ઠમની હોય છે. અઠ્ઠમ (૩ ઉપવાસ) કરવાની શક્તિ ન હોય તો ૨૦ છઠ (બે ઉપવાસ) કરીને ઓળી થઈ શકે તે પણ શક્તિ ન હોય તો ૨૦ ઉપવાસ, ર૦ આયંબિલ કે ૨૦ એકાસણાં કરીને પણ ઓળી થઈ શકે છે. આ એક ઓળી છ મહિનામાં પૂર્ણ કરવાની હોય છે. જ ઓળીની આરાધનાના દિવસે પૌષધવ્રત કરવું જોઈએ, બધાં જ પદની
આરાધનામાં પૌષધ ન થઈ શકે. તો પહેલાં સાત પદની સાત ઓળીમાં તો પૌષધદ્રત કરવું જોઈએ. પૌષધની અનુકૂળતા ન હોય તો દેશાવગાસિક વ્રત (૮ સામાયિક અને ૨ પ્રતિક્રમણ) કરે.
ઓળીના દિવસોમાં પ્રતિક્રમણ, દેવવંદન, બ્રહ્મચર્ય-પાલન, ભૂમિશયન વગેરે નિયમો પાળવાના હોય છે. હિંસામય વેપારનો ત્યાગ, અસત્ય અને ચોરીનો ત્યાગ, પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ. ૨૦ સ્થાનકની ૨૦ ઓળી પૂર્ણ થાય એટલે મહોત્સવ કરે, પ્રભાવના કરે, ઉજમણું કરે, આ રીતે મહાન તપની આરાધના પૂર્ણ થયાનો આનંદ
વ્યક્ત કરે. જ જો છ મહિનામાં એક ઓળી પૂર્ણ ન થાય તો ફરીથી એ ઓળી ચાલુ કરવી પડે. દરેક ઓળીના દિવસોમાં જિનેશ્વર ભગવાન સમક્ષ સાથિયા, ખમાસમણ અને કાઉસ્સગ્ન કરવાના હોય છે. દરેક પદની ૨૦ નવકારવાળી ગણવાની હોય છે. કે આ બધી ક્રિયા કરીને તે તે પદના ગુણોનું સ્મરણ-ચિંતન કરી આનંદિત
રહે.
For Private And Personal Use Only
Page #544
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
50
-
२७
५१
५१
६७
વીસસ્થાનક તપઃ
૪૯૧ જાપનું પદ
સાથિયા ખમાસ. કાઉલો. નવકારવાળી ॐ नमो अरिहंताणं १२ १२ १२ २० ॐ नमो सिद्धाणं ३१ ३१ ३१ २० ॐ नमो पवयणस्स २७ २७ २७ २० ॐ नमो आयरियाणं ॐ नमो थेराणं १० १० ॐ नमो उवज्झायाणं ॐ नमो लोए सव्वसाहूणं २७ ॐ नमो नाणस्स ५१ ॐ नमो दसणस्स ६७ ६७ ॐ नमो विणयसंपन्नस्स ५२ ५२ ५२ ॐ नमो चारित्तस्स
७० ॐ नमो बंभवयधारिणं ॐ नमो किरियाणं ॐ नमो तवस्स
१२ ॐ नमो गोयमस्स ॐ नमो जिणाणं २० २० ॐ नमो संयमस्स १७ १७ १७ २० ॐ नमो अभिनवनाणस्स
५१
५१ ॐ नमो सुयस्स २० २० २० २० ॐ नमो तित्थस्स ३८ ३८ ३८ २० “વીસસ્થાનક પદપૂજા' તથા “વિધિપ્રપા' વગેરે ગ્રંથોના આધારે આ વિધિ સંકલિત થયેલી છે.
१८
२५
१
११
२०
For Private And Personal Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૨
જ્ઞાનસાર
૩૧
3છે.
નર્ચાવિચાર"
૧૧૪
પ્રમાણથી પરિચ્છિન્ન અનંતધર્માત્મક વસ્તુના એક અંશને ગ્રહણ કરનાર (બીજા અંશોનો પ્રતિક્ષેપ કર્યા વિના) અધ્યવસાયવિશેષને “નય’ કહેવામાં આવે છે.
પ્રત્યેક પદાર્થ અનંતધર્માત્મક હોય છે. “પ્રમાણ” એ પદાર્થને અનંતધર્માત્મક સિદ્ધ કરે છે, જ્યારે “નય' એ પદાર્થના અનંત ધર્મોમાંથી કોઈ એક ધર્મને ગ્રહણ કરે છે ને સિદ્ધ કરે છે. પરંતુ એક ધર્મનું ગ્રહણ કરતાં, પ્રતિપાદન કરતાં બીજા ધર્મોનું ખંડન નથી કરતો.
પ્રમાણ” અને “નય' માં આ ભેદ છે : નય પ્રમાણનો એક દેશ (અંશ) “છે. જેવી રીતે સમુદ્રનો એક દેશ-અંશ સમુદ્ર ન કહેવાય તેમ અસમુદ્ર પણ ન કહેવાય તેવી રીતે નયોને પ્રમાણ ન કહેવાય તેવી રીતે અપ્રમાણ ન કહેવાય.
શ્રી આવશ્યવસૂત્ર'ની ટીકામાં શ્રીયુત્ મલયગિરિજીએ પ્રતિપાદન કર્યું છે કે જે નય નયાન્તર સાપેક્ષતાથી “ચાતુ' પદયુક્ત વસ્તુને સ્વીકારે છે તે પરમાર્થથી પરિપૂર્ણ વસ્તુને સ્વીકારે છે, માટે તેનો “પ્રમાણ માં જ અન્તર્ભાવ થઈ જાય છે. જે નયાત્તરનિરપેક્ષતાથી સ્વાભિપ્રેત ધર્મના આગ્રહપૂર્વક વસ્તુને ગ્રહણ કરવાનો અભિપ્રાય ધારણ કરે છે તે “નય' કહેવાય, વસ્તુના એક દેશનું ગ્રહણ કરતો હોવાથી.
૧૩૬. ૩૨ મું સર્વનયાશ્રય અષ્ટક, શ્લોક ૧. १३७. प्रमाणपरिच्छिन्नस्यानन्तधर्मात्मकस्य वस्तुन एकदेशपाहिणस्सदितरांशाप्रतिक्षेपिणोऽध्यवसायविशेषा नयाः। - जैन तर्कभाषायाम् १३८. यथा हि समुद्रैकदेशो न समुद्रो नाप्यसमुद्रस्तथा नया अपि न प्रमाणं न वाऽप्रमाणमिति। - जैन तर्कभाषायाम १३९. इह यो नयो नयान्तरसापेक्षगता स्यात्पदलाच्छितं वस्तु प्रतिपद्यते स परमार्थतः परिपूर्ण वस्तु गृह्णाति इति प्रमाण एवान्तर्भवति, यस्तु नयवादान्तरनिरपेक्षतया स्वाभिवप्रतेनव धर्मेण अवधारणपूर्वकं वस्तु परिच्छेत्तुमभिप्रेति स नयः।
- आवश्यकसूत्र - टीकायाम्
For Private And Personal Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નયવિચાર
૪૯૩ “નય'ની આ પરિભાષા નયવાદને મિથ્યાવાદ સિદ્ધ કરે છે. “સળે નથી મિચ્છાવાળો' આ આગમની ઉક્તિથી સર્વે નયનો વાદ મિથ્યાવાદ છે.
નયાન્તરનિરપેક્ષ નયને મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ નયામાસ કહે છે.
શ્રી સતિ-ત' માં સિદ્ધસેન દિવાકરજી નયોના મિથ્યાત્વ અને સભ્યત્ત્વનું માધ્યમ આ રીતે બતાવે છે :
तम्हा सव्वे वि मिच्छादिट्ठी सपक्खपडिबद्धा ।
अण्णोण्णणिस्सिया उण हवन्ति सम्मत्तसब्भावा ।।२१।। ‘સ્વપ્રક્ષપ્રતિબદ્ધ સર્વે નયી મિથ્યાદૃષ્ટિ છે. અન્યોન્ય સાપેક્ષ સર્વે નયો સમકિત દૃષ્ટિ છે.” દૃષ્ટાંત દ્વારા ઉપરોક્ત કથનને સમજાવતાં તેઓશ્રીએ કહ્યું છે :
जहऽणेयलक्खणगुणा बेरुलियाईमणी विसंजुत्ता। रयणावलिववएसं न लहंति महग्घमुल्ला वि ।।२२ ।। तह णिययवायसुविणिच्छिया वि अण्णोण्णपक्खणिखेक्खा ।
सम्मइंसणसदं सब्वे वि णया ण पावेंति ।।२३।। જેવી રીતે વિવિધ લક્ષણથી યુક્ત વૈર્યાદિ મણિ મહાન કિંમતી હોવા છતાં જુદાંજુદાં હોય ત્યાં સુધી “રત્નાવલિ' નામ પામી શકતાં નથી, તેવી રીતે નર્યા પણ સ્વવિષયનું પ્રતિપાદન કરવામાં સુનિશ્ચિત હોવા છતાં જ્યાં સુધી અન્યોન્ય-નિરપેક્ષ પ્રતિપાદન કરે ત્યાં સુધી “સમ્યગ્દર્શન' નામ પામી શકતા નથી, અર્થાત્ સુનય કહેવાતા નથી. द्रव्यार्थिक नय-पर्यायार्थिक नय :
પ્રત્યેક વસ્તુના મુખ્યતયા બે અંશ હોય છે : (૧) દ્રવ્ય, અને (૨) પર્યાય. વસ્તુને જે દ્રવ્યરૂપે જ જુએ તે દ્રવ્યાર્થિક નય, અને વસ્તુને જે પર્યાયરૂપે જ જુએ તે પર્યાયાર્થિક નય. મુખ્ય બે જ ગયો છે. નૈગમાદિ નયો આ બે નયના જ વિકલ્પ છે. ભગવંત તીર્થંકરદેવના વચનોના મુખ્ય પ્રવક્તા તરીકે આ બે નવો કહેલા છે.
For Private And Personal Use Only
Page #547
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૪ -
જ્ઞાનુસાર
સતિવર્ષ માં કહ્યું છે :
तित्थयरवयणसंगह विसेसपत्थारमूलवागरणी।
दव्वट्ठिओ य पज्जवणओ य सेसा वियप्पासि ।।३।। તીર્થંકરનાં વચનના વિષયભૂત (અભિધેયભૂત) દ્રવ્ય-પર્યાય છે. તેનો સંગ્રહાદિ નયો વડે જે વિસ્તાર કરવામાં આવે છે, તેના મૂળ વક્તા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયો છે. નૈગમાદિ નયી તેમના વિકલ્પો છે, ભેદો છે.
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોનાં મંતવ્યોનું સ્પષ્ટ પ્રતિપાદન કરતાં “સમ્મતિ-ત” માં કહ્યું છે :
उप्पज्जंति वियंति य भावा नियमेण पज्जवणयस्स।
दबट्ठियस्स सव्वं सया अणुप्पन्नमविणंटुं ।।२१।। પર્યાયાર્થિક નયનું મંતવ્ય છે કે સર્વ ભાવ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, અર્થાતુ પ્રતિક્ષણ ભાવો ઉત્પાદ-વિનાશ સ્વભાવવાળા છે. દ્રવ્યાર્થિક નય કહે છે કે સર્વ વસ્તુ અનુત્પન્ન-અવિનષ્ટ છે, અર્થાત્ દરેક ભાવ સ્થિર સ્વભાવવાળો છે.
દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે : (૧) નગમ, (૨) સંગ્રહ, અને (૩) વ્યવહાર. પર્યાયાર્થિક નયના ચાર ભેદ છે : (૧) ઋજુસૂત્ર, (૨) શબ્દ, (૩) સમભિરૂઢ, અને (૪) એવભૂત.
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ઋજુસૂત્ર નયને દ્રવ્યાર્થિકનો ભેદ કહે છે. નામ :
સામાન્ય-વિશેષાદિ અનેક ધર્મોને આ નય માને છે, અર્થાત્ “સત્તા' લક્ષણ મહાસામાન્ય, અવાંતર સામાન્યો - દ્રવ્યત્વ – ગુણત્વ - કર્મત્વ વગેરે તથા સમસ્ત વિશેષોને આ નય માને છે, 'सामान्यविशेषाद्यनेकधर्मोपनयनपरोऽध्यवसायो नैगमः।'
- નિ તમષા આ નય પોતાના મંતવ્યને પુષ્ટ કરતાં કહે છે :
'यद्यथाऽवभासते तत्तथाऽभ्युपगन्तव्यम् यथा नीलं नीलतया।' જે જેવું દેખાય તેને તેવું માનવું જોઈએ-નીલને નીલ તરીકે અને પતિને પત તરીકે.
For Private And Personal Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૫
નયવિચાર
ધર્મ અને ધર્મને એકાત્તતઃ ભિન્ન માને ત્યારે આ નય મિથ્યાષ્ટિ છે, અર્થાત્ નૈગમાભાસ' છે. નૈયાયિકદર્શન અને વૈશેષિકદર્શન ધર્મી-ધર્મને એકાન્ત ભિન્ન માને છે. સંઘE :
સામાન્યપ્રતિપાવનપર: સંપ્રદાય | આ નય કહે છે : “સામાન્ય જ એક તાત્વિક છે, વિશેષ નહીં.” અશેષ વિશેષનો અપલાપ કરવાપૂર્વક સામાન્યરૂપે જ સમસ્ત વિશ્વને આ નય માને છે.
૧૪૧ એકાત્તતઃ સત્તા-અદ્વૈતને સ્વીકારી, સકલ વિશેષનું નિરસન કરનાર સંગ્રહાભાસ છે, એમ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે. સર્વે અદ્વૈતવાદી દર્શનો અને સાંખ્યદર્શન સત્તા-અદ્વૈતને જ માને છે. વ્યવER : विशेषप्रतिपादनपरो व्यवहारनयः ।
- ભાવાર્યશ્રી મનયરિઃ સામાન્યનો નિરાસ કરવાપૂર્વક વિશેષને જ આ નય માને છે. સામાન્ય અર્થક્રિયાના સામર્થ્યથી રહિત હોવાથી સકલ લોકવ્યવહારના માર્ગે આવી શકતું નથી. વ્યવહારનય કહે છે : “વવાથઝિયાવર તવેવ પરમાર્થ' તે જ પરમાર્થદષ્ટિએ સત્ છે, કે જે અર્થક્રિયાકારી છે. સામાન્ય અર્થક્રિયાકારી નથી માટે તે સત્ નથી.
આ નય લોકવ્યવહારને અનુસરે છે. જે લોક માને તે આ નય માને. જેમ લોકો ભ્રમરને કાળો કહે છે. વાસ્તવમાં ભ્રમર પાંચ વર્ણવાળો હોય છે, છતાં કૃષ્ણ વર્ણ સ્પષ્ટ રીતે ઉપલબ્ધ થાય છે તેથી લોકો ભ્રમરને કાળો કહે છે. વ્યવહારનય પણ ભ્રમરને કાળો કહે છે!
સ્કૂલ લોકવ્યવહારનું અનુસરણ કરનાર આ નય દ્રવ્ય-પર્યાયના વિભાગને અપારમાર્થિક માને છે ત્યારે તે વ્યવહારભાસ કહેવાય છે. ચાર્વાકદર્શન આ વ્યવહારાભાસમાંથી જન્મેલું છે.
१४०. सत्ताऽद्वैतं स्वीकुर्वाणः सकल विशेषान् निराचक्षाणः संग्रहाभासः।
- जैन तर्कभाषा
For Private And Personal Use Only
Page #549
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાનસાર
૧૪
૪૯૬ નુસૂત્ર : "प्रत्युत्पन्नग्राही ऋजुसूत्रो नयविधिः ।
-आचार्य श्री मलयगिरिः જે અતીત છે તે વિનષ્ટ હોવાથી અને જે અનાગત છે તે અનુત્પન્ન હોવાથી ન તો તે બંને અર્થ-ક્રિયા સમર્થ છે, ન તે પ્રમાણના વિષય છે. જે કંઈ છે તે વર્તમાનકાલીન વસ્તુ જ છે - ભલે તે વર્તમાનકાલીન વસ્તુનાં લિંગ-વચન ભિન્ન હો.
અતીત-અનાગત વસ્તુ નથી, તેવી રીતે જે પરકીય વસ્તુ છે તે પણ પરમાર્થથી અસતું છે, કારણ કે તે આપણા કોઈ પ્રયોજનની નથી.
ઋજુસૂત્ર ના નિક્ષેપોમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેય નિક્ષેપને માને છે.
માત્ર વર્તમાન પર્યાયને માનનાર, સર્વથા દ્રવ્યનો અપલાપ કરનાર ઋજુસૂત્રાભાસ' નય છે. બૌદ્ધદર્શન જુસૂત્રાભાસમાંથી પ્રગટેલું દર્શન છે. तभेदेन तस्य तमेव समर्थ यमानः। પદ્ધ :
આ નયનું બીજું નામ “સામ્પત' નય છે. આ નય પણ ઋજુસૂત્રની જેમ વર્તમાનકાલીન વસ્તુ જ માને છે, અતિત-અનાગત વસ્તુને નથી માનતો. વર્તમાનકાલીન પરકીય વસ્તુને પણ નથી માનતો.
નિક્ષેપોમાં માત્ર ભાવનિક્ષેપને જ માને છે. નામ, સ્થાપના અને દ્રવ્ય-આ ત્રણ નિક્ષેપને માનતો નથી.
એવી રીતે લિંગ અને વચનના ભેદથી વસ્તુનો ભેદ માને છે, અર્થાત્ એકવચન વાચ્ય “ગુરુ” નો અર્થ જુદો અને બહુવચન વાચ્ય “ગુરવ' નો અર્થ જુદો! એવી રીતે પંલિંગ અર્થ નપુંસકલિંગથી વાચ્ય નહીં અને સ્ત્રીલિંગથી પણ વાચ્ય નહીં. નપુંસકલિંગ-અર્થ પુલિંગ-વાચ્ય નહીં કે સ્ત્રીલિંગ-વાઓ નહીં. એમ સ્ત્રીલિંગ માટે પણ સમજવું.
આ નય અભિન્ન લિંગ-વચનવાળા પર્યાય શબ્દોની એકાર્થતા માને છે. १४१. साम्प्रतमुत्पन्न प्रत्युत्पन्नमुच्यते, वर्तमानमिति। - आवश्यकसूत्र टीकायाम्
For Private And Personal Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નયવિચાર
૪૯૭ અર્થાત ઇન્દ્ર-શુક્ર-પુરન્દર...વગેરે શબ્દો કે જેમનાં લિંગવચન સમાન છે, તે શબ્દોની એકાર્થતા માને છે. તેના અર્થ ભિન્ન ભિન્ન માનતો નથી. शब्दाभिधाय्यर्थप्रतिक्षेपी शब्दनयाभासः ।
___ - जैन तर्कभाषा શબ્દાભિધેય અર્થનો પ્રતિક્ષેપ (અપલાપ) કરનાર નય શબ્દ નયાભાસ કહેવાય છે. समभिरूढ :
શબ્દનય અને સમભિરૂઢ નયમાં એક ભેદ છે. શબ્દનય અભિન્ન લિંગવચનવાળા પર્યાય શબ્દોની એકાર્થતા માને છે; જ્યારે સમભિરૂઢ નય પર્યાય શબ્દોની ભિન્નાર્થતા માને છે. શબ્દના વ્યુત્પત્તિ-અર્થને જ માને છે. 'पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन समभिरूढः ।'
__ - जैन तर्कभाषा આ નય પર્યાયભેદે અર્થભેદ માને છે. પર્યાય શબ્દોના અર્થમાં રહેલા અભેદની ઉપેક્ષા કરે છે. ઈન્દ્ર, શક, પુરન્દર વગેરે શબ્દોના અર્થ ભિન્ન ભિન્ન કરે છે. દા.ત. રુન્ધનારેન્દ્ર, શવનચ્છ, પૂરતુ પુરદ્ર.. વગેરે.
"એકાન્તતઃ પર્યાય શબ્દોના અર્થમાં રહેલા અભેદની ઉપેક્ષા કરનાર નય મિાનય, નયાભાસ કહેવાય છે. પર્વમૂત : 'शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाविष्टमर्थवाच्यत्वेनाभ्युपगच्छन्नेवम्भूत;।'
___ - जैन तर्कभाषा તે તે શબ્દના તે તે વ્યુત્પત્તિ-અર્થ મુજબ ક્રિયામાં પરિણત પદાર્થ, તે તે શબ્દથી વાચ્ય બને.
દા.ત. નૌઃ (ગાય) શબ્દનો પ્રયોગ ત્યારે જ સત્ય કહેવાય કે જ્યારે તે ગમનક્રિયામાં પ્રવૃત્ત હોય, કારણ કે, નૌઃ (ગાય) શબ્દની વ્યુત્પત્તિ અર્થ છે :
છતતિ : ગાય ઊભી હોય કે બેઠી હોય ત્યારે તેના માટે જોર (ગાય) १४२. पर्यायध्वनिनामभिधेयनानात्वमेव कक्षीकुर्वाणः समभिरूढाभासः |
- जैन तर्कभाषा
For Private And Personal Use Only
Page #551
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૮
શનિસારે શબ્દનો પ્રયોગ ન થઈ શકે, એમ આ નય માને છે.
આ રીતે નય ક્રિયામાં અપ્રવૃત્ત વસ્તુને શબ્દથી અવાચ્ય માનતો હોવાથી મિથ્યાદૃષ્ટિ છે. ‘क्रियानाविष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपन्नेवंभूताभासः।'
• जैन तर्कभाषा ક્રિયામાં અપ્રવૃત્ત શબ્દ-વાચ્ય નથી, એમ કહેનાર આ નય એવંભૂતાભાસ છે.”
આ પ્રમાણે સાત નયોનું સ્વરૂપ સંક્ષેપથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસાવાળા મનુષ્ય ગુરુગમથી જિજ્ઞાસા પૂર્ણ કરવી. निश्चयनय-व्यवहारनय : 'तात्त्विकाम्युपगमपरस्तु निश्चयः।'
- जैन तर्कभाषा નિશ્ચયનય તાત્ત્વિક અર્થનો સ્વીકાર કરે છે. ભ્રમર ને આ નય પંચ વર્ણનો માને છે. પાંચ વર્ષના પગલોથી તેનું શરીર બનેલું હોવાથી ભ્રમર તાવિક દૃષ્ટિએ પાંચ વર્ણનો છે, અથવા તો નિશ્ચયનયની પરિભાષા આ પ્રમાણે પણ કરાય છે “સર્વનયનતાર્થપ્રાણી નિય?' સર્વનયોને અભિમત અર્થને ગ્રહણ કરનાર નિશ્ચયનય છે.
પ્રશ્ન : સર્વનય-અભિમત અર્થને ગ્રહણ કરતાં તે “પ્રમાણ' કહેવાશે. નયત્વનો વ્યાધાત નહીં થાય?
ઉત્તર : નિશ્ચયનય સર્વનય-અભિમત અર્થને ગ્રહણ કરે છે છતાં તે તે નયને અભિમત સ્વ-અર્થની પ્રધાનતાનો સ્વીકાર કરે છે, માટે તેનો અર્ભાવ પ્રમાણ” માં નહિ થાય.
તોદ્ધાર્થીનુવાવરો વ્યવહારના આ લોકમાં પ્રસિદ્ધ અર્થનું અનુસરણ કરનાર વ્યવહારનય છે. જેમાં લોકોમાં ભ્રમર કાળો કહેવાય છે, તો વ્યવહારનય પણ ભ્રમરને કાળો માને છે, અથવા “નયમતીર્થગ્રાફી વ્યવહાર:” કોઈ એક નયના અભિપ્રાયને અનુસરનાર વ્યવહારનય કહેવાય છે.
For Private And Personal Use Only
Page #552
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૯
નયવિચાર ज्ञाननय-क्रियानय :
જ્ઞાનમાત્રાધાન્યાખ્યુપામપરા જ્ઞાનનયા ' માત્ર જ્ઞાનની પ્રધાનતા માનનાર જ્ઞાનનય કહેવાય છે.
ક્રિયામાત્રાધાન્યગ્રુપમપરા રિયાનયE |' – માત્ર ક્રિયાની પ્રધાનતાને સ્વીકારનાર ક્રિયાનય કહેવાય છે. ઋજુસૂત્રાદિ ચાર નય ચારિત્રરૂપ ક્રિયાની જ પ્રધાનતા માને છે, કારણ કે ક્રિયા જ મોક્ષ પ્રતિ અવ્યવહિત કારણ છે. “શૈલેશી” ક્રિયા પછી તુરંત જ આત્મા સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે.
નગમ, સંગ્રહ અને વ્યવહાર-આ ત્રણ નયો યદ્યપિ જ્ઞાનાદિ ત્રણેયને મોક્ષનું કારણ માને છે, પરંતુ ત્રણના સમુદાયને નહિ, પરંતુ જ્ઞાનાદિને ભિન્ન ભિન્ન રીતે મોક્ષના કારણ તરીકે સ્વીકારે છે. જ્ઞાનાદિ ત્રણથી જ મોક્ષ થાય, તેવો નિયમ આ નયો માનતા નથી. જો એમ માને તો તે “નય” “નય' ન રહે! નયનો વ્યાધાત થઈ જાય.
આ છે જ્ઞાનનય-ક્રિયાનયનું સંક્ષિપ્ત સ્વરૂ૫.
-
-
-
For Private And Personal Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir खाचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर कीबा तीर्थ Acharya Sri Kailasasaga suri Gyanmandir Si Mahavir Jain Araghana kendra Koba Tirth, Gandhinagar 382 007 (GU) INDIA Website: www.kobatirth.org E-mail:gyanmandirtelkobatirth.org ISBN 81-89177-16-8 For Private And Personal Use Only