________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
જ્ઞાનસાર
વચનથી ભિન્ન, કાયાથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્મા છે'-આ રીતે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ જાણવું અને શ્રદ્ધા કરવી... સર્વ જીવો માટે સુલભ નથી. કોઈ મહાત્મા જ આવું ભેદજ્ઞાન પ્રાપ્ત કરે છે.
सुदपरिचिताणुभूता सव्वस्स वि कामभोगबंधकहा। गत्तस्सुवलंभो वरिण सुलभो विभत्तस्स ||४ ॥
समयसार
‘કામભોગની કથા કોના સાંભળવામાં નથી આવી? કોના પરિચયમાં નથી આવી? કોના અનુભવમાં નથી આવી? અર્થાત્ એ તો સુલભ છે, પરંતુ શરીરાદિથી ભિન્ન આત્માની એકતા સાંભળવામાં નથી આવી... પરિચયમાં નથી આવી, અનુભવમાં નથી આવી... માટે તે દુર્લભ છે.'
-
કામ-ભોગની કથા તો અનંતવાર સાંભળી, હૃદયમાં જચાવી અને જીવનમાં તેનો અનુભવ પણ કર્યો. વિશ્વવિજેતા સમ્રાટ મોહના પ્રભાવમાં એ જ સુલભ હતું... દુર્લભ હતું માત્ર ભેદજ્ઞાન! વિશુદ્ધ આત્માના એકત્વનું સંગીત ત્યાં કાને જ પડતું ન હતું...
For Private And Personal Use Only
ભેદજ્ઞાન કરવા માટે અન્તરાત્મદશા પ્રાપ્ત કરવી જોઈએ. તે માટે પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે વિરક્તિ અને એ વિષયોનો ત્યાગ કરતા જવું જોઈએ. વિષયો તરફ જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી મન બાહ્ય ભાવોમાં ૨મતું રહે છે; આત્મા તરફ મન વળતું નથી. વિષયોના ત્યાગની સાથે કષાયોનો ઉપશમ કરવો તેટલો જ અનિવાર્ય છે. કષાયોમાં સંતપ્ત મન જડચેતનના ભેદને સમજવા કે અનુભવવા સમર્થ બનતું નથી. વિષયોનો રાગ ઘટતાં કષાયોનો તાપ પણ શમવા માંડે છે. કષાયો મંદ પડતાં તત્ત્વ તરફ દૃષ્ટિ જાય છે અને તત્ત્વ પર શ્રદ્ધા પેદા થાય છે. જીવ-અજીવાદિ નવ તત્ત્વ ૫૨ શ્રદ્ધા થયા પછી વિશેષરૂપે જીવાત્માના સ્વરૂપ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે. જીવના ક્ષમાદિ ગુણો પર દ્વેષ ૨હેતો નથી. અર્થાત્ ક્ષમાદિ ગુણોથી જીવન ઉજ્વલ બનાવવાની તમન્ના જાગે છે. તે માટે અણુવ્રતો અને મહાવ્રતોનું ગ્રહણ અને આસેવન કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ આવે છે જેમ જેમ એ વૃત્તિ અને પ્રવૃત્તિ દૃઢ બનતી જાય છે તેમ તેમ મોહવાસનાઓ ભાગવા માંડે છે. તેથી મોહજન્ય પ્રમાદની વૃત્તિ-પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે.
આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે ‘ભેદજ્ઞાન' કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ભેદજ્ઞાનની કથા એને પ્રિય લાગે છે. ભેદજ્ઞાનની પ્રેરણા આપનારા