________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક
૧૬૧
સદ્ગુરુઓનો સત્સંગ કરવાનો ગમે છે. જે ભેદજ્ઞાની નથી તેમના પ્રત્યે અદ્વેષ રહે છે અને આ રીતે જ્યારે તેને ભેદજ્ઞાનનો અનુભવ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે ત્યારે તેને એક મહાન દુર્લભ વસ્તુની પ્રાપ્તિ થયાનો અંતરંગ આનંદ પ્રાપ્ત થાય છે.
ભેદજ્ઞાનની વાસનાથી વાસિત બનવાની જરૂર છે. તેથી મનના ઘણા ક્લેશો અને વિક્ષેપો દૂર થઈ જશે, જીવનની ઘણી સમસ્યાઓ ઊકલી જશે, અપૂર્વ પ્રસન્નતા અનુભવમાં આવશે.
शुद्धेऽपि व्योम्नि तिमिराद् रेखाभिर्मिश्रता तथा ।
विकारैर्मिश्रता भाति तथाऽत्मन्यविवेकतः । । ३ । ।११५ ।।
અર્થ : જેમ સ્વચ્છ એવા આકાશમાં પણ તિમિર રોગથી નીલ, પીત વગેરે રેખાઓ વડે મિશ્રપણું ભાસે છે, તેમ આત્મામાં અવિવેકથી વિકારો વડે મિશ્રપણું ભાસે છે)
વિવેચન : આકાશ સ્વચ્છ...શુદ્ધ છે, પરંતુ આકાશને જોનાર મનુષ્યની આંખમાં ‘તિમિર’ રોગ છે. રોગયુક્ત દૃષ્ટિથી તેને આકાશમાં લાલપીળી...ભાતભાતની રેખાઓ દેખાય છે... તે બોલી ઊઠે છે : જુઓ, આકાશ કેવું ચિત્ર-વિચિત્ર ભાસે છે!’
‘નિશ્ચયનય’થી. આત્મા નિર્વિકાર, નિર્મોહ...વીતરાગ...ચૈતન્યસ્વરૂપ છે પરંતુ એ આત્માને જોનારની આંખમાં ક્રોધાદિ વિકારોનો રોગ છે! ક્રોધાદિ વિકારોથી યુક્ત અવિવેકી દૃષ્ટિથી તેને આત્મામાં કામ... ક્રોધ... લોભ... મદ... મત્સર વગેરે રેખાઓ દેખાય છે, તે પોકાર કરે છે : ‘જુઓ, આત્મા કામી,ક્રોધી વિકારવંત ભાસે છે...!'
નિશ્ચયનય આ રીતે આપણને આપણા મૂળભૂત સ્વરૂપનું દર્શન કરાવી, આપણામાં અનાદિ કાળી ભરેલી, આપણા પોતાના વિશેની હીન ભાવનાને ફેંકી દેવાની પ્રેરણા કરે છે. આપણે સાચે જ આપણી જાતને દીન-હીનઅપંગ-પરાશ્રયી સમજી લીધી છે. જેમ કોઈ પરદેશી શાસનના દમનચક્ર નીચે કચડાઈ રહેલી ગામડાની પ્રજામાં દીનતા-હીનતા-પરાધીનતાની ભાવના જોવા મળે છે... તેઓ તે સ્થિતિમાં જ જાણે સંતોષ માનીને જીવન પૂર્ણ ક૨વા ચાહતા હોય છે, પરંતુ કોઈ ક્રાન્તિકારી તેમની પાસે પહોંચી જાય અને તેમને ભાન કરાવે : પ્યારા પ્રજાજનો, તમે એમ ન સમજો કે તમારું આ જ વાસ્તવિક જીવન છે! તમને પણ એક નાગરિક તરીકેના સંપૂર્ણ અધિકારો
For Private And Personal Use Only