________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
જ્ઞાનસાર
છે, તમે પણ એક સ્વતંત્ર જીવન જીવવાનો હક્ક ધરાવો છો. એ જ તમારું વાસ્તવિક જીવન છે. આ તો તમારા ૫૨ વિદેશી સત્તા દ્વારા ઠોકી બેસાડવામાં આવેલું જીવન છે. તમે ખુશહાલ જીવન જીવી શકો છો...'
કર્મોની જુલ્મી સત્તા નીચે કચડાઈ રહેલા જીવો, કર્મો દ્વારા ઠોકી બેસાડવામાં આવેલા સ્વરૂપને પોતાનું સ્વરૂપ સમજી બેઠા છે! કર્મોના અનુશાસનને પોતાનું અનુશાસન સમજી લીધું છે...દીનતા, હીનતા અને પરાધીનતાની ભાવના રગેરગમાં વ્યાપ્ત થઈ ગઈ છે... ત્યાં પરમ ક્રાન્તિકારી પરમાત્મા જિનેશ્વર દેવ હાકલ કરે છે :
‘જીવાત્માઓ, આ તમારું વાસ્તવિક સ્વરૂપ નથી. તમારો અધિકાર છે સંપૂર્ણ સ્વતંત્ર જીવન જીવવાનો. તમે શુદ્ધ છો, બુદ્ધ છો, નિરંજન છો. અખંડ અને અવ્યય છો, અજર અને અમર છો... તમે તમારા મૂળભૂત સ્વરૂપને સમજો. કર્મોની પરાધીનતામાં પેદા થતી દીનતા-હીનતાને ફગાવી દો. તમને જે રોગ... શોક... જરા... મૃત્યુ... વગેરે દેખાય છે, તે તો કર્મોએ તમારી દૃષ્ટિમાં કરેલા વિકાર-અંજનને લીધે દેખાય છે. તમે મરતા નથી... તમે જન્મતા નથી... તમને કોઈ રોગ નથી... તમને કોઈ દુ:ખ નથી... તમે અજ્ઞાની નથી... તમે મોહી નથી... તમે શરીરધારી નથી...' આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી મુક્તિની નિકટતા થાય છે.
आत्मज्ञानफलं ध्यानमात्मज्ञानं च मुक्तिदम् ।
आत्मज्ञानाय तन्नित्यं यत्नः कार्यो महात्मना ।।
अध्यात्मसार
નિરંતર આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ એમ આત્માને જાણી લો. બાકી કંઈ જ જાણવાનું રહેતું નથી! આત્મજ્ઞાન માટે જ નવતત્ત્વોનું જ્ઞાન મેળવવાનું છે. આત્મા ન જાણ્યો તેણે કંઈ નથી જાણ્યું. કર્મકૃત વિકૃતિનો આત્મામાં આરોપ કરીને જ ભીષણ ભવસમુદ્રમાં અજ્ઞાની જીવો ભટકે છે. માટે ભેદજ્ઞાન-આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે.
.
यथा योधैः कृतं युद्धं स्वामिन्येवोपचर्यते ।
शुद्धात्मन्यविवेकेन कर्मस्कन्धोर्जितं तथा । । ४ । ।११६ । ।
For Private And Personal Use Only
અર્થ : જેમ યોદ્ધાઓએ કરેલું યુદ્ધ રાજા વગેરેમાં જ આરોપાય છે, તેમ અવિવેક વડે કર્મસ્કંધનું પુણ્યપાપરૂપ ફળ શુદ્ધ આત્મામાં (આરોપાય છે.)