________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક
૧૫૯ રસ, ગંધ અને વર્ણથી હું ભિન્ન હોવાથી પરમાર્થથી હું સદા અરૂપી છું.'
આત્માનાં અસાધારણ લક્ષણોને નહિ જાણતો અત્યંત વિમૂઢ મનુષ્ય તાત્ત્વિક આત્માને જાણતા નથી અને “પર”ને આત્મા માની લે છે! કર્મને આત્મા માની લે છે! કર્મસંયોગને આત્મા સમજી લે છે!... કર્મજન્ય અધ્યવસાયોને આત્મા માની લે છે! કોઈ વળી કર્મવિપાકને આત્મા કહી દે છે! પરંતુ આ બધાં જ ભાવો પુદ્ગલ દ્રવ્યના પરિણામથી નિષ્પન્ન છે, તેને જીવ કેવી રીતે કહેવાય? આઠે પ્રકારનાં કર્મ પુદ્ગલમય છે, એમ જિનેશ્વર ભગવંતે કહ્યું છે : 'अट्ठविहं पि य कम्मं सव्वं पुग्गलमयं जिणा बिंति'।
- “સમયસર'-૪૫ કર્મથી.. કર્મના પ્રભાવોથી આત્માની ભિન્નતાનું જ્ઞાન કરવા માટે મુનિએ હંસવૃત્તિવાળા બનવું જોઈએ. હંસ જેવી રીતે પાણી-દૂધના મિશ્રણમાંથી દૂધને ગ્રહણ કરી પાણીને ત્યજી દે છે, તેવી રીતે મુનિ પણ કર્મ-જીવના મિશ્રણમાંથી જીવને ગ્રહણ કરી કર્મને ત્યજી દે. તે માટે જીવનાં અસાધારણ લક્ષણોને તે જાણે અને એ રીતે જીવનું શ્રદ્ધાન કરે.
એ રીતે ભેદજ્ઞાનનો વિવેક જ્યારે મુનિમાં આવે છે, ત્યારે તે મહાન આત્માનંદને અનુભવે છે. રાગાદિ દોષોનો ઉપશમ થઈ જાય છે અને ચિત્ત પ્રસન્ન બની જાય છે.
देहात्माद्यविवेकोऽयं सर्वदा सुलभो भवे।
भवकोट्यापि तद्भेदविवेकस्त्वति दुर्लभः ।।२।११४ ।। અર્થ : સંસારમાં હમેશાં શરીર અને આત્મા વગેરેનો અવિવેક સુખેથી પ્રાપ્ત થઈ શકે એવો છે, પરંતુ) કોટિ જન્મ વડે પણ તેનું ભેદજ્ઞાન અત્યંત દુર્લભ છે.
વિવેચન સંસારમાં રહેલા જીવો શરીર અને આત્માના અભેદની વાસનાથી વાસિત જ છે. આ અભેદ-વાસનાનો અવિવેક જીવો માટે દુર્લભ નથી, સુલભ છે. દુર્લભ તો છે ભેદપરિજ્ઞાન. ક્રોડ ક્રોડ ભવોમાં પણ ભેદજ્ઞાન-રૂપ વિવેક દુર્લભ છે.
સંસારમાં જીવો બિચારા શરીરથી ભિન્ન કોઈ “આત્મતત્ત્વ' છે, એવું જાણતા પણ નથી. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ પણ જાણતા નથી, તો આત્માનું શુદ્ધ જ્ઞાનમય સ્વરૂપ તો જાણવાની વાત જ ક્યાં રહી? “મનથી ભિન્ન,
For Private And Personal Use Only