________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
જ્ઞાનસાર માલવપતિ મુંજને હાથીના પગ નીચે કચડાઈને મરવું પડ્યું, કોના લીધે? મૃણાલિનીની ખાતર, કે જે સ્વાધીન ન હતી, પરાધીન હતી. એની સ્પૃહા જાગી ગઈ.. દુનિયામાં જે કોઈ પાપ મનુષ્ય આચરી રહ્યો છે, તેના મૂળભૂત કારણ તરીકે પરપદાર્થની સ્પૃહા રહેલી છે. દુનિયામાં પાપાચરણો ઓછાં તો જ થવાનાં, જો મનુષ્ય પરાધીન સુખોની સ્પૃહા ઓછી કરતો જશે. પ્રાપ્ત પુદ્ગલ-સુખો પણ પર-આધીન જ છે, તે પણ વાધીન નથી. તેના પર પણ એવું મમત્વ ન હોવું જોઈએ કે એ સુખો ચાલ્યાં જાય અને મનુષ્ય રડી પડે!
નિઃસ્પૃહ મહાત્મા તે માટે મહા સુખી છે. તેણે પર-આધીન સુખોની સ્પૃહા ત્યજી દીધી હોય છે. કોઈ એવાં સુખ આપવા આવે તો પણ તે સ્વીકારતા નથી. પોતાની પાસે અતિઅલ્પ પર આધીન પદાર્થો હોય છે, તેના પર પણ એ મમત્વ કરતા નથી. એ ચાલ્યાં જાય... અરે, શરીર પણ ચાલ્યું જાય, યોગી સુખનો અનુભવ કરે છે!
परस्पृहा महादुःखं निःस्पृहत्त्वं महासुखम् ।
एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ।।८।।९६ ।। અર્થ : પરની આશા-લાલસા કરવી તે મહા દુઃખ છે અને નિઃસ્પૃહપણું તે મહા સુખ છે, એ સંક્ષેપથી સુખ અને દુઃખનું લક્ષણ કહ્યું છે.
વિવેચનઃ સુખ અને દુઃખની પરિભાષાઓ કરવામાં જો ભૂલ થઈ જાય છે તો મનુષ્ય સુખને દુઃખ માની લે છે, દુઃખને સુખ માની લે છે. પરિણામે અશાંતિ, ક્લેશ અને સંતાપમાં ઉદ્વિગ્ન બની જાય છે. પ્રાયઃ કરીને મનુષ્ય બાહ્ય પદાર્થોના સંયોગ-વિયોગને સુખ-દુઃખ માની લે છે. સુખ-દુઃખ આપનાર તરીકે પણ બાહ્ય દુનિયાના કોઈ જડ, ચેતન પદાર્થને માની રહ્યો છે.. અને તેથી તેના ચિત્તનું સમાધાન થતું નથી. | સુખ અને દુઃખ મનની ધારણાઓ છે, કલ્પનાઓ છે. હજુ બાહ્ય દુનિયાના કોઈ પદાર્થની પ્રાપ્તિ ન થઈ હોય, પરંતુ એની સ્પૃહા જ્યાં જાગી ગઈ, ત્યાં દુઃખનો પ્રારંભ થઈ જાય છે. “જ્યાં જ્યાં પરસ્પૃહા ત્યાં ત્યાં દુઃખ,' “જ્યાં પરસ્પૃહા નહિ ત્યાં દુઃખ નહિ' - આ સિદ્ધાંતમાં નથી આવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવદોષ. મનુષ્ય પોતાના જીવન પર દષ્ટિપાત કરવો જોઈએ. જો એના જીવનમાં કોઈ દુઃખ છે, તો તેણે તપાસવું જોઈએ કે એ દુઃખ ક્યાંથી ૫. જુઓ પરિશિષ્ટ.
For Private And Personal Use Only