________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિ:સ્પૃહતા
૧૨૭ ભૂમિ પર શયન કરે, ભલે તે ભિક્ષાવૃત્તિથી ભોજન કરે, ભલે તે જર્જરિત વસ્ત્ર ધારણ કરે અને ભલે તે અરણ્યમાં નિવાસ કરે! છતાં તે સહુ લોકોથી એ મહા સુખી છે કે જેઓ સોનાના પલંગ પર બિછાવેલા મુલાયમ બિછાના પર શયન કરે છે, જેઓ પ્રતિદિન મનમાન્યાં પરસનાં ભોજન કરે છે, જેઓ બહુમૂલ્ય રેશમી, ટેરેલિન અને નાયલોનનાં વસ્ત્ર પહેરે છે અને જેઓ વિશાળ, સંપૂર્ણ અનુકૂળતાવાળા બંગલામાં નિવાસ કરે છે.
કારણ કે નિ:સ્પૃહ યોગી એવું જીવન પસંદ કરે છે કે જેમાં તેને પરપદાર્થોની ઓછામાં ઓછી આવશ્યકતા પડે. પરપદાર્થોની સ્પૃહા જેટલી ઓછી, એટલું જ સુખ વધારે! સૂવા માટે એક પથ્થરની શિલા.. ખાવા માટે એક વાર લૂખું-સૂકું થોડું ભોજન... શરીર ઢાંકવા માટે જીર્ણ-શીર્ણ બે-ત્રણ કપડાંના ટુકડા... રહેવા માટે વિશાળ વન! બસ, યોગીની માયા-મૂડી ગણો તો આટલી. એને કદાચ સ્પૃહા થાય તો આટલી અને ક્યારેક દુ:ખ સતાવી જાય તો આટલી રડી-ખડી સ્પૃહાને કારણે.
બિચારો ચક્રવર્તી! મૂઢ દુનિયા ભલે એને સુખી સમજે, પરંતુ દુનિયામાં સર્વાધિક સ્પૃહાની ભયાનક આગમાં સળગતો ચક્રવર્તી ક્યારેય અંતરાત્માનું સુખ અનુભવી શકતો નથી. તેની પાસે કોઈ સ્વાધીન સુખ હોતું નથી. ભોજન રસોઈયાઓને પરાધીન, વસ્ત્રો નોકરોને આધીન, નાચગાન નૃત્યાંગનાઓને આધીન, ભોગવિલાસ રાણીઓને આધીન... કોઈ પણ સુખ એને જોઈતું હોય તો તેણે બીજાની સામે જોવું પડે. બીજાઓની ખુશી પર એનું સુખ નિર્ભર! છેવટે પુણ્યકર્મને આધીન તો ખરું જ!
પરનિરપેક્ષ સુખનો અનુભવ, એ વાસ્તવિક સુખાનુભવ છે. પરસાપેક્ષા સુખનો અનુભવ, એ ભ્રામક સુખાનુભવ છે. પરસાપેક્ષ સુખ ઈચ્છાનુસાર પ્રાપ્ત થતું નથી, ઈચ્છાનુસાર ટકતું નથી. જીવની ઈચ્છા સુખ છોડવાની ન હોય છતાં એ ચાલ્યું જાય છે.. ત્યારે જીવ અપાર દુઃખ અનુભવે છે.. અને પુનઃ એ સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. એટલું જ નહિ, પણ પરાધીન સુખની સ્પૃહા જ્યારે તીવ્ર બને છે, ત્યારે તે પાપ-પુણ્યના ભેદ ભૂલી જાય છે. એ સુખને મેળવવા તે ઘોર પાપ આચરવા પણ તૈયાર થઈ જાય છે. સીતાના સંભોગનું મેળવવાની તીવ્ર સ્પૃહા રાવણના મનમાં જાગી ગઈ. એ સ્પૃહાએ સીતાનું અપહરણ કરાવ્યું. અંતે લંકાનું પતન અને કરોડો વિદ્યાધરોનો વિનાશ થયો. રાવણ નરકમાં પહોંચી ગયો.
For Private And Personal Use Only