________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨.
જ્ઞાનસાર કરવા માટે દોડી આવ્યો, ત્યારે મહામુનિએ શું કર્યું હતું? શું તેમણે કહ્યું હતું: રાજન, તમે કોનો વધ કરવા આવ્યા છો? તમે મને જાણો છો? પ્રતિષ્ઠાનપુરના મદનબ્રહ્મકુમારને તમે નથી ઓળખતા? તમને ખબર નથી કે કુમારે રાજ્ય ત્યજી શ્રમણપણું સ્વીકાર્યું છે? શું તમે નથી જાણતા કે હું તમારો સાળો છું?”
આ રીતે પોતાનું રાજવંશીપણું પોતાનો ત્યાગ... રાજા સાથેનો સંબંધ.. વગેરે તેમણે કેમ પ્રગટ ન કર્યું? પૂર્ણ સંભવ હતો કે જો આ બધું પ્રગટ કરી દેત તો રાજા તલવાર ત્યજી દઈ મહામુનિનાં ચરણોમાં ઝૂકી પડત. પરંતુ મહામુનિ નિઃસ્પૃહ હતા. તેમણે પરપુદ્ગલભાવોથી પોતાની ઓળખાણ આપવી પસંદ ન કરી, પરંતુ ખોદવામાં આવેલા ખાડામાં ઊભા રહી, રાજાના તલવારના પ્રહારને સહન કરવાનું પસંદ કર્યું... એ રીતે એ નિઃસ્પૃહ મુનિએ સિદ્ધિને પ્રાપ્ત કરી લીધી.
પોતાના મુખે જ પોતાના ગૌરવને ગાવું, પોતાની જ જુબાને પોતાની સમાજ-પ્રતિષ્ઠાની સ્તવના કરવી અને પોતાની જ વાણી દ્વારા પોતાનાં કુળ, વંશ અને નામની જાહેરાત કરવી.... એ નિઃસ્પૃહ મુનિના જીવનમાં ન દેખાય, અને જો દેખાય તો મુનિના જીવનમાંથી નિઃસ્પૃહતા પરવારી ગઈ એમ સમજવું જોઈએ. પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિની સ્પૃહા સાધકને આત્મભાવની પ્રાપ્તિ થવા દેતી નથી.... સાધક, નામનો સાધક રહી જાય છે. સાધકતા મરી પરવારે છે. પ્રતિષ્ઠા-પ્રસિદ્ધિની સ્પૃહા કદી પણ તૃપ્ત થતી નથી. એ વધતી જ જાય છે... જિંદગીના અંતિમ શ્વાસપર્યત એને તૃપ્ત કરવાનો પુરુષાર્થ ચાલુ રહે છે, પરિણામે અનાત્મરતિ દૃઢ બને છે, આત્મા અનાત્મરતિની વાસના લઈ પરલોકે પ્રયાણ કરે છે.
નિઃસ્પૃહ બનવા માટે સ્વ-પ્રતિષ્ઠા અને સ્વ-પ્રસિદ્ધિને પોતાના મુખે પ્રકાશિત ન કરવી, એ એક સુન્દર ઉપાય છે. નિઃસ્પૃહતા માટે આ એક અનિવાર્ય શર્ત પણ છે!
भूशय्या भक्षमशनं जीर्णं वासो गृहं वनम् ।
तथाऽपि निःस्पृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम् ।।७।।९५ ।। અર્થ : સ્પૃહારહિત મુનિને પૃથિવીરૂપ શયા, ભિક્ષાથી મળેલ ભોજન, જૂનું વસ્ત્ર અને અરણ્યરૂપ ઘર છે), તો પણ આશ્ચર્ય છે કે તેમને) ચક્રવર્તીથી પણ અધિક સુખ છે. વિવેચન : નિઃસ્પૃહ મહાત્મા વિશ્વનો સર્વાધિક સુખી મનુષ્ય છે. ભલે તે
For Private And Personal Use Only