________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિઃસ્પૃહતા
૧૨૫ જાય છે. વાસ્તવમાં હલકો મનુષ્ય તો સમુદ્રને તરી જાય! વળી હલકી ચીજને વાયુ ખેંચી જાય છે, જ્યારે સ્પૃહાવંતને વાયુ ખેંચી જતો નથી! કારણ? સ્પૃહાવંત હલકો વજનથી નહિ, પરંતુ વ્યક્તિત્વથી બની જાય છે. સ્પૃહાવંતને વાય શા માટે લઈ જાય? વાયુ પણ વિચારે છે : “આ ભિખારીને હું લઈ જઈશ તો મારી પાસે વારંવાર ભીખ માગશે.' એટલે એ લઈ જતો નથી.
યાદ રાખો કે સ્પૃહા કરવામાં તમે દુનિયાની નજરે હલકા લાગો છો. એ હલકાઈ તમને ભવસમુદ્રમાં ડુબાડી દેશે.
गौरवं पौरवन्द्यत्वात् प्रकृष्टत्वं प्रतिष्ठया ।
ख्याति जातिगुणात् स्वस्य प्रादुष्कुर्यान्न निस्पृहः ।।६।।९४ ।। અર્થ : સ્પૃહારહિત મુનિ નગરવાસીઓથી વંદન કરવા યોગ્ય હોવાથી મોટાઈને, પ્રતિષ્ઠા વડે સર્વોત્તમપણાને, પોતાના ઉત્તમ જાતિગુણથી પ્રસિદ્ધિને પ્રગટ ન કરે.
વિવેચન : અનાત્મરતિ-પુદ્ગલરતિને જે શ્રમણે તિલાંજલિ આપી દીધી તે શ્રમણ શું પગલભાવો પર રચાયેલા ગૌરવ.... પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિને ચાહે? પોતે તેને પ્રગટ કરે? નગરવાસી મનુષ્યોનાં ભક્તિપૂર્ણ અભિનંદન... રાજા-મહારાજા અને સત્તાધીશ સજ્જનો દ્વારા અપાયેલી વ્યાપક માન્યતા.. ઉત્તમ વંશ...મહાન જાતિ અને વિશાળ કુટુંબ દ્વારા પેદા થતી પ્રસિદ્ધિ... આ બધું મહામના મુનિની દૃષ્ટિમાં કંઈ જ મહત્ત્વ ધરાવતાં નથી, એ બધાં તરફ બ્રહ્મમસ્ત મહાત્માની દૃષ્ટિ નિર્મમ અને નિઃસ્પૃહ હોય છે.
નગરવાસીઓની પ્રશંસા-સ્તવના અને વંદનાના માધ્યમથી મુનિ પોતાનું ગૌરવ માનતો નથી. તેના મન પર તેની કોઈ જ અસર થતી નથી. રાજામહારાજાઓ અને સત્તાધીશોની દુનિયામાં ગવાતી તેની ગુણગાથા પર નિઃસ્પૃહ યોગી પોતાની ઉચ્ચતાનો ખ્યાલ ધરાવતો હોતો નથી. દેશ-દેશાંતરમાં આબાલગોપાલના મુખે લેવાતા તેના નામ પર તેનું હૃદય ખુશી અનુભવતું નથી... આ બધું તેનું મન “પરભાવ-પુદ્ગલભાવ' સમજતું હોય છે. પુદ્ગલ ભાવમાંથી તેનું મન ઊઠી ગયેલું હોય છે, પછી તેમાં આનંદ કેવી રીતે અનુભવે?
અરે, એટલું જ નહિ, દુનિયામાં ફેલાયેલી કીર્તિ-પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિના એ ક્યારેય સ્વ-સુખ માટે, સ્વ-રક્ષા માટે ઉપયોગ પણ કરતા નથી. કારણ કે તે શરીર અને શરીરના સુખથી પણ નિઃસ્પૃહ હોય છે. જ્યારે કંચનપુરનો નરેશ હાથમાં તલવાર લઈ, રોષથી ધમધમતો મહામુનિ ઝાંઝરિયાનો વધ
For Private And Personal Use Only