________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
રાનસાર મુનિના જીવનનું પતન કરનાર સ્પૃહાની કાળી કથા શું તમે નથી જાણતા? કોશ્યા જેવી મગધનૃત્યાંગનાની ચિત્રશાળામાં જઈને હું પણ ચાતુર્માસ કરીશ.” આવા મિથ્યા આત્મવિશ્વાસને લઈ તેઓ કોશ્યાના દ્વારે આવ્યા. કશ્યાની કમનીય કોમળ કાયાનું પ્રથમ દર્શન.. કોશ્યાના કંઠના મધુર શબ્દનું પ્રથમ શ્રવણ. બસ, સિંહગુફાવાસીનું સિહત્વ પલાયન થઈ ગયું!... “અનાત્મરતિ” સફાળી જાગી ગઈ...સ્પૃહા તેને સહારે દોડી આવી.. સિંહગુફાવાસી મુનિ કોશ્યાની સુકોમળ કાયાની સ્પૃહાના વિષથી વ્યાપ્ત થઈ ગયા. પ્રગાઢ અરણ્યો પર અને હજારો વન્ય પશુઓ પર આધિપત્ય ધરાવનાર વનરાજોની સામે મહાન સાત્ત્વિક બનીને.. મેરુસદશ નિખૂકંપ બનીને ચાર-ચાર મહિના સુધી દઢ ઊભા રહેનાર મુનિ, કોશ્યાની સામે તણખલાથીય હલકા બની ગયા! આકડાના રૂથી પણ હલકા બની ગયા. ત્યારે જ તો કશ્યાના કટાક્ષના એક વાયુઝપાટામાં મુનિ નેપાળમાં જઈ પડ્યા! કોશ્યાના કટાક્ષનો વાયુ તેમને નેપાળમાં ઉડાડી ગયો, કારણ કે વિષયોની સ્પૃહાએ મુનિમાં રહેલા સંયમદૃઢતાના વજનને તોડી નાખી મુનિને તણખલા જેવા હલકા બનાવી દીધા હતા.
આષાઢાભૂતિના પતનમાં પણ “સ્પૃહાની જ કારમી કરામત કામ કરી ગઈ હતી. “મોદકની સ્પૃહા! ઇન્દ્રિયના વિષયની સ્પૃહા.... એ સ્પૃહા એમને વારંવાર અભિનેતાને ઘેર ખેંચી ગઈ. અભિનેત્રીઓના પરિચયમાં લઈ ગઈ... ~હાએ પોતાનું ક્ષેત્ર વિસ્તાર્યું... મોદકની સ્પૃહાનો વિસ્તાર થયો... મદભરી માનિનીઓની સ્પૃહા જામી ગઈ... સ્પૃહાનો તોફાની વાયુ શરૂ થયો... મુનિ આષાઢાભૂતિનો હલકો થઈ ગયેલો જીવડો ઊડ્યો અને નટડીઓના ઘરમાં જઈ પટકાઈ પડ્યો! એક તણખલાની જેમ સ્પૃહાના વાયુમાં તે ભટકવા લાગ્યો!
ગમે તેવો તોફાની વાયુ મેરુને કંપાવી શકતો નથી...હિમાદ્રિનાં શિખરોને પ્રકમ્પિત કરી શકતો નથી, તેવી રીતે જે મહાત્માઓનો આત્મભાવ મેરુવ નિશ્ચલ હોય છે... સ્પૃહાનો વાયુ તેમને અસ્થિર કરી શકતો નથી. સ્પૃહા તેમના અંતસ્તલમાં પ્રવેશ જ કરી શકતી નથી. હા, સ્પૃહા જો અંતસ્તલમાં પ્રવેશી જાય તો અંદરની લોહશક્તિ સદશ આત્મપરિણતિ નષ્ટ થતાં વાર ન લાગે, અને જ્યાં એ મહાન શક્તિ નષ્ટ થઈ ગઈ, ત્યાં વાયુના સખત સપાટાઓ તેને ક્ષણમાં ભૂશરણ કરી દે.
સ્પૃહાવંત મનુષ્ય “હલકો' બની જાય છે. છતાં એ સંસારસમુદ્રમાં ડૂબી
For Private And Personal Use Only