________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિઃસ્પૃહતા
૧૨૩
છે, સમ્યગ્ જ્ઞાનની સ્પૃહા જાગે છે, સંયમનાં ઉપકરણોની સ્પૃહા જાગે છે, સંયમમાં સહાયક સાધુઓની અભિલાષા રહે છે. શાસન રક્ષાની ઈચ્છા રહે છે...સમગ્ર જીવોના કલ્યાણની ભાવના રહે છે... મોક્ષપ્રાપ્તિની ઝંખના જાગે છે... આ બધી સ્પૃહાઓ ઉપાદેય છે, કારણ કે તેના મૂળમાં આત્મરતિ છે.
જેના મૂળમાં અનાત્મરતિ છે, તેવી ઇચ્છાઓ, સ્પૃહાઓ કે અભિલાષાઓ, ભલે તે દેખાવમાં તપ, ત્યાગ અને સંયમની હોય, જ્ઞાન અને ધ્યાનની હોય, ભક્તિ અને સેવાની હોય, પરંતુ તે હેય-ત્યાજ્ય છે. ‘હું તપ કરીશ તો મારું સન્માન થશે... હું જ્ઞાની બનીશ તો મારી પૂજા થશે... હું સેવા-ભક્તિ કરીશ તો મને શાબાશી મળશે...' આવી બધી સ્પૃહાઓના મૂળમાં અનાત્મરતિ છે...માટે તેવી સ્પૃહાઓ ન કરવી જોઈએ; તેવી સ્પૃહાઓને મનમાંથી હાંકી કાઢવી જોઈએ. તે માટે સાધકે કોઈ પણ સ્પૃહા મનમાં જાગતાં એ વિચારવું જોઈએ કે આ સ્પૃહાથી અનાત્મતિ તો પોષાતી નથી ને?’ આત્મસાક્ષીએ આ વિચારવું જોઈએ. જ્યાં સુધી આ વિચારવામાં નહિ આવે, ત્યાં સુધી અનાત્મરતિ-ચંડાલણીના સંગે સ્પૃહા, આત્મઘરને બરબાદ કરી દેશે. ભૂતકાળની બરબાદી પણ આને લીધે જ થઈ છે.
તમારી વિદ્વત્તા... આરાધકતા... સાધકતા આ વાત પર નિર્ભર છે, કે તમે અનાત્મરતિ સમેત સ્પૃહાને મન-ઘરમાંથી બહાર હાંકી કાઢો છો યા નહિ. જો કાઢી મૂકો છો તો જ તમે વિદ્વાન, આરાધક અને સાધક છો... નહિતર નહીં.
स्पृहावन्तो विलोक्यन्ते लघवस्तृणतूलवत् ।
महाश्चर्यं तथाप्येते मज्जन्ति भववारिधौ । । ५ । । ९३ ।।
અર્થ : સ્પૃહાવાળા તણખલા અને આકડાના રૂની પેઠે હલકા દેખાય છે, તો પણ તેઓ સંસારસમુદ્રમાં ડૂબે છે, તે માટે આશ્ચર્ય છે.
વિવેચન : યાચના...ભીખ... એ મનુષ્યનું નૈતિક પતન કરે છે... કોઈ એક વિષયની સ્પૃહા જાગી ગયા પછી તેને પ્રાપ્ત કરવા માટે દીનતા કરવી, ભીખ માંગવી... યાચના કરવી તે સાધનાસંપન્ન સાધુ માટે ઉચિત નથી. અહીં સાધુને ઉદ્દેશીને પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સાધુએ સ્પૃહાવંત ન બનવું જોઈએ.
શ્રી સ્થૂલભદ્રજીની સ્પર્ધા કરવા માટે કોશ્યાના ઘેર જનારા સિંહગુફાવાસી
For Private And Personal Use Only