________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
રાનસાર निष्कासनीया विदुषा स्पृहा चित्तगृहाद् बहिः ।
अनात्मरतिचाण्डालीसंगमङ्गीकरोति या ।।४।।९२ ।। અર્થ : વિદ્વાન માટે મનરૂપી ઘરમાંથી તૃષ્ણા બહાર કાઢી મૂકવા યોગ્ય છે, જે તૃષ્ણા આત્માથી ભિન્ન પુદ્ગલમાં રતિરૂપ ચંડાલણીનો સંગ અંગીકાર કરે છે. - વિવેચન : સ્પૃહા અને અનાત્મરતિ, બંનેનો ગાઢ સંબંધ છે. સ્પૃહાને અનાત્મરતિ વિના ન ચાલે અને અનાત્મરતિને સ્પૃહા વિના ન ચાલે! પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ અહીં સ્પૃહાને ઘર બહાર કાઢી મૂકવા સલાહ આપે છે, તેનું કારણ બતાવે છે : સ્પૃહા અનાત્મરતિનો સંગ કરે છે! અર્થાતુ પૃહાને ઘર બહાર કાઢી મૂકવી જોઈએ, કારણ કે તે અનાત્મરતિના સંગે ચઢેલી છે.
સ્પૃહા કહે છે : મારો શો ગુનો છે કે મને ઘર બહાર કાઢી મૂકો છો? ઉપાધ્યાયજી : તું “અનાત્મરતિ ની સંગત કરે છે માટે. સ્પૃહા ! એ તમારું શું બગાડે છે?
ઉપાધ્યાયજી : તમે બંને ભેગાં થઈ “આત્મરતિ’ કે જે અમારા ઘરની રાણી છે, સુશીલ છે, ઘરનો આધાર છે, તેને દુઃખી કરી રહ્યાં છો, તેનું અસ્તિત્વ મિટાવી દેવા ઉતાવળાં થયાં છો. હા, તું અનાત્મરતિનો સંગ છોડી દઈ, આત્મરતિનો સંગ કરી લે તો તું આનંદપૂર્વક અમારા ચિત્ત-મંદિરમાં રહી શકે છે. પરંતુ પેલી ચંડાલણીનો મોહ તારે છોડવો પડશે!
અનાત્મરતિ એટલે જડ રતિ...પુદ્ગલાનંદ, જડ પદાર્થોનું આકર્ષણ થયા પછી એ પદાર્થોમાં જે સુખની કલ્પના થાય છે અને એ કલ્પનામાં જે અનેક પ્રકારની મધુરતાનો ભાસ થાય છે, તે અનાત્મરતિ છે. એ અનાત્મરતિને જો સવિચારોથી...તત્ત્વચિંતનથી રોકવામાં નથી આવતી તો અનાત્મરતિ જે પદાર્થોને લઈને જાગી હોય છે, તે જ પદાર્થો પાછળ સ્પૃહા દોડે છે, અર્થાત્ અનાત્મરતિ જ આગળ વધીને સ્પૃહાનું રૂપ ધારણ કરી લે છે. ત્યારે તે સ્પૃહા આત્મામાં એક વિસ્ફોટ પેદા કરી દે છે.
અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે સ્પૃહાની એકાંત હેયતાનો ઈન્કાર કરી તેની ઉપાદેયતા પણ બતાવી. અનાત્મરતિમાંથી પ્રગટેલી સ્પૃહા હેય છે, આત્મરતિમાંથી પ્રગટેલી સ્પૃહા ઉપાદેય છે!
આત્માના ઉત્થાનની અભિલાષા પ્રગટ થયા પછી સદ્ગુરુની સ્પૃહા જાગે
For Private And Personal Use Only