________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિઃસ્પૃહતા
૧૨૧ સૌંદર્યની સ્પૃહા.. બસ, દિન-રાત કોઈને કોઈ સ્પૃહાનું ઝેર.. એ ઝેરના કુવારા ઊડતા જ રહે છે.. પછી સ્વસ્થતા, સાત્ત્વિકતા અને શૌર્ય ક્યાંથી પ્રગટે? છતાં મનુષ્ય સ્પૃહા કરે છે... કર્યું જ જાય છે...! દુ:ખ, ત્રાસ, ખેદ, અશાંતિ વગેરે સેંકડો બૂરાઈઓ પ્રગટ થઈ જવા છતાં એ સ્પૃહા કરવાની આદતને છોડતો નથી! જાણે એણે સમજી લીધું છે કે જીવન સ્પૃહા કર્યા વિના જિવાય જ નહિ; ત્યાં સુધી સ્પૃહી કરવી જ રહી! ભલે અમુક અંશમાં આ વાત સત્ય હોય.
પરંતુ સ્પૃહાની મર્યાદા શું ન થઈ શકે? તીવ્ર સ્પૃહાથી શું જીવ મુક્ત ન થઈ શકે? થઈ શકે. જો તે જ્ઞાનમાર્ગનો સહારો લે, તો વિષયોની લાલસાને તે કાબૂમાં રાખી શકે. જ્ઞાનમાર્ગનો સહારો લેવો એટલે જડ અને ચેતનના ભેદનું યથાર્થ જ્ઞાન હોવું, સ્પૃહાજન્ય અશાંતિની અકળામણ હોવી, સ્પૃહાની પૂર્તિથી પ્રાપ્ત થનાર સુખો પ્રત્યે ઉદાસીનતા હોવી.
હું આત્મા...ચૈતન્યસ્વરૂપ છું...સુખપૂર્ણ છું. મારે અને જડ-પૌદ્ગલિક પદાર્થો વચ્ચે કોઈ સંબંધ નથી. મારે શા માટે એની સ્પૃહા કરવી?”
જડ પદાર્થોની સ્પૃહા કરવા છતાં ચિત્ત અશાંત બને છે. સ્વભાવમાંથી પરભાવમાં જવાય છે. સ્પૃહા કરવા જતાં પદાર્થો જ્યારે મળતા નથી, ત્યારે હિંસા, જૂઠ, ચોરી વગેરે પાપો દ્વારા એ સ્પૃહાને પૂર્ણ કરવાના અધ્યવસાય થાય છે. અશાંતિ તીવ્ર બની જાય છે...માટે એવા જડ પદાર્થોની સ્પૃહાથી સર્યું...”
સ્પૃહા પૂર્ણ થઈ જાય છે તો પ્રાપ્ત થયેલા પદાર્થો પર ગાઢ આસક્તિ થઈ જાય છે; તેના સંરક્ષણ માટે ચિંતાઓ જાગે છે... આત્માના જ્ઞાનાદિ ગુણોની રક્ષા કરવાનું વિસરાઈ જાય છે; અરે, વ્યવહારમાં જરૂરી એવા નીતિ ન્યાયસદાચાર-ઉદારતા વગેરે ગુણો પણ લુપ્ત થઈ જાય છે. વળી, એક સ્પૃહા પૂર્ણ થઈ કે બીજી અનેક સ્પૃહાઓ જાગી જાય છે. અને તે પૂર્ણ કરવા જતાં પૂર્વપ્રાપ્ત સુખનો ઉપભોગ પણ થઈ શકતો નથી...આમ નિરંતર સ્પૃહાઓ જાગ્યા કરે અને જીવ એને પૂર્ણ કરવાની વેઠ કર્યા કરે. ન શાંતિ, ન પ્રસન્નતા અને ન આત્મગુણોનો આવિર્ભાવ.. આ રીતે અનેક જ્ઞાનદૃષ્ટિઓ ખૂલી જાય તો વિષવેલાડીઓ સુકાઈ ગયા વિના ન રહે. માટે અહીં કહ્યું કે જ્ઞાન-રૂપી દાતરડા વડે સ્પૃહારૂપી વિષવેલડીઓને કાપી નાખો!
For Private And Personal Use Only