________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
જ્ઞાનસાર છે. જીવનમાં જેમ બને તેમ પરપદાર્થોની આવશ્યકતા ઓછી જ રાખવી. પરપદાર્થોની વિપુલતામાં પોતાની મહત્તા યા મૂલ્યાંકન ન કરવું. પરપદાર્થોની
અલ્પતામાં પોતાની મહત્તા સમજવી. » નિઃસ્પૃહ આત્માઓનો પરિચય વિશેષ રાખવો. નિ:સ્પૃહ યોગીશ્વરોનાં
જીવનચરિત્રોનું વારંવાર પરિશીલન કરવું. એ આવશ્યક પદાર્થો (ગોચરી-પાણી-ઉપથિ-વસ્ત્ર-પાન-વગેરે...) ની પણ
એટલી સ્પૃહા ન કરવી કે જેની પાછળ દીનતા કરવી પડે. કદાચ ન મળે તો તેના વિના ચલાવી લેવાનું તપોબળ કેળવવું જોઈએ, સહનશક્તિ કેળવવી જોઈએ.
छिन्दन्ति ज्ञानदात्रेण स्पृहाविषलतां बुधाः ।
मुखशोषं च मूर्छा च दैन्यं यच्छति यत्फलम् ।।३।।११।। અર્થ : જે લાલસારૂપ વિષલતાનાં ફળ-મુખનું સુકાવું, મૂચ્છ અને દીનતા આપે છે તે સ્પૃહારૂપ વિષવેલીને અધ્યાત્મજ્ઞાની પંડિત પુરુષો જ્ઞાનરૂ૫ દાતરડા વડે છેદે છે.
વિવેચન : અહીં “સ્પૃહા” ને વિષવેલડીની ઉપમા આપવામાં આવી છે. સ્પૃહા એટલે વિષવેલડી. એ વિષવેલડી આત્મભૂમિ પર અનાદિ કાળથી ફાલીફૂલી છે...આત્મભૂમિના પ્રદેશ પ્રદેશે આ વિષવેલાડીઓ જુદાજુદા રંગે ફેલાઈ ગયેલી છે. એ વિષવેલાડીઓ પર ભિન્ન ભિન્ન સ્વાદનાં અને ભિન્ન ભિન્ન રૂપ-રંગવાળાં ફળો આવે છે, પરંતુ તે ફળોનો પ્રભાવ એકસમાન હોય છે. પૌલિક પદાર્થોની સ્પૃહા અહીં અભિપ્રેત છે. અનુકૂળ પદાર્થોની સ્પૃહા જ્યારે જાગે ત્યારે સમજવું કે વિષવેલડી ખીલી ઊઠી! એ સ્પૃહા જ્યારે તીવ્ર બનશે ત્યારે મનુષ્ય વારંવાર મૂછિત બની જશે, મુખ સુકાઈ જશે. ચહેરા પર સફેદાઈ આવી જશે... શબ્દોમાં દીનતા વરતાશે અને જીવનનું આંતરિક પ્રસન્ન સંવેદન લુપ્ત થતું જણાશે. | ઋહા.. ~હાની કોઈ મર્યાદા છે? ના. સ્પૃહાનું વિષ આત્માના પ્રદેશ પ્રદેશ વ્યાપ્ત થઈ ગયું છે. આત્મા વિષમય બની ગયો છે... એક ભયંકર સર્પનું રૂપ તેણે ધારણ કર્યું છે. મનુષ્યદેહધારી ભયાનક સપોનું વિષ સંપૂર્ણ વિશ્વને મૂચ્છિત...નિઃસત્ત્વ અને પામર બનાવી રહ્યું છે. ધન-સંપત્તિની સ્પૃહા, રૂપ-રમણીઓની સ્પૃહા, માન-સન્માન અને ઇજ્જતની સ્પૃહા, રૂપ અને
For Private And Personal Use Only