________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિઃસ્પૃહતા
૧૧૯
દીનતા ક૨વામાં કંઈ બાકી રાખ્યું? હાથ જોડીને દીન શબ્દોમાં તેણે ભોગની ભીખ માંગી...વર્ષો સુધી સીતાની સ્પૃહામાં તે તડપતો રહ્યો અને અંતે એમાં જ નાશ પામ્યો. સ્પૃહાનો એ સ્વભાવ જ છે કે તે જીવ પાસે દીનતા કરાવે, આજીજી કરાવે, પ્રાર્થના-યાચના કરાવે. મુનિ કદી પણ પ૨પદાર્થોની સ્પૃહામાં તણાય નહિ, જે જે મુનિ તણાયા તેમને કેવા દીન-હીન યાચક બનવું પડ્યું તે શું અજાણ્યું છે? વસ્ત્ર-પાત્ર-ઉપધિ-માન-સન્માન...કોઈ ચીજની સ્પૃહા ન જોઈએ. સ્પૃહાની તીવ્રતા થતાં મનુષ્ય પુણ્ય-પાપના ભેદ ભૂલી જાય છે, પોતાનું સ્થાન અને ભૂમિકા ભૂલી જાય છે. ‘હું કોણ? મારાથી આવી રીતે હાથ જોડી શિર ઝુકાવી...દીનતાભર્યા શબ્દોમાં યાચના ન કરાય.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્પૃહારહિત મુનિરાજ જ અનંતજ્ઞાન-કેવળજ્ઞાનને પાત્ર છે. જે અનંતજ્ઞાનનો અધિકારી છે, તે શું પુદ્ગલોની સ્પૃહા કરે? સોનાના ઢગલા એને માટીના ઢેર દેખાય. સુંદરીઓના સમૂહ એને હાડકાં અને માંસના પિંડ દેખાય. જગતને તૃણવત્ ગણી જગતથી નિઃસ્પૃહ રહેનાર યોગી પરમ બ્રહ્મનો આનંદ અનુભવે છે, પરમ આત્મસ્વાતંત્ર્યની મસ્તી અનુભવે છે. આવી નિઃસ્પૃહતા સુધી પહોંચવા માટે નીચેના ઉપાયોનો જીવનમાં પ્રયોગ કરવો જોઈએ : * ‘મારી પાસે બધું જ છે. મારો આત્મા સુખથી પરિપૂર્ણ છે...મારે કોઈ વાતની કમી નથી, જેવું સર્વોત્તમ સુખ મારા આત્મામાં છે, દુનિયામાં તેવું સુખ ક્યાંય નથી... તો પછી એની સ્પૃહા શા માટે કરું?' - આ ભાવનાથી પ્રતિદિન આત્માને ભાવિત કરવો જોઈએ.
* ‘જે પદાર્થની સ્પૃહા કરું છું... મન તેની પાછળ ભટકે છે. પરમાત્મધ્યાનમાં કે શાસ્ત્રસ્વાધ્યાયમાં મન વિક્ષિપ્ત રહે છે... તે પદાર્થ મળવો તો પુણ્યાધીન છે...પુણ્યોદય ન હોય તો ન મળે, પરંતુ એની પાછળ સ્પૃહા કરવાથી મન મિલન બને છે, પાપબંધ થાય છે...માટે એવી પ૨પદાર્થોની સ્પૃહાથી સર્યું...' આ વિચારથી મનનું વલણ ફેરવવું જોઈએ.
-
* ‘જો હું પરપદાર્થોની સ્પૃહા કરીશ તો જેની પાસે એ પદાર્થો હશે તેની મારે ગુલામી કરવી પડશે... એની આગળ દીનતાપૂર્વક યાચના કરવી પડશે... યાચના કરવા છતાં નહિ મળે તો રોષ યા રુદન થશે. મળી જશે તો રાગ અને રિત થશે...! આ બધામાં આત્મા અને પરમાત્માની વિસ્મૃતિ થઈ જશે... તેથી સંયમની આરાધના શિથિલ થઈ જશે અને ભવમાં ભટકવાનું બનશે.’ આ રીતે નુકસાનને વિચારીને સ્પૃહાની વાસના નિર્મૂલ કરવાની.
For Private And Personal Use Only