________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર ધનાવહ અને રુક્મિણી આકર્ષી ન શક્યા. હા, મહામુનિએ આત્મસ્વભાવનું એવું ઐશ્વર્ય રુક્મિણીને બતાવી દીધું કે રુક્મિણી સંસારના માયાવી ઐશ્વર્યથી અલિપ્ત બની ગઈ અને આત્મસ્વભાવના ઐશ્વર્યને પ્રાપ્ત કરવા પુરુષાર્થશીલ બની.
આત્મ સ્વભાવનું ઐશ્વર્ય જે મુનિને આકર્ષતું નથી, તે મુનિ પુલનાં અધમ ઐશ્વર્ય તરફ આકર્ષાઈ જાય છે અને મુનિપણાને કલંકિત કરી દે છે. દીનતાની દર્દભરી ચીસો... આત્મપતનના ધ્વંસકારી આઘાતો અને વૈષયિક વલોપાતના ધકકાઓથી તે ઢળી પડે છે. નટડીઓ પાછળની આષાઢાભૂતિની વિવશતા, અરણિક મુનિનું રૂપસુન્દરી પાછળનું ઉદ્દીપ્ત વાસનાઓનું નૃત્ય, સિંહગુફાવાસી મુનિની કોશ્યાવેશ્યા પાછળની સંયમ-વિસ્મૃતિ... આ બધું શું હતું? આત્મસ્વભાવના ઐશ્વર્યની સરાસર વિસ્મૃતિ અને ભૌતિક... પાર્થિવ ઐશ્વર્યની આકાંક્ષાઓ. વૈષયિક ઐશ્વર્યની વાસનાએ અને વિલાસિતાએ એમને અશક્ત કરી મૂક્યા... અશક્ત બનેલા તેઓ વિશ્વના ગુલામ બની ગયા. પુનઃ આત્મસ્વભાવના ઐશ્વર્યનું ભાન થયું અને નિઃસ્પૃહતાની દિવ્યશક્તિ પ્રગટ થઈ ગઈ.. ગુલામી ફગાવી દીધી અને મહારાજા' બની ગયા.
परस्पृहा महादुःखं निःस्पृहत्त्वं महासुखम् ।
एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ।। પરપુગલની સ્પૃહા એ જ મહાદુઃખ છે. નિઃસ્પૃહતામાં મહાસુખ છે. મુનિ જેટલો નિઃસ્પૃહ, તેટલો તે સુખી!
संयोजितकरैः के के प्रार्थ्यन्ते न स्पृहावहैः ।
अमात्रज्ञानपात्रस्य निःस्पृहस्य तृणं जगत् ।।२।।९।। અર્થ : હાથ જોડેલા છે, તેમણે એવા સ્પૃહાવાળા પુરુષો વડે કોણ કોણ પ્રાર્થના કરતા નથી? અપરિમિત જ્ઞાનના પાત્ર એવા નિઃસ્પૃહ મુનિને તો સર્વ જગત તૃતુલ્ય છે.
વિવેચન : સ્પૃહાની સાથે દીનતાની સગાઈ છે. જ્યાં કોઈ પરપુદ્ગલની સ્પૃહા હૃદયમાં આવી, દીનતા એની પાછળ જ પ્રવેશ કરે છે. સ્પૃહા અને દિીનતા અનંતશક્તિસંપન્ન આત્માની શક્તિ હરી લે છે અને ભવની ગલીઓમાં ભટકતો ભોગનો ભિખારી બનાવી દે છે. રાવણના હૃદયમાં પરસ્ત્રીની સ્પૃહા જાગી ગઈ... સીતાનાં ચરણોમાં
For Private And Personal Use Only