________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિઃસ્પૃહતા
૧૧૭ स्वभावलाभात् किमपि प्राप्तव्यं नावशिष्यते।
इत्यात्मैश्वर्यसम्पन्नो निःस्पृहो जायते मुनिः ।।१।।८९ ।। અર્થ : આત્મસ્વભાવની પ્રાપ્તિથી બીજું કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય બાકી રહેતું નથી; એમ આત્માના ઐશ્વર્યથી યુક્ત સાધુ સ્પૃહારહિત થાય છે.
વિવેચન : “હે આત્મનુ! તારે શું પ્રાપ્ત કરવું છે? શાનાં અરમાન કરીકરીને તું દોડી રહ્યો છે? શાની ઝંખનાઓ નિરંતર તારા અંતઃકરણને કોરી રહી છે? શું તારે સોનું-રૂપું અને રત્નોના ઢગલા જોઈએ છે? શું તારે ગગનચુંબી મહેલાતો જોઈએ છે? શું તારે રૂપસુન્દરીઓનાં વૃન્દમાં મહાલવું છે? શું તારે યશ-કીર્તિનાં સર્વોચ્ચ શિખરો હાંસલ કરવાં છે? ભલા, છોડી દે આ બધા કોડ, આ બધાં કોડ કરવામાં મજા નથી.. શાંતિ નથી... સ્વસ્થતા નથી.
માની લે, કે આ બધું તને મળી ગયું... મળી ગયા પછી તું સુખી બની જઈશ એમ? શું તું એમ માને છે કે એ બધું મળી ગયા પછી સદૈવ તારી પાસે જ રહેશે? એવી મિથ્યા ભ્રમણામાં ન રહીશ. એ બધું જ ચંચળ-અસ્થિર અને વિનાશી છે. ભૂતકાળમાં અનંત વાર એ બધું પ્રાપ્ત કર્યું.. છતાં દરિદ્રનો દરિદ્ર જ રહ્યો! હવે તો એવું પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર, કે એક વાર પ્રાપ્ત કર્યા પછી જાય જ નહિ! જે અવિનાશી છે, જે અક્ષય છે, જે અચલ છે, એ પ્રાપ્ત કરી લે. એ છે સ્વભાવ-આત્માનો.
તું દઢ નિશ્ચય કરી લે : “મારે આત્મસ્વભાવની પ્રાપ્તિ કરવી છે. એ સિવાય મારે કંઈ જોઈતું નથી. વિશ્વસામ્રાજ્યનું ઐશ્વર્ય માટે જોઈતું નથી... મારે તો આત્મસ્વભાવનું ઐશ્વર્ય જોઈએ છે.' આ દઢ નિશ્ચય પર મુનિ નિઃસ્પૃહ બને છે. નિઃસ્પૃહતાની શક્તિથી મુનિ વિશ્વવિજેતા બને છે; વિશ્વનું કોઈ સૌન્દર્ય અને આકર્ષી શકતું નથી, લોભાવી શકતું નથી; અશક્ત બનાવી શકતું નથી. મારે બીજું કંઈ જોઈતું નથી. મારે તો આત્મસ્વભાવ જોઈએ!” આત્મસ્વભાવ સિવાય બીજી કોઈ જ સ્પૃહા જેને નથી, તેનું ઐશ્વર્ય અદ્વિતીય હોય છે.
મહામુનિ વજસ્વામીનાં ચરણોમાં શ્રેષ્ઠી ધનાવહે કરોડો સોનૈયાની થેલીઓ ઠાલવી દીધી... ...રૂપરંભા રુક્મિણીએ પોતાનું રૂપ-યૌવન સમર્પણ કરી દીધું... પરંતુ મહામુનિ તો આત્મસ્વભાવના આકાંક્ષી હતા.. એમને ન હતી. સોનૈયાની સ્પૃહા કે ન હતી રૂપ-યૌવનની કામના. એમના અંતઃકરણને
For Private And Personal Use Only