________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧
પરિગ્રહ-ત્યાગ
ચારિત્ર પણ લઈ લે, છતાં તે અપરિગ્રહી નથી બનતો. આપ્યંતર પરિગ્રહની ગાંઠ જેમની તેમ રહે છે.
બાહ્ય-આત્યંતર પરિગ્રહનો ત્યાગી નિર્મમ-નિરહંકાર બની આત્માનન્દની પૂર્ણતામાં પોતાને પૂર્ણ સમજે છે. બાહ્ય પદાર્થોથી કદાપિ પૂર્ણ બનવા તે વિચારતો નથી. બાહ્ય પદાર્થોના સંયોગમાં તો તે પોતાની જાતને અપૂર્ણ સમજે છે. માટે તે બાહ્ય પદાર્થોનો ત્યાગ કરી, મનમાંથી પણ એના રાગને ભૂંસી નાખે છે.
બાહ્ય ૩૨ ક્રોડ સોનૈયા અને ૩૨ સ્ત્રીઓના પરિગ્રહનો તૃણવત્ ત્યાગ કરી અને આત્યંતર રાગદ્વેષનો ત્યાગ કરી વૈભારિગિર પર ધ્યાનમાં રહેતા એ ધન્ના અણગારની જ્યારે સમવસરણમાં ભગવાન મહાવીરે પ્રશંસા કરી ત્યારે એ સમવસરણમાં બેઠેલા દેવ-દેવેન્દ્રો અને માનવો, પશુઓ અને પંખીઓ... કોણ એ મહાયોગી ધન્ના અણગારને નહોતું નમી પડ્યું? અરે, મગધસમ્રાટ શ્રેણિક તો વૈભારગિરિના પથ્થરો ઠેકતા ઠેઠ એ અણગારનાં દર્શન માટે દોડી ગયા હતા, અને એ મહાઋષિના દર્શન કરી એમનાં ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દીધું હતું! આજે પણ ‘અનુત્તરોપપાતિક સૂત્ર' એ વાતની ગવાહી દેતું ઊભું છે. બાહ્ય-અત્યંતર પરિગ્રહના ત્યાગી એ અણગારના ચરણે ત્રણેય ભુવને પ્રણામ કર્યા હતા..ને આજે આપણે પણ કરીએ છીએ.
ચિત્તની ૫૨મ શાન્તિ, આત્માની પવિત્રતા અને મોક્ષમાર્ગની આરાધના, પરિગ્રહત્યાગ પર અવલંબે છે. પરિગ્રહમાં નિરંતર વ્યાકુળતા છે, વેદના છે અને પાપપ્રચુરતા છે.
चित्तेऽन्तर्ग्रन्थगहने बहिर्निर्ग्रन्थता वृथा ।
त्यागात् कञ्चुकमात्रस्य भुजगो न हि निर्विषः । । ४ । । १९६ । ।
અર્થ : અંતરંગ પરિગ્રહથી વ્યાકુળ મન છે, તો બાહ્ય નિગ્રન્થપણું ફોગટ છે, કારણ કે માત્ર કાંચળી છોડવાથી સર્પ વિષરહિત થતો નથી.
વિવેચન : હા, ભલે તમે વસ્ત્રપરિવર્તન કર્યું; ભલે તમે ઘર ત્યજી ઉપાશ્રય કે ધર્મશાળામાં જઈ બેઠા, ભલે તમે કેશમુંડન કરાવવાનું ત્યજી કેશવુંચન કરાવવા માંડ્યું, ભલે ધોતિયું કે પાટલૂન પહે૨વાનું છોડી તમે ‘ચોલપટ્ટક’ પહેરવા માંડ્યો, પગરખાં છોડી ખુલ્લા પગે ચાલવા માંડ્યું... પરંતુ તેથી મનની વ્યાકુળતા, વિવશતા કે અસ્થિરતા દૂર નહીં થાય.
For Private And Personal Use Only