________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩oo.
જ્ઞાનસાર કરે છે, ત્યાગ કરીને જે નિર્મમ અને નિરહંકાર બની આ પૃથ્વીતલ પર વિચરે છે. આવો ત્યાગી યોગી જ વંદનીય છે, જેને વંદવાથી, સેવવાથી કર્મનો ક્ષય થાય, દોષોનો નાશ થાય, ગુણોનો આવિર્ભાવ થાય.
ધન-સંપત્તિ વગેરે બાહ્ય પરિગ્રહ છે. મિથ્યાત્વ-અવિરતિ વગેરે આવ્યંતર પરિગ્રહ છે.
આ બંને પરિગ્રહનો ત્યાગ યોગી તૃણની જેમ કરે, કચરાની જેમ કરે... ઘરમાંથી કચરો બહાર ફેંકી દેનારને કચરાના ત્યાગનો ગર્વ નથી હોતો... ફેંકી દેવા જેવી વસ્તુ ફેંકી દીધી; તેના પર ગર્વ શાનો? જેમ કચરો સંગ્રહ કરવાની વસ્તુ નથી, તેમ પરિગ્રહ સંગ્રહ કરવાની વસ્તુ નથી. એ ત્યાગ કરવા યોગ્ય વસ્તુ છે... કચરો સમજીને ત્યજી દીધેલા પદાર્થો તરફ પુનઃ આકર્ષણ થતું નથી કીમતી સમજીને ત્યજી દીધેલા પદાર્થો તરફ પુનઃ પુનઃ આકર્ષણ-મમત્વ થયા વિના રહેતું નથી.
લાખો કરોડોનો વૈભવ ત્યજી દીધો... મેં વિશાળ પરિવારનું સુખ ત્યજી દીધું...મહાન ત્યાગ કર્યો છે!' જો આ વિચાર આવ્યો તો સમજવું કે તૃણવત્ ત્યાગ નથી કર્યો. આ રીતે કરેલા ત્યાગની પાછળ ઉદાસીનતા નથી આવતી, ત્યાગી કદીય પોતાને ત્યાગનાં ગાણાં ન ગાય, અરે! મનમાં ય પોતાના ત્યાગનું મહત્ત્વ ન આંકે.
શાલિભદ્ર ૩૨ સ્ત્રીઓનો અને નિત્ય-નવી નવ્વાણું પેટીઓનો ત્યાગ કર્યો... તૃણવતુ એ ત્યાગ હતો.. તો વૈભારગિરિ પર વંદનાર્થે આવેલી માતા અને સ્ત્રીઓના સામે પણ ન જોયું.. ઉદાસીનતાને ધારણ કરી સનતકુમારે ચક્રવતપણાનો ત્યાગ કર્યો. છ મહિના સુધી પાછળ પાછળ આવતાં માતાપિતા અને લાખો રાણીઓ સામે ફરીને નજર પણ ન કરી! ઉદાસીનતાને ધારણ કરતા આગળ વધ્યા.
બાહ્ય પરિગ્રહના ત્યાગ સાથે આવ્યંતર પરિગ્રહનો ત્યાગ થવો જોઈએ. તો જ ઉદાસીનતા આવે..નિર્મમભાવ પ્રગટે. જો આત્યંતર પરિગ્રહ-મિથ્યાત્વ અને કષાયને ફેંકી ન દીધા તો પુન: બાહ્ય પરિગ્રહની લાલસા જાગવાની.. એટલું જ નહીં, મનુષ્યજીવનના પરિગ્રહ કરતાં અનંત ઘણો દૈવી સુખોનો પરિગ્રહ મેળવવાની તૃષ્ણા જાગવાની.
મનુષ્યજીવનનાં સુખોનો ત્યાગ કરી, દેવલોકનાં સુખો મેળવવા માટે
For Private And Personal Use Only