________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિગ્રહ-ત્યાગ
૨૯૯ મહારાજ આવા પરિગ્રહીઓને “વેશધારી કહે છે. માત્ર વેશ મુનિનો, આચરણ ગૃહસ્થનું! અપરિગ્રહનો ઉપદેશ આપનાર જ્યારે પરિગ્રહનાં શિખરો સર કરવાની હડાહડ કરે, ત્યારે કયા જ્ઞાનીપુરુષના દિલમાં કકળાટ ન થાય?
એક ત્યાગીપુરુષ પાસે એક શ્રીમંત ભક્ત ગયો. વંદના કરી તેણે કહ્યું : મારે હજાર રૂપિયા દુઃખી માણસોને વહેંચવા છે.... આપ જેને ઠીક લાગે તેને આપશો.”
ભક્ત સો-સોની દસ નોટ કાઢીને સામે મૂકી. ત્યાગીપુરુષ બે મિનિટ એ ભક્ત સામે જોઈ રહ્યા, ને કહ્યું : “આ કામ તમારા મુનીમને સોંપજો, હું મુનીમ નથી.” શેઠે નોટો ખિસ્સામાં મૂકી. ક્ષમા માગી, ચાલ્યા ગયા. અંતરમાં મુનિને ધન્યવાદ આપતા ગયા.
મુનિજીવનમાં આવી જ રીતે પરિગ્રહ પ્રવેશ કરે છે. તેમાં જો સાવધાની ન રહે તો પરિગ્રહની પાપ અસર છવાઈ ગઈ સમજો. શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે કહ્યું છે :
तप:श्रुतपरीवारां शमसाम्राज्यसम्पदम् । परिग्रह-ग्रहग्रस्तास्त्यजेयुर्योगिनोऽपि हि ।।
- યોગરાત્રે પરિગ્રહનો પાપગ્રહ જ્યારે યોગીપુરુષને પણ ગ્રસી લે છે ત્યારે તેઓ તપ, ત્યાગ, જ્ઞાન-ધ્યાન, ક્ષમા, નમ્રતા.... વગેરે આવ્યેતર લક્ષ્મીનો ત્યાગ કરી દે છે. એટલું જ નહીં, પરંતુ જિનમતના અપરિગ્રહવાદને વિકૃત રૂપે પ્રરૂપે છે... શું વેશધારીઓને પોતાના પરિગ્રહનો બચાવ કરતા સાંભળ્યા નથી? ‘ઉપમિતિ' ગ્રન્થમાં કહ્યું છે કે આવાં જીવો અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરે છે.
यस्त्यक्त्वा तृणवद् बाह्यमान्तरं च परिग्रहम् ।
उदास्ते तत्पदाम्भोजं पर्युपास्ते जगत् त्रयी ।।३ ।।१९५।। અર્થ : જે તૃણની જેમ બાહ્ય-આત્યંતર પરિગ્રહને તજીને ઉદાસીન રહે છે તેનાં ચરણકમલને ત્રણેય જગત સેવે છે.
વિવેચન : તે પુણ્યપુરુષ વંદનીય છે, પૂજનીય છે, જે ધન-સંપત્તિ, કુટુંબપરિવાર, સોનું-ચાંદી, હીરા-મોતી... વગેરેનો ત્યાગ કરે છે. તે મહાત્મા સેવનીય છે, જે મિથ્યાત્વ-અવિરતિ-કષાય, ગારવ-પ્રમાદ આદિનો ત્યાગ
For Private And Personal Use Only