________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮.
જ્ઞાનસાર વિવેચન : ધન-સંપત્તિ અને બંગલા-મોટરોમાં ખોવાઈ ગયેલા, પરિગ્રહના રંગે રંગાઈ ગયેલા ગૃહસ્થોની વાત છોડો; પરંતુ જેમણે સમગ્ર બાહ્ય પરિગ્રહનો ત્યાગ કર્યો છે, જેમણે ત્યાગી મુનિનો વેશ ધારણ કર્યો છે, જેમણે આત્માનંદની પૂર્ણતાનો પંથ પકડ્યો છે... એવાઓ જ્યારે પરિગ્રહના રંગે રંગાતા જોવા મળે, ત્યારે કયા જ્ઞાનદષ્ટિપુરુષને ખેદ ન થાય?
મુનિ અને પરિગ્રહ? પરિગ્રહનાં પોટલાંઓને પંપાળતો મુનિ, મુનિજીવનનાં કર્તવ્યોથી ભ્રષ્ટ થાય છે, મહાવ્રતોના પુનિત પાલનમાં શિથિલ બને છે, જિનમાર્ગની આરાધનાના આદર્શને કલંકિત કરે છે... ખેર, જ્ઞાન અને ચારિત્રનાં વિપુલ સાધનોનો સંગ્રહ કરવા છતાં જે મુનિ એમ સમજે છે કે “હું યોગ્ય નથી કરી રહ્ય... પરિગ્રહના પાપમાં ઢસડાઈ રહ્યો છું,' તે મુનિ બીજાઓને પરિગ્રહનો માર્ગ નહીં બતાવે. તે મુનિ પરિગ્રહના માધ્યમથી પોતાનું ગૌરવ નહીં ગાય, તે મુનિ પોતાનું અનુકરણ કરવા જતાં બીજા મુનિઓને કાનમાં કહેશે : “મુનિવરો, આ જંજાળમાં અટવાશો નહીં. માર્ગથી ભ્રષ્ટ થશો. હું તો એમાં ગૂંથાઈ ગયો છું...મારું અનુકરણ ન કરશો. તમે તો નિર્લેપ રહ...આરાધનાના માર્ગે આગળ વધો.
પરંતુ જે મુનિ આંતરનિરીક્ષણ નથી કરતો, પોતાની ત્રુટિઓને નથી જોતો. તે તો સ્વયં પરિગ્રહ ભેગો કરનારો મજૂરિયો બનવાનો અને બીજાઓને પરિગ્રહી બનવાનો ઉપદેશ આપવાનો! તેનો ઉપદેશ માર્ગાનુસારી નહીં, પરંતુ ઉન્માર્ગપોષક હશે. તે કહેશે : અમે તો સમ્યગુ-જ્ઞાનનાં સાધનો રાખીએ છીએ.. અમે તો સમ્યક ચારિત્રનાં ઉપકરણો રાખીએ છીએ. અમે ક્યાં કંચન-કામિનીનો સંગ કરીએ છીએ? પછી પાપ શાનું? અને અમે જે રાખીએ છીએ એના પર અમને મમત્વ ક્યાં છે? મમત્વ હોય તો પરિગ્રહ!'- આમ પોતાનો બચાવ કરશે અને “આવો પરિગ્રહ તો રખાય' એવો ઉપદેશ આપશે.
ઉપદેશ આપીને પુસ્તકો છપાવવા માટે લાખો રૂપિયા ભેગા કરી, એના પર પોતાનો અધિકાર સ્થાપિત કરી, કોઈ પોતાના ભક્તની તિજોરીમાં રખાવવા-એ શું પરિગ્રહ નથી? ઉપાશ્રયો, જ્ઞાનમંદિરો અને ધર્મશાળાઓ બંધાવવા માટે ઉપદેશ આપી કરોડો રૂપિયાનો વહીવટ પોતાના હાથમાં રાખી ફરવું-એ શું પરિગ્રહ નથી? હજારો પુસ્તકો ખરીદ કરી, તેના પર પોતાનું નામ છપાવી. તે સંગ્રહના માલિક બનવું, તે શું પરિગ્રહ નથી? એટલું જ નહીં, એ બધાં પર ગર્વ ધારણ કરવો અને એ બધાં પરિગ્રહના માધ્યમથી પોતાની મોટાઈ બતાવવી.. તે શું મુનિપણું છે? પૂજ્ય ઉપાધ્યાયજી
For Private And Personal Use Only