________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિગ્રહ-ત્યાગ
૨૯૭ આ “ગ્રહને તો માત્ર સર્વજ્ઞ પરમાત્માએ જ જોયો છે, ને તેની અસરની ભયાનકતા બતાવી છે.
असन्तोषमविश्वासमारम्भं दुःखकारणम्। मत्वा मूर्छाफलं कुर्यात् परिग्रहनियन्त्रणम् ।।
- યોગાસ્ત્ર પરિગ્રહ એટલે મૂર્છાગૃદ્ધિ...આસક્તિ. એનાં ફળ આ છે : અસંતોષ, અવિશ્વાસ અને આરંભ. આ ત્રણેયનું ફળ છે- દુઃખ, ત્રાસ અને અશાન્તિ. માટે પરિગ્રહનું નિયંત્રણ કરવું જોઈએ.
ત્રિભુવનને નચાવનાર આ દુષ્ટ ગ્રહને ઉપશાન્ત કર્યા વિના સુખ-શાન્તિ મળે એમ નથી. સગર ચક્રવર્તીને કેટલા પુત્રો હતા? કુચિકર્ણને કેટલી ગાયો હતી? તિલક શ્રેષ્ઠીને ત્યાં કેટલું ધાન્ય હતું? ને મગધસમ્રાટ નંદરાજા પાસે કેટલું સોનું હતું? છતાં તૃપ્તિ હતી? શાન્તિ હતી?
પરિગ્રહની વૃત્તિ દ્રવ્યનું ઉપાર્જન, સંરક્ષણ અને સંવર્ધન કરવાની પ્રવૃત્તિ કરાવે છે. એ પ્રવૃત્તિમાં પરપદાર્થોમાં મમત્વ દૃઢ થતું જાય છે, આસક્તિ વધતી જાય છે... તેથી એક બાજુ ધર્મક્રિયાઓ કરવા છતાં ય આત્મભાવ નિર્મળ બનતો નથી, તામસભાવ ને રાજસભાવ ઊછળતા રહે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજા કહે છે :
दोषास्तु पर्वतस्थूलाः प्रादुष्यन्ति परिग्रहे।' પર્વત જેવા ભારે દોષો પરિગ્રહ પેદા કરે છે. પરિગ્રહથી આવર્જિત મનુષ્ય પિતાનો પણ વધ કરે, પરમાત્મા ને, સદ્દગુરુને પણ અવગણી નાખે, મુનિહત્યા કરે, અસત્ય બોલે, ચોરી કરે...
ધન-ધાન્ય-પરિવાર-બંગલા-મોટર... વગેરે પરિગ્રહ છે. આત્માથી ભિન્ન પદાર્થો પર મૂચ્છ-મમત્વ પરિગ્રહ છે. પરિગ્રહનો ત્યાગ કર્યા વિના આત્મા પ્રશાંત નહીં બને.
परिग्रहग्रहावेशाद् दुर्भाषितरजः किराम् ।
श्रूयन्ते विकृताः किं न प्रलापा लिङ्गिनामपि ।।२।।१९४ ।। અર્થ : પરિગ્રહરૂપ ગ્રહનો પ્રવેશ થવાથી ઉત્સુત્રભાષણરૂપ ધૂળ ઉડાડનારા વેશધારીઓના પણ વિકારવાળા બકવાદ શું સંભળાતા નથી?
For Private And Personal Use Only