________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૦૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાનસાર
‘તો શું કરવું?”
એક કામ કરો. આપ્યંતર પરિગ્રહનો ત્યાગ કરવા પુરુષાર્થી બનો. જે પરિગ્રહનો તમે ત્યાગ કર્યો, એનું સ્મરણ કરી એના રાગી ન બનો, ત્યાગ કરેલા બાહ્ય પરિગ્રહથી ઉચ્ચ કક્ષાનો પરિગ્રહ મેળવવા માટે તત્પર ન બનો. તો જ મન પ્રસન્ન અને પવિત્ર બન્યું રહેશે. અંતરંગ રાગદ્વેષ અને મોહની ગ્રંથિ ભેદાય નહીં, ભૌતિક પદાર્થોનું અંતરંગ આકર્ષણ ખત્મ ન થાય, ત્યાં સુધી મનની સ્વસ્થતા આવે જ નહીં. આંતરિક મલિન ભાવોનો સંગ્રહપરિગ્રહ મનને સદૈવ રોગી જ રાખે છે.
*એ અંતરંગ પરિગ્રહનો ત્યાગ તો દુષ્કર છે!'
એ ત્યાગ કર્યા વિના બાહ્ય નિગ્રન્થ-વેશ વૃથા છે! સર્પ ભલેને કાંચળી ઉતારી નાખે, કાંચળીની સાથે સર્પ ઝેરને બહાર ફેંકી ન દે ત્યાં સુધી એ નિર્વિષ નથી બનતો. માત્ર તમે બાહ્યવેશનું પરિવર્તન કર્યું અને બાહ્ય આચારોનું પરિવર્તન કર્યું, એટલા માત્રથી શું? શું તમે પેલી લક્ષ્મણા સાધ્વીનું નામ નથી જાણતા?
પ્રાચીન કાળની વાત છે. રાજકુમારી લક્ષ્મણાએ સમગ્ર સંસારનો પરિગ્રહ ત્યજી દીધો. ભગવંતના આર્યોસંઘમાં લક્ષ્મણા આર્યાએ સાધના આરંભી. કેવી અદ્ભુત સાધના! જ્ઞાન અને ધ્યાનનો એણે સુમેળ સાધ્યો. વિનય અને વૈયાવૃત્યની સંવાદિતા સાધી... એક દિવસ એની દૃષ્ટિ ચકલા-ચકલીના જોડલા પર પડી... જોડલું મૈથુનક્રિયામાં પ્રવૃત્ત હતું... લક્ષ્મણાના મન પર
આ દૃશ્ય ઝડપાઈ ગયું... તે વિચારવા લાગી : ‘ભગવાને મૈથુનનો સર્વથા નિષેધ કર્યો...તેઓ સ્વયં નિર્વેદી છે... તેમને વેદાંત (વિકારી) જીવોના સંભોગસુખનો અનુભવ ક્યાંથી હોય?’
જાતીય-સંભોગસુખના અંતરંગ પરિગ્રહે લક્ષ્મણા સાધ્વીનું ગળું ટૂંપી નાખ્યું...મૈથુનક્રિયાના દર્શનમાંથી સંભોગસુખના પરિગ્રહની વાસના જાગી... એ પરિગ્રહનો ત્યાગ કરવાનો ઉપદેશ આપનાર તીર્થંકર ભગવંત અજ્ઞાની લાગ્યા!
For Private And Personal Use Only
ક્ષણ બે ક્ષણ પછી પુનઃ લક્ષ્મણા સ્વસ્થ બની ગઈ : ‘અરેરે...મેં શું વિચાર્યું? ભગવંત તો સર્વજ્ઞ છે... જગતનો કોઈ ભાવ એમનાથી છાનો નથી... એ સર્વ જાણે છે ને જુએ છે... મેં અભાગણીએ એ પરમ ગુરુદેવ માટે અનુચિત ચિંતવ્યું...!’