________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિગ્રહ-ત્યાગ
૩૦૩ તેને ભગવંત સમક્ષ પ્રાયશ્ચિત્ત કરવાનો વિચાર આવ્યો... એક કદમ આગળ વધી ને અટકી ગઈ.... “પ્રાયશ્ચિત્ત કરવા માટે મારું માનસિક પાપ ભગવંતને કહેવું પડશે. મારા માટે ત્યાં સમવસરણમાં બેઠેલાં શું ધારશે? ભગવાન શું ધારશે?-લક્ષ્મણા આવો અધમ વિચાર કરનારી છે? ના ના, હું પ્રાયશ્ચિત્ત સ્વયં જ કરી લઉં... ભગવાનને પૂછીશ કે “પ્રભુ, કોઈ આવો વિચાર કરે તો તેનું શું પ્રાયશ્ચિત્ત?”
આ બીજા અંતરંગ પરિગ્રહે એના મનને વલોવી નાખ્યું... ચિત્ત ચંચળ બની ગયું. “માયા' એ અંતરંગ પરિગ્રહ છે. ભલે એણે પોતાનું પાપ સ્વમુખે જાહેર ન કર્યું, પણ છતાંય આજે હજારો વર્ષ પછી આપણે એના એ પાપને જાણી શક્યા છીએ! શાથી? સર્વજ્ઞ વીતરાગથી કોઈ વાત છૂપી રહી શકતી નથી. લક્ષ્મણા સંસારની યોનિઓમાં જન્મમરણના ફેરા ફરી રહી છે! આ છે અંતરંગ પરિગ્રહની લીલા!
બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવા છતાં જો અંતરંગ પરિગ્રહની ગાંઠ રહી ગઈ, તો સંસારપરિભ્રમણ સિવાય બીજો કોઈ માર્ગ નથી. માટે અહીં ઉપાધ્યાયજીએ કહી દીધું કે “જો તારું મન અંતરંગ પરિગ્રહથી વ્યાકુળ છે, તો બહારનો સાધુપણાનો દેખાવ વ્યર્થ છે, અર્થહીન છે.' એમ કહીને બહારનો વેશ છોડી દેવાનું નથી કહેતા, પરંતુ અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરવાની ભવ્ય પ્રેરણા આપે છે.
त्यक्ते परिग्रहे साधोः प्रयाति सकलं रजः।
पालित्यागे क्षणादेव सरसः सलिलं यथा ।।५।।१९७ ।। અર્થઃ પરિગ્રહનો ત્યાગ કર્યો એટલે સાધુનું સઘળું પાપ ક્ષણમાં જ ચાલ્યું જાય છે, જેમ પાળ તૂટતાં સરોવરનું પાણી ચાલ્યું જાય છે.
વિવેચનઃ સરોવરમાં છલોછલ ભરાયેલા પાણીનો નિકાલ કરી દેવો છે? એની પાળ તોડી નાખો! સરોવર પાણીરહિત બની જશે. પાળ તોડવી નથી અને સરોવરને ખાલી કરવાની વાતો કરવી છે, એ કેમ બને?
તમારે આત્મ-સરોવરમાં ભરાયેલા પાપ-પાણીનો નિકાલ કરવો છે? તો પરિગ્રહની પાળ તોડી નાખો. હા, તોડવી જ પડશે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. હું જાણું છું કે તમે એ પાળ બાંધવા દિવસ-રાત મહેનત કરી છે, સંયમ અને સ્વાધ્યાયને અળગાં મૂકીને તમે એ પાળ બાંધવામાં તમારું સર્વસ્વ લગાવી દીધું છે. મહાવ્રતોને કલંકિત કરીને તમે એ પાળને સોહામણી
For Private And Personal Use Only