________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૨
www.kobatirth.org
જ્ઞાનસાર
ગુણપ્રશંસા તારે પણ ખરી અને ડુબાડે પણ ખરી. કોના ગુણોની કોણ પ્રશંસા કરે છે એના પર તરવાનું અને ડૂબવાનું! તમારી પ્રશંસા જો તમે કરી તો ડૂબ્યા સમજો! બીજા જીવોના ગુણોની પ્રશંસા તમે કરી તો તર્યા સમજો! જ્યારે જ્યારે ગુણોની પ્રશંસા કરવાનું મન થાય, ત્યારે ત્યારે બીજા જીવોના ગુણોની પ્રશંસા કરવી. પોતાના ગુણોની પ્રશંસા કરવાની ટેવને તો ગમે તે રીતે દૂર કરજો. જો કે આ કુટેવ અનાદિ કાળની છે, અને જીવમાત્રને આ કુટેવ સતાવતી હોય છે. આ કુટેવમાંથી જે મુક્ત થયો હોય તેને મહાત્મા સમજવો જોઈએ.
પોતાના ગુણોની પ્રશંસા કરવાથી
(૧) ગુણોની વૃદ્ધિનું કાર્ય સ્થગિત થઈ જાય છે,
(૨) પોતાના દોષો તરફ ઉપેક્ષા થાય છે,
(૩) બીજા જીવોના ગુણ જોઈ શકાતા નથી, (૪) બીજા જીવોના ગુણ સાંભળી દ્વેષ થાય છે, (૫) ગાઢ કર્મબંધ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજા જીવોની દૃષ્ટિમાં ઉત્તમ, સજ્જન, ગુણિયલ દેખાવાની ઈચ્છા મનુષ્યને ‘સ્વપ્રશંસા’ કરવા પ્રેરે છે. આ ઈચ્છા સર્વજન-સાધારણ ઈચ્છા છે. આ ઈચ્છાને દૂર કર્યા વિના ‘સ્વપ્રશંસા’ ના પાપમાંથી જીવ ઊગરી શકે નહીં. પણ આ ‘ઈચ્છા’ ના મૂળમાં રહેલી ધારણા કેવી ગલત છે? ‘હું મારી પ્રશંસા કરીશ તો બીજાઓ મને સજ્જન, ઉત્તમ સમજશે’-શું આ ધારણા સાચી છે? તમારા ગુણોની જાહેરાત કરવાની આ રીત અસરકારક નથી, ફાયદાકારક પણ નથી. અલબત્ત, આજના ‘ચૂંટણી’ ના યુગમાં ચૂંટાવાની ઈચ્છાવાળો ઉમેદવાર પોતાના ગુણો ખૂબ ગાય છે! ધર્મ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે...સર્વત્ર સત્તા માટે સ્વપ્રશંસા કરવી આવશ્યક સમજાઈ ગઈ છે!
ખેર, સંસારક્ષેત્રે સ્વપ્રશંસા ભલે આવશ્યક ગણાઈ હો, મોક્ષમાર્ગે તો ‘સ્વપ્રશંસા’ પાપ જ છે. જો આપણે મોક્ષમાર્ગ ઉપર ચાલી રહ્યા છીએ કે ચાલવાની અભિલાષાવાળા છીએ, તો ‘સ્વપ્રશંસા’ નહીં કરવાની પ્રતિજ્ઞા જ હોવી જોઈએ. સ્વપ્રશંસા નહીં કરવાથી કદાચ એમ દેખાશે કે તમારી ઉત્તમતા, તમારા ગુણો દુનિયા નથી જાણતી, તમારું મૂલ્યાંકન તે નથી કરતી, પણ એક દિવસ એવો આવશે, જે દિવસે, તમારા ગુણો દુનિયાને માટે મહાન આલંબન બની જશે. એ ગુણો દુનિયાના જીવોને પાપથી મુક્ત કરનારા બત્તી
For Private And Personal Use Only