________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાત્મસા
૨૦૩ જશે. ધીરજ રાખજો, ઉતાવળ ન કરશો. હા, બીજા જીવોના ગુણોની પ્રશંસા કરે જ રાખશો; ત્યાં તમે નિર્ભય છો. *
उच्चत्वद्रष्टिदोषोत्थस्वोत्कर्षज्वरशान्तिकम्।
पूर्वपुरुषसिंहेभ्यो भृशं नीचत्वभावनम् ।।४ ।।१४० ।। અર્થ : ઉચ્ચપણાની દૃષ્ટિના દોષથી ઉત્પન્ન થયેલ પોતાના અભિમાનરૂપ જવરની શાંતિ કરનાર, પૂર્વ પુરુષરૂપ સિહોથી અત્યંત ન્યૂનપણાની ભાવના કરવી તે છે. | વિવેચન : ઉચ્ચપણાનો ખ્યાલ! ખતરનાક ખ્યાલ!
હું ઊંચો..., “હું બીજા મનુષ્યો કરતાં ઊંચો...', “તપથી ઊંચો, જ્ઞાનથી ઊંચો, સેવાથી ઊંચો, સાદાઈથી ઊંચો' - જો આવો કોઈને કોઈ ઉચ્ચપણાનો ખ્યાલ છે, તો તે ખતરનાક છે, એ યાદ રાખજો. એ ખ્યાલમાંથી એક “વર' પેદા થાય છે. વર! તાવ! “મેલેરિયા ન્યૂમોનિયા,” 'ટાઈફોઈડ' એ બધાં કરતાં પણ ભયાનક તાવી એ તાવનું નામ છે “અભિમાન',
કદાચ તાવનું આ નામ તમે પહેલીવાર જ સાંભળતા હશો.
તાવમાં માણસને મીઠાઈ પણ કડવી લાગે છે; તાવની તીવ્રતામાં માણસ લિવરી પણ કરે છે. પોતાની સૂધબૂધ ખોઈ નાખે છે; અભિમાનના તાવમાં પણ આ બધી જ પ્રતિક્રિયાઓ થતી હોય છે, પરંતુ એ પ્રતિક્રિયાઓ અભિમાનીને નથી દેખાતી.
નમ્રતા, લઘુતા, વિવેક.. આ બધી મીઠાઈ અભિમાનના તાવમાં નથી ભાવતી. તે કડવી લાગે છે. અભિમાનના તાવમાં પર-અપકર્ષની લવરી થયા કરે છે. પોતે શું બોલે છે, એ બોલવામાં પોતે કેવો લાગે છે, એની સૂધબૂધ એને રહેતી નથી. એ ઉપકારી માતાપિતાને અવગણી નાખે છે. પરમોપકારી સગુરુઓનો ઉપહાસ કરે છે. અન્ય ગુણીપુરુષોને તુચ્છ ગણે છે; તેમના દોષોને આગળ કરી, તેમને દોષિત સ્થાપિત કરવા પ્રયત્ન કરે છે.
આવો ભયંકર તાવ દૂર કરવો છે? “અભિમાન' એ તાવ છે, એ વાત આત્મસાક્ષીએ મનાય છે? તો જ એને દૂર કરવા પ્રયત્ન થઈ શકશે. આત્મકલ્યાણના માર્ગે તો તાવવાળો મનુષ્ય ચાલી ન શકે. આ તાવવાળો કદાચ કહે, “હું મોક્ષમાર્ગે ચાલું છું', તો તે મિથ્યા પ્રલાપ સમજવો.
આ તાવને ઉતારવાનું ઔષધ પણ અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે બતાવ્યું છે :
For Private And Personal Use Only