________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
જ્ઞાનસાર જે વિષયનું તમને અભિમાન હોય, તે વિષયમાં ઘણી ઊંચી સિદ્ધિ મેળવનાર પૂર્વકાલીન મહાપુરુષોનો વિચાર કરો, એમની સર્વોત્તમ સિદ્ધિ, સાથે તમારી તુલના કરો.”
આ વિચાર-ઔષધ ચમત્કારિક છે. તમે એ પૂર્વકાલીન પુરુષસિંહોની સામે તમારી જાતને ઊભેલી જોશો. તમને તમારી જાત વામણી લાગશે! તમને તમારું અસ્તિત્વ નહિવત્ લાગશે. તમારો અભિમાન વર “નોરમલ” થઈ જશે.
જ્ઞાન, વિજ્ઞાન, બુદ્ધિ, બળ, કળા, ત્યાગ, વ્રત, તપ.. ઈત્યાદિ વિષયોમાં ભૂતકાળમાં થઈ ગયેલા મહાપુરુષોની અદ્ભુત સિદ્ધિઓનું સ્મરણ તમને એ તાવ જ ચઢવા નહીં દે. સાધનાના માર્ગે આ સ્મરણ નિરંતર રાખવું પડે. તદુપરાંત વર્તમાનકાળે પણ આપણાથી ઘણા આગળ નીકળી ગયેલા મહાપુરુષોનો વિચાર કરવો જોઈએ : ”આ બધાની આગળ મારામાં શું છે? કંઈ નથી... તો મિથ્યા અભિમાન શાં કરવાં?”
शरीररूपलावण्य-ग्रामारामधनादिभिः ।
उत्कर्षः परपर्यायश्चिदानन्दघनस्य कः? ।।५।१४१ ।। અર્થ : શરીરનાં રૂપલાવણ્ય, ગામ, બગીચા અને ધન, પુત્રપૌત્રાદિ સમૃદ્ધિરૂપ પદ્રવ્યના ધર્મ વડે, જ્ઞાનાનન્દથી ભરપૂર એવા આત્માને શું અભિમાન હોય?
વિવેચન : પર-પર્યાય, આત્માથી જે પર-ભિન્ન, તેના પર્યાય.
શરીરનું સૌન્દર્ય, શરીરની કાન્તિ, ગામ-નગર, ઉદ્યાનો, ધનસંપત્તિ અને પુત્ર.. પત્ની વગેરે પર-પર્યાય છે. આત્માથી ભિન્ન જે પુદ્ગલ, તે પુદ્ગલની રચનાઓ છે. પુદ્ગલની તે પરિવર્તનશીલ અવસ્થાઓ છે.
આત્મનું! તારે એ પુદ્ગલ રચનાઓ સાથે શી લેવાદેવા છે? સાંભળ, એ તારી અવસ્થાઓ નથી; તારી રચનાઓ નથી. એ પર છે.. પારકી છે.. એની સમૃદ્ધિથી તું તારી જાતને શ્રીમંત-સમૃદ્ધ ન માન. એ સમૃદ્ધિનું અભિમાન તું ન કર. એ અભિમાનમાં પ્રગટતો આનંદ તારે માણવાનો નથી.
હે ચિદાનન્દઘન! તું જ્ઞાનાનન્દથી પૂર્ણ છે. પુદ્ગલાનંદનું વિષ બધું જ નિચોવાઈ ગયું છે. જ્ઞાનાનન્દની મસ્તી આગળ તને એ પુદ્ગલોની પરિવર્તનશીલ અવસ્થાઓમાંથી મળતો આનંદ તુચ્છ લાગે છે. એ આનંદ
For Private And Personal Use Only