________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા
૮૧
ભાવોનું સંરક્ષણ ક૨વા અહીં સાત સોટ, સુંદર અને સરળ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. પરંતુ એ ઉપાયોને અમલમાં મૂકવાનું ત્યારે બની શકે, કે જ્યારે શુભ ભાવોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હોય; બાહ્ય ભૌતિક સંપત્તિ કરતાં અસંખ્ય ગુણ અધિક મહત્ત્વ સમજાઈ ગયું હોય. શુભ ભાવોનું સંરક્ષણ કરવા માટે કોઈ પણ જાતનું મૂલ્ય ચૂકવવાની તૈયારી હોય! જે કોઈ ભોગ આપવો પડે, તે આપવાની તૈયારી હોય.
સત્યના પવિત્ર ભાવનું સંરક્ષણ કરવા માટે હરિશ્ચન્દ્રે રાજપાટનું મૂલ્ય ચૂકવી દીધું! ભોગ-વિલાસનું બલિદાન દઈ દીધું અને ચાંડાલને ત્યાં વેચાઈ જવા સુધીનો જ્વલંત ભોગ આપ્યો!
અહિંસાના ઉન્નત ભાવની રક્ષા કરવા માટે મહારાજા કુમારપાળે, પોતાના પગ ઉપર ચોંટી પડેલા મંકોડાને બચાવવા માટે પગની ચામડી ફાપીને મંકોડાને બચાવી લીધો!
સતીત્વના સર્વોત્તમ ભાવના જતન કાજે સીતાજીએ લંકાની અશોકવાટિકામાં રાવણના ત્રાસ સહન કર્યા... અને પિતૃવચનના પાલન કાજે રામચન્દ્રજી-લક્ષ્મણજીએ વર્ષો સુધી વનમાં ભટકવાનું પસંદ કર્યું!
(૧) વ્રતનું સ્મરણ : જ્યારે આપણા શુભ ભાવ પર અશુભ ભાવોનું આક્રમણ થાય, ત્યારે આપણે લીધેલા... પ્રતિજ્ઞાથી સ્વીકારેલા વ્રતને યાદ કરવું જોઈએ. તેથી આત્મામાં એવી શક્તિ પ્રગટે છે કે જે શક્તિ અશુભ ભાવોને હાંકી કાઢે છે. ઝાંઝરિયા મુનિ પર કામાંધ સુંદરીએ આક્રમણ કર્યું, ત્યારે મુનિએ અંતિમ વાત આ કહી હતી :
‘મન-વચન-કાયાએ કરીને વ્રત લીધું નહિ ખંડું,
ધ્રુવ તણી પરે અવિચળ પાળું હવે ઘરવાસ ન મંડું.’
(૨) ગુણીજન-બહુમાન : ગુણીજન એટલે શુભભાવનારૂપી શસ્ત્રોથી સજ્જસૈનિકો, તેમના પ્રત્યે પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધા ધારણ કરવાથી, તેઓ અવસરે આપણી વહારે દોડી આવે છે અને આપણા આત્મધનની રક્ષા કરે છે.
(૩) પાપ-જુગુપ્સા : આપણે જે પાપોનો ત્યાગ કર્યો, તે પાપોનું કદીય ભૂલેચૂકે આકર્ષણ ન થઈ જાય, તે ત૨ફ ખેંચાઈ ન જવાય તે માટે એ પાપો પ્રત્યે ધૃણા...જુગુપ્સા...તિરસ્કાર કરતાં રહેવું જોઈએ, જેમ બ્રહ્મચારીએ અબ્રહ્મની પાપક્રિયા તરફ ધોર ધૃણા કરવી જોઈએ.
For Private And Personal Use Only