________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાનસાર
૮૨
(૪) પરિણામ-આલોચન : પાપનાં પરિણામ અને ધર્મના પરિણામનો વિચાર કરવો જોઈએ. “કુરઉં પાતુ સુરë ઘર્મા” આ સૂત્ર સ્મૃતિમાં જડાઈ
જવું જોઈએ. . (પ) તીર્થંકર-ભક્તિ : પરમાત્મા તીર્થંકરદેવનું નામસ્મરણ, દર્શન-પૂજન અને તેમના અનંત ઉપકારોની વારંવાર સ્મૃતિ કરી, તેઓ પ્રત્યે પ્રીતિ-ભક્તિ ધારણ કરવાથી શુભ ભાવો વૃદ્ધિ પામે છે.
() સુસાધુ-સેવા : મોક્ષમાર્ગને અનુકૂળ આચરણ કરનારા સાધુ પુરુષોની અન્ન-પાણી-વસ્ત્ર-પાત્ર-વસતિ-ઔષધ વગેરેથી સેવા કરવી જોઈએ.
(૭) ઉત્તર-ગુણ શ્રદ્ધા : પચ્ચખાણ, ગુરુવંદન, પ્રતિક્રમણ, તપ-ત્યાગ, વિનય... વગેરે ક્રિયાકલાપમાં ઉદ્યમી રહેવું.
આ પ્રમાણે કરવાથી સમ્યજ્ઞાનાદિ, સંવેગ-નિર્વેદ વગેરેના ભાવો પડતા નથી અને જેને એવા ભાવો પ્રગટ ન થયા હોય તેમને નવા પ્રગટ થાય છે, અંતે પરમાનંદની પ્રાપ્તિ થાય છે.
क्षायोपशमिके भावे या क्रियते तया।
पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ।।६।।७०।। અર્થ : સાયોપથમિક ભાવમાં જે તપ-સંયમને અનુકૂળ ક્રિયા કરાય છે, તે ક્રિયા વડે પડી ગયેલાને પણ ફરીથી તેના ભાવની વૃદ્ધિ ઉત્પન્ન થાય છે.
વિવેચન : આત્મવિશુદ્ધિની સાધના એટલે વિરાટકાય હીમગિરિનાં સીધા ચઢાણ. પૂરા ઉત્સાહથી અને ખૂબ સાવધાનીથી ચઢનાર પણ ક્યારેક ગબડી પડે. તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આશ્ચર્ય તો તેમાં પામવાનું છે કે પતનની ખીણમાં ગબડી પડેલો..ઘાયલ થયેલો આરોહક જ્યારે પુનઃ ઉત્સાહથી આરોહણ કરવાનો પુરુષાર્થ આરંભી દે છે.
એવા આત્મવિશુદ્ધિના ભાવના શિખર પર ચડતાં ચડતાં ગબડી પડેલા, પતનની ખાઈમાં પટકાઈ પડેલા આરાધકની નિરાશાને અહીં કરુણાવંત ઉપાધ્યાયજી મહારાજ ખંખેરી નાખે છે..પુનઃઆરોહણ કરવાનો સ્પષ્ટ માર્ગ બતાવે છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મના ક્ષયોપશમથી તપ અને સંયમને અનુકૂળ ક્રિયા કરવા માંડો. તમારા આત્મામાં તપ અને સંયમના, જ્ઞાન અને વૈરાગ્યના, દાન અને શીલના ઉચ્ચ ભાવોની વૃદ્ધિ થવા
For Private And Personal Use Only