________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા
૮૩
લાગશે, તપ અને સંયમને અનુકૂળ જે અનુષ્ઠાન કરો તે દૃઢતાપૂર્ણ પુરુષાર્થ
હોવો જોઈએ.
અહીં એવા પતિત આરાધકને અનુલક્ષીને આ વાત કહેવાઈ છે કે જેનો વેશ સાધુનો છે, જેની સામાન્ય ચર્યા પણ સાધુની છે; પરંતુ જેના ભાવ સાધુતાના નથી. સંયમના ભાવ જેના ચાલ્યા ગયા છે. વેશ છે શ્રાવકનો, ચર્ચા છે શ્રાવકની, પરંતુ શ્રાવકજીવનને અનુકૂળ તપ-સંયમના ભાવ જેના મંદ પડી ગયા છે. આવી પરિસ્થિતિમાં જો તે મનુષ્યને પુનઃ શુભ ભાવોમાં સ્થિર થવું છે તો તેણે દૃઢ સંકલ્પ-કરીને જ્ઞાન-દર્શન-ચારિત્રની ક્રિયાઓમાં પુરુષાર્થ કરવો જોઈએ.
માનો કે કોઈ સાધુનું મન વિષય-વાસનાથી ઘેરાઈ ગયું. બ્રહ્મચર્યનોચતુર્થ મહાવ્રતનો ભાવ જેનો ચાલ્યો ગયો, તે જો એમ વિચારે કે ‘મારું મન વિષય-વાસનાથી પરાભવ પામ્યું છે...હું ચોથું મહાવ્રત પાળી શકું એમ નથી...માટે હવે સાધુપણાનો શો અર્થ છે? ગૃહસ્થ બની જાઉં...' તો તેનું ઉત્થાન થઈ શકે નહીં. પુનઃ તે સંયમના અધ્યવસાયો પામી શકે નહીં. તેણે તો એમ વિચારવું જોઈએ કે ‘અહો! મારી કેવી ભયંકર નબળાઈ...કે હું સાધુતા સ્વીકારીને પણ સાધુતાના પ્રાણસમું બ્રહ્મચર્ય ભાવથી ખોઈ બેઠો...નિઃસત્ત્વ અને પાંગળો બની ગયો! મારા આત્માનું શું થશે? પરમ વિશુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થશે? હું પુનઃ ભવના ભીષણ સમુદ્રમાં ડૂબી જઈશ?...ના, ના, હું કોઈ પણ ભોગે ખોઈ નાખેલા વ્રતના ભાવને પુનઃ પ્રાપ્ત કરીશ તે માટે બ્રહ્મચર્યની નવ વાડોનું દઢતાથી...સૂક્ષ્મતાથી પાલન કરીશ, ઉન્માદને ઓગાળી નાખે તેવા તપને તપીશ...જ્ઞાનમાં મનને બાંધી રાખીશ. સંયમની-ચારિત્રની પ્રત્યેક ક્રિયામાં અપ્રમત્ત બની દુષ્ટ વિચારોને પેસવા નહીં દઉં...મારે પરાજિત બનીને પીછેહઠ નથી કરવી...'
આ પ્રમાણે દૃઢ સંકલ્પ કરી જો એ સાધુ જીવન જીવવા માંડે તો અલ્પ કાળમાં પુનઃ વ્રતના પવિત્ર ભાવને પ્રાપ્ત કર્યા વિના ન રહે, એવી ખાતરી પૂ. ઉપાધ્યાયજી મહારાજ આપે છે.
તે તે ક્રિયા, એ તો તે તે શુભ ભાવની વાડ છે. કાંટાની વાડ છે. એ વાડમાં થોડું ઘણું છીંડું પડી ગયું કે અશુભ ભાવનારૂપી પશુઓ ઘૂસી જાય છે અને શુભ ભાવનારૂપી ઊભા પાકને ખાઈ જાય છે. વાડ વિના પાકની રક્ષા ન થઈ શકે; આ વાત ગમાર ખેડૂત પણ સમજે છે; તો બુદ્ધિમાન સાધક શું
For Private And Personal Use Only