________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્વદૃષ્ટિ
૨૨૧ મહાત્મા બનવાની અભિલાષાવાળા જીવે પણ જ્ઞાનદષ્ટિવાળા બનવાનું છે. જ્ઞાનદૃષ્ટિ વિના મહાન બની શકાતું જ નથી,' - આ તત્ત્વને જાણનારો આ વાતને સમજે અને તત્વજ્ઞાનને મેળવવા પ્રયત્ન કરે. બાહ્ય વેષમાત્રથી... દેખાવમાત્રના મહાત્મા બનવાનું તે ન ચાહે, વાસ્તવિક નિષ્પાપ અને જ્ઞાનપૂર્ણ જીવનમાં જ તે મહાનતા અનુભવે છે અને એ માર્ગે આગળ વધે.
न विकाराय विश्वस्योपकारायैव निर्मिताः।
स्फुरत्कारुण्यपीयूषवृष्टयस्तत्त्वद्रष्टयः ।।८।।५२ ।। અર્થ: સ્કુરાયમાન કરુણારૂપ અમૃતની વૃષ્ટિ કરનારા તત્ત્વદૃષ્ટિ પુરુષો વિકારને માટે નહીં, પણ વિશ્વના ઉપકારને માટે જ ઉત્પન્ન કરેલાં છે. વિવેચન : તત્ત્વદ્રષ્ટિ મહાપુરુષો, એટલેકરુણામૃતની વૃષ્ટિ કરનારા; નિરંતર વિશ્વ પર ઉપકાર કરનારા; રાગ-દ્વેષના વિકારોનો નાશ કરનારા.
ગ્રહણ અને આસેવન શિક્ષા દ્વારા, સ્વ-પર આગમ ગ્રંથના સૂક્ષ્મ રહસ્યોની પ્રાપ્તિ દ્વારા, તત્ત્વદૃષ્ટિ મહાપુરુષો પેદા થાય છે. જિનશાસનના આચાર્યો અને ઉપાધ્યાયો આવા તત્ત્વદૃષ્ટિ મહાપુરુષો તૈયાર કરવામાં જ દિનરાત નિરત રહે છે.
આ તત્ત્વદૃષ્ટિવાળા મહાપુરુષો વિશ્વમાં રાગદ્વેષના વિકારોને વિકસાવતા નથી, પરંતુ તેમનો વિનાશ કરે છે.
ભવસમુદ્રમાં વિષય-કષાયને પરવશ બની ડૂબતા જીવોને જોઈ તત્ત્વદૃષ્ટિ મહાપુરુષોનાં હૃદય કરુણાના અમૃતથી ઉભરાય છે. તેઓ ડૂબતા જીવોને “સંયમ”ની નાવડીમાં બેસાડી, તેમને ભવસાગરથી પાર કરે છે.
ભીષણ ભવ-વનમાં ભટકતા, ભૂલા પડેલા જીવોને જોઈ તત્ત્વદૃષ્ટિ મહાત્માઓનાં અંતઃકરણમાં કરુણા છૂરે છે, જીવોને તેઓ અભયનું દાન આપે છે, સાચો માર્ગ જોવાની દૃષ્ટિ આપે છે, માર્ગમાં સાથ આપે છે, શરણ આપે છે અને મોક્ષની શ્રદ્ધા આપે છે.
અનેક જીવોના સંશયોનું નિરાકરણ કરી, નિઃશંક બનાવી, મોક્ષમાર્ગની આરાધનામાં પ્રોત્સાહિત કરે છે. સમુદ્ર જેવા તેઓ ગંભીર હોય છે, ને મેરુવતુ નિશ્ચલ હોય છે. ઉપસર્ગ-પરિસોથી ડરતા નથી કે દીનતા કરતા
For Private And Personal Use Only