________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨0
જ્ઞાનસાર વળી કોણ? મસ્તકે મુંડન નહીં પણ લંચન કરાવ્યું હોય, સફેદ વસ્ત્ર ધારણ કર્યા હોય, રજોહરણ અને દંડ રાખ્યાં હોય - આને બાહ્યદૃષ્ટિ મનુષ્ય મહાત્મા' કહે છે.
અને? શરીરની કોઈ પરવા નહીં.... મેલના પોપડાં બાઝી ગયા હોય.. કપડાંને ધોવાની વાત નહીં; મેલાં ને કાળાં થઈ ગયેલાં કપડાં જેણે પહેર્યા હોય - તેને બાહ્યદૃષ્ટિ ‘મહાત્મા’ ગણે છે! તત્ત્વદષ્ટિ મનુષ્ય “મહાત્મા ને શાના માધ્યમથી ઓળખે? જ્ઞાનની પ્રભુતાના માધ્યમથી! જ્ઞાનસામ્રાજ્યનો માલિક તે મહાત્મા. જ્ઞાનની પ્રભુતાનો પ્રભુ તે મહાત્મા. તત્ત્વદૃષ્ટિવાળો આ વસ્તુ જુએ છે : “જ્ઞાનની પ્રભુતા છે? જ્ઞાનસામ્રાજ્યનો વિસ્તાર કેટલો છે?' જ્ઞાન વિના મહાનતા ન હોઈ શકે. જ્ઞાન વિના સાચું મહાત્માપણું પ્રાપ્ત ન થાય. જ્ઞાનની પ્રભુતાવાળા મહાન પુરુષોને તત્ત્વદષ્ટિવાળા જીવો જ ઓળખી શકે. સંભવ છે કે જ્ઞાનની પ્રભુતાવાળા મહાત્માઓ શરીરે ભસ્મ ન લગાડે, શરીર અને વસ્ત્ર મેલાં ન રાખે, કેશનું લંચન પણ ન કરાવે; બાહ્યદૃષ્ટિ આત્મા ત્યાં મહાત્માપણું નહીં માને અને જ્યાં જ્ઞાન નહિ હોય પણ શરીરે ભસ્મ હશે, શરીરે મેલ હશે, કેશનું લંચન હશે, ત્યાં બાહ્યદૃષ્ટિ મનુષ્ય ઝૂકી પડશે અને ત્યાંથી જ્ઞાનનો પ્રકાશ નહીં મળે. પણ બાહ્યદૃષ્ટિ મનુષ્ય જ્ઞાન મેળવવા મહાત્માઓને શોધતો જ નથી! એ મહાત્માઓ પાસે જાય છે. બાહ્યદૃષ્ટિમાં દેખાતાં સુખનાં સાધનો મેળવવા! આ સાધનો છે : પૈસા કેવી રીતે કમાવા! સોનું કેવી રીતે બનાવવું? પુત્ર કેવી રીતે મેળવવી?
આવી આવી પૌદ્ગલિક વાસનાઓને સંતોષવા તે મહાત્માઓ પાસે જાય છે. તે એવી કલ્પનામાં હોય છે કે મેલા-ઘેલા અને શરીરે રાખ ચોપડતા બાવા-જોગીઓ પાસે સિદ્ધિઓ હોય છે, તેઓ ગરીબને શ્રીમંત અને અપુત્રિયાને પુત્રવાળો બનાવી શકે છે!
મોક્ષમાર્ગમાં ઉપયોગી, કર્મનાં બંધન તોડવામાં ઉપયોગી એવું જ્ઞાન બાહ્યદૃષ્ટિવાળાને જોઈતું જ હોતું નથી! એવું જ્ઞાન જે ધરાવતા હોય છે, તે જ મહાત્માઓ આ વિશ્વ પર મહાન ઉપકાર કરનારા છે. તત્ત્વદૃષ્ટિવાળો જીવ એવા જ્ઞાની પુરુષોને જ મહાત્મા સમજે છે, એમની સેવા-ભક્તિ અને ઉપાસના કરે છે.
For Private And Personal Use Only