________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
જ્ઞાનસાર નથી. દિનરાત મોક્ષમાર્ગની આરાધના-પ્રભાવનામાં ઉજમાળ રહે છે. આવા તત્ત્વદૃષ્ટિ મહાત્માઓ જ ખરેખર વિશ્વના મહાન ઉપકારી છે, મહાન હિતકારી છે, કલ્યાણકારી છે. તેમના સિવાય દુનિયામાં કોઈ દુઃખી જીવોનું આશ્વાસન નથી, આશ્રય નથી કે આધાર નથી. તેમના સિવાય કોઈ શરણ નથી.
કરુણાસભર હૈયે તત્ત્વદષ્ટિથી કરેલા વિશ્વદર્શનમાંથી આ દિવ્ય વિચાર પ્રગટ થાય છે : “અહો! આવો ધર્મપ્રકાશ પૃથ્વી પર પથરાયેલો હોવા છતાં આ જીવો આંખે અજ્ઞાનના પાટા બાંધી સંસારની ચોરાશી લાખ જીવયોનિમાં ભટકી રહ્યા છે. આત્મતત્ત્વને ભૂલીને જડ તત્ત્વોમાંથી સુખ મેળવવાનો મિથ્યા પ્રયત્ન કરી રહેલા છે...દુ:ખ, ત્રાસ અને વિટંબણાઓથી ઘેરાઈ ગયા છે...! કેવી દયામણી દીનતા વ્યક્ત કરે છે...! કેવું કરુણ આક્રંદ કરે છે. લાવો, એ બિચારા જીવોને ધર્મનો માર્ગ બતાવીએ, ધર્મનું રહસ્ય આપીએ, કે જેથી દુઃખો અને સંતાપોથી તેમને મુક્તિ મળે.. આ ભીષણ ભવસમુદ્રને તેઓ તરી જાય.'
ચાહે સંસારના અજ્ઞાની જીવો તેમને ઉપકારી માને યા ન માને, તેઓ તો નિરંતર ઉપકાર કરતા જ રહે છે. પ્રકાશ આપનારા સૂર્યને કોઈ ઉપકારી માને યા ન માને, સૂર્ય તો પ્રકાશ આપ્યા જ કરે છે. તેનો એ સ્વભાવ છે. તેમ તત્ત્વદ્રષ્ટિ મહાત્માઓનો આ સ્વભાવ હોય છે કે તેઓ જીવ પર કરુણા કરી ઉપકાર કર્યા જ કરે છે.
છે,
For Private And Personal Use Only