________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ત્વદૃષ્ટિ
૨૧૭ એ શરીરને તમે કઈ દૃષ્ટિથી જુઓ છો?
બાહ્યદૃષ્ટિથી શરીર સૌન્દર્યથી સુશોભિત, સ્વચ્છ અને નિર્મળ લાગે છે. તત્ત્વદૃષ્ટિને એનું એ શરીર કાગડા-કૂતરાંઓને ખાવાયોગ્ય...કૃમિના લચકાઓથી ભરેલું દેખાય છે! એક શરીરને જોઈ રાગી બને છે, એક શરીરને જોઈ વિરાગી બને છે! એક શરીરની સુશ્રષા કરે છે, એક શરીર પ્રત્યે બેપરવા બને છે. એક શરીરથી પોતાનું મહત્ત્વ આંકે છે, એક શરીરથી પોતાને બંધનમાં જકડાયેલો મહત્ત્વહીન માનવી સમજે છે.
શરીરના સૌન્દર્યને, શરીરની શક્તિને, શરીરની નરોગિતાને મહત્ત્વ આપનાર બાહ્યદૃષ્ટિ મનુષ્ય શરીરમાં સર્વત્ર રહેલા આત્માના સૌન્દર્યને જોઈ શકતો નથી, આત્માની અપારશક્તિને સમજી શકતો નથી; આત્માના અનંત અવ્યાબાધ આરોગ્યની કલ્પના પણ તેને હોતી નથી. અરે, શરીરની ચામડીની જ નીચે રહેલા અતિ બીભત્સ પદાર્થો પણ જોઈ શકતો નથી! તેની દષ્ટિ તો માત્ર શરીરની ઉપરની ચામડી પર જ હોય છે. તે ખરબચડી ચામડીને સુંવાળી કરવા મથે છે; તે ચામડીને ગોરી કરવા પ્રયત્ન કરે છે. મેલી ચામડીને ઊજળી, કરવા પ્રયત્ન કરે છે...બહિરાત્મદશામાં આવું જ હોય.
અંતરાત્મા-તત્ત્વદૃષ્ટિ પુરુષ શરીરની ભીતરમાં જુએ છે... ને કમકમી ઊઠે છે. એ માંસ અને લોહી, મળ અને મૂત્ર.. જો એ બધું બહાર નીકળી આવે તો આંખે જોયું ન જાય!
તે શરીરની રોગી અવસ્થાનો વિચાર કરે છે. વૃદ્ધાવસ્થાની કલ્પના કરે છે ને અંતે પ્રાણરહિત શરીરના ક્લેવરને જુએ છે... તેની આજુબાજુ ભેગાં થયેલાં કાગડાંઓ અને કૂતરાંઓને તે જુએ છે... “તે શરીરને ચૂંથી રહ્યાં છે...' તે આંખો મીંચી દે છે. “જે શરીરને વર્ષો સુધી સારું ખવડાવ્યું, રોજ નવડાવ્યું, ભક્ષ્યાભઢ્ય ભૂલીને પુષ્ટ કર્યું. તે શરીર અંતે કાગડાંઓની ચાંચોથી ચૂંથાવાનું? કૂતરાંઓની તીક્ષ્ણ દાઢોમાં ચવાવાનું?
તે શરીરને લાકડાંનાં ઢગલા પર અશરણ... લાચાર હાલતમાં પડેલું જુએ છે... ક્ષણ વારમાં તે સળગે છે ને લાકડાંની સાથે તેની પણ રાખ થઈ જાય છે! માત્ર કલાક-બે કલાકમાં વર્ષોનું સર્જન રાખ બની જાય છે ને વાયુના સુસવાટાઓ એ રાખને વેરવિખેર કરી નાખે છે!
શરીરની આ અવસ્થાઓનું વાસ્તવિક સત્ય કલ્પનાચિત્ર તત્ત્વદૃષ્ટિ જ સર્જી શકે છે. શરીર પરનું મમત્વ તૂટતું જાય છે. તેનું મન અવિનાશી આત્મા
For Private And Personal Use Only