________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
ર૧૮ પર ચોંટતું જાય છે. આત્મા માટે તે શરીરનું સુખ જતું કરે છે... શરીરને સૂકવી નાખે છે. શરીરના સૌન્દર્યને જોતો જ નથી. હા, શરીરના સૌન્દર્યના ભોગે જો આત્માનું સૌન્દર્ય પ્રગટતું હોય, તો તે શરીરના સૌન્દર્યનો પળ વારમાં ત્યાગ કરી દે છે. શરીરને તે પાપ કરીને ટકાવવા કે વધારવા ચાહતો નથી. નિષ્પાપ રીતે શરીરને ટકાવે છે... એ પણ આત્માના હિત માટે! તત્ત્વદૃષ્ટિનું આ શરીર-દર્શન છે.
गजाधैर्भूपभवनं विस्मयाय बहिर्दशः ।
तत्राधेभवनात् कोऽपि भेदस्तत्त्वदशस्तु न ।।६।।१५०।। અર્થ : બાહ્યદ્રષ્ટિને હાથી અને ઘોડા પર સજ્જ રાજમહેલ માટે વિસ્મય થાય છે, તત્ત્વદ્રષ્ટિને તો તે રાજમહેલમાં ઘોડા અને હાથીના ભવનથી કંઈ પણ વિશેષ નથી.
વિવેચન : ઐશ્વર્ય! રાજમહેલનો વૈભવ...!
આજના રાષ્ટ્રપતિ ભવનનો વૈભવ, ગવર્નરો, પ્રધાન મંત્રી, મુખ્ય મંત્રીઓના બંગલાઓનો વૈભવ... તેમનું ઐશ્વર્ય જોઈને તમારી આંખો વિસ્મિત થઈ જાય છે? ત્રિરંગી ધજાઓ ફરકાવતા તેમના રાજાશાહી બંગલાઓ, મહારાજાઓના ચાંદી-સોને મઢેલા રથોથી પણ વધારે કિંમતી પરદેશી મોટરો. મોટરસાયકલો અને “સ્કૂટરો' - આ બધું જોઈને તમે ઓવારી ગયા છો? તો હજુ બાહ્યદૃષ્ટિથી તમે વિશ્વનું દર્શન કરી રહ્યા છો! હજુ અંતરદૃષ્ટિ ઊઘડી નથી, હજુ તત્ત્વોજન થયું નથી. “મારી પાસે પણ એટલી સંપત્તિ ક્યારે ભેગી થાય અને હું પણ આવો ઐશ્વર્યસ્વામી બનું - મહેલો તથા બંગલાઓ બંધાવું; હાથી-ઘોડા (હાલની મોટરો, સ્કૂટરો, મોટરસાયકલો) વસાવું?' જો આવા કોડ થતા હોય તો અંતર્દષ્ટિ ખૂલી નથી! પછી ભલે તમે ધર્મઆરાધના કરતા હો. તમે જો મુનિ છો, તો રાજાઓના વૈભવો જોઈ તમે શું વિચારો છો? પરલોકમાં આવે એશ્વર્ય મળે તેવાં અરમાન તો નથી થતા ને? એવાં ઐશ્વર્યસંપન્ન રાજા-મહારાજાઓ... પ્રધાન મંત્રી કે ગવર્નરો, મિલમાલિકો કે ઉદ્યોગપતિઓ... એમનાથી પ્રભાવિત તો નથી થઈ જતા ને? જો અંતર્દષ્ટિ-તત્ત્વદષ્ટિ હશે તો એમનાથી પ્રભાવિત નહીં થાઓ. એમના જેવા ઐશ્વર્યશાળી બનવાના અરમાન નહીં જાગે, બલકે એ બધાંની અનિત્યતા... અસારતા અને દગાખોરીનો વિચાર આવશે.
For Private And Personal Use Only