________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસંહાર
૪૦૯ પવિત્ર થયેલા મનમાં થતા ચમત્કારવાળા જીવોને, તે તે સારા નિશ્ચયમતરૂપ સેંકડો દીવાઓ વડે હમેશાં દિવાળીનો ઉત્સવ હો!
વિવેચન : આ “જ્ઞાનસાર” નો દીપક દિવાળીના મહાપર્વમાં પૂર્ણરૂપેણ પ્રાપ્ત થયો. સિદ્ધપુરમાં ગ્રંથકાર ચાતુર્માસ કાળમાં બિરાજેલા હતા ત્યાં આ ગ્રંથની પૂર્ણતા થઈ.
જ્ઞાનદીપકનો પ્રકાશ શ્રેષ્ઠ છે. બધાં પ્રકાશોમાં આ પ્રકાશ સારભૂત છે. જે કોઈ માનવ આ ગ્રંથનું અધ્યયન-પરિશીલન કરે તેને રહસ્યભૂત જ્ઞાન પ્રાપ્ત થાય. રહસ્યથી મન પવિત્ર થાય અને આશ્ચર્યથી ચમત્કૃત થાય. આવા જીવોને ગ્રંથકાર કહે છે :
“હે માનવો! તમે તો રોજ નિશ્ચયનયના સેંકડો દીપકો જલાવો અને સદૈવ દિવાળીનો મહોત્સવ ઊજવો!
આ ગ્રંથના ચિંતનથી સંસારના જી હમેશાં આત્મજ્ઞાનના દીપક પ્રગટાવીને આનંદ અનુભવે, એવી ગ્રંથકાર ભાવના વ્યક્ત કરે છે. સાથે જ, આ ગ્રંથન ચિંતન-મનનથી મન પવિત્ર બનશે અને પ્રસન્નતા અનુભવશે, એની ખાતરી આપે છે.
નિશ્ચયનયથી આત્મજ્ઞાન મેળવવા માટે પ્રયત્નશીલ બનવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે.
केषांचिद्विषयज्वरातुरमहो चित्तं परेषां विषावेगोदर्कतर्कमूर्छितमथान्येषां कुवैराग्यतः। लग्नालकमबोधकूपपतितं चास्ते परेषामपि
स्तोकानां तु विकारभाररहितं तज्ज्ञानसाराश्रितम् ।। અર્થ : અહો! કેટલાકનું મન વિષયરૂપ જ્વરથી પીડિત છે, બીજાઓનું મન ઝેરના વેગરૂપ પરિણામ જેનું છે એવા કુતર્કથી મૂતિ થયેલું છે; અન્યનું મન ખોટા વૈરાગ્યથી જેને હડકવા ચાલ્યો હોય એવું છે, બીજાઓનું મન પણ અજ્ઞાનરૂપ કૂવામાં પડેલું છે, પણ થોડાંઓનું મન વિકારના ભારથી રહિત છે, તે જ્ઞાનસારથી આશ્રિત
છે.
વિવેચન : સંસારમાં ભિન્ન ભિન્ન વૃત્તિવાળા જીવો વસે છે. જીવોનાં મન જુદી-જુદી રીતે વાસનાઓથી ઘેરાયેલાં છે. એનું સ્વરૂપદર્શન અહીં ગ્રંથકાર કરાવે છે અને એમાં જ્ઞાનસારથી રંગાયેલાં મન કેટલાં હોય છે, તે બતાવે છે.
For Private And Personal Use Only