________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
જ્ઞાનસાર છેકેટલાકનાં મન શબ્દાદિ વિષયોની સ્પૃહાથી ને ઉપભોગથી પીડિત છે! જ કેટલાક મનુષ્યો કુતર્કના સર્ષોથી ડસાયેલાં છે. કુતર્ક-સર્પોનાં તીવ્ર ઝેરથી
તેઓ મૂચ્છિત થઈ ગયેલા છે. જ કેટલાક પોતાની જાતને વૈરાગી ગણાવે છે, પરંતુ એ પણ એક પ્રકારનો
હડકવા છે! હડકાયા કૂતરા જેવી એમની સ્થિતિ છે. છે વળી કેટલાક મોહ-અજ્ઞાનના ઊંડા કૂવામાં પડેલા છે, એમની દૃષ્ટિ કૂવાની બહાર પડે જ ક્યાંથી? હા, થોડાં જીવો આ વિશ્વમાં એવાં છે કે જેમના મન પર વિકારનો ભાર નથી. “જ્ઞાનસાર'નો આશ્રય આવાં જીવો જ લેતા હોય છે, લઈ શકે છે.
जातोद्रेकविवेकतोरणततौ धावल्यमातन्वति हृद्गृहे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः । पूर्णानन्दघनस्य किं सहजया तद्भाग्यभङगयाऽभव
नैतद् ग्रन्थमिषात् करग्रहमहश्चित्रं चरित्रश्रियः ।। અર્થ : જ્યાં અધિકપણે વિવેકરૂપ તોરણની માળા બાંધેલી છે અને ઉરૂલતાને વિસ્તારતા હૃદયરૂપ ઘરમાં સમયને યોગ્ય મોટો ગીતનો ધ્વનિ પ્રસરે છે. પૂર્ણ આનંદ વડે ભરપૂર આત્માનો, સ્વાભાવિક તેના ભાગ્યની રચનાથી આ ગ્રંથની રચનાના બહાનાથી ચારિત્રરૂપ લક્ષ્મી સાથે આશ્ચર્ય કરનાર પાણિગ્રહણનો મહોત્સવ શું થયો નથી?
વિવેચન : પૂર્ણાનન્દી આત્માનો ચારિત્ર-લક્ષ્મી સાથેનો લગ્નોત્સવ તમે જોયો છે? ગ્રંથકાર લગ્નોત્સવ બતાવે છે, જુઓ :
આ ઠેર ઠેર બંધાયેલાં તોરણો જુઓ! એ વિવેકનાં તોરણો છે. આ લગ્નનો માંડવો જોયો? એ હૃદયનો માંડવો છે. પ્રકાશથી ઉજ્વલ છે, ને એમાં તમને લગ્નોત્સવનાં ગીતનો મધુર ધ્વનિ સંભળાય છે! તેમાં ૩૨ ગીતો ગવાય છે! અને આતમરામ કેવા આનંદથી ભરપૂર દેખાય છે!
આ “જ્ઞાનસાર' ગ્રંથની રચનાનું તો બહાનું છે! તેના માધ્યમથી ચારિત્રરૂપ લક્ષ્મી સામે પૂર્ણાનન્દી આત્માએ લગ્નનો મહોત્સવ યોજ્યો છે! કેવું એનું સદ્ભાગ્ય!
For Private And Personal Use Only