________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસંહાર
૪૧૧
ગ્રંથકાર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ‘આ ગ્રંથરચનાના મહોત્સવમાં
મેં ચારિત્રરૂપ લક્ષ્મી સાથે લગ્ન કર્યું છે!'
મહોત્સવ ખરેખર, આશ્ચર્યચકિત કરી દે તેવો છે!
भावस्तोमपवित्रगोमयरसैः लिप्तैव भूः सर्वतः संसिक्ता समतोदकैरथ पथि न्यस्ता विवेकस्रजः अध्यात्मामृतपूर्णकामकलशश्चक्रेऽत्र शास्त्रे पुरः पूर्णानन्दघने पुरे प्रविशति स्वीयं कृतं मंगलम् ।
અર્થ : આ શાસ્ત્રમાં ભાવના સમૂહરૂપ છાણના રસથી ભૂમિ લીંપાયેલી જ છે. ચોતરફ સમભાવરૂપ પાણીથી છંટાયેલી છે, માર્ગમાં વિવેકરૂપ પુષ્પની માળાઓ મૂકી છે, આગળ અધ્યાત્મરૂપ અમૃતથી ભરેલો કામકુંભ મૂક્યો છે, એમ પૂર્ણાનન્દથી ભરપૂર આત્મા નગરમાં પ્રવેશ કરે છે ત્યારે પોતાનું મંગલ કર્યું!
વિવેચન : આ ‘જ્ઞાનસાર' નગરમાં જે પૂર્ણાનન્દી આત્મા પ્રવેશ્યો, તેનું કલ્યાણ થઈ ગયું!
આ નગરની ભૂમિ પવિત્ર ભાવોના છાણથી લીંપાયેલી છે. સર્વત્ર સમભાવનાં પાણી છંટાયેલાં છે. આ નગરના વિશાળ માર્ગો ઉપર ઠેર ઠેર વિવેકપુષ્પોની માળાઓ લટકાવવામાં આવી છે. મુખ્ય સ્થાનો ઉપર અધ્યાત્મના અમૃતથી ભરેલા કામકુંભ ગોઠવવામાં આવ્યા છે!
કેવું આ ભવ્ય રમણીય નગર છે! આવા નગરમાં સહુ જીવો પ્રવેશી શકતાં નથી, બહુ થોડાં જ મનુષ્યો આ નગરમાં પ્રવેશી શકે છે... એમાં જો આપણો પ્રવેશ થઈ ગયો તો ‘સર્વમંગલમાંગલ્યમ્' થઈ જાય.
પૂર્ણાનન્દી આત્મા જ આ નગરમાં પ્રવેશ કરી શકે છે. પૂર્ણતાના આનંદ માટે તલસતો જીવ જ આવું નગર શોધતો હોય છે! ગ્રંથકાર આપણને ‘જ્ઞાનસાર’ નું નગર બતાવે છે...એમાં પ્રવેશ કરીને આપણે કૃતકૃત્ય બનીએ. गच्छे श्रीविजयादिदेवसुगुरो: स्वच्छे गुणानां गणैः प्रौढिं प्रौढिमधाम्नि जीतविजयप्राज्ञाः परामैयरुः ।
तत्सातीर्थ्यभृतां नयादिविजयप्राज्ञोत्तमानां शिशो: श्रीमन्यायविशारदस्य कृतिनामेषा कृतिः प्रीतये ||
અર્થ : સદ્ગુરુ શ્રી વિજયદેવસૂરિના ગુણોના સમૂહથી પવિત્ર મહાન ગચ્છમાં
For Private And Personal Use Only