________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવોગ
૨૩૧ ઉપસર્ગો સમતાભાવે સહન કરવાના છે. તેનાથી ભવરોગ ઝડપથી દૂર થાય છે. ઈરાદાપૂર્વક ઉપસર્ગ સહન કરવા આપણે ન જઈએ, પરંતુ આવી પડેલાં ઉપસર્ગને સહર્ષ સમતાભાવે સ્વીકારી લઈએ તો પણ કામ થઈ જાય.
નાનું બાળક પરેશનના હૉલમાં જતાં ડરે છે! હાથમાં છરી લઈ ઊભેલા બુરખાધારી ડૉક્ટરને જોઈ ચીસ પાડી ઊઠે છે. કારણ? એને પોતાના રોગની ભયાનકતા સમજાતી નથી. એને ડૉક્ટર રોગનિવારણ કરનાર સમજાતો નથી, તેમ જીવો બાળક જેવી અવિકસિત બુદ્ધિવાળા હોય છે. તેઓ ઉપસર્ગનો પડછાયો જોતાં ચીસ પાડી ઊઠે છે! ઉપસર્ગની ઉપકારિતા તેઓ સમજી શકતા નથી.
તાત્પર્ય એ છે કે ઉપસર્ગ સહન કરવાના છે. તેથી જ ભવનો ભય દૂર થવાનો છે.
स्थैर्यं भवभयादेव व्यवहारे मुनिव्रजेत् ।
स्वात्मारामसमाधौ तु तदप्यन्तर्निमज्जति ।।८।।१७६ ।। અર્થ : વ્યવહારનયથી સંસારના ભયથી જ સાધુ સ્થિરતા પામે. પરંતુ પોતાના આત્માની રતિરૂપ સમાધિમાં તે ભય પણ અંદર વિલીન થાય છે. વિવેચન : સંસારનો ભય?
શું સંસારનો ભય મુનિએ રાખવો જોઈએ? તે ભય મુનિની ચારિત્રસ્થિરતામાં કારણ છે?
હા, ચાર ગતિના પરિભ્રમણરૂપ સંસારનો ભય મુનિને જોઈએ. તો જ તે ચારિત્રમાં સ્થિર બને. “મારે સંસારની, નરક, તિર્યંચ વગેરે ગતિમાં ભટકવું પડશે, જો હું ચારિત્રની આરાધનામાં પ્રમાદી બનીશ તો.' - આ વિચાર મુનિને હોવો જોઈએ. આ વિચાર તેને
ઇચ્છાકારાદિ સામાચારીમાં અપ્રમત્ત રાખે છે. ક્ષમાદિ દશવિધ યતિધર્મમાં ઉજમાળ રાખે છે. નિર્દોષ “ભિક્ષાચર્યામાં જાગ્રત રાખે છે.
મહાવ્રતોના પાલનમાં અતિચારમુક્ત બનાવે છે. આ સમિતિ-ગુપ્તિના પાલનમાં ઉપયોગશીલ બનાવે છે.
આત્મરક્ષા, સંયમરક્ષા ને પ્રવચનરક્ષામાં ઉદ્યમી બનાવે છે. ૧૪. જુઓ પરિશિષ્ટ ૨૨.૧૫. જુઓ પરિશિષ્ટ ૨૧.૧૬ જુઓ પરિશિષ્ટ.
For Private And Personal Use Only