________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮.
શાનમાર વેદનીય કર્મનો વિપાક છે.” મુનિ કોઈ જીવને મનુષ્યરૂપે જુએ છે, તો કોઈને પશુરૂપે જુએ છે, કોઈને દેવરૂપે જાણે છે કે કોઈને નરકરૂપે જાણે છે... આવું કેમ?' એનું સમાધાન મુનિ આ રીતે કરે છે : “આ આયુષ્યકર્મ અને ગતિનામ કર્મનો વિપાક છે!” મુનિ કોઈને બાલ્યવયમાં મરતો જુએ છે, કોઈને યુવાનવયમાં, તો કોઈને વૃદ્ધાવસ્થામાં મરતો જુએ છે. તેમને દુખ, શોક કે આશ્ચર્ય થતું નથી! તેઓ સમાધાન કરે છે : “આ આયુષ્યકર્મના વિપાક-પરિણામ છે.”
મુનિ કોઈને સદ્ભાગી, કોઈને દુર્ભાગી, કોઈને યશસ્વી, કોઈને અપયશવાળો, કોઈને મધુર સ્વરવાળો, કોઈને કર્કશ સ્વરવાળો, કોઈને રૂપવાન, કોઈને કદરૂપો, કોઈને હંસગતિ તો કોઈને ઊંટગતિ...જુએ છે... તેમને કોઈ હર્ષ કે શોક થતો નથી. “આ બધું નામકર્મનું પરિણામ છે' - આ સમાધાન કરે છે.
મુનિ પોતાના જીવનમાં પણ આવી વિષમતાઓ જુએ છે, ત્યારે તે “આમ કેમ બન્યું? આવું કેવી રીતે બને?' - આ રીતે મૂંઝાતા નથી! એ “કર્મના વિપાકોનું વિજ્ઞાન જાણતા હોય છે! તેની પાછળ રહેલું ‘કર્મને બંધનું વિજ્ઞાન” પણ એમની પાસે હોય છે. એ દીનતા ન કરે, એ હર્ષોન્માદ ન કરે, સુખ અને દુઃખનાં દ્વન્દ્ર, એ વિજ્ઞાની મુનિના ચિત્તમાં હર્ષશોકનાં વમળ, પેદા કરી શકતાં નથી. પોતાને તે સુખી કે દુઃખી માનતા નથી. કર્મના ઉદય પછી ભલે ને શુભ હોય કે અશુભ, તેમાં તે સુખદુઃખની કલ્પના કરતા નથી.
દીનતા અને હર્ષોન્માદના ચક્રાવામાંથી મુક્ત બનવાનો આ એક વૈજ્ઞાનિક માર્ગ છે. જગતને કર્મપરવશ જાણો. સંસારની પ્રત્યેક ઘટના પાછળ કર્મતત્ત્વની ઊંડી અને વાસ્તવિક સમજ મેળવો. એ સમજ તમને દીન નહીં બનવા દે, વિસ્મિત નહીં થવા દે. દીનતા અને વિસ્મય જતાં તમે અંતરંગ આત્મસમૃદ્ધિ તરફ વળશો.
येषां भ्रूभङ्गमात्रेण भज्यन्ते पर्वता अपि।
तैरहो कर्मवैषम्ये भूपैर्भिक्षाऽपि नाप्यते ।।२।।१६२।। અર્થ : જેઓના ભૂકટીના ચઢાવા માત્રથી પર્વતો પર તૂટી પડે છે તેવા બળવાન રાજાઓ પણ કર્મની વિષમતા આવી પડે છે ત્યારે ભિક્ષા પણ મેળવી શકતા નથી, એ આશ્ચર્ય છે! વિવેચન : કર્મોની કેવી કુટિલ વિષમતા! રાજાઓ રસ્તાના રખડતા ભિખારી બની જાય! ભીખ માગવા છતાં
For Private And Personal Use Only