________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯
કર્મવિપાક-ચિંતન ભિક્ષા ન મળે! જે સમ્રાટોની ભ્રકુટી ચઢે ને હિમાદ્રી જેવા પર્વતો ધ્રુજી ઊઠે... સમ્રાટના સૈન્યના આક્રમણથી પર્વતનાં શિખરો તૂટી પડે. શત્રુઓના હાજાં ગગડી જાય ... પૃથ્વીનાં પડ ઊકલી જાય... તે રાજાઓ, મહારાજાઓ અને સમ્રાટો, જ્યારે કર્મો વિફરે છે ત્યારે રાંક, દીન ને ગરીબ બની જાય છે!
પ્રાચીન ઈતિહાસના પાને અંકાયેલા એવા અનેક રાજા-મહારાજાઓનાં પતન.... એકાએક થયેલાં અધ:પતન તમે વાંચ્યા હશે... કોઈના પ્રત્યે તમારું હૃદય સહાનુભૂતિથી દ્રવી ઊર્યું હશે, જ્યારે કોઈના પ્રત્યે “એ એવા જ લાગનો હતો...... - એમ કઠોર સંતોષ પણ અનુભવ્યો હશે. પરંતુ આવું એકાએક પતન શાથી? જેનું નામ વિશ્વના દરબારોમાં ગાજતું હતું, તેનું એકાએક પતન શાથી? આ પ્રશ્નનું સત્ય સમાધાન તમે મેળવ્યું છે?
રશિયાનો કુચેવ! અમેરિકાના માંધાતાઓ પણ એનાથી ધ્રુજતા હતા... એના આગઝરતા શબ્દો વિશ્વના એક-એક માનવીને પણ બાળતા હતા. જેણે રશિયાના સ્ટાલીન, લેનીન અને બુલ્ગાનીનને પણ જનમનમાંથી ભૂંસી નાખ્યા હતા અને સ્ટાલીન-લેનીનની કબરો ખોદી કાઢી તેમનાં મડદાં ફેંકી દીધાં હતાં, તે કુચેવનું એક રાતમાં પતન! આજે તેનું નામનિશાન ન રહ્યું
અમેરિકાના કેનેડી! યુનાઈટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ! ક્ષણ વારમાં ગોળીથી વીંધાઈ ગયા.. દુનિયાના ફલક પર અનેક વાર થતાં આવાં પતન અને વિનાશ... એની પાછળ એક અદશ્ય છતાં સત્ય, અરૂપી છતાં વાસ્તવિક તત્વ કામ કરી રહ્યું છે, એ જાણો છો?
એ તત્ત્વ છે કર્મતત્ત્વ. યશ, સૌભાગ્ય, કીર્તિ, સત્તા, બળ.... વગેરે “શુભ કર્મનાં ફળ છે, પરંતુ એ શુભ કર્મો, કે જે આત્મા પર લાગેલાં છે. તેની કાળમર્યાદા હોય છે. એ કાળમર્યાદા સામાન્ય માનવી જાણતો નથી. તેથી તે એની લાંબી કાળમર્યાદા સમજી લે છે! પરંતુ એની કલ્પનાથી ઓછી કાળમર્યાદાવાળાં શુભ કર્મો જ્યારે પૂરાં થઈ જાય છે, ને અશુભ કર્મોનો અચાનક ઉદય આવી જાય છે, ત્યારે આવાં અચાનક પતન અને વિનાશના અકસ્માતો સર્જાઈ જાય છે.
અપયશ, દુર્ભાગ્ય, અપકીર્તિ, નિર્બળતા, અને સત્તા-ભ્રષ્ટતા, અશુભ કર્મોનું પરિણામ છે! આરબ નેતા નાસરને નાનકડા દેશ ઈઝરાઈલે અપયશ આપ્યો, અપકીર્તિનો કાળો ટીકો કર્યો અને નાસર “નબળા આદમી' તરીકે
For Private And Personal Use Only