________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૨૯૨
अज्ञानाऽहिमहामंत्र स्वाच्छन्द्यज्वरलङ्घनम्। धर्मारामसुधाकुल्यां शास्त्रमाहुमहर्षयः ।।७।।१९१ ।। અર્થ : મોટા ઋષિઓ શાસ્ત્રને અજ્ઞાનરૂપ સર્પનું ઝેર ઉતારવામાં મહામંત્ર સમાન, સ્વચ્છંદતારૂપ જ્વરનો નાશ કરવામાં ઉપવાસ સમાન, ધર્મરૂપ બગીચામાં અમૃતની નીક સમાન કહે છે. વિવેચન : કહે છે કે* સર્પનું ઝેર મહામંત્ર ઉતારી નાખે છે! * ઉપવાસ કરવાથી તાવ ઊતરી જાય છે! * પાણીના સિંચનથી ઉદ્યાન લીલુંછમ રહે છે! તમને કોઈ સર્પનું ઝેર ચડ્યું છે, તે તમે જાણો છો? તમને તાવનો તપારો છે, એનું તમને ભાન છે? તમારું ઉદ્યાન પાણી વિના વેરાન-ઉજ્જડ બની ગયું છે, એનો તમને ખ્યાલ છે?
અને એ માટે તમે કોઈ મહામંત્રને શોધો છો? કોઈ ઔષધની તપાસ કરો છો? કોઈ પાણીની નીક તમારા બગીચામાં વહેતી કરવા ચાહો છો? તમારે ફાંફાં મારવાની જરૂર નથી, આડાઅવળા ભટકવાની આવશ્યકતા નથી. ચિંતા, શોકથી ભયભીત થવાની જરૂર નથી.
હા, તમે નિદાન કરાવવા માંગો છો? ભલે, આવો, અહીં શાન્તિથી બેસો. તમને “અજ્ઞાન” નામના સર્પનું ઝેર ચહ્યું છે. તમને “સ્વચ્છંદતા' નામનો તાવ આવી રહ્યો છે... ને ઘણા સમયથી આવી રહ્યો છે, ખરું ને?
તમારો ધર્મ' નામનો બગીચો સુકાઈ રહ્યો છે? તમને નિદાન સારું લાગે તો જ ઔષધાદિ લેજો. જેવું નિદાન સચોટ છે, તેવા જ તેના નિવારણના ઉપાયો પણ સચોટ છે, અક્સીર છે, રામબાણ છે! - “શાસ્ત્ર' મહામંત્રનો જાપ કરો, અજ્ઞાન-સર્પનું ઝેર ઊતરી જશે. “શાસ્ત્ર' નામનો ઉપવાસ કરો, તમારો તાવ દૂર ભાગી જશે. “શાસ્ત્રની નીક વહાવો, ધર્મરૂપી બગીચો નવપલ્લવિત બની જશે.
હા, કોઈ એકાદ દિવસ કે એકાદ મહિનો... વરસ “શાસ્ત્રનો સ્વાધ્યાયજાપ કરવા માત્રથી અજ્ઞાન સર્પનું ઝેર નહીં ઊતરે! સંપૂર્ણ જીવનમાં દિવસરાત પ્રતિક્ષણ શાસ્ત્રનો જાપ ચાલતો રહેવો જોઈએ. સ્વચ્છંદતાનો તાવ ઉતારવા શાસ્ત્ર-સ્વાધ્યાયરૂપ ઉપવાસ ઘણા કરવા પડશે. તાવ જૂનો છે ને
For Private And Personal Use Only